________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
अःप्यनेह आकुंचन करओ रेचक पूरक कुंभकि धरओ । मात्र बार चउवीस छत्रीस प्राणायाम करइ ते ईश ||२८||
નીચેથી અપાનવાયુને આકુંચન કરીને (દબાવીને) પૂરક, કુમ્ભક, રેચક ધારણ કરે અને જે બાર, ચોવીસ, છત્રીસ પ્રાણાયામ કરે છે તે ઈશ (સ્વામી) થાય છે.
कमल हृदय केवलि विच्चारु ज्ञानोपयोगिइं वस्तु विचारु ।
जीव करमनु सिओ संयोग उतपति विगम ध्रुव उपयोग ||२६|| હૃદય-કમલમાં કેવલીનો વિચાર કરવો, જ્ઞાનના ઉપયોગ વડે વસ્તુનો વિચાર કરવો. જીવ કર્મના સંયોગથી ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશનો ઉપયોગ જાણવો.
खगवत् मुणिवरु खे माहि भमइ, परिजन छोडी एकलओ रमइ । तिहां पुद्गल प्रदेशि विचारु तओ ते केवलि अनंत अपार ||३०|
શ્રેષ્ઠ મુનિ પક્ષીની જેમ આકાશમાં જ ભમે છે (આત્મામાં જ ૨મે છે), પિરવારને છોડીને એકલો જ રમે છે. ત્યાં પુદ્ગલ પ્રદેશોનો વિચાર કરે છે તે કેવલી અનંત છે, તેનો અંત અને પાર જાણી શકતો નથી.
गंगा यमुना शोषइ नीर सरसति अंग पखालइ धीरु ।
ते नवि उपजविइ हसमइ मरइ ते साधक त्रिभुवन विस्तरइ ||३१||
[ ૧૯૭
ધીર પુરુષો ગંગા-યમુનાનાં પાણી શોષી લઈને સરસ્વતીના પાણી વડે શરીરને ધોવે છે. તે હસતાં-હસતાં મરે છે, ફરીથી જન્મ પામતો નથી, તે સાધક ત્રિભુવનમાં પ્રસિદ્ધિ પામે છે.
धरि पुरि मंदिर साधइ योग विषइ विरकत ते शक्तिसंयोग ।
शक्ति कुण्डलिणी ब्रम्ह विलास अधिओरधि जओ होइ अभ्यास ||३२||
હ્રદય મંદિરમાં પરમાત્મારૂપને ધારણ કરીને વિષયોને વિશે વિરક્ત થઈ જે યોગને સાધે
છે તેને કુંડલિની શક્તિનો સંયોગ થાય છે. જ્યારે અભ્યાસ હોય છે ત્યારે કુંડલિની શક્તિ નીચેથી ઉપર સુધી બ્રહ્માની સાથે વિલાસ કરે છે.
निर्मल चित्त करीनइ जोइ त्रिभुवनि नहीं अनेरुं कोइ ।
प्रकृति पुरुष तुम्हिं करओ विभेद तओ तुम्हि भुक्ता मुणिवर वेद ||३३||
પ્રકૃતિ હે મુનિવર ! ચિત્તને નિર્મલ કરીને તમે જ પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરીને જુઓ ત્યારે તમે શાનના ભોક્તા થશો. ત્રિભુવનમાં બીજો કોઈ નથી.
चंद सूर्य बिंहुं बूझ उठाओ कालरूप परा खेतुं राहु ।
रवि जओ अंबरि ससिहरु गिलइ तओ ते मुणिवर मुक्ता मिलइ ||३४||
કાલ રૂપ કેતુ અને રાહુ જ્યારે આકાશમાં ચન્દ્ર અને સૂર્યને જાણીને ઉઠાવે અને ચન્દ્ર-સૂર્યને ગળે છે ત્યારે હે મુનિવર ! મુક્તિ મળે છે.
छइल पणई छइ दरसणि मिलइ, जिणसासणि जइणा नवि टलइ । मूरति इसी नवि दीसइ देव तीहं पन्नगसुरनर करइ सेव ||३५||