________________
૧૯૮ ]
[મહામણિ ચિંતામણિ
કમના ક્ષય કરેલાને પ્રતિ વડે કે દર્શન વડે પરમાત્મા મળે છે. જિનશાસનમાં યતના ટાળી શકાય નહીં. પરમાત્માની મૂર્તિ દેખતી નથી પણ પન્નગ (ભુવનપતિ) દેવ, મનુષ્ય તેમની સેવા કરે છે.
जगि सचराचरि देखइ आप धहइ करमु तओ एकज व्यापु ।
केवलि बोलइ मुगतिनुं रूपु दीप कोटी तेजिस्सिओं स्वरूप ॥३६।।
જ્યારે કર્મને બાળી નાખવામાં આવે છે ત્યારે ચરાચર જગતમાં આત્મા એક જ વ્યાપીને | રહેલો છે એમ દેખે છે. કેવલી મુક્તિનું સ્વરૂપ કોટિ-કોટિ તેજસ્વી દીપોની જેમ કહે છે.
झंखइ योगी सहूइ आलु जओ नवि वंची जाणइ कालु ।।
कालिई पन्नग सुरनर ग्रसिया योगविहूणा कालिइं हासिया ॥३७|| યોગી બધાની સાથે સંઘર્ષ કરે છે પણ કાળને ઠગવાનું જાણતો નથી (કાળને ચૂકવી | શકતો નથી). કાળ વડે ભુવનપતિ, દેવ, મનુષ્ય બધા ગ્રસેલા છે. કાળ વડે યોગહીન પુરુષોની | હાંસી કરાય છે.
निर्मल ससिखंडओ निकलंक शक्ति कुंडलिनी घनदन मयंकु ।
अमृतकला ते अहनिशि करइ जीरवइ योगी तओ नवि मरइ ॥३८॥ ચન્દ્રમાના ખંડથી નિર્મલ અને નિષ્કલંક કુંડલિની શક્તિ વાદળામાંથી નીકળેલા સાન્દ્ર ચન્દ્રમા જેવી અહર્નિશ અમૃતકલાને કરે છે. યોગી તે અમૃતકલાને પચાવે છે, તેઓ મરતા નથી (અમર થાય છે).
टलइ व्याधि सर्वगिई वीर चंद झरइ जओ पखारओ नीर ।
कडूइं कुष्ठ अठारइं जाई, वली पलित कषाय न थाई ॥३६॥ હે વીર ચન્દ્ર ! જ્યારે પ્રક્ષાલનનું પાણી ઝરે છે ત્યારે સર્વ અંગોમાંથી વ્યાધિઓ (રોગો) નાશ પામે છે. અત્યંત કટુ એવા અઢાર કોઢોનો નાશ થાય છે. શરીર ઉપર કરચલીઓ પડતી નથી, માથા પરના કેશ સફેદ થતા નથી, કષાય ઉત્પન્ન થતા નથી.
झर तओ घृतमधुसाकर जिसिउं अमर विद्याधर सिधरुपि तिसिउं । चंद झरइ जओ भीडइ शक्ति रवि शशि बिहउं जउ न करई विगति ॥४०॥
જેમાંથી ઘી, મધ, સાકર (શર્કરા) ઝરે છે તેમાંથી અમર, વિદ્યાધર, સિદ્ધ થાય છે. જ્યારે કુંડલિની શક્તિ આત્માની સાથે ભીડે છે ત્યારે રવિ-શશિ (સૂર્ય અને ચંદ્ર) બન્ને વ્યક્ત થતા નથી.
डाहीम साची जोसी जाणी नवग्रह लगन बार करि ढाणि ।
म्लय उपनेओ वाउ आकासि जाणइ मुणिवर वहतर सासि ॥४१॥
જમણી (દક્ષિણ) નાડી સાચી છે એમ જાણી જોશી બાર સ્થાનોની કુંડલી તૈયાર કરીને લગ્ન, નવગ્રહો વગેરે તેમાં રાખીને ફલાદેશ કહે છે તો મુનિવર તે નાડીથી શ્વાસ ચાલે છે એ જાણી ફરીથી પ્રાણવાયુને આકાશમાં (બ્રહ્મરન્દ્રમાં) લઈ જાય છે.
ढालइ जलु भूमंडलि रहि अंबर भरइ सुमुणि वरसही । वालइ नीरु न बंधरकूल सींचइ तरुयरु ऊरधिमूल ॥४२॥