________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી
अनंतलब्धिनिधान
श्री गौतमस्वामि गुणाष्टकम् ।
(હરિની-વૃત્તમ્)
जगति विदिता ये ये भावा यथेप्सितदायिनः, सुरतरुमुखास्ते सर्वे यत्तुलां न च बिभ्रति । बुधसमुदया भक्त्या नित्यं यदतिमुपासते, भुवि स जयतात् कामं पूज्यो गणीश्वर गौतमः ॥१॥
જગતમાં ઇચ્છિત વસ્તુ આપનાર તરીકે જે જે કલ્પવૃક્ષ વગેરે પદાર્થો પ્રસિદ્ધ છે તે બધા જ જેની સરખામણી કરી શકતા નથી, દેવતાઓનો સમુદાય ભક્તિપૂર્વક જેના ચરણની ઉપાસના કરે છે એવા અતિશય પૂજ્ય શ્રી ગણધરવ૨ ગૌતમસ્વામી ભગવાન પૃથ્વી ઉપર વિજયવંતા વર્તો. (૧)
तव वरगुणाम्भोधेः पारं प्रयातुमभीप्सवः,
सुरगुरुसमाः प्रोद्यत्प्रज्ञा अपीश ! न चेशते । तदपि मम हृत् त्वय्यालीनं गुणस्तवनं विना
ાળપવ! તે સ્થાતું નૈવ ક્ષળ નનુ શવનુતે
॥
હે સ્વામિન્ ! આપના શ્રેષ્ઠ ગુણોના સમુદ્રનો પા૨ પામવાની ઇચ્છાવાળા બૃહસ્પતિ જેવા ઉત્કટ બુદ્ધિવાળા આત્માઓ પણ સમર્થ બની શકતા નથી એટલે કે ગુણોનો પાર પામી શકતા નથી, તો પણ હે ગણધર ભગવાન ! તમારી ભક્તિમાં લીન થયેલું મારું મન તમારા ગુણોની સ્તુતિ સિવાય એક ક્ષણ પણ રહી શકતું નથી. (૨)
चरमजिनपत्- पद्मोपास्ति स्त्वयाऽविरतं कृता,
सकलमुनयो भिक्षाकाले जपन्त्यभिधां तव । तव नमनतो विघ्नव्रातं प्रयाति लघु क्षयं,
[ ૨૨૯
वितरतु मयि श्रीयोगीन्द्र ! प्रसद्य शुभाशिषः || ३ ||
હે યોગિરાજ ! ચરમ જિનેશ્વર પરમાત્મા મહાવીરદેવના ચરણકમળની સેવા તમે નિરન્તર કરી, બધા જ મુનિઓ ગોચરી લેવા જાય ત્યારે તમારું નામસ્મરણ કરે છે. વિઘ્નોનો સમૂહ તમારા નમસ્કારથી જલદી નાશ પામે છે. પ્રભો ! પ્રસન્ન થઈને મને શુભાશીવિંદ આપો. (જેથી મારું કલ્યાણ થાય.) (૩)
तव करकजाद्दीक्षां प्राप्ताः समे शिवमैयरु
स्तवकसदृशो नो कोऽप्यन्यो क्षितौ खलु दृश्यते । अथ नहि भयं किञ्चिन्मात्रं भवान्मम विद्यते,
प्रथमगणभृत् ! यत्ते प्राप्तं पदाम्बुजसेवनम् ||४| આપના હસ્તકમળથી દીક્ષા પ્રાપ્ત કરનારા બધા જ આત્માઓ મોક્ષમાં ગયા, આપના જેવો પુરુષ આ પૃથ્વી ઉપર બીજો કોઈ દેખાતો નથી, હે પ્રથમ ગણધર ભગવાન ! તમારા ચરણકમળની સેવા મને પ્રાપ્ત થઈ છે તેથી હવે મને આ સંસારનો જરાપણ ભય નથી.