________________
૧૯૨ ]
[ મહામણિ ચિંતામણિ
તો વળ્યું મારા ધ્યાન-ઘર તરફ, ને વધેલું યશ-પ્રવાહી એ ઘરમાં રેલાવીને એને ધવલિમાની ભેટ બક્ષી, કહો, કેવી આનંદની વાત છે !”
અને આવા યશ-પ્રવાહીને વહાવનાર આપનું શરીર પણ કાંઈ શોભે છે, કાંઈ શોભે છે ! આપનું શુક્લ ધ્યાન એ પ્રસજી મુદ્રગર છે, તેનો પ્રહાર થતાં જ દુષ્કર્મરૂપી ઘડા ફૂટી જાય છે ને તેમાંથી સધ્યાનરૂપ અમૃતની નીક વહેવા લાગે છે. એ અમૃતથી, હે ગૌતમ ! આપનું શરીર પ્લાવિત છે.
* * * किं त्रैलोक्यरमा कटाक्षलहरीलीलाभिरालिंगिता, किं चोत्फेनकृपासमुद्रमथनोद्गारैः करंबीकृता । किं ध्यानानलदह्यमाननिखिलान्तःकर्मकाष्ठावली,
रक्षाभिर्धवला विभाति हृदि मे श्री गौतम! त्वत्तनुः ॥१०॥ . હે વસુભૂતિનંદન ! આપની આવી દેહકાંતિનું પાન કરતાં મને અનેરો આહલાદ ઉપજે | છે. જાણે કોઈ સામાન્ય મનુષ્યના કરપલ્લવમાં ગૈલોક્ય લક્ષ્મી આવી નાચ કરતી હોય અને તેને જે આનંદ થાય તે આનંદની લહેરખીઓ આપના મુખારવિંદ ઉપર અંકિત થયેલી જણાય છે. પ્રભો, હું કાંઈ નક્કી નથી કરી શકતો– “આપનું દેહલાલિત્ય કેવું છે?' તેથી અનેક પ્રશ્નો ઊઠે છે. આપની દેહકાંતિને શેની-શેની સાથે સરખાવું?– કે જેથી બીજાને તેનો આછો-પાતળો ખ્યાલ આપી શકું. વળી ક્યારેક એમ લાગે છે કે, સંસારરૂપી સમુદ્રમાં ઉછળતા હિંસાના તાંડવરૂપી મોજાંનાં ફીણને, દયારૂપી વલોણા વડે મંથન કરવાથી પ્રાપ્ત થતા એવા પવિત્ર પુણ્યના સમૂહરૂપ જ ભાસે છે. અથવા તો જાણે ભેગાં કરેલાં શુભાશુભ કર્મરૂપી લાકડાંને ધ્યાનરૂપી અગ્નિથી બાળી નાખવાથી થયેલી સફેદ રાખના સમૂહ જેવી, હે ગૌતમસ્વામી ! આપની દેહકાંતિ મારા હૃદયમાં શોભી રહી છે.
* * *
इत्थं ध्यानसुधासमुद्र लहरी चूलांचलांदोलनक्रीडानिश्चलरोचिरुज्वलवपुः श्री गौतमो मे हृदि ! भित्वा मोहकपाटसंपुटमिति प्रोल्लासितान्तःस्फुरज्
ज्योतिर्मुक्तिनितम्बिनी नयतु मां सब्रह्मतामात्मनः ॥११॥ આ રીતે જેમનું મેં એકાગ્રભાવે ધ્યાન કર્યું છે કે, મારા ધ્યાનામૃતના દરિયાને કિલ્લોલ કરાવનાર ચંદ્ર સમાં, ઉજ્વલદેહી, ભગવાન ગૌતમ ગણધર મારા હૃદયના મોહઅજ્ઞાનના | દરવાજા ઉઘાડીને મને આત્માની સ્વયં સહજ જ્યોતિ-સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવીને પોતાનો સહચર બનાવો.
* *
*
श्रीमद्गौतमपादवंदनरुचिः श्रीवाङ्मयस्वामिनी मर्त्य क्षेत्रनगेश्वरी त्रिभुवनस्वामिन्यपि श्रीमतीः !