________________
૧૬૮ ]
[ મહામણિ ચિંતામણિ
અનોખા વ્યક્તિત્વમાંથી. અજ્ઞાનને ચીરીને મિથ્યાત્વના ઝેરને વમન કરાવી દેતું તેમનું વિલક્ષણ વ્યક્તિત્વ આપણને ઘણો બધો બોધ આપી જાય છે. શ્રી વિમલકુમાર ચોરડિયાજી અને પુખરાજ ભંડારીના મનનીય લેખો વાંચવા જેવા છે. શ્રી ગૌતમસ્વામીના વિરાટ વ્યક્તિત્વનો આરંભ પણ જિજ્ઞાસાથી થાય છે અને એ જિજ્ઞાસાએ જ તેમને યજ્ઞમંડપની વેદિકામાંથી ઉઠાવી પ્રભુના સમવસરણ નજીક લાવી દીધા–એ જિજ્ઞાસામૂર્તિએ પછી તો જૈનશાસનનો જયજયકાર પણ બોલાવી દીધો. ગૌતમસ્વામીના એ પ્રાતઃસ્મરણીય નામને જાણે અહર્નિશ રહ્યા જ કરીએ...૨ટ્યા જ કરીએ...એ રહસ્યપૂર્ણ નામ અને એ નામની ચમત્કૃતિપૂર્ણ લબ્ધિઓનું વર્ણન આ ગ્રંથના પાને પાને વાંચતાં જ હૈયું ખરેખર અહોભાવથી નાચી ઊઠે છે.
આ હિન્દી વિભાગમાં કેટલાક લેખો સંશોધનાત્મક હોવાથી તેની માહિતી કદાચ સર્વમાન્ય ન પણ બની શકે તો વિદ્વાનોને એ બાબતમાં વિશેષ સંશોધન કરી રજૂઆત કરવા માટે હું વિનંતી કરું છું.
હિન્દી વિભાગમાં શ્રી નરેન્દ્રકુમાર બાગરાનો લેખ દિગંબર પરંપરા અનુસાર હોવાથી ક્યાંક ક્યાંક શ્વેતામ્બર પરંપરા કરતાં ભિન્નતા જણાશે તો વાચકોએ આ વાતની પણ નોંધ લેવી. સૌને માટે બોધદાયી :
વિવિધ સ્તરના વિવિધ વ્યાપારીઓનું ધ્યેય એક જ હોય છે કે પૈસો કમાવો. એ સમજી શકાય છે પણ એની અંદર પાપનો ડર અને પરલોકનો વિચાર હોય તે વ્યાપારીવર્ગ–ગ્રાહકવર્ગ બંને માટે શાંતિ પ્રાપ્ત કરવાની મૂળભૂત જરૂરિયાત છે. ધર્મનો વ્યાપાર લઇને બેઠેલા ગણધર ગૌતમ જે રીતે વ્યાપાર કરે છે તેમાં મુનિ બનતા પહેલાંનો પ્રસંગ, કેશી મહારાજ સાથેનો પ્રસંગ, સ્કંદક પરિવ્રાજકનો પ્રસંગ, હાલિકનો પ્રસંગ, કે ૧૫૦૦ તાપસોનો પ્રસંગ વગેરે દરેક જગ્યાએ તેમના જીવનમાં પ્રગટતી સોહાર્દતા, સમતાભાવ અને સત્યનો પ્રેમ. ગ્રાહક માલ લ્યે કે ન લ્યે, વધતો-ઓછો લ્યે છતાં વ્યાપારી પ્રત્યે ગ્રાહકને અને ગ્રાહક પ્રત્યે વ્યાપારીને સોહાર્દ ભાવ જાગે, ટકે, વધે તે રીતે વ્યાપાર થાય તો જગતનું વાતાવરણ કેવું શાંતિમય બને ? જગતનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રેરક બળ તરીકે ગણધર ગૌતમનું જીવનકવન ઘણો મોટો ફાળો આપી શકે તેમ છે. આ રત્નાકરમાંથી મૂલ્યવાન રત્નો કદી ઓછાં થવાનાં નથી. વાચકને જે રીતે પ્રેરણા લેવી હોય તે રીતે શક્તિ પ્રમાણે ઝીલી લ્યે. સંસારના દાવાનળમાં સમસ્યાઓ તો રહેવાની જ. સંસારના તમામ પદાર્થો અનિત્ય છે એમ સમજીને મનમાં સ્વસ્થતા ધારણ કરી ધર્મભક્તિમાં લાગી જઇએ તો દુઃખનો પણ એક દિવસ અંત આવી જ જાય છે. સુખ અને દુઃખ કાયમી નથી. શાશ્વત ચીજને પકડી શકીએ તો જેમ પ્રભુભક્તિ કરવાથી રાજા શ્રીપાલનો કોઢ દૂર થયો, રાણી મયણાની ઉપાધિઓ ટળી ગઇ, સીતા, અંજના, દમયંતી અને દ્રૌપદીનાં દુઃખોનો પણ અંત આવી ગયો. મીરાંબાઇના પવાલાનું ઝેર અમૃત બની ગયું. આપણા પાસે શ્રદ્ધા જેવી કોઇ ચીજ હોય તો પ્રભુના ચરણે મેલી દઇએ. બધી જ ફિકરચિંતા છોડીને મસ્તીથી જીવો અને જુઓ પછી વાસ્તવિક જીવનનો આનંદ. પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મહારાજશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે સાગરની ભરતીમાં જ્યારે ઊછળતાં મોજાં આવે છે ત્યારે એને ખબર નથી કે આ બધું ક્ષણવારમાં જ સમેટાઈ જવાનું છે. પુણ્યની ભરતીમાં મળેલા રૂપ સત્તા કે વૈભવોના અહંકારમાં રાચવા જેવું નથી. એ બધું ધૂળમાં