________________
૧૬૪ ]
[ મહામણિ ચિંતામણિ
વદિ અમાવાસ્યાની મધ્યરાત્રી બાદ સ્વાતિ નક્ષત્રમાં અંતિમ બંધન છોડી પરમ પદની સ્થિતિએ પધારતાં દેવવિમાનો ઉતાવળે-ઉતાવળે તેમના અંતિમ દર્શન માટે દોડતાં ગૌતમે નિહાળ્યાં. ચારે તરફ કોલાહલ મચી રહ્યો હતો. વિમાનચારી દેવોના મુખે પ્રભુના નિવણના સમાચાર સુણી ગૌતમ આઠંદ કરવા લાગ્યા. તેઓ અતિ ક્ષુબ્ધ બની “વીર, વીર' પોકારતાં વિલાપ કરવા લાગ્યા : “ભગવાન ! મને આવો દંડ કેમ આપ્યો ? ભગવાન, આપના અગિયાર ગણધરોમાંથી નવ તો મોક્ષ પામ્યા, અને હું પ્રથમ ગણધર રહી ગયો? હે વીર પ્રભુ, મને નોંધારો કરી દીધો ! ભગવાન, મારા પર આમ કેમ નિષ્ફર બન્યા?” રડતાં-રડતાં છેવટે ગૌતમસ્વામી આશ્વસ્ત થયા–અરે, આ શું? શું આવો વિલાપ મને શોભે ? અને જે પ્રભુ વીતરાગ છે તેમને વળી મારા પ્રત્યે શી આસક્તિ કે શો દ્વેષ? અરે, હું આ શું કરી બેઠો? અને ત્યાં જ એકાએક કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ ગૌતમસ્વામીના આંતરપ્રદેશે ઝળહળી ઊઠ્યો. જગત ધન્ય બન્યું. ઇસ્વીસન પૂર્વે પ૨૭ની કાર્તિક સુદ પ્રતિપદાના ઉષઃકાલે ગૌતમસ્વામી સર્વજ્ઞ બન્યા.
( ગૌતમસ્વામીનું નિર્વાણ : કેવળજ્ઞાનની દિવ્ય પ્રભાથી ઝળહળતા ગૌતમસ્વામી સર્વત્ર વિચરતા રહ્યા. પ્રકાશપૂર્ણ દેશના દ્વારા સહસ્ત્રજનોને પ્રતિબોધી મહાવીર શાસનના તીર્થને સુદીર્ઘકાળ સુધી સુસ્થિર સુમહાન બનાવવા માટે પાયાનું મજબૂત ચણતર કર્યું. ૧૪000 સાધુઓ, ૩૬000 સાધ્વીઓ, ૧૫૯૦૦ શ્રાવકો, ૩૧૮૦૦ શ્રાવિકાઓ, પોતાની અને અન્ય ગણધરોની પરંપરાના એક માત્ર ગણાધિશ, સંવાહક અને સફળ સંચાલક હોવા છતાં તેઓ સતત નિઃસ્પૃહ, નિરભિમાની અને મદ-માન રહિત અસંગ રહ્યા. જૈનશાસનનું ધુરાવહન, છેવટે પંચમ ગણધર સુધર્મને સોંપી ૯૨ વર્ષની પ્રૌઢ દેહસ્થિતિએ રાજગૃહ નગરના વૈભારગિરિ પર એક માસનું પાદોપગમન અનશન સ્વીકારી નિવણિપદે પધાર્યા અને જગત પરનાં સર્વ બંધનોથી સંપૂર્ણપણે મુક્ત બન્યા.
ગૌતમ મંત્ર સિદ્ધિ વિધાન કહેવામાં આવે છે કે મંત્રોના પ્રભાવથી જીવનમાં પવિત્રતા અને સુખશાંતિ પ્રાપ્ત થાય છે. શ્રી નેમિસૂરિ સમુદાયના પૂમુનિપ્રવરશ્રી નંદીઘોષવિજયજી મ. એક નોંધમાં લખે છે કે –
આધ્યાત્મિક વિદ્યાઓમાં મંત્ર, યંત્ર અને તંત્ર, યુગોથી ખૂબ ગૂઢ અને ગુપ્ત વિદ્યા તરીકે સ્થાન પામેલાં છે અને આજના વૈજ્ઞાનિક સિદ્ધિઓના જમાનામાં પણ આ વિદ્યાઓ રહસ્યમય જ રહી છે.
આ વિદ્યાઓની સિદ્ધિ ગુરુગમથી મળેલ આમ્નાય અર્થાત્ વિધિ-વિધાન સાધના પદ્ધતિ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં આવા મંત્ર-યંત્ર-તંત્રના સેંકડો કલ્પ મળે છે. દરેકની સાધનાપદ્ધતિ પણ ભિન્ન ભિન્ન હોય છે. વળી દરેકમાં તેના લખનાર, અનુભવી સિદ્ધપુરુષોએ અમુક બાબતો સાંકેતિક ભાષામાં લખી હોય છે તો ક્યાંક અમુક અગત્યની વિધિ જ ગુપ્ત રાખી. હોય. દા. ત. શ્રી પદ્માવતીજીની સાધનાના ઘણા કલ્પ મળે છે. તેમાં યંત્રનું આલેખન કરી, તેની સન્મુખ જાપ, મંત્રજાપ કરવાનું વિધાન છે, પરંતુ મૂળ હસ્તપ્રતમાં યંત્રનો નમૂનો કે તેના આલેખનની પદ્ધતિ બતાવી નથી. માટે કેવળ પ્રાચીન મંત્ર-તંત્રસંબંધી હસ્તપ્રતોના આધારે કોઈ સાધના કરવામાં આવે તો તે ફલવતી થતી નથી. આટલું દરેક સાધકે ધ્યાનમાં રાખવું જોઈએ.