________________
૧૫૬ ]
[મહામણિ ચિંતામણિ
મોહનાં પડળ ખસી ગયાં અને સાચો જ્ઞાનપ્રકાશ લાધ્યો એ તીર્થભૂમિ ગુણિયાજી આજે પણ અનેક ધર્મપ્રેમીઓનું શ્રદ્ધાકેન્દ્ર બની ગયું છે. નાલંદાથી ત્રણ કિલોમીટર દૂર કુંડલપુર ગામ જ્યાં ગૌતમસ્વામીની ચરણપાદુકાનાં દર્શન થાય છે. પ્રાચીનકાળમાં ગુબ્બરગામ અને વડગામ પણ કહેવાતું. નાલંદા અને કુંડલપુર ગામ રાજગૃહનાં ઉપનગરો હતાં. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, અને વાયુભૂતિનો જન્મ આ ગુબ્બર ગામમાં થયો. આ ભૂમિમાં નાલંદા વિશ્વવિદ્યાલય બનવાથી વિદ્યાનું મોટું કેન્દ્ર બન્યું. ભગવાન મહાવીરના સમયમાં અને તે પછી પણ અહીં જૈન ધર્મનો પ્રભાવ સારો રહ્યો. ભગવાન મહાવીરનો ગોસાલા સાથેનો મેળાપ અહીં થયો. ચૌદમી સદીમાં રચાયેલ વિવિધ તીર્થકલ્પ'માં શ્રી જિનપ્રભસૂરિજીએ આ તીર્થની સુંદર વ્યાખ્યા કરી છે. સં. ૧૫૬૫માં શ્રી હંસસોમજીએ અહીં સોળ
દર હોવાનો ઉલ્લેખ કર્યો છે. સં ૧૬૬૪માં પં. જયવિજયજીએ અત્રે ૧૭ મંદિર હોવાનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંથી ત્રણની આ જન્મભૂમિ હોવાથી, પ્રભુ મહાવીરનાં અત્રે ઘણી વખત પદાર્પણ થવાથી તેમ જ પ્રભુના ધર્મોપદેશથી અહીં અનેક પ્રાણીઓએ પોતાનાં જીવન સફળ કય. એ રીતે આ ભૂમિની મહાનતા અવર્ણનીય છે. નાલંદા વિશ્વવિદ્યાલય અને ત્યાંના સંગ્રહાલયમાં પ્રાચીન જૈન પ્રતિમાઓ, સ્તૂપો અને બીજા અનેક અવશેષો જોતાં જિનશાસનનો કીર્તિધ્વજ ઊંચે ગગને ઘેરાતો હતો ! એ જે રીતે સમેતશિખરજી ગિરિરાજ ચડતાં પ્રથમ શ્રી ગૌતમસ્વામીની ટૂક આવે છે. અહીં ચોવીશ તીર્થકરો અને દશ ગણધરોની ચરણપાદુકાનાં દર્શન થાય છે. રાજગૃહીના પાંચમાં પહાડે ગૌતમસ્વામી મોક્ષે ગયાનો પણ ઉલ્લેખ આવે છે. આવાં અસંખ્ય સ્થાનો ગૌતમસ્વામીનાં અમર સ્મૃતિચિહ્નો બન્યાં છે. વર્તમાનમાં જયપુરના મૂર્તિ આર્ટિસ્ટ ચંપાલાલ ગણેશનારાયણ મારફત શ્રી ગૌતમસ્વામીની ૧૫૦૦ થી ૨૦૦૦ અદ્યતન મૂર્તિઓ છેલ્લા દશકામાં જૈન તીર્થસ્થાનોમાં વિવિધ સ્થળે પહોંચી ગયેલ છે. શ્રી ચંપાલાલજીના સહયોગ માટે તેમના ઋણી છીએ. હસ્તપ્રતોનો યોગ્ય ઉપયોગ કરીને ગૌતમસ્વામી સંબંધે આકર ગ્રંથના |
'એક વ્યવસ્થિત પ્રયાસની જરૂર છે :
જૈન ધર્મના લાખો-કરોડો ગ્રંથોમાંના ઘણા હજુ પણ અપ્રગટ સ્થિતિમાં છે. પ્રાચીન તાડપત્રો ઉપર સુંદર મરોડદાર અક્ષરોએ વિવિધ શાહીમાં હસ્તલિખિત રૂપમાં ગ્રંથાગારોમાં પડ્યા છે–પાટણમાં, સુરતમાં, રાજસ્થાનમાં, ભાવનગરની યશોવિજયજી ગ્રંથમાળા અને આત્માનંદસભાના ગ્રંથાગારમાં, અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધન કેન્દ્રમાં, મહાવીર જૈન વિદ્યાલય વગેરેના ગ્રંથભંડારોમાં બધી મળીને વીશેક લાખ હસ્તપ્રતો હોવાનો સંભવ છે. પાલીતાણાના આગમ મંદિર, સાહિત્ય મંદિર, વીરબાઈ પાઠશાળામાં ઘણા અલભ્ય ગ્રંથો છે. વડોદરા, ખંભાત, લીંબડી, ડભોઇ. વીરમગામ. જામનગર વગેરેના પ્રથભંડારોમાંની હસ્તપ્રતોમાંથી ગૌતમસ્વામીનું અપ્રગટ સાહિત્ય ઘણું મળી રહેશે. હસ્તપ્રતોની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોરમાં, ત્રિવેન્દ્રમ, મૈસૂર, મદ્રાસ, અન્નામલાઇ પાસે સારા પ્રમાણમાં સચવાયેલી છે. તિરૂપતિની સંસ્કૃત યુનિવર્સિટી પાસે પણ હવે ઠીક ઠીક સંગ્રહ થવા લાગ્યો છે. મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ પાસે અને ડેક્કન કૉલેજ પાસે પણ ઠીક સંગ્રહ છે. મુંબઈમાં માધવબાગ પાસે લાલબાગના ગ્રંથભંડારમાં, સુરતમાં હકમસૂરિનો ભંડાર, ડભોઇમાં જંબૂસ્વામીનો ભંડાર, વડોદરામાં પૂ.