________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૬૧
કલ્પસૂત્ર અને ગણધરવાદ પર્યુષણા મહાપર્વમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી-પ્રણીત શ્રી કલ્પસૂત્રનો અનેરો મહિમા હોય છે. આ કલ્પસૂત્રમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના સંપૂર્ણ જીવનચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ અગત્યનું અને સૌથી વધુ કઠિનમાં કઠિન વ્યાખ્યાન કહેવાતું હોય તો તે “ગણધરવાદ' છે. આ ‘ગણધરવાદ' જિજ્ઞાસુઓ માટે જ્ઞાનની ખાણ છે.
વ્યાખ્યાનકાર વક્તા જો જ્ઞાની અને વચસ્વિ હોય તો આ ‘ગણધરવાદના તાત્ત્વિક નિરૂપણમાં ચારેક કલાક સામાન્યતઃ પસાર થઈ જાય છે. પ. પૂ. શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરિજી મહારાજ પણ આ કાળના પ્રખર વ્યાખ્યાતા-તત્ત્વજ્ઞ યુગપુરુષ હતા. અને તેઓ જ્યારે “ગણધરવાદનું વ્યાખ્યાન વાંચતા ત્યારે મોટા મોટા જૈનેતર વિદ્વાનો ખાસ એનું શ્રવણ કરવા આવતા. અને તેમાંય શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિવણ પછી ગણધર શ્રી ગૌતમસ્વામીની મનોવ્યથા-વિલાપનું એવું આબેહૂબ વર્ણન કરતા કે પૂજ્યશ્રી તો ગળગળા થઈ જતાં શ્રોતાવર્ગ પણ વ્યાખ્યાનના રસમાં તદાકાર થઈ આંસુ સાથે શ્રી ગૌતમસ્વામીજીના દુઃખમાં સહભાગી થવાનો અનુભવ કરતા. [‘નમો'ની અણિશુદ્ધ પરિપૂર્ણ સાધનામાં શિખર દ્વારા અનંત લબ્લિનિધાન
'પ્રગટાવનારા શ્રી ગુરુ ગૌતમનું ગણધરોમાં અનન્ય સ્થાન :
દીક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી ગૌતમપ્રભુએ માવજીવ ષષ્ઠભક્ત તપની પ્રતિજ્ઞા કરી, અપ્રમત્ત બની ઉત્કટ સંયમમાર્ગ પર વિચરતા ગૌતમપ્રભ અન્ય ગણધરોથી અનેક રીતે અલગ તરી આવતા. દીપ્ત તપસ્વી તેમણે કર્મોને ભસ્મસાત્ કરવા ઉગ્ર તપશ્ચર્યા કરેલી. પ્રબલ સાધનામાં અહર્નિશ લાગ્યા રહેતા. જ્ઞાનની અપેક્ષાએ ચૌદ પૂર્વના ધારક અને મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ નામનાં ચાર જ્ઞાનોના ધારક હતા. સવક્ષિર સન્નિપાત જેવી ૨૮ લબ્ધિઓના ધારક અને છતાં પરમ વિનયી, પરમ પ્રશાંત, આડંબર-મદ-માનમુક્ત, અસંગભાવમાં વર્તનારા હતા. સ્વાનુભૂતિપૂર્ણ દેશના દ્વારા અગણિત આત્માઓને પ્રતિબોધી સિદ્ધિના માર્ગ પર લાવનારા હતા. મહાવીરશાસનને તેમણે ઉદ્યોતિત કર્યું હતું. ભગવાન મહાવીર પાસેથી પદાર્થોના–તત્ત્વોના સ્વરૂપનું જ્ઞાન કરાવતી ત્રિપદી મેળવી અંતર્મુહૂર્તમાં (ક્ષણમાત્રમાં) દ્વાદશાંગીની રચના કરી, પ્રભુની વાણીને સમસ્ત જીવ-નિકાયના કલ્યાણાર્થે સૂત્રરૂપે ગૂંથનારા ગૌતમપ્રભુનું સ્થાન સર્વ ગણધરોમાં વિશિષ્ટ હોય તે સહજસિદ્ધ છે. ગણધરોનાં વિશિષ્ટ વિવિધ કાર્યો : 3 : તીર્થકર અનુવર્તન 3 : તીર્થકરના
જ્ઞાન-વૈભવનું અનુપ્રદાન ટુ : શાસનવૃદ્ધિ અને સંઘને માર્ગદર્શન :
પ્રત્યેક તીર્થકર ભગવંતની પોતપોતાના યુગમાં વિશિષ્ટતાઓ હોય છે. દરેકમાં કેટલાંક ઐશ્વર્યો_વિભૂતિમત્વ સમાન પણ હોય છે. એમાંયે અવસર્પિણીકાળમાં તીર્થકર ભગવંત અને ગણધરોની વળી વિશેષ પરિસ્થિતિઓ હોય છે. ચરમ તીર્થંકર ક્ષમાશ્રમણ સર્વજ્ઞ ભગવાન આ અવસર્પિણીકાળમાં અવતય, તો તેમને પરાજિત કરવા નીકળેલા સર્વદાર્થસંપન્ન સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદુ, ન્યાય, સાંખ્ય, વૈશેષિક, યોગ, પૂર્વમીમાંસા, જ્યોતિષ, કલ્પ, નિરુક્ત, છંદ, વ્યાકરણાદિ સમસ્ત