________________
[મહામણિ ચિંતામણિ
કકક
ક
ક
- -
-
-
-
-
-
ન
શ્રૌતવામયના પ્રતિભ–ઉભટ વિદ્વાન ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરની દેદીપ્યમાન વીતરાગ પ્રજ્ઞા-પ્રતિભા-અવસ્થા નિહાળી જીવના અસ્તિત્વ અંગેના તેમણે કરેલા સમાધાનથી તત્કાળ ૫૦૦ શિષ્યો.
સાથે પ્રભુ વીરના શરણે ગયા અને ભગવાને તેમને ગણધરપદ પ્રદાન કર્યું. પરંતુ ગણધરપદ એ કોઈ | રાજા કે રાષ્ટ્રપતિ આપે તેવી માત્ર ઉપાધિ નથી, એ બહુ મોટી જવાબદારી છે. સામાન્ય વ્યક્તિ છે
આચાર્યપદને પણ ન આંબે. તો ગણધરપદની શી વાત ? તીર્થકરો સર્વજ્ઞ હોઈ વ્યક્તિ એમના સમવસરણના તારે આવે તે પૂર્વે જ અથવા સુદુર પંથથી આવવા નીકળે ત્યાં જ વ્યક્તિની વિશેષતાઓ-મર્યાદાઓ, તેના પૂર્વભવો, પોતાની સાથેના પૂર્વભવો–આમ બધું જ જાણતા હોઇ ગમે તે વ્યક્તિને દીક્ષા પ્રદાન ન કરે, તો ગણધરપદની તો શી વાત કરવી?
જ ગણધર સૌ પ્રથમ તો અનન્ય ભાવે શરણાપન્ન હોવા જોઇએ. જ ગણધરની નિષ્ઠા પોતાના તીર્થકર ભગવાનમાં પૂર્ણ સમર્પિત ભાવ સાથે હોવી જોઇએ. જ ગણધર તીર્થકરના અર્થદર્શનને સાવધાનપણે ગ્રહણ કરે તેવા શાસ્ત્રીય પ્રતિભા-સંપન્ન અને
ઋતંભરા પ્રજ્ઞા સમવત મહાપુરુષ હોવા જોઇએ. જ તીર્થકર ભગવાનના તત્ત્વદર્શનને, ગૂઢ રીતે વ્યક્ત થયેલા ભાવોને, અર્થોને અમૃતમયી
આગમાત્મિકા વાણીમાં જગતમાં પ્રવર્તાવવામાં, આ તત્ત્વબોધને સુરક્ષવામાં દક્ષ અને પછીના શિષ્યો-આચાર્યો-ઉપાધ્યાયો-શ્રાવકો-શ્રાવિકાઓવાળા શ્રીસંઘ આદિથી અંત સુધી બરાબર સમજી શકે તેમ સરલતમ વાત્મયના સાસંદોહ રૂપે વ્યક્ત કરનાર લબ્ધિસંપન્ન હોવા જોઇએ. અહિંસા–ઇન્દ્રિયસંયમન્તપશ્ચયમાં દઢાગ્રહી, અસાધારણ મનોનિગ્રહી, ઊંચા આચારવાળા, શીલભદ્ર, આજ્ઞાનુવર્તી અને શાસનપ્રભાવક હોવા જોઇએ. છે તે માત્ર તીર્થકર ભગવંતના સાદા-સીધા અનુવર્તી હોય– માત્ર અનુયાયી-અંતેવાસી હોય
એટલું જ પૂરતું નથી, પણ તીર્થંકર ભગવંતની અલૌકિક દિવ્ય આભાથી અનુપ્રાણિત થઈ તેમનાં જ્ઞાન-દર્શન-ચારિત્ર્યની સર્વોત્કૃષ્ટ પ્રભાને પોતાનામાં સેવા-સમર્પણ અને વિનયાદિ ગુણોથી સમાવી લઈ જગતના અજ્ઞાની જનોના ઉદ્ધાર માટે તેને કરુણાભાવથી પોતાના વર્તન-વાણી દ્વારા તીર્થકર ભગવાનની ગરિમા સચવાય તેમ સર્વત્ર વિસ્તારનાર હોય. તીર્થકર ભગવાનની દેશનાને સતત વહેતી કરીને અને પોતાના સંયમી તપોમય આદર્શ છે દ્વારા દેશના ખૂણે-ખૂણે પહોંચાડી અનેક જીવોને તીર્થકર ભગવંતના શરણે લાવી, પોતે દીક્ષા પ્રદાન કરી શિષ્યોની સાધનાનો સમુત્કર્ષ કરી તેમને કેવળજ્ઞાન સુધી પહોંચતા કરવાની અસાધારણ-અનન્ય બાહ્યાભ્યતર યોગ્યતા જોઈ ગણધરપદ પ્રદાન થતું હોય છે. જિનશાસનનું દેશકાળના અનેક ઉપસર્ગો—ઉપદ્રવો સામે રક્ષણ કરી શાસનને પોતાનાં ચારિત્ર્ય, લબ્ધિબળથી અને જ્ઞાનબળે સુસ્થિર કરી નિવણિ પર્યત તેની પ્રતિદિન અભિવૃદ્ધિ
કરીને તેને વિજયવંત બનાવવાનું તેમનું કાર્ય હોય છે. જ તીવ્ર સંયમસાધના ને કઠોર તપશ્ચય સાથે પોતે કેવળજ્ઞાન તરફ કર્મક્ષય દ્વારા આગળ
વધતાં-વાધતાં સહસ્રો શિષ્યો અને ચતુર્વિધ સંઘનાં પણ પ્રગતિ–પુરુષાર્થ આગળ વધારી તેમને પણ પરમ પદ સુધી કેવી રીતે પહોંચતા થવું એનું પ્રેરણાત્મક નિદર્શન તથા
નનન+
veN 1 we www
પપપ પર
w w નામકર સરકાર
બનાવનારા