________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
तव सिद्धस्य बुद्धस्य पादाम्भोजरजः कणः, पिपर्ति कल्पशाखीव, कामितानि तनूमताम् ॥३॥
હે ગૌતમ ! તમારા ચરણકમળને કરેલા નમસ્કારથી આપદાઓ તો ટળે છે અને સંપદાઓ પણ મળે જ છે; પરંતુ તમારા ચરણકમળની ધૂળનો પણ કોઈ સ્પર્શ કરે તો તમારી એ ચરણરજ પણ કલ્પવૃક્ષની ડાળીની જેમ જીવોની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરે છે. श्री गौतमाक्षीणमहा-नसस्य च कीर्तनात्
सुवर्णपुष्पां पृथिवी-मुच्चिनाति नरश्चिरम् ||४||
[ ૨૦૫
હે ગૌતમ ! તમારી લબ્ધિની તો શું વાત કરવી ! તમારી પાસે માત્ર પાતરું ભરીને જ ખીર હતી. ઉપલબ્ધ અક્ષીણ મહાનસી લબ્ધિથી તમે પંદરસો તાપસોને પારણું કરાવ્યું ! આવી દિવ્યાતિદિવ્ય લબ્ધિના ધારક હે ગૌતમ ! જેઓ તમારું સ્તવન—કીર્તન કરે છે તેઓને આ રત્નગર્ભા સુવર્ણપુષ્પી પૃથ્વીલોકનાં સોનેરી રૂપેરી સુખોની પ્રાપ્તિ થાય છે.
अतिशेषेतरां धाम्ना, भगवन् भास्करीं श्रियम्
अतिसौम्यतया चान्द्री - महो ते भीमकान्तता ॥५॥
હે ગૌતમ ! તમારા દેહસૌન્દર્યનું કયા શબ્દોમાં વર્ણન કરું ? શબ્દો ય ઓછા પડે છે તેના વર્ણનમાં. છતાંય કહીશ કે તમારા દેહનું રૂપ સૂર્યના તેજથી પણ વધુ તેજસ્વી છે. દેદીપ્યમાન એવા તમારા દેહ આગળ તો સૂર્ય પણ ઝાંખો પડે !
અને તમારા ચહેરા અને સ્વભાવની સૌમ્યતા ? શરદપૂનમની ચાંદનીની શીતળતાથી પણ તે વધુ શીતળ છે.
ખરે જ હે ગૌતમ! તમારો દેહ દેદીપ્યમાન અને સૌમ્ય છે. અને તમારી પડછંદ અને પ્રતાપી ભીમ કાયા ? આ હા હા ! કેવી મનહર અને મનભર છે !!!
विजित्य संसारमाया, बीजं मोहमहीपतिम् नरः स्यान्मुक्तिराज्यश्री - नायकस्त्वत्प्रसादतः
દ્દા
હે ગૌતમ ! જાણું છું કે સંસારની માયાના બીજરૂપ મોહરાજા છે. મોહ સંસારનો રાજાધિરાજ છે. બસ, તમારી એક કૃપાનજર થાય તો એ કૃપા-પ્રસાદી પામીને મનુષ્ય મોહ પર વિજય તો મેળવે છે; પરંતુ તે મુક્તિરૂપી અખૂટ અક્ષય એવી રાજ્યલક્ષ્મીનો સ્વામી પણ બને છે. द्वादशांगीविधौ वेधाः। श्रीन्द्रादिसुरसेवितः,
अगण्यपुण्यनैपुण्यं तेषां साक्षात् कृतोसि यैः ॥७॥
હે ગૌતમ! તમારી જો કોઈના ઉપર કૃપા ઊતરે, ભક્તિથી કોઈના ઉપર તમે પ્રસન્ન થઈ જાવ તો એ ભક્ત, એ સાધક દ્વાદશાંગીનો સકલ જૈન દર્શનનો જ્ઞાતા બને છે.
લક્ષ્મી આદિ બધી દેવીઓ અને ઇન્દ્રાદિ દેવો તેની સેવામાં હાજર થાય છે અને તારો એ કૃપા-પાત્ર અપરંપાર પુણ્યપુંજને પામે છે.
नमः स्वाहा मतिज्योति — स्तिरस्कारितनुत्विषे,
શ્રી ગૌતમ ગુો! તુમ્યું, વાનીશાય મહાભને ।।