________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
ગૌતમ-વંદના
-પૂજ્ય મુનિશ્રી સુધર્મસાગરજી મહારાજ
[એક જ ચરિત્ર, એક જ ઘટના, એક જ ભાવ, એક જ ભાવનાને જુદા જુદા સર્જકને હાથે જુદું જુદું રૂપ પ્રાપ્ત થતું હોય છે. એનાથી મૂળભૂત ભાવ-ભાવના દેઢીભૂત થતી હોય છે. એક જમાનામાં, કોઈ પણ કથાને દુહાઓમાં ઢાળીને પ્રચારમાં મૂકવામાં આવતી હતી. એમાં ચિરત્રનાયકનાં ગુણગાન પણ ગવાતાં હતાં. પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મહારાજે ૧૦૮ દુહા દ્વારા અહીં ગૌતમ-વંદના રચી છે. ભાવકને એ જુદી જ રીતે માણવાની તક મળશે એ નિ:સંશય છે.
શ્રી ગૌતમ ગણધરના ૧૦૮ ફોટા મુકવા. તેમાં નીચે દુહો કે શ્લોક જેવું હોય તો સારું આ મારી ભાવનાને મૂર્ત કરવા પૂ. મુનિશ્રી સુધર્મસાગરજીએ ૧૦૮ દુહામય ગૌતમ ચરિત્ર ચાલુ વિહારે બનાવીને મોકલ્યું. જોયા પછી એમ લાગ્યું કે આને ટુકડે-ટુકડે છાપવા કરતાં સળંગ છાપવું વધારે ઉપયોગી થશે. ફોટા પણ ૧૨૦ થયા છે. તેથી એક કાળે દુહામય ચિરત્રો લખતા તેની યાદી કરાવતું સ્વતંત્ર છાપેલ છે. શ્રી ગૌતમસ્વામિની આરાધનામાં ૧૦૮ ખમાસમણા દેવાપૂર્વક વંદના કરવામાં ઘણું ઉપયોગી અને ફળદાયી થશે.—સંપાદક]
કોડાકોડિ સાગરૂ, વીરશું કીધો નેહ; તે ગૌતમને વંદના, જગ નહીં જોડી એહ.
પહેલા ભવથી બાંધિયો, વીરશું તારોતાર; તે ગૌતમને વંદના, નેહ જસ ભારોભાર. વીર જિણંદનો જીવ જે, ફરતો મરીચિ નામ; તે ગૌતમને વંદના, કરતો તાસ પ્રણામ.
મુખ દેખી મન ઉલ્લસે, પૂછે તિહાં મહાભાગ; તે ગૌતમને વંદના, લેતો ધર્મનો ત્યાગ.
કપિલ જીવ સંયમ લિયે, હરખે મરીચિ પાસ; તે ગૌતમને વંદના, કરતો સેવા તાસ.
એક મને આરાધતો, વી૨ હિંદનો જીવ; તે ગૌતમને વંદના, અંતે પામે શિવ. યૌવનવય આરાધતો, બ્રહ્મચર્ય ધર ધીર; તે ગૌતમને વંદના, જેને મલ્યા મહાવી૨. આયુ પૂરણ કરી પામતો દેવલોકનાં સુખ; તે ગૌતમને વંદના, વીવિરહે જસ દુઃખ. સ્નેહ-રાગ નિબિડ કિયો, વીર શું પારાવાર; તે ગૌતમને વંદના, મહિમા અપરંપાર.
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
[ ૨૬૩
૮.
૯.