________________
૧૮૪ ]
[ મહામણિ ચિંતામણિ
ઘણા જ માન-સન્માનથી નવાજે, આરાધે છે તેવા સાધ્ય સદ્ગુરુ–સપુરુષને આપણા સૌની દસમી ! વંદના.
–“સવરિષ્ટ પ્રણાશાય, સવભીષ્ટાર્થદાયિને, સર્વલબ્લિનિધાનાય, શ્રી ગુરુ ગૌતમસ્વામિને ! નમઃ” આવી અનેક સ્તુતિઓ, સ્તોત્રો, સ્તવનો હે ગૌતમજી ! આપના પ્રતિ વંદનાવલી રૂપે ગવાય છે, પણ તે તો આપની લૌકિક ઓળખાણ આપનારી કહેવાય--બાકી તો જ્યાં જ્યાં સરળતા, સદાચાર, સૌજન્યતા છે, જ્યાં જ્યાં પવિત્રતા, પરાર્થપ્રેમ, પરમાર્થ-સાધનાઓ દેખાય છે, જ્યાં જ્યાં નિઃસ્વાર્થપણું, નિર્મળતા ને નિસ્પૃહતાનો નિધિ નિક્ષેપ રૂપે ધરબાયેલો છે ત્યાં ત્યાં હે ગૌતમસ્વામી ! મને તમારો આંશિક વાસ-નિવાસ જણાય છે. “જય વીયરાય’ સૂત્રમાં પરમાત્મા પાસે આપે મૂકેલ માંગણી જાણે મારી જ મનોવાંછનાઓ છે, “જય ચિંતામણિ' સૂત્રને માધ્યમ બનાવી કરેલ વિવિધ વંદનાઓ અમારી જ અંતકમનાઓ છે. જ્યાં જ્યાં ગુણો તથા ગુણધારીઓનું ગૌરવ જણાય છે ત્યાં હે ગૌતમપ્રભુ! મને તો તમારી જ પૂજના– સેવના-ઉપાસના દેખાય છે.
સદાચારના સરવાળા, બૂરાઈની બાદબાકી, ગુણોના ગુણાકાર તથા ભૂલોના ભાગાકાર જેવા હે ભવ્ય પુરુષ ! તમે વર્તમાન ચોવીશીના ૧૪૫૨ ગણધરોમાં શિરોમણિ સમા તો છો જ, સાથે સાથે તમારા પરમ ગુરુ પરમાત્મા વીરના ૧૧ ગણધરોમાં પણ સર્વશ્રેષ્ઠ આદેયનામધારી જણાઓ છો. ૧૧ ગણધરોના ગણખજાનાના એકત્ર સંગ્રહ સમાં સર્વના સુત્રધાર સત્યપુરુષને આપણા સૌની અગિયારમી વંદના.
માનવું પડે તેમ છે કે ગૌતમસ્વામીના વિષે વિશ્લેષણાત્મક વિવેચનાવાળો આ ગૌરવગ્રંથ રચવામાં શ્રી નંદલાલ દેવલુક પ્રતિનિધિ બને અને તેમના આવા અપૂર્વ સર્જનગ્રંથને આવકારવા
અનેકોની અભિવ્યક્તિ નિમિત્ત બને તે બધાયમાં રહસ્ય સિદ્ધ-બુદ્ધ બની બેઠેલ ગૌતમસ્વામીના પુણ્ય પરમાણુનો પરોક્ષ પ્રભાવ કહી શકાય.
- આ ગ્રંથમાં વિવિધ વાનગીઓને વિશેષતાપૂર્વક પીરસવામાં આવી છે, તેનો સ્વાદુ આસ્વાદ કરવા નીરોગી તન કરતાં ય રોગહીન મનની મદદ પહેલી પડશે. વિદ્વાનોના લેખો-લખાણો ફક્ત વાંચન સુધી મર્યાદિત ન રહી મનન, ચિંતન ને નિદિધ્યાસનના નીતિમાર્ગે આગળ ધપે, અંદર રહેલ ચિત્રો—ફોટાઓ મનોરંજનથી વધી સંસ્કારસંવર્ધનનું કારણ બને, અને મંત્રો-મૌલિક મર્મો સર્વ મંગલનું મહાનિમિત્ત બને તેમાં જ સર્જક અને સહાયકોની સફળતા છે. ઓછામાં ઓછું એટલું તો અપેક્ષવું અસ્થાને ન જ ગણાય કે ગ્રંથ પ્રાપ્ત કર્યા પછી કે અવલોકી લીધા પછી તે જ્ઞાનસાધન આશાતના નહિ પામે પણ સાધ્યઆરાધનામાં આગળ ધપવા ઉપયોગી થાશે.
Simple living and high thinking”માં જેમને અતૂટ વિશ્વાસ છે તેવા આ ગ્રંથના પ્રણેતા શ્રી નંદલાલભાઈની તમન્ના છે કે સાહિત્યસેવા માટે સમય-શક્તિનું સમર્પણ કરી લાખ નહિ પણ શાખની શાખાઓ વધે અને લોકચાહના કે કદરદાનીની પ્રાપ્તિનું વળતર શાસનસેવાને સમક્ષ રાખી નવસર્જન દ્વારા ચૂકવે. મારું એ સારું કે સાચું નહિ પણ “સારું ને સાચું એ જ મારુંનો મહાન માર્ગ જે મુસાફરને મળી જાય, શું તેને મંજિલ મળ્યા વગર રહે? *