________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
શ્રી ગૌતમસ્વામીનો રાસ
રચયિતા : પૂ. આચાર્યશ્રી વિજયપદ્મસૂરીશ્વરજી મહારાજ ભાવાનુવાદ : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ (મંગલાચરણ)
વિમલેશ્વર ચક્રેશ્વરી, પરિપૂજિત સિદ્ધચક્ર; નેમિ જિણંદ ગુરુપદ નમી, જેને સેવે શક્ર.
૧.
૧. વિમલેશ્વર અને ચક્રેશ્વરીથી પૂજાયેલા શ્રી સિદ્ધચક્રને તથા શક્રેન્દ્ર જેની સેવા કરે છે તે શ્રી નેમિજિનને તથા નેમિસૂરિ ગુરુના ચરણમાં નમસ્કાર કરું છું. (૧).
તે શ્રી વીર જિણંદના, એકાદશ ગણધાર; શ્રી ગૌતમ મોટા તિહાં, વિનયવંત સરદાર.
૨.
૨. શ્રી વી૨ જિનેશ્વરના અગિયાર ગણધર છે. તેમાં મુખ્ય શ્રી ગૌતમસ્વામી છે. તે વિનયવંત જનોમાં સરદાર-શિરોમણિ છે. (૨).
બેસતા વર્ષ પરોઢિયે, પામ્યા કેવલનાણ;
તે ગૌતમ ગુરુ રાસને, વિસ્સું ધરી બહુમાન. ૩.
[ ૩૧૧
૩. કાર્તિક સુદિ એકમે બેસતું વર્ષ ઊજવાય છે. તે દિવસે વહેલી સવારે જેમને કેવળજ્ઞાન થયેલું, તે શ્રી ગૌતમગુરુનો રાસ હું બહુમાનપૂર્વક રચું છું. (૩).
સુણતાં ભણતાં સંપજે, દિન દિન મંગલમાલ;
ગુરુ ગૌતમ ગુણ ગાવતાં, ધર્મશાંતિ ત્રણ કાલ. ૪.
૪. આ રાસ સાંભળવાથી તથા ભણવાથી હંમેશાં મંગળમાળ વર્તે છે અને રોજ ત્રણે સંધ્યાએ ગુરુ ગૌતમના ગુણ ગાતાં ધર્મ અને શાંતિ પ્રાપ્ત થાય છે. (૪).
(દુહા)
અઢારમે ભવ વીર પ્રભુ, ત્રિપૃષ્ઠ વાસુદેવ; ગૌતમ તેના સારથિ, તે સમયે કરે સેવ.
૧.
૫. પોતાના અઢારમા ભવમાં શ્રી વીર પ્રભુ ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ હતા ત્યારે શ્રી ગૌતમના જીવે તેમના સારથિ તરીકે સેવા કરી હતી. (૧).
વિશાખાનંદી સિંહ થયો, વાસુદેવના હાથ;
મરતાં આશ્વાસન દીયે, સારથિ નવકાર સાથે. ૨.
૬. પોતાના સોળમા વિશ્વભૂતિ ભવનો પિતરાઈ ભાઈ વિશાખાનંદી, ત્રિપૃષ્ઠના ભવ વખતે સિંહ થયો હતો. તે વાસુદેવને હાથે મર્યો ત્યારે એ સારથિએ એ સિંહને નવકાર તથા આશ્વાસનના શબ્દો સંભળાવ્યા હતા. (૨).