________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૯૧
જોતાં મને ધરવ જ નથી થતો. એ આપે વિશ્વોપકાર કાજે કરેલા સફલ ઉદ્યમ સ્વરૂપ છે; આપના પુણ્યની પેટી સમી છે; વાત્સલ્યમય અને જીવંત ઉત્સવમય છે; પવિત્રતાનો તો સાક્ષાત્ અવતાર છે; કલ્પવૃક્ષ, ચિંતામણિ કે કામધેનુ જેવી ફળદાયક છે; એની ઉજ્વલતા જોતાં એ કપૂરની ગોટી જેવી ભાસે છે, તો એની વિશ્વમાં પ્રસરતી યશઃસુગંધના અનુભવે એ ચંદન ઘટિત લાગે છે. એનું શીળું તેજ જોતાં એ અમૃતની કાંતિનો સાર દીસે છે, તો એનાં કિરણોની ઠંડક માણ્યા પછી, એ ચંદ્રમંડળના ચૂર્ણમાંથી બની હોય એવું અનુભવાય છે. એને પ્રાપ્ત કર્યાં પછી જાણે કલ્યાણકારી લક્ષ્મીજી હોય તેવું લાગે છે. વળી આનંદના પિંડ સ્વરૂપ જણાય છે અને એની કૃપા મળતાં જાણે તે સાક્ષાત્ કૃપાનો અર્ક ન હોય તેવો અનુભવ થાય છે. એની નયન-મનોહર મુદ્રા બતાવે છે કે એ કો' મહાન સાધુની મુદ્રા છે. રે ! કેટકેટલાં છે આપની દેહમૂર્તિનાં સ્વરૂપો !
***
अन्तःसारमपामपास्य किमु किं पार्श्वव्रजानां रसं,
सौभाग्यं किमु कामनीयसुगुणश्रेणीं मुषित्वा च किम् ! सर्वस्वं समशीतगोः शुभरुचेरौज्ज्वल्यमाच्छिद्य किम् !! जाता मे हृदि योगमार्गपथिकी मूर्तिः प्रभो ! तेऽमला ॥ ८ ॥
હે ગૌતમપ્રભો ! આપનું ધ્યાન ધરવા માટે હું જ્યારે યોગોપાસનાનો આદર કરું છું ત્યારે મારા દૃષ્ટિપથ પર આપની દિવ્ય પ્રતિમા સહજ જ ઉપસી આવે છે. એનાં દર્શને થતો રોમાંચ જાણે મને સૂચવે છે કે આ પ્રતિમા જલદેવતાના અંતઃસારરૂપ જલકણી ઉપાડી લાવીને અથવા તો પૃથ્વીના ગર્ભમાં પડેલા સારભૂત રસને લાવીને ઘડવામાં આવી હોવી જોઈએ. કયારેક મનમાં એમ થાય છે કે આ પ્રતિમા જગતના તમામ સદ્ગુણોને તેમનાં મૂળસ્થાનેથી ચોરી લાવીને કોઈકે ઘડી છે. અને એથીયે વધું વિચારું છું તો સમજાય છે કે આ પ્રતિમા તો, પૂનમનો ચંદ્ર જેવો પોતાનાં સર્વ કિરણો પ્રસારે છે કે તરત જ તેની સમસ્ત ધવલિમાનું કોઈક અપહરણ કરી જાય છે ને એનો પિંડ બનાવીને તેમાંથી એ આ પ્રતિમા ઘડે છે.
***
ब्रह्माण्डोदरपूरणाधिकयशः कर्पूरपारीरजः
पुंजैः किं धवलीकृता तव भनुर्मद्ध्यानसद्मस्थिता ! किं शुक्लस्मित-मुद्गरैर्हत- दलद् दुःकर्मकुंभक्षरद्,
ध्यानाच्छामृतवेणिभिः प्लुतधरा श्री गौतम ! भ्राजते ॥६॥
હે ગણાધીશ ગૌતમપ્રભો ! આજે મારે એક વાત આપને કરવાની છે : “મારું ધ્યાન એ મારું નાનું-નાજુક ઘર છે. એ ઘરમાં એકવાર હું તલ્લીન ભાવે બેઠો હતો ને એકાએક એ ઘર ધવલ ઉજ્વલ પ્રકાશમય બની જતું મેં જોયું. મને ભારે આશ્ચર્ય થયું. આમ શાથી બન્યું ? અને તપાસ કરી તો જાણવા મળ્યું કે, આપની મૂર્તિમાંથી નીકળેલા યશઃકપૂરે પ્રવાહી બનીને દુનિયાભરનાં વાસણોને ભરી દેવાનું નક્કી કર્યું. એ નિર્ણય એણે અમલમાં મૂક્યો ને બ્રહ્માંડરૂપી વાસણને ભરવાનું શરૂ કર્યું. જોતજોતામાં એ છલોછલ ભરાઈ ગયું ને છતાં પ્રવાહી તો વધ્યું. હવે શું થાય ? એ