________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૫
“વસુભૂતિનંદનવિશ્વજન વંદન, દુરિતનિકંદન નામ જેહનું;
અભેદબુદ્ધિ કરી ભવિજન જે ભજે, પૂર્ણ પહોંચે સહી ભાગ્ય તેહનું.” ૨ આ કડીનો પૂર્વાર્ધ ત્રિભંગી છંદ’નું સ્મરણ કરાવે છે.
આથીયે આગળ વધીને કવિ તો કહે છે કે, “બીજું તો કશું જ નહિ, પણ માત્ર ગુરુ ગૌતમનું ધ્યાન પણ જો શુદ્ધ હૃદયપૂર્વ કરવામાં આવે, તો કામધેનુ, ચિંતામણિ રત્ન, કામકુંભ અને કલ્પવૃક્ષ આ ચારેય વાંછિત પૂરણ ચીજોનો મહિમા એ ધ્યાનમાં સમાયેલો પડ્યો છે. બલ્ક, એ ચીજો કરતાંયે વધુ માહામ્યથી એ સમૃદ્ધ ધ્યાન છે :
“સુરમણિ (સુરઘર) જેહ ચિંતામણિ સુરત, કામિત પૂરણ કામધેનુ
એહ ગૌતમતણું ધ્યાન હૃદયે ધરો, જેહ થકી નહીં અધિક માહાત્મ કેહનું.” ૩.
આ કડીના પૂર્વાધમાં કવિએ અભેદ રૂપક અલંકાર વડે ચિંતામણિ વગેરે વસ્તુઓનો ગુરુ ગૌતમ સાથે અભેદ સાધીને એ વસ્તુઓની પ્રતિષ્ઠા વધારી દીધી છે.
સર્વસમીહિત પૂરક હોવા છતાં, જિજ્ઞાસુ જીવના સંતોષ ખાતર, ગૌતમ ગણધરનાં નામ અને ધ્યાનથી પ્રાપ્ત થતી કેટલીક સિદ્ધિ-સમૃદ્ધિઓનું દિગ્દર્શન કવિ કરાવે છે :
જ્ઞાન બળ તેજ ને સકળ સુખસંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે;
અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનીમાં સુરનર જેહને શિશ નામે.” ૪. ગૌતમ ગુરુના નામમાં એવો તો ગુણ છે કે એનું સ્મરણ રટણ કરનારનું બુદ્ધિબળ વિકસે છે, શરીરબળ વધે છે; તેજોવિલાસનો પ્રકર્ષ થાય છે; સકલ સુખ અને સંપત્તિઓ એને ચૂમે છે; પૃથ્વી પર એનો પ્રતાપ-પ્રભાવ અખંડ અને પ્રચંડ સ્વરૂપે વિસ્તરે છે; વધુ તો શું કહીએ? માનવો જ નહિ, દેવલોકના દેવો પણ એને લળી લળીને ઝૂકે છે.
ગુરુ ગૌતમસ્વામીને ધ્યેય બનાવનાર ધ્યાતાના ધ્યાનમાં એકાગ્રતા પૂરનાર પરમ સાત્ત્વિક મંત્રના અક્ષરો કવિ પાંચમી ગાથામાં ભારે ખૂબીથી ગૂંથે છે :
પ્રણવ આજે ધરી માયાબીજે કરી, શ્રીમુખે ગૌતમ નામ ધ્યાવે;
કોડિ મનકામના સફળ વેગે ફળે, વિઘન વેરી સહુ દૂર જાયે.” ૫. પ્રણવ–ૐ, માયાબીજ બ્રી, શ્રીમુખશ્રી આ ત્રણ મંત્ર બીજાક્ષર પુર:સર ગૌતમગુરુનો નમસ્કાર કરવામાં આવે, એટલે કે “ૐ હ્રીં શ્રીં નૌતમસ્વામીને નમ:' આ મંત્રનો જાપ એકાગ્રતાભાવે શુદ્ધ ચિત્તે થાય તો કવિ કહે છે કે : એ મંત્રજાપ કરનારની દોડો મનોકામનાઓ તો ફળે જ ફળે. ઉપરાંત, એને નડતાં વિઘ્ન-અંતરાયો પણ નષ્ટ થઈ જાય છે.
આ સાત્ત્વિક મંત્રના અણચિંતવ્યા પ્રભાવ વિષે કવિનો ગૌરવભર્યો આત્મવિશ્વાસ તો આ કડીમાં નીતરે છે ?
દુષ્ટ દૂરે ટળે, સ્વજન મેળો મળે, આધિ વ્યાધિ ને ઉપાધિ નાસે;
ભૂતનાં પ્રેમનાં જોર ભાંજે વળી, ગૌતમ નામ જપતાં ઉલ્લાસે.” ૬. રે! રિન્યો દિ મામસ્ત્રીષધીનાં કમાવઃ | આગળ કહ્યું છે તેમ, એક વાર ગૌતમપ્રભુને મનમાં ખૂબ આકુળતા થઈ આવી કે, રે!!