________________
૧૫૮ ]
[ મહામણિ ચિંતામણિ
'અણુણ વિદ્વાન, અનેકશાસ્ત્રમર્મજ્ઞ, મહાધુરંધર જ્ઞાની પુરુષ :,
ઇન્દ્રભૂતિ ગૌતમ અને તેમના બે ભાઇઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ યુગના દશે | દિશામાં સુવિખ્યાત મહાપંડિતો હતા. ચૌદ વિદ્યાઓમાં, વેદો, વેદાંગો, દર્શનો, ધર્મશાસ્ત્રો, પુરાણો મહાપુરાણો, શ્રુતિઓ, ચાંઓ, વિશેષતઃ ન્યાય અને મીમાંસા દર્શનોના તલસ્પર્શી મર્મજ્ઞ પંડિત તરીકે ઇન્દ્રભૂતિ અસાધારણ હતા. પ્રખ્યાત પ્રજ્ઞાચાર્યરિણ વિદ્વાન શિરોમણિ એ ઇન્દ્રભૂતિ શાસ્ત્રાર્થ દ્વારા તત્કાલીન વિદ્વાનોના મદને મીણની જેમ ઓગાળી દેતા. પ્રતિવાદી મિરાશક તત્ત્વવિજ્ઞાન વિપીનના કેસરી હતા. યજ્ઞના આચાર્ય તરીકે ઇન્દ્રભૂતિ ગૌતમ વિરાજતા હોય ત્યાં વાતાવરણ મંત્રગાન અને પ્રત્યેક ક્રિયાકલાપના સૂક્ષ્મ નિદર્શનથી પ્રભામય અને દિવ્ય બની જતું. મગધ દેશમાં જ નહિ, પરંતુ સમસ્ત ભારતમાં તેમની કોટિની વિદ્વાન–વિરલ વિભૂતિ મળવી મુશ્કેલ હતી. ઇન્દ્રભૂતિ આચાર્યના પાંચસોથી પણ અધિક કક્ષાના શિષ્યો હોવા જોઇએ, વળી ૫૦ વર્ષ સુધી તેઓ અધ્યયન-અધ્યાપન-દાર્શનિક ચર્ચા અને કર્મકાંડમાં નિરત રહ્યા. એ હિસાબે હજારો શિષ્યોએ એમનાં ચરણો સેવી જ્ઞાનલાભ કર્યો હશે. આમાંના પાંચસો શિષ્યો તો આચાર્યપદ સાથે સદૈવ પોતાના ગુરુદેવનો જયઘોષ કરતા વિચરતા રહેતા. વાદીગજકેસરી, વાદીમાનમર્દક, વાદીઘકભાસ્કર વાદીભપંચાનન, સરસ્વતીકંઠાભરણ ઇત્યાદિ તેમની બિરદાવલીઓ સૌ ગાતા રહેતા. તેમની અનંતલબ્ધિઓના મૂળમાં પણ હતી નખશિખ સમર્પિતતા અને એ સમર્પણના મૂળમાં પણ જે રાગ હતો તે પૌગલિક હોતો પણ આત્મિક હતો, ગુણરાગ હતો.
| વિદ્યા-વિનય-નમ્ર–શીલાચારસંપન્ન મહાપુરુષ : આવા મહાન પંડિતરાજ, ભારતવર્ષના વરેણ્ય મહાજ્ઞાની, ચૌદ પૂર્વેના અતલ શ્રુતસાગરના પારગામી, ભગવાન મહાવીરના કૈવલ્યહિમાલયથી નિઃસૃત વાણીમંદાકિનીનું ભૂમિ પર અવતરણ કરાવનારા જ્ઞાનગંગામાં સદા રત, તીર્થકર ભગવાન પાર્શ્વનાથ અને તીર્થકર ભગવાન મહાવીરની ગંગા-યમુનાધારાના પ્રયાગમાં ગૌતમ ! અનંત લબ્ધિઓના નિધાન, ભગવાન મહાવીરના શ્રીમુખે ‘ગોયમ–ગોયમ' બોલાવાતા એ મહાન પુણ્યશાળી પુરુષ હતા. છેલ્લા યજ્ઞમાં દેવતાઓએ દેવવિમાનને યજ્ઞક્ષેત્રમાં ઉતારવાને બદલે મહસેન વનમાં સર્વજ્ઞ ભગવાન મહાવીરની દેશના સાંભળવા ઉતાર્યું અને પ્રભુચરણ વંદવા ચાલ્યા ગયા ત્યારે “મારા સિવાય અન્ય કોણ સર્વજ્ઞ હોઇ શકે !” એમ વિચારી શત્રુને ઊગતા ડામવાના આશયથી શત્રુનું ગર્વભંજન કરવા પૃથ્વી ધમધમાવતા ચાલ્યા; પણ દેવનિર્મિત અદ્ભુત સમવસરણ પાસે પહોંચતાં જ વીતરાગ ભગવાન મહાવીરના પ્રશાંત મુખમંડલની દિવ્ય અનિર્વચનીય દેદીપ્યમાન પ્રભા અવલોકતાં જ, ‘આમને પોતે પરાજિત કરી શકશે કે કેમ ?' તેવા અસમંજસમાં પડી ગયા. અને ત્યાં જ ભગવાન મહાવીરની યોજનગામિની અમૃતનિયંદિની વાણી, “ભો ઇન્દ્રભૂતિ ગૌતમ! તમે આવી ગયા?” એવી રીતે ઝંકૃત થઇ રહી. પ્રભુએ “જીવ છે કે નહીં?' એવા ઇન્દ્રભૂતિ ગૌતમના સંશયને તત્કાળ પ્રગટ કરતાં અને છેદી નાખતાં પાંચસો શિષ્યો સાથે પ્રભુના શરણે આવ્યા–સંપૂર્ણ સમર્પિત બન્યા. ત્યાર બાદ પોતે પરમ વિદ્વાન, વાચસ્પતિ સર્વશાસ્ત્રવિશારદ છે એવું સ્વપ્ન પણ ગૌતમે વિચાર્યું નથી. “ભગવતી સૂત્ર'ના અધ્યયનથી જણાય છે કે ગૌતમસ્વામી વીરના એક અદૂભૂત આદર્શ શરણાગત પરમ વિનયી આજ્ઞાધારક શિષ્ય બનીને રહ્યા છે અને પોતે કાંઈ જાણતા જ નથી એવા બાળકની જેમ પ્રભુ
કરનારના મનમા રામ ના નાના નાના
નાના