________________
૧૯૪ ]
[ મહામણિ ચિંતામણિ
નિરંજન શક્તિ કલારહિત અને અજેય છે. સુષુમ્નાના સંયોગથી કામ-વિષને હણે છે.
बिन्दु ध्यानि गुरुवयण विचारि एक पुरुष मिलई तिण्हइ नारि ।
नारि बिंहु नर करइ विलास जागइ त्रीजी मन अभ्यासी ॥६॥
ગુરુના વચનથી બિન્દુનું ધ્યાન કરો. તો સમજાશે કે એક પુરુષ ત્રણ નારીને મળે છે. દરેક નર | | બે નારી સાથે વિલાસ કરે છે. જ્યારે ત્રીજી નારી મનના અભ્યાસથી જાગૃત કરવામાં આવે છે.
लीहडी नारि बिहुं मन बाधि नर पच्छिम ले त्रीजी साधी ।
गगन चउहइ चच्चरिवास निश्चल बससि तु थिर करि सास ॥७॥ લાડલી એવી બે નારીઓમાંથી (ઈડા–પિંગલા) મન નિકાળીને મનુષ્ય ત્રીજી સુષુમ્નાને || સાધી લે છે. આકાશમાં ચૌરાહા પર (ચતુષ્પથ પર) ચંચલ નિવાસ હોય છે. ત્યાં તું શ્વાસને સ્થિર કરીને નિશ્ચલ રહી શકશે.
ॐकारिइं ध्यान विचार ॐकारिइं जगउद्धार ।
ॐकार विश्वनुं रूप ॐकारिइं मुक्तिस्वरूप ॥८॥
ઓકારમાં જ ધ્યાનનો વિચાર થઈ શકે છે. ૐકારથી જ જગતનો ઉદ્ધાર છે. ૐકાર એ | વિશ્વનું રૂપ છે અને ૩ૐકાર એ મુક્તિનું સ્વરૂપ છે.
नाशा नयणी तू निरखी जोई पणवरूप पदमासणि होई ।
आसणु बीजो दृढ करी कमलु कलाबिंदु नाद जो निर्मल || પદ્માસને બેસી નાસિકા ઉપર નેત્રો (નજર) નાખી તું પ્રણવના રૂપને નિરખીને જો આસન | બીજ કમલ વગેરેને દઢ કરે તો કલા બિંદુ અને નિર્મલ નાદને પણ તું જોઈ શકીશ.
मन पव पिंडिरूप अपार षट्चक्रभेदि जोओ विचार ।
मनु अनुमति जओ क्षणुइकु रहइ रूपातीति सुए केवलि लहइ ॥१०॥
મન પવન સ્વરૂપ છે. તેનો પાર પામી શકાતો નથી. છ ચક્રોને ભેદીને વિચાર કરીને ! | જુઓ. જો એક ક્ષણ મન અનુકૂળ રહે, તો શ્રુતકેવલી રૂપાતીતને પામે છે.
सिद्ध निरंतर साधई जोग विषय पंच ते भागइ भोग ।
विद्या मंत्र यंत्र रससिद्धि गुटिका मूली चूरण बुद्धि ।।११।। સિદ્ધિ નિરંતર યોગને સાધે છે. વિદ્યા, મંત્ર, યંત્ર, રસની સિદ્ધિને પામીને અને ગુટિકા, જડી-મૂલ ને ચૂર્ણને જાણીને પાંચ વિષયોના ભોગોને ભાંગે છે.
घंघइ पडिआ तत्त्व नवि लहई मूढा योग निरालंब कहइ । . गुरु विणु नवि जाणई ते करमु मन मरिवा घुरि केहओ मरमु ॥१२॥
ઝંઝટમાં પડીને તત્ત્વોને પામતો નથી. મૂઢ લોકો યોગને નિરાલંબ (આલંબન વિનાનો) કહે છે. ગુરુ વિના મનને મારીને સ્થિર કરવાનું–કર્મ અને મર્મને જાણતો નથી.
अरिहंता अविगत अकल अपार हरि हरु बंभ बोध विचार । एसवि दीसंइ शक्ति संयोगि अहनिसि लीना विषया भोगि ॥१३॥