________________
॥ મહામણિ ચિંતામણિ
યોગી જેટલા શ્વાસોને રોકે છે તેટલો મન રૂપી મૃગલો (હિરણ) ચરણ પાસે આવીને પડે છે. મનને મારીને (વશ કરીને) સ્થિર કરવાનું પ્રાણાયામ જ પ્રસિદ્ધ કર્મ છે અને એ જ મર્મ (રહસ્ય) છે. लइ लागइ जओ ध्याइ रूप आपा आपिइं जोई सरूप ।
अहि परह भांजिं विगति तओ "तीह वरछइ निश्चि सुगति ||२१|| જ્યારે રૂપને ધ્યાન કરીને તેમાં લય લાગે છે ત્યારે જ્યોતિસ્વરૂપ (પ્રકાશ રૂપ) આત્મા સ્વયં પ્રકટ થાય છે. આપ-૫૨નો (સ્વ-૫૨નો) ભેદ (વ્યક્તિ) ભાંગે છે (નષ્ટ થાય છે, નાશ પામે છે) ત્યારે ત્યાં નિશ્ચયે કરીને સુગતિ વસે છે.
૧૯૬ ]
लीपी छीपि नांवइ मुणि राओ मनपवनह जओ बुझइ ठाओ । षट्चक्रग्रंथिभेद जो करइ कला बिन्दु नादिम सुमर ||२२||
જ્યારે મન રૂપી પવન આપણા સ્થાનને (આત્માને) જાણે છે ત્યારે મુનિરાજ લીપી-છીપીને આવતા નથી. જે ષટ્ચક્રના ગ્રંથિભેદને કરે છે તે કલા, બિન્દુ અને નાદને સ્મરે છે. एकाकार कहइ सह कोइ उच्च-नीच कुल एक न होइ ।
त्रिवेणी संगम चेतनु मिलइ एकाकार तीहं नवि टलइ ||२३||
સઘળા લોકો આત્મા એકાકાર છે એમ કહે છે પણ ઉચ્ચ-નીચ કુળ તો એક હોતાં નથી અર્થાત્ વ્યવહાર દશામાં ઉચ્ચ-નીચ આદિ ભેદ હોય છે પણ ધ્યાનમાં ત્રિવેણીના (ઇડા-પિંગલા-સુષુમ્ના આ ત્રણ નાડીઓના) સંગમમાં ચેતન મળે છે ત્યારે એકાકાર ટળતો નથી.
ऐंकार करओ हृदि कमलि क्लैंकार हंसो तसजनलि ।
जपइ लक्ष एकु जओ गालि तेजि फुरंतइ जगनि विशालि ||२४||
જે હૃદય-કમલમાં એંકારને ધારણ કરી બૅંકાર અને હંસ તેમાં મળીને (મૈં લૈ હંસઃ’નો) એક લાખ જપ કરે તેનું વિશાલ તેજ જગમાં સ્ફુરણ પામે છે.
ॐ कारिहं जिन चउवीस हरिहर ब्रह्मा अनइ जगदीस ।
मंत्रि सविहुँ छइ प्रणवनिवास जओ ध्याओ तओ पूरइआस ||२५||
ૐકારમાં ચોવીસ જિન, હરિ, હર, બ્રહ્મા અને બીજા જગદીશ્વરો બધાનો નિવાસ હોય છે તેથી જ્યારે આ ૐકાર મન્ત્રનું ધ્યાન કરવામાં આવે ત્યારે તે આશાઓને પૂરે છે. ओं ओप जै अधर मझारि पवन संयोगिइं पीओ वारि । आधारह अंबरि विच्यारि सुखमन झरइ गजदंत मझारि ॥ २६ ॥
ૐ આદિ, મધ્ય, અન્તમાં જપે છે, પવન સંયોગથી પાણી પીએ છે. આધારનો આકાશમાં વિચાર કરે છે. સુષુમ્ના નાડી શુદ્ધ પ્રેમને—અમૃતરસને ઝરે છે. अंबर रति संजोगिइं झरइ जोगी सो जो अंबर भरइ ।
अंबरु झरतरं जग उद्धार अनुभवि साधकु गारइ गारु ||२७||
કુંડલિની શક્તિ આકાશમાં (બ્રહ્મરન્ધ્રમાં) પરબ્રહ્મની સાથે મળીને પ્રેમને ઝરે છે. જે યોગી હોય છે તે આકાશમાં પ્રેમને ભરે છે. આત્માતત્ત્વથી પ્રેમ ઝરવા લાગ્યો કે જગનો ઉદ્ધાર થાય છે. અનુભવી સાધક ગૌરવને પામે છે.