________________
૧૭૮ ]
[ મહામણિ ચિંતામણિ
પરિસ્થિતિ બધા પરમાત્માના જીવની સરખી નથી હોતી. તેથી સારી ઊંચી પરિસ્થિતિવાળા જે હોય અને સામે સહાય, ભક્તિ કરવાનો સારો મોકો આવે તો ભાવોલ્લાસ ઘણો વધે. આવા અનેક સ્વ-પરના નિમિત્તબળના કારણે ભાવનામાં તરતમ માત્રાથી ભેદ પડે છે. તેથી પુણ્યફળમાં પણ ભેદ પડે છે.. ' એ જ રીતે કુટુંબ કે આશ્રિત સમુદાય કોઈને નાનો હોય, કોઈને ઘણો મોટો હોય, યાવત્ રાજેશ્વરીને રાજ્ય હોય, સાથે વિકસિત ભાવના, પ્રયત્ન કાળજી વગેરેથી ગણધરનામકર્મ પણ વિશિષ્ટ કોટિનું બંધાય. આમ પરમાત્મામાં અને ગણધરોમાં વિશિષ્ટતા સર્જાય છે, તેથી ગૌતમસ્વામીના નામથી વ્યક્તિ તો લઈ શકાય જ, પરંતુ એ જ રીતે વિશિષ્ટ લબ્ધિસંપન્ન ગણધરપદ પણ લેવાય. અને ત્રીજા અર્થમાં સામાન્યથી ૧૪૫ર ગણધર ભગવંતોનું ગણધરપણું પણ લેવાય.
જિનનામ, ગણધરનામના નિકાચનમાં યોગબિન્દુમાં બતાવ્યું છે કે જેને શાસન સાથે, આરાધના સાથે વધારે એકતા, મમત્વ જામે છે તે શ્રી તીર્થંકરનામકર્મ બાંધે છે. જેને એથી થોડી ઓછી મમતા–એકતા જામે છે, પરંતુ બીજા જીવો કરતાં વિશિષ્ટ કોટિની મમતા છે તે ગણધરનામ બાંધે છે. અહીં પણ આ બન્નેના મમત્વના અવાંતર ભેદો અસંખ્ય જાણવા.
ગૌતમપદથી દાન લેવાય છે. શ્રીસંઘને, જગતને–આશ્રિતોને શાસન આપવાની, આરાધનામાં સંપૂર્ણપણે સહાયકતાની ભાવનાથી બાહ્ય વસ્તુ આપવાથી, જ્ઞાન આપવાથી, ઉપદેશ આપવાથી, ધિય આપવાથી, સારણા-વારણાથી એમ બધી રીતે જે જગતના જીવને શાસન પમાડવા માટે, શાસનમાં સ્થિર કરવા, શાસનમાં આગળ વધારવા અને શાસનની આરાધનામાં ઓતપ્રોત કરવામાં જે પ્રવર્તે છે તે આ ગૌતમપદની આરાધના કરે છે.
માટે ગૌતમસ્વામીની આરાધના જાપ, તપ, વગેરેથી કરવા સાથે શ્રીસંઘને સદા સર્વ રીતે જ્ઞાનાદિનું દાન અને બાહ્ય બધી રીતે સહાય, ભક્તિ કરતા રહેવું તે ગૌતમપદની ઉપાસના છે. એમ સમજાય છે.
E