________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૪૩
પુરુષાર્થને અનુમોદના
પ્રિાસ્તાવિક
નમો તિત્થસ્સ!
આજથી સોળ વર્ષ પહેલાં મુંબઈ–પ્રાર્થના સમાજના જૈન ઉપાશ્રયમાં એક રાત્રે ભાઈશ્રી નંદલાલભાઈ દેવલુક સૌ પ્રથમ વખત જ મને મળવા આવ્યા. ધીર ગંભીર અને પ્રસન્ન વદને તેમણે રજુ કરેલી અસ્મિતા ગ્રંથશ્રેણીના તેમના સંપાદનકાર્યની વિસ્તૃત માહિતીથી અમને વાકેફ કર્યા ત્યારે ખૂબ જ આનંદ અનુભવ્યો. તે વખતનો તેમનો તરવરાટ, જોમવંતી વાણી અને કર્તવ્યનિષ્ઠા જોઈને ભારતીય વિદ્યાભવનમાં તેમના જ એક ગ્રંથના વિમોચન-સમારોહની અમે નિશ્રા સ્વીકારી. મુંબઈના આગેવાન જૈનોએ તેમના કાર્યની ખૂબ ખૂબ અનુમોદના કરી.
વર્તમાન શ્રમણસમુદાય અને બહોળા શ્રાવકવર્ગ સાથેના નંદલાલભાઈના વર્ષોના ગાઢ સંપર્કોને કારણે જૈનધર્મનાં સંદર્ભપ્રકાશનો હાથ ધરવાનું અમે સચન કર્યું. એમણે એ જ વખતે ભાવો એ સૂચનનો સ્વીકાર કર્યો. લગાતાર તે પછી તો તેઓ જૈન ધર્મ અને સાહિત્યમાં ઓતપ્રોત બની ગયા.
અમને એ વાતનો અત્યંત આનંદ છે કે અમારા સૂચનને અનુસરીને સં. ૧૯૮૫ પછીનાં જે સમૃદ્ધ ગ્રંથરત્નો પ્રગટ કર્યા તે બધાં જૈન ધર્મના સંદર્ભે જ થયાં છે અને ખૂબ જ આવકાર પણ પામ્યાં છે. તેમના હાથે સંપાદિત થઈને પ્રગટ થઈ રહેલું તેમનું આ પંદરમું સમૃદ્ધ પ્રકાશન જે રીતે સફળતાપૂર્વક બહાર આવી રહ્યું છે તે જ તેમની કાર્યશક્તિનો પરિચય કરાવે છે.
સુરિમંત્રના મારા દૈનિક જાપમાં હંમેશાં ગૌતમસ્વામીની આરાધના વખતે મને સ્વયં સ્ફરણા કુદરતી રીતે જ થયા કરતી હતી કે ઘેર ઘેર ગૌતમસ્વામી અવશ્ય હોવા જોઈએ અને આ લબ્ધિવંત પુરુષના જીવનકવન સંબંધે પણ એક સંદર્ભગ્રંથની પણ જરૂરત સમજતો હતો. નંદલાલભાઈએ તેમની મર્યાદિત શક્તિ વચ્ચે પણ આ એક અસાધારણ કાર્ય કર્યું છે તે ખરેખર અનુમોદનીય છે. અમારું સૂચન કે પ્રેરણા લઈ અદમ્ય ઉત્સાહથી તેમણે આયોજન સાકાર કર્યું છે તેનું ખરું ગૌરવ તો તેમની શાસનનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, અને શ્રદ્ધાબળ સમજવું.
પ્રસ્તુત ગ્રંથ જે વર્તમાન ચોવીશ તીર્થંકર પરમાત્માના બધા જ ગણધરોમાં તેમનો મહિમા વધુ ને વધુ જોવા મળે છે એવા ગણધર શ્રેષ્ઠ શ્રી ગૌતમસ્વામીજીના જીવનનું વૈવિધ્યર્દષ્ટિએ જે સંકલન-સંપાદન થયું છે તે આ પ્રકાશન ખૂબ સુંદર સરસ અને અનુમોદનીય અને આવકારપાત્ર થયું છે. આ પ્રકાશન તો ખરેખર જૈનધર્મનાં પ્રકાશનોમાં આગવું સ્થાન ધરાવે તેવું અભુત અને ઉત્તમ થયું છે. સાહિત્યકલાપ્રેમી અને પુરુષાર્થની મૂર્તિ સમા નંદલાલભાઈની મહેનત દાદ માગી લે છે. સાચે જ તેઓ ધન્યવાદને પાત્ર બને છે. જૈન શ્રીસંઘમાં કોઈએ ન આપ્યું હોય તેવું નવતર નજરાણું જૈન સાહિત્યક્ષેત્રે અર્પણ કર્યું છે. એ નજરાણું આપણે સૌ અંતરના ઊંડા આશીર્વાદ અને અભિનંદન આપવા સાથે સહર્ષ સ્વીકારીએ અને વધાવીએ એ જ શુભાભિલાષા. વિ. સં. ૨૦૫ર ચૈત્ર સુદ-૧૩ સોમવાર
-વિજયલબ્ધિસૂરિ અમદાવાદ