________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી |
[ ૧૫૯
૩૦eoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooડકવાયકા કરાવવા કદાવરકર રાજકારક ક કકકકકકક કરવા
પાસે અતિ દૂર નહીં; અતિ સમીપે નહીં તેમ ઊર્ધ્વજાનુ, અધઃશિર બની ધ્યાનકોષ્ઠક અર્થાત્ બધી તરફથી માનસિક ક્રિયાઓને રોકી, પ્રભુચરણારવિંદ પર સ્થિર દષ્ટિ કરીને બેસતા, અંદર ચિંતનનિમગ્ન બનતા ધર્મધ્યાન અને શુકુલધ્યાનની આવી દશામાં મસ્ત ને મગ્ન બની ભવ્યાત્માઓના કલ્યાણાર્થે સ્વાસન પરથી ધીર ગતિએ ઊઠી ભગવાનની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વારંવાર અભિનંદી, લલાટ ! પર અંજલિબદ્ધ બની અનેક પ્રશ્નો પૂછતા રહ્યા છે. પ્રશ્ન નાનો હોય કે મોટો, આ લોક સંબંધી હોય કે પરલોક સંબંધી, ભૂતકાલીન, વાર્તમાનિક કે ભવિષ્યકાલીન હોય, સ્વસંબંધિત કે પરસંબંધિત હોય–ગૌતમપ્રભુને ભગવાનના શ્રીમુખની વાણીના અમૃતસરોવરમાં સ્નાન ને પાન કરતા રહેવામાં જ દિવ્ય સુખની ઝણઝણાટીઓ અનુભવાતી હતી. ગણધર પદ પ્રાપ્તિ–આગમોમાં શ્રી ગૌતમપ્રભુકૃત પ્રશ્નોનું આચાર્ય
' ભગવંતોએ કરેલું વર્ગીકરણ : ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર પ્રભુના શ્રી ગૌતમ પ્રથમ શિષ્ય–પ્રથમ ગણધર છે. ગણના સંસ્થાપક હંમેશાં તીર્થકર ભગવંતો હોય છે અને સંવાહક ગણધરો કહેવાય છે. પૂ. પા. આ. મલયગિરિજી આવશ્યક સૂત્રની ટીકામાં લખે છે : અનુત્તરજ્ઞાન એવું અનુત્તર દર્શન આદિ ધર્મસમૂહના ધારક ગણધર નામથી પ્રસિદ્ધ બને છે. આ ગૌતમ નામ તો ગોત્રનામ છે, પણ જૈન ધર્માવલંબીઓ ગુરુ ગૌતમસ્વામી’ એવા પરમાદરણીય શબ્દથી જ આજે તેમને નવાજી રહ્યા છે. ત્રિપદીની પ્રાપ્તિ બાદ માત્ર અંતર્મુહૂર્તમાં જ ઇન્દ્રભૂતિ ગૌતમે દ્વાદશાંગીનું નિર્માણ કર્યું. વિદ્યમાન આગમોમાં ચંદ્ર-સૂર્ય–જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિઓની રચના તો ગૌતમસ્વામીના પ્રશ્નો પર પૂર્ણતયા આધારિત છે; પણ પંચમાગત વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ જેનું પ્રસિદ્ધ નામ ભગવતી સૂત્ર છે તેમાં ૩૬000 જેટલા પ્રશ્નો છે, તેમાંના માત્ર કેટલાકને બાદ કરતાં બાકીના બધા ગૌતમસ્વામીએ પૂછેલા છે, જેને પરમાત્માએ સ્વયં ઉત્તરિત કર્યા છે. ભગવતી–પપાતિક, વિપાક, રાજકશ્રીય, પ્રજ્ઞાપના વગેરે આગમોમાં એટલા વિવિધ વિષયોના પ્રશ્નો છે, જેનું વિશ્લેષણ-વર્ગીકરણ અશક્ય જેવું છે, તથાપિ આચાર્ય ભગવંતોએ અધ્યાત્મ, કર્મફળ, લોક અને ફુટ– એમ ચાર મુખ્ય વિભાગોમાં આ પ્રશ્નો વહેંચી આ ચારે વિભાગોના સેંકડો ઉપપ્રશ્નો વિભક્ત કર્યા છે. ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર વચ્ચેના સવાલજવાબનું ક્ષેત્ર સર્વ વિષયસ્પર્શી કહી શકાય તેટલું વ્યાપક છે. એ ત્રણ લોક, ત્રણ કાળ, ચારે ગતિ તેમ જ ચારેય અનુયોગને આવરી લ્ય છે એટલે એ સવાલ-જવાબને સંક્ષેપ કરવાનું ઘણું મુશ્કેલ છે.
( જ્ઞાનની ગંગોત્રી રેલાવનારા અતિ નમ્ર ગૌતમપ્રભુ : વિનય દ્વારા વિવેક, વિવેક દ્વારા વૈરાગ્ય, વૈરાગ્ય દ્વારા વિરતિ, વિરતિ દ્વારા વીર મરણ, વીર મરણ દ્વારા અંતે વિરહની વેદના, તેના દ્વારા ઉદ્દભવેલા વિલાપમાંથી વીતરાગના પંથે પહોંચનારા ગણધર ગૌતમસ્વામી ભગવંત રાજગૃહીના ગુણશીલ ઉદ્યાનમાં ગુરુદેવ પ્રભુ મહાવીરનાં ચરણોમાં બેસી, આંખો નીચે ઢાળી, ભીની પાંપણથી જગતને કહી રહ્યા છે : ‘મારું મારી પાસે હવે કશું રહ્યું નથી. મારું જે કંઈ છે તે મારા પરમાત્માનું છે.” આવી સરળતાની, પવિત્રતાની અને સમર્પિતતાની મહામૂલી સંપત્તિના સ્વામી ગણધર ગૌતમસ્વામી મહારાજાની વિનમ્રતા ગજબની હતી. સામાન્ય રીતે જ્યાં જ્ઞાન હોય ત્યાં સૂક્ષ્મ તો સૂક્ષ્મ, અહંકાર રહે જ. પરંતુ ગૌતમસ્વામી ક્ષમાપનાના
હones
- રાજારામારી
- કાકા કામ