________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૭૭
ગૌતમપદની ઓળખાણ
આલેખક-ગચ્છાધિપતિ પૂજ્ય જયઘોષસૂરીશ્વરજી મ. સા.
ક
આગમવિશારદ પ. પૂ. આ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ. સા.નું પ્રસ્તુત નાનું પણ નવલું લખાણ અમારા ઉપરની તેમની કૃપા સમજીએ છીએ.
Prime Ministerની signature મળે તોય ખુશી-ખાટી જવા જેવું કહેવાય, જ્યારે અનેક અભિવ્યક્તિઓ વચ્ચે પૂજ્યશ્રીની પ્રસ્તુતીકરણ પદ્ધતિ કાંઈક અનોખી અને આગવી જણાય છે; કારણ કે તેમાં દ્રવ્યાનુયોગ પ્રધાનતત્ત્વ તથા રહસ્યની ઉદ્ઘોષણા છે.
અઢસોથી વધુ શ્રમણોના સુકાની તથા સ્વ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. ગુણોની પ્રતિમૂર્તિ સમા ગચ્છનાયક પૂજ્યશ્રીએ ગણનાયક ગૌતમસ્વામી વિશે ટૂંકું પણ ઊંડું જે લખાણ લખેલ છે તે તત્ત્વપિપાસુઓની તૃપ્તિનું કારણ બનશે તથા અમારી શાસનસેવાની પ્રબળ ભાવનાને પ્રેરકબળ પૂરું પાડશે તેવી આશા છે.
-સંપાદક
શ્રી તીર્થંકર પરમાત્મા જગતના બધા જીવોમાં સર્વોત્કૃષ્ટ છે, છતાં પરમાત્માના પુણ્યમાં તરતમભાવ પડે છે. બીજા જીવો કરતાં વિશિષ્ટતમ પુણ્ય હોવા છતાં જિનનામના પણ રસબંધના અધ્યવસાયસ્થાન અસંખ્ય છે. વળી જિનનામકર્મ જોડે બંધાતાં સૌભાગ્ય, આદેય, યશ વગેરે પણ અસંખ્ય ભેટવાળાં છે. તેથી પરમાત્માનું સૌભાગ્ય, આદેય, યશ વગેરે બીજા તીર્થંકર સિવાયના જીવો કરતાં ઊંચું હોવા છતાં પરમાત્મા–પરમાત્મામાં પુણ્યના ઉદયમાં પણ ષટ્રસ્થાનક તફાવત પડે છે. તેથી પાર્શ્વનાથ પ્રભુ ‘પુરુષાદાણીય' કહેવાય છે. બધા જ પરમાત્માઓના વિશિષ્ટ સૌભાગ્યમાં પણ તેઓ જુદા તરવરે છે.
તેવી જ રીતે ગણધર દેવોનું પુણ્ય પણ પરમાત્મા પછીનું બીજા નંબરનું હોવા છતાં તેના પણ અસંખ્ય પ્રકારો પડે છે. તેથી તેમાંના પ્રબળતાવાળા પુણ્યને “ગૌતમલબ્ધિ’ ‘ગૌતમપદ' વગેરે ઉપનામ અપાય છે. ખુદ ગૌતમસ્વામી ગણધર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર છે. તે ગૌતમ ગૌત્રના હતા, નામથી પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ છે, છતાં ગૌતમપદથી પ્રસિદ્ધ થયા તેમાં કારણ વિશિષ્ટ પુણ્યયુક્ત ગણધરપણારૂપ ગૌતમ ગણધરપણું અત્રે સમજવું.
પુરુષાદાણીય શ્રી તીર્થકરો પણ ક્યારેક ક્યારેક થાય છે, દરેક ચોવીસીમાં નથી થતા, તેવી રીતે ગૌતમ ગણધરો પણ ગણધરોમાં ક્યારેક કોઈક થાય છે પરંતુ વારંવાર કે ઘણા નથી થતા. જેથી ૧૪૫ર ગણધરોમાં ફક્ત એક જ નામ વિશેષરૂપે પ્રસિદ્ધ થયું છે.
આ જિનનામકર્મ અને ગણધરનામ નિકાચનાના કારણ તરીકે શાસ્ત્રોમાં બે વિકલ્પો બતાવ્યા છે. એક પ્રસિદ્ધ વિકલ્પ છે, જે “સવિ જીવ કરું શાસનરસી ભાવના કરે અને શક્ય પ્રયત્ન કરે તે ભાવના વિશેષથી જિનનામ નિકાચન કરે. આ પૂર્વની ત્રીજા ભવની વાત છે. તે વખતે બાહ્ય
23.