________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧પપ
બાપાન કરવાના રહoooooooAજીવન જીવવા અ
રજ
અનેરો પ્રભાવ તો જુઓ! કાવ્યોમાં, સ્તોત્રોમાં તેમનું નામ સર્વત્ર ગવાયું છે. જૈન શારદાપૂજનવિધિમાં પ્રારંભે બોલાતી સ્તુતિ :
જૈન વિધિથી જે કરે, પૂજન ચિત્ત ધરંત; લાભ સવાયો તેહથી, ગૃહી નિશદિન લહંત. ૧ લક્ષ્મી આવે તે ઘરે, મહાવીર નામ ધરંત;
ગૌતમ નામ સ્મરણ થકી, મન પ્રહલાદ રહેત. ૨ માંગલિક સંભળાવવામાં શ્રી ગૌતમસ્વામીનું સ્મરણ :
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર;
તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. ૧ માંગલિક સ્તોત્રમાં
मंगलं भगवान वीरो, मंगलं गौतमप्रभुः । मंगलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मंगलं ।।
ગુરુમાં–
शत्रुजय समो तीरथ नहीं, ऋषभदेव से देव;
गौतम गुरु से गुरु नहीं, पूनुं मैं नित मेव । પ્રસિદ્ધ પુણ્ય પ્રકાશ સ્તોત્ર'માં–
એક દિન વિર નિણંદને, ચરણ કરી પ્રણામ;
ભવિક જીવના હિત ભણી પૂછે ગૌતમસ્વામ. સર્વ સ્તોત્રોમાં શ્રેષ્ઠ : જૈન જગતમાં પ્રસિદ્ધ થયેલાં બધાં જ સ્તોત્રોમાં ઋષિમંડળ સ્તોત્ર કોઈ અદ્ભુત, અનુપમ, દિવ્ય અને અલૌકિક જ્યોતિથી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ મહાસ્તોત્રનું નિત્ય સ્મરણ દેવી તેજ આપનાર છે. શ્રી ઋષિમંડળ સ્તોત્રની રચના શ્રી ગૌતમસ્વામીએ કરી છે એમ કહેવાય છે.
ગણધર ગૌતમસ્વામીનાં કેટલાંક દર્શનીય સ્થાનો, સંબંધ અને શ્રેષ્ઠતા :
ઇન્દ્રભૂતિ ગૌતમ પંડિત હતા ત્યારે સર્વશ્રેષ્ઠ પંડિત ગણાતા, પ્રભુ મહાવીરના શિષ્ય બન્યા ત્યારે પણ શિષ્યોમાં સર્વશ્રેષ્ઠ બન્યા અને પછી ગણધર બન્યા ત્યારે પણ સર્વશ્રેષ્ઠ ગણધર કહેવાયા. આ મહાપુરુષની નયનરમ્ય મૂર્તિઓનાં દર્શન ભારતભરનાં સેંકડો જૈન મંદિરોમાં આજે પણ અવશ્ય થાય છે. જેમ પુંડરીક ગણધરનો સિદ્ધગિરિ સાથે સંબંધ છે તેમ નેમિનાથના પ્રથમ ગણધર વરદત્તનો ગિરનાર સાથેનો સંબંધ છે, એ જ રીતે ગૌતમસ્વામીના વિલા, વિષાદ અને કેવળજ્ઞાનનો સંબંધ બિહારમાં ગુણિયાજી તીર્થ સાથે સંકળાયેલો છે. પ્રાચીન રાજગૃહોના ઇતિહાસમાં ગુણશીલ ચૈત્યનું સુંદર વર્ણન આવે છે. આ ગુણિયાજી તીર્થ પાવાપુરીથી વશ કિલોમીટર દૂર છે જ્યાં ભગવાન મહાવીરે અસંખ્ય ભાવુકોને ગૃહસ્થધર્મ અને શ્રમણ ધર્મની દીક્ષા આપી મુક્તિનો રાહ બતાવ્યો, જ્યાં ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામી પરત્વેના સ્નેહરાગની પકડ છૂટી ગઈ અને