________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૮૫
શ્રી ગૌતમસ્વામી વિલાપ
વીર વિભુ આજ્ઞા થકી, જાય ઉરે વીર લીજ; ગયા ગૌતમ પ્રતિબોધવા, દેવશમાં એ દ્વિજ. પ્રતિબોધી એ વિપ્રને, રાત રહ્યા ત્યાં વાસ; શોક સહિત દેવો કરે, કોલાહલ આકાશ. સ્તબ્ધ બની ચિત્ત જોડિયું, કર્યા સાબદા કાન; પડ્યા શબ્દ દેવો તણા, વીર લહ્યો નિર્વાણ. ફાળ પડી તવ ઉરમાં, ઉપન્યો કંપ શરીર, બાળક જિમ રડી પડ્યા, યાદ કરી પ્રભુ વીર. વજૂ સમ એ છાતડી, હાથ ન રહી લગાર; ધૂસક ઘૂસક લહે ધ્રુસકાં, નેણ વહે ચોધાર. કંપારી ખૂબ જોસમાં, વ્યાપી અંગ ઉપાંગ; વધુ હાથમાં નવિ રહ્યું, ભોંય પડ્યા તે વાર. આવ્યા શુદ્ધિમાં યદા, બોલે તેણી વાર; વીર! વીર ! બસ બોલ એક, અન્ય નહીં ઉચ્ચાર. પ્રીત વીરથી જ હતી, ઉચ્ચારે તે વાર; ભૂતકાળ તાજો કરી, વળી રડતા વાર. હે પ્રભુ ! આ બાળની, લેશે ખબરો કોણ? આધાર તમે ચાલ્યા ગયા, સહાય અમ હવે કોણ? ઊગતી શંકા માહરી, પૂછીશ કોને નાથ? દેવે ઉત્તર કોણ મુજ, કવણ રાખશે લાજ? જનાર જો જાવા ચહે રોક્યા ના રોકાય; ન આવે ઘટતું કર્યું. અપને જે ન સહાય. પણ હતી જે પ્રીતડી, ને યાદ કરી તે કાળ; જવા ઉતાવળ મોક્ષમાં, ત્યાગી શું તતકાળ.
(ઢાળ) શાસનનાયક પ્રાણપ્રભુ હે વીરજી, પ્રીતડી તોડી મુજ ઉપરથી સાચ જો; અલગો કીધો આપ કનેથી નાથજી, આવશે જાણે લેવા મુજમાં ભાગ જો,
મનમંદિરના વાસી વ્હાલા વીર જી...૧. ભૂલ્યા સાહિબ હઠ કરતાં ન આવડે, હોત કહ્યું જો અધિક ના મુજ પાસ જો, કપટ કરી મુજથી શું ચાલી નીકળ્યા, આવત નહીં તુમ સાથે ખરેખર નાથ જો;
...મનમંદિરના...૨.