________________
૧૭૦ 1
[ મહામણિ ચિંતામણિ
મહારાજ, અને અચલગચ્છ સમુદાયના જાદુગર વક્તા મુનિપ્રવરશ્રી દેવરત્નસાગરજી મહારાજશ્રીનો પણ સુંદર સહયોગ સાંપડ્યો છે. મુંબઈની અનેક જૈન સંસ્થાઓના મોભી ડૉ. રમણભાઈ ચી. શાહ, શ્રી સી. એન. સંઘવી, શ્રી નગીનદાસ વાવડીકર અને ભાવનગરના અમારા પરમ સ્નેહી પ્રા. શ્રી જનાર્દનભાઈ દવે જેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત ગણાય છે, તેમનો સહયોગ હંમેશાં અમને બળ આપનાર બની રહ્યો છે. કર્મઠ કાર્યકર શ્રી મનુભાઈ શેઠની સેવાની પણ નોંધ લેવી જ જોઈએ. તેમની વ્યવસ્થાશક્તિ ગજબની છે.
શ્રી કુમારપાળ દેસાઈ, ઘનશ્યામભાઈ માંગુકિયા, કવિનભાઈ શાહ, જશુભાઈ શાહ, જે. કે. સંઘવી વગેરેનો નોંધપાત્ર સહયોગ હંમેશાં યાદ રહેશે. આ ગ્રંથ સર્જનમાં લોકેશકુમાર ફુલચંદ બોરી ટ્રસ્ટના સહયોગ માટે તેમના પણ ઋણી છીએ. ટ્રસ્ટને પ્રેરણા કરવામાં પૂ. મુનિશ્રી લલિતસેનવિજયજી મહારાજશ્રીએ સારો એવો રસ લીધો છે. આ પ્રકાશન જલદીથી પ્રગટ થાય તે માટે અદમ્ય તાલાવેલી બતાવી છે. ઠેઠ સુધી સતતપણે આ પ્રકાશન માટે ઉત્સાહ બતાવ્યો છે.
આ પ્રકાશન પ્રક્રિયામાં પરમ સહાયક બનનાર મુનિશ્રી લલિતસેનવિજયજી મહારાજ જેઓએ નાની ઉંમરે સંયમનો માર્ગ સ્વીકારીને શ્રત સાહિત્યનાં વિવિધ આયોજનોમાં પ્રસંગે પ્રસંગે ભારે દિલચસ્પી બતાવી છે. પૂજ્યશ્રીએ અમારા આશા-ઉત્સાહમાં ઠીક બળ આપ્યું છે.
આ ઉપરાંત અમદાવાદના શ્રી પરિમલ ર. દલાલ, શ્રી જગતચંદ્ર સારાભાઈ નવાબે પણ ઠીક સહયોગ આપ્યો છે તે સૌના ઋણી છીએ. ગુજરાત સમાચારના કટાર લેખક શ્રી આશ્લેષભાઈ શાહે અમારી પ્રવૃત્તિને બિરદાવીને મોટું બળ આપ્યું છે.
કલકત્તાના ભંવરલાલજી હાટા અને પદમચંદજી હાટા પરિવાર દ્વારા જૈન જર્નલ સામયિક કલકત્તાનો પણ અમને ખૂબ જ સહયોગ મળ્યો છે જેની સહર્ષ નોંધ લીધી છે.
આ ગ્રંથની મૅટરનું પ્રફરીડિંગ કરનાર શ્રી હસમુખભાઈ મહેતા જેઓ જ્યોતિષવિદ્યાના સારા જાણકાર છે તેમની સેવાની નોંધ લઈએ છીએ. સોનગઢ કહાન મુદ્રણાલયવાળા શેઠશ્રી ! જ્ઞાનચંદજી, રાજકોટ કિતાબઘર પ્રિન્ટરીવાળા નવીનભાઈ શાહ અને અમદાવાદના પ્રિન્ટવીઝનવાળા શ્રી યજ્ઞેશભાઈ પંડયા તથા સૌજન્ય આપનાર મહાનુભાવો અને ધર્મપ્રેમી પરિવારોના-સૌના પ્રત્યે અમે આદરપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
ગ્રંથ વિમોચન આયોજન :--કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પાવન નિશ્રામાં શંખેશ્વર મુકામે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જેન ટ્રસ્ટના ઉપક્રમે ભગવાન મહાવીરના કેવળજ્ઞાન કલ્યાણક વૈશાખ સુદી-૧૦)ના શુભ દિવસે ગ્રંથ પ્રકાશન પ્રગટ થાય છે તેનો પણ વિશેષ આનંદ છે.
અંતમાં–આ ગ્રંથ પ્રકાશનમાં જાણે અજાણે પણ જૈનધર્મ કે જૈન પરંપરા કે જિનાજ્ઞા વિરુદ્ધ કોઇપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે ક્યાંય પણ જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ હોય તો તે બદલ અંતઃકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ.