________________
૨૪૬ ]
[ મહામણિ ચિંતામણિ
મને કેવળજ્ઞાન નહિ થાય શું? ક્યારે થશે? શું કરું તો થશે? હું કેવો કમભાગી છું કે મારા પછીના, અરે, મારા હાથે દીક્ષા લેનારાઓને કેવળજ્ઞાનેય થઈ ગયું ને કેટલાક તો મોક્ષે પણ પહોંચી ગયા, ને હું જ એથી બાકાત ?!
પરમ ગુરુભક્ત પટ્ટશિષ્યની આ વેદનાને ભગવાન પામી ગયા. તેમણે આશ્વાસન આપતાં કહ્યું : “ગૌતમ ! જે આપબળે-કોઈની સહાય વિના અષ્ટાપદની યાત્રા કરે, તે તદ્દભવે મોક્ષગામી હોય.” આ સાંભળ્યું કે ગૌતમગુરુના મનમાં તાલાવેલી જાગી. પ્રભુની આજ્ઞા લીધી ને અષ્ટાપદ તીર્થે પહોંચ્યા. આપબળે સૂર્યનાં કિરણોનું આલંબન લઈને તીર્થયાત્રા કરી રહેલા ૧૫૦૩ તાપસોને બુઝવી, પારણું કરાવી, દીક્ષા આપી, એ પ્રસંગનું પ્રતીકાત્મક વર્ણન કવિ આ રીતે કરે છે ?
“તીર્થ અષ્ટાપદે આપલબ્ધ જઈ. પન્નરસે ત્રણને દિખ દીધી.
અઠ્ઠમ પારણે તાપસ કારણે, ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી.” ૭. સૌભાગ્યના પરમ નિધાન અને સવતિશાયી યશકીર્તિસંપન્ન ભગવાન ગૌતમસ્વામીના જીવનની પ્રમુખ ઘટનાઓનું બયાન આપતાં કવિ ગાય છે :
વરસ પચાસ લગે ગૃહવાસે વસ્યા, વરસ વળી ત્રીસ કરી વીરસેવા;
બાર વરસાં લગે કેવળ ભોગવ્યું, ભક્તિ જેની કરે નિત્ય દેવા.” ૮. રે ! આવી મહાન અને લોકોત્તર વિભૂતિની સેવા દેવો ન કરે તો કોની કરે ?
અને છેલ્લે, નવનિધાનનું સ્મરણ કરાવતી નવ ગાથાઓના બનેલા આ સ્તવનની નવમી ગાથામાં, માત્ર પોતાની જ નહિ, પરંતુ જનજનના અંતરમાં વસેલી ગુરુ ગૌતમસ્વામી પ્રત્યેની પરાભક્તિને વાચા આપતાં કવિ ગગદ સ્વરે સ્તુતિગાન કરે છે ત્યારે ઘડીભર શ્રોતાનું ચિત્ત ગૌતમ’ નામ સાથે તદાકાર બની જઈને ભક્તિરસની વિગલિત વેદાન્તર અને બ્રહ્માનંદ સહોદર ! સમાધિની ઉત્કટ અનુભૂતિ કરે છે. એવે વખતે લાગે છે કે સાહિત્યકારો ભલે નવ રસનું વિધાન અને સ્વીકાર કરતા હોય, પણ ભક્તિરસ નામનો એક દશમો રસ પણ રસિકજનોના હૃદયમાં અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. આપણે પણ ભક્તિરસની એ પરમ અને ચરમ સમાધિ માણીએ :
મણિયલ ગૌતમ ગોત્ર મહિમા નિધિ, ગુણનિધિ ઋદ્ધિ ને સિદ્ધિ દાઈ; ઉદય સ નામથી અધિક લીલા લહે, સુજસ “સૌભાગ્ય” દોલત સવાઈ.” ૯.
(જિનસંદેશ' સામયિકના ગુણ ગૌતમસ્વામી વિશેષાંક માંથી સાભાર ઉત.)
* * *