________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૧૫૧
છે. મતલબ કે એક ભવની મહેનતથી જીવ કેવળજ્ઞાન પામી શકે અને ત્રણ ભવની મહેનતવાળા ગણધર બની શકે.
'તીર્થકરોના પટ્ટધરો ગણધર શાથી કહેવાયા ? ગણધર શબ્દનો સામાન્ય અર્થ છે શિષ્યગણને ધારણ કરે, તેના યોગક્ષેમનું વહન કરે તેને આપણે ગણધર કહીશું. સુંદર સંચાલન અને શાસનની સુંદર વ્યવસ્થા માટે એક દષ્ટિએ જોઈએ તો આવી વ્યવસ્થા ખૂબ જ ઉપકારક બનતી હોવાથી તીર્થકરોનો મોટો સાધુ સમુદાય ગણધરોની વ્યવસ્થાને શિરોધાર્ય કરતો આવ્યો છે. અને તેથી જ તેમની સાધના વિકસિત થતી જોવા મળે છે. તીર્થકરોના પટ્ટધરો સર્વપ્રથમ થયેલા શિષ્યો જેઓ દ્વાદશાંગીની રચના કરવા સમર્થ સાક્ષર બન્યા, જેમનામાં ચોક્કસ પ્રકારની પાત્રતા અને યોગ્યતા હતી તેઓ જ ગણ સમુદાયમાં નેતાપદે–ગણધર પદે સ્થપાયા.
' ગણધર બનનારને શું શું પ્રાપ્ત થાય ? તીર્થંકરની દેશના સાંભળીને વૈરાગ્ય ઉદ્દભવે, દીક્ષા લેવા તૈયાર થાય, દીક્ષા અંગીકાર કરે કે તરત જ એવો વિશિષ્ટ ક્ષમાપક્ષમ થાય કે જેમ બીજમાંથી વિશાળ વૃક્ષ થાય તેમ ત્રણ પદો રૂપ બીજ પ્રાપ્ત કરે અને તેમાંથી જ વિપુલ પ્રમાણમાં (દ્વાદશાંગી) સાહિત્યસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. ચાર જ્ઞાનના ધારક બને, આયુષ્ય પૂર્ણ થયા પહેલાં પાંચમું કેવળજ્ઞાન પ્રાપ્ત થાય અને પ્રાંતે આયુષ્ય પૂર્ણ થયે જન્મમરણથી મુક્ત બને અને શાશ્વત સુખનો ભોક્તા બને.
(શ્રી ગૌતમપ્રભુ સ્તોત્ર-સ્તુતિ-રાસ-ભજનાદિ સર્વત્ર પ્રસિદ્ધ :
આવા મહાન પ્રભાવશાળી ગૌતમપ્રભુના વાડમય સ્મરણપૂજન જૈનદર્શનમાં સાર્વત્રિક પ્રસિદ્ધ છે. વિદ્યમાન આગમોમાં જંબૂદીપપ્રજ્ઞપ્તિચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ રચનાઓ મહામહોપાધ્યાય વેદાદિ સર્વશાસ્ત્રસંપન્ન–પૂર્વમીમાંસાના પ્રખર વિદ્વાન પંડિત મૂર્ધન્ય ઇન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્નો પર આધારિત છે. વિશાળકાય પંચમ અંગ ભગવતી સૂત્ર' જે જૈનદર્શનનો અતિ વિશિષ્ટ અતિ ગહન સર્વશાસ્ત્રરત્નાકર ગ્રંથ આગમ ગણાય છે તે પણ ગૌતમસ્વામીના ભગવાન મહાવીર સમક્ષ અતિ વિનીતભાવે પુછાયેલા પ્રશ્નો અને મહાવીર ભગવાને એમનાં કરેલાં સમાધાનો પર આધારિત છે. ગૌતમસ્વામી અને મહાવીરસ્વામીએ સ્વીકારેલી સવાલ-જવાબની આ પદ્ધતિ કઠણ વિષયોને પણ સુગમતાથી સમજાવવામાં એટલી ઉપયોગી સાબિત થઈ છે કે પછી તો કોઈ પણ વિષયની સમજૂતી આપવા માટે એ સવાલ-જવાબના કત ગુરુ ગૌતમસ્વામી અને ભગવાન મહાવીર સ્વામી સ્વયં ન પણ હોય. આપણું પાંચમું અંગસૂત્ર ભગવતી સૂત્ર આ બધા સવાલ-જવાબથી જ ભરેલું છે. આમાં તો ઇન્દ્રભૂતિ ગૌતમ મહારાજા પ્રત્યક્ષ બિરાજે છે, પણ પરવર્તી આચાર્યોનાં પ્રાકૃતમાં રચાયેલાં ગૌતમકુલક” અને “ગૌતમપૃચ્છા' એ અનુક્રમે ૨૦ અને ૬૦ ગાથાઓ છે, જેના પર પૂજ્ય મતિવર્ધન અને શ્રીતિલકની સંસ્કૃત ટીકાઓ અને પૂજ્ય શિવસુંદર, સુધાભૂષણ, જિનસૂરિ, મુનિસુંદરસૂરિની પ્રાકૃત વૈકાઓ પ્રાપ્ત છે. વિ. સં. ૧૮૦૭માં રચાયેલું શ્રીરામવિજયરૂપચંદ્ર રચિત “ગૌતમીય મહાકાવ્ય' સંસ્કૃતમાં પ્રસિદ્ધ છે. તેના પર પૂજ્ય ક્ષમાકલ્યાણોપાધ્યાય રચિત ટીકા પણ જાણીતી છે. શ્રી વજૂસ્વામીકૃત સ્તોત્ર, શ્રી જિનપ્રભસૂરિ રચિત સ્તોત્રત્રયી, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી દેવાનંદસૂરિ,