________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૨૪૩
દિવાળી દિને ઉપન્યું રે, પ્રત્યક્ષ કેવલ નાણ; અક્ષીણ લબ્ધિ તણા ધણી રે, નામે તે સફળ વિહાણ જયંકર૦ ૭. પચાસ વરસ ગૃહવાસમાં રે, છદ્મસ્થપણાએ ત્રીશ; બાર વરસ લગે કેવળી રે, બાણું તે આયુ જગીશ...જયંકર૦ ૮. ગૌતમ ગણધર સરીખા રે, શ્રી વિજયસેન સૂરીશ, એ ગુરુતણા પસાઉલ રે, વીર નમે નિશદિશ...જયંકર૦
(ી વિજયસેનસૂરિશિષ્ય મુનિશ્રી વીરવિજયજી.)
હ
* *
*
શ્રી ગૌતમસ્વામીની સ્તુતિ
(દેશી હરિગીત–ભૈરવી) પ્રભનામ મંગળ. ઠામ મંગળ, જીવન મંગળ સૌ જગ તણું. છે જ્ઞાન મંગળ, ધ્યાન મંગળ, સ્મરણ કરીએ ગૌતમ તણું. મંગળ કરણ અભિધાન છે, આનંદ મંગળ એહનું, મંગળ કરો મંગળ દિને, મંગળ થવા જીવનનું તજી અન્ય કામ ત્રિસંધ્ય જે ગૌતમ તણા ગુણ ગાય છે; આનંદ મંગળ અજબ રીતે, અધિક ત્યાં ઉભરાય છે. ગૌતમ ગુરુ ગુણ ગાન મંગળ, મહત્ સ્વરૂપ મનાય છે, શુભ સંત શિષ્ય વિઘન ટળી, મંગલ ઘરે વરતાય છે.
* * * શ્રી સૌભાગ્યવિજયજી કૃત શ્રી ગૌતમાષ્ટક : એક અવલોકન
અવલોકનકાર : પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજ. ગુરુ ગૌતમની જેમણે મનભર સ્તવના કરી અને જેમની કરેલી સ્તુતિઓ લોકજીભે રમતી થઈ જવા સાથે અમર બની ગઈ એવા કેટલાક કવિઓમાં એક કવિ છે પંડિત સૌભાગ્યવિજયજી. અઢારમા સૈકા આસપાસ તેઓ થયા હોવાનું મનાય છે. ગુરુ ગૌતમની સ્તુતિ (અષ્ટક) સ્વરૂપે પ્રભાતિક (પ્રભાતિયા) રાગમાં તેમણે રચેલો એક છંદ આજ પણ ઘણે ઠેકાણે નિત્યપાઠ તરીકે બોલાતો-ગણાતો સાંભળવા મળે છે. અહીં એ હૃદયંગમ કૃતિનો અલ્પ-સ્વલ્પ પરિચય મેળવીએ.
કાવ્યના પ્રકાર તરીકે પ્રભાતિયા'કોઈ વિશિષ્ટ કે પૃથક સ્થાન નથી મનાતું, તેને ‘પદના જ એક પ્રકાર તરીકે સાહિત્યકારોએ સ્વીકાર્યું છે. તો પણ, વિચાર કરતાં લાગે છે કે પ્રભાતિયા'ની ગેયતા અને તેના ગાન દ્વારા વાતાવરણમાં પ્રકટતી ને પ્રસરતી પ્રસન્ન મધુરતા તથા પવિત્રતાના અનુભવ કરનાર ભક્તહૃદયમાં તો તે ભક્તિરસનું નિરૂપણ કરતા એક કાવ્યપ્રકાર તરીકે પોતાનું આગવું જ સ્થાન પ્રસ્થાપિત કરે છે.