________________
ગૌતમસ્વામી
]
[ ૨૦૧
સહજમાં જોઈને સુવિચાર કરવા જોઈએ. જે જોવામાં આવે છે તે બધું અસાર છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ બધાં કર્મરૂપ છે. મુક્તિના સ્વરૂપને ગગનમાં જોવું જોઈએ.
શ્રી ગુરુ
षंड गियांन जो बोल्या करम, मन मृग मरिवा सघला मरम । एकेक कर्म्मि सिध्या हूया प्राणायामि जीवंता मूंया ॥ ५६ ॥
જે કર્મને બોલ્યા તે ખંડ જ્ઞાન છે. મન રૂપી મૃગલાને (હરણને) મારવાનો બધો મર્મ (રહસ્ય) પ્રાણાયામમાં છે. કેટલાય કર્મીઓ પ્રાણાયામ કરીને જીવન્મુક્ત અને સિદ્ધ થયા. हीवडा भेल न बोल्या बोल योगी न कहइ जु मरइ निहोल । अनुभवि जोइ घटिमई कहिया जे साधक ते त्रिभुवनि रहिया || ६०||
ડાબી નાડી ચાલે છે, એ જોઈને બોલ ન બોલ્યા. યોગી મરે છે એમ જોઈને કહેતા નથી. અનુભવી લોકો જ્યોતિ ઘટમાં જ છે એમ કહે છે. જે સાધક છે, તે જ્યોતિ ત્રિભુવનમાં રહેલી છે, તેમ કહે છે.
षांखिणी चक्रविवर जु लहइ साधक वचन अनाहत कहइ । तिहां तो देखइ एकाकार तोइ न छंडइ जन ववहार || ६१॥
શંખની ચક્રવિવરમાં મળે છે. સાધક અનાહત વચનને કહે છે. પણ ત્યાં એકાકાર (અખંડ) તત્ત્વને જુએ છે તો પણ જન-વ્યવહારને છોડતો નથી.
लक्ष चउरासी आसण जाणि कर्म तेतलां अछइं नियाणि ।
करम करी करमंतर सार, साधक ते जीहं करम-विचार ||६२ ॥
ચોરાસી લાખ આસનો છે. જેટલાં કર્મો છે તેટલાં ક્ષય પામવાવાળાં છે. એ જાણીને કર્મ કરીને નિષ્કર્મ થવાનું સારું ફળ પામે છે. જેમાં કર્મનો વિચાર હોય છે તે સાધક છે. क्षिरता दीस सुरासुरइन्द्र हरिहरू ब्रह्मा रवि नइ चंद्र ।
उत्पत्ति विगम करई सवि जंतु अक्षर एक अछइ अरिहंत || ६३॥
સુર-અસુર-ઇન્દ્ર, હરિ-હર-બ્રહ્મા, રવિ, ચંદ્ર આ બધા ક્ષરતા એટલે નાશ પામતા જોવાય છે.બધાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. એક અરિહંત ભગવાન જ અક્ષર અને અક્ષયી છે.
गौतमआइय अविगत हुई अनुभवि जय ते मूरति गणि कही । लोकालोकि एहनु व्यापु यति जाणइ जओ जोइ आफु ||६४ ||
ગૌતમઆદિક અવ્યક્ત થયા, પણ અનુભવી લોકોએ તેમને મૂર્ત ગણીને કહ્યું. એમણે લોકાલોકને વ્યાપ્ત કરેલ છે. એમ જ્યારે યતિ આત્મજ્યોતિને જાણે છે ત્યારે સમજે છે.
***
પ્રેષક : અગલગીય પૂજ્ય મુનિરાજ
શ્રી સર્વોદયસાગરજી મહારાજ