________________
૨૦૪ ]
कत्तिअसिअपडिवाए केवलमहिमा सुरेहिं तुह विहिओ तेणज्जवि तम्मि दिणे दीसइ ऊसव मई पुई तुह छत्ततले अप्पं सित्तं जो झाइभीमयबिंदेहिं सो तंतिपुट्ठि कित्तीण भायणं होइ अणुदिअहं मोह तमोहं दरितुं वारस वरिसाइ केवलपदाहिं अणुगहिमी जणुं मुणिमणकमलाई पयासिय रविव्व बाणवइवासजीवी निसिरिअ सगणं सुहम्मसामिम्मि मासं पाओवगओ रायगिहे तं गओ सिद्धिं
नमिरसुरराय सेहर चुंबिअपय ? संधुओसि इअभयवं ? जिणपह ? मुणिंद ? गोयम ? मह उवरिं पसीमी अविसामं
***
કર્તા : શ્રી જિનપ્રભસૂરિજી ભાવાનુવાદ : પૂ. મુનિશ્રી ભદ્રબાહુવિજયજી
શ્રી ગૌતમસ્વામી સ્તોત્ર
ॐ नमस्त्रिजग-नेतु, र्वीरस्याग्रिम सूनवे समग्र-लब्धि-माणिक्य- रोहणायेन्द्रभूतये
[ મહામણિ ચિંતામણિ
રા
વારસા
ારા
||૨૪||
રા
11911
અર્થ : ઇન્દ્રભૂતિ એટલે ત્રિલોકનાથ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ શિષ્ય.
હે ઇન્દ્રભૂતિ ! તમે એક નહીં અનેક પણ નહીં, અષ્ટાંગ યોગની સાધનાથી ઉપલબ્ધ થતી તમામે તમામ લબ્ધિરૂપી માણેકના રોહણાચલ પર્વત જેવા છો, અનંતલબ્ધિનિધાન છો તમે તો. તમને ૐકારપૂર્વક અંતરના ય અંતરથી નમસ્કાર થાઓ.
पादाम्भोजं भगवतो, गौतमस्य नमस्यताम्,
वशीभवन्ति त्रैलोक्य - सम्पदो विगतापदः ॥२॥
હે ચૌદ રાજલોકના જીવો ! તમે ભગવાન શ્રી ગૌતમસ્વામીના ચરણકમળને નમન કરો.
તમને ખબર છે કે આ નમસ્કારથી તમને શું લાભ થાય છે ? તો જાણો. શ્રી ગૌતમપ્રભુના ચરણે માત્ર મસ્તક જ નમાવવાથી તમારાં બધાં જ શારીરિક, માનસિક અને આર્થિક દુઃખો, દર્દો, આફતો—કષ્ટો દૂર થઈ જાય છે.
અને હા, તેમને કરેલા નમસ્કારથી માત્ર આધિયાધિ ને ઉપાધિઓ જ દૂર થતી નથી, એ સર્વે દૂર થવા સાથે તમને સ્વર્ગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એમ ત્રણેય લોકની સુખસંપદા સ્વયં આવીને મળે છે.
માટે હે જીવો ! તમે શ્રી ગૌતમસ્વામીના ચરણકમળને નમસ્કાર કરો.