Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan
Catalog link: https://jainqq.org/explore/005783/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વ જગતઃ ધર્મ-ચિંતન ધર્મચક્ર માસિકમાં ચિંતકોના આવેલા. નમસ્કાર-મૈત્રાદિભાવો-કાઉસ્સગ-ધ્યાન અંગેના લેખોનો સંગ્રહ : પ્રેરણા પુજઃ પરમ પૂજ્ય અધ્યાત્મયોગ સંપન પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય : સંપાદન-સંકલન : પરમપૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-ચિંતન ધર્મચક્ર માસિકમાં ચિંતકોનાં આવેલા નમસ્કારમૈચાદિભાવો-કાઉસ્સગ્ન-ધ્યાન અંગેના લેખોનો સંગ્રહ પ્રેરણાના પુંજ ૦ પરમપૂજ્ય, અધ્યાત્મયોગ સંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય - સંપાદક, - પરમપૂજ્ય, પંન્યાસ શ્રીવજસેનવિજયજી ગણિવર્ય ૦ પ્રકાશક ૦ ભદ્રંકર પ્રકાશન C/o. ફકીરચંદ મણીલાલ શાહ ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. ફોન : (૦૭૯) ૨૨૮૬૦૭૮૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ આવૃત્તિ પ્રથમ - સં. ૨૦૬૮ ૦ પુસ્તકનું નામ ૦ ધર્મ-ચિંતન (૧) સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના રતનપોળ, ૦ પ્રેરક ૦ પરમપૂજ્ય, સકલાગમરહસ્યવેદી, આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજય, સિદ્ધાંતમહોદધિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય, કલિકાલકલ્પતરુ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમપૂજ્ય, અધ્યાત્મયોગમાર્ગસાધક, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય કિંમત રૂા.૨૫૦-૦૦ ૦ પ્રાપ્તિસ્થાન નકલ ૧૦૦૦ અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : (૦૭૯) ૨૫૩૫૬૬૯૨ (૨) શ્રીપાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર આનંદભુવન સામે, તળેટી રોડ, પાલીતાણા - ૩૬૪૨૭૦ ફોન : (૦૨૮૪૮) ૨૫૩૩૨૩ • મુદ્રક ૦ વર્ધમાન પુસ્તક પ્રકાશન શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. મો. ૯૨૨૭૫૨૭૨૪૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય " પરમપૂજ્ય, અધ્યાત્મમગ્ન, પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની અંતરભાવના કે, વર્તમાન જૈન સંઘ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રની આરાધક બનો. વર્તમાન જૈન સંઘ મૈત્રી આદિ શુભ ભાવનાઓથી વાસિત બનો. વર્તમાન જૈન સંઘ શ્રીઅરિહંત પરમાત્માની સર્વકલ્યાણકારી ભાવના તથા તેમના પ્રભાવે ઉત્પન્ન થયેલ વિશ્વ કલ્યાણકારી તીર્થની સાચી ઓળખાણ પામો. વર્તમાન જૈન સંઘ પંચપરમેષ્ઠિ પ્રત્યે પૂર્ણ ભક્તિવાળો બનો. શ્રીઅરિહંત પરમાત્માની ભાવના તથા એ ભાવનાના પરિપાકરૂપ આજ્ઞા અને એ આજ્ઞાનું પાલન કરનાર ચતુર્વિધ સંઘ વિશ્વમાત્રના હિતની વિશાળ દૃષ્ટિવાળો છે એવી પ્રતિતી બધાને દઢ બનો. શ્રીઅરિહંત પરમાત્મા વિશ્વનું કલ્યાણ કરનારા છે, તેમણે બતાવેલો ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા માટે છે, તે ધર્મનું પાલન કરનારા વિશ્વકલ્યાણના હેતુ માટે ધર્મ કરી રહ્યા છે એવી જાણ જગતના જીવોને અને વર્તમાનના મનુષ્યમાત્રને થાઓ, તેમના પ્રભાવે શ્રીઅરિહંત પરમાત્મા, તેમનું શાસન અને તેમના સંઘ પ્રત્યે આદર-બહુમાનવાળા થાઓ. આવી ભાવનાના પડઘારૂપે ધર્મચક્ર માસિકનો પ્રારંભ થયો, તેના લેખોનો સંગ્રહ કરીને પ્રથમ ભાગમાં મુખ્યતાએ પૂજ્યપાદ ગુરુભગવંતોના લેખો તેમજ બીજા ભાગમાં - મુખ્ય પૂજ્ય પંન્યાસજી ભગવંત તેમ જ ચિંતકોના લેખો છે. આ ગ્રંથ પ્રેક્ટીકલ આરાધના-સાધના માટેનું ગ્રંથ છે જે પૂજ્યપાદ પંન્યાસજી ભગવંત વજસેનવિજયજી ગણિવર્યશ્રીએ સંકલન કરવા પોતાના લઘુગુરુબંધુ આચાર્ય હેમપ્રભસૂરિજીને ભલામણ કરી અને તેઓશ્રીએ આ ધર્મચિંતન ગ્રંથનું સંકલન-સંપાદન કરી આપેલ છે જેના વાંચનથી આપણે આત્મ ઉત્થાનના ભાવોથી ભાવિત બનીએ. ભદ્રંકર પ્રકાશન Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય આત્માનું સંસારમાં ભ્રમણ થાય છે તેનું મુખ્ય કારણ વિષયની આશક્તિ અને કષાયોના કારણે, મુખ્ય રાગ-દ્વેષના કારણે. આ રાગ-દ્વેષની પરિણતિ જ્યાં સુધી નહી સુધરે ત્યાં સુધી આત્મવિકાસ શક્ય નથી આત્મવિકાસ માટે આત્માનુભવ જરૂરી છે. તે માટે પૂજ્યપાદ, પંન્યાસજી ભગવંતનું ચિંતન ખૂબ જ ઉપયોગી છે. આત્માનુભવ મેળવવા માટે જેટલી જરૂર વૈરાગ્યની છે અને વિષય-કષાયની મંદતાની છે, એટલી જ જરૂર આત્મધ્યાનની પણ છે. એ માટે પ્રાતઃકાળનો સમય સર્વશ્રેષ્ઠ છે. ધ્યાન વખતે આવી જતા અન્ય વિચારોને રોકવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય પ્રભુના નામજપનો છે. એક બાજુ વૈરાગ્ય હોય, બીજી બાજુ નામ-જપ ચાલુ હોય તો આત્માનુભવ મેળવવાની ચાવી હાથમાં આવી જાય આપણી ઇચ્છા વિના એક પણ વિચાર કે ભાવ ચિત્તમાં ન ઉઠે એવી માનસિક સ્થિતિ જો આપણે પેદા કરી શકીએ. તો તત્ક્ષણ જ શાંતિનો અનુભવ થવા માંડે. મનમાં એક પછી એક વિચારો આવતા જ રહે છે એથી રાગ-દ્વેષના ભાવો પેદા થતા રહે છે અને એથી રાગ-દ્વેષના ભાવો પેદા થતા રહે છે, અને એથી આત્માની શાંતિને ખલેલ પહોંચ્યા કરે છે. આમાંથી છૂટવા માટે વહેલી તકે વિચારો ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. એક બાજુ વૈરાગ્ય, બીજુ બાજુ નામ-જપ આ બે ચીજો ઢાલની જેમ આપણી આત્મરક્ષા કરે છે. આ ઢાલની એક બાજુ વિષયોના આકર્ષણથી અને બીજા બાજુ રાગ-દ્વેષના પ્રહારોથી આપણી આત્મરક્ષા કરે છે. આત્મરક્ષા માટે રાગ-દ્વેષની શુદ્ધિ માટે નવકારનું ચિંતન-મનન તેમજ અધ્યાત્મયોગમાં પ્રવેશ માટે મૈત્યાદિ ભાવોથી ભાવિત બનવું પડશે. તે માટે જૈન સંઘમાં જાગૃતિ લાવવા ધર્મચક્ર માસિકના માધ્યમે પ્રયોગ આદરેલ ત્યારે ઠીક-ઠીક પ્રમાણમાં ભાવુકો સાધનામાં જોડાયા. તે ધર્મચક્રના લેખોનું સંકલન કરેલ છે. જેમાં મારા લઘુગુરુબંધુ આચાર્ય હેમપ્રભસૂરિજી મ. એ મહેનત કરી છે. અને યશના ભાગીદાર મને બનાવ્યા છે. બસ, પૂજ્યપાદ, પરમગુરુદેવ, પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી મહારાજના ભાવો પામીને સૌ નમસ્કારમય બની પરમપદના ભાગી બનીએ. પંન્યાસ વજસેન વિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ ધન્યભક્તિ ધન્યદાતા ' પરમ પૂજ્ય અધ્યાત્મયોગ સંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીના ધર્મચક્ર માસિકમાં આવેલા નમસ્કાર-મૈત્યાદિભાવો કાઉસ્સગ્ન-ધ્યાન અંગેના લેખોના સંગ્રહરૂપ “ધર્મ-ચિંતન ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ - લેનાર Shri Shantilal D. Jain Gee Gee Complex, 3rd Floor, 42, Mount Road, Chennai-600002 Mobile-9382285666 Page #7 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન યુગના આનંદઘનજી લેખક :–સિદ્ધચક્ર આરાધક બાબુભાઈ કડીવાલા અધ્યાત્મયોગી પૂજય ગુરુદેવશ્રીના અણુઅણુમાં અરિહંતપદનું રટન હતું. એમના આત્માના પ્રત્યેક પ્રદેશમાં અરિહંતપદનું ગુંજન હતું. તેઓશ્રી જ્યારે અરિહંતપદનું વર્ણન કરતા ત્યારે તેમના મુખ ઉપર હર્ષ, આનંદ અને રોમાંચ દેખાતા હતા. તે સમય. પૂજ્યશ્રીનું દર્શન અત્યંત પાવનકારી બનતું હતું. અરિહંતપ્રભુના સંદર્ભમાં જયારે તેઓશ્રી વાત કરતા ત્યારે તેમનું ચિત્ત પ્રભુને સંપૂર્ણ સમર્પિત છે એવું લાગતું હતું. એમનું હૃદય ખરેખર અરિહંતભાવથી ભાવિત થયેલું છે એવું જણાતું. તેઓશ્રીની વાણી પ્રભુના સાચા સંદેશવાહકની જેમ પુષ્પરાવર્ત મેઘ સમાન પ્રશમ રસની વૃષ્ટિ કરતી હતી. મોહ રૂપી અંધકારથી વ્યાપ્ત બનેલા જીવોના નેત્રોમાં પ્રવચન-અંજન જેવી તેઓશ્રી સુમધુર વાણી હતી. તેઓશ્રીના હૃદયમાં સર્વનું હિત સમાયેલું હતું. “શિવમસ્તુ સર્વ-જગતઃ” આ એમના ઉપદેશનો સાર હતો. “સવિ જીવ કરું શાસનરસી” આ એમનો જીવનમંત્ર હતો. “ગુણાનુરાગની પરાકાષ્ઠા” એ જ એમનું જીવન હતું. કોઈના પણ અવર્ણવાદ બોલીને તેઓશ્રીએ પોતાનું મુખ ક્યારેય મલિન કર્યું ન હતું. તેઓશ્રી વિરોધને પણ વિનયમાં રૂપાંતરિત કરી દેતા. વાતાવરણને વાત્સલ્યથી ભરી દેતા હતા. વિશુદ્ધ પ્રેમની જીવંત પ્રતિમા એટલે પૂજય પંન્યાસજી મહારાજ. પૂજયશ્રીના વ્યાખ્યાનમાં જીવમાત્રના કલ્યાણની જ એક વાત રહેતી. પરમાત્માની કરુણાના પાત્ર જગતના જીવો તરફ ઔચિત્ય, મૈત્રી વગેરે ભાવોનું વારંવાર તેઓશ્રી વિવેચન કરતા. સાધનામાં મૈત્રી આદિ ભાવોને જોડવાની પ્રેરણા વારંવાર કરતા. યસ્ય દૃષ્ટિ કૃપાવૃષ્ટિ-ર્ગિરઃ શમસુધાકર, તસ્મ નમઃ શુભજ્ઞાન-ધ્યાનમગ્નાય યોગિને.” જેઓશ્રીની દષ્ટિ કરુણાની વૃષ્ટિ સમાન છે. જેઓશ્રીની વાણી ઉપશમ રસ રૂપ અમૃતના છાંટણા સમાન છે. પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં જે મગ્ન છે. આવા યોગમાર્ગના સાધક યોગી મહાપુરુષને નમસ્કાર થાઓ. આ શ્લોકનો ભાવ એ જ જેમનું જીવન હતું. આવા પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજાના ચરણોમાં કોટિ-કોટિ નમસ્કાર થાઓ. Page #8 -------------------------------------------------------------------------- ________________ મહાયોગી આનંદઘનજી મહારાજાની આત્મરમણતાને યાદ કરાવનાર, સૂરિપુરન્દર પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજની જિનભક્તિની સ્મૃતિ કરાવનારા, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની સ્યાદ્વાદ ભાવપૂર્વકની ન્યાયશૈલીને યાદ કરાવનાર તથા ચિદાનંદજી મહારાજની ચૈત્યન્યવિલાસની ઝાંખી કરાવનાર પૂજય પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજીમ.ને કોટિ-કોટિ વંદન. “સબ ધરતી કાગજ કરું, લેખની સબ વનરાય, સાત સમન્દ કી મસિ કરું, ગુરુ-ગુણ લિખા ન જાય.’’ સમતા ભાવનિષ્ટ પૂ.પંન્યાસજી મહારાજ એવા હતા કે જેમણે જગતને મૈત્રીભાવરૂપ અમૃત પીવડાવ્યું, જેમણે જગતને યોગમાર્ગનું મહત્ત્વ સમજાવ્યું. જેમણે જગતને નવકા૨નું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને સ્યાદ્વાદનું માહાત્મ્ય સમજાવ્યું. જેમણે પોતાના જીવન દ્વારા જગતને અહિંસા, સંયમ અને તપનો ઉપદેશ આપ્યો. જેમણે પોતાના જીવનમાં ‘શિવમસ્તુ સર્વજગતઃ”ની ભાવના આત્મસાત્ કરી. એવા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ગુરુદેવશ્રીને કોટિ-કોટિ નમન. પૂજ્ય પંન્યાસજીમ.ના દર્શન કરીએ ત્યારે એટલું તો જરૂર અનુભવ થાય કે આ મહાપુરુષે શાસ્ત્રમાંથી ‘‘આત્મનો અનુભવ’” શું છે ? તે સમજી લીધું છે. જ્યારે તેઓશ્રી આત્માનુભવની વાતો કરતા ત્યારે આત્માનુભવનો દિવ્ય પ્રકાશ તેમની વાણીમાં દેખાતો. જ્યારે એમની નજીક જઈએ, હૃદયના ભાવોની ભાષા સમજી લઈએ ત્યારે જરૂર ખ્યાલ આવે કે આ મહાપુરુષે આત્મજ્ઞાન અમૃતનુપાન કરી લીધું છે. આત્માનુભાવ રૂપ સુધા૨સનો આ મહાપુરુષે ખૂબ સ્વાદ કર્યો છે. જે પોતાને શૂન્ય માને છે, અજ્ઞાની માનીને તત્ત્વ-જિજ્ઞાસાથી સદ્ગુરુની પાસે જાય ને પોતાના જીવન વિકાસ માટે પરમતત્ત્વને પ્રાપ્ત કરવાની કલા અવશ્ય મેળવે છે. પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીમ.નો પર્યાયવાચી શબ્દ છે. “અનુભવની ગહરાઈ.” એમની સૂક્ષ્મ પ્રજ્ઞા જિજ્ઞાસુઓની તત્ત્વ-પિપાસાને શાંત કરતી હતી. એમની વાણીમાં અનુભવનો પરિમલ દીપતો હતો, એમના હૃદયમાંથી અનુભવજ્ઞાનનો રસ વહેતો હતો. શાસ્ત્ર-જિનવચનની તરફ એમના હૃદયમાં અપૂર્વ સમર્પણ હતું. અનુભવ અને ચિંતન દ્વારા જે રત્નો તેઓશ્રીને પ્રાપ્ત થયા હતા, તે જ્યારે શાસ્ત્ર આધાર મળે ત્યારે તેનો સ્વીકાર કરતા. શાસ્ત્રાધારથી સત્યનો નિર્ણય કરીને મુમુક્ષુ યોગ્ય આત્માઓની આગળ ચિંતનનો રસથાળ પીરસતા હતા. 6 Page #9 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા તરફનો પ્રેમ એમના હૃદયમાં નીતરતો. પરમાત્માના ધ્યાનથી પ્રાપ્ત દિવ્યરત્નોને જ્યારે તે પ્રકાશિત કરતા ત્યારે તેમની આંખોનું તેજ ઝલકતું હતું. એમના મુખ પર સ્મિત રહેતું. તેઓશ્રીની વાણીમાં અમૃત વહેતું હતું અને સાંભળવા વાળાના દિલમાં પણ પરમાત્મા તરફ અપૂર્વ ભાવ પેદા કરતું. પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે એમની ચેતના ઉલ્લસિત બની પ્રભુના સ્વરૂપમાં લીન બની જતી હતી. એ પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાના મધુર રસનો નિરંતર સ્વાદ કરતા. એ જ્યારે વિશ્વકલ્યાણની વાતો કરતા ત્યારે એમની આંખોમાંથી સમગ્ર જીવ-સૃષ્ટિ તરફ પ્રેમનું ઝરણું વહેતું હતું. એમના દયા અને કરુણાથી ભીના હૃદયમાંથી નીકળતો નિષ્કામ-પ્રેમ-પ્રવાહ મુમુક્ષુઓનાં હૃદયમાં રહેલી સ્વાર્થ-વાસનાને નષ્ટ કરી દેતા. એ જ્યારે “નમસ્કાર-મહામંત્ર''ની વાત કરતા ત્યારે જ્ઞાનગંગાનો પ્રવાહ એમના હૃદયમાંથી નીકળીને મુમુક્ષુ આત્માઓને પવિત્ર કરી દેતા. અહંકારનો નાશ કરનાર નમસ્કાર મહામંત્ર છે. અહંકાર શૂન્યતા એમના જીવનનો મહાન્ સદ્ગુણ હતો. અહં ભાવનો નાશ કરનાર જ ભીતરમાં રહે છે અને ‘‘અર્હ’નો સ્વાદ ચાખી શકે છે. તેઓશ્રી હંમેશા કહેતા કે પરમાત્મતત્ત્વ અનુભવગમ્ય છે. અનુભવ સિવાય સમજાવવું કઠિન છે. મન, બુદ્ધિ, તર્ક અને શબ્દથી પર એવા પરમાત્મ-તત્ત્વના અમૃતમય સ્વરૂપને જિજ્ઞાસાપૂર્વક ગ્રહણ કરવા માટે જેમણે પોતાના હૃદયને ગ્રહણશીલ બનાવ્યું છે તે જ વ્યક્તિ પરમાત્મ-તત્ત્વની નજીક પહોંચી શકે છે. સંસારમાં પરિભ્રમણ કરતા જીવમાં જ્યારે પ્રાણીમાત્ર તરફ મૈત્રી-ભાવ પ્રગટ થાય છે ત્યારે તે જીવનો મોક્ષમાર્ગમાં તીવ્રગતિએ વિકાસ થાય છે. પ્રભુની કરુણાને ઔપચારિક માનનારને ઔપચારિક જેટલો જ લાભ મળે. પ્રભુની કરુણાને વાસ્તવિક સત્ય માનીને જે મુમુક્ષુ તે કરુણાને પોતાના હૃદયમાં ગ્રહણ કરવાની કોશિશ કરે છે તેના જીવનમાં પ્રભુની કરુણા સક્રિય રૂપથી કાર્યશીલ બને છે. જિનપ્રવચનનું અધ્યયન એના પ્રણેતા અરિહંત પરમાત્માને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા માટે કરવાનું છે એટલા માટે તો નવકારને ચૌદપૂર્વનો સાર કહે છે. ચૌદ પૂર્વનો સાર શુદ્ધ ચૈતન્યનો અનુભવ છે. શાસ્ત્રના પરમાર્થરૂપ એ અનુભવવચનોને સાંભળીને અનેક આત્માઓ નવકારનિષ્ઠ બને છે. એકાંતવચન જિનશાસનને માન્ય નથી. જિનવાણી નય સાપેક્ષ છે. વ્યવહાર અને નિશ્ચય એ એક રથના બે પૈડા છે. બંનેની ધિર પર સાધનાનો રથ ચાલે છે કોઈ પણ નયને મુખ્ય કરીને દેશના અપાય છે કારણકે એ નયની વિવક્ષા છે પણ બીજા નયથી સાપેક્ષ છે કારણકે જિનમતમાં એકાંત માન્ય નથી. . Page #10 -------------------------------------------------------------------------- ________________ “વચન સાપેક્ષ વ્યવહાર સાચો કહ્યો રે, વચન નિરપેક્ષ જૂઠો રે, - નિશ્ચય દૃષ્ટિ હદય ધરેજી પાસે જે વ્યવહાર, પુણ્યવંતને પામજી, ભવ સમુદ્રનો પાર.” આવી અનેક વાતો તેઓશ્રી એટલા માટે કહેતા કે તેઓશ્રીના હૃદયમાં નિષ્કામ પ્રેમનું ઝરણું વહેતું હતું. તેઓશ્રી પાસે આવેલ મુમુક્ષુ તત્ત્વને પ્રાપ્ત કરે, એકાંતમાં ન જાય, નયસાપેક્ષ વિચારોથી ભાવતિ બને, જીવ માત્ર ઉપર મૈત્રીભાવવાળો બને, પ્રભુ ભક્તિમાં લીન બની આત્મ-કલ્યાણની સાધના કરે, નમસ્કાર-ભાવ પ્રાપ્ત કરી પ્રભુના ચરણોમાં સમર્પિત બને, એવી કરુણાસભર વાતો તેઓ જ્યારે તત્ત્વનું નિરૂપણ કરતા ત્યારે તેમના પ્રવચનમાં સંભળાતી. સાંભળીને મુમુક્ષુઓના હૃદયમાં અમૃતનો સ્વાદ આવતો. અને સાકરથી પણ વધુ મીઠાસનો અનુભવ થતો. જ્યારે જીવનમાં સદ્ગુરુની કૃપા મળે છે ત્યારે ક્ષણિક આનંદ અને શુદ્ર ક્રીડાઓમાં મસ્ત બની જીવની યુક્તિઓનું ઉદ્ઘકરણ થાય છે અને એ શાશ્વત આનંદનો અનુભવ કરાવે છે. પૂજય ગુરુ ભગવંત પંન્યાસજીમ.ના નેત્રોમાંથી નિર્મળ શાંતિનું કરણું વહેતું. એમના દર્શનમાં સાધક આત્મા પરમશાંતિનો અનુભવ કરતો. ગુરુકૃપામાં એવા પ્રકારની શક્તિ રહેલી છે જે સાધકના અશકયને શક્ય બનાવે છે. ગુરુ કૃપાથી મનના મેલ દૂર થાય છે. ગુરુના હૃદયમાં રહેલ વાત્સલ્ય શિષ્યને અમૃતની ગહેરાઈ તરફ લઈ જાય છે. આવા સદ્ગુરુનો યોગ પણ અચાનક થતો નથી એની પાછળ પણે કાર્ય-કારણભાવની શૃંખલા છે. જ્યારે પૂજ્ય પંન્યાસજીમ.ના અંતરની વીણામાં અરિહંતવાણીનું મધુર સંગીત વાગતું ત્યારે તેમનો આત્મમયુર નારકવા લાગતો. જ્યારે તેમના હૃદયમાં રહેલ અરિહંતવાણીનો નાદ ગુંજતો અને વાણી દ્વારા પ્રગટ થતો ત્યારે શ્રોતાઓના હૃદયમાં પણ અરિહંત-ભક્તિનો રોમાંચ પેદા થયા વિના ન રહેતો. બોલવામાં તકલીફ પડતી એવી શારીરિક અંતિમ અવસ્થામાં પણ તેઓશ્રીના નેત્રોમાંથી વહેતી કરુણાનો અનુભવ થતો. પૂજ્ય પંન્યાસજીમના હૃદયમાં રહેલી વિશ્વપ્રેમની ગંગોત્રીમાંથી વહેતો પ્રેમપ્રવાહ જ્યારે ભાવસ્વરૂપને ધારણ કરે ત્યારે તે ગંગોત્રી પ્રેમની મહાગંગા બનીને જગતના જીવોને પ્રેમગંગામાં ભીંજવી દેતી. આ પ્રેમગંગામાં અનંત જીવરાશિના કલ્યાણની કામના “સવિ જીવ કરું, શાસનરસી”ના આંશિક રૂપની પ્રતિની કરાવતી. આ મહાપુરુષનું જીવન સદ્ગુણોના નંદનવન સમ હતું. આ નંદનવનના પુષ્પોની સુવાસ અમારા જીવનને પણ પવિત્ર બનાવે એ જ કામના સહ. Page #11 -------------------------------------------------------------------------- ________________ પરોપકારી ગુરુદેવ લેખક -નવકાર સાધક શશીકાંતભાઈ મહેતા પરમ પૂજ્ય પંન્યાસજીમ.ના દેહ વિલય થયાને સમય થઈ ગયો. તેઓશ્રીના ઉપકાર વર્ણન કરવામાં શબ્દ ઓછા પડે છે. આ મહાપુરુષના સંઘ પર અસીમ ઉપકારો છે. જે પણ એમની નિકટમાં આવે તેને અમીરસનો પ્યાલો પીવડાવતા. તેઓશ્રી શાસ્ત્રવિદ્ મંત્રવિદ્ અને આત્મવિદ્ હતા. ગુરુગમથી જ્ઞાનને પ્રાપ્ત કરીને શાસ્ત્રના જાણકાર બન્યા હતા. નમસ્કાર મહામંત્રની અપૂર્વ સાધના કરીને આત્મ સાક્ષાત્કાર કર્યો હતો. તેઓશ્રી નામ અને રૂપની મમતાથી પર બનેલા હતા. આ જ કારણથી તેઓ સૌના હૃદયમાં વસ્યા હતા. અસ્વસ્થ તબિયતમાં પણ ૨-૨ કલાક સુધી તત્ત્વબોધ સમજાવતા. એમના ઉપકારોનું વર્ણન કયા શબ્દોમાં કરું? તેમનું મૌન પણ ઉપદેશ આપતું. તે જેમ જેમ મૌનની સાધનામાં ઊંડા ઉતરતા ગયા તેમ તેમ સંઘના હૃદયમાં આદર પ્રાપ્ત બન્યા. આત્મ કલ્યાણ અને કર્મનિર્જરાને માટે જૈનશાસનમાં ધ્યાનનું ખૂબ જ મહત્ત્વ છે તે ધ્યાન માર્ગના તેઓશ્રી શ્રેષ્ઠ સાધક હતા. સાધના માર્ગમાં આગળ વધવા માટે જીવનમાં મૈત્રી અનિવાર્ય છે. મૈત્રીભાવને આત્મસાત્ કર્યા વિના ધ્યાન માર્ગમાં આગળ વધી શકાતું નથી. નમસ્કાર મહામંત્રના માધ્યમથી તેઓશ્રીએ ધ્યાન સાધના કરી હતી. પરિણામ સ્વરૂપ નમસ્કાર મહામંત્રની અતલ ગહરાઈમાં પહુંચીને અનેક અનુપ્રેક્ષા પ્રાપ્ત કરી હતી. આ મહામંત્રમાં ધ્યાનયોગ રહેલો છે. આ મહામંત્રમાં ભક્તિયોગ છે. વાસ્તવમાં એ આત્મવિદ્ મહાત્મા હતા. સંઘનું પુણ્ય હતું કે આ પવિત્ર મહાત્માના દર્શન થયા. એમની નિઃસ્પૃહતા અજબ કોટિની હતી. એમના વિચારોમાં સ્યાદ્વાદની છાયા હતી. એમના વચનમાં અવર્ણવાદ ન હતો. અને વ્યવહારમાં દયા હતી. એમની સ્યાદ્વાદ યુક્તિની વિચારશૈલીને દેખી મુક્તાનંદસ્વામી પણ એમના ચરણોમાં ઢળી પડ્યા હતા. ૫૦ વર્ષના શ્રીસંયમ પર્યાયમાં તેઓશ્રીના મુખમાંથી ક્યારેય કોઈની નિંદા થઈ નથી. તેઓશ્રીનું પવિત્ર જીવન મૈત્રીભાવથી દિપ્તિમાન હતું. તેઓશ્રીનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે પોતાના જીવનને નમસ્કાર મહામંત્ર અને મૈત્રીભાવથી ભાવિત કરવું પડશે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૦ ૦ ૦ ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૧ ૦ છે આ પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી શ્રી નમસ્કાર માહાભ્ય શ્રીનવકારમાં થતો રસાનુભવ ધર્મની ઓળખ ધર્મ એટલે શું? દરિદ્રતા નિવારવાનો ઉપાય શ્રીજૈનદર્શનની લોકોત્તર આસ્તિકતા જ્ઞાન અને ભાવના મૈત્રીભાવના રૂપી માતા બુદ્ધિ અને શ્રદ્ધા આંતર નિરીક્ષણ ચારિત્ર આત્માનું ઘરેણું વિચારની શક્તિ વિચારની અસર : ભાવનાનું બળ ભાવનું મહત્ત્વ-૧ ભાવનું મહત્ત્વ-૨ શ્રીતીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની ઉચ્ચતમતા સાચું માધ્યસ્થ કરુણા ઉદારતા અને સમતા વૈરાગ્ય અને ભક્તિ શ્રી રિષભદાસ જૈન દર્શનશુદ્ધિનું દ્વાર : દાસીડહ'-૧ દર્શનશુદ્ધિની ભૂમિકા “ભક્તિ'-૨ દર્શનશુદ્ધિનો પાયો “પરોપકાર'-૩ દર્શનશુદ્ધિનો મૂળમંડપ-“મૈત્રીભાવ”-૪ દર્શનશુદ્ધિનું સોપાન–સ્વાધ્યાય'-૫ શ્રી કાંતિલાલ મોહનલાલ પારેખ ધર્મમહાસત્તા-૧ જ . છ દે = જ 2 ૪૬ ૫૪ = છે 0 ને છે 0 ૭૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર નામકર્મ વિશ્વકલ્યાણકર ભાવના વિશ્વ વ્યવસ્થા ધર્મશક્તિ સાધનાની પ્રથમ ભૂમિકા એક અને શૂન્ય મહાસામ્રાજ્ય શ્રી નમસ્કાર મહામંત્રનું દર્શન-૧ શ્રી નમસ્કાર મહામંત્રનું દર્શન-૨ શ્રી નવકાર અને સામાયિક-૧ શ્રી નવકાર અને સામાયિક-૨ શ્રી નવકાર અને સામાયિક-૩ શ્રી નવકારની સાધનાના અંગો શ્રી મફતલાલ સંઘવી શ્રીનવકાર બોધ શ્રીનવકાર કેમ ગણીશું શ્રીનવકારની ભેટ શ્રીનવકારનો ભાવ અપૂર્વ નમસ્કાર શ્રીનવકારનો સાધક શ્રીનવકારની આરાધના નવકારને દાન શ્રીનમસ્કારસામર્થ્ય શ્રીનવકારનો સંબંધ સર્વપાપપ્રણાશક નવકાર અણમોલ શ્રીનવકાર આજ્ઞાપાલન—આપણો ધર્મ સુખની શોધ આજ અનુપમ દિવાળી સમર્પણ પ્રભુભક્તિ ભવનિર્વેદ ૧૨ ૭૫ ૭૯ ૮૪ 22 ૯૪ ૯૭ ૧૦૦ ૧૦૪ ૧૦૯ ૧૧૩ ૧૧૬ ૧૨૧' ૧૨૫ ૧૨૯ ૧૩૦ ૧૩૪ ૧૩૬ ૧૪૦ ૧૪૪ ૧૪૮ ૧૫૨ ૧૫૬ ૧૬૦ ૧૬૪ ૧૬૬ ૧૬૮ ૧૭૧ ૧૭૬ ૧૭૮ ૧૭૯. ૧૮૬ ૧૮૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા આવી મોસમ ધર્મની ભજનની ભૂખ પરહિતચિંતા નમસ્કારભાવ પ્રતિકૂળતાને પડકાર કાયરતા છોડીએ નમ્રતા કેળવીએ સ્વાધ્યાય રક્ષકબળ-શ્રીનવકાર સ્વાર્થને સંકેલવાની કળા અનુપમ આરાધના ધર્મક્રિયાની સૂક્ષ્મ અસર સહજમળ નાશક-પરહિતચિંતા સ્વાર્થનાશ આજ્ઞાની આરાધના આત્મસ્વભાવ ધર્મમય આચાર ક્ષમાપના નમસ્કારભાવ ભાવઆરોગ્ય વૃત્તિ નિયંત્રણ ધર્મથી ભયનાશક આંતરપ્રભા ચિત્તશુદ્ધિ આધ્યાત્મિક સંસ્કૃતિ સામાયિકધર્મ ભારતીય સંસ્કૃતિ અહિંસા ક્ષમાપના ચિંતનની ચાંદની નમસ્કારભાવ, નમ્રતા અને સૌમ્યતા જૈન ધર્મ અને ક્ષમાપના શ્રી ચંદુલાલ શાહ શ્રી ચંદુલાલ શાહ ૧૩ ૧૯૦ ૧૯૨ ૧૯૪. ૧૯૬ ૧૯૮ ૨૦૫ ૨૦૭ ૨૦૯ ૨૧૧ ૨૧૪ ૨૧૬ ૨૧૮ ૨૨૦ ૨૨૩ ૨૨૫ ૨૨૮ ૨૩૧ ૨૩૩ ૨૩૫ ૨૩૮ ૨૩૯ ૨૪૧ ૨૪૪ ૨૪૬ ૨૪૮ ૨૫૦ ૨૫૨ ૨૫૪ ૨૫૬ ૨૫૮ ૨૫૯ ૨૬૨ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ૨૭૫ ૨૭૮ ૨૮૧ ૨૮૫ ૨૯૦ ૨૯૩ . ૨૯૫ ૨૯૭ ૨૯૮ ૩૦૦ મંત્ર ધ્વનિની લહરીઓ રંગવિજ્ઞાન વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ઠિ ધર્મના અંતિમ ધ્યેયના પ્રતીકો મહામંત્રનું માહાભ્ય નવ-પદ-ધ્યાન અનુગ્રહ-દર્શન લાભ અને લોભ ધર્મચક્ર માટે સર્વસ્વભાવ કર્મચક્ર અને ધર્મચક્ર મહામંત્ર અને તેની સાધના મંત્રાધિરાજ શ્રીનવકારની અચિંત્ય શક્તિ એક અરજ સુખ-દુઃખનું મૂળ માનસ-જાપ મંગલ-ચતુષ્ટય સાધનાત્રયી શાસન ભક્તિ ધર્મધ્યાનની ચાર ભાવના ધર્મરત્ન નમસ્કાર મહામંત્ર અંગે મનનીય વક્તવ્ય શ્રીનમસ્કાર મહામંત્ર ધર્મશક્તિનો પરિચય ન્યું ભવદુઃખ ન લહું દિવ્ય ભાવનાબળ ચાર મંગળ, ચાર શરણ જાગતા રેજો પ્રભુ સાથે સંબંધ ત્રિવેણી સંગમ પાયાનું કામ બાલચંદ હીરાચંદ બાલચંદ હીરાચંદ બાલચંદ્ર હીરાચંદ બાલચંદ હીરાચંદ શ્રી સૂરજચંદજી ડાંગી શ્રી સૂરજચંદજી ડાંગી શ્રી સૂરજચંદજી ડાંગી શ્રી સૂરજચંદજી ડાંગી ચિંતક ચિંતક ચિંતકો . • ચિંતકો શ્રી વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ શાસનસેવક જિજ્ઞાસુ વનવાસી’ વનવાસી’ ‘વનવાસી શ્રી પ્રભુદાસ બેચરદાર પારેખ શ્રી બાબુભાઈ સંઘવી ડૉ. વલભદાસ નેણસીભાઈ . શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી , ડૉ. વલભદાસ નેણસીભાઈ એક સાધક . શ્રી દલપતભાઈ શાહ શ્રી ફત્તેહચંદ ઝવેરભાઈ શરણાર્થી શરણાર્થી શ્રી અમૃતલાલ મોદી બાળસાધક અનામી ૩૦૯ ૩૨૦ ૩૨૨ - ૩૨૪. ૩૨૭ ૩૩૧ ૩૩૩ ૩૩૬ ૩૩૭ ૩૩૯ ૩૪૩ ૩૪૮ ૩૫૦ ૩૫૩ ૩૫૬ ૩૫૮ ૩૬૧ ૩૬૩૩૬૫ ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ શ્રી અગરચંદજી નાહટા “ભાનુ” એક ચિંતન એક ચિંતક એક ચિંતક ૩૭૧ સર્વના કલ્યાણમાં પોતાનું કલ્યાણ ભાઈને પત્ર પાંચ ભાવ-સમવાય મંત્ર ચૈતન્ય પ્રગટાવીએ” પંચમંગલ મહાશ્રુતસ્કંધ પરિશિષ્ટ શ્રીનવકારનો મંગલ ધ્વનિ મનનો માલિક બનાવીએ મહામંત્રના પ્રભાવે ચૌદપૂર્વનો સાર જંબૂદ્વીપની અધિપતિ-અનાદતદેવ બોધક વાર્તાલાપ શ્રીનમસ્કાર અવધૂત-માસ્તર અષ્ટમંગલ , નમસ્કાર અને ક્ષમાયાચના. નમસ્કારરૂપી જનનીના ચરણે મહામંત્રનો પ્રભાવ વિવેક અને વફાદારી સ્વાનુભવ-દર્શન Power of Sacred Words પ્રભાવવંતી પ્રભુઆજ્ઞા પ.પૂ. મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ પ.પૂ. મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ પ.પૂ. મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ પ.પૂ. મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ શ્રીમણિરત્ન વિશ્વપ્રવાસી શ્રી ચંદુલાલ એસ.શાહ શ્રીચંદ્ર શ્રી ચંદુલાલ શાહ એક સાધક શ્રી સોમચંદ ડી. શાહ અનામી લેખક ૩૭૪ ૩૭૬ ૩૭૮ ૩૭૯ ૩૯૩ ૩૯૮ ૪૦૦ ૪૦૩ ४०६ ४०८ ૪૧૫ ૪૨૦ ૪૨૪ ૪૨૮ ४३० ૪૩૨ 434 Chandulal S. Shah પૂજ્ય પંન્યાસજી મહારાજ ૪૩૮ ૧૫ Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરમ પૂજય, • અધ્યાત્મયોગ નિષ્પન્ન પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રી કે, જેઓના શ્વાસો શ્વાસમાં નમસ્કારમહામંત્ર રમી રહ્યો હતો. જેમના રૂવાડે-રૂવાડે નમસ્કારમહામંત્રના ભાવો પ્રસરી રહ્યા હતા. જેમના જીવનમાં નમસ્કાર મહામંત્ર સ્વરૂપ બની ચૂક્યો હતો. તે પૂજયશ્રીની પરમકૃપાથી ધર્મચિંતન સ્વરૂપ ધર્મચક્રમાં નમસ્કાર મહામંત્ર ઉપર ચિંતન-મનન અનુપ્રેક્ષા થઈ. તે લેખો તેમજ ધર્મ સંબંધી-મૈત્યાદિ ભાવો સંબંધી લેખોનું સંપૂટ અહીં પ્રકાશિત થઈ રહ્યો છે. શ્રી નમસ્કાર માહાભ્ય શ્રીનવકારમાં થતો રસાનુભવ ધર્મની ઓળખ ધર્મ એટલે શું? દરિદ્રતા નિવારવાનો ઉપાય શ્રીજૈનદર્શનની લોકોત્તર આસ્તિકતા જ્ઞાન અને ભાવના મૈત્રીભાવના રૂપી માતા બુદ્ધિ અને શ્રદ્ધા આંતર નિરીક્ષણ ૨૪ ચારિત્ર આત્માનું ઘરેણું વિચારની શક્તિ વિચારની અસર ભાવનાનું બળ ભાવનું મહત્ત્વ-૧ ભાવનું મહત્ત્વ-૨ ૩૫ શ્રીતીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની ઉચ્ચતમતા ૩૭ સાચુ માધ્યચ્યા ૩૯ કરુણા ઉદારતા અને સમતા વૈરાગ્ય અને ભક્તિ ૨૨ 0 c 0 20 * . ૩૩ ૪૧ ધર્મ-ચિંતન : ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર મહામ્ય નવકારથી વાતાદિ ત્રણે દોષ કેમ ટળે ? શ્રીનવકાર એ પરમેષ્ઠિ સ્તુતિરૂપ હોવાથી દર્શનરૂપ, મહાશ્રુતસ્કંધરૂપ હોવાથી જ્ઞાનરૂપ અને પંચાંગ પ્રણિપાતરૂપ તથા સામાયિક સૂત્રના પ્રારંભમાં હોવાથી ચારિત્રરૂપ પણ છે. જ્ઞાનગુણમાં મનોયોગની પ્રધાનતા છે અને “યત્ર મન તંત્ર મરુ' એ ન્યાયે જ્યાં મન જાય ત્યાં “વાત’ને જવું જ પડે છે એટલે શરીરમાં જે વાયુનો પ્રકોપ કે દોષ સંગૃહીત હોય છે તે શિથિલ-ઢીલો થવા માંડે છે. દર્શનગુણમાં વચનયોગ-ઇષ્ટની સ્તુતિ-ભક્તિ વગેરેની મુખ્યતા છે. વળી આ. ભક્તિભાવ મધુર-સ્નેહના પરિણામરૂપ હોવાથી પિત્તનો દોષ-પ્રકોપ તેનાથી શમવા માંડે છે. ચારિત્રગુણમાં કાયયોગની પ્રધાનતા હોવાથી શારીરિક હિલચાલ પ્રવૃત્તિ ઉષ્ણતાદિ વધી જાય છે આથી શરીરમાં જે કફ જામી ગયો હોય છે તે પીગળવા માંડે છે, છૂટો પડે છે અને તેથી કફનો દોષ શમી જાય છે. આથી કહી શકાય કે નવકારરૂપ જ્ઞાનાદિ ત્રણમાં મન વગેરે ત્રણ યોગની ક્રિયાથી વાતાદિ ત્રણે દોષો જીતાય છે અને ધર્મધ્યાનને અનુકૂળ વાતાવરણ સર્જાય છે. નવકારમાં સૂર્યની શક્તિ કેવી રીતે ? શ્રીનવકારના પ્રથમ પદમાં સાતવર્ગો-અક્ષરો છે અને સૂર્યના કિરણમાં પણ સાત વર્ણો-રંગો રહેલા છે. છતાં તે બધા મળીને શ્વેત વર્ણ થાય છે. તેમ પ્રથમ પદનું ધ્યાન પણ શ્વેત વર્ષે જ કરવાનું વિધાન છે. - સૂર્યના કિરણોમાં જેમ પ્રકાશ-ઉષ્ણતા અને શ્વેતતા છે તેમ નવકારમાં શ્રુતજ્ઞાનનો પ્રકાશ, કર્મદાહક ઉષ્ણતા અને ચૂલિકા તથા પ્રથમપદમાં શ્વેતવર્ણનું ધ્યાન કરવાનું વિધાન છે. તેથી યાવત્ શુક્લધ્યાન કે શુક્લલશ્યાની પ્રાપ્તિ થાય છે. સૂર્યના રથ કે વિમાનને પણ સાત ઘોડા જોડ્યા છે તેથી તેને સપ્તાશ્વ -સૌં: કહ્યો છે. નવકારના પ્રથમ પદમાં સમગ્ર નવકારની પણ ઘટના થઈ શકે છે. એ પ્રથમ પદમાં સાત જ વર્ણો છે તેથી નવકારને અપેક્ષાએ સપ્તવર્ણાત્મક પણ કહી શકાય. ૨૦ ધર્મ-ચિંતન Page #20 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર નવકારમાં પણ સાત જ ગુરુ અક્ષરો છે. સૂર્યના કિરણમાં સાત વર્ણો છે. પ્રથમ પદમાં પણ સાત જ વર્ણો છે. ગ્રહો તથા વાર પણ સાત જ છે. સૂર્યની ગતિ જેમ મનુષ્યલોકમાં છે તેમ પંચમ ગતિરૂપ મુક્તિમાં ગતિ પણ ત્યાંથી જ થઈ શકે છે. નવકારના વર્ણોમાં સૂર્યના કિરણો સૂર્યના કિરણોમાં જેમ સાત વર્ષો છે તેમ સંગીતમાં સૂર પણ સાત જ છે અને તેના યથોચિત મિલનથી સર્વ પ્રકારનાં રાગ-રાગણી ઉત્પન્ન થાય છે. તેથી જેવો રાગ ગવાય તેવો બાહ્ય ભૌતિક જગતમાં અને આંતરિક ભાવાત્મક જગતમાં પણ તુરત જ ફેરફાર થાય છે. આ જ ન્યાયે નવકારના પ્રથમ પદમાં રહેલ સાત વર્ષોમાંથી સર્વ પ્રકારના મંત્રો-યંત્રો અને શાસ્ત્રોની ઉત્પત્તિ થાય છે. આત્માની અનંત શક્તિને પ્રગટ કરવાની શ્રીનવકારની અમાપ શક્તિમાં અપૂર્વ નિષ્ઠા કેળવવાની ભાવના, ભાગ્યશાળીઓના હૃદયમાં જાગો ! બીજ વાવીએ ઘઉંનો મોટો પાક જોઈતો હોય તો ખેતરમાં ઘઉં જ વાવવા પડે ને ? એમ અનંત ગુણોનો પાક આપણે જોઈતો હોય તો ગુણનાં જ બી વાવવાં જોઈએ ને ? ગુણોનાં બી વાવ્યા વિના અનંત ગુણોનો પાક ન મળે. માટે શ્રીજિનેશ્વર ભગવંતે આત્મક્ષેત્રમાં ૨૧ ગુણ—બીજ વાવવા ઉપદેશ કર્યો છે. ગુણોનાં બીજ વાવ્યા વિના કરેલી ધર્મસાધના એ તો, ખેતરમાં બીજ વાવ્યા વિના કરેલા ખેડાણ ને પાવામાં આવતા પાણી જેવી છે ! બીજ વાવ્યા વિના ખેતરને ગમે તેટલું ખેડવામાં આવે, પાણી રેડવામાં આવે, વાડ કરવામાં આવે...છતાં બધું નિષ્ફળ, તેમ ગુણોના બીજ વાવ્યા વિના કરાતી ધર્મસાધના નિષ્ફળ છે. આની સામે એવી દલીલ ન કરતાં : ‘ગુણો હોય તો પછી ધર્મસાધના ન કરીએ તો ચાલે ને ?' આ તો દલીલ કેવી છે ? કોઈ કહે ખેતરમાં બીજ વાવીએ પછી વાડ ન કરીએ, પાણી ન પાઈએ તો ચાલે ને ?’ તેવી ! ગુણોનાં બીજ વાવ્યા વિના જ ધર્મની ખેતી–મજુરી કરી છે અનંતકાળમાં. હવે બીજ વાવીને ખેતી કરીએ. - પ. પૂ. મુનિરાજ શ્રીભદ્રગુપ્તવિજયજી મહારાજ. ધર્મ-ચિંતન ૦ ૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારમાં થતો રસાનુભવ શ્રીનવકાર એ આંતરિક ધન છે, તેથી ધનના રસની જેમ તેમાં પણ સર્વ રસો સમાયેલા છે. ધનમાં રહેતા સર્વ લૌકિક રસો ધનવાનને ધન ઉપર પ્રેમ છે, તે શૃંગાર રસ છે. નિર્ધનની અનાવડત પર હાસ્ય છે, તે હાસ્યરસ છે, નિર્ધનની દુર્દશા પ્રતિ કરુણા છે, તે કરુણરસ છે, પોતાના ધનનું અપહરણ કરનાર ઉપર ક્રોધ છે, તે રૌદ્રરસ છે. નવું નવું ધન કમાવવાનો ઉત્સાહ છે, તે વીરરસ છે. ધન ન ચાલ્યું જાય તે માટેનો સદા ભય છે, તે ભયાનક રસ છે. ધનરહિત અવસ્થા પર ધૃણા છે, તે બીભત્સ રસ છે. ધનની પ્રાપ્તિની અપૂર્વતાનો વિસ્મય છે, તે અદ્ભુત રસ છે. ધનથી થનારી તૃપ્તિનો સંતોષ છે, તે શાંતરસ છે. પોતાના સંબંધી ધનવાન બને તેવી અભિલાષા છે, તે વાત્સલ્ય રસ છે. આ બધા લૌકિક રસો છે, પરિણામે દુર્ગતિદાયક હોવાથી નિરસ છે. નવકારમાં સર્વ લોકોત્તર રસો અંતરાત્માને પરમાત્મા પર પ્રેમ જાગે છે, તે લોકોત્તર શૃંગારરસ છે. બહિરાત્મા ભાવ પર હાસ્ય હોય છે, તે લોકોત્તર હાસ્યરસ છે. તેઓની દીનહીન અવસ્થા પ્રતિ કરુણા છે. તે લોકોત્તર કરુણારસ છે. ધર્મમાં વિઘ્ન કરનારા હેતુઓ પ્રતિ રોષ રહે છે, તે લોકોત્તર રૌદ્રરસ છે. ધર્મમાં વિઘ્નોનો વિજય કરવાનો ઉત્સાહ છે, તે લોકોત્તર વીરરસ છે. ધર્મ-પ્રાપ્તિની અવસ્થા ચાલી ન જાય તે માટે જે ભય રહે છે, તે લોકોત્તર ભયાનક રસ છે. ધર્મભાવશૂન્ય અવસ્થા પ્રત્યે આંતરિક ધૃણા છે, તે લોકોત્તર બીભત્સ રસ છે. ધર્મની અપૂર્વ પ્રાપ્તિનો વિસ્મય છે, તે લોકોત્તર અદ્ભુત રસ છે. ધર્મની પ્રાપ્તિથી નિરંતર તૃપ્તિ છે, તે લોકોત્તર શાંત રસ છે. એ તૃપ્તિ સર્વને મળો એવી ચાહના છે, તે લોકોત્તર વાત્સલ્ય રસ છે. નવકારની પ્રાપ્તિ વખતે આ બધા રસો હોય છે અને તે તે અલૌકિક હોવાથી જીવને અવ્યાબાધ સુખનાં કારણે થાય છે. ૪૦ ધર્મચિંતન Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મની ઓળખ | (અમુક વ્યક્તિની ભીતરમાં ધર્મ છે કે નહિ ? અને છે તો તે કેવી રીતે જાણી શકાય? તેની હૃદયસ્પર્શી સ્પષ્ટતા મનનીય આ લેખમાં કરવામાં આવી છે. સં.). દુનિયામાં બે પ્રકારના પદાર્થો છે. કેટલાક દશ્ય છે, કેટલાક અદશ્ય છે. દશ્ય પદાર્થોને દેખવા માટે ચક્ષુ આદિ ઇંદ્રિયો સિવાય બીજાં સાધનોની જરૂર પડતી નથી. અદેશ્ય પદાર્થો કેવળ ઇંદ્રિયોથી જોઈ શકાતા નથી, તેને જોવા માટે બીજા પદાર્થોની સહાય લેવી પડે છે. - જેમ કે પર્વતની ટોચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે નીચે રહેલા માણસને એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળેલી ધૂમલેખાની સહાય લેવી પડે છે અને એ ધૂમલેખાને જોઈને તે પુરુષ પોતાની આંખને અદશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે. એ જ વાત છે ભૂતળના તળ નીચે છુપાયેલા વૃક્ષના મૂળને જાણવાની કે આકાશના વાદળ નીચે છુપાયેલા સૂર્યના કિરણને જાણવાની. વૃક્ષના પાન જો લીલાછમ છે કે ફૂલ અને ફળ નિયમિતપણે ઉગે છે તો તે વૃક્ષનું મૂળ ભુમિકામાં અવશ્ય સાજું, તાજું અને અખંડિત છે, એમ નિશ્ચિત થાય છે અથવા વાદળની ઘનઘોર છાયા વખતે હજુ રાત્રિ થઈ નથી પણ દિવસ છે, એમ સમજી શકાય છે તો તે અભ્રપટલની પાછળ સૂર્ય હજુ ગતિ કરી રહ્યો છે, પણ અસ્ત પામી ગયો નથી, એ વાત પણ નક્કી થાય છે. અદશ્ય મૂલ જેમ ફળથી અને અદેશ્ય સૂર્ય જેમ દિનરાત્રિના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવાત્માં રહેલા અદશ્ય ધર્મ પણ તેના કાર્યથી જાણી શકાય છે. ભૂતકાલીન ધર્મ તેના ફળ સ્વરૂપ વર્તમાનકાલીન સંપત્તિથી જાણી શકાય છે અને વર્તમાનકાલીન ધર્મ તેના કાર્યસ્વરૂપ ઔદાર્યાદિ ગુણોથી જાણી શકાય છે. * અમુક વ્યક્તિના ભીતરમાં ધર્મ છે કે કે નહિ ? અને છે તો તે કેવી રીતે જાણી શકે ? પ્રશ્નો જાણે સ્પષ્ટ ઉત્તર ન આપતા હોય તેમ આચાર્ય ભગવંત શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્થળે ફરમાવે છે : "औदार्ये दाक्षिण्यं पापजुगुप्साऽथ निर्मलो बोधो । लिंगानि धर्म सिद्धेः प्रायेण जनप्रियत्वं च ॥१॥" ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા અને નિર્મળબોધ તથા જનપ્રિયત્ન એ ધર્મ-ચિંતન - ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ધર્મસિદ્ધિનાં પ્રધાન લિંગો છે. જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણો પ્રગટ્યાં છે તે આત્માની ભીતરમાં ધર્મ રહેલો છે, કારણ કે ધર્મસિદ્ધિના એ નિશ્ચિત લિંગો છે—ઉદારતાદિ ચિહ્નો એ આત્માની અંદર છુપા રહેલા ધર્મને જ પ્રગટ કરનારા છે. બીજા શબ્દોમાં ઔદાર્યાદિ ગુણો એ ધર્મવૃક્ષનાં મૂળમાંથી ઉગીને બહાર નીકળી આવેલા અંકુરાદિક અને શાખા પ્રશાખાદિક પદાર્થો છે. શાખા—પ્રશાખા અને અંકુર પત્રાદિકને બહાર આવવા માટે જેમ નિર્મળ મૂળની અપેક્ષા છે, તેમ ઔદાર્ય દાક્ષિણ્યાદિ ગુણોને બહાર આવવાને માટે તેના વૃક્ષની કે તે વૃક્ષના અખંડિત મૂળની આવશ્યકતા છે અને તે મૂળનું જ નામ નિર્મળ ધર્મ છે. આત્માની અંદર રહેલો તે ધર્મ વર્તમાનકાલે ઉદારતાદિ ગુણોરૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે અને આગામી કાલે સુરનરની સંપત્તિરૂપી પુષ્પો અને સિદ્ધિના અનંતા સુખોરૂપી ફળોરૂપે પ્રગટ થાય છે. જે આત્મામાં ઉદારતાદિ ગુણો હજુ પ્રગટ્યા નથી, તે આત્મા બહારથી ધર્મની આરાધના કે સાધના કરતો હોય તો પણ અંદરથી ધર્મને પામેલો જ છે. એવો નિશ્ચય કરી શકતો નથી. ધર્મવૃક્ષનો પ્રથમ અંકુરો ઔદાર્ય છે. દાન નહિ પણ ઔદાર્ય. દાન અને ઔદાર્યમાં ભેદ છે. સામાને જરૂર છે અને અપાય છે એ દાન છે અને પોતાને દાતાને જરૂર છે અને અપાય છે, એ ઔદાર્ય છે. જે દાન અપાય છે શક્તિ મુજબ પણ આપવાની ભાવના છે, સર્વસ્વની, તે દાનઔદાર્ય ગુણથી ભરપૂર છે. જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી. એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરીયાતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન ઔદાર્યની ખામીવાળું છે. ઉદાર આત્મા દાન લેનારની જરૂરિયાતને જેટલી અગત્યતા આપે છે તેથી કેઈ ગુણી અધિક અગત્યતા પોતાને આપવાની માને છે. દાન નહિ દેવાથી સામાનું કાર્ય બગડી જવાનો ભય તેને તેટલો લાગતો નથી કે જેટલો ભય દાન નહિ આપવાથી પોતાનું બગડી જવાનો તેને લાગે છે, અથવા આપીને કેટલું આપ્યું. તે ગણાવવાની વૃત્તિ કરતાં કેટલું નથી આપ્યું, તે ગણાવવાની વૃત્તિ તેના હૃદયમાં સદા રમતી હોય છે, એ ઔદાર્યનું લક્ષણ છે અને એ જાતિનું ઔદાર્ય એ ધર્મરૂપી વૃક્ષનો પ્રથમ અંકુર છે. ધર્મ આત્મામાં પરિણામ પામ્યો છે કે નહિ ? તે જાણવાનું એ પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ દાક્ષિણ્ય છે. ૬ ૦ ધર્મ-ચિંતન Page #24 -------------------------------------------------------------------------- ________________ કોઈની પણ પ્રેરણા વિના થતું દાન એ ઔદાર્ય ગણાય છે અને કોઈની પણ પ્રેરણા કે યાચના બાદ થનારું કાર્ય એ દાક્ષિણ્ય છે. કોઈની પણ માગણીને છતી શક્તિએ નકારતાં સંકોચ થવો એ દાક્ષિણ્ય છે. દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વિનાના પુષ્પ જેવું છે કે સર વિનાના કૂપ જેવું છે. સુંદર પણ પુષ્પ સુવાસ વિનાનું હોય તો તેને કોઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ કૂપ સર વિનાનો હોય તો અંતે સુકાઈ જાય છે, તેમ યાચનાનો ભંગ કરવારૂપ દાક્ષિણ્ય સદ્ગુણ જેનામાં પ્રગટેલો નથી, તે આત્મા ઉદાર હોય તો તેની ઉદારતા સદા કાળ ટકતી નથી કે અર્થી આત્માઓને તે સદાકાળ સેવ્ય બનતો નથી. ધર્મ સિદ્ધિનું ત્રીજું લક્ષણ પાપ જુગુપ્સા છે. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી, તેના ઔદાર્ય કે દાક્ષિણ્યનો દુરુપયોગ થવાનો પૂરોપૂરો સંભવ છે. પાપ એ વિષ તુલ્ય છે અને પુણ્ય એ અમૃત તુલ્ય છે. એ રીતે પાપ પુણ્યનો ભેદ જેના અંતરમાં થયો નથી, એ આત્માનું ઔદાર્ય અને દાક્ષિણ્ય સ્વ-૫૨ના ફાયદાને માટે થવાને બદલે નુકશાનને માટે થવાનો વધારે સંભવ છે. એ કારણે ધર્મી આત્માના અંતઃકરણમાં ચોથું લક્ષણ નિર્મળ બોધ પણ છે, એથી એ પાપ પુણ્યનો ભેદ સમજી શકે છે અને પાપનો પરિહાર અને પુણ્યનો સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવધાન રહી શકે છે. એના પ્રભાવે તેનું ઔદાર્ય કે દાક્ષિણ્ય પાપના માર્ગે ઘસડાઈ જતું બચે છે. ધર્મનું ચોથું લક્ષણ નિર્મળ બોધ છે. તેના કારણે આત્મામાં સદા પાપની જુગુપ્સા જાગતી રહે છે અને તેનાથી જ પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદાકાળ રમતી હોય છે. વળી તેના કારણે તેના ઔદાર્ય દાક્ષિણ્યાદિ સદ્ગુણો ને સદ્ઉપયોગ પણ વધતો રહે છે અને પરિણામે આ લોકમાં યશકીર્તિનો અને પરલોકમાં સદ્ગતિનો ભાગી થઈ શકે છે. વિવેકરૂપી રસાયણ વડે બુદ્ધિની શુદ્ધિ થાય છે. શુદ્ધ થયેલી બુદ્ધિને ધર્મકાર્યમાં યોજવાથી જીવન સાર્થક થાય છે. જીવનને નિરર્થક વહી જતું ન અટકાવાય તો મૃત્યુની પરંપરા વધે. મૃત્યુને જીતવા માટે શ્રીજિનવચનમાં સન્નિષ્ઠાપૂર્વક ધર્મકાર્યોમાં ઉદ્યમશીલ બનવું જોઈએ. તે ઉદ્યમ માટેની શક્તિ શ્રીનવકારની વિધિપૂર્વકની આરાધનામાંથી પ્રકટ થાય છે. ધર્મ-ચિંતન ૦૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મ એટલે શું ? (શ્રીજિનેશ્વરદેવપ્રરૂપિત ઉભય પ્રકારના ધર્મની હૃદયસ્પર્શી સ્પષ્ટતા, તેમ જ સાચું સુખ પરને પીડા પહોંચાડવારૂપ પાપના માર્ગે નહિ, પરંતુ અહિંસા, સત્ય, સંયમ આદિ સાથેના ઢ સંબંધને પરિણામે બંધાતા પુણ્યાનુબંધીપુણ્યથી થતી નિર્જરાના પરિણામે પોતે અનુભવી શકે છે, તત્સંબંધી બોધક હકીકત આ લેખમાં વર્ણવવામાં આવી છે. સં.) ‘યતોડ મ્યુયાનિ: શ્રેયસસિદ્ધિ: સ ધર્મ: ।' જેનાથી અભ્યુદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય તે ધર્મ : ધર્મની આ વ્યાખ્યા સર્વ આસ્તિક દર્શનકારોને માન્ય છે. અભ્યુદય એટલે પૌદ્ગલિક આબાદી. નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક શ્રેય. ધર્મથી જેમ આધ્યાત્મિક શ્રેય સધાય છે, તેમ પૌદ્ગલિક આબાદીનું કારણ પણ ધર્મ જ છે. પૌદ્ગલિક આબાદી એટલે ભૌતિક ઉન્નતિ, ભૌતિક સુખોની સિદ્ધિ. સુખ બે પ્રકારનાં છે. એક પુદ્ગલના સંયોગથી થનારાં. બીજાં પુદ્ગલના સંયોગ વિના થનારાં. પુદ્ગલના સંયોગથી થનારાં સુખો એ ભૌતિક સુખો છે. કોઈ પણ પુદ્ગલના સંયોગ વિના કેવળ આત્મપદાર્થથી ઉત્પન્ન થનારું સુખ એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખની સિદ્ધિ નિર્જરાલક્ષી ધર્મથી છે. પૌદ્ગલિક સુખની સિદ્ધિ એ પુણ્યલક્ષી ધર્મથી છે. જેમાં શુભકર્મનો બંધ એ ધ્યેય છે, તે પુણ્યલક્ષી ધર્મ છે. જેમાં પુણ્ય અને પાપ ઉભયનો ક્ષય એ ધ્યેય છે, તે નિર્જરાલક્ષ્મી ધર્મ છે. નિર્જરાલક્ષી ધર્મ મોક્ષમાં પરણમે છે. પુણ્યલક્ષી ધર્મ સંસારની ચારે ગતિમાં વિવિધ પ્રકારનાં સુખોનો અનુભવ કરાવે છે, એ સુખો પ૨દ્રવ્યની ઉપાધિથી થનારાં હોવાથી આદિ અને અંતવાળા છે. પરદ્રવ્યની ઉપાધિ વિના, કેવળ આત્મામાંથી ઉપજનારા આધ્યાત્મિક સુખો છે, તેની આદિ છે પણ અંત નથી. આજકાલ ભૌતિક સુખોની પ્રતિષ્ઠા આજના કાળમાં ભૌતિક સુખોને મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખોની સિદ્ધિનું કારણ વિજ્ઞાન મનાય છે. વિજ્ઞાનની વિવિધ શોધોથી ભૌતિક સુખોનાં સાધન વધ્યાં છે અને વધે છે. ઉત્તમ પ્રકારનાં રૂપ-૨સ-ગંધ-સ્પર્શ અને ઉત્તમ પ્રકારના શબ્દ તેમ જ તે બધાંની પ્રાપ્તિ એ આજના મોટા ભાગના મનુષ્યોનું ધ્યેય હોય છે. એ ધ્યેયની સિદ્ધિ વિજ્ઞાનથી થતી દેખાય છે. તેથી મનુષ્ય તે તરફ ખેંચાતો જાય છે, પરંતુ તેનું આકર્ષણ તેને સુખના ખરા માર્ગે લઈ જવાનો બદલો ખોટાં માર્ગે લઈ જાય છે. ૮૦ ધર્મ-ચિંતન Page #26 -------------------------------------------------------------------------- ________________ સુખનો ખરો માર્ગ હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ કે પરિગ્રહ નથી, કિંતુ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે, સુખ એ અપીડારૂપ છે, બીજાને પીડા આપવાથી અપીડારૂપ સુખના અધિકારી બની શકાતું નથી. હિંસા, અસત્ય વગેરે બીજાને પીડવાના માર્ગ છે, તેથી પાપસ્વરૂપ છે. તેનાથી સુખની આશા એ આકાશકુસુમવત્ છે. વિજ્ઞાનથી થનારાં ઉત્તમ પ્રકારનાં રૂપ, રસાદિનો ભોગ કે તેની પ્રાપ્તિ પાપ કર્યા વિના થઈ શકતી નથી. પાપના માર્ગે સુખની શોધ એ અવળો ધંધો છે, તેથી રૂપરસાદિની પ્રાપ્તિ માટે વિજ્ઞાનના માર્ગે આગળ વધનારા પાપના માર્ગે જ આગળ વધે છે અને પાપના માર્ગે આગળ વધનારા સાચા સુખની પ્રાપ્તિ કરી શકે, એ ત્રિકાળમાં અશક્ય છે. શાસ્ત્રકારોની દૃષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિનો આધાર પણ ધર્મ જ છે અને તે પુણ્યરૂપી ધર્મ છે. આ પુણ્યરૂપી ધર્મની સિદ્ધિ માટે શાસ્ત્રકારો ‘આદ્યબાલ શરીર’નું દૃષ્ટાંત આપે છે. યુવાન શરીરનું કારણ જેમ બાલ શરીર છે, તેમ બાલ શરીરનું કારણ પણ કોઈ હોવું જોઈએ. બાલ શરીરનું કારણ જો ગર્ભશરી૨ માનીએ તો આદ્યગર્ભશરીરનું પણ કોઈ ઉપાદાન કારણ હોવું જોઈએ, તેનું જ નામ કર્મ શરીર છે. શાસ્ત્રકારોની ભાષામાં તેને કાર્મણ શરીર કહેવાય છે અને તે શુભાશુભ કર્મના પુંજરૂપ છે. શુભ શરીરનું આદ્યકારણ પુણ્યકર્મ છે. અશુભ શરીરનું પ્રથમ કારણ-મૂળકારણ પાપકર્મ છે. એકને ધર્મ કહેવાય છે, બીજાને અધર્મ કહેવાય છે. એ રીતે ભૌતિક શુભશરીર એ ભૌતિક શુભકર્મની નીપજ છે. જો શરીરની નીપજ કર્મથી છે અને કર્મ સિવાય અન્ય કોઈ વસ્તુથી નથી, તો પછી એ શરીરનાં સારાં નરસાં સાધન અને એ શરીરને સુખ-દુઃખનાં શુભાશુભ નિમિત્તની ઉત્પત્તિનું આદિમ કારણ પણ કર્મ જ છે. બીજું કોઈ જ નથી. આદ્ય કારણ શું ? સ્થૂલ દૃષ્ટિથી આદ્યકારણ નજરે ચડતું નથી, ત્યારે સંસર્ગમાં આવતાં અન્ય અન્ય નિમિત્તોને જ તેનાં કારણો તરીકે વર્ણવવામાં આવે છે. શરીર, શરીરનાં સંબંધીઓ અને શરીરનાં સુખ-દુઃખનાં બાહ્ય હેતુઓના મૂળમાં શુભ અશુભ કર્મ છે, તેને જ શાસ્ત્રકારો ધર્મ અને અધર્મના નામથી સંબોધે છે. આ રીતે સારાયે જગતમાં, સચરાચર જીવસૃષ્ટિમાં વિશ્વના પ્રાણીમાત્રની વિવિધ અવસ્થાઓમાં આદ્ય અને પ્રથમ શુભ પ્રેરક હેતુ જો કોઈ હોય તો તે ધર્મ જ છે અને તે ધર્મના પ્રભાવે જ સઘળી ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ છે. શાસ્ત્રકારોની દૃષ્ટિએ ઉત્તમ પ્રકારનાં રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-શબ્દ, તે બધાની ઉત્પત્તિ, પ્રાપ્તિ ધર્મ-ચિંતન - ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ અને વૃદ્ધિ આદિનો મૂળ આધાર પુણ્યકર્મરૂપી ધર્મ જ છે. ધર્મની નીપજ વિજ્ઞાનની શોધો અને તેથી પ્રાપ્ત થતાં શબ્દરૂપાદિ પુગલોના ભૌતિક સુખોની સિદ્ધિનો આદિમ આધાર પણ ધર્મ જ છે, પરંતુ તે ધર્મ સ્થૂલદષ્ટિને અગોચર છે. ધર્મને સાક્ષાત્ જોવા અને જાણવાની જ્ઞાનચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ સુખનાં કારણનું કારણ છે. કારણને સૂક્ષ્મ દૃષ્ટિ જોઈ શકે છે. કારણના કારણને જોવા માટે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ચક્ષુની જરૂર પડે છે, તે બધાને સુલભ નથી, તે ચક્ષની પ્રાપ્તિ માટે તત્ત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ. તત્ત્વજિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞનાં વચનસ્વરૂપ છે. ધર્મને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજી ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચક્ષુ છે. કેવલચક્ષુ અને શ્રુતચક્ષુ વડે કારણનાં કારણને જાણી . શકાય છે, દેખી શકાય છે. શાસ્ત્રચક્ષુ કહે છે કે વિજ્ઞાન અને તેની શોધોથી મળતા શબ્દાદિ વિષયોનાં સુખો એ પાપવૃદ્ધિના હેતુભૂત હોવાથી પાપાનુબંધી પુણ્યરૂપ ધર્મની, નીપજ છે, તેથી ત્યાજ્ય છે. જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પાપ નથી, રક્ષણમાં ક્લેશ નથી, વર્તમાનમાં દુઃખ નથી, અનાગતકાળે દુર્ગતિ નથી, અનાયાસે જેની સિદ્ધિ છે, અનીતિપૂર્વકના ભોગોમાં જેનો દુર્વ્યય નથી, ધર્મઉન્નતિ અને ધર્મવૃદ્ધિમાં જ જેનો શુભ ઉપયોગ છે, એવા સુખોની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મના સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે અપવર્ગના. અવ્યાબાધ સુખોની પ્રાપ્તિ કરાવે છે, તેનું જ નામ નિઃશ્રેયસ છે. નિઃશ્રેયસના સુખ એ નિરુપાધિક છે. પર દ્રવ્યના સંયોગ વિના જ થાય છે. એ સુખોનો આધાર કેવળ આત્મા છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખો એ જ પરમાર્થ સુખો છે. તેની પ્રાપ્તિનો આધાર નિર્જરાલક્ષી ધર્મ છે. એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં અવ્યાબાધ સુખો એ નિર્જરા અથવા અનાશ્રવરૂપ ધર્મની નીપજ છે. અધર્મથી નીપજતાં દુઃખને દૂર કરવાનો ઉપાય જિનોક્ત ઉભય પ્રકારનો શુભાશ્રવરૂપ કે અનાશ્રવરૂપ નિર્જરાલક્ષી ધર્મ છે, એમ સમજીને સૌ કોઈ તે ધર્મને વિષે ઉદ્યમશીલ બનો. ૧૦, ધર્મ-ચિંતન Page #28 -------------------------------------------------------------------------- ________________ દરિદ્રતા નિવારણનો ઉપાય | (સર્વ પ્રકારની દરિદ્રતાના મૂળમાં કારણ તરીકે રહેલા ધર્મ દારિદ્રયને દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મની આરાધના દ્વારા ટાળવાનો મનનીય બોધ આ લેખમાં વહી રહ્યો છે. સં.) દરિદ્રતા એક મોટું દુઃખ છે. દરિદ્રતાને કોઈ ચાહતું નથી. દરિદ્રપુરુષની ગણના એક તણખલા કરતાં પણ ઉતરતી ગણાય છે. ઘાસનું તણખલું ઉપયોગી છે. તેટલી ઉપયોગીતા પણ દરિદ્રપુરુષની દુનિયામાં લેખાતી નથી. એક કવિએ દરિદ્રપુરુષને 'ઉપહાસમાં સિદ્ધપુરુષની ઉપમા આપી છે, તે અક્ષરશ: સત્ય છે. કવિના શબ્દોમાં દરિદ્રપુરુષ પોતાની જાતને ઓળખાવતાં જણાવે છે કે–ખરેખર હું સિદ્ધ છું, જો એમ ન હોય તો હું આખા જગતને દેખું છું પણ મને કોઈ દેખતું નથી, એમ કેમ બને ? અર્થાત્ દરિદ્રપુરુષની સામે નજર કરવા પણ કોઈ જગતમાં તૈયાર નથી. એવી કંગાલ હાલતમાં સમગ્ર જીવન પસાર કરવું કેટલું કષ્ટદાયક હશે, તે તો તેનો અનુભવ કરનાર જ સારી રીતે જાણે, અને એવો અનુભવ આ દુનિયામાં કેટલા આત્માઓને નથી કરવો પડતો ? આજ તો એ દરિદ્રતાનું જ સર્વત્ર સામ્રાજય હોય તેમ ભાસે છે. થોડાક ધનવાન માણસોને બાદ કરતાં મોટા ભાગના મનુષ્યો પોતાનું જીવન કષ્ટથી ગુજારતા માલૂમ પડે છે. જીવન જીવવાની હાડમારીઓ વધતી જાય છે અને સામગ્રીઓ ઘટતી જાય છે. ખાવાને અન્ન, પીવાને જળ, પહેરવાને વસ્ત્ર, રહેવાને ઘર અને કમાવાને ધન એમ દરેક વસ્તુ તંગ હાલતમાં આવતી જાય છે. તે બધા વચ્ચે માર્ગ કાઢવો આજે બુદ્ધિમાન અને સમજદાર મનુષ્યોને પણ કઠિન થઈ પડ્યો છે. દેશનાયકો અને રાજયના અધિકારીઓ એક યોજનાઓ ઊભી કરે છે, પરંતુ દરિદ્રતાનો નાશ કરવાને ઊભી થયેલી તે યોજનાઓ જ જાણે નવી દરિદ્રતાને ખેંચી ન લાવતી હોય તેવો અનુભવ થાય છે. દરિદ્રતાનું કષ્ટ નિવારણ કરવા માટે આજના સમયમાં ભારેમાં ભારે પ્રયત્નો થઈ રહ્યા છે, તો પણ તેને જીતી શકાતી નથી, એ એક નક્કર સત્ય છે. લોક તેને વિવિધ દૃષ્ટિથી જુએ છે અને તેને આજે નહિ તો કાલે દૂર કરી શકીશું, એમ માનીને વિવિધ પ્રકારના પ્રયત્નોમાં મશગૂલ રહે છે. 'अज्जं कलं परं परारं, पुरिसा चिंतंति अत्थ संपत्तिं । अंजलि गयं व तोयं, गलंतमाउं न पिच्छंति' ॥१॥ અર્થ - શાસ્ત્રકારો સાચું જ કહે છે કે, પુરુષો અર્થની પ્રાપ્તિને આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમે એ રીતે થાક્યા વિના ચિંતવ્યા કરે છે, પરંતુ પોતાનું આયુષ્ય ખોબામાં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં જોતા નથી. શાસ્ત્રકારોની દૃષ્ટિ દરિદ્રતાના કષ્ટને જુદી જ રીતે જુએ છે અને તે રીત એ છે કે, આ જગતમાં મનુષ્યોને એકલી ધનની દરિદ્રતા જ પીડી રહી છે એમ નથી, પણ રૂપની, ધર્મ-ચિંતન • ૧૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ બળની, કુળની, જાતિની, આરોગ્યની, આયુષ્યની, બુદ્ધિની વિવેકની, વિચારની, આચારની અને ધર્મની એમ અનેક પ્રકારની દરિદ્રતાઓ ઘેરી વળેલી છે. એમાં એકલી ધનની દરિદ્રતાનો જ આટલો સંતાપ શા માટે ? અનેક દરિદ્રતાઓ વચ્ચે ભીંસાતો માનવી જ્યારે એક ધનની દરિદ્રતાનો જ આટલો મોટો અને ખોટો સંતાપ ધારણ કરે છે, ત્યારે ખરેખર તે કોઈ મોટા મોહને આધીન થઈને વર્તી રહેલો છે. એમ કહેવું પડે છે. કેવળ ધનનો મોહ એ ખોટો મોહ છે. ધન જેમ ઉપયોગી છે, તેમ આરોગ્ય કે આયુષ્ય શું ઓછું ઉપયોગી છે ? ધન કરતાં આરોગ્ય અને આયુષ્ય કોટિ ઘણું વધારે કિંમતી છે, છતાં ધનની દરિદ્રતા જ દરિદ્રતા ગણાય તેનું કારણ શું? એથી આગળ વધીને દેહના આરોગ્ય કે આયુષ્ય કરતાં પણ વધારે કિંમત આત્માના જ્ઞાન અને વિવેકની છે, વિચાર અને વર્તનની છે. તેની તંગીનો માણસને વિચાર પણ નથી. ધનથી માલેતુજાર બન્યો, કાયાથી પુષ્ટ થયો કે આયુષ્યથી મોટો થયો, તેટલા માત્રથી માણસ સુખી બન્યો એ કલ્પના શું સત્ય છે ? માણસની ખરી કિંમત તો તેના જ્ઞાનધનથી છે, વિવેક સંપત્તિથી છે, સદ્ વિચાર અને સદ્ધર્તન એ જ માણસનું ખરું ધન છે. મનુષ્યનાં સુખ અને શાંતિનો આધાર ધન-રૂપ-બળ કે આરોગ્ય જ નથી, કિન્તુ વિવેક-વિચાર-વર્તન અને આચાર પણ છે, એ વાત આજે લગભગ વિસરાતી જાય છે. પરિણામે આજે પુકાયાવાળા ધન-સંપત્તિની પેઠે પડેલા માનવીઓ હજુ જોવા મળે છે, પણ વર્તન અને વિચાર સુધારવાની ધગશ અને તમન્ના ધરાવનારા માનવીઓનાં દર્શન દુર્લભ બને છે, એનું સાચું કારણ દેશની આર્થિક દરિદ્રતાનો વિચાર કરનાર વર્ગની વૃદ્ધિ તથા દેશની ધાર્મિક દરિદ્રતાની ચિંતા કરનાર વર્ગની હાનિ, એ નથી શું? આર્થિક દરિદ્રતા એ દરિદ્રતા છે અને કષ્ટકારક છે, તો ધાર્મિક દરિદ્રતા એ એથી પણ અધિક મોટી કંગાલિયત છે અને ભાવિ મહાન કષ્ટનો હેતુ છે, એ વાત કદી પણ ભૂલવી ન જોઈએ. આર્થિક દારિદ્રય કેવળ દેહને કે દેહના એક જન્મને પીડાકારક છે. ધાર્મિક દારિત્ર્ય આત્માને અને આત્માના જન્મની પરંપરાઓ તથા તેમાં સુખ અને શાંતિની સંતતિનો નાશ કરનાર છે. આર્થિક દારિદ્રય કદાચ ટળ્યું પણ જો ધાર્મિક દારિદ્રય કાયમ રહ્યું, તો તેથી સુખ અને સંપત્તિ નહિં પણ દુઃખ અને વિપત્તિનો જ વરસાદ વરસવાનો છે, પ્રત્યેક કાળનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. વિપક્ષમાં ધાર્મિક દ્રારિયે ટળ્યું અને આર્થિક દારિદ્રય ન પણ ટળ્યું તો પણ માનવીની ઉર્ધ્વગતિ નિશ્ચિત છે. મનુષ્યની ઉર્વગતિનો આધાર ધર્મ છે પણ ધન નથી, એ વાત આજની ઘડીએ સૌથી વધારે સારી રીતે સમજવાની જરૂર છે. ધર્મ વિનાનું ધન અધોગતિને આપે છે, ધન વિનાનો પણ ધર્મ ઉર્ધ્વગતિને જ આપે છે, આર્થિક બેકારી કરતાં ધાર્મિક બેકારી વધારે ભયંકર છે, એ વાત મનુષ્યમાત્રને જેટલી સમજાય તેટલો વધારે લાભ છે. ધનની પૂંઠે પડેલો માનવી ધર્મની પૂંઠે કેમ પડતો નથી? શું ધર્મ એ ધન કરતાં હલકી ચીજ છે? ના, એમ નથી, ધર્મ એ ધન કરતાં પણ અધિક મૂલ્યવાન છે. ધનનું પણ અંતરંગ મૂળ ધર્મ જ છે. છતાં માનવી અનેક ૧૨. ધર્મ-ચિંતન Page #30 -------------------------------------------------------------------------- ________________ નિર્બળતાઓને વશ છે, તેમાં આ પણ એક તેની અજ્ઞાનજન્ય નિબળતા છે. ધન કરતાં ધર્મની કિંમત અધિક હોવા છતાં તે ધનની ધર્મ કરતાં પણ વધુ કિંમતી માનવા પ્રેરાય છે. બુદ્ધિનો આ વિપર્યાસ છે, માનવીની મોહાંધતાનો આ એક પુરાવો છે. મોહ અને અજ્ઞાનના અંધાપા નીચે રહેલો માનવી ધનને દેખીને રાચે છે. ધર્મ પ્રત્યે અરુચિ દાખવે છે. ધનનો ચળકાટ તેને આકર્ષે છે, કારણ કે તે દેખવા તેને આંખ છે. ધર્મનો ચળકાટ તેને આકર્ષતો નથી. કારણ કે તેને જોવાની આંખ તેને મળી નથી, મળી છે તો ખૂલી નથી. એ આંખ તે વિવેક છે. વિવેકચક્ષુ જેઓનાં ખૂલી ગયાં છે, તેઓની નજરે ધનનો ક્ષણિક ચળકાટ તેટલો આકર્ષક રહેતો નથી. જેટલો ધર્મનો શાશ્વત પ્રકાશ રહે છે. ધનના ભોગે પણ તે ધર્મ મેળવવા ચાહે છે, ધર્મ માટે ધન છોડવા તૈયાર થાય છે, પણ ધન માટે ધર્મને છોડવા પ્રાણાન્તે પણ તે તૈયાર થતો નથી. આ જાતિના વિવેકચક્ષુ પ્રાપ્ત કરાવનાર જ્ઞાન શાસ્ત્રજ્ઞાન છે. શાસ્રબોધ વડે વિવેકચક્ષુ પ્રાપ્ત થતાં જ ધનનો ખોટો મોહ માનવીના અંતઃકરણમાંથી પલાયન થઈ જાય છે અને ધર્મ પ્રત્યે અંતરંગ આદર અને પ્રેમ જાગે છે, એ ધર્મપ્રેમ માનવીને સત્ય રસ્તે ચઢાવી અનંત કલ્યાણનો ભોક્તા બનાવે છે. ધનના અભાવે ધર્મ ન જ થઈ શકે એ વિચાર પણ એક મોહનો જ પ્રકાર છે. ધર્મ કોઈપણ અવસ્થામાં થઈ શકે છે. માનવભવમાં ધર્મ ક૨વા માટે જીવને વિપુલ સામગ્રી પ્રાપ્ત થયેલી છે. તેનો લાભ નહિ લેતાં ધન પ્રત્યેના મિથ્યામોહને પોષનારા ખોટા તર્કોનો આશ્રય લેવા માણસ દોરાય છે, તેને શાસ્ત્રજ્ઞાન રોકે છે અને સમજાવે છે કે—ધર્મના અભાવે જ ધનનો અભાવ છે, તેથી આલોક અને પરલોકમાં સાચું ઉપયોગી એવું ધન પણ જેને જોઈતું હોય તેને ધર્મનો જ આશ્રય લેવો હિતકર છે. એ ધર્મનો આશ્રય લેવા માટે મળેલી આ માનવભવરૂપી અમૂલ્ય તકને ફોગટ જતી કરવી એ વિવેકરૂપી લોચનનો તિરસ્કાર હોઈ, ત્યાજ્ય છે. વિવેકરૂપી લોચનથી ધર્મનું માહાત્મ્ય સમજાય છે તથા એ ધર્મ એ જ સાચું અને શાશ્વત ધન છે, એમ સ્પષ્ટ થાય છે. એ ધર્મ ચાર પ્રકારનો છે. દાન, શીલ, તપ અને ભાવ. તેમાં પ્રથમ દાન, શીલ, તપ અને ભાવ. તેમાં પ્રથમ દાન ધર્મનો જ પ્રભાવ વર્ણવતાં શાસ્ત્રકારો ફરમાવે છે કે— ‘ધર્મસ્થાવિ પર્વ વાનં, વારંવારિત્ર્યનાશનમ્ । जनप्रियकरं दानं दानं कीर्त्यादिवर्धनम्' ॥१॥ અર્થ :ધર્મનું પ્રથમ સોપાન દાન છે, દાન દારિત્ર્યનો નાશ કરે છે, દાન સૌ કોઈને પ્રિયકર છે, દાન કીર્તિ-આરોગ્ય આદિને વધારનારું છે. સૌ કોઈ દાન-શીલ આદિ ધર્મનો આશ્રય લઈ સર્વ પ્રકારની દરિદ્રતાનો નાશ કરનારા બનો અને શાશ્વતસુખની લક્ષ્મીને વો ! ધર્મ-ચિંતન ૦ ૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીજૈનદર્શનની લોકોત્તર આસ્તિકતા (શ્રીજૈનદર્શનની લોકોત્તર આસ્તિકતાનું શાસ્ત્રીય નિરુપણ આ લેખમાં કરવામાં આવ્યું છે. સં.) જીવ છે, પરલોક છે, પુણ્ય છે, પાપ છે, સ્વર્ગ છે, નરક છે—એટલું માનવા માત્રથી લોકોત્તર આસ્તિકતા પ્રાપ્ત થઈ શકતી નથી. જેવો જીવ, પરલોક, પુણ્ય, પાપ, સ્વર્ગ કે નરકાદિ અતીન્દ્રિય વસ્તુના અસ્તિત્વને સ્વીકરતા જ નથી તેઓ તો પરમ નાસ્તિક છે જ, પરંતુ જેઓ જીવ, પરલોક અને પુણ્ય પાપાદિની સત્તાને સ્વીકારવા છતાં તેના સ્વરૂપને જેવી રીતે તે છે, તેવી રીતે માનતા નથી પણ અન્ય અન્ય રીતીએ સ્વીકારે છે, તેઓ પણ લોકોત્તર દૃષ્ટિએ આસ્તિક નથી. જીવને માનવા છતાં જેઓ તેને પંચભૂત માત્ર સ્વરૂપવાળો માને છે, પાણીના પરપોટાની જેમ કે કાષ્ઠના અગ્નિની જેમ ભૂતમાત્રમાંથી ઉત્પન્ન થઈને ભૂતમાત્રમાં વિલય પામી જનારો માને છે, તેઓ તો નાસ્તિક છે જ. પરંતુ જેઓ જીવને ભૂતથી અતિરિક્ત અને કદી નાશ નહિં પામવાના સ્વભાવવાળો માને છે, તેઓ પણ જો તેને ફૂટસ્થ, નિત્ય કે સર્વથા અલિપ્ત સ્વરૂપવાળો માને તો પણ જીવના પ્રત્યક્ષસિદ્ધ કર્તૃત્વાદિ ધર્મનો અપલાપ કરનારા થાય છે. ભૂતાતિરિક્ત જીવને નહિં માનવામાં જેમ નાસ્તિકતા : રહેલી છે, તેમ ભૂતાતિરિક્ત જીવમાં રહેલા કર્તૃત્વાદિ ધર્મોને નહિ સ્વીકારવામાં પણ અંશે નાસ્તિકતા છુપાયેલી જ છે. જીવ નિત્ય છે, તેમ આકાશ પણ નિત્ય જ છે. પણ જીવની નિત્યતા અને આકાશની નિત્યતા વચ્ચે મોટું અંતર છે, આકાશ નિત્ય છતાં ત્રિકાલ અલિપ્ત છે, તેમ જીવ નથી. સકર્મક જીવ બાહ્ય પદાર્થો અને સંયોગોથી અવશ્ય લેપાય છે. તે તે પદાર્થો અને સંયોગોનાં પરિવર્તનોની વધતી-ઓછી અસર જીવ ઉપર થાય જ છે, પરંતુ આકાશ ઉપર થતી નથી. જીવ જેવા સંયોગોમાં મૂકાય છે, તેવી અસર તેના ઉપર થાય જ છે. સંયોગી અવસ્થામાં પ્રતિ સમય જીવ કર્મ કર્યા જ કરે છે. વિગ્રહગતિમાં પણ કર્મબંધ કરે છે. આહારાદિ છ પર્યાપ્તિઓમાં કોઈ પણ પર્યાપ્તિ પ્રવૃત્તિરૂપે હોતી નથી, છતાં વિગ્રહગતિમાં જીવને કર્મબંધન થાય જ છે. કાયિકાદિ બાહ્ય વ્યાપાર ન હોય ત્યારે પણ પૂર્વ પ્રયોગાદિથી ચક્રભ્રમણાદિની જેમ વિગ્રહગતિ આદિમાં કર્મબંધ થયા કરે છે, એવું શાસ્ત્રવચન છે. કર્મબંધ રહિત અવસ્થા માત્ર સિદ્ધોને અથવા અયોગીને હોય છે. છતાં જેઓ જીવને આકાશની જેમ ત્રણે કાળ અને સર્વ અવસ્થામાં અક્રિય અને અલિપ્ત તરીકે ૧૪ ૦ ધર્મ-ચિંતન Page #32 -------------------------------------------------------------------------- ________________ માને છે, તેઓ પ્રગટપણે સંપૂર્ણ રીતે નાસ્તિક નહિ હોવા છતાં અંશતઃ નાસ્તિક જ છે. * સકર્મક અવસ્થામાં જીવ જેમ શુભાશુભ કર્મનો કર્તા છે, તેમ તેનાં સારાં-નરસાં ફળોનો ભોક્તા પણ છે જ છે. શરીર છૂટ્યું એટલા માત્રથી કર્મ છૂટ્યાં, એમ સંસારી જીવ માટે બનતું નથી. અથવા કર્મ બાંધે બીજો અને તેનું ફળ ભોગવે બીજો, એવું પણ કદી બનતું નથી. કુટુંબાદિક માટે પાપ કર્મ કરનારાનાં પાપકર્મોનું ફળ કુટુંબાદિક ભોગવતું નથી, પણ પાપકર્મ કરનારને જ ભોગવવું પડે છે. તેથી સંસારી જીવ એ આકાશની જેમ નિષ્ક્રિય નથી, તેમ અલિપ્ત પણ નથી. કિંતુ સક્રિય અને સલિપ્ત છે. જીવ, જીવનું નિત્યત્વ, જીવનું કર્તૃત્વ અને જીવનું ભોı––એ ચારને જૈનદર્શન સ્વીકારે છે તેટલા માત્રથી જ તેની વિશેષતા સમાપ્ત થતી નથી. જીવના અસ્તિત્વને કે નિત્યત્વને તથા કર્તત્વને કે ભોક્તત્વને કોઈ માનો યા ન માનો, તેટલા માત્રથી તે ઉડી જતું નથી. યુક્તિ અને આગમથી તેને સ્વીકારનારને જેમ તે માનવા પડે છે, તેમ નહિ સ્વીકારનારને પણ તેનું ફળ અનુભવવું જ પડે છે. જૈન દર્શનની વિશેષતા જેમ જીવને કર્મબંધ અને કર્મફળનો ભોગ માનવામાં રહેલી છે, તેમ સર્વ કર્મનો ક્ષય અને તેના - ઉપાયના અસ્તિત્વને માનવામાં પણ રહેલી છે. જીવનો કર્મથી સર્વથા છૂટકારો થઈ શકે છે અને તે છૂટકારાના સમ્યગ્દર્શનાદિ ઉપાયો પણ વિદ્યમાન છે જ,-એ માન્યતા ઉપર લોકોત્તર આસ્તિકતા અવલંબેલી છે. ' લોકોત્તર આસ્તિકતામાં જીવ અને પરલોક આદિની શ્રદ્ધા સાથે જીવના નિત્યત્વની, કર્તુત્વની, ભોકતૃત્વની, મુક્તત્વની અને તત્સાધન સત્ત્વની શ્રદ્ધા પણ અવિચળપણે રહેલી હોય છે. એમાંથી એકની કે એકના કોઈ અંશની પણ અશ્રદ્ધા જ્યાં સુધી છે, ત્યાં સુધી લોકોત્તર આસ્તિકતા તો નથી જ. કિંતુ અપ્રગટપણે નાસ્તિકતાનાં બીજો છુપાયેલાં જ છે. એ નાસ્કિતાનાં બીજો એના માલિકને મુક્તિમાર્ગની આરાધનામાં સીધી કે આડકતરી રીતે પ્રતિબંધક થયા સિવાય પણ રહેતાં નથી. લોકોત્તર આસ્તિકતાના અર્થી આત્માઓ માટે જૈન શાસ્ત્રકારોએ શ્રદ્ધાનાં છે સ્થાનો બતાવેલાં છે, તેમાં એકની પણ અધુરાશ ચાલી શકે તેમ નથી. એકની પણ અધુરાશ જ્યાં સુધી છે, ત્યાં સુધી તે જીવ નાસ્તિકતાથી સંપૂર્ણ મૂકાયેલો નથી. સ્થાન પહેલું દશ્યમાન પૃથ્વી આદિ પાંચ ભૂતોથી ભિન્ન સ્વરૂપવાળો, આ ભવ છોડીને અન્ય ભવમાં જનારો, અને જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનારો જીવ નામનો એક સ્વતંત્ર પદાર્થ છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી ભૂતાતિરિક્ત જીવને નહિ માનનાર નાસ્તિકવાદનો નિરાસ થાય છે. ધર્મ-ચિંતન ૧૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્થાન બીજું : પાંચ ભૂતોથી વ્યતિરિક્ત જીવ નામનો પદાર્થ દ્રવ્ય દૃષ્ટિએ અવિનાશી અને નિત્ય સ્વભાવવાળો છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી શરીરના નાશ સાથે જીવનો નાશ માનનાર ચાર્વાકમત, મોક્ષપ્રાપ્તિ વખતે જીવનો નાશ માનનાર બૌદ્ધમત અને મોક્ષપ્રાપ્તિ વખતે જીવત્વાદિ (જીવના જ્ઞાનાદિ ગુણો આદિ)નો નાશ માનનાર વૈશેષિકાદિ મતનો નિરાસ થાય છે. સ્થાન ત્રીજું : જ્યાં સુધી જીવનો મોક્ષ ન થાય, ત્યાં સુધી સંસારી જીવ પ્રતિ સમય (૭-૮) કર્મને બાંધ્યા જ કરે છે. એ કર્મ મૂળ (૮) પ્રકારનાં છે અને ઉત્તર (૧૫૮) પ્રકારનાં છે. જ્ઞાનદર્શનને રોકનાર, સુખ-દુઃખને આપનાર, વિચાર અને વર્તનમાં વિપર્યાસ કરાવનાર, જીવને અને શરીરને ધારણ કરાવનાર, ઉચ્ચ-નીચ આદિ અવસ્થાઓને અપાવનાર અને દાન-લાભાદિમાં અંતરાયભૂત થનાર, તે કર્મો જ છે, કર્મોને છોડીને બીજું કાંઈ પણ નથી. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવને નિર્ગુણ અને નિષ્ક્રિય માનનાર સાંખ્યમતનો નિરાસ થાય છે. સ્થાન ચોથું : જે જે જીવો જે જે કર્મોને બાંધે છે, તે તે જીવોને તે તે કર્મોને ભોગવવાં જ પડે છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવોના અદ્રષ્ટથી ઈશ્વરને શરીર ધારણ કરવાનું માનનાર નૈયાયિકમત, પુત્ર-પૌત્રાદિની શ્રાદ્ધાદિ ક્રિયા વડે પિતા-પિતામહાદિની તૃપ્તિ માનનાર બ્રહ્મભોજ્યાદિ મત, જગતની ઉત્પત્તિ, ખંડ-પ્રલય અને સર્વ-પ્રલયાદિ માનનાર વેદાન્તી આદિ મત, જગતને સુખ-દુઃખ દેનાર તરીકે ઈશ્વરને માનનાર ઈશ્વરવાદી આદિ મતનો નિરાસ થાય છે. સ્થાન પાંચમું : જન્મ, જરા, મરણાદિની પીડાથી રહિત અને અનંત જ્ઞાનદર્શનાદિ ગુણોની સમૃદ્ધિથી ભરપૂર જીવની મોક્ષાવસ્થા છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી જીવનો મોક્ષ નહિં માનનાર ચાર્વાકાદિ અને મોક્ષને માનવા છતાં તેને અભાવાદિ સ્વરૂપવાળો માનનાર બૌદ્ધાદિ મતોનો નિરાસ થાય છે. સ્થાન છઠ્ઠું : ભવ્ય જીવનો મોક્ષ એ ઉપાયથી સાધ્ય છે. હિંસાદિ આશ્રવોનો રોધ અને સમ્યગ્ દર્શનાદિ સંવર-નિર્જરાના ઉપાયોનું ઉત્કચ આસેવન એ મોક્ષનો ઉપાય છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી મોક્ષના ઉપાય છે. આ સ્થાન પરની શ્રદ્ધાથી મોક્ષના ઉપાયોને નહિં માનનાર આજીવકાદિ મત અને વિપરીત ઉપાયોને માનનાર મીમાંસકાદિ મતોનો નિરાસ થાય છે. જૈનદર્શનની લોકોત્તર આસ્તિકતાનું સ્વરૂપ સમજી સૌ કોઈ તેના પર આદરવાળા બનો અને આત્યન્તિક શ્રેયને સાધો, એ જ એક અભિલાષા. ૧૬ ૦ ધર્મ-ચિંતન Page #34 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને ભાવના (જ્ઞાન અને ભાવનાના રહસ્યથી પરિપૂર્ણ મંત્રાધિરાજ શ્રીનવકારની આરાધનાનો મર્મ ચિંતનાત્મક આ લેખમાં વ્યક્ત થયો છે, સં.) “પાવાનાનુાતી જ્ઞાનસ્થ તત્ત્વતો જ્ઞાનત્વાતિ” ધર્મબિંદુ. અધ્યાય-૬-૩૦ જ્ઞાન એ વસ્તુ તંત્ર છે, ભાવના એ પુરુષ તંત્ર છે. જ્ઞાન શેયને અનુસરે છે. ભાવના પુરુષના આશયને અનુસરે છે. જે પુરુષ પોતાના આત્માને શીધ્રપણે કર્મથી મૂકાવવા ઇચ્છે છે. તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવના માટે પણ સદા પરિશ્રમ કરે જ છે. જ્ઞાનથી આત્માના શુદ્ધ સ્વરૂપને જાણી શકાય છે. ભાવનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને પામી શકાય છે. જ્ઞાન થયા પછી પણ આત્મા સ્વરૂપને પામવા માટેની ભાવનાનો આશ્રય ન લેવાય તો જાણેલું જ્ઞાન ફળહીન બને છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતા સ્વરૂપ છે. સમતા સકળ સત્યના હિતાશયરૂપ છે, સકળ સત્વહિતાશય ભાવનાથી લભ્ય છે. સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ–આત્મતુલ્યનેહ–મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ લાવ્યા વિના હિતાશય ટકતો નથી. તે વિના સમતા ટકી શકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાન વિંધ્ય બને છે. આ જ્ઞાનનો વિષય એ જોય છે. ભાવનાનો વિષય એ ધ્યેય છે. જે સુખ પોતાને અભીષ્ટ છે, તે સુખ સર્વને મળે. અને જે અને જે દુ:ખ પોતાને અનિષ્ટ છે, તે કોઈને પણ ન મળે. એ જાતિનો ભાવ પુરુષ–આત્માની શુદ્ધિ કરે છે, ઇર્ષ્યા–અસૂયાદિ ચિત્તના મળો નાશ કરે છે, પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપો દૂર કરે છે. કર્મના ભારથી ભરેલો આત્મા એ ભારથી હળવો બને છે. મોહની વાસનાના જોરથી પરાભૂત થયેલો આત્મા વાસનાનિમુક્ત બને છે. માટે જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ ભાવનાના સ્થાને ભાવનાનું મહત્ત્વ છે અને તેટલું જ ચારિત્ર, સર્વ વિરતિ કે સર્વ સાવઘના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહાભ્ય છે. એક બીજાના સ્થાને એક બીજાની ગૌણતા ભલે હો પણ પોતપોતાના સ્થાને એક બીજાનું એક સરખું મહત્ત્વ છે. અજ્ઞાની ભવ કેવી રીતે તરશે ? એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય પણ કેવી રીતે ભવને તરશે? એ પણ તેટલો જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. ધર્મ-ચિંતન ૧૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનાગમમાં નમસ્કાર મહામંત્રને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે. નમસ્કાર મહામંત્ર માત્ર જ્ઞાનનો વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાનો વિષય છે. મહામંત્રને જાણી લીધો પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષ્ઠિઓ પ્રત્યે જેવો ભાવ જોઈએ તેવો ભાવ સ્પર્શે, તો તે મંત્ર શીઘ્ર ફળે મંત્રમાં ‘શેય' અને ‘ધ્યેય'ની યથાર્થતા ઉપરાંત ‘જ્ઞાતા' અને ‘ધ્યાતા’ની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનતાનો અંધકાર દૂર થતો નથી, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાનો દોષ પણ દૂર થતો નથી. ધર્મીમાત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિતવિષયક હોવી જોઈએ, કોઈના પણ અહિત વિષયક ન હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધર્મીપણામાં કચાશ કર્તવ્હીન થતાં .બચવા માટે સર્વજીવવિષયક હિતની ભાવના અને એ ભાવનાપૂર્વક યથાશક્ય વર્તનની અપેક્ષા છે. વર્તનમાં ઓછા-વધતાપણું હોય, તેની શુદ્ધિ પશ્ચાત્તાપ–આલોચનાદિથી થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કોઈ આલોચના નથી—અન્ય કોઈ પ્રાયશ્ચિત્ત નથી. લૌકિકમાં જેમ કૃતઘ્નીને શુદ્ધિ માટે કૃતજ્ઞતા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત માન્યું નથી, તેમ લોકોત્તરમાં પણ નમસ્કારભાવ વિના, સર્વ જીવોના હિતાશય વિના, સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ વિકસાવ્યાં વિના કે અનુમોદ્યા વિના, બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી, શુદ્ધીકરણનો અન્ય કોઈ ઉપાય નથી. જ્ઞાન બીજાને જાણવા માટે છે. ભાવના પોતાને સુધારવા માટે છે. જગત તમામને જાણ્યા પછી પણ પોતાને—પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તેવા જ્ઞાનથી શું ? પોતાની જાતને સુધારવા માટે નમસ્કારભાવ; ક્ષમાપનાભાવ, સકળસત્ત્વહિતનો કે તેના અનુમોદનનો ભાવ આવશ્યક છે. તેથી જ શ્રીનમસ્કાર મહામંત્રને સકળ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન મળ્યું છે.૧ ચૂલિકા સહિત તેને મહાશ્રુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાન સ્થાન એટલા માટે કે—તેમાં ભવ્યત્વ પરિપાક કરવાના, જીવની યોગ્યતા વિકસાવવાના સઘળાં સાધનો જાણે એક સાથે ગૂંથી લેવામાં આવ્યાં છે. તથા જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિકાલીન યોગ્યતા, જેને શાસ્રાકારો સહજ ભાવમલ કહે છે, તેને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એક સાથે થઈ જતું અનુભવાય છે. ૧. તાત્ત્વિ: પક્ષપાતશ્ચ, ભાવશૂન્યા 7 યા યિા । અનયોરન્તર જ્ઞેય, માનુવદ્યોતયોરિવ | યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લો૦ ૨૨૨ ૧૮ ૦ ધર્મ-ચિંતન Page #36 -------------------------------------------------------------------------- ________________ પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી અને પરમ શ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત અરિહંતાદિ ચારને નહિં નમવાથી (અનન્યભાવે તેમના શરણે નહિં રહેવાથી એ તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારના ભરોસે–શરણે રહેવાથી) જીવની અપાત્રતા, અયોગ્યતા, ભવભ્રમણ શક્તિ વધે છે. તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી, અને અરિહંતાદિ ચારને અનન્ય ભાવે શરણે રહેવાથી મુક્તિગમનની યોગ્યતા વધે છે, સદ્ગુણવિકાસ અને સદાચાર નિર્માણ આપોઆપ થવા લાગે છે. શ્રીનવકારમાં ‘નમો' પદ દુષ્કૃતગર્તા અર્થમાં ‘રિહં' પદ સુકૃતાનુમોદન અર્થમાં અને ‘તા', પદ શરણગમન અર્થમાં તથા ચૂલિકાના પહેલાં બે પદ દુષ્કૃતગઈ અર્થમાં અને છેલ્લાં બે પદ સુકૃતાનુમોદના અર્થમાં લઈ શકાય છે. એ રીતે ભાવપૂર્વક, હેતુપૂર્વક અને ઉપયોગપૂર્વક નમસ્કારનું સ્મરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવધર્મની સિદ્ધિ થાય છે. ભાવ ધર્મની સિદ્ધિ માટેનાં ચાર અંગો આ પ્રકારે કહ્યાં છે : : રત્નત્રયષ્યામ િસ્વાર્થ ઘા. * ગુમવત્તા સંસારનુકુણા રેતિ ભાવના છે. - ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પ્રથમ પર્વ, ગ્લો૦ ૧૫ (૧) રત્નત્રયધરને વિશે અનન્ય ભક્તિ. (૨) તેમની સેવા–પરિચર્યા. (૩) સર્વના શુભ માટેની જ એક ચિંતા, તથા (૪) ચતુર્ગતિરૂપ અથવા ચાર કષાયરૂપ સંસારની જુગુપ્સા. ભાવધર્મના એ ચાર અંગો છે. ભાવધર્મના આ ચારે અંગો શ્રીનમસ્કાર મહામંત્રના આરાધન વડે વિકસે છે. તેથી ધર્મના અર્થી જીવો માટે તેનું આરાધન–તેનું આલંબન પરમ આવશ્યક છે, પરમ હિતકર છે, પરમ કલ્યાણકર છે. 'शुभं भवतु सर्वेषाम् ।' . ૧. વર્ષોધાનુ%નો વ્યાપાર: નમસ્કાર: / ધર્મ-ચિંતન : ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવનારૂપી માતા (લોકોત્તર વાત્સલ્યરસની પરિણતિનો અમૃતમૂલો સાર તેમજ જીવતત્ત્વને ઓળખવાની ચાવી સરખા આ લેખમાં દર્શનના અંધાપા (મિથ્યાત્વ)ને ટાળવાની અદ્ભુત ક્ષમતા છે. સં.) મૈત્રી ભાવનાને માતાની ઉપમા છે. માતાને પુત્રના હિતની ચિંતા હોય છે, પુત્રના ગુણનો પ્રમોદ હોય છે, પુત્રના દુ:ખની કરુણા હોય છે, તથા પુત્રના દોષની ઉપેક્ષા-ક્ષમા હોય છે. માતા એ વાત્સલ્યરસનું પ્રતીક છે. મૈત્રીનો વિષય સમસ્તજીવરાશિ છે. સમસ્ત સત્ત્વવિષયક સ્નેહને શાસ્ત્રકારો મૈત્રી કહે છે. સ્નેહ એ જીવની અંદર રહેલો સ્થાયીભાવ છે. આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ વડે ચર્વણા પ્રાપ્ત થવાથી તે સ્નેહ વાત્સલ્યરસમાં પરિણામ પામે છે. લૌકિક વાત્સલ્યરસમાં પુત્ર-પુત્રી આદિ આલંબન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિની ચેષ્ટા ઉદ્દીપન વિભાવ છે. પુત્ર-પુત્રી આદિને આલિંગનાદિ અનુભાવ છે અને હર્ષ-શોકાદિ વ્યભિચારી ભાવ છે. લોકોત્તર વાત્સલ્યરસમાં સમસ્ત જીવરાશિ એ આલંબન વિભાવ છે. જીવ સમૂહની ચેષ્ટા એ ઉદ્દીપન વિભાવ છે. સ્નેહનું ઉદ્દીપન સુખી પ્રત્યે મૈત્રીરૂપે, દુ:ખી પ્રત્યે કરુણારૂપે, પુણ્યવાન પ્રત્યે પ્રમોદરૂપે અને પાપી પ્રત્યે માધ્યસ્થ્યરૂપે અભિવ્યક્ત થાય છે, તે અનુભાવ છે. તેથી ચિત્તના ઇર્ષ્યા, અસૂયા, ક્રોધ, દ્રોહાદિ મળો નાશ પામી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષાદિ ભાવો પ્રગટે છે, તે વ્યભિચારી ભાવ છે. જીવો પ્રત્યે મિથ્યાભાવો ટળવાથી સમ્યક્-ભાવો ઉત્પન્ન થાય છે. એનું જ નામ ‘શુભ આત્મ પરિણામ‘ રૂપ સમ્યગ્-દર્શન છે. મૈત્રીમાં જે છે તે બીજાને આપવાનું છે. દુઃખીને દયા, ગુણીને અનુમોદન, પાપીને ક્ષમા અને સમસ્ત જીવરાશિને હિતચિંતાનો ભાવ આપવાનો છે. ધર્મનો સાર મૈત્રી આદિ ભાવો છે. ચૈતન્ય ઉપ૨ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય એ ચાર ભાવને છોડીને બીજો ભાવ ધારણ કરવો એ મહા અપરાધ છે, ૫૨મ અધર્મ છે, બુદ્ધિનો વિપર્યાસ છે. ધર્મનું લક્ષણ શુભ પરિણામ કહ્યું છે. શુભ પરિણામ ચાર પ્રકારના છે. ધર્મના પ્રત્યેક અનુષ્ઠાન, કાંતો મૈત્રીભાવ, કાંતો પ્રમોદભાવ, કાંતો કારુણ્યભાવ, કાંતો ઔદાસીન્યભાવ સિદ્ધ કરવા માટે છે. ભાવ વિનાનો ધર્મ લૂણ વિનાના ધાન્ય જેવો છે. અપ્રશસ્ત ભાવનું નિરાકરણ પ્રશસ્ત ભાવ વિના થતું નથી. ૨૦ ૦ ધર્મ-ચિંતન Page #38 -------------------------------------------------------------------------- ________________ હું જ સુખી થાઉં, હું જ ગુણી બનું, મને દુઃખ ન મળો, મારા દોષ બધા જ ખમી ખાઓ, આ પ્રકારે હુંપણાની લાગણી ચિત્તમાં ચિન્તા, ભય અને શોકની • વૃત્તિઓરૂપી સંક્લેશ અને દુઃખને પેદા કર્યા જ કરે છે. તેમાંથી છુટવાનો પહેલો ઉપાય સર્વ સુખી થાઓ, સર્વ ગુણી બનો, સર્વ દુઃખમુક્ત થાઓ, સર્વ દોષરહિત થાઓ, એ ભાવનાનો દઢ અભ્યાસ છે. બીજાના સુખ માટે ચિંતા કરવી, બીજાના ગુણ જોઈ રાજી થવું, બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો, બીજાના દોષ પ્રત્યે ઉદાર બનવું. એ સંક્લેશ નિવારણનો બીજો ઉપાય છે. એટલે કે બધા મારી ચિંતા કરો, બધા મારી પ્રશંસા કરો,' ‘બધા મારું દુ:ખ નિવારણ કરો,' અને ‘બધા મારા દોષોને ખમી ખાઓ,' એ વિચારનો સ્થાને, ‘હું બધાની ચિંતા કરું,' ‘હું બીજાના દોષ ખમી ખાઉં, એ જાતિના વિચારને વિકસાવવા ઉદ્યમશીલ બનવું.’ મૈત્રીરૂપી માતાની આ રીતે ઉપાસના કરવાની વિશ્વપ્રેમની દૃષ્ટિ ખૂલે છે અને એ દૃષ્ટિ ખૂલવાથી વિશ્વપ્રેમી એવા પંચપરમેષ્ટિ ભગવંતોની ભક્તિ અને ઉપાસનામાં રસ પેદા થવા સાથે એમની આજ્ઞાના પાલન માટે જરૂરી વીર્ષોલ્લાસ જાગે છે. શ્રીનવકાર માહાત્મ્ય નૈયા મળી નવકારની એ ઘાટ ગુરુના લઈ ગઈ, ગુરુએ બતાવી વાટ જે પરમાત્મપદમાં મળી ગઈ, સૌભાગ્યની શરણાઈ વાગે સાંભળો મહામંત્રની, આત્મા બને પરમાત્મા એ કરામત નવકારની. ચૈતન્યના ગુણધર્મનું પ્રતિબિંબ છે નવકારમાં, ને આત્મદર્શનનું વિરલ દર્પણ જડે નવકારમાં. પરમાત્મસમદર્શિત્વની સિદ્ધિ મળે નવકારમાં, આત્મા બને પરમાત્મા એ કરામત નવકારમાં. સૌ રંગનો મહારંગ મંગલ મંત્ર આ નવકાર છે, સૌ છંદનો મહાછંદ મંગલ મંત્ર આ નવકાર છે. સૌ કાળનો મહાકાળ મંગળ મંત્ર આ નવકાર છે, આત્મા બને પરમાત્મા એ કરામત નવકાર છે. ભવિતવ્યતાનો ઘાટ પણ ઘડનાર આ નવકાર છે, પ્રારબ્ધસર્જક કર્મનો શિરતાજ પણ નવકાર છે, પુરુષાર્થની પગદંડીનો પરકાશ આ નવકાર છે. આત્મા બને પરમાત્મા એ કરામત નવકાર છે. ઘાતી અઘાતી કર્મદળનો વિજેતા નવકાર છે, અદ્ભુત કેવલજ્ઞાનની પ્રાપ્તિ તણો આધાર છે, સાધો મહા એ મંત્રને તો સિદ્ધ બેડો પાર છે, આત્મા બને પરમાત્મા એ કરામત નવકાર છે. - ‘વનવાસી’ ધર્મ-ચિંતન ૦ ૨૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ અને શ્રદ્ધા (શ્રદ્ધા અને વિવેકપૂર્વક સન્માર્ગે ચાલવાથી જીવન સફળ થવા સંબંધી સ્પષ્ટ હકીકત આ લેખ કહી રહ્યો છે. સં.) ચારે તરફ બુદ્ધિની બોલબાલા થઈ રહી છે. કોઈ તેને “બળની જનેતા' કહે છે, કોઈ તેને લક્ષ્મીની ઉત્પાદિકા' માને છે. તો કોઈ તેને “સર્વકાર્ય સિદ્ધિકરી” જણાવી તેનું વારંવાર અભિવાદન કરે છે. પરંતુ મહાપુરુષો તેમાં સંમત થતા નથી, તેઓ કહે છે કે જીવમાં ધારણ-પોષણ માટે બુદ્ધિની આવશ્યકતા છે અને તેને ખીલવવામાં કોઈ હરકત નથી, પણ તેનો સદુપયોગ થાય તો જ લાભકારી છે, અન્યથા મહાઅનર્થનો હેતુ થાય છે અને મનુષ્યને દુ:ખ દાવાનલમાં સપડાવાનો સમય આવે છે. કેટલાક બુદ્ધિની તર્ક કરવાની શક્તિ પર આક્રીન છે. પણ તર્ક કરવાનું દરેક વખતે લાભદાયી હોતું નથી. તેમાંયે કુતર્ક થયો તો ભારે નુકશાન પહોંચે છે અને કેટલીકવાર તો પ્રાણની હાનિ પણ થાય છે. એક મનુષ્ય ઘણો બુદ્ધિશાળી હતો, તર્ક કરવામાં કુશળ હતો. તર્કના બળે તે ગમે તે વાતનું ખંડન કરી શકતો અને સામાને ચૂપ કરી દેતો. એક વખત તે એકી શેરીમાંથી ચાલ્યો જતો હતો, ત્યાં સામેથી હાથી આવ્યો, ઉપર મહાવત બેઠેલો હતો, પણ હાથી મસ્તીએ ચડ્યો હતો, એટલે કાબૂમાં રહેતો ન હતો. આથી મહાવતે બૂમ મારીને ચેતવણી આપી કે “આલ્યા ! નાસી જા, નહિતર આ હાથી તને મારી નાખશે.” આ શબ્દો સાંભળી બુદ્ધિશાળીએ કહ્યું કે, અરે મહાવત ! આ હાથી અડીને મારશે કે અડ્યા વિના ? જો અડીને મારી શકતો હોય તો તું એને અડીને રહેલો છે, છતાં જીવતો કેમ રહ્યો છે ? અને જો અડ્યા વિના જ મારી શકતો હોય તો ગમે તેટલે દૂર નાસી જવાથી શું? તે ત્યાં પણ મરવાનો. તે બુદ્ધિશાળી આવો તર્ક કરીને માર્ગમાંથી હક્યો નહિ. એવામાં હાથી આવ્યો. તેણે એને સૂંઢથી પકડ્યો અને જમીન સાથે પટકી તેના પર પોતાનો વજનદાર પગ મૂક્યો, એટલે તેના સોયે વર્ષ પૂરા થઈ ગયા. જો આ બુદ્ધિશાળીએ હાથીનો સ્વભાવ જાણનાર અનુભવીનું કહેવું માન્યું હોત તો તેની આ દુર્દશા થાત નહિ, એ નિશ્ચિત છે. બુદ્ધિવાદીઓ જીવનભર તર્ક કર્યા કરે છે. અનુભવી પુરુષોનું કહેવું લક્ષમાં લઈને કંઈ આત્મહિત સાધતા નથી અને કાળરૂપી હાથી આવી પહોંચતા ભૂંડા હાલે મોતને ભેટે છે, એ શું ઓછું શોચનીય છે? બુદ્ધિમાં બળ છે, પણ શ્રદ્ધાની તુલનામાં કંઈ જ નહિ, થોડી આપત્તિ આવી, થોડું કષ્ટ પડ્યું કે બુદ્ધિ ચલિત થઈ જાય છે અને તેનું બળ ખલાસ થઈ જાય છે, જ્યારે ૨૦ ધર્મ-ચિંતન Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા ગમે તેવી ભયંકર આપત્તિઓ સામે, ગમે તેવા ઘોર સંકટો સામે સ્થિરતાથી ઊભી રહે છે અને તેની સામે ઝઝુમવાનું બળ પૂર્યા કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તો એ પાયાની વસ્તુ છે. તેના વિના કોઈ સાધના કે અનુષ્ઠાનની ઈમારત ખડી રહી શકતી નથી. આજ સુધીમાં જે મહાપુરુષોએ ઉત્કૃષ્ટ આત્મ-વિકાસ સાધ્યો છે, તે આ શ્રદ્ધાના બળ પર જ સાધ્યો છે. બુદ્ધિને લક્ષ્મીની ઉત્પાદિકા માનવી એ પણ બરાબર નથી. જો લક્ષ્મી બુદ્ધિથી ઉત્પન્ન થતી હોત તો કોઈ પણ બુદ્ધિમાન નિર્ધન રહેત નહિ. પણ આજે અનેક બુદ્ધિમાન મનુષ્યોને નિર્ધન જોવામાં આવે છે અને સામાન્ય બુદ્ધિવાળાને ત્યાં ધનનીલક્ષ્મીની છોળો ઉછળતી હોય છે, લક્ષ્મી પુણ્યને આધીન છે. એ વાત મહાપુરુષોએ પૂરાં જ્ઞાનથી જાહેર કરી છે. બુદ્ધિ સર્વકાર્ય-સિદ્ધ-કરે છે, એમ માનવું ઘણું જ વધારે પડતું છે. ગમે તેવી બુદ્ધિ લડાવવા છતાં કાર્યો નિષ્ફળ જાય છે, એમ ઇતિહાસ પોકારીને કહે છે અને આપણો રોજનો અનુભવ તેની સાક્ષી પૂરે છે. મહાભારતનું યુદ્ધ જીતવા માટે કૌરવોએ બુદ્ધિ લડાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું અને વર્તમાન કાળે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હીટલરે પણ વિશ્વયુદ્ધ જીતવા માટે પોતાની બુદ્ધિનો બધો ખજાનો ખાલી કરી નાખ્યો હતો, છતાં પરિણામ ભયંકર હાલમાં આવ્યું તે આપણે સહુ જાણીએ છીએ. કાર્યની સિદ્ધિ થવામાં સ્વભાવ, કાળ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ કારણો સામુદાયિક રીતે ભાવ ભજવે છે. એટલે તેનો યશ બુદ્ધિને આપી શકાય એમ નથી. સત્ય પરિસ્થિતિ આવી હોવાથી બુદ્ધિને વધારે પડતું મહત્ત્વ આપવાનું બંધ કરવું જોઈએ. અને શ્રદ્ધા, વિવેક તથા ક્રિયાનો માર્ગ સ્વીકારી જીવનને સફળ બનાવવું જોઈએ. સુજ્ઞ પુરુષોને આથી વધારે કહેવાનું શું હોય ? જાપનું ફળ તપ વિના સુખ નથી, સ્વાધ્યાય વિના જ્ઞાન નથી અને ઈશ્વર પ્રણિધાન વિના મોક્ષ નથી. ક્રિયાયોગનું મુખ્ય અંગ સ્વાધ્યાય છે. મંત્ર જાપ પણ એક પ્રકારનો સ્વાધ્યાય છે. તેથી અંતરાત્માનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન એક બાજુ તપની વૃદ્ધિ કરે છે, બીજી બાજુ ઈશ્વર પ્રણિધાનને પુષ્ટ કરે છે. ક્રિયાયોગથી ક્લેશ ઘટે અને સમાધિ વધે છે. ધર્મ-ચિંતન ૦ ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ આંતર નિરીક્ષણ (આંતર નિરીક્ષણનું આબેહૂબ શબ્દ-ચિત્ર આ લેખમાં ઉપસી આવ્યું છે. સં.) આપણા ચાલુ જીવનની અધૂરાશ આપણને રોજ ને રોજ સાલ્યા કરે છે. આપણી અપૂર્ણતા આપણને ડંખે છે અને એની વેદના દૂર કરવા આપણે પૂર્ણ જીવન તરફ આંખ માંડીએ છીએ. આપણામાં એવું કંઈક છે, જેને આપણે આદર્શનો ધ્રુવ-તારો કહીશું. તેનો પ્રકાશ વ્યવહારુ જીવનના ઘુમ્મસમાં ભલે બહુ ઝાંખો દેખાય, પણ તેના દિશાસૂચન વિના આપણું જીવન યાન સાચે રસ્તે પ્રયાણ કરી શકતું નથી. તે નિત્ય છે, અવિચળ છે, તેનો ઉદય નથી અને અસ્ત નથી. તે બહુ દૂર-દૂર પ્રકાશે છે, પણ તેના પ્રકાશ વિના પ્રગતિ સંભવિત નથી. આપણા પૂર્વજોઓ તેને આત્મા કહ્યો છે, આપણા તત્ત્વચિંતકોએ તેને જ પરમાત્મા કહ્યો છે. મનુષ્યના અંતઃકરણના ગૂઢ ઉંડાણમાં રહીને તે ખરું-ખોટું પારખે છે, નિત્યાનિત્યને પ્રમાણે છે અને સુંદરતા અસુંદરતાના ભેદ કળે છે. તેનો સૌમ્ય, ગંભીર અને દૃઢ અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવામાં આવે તો તે આપણા નૈતિક અને આધ્યાત્મિક જીવનની ઝાંખી કરાવી શકે છે. દરેક મનુષ્યના બદલાતા શરીરમાં, બદલાતા મનમાં, અને બદલાતી સ્થિતિમાં મણકામાં પરોવાયેલા દોરાની જેમ આત્મા સ્થિર રહે છે. બધું તેની આજુબાજુ બદલ્યા કરે છે—ફર્યા કરે છે. પણ તે બધાનું અધિષ્ઠાન હોઈ બદલાતો નથી. લોકો તેને આત્મા, અંતરાત્મા, નૈતિક કાયદો, સ્વયંભૂ ધર્મ વગેરે નામે ઓળખે છે. શાસ્ત્રકારો કહે છે કે—તું તેને ઓળખ, તેનો સાક્ષાત્કાર કર અને તેને આધારે જીવન ઘડ. એ મહાસૂત્રના આધારે ઘડાતા જીવનને શાસ્ત્રજ્ઞો આધ્યાત્મ જીવન ગણે છે. એ આત્મા જ આપણું સૂત્ર છે— આપણો સ્વામી છે—આપણું અસલ સ્વરૂપ છે, પણ આપણે તેનો આધાર છોડી આપણા નાના ‘હું’ની દોરીની આજુબાજુ ચકકર લગાવ્યા કરીશું, તો હતા ત્યાં ને ત્યાં રહીશું અને જીવનની પ્રગતિ થંભી જશે. આપણે મણકાને રૂપે રહીએ છીએ, પણ ખુદ મણકા નથી. આપણા સ્થૂલ અને વ્યાવહારિક જીવનના સ્વાર્થ ચક્રાવામાં ક્ષણિક સુખ લાગે છે, પણ પછી મણકો ઘસાય છે, પછડાય છે અને તૂટે છે, ત્યારે આપણે ઓશિયાળા બની પરિસ્થિતિના ઠેબે ચડતા, પોતાની પરાધીન વૃત્તિઓના ભાર તળે ચગદાતા, ચિત્તના વમળમાં ઘૂમરીઓ ખાતા વિનાશ પામીએ છીએ. પણ આપણે સ્વાધીન કેમ બનીએ ? આપણામાં રહેલી વિવેકશક્તિ જાગૃત કેમ ૨૪ ૦ ધર્મ-ચિંતન Page #42 -------------------------------------------------------------------------- ________________ કરાય ? આપણને સત્ય લાગે તેને આચારમાં મૂકવાની ઇચ્છાશક્તિ દઢ કેમ થાય ? આપણું વિષયોમાં ચકચૂર થયેલું મન તેના વિષયોની પરાધીનતામાંથી મુક્ત કેમ થાય ? મનુષ્યની પોતાની પ્રકૃતિ બદલાય શી રીતે ? તેનો પરંપરામાન્ય જવાબ એ છે કે જીવનમાં હરઘડીએ આંતનિરીક્ષણ કરવું. થોડી થોડી નિવૃત્તિ લઈ સત્યનું સંશોધન કરવું. સત્ય સમજાય કે–તેને ચિત્તમાં સતત ધારણ કરવું અને પ્રભુ પ્રાર્થના કરી તેને આચારમાં મૂકવાનું બળ માગી લેવું. બળ અવશ્ય મળશે. પણ આપણે પ્રકૃતિથી વિરુદ્ધમાં ક્યાં જવું છે ? તેને સ્વાધીન કરી લેવાની છે. બધી કામનાઓ છોડી દેવાનું કોણ કહે છે ? તેને સ્વાર્થથી મુક્ત કરવાની છે. ગુણોનો ત્યાગ કરવાનું કોઈ કહેતું નથી. સદ્દગુણો વિકસાવવાનું જ કહેવાનું છે. સુખને ફેંકી દેવાની વાત અહીં થતી નથી, શાશ્વત સુખ કમાઈ લેવાનું છે. પ્રકૃતિ એમની એમ રહે છે અને સંસાર એમનો એમ રહે છે જીવનનું વહેણ માત્ર બદલાય છે, તે અધોગામી મટી ઉર્ધ્વગામી બને છે. એને માટે શ્રમ અને તપશ્ચર્યા કરવાના રહે છે. પણ ક્યા જીવનમાં એ કરવાનાં નથી હોતાં ? આપણું પ્રત્યેક કાર્ય આપણા જીવનની શક્તિ પર અસર કરે છે. દુષ્કર્મ કરનારો કે પાપ કરનારો ઘડીભર ભોગ ભોગવતો દેખાશે, પણ તે કેટલો નિર્બળ બન્યો, તેનો કંઈ ખ્યાલ કરે છે ? એક સત્કાર્ય તમારા બીજા સત્કાર્યનું પગથિયું બની તમારી દૃઢતામાં ઉમેરો કરે છે અને એક દુષ્કાર્ય તમને લથડિયું ખવડાવી ' નિર્બળ કરી અંતે પાડે છે. - જીવન કંઈ ભોગો ભોગવવા માટે નથી. એક ભોગ તમને બીજા ભાગમાં લપસાવે છે, તમને નિર્બળ ને કૃપણ બનાવે છે. જો તમે માનવધર્મ પ્રમાણે સંયમપૂર્વકના ભોગ ભોગવશો તો આધ્યાત્મિક જીવનની હાનિ કર્યા વિના તમે બળવાન અને પુષ્ટ થશો. જીવન જીવવા માટે છે, તે દબાવી દેવા માટે નથી. પણ એ જીવન ભંડ-ડુકરનું નહીં હોવું જોઈએ. તમે એવી રીતે જીવો કે જાણે આત્માનું જીવન પ્રગટ થઈ રહ્યું છે. તમે અમર હો તો તમને ભય શો? તમે સૌમાં ઓતપ્રોત હો, તો ઠેષ શો ? તમે શ્રેષ્ઠ હો તો ઇર્ષ્યા શી? તમારું જ સર્વ કંઈ હોય તો લોભ શો? પરિગ્રહ શો? આ માટીના દેહમાં અને આ સ્થિતિસ્થાપક ચિત્તમાં પણ આત્માની કલા પ્રગટ થઈ શકે. ચિત્રકાર કાગળ પર, શિલ્પકાર પત્થર પર અને ગાયક વાજિંત્ર પર ચૈતન્યના ચમકારા પ્રગટ કરતો નથી ? ધર્મ-ચિંતન ૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર-આત્માનું ઘરેણું (આંતર-બાહ્ય જીવનના ઘડતરમાં ચારિત્ર તથા શ્રમનું જે આગવું, વિશિષ્ટ મૂલ્ય છે, તેનું હૃદયસ્પર્શી વિવરણ આ લેખમાં છે. સં.) ચારિત્ર્ય એ આત્માનું ઘરેણું છે અને શ્રમ એનો સોનાર છે. એ સોનાર કુદરત, સમાજ અને સંયોગોની એરણ પર ઇચ્છાશક્તિની હથોડી વડે ચારિત્ર્યનો ઘાટ ઘડે છે. હૃદયની ભાવનાઓ અને વાંછનાઓ સોનારૂપ છે, પણ એકલી ભાવનાઓ કે. વાંછનાઓને કશો આકાર હોતો નથી. શ્રમના હાથે ઘડાયા વિના તેમને સ્વરૂપ જ આવતું નથી. શ્રમ શરીરને ઘડે છે, મનને વલણ આપે છે અને ઇન્દ્રિયોને કાર્યક્ષમ બનાવે છે. શ્રમ–સોનારની એરણ પર ટિચાયા વિના ભાવના–સુવર્ણ અલંકાર બનતું નથી. ચારિત્ર્યને નિશ્ચિત અને સ્થાયી આકાર આપવાને માટે શ્રમની દુકાને જવું પડે છે, તેની ભઠ્ઠીમાં તપવું પડે છે, તેની ફુકણીની આંચ લેવી પડે છે, તેનાં હથિયારો વચ્ચે ચગદાવું, છોલાવું અને ઘડાવું પડે છે. શ્રમ આપણને કુદરતના ખોળે લાવી મૂકે છે. આપણા પગો ધરતીનો પરિચય કરી શકે છે, આપણા હાથો વસ્તુઓને સરળતાથી હેરવી ફેરવી તેની પિછાન કરી શકે છે, આપણી આંખો વસ્તુઓને ભેદી તેની ઓળખ કરી શકે છે, આપણા સ્નાયુઓ ગમે તેવાં હલનચલન માટે કેળવાઈ જાય છે, આપણા મનને ઈચ્છા જાગ્રતિનો અનુભવ થવા લાગે છે, આપણી બુદ્ધિ સંશોધક શક્તિ વડે સમર્થ બની જાય છે. આમ આપણી સમગ્ર જીવન-શક્તિઓને કુદરતની વિશાળ શક્તિઓ સાથે યોગ થાય છે અને આપણા આંતરિક ચારિત્ર્યને જે કુદરતનો માલ-મસાલો જોઈએ તે મળે છે. એથી તે સ્પષ્ટ આકાર ધારણ કરે છે. પણ જે શ્રમથી દૂર નાસે છે તેને કુદરતના, સમાજના અને સંયોગોના ભંડારમાંથી કશું જ મળતું નથી. અને તે ચારિત્ર્યહીન રહી જાય છે. જે મોટરોમાં જ ફરે છે, નોકરો દ્વારા જ કામ કરાવે છે, શરીરને પંપાળીને લાડકુ કરી નાખે છે, મનને સ્વચ્છેદ ઊડતા ભમરા જેવું તરંગી રહેવા દે છે, બુદ્ધિને કસ્યા વગરની બુટ્ટી રહેવા દે છે, તેને જીવનનો ખરો આસ્વાદ મળતો નથી. ભૂખ વિના જેવું ભોજન, લૂણ વિના જેવું અન્ન, તેવું શ્રમ વિનાનું જીવન લાગે છે. ચાવ્યા વિના ખોરાકનો ખરો સ્વાદ આવતો નથી. ઘર્ષણ વિના જેમ વિદ્યુત પેદા થતી નથી, તેમ શ્રમ વિના જીવનમાં સ્વાદ જ રહેતો નથી. આવા લૂખા જીવનને વિકારના, વિલાસના અને ફેશનના કૃત્રિમ મસાલાથી સ્વાદુ કરવાનો પ્રયત્ન ચાલે છે. ઘડીક સ્વાદ આવે છે, તો લાંબે ગાળે જીવનનું આરોગ્ય ચાલ્યું જાય છે. જીવનનો સાચો આધાર શ્રમ જ છે. ધર્મહીન પાંગળા બની અન્યના શ્રમની ૨૬. ધર્મ-ચિંતન Page #44 -------------------------------------------------------------------------- ________________ ઘોડી પર ખોડંગતા ચાલનાર દયાપાત્ર છે. એ પંગુતાનું ભાન વહેલું મોડું થયા વિના રહેતું નથી. અને જ્યારે તે થાય છે ત્યારે પરાવલંબી જીવનની ઘડી ન ભુંસાય તેટલી રીઢી થઈ ગઈ હોય છે. કુદરતના અને વ્યક્તિના સતત મિલાપ વિના જીવનની ત્વચા પગના તળિયાની ચામડી જેવી ઘટ્ટ થાય છે. શરીર સૂકાયેલા તુંબડા જેવું કઠણ રહે છે અને મન પડ્યા પડ્યા ઊતરી ગયેલા અન્ન જેવું આનંદહીન બને છે. શ્રમના અભાવે વૃત્તિઓ હરામખોર બને છે, તેને મફતનું અને પારકું માણવાનું ગમે છે. જીવનની શક્તિઓ પડી પડી સડે છે અને જવાનો માર્ગ ન મળતાં ગંધાતી નીકના ગંદા પાણીની જેમ પડી રહે છે. પરાવલંબનની છાયા તળે જીવનારનું મન દૂર્બળ અને લાલચુ ગુલામ જેવું થાય છે. જીવનના વાસ્તવિક મૂલ્યો તેને સમજાતાં નથી અને તે અજ્ઞાનતા અને અપ્રામાણિકતાના અંધારામાં ગોથા ખાધા કરે છે. - કોઈ પણ ગણની સચ્ચાઈ શ્રમની કસોટી પર જ નિશ્ચિત થાય છે. કોઈને માટે તમે શો શ્રમ લો છો તે પરથી જ તમારી સેવાનું, દયાનું અને પ્રેમનું માપ નીકળી શકે છે. તેમને શ્રમ વિના જીવનમાં કશું જ મૂલ્યવાન પ્રાપ્ત થશે નહિ. શ્રમથી જ તમે તમારું ખરું રૂપ પ્રગટ કરી શકશો અને ઘડી શકશો. શ્રમ કરવાની તક કદી ગુમાવશો નહિ. તમો તમારું શરીર યોગ્ય માર્ગે પરિશ્રમના પસીનાથી તરબોળ રાખો, તમે તમારું મન પરિશ્રમ કરવામાં ચોંટેલું રાખો, તમારી બુદ્ધિને પરિશ્રમ કર્યા વગરની આળસુ રહેવા દેશો નહિ. શ્રમ માનવીની વૃત્તિઓ, વિચારો અને પ્રવૃત્તિઓનો અરુણોદય છે. શ્રમ કરો અને જુઓ કે તમારું જીવન પ્રભાતની સુરખી જેવું રમ્ય, નવલ અને ગુલાબી બની જશે. જગતના બધા જીવોના હિતની ચિંતાનો-શ્રીનવકાર એ પાયો છે. તેની સાથે જોડાયેલું મન, કદીયે પોતાનું ‘મન’ ન રહે, પોતાની જ ચિંતાનું કેન્દ્ર ન રહે, પોતાના જ ભૂત-ભાવિને ભજવાનું મંદિર' ન રહે, પોતાના જ વિચારના ચારાનું ખેતર ન રહે. - પરંતુ ત્યાં હશે ચન્દ્રિકા શુભ ભાવની, મઘમઘે સુવાસ ગુણસ્મરણની, ગૂંજે ઘેરું સંગીત સર્વાત્મભાવનું. - અને એ રીતે–મહાપુણ્ય મળેલો માનવનો ભવ ઋણમુક્તિની પરાકાષ્ઠાએ ધર્મ-ચિંતન ૨૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ વિચારની શક્તિ વરાળ અને વિજળીની શક્તિથી જે મહાન કાર્યો ઘણી ઝડપથી થઈ શકે છે તેથી પણ વિશેષ અને ઘણું કાર્ય વિચારની શક્તિથી થઈ શકે છે. વિજળી અને વરાળને જેમ અમુક યંત્રમાં ગોઠવવા પડે છે, તેમ વિચારના બળને પણ અમુક મર્યાદામાં કે આકારમાં ગોઠવવાથી તેની ખરી શક્તિ કાર્ય કરી બતાવે છે. મનુષ્ય જેવા વિચારો કરે છે, તેવો તે થઈ શકે છે મનુષ્ય કરતાં વધારે ઉત્તમ કોઈ જીવન નથી, તેમ મન કરતાં વધારે ઉત્તમ કોઈ સાધન નથી. આ મનનો ઉપયોગ કરવા ઉપર મનુષ્યનું ભવિષ્ય વિશેષ પ્રકારે આધાર રાખે છે. વરાળ અને વિજળીને તો પૈસાદાર લોકો પોતાને સ્વાધીન કરી શકે છે પણ વિચારશક્તિ તો ગરીબ તેમ જ ધનાઢ્ય દરેકના તાબામાં છે. તેના નિયમો જાણવાથી તેનો ખરો ઉપયોગ કરી ફાયદો મેળવી શકાય છે. વિચારની આકૃતિઓ બંધાય છે. તેને મન તરફથી પોષણ મળે છે. મનમાં ઉત્પન્ન થતાં આંદોલનોને લીધે મનના અણુઓનો જથ્થો ગતિમાં મૂકાય છે અને તેથી તે અણુઓના જથ્થાની જુદી જુદી આકૃતિઓ બને છે. જો વિચારો બળવાન અને ચોક્કસ ન : હોય તો તે વિચારની આકૃતિ નિર્બળ બને છે. અને થોડા વખતમાં બદલાઈ જાય છે, વિખરાઈ જાય છે. જો વિચાર પ્રબળ હોય અને વારંવાર તેનું રટણ થતું રહે તો બળવાન, નિયમિત અને ચોક્કસ આકૃતિ બંધાય છે. પવિત્ર વિચારની પવિત્ર આકૃતિ અને ખરાબ વિચારની ખરાબ આકૃતિ બંધાય છે. જેના સંબંધમાં વિચાર કર્યો હોય તેના તરફ તીરની માફક આ આકૃતિ દોડે છે, પણ જો પોતાના સંબંધમાં તે વિચાર કર્યો હોય તો તે વિચારની આકૃતિ તેની સન્મુખ સમુદ્રમાં તરતી હોય તેમ મનની આગળ તરવર્યા કરે છે અને પોતાને તે આકૃતિ અસર કરે છે. ફરી ફરી તેવા વિચારો ઉત્પન્ન કરવામાં આ આકૃતિ મદદગાર થાય છે, માટે વિચાર કે લાગણી ઉત્પન્ન કરતાં પહેલાં બહુ સાવચેતી રાખવાની છે, નહિતર પોતાનું હથિયાર પોતાનો જ નાશ કરનાર થાય છે ખરાબને બદલે સારા વિચાર કરવાની પણ ટેવ પાડી શકાય છે. આ બાજી આપણા હાથની જ છે. આવી ઉત્તમ શક્તિ આપણામાં. હોવા છતાં શા માટે આપણે અધમ વિચારો તરફ ઢળી પડવું જોઈએ ? ૨૮૦ ધર્મ-ચિંતન Page #46 -------------------------------------------------------------------------- ________________ શુભ, આશાજનક અને વિશ્વનું ભલું કરવાના વિચારોને હૃદયમાં સ્થાન આપવામાં આવે, નિરંતર તેવા જ વિચારો કરવામાં આવે, તો જુઓ પછી કે અશુભ, નિરાશાજનક અને અમંગલ વિચારો દૂર નાસી જાય છે કે નહિ ? આનું પરિણામ એ આવશે કે કોઈપણ વિચાર કરવાનો પ્રયત્ન નહિ કરતા હોઈએ, તે અવસરે પણ આપણા મનમાં શુભ વિચારો જ હુર્યા કરશે. કેમકે પ્રથમ કરેલા શુભ વિચારોની આકૃતિઓ આપણી આજુબાજુ ફરતી હોવાથી તે જ તેમાં વધારો કર્યા કરે છે. વિચાર-શક્તિનો સારો ઉપયોગ કરવાનું આપણે શીખીએ તો આપણી જિંદગી સુખી અને શાંત બન્યા વિના ન જ રહે. ત્રિસંધ્યાકાપ સવાર-બપોર અને સાંજ એમ ત્રણે સંધ્યાએ વિધિપૂર્વક કરાતો શ્રીનવકારમંત્રનો જાપ વિનોને વિખેરી નાખે છે અને સંક્લેશને સમાવી દે છે. પરમોપકારી શાસ્ત્રકારોએ અચિંત્ય સામર્થ્ય ધરાવતા શ્રીનવકારને ત્રણે સંધ્યાએ જપવાનો ઉપદેશ આપતાં ફરમાવ્યું છે કે : भद्द ! पावभक्खणो एस मंतो, ता सव्वायरेण तुमए ति संझं तओ, पंच, अट्ठ वा वारे नियमओ पढियव्वओ, विसेसओ भोयणसयणेसु, न मोत्तव्वो खणं पि एत्थबहुमाणोत्ति । વત્સ ! આ મહામંત્ર પાપનું ભક્ષણ કરનારો છે અર્થાતુ પાપનો પ્રણાશ કરનારો છે. તેથી તારે સર્વપ્રકારના આદરપૂર્વક ત્રણે સંધ્યાએ ત્રણ વાર, પાંચ વાર અથવા આઠ વાર નિયમિતપણે આ મંત્રાધિરાજનો જાપ કરવો. વિશેષેકરીને ભોજન તેમ જ સુવાના સમયે મહામંત્રનો ખાસ જાપ કરવો અને આ શાશ્વત મહામંત્ર પ્રત્યેનું બહુમાન તો એક ક્ષણવાર પણ ચૂકવું નહિ. (આ. ભ. શ્રીહરિભદ્રસૂરિ મ. કૃત– શ્રીઉપદેશપદમહાગ્રંથ' આ. ભ. શ્રીમુનિચંદ્રસૂરિ મ. કૃતઃ ટીકા સમેત, પત્ર ૪૨૦-૪૨૧, ગાથા ૧૦૩૯) ધર્મ-ચિંતન. ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ વિચારની અસર (શિયાળો અસર કરે, ઉનાળો અસર કરે, અને વિચાર અસર ન કરે? કરે, જરૂર કરે, વિચાર કઈ રીતે અસર કરે છે તે ગંભીર હકીકત આ લેખમાં બહુ જ સ્પષ્ટ તેમ જ સરળ ભાષામાં વ્યક્ત થઈ છે. અગાધ ચિંતનના પરિપાક સ્વરૂપ આ લેખમાં જીવનને, શ્રીજિનેશ્વર ભગવાનની સર્વકલ્યાણકારી ભાવનાનું મહાકેન્દ્ર બનાવવાની અનુપમ સામગ્રી રહેલી છે. સં.) એક શાંત સરોવરમાં પત્થર ફેંકવામાં આવતાં કુંડાળાવાળાં તરંગો ઉત્પન્ન થાય. છે. એક તરંગ બીજા તરંગને, બીજો ત્રીજાને એમ સરોવરના છેડા સુધી કુંડાળાં કરતાં તરંગો એક બીજાને ઉત્પન્ન કર્યા કરે છે. તેમ વિચારમાં પણ તેવા જ પ્રકારના બીજા બીજા વિચારો ઉત્પન્ન કરવાનું બળ રહેલું છે. આજે પ્રમાણે ટાઢનાં, તાપના, શરદીનાં, પ્રકાશનાં અને અગ્નિનાં આંદોલનો ફરી વળીને તેની આજુબાજુના પ્રદેશમાં ટાઢ, તાપ, શરદી, પ્રકાશ અને ગરમી ઉત્પન્ન કરે છે. એ નિયમ મુજબ બીજાના સંબંધમાં કરેલા વિચારોનો પ્રવાહ નવાં નવાં આંદોલનો ઉત્પન્ન કરતો તે માણસ પાસે જાય છે, તેની આસપાસ ફર્યા કરે છે અને પ્રસંગ મળતાં તે વિચાર તેને અસર કરે છે. કેટલીક વખતે તે વિચાર પ્રમાણે તે માણસને શુભાશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરાવે છે. શુભ વિચારો સામાના સદ્ગણમાં વધારો કરે છે, ત્યારે અશુભ વિચાર સામાં મનુષ્યને તેમજ વિચાર મોકલનારને પણ નુકસાન કરે છે. તેના દુર્ગુણમાં વધારો કરે છે. આપણે જે બોલીએ છીએ, તે વચનમાં પણ નવીન આંદોલનો ઉત્પન્ન કરવાનો ગુણ રહેલો છે. તે આંદોલનો તેના રસ્તામાં રહેલાં અણુઓને પોતાના જેવા જ સ્વરૂપે વાસીત કરીને, શબ્દની આકૃતિઓ ઉત્પન્ન કરીને સામા રહેલા મનુષ્યોના કાનમાં પ્રવેશ કરે છે અને તે શબ્દના કહેવાના આશયનો, અર્થનો બોધ કરાવે છે અને આપણા કહેવાનો આશય સમજીને તે મનુષ્ય તેવી પ્રવૃત્તિ પણ કરે છે. આવો અને તેથી પણ સૂક્ષ્મ અને પ્રબળ ગુણ વિચારમાં રહેલો છે. - કલ્યાણનો વિચાર જીવને સન્માર્ગગામી કરે છે. વૈષ કે તેવો વિચાર અશાંતિ અને ઉગ ઉત્પન્ન કરાવે છે કે જેને વિશ્વદૃષ્ટિ ખીલેલી છે, તેઓની જેમ આ વિચારોને જોવાની આપણી દૃષ્ટિ પણ વિકાસ પામે તો જરૂર આપણે ખરાબ વિચારો કરતાં અટક્યા વિના ન રહીએ. જે મનુષ્યોનો સ્વભાવ સાત્ત્વિક પ્રકૃતિવાળો અને સદ્વિચારવાળો થઈ રહેલો હોય છે, તેના સહવાસમાં આવવાથી મનુષ્યોને શાંતિ મળે છે, તેની પાસે બેસી રહેવાનું ગમે ૩૦૦ ધર્મ-ચિંતન Page #48 -------------------------------------------------------------------------- ________________ છે, તેની સમીપમાં રહેવાથી શુભ વિચારના બીજને પોષણ મળે છે, તેવે વખતે સદ્વર્તન રાખવાનું કામ સહેલું પડે છે. આનું કારણ માત્ર એ જ છે કે તે સત્પરુષોના સદ્વિચારોના આંદોલનો અને તેથી બંધાયેલું તેમની આસપાસનું પવિત્ર વાતાવરણ આપણને આવી સુંદર સ્થિતિમાં લાવી મૂકે છે. જુદા જુદા વિચારવાળાનાં આંદોલનો જુદા જુદા પ્રકારે વહ્યા કરે છે. વૈરાગીના મનમાંથી વૈરાગ્યનું વાતાવરણ પ્રગટ થાય છે, ત્યાગીના મનમાંથી ત્યાગના, તપસ્વીના મનમાંથી તપશ્ચર્યાના, યોગીના મનમાંથી યોગના, જ્ઞાનીના મનમાંથી જ્ઞાનના, ભક્તના હૃદયમાંથી ભક્તિના અને સંયમીના હૃદયમાંથી સંયમના વિચારનો પ્રવાહ વહ્યા કરે છે અને તેથી તે તે જાતનાં આંદોલનોનો પ્રવાહ તે તે જાતની લાગણી ધરાવનારા તથા તે તે સંસ્કારવાળા જીવોના મનને તે તે જાતનો વિચાર વધારે ઝડપથી અસર કરનાર નીવડે છે.. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે જેવા વિચારો આપણે કરીશું, તેવા વિચારવાળા જીવો આપણા તરફ આકર્ષાશે. અને તેવી અસર વિશ્વના મનુષ્યો ઉપર આપણે કરી શકીશું. જેવા વિચારોનું કેન્દ્રસ્થાન આપણે બનીશું. તેવા સજાતીય વિચારવાળાને આપણે મદદગાર બનીશું. અથવા મુશ્કેલીમાં ઉતારનારા કે સન્માર્ગથી પતીત કરનારા થઈ શકીશું. આપણા વચનને માટે આપણે જેટલા જવાબદાર છીએ તેના કરતાં પણ આપણા વિચારો માટે આપણે વધુ જવાબદાર છીએ. કારણ કે વચન કરતાં વિચારો ઘણાં દૂર જાય છે અને મનુષ્યોને ઘણી સૂક્ષ્મ અસર કરે છે. મનુષ્યમાં રહેલા સત્તાગત સંસ્કારોને વિશેષ પ્રેરક અને પોષક બને છે. સંશય અને જ્ઞાન જાણવા માટેનો સંશય હિતકારક છે. તે જિજ્ઞાસારૂપ હોવાથી તારક છે. ન માનવા માટેનો સંશય નાશક છે. એક સંશય છે, સત્યને ખોજવા માટે. સંશોધન માટેનો સંશય છે હાર્દિક. તેમાં નમ્રતા સંશોધન માટેનો છે. અવિશ્વાસ જનિત સંશય બૌદ્ધિક છે. હાર્દિક જિજ્ઞાસા લાભદાયી છે. બૌદ્ધિક જિજ્ઞાસામાં તર્ક હોય છે. તે તત્ત્વમાં શ્રદ્ધા નથી જામવા દેતો, માટે અહિતકારી છે. ધર્મ-ચિંતન • ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનું બળ (જેના સિવાય જીવનમાં સૂનકાર ફેલાઈ જાય છે, ભવસ્થિતિ પાકતી નથી એ ભવનાશિની અમોઘ શક્તિ ભાવનાના પ્રકાર અને તેના સ્વરૂપ ઉપર આ લેખમાં સુંદર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આત્મભાવના ઉચ્ચતમ પ્રકાશના પક્ષકાર બનાવનાર લેખ છે. સં.) વિશ્વના તમામ જીવો સુખી થાઓ, સર્વજીવો કર્મમુક્ત થાઓ, સર્વ જીવો મોક્ષના અવ્યાબાધ સુખોને પામો, સર્વત્ર સુખ અને શાંતિ પ્રસરો, સર્વત્ર સજ્ઞાન અને સદ્વિચારો પ્રસાર પામો, આ જાતિની શુભ વિચારણાઓને ભાવના કહેવાય છે. શુભ ભાવનાઓ કદી પણ નિરર્થક જતી નથી. શુભ ભાવનાઓ એ સદ્વિચારરૂપ હોવાથી તે વિચારની આકૃતિઓ સૂક્ષ્મ ભૂમિકામાં બંધાય છે અને ચારે તરફ ફેલાય છે. તે આકૃતિઓ અન્ય મનુષ્યોના મનના સંબંધમાં આવે છે અને તેનામાં પણ એવા વિચારો જાગૃત કરે છે. વળી જે વ્યક્તિ શુભ ભાવનાઓ કરે છે, તે વ્યક્તિ પોતે શુભ વિચારોનું કેન્દ્રસ્થાન મધ્યબિંદુ બને છે અને તેથી જગતમાં જે જે સારા વિચારોનાં રૂપ હોય, તે તેના તરફ આકર્ષાય છે અને તેના શુભ વિચારોને પુષ્ટ કરે છે. વળી આવી ભાવનાઓથી સકલ પ્રાણિમાત્ર સાથે તેને મૈત્રી થાય છે અને ઘણા જીવો સાથે પૂર્વના અશુભ કર્મબંધ થયા હોય તે વિખરાઈ જાય છે. વળી તે શુભભાવનાઓ તેના ક૨ના૨ને શુભ કર્મ કરવા ઉચ્ચ કાર્યો કરવાને પ્રેરે છે તેથી નિરંતર ઉચ્ચ અને શુભ ભાવનાઓ કરવી એટલું જ નહિ પણ તેને યથાશક્તિ અને યથામતિ વ્યવહારમાં ઉતારવાને કટિબદ્ધ રહેવું જરૂરી છે. આત્મવિકાસનું તે અનન્ય સાધન છે. ભાવનાનું સ્વરૂપ ભાવનાઓ અનેક પ્રકારની કહી છે. તેમાં મુખ્ય ચાર છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ. આ ચાર ભાવનાઓ મુખ્ય એટલા માટે છે કે આ ચાર ભાવનાઓ જેનામાં ન હોય, તે ધર્મ પાળવાને લાયક બની શકતો જ નથી. તે ચાર ભાવનાઓમાં પહેલી મૈત્રી ભાવના છે. બીજી કરુણા, ત્રીજી મુદિતા અને ચોથી માધ્યસ્થ્ય છે. પરના હિતની ચિંતાનો વિચાર તે મૈત્રી છે. પરના દુઃખના નાશનો વિચાર તે કરુણા છે. પરના સુખથી થતા સંતોષનો વિચાર તે મુદિતા છે. ૫૨ના દોષ તરફ ઉપેક્ષાનો વિચાર તે માધ્યસ્થ્ય છે. આ ચાર ભાવનાઓ વિશિષ્ટ પ્રેમરૂપ છે. એક અપેક્ષાએ ઉચ્ચ જીવ પ્રતિ પ્રેમ તે પ્રમોદરૂપ છે. સમાન પ્રતિ પ્રેમ તે મૈત્રીરૂપ છે. ઉતરતા અને હલકા પ્રતિ પ્રેમ તે અનુક્રમે કરુણા અને માધ્યસ્થ છે. આ ભાવનાઓ જેના અંતરમાં નિરંતર વાસ કરી રહેલી છે, તે મનુષ્યમાંથી દ્વેષ સર્વથા નાશ પામે છે. દ્વેષ નાશ પામવાની સાથે દ્વેષની સાથે સંબંધ ધરાવતા સર્વ દુર્ગુણો સ્વયમેવ વિલય પામે છે. રાગભાવનો નાશ જેમ વૈરાગ્યભાવનાથી છે, તેમ દ્વેષભાવનો નાશ મૈત્રીભાવનાથી છે. સકલ પ્રાણિ પ્રત્યે હિતચિંતાનો ભાવ હોવો એ પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો પાયો છે. ૩૨ ૦ ધર્મ-ચિંતન Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવનું મહત્ત્વ-૧ (ભવોભવની ભાવઠ ભાંગનારા આત્માના ભાવને ભાવ આપવાની અતિ અગત્યની વાત આ લેખમાં અદ્ભુત રીતે ગૂંથાયેલી છે. આ લેખનો પ્રત્યેક શબ્દ જીવતત્ત્વને ભાવ આપવાની દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાની અનુપમ પ્રભાવના સમાન છે. સં.) તે પોતાનામાં બધાને અને બધામાં પોતાને જોવા તેનું નામ ભાવ છે, ભક્તિ છે. ભક્તિથી સ્વપરનો ભેદ મટી જાય છે. - ઈશ્વરની ભક્તિ કરવાવાળાની આત્મભાવના વધતી જાય છે. ઈશ્વરનિષ્ઠ માણસ આત્મજ્ઞાની બને છે. તેનું જીવન આનંદમય થાય છે. જગત સાથે આત્મતુલ્ય ભાવ જેને પ્રાપ્ત થયો નથી અને પરમાત્મા સાથે પણ જેને તુલ્ય ભાવ સાધ્ય થયો નથી, તેની ગતિ અહંકારી થાય છે. ભાવ એ જગતની મૂડી છે. તેથી તે કેવળ પોતાને માટે વાપરવો એ ગુન્હો છે. જે બીજાને ભાવ આપી શકતો નથી, તે ભાવથી દરિદ્ર છે, અભાવવાળો છે, ભાવશૂન્ય છે. . - પરને આત્મસમાન ન ગણે તે પોતે પોતાના ભાવથી હણાય છે. વિવેકશક્તિ, ન્યાયબુદ્ધિ નીતિ, પ્રામાણિકતા, પ્રીતિ, ભક્તિ, વગેરે સર્વ સદ્ગણોને હણનારો થાય છે. પ્રભુનો જે ભાવ છે તે ભાવ જ્યાં સુધી ઉગતો નથી ત્યાં સુધી તે ભાવના વિરહનો વિલાપ, વિરહનું દુઃખ થવું જોઈએ. એ ન થાય ત્યાં સુધી તે ભાવ આવવો શક્ય નથી. ભાવના વિરહનો વિલાપ એ જ ભાવનમસ્કાર ભાવનું સ્મરણ એ જ રસ છે. એ રસ જયારે તીવ્ર બને, ત્યારે જ સાચું દુષ્કૃતગણ અને સુકૃત અનુમોદન થાય છે અને તો જ પંચપરમેષ્ઠિ નમસ્કારનું ભાવથી શરણ થાય છે. ભાવથી ભાવ વધે છે. વિશ્વના જીવોને ભાવ આપવાથી પરમેષ્ઠિ નમસ્કારનો ભાવ વધે છે અને પરમેષ્ઠિ નમસ્કારના ભાવથી વિશ્વના જીવો પ્રત્યે હિતનો ભાવ વધે છે. પર એટલે શત્રુ, શત્રુભાવ મોક્ષમાં બાધક છે. મિત્રભાવથી જ તે દૂર થાય છે. મિત્રભાવ એ મોક્ષનું સાધન છે. ધર્મ-ચિંતન 33 Page #51 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વ' અને ‘પર’નો ભેદ વ્યવહારથી છે. નિશ્ચયથી કોઈ ૫૨ નથી, કોઈ સ્વ નથી, કિન્તુ સર્વ સમાન છે. ત્યાં સ્વ-પર શબ્દનો વ્યવહાર નથી, પણ આત્મ શબ્દનો વ્યવહાર છે. કહ્યું છે કે આત્મા વડે આત્મા, આત્માને, આત્મામાં જાણે-જુએ, તેને જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે. સ્વનો વિચાર એ દુષ્કૃત, તેની જુગુપ્સા જોઈએ, સર્વનો વિચાર એ સુકૃત, તેનું અનુમોદન જોઈએ. સર્વમાં સ્વ સમાઈ જાય છે. સાચો શરણભાવ સ્વદોષની જુગુપ્સા અને સર્વ સુકૃતોના અનુમોદનમાં છુપાયેલો છે. હૃદયમાં પ્રત્યેક જીવાત્મા પ્રત્યે પ્રેમભાવનો પૂર્ણ અગ્નિ પ્રગટાવવો જોઈએ. મનને સમતોલ બનાવવાનો, સુખી અને શાંત બનાવવાનો, આનંદી અને સુખી કરવાનો એ સિવાય બીજો કોઈ માર્ગ છે જ નહિ. પ્રેમવડે સર્વવ્યાપક એકતાનો સાક્ષાત્કાર કરવો એ જ હૃદયની શુદ્ધિ છે. પ્રેમનું અમૃત જ દ્વેષાગ્નિને શાંત કરે છે. પરમ સુખના ઇચ્છુકે પ્રત્યેક જીવ સાથે પ્રેમનું જોડાણ આદરવું જોઈએ. હૃદય સ્વચ્છ કરવાની એ પ્રથમ કુંચી છે. વિચારોની જેટલી ઉચ્ચતા, ભવ્યતા, શુદ્ધતા તેટલી તેની તેજસ્વીતા અધિક હોય છે. સદ્ભાવના અને સદ્વિચારના બીજ રોપનાર જ સુખ અને શાંતિના પાક લણી શકે છે. સુખદુઃખનાં કારણો એ વિચારોનો જ માત્ર પ્રભાવ છે. તાર વગરના દોરડાની જેમ વિચારો પોતાના સમાન ગુણધર્મી વિચારો સાથે વાતો કરે છે. તેમાં હદ વગરનું (Magnetism) ચુંબકત્વ રહેલું છે. વિચારો પરસ્પરને ખેંચે છે. જે વિચારોનું બળ વધારે છે, તે નબળા વિચારને નમાવે છે, દબાવે છે, તેના પર શાસન કરે છે. વિચારોના બળનો આધાર તેની દઢતા અને એકાગ્રતા ઉપર છે. હું સૌનો મિત્ર છું, તેથી મારું કોઈ શત્રુ રહી શકે તેમ નથી. દઢતાથી કરેલા આ જાતિના વિચારો સજાતીય વિચારોને જગાડે છે અને વિજાતીય વિચારોને દૂર કરે છે. મનને આ રીતે મૈત્રી બાંધવાનું સુંદર ક્ષેત્ર (Field) બનાવવું જોઈએ. ૩૪ ૦ ધર્મ-ચિંતન Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાવનું મહત્ત્વ-૨ (વિશ્વાત્મભાવની અનુભૂતિમાંથી સ્વાભાવિકપણે ફુરેલા અચિંત્ય પ્રેરક અને ઉપકારક શબ્દો, આ લેખને ભાવના મહાકાવ્ય સરખો બનાવી રહ્યા છે. સં.). જગતનો સર્વવ્યવહાર અનવરત સ્કૂરણ, કંપ અને ધ્રુજારીને આધારે ચાલે છે. પરમાણુથી પર્વત પર્યત સઘળું કંપમય અવસ્થામાં છે. તે બધી ચીજોને કંપાવવાની શક્તિ પોતાના વિચારોમાં છે. તે માટે વિચારોને મજબૂત અને તાલબદ્ધ કંપવાળા બનાવવા જોઈએ. ઉચ્ચભાવનાઓમાં સતત રમણ કરવું એ જ જીવનની દીક્ષા છે. મનની ઇચ્છા સ્વપ્રત્યેથી વાળીને સર્વ પ્રત્યે કરવામાં આવે તો, સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, કામ-ક્રોધની વૃત્તિઓનો અંત આવે છે. તેનું ઉત્પત્તિસ્થાન “અસ્મિતા' હતું, તે રહેતું નથી. “અસ્મિતા'નું પ્રથમ રૂપ “હું રહેતું નથી. તેનું બીજું સ્વરૂપ “અહંકાર છે, તે પણ રહેતો નથી, મનનો સંબંધ જીવાત્માની સાથે થાય તો “અસ્મિતા' જાગે પણ સર્વાત્માની સાથે થાય તો “અસ્મિતા' “હુંપણ ઉત્પન્ન થઈ શકતું નથી. અને તેની સાથે સંબંધ રાખનારી વાસનાઓ પણ જાગતી નથી મૂલપ્રકૃતિને પરિવર્તન કરવાનો એકનો એક ઉપાય મનનો સંબંધ જીવાત્મા સાથે ન થવા દેવો અને સર્વાત્મા સાથે કરવો તે છે. સર્વના સુખની ઇચ્છા જાગ્યા પછી અહંકાર અને મમકારના સ્થાને સમર્પણ અને સેવાભાવ જ ઊભો રહે છે. પરમાત્મભાવને સમર્પણ અને જીવાત્મભાવની સેવા એ તેનું ફળ છે. અહંભાવ જે સંસારભ્રમણનું કારણ છે. તેના ‘હું કાર ઉપર અને નીચે “રકારરૂપ અગ્નિ બીજ વડે આરાધક પોતાને પગથી માથા સુધી દહન કરે, જેથી અહંભાવ ભસ્મીભૂત થાય. આથી ‘ગઈ કારની તત્ત્વમયતા સ્થાપિત થાય છે. તત્ત્વ એટલે ધ્યેય અથવા રહસ્ય. તત્ત્વવિદ્ એટલે યથાર્થ જાણનાર–રહસ્ય જાણનાર. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે સમાધિ તો યોગીઓ જ લગાવે, સમાધિમાં શરીર અને સ્થાન ભૂલી જવાય છે. તેવી અવસ્થાનો યોગીઓ જ નહિ પણ પોતાના રોજીંદા જીવનમાં દરેક જીવ અનુભવ કરતો હોય છે. જીવનમાં જે કાર્ય અને જે વસ્તુ ઉપર પ્રીતિ હોય તેવા કાર્યમાં દરેક જીવ (ક્ષણિક) સમાધિનો અનુભવ કરતો હોય છે. એક પ્રેમી બીજાં પ્રેમીની યાદમાં પોતાને શું નથી ભૂલી જતો ? - એ રીતે જો વિશ્વના સર્વ જીવો સાથે પ્રેમ કેળવાય તો વિશ્વપ્રેમી પરમાત્માની ' યાદમાં કેટલો આનંદ આવે ? ધર્મ-ચિંતન ૩૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ વિશ્વના સર્વજીવોનું હિત ચિંતવનાર એવા શ્રીઅરિહંત પરમાત્માની યાદમાં આનંદ આવવા લાગે ત્યારે સમજવું કે તમારો તેમની સાથે યોગ થઈ ગયો. એથી જે સમાધિ આવશે તેમાં શાશ્વત આનંદનો અનુભવ થશે. તે યોગ અને સમાધિ સાધવા માટે મનને કેળવવું પડશે. જગતના સર્વજીવોનું હિત થાય અને સર્વજીવોનું હિત ચાહનાર અને કરનાર પરમાત્માનો વિજય થાય એ ભાવનાને મનમાં વારંવાર લાવવી પડશે. એ ભાવનાના પુદ્ગલો ચૌદરાજલોકમાં ફેલાઈને સર્વત્ર શાંતિનો પ્રસાર કરશે. વિશ્વમાં શાંતિ પ્રસારનાર ભાવનાનો અને શાંતિ વર્ષાવનાર શ્રીઅરિહંત ભગવાનનો વિજય થાઓ. આ મહામંત્રનું જેઓ રટણ કરશે તેઓ ચિત્તની સમાધિ પામશે, સમાધિનું સુખ મેળવશે, શાશ્વત શાંતિનો અનુભવ કરશે. ભવભવનું ભાથું शास्त्राभ्यासो जिनपतिनतिः संगतिः सर्वदान्यैः, सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् । सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे सम्पद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥१॥ મહાન ધર્માત્મા મંત્રી વસ્તુપાળે પ્રતિદિન ભાવેલી આ ભાવના પ્રત્યેક જૈન માટે આદર્શ—આરીસો છે. મહામાત્યની આ ભાવનાના નિર્મળ-નિષ્કલંક આરીસામાં પોતાના પ્રતિબિંબને સ્પષ્ટપણે જોવાથી પોતામાં રહેલાં માલિન્યને જોઈ શકાશે એ દૂર કરી શકાશે. “જ્યાં સુધી મને અપવર્ગ-જન્મ-જરા-મરણાદિનો સર્વથા નાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રત્યેકભવમાં-૧. શાસ્ત્રોનો અભ્યાસ-શ્રવણ-મનન પરિશીલન. ૨. ત્રિભુવનતારક અરિહંતોને નમસ્કાર. ૩. હંમેશ આર્યપુરુષોનો સમાગમ-સત્સંગ. ૪. સચ્ચારિત્રપાત્ર પુરુષોના ગુણગણનું કથન-ગાન. ૫. કોઈના પણ દોષકથનમાં મૌન. ૬. સર્વને પ્રિય અને હિતકરવચન. ૭. અને આત્મતત્ત્વમાં ભાવના, આત્મસ્વરૂપમાં રમણતા, જીવમાત્રના હિતની ભાવના, આત્મતત્ત્વમાં થતાં ષટ્કારકોની વિચારણા— પ્રાપ્ત થાઓ !'' ૩૬ ૦ ધર્મ-ચિંતન Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થંકર પરમાત્માના આત્મદ્રવ્યની ઉચ્ચતમતા વસે, મોટર, (૧) દ્રવ્યની ઉચ્ચતા તેના ભાવ પરથી માપી શકાય. પ્રભુનો ભાવ બીજા બધા ઉત્તમ આત્માઓના ભાવોને એકઠા કરીએ, તો પણ અનેકગણો ચઢી જાય છે. આજનો દેશ નેતા : ખાવાને અનાજ, પહેરવાને રહેવાને ઘર, ફરવાને ભણવાને નિશાળ, માંદાને ઇસ્પિતાલ પુરી પાડવા ઇચ્છે છે, તેનું નામ દ્રવ્ય દયા છે. સાધુ સંતો :અજ્ઞાનીને જ્ઞાન, અશ્રદ્ધાળુને આચારહીનને આચાર આપવા ઇચ્છે છે, તેથી તે ભાવ દયા છે. પ્રભુ શું આપવા ઇચ્છે છે? મિથ્યાષ્ટિને સમ્યગ્દર્શન, મિથ્યાજ્ઞાનીને સમ્યજ્ઞાન, 'મિથ્યાચારિત્રીને સમ્યક્યારિત્ર. એ ત્રણ સાધનો વડે સંસારમાં પરિભ્રમણશીલ જીવને મોક્ષનાં અવ્યાબાધ સુખ આપવા ઇચ્છે છે. આનું નામ ઉત્કૃષ્ટ ભાવદયા છે. ભાવદયામાં પણ તારતમ્ય હોય છે. પ્રભુનો ભાવ સર્વને અને પ્રત્યેકને આત્મધન પ્રાપ્ત કરાવવાનો હોવાથી અને તેમના જેવો ઉત્કૃષ્ટભાવ બીજાઓમાં ન જાગતો હોવાથી તેમનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ છે. (૨) જેઓનું આત્મદ્રવ્ય સર્વોત્કૃષ્ટ હોય તેઓને ઓળખાવનારું નામ પણ અચિંત્ય માહામ્યવાળું હોય જ. (૩) જેમનું નામ અચિંત્ય માહાભ્યવાળું હોય તેમનું રૂપ તેથી પણ વધારે મહિમાવાળું માનવું જોઈએ, કારણ કે એક રૂપમાં અનેક નામોનો સંગ્રહ છે. શ્રદ્ધા, ધર્મ-ચિંતન ૩૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૪) સમાનભાવ અને સમાનદ્રવ્યને ધારણ કરનાર વ્યક્તિઓમાં ભેદ પાડવાની શક્તિ દેશકાળમાં નથી તેથી તેઓનું એક સ્વરૂપ “વિશ્ચાત્તાઘનવચ્છિનાનંતવિત્રસ્નાત્રમૂર્તિઃ ' કહેવાય છે. (૫) દેશ-કાળનો ભેદ કથંચિત્ બુદ્ધિ પ્રકલ્પિત છે. સાધનામાં તે ભેદ પ્રયોજનભૂત નથી, તેથી તેને બાધ કરીને અવિશેષ રહેનાર ભાવ અને દ્રવ્યને મુખ્ય કરાય છે. તે સર્વ અરિહંતોમાં સ્વરૂપથી સમાન હોવાના કારણે એકની પૂજામાં સર્વની પૂજા અને એકની હીલનામાં સર્વની હીલનાનો નિયમ સચવાય છે. (૬) પ્રભુના આત્મદ્રવ્યની પૂજા પોતાના આત્મદ્રવ્યની પૂજા સ્વરૂપ જ છે. પ્રભુનું ધ્યાન એ પોતાના આત્માનું જ ધ્યાન છે અને તેથી કંઈક વિશેષ છે, કેમ કે તેમાં પોતાથી અધિકનું પણ ધ્યાન થાય છે. (૭) પ્રભુના ભાવનું બહુમાન એ પોતાના ભાવને ઊંચા લાવવાનું સાધન છે. ભાવથી ભાવ વધે છે. સજાતીયને સજાતીય મળવાથી બંનેની શક્તિ વધે છે. સજાતીય અને વિજાતીય મળવાથી બંનેની શક્તિ ઘટે છે. પ્રભુના ધ્યાનથી સજાતીયતાના કારણે આત્મા સબળ બને છે. મનનું મૌન મનનું મૌન એ છેવટનું મૌન છે. મનમાં સંકલ્પનો ઉદય જ ન થાય, એવી ઉન્મની અવસ્થામાં શાંતિનો ચિર નિવાસ હોય છે. મનનો વિક્ષેપ એ મૌનનો ભંગ છે. મનને નિસ્તરંગ કરી સમાધિમાં લીન કરવાનો અભ્યાસ એ ખરો મૌન સાધવાનો પ્રયોગ છે. યોગ દ્વારા મનનો પર તત્ત્વમાં રોધ, એ મહામૌન છે. આવા મૌનની અસર વિશ્વજનને થાય છે. એવા માણસ જ્યારે બોલે ત્યારે એનો બોલ શાસ્ત્ર બને છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રાગ એ આત્માની અવજ્ઞારૂપ છે. દ્વેષ એ વિશ્વની અવજ્ઞારૂપ છે. જીવતત્ત્વની અવજ્ઞા ઘોર કર્મ ઉપાર્જન કરાવીને ભવાટવીમાં ભટકાવે છે. જીવતત્ત્વની વિરાધનાથી જ જીવ ભવમાં ભટકે છે. જ્યાં સુધી એ વિરાધના ન ટળે ત્યાં સુધી ભવભ્રમણ માટે એમ નથી. ૩૮ - ધર્મ-ચિંતન Page #56 -------------------------------------------------------------------------- ________________ સાચું માધ્યથ્ય (ભાવનું સર્વોચ્ચ શિખર છે માધ્યચ્યભાવ. એ ભાવનો તત્ત્વતરબોળ અર્થ ગહન અનુભૂતિમાંથી પ્રગટેલા આ લેખમાં છે. સં.) સાચું માધ્યય્ય સઘળા શ્રેષ્ઠભાવોનું શ્રેષ્ઠતમત્વ જેનામાં સમાયેલું છે, તે માધ્યચ્ય ભાવની સાધના માટે મળેલો માનવનો ઉત્તમભવ મૈત્રી, પ્રમોદ અને કારુણ્ય વડે જ સાર્થક થાય. - હિત ચિંતા એ જ ખરું માઘથ્ય છે. ગુણ બહુમાન એ જ ખરું માધ્યથ્ય છે. દુઃખિત-દુઃખ-પ્રહાણેચ્છા એ જ ખરું માધ્યચ્યું છે. માધ્યશ્ય ભાવની ટોચે પહોંચેલા સિદ્ધ પુરુષોની સહાયથી જ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય વિકસે છે. પોતાના પક્ષપાત જેવો જ બીજા જીવોનો પક્ષપાત એ જ સાચું માધ્યય્ય. છે. | સર્વ આચારનું મૂળ વિનય છે. વિનયનું પ્રેરક તત્ત્વ કૃતજ્ઞતા છે. તીર્થકરો ઉપરનો ભક્તિભાવ, “કૃતજ્ઞતા' ગુણના વિકાસ ઉપર આધાર રાખે છે. તીર્થંકરદેવોના ઋણ તળે સમગ્રવિશ્વ આવેલું છે. તેમાં મુખ્ય કારણ તેઓના આત્મદ્રવ્યનું વૈશિસ્ત્ર છે. ભૌતિક વિશ્વ ઉપર આહત્યનો પ્રભાવ છે. આહત્યની ભક્તિથી જ ભૌતિક સમૃદ્ધિનું અસ્તિત્વ છે. વ્યવહાર ધર્મનું મૂળ કૃતજ્ઞતાભાવ છે. નિશ્ચય ધર્મનું મૂળ મૈત્રીભાવ છે. કૃતજ્ઞતાભાવ છે. તીર્થંકર પરમાત્માના ઉપકારની કબૂલાત કરાવે છે. મૈત્રીભાવ સર્વજીવના આત્મદ્રવ્યની કિંમત સરખી છે, તેનો એકરાર કરાવે છે. સર્વજીવનું જીવત્ર આત્મતુલ્ય છે, એમ જાણ્યા છતાં સંસારમાં તીર્થકર દેવાધિદેવનું આત્મદ્રવ્ય સર્વાધિક છે, એમ જો ન જાણવામાં આવે તો પણ મુક્તિના દ્વાર ખુલ્લાં થતાં નથી. સર્વ સાથેનો સમાનભાવ ઉપકારક છે. પરંતુ ગુરુ સાથેનો સમાનભાવ ઉપકારક નથી, તો પછી પરમગુર, આદ્યગુરુ, વિશ્વગુરુ તીર્થંકર દેવાધિદેવ પરમાત્મા સાથે એકાંત તુલ્ય ભાવ કેટલો ઘાતક બને ? તેમના ઉપકારનો અપલાપ કરનારો તે કૃતજ્ઞતારૂપી મહાપાપને પુષ્ટ કરનારો થાય. આ વ્યવહારનો સિદ્ધાંત છે. વ્યવહારમાં અતિનિષ્ણાંત નિશ્ચયધર્મનો અધિકારી નથી. તીર્થંકર પરમાત્માઓની સર્વાધિકતા અને સર્વોપકારકતા હૃદયભૂમિમાં જ્યાં સુધી સ્થિર ન થાય, દઢપણે ન સ્થપાય, ત્યાં સુધી સર્વ આત્માઓ આત્મતુલ્ય છે કે, ધર્મ-ચિંતન ૩૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્વઆત્મા પરમાત્મતુલ્ય છે, એ નિશ્ચયનું એકાંત તત્ત્વજ્ઞાન ગુણકારક થતું નથી.. વ્યવહારમાં બીજાઓ કરતાં પોતાની અધિકતા જે અંશમાં છે, તેને જોઈ શકનાર પોતાના કરતાં દેવાધિદેવના આત્માની અધિકતા ન જોઈ શકે, તેણે સર્વઆત્માઓને આત્મતુલ્ય માન્યા છતાં પરમાત્મસ્વરૂપ તીર્થંકરદેવના આત્માને આત્મતુલ્ય પણ ક્યાં માન્યા ? તેમની જેટલી અધિકતા છે, તેના કરતાં એક અંશ પણ ન્યૂન ભાસે ત્યાં સુધી તે મૂઢતા છે, અવિવેકિતા છે, મોહગ્રસ્તતા છે. તીર્થંકર પરમાત્માઓના આધ્યાત્મિક અને આધિભૌતિક ઋણ તળે રહેલ સમગ્રવિશ્વને અને પોતાના આત્માને તે રૂપે ન ઓળખે, ત્યાં સુધી સમ્યક્ત પણ ક્યાં છે? અને સાચું માધ્યસ્થ પણ ક્યાં છે ? શ્રીનવકાર માહાભ્ય જેમ પર્વતમાં મેરુ, વૃક્ષમાં કલ્પતરૂ, સુગંધમાં ચંદન, વનમાં નંદન, મૃગમાં સિંહ, ખગમાં ગરુડ, તારામાં ચંદ્ર, નદીઓમાં ગંગા, રૂમવાનમાં કામદેવ, દેવમાં ઈદ્ર, સમુદ્રમાં સ્વયંભૂરમણ, સુભટમાં વાસુદેવ, નાગમાં શેષનાગ, શબ્દમાં આષાઢી મેઘ, રસમાં ઇક્ષરસ, ફૂલમાં અરવિંદ, ઔષધિઓમાં સુધા, રાજાઓમાં રામચંદ્રજી, સત્યવાદીમાં યુધિષ્ઠિર, ધીરતામાં ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં ધર્મ, સામુદાયિક સુસંપ, ધર્મમાં દયાધર્મ, વ્રતમાં બ્રહ્મચર્ય, દાનમાં અભયદાન, તપમાં સત્ય, રત્નમાં હીરો, નરમાં નિરોગીનર, શીતલતામાં હિમ, તેમ સર્વ મંત્રોમાં શ્રીનવકાર મંત્ર એ સારભૂત અને શ્રેષ્ઠ છે. એના સઘળા ઉપકારો સહસ્ત્ર મુખથી પણ કદી કહી શકાય તેમ નથી. - શ્રીપંચપરમેષ્ઠિ ગીતા ૪૦ ધર્મ-ચિંતન Page #58 -------------------------------------------------------------------------- ________________ કરુણા, ઉદારતા અને સમતા (મૈત્રીભાવનાની સમગ્રતાનું હૃદયંગમ નિરુપણ આ લેખમાં થયું છે. મૈત્રીભાવના પાકે છે એટલે કરુણા, ઉદારતા અને સમતાની–અરુણોદય પછી પ્રગટતા પ્રભાકરની માફક–પરિણામમાં પધરામણી થાય છે. સં.) મૂલગ્રાહી કરુણા દુઃખ દૂર કરવાની લાગણીવાળો દુઃખના મૂળરૂપ વાસનાને દૂર કરવાની લાગણી ન ધરાવે તો તે કરુણા શાખાઝાહી છે, મૂલગ્રાહી નથી. મૂલઝાહી કરુણા દુઃખનું કારણ વાસના અને વાસનાનું ફળ દુ:ખ બંનેથી ઉગારી લેવા ઇચ્છે છે. શાસ્ત્રોમાં તેને ‘ભાવ દયા’ શબ્દથી સંબોધવામાં આવે છે. સતત અભ્યાસ અમૈત્રીનો ભાવ મિત્રતા અને પ્રેમના સતત અભ્યાસ અને પ્રયોગથી દૂર થઈ શકે છે. કોઈ શત્રુ નથી, સર્વ મિત્ર છે, સર્વ એક યા બીજી રીતે સહાયક છે, સર્વમાં આપણા જેવું જ તત્ત્વ રહેલું છે, આ વિચારોમાં રહેવાનો સતત અભ્યાસ અમૈત્રીભાવ દૂર કરે છે. દેવ, ગુરુ અને ધર્મ શ્રીજિનધર્મ કરુણાપ્રધાન છે, દુઃખિતનાં દુઃખનો નાશ કરવાની વૃત્તિ અને શક્તિ અનુસાર તેની પ્રવૃત્તિ એ કરુણા છે. તે કાર્ય દેવ, ગુરુ અને ધર્મથી સર્વોત્કૃષ્ટપણે સધાય છે માટે શ્રીજિનશાસનમાં એ ત્રણ તત્ત્વો પરમ પૂજનીય, પરમ આરાધનીય અને પરમ આદરણીય છે, કરુણા એ પરદુઃખછેદન કરનારી કરણી છે. કરુણાહીનની પૂજા કે ભક્તિ કે આરાધના ધર્મરૂપ બનતી નથી. કરુણાવાનની ભક્તિ એ જ ભક્તિ, કરુણાવાનની આરાધના એ જ આરાધના અને કરુણાવાનની પૂજા એ જ સાચી પૂજા છે. ચાર પ્રકારના ધર્મમાં પણ કરુણા છે, દાનમાં કરુણા છે, શીલમાં કરુણા છે, તપમાં કરુણા છે અને ભાવમાં કરુણા છે. એ ચારેમાં સ્વ અને સર્વને સુખી કરવાની કામના છે. સ્વ અને સર્વનાં દુઃખને દૂર કરવાની ઝંખના છે. એ કામના અને ઝંખના જ ધર્મને અમૃત બનાવે છે. એ ધર્મરૂપી અમૃત જ અજરામરપદની પ્રાપ્તિ કરાવે છે. ધર્મ-ચિંતન ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ કરુણા અને ઉદારતા કરુણા અને ઉદારતા એ દાનધર્મનો મૂલ સ્રોત છે. દાનધર્મથી આપનારને ચિત્તની પ્રસન્નતા અને લેનારને દ્રવ્ય-ભાવ શાતા મળે છે. વૃક્ષ ફળ અને છાયા આપે છે. નદી જળ અને વાદળ આપે છે, વનસ્પતિ ભોજન અને ઔષધિ આપે છે, સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે, વાયુ શ્વાસ અને જીવન આપે છે, પૃથ્વી સ્થાન અને અન્નાદિ આપે છે, વિશ્વની વ્યવસ્થા જ દાન ધર્મ ઉપર અવલંબેલી છે. કેવળ વસ્તુઓનું દાન એ જ દાન છે એમ નહિ પણ ભાવનું, જ્ઞાનનું, પ્રેમનું દાન પણ દાન છે, કોમળ વૃત્તિઓ અનેક પ્રકારની છે. તેમાં કરુણા અને પ્રેમનું વિશિષ્ટસ્થાન છે. દયા પણ અભયનું દાન જ છે, ક્ષમા પણ એક પ્રકારની ઉદારતાનું દાન છે. સમુદ્ર જળનો સંગ્રહ કરે છે માટે રસાતલને પામે છે, વાદળ સર્વને જળ આપે છે માટે આકાશ પર ચઢીને ગર્જારવ કરે છે. કહ્યું છે કે संग्रहैकपरः प्राप्तः समुद्रोऽपि रसातलम् । दाता तु जलदः पश्य भुवनोपरि गर्जति ॥१॥ પ્રબન્ધચિંતામણિ .. સમતાનું સ્વરૂપ સર્વે નીવા પરમામમાં !' શ્રીદશવૈકાલિકસૂત્ર : અ-૪ સર્વ જીવો પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઇચ્છા અને દુઃખના હૈષવાળા છે. પરમાહગ્નિગા' પદથી સર્વ જીવો સુખના અર્થી અને દુઃખના દ્વેષી છે, એમ કહીને કદી જીવને દુઃખ થાય નહિ અને સર્વ જીવોને સુખ થાય તે રીતે વર્તવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું છે–આ જાતિની સમતા વિના દાન, તપ, યમ કે નિયમનું મુક્તિ માર્ગમાં કાંઈ પણ ફળ નથી. સમતાપૂર્વક કે સમતા અર્થે કરાયેલાં તે ફળદાયી થાય છે. ત્રસસ્થાવરાદિ ભેજવાળા સર્વ જીવોમાં સુખપ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે એમ સમજી સર્વ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે સમતા કહેવાય છે. ૪૨. ધર્મ-ચિંતન Page #60 -------------------------------------------------------------------------- ________________ વૈરાગ્ય અને ભક્તિ (જીવને દેહના ધ્યાનમાં જોડનારા વિષયોની સોબત છોડવાની તેમ જ પ્રભુભક્તિમાં પોતાના સઘળા પ્રાણોને જોડવાની મનનીય તેમ જ ઉપકારક તાત્ત્વિક સામગ્રી આ લેખમાં પીરસાયેલી છે. તેથી ભાવભોજન-ભવદુઃખશોધનમાં સહાયભૂત થશે. સં.) વૈરાગ્ય વડે આત્મદર્શન વિપાકની વિરસતારૂપ દોષદર્શનજનિત વૈરાગ્ય એ અપર વૈરાગ્ય છે અને આતમાનુભવજન્ય દોષદર્શનરૂપ વૈરાગ્ય એ પર વૈરાગ્ય છે. વિષયોમાં ગમે તેટલા દોષ જોવામાં આવે પણ જ્યાં સુધી જીવને દેહાધ્યાસ છે, ત્યાં સુધી વિષયોનો અધ્યાસ પણ કાયમ રહે છે. એટલે જડ દેહમાં ‘અ ંત્વ-મમત્વ' બુદ્ધિનો અંશ છે, ત્યાં સુધી જડ વિષયોમાં ‘અ ંત્વ-મમત્વ' ટળતું નથી. વિષયોમાં દોષદર્શનજનિત વૈરાગ્ય વિષયોના સંગથી દૂર રહેવા પૂરતું પ્રારંભિક આભ્યાસિક કાર્ય કરી આપે છે. તેટલા પૂરતી પ્રારંભ કાલે તેની અનિવાર્ય ઉપયોગીતા છે, કેમ કે વિષયના સંગમાં રહીને આત્માનુભૂતિનો અભ્યાસ અશક્ય છે, વિષયોમાં વિપાકકાલે થતા દોષોનું દર્શન વિષયોના સંગનો ત્યાગ કરાવી આત્માનુભૂતિના અભ્યાસમાં ઉપકારક થાય છે, તેથી તે વૈરાગ્યને શાસ્ત્રકારોએ પ્રથમ સ્થાન આપેલું છે. પરંતુ વિષયોનો બાહ્યસંગ છૂટ્યા પછી તેની આંતરિક આસક્તિ ટાળવા માટે આત્માનુભૂતિ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને આત્માનુભૂતિવાળા પુરુષોની ભક્તિ સિવાય આત્માનુભૂતિ પણ નીપજતી નથી એટલે પ્રાથમિક વૈરાગ્ય, પછી અનુભૂતિમાન પુરુષો ઉપરની ભક્તિ, અને પછી આત્માનુભૂતિ એ ક્રમ છે. આત્માનુભૂતિ પછી ઉપજતી વિષયોની વિરક્તિ એ તાત્ત્વિક વિરક્તિ છે, કેમ કે પછી વિષયોની વિજાતીયતાનું પ્રત્યક્ષ ભાન થાય છે. કહ્યું છે કે— विषया विनिवर्तन्ते, निराहारस्य देहिनः । रस वर्जं रसोऽप्यस्य, परं दृष्ट्वा નિવર્તતે ભક્તિ વડે આત્મદર્શન આત્મદર્શનનો બીજો ઉપાય ભક્તિ છે. ભક્તિનો અર્થ સજાતીય તત્ત્વ સાથે એકત્વનું અનુભવન. સજાતીય તત્ત્વ સમગ્રજીવરાશિ છે, તેની સાથે એકત્વનું અનુભવન મૈત્ર્યાદિ ભાવો વડે થાય છે. તેથી તે મૈત્ર્યાદિ ભાવોનો અભ્યાસ એ ભક્તિનો અભ્યાસ છે. તે અભ્યાસ તેના પરિપાક કાળે રાગ-દ્વેષની વૃત્તિઓથી દૂર હઠાવી સમત્વની સિદ્ધિ કરી આપે છે. સમત્વવાન પુરુષને પોતાના આત્મામાં જ પરમાત્મસ્વરૂપનું દર્શન થાય ધર્મ-ચિંતન ૦ ૪૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ છે. કહ્યું છે કે— रागादिद्वान्तविध्वंसे, कृते सामायिकांना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥१॥ ‘પરમ’નું સ્વરૂપ જોયા બાદ વિષયો પ્રત્યેની અંતરંગ આસક્તિ ચાલી જાય છે, તેનું જ નામ પર વૈરાગ્ય છે. અપર વૈરાગ્ય આદિમ કારણ છે, પર વૈરાગ્ય અંતિમ ફળ છે. તેનો હેતુ આત્માનુભૂતિ અને આત્માનુભૂતિનો હેતુ ભક્તિ છે. ભક્તિ વડે ઇર્ષ્યાઅસૂયાદિ ઉપક્લેશો જાય છે અને વિરક્તિ વડે રાગ-દ્વેષાદિ વૃત્તિઓ ટળે છે. રાગદ્વેષાદિનું મૂળ ક્લેશ છે. તેને ટાળવા માટે આત્મદર્શનજનિત પર વૈરાગ્ય આવશ્યક છે. અભિષ્યંગને અયોગ્ય એવા વિષયો પર અભિષ્યંગ કરવો તે રાગ છે.૧ માત્સર્યને અયોગ્ય એવા જીવો ૫૨ માત્સર્યભાવ કરવો, તે દ્વેષ છે. તે અગ્નિજવાલાની જેમ સંતાપ ઉપજાવનારો છે.૨ જીવો પ્રત્યે મૈત્યાદિ ભાવોના અભ્યાસથી દ્વેષ જાય છે અને વિષયો પ્રત્યે વિરક્તિના અભ્યાસથી રાગ જાય છે. વિવેકજ્ઞાનને આવ૨ના૨ મોહ છે. વિષયો વિનશ્વર છે, આત્મા અવિનાશી છે. વિષયોના સંગથી આસક્તિ વધે છે અને આત્માના ધ્યાનથી વિરક્તિ પેદા થાય છે, તત્ત્વનો અવબોધ ન થવા દેવો, તે મોહનું કાર્ય છે. એ રીતે રાગ-દ્વેષ અને મોહની વૃત્તિઓનું નિવારણ ભક્તિથી થાય છે. ભક્તિ વડે આત્મગુણોની તુષ્ટિ-પુષ્ટિ દોષો જેમ ટળતા જાય છે, તેમ આત્માનંદ વધતો જાય છે અને અનુભવ પૂર્ણ થતાંની સાથે જ વિષયોની ભૂખ ભાંગી જાય છે. માટે જ કહ્યું છે કે જેમ ભોજન વડે તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધાની નિવૃત્તિ એ ત્રણે કાર્ય સાથે જ થાય છે, તેમ પ્રભુના નામ મંત્રરૂપી ઔષિધ વડે પણ ભક્તિરૂપી તુષ્ટિ, આત્માનુભૂતિરૂપી પુષ્ટિ અને વિષયોની વિરક્તિરૂપી ક્ષુધાની નિવૃત્તિ એક સાથે થાય છે. શારિરિક ક્ષુધાનિવૃત્તિ માટે જેટલી જરૂર આદરપૂર્વકના ભોજનની છે, તેટલી જ વાસનારૂપી ક્ષુધાંના નિવારણ માટે આદરપૂર્વક પ્રભુના નામ મંત્રની છે. પ્રભુ નામનું ગ્રહણ એ આધ્યાત્મિક આહા૨ છે, નિર્બળ આત્માને બળવાન બનાવનાર છે. વાસનારૂપી માનસિક રોગોના કારણે જીવે પોતાનું શુદ્ધબળ ગૂમાવ્યું છે અને નિર્બળ બન્યો છે. તે નિર્બળતા પથ્ય ભોજન વડે દૂર થઈ શકે ૧. અવિષયેઽભિષ્નારદ્રા]: | २. तत्रैवाग्निज्वालाकल्पमात्सर्यापादनात्द्वेषः । રૂ. દેવેતરમાવાધિમપ્રતિવધવિધાનામ્મોહઃ । - ધર્મબિંદુ. ૪૪ ૦ ધર્મ-ચિંતન Page #62 -------------------------------------------------------------------------- ________________ તેમ છે. માનસિક પથ્ય ભોજન પ્રભુનામમંત્રનું શબ્દથી અને અર્થથી ગ્રહણ કરવું તે છે. તે વડે ભક્તિ, આત્માનુભૂતિ અને વિષયવિરક્તિરૂપી તુષ્ટિ, પુષ્ટિ અને ક્ષુધાનિવૃત્તિ સધાય છે. વિષયોની વાસનાઓથી ક્રોધાદિ કષાયોની ઉત્પત્તિ થાય છે અને અને ક્રોધાદિ કષાયોના પુનઃ પુનઃ સેવનથી આત્માની મૂળ કાયા ક્ષીણતાને પામે છે. તે ક્ષીણતાને દૂર કરવાનો ઉપાય પથ્યભોજનની જેમ પ્રભુના નામ મંત્રનું સ્મરણ આદિ છે અને કુપથ્ય વર્જનની જેમ વિષયોના સંગનો ત્યાગ વગેરે છે. વિષયોથી દૂર રહી પ્રભુસ્મરણ આદિમાં સમય પસાર કરવામાં આવે તો આત્મગુણોની તુષ્ટિ-પુષ્ટિ અવશ્ય થાય છે, એવો સર્વ મહાપુરુષોનો અનુભવ છે. મહામંત્રનો પ્રભાવ વિધિયુક્ત ભૂતકાળમાં આરાધાયેલાં અને વર્તમાનમાં આરાધાતા શ્રીપંચપરમેષ્ઠિ મહામંત્રના પ્રભાવથી વિશ્વરચના વ્યવસ્થિત ચાલી રહી છે. એ પરમેષ્ઠિના પવિત્રતમ ભાવના બળથી સૂર્ય, ચંદ્ર નિયમિત ઉદય પામે છે, પૃથ્વી ધાન્ય આપે છે, મેઘ પાણી આપે છે, જગતમાં સદ્ગુણોની પ્રાપ્તિ થાય છે. એ શ્રીપરમેષ્ઠિઓના પ્રભાવથી જ વિશ્વકલ્યાણની કામના જીવંત છે, પરમતત્ત્વની હયાતી છે, અરે ! જગતમાં જે જે શુભ દૃષ્ટિગોચર થાય છે, તે સર્વ સારાએ વિશ્વને સ્વાત્માની જેમ જોનારા પરમ પુરુષોના પરમભાવનું ફળ છે અને જે કાંઈ અશુભ છે, તે વિશ્વભાવને છોડી–પરાર્થભાવને ત્યજી કેવળ સ્વાર્થની વાસનામાંથી જન્મેલ મલિનતાનું ફળ છે. અહો ! આવી મલિનતામાં પણ માનવતાના બીજ રોપી દાનવ થતા અટકાવી મહામાનવનું સર્જન કરી વિશ્વભાવનાનું પવિત્ર પાત્ર બનાવનાર આ પરમેષ્ઠિ મહામંત્રનો પ્રભાવ અજબ છે. ત્રણે કાળમાં જગતમાં જ્યાં જ્યાં વિશ્વભાવના દેખાય છે, ત્યાં ત્યાં આ મહામંત્રનો પ્રભાવ કામ કરી રહ્યો છે. ધર્મ-ચિંતન - ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી રિષભદાસ જૈન દર્શનશુદ્ધિનું દ્વાર ઃ ‘દાસોઽહં’-૧ દર્શનશુદ્ધિની ભૂમિકા ‘ભક્તિ’-૨ દર્શનશુદ્ધિનો પાયો “પરોપકાર”-૩ દર્શનશુદ્ધિનો મૂળમંડપ-“મૈત્રીભાવ’-૪ દર્શનશુદ્ધિનું સોપાન—‘સ્વાધ્યાય’-૫ ૪૬ ૦ ધર્મ-ચિંતન ૪૭ ” ” & ≤ Page #64 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિનું દ્વાર ઃ ‘દાસોઽહં’-૧ (‘દાસોઽહં’ની ભાવના છે, મહામંત્ર શ્રીનવકારની આરાધનાનો પાયો. પાયાના ચણતર પછી મકાનનું ચણતર થાય, પહેલાં મકાન અને પછી પાયો એ અવળો ક્રમ ગણાય. અવળા તે ક્રમ મુજબ અથવા અવિધિએ થતી આરાધનાના ગેરલાભ અને ક્રમસરની અથવા વિધિ મુજબની આરાધનાના લાભ સંબંધી સ્પષ્ટ વિવેચન આ લેખમાં કરવામાં આવ્યું છે. સત્ત્વશીલ લેખક મહાશયની ઘણા વર્ષોની આરાધનાનો ઉજાસ આ લેખની અસરકારકતામાં સંગીન બળ પૂરે છે ગણિતાનુયોગનો મહિમા આ લેખમાં સુંદર રીતે વ્યક્ત થયો છે. સં.) આ વિશાળ અને વિરાટવિશ્વ મૂર્ત અમૂર્ત એમ બન્ને પ્રકારના સકળ પદાર્થની (Perfect_Scientific process) વિજ્ઞાનપૂર્ણ વિવિધ પ્રક્રિયાની એક મહાન (Laboratory) પ્રયોગશાળા છે. પછી ભલે તે પુદ્ગલ સ્કંધોમાં ૨હેલ ૫૨માણુઓના રસસ્થાનકોની હોય કે આત્માના અધ્યવસાય સ્થાનકોની હોય, ષડદ્રવ્યની હોય કે પંચાસ્તિકાયની હોય, ગુણસ્થાનકની હોય કે માર્ગણાદ્વા૨ોની હોય. આ આખી સર્વાંગ સંપૂર્ણ વ્યવસ્થા ગણિતના સરળ સિદ્ધાંત ઉપર નિર્ભર છે. ટુંકમાં એમ કહી શકાય કે આખા સંસારચક્રનો મૂળાધાર ગણિત (Mathematics) છે. ચારે અનુયોગમાં ગણિતાનુયોગનું સ્થાન પણ દ્રવ્યાનુયોગ જેટલું જ મહત્વનું છે. ગુણસ્થાનક, ગુણશ્રેણી, ગુણસંક્રમ, માર્ગણાસ્થાનક જીવ સ્થાનક અને કમ્મપયડી આદિના ભાંગાઓનું તથા ચૌદપૂરવના પદાર્થવિજ્ઞાનનું વિસ્તૃત્ત વિવરણ શાસ્ત્રોમાં મળે છે તેનો મૂળાધાર ગણિતાનુયોગ છે. જીવનવિકાસની જેટલી ઋદ્ધિ, સિદ્ધિ, અને સંપત્તિ આદિ સાધન સામગ્રી છે તે ગણિતના સિદ્ધાંત ઉ૫૨ જ નિર્ભર છે. ચૌદ પૂરવધર મુનિમહાત્માઓ સકળ પ્રત્યક્ષજ્ઞાન ન હોવા છતાં વસ્તુ સ્થિતિની કેવળી સદેશ પ્રરૂપણા કરે છે અને ચૌદ પૂર્વના વિસ્તૃત જ્ઞાનની પરાવર્તના એક અંતર્મુહૂર્તમાં કરે છે તેનો આધાર ગણિત જ છે અને આવા અલૌકિક ગણિતજ્ઞના મગજમાં ગણિતજ્ઞાનની આવી અનુપમ ક્ષયોપશમ શક્તિ પણ ગણિત ઉપર આધાર રાખે છે. સારાંશ કે આખું વિશ્વ દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવના ગણિત ઉપર ચાલી રહ્યું છે. આથી જૈન દર્શનમાં સત્ય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાપેક્ષ છે.એટલે જ જૈનદર્શનને સાપેક્ષવાદ, નયવાદ, સ્યાદ્વાદ કે અનેકાંતવાદને નામે પણ ઓળખવામાં આવે છે. આવી અપૂર્વ ગણિતબદ્ધ વિશ્વવ્યવસ્થા પ્રાણીમાત્રના જીવનવિકાસ માટે છે. એટલે આપણે માટે આપણા જીવનના વિકાસના પ્રત્યેક અંગમાં પણ ગણિતના આજ અકાટય સિદ્ધાંતનો આધાર અનિવાર્ય છે, માટે તેમાં પદ્ધતિસર પ્રવેશ કરવો પડશે. વ્યાવહારિક જીવનમાં પણ અનુક્રમ શૈલી અને પદ્ધિતનો ખ્યાલ ના રાખે તો ઘણા પ્રયત્ન પછી પણ જોઈએ તેટલી સફળતા પ્રાયઃ મળતી નથી. કોઈ એક વિદ્યાર્થી ધર્મ-ચિંતન ૦ ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ બાર વર્ષ સુધી B.A.ના વર્ગમાં બેસે તોય તે પણ અભણ રહે છે. પણ જો તે ક્રમસર અભ્યાસ કરે તો સારો અભ્યાસી બની બાર વર્ષમાં ડીગ્રી મેળવી પ્રોફેસર બની શકે છે. કેટલાંક ફળો અને ઔષિધઓ એવી છે કે જો આહાર પહેલાં લેવામાં આવે તો આંતરડાને નુકશાન કરે છે અને આહાર પછી લેવામાં આવે તો તે લાભદાયક બને છે. ઔષધોપચારમાં પણ ક્રમ અને શૈલીનો ખ્યાલ રાખવો પડે છે. એક દર્દી આંખના દર્દથી પીડાઈને વૈદ્ય પાસે જાય છે. વૈદ્ય તેને પેટ સાફ કરવાની એક પડીકી અને આંખમાં અંજન માટે સુરમાની પડીકી આપે છે, હવે જો તે દર્દી સુરમાની પડીકી ખાઈ જાય અને પેટ સાફ કરવાની પડીકી આંખમાં આંજી દે તો આખી આંખ અને પેટ બન્નેને નુકશાન થાય છે. કારણ કે દવાના ક્રમમાં તેણે ભૂલ કરી છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત જંગલમાં ભમે છે, ભૂખ સખત લાગી છે. જંગલમાં એક વૃદ્ધાની ઝુંપડીએ જાય છે. ડોસી તેમને ખાવા માટે ખીચડી આપે છે. બન્ને ભૂખ્યા હોવાથી ખીચડી ખાવા માટે ઉતાવળથી વચ્ચે હાથ નાંખે છે અને દાઝે છે,. ડોસી કહે છે કે તમે પણ ચંદ્રગુપ્ત અને ચાણક્ય જેવા મૂર્ખ લાગો છો, કારણ કે તેમણે પ્રથમ આજુબાજુનો પ્રદેશ જીતવાને બદલે સીધો રાજધાની ઉપર હુમલો કર્યો અને હાર ખાઈને ભાગવું પડ્યું. ક્રમ એવો છે કે પહેલાં આજુબાજુનો પ્રદેશ તાબે કરીને પછી રાજધાની ઉ૫૨ હુમલો કરવો જોઈએ. ખીચડી ખાવામાં પણ પ્રથમ આજુબાજુથી ખાવાનો ક્રમ જાળવવો જોઈએ. આ રીતે તેઓએ ડોસી પાસેથી ક્રમનું જ્ઞાન મેળવ્યું અને મહામૌર્ય સામ્રાજ્યના સ્વામી બન્યા. આજ રીતે આપણે માટે સર્વોપરિ ધર્મ સામ્રાજ્યની સિદ્ધિમાં પણ પદ્ધતિ અથવા શૈલીનું અનુસરણ કરવું આવશ્યક છે. એક મહાન ચિંતક અને તત્ત્વજ્ઞ સાથે વિચાર વિનિમય કરતાં સાગરને ગાગરમાં સમાવી દે, એવા શબ્દોમાં કહ્યું કે જો દાસોડહંમાં રહેલ રહસ્યને સારી રીતે સમજી લે તો સાધના સરળતાથી સિદ્ધિ આપનારી બની શકે છે. દાસોડહંમાં ત્રણ ભૂમિકાઓ છે. (૧) દાસોઽહં (૨) સોડહં (૩) અહં બાલ અવસ્થા, તરુણ અવસ્થા, અને વૃદ્ધાવસ્થા. એ એક જ જીવનની ત્રણ અવસ્થાઓ છે અને તેનો પ્રાદુર્ભાવ કાલલબ્ધિ અનુસાર થાય છે. તેવી રીતે આત્મવિકાસની આ ત્રણે ભૂમિકાઓ ક્રમસર પ્રગટ થતી જશે. એકને છોડીને બીજીને પકડવી તે વિકાસક્રમના પથમાં પત્થર નાંખવા જેવું છે અને પછી તેની ઠોકર પણ ખાવી જ પડે છે. ગુણસ્થાનક અનુસાર વિકાસક્રમ ત્રણ ભાગમાં વિભાજિત કરી શકાય છે. ૧થી ૬ ગુણસ્થાનક સુધી પ્રમત્ત, ૭થી ૧૦ સુધી અપ્રમત્ત અને ૧૧થી ૧૪ સુધી વીતરાગ. પ્રમત્તમાં વિકાસ સાધવા માટે દાસોઽહંની સાધના મુખ્ય છે. અપ્રમત્તમાં ૪૮૦ ધર્મ-ચિંતન Page #66 -------------------------------------------------------------------------- ________________ સોડની સાધના હોય છે અને વીતરાગત્વમાં અહંની ઉપાસના છે. • ક્રમ છોડવાથી જેમ સુતરનો દડો આખોયે અસ્તવ્યસ્ત થઈ જાય છે અને તેમાં 'ગાંઠો પડી જાય છે તેવી જ રીતે આત્મવિકાસની પદ્ધતિ અથવા ક્રમનો જો ખ્યાલ ન રહે તો કાં નાસીપાસ થવાય કાં માર્ગમાં અટવાઈ પડાય. - દાસોડહંમાં પુરુષાર્થ કરતાં દાસત્વ ભાવની પ્રધાનતા હોય છે. સોડહંમાં ભાવ કરતાં પુરુષાર્થની પ્રધાનતા હોય છે અને અહમાં ભાવ કરતાં સ્વભાવની પ્રધાનતા મુખ્ય હોય છે. જેમ બાલ્યકાળમાં વડીલોનો આધાર, તરુણ અવસ્થામાં સ્વયંબળનો આધાર અને વૃદ્ધાવસ્થામાં સમતાનો આધાર જીવનને સુખી બનાવે છે, તેમ આ પંચમકાળમાં પ્રમાદનું જોર પ્રબળ હોવાથી, સંઘયણ બળ અત્યંત અલ્પ હોવાથી, બુદ્ધિ વિષય અને કષાયોમાં અટવાઈ ગયેલી હોવાથી તથા સ્વ-સામર્થ્યની નબળાઈ હોવાથી દાસોડહંથી જ સાધન સુલભ બની શકશે. અન્ય દર્શનકારોએ પણ કલિયુગમાં ભક્તિયોગને પ્રધાન માનેલ છે. આજે અનેક ભક્તોના જીવનચરિત્રો આપણી સામે છે અને તે વાંચવાથી સમજાય છે કે તેઓને ભક્તિમાં શક્તિનો સાક્ષાત્કાર થયેલો છે. આપણે ત્યાં પણ દાસોડહં ભાવનાને શ્રેષ્ઠ માનેલ છે. એમ સાહિત્ય જોતાં લાગે છે અને એટલા જ માટે શાસ્ત્રોમાં નમસ્કાર મહામંત્રનો મહિમા આટલો બધો ગવાયેલ છે. ઘણા અજ્ઞાની, મૂઢ અને પાપી મનુષ્યો આ નવકારમંત્રની આદરપૂર્વક આરાધના કરીને વિકાસના પથ ઉપર ચઢેલ છે. આ મહામંત્રને કલ્પવૃક્ષ, કામકુંભ, કામધેનુ અને ચિંતામણિરત્ન કરતાં અત્યંત પ્રાભાવિક માનવામાં આવેલ છે. તત્ત્વાનુશાસનના કર્તાએ નમસ્કાર મહામંત્રને પરમસ્વાધ્યાય કહ્યો છે. નમસ્કારનો ભાવ એ દાસોડહંભાવનો પાયો છે. કોઈપણ કઠણ ધાતુ ઉપર ઘાટ ઘડવો હોય, તો તેને પ્રથમ નરમ બનાવવી પડે છે. પછી જ તેની ઉપર સારી કારીગરી થઈ શકે છે. માટે વજથી પણ કઠીણ એવા આ મનઃ (ને) નમ: માં પરિવર્તીત કરવા માટે દાસોડહં ભાવ નિતાંત જરૂરી છે. આ નમસ્કાર મહામંત્ર કેવળ ચૌદપૂર્વનો સારમાત્ર જ નહિ પણ ચૌદરાજલોકનો મૂલાધાર (Fulcrum) છે, એટલે જ તત્ત્વજ્ઞાન કથન છે. जिण सासणस्ससारो, चउदस पुव्वाण जो समुद्धारो । जस्स मणे नवकारो संसारो तस्स किं कुणई ॥१॥ જીવનને નમસ્કારમય બનાવી વારંવાર તેની રઢ લગાવવી પડશે. ચંદન સ્વભાવસિદ્ધ શીતલ હોવા છતાં રગડવાથી ઉષ્ણ બની જાય છે અને તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે, એવી રીતે, જે મનને આપણે દુરારાધ્ય માનીએ છીએ તે મનમાં નમસ્કાર મહામંત્રના નમ:ના રટણથી પરિવર્તન થઈ શકે છે. અધ્યાત્મયોગી ધર્મ-ચિંતન - ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ આનંદધનજી મહારાજ સાહેબ કહે છે કે, મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. મનુસ્મૃતિમાં કહ્યું છે કે “મન પર્વ મનુષ્ઠાણાં કારણં વધુ મોક્ષયોઃ" ભર્તુહરી કહે છે કે : “મનસિ ૨ પતુિષ્ટ એ અર્થવાન એ દ્રિઃ” કવિઓ કહે છે કે “મનકે હારે હાર. મનકે જીતે જીત.” આવા આ મનનો કાય પલ્ટો નમ:થી જ શક્ય છે. બધા દાર્શનિકો ચિંતકો અને વિચારકોનો એક જ નિર્ણય છે કે મનની દિશામાં પલ્ટો થયો કે બધી ઋદ્ધિઓ અને સિદ્ધિઓ હસ્તામલકવત્ બની જાય છે, મનની દિશા પટલાવવા માટે પરમેષ્ઠિ મહામંત્રના પદો પ્રત્યે પરમ પ્રીતિ, પરમ ભક્તિ અને સમર્પણ વૃત્તિ ઉપર ખૂબ જ ભાર મૂકવો પડશે. આપણી સર્વે પરિક્રિયા કાયોત્સર્ગની છે. તેની આરાધનામાં પણ વારંવાર વંદણવત્તિયાએ, પુઅણવત્તિયાએ, સક્કારવત્તિયાએ સમ્માણવત્તિયાએ જેવા પરસ્પર ભક્તિપૂર્ણ વેગદાયક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે પૂજ્ય તત્ત્વના સ્મરણ, ચિંતન, રટણ, પૂજન, વંદનમાં, સન્માન અને બહુમાનના ઉલ્લાસનો પ્રવાહ પ્રગટ કરવો પડશે. અરિહંત પદને નમવાથી, પૂજવાથી, વંદન કરવાથી સર્વ પાપનો નાશ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિ થાય છે. રત્નત્રયની સિદ્ધિ થાય છે, નિકાચિત કર્મો પણ નિર્બળ બની જાય છે. આમ બનવું તે સ્વભાવ સિદ્ધ છે. અરિહંત પંચપરમેષ્ઠિમય છે અને બીજાં પદો તેની પૂર્વોત્તર અવસ્થાના પ્રતીક છે. સારી શક્તિઓ અને સિદ્ધિઓનું આ એક પદમાંથી વિશ્લેષણ થઈ શકે છે એટલે જ શાસ્ત્રકારો પણ એ જ બતાવે છે કે, કોઈ પણ સિદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય, લબ્ધિ કે ઋદ્ધિ સરલતાથી મેળવવા માટે અરિહંતપદને કેન્દ્રમાં રાખવું જ પડશે. અરિહંતપદને ધ્વનિના સાથે જ અંતઃકરણમાં એવો પડઘો ઉઠવો જોઈએ કે પ્રાણી માત્રના પૂજનીય, સુરેન્દ્રોના સેવનીય, દેવેન્દ્રોના દર્શનીય, યોગીન્દ્રોના આદરણીય, મુનીન્દ્રોના માનનીય અને નરેન્દ્રોના નમસ્કરણીય, જેવા સર્વોત્કૃષ્ટ અને સાર્વભોમિકા ચકાધીશ્વર કે સર્વેશ્વર આપ જ છો. આપ મારા સ્વામી છો, હું આપનો સેવક છું. આપ મારા દેવ છો, હું આપનો દાસ છું, આપ મારા પ્રભુ છો, હું આપના પગની રજ છું. આવા પ્રકારનો સ્વામી-સેવકભાવનો ગાઢ સંબંધ જોડવાથી અનુભવજ્ઞાનના અંતર-પડલ ખુલ્યા સિવાય રહેશે નહિ, અને અનુભવજ્ઞાન એ આગમનું પણ આગમ છે. શાસ્ત્રોમાં અનુભવ આગમના ઘણા ગુણગાન વાંચવામાં આવે છે. સ્વયં ઉપાધ્યાયજી મહારાજ સાહેબ શ્રીયશોવિજયજી શ્રી શ્રીપાલના રાસમા અનુભવ જ્ઞાનની મુક્તકંઠે પ્રશંસા કરે છે. સર્વ સમર્પણ ભાવથી (Complete surrender) આ પ્રમાણે અરિહંતના ધ્યાનનો અભ્યાસ વધારવો જોઈએ. આપણી સર્વોત્કૃષ્ટક્રિયા જે કાયોત્સર્ગની છે, તેનું અનન્યકારણ ધ્યાન છે, અથવા તો શુક્લધ્યાનનો ચોથો પાયો તે ૫૦૦ ધર્મ-ચિંતન Page #68 -------------------------------------------------------------------------- ________________ જ ઉત્કૃષ્ટ કાયોત્સર્ગ છે. આથી ધ્યાન અને કાયોત્સર્ગ અભિન્ન છે એમ પણ કહી શકાય. સારાંશ કે સર્વક્રિયામાં ધ્યાનની ક્રિયા સર્વોત્તમ છે જેટલા જીવો મોક્ષે ગયા છે, જાય છે અને જશે તે બધો ધ્યાનનો જ પ્રભાવ છે. પરમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તો ત્યાં સુધી કહે છે કે, હે પ્રભુ તારું ધ્યાન એ જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્ર છે. આવા ઉત્તમ ધ્યાનથી જ દાસોઽહં મટી સોડહં અને પછી ધ્યેય ધ્યાતા અને ધ્યાનની એકતારૂપ અહંભાવ એટલે કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે. દાસત્વ ભાવનો અભ્યાસ જેમ જેમ વધતો જશે તેમ તેમ વીર્યોલ્લાસ પ્રગટ થતો જશે અને વીર્યોલ્લાસ વધતાંની સાથે જ અપ્રમત્ત ભાવના અધ્યવસાય સ્થાનકો પ્રગટ થતાં જશે. છેવટે ક્ષપકશ્રેણી ઉપર આત્મા આરૂઢ થશે ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થયેલ આત્માની શક્તિ માટે શાસ્ત્રકારો તો ત્યાં સુધી કહે છે કે જો કર્મવિજ્ઞાન અનુસાર એક આત્માને લાગેલ કર્મસ્કંધોનું અન્ય આત્મામાં સંક્રમણ થઈ શકે તેવું (Cosmic order) વિશ્વવિધાન હોત અથવા તેવી વસ્તુસ્થિતિ હોત તો ક્ષપકશ્રેણી આરૂઢ આત્મા ચૌદ૨ાજલોકના સમસ્ત જીવોને કર્મ મુક્ત કરી પરમ મહોદયપદની પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. આવી સ્થિતિ દાસોડહંના ક્રમમાંથી ‘દા' શબ્દને ઉડાડીને સોડહં ભાવમાં આવેલ આત્માની હોય છે અને પછી સોડહંના સો ને પણ છોડી તેનાથી પણ પર, શુદ્ધ વીતરાગ દશામાં અહં એવો સન્નિવાનંવ વિજ્ઞાનધનમય એક કૈવલ્યભાવ જ રહે છે. આ સ્થિતિમાં દેવ, ગુરુ, અને ધર્મની અલગ માન્યતા વિકલ્પ બની જાય છે. પોતાનો આત્મા જ સ્વયં દેવ, ગુરુ અને ધર્મરૂપ બની જાય છે. અહીં પોતાનો સ્વભાવ એ જ ધર્મ છે. વત્યુ સહાવો ધમ્મો પોતાનું જ્ઞાન એ જ ગુરુ છે અને સ્વયં આત્મા પોતે જ દેવ છે. જ્યારે આ સ્થિતિ પ્રગટ થાય છે, ત્યારે જ તે બીજાના હિત કે અહિતનો કર્તા નથી અને અન્ય દ્વારા તેનું હિત કે અહિત થતું નથી. આ બ્રહ્માંડના મહાશાસનનું સંચાલન ઉત્પાદ, વ્યય, ધ્રુવના ધ્રુવ (Etemal Law) નિયમ ઉ૫૨, જેની અંદર સમયે સમયે ષદ્ગુણ હાનિ વૃદ્ધિ થઈ રહી છે, તેવા ષદ્રવ્યથી વ્યવસ્થિત રૂપે (Systematically) ચાલી રહ્યું છે. અહીં કોઈ નથી સ્થિર કે કોઈ નથી અસ્થિર, નથી નવું કે નથી જુનું, નથી કારણ કે નથી કાર્ય, શુદ્ધ અહંની દશામાં આવો અપૂર્વ અનુભવ થાય છે. આ દશામાં આત્મા જ્ઞેયોના જ્ઞાનનો જ શાતા દષ્ટા બની જાય છે. આજે પદ્ધતિસર અથવા શૈલીબદ્ધ ઉપાસનાક્રમનું કેટલીયે જગ્યાએ પ્રાયઃ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેને બદલે સોડહં અને અહંનું પોષણ થઈ રહ્યું છે. આ ખરેખર પાપ છે. કારણ કે ઉન્માદનું પોષણ થાય છે. પ્રમાદ અને ઉન્માદ એ બન્ને બંધુ છે. જેનાથી જીવ ચારે ગતિમાં રખડે છે. મને તો લાગે છે કે તેઓ પોતાના મિથ્યા સોડહં અને અહં ભાવમાં મેરુને માથાથી તોડવા ઇચ્છતા હાથી જેવો પ્રયત્ન કરી રહ્યા છે અથવા જંગલમાં લાગેલ મહાદાવાનળને ઘડા પાણીથી બુઝાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે યા પવનના પ્રચંડ ધર્મ-ચિંતન - ૫૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ વેગને હથેળીથી રોકવા પ્રયત્ન કરી રહ્યા છે. દાસોડહંના ક્રમને ત્યજીને પ્રવૃત્તિ કરવામાં આવે છે તે એક એવો પ્રયત્ન છે કે જેમાં મહાપ્રયત્ન સોનીએ ઘડેલા ઘાટને લુહાર ઘણના એક જ ઘાથી એક મિનિટમાં તોડી નાંખે છે અથવા તો એક ચિત્રકારે ઘણા દિવસોની મહેનતથી તૈયાર કરેલ એક સુંદર ચિત્રના ઉંદર એક જ રાતમાં ચીંથરા કરી નાંખે છે યા ઘણા પ્રયત્નોથી ખેડૂતે ગોઠવેલી ઘાસની ગંજીને નાના બાળકની એક જ ચીનગારી બાળીને રાખ કરી નાંખે છે. તેવી જ . રીતે ઉન્માદ અને પ્રમાદનો એક જ વેગ આપણી ઘણા દિવસની મહેનત સાફ કરી નાંખે છે. સારાંશ કે આ કાળમાં છઠ્ઠા ગુણસ્થાનક સુધીના આત્માઓ માટે મારી અલ્પમતિ અનુસાર દાસોડાંની ઉપાસના સર્વોત્તમ ઉપાસના છે. આજે ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનોની પ્રવૃત્તિઓ બહુ જોશથી ચાલી રહી છે. છતાં પણ એની અસર જીવનમાં જોઈએ તેવા પ્રમાણમાં જોવામાં ન આવવાથી આજનો પોતાને સુધારક માનનારો વર્ગ ધર્મથી વિમુખ બનતો જાય છે અને બીજી તરફથી ધર્મ નિરપેક્ષ ભ્રાંત શાસન પદ્ધતિઓ એમને ઉત્તેજન આપી આર્યત્વનો અંત લાવવા તથા આસ્તિકતાને ડુબાડવાને પ્રોત્સાહન આપી રહી છે. એટલે આપણે શીધ્ર જાગ્રત બનવું જ પડશે અને તેના મૂળ પાયારૂપ દાસોડહં ભાવથી પરમેષ્ઠિમહામંત્રની ઉપાસના કરવી પડશે. જેમ વૈદકશાસ્ત્રમાં ત્રિફલાં અથવા શીતોપલાદિ ચૂર્ણ જેવી ઔષધિઓ સર્વકાળ અને સર્વક્ષેત્ર માટે તથા સર્વ અવસ્થાના રોગીઓ માટે હિતકારી મનાયેલ છે. તેવી જ રીતે આ નમસ્કાર મહામંત્રનું દાસોડહં ભાવથી ચિંતન, મનન, પરિશીલન અને નિદિધ્યાસન જીવનશુદ્ધિનું સર્વોત્તમ ઔષધ છે. ખરેખર એ આ જીવનની સર્વાગ સુંદર ઔષધિ છે. એટલે જ પૂર્વમહર્ષિએ કહ્યું છે : मन्त्रं संसार सारं त्रिजगदनुपमं सर्व पापारि मन्त्रं, संसारोच्छेद मंत्रं विषयविषहरं कर्म निर्मूल मन्त्रम् । मन्त्रं सिद्धि प्रदानं शिवसुख जननं केवल-ज्ञान मन्त्रं, मन्त्रं श्री जैन मन्त्रं जप जप जपितं जन्म निर्वाण मन्त्रम् ॥ ખાસ ધ્યાનમાં રાખવાનું એટલું જ છે કે ઔષધોપચારમાં વૈદ્યના અનુશાસનનું પાલન અને પથ્યનું સેવન નીતાંત આવશ્યક હોય છે. તેમ અહીં પાપભીરૂપણું એ અરિહંત પરમાત્માનું અનુશાસન છે.એટલે કે અનાદિ અસદુ અભ્યાસવૃત્તિથી વિકસેલા વિષય કષાયોના વેગથી વિમુખ વૃત્તિ કેળવવા અને અનાત્મભાવરૂપ આહાર આદિ અનાદિ સંજ્ઞાઓના ત્યાગ માટે અલ્પાહારિ તથા રસ પરિત્યાગી બનીને સત્ત્વશાળી જીવન જીવવા પ્રયત્નશીલ બનવું પડશે. દાસોડાંની સાર્થકતા એમાં જ છે કે સ્વામિની આજ્ઞાને શીરોધાર્ય કરી અને પરિપૂર્ણ રીતે પાળવા સતત પ્રયત્નશીલ બનવું, પણ એની પર ધર્મ-ચિંતન Page #70 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું ધ્યેય સ્વપ્ને પણ ન રાખવું જોઈએ. આવી રીતે અનુશાસન, અનુપાન અને પથ્યપૂર્વક દાસોઽહંની ભક્તિ ભાવવાથી શક્તિનો (Relization) સ્વાભાવ થયા વિના રહેતો નથી. જે કોઈ દર્શનોમાં સોહં ભાવને પ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે તે પ્રશંસાપાત્ર છે. પણ એ દાસોડાં ભાવ પાછળ દંભ અને દુરાચારને સ્થાન ન મળવું જોઈએ એની કાળજી વિનાની સાધનામાં સિદ્ધિનો અસંભવ થઈ જાય છે અને દાસોડહં ભાવ પણ જગતને દંભરૂપે ભાસે છે. સરકારી હૉસ્પિટલમાં ભરતી થનાર રોગી જેમ ત્યાંની શીસ્તના પાલનમાં લક્ષ્ય આપી સાથે સાથે અનુપાન અને પથ્યમાં સાવધાની રાખે તો જ થોડા દિવસમાં રોગમુક્ત બની શકે છે. અનુશાસન આદિનો ભંગ કરનાર સ્વછંદી દર્દીઓ વર્ષો સુધી ત્યાં સડ્યા કરે તો પણ કોઈ લાભ પ્રાપ્ત કરતા નથી. જપમાં કેટલાકને પ્રગતિ દેખાતી નથી તેનું કારણ એ છે કે તેઓ અહિંસા, સંયમ અને તપરૂપ જીવનશુદ્ધિનું સાધ્ય સામે રાખતા નથી. જીવન શુદ્ધિના સાધ્ય વિનાનો જપ વાસ્તવિક લાભ આપી શકતો નથી. આથી જીવનશુદ્ધિનું સાધ્ય સામે રાખીને જપમાં પ્રગતિ સધાય તો પોતાની અનાદિકાળની દુર્વાસનાઓ, ભવભ્રમણની સંજ્ઞાઓ અને અનાત્મભાવની અસદ્ અભ્યાસ વૃત્તિઓ જપ દ્વારા જલ્દીથી જીતી શકાય છે. જે કેવળ પુરુષાર્થથી આ કાળમાં કઠીન છે. જીવન શુદ્ધિના સાધ્યને નજર સમક્ષ રાખીને સાંસારિક બાધાઓથી ઉત્પન્ન થતા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કરી ધર્મધ્યાનમાં સ્થિર થવા માટે પારમાર્થિક સંકલ્પ દ્વારા જપ કરવામાં આવે તો વિઘ્નોનો વિજય કરી શાશ્વતપદ પ્રાપ્ત કરી શકાય છે. પણ કલ્યાણકામના વગરની કેવળ આધિભૌતિક અને આધિદૈવિક · વાસનાઓના પોષણ માટે જપના બળનો પ્રયોગ કરવામાં આવે તો તે મોટી ભૂલ છે. કોઈ સમ્રાટે આપેલ હાથીની અંબાડી ગધેડા ઉપર ચઢાવવા જેવું છે તથા ચિંતામણી રત્નથી કાગ ઉડાડવા જેવું છે. એટલે આવા અસંગત ઉપયોગથી દુર્લભ બોધીપણું પ્રાપ્ત થાય છે તથા સંસાર ભ્રમણ વધે છે. નમસ્કાર મહામંત્રનો મૌલિક ઉદ્દેશ નિર્વદ્ય, નિષ્પાપ, નિર્દોષ, નિરંતરશુદ્ધ અને સ્વપર નિરાબાધ સિદ્ધપદની પ્રાપ્તિ માટે છે. કેવળ ભવવાસનાઓ વધારવા માટે તેનો ઉપયોગ કરવો એ આજ્ઞાભંગનો ભયંકર દોષ છે અને તેવા સાધકો દાસોઽહં ભાવનો દંભ સેવે છે અને ભગવાનની સાચી આજ્ઞાથી લાખો માઈલ દૂર ગયેલ છે. દાસોઽહં ભાવમાં જપની સાથે આજ્ઞાનું બહુમાન એ મુખ્ય વસ્તુ છે. જપની સાથે જેટલી શ્રદ્ધા, સમર્પણ અને ભક્તિ સધાય તેટલી જ વધારે દર્શનશુદ્ધિની સિદ્ધિ મળશે. ધર્મ-ચિંતન ૦ ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિની ભૂમિકા ‘ભક્તિ’-૨ (ત્રિભુવનદિવાકર શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિનો હૃદયસ્પર્શી પ્રવાહ આ લેખમાં વહી રહ્યો છે. શ્રીનવકારશિખરવર્તી શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિ જાગે એટલે આત્મપ્રદેશમાં ક્યાંય આશક્તિ ઊભી ન રહી શકે એ વગેરે ઘણી ઉપકારક હકીકત આ લેખમાં ઝળહળે છે. સં.) દર્શનશુદ્ધિ વિનાનો એક જન્મ નહિ, પરંતુ અનંતાનંત જન્મજન્માંતરોની ભવયાત્રા પણ નિષ્ફળ ગણાય છે. શાસ્ત્રકારો દર્શનશુદ્ધિ વિનાના જીવનને ઘાણીના બળદની ઉપમા આપે છે. ઘાણીનો બળદ ગમે તેટલો ઉતાવળો ચાલે તો પણ ત્યાંને ત્યાં જ, પોતાના કુંડાળામાં જ ભમે છે. સંસારમાં ગમે તેટલી સિદ્ધિ-સંપત્તિ મેળવે અથવા ઉગ્રમાં ઉગ્ર તપ-જપ-અનુષ્ઠાન કરે અને ત્યાગવૈરાગ્ય તથા જ્ઞાન-ધ્યાનમાં પોતાનો સમય ગાળે છતાં દર્શનશુદ્ધિ વિના તેની એકડા વગરના મીંડા જેટલી કિંમત ગણાય છે. માટે તત્ત્વગવેષકોએ સહુથી પહેલાં દર્શનશુદ્ધિનો માર્ગ શોધવો જોઈએ. દર્શનશુદ્ધિની અપૂર્વ અને અનુપમ શક્તિ બાબત કોઈ પણ સ્થળે બે મત નથી, પણ પ્રશ્ન એ છે કે પારસથી લોખંડ સોનું થાય છે, પણ પારસ કેમ મેળવવો ? એ જ દુષ્કર છે. તેવી જ રીતે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કેમ કરવી ? વ્યવહારમાં જેમ દીકરો હોય તો જ વહુ એવી તેવી જ રીતે અનુભવી પુરુષો એક અવાજે કહી રહ્યા છે કે : ભક્તિ એક એવી શક્તિ છે કે તેના પ્રભાવે દર્શનશુદ્ધિ તો શું પણ એની મોટી બહેન સિદ્ધિ પણ કંકુની સાથે ફૂલનો હાર લઈ તમારી સામે આવે છે. મહામહોપાધ્યાયજી ફરમાવે છે કે— सारमेतन्मयालब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥१॥ અર્થ—આટલા આગમશાસ્રોનું મંથન કર્યા બાદ અમૃતરૂપે કોઈ પણ સારભૂત વસ્તુ મને મળી હોય તો તે ભગવંતની ભક્તિ જ છે. “ભક્તિ એ ભ્રાન્તિ નથી પણ જીવન વિકાસની સાચી ક્રાન્તિ છે.” ભક્તિ જીવન વિકાસ માટે આવશ્યક કહેવા કરતાં અનિવાર્ય કહેવી વિશેષ ઉપયુક્ત છે. ભક્તિ એટલે ગુણ-ગુણીજન અને ગુણીપદ એ ત્રણે ઉ૫૨ સમ્યક્ પ્રકારે રાગ અને તેમાં પ્રગતિશીલ બનવા માટે સદાપૂજા-સત્કાર, વિનય-વૈયાવચ્ચ, સેવા-શુશ્રૂષાની વૃત્તિ, એ કેળવવા માટે શ્રીવીતરાગ પરમાત્માના મહાશાસનમાં શ્રીનવકારમંત્ર ઉપદેશ્યો છે. તેમાં પાંચપદોની પદ્ધતિસર ગોઠવણ છે. તેમાં સહુથી પહેલાં અરિહંત મહાપદની ભક્તિ ૫૪ ૦ ધર્મ-ચિંતન Page #72 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. જેમ હાથીના પગલામાં બધાં પગલાંનો સમાવેશ છે, તેવી જ રીતે એ અલૌકિક અને અગ્રેસરપદની ભક્તિમાં બધા ગુણ-ગુણી અને ગુણીપદની સમ્યક્ પ્રકારે ભક્તિ થઈ જાય છે. ભક્તિના પથમાં પ્રવેશ ક્રમિકપદની પૂજાથી કરવો વિશેષ હિતકર છે. તેના પ્રભાવે ધીરે ધીરે પોતાની મેળે ગુણ-ગુણીપૂજાનો વિવેક વધતો જાય છે. તેથી કરીને પદોનાં મંડળરૂપ નવકારમહામંત્રનું અર્હદર્શનમાં આદર્શસ્થાન મનાય છે. આવા સુગ્રથિત અક્ષરોના સમૂહ એવં ચક્રને આગમ-શાસ્ત્રોમાં શ્રીપંચમંગળ મહાશ્રુતસ્કંધ નામથી સંબોધિત કરેલો છે. શ્રીનમસ્કાર મહામંત્રને ‘ધર્મચ' કહેવું એ પણ અત્યુક્તિવાળું લાગતું નથી. ચક્રવર્તી છ ખંડની ઋદ્ધિની સાધના ચક્રની સહાય વડે સુલભતાથી કરે છે, તેવી જ રીતે શ્રીનમસ્કાર મહામંત્રરૂપ ધર્મચક્રની સહાયથી સહજ ચૌદભુવનની રિદ્ધિ સ્વામી અને લોકવિજયી બની શકાય છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં અપૂર્વ માહાત્મ્ય ગણવાનું પ્રધાન કારણ તેની પદપ્રધાનતા છે અર્થાત્ તેની ઉપાસનામાં પદો પૂજાય છે પણ વ્યક્તિઓ નહિ. ત્યારે જગતના ઘણાખરા ઇષ્ટમંત્રોમાં વ્યક્તિની પૂજા છે અને વ્યક્તિ તો સમષ્ટિરૂપી મહાસાગરનું બિંદુ છે. જેવી રીતે ગંગા, સિંધુ આદિ સકળ જળસમૂહનો સમાવેશ સાગરમાં સ્વાભાવિક રીતે થઈ જાય છે, તેવી રીતે નમસ્કાર મહામંત્રની આરાધનામાં ત્રિલોક અને ત્રિકાળના સકલ ગુણ-ગુણીઓની આરાધના આવી જાય છે એટલી એની આરાધનાનું અનંતફળ શાસ્ત્રોમાં દર્શાવેલ છે. કહ્યું છે કે— अपुव्वो कप्पतरु चिन्तामणि कामकुंभ कामगवी । जो झायइ सयलकालं, सो पावइ सिवसुहं विउलं ॥ १ ॥ કલ્પવૃક્ષ, કામકુંભ, કામધેનુ અને ચિંતામણી રત્ન કરતાં પણ આ મંત્ર ઘણા ઘણા પ્રભાવવાળો મનાય છે. નવકારના પાંચ પદોમાં પણ પરમોત્કૃષ્ટ આરાધના શ્રીઅરિહંતપદની છે. કારણ કે સકલ ગુણ-ગુણીપદોના વિધાયક કહો કે આખા સિદ્ધચક્રમંડળના સર્જનહાર કહો તે અરિહંતપદ પર અધિષ્ઠિત થયેલા શ્રીતીર્થંકર પ્રભુ જ છે. તેઓ જ ધર્મસંસ્થાપક, ધર્માધીશ્વર, અને ધર્મચક્રવર્તી છે. એટલે તે મહાપદ સકલ દેવદેવેન્દ્રોનું અને સકળજીવોનું સર્વેશ્વ૨પદ છે, માટે સહુથી પ્રથમ આપણે અરિહંતપ્રભુની પ્રધાન ભક્તિ કરતાં શીખવું જોઈએ, એવી રીતે પદપૂજામાં પણ ક્રમ છોડનારા, વ્યવહાર છોડીને નિશ્ચયમાં ચઢનારા, ઘણા નીચે પડતા દેખાય છે. પાંચ પદોમાં માતાના જેવું કામ કરનાર અરિહંતપદ જ છે. માતા જેમ ખાવાનું બનાવે છે અને મુખમાં હાથ મૂકી ધર્મ-ચિંતન ૦ ૫૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ પુત્રને ખવડાવે છે તેવી જ રીતે અરિહંતપદ મોક્ષની સાથે મોક્ષની યોગ્યતા અને મોક્ષની સુંદર સાધન સામગ્રી આપે છે, એટલે જ તે મહાગોપ, મહામાયણ, મહાનિર્ધામક અને મહાસાર્થવાહ કહેવાય છે. ચિત્રકાર ગમે તેટલો હોશિયાર હોય તો પણ પીંછી અને રંગ વિના સુંદર ચિત્રામણ કરી શકતો નથી. તેમ પુણ્યાનુબંધી પુણ્યની સામગ્રી વિના આત્મસાધના થવી અશક્ય છે. શ્રીઅરિહંત પુણ્યના પરમેશ્વર છે અને અધ્યાત્મના અધીશ્વર છે એટલે જયાં સુધી અધ્યાત્મ સાધનાને યોગ્ય બાહ્ય-અત્યંતર સામગ્રી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તો શ્રીઅરિહંતનો આશ્રય લેવો નિતાન્ત આવશ્યક છે. મારા એક મિત્રે મને પૂછ્યું કે અરિહંતના પણ સાધ્યબિંદુ એવા સિદ્ધપદની સાધના પ્રથમ કેમ ન કરીએ ? મારે ટુંક શબ્દોમાં કહેવું પડ્યું કે સંસારમાં પુત્રી માટે પતિનું સ્થાન પિતા કરતાં પણ ઊંચું ગણાય છે. છતાં પિતાની મંજૂરી વિના સ્વચ્છંદપણે પતિને અર્પણ થનારી પુત્રી પાપાચારિણી કહેવાય છે અને પિતાની મર્યાદાને માન આપી પતિને અર્પણ થનારી પતિવ્રતા કહેવાય છે તથા સતીઓની શ્રેણિમાં ચઢી શકે છે. ઘણા વર્ષ પહેલાં મદ્રાસની હાઈકોર્ટમાં ચાલતા એક મોટા કેસમાં હિંદ અને હિંદ બહારના નિષ્ણાત ધારાશાસ્ત્રીઓ આવેલા. તેમાં એક અંગ્રેજી બેરીસ્ટરે અહીંના વયોવૃદ્ધ નિષ્ણાત વકીલને પ્રશ્ન કર્યો કે વિલાયતની પ્રજા આટલી બધી શિક્ષિત અને સભ્ય ગણાય છે, છતાં ત્યાંના દામ્પત્ય જીવનમાં સાચો પ્રેમ નથી, જયારે અહીંની અભણ પ્રજાના દામ્પત્ય જીવનમાં સાચો પ્રેમ દેખાય છે, તેનું કારણ શું? એક જ વાક્યમાં તેણે જવાબ આપ્યો કે, ‘તમારે ત્યાં પ્રેમથી લગ્ન થાય છે અને અમારે ત્યાં લગ્નથી પ્રેમ થાય છે.” અર્થાત્ વડીલોના અનુશાસનપૂર્વક લગ્ન થાય છે માટે પ્રેમ અખંડપણે સચવાય છે. તેવી જ રીતે દાઝાંતિકમાં અરિહંત પ્રભુના અનુશાસનપૂર્વક સિદ્ધપણાની સાધના કરતાં શીખવું જોઈએ. બીજા શબ્દોમાં વ્યવહાર કુશળતાપૂર્વક નિશ્ચય તરફ પગલાં ભરવા જોઈએ. ધર્મચક્રના બે અંગ છે, એક તીર્થ અને બીજું મોક્ષ. તીર્થ માતા સમાન છે, મોક્ષ પિતા સમાન છે. માતાનો વફાદાર જ પિતાનો વફાદાર હોઈ શકે, તેવી જ રીતે વ્યવહારને પૂર્ણ રીતે માનનારો નિશ્ચયમાં વિકાસ સાધી શકે છે. અરિહંતપદને પૂજી જાણે તે જ સિદ્ધને પૂજવા યોગ્ય ગણાય છે. માટે પ્રથમ અરિહંતની ભક્તિને પોતાના જીવનનો આદર્શ સ્થાપી અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનો પ્રયત્ન કરવામાં કલ્યાણ છે. પ૬ ધર્મ-ચિંતન Page #74 -------------------------------------------------------------------------- ________________ હવે ભક્તિમાં કેવી રીતે આગળ વધી શકાય તે જોઈએ. જેમ વૃષ્ટિ માટે વનખંડોનું રક્ષણ કરવું અનિવાર્ય છે, જેમ કુવાને નિર્મળ પાણીથી ભરેલો રાખવો હોય તો પાડોશીને પણ કુવાનું પાણી લઈ જવા માટે પ્રેમપૂર્વક દ્વાર ખુલ્લાં મૂકવા જોઈએ, તેવી રીતે અરિહંતને પૂજવા હોય તો તેઓના ચતુર્વિધ શ્રીમહાસંઘની ભક્તિ-વિનયવૈયાવચ્ચ અને સેવા-શુશ્રુષા કરવી જ પડશે, તથા સાતે ક્ષેત્રોને સુંદરમાં સુંદર રીતે પુષ્ટ કરવાં પડશે, પ્રભુના આગમે માનેલા સૂક્ષ્મ-બાદર અથવા ત્રસ-સ્થાવર સર્વ જીવો સાથે મૈત્રીભાવના ભાવવી જ પડશે, અને તેમના શાસનને જયવંતુ વર્તાવવાના માર્ગમાં તનમન-ધનથી તૈયાર રહેવું પડશે તથા તેના અહિંસા-સંયમ અને તપના આંદોલનો અખંડધારા-પ્રવાહી રાખવા માટે પુરુષાર્થી બનવું પડશે. તથા આત્મવાદના પવિત્ર આંદોલનોના ઉપયોગમાં આવતા નાના કે મોટા દરેક ઉપકરણોને પ્રાણ જેવા પ્રિય માનવા પડશે. તો જ સાચી ભક્તિ, સાચી પૂજા, સાચી કૃતજ્ઞતા અને સાચી કર્તવ્યપરાયણતા કહેવાશે. ભક્તિનો સર્વાંગ સુંદર માર્ગ એ છે કે પ્રભુના ચરણથી સ્પર્શ થયેલી ભૂમિના રજકણો પણ શિરસાવંદ્ય છે. પ્રભુના આગમનાં પ્રત્યેક વાક્ય અમૃત કરતાં મીઠા છે અને પ્રભુશાસનનાં એક એક સ્મારક સ્વર્ગ કરતાં પણ સુંદર છે. તેના સહુથી નાનામાં નાના સેવકો પણ પોતાના સંતાન કરતાં વધારે વહાલા છે એવી રીતે જીવનને સક્રિય બનાવવા તત્પર રહેવું પડશે. અને તેમાં જેટલો પ્રમાદ સેવાય તેનો સાચા દીલથી પશ્ચાત્તાપ કરતાં રહેવું પડશે. તેનું જ નામ સાચી ભક્તિ છે. સંસારનાં પ્રસિદ્ધિ પામેલાં લગભગ બધાં દર્શનો ભક્તિની વ્યાખ્યામાં પોતપોતાના ઇષ્ટ માટે મળતાઝુલતા જ છે. કોઈ કહે છે નરને ઓળખે તે જ હરને ઓળખે. કોઈ કહે છે જીવને ઓળખે તે જ શિવને ઓળખે. કોઈ કહે છે રૂહને ઓળખે તે રહીમને ઓળખે. જે પિંડ (Micro-Cosom) ને જાણે તે જ બ્રહ્માંડ (MacroCosom)ને જાણે. તાત્પર્ય એ છે કે જેમ રાજ્યને માનનારો રાજાને માનનારો ગણાય તેમ અરિહંત પ્રભુના શાસનનો સાચો સેવક, સાચો વફાદાર અને ભક્ત તે જ શ્રીઅરિહંતનો ભક્ત બની શકે. તેવા પ્રકારની ભક્તિ જ દર્શનશુદ્ધિની ભૂમિકા ગણાય. ધર્મ-ચિંતન ૦ ૫૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિનો પાયો “પરોપકાર’-૩ (વિશ્વહિતકરભાવ સાથે પોતાની સમગ્રતાના જોડાણરૂપ “પરોપકાર” વિષયક આ લેખમાં પરોપકારના પ્રાણસ્વરૂપ “ત્યાગ”નું પ્રેરક પ્રતિપાદન છે. સં.) આધુનિક ભૌતિક વિજ્ઞાનના પ્રભાવથી અંજાયેલા ઘણા-ખરા બુદ્ધિશાળી માણસો પણ આવા તર્ક કરતા નજરે પડે છે કે આ સંસારના દુઃખોથી મુક્ત થવા માટે તપ, જપ, સંયમના અનુષ્ઠાનોના કઠીન પ્રયોગો આચરણમાં મૂકવા પહેલા અમે સમજવા માંગીએ છીએ કે આવા ચિત્ર-વિચિત્ર સ્વભાવવાળું વિશ્વ જન્મમરણાદિના ભયંકર દુઃખોથી ભરેલું બન્યું જ શા માટે ? આ પ્રશ્નના સમાધાન માટે ગંભીર ગવેષણા અને ઊંડું અનુસંધાન ક૨વામાં આવે તો સારી રીતે સમજી શકાશે કે વિશ્વવ્યવસ્થા ન તો દુઃખમય છે અને ન દુઃખ માટે છે, પરંતુ સુખના ઉત્તરોત્તર વિકાસ માટે જ છે. આપણને જે પ્રતિકૂળતા વિશ્વમાં દુઃખરૂપ અનુભવાય છે, તેનું મુખ્ય કારણ આપણી અજ્ઞાનતા, અનભિજ્ઞતા અને વિવેકશૂન્યતા છે. એટલે જ શાસ્ત્રકારો સમ્યગ્દર્શન ઉપર ભાર મૂકે છે અને સ્પષ્ટ રીતે ફરમાવે છે કે गत समकित पूरवबद्ध आयुष, ते विनुं समकितवंतरे । विण वैमानिक आयु न बांधे, विशेषावश्यक कहंतरे ॥ જીવ અનાદિકાળથી “નોપલન્યાયેન” અજ્ઞાનપૂર્ણ પતનની સ્થિતિમાંથી પ્રવાસ કરતો કરતો ઉત્થાન તરફ જાય છે એટલે યોગ્ય સંસ્કાર, સત્સંગ, સદ્બોધ વગર વસ્તુસ્થિતિનું ભાન કરી શકતો નથી. જેમ વિજળીના વિજ્ઞાનને ન સમજનારા તેના વિવેક વગરના ઉપયોગમાં પળમાં પ્રાણ ખોઈ નાંખે છે અને તેના વિજ્ઞાનને સારી રીતે સમજનારા મોટા મોટા કાર્યોને વિજળી દ્વારા સાધે છે, એવી જ રીતે ઔષધના અનુભવજ્ઞાન વિના તેનો ગેરઉપયોગ કરે તો તે ઔષધ ઉત્તમ હોવા છતાં વિષનું કાર્ય કરે છે, તેવી જ રીતે વિશ્વના વસ્તુસ્વભાવવિજ્ઞાનના વ્યવસ્થિત એટલે વાસ્તવિક બોધ વિના જીવ પોતે જ સંસારને દુઃખપ્રદ બનાવે છે. દર્શનશાસ્ત્ર એટલે વસ્તુસ્વભાવને યથાર્થ રીતે પ્રકાશિત કરતું વિજ્ઞાન. વિશ્વના પદાર્થ વિજ્ઞાનના અટલ અને અકાટ્ય નિયમો (Unshakeable .and inevitable laws) છે. તેની વિરુદ્ધ વર્તનારાઓનું અઘઃપતન આજે નહીં તો કાલે ધ્રુવ છે. માટે આજે જડવાદના ઝપાટામાં સપડાયેલું જગત્ સૃષ્ટિના નિયમોમાં પલટો લાવવાની ભ્રાન્તિ દૂર કરી પોતાની દૃષ્ટિમાં પલટો લાવી વસ્તુસ્વભાવવિજ્ઞાનને અનુસરતાં પગલાં ભરશે તો જ (World peace) વિશ્વશાંતિની સમસ્યાનું સમાધાન લાવી શકશે અને માનવ સંસારને વાસ્તવિક સુખના પંથે પ્રગતિ કરાવી શકશે. સ્પષ્ટ રીતે દેખાય છે કે સૃષ્ટિના પદાર્થો પરોપકાર માટે સતત પ્રવૃત્તિશીલ છે. ભલે પછી તે ૫૮ ૦ ધર્મ-ચિંતન Page #76 -------------------------------------------------------------------------- ________________ ગગનમંડળમાં રહેલા સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર અને તારાગણ હોય અથવા ભૂમંડલ ઉપર રહેલા જળ, વાયુ, વનસ્પતિ આદિ હોય. પણ બધા પ્રાણીઓના પ્રાણપોષણ અને રક્ષણમાં મોટો સહકાર આપી રહ્યા છે એટલે જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय दुहन्ति गावः । परोपकाराय वहन्ति नद्यः, परोपकाराय सतां विभूतयः ॥ આર્યાવર્તના તત્ત્વવેત્તાઓએ આ બાબત બહુ ગંભીર ચિંતન અને અવલોકન પછી એક જ અવાજે સ્વીકારી છે કે-“પરોપરાઈવિં શરીરમ્” માનવ શરીર પરોપકારાર્થે છે. માનવદહેની મહત્તા આ બ્રહ્મવાકયમાં જ સમાઈ જાય છે અને એ બાબત પ્રત્યક્ષ અનુભવાય છે કે એક ખેડૂતને પણ પોતાના અનાજની ઉત્પત્તિ માટે શ્રદ્ધાસહિત બીજને માટીમાં ફેંકવું પડે છે અને કૂવાનું પાણી નિર્મળ રાખવા માટે તેનું પાણી પડોસીના ઉપયોગ માટે આપવું પડે છે. એટલે પહેલાં આપીને લેવું એવો Give and Take. અસ્મલિત-અખંડ કુદરતનો કાયદો છે. માનવ અને પશુમાં અંતર એટલું જ છે કે માનવ પોતાની સત્તાનો ઉપયોગ નબળાંને સબળા કરવા માટે કરે છે, ત્યારે પશુ પોતાની સત્તાનો ઉપયોગ નબળાનો નાશ કરવા માટે કરે છે. વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર ગમે તે હોય પણ નંબળાના જીવનના અધિકાર ઉપર કુઠારાઘાત કરતા હોય તો તેને માનવતા કરતાં દાનવતા કહેવી. વધારે યોગ્ય છે અને કાલાંતરે કુદરતના પ્રબળ કાયદાઓ તેનું અધઃપતન કર્યા વગર રહે જ નહિ માટે જીવો અને જીવવા દો “Live and let Live” એ જ દુ:ખનો અંત લાવી સુખના સોપાન ઉપર ચઢવાનો સરળ ઉપાય છે. ‘નીવો ની વચ્ચે નીવનન્'નો સાચો અર્થ એ છે કે જીવે બીજાના વિકાસ માટે સહાયક બનવું. વાચકચક્રવર્તી શ્રીઉમાસ્વાતિજી જેવા મહાન તત્ત્વજ્ઞાની પોતાના તત્ત્વાર્થસૂત્રમાં ‘પરસ્પરોપપ્રણે નીવાનામ્ એવું સૂત્ર મૂકે છે. એટલે જીવો પરસ્પર ઉપકાર માટે જ અસ્તિત્વ ધરાવે છે. આ સાચી વસ્તુસ્થિતિ સમજવાની સર્વાગ સુંદર શક્તિ માનવીમાં જ છે. કારણ કે માનવી મેધાવી અને પ્રજ્ઞાશીલ સર્વોપરી પ્રાણી (Crown creation) છે. માટે સ્વ-પરના કલ્યાણનો એક જ ઉપાય છે કે વિશ્વના વિધાનનો ઊંડો અભ્યાસ કરીને સમાજવ્યવસ્થા અને રાજતંત્રના વિધાનને સાચા પરોપકારના પાયા ઉપર રહેવા દેવું જોઈએ, તો જ પ્રજા પ્રગતિ સાધી વિશેષ સુખી બની શકશે. વિશ્વનું શાસન ન્યાયપૂર્વક બહુ વ્યવસ્થિત, નિયમબદ્ધ અને પદ્ધતિસર ચાલી રહ્યું છે અને કાર્ય કારણની પરિપૂર્ણ ભૂમિકા ઉપર નિર્ભર છે. માટે પ્રાણીઓ જે કટુ ફલ ભોગવી રહેલા દેખાય છે તેમાં આ મહાશાસનની ત્રુટિ નથી પણ પ્રાણીઓની પોતાની અનભિજ્ઞતા Ignorance કારણ છે. એક અનુભવી સંતનું કથન છે કે દુનિયામાં બધા દુઃખોનો ઉપાય સુલભ છે પણ અજ્ઞાનતાનો ઉપાય દુર્લભ છે. ધર્મ-ચિંતન ૫૯ Page #77 -------------------------------------------------------------------------- ________________ એ વિશ્વવ્યવસ્થાના કાર્ય-કારણ ભાવને આહતદર્શનમાં સુંદર રીતે સમજાવેલ છે. એટલે પ્રથમ તીર્થંકરનો કલ્પ છે કે સૌથી પહેલાં તીર્થનું ઉદ્ઘાટન કરવાની સાથે પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિધર્મ સ્થાપિત કરે છે. તે પ્રવૃત્તિધર્મ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે છે એમાં પણ સૌથી પ્રથમ દાન છે. દાન એ જ પરોપકારનો પંથ છે તે માટે વિશ્વના વિધાનને અનુસરીને દાનને પ્રથમ સ્થાન આપવું પડે છે, કેમ કે તે સિવાય કોઈ પણ રીતે ધર્મમાં આગળ વધી શકાય તેમ નથી. નિવૃત્તિધર્મ સાધવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની જે યોગ્ય સામગ્રી મળવી જોઈએ તે પ્રવૃત્તિધર્મ સિવાય મળી શકતી નથી. જેમ કુશળમાં કુશળ ચિત્રકાર પણ રંગ, પીંછી વગેરેની સામગ્રી વગર પોતાની કળાને સક્રિયરૂપ આપી શકતો નથી તેમ મુક્તિના માર્ગમાં પ્રવૃત્તિધર્મની આવશ્યકતા અનિવાર્ય છે. એટલે ધર્માનુશાસનમાં તીર્થ અને મોક્ષ એ મોટામાં મોટા બે અંગો ગણાય છે. તીર્થનો લોપ કરનારો મોક્ષ સાધી શકતો નથી, તીર્થની આરાધનાની ચરમ સીમા મોક્ષમાં સ્વાભાવિક રીતે મળી જાય છે, જેમ નદી અંતે સમુદ્રમાં તદ્રુપ થઈ જાય છે. તીર્થની આરાધનામાં પરોપકારની પ્રક્રિયા દિવસે દિવસે વધતી જાય છે. જેમ જેમ પરોપકારવૃત્તિ વધે તેમ તેમ પાપભીરુતા વધતી જાય છે અને પાપભીરતા વધતાં આત્મભાવ ખીલતો જાય છે. આત્મભાવમાંથી આત્મસ્વભાવની સહજ-સર્વ સત્ત્વક્ષેમકરી શક્તિ ખીલતી જાય છે. સૂર્ય અને ચંદ્રમાંથી પ્રાણીઓના પ્રાણને પોષણ કરનારા સત તત્ત્વો જેમ સ્વભાવથી મળે છે તેવી રીતે પરમોત્કૃષ્ટ આત્મતત્ત્વમાંથી આવી અપૂર્વ સ્વાભાવિક શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. એવું : સમ્યજ્ઞાન થયા પછી પોતાનું શરીર પણ અધિકરણરૂપ ભાસે છે અને શેરડીના સાંઠાનો રસ ચૂસ્યા પછી કુચા છોડવાની વૃત્તિની જેમ ત્યાગવૃત્તિ પેદા થાય છે. તેવા પ્રબળ જ્ઞાનવાળા આત્માઓને પોતાનો દેહાધ્યાસ રહેતો નથી. દેહાદ્યાસ મુક્ત કરવાનો પ્રયોગ કહો ચાહે કાયોત્સર્ગ-ધ્યાનની ઉત્કૃષ્ટક્રિયા કહો તેમાં વિશેષ પ્રકારે ઉત્તરોત્તર પ્રગતિ સાધતો જ્ઞાની જીવ સર્વજીવોના સર્વોદયના શાશ્વત કારણભૂત સિદ્ધત્વને પ્રાપ્ત થાય છે. બધી ક્રિયાઓમાં ધ્યાનક્રિયા ઉત્કૃષ્ટ ગણાય છે. પરમપૂજય ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ સ્તવનમાં ફરમાવે છે કે પ્રભુનું ધ્યાન એ જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે આજ સુધી મોક્ષે ગયા છે અને જશે એ બધો પ્રભુના ધ્યાનનો પ્રભાવ છે, એટલે પરોપકારના પાયા ઉપર આત્મા શુક્લધ્યાનની પરમોત્કૃષ્ટ સ્થિતિ સુધી પહોંચે છે, પ્રાણી માત્રના પરમમહોદયરૂપ સર્વોત્તમ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. માટે દર્શન શુદ્ધિનો પાયો “પરોપકાર” છે. "छायामन्यस्यकुर्वन्ति, स्वयंतिष्ठन्ति चातपे । फलंति च परस्यार्थे, नात्महेतोर्महाद्रुमाः ॥" ૬૦ ધર્મ-ચિંતન Page #78 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિનો મૂળમંડપ-“મૈત્રીભાવ”-૪ (માનવીને મહાલવાનો મૂળમંડપ તે મૈત્રીભાવ. મૈત્રીભાવથી નીચેની ભૂમિકા ઉપર રહીને મહાલવું-આનંદવું જેને પાલવે, તેમ જ ગમે તેને વિવેકી-માનવ ન કહી શકાય. પોતાને મળેલા મનનો, જગતના સર્વજીવોના હિતની ભાવનાપૂર્વક સદુપયોગ કરવા વડે પ્રભુજીના શાસનને પામેલો આત્મા અલ્પ કાળમાં કેટલું બધું દેવું ચૂકવી શકે છે તેમ જ જો તેનો સદુપયોગ ન કરે તો કેટલા મોટા પાપના દેવામાં આવી પડે તત્સંબધી સુંદર વિચારણા “મૈત્રીભાવ” વિષયક આ લેખમાં રજૂ કરવામાં આવી છે. સં.) મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે. સમગ્ર જીવસૃષ્ટિનો વિચાર કરીશું તો તેમાં મનુષ્ય જીવન ઘણું જ ચઢિયાતું જીવન માલમ પડ્યા વિના રહેતું નથી. જો કે સર્વ મનુષ્યો વિકાસની ટોચે પહોંચેલા હોય છે એવો દાવો કોઈ કરી શકે નહિ, તો પણ એમ તો નિઃશંકપણે કહી શકાય કે વિકાસની સર્વોત્તમ ટોચે પહોંચે છે તે મનુષ્ય જ હોય છે. એટલી સુંદર તક મનુષ્ય સિવાય બીજાને મળી શકતી નથી તેથી જ મનુષ્ય જન્મ બીજા ભવો કરતાં શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ તેની શ્રેષ્ઠતા શાના આધારે છે, તે વાત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારણા માગી લે છે. મનુષ્યજીવનમાં શ્રવણનું ઘણું મહત્ત્વ છે. બુદ્ધિના આઠ ગુણોમાં તેને સૌથી પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે શ્રવણથી જ મનુષ્ય પોતાનું કલ્યાણ શામાં છે તે બરાબર સમજી શકે છે. શ્રવણ પછી બુદ્ધિમાન મનુષ્ય ક્રમે કરીને મનનની ભૂમિકામાં પ્રવેશ કરી શકે છે. મનનની ભૂમિકામાં બુદ્ધિ આગળ વધે છે. તે વસ્તુના મૂળ કારણને શોધવા પ્રયાસ કરે છે. તમામ દર્શનશાસ્ત્રોના સમન્વયનું મૂળ મનુષ્યોની મનનની ભૂમિકા છે. આ વિશ્વ શું છે? તે શાને આધારે ચાલી રહ્યું છે? જીવાત્માનું સ્વરૂપ કેવું છે? પરમાત્મા કેવા હોઈ શકે ? જીવોનો બીજા જીવોની સાથે અને જીવોનો પરમાત્માની સાથે કેવી રીતે ભેદભેદ સંબંધ રહેલો છે, જીવોને બંધન શાથી થાય છે અને તેમાંથી છૂટવાનો વાસ્તવિક ઉપાય શું હોઈ શકે, વગેરે દર્શનશુદ્ધિના વિચારોમાં મનનની ભૂમિકાવાળો જીવ આગળ વધે છે અને એ રીતે મનન કરતાં આખરે સત્ય વસ્તુ તેની સમજમાં આવી જાય છે. આ દર્શનશુદ્ધિમાં મૂળમંડપ સ્થાને મૈત્રીભાવ છે. કોઈ પણ સુજ્ઞ ચિંતક સૂક્ષ્મતાથી સૃષ્ટિના વસ્તુસ્વભાવનું અવલોકન કરે છે, ત્યારે તેને પ્રત્યક્ષ એવો અનુભવ થાય છે કે આ વિશાળ અને વિરાટ વિશ્વનું વ્યવસ્થિત સંચાલન સર્વ જીવોના સર્વોદયના ધર્મ-ચિંતન • ૬૧ Page #79 -------------------------------------------------------------------------- ________________ હેતુથી પરસ્પર મૈત્રીભાવની ભૂમિકા ઉપર થઈ રહ્યું છે. મહાન તત્ત્વવેત્તા ભગવાન શ્રીઉમાસ્વાતિજીએ “પરસ્પરોપગ્રહો નીવાના' એ સૂત્ર નિર્ધાર્યું છે. માનવ પ્રાણી મૈત્રીભાવને જીવનમાં વધારે સક્રિયરૂપ આપવામાં વિશેષ સમર્થ છે. કેમ કે બધા પ્રાણીઓ કરતાં માનવ વિશેષ મેધાવી અને પ્રજ્ઞાપ્રૌઢ છે. માનવપ્રાણી અખિલ પ્રાણી સંસારનો પ્રધાન પ્રતિનિધિ અથવા સર્વોપરિ સર્જન (Crown creation) મનાય છે. તેથી તેની જવાબદારી પણ અધિક છે. પોતાનું મૈત્રીમય જીવન બનાવી સાર્વભૌમિક વિશ્વવ્યવસ્થાના સર્વ જીવોના સર્વોદયના કાર્યમાં પોતાનો સંપૂર્ણ સહયોગ અને આત્મભોગ આપવા માનવ બંધાયેલો છે. માનવ જો એ પ્રમાણે ન વર્તે તો તે વિશ્વમહાશાસનના મહાઅપરાધીની કોટિમાં મૂકાય છે. આ અપરાધની સજા પણ તેને મોટી મળે છે. પોતાના જન્માંતરમાં વિશેષ પ્રકારે દંડ તેને ભોગવવો પડે છે. વિશ્વવ્યવસ્થાના કાર્યમાં માનવે સજ્ઞાન અવસ્થામાં ગુન્હો કર્યો હોવાથી તેને વિશ્વમહાશાસન તરફથી બીજા પ્રાણીઓ કરતાં વધારે સજા મળે છે. કારણ કે બીજા પ્રાણીઓને તો આ માર્મિક રહસ્યનું ભાન હોતું નથી. અને તેને તો છે. મહાશાસનના સર્વ જીવોના સર્વોદયરૂપ કાર્યમાં જેઓ મરજીયાત પ્રવર્તતા નથી, તેમને પણ વસ્તુસ્વભાવના અટલ નિયમો (Inevitable Laws)ના પ્રતાપથી ફરજીયાત મૈત્રીભાવની, પરહિતની પ્રક્રિયા અપનાવવી જ પડે છે. જેમ કે વનસ્પતિની શીતળ છાયા તથા તેના પુષ્પ ફલાદિ પોતાના ઉપયોગમાં ન આવતાં બીજાને માટે ઉપયોગી બને છે. કીડી, મંકોડી, માખી આદિ વિવિધ વિકસેન્દ્રિય પ્રાણીઓ સંમિશ્રિત પદાર્થોના રસકણોનું પૃથક્કરણ કરવાનું કાર્ય વિશ્રામ રહિત રાત દિવસ કર્યા જ કરે છે. માછલી, દેડકાં, કાચબા આદિ જળજંતુઓને જળાશયોના જળનું શુદ્ધીકરણ કરવું જ પડે છે. બકરી, ગાય, ભેંસ, આદિને દૂધ, ઘી, ખાતર, ચામડું, છાણ-મૂત્ર આદિ દ્વારા પરહિતના કાર્યમાં સહકાર આપવો જ પડે છે. કૂતરાઓને ચોકીદારનું અને કૂકડાઓને ઘડિયાળનું સેવા કાર્ય કરવું પડે છે. ઘોડા, હાથી, બળદ વગેરેને ભારવહન-સવારી આદિનું કાર્ય કરવું પડે છે. ગર્દભ, શૂકર આદિને પ્રામાદિના મળ-કચરાદિના શુદ્ધીકરણનું કાર્ય કરવું પડે છે. આમ પ્રત્યેક પ્રાણીઓની પ્રક્રિયાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો સમજાયા વિના નહિ રહે કે વિશ્વવ્યવસ્થાના અનુશાસનમાં કોઈને કોઈ પ્રકારે સેવાનો ફાળો આપ્યા વિના છૂટકારો નથી. ફક્ત માનવ પ્રાણીને સેવાનો નિયમ બળાત્કારે લાગુ પડેલો જણાતો નથી. મતલબ કે માનવ-જીવન ધર્મપ્રધાન જીવને માટે મળેલું છે અને ધર્મનો મર્મ મૈત્રીભાવનો - ૬૨ ધર્મ-ચિંતન Page #80 -------------------------------------------------------------------------- ________________ વિકાસ, પરોપકાર અને સમભાવની ઉપાસના, એ છે કહેવાનો આશય એ છે કે • “મૈચારિભાવસંયુ તદ્ધ તિ " ધર્મક્રિયા તે જ કહેવાય કે જે મૈત્રીભાવ યુક્ત હોય. અને મૈત્રી તે જ કહેવાય કે જેમાં બીજાના હિતનો વિચાર હોય. આર્યસંસ્કૃતિના અટલ સિદ્ધાંતરૂપ “પોપવાથમિદં શરીર” જેવાં મહાવાક્યો બન્યાં છે, તેના મૂળમાં એ હેતુ છે કે માનવ મૈત્રીભાવમય પરોપકારી જીવન જીવવા માટે સર્જાયો છે. માનવ પોતે પોતાને સર્વોત્તમ માનવાનો અધિકારી છે પણ મુખ્ય કારણ મૈત્રીભાવમય જીવન જીવવાની યોગ્યતા છે. જો માનવજીવનમાંથી મૈત્રીભાવને બાદ કરવામાં આવે તો પછી તેનામાં કોઈ જાતની શ્રેષ્ઠતા રહી શકતી નથી ઉલટું તે ભોગઉપભોગ, ખાન-પાન, રહન-સહન આદિની સાધન સામગ્રીમાં સદા અનધિકાર અને અમર્યાદિત ચેષ્ટા કરીને પોતાની આહાર, નિદ્રા ભય, મૈથુન આદિ અનાત્મ સંજ્ઞાઓનું પોષણ કરવામાં વિશેષ પ્રકારે તત્પર રહે છે. મૈત્રીભાવ વિનાનો માનવી બીજા પ્રાણીઓના જીવનનું કંઈ પણ મૂલ્યાંકન કર્યા વિના પોતાની પાશવી સંજ્ઞાઓના પોષણમાં તન્મય હોવા છતાં પોતાને (Over estimating himself) અધિક માને તે યોગ્ય નથી, દા.ત. કોઈ પણ પ્રાણી એવું નથી કે જે પોતાના ખાદ્ય પદાર્થમાં એક ચીજની સાથે અનેક ચીજો મેળવી ઇન્દ્રિયલોલુપતાને ઉત્તેજન આપતું હોય, જ્યારે માનવ પોતાના માટે એક શાક બનાવવામાં પણ સમુદ્રમાંથી મીઠું, ભૂગર્ભમાંથી હળદર, ક્ષેત્રઉદ્યાનોમાંથી અનેક પ્રકારના મરચાં-મસાલાઓ મેળવી સ્વાદિષ્ટ બનાવે છે, એટલું જ નહિ પણ દૂધ જેવા સ્વાદિષ્ટ મીઠા પદાર્થોમાં પણ શેરડીના રસનો કંદ (સાકર) ભેળવી મધુર બનાવે છે, શું આ માનવનો અનાત્મભાવ નથી ? પશુ પક્ષી આદિપ્રાયઃ બધા જ પ્રાણીઓ પોતાને લાગેલી ભૂખને શમાવવા સિવાય સંગ્રહખોરી કરતા જણાતાં નથી. તેઓની સામે ફળ-ફૂલોથી લચી રહેલાં વૃક્ષોના પુજના પંજ હોવા છતાં ક્યારેય ફળો તોડી તોડીને સંગ્રહ કરતા દેખાતા નથી, જયારે માનવીઓના ઘરોમાં સામાન્ય રીતે સ્વાર્થ સંકીર્ણતાની ખાતર સંગ્રહખોરી સિવાય કશું દેખાતું નથી. આ જ રીતે રહેવાના સ્થાનો પર દષ્ટિપાત કરીએ તો કોઈ પણ પશુ, પક્ષી પોતે તથા પોતાનું કુટુંબ બેસી-ઉઠી શકે તે પૂરતું જ સ્થાન કરે છે, જ્યારે માનવ પોતાના એક નાના કુટુંબ માટે ઘર, બંગલા અને મોટા મોટા મહેલો-માળિયાઓ સર્જે છે અને મોટા મોટા પાપારંભો કરે છે. તેમાં કોઈ નાના-મોટા નિરાધાર પ્રાણીઓ આશ્રય લેવાને આવે છે, તો નિર્દયતાથી કૂરપણે ૧. ધર્મસ્ય તત્ત્વ સુસ્પષ્ટ, મૈત્રીભાવવિકાસનમ્ | परोपकारनिर्माणं शमवृत्तेरुपासनम् ॥१॥ ધર્મ-ચિંતન ૬૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ તેઓને કાઢી મૂકવામાં લેશપણ અચકાતો નથી. આવી અનેક પ્રવૃત્તિઓ માનવમાં પશુ કરતાં હલકી હોવા છતાં માનવીની પાસે એવી એક માનસિક અમોઘ શક્તિ છે કે વિશ્વના પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવને સક્રિયરૂપ આપી, ક્ષણમાત્રમાં વિશ્વવ્યવસ્થા એટલે કે વસ્તુસ્વભાવની સાર્વભૌમિક સત્તાના પ્રાણીગણના પરોપકારના કાર્યમાં સર્વોત્તમ સહકાર આપી, પોતાના સર્વ પાપોનું શુદ્ધીકરણ કરી શકે છે. કેમ કે મૈત્રી-ભાવપૂર્ણ મનોવિજ્ઞાનનો અખૂટ ખજાનો તેની પાસે છે. સંસારમાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણ કરનારી અને અભ્યુદય સાધનારી ઉત્કૃષ્ટ ગતિ અને શક્તિવાળી (Velocity and potentiality) મૈત્રીભાવના જ છે. એટલે જૈનશાસનમાં મૈત્રીભાવના અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મૈત્રીભાવનું ખરું સ્વરૂપ એ જ છે કે તું તારી જાતને માટે જે ઇચ્છે છે અને જે નથી ઇચ્છતો, એવી જ વિશ્વના પ્રાણીમાત્ર માટે ઇચ્છા કર. એ જ શ્રીજિનશાસન છે.૧ આવા શુદ્ધ મૈત્રીભાવની પરિણતિ જો એક ક્ષણ માત્ર પણ સ્પર્શી જાય તો એવા અપૂર્વ સુખનો અનુભવ કરાવે છે કે જે જીવનમાં ક્યારેય અનુભવ્યો ન હોય મૈત્રીભાવની આ એક એવી અદ્ભુત શક્તિ માનવ હૃદયમાં છૂપાયેલી (Latent) છે, કે એનાથી એક ક્ષણ માત્રમાં જે લાભ તે ઉઠાવી શકે છે.તે, ઈતર પ્રાણીઓ જીવનભર પોતાનું સર્વસ્વ અર્પણ કરવા છતાં મેળવી શકતા નથી. વિશ્વના પદાર્થ નિર્માણમાં સંક્રમણ, ઉદ્ધૃર્તન, અપવર્તન આદિ પુદ્ગલોની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા જે કાર્યો થઈ રહ્યાં છે, તે બધા કરતાં વિશિષ્ટ કાર્યો મૈત્રીભાવની માનસિક પ્રક્રિયાના પુદ્ગલોદ્વારા થાય છે, એટલા માટે વિશ્વવ્યસ્થામાં સૌથી વધુ સહયોગ સર્વજીવોના સર્વોદયને અનુલક્ષીને થતી મૈત્રીભાવની મનોવૃત્તિદ્વારા મળે છે. વસ્તુસ્વભાવનું વિશ્વમહાશાસન માનવના મૈત્રીભાવની સહાયતા (Contribution) વિના ચાલી શકે નહિ. આ દૃષ્ટિએ માનવના મૈત્રીભાવનો સહકાર બીજા બધા પરોપકાર કરતાં પ્રબળ પરોપકાર છે. આધુનિક વિજ્ઞાનમાં રેડીયમ (Radium) સૌથી વધારે ઉપયોગી ગણાય છે. વિશ્વના વસ્તુસ્વભાવના વૈજ્ઞાનિક કાર્યોમાં તેવું જ સ્થાન મૈત્રીભાવને છે. આ મૈત્રીભાવનો સૌથી વધારે ફાળો તીર્થંકર ભગવાનનો છે. તે કારણે સંસારમાં સર્વોપરિ સ્થાન તીર્થંક૨૫ને છે. તીર્થંકરોના જીવનનો નિગોદથી માંડીને સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનો સારી રીતે અભ્યાસ કરવામાં આવે તો સિદ્ધિપદને १. जं च इच्छसि अप्पणतो, जं च न इच्छसि अप्पणतो । तं इच्छ परस्स वि य एतियगं जिणसासणयं । २. विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतो भजसि मानसमैत्रीम् । तत्सुखं परममत्रपरत्रा- प्यश्नुषे न यदभूत्तव जातु ॥१॥ ૬૪ • ધર્મ-ચિંતન Page #82 -------------------------------------------------------------------------- ________________ પામનાર બીજા જીવોની અપેક્ષાએ તેમના જીવનમાં મૈત્રીભાવથી ભરેલ વિશ્વવાત્સલ્યવૃત્તિ વિશેષ તરી આવે છે. મૈત્રીભાવની પ્રકર્ષતા (Climax)ને કારણે જ તેમને અશોકવૃક્ષાદિ મહાપ્રાતિહાર્યો, અપાયાપગમાદિ મહા અતિશયો, સમવસરણની અલૌકિક સમૃદ્ધિઓ તથા પળે પળે પંચદિવ્યો વગેરે પ્રાપ્ત થાય છે. આ અનુપમ ઋદ્ધિસિદ્ધિનું પ્રબળ કારણ મૈત્રીભાવયુક્ત જીવન, સકલ જીવોને પાપપાશમાંથી મુક્ત કરી, શાસનરસિક બનાવી, શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવારૂપ વાત્સલ્યવૃત્તિ છે અને એ દ્વારા થતું માર્ગપ્રભાવનાનું મહાન કાર્ય જ છે અનેક ભવો સુધી અક્ષીણ ધારાએ મૈત્રીભાવનાનું પ્રવાહિત રહેતું તેઓનું આ દાન (unique contribution) સર્વ જીવોના મૈત્રીભાવનું બીજ છે અને તે બીજમાંથી જ સંયમના અંકુરા ફુટે છે તથા તપ, જપ, શીલ, સંતોષ, ક્ષમા આદિ શાખા-પ્રશાખા તથા પત્ર-પુષ્પાદિરૂપે બહાર આવે છે. એટલે સમસ્ત પ્રાણીઓના વિકાસનું, નિગોદથી પ્રારંભીને જે મંગલાચરણ થાય છે, તેમાં તીર્થકરોના આત્માઓની દેન, ઋણ કે કૃપા (Grace) મુખ્ય છે. આ રીતે પ્રાણીમાત્રના વિકાસ, ઉત્થાન અને પરમમહોદયના મહામાર્ગમાં પ્રધાનવતું મૈત્રીભાવ છે. એટલે આ મૈત્રીભાવને મહોદયની માતા, જીવનની જ્યોતિ અને ધર્મની સહચરી કહેવામાં જરા પણ અતિશયોક્તિ લાગતી નથી. ! કૃપા મેળવવાના બે સાધન Eltel (Humbleness) 247 ARGU"H+ (Surrender) 24100 g gul મેળવવાના સાધન છે. સ્વ-ધર્મના પાલનથી મન-શુદ્ધિ થાય છે અને મનની શુદ્ધિ થવાથી પરમાત્મા મળે છે. ચિત્તશુદ્ધિ માટેનું એકનું એક સાધન, નમ્રભાવે ધર્મના શરણે જવું તે છે. ધર્મ-ચિંતન ૬૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ દર્શનશુદ્ધિનું સોપાન-સ્વાધ્યાય'-૫ (ઢંકાયેલા આત્માના અખૂટ ખજાનાને ખોલવાની ચાવીરૂપ “સ્વાધ્યાય પદાર્થની મૌલિક સ્પષ્ટતા ચિંતનાત્મક આ લેખમાં કરવાની આવી છે. સં.) જેમ રસાયણવિદ્યાનો અનભિજ્ઞ ખેડૂત પોતાની પરંપરાથી પોતાના ખેતરમાં કેવળ જુવાર અને બાજરી જેવા ધાન્યો જ ઉત્પન્ન કરી શકે છે. પછી ભલે તે ખેતરની માટીમાં કોઈ પણ રસધાતુઓ મળેલી હોય, પરંતુ તે તરફ તેનું ધ્યાન જતું નથી અને તેથી તે તેનો લાભ મેળવી શકતો નથી. શાસ્ત્રમાં દાખલાઓ મળે છે કે ભરવાડને ચિંતામણીરત્ન મળ્યું હોય તો તેનો ઉપયોગ તે કાં તો બકરાના ગળામાં બાંધવા માટે કરે, અથવા અંતે કાગ ઉડાડવામાં ફેંકી દે. તેવી રીતે અચિંત્ય ચિંતામણી રત્ન સમાન પરમેષ્ઠિ મહામંત્ર આપણને મળ્યો છે, પણ એ મહામંત્રમાં જે દેવ, ગુરુ અને ધર્મરૂપ મહાતત્ત્વ નવનીતરૂપે રહેલ છે, જેમાં સંસારભરનો સર્વોત્તમ ગુણીઓ અને ગુણોનો સમાવેશ થાય છે, એ તત્ત્વનું આપણે સૂક્ષ્મ રીતિએ ચિંતન; મનન અને પરિશીલન ન કરીએ તો જે અખૂટ ખજાનો આ મહામંત્રમાં રહેલો છે, તેનો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ? જૈન ધર્મમાં સર્વોત્તમ ધ્યાન દ્રવ્યગુણપર્યાયના ચિંતન, મનન અને પરિશીલનમાં માનવામાં આવ્યું છે. આપણે ત્યાં નવપદની આરાધનામાં દરેક પદની સાથે દ્રવ્ય-ગુણપર્યાયના ધ્યાન ઉપર વધારે-પૂરતો ભાર દેવામાં આવ્યો છે. દા.ત. “અરિહંતપદ ધાતો થકો, દધ્વગુણ પક્ઝાય રે, ભેદ-છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે.” તીર્થકર ભગવંતો છદ્મસ્થ કાલમાં સાધ્યની સિદ્ધિ માટે સદા દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનમાં જ મગ્ન રહે છે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે ઉગ્રતપસ્વી અને ઉત્કૃષ્ટ સંયમી કરતાં તત્ત્વદર્શી મહાત્માનું સ્થાન મોખરે છે. ઉપદેશમાળામાં ભોજન કરનાર તત્ત્વજ્ઞાની સાધુને તપસ્વી અને ક્રિયાવાનું સાધુ કરતાં વધારે શ્રેષ્ઠ માનેલ છે. એક કવિએ કહ્યું છે કે, “હુર્તમાં મવતિ તાર્વિ:' તત્ત્વજ્ઞાનીઓ જગતમાં દુર્લભ છે. ઉપશમ શ્રેણિમાં આરૂઢ થયેલ અને ત્યાંથી આયુષ્યક્ષયે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ તત્ત્વદર્શી મહાત્માઓ તથા બધા અનુત્તરવાસી દેવો ત્યાં તેત્રીસ સાગરોપમની દીર્ઘ જીવનયાત્રા તત્ત્વનુસંધાનમાં જ સફળ બનાવે છે, તેમ જ સદા દ્રવ્યાનુયોગ આદિના ચિંતનમાં જ આનંદ માને છે, એટલે તત્ત્વચિંતન માટે દ્રવ્યાનુયોગ આદિનો અભ્યાસ જીવનમાં આવશ્યક જ નહિં પણ અનિવાર્ય છે. એ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓ મુનિચર્યાના પવિત્ર જીવનમાં સ્વાધ્યાય ઉપર સહુથી વધારે ભાર મૂકે છે, કેવળ આત્મવિકાસ માટે જ નહિ પણ આલોચના અને અતિચારાદિ દોષોની શુદ્ધિ માટે પણ સ્વાધ્યાયની ગાથાઓનું ૬૬ ધર્મ-ચિંતન Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત દેવામાં આવે છે. શાસ્ત્રોમાં અહીં સુધી કહેલ છે કે એક જ ગાથા તૈયાર કરવામાં ગમે તેટલો સમય લાગે તો પણ શક્તિ હોય ત્યાં સુધી ગાથા જ ગોખવી જોઈએ, અને તેમ ન જ બની શકે તો સ્વાધ્યાય કરનારા મુનિઓની ભક્તિમાં તથા સંયમની તપ, ક્રિયામાં વિશેષ રક્ત બનવું જોઈએ. તત્ત્વદષ્ટિએ વિચારતાં આ આદેશમાં મોટું રહસ્ય સમાયેલું છે. આજે આપણે પરમેષ્ઠિ મહામંત્ર રોજ ગણીએ છીએ, પણ જ્યાં સુધી તે મહામંત્રમાં રહેલા ગુણીજનોના અને મહાપદોના માહાભ્યને ન સમજીએ, ત્યાં સુધી તે અખૂટ ખજાનાના રત્નોનો લાભ મેળવી શકવાના નથી. આ મહામંત્રની આરાધનામાં લૌકિક અને લોકોત્તર ઉભય પ્રકારનું પરમહિત સમાયેલું છે. સંસારમાં કોઈ પણ રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ, વૈભવ અને ઐશ્વર્ય એવું નથી કે જે આ મંત્રની સાધનાથી ન મળી શકે. સકળ વિદ્યા, મંત્ર અને લબ્ધિઓના નિધાનરૂપ આ મહામંત્ર છે. આ મહામંત્રમાં પ્રથમ “શ્રીઅરિહંત મહાપદ”ને નમસ્કાર છે, તે અરિહંત પદનો અર્થ વ્યુત્પત્તિ અને નિયુક્તિથી સમજવામાં અને આરાધવામાં આવે તો આપણા બધા કાર્યો સહેજે સિદ્ધ થઈ જાય. માનસશાસ્ત્રની દૃષ્ટિએ (Psychplogical point of view) અનુસંધાન કરીએ તો જાણી શકાય છે કે સંસારનાં સમસ્ત દુઃખ, સંતાપ અને ક્લેશોનું કારણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગમાં રહેલું છે અને એના વિપર્યાસમાં સમસ્ત સુખનો સમાવેશ થઈ જાય છે. એ વિપર્યાસ એટલે “ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ” આ ઉભયની પ્રાપ્તિમાં ઉદ્ગમધામ સમાન “અરિહંતપદ” છે. વ્યુત્પત્તિ અર્થની દૃષ્ટિએ અરિહંતપદ એટલે - પૂજનીય, આદરણીય અને સેવનીય તત્ત્વ. જગતમાં પૂજા, સેવા અને સન્માન તેઓનું જ કરવામાં આવે છે કે જેઓ વડે પોતાના અર્થની સિદ્ધિ થતી હોય. પ્રાણી માત્રને પરમહિત ઇષ્ટ છે અને તે ઈષ્ટની સિદ્ધિ આપનાર અરિહંતપદ છે. જગતમાં એના કરતાં બીજું વધારે ચઢીયાતું કોઈ પણ તત્ત્વ નથી. શ્રીલોગસ્સસૂત્રની ગાથામાં જણાવ્યું છે કે, ને તોગસ્સ ઉત્તમ સિદ્ધા' જેઓ લોકમાં ઉત્તમ અને સિદ્ધ છે. પરમહિત માટે અરિહંતપદ એ સિદ્ધ તત્ત્વ છે. સિદ્ધ વસ્તુની સેવાથી નિઃસંદેહ સિદ્ધિ થવાની જ. જો સિદ્ધિ ન કરે તો તે સિદ્ધ વસ્તુ જ નથી. સકળ સિદ્ધિદાયક પૂજય આ મહાપદ હોવાથી તેને અરિહંત ત્રિભુવન પૂજ્ય નામથી સંબોધવામાં આવે છે. નિર્યુક્તિની દષ્ટિએ એનો અર્થ “અરિને હણનાર છે. “અરિ” એટલે સંસારના જે કોઈ અનિષ્ટ કારણો હોય તે બધા, ચાહે તો જન્મ, મરણ, રોગ, શોક, ભય, સંતાપ, ક્લેશ, દુઃખ, દારિદ્રય કે રાગદ્વેષ મોહાદિ હોય. તે બધાનો નાશ કરનાર તત્ત્વ તે જ “અરિહંત” કહેવાય. તેથી અરિહંતપદના આરાધકને માટે અનિષ્ટ કરનાર કોઈ પણ કારણ સંસારમાં રહી શકે જ નહિ. સંસારમાં સકળ અહિતનો અંત લાવનાર અને સર્વ પ્રકારના હિતને કરનાર જો • કોઈ તત્ત્વ હોય, તો તે વાસ્તવિક રિહંત જ છે. ભિન્ન ભિન્ન દર્શનોમાં આ તત્ત્વને ધર્મ-ચિંતન • ૬૭ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વરાદિ ગમે તે નામથી સંબોધવામાં આવ્યું હોય, વાસ્તવિક (Etymolobically) ભાવાર્થ દર્શક તો રિહંત નામ જ છે, જે સર્વ દૃષ્ટિએ પૂર્ણ છે. આવી રીતે પૂરો નવકાર મંત્ર-વિજ્ઞાનની દષ્ટિએ, મંત્રની દૃષ્ટિએ, તત્ત્વની દષ્ટિએ, ગણિતની દષ્ટિએ, વ્યાકરણની દષ્ટિએ આદિ અનેક દૃષ્ટિએ જોતાં પરિપૂર્ણ છે. માટે એને “પંરપંજાતા મહીકૃતધ' કહેવામાં આવે છે. સંસારને મહાભયાનક કહેવામાં આવ્યો છે, પણ પુણ્યની પ્રબળ શક્તિનો આશ્રય લેવાથી એ ભયાનક સંસાર પણ ભવ્ય બની શકે છે અને આત્મધર્મનો આશ્રય લેવાથી અજરામર, અવ્યાબાધ એવું શાશ્વત મોક્ષ સુખ પણ આ સંસારમાંથી મેળવી શકાય છે. અરિહંતપદ એ એક એવું પદ છે કે જે પુણ્યનો પૂંજ છે. એટલે જ અરિહંતપદને અલંકૃત કરનારા તીર્થકર ભગવંત પુણ્યના પરમેશ્વર છે અને આત્મધર્મના અધીશ્વર છે. દૂધમાં સાકરની પેઠે પૌદ્ગલિક અને આત્મિક ઉભય સુખના સાગરરૂપ શ્રીરિહંત તત્ત્વ જ છે. પણ એ અનંત ઉપકારી અરિહંતપદની ખરી ઓળખાણ ન થવાથી નિજ નાભિમાં રહેલ કસ્તૂરીને ન જાણનાર મૃગ પેઠે આપણે આજે વિષમ સ્થિતિ ભોગવી રહ્યા છીએ. એની સાચી ઓળખાણ કરાવનાર આગમ શાસ્ત્રો છે. એક રાજાની સાચી ઓળખાણ ત્યારે જ થઈ શકે કે જ્યારે તેની રાજરિદ્ધિ, વૈભવ અને ચતુરંગી સેના ઇત્યાદિનો બોધ થાય. તે વગર આપણે “રાજાને ઓળખી શકીએ નહિ, અને રાજાના સંપર્કથી જે ઇષ્ટ સિદ્ધિ મેળવવાની હોય, તે મેળવી શકીએ નહિ. | નવકાર મહામંત્રની સાચી ઓળખાણ કરવા માટે સ્વાધ્યાય નિતાત્ત આવશ્યક છે. સ્વાધ્યાય દ્વારા જ એમાં રહેલ રૈલોક્યનો અખૂટ ખજાનો નજરમાં આવશે અને પોતાના પરમમહોદય પદની પ્રાપ્તિ માટે જે સાધન સામગ્રી મેળવવી પદની પ્રાપ્તિ માટે જે સાધન સામગ્રી મેળવવી જોઈએ તે મળી ગઈ એમ ખાત્રી થશે. એ કારણે શ્રીનવકાર મહામંત્રને અપૂર્વ કલ્પવૃક્ષ કામકુંભ અને “અચિંત્ય ચિંતામણી આદિ ઉપમા આપેલી છે. જ્યારે આ મહામંત્રનું રહસ્ય સમજાશે ત્યારે આગમ અને અપાર એવો આ ભવસાગર પણ અંજલિમાં રહેલા ચુલ્લુભર પાણી જેવો ભાસશે. ખરી રીતે તો દ્વાદશાંગવાણી અને ચઉદપૂર્વની રચનારૂપ શાસ્ત્રસિદ્ધાંતો આ મહામંત્રના રહસ્યને વિસ્તારપૂર્વક સમજાવવાને માટે જ સર્જાયેલા છે. માટે શાસ્ત્રોના અભ્યાસ વિના નમસ્કાર મહામંત્રનું રહસ્ય સમજાય નહિ અને નમસ્કાર મહામંત્ર વિના શાસ્ત્રાભ્યાસ પણ સાર્થક થાય નહિ તત્ત્વાનુશાસનમાં શાસ્ત્રાવલોકનને જેમ સ્વાધ્યાય કહ્યો છે, તેમ નમસ્કાર મહામંત્રની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. અને નમસ્કાર મહામંત્રના આરાધકે શાસ્ત્રાભ્યાસની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. બંનેનો પરસ્પર બીજ અને વૃક્ષ જેવો ધનિષ્ટ સંબંધ છે. એમ તો સ્વાધ્યાયનો અર્થ પોતાના આત્માનું ચિંતન, મનન અને પરિશીલન થાય છે, એટલે નિજ આત્મસ્વરૂપનાં અધ્યયનને જ સ્વાધ્યાય કહેવામાં આવે છે, પણ નિજ સ્વરૂપનું અધ્યયન પણ સર્વાગ સુંદર અને સંપૂર્ણ ત્યારે જ બને છે કે જ્યારે આત્મદ્રવ્યના સકલ ગુણ ૬૮ - ધર્મચિંતન Page #86 -------------------------------------------------------------------------- ________________ પર્યાયનો બોધ થાય. વિશ્વનું પદાર્થ વિજ્ઞાન ભલે પુલાદિ પર દ્રવ્યોથી ભરેલું હોય, તો પણ પર દ્રવ્યના ગુણ પર્યાયનો બોધ એ પણ આત્મ સ્વરૂપનું તેના અસ્તિત્વ નાસ્તિકતાદિ ધર્મોનું છે તેમ જ તેના જ્ઞાન, દર્શને આદિ ગુણોનું જ અધ્યયન છે. વિશ્વના સકળ દ્રવ્યગુણપર્યાયનો પરિપૂર્ણ બોધ ન થાય ત્યાં સુધી પોતાના આત્માનો પરિપૂર્ણ બોધ થઈ શકે નહિ. એટલા માટે જ ને નાડું, તે સબંગારું એવું શ્રીઆચારાંગસૂત્રનું મહાવાક્ય છે. પૂર્વ મહર્ષિઓ જણાવે છે કે પરપર્યાય તે સ્વપર્યાય છે અને સ્વપર્યાય તે પરપર્યાય છે. આત્મદ્રવ્યના પર્યાય તે સર્વ દ્રવ્યના પર્યાય છે અને સર્વ દ્રવ્યના પર્યાય તે આત્મદ્રવ્યના પર્યાય છે. એ અપેક્ષાએ અખિલ બ્રહ્માંડ અખંડ, એકાકાર અને એકાત્મરૂપ છે. શુક્લધ્યાનનો બીજો પાયો ‘ત્વ વિતનિવિવાર’ આ જ ભાવનો દ્યોતક છે. આ વિચારધારાને સંગ્રહનયની અપેક્ષાએ સમર્થન મળે છે. અધ્યાત્મયોગી મહાત્મા આનંદઘન ફરમાવે છે કે “પદ્દર્શન નિન મં િમળ’ ભિન્ન ભિન્ન દર્શનો એક એક નયથી ગ્રહણ કરેલી દૃષ્ટિ દ્વારા જિનેશ્વર ભગવંતના સ્યાદ્વાદરૂપી મહાસમુદ્રમાં સરિતાને પેઠે સમાવેશ પામી જાય છે. “મેવાદિતીય'ની માન્યતાવાળા અદ્વૈતવાદી દર્શનોને સંગ્રહનયની દૃષ્ટિ લઈને માનવું પડ્યું છે કે ‘મgvમણ્ડતાાવ્યdયેન વસીવરમ્' એ માન્યતાના પોષણ માટે તેઓએ અનેક ગ્રંથોની રચના કરી છે. પરમેષ્ઠિ મહાતત્ત્વનું મહાભ્ય સમજવા માટે આપણા આગમ સિદ્ધાંતોના અધ્યયનની સાથે અન્ય દર્શનોના ગ્રંથોના અધ્યયનની પણ આવશ્યકતા મનાય. જો કે સમુદ્રમાં ગંગા, સિંધુ આદિ બધી સરિતાઓ મળેલી જ છે, છતાં ગંગા, સિંધુના જળના ગુણદોષ જાણવા માટે સમુદ્રમાંથી તે જળનું પૃથક્કરણ કરવું અઘરું છે. તેના કરતાં સરળ ઉપાય એ છે કે તે જળ તે તે નદીની વહેતી ધારાઓમાંથી લઈને આપણે વિશ્લેષણ (Analysis) કરીએ તો જળનાં ગુણ-દોષોનું જ્ઞાન વધારે જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ, તે ન્યાયે પ્રત્યેક દર્શનકારો જે જે નયની દૃષ્ટિએ પોતાની માન્યતાને સ્થાન આપે છે અને તેની પુષ્ટિ માટે આગ્રહ રાખી તે તે નયનું વિશેષ પ્રકારે વિવેચન કરે છે, તે તે એક નયને જાણવા માટે આપણને ઘણું જ સહાયક બને છે અને આપણે તો સાતે નયોને જાણવા છે, કેમ કે બધા નયનો સંગ્રહ એ જ “જૈન દર્શન” તેથી પ્રત્યેક મતવાળાના મતાગ્રહને, સ્યાદ્વાદ દર્શનને અથવા વિશ્વના પદાર્થ દર્શનને જાણવા માટે અને શ્રીઅરિહંતાદિ પંચ અથવા નવ મહાપદોના રહસ્યને સમજવા માટે સ્વ દર્શનની સાથે પરદર્શનનું જ્ઞાને પણ સ્યાદ્વાદી ચિંતકો માટે લાભકારી ગણાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ પણ શ્રુત મિથ્યા નથી કે સમ્યગુ નથી, શ્રુત એ શ્રુત જ છે. ગ્રહણ કરનારની દૃષ્ટિ અનુસાર તે સમ્યગુ કે મિથ્યા મનાય છે. એટલા જ માટે આચાર્ય ભગવંતોને સ્વ-પર સિદ્ધાંતકુશળ કહેવામાં આવ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય એટલે સ્વપરનું અધ્યયન અથવા વિશ્વના સમસ્ત વસ્તુસ્વભાવનું અધ્યયન અને એ જ આપણાં અભ્યદયનું સર્વોપરિ કારણ છે, માટે જ શાસ્ત્રકારોએ સ્વાધ્યાય ઉપર અત્યંત ભાર મૂક્યો છે, તે આ દૃષ્ટિથી અવલોકન કરતાં બહુ ઉપયુક્ત જણાય છે. આ લેખોમાં મતિદોષથી જે કાંઈ શાસ્ત્રની મર્યાદાથી વિરુદ્ધ લખાયું હોય તે માટે મિચ્છામિ દુક્કડંપૂર્વક વિરમું છું. ધર્મ-ચિંતન • ૬૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી કાંતિલાલ મોહનલાલ પારેખ ધર્મમહાસત્તા-૧ તીર્થંકર નામકર્મ વિશ્વકલ્યાણકર ભાવના વિશ્વ વ્યવસ્થા ધર્મશક્તિ સાધનાની પ્રથમ ભૂમિકા એક અને શૂન્ય મહાસામ્રાજ્ય શ્રી નમસ્કાર મહામંત્રનું દર્શન-૧ શ્રી નમસ્કાર મહામંત્રનું દર્શન-૨ શ્રી નવકાર અને સામાયિક-૧ શ્રી નવકાર અને સામાયિક-૨ શ્રી નવકાર અને સામાયિક-૩ શ્રી નવકારની સાધનાના અંગો ૭૦ • ધર્મ-ચિંતન ૬ ૪ ૪ ૪ ૪ છુ ૭૫ ૧૦૦ ૧૦૪ ૧૦૯ ૧૧૩ ૧૧૬ ૧૨૧ ૧૨૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મમહાસત્તા-૧ શ્રીકાન્તિલાલ મોહનલાલ પારેખ (ખળખળ વહેતા નિર્મળ ઝરણા શા આ લેખમાં કયારેય અશુભના પક્ષમાં ન રહેવાનું અનુપમ સંગીત સંભળાય છે. જીવમાત્રના કલ્યાણને-શુભને ભાવ આપવાની શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા ફૂલની સુગંધની માફક આ લેખને સુરભિત કરી રહી છે. ધર્મની અચિંત્ય શક્તિની બિરદાવલી સરખો આ લેખ આપણા હૈયાને જરૂર ભીંજવશે. સં.) અશુભનું બળ સદાય અધૂરું - (Force of Evil always weaker) વિશ્વમાં આપણે એક એવી શક્તિ તો સ્વીકારવી જ પડે છે કે જે નિત્ય જગતના જીવોનું હિત કરી રહી હોય. આ શક્તિને શાસ્ત્રકારો “ધર્મ” તરીકે સંબોધે છે. આપણે ન ભૂલીએ કે ધર્મ એક શક્તિ છે, માત્ર કલ્પના (Imaginary Concept) નથી.. ધર્મ શું છે ? ધર્મની મહાસત્તા શું છે ? કોના વડે છે ? શાથી છે ? ધર્મ મહાસત્તાની પ્રરૂપણા કરનાર કોણ છે? ધર્મ મહાસત્તા શી રીતે ઓળખાય? તેનો પરિચય કેમ પામી શકાય? શું વિશ્વની વ્યવસ્થામાં ધર્મમહાસત્તાનું કંઈપણ વર્ચસ્વ છે? જો હોય તો કેટલું છે? કેવા પ્રકારનું છે? કઈ રીતે છે? જો ધર્મમહાસત્તા કોઈ સક્રિય શક્તિ (Positive Power) હોય તો પ્રત્યેક આરાધક તેનો લાભ શી રીતે મેળવી શકે ? મુમુક્ષુ માટે આ સર્વે પ્રશ્નો અવશ્ય વિચારણીય છે. અનાદિકાળથી જગતમાં આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. (Tug of war between Evil and Good) તેમાં દૈવી સંપત્તિનો વિજય થાય છે અને આસુરી સંપત્તિનો પરાજય થાય છે. આ પ્રમાણે થવાનું કંઈક કારણ તો હોવું જ જોઈએ. જગતના જીવોનું હિત ચિંતવનારા સપુરષો જેમ વિશ્વમાં મળી આવે છે, તેમ અહિત ચિંતવનારા દુષ્ટ પુરુષો પણ મળી આવે છે. દુષ્ટો અહિત ચિંતવે છતાં બધાનું અહિત થતું નથી. એટલું જ નહિ પણ વધારેમાં વધારે છ મહિનામાં સંસારથી એક આત્મા તો સકલ કર્મના બંધનથી છૂટીને મોક્ષ પામે જ છે. ધર્મ-ચિંતન ૭૧ Page #89 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રકારો કહે છે કે આ નિયમ છે. આ નિયમ દર્શાવે છે કે વિશ્વવ્યવસ્થામાં, વિકાસનો ક્રમ (Cosmic Evolution) સદાસર્વદા ચાલુ છે. વિશ્વમાં વિકાસ (Cosmic Evolution) શા માટે ? શુભનું બળ અધિક શાથી છે? અશુભ કરતા શુભમાં વિશેષ શક્તિ કેમ છે ? સૂક્ષ્મ વિચાર કરતાં તેનું કારણ સ્પષ્ટ સમજાય છે. સર્વથી અધિક દુષ્ટ એવો કોઈ પણ જીવ જગતનું અહિત ચિંતવશે તો પણ તે પોતાનું અહિત તો નહિ જ ચિંતવે. તેથી અહિતની ભાવના ગમે તેટલી તીવ્ર હોય તો પણ સમગ્રતાનું બળ (Force of Totality) પ્રગટાવી શકે નહિ. સમગ્ર વિશ્વનું અહિત ચિંતવનારના હૈયામાં પણ પોતાનું તો હિત જ વસ્યું છે. એવો કોઈ જીવ નથી જે પોતાનું હિત, પોતાનું સુખ ન ઇચ્છે. જ્યારે વિશ્વમાં એવા પણ મહાસત્ત્વો છે, જેઓ જગતના સર્વજીવોનું હિત ઇચ્છે છે. જેમાં એકેય જીવ બાકી રહેતો નથી, તેથી શુભની ભાવના તીવ્રતમ બને છે અને આ ભાવનાને સમગ્રતાનું બળ (Force of Totality) મળે છે. “ભવી જીવ કરું શાસનરસી” એમ નહિ પણ “સવિ જીવ કરું શાસનરસી.’ વિશ્વમાં સર્વજીવોનું હિત ઇચ્છનારા મહાસત્ત્વો સદાય હતા, છે અને રહેશે અને તેથી અશુભના બળ કરતાં શુભનું બળ વિશેષ જ હોય અને વિશેષ જ રહેવાનું. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ કરવાની કામનામાં શ્રીતીર્થંકર પરમાત્માઓ સર્વથી મુખ્ય છે. ત્રણ ભુવનમાં એવો કોઈ જીવ નથી જેનું હિત શ્રીતીર્થંકરદેવોના આત્માઓએ ન ચિંતવ્યું હોય ! સમ્યગ્દષ્ટિ આત્મા કઈ રીતે તીર્થંક૨૫દ પામે છે, તે ખૂબ સુંદર રીતે પૂજ્ય શ્રીહરિભદ્રસૂરિજીએ “યોગબિંદુ” ગ્રંથમાં દર્શાવ્યું છે. मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन् धर्मतेजसि ॥ આ સમ્યગ્દષ્ટિ આત્મા વિચારે છે કે : “મહાખેદની વાત છે કે ધર્મનો પ્રકાશ વિદ્યમાન હોવા છતાં જીવાત્માઓ મોહના અંધકાર વડે ગહન એવા સંસારમાં દુઃખી બનીને પરિભ્રમણ કરી રહ્યા છે.” अहमेतान् अतः कृच्छाद् यथायोगं कथंचन । अनेनोत्तारयामीति, वरबोधिसमन्वितः ॥ ૭૨ ૦ ધર્મ-ચિંતન Page #90 -------------------------------------------------------------------------- ________________ - “હું આ સર્વજીવોને કોઈપણ ઉપાય વડે જેમ બને તેમ આ ભયંકર દુ:ખમાંથી ઉગારું.” એમ શ્રેષ્ઠ બોધી એટલે સમ્યગ્દર્શનથી યુક્ત એવા તે મહાત્મા વિચારે છે. करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान्, वर्धमानमहोदयः ॥ કરુણાદિ ગુણોવાળા, સદાય પારકા કાર્ય કરવામાં અત્યંત તત્પર અને પ્રવર્ધમાન પુણ્યવાળા તે જ મુજબ પ્રયત્નો કરે છે. तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्वमाप्नोति, परं सत्वार्थसाधनम् ॥ સર્વ જીવાત્માઓના હિત માટે તે તે હિતકર કાર્યોને કરતા તે મહાત્મા શ્રીતીર્થંકરપણાને પામે છે. જે જીવોના કલ્યાણનું પરમ સાધન છે. શ્રીતીર્થંકરદેવોના આત્માઓએ પોતાની ભાવનામાં એકપણ જીવની ઉપેક્ષા ન કરતાં પ્રત્યેક જીવ માટે સર્વ સુખની કલ્યાણકામના કરી છે. . એમની ભાવના માત્ર ભવી જીવને જ શાસનરસી બનાવવાની નહિ પણ “સવિ જીવ કરું શાસનરસી”ની હોય છે. - અભવ્યો મોક્ષ પામે નહિ માટે તેમનું કલ્યાણ ન ઇચ્છવું એમ નથી પરંતુ કલ્યાણ તો સર્વજીવોનું ઇચ્છવાનું છે. | સર્વ જીવાત્માઓના હિત માટે હિતકર કાર્યોને કરતા તે મહાત્મા સર્વજીવોને પરમ ઉપકારી બને છે. અને આજે પણ, આ ક્ષણે પણ શ્રી તીર્થંકરદેવને આત્માઓ સર્વજીવોનું હિત . ચિંતવી રહ્યા છે, કરી રહ્યા છે. મારું હિત, તમારું હિત તથા સર્વનું હિત ! જેમાં એકેય જીવ બાકી ન રહી જાય. કેટલી પ્રશસ્ત છે “હું સર્વ જીવોને આ સંસાર દુઃખથી ઉગારું” એવી ઉદાત્ત ભાવના ! કેવો કલ્યાણકારી છે. આ પરિહિતચિતનનો પ્રબળ અધ્યવસાય ! ભાવનાનો પૂંજ વિશ્વમાં આજે અનેક મહાત્માઓ સર્વના કલ્યાણની આ શ્રેષ્ઠ ભાવના ભાવી રહ્યા છે. ભૂતકાળમાં થઈ ગયેલા મહાસત્ત્વોએ આ ભાવના ભાવી છે. આપણે સ્વીકારવું જ પડશે કે સમગ્ર વિશ્વમાં આ શ્રેષ્ઠ ભાવનાનો પૂંજ સદા સર્વદા સતત (Constant flow of super vibrations) વહી રહ્યો છે. ધર્મ-ચિંતન ૭૩ Page #91 -------------------------------------------------------------------------- ________________ આ ભાવના માત્ર ભાવરૂપે જ રહી છે, એવું નથી. અનેક મહાસત્ત્વોના વિચાર, ઉચ્ચાર, અને આચારવડે પુષ્ટ બની રહી છે. મોક્ષ પ્રાપ્તિમાં જીવનો પુરુષાર્થ તો કામ કરે જ છે પરંતુ એ પુરુષાર્થની પ્રેરણા અને સામગ્રી તેને કોણ પૂરી પાડે છે ? આ પ્રેરણા અને સામગ્રી પૂરી પાડનારા શ્રીપંચપરમેષ્ઠિભગવંતો છે. શ્રીતીર્થંકર પરમાત્મા છે. શ્રીતીર્થંકરદેવોના આત્માઓની સર્વ જીવોના કલ્યાણની ભાવના છે. આજે પણ ભાવિ તીર્થંકરોના આત્માઓ “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના ચરિતાર્થ કરી રહ્યા છે. આપણા પ્રત્યેકના હિત માટે (For Each and all) પરમ કલ્યાણની ભાવના આ મહાસત્ત્વોના હૈયામાંથી પ્રબળપણે વહી રહી છે. તેમની આ ભાવનામાં સમગ્રતાનું બળ (Force of Totality) છે. તેમનો આ અત્યંત શુભ અધ્યવસાય છે. આ રીતે સર્વના કલ્યાણની ભાવનાનો પૂંજ પ્રબળ બનતો રહે છે. શ્રીપંચપરમેષ્ઠિભગવંતો આધ્યાત્મિક શક્તિના મહાકેન્દ્ર (Transmitters of Spiritual Energy) છે. શ્રીપંચપરમેષ્ઠિભગવંતોની ભાવના પણ સર્વ જીવોના પરમ કલ્યાણની છે. જગતમાં આપણે નિઃસહાય એકલા, અટૂલા, નિરાધાર નથી. સમર્થ એવા મહાસત્ત્વો આપણને સર્વ રીતે સહાયક છે. તો પછી પોતાના કલ્યાણ માટે જિજ્ઞાસુએ શું કરવું ? શુભ ભાવનાના મહાપૂંજની સહાય આપણે કઈ રીતે લઈ શકીએ ? સુખ પ્રાપ્ત કરવાની પ્રાથમિક યોગ્યતા Fundamenntal Conditions) શું શું છે? જિજ્ઞાસુ આત્મા આરાધક કઈ રીતે બને ? સર્વ પ્રકારના દુઃખ દૂર કરવા માટે ધર્મની પ્રબળ શક્તિનો ઉપયોગ શી રીતે થાય ? ધર્મ મહાસત્તા આપણને સહાયક કઈ રીતે બને ? આ પ્રશ્નો આપણે વિચારીશું. ૭૪ ૦ ધર્મ-ચિંતન Page #92 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર નામકર્મ (વિશ્વ ઉપર મહાસત્તા ધર્મની જ છે. શ્રી તીર્થકર ભગવંતોની સર્વોત્કૃષ્ટ ભાવનાની જ છે.” તે હકીકતનું આ લેખ સુંદર દર્શન કરાવે છે. ધર્મમહાસત્તાને શરણે જવાની આપણી ભાવનાને અધિક સક્રિય બનાવવાની અણમોલ વિચાર-સામગ્રી આ લેખમાં છે. ત્રિભુવનપતિ શ્રી તીર્થકર પરમાત્માની ભક્તિમાંથી પ્રગટતી નિર્મળ શક્તિનો પરિચય કરાવતો આ લેખ છે. સં.) તીર્થકર નામકર્મ ધર્મની આરાધના સફળ કરવા માટે જગતના સર્વ જીવો પ્રત્યેનો શ્રી તીર્થંકરદેવોનો અપરંપાર ઉપકાર સ્પર્શવો જોઈએ, તેમનો અચિંત્ય મહિમા સ્પર્શવો જોઈએ, વિશ્વમહાશાસનમાં સર્વ શ્રેય કરનારું તેમનું અદ્વિતીય સ્થાન સ્પર્શવું જોઈએ. સમગ્ર વિશ્વ સાથે, વિશ્વના સર્વ જીવો સાથે શ્રીતીર્થકર ભગવંતોનો સંબંધ રહેલો છે. ત્રણ લોકના સર્વ જીવોના કલ્યાણની કામના તેમણે કરેલી છે, તે માટેની તીવ્ર ભાવના ભાવેલી છે. આ સર્વ જીવોનું આત્યંતિક કલ્યાણ થાય તે માટેનો માર્ગ શું હોઈ શકે? તેના સંપૂર્ણ સાક્ષાત્કાર માટે પોતે ઉગ્ર સાધના કરી છે. જો કોઈ એકાદ જીવના કલ્યાણની ભાવના પણ હૈયામાં વસી જાય, તો તે ઉચ્ચ પુણ્યપ્રકૃતિનો બંધ કરાવનાર થાય છે. તો પછી સર્વ જીવોના કલ્યાણની ભાવના, સર્વને - દુઃખમાંથી અને કર્મની જાળમાંથી છોડાવવાની ઉત્કટ કરુણા જેમનામાં પ્રબળપણે પ્રગટ થાય છે, તે શ્રીતીર્થકર ભગવંતોના આત્માઓ સર્વ પુણ્યપ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ એવી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ કેમ નિકાચિત ન કરે ? આ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિને લીધે તેઓ વીતરાગ હોવા છતાં ત્રણ ભુવનને સુખ કરનારું અને ભવભ્રમણમાંથી મુક્ત કરાવનારું તીર્થ સ્થાપે છે. આ તીર્થના આલંબને અનેક જીવો પોતાનું કલ્યાણ સાધે છે. જે તીર્થ શ્રીતીર્થંકરદેવના નિર્વાણ બાદ પણ કાયમ રહીને પોતાના અસ્તિત્વ પર્યત ભવ્ય જીવોને મુક્તિનું અનન્ય સાધન બને છે. - ૪૨ પ્રકારની પુણ્યપ્રકૃતિઓમાં છેલ્લી અને આ એક જ પુણ્યપ્રકૃતિ એવી જ છે કે જે તીર્થકરોના નિર્વાણ બાદ પણ પોતાના કાર્ય વડે જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાની સામગ્રી આપ્યા કરે છે. તીર્થકરનામકર્મની પુણ્યપ્રકૃતિ એ જ એક સમગ્ર વિશ્વ ઉપર સત્તા ધરાવતી, સમગ્ર વિશ્વના પ્રાણીઓનું હિત ચિંતવતી, કેવળ હિત ચિંતવન જ નહિ, કિંતુ પ્રાણીઓનું જે રીતે હિત થાય તે રીતે વ્યવસ્થિત તંત્રની રચના કરતી, તે રચનાને અનુકૂળ રહેનાર પ્રત્યે અનુગ્રહ કરતી, પ્રતિકૂળ વર્તનારનો નિગ્રહ કરતી એકની એક ધર્મ-ચિંતન ૦ ૭૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ મહાસત્તા છે. આ મહાસત્તાનું ધ્યેય જીવોની ઉત્ક્રાંતિનું જ છે. તેની પાછળ સર્વ જીવોનું આત્યંતિક હિત ઈચ્છનારા શ્રી તીર્થંકર ભગવંતોની ભાવનાનું અને એમના લોકોત્તર અચિંત્ય પ્રભાવનું બળ ભર્યું છે. - શ્રી તીર્થકરોની ભાવનાની વિરુદ્ધ ભાવનાઓ સંસારના અનંતાનંત જીવો કરે, તો પણ તે બધાને પરાભવ પમાડીને ધર્મ મહાસત્તા ફલીભૂત થાય છે કે જેથી છ મહિને એક જીવ અવશ્ય મોક્ષને પામે જ છે. શ્રીતીર્થંકરદેવોની સર્વોત્કૃષ્ટ ભાવના અને તેઓના લોકોત્તર અચિંત્ય પ્રભાવના યોગે જ સંસારના જીવો પાપપરાયણ હોવા છતાં સુખના લેશને પામી શકે છે અને કાળક્રમે ધર્મપરાયણ બનીને મુક્તિના સુખને મેળવી શકે છે. આજ્ઞા એટલે શાસન * વિશ્વમાં જો કોઈ મહાશક્તિ હોય તો તે ધર્મની જ છે. વિશ્વમાં જો કોઈ મહાસત્તા હોય તો તે શ્રીતીર્થકર ભગવાનના શાસનની જ છે. કારણ કે તેમની ભાવના સદાય સમસ્ત વિશ્વના પરમ કલ્યાણની હોય છે, તથા તેમણે વિશ્વ જે સ્વરૂપે છે, તે સ્વરૂપે યથાવસ્થિતપણે પ્રકાશિત કરેલું છે અને તેના આધાર પર મુક્તિમાર્ગની સાધના વિશ્વમાં અવિચ્છિન્નપણે ચાલી રહેલી છે. શ્રીતીર્થંકર પરમાત્મા સુરેન્દ્રોને પૂજનીય, મુનીન્દ્રોને વંદનીય અને યોગીન્દ્રોને સેવનીય બન્યા છે. કારણ કે સર્વ જીવોના કલ્યાણની પરમોત્કૃષ્ટ ભાવના તેમણે કરી છે. - સર્વ જીવોના હિતની ભાવના એ જ એમનું દેવત્વ છે, પરમેષ્ઠિત્વ છે, તીર્થકરત્વ છે. વાસ્તવિક રીતે આ ભાવના વડે જ તીર્થકરના આત્માઓ તીર્થકર બન્યા છે. આ ભાવના વડે જ શ્રીતીર્થંકરદેવે સમગ્ર વિશ્વ ઉપર ઉપકાર કર્યો છે. આ ભાવના તીર્થંકર દ્વારા પ્રગટ થઈ વિશ્વને તારે છે. આ ભાવનાનો ઉપકાર આપણા પ્રત્યેક ઉપર પ્રત્યેક સમયે ચાલુ જ છે અનેક ભવ્ય જિનમંદિરો, ધર્મસ્થાનકો, નિર્ગસ્થ ગુરુઓ, વ્રતધારી સાધર્મિકો, સમ્યકશાસ્ત્રો, ઉચ્ચકુળ વગેરે ઘણુંઘણું મહાસત્તા વડે આપણને મળ્યું છે. પ.પૂ.શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા કહે છે કે, “બાઝારદ્ધા વિદ્ધા વ, શિવાય ૨ ભવાય " આરાધેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે. આજ્ઞા એટલે શાસન. આજ્ઞા એટલે મહાસત્તાનું નિયંત્રણ. 9૬ ૦ ધર્મ-ચિંતન Page #94 -------------------------------------------------------------------------- ________________ - કર્મની સત્તા એક મહાસત્તા છે, એમ આપણે સૌ કોઈ માનીએ જ છીએ. પરંતુ કર્મસત્તાથી પ્રબલ એવી ધર્મમહાસત્તાને અત્યંત ભાવપૂર્વક સ્વીકારવી પડશે. તો જ આપણી ધર્મઆરાધનામાં વેગ આવશે. વિશ્વના કોઈપણ શાસન કરતાં આ શાસન વધુ વ્યવસ્થિત છે, વધુ કલ્યાણકર છે. કર્મની સત્તા નીચે રહેલા જીવોને તેમાંથી છોડાવનાર છે. દુઃખમુક્ત કરાવનાર છે. ધર્મમહાસત્તાનું શરણ લેનારને કર્મસત્તાનો ભય રહેતો નથી. ધર્મમહાસત્તાને શરણે ગયેલું કોઈ કયારેય નિરાશ થયું નથી. સમર્પિત થયેલાનું રક્ષણ, ધારણ અને પોષણ કરવાનું કાર્ય આ ધર્મમહાસત્તાએ સર્વદા કર્યું છે અને કરે છે પરમેશ્વરનું નામ લઈને એના શરણે જનારને વિશ્વના કોઈ પણ ખૂણામાં સહાયતા મળી જ છે. . ધર્મમહાસત્તાને સમર્પિત થનારનું કલ્યાણ થાય જ છે. સર્વને સુખી કરવા માટે ધર્મમહાસત્તા સદા તત્પર છે. તે માટે આપણે ધર્મમહાસત્તાને શરણે જવું જોઈએ. ધર્મનું શરણ અંગીકાર કરવું જોઈએ. શ્રી તીર્થંકરદેવ પ્રત્યે અતીવ બહુમાન કરવું જોઈએ. તેમની આજ્ઞાનું પાલન જીવનમાં થવું જોઈએ. | સર્વ જીવોના કલ્યાણની કામના જેટલી જેટલી આપણા હૃદયને સ્પર્શે છે, તેટલા તેટલા ધર્મમહાસત્તાના શરણમાં આપણે આવતા જઈએ છીએ. અને તે અનુસાર આપણું કલ્યાણ વિશેષ વિશેષ થતું રહે છે. સ્વાર્થ ઉપસર્જનતા અને પરાર્થ વ્યસનિતા - ત્રણ લોકમાં ધર્મમહાસત્તાને આધિપત્ય શાથી પ્રાપ્ત થયું વિશ્વના આ મહાશાસનમાં આવી અચિંત્ય શક્તિ કઈ રીતે પ્રગટ થઈ ? તીર્થંકરદેવનું શાસન આવું લોકોત્તર પ્રભાવવાળું શા માટે છે ? ( શ્રી તીર્થંકરદેવોના આત્માઓમાં સમગ્ર વિશ્વના વ્યક્તિગત કે સમષ્ટિગત ઉભય પ્રકારના કલ્યાણની એક સરખી ભાવના ભવો સુધી ટકે છે. આ ભાવના જ એવી છે કે જેનાથી કેવળ પુણ્યનું જ સર્જન થાય. કારણ કે તે ભાવનામાં સ્વાર્થનો એક અંશ પણ હોતો નથી અને પરાર્થમાં કંઈ જ બાકી રહેતું નથી. પ.પૂ.શ્રીહરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે શ્રીતીર્થકરોના આત્માઓમાં અનાદિકાલીન વિશિષ્ટ યોગ્યતા રહેલી હોય છે અને તે યોગ્યતા તેમના આત્મામાં એવા પ્રકારની પારકાના હિતની ચિંતા–પરાર્થરસિકતા ઉત્પન્ન કરે છે કે વરબોધિના લાભ વખતે તેઓ પોતાના સ્વાર્થને ગૌણ કરનારા અને પરના ઉપકારને મુખ્ય બનાવનારા બની રહે છે. શ્રી તીર્થંકરદેવોમાં જેવી સ્વાર્થ ઉસર્જાતા અને પરાર્થવ્યસનિતા હોય છે, તેવી બીજા જીવોમાં કદાપી પ્રગટી શકતી નથી. ધર્મ-ચિંતન 98. Page #95 -------------------------------------------------------------------------- ________________ પરાર્થનું વ્યસન એટલે પારકાના એકાંત હિતનો ઉત્કટ પ્રયત્ન. આ લોકોત્તર મહાપુરષોથી સ્વાર્થ ઉપસર્જનતા વડે તથા પરાર્થવ્યસનિતા વડે ધર્મમહાસત્તાને ત્રણ ભુવનનું આધિપત્ય પ્રાપ્ત થયું છે. વિશ્વમાં સર્વથી અધિક મૂલ્યવાન વસ્તુ સર્વ જીવોના કલ્યાણની આ ભાવના છે. આ ભાવનાનું સેવન તીર્થકરોએ ઉત્કૃષ્ટપણે કર્યું છે તેથી જ તેમને આટલી શક્તિ, આવી સમૃદ્ધિ અને આ પ્રકારની શાસક્તા પ્રાપ્ત થઈ છે. ધર્મ-ધર્મીના અભેદ ઉપચારથી કહીએ તો સર્વકલ્યાણની ઉત્કૃષ્ટ પરમમંગલ ભાવના એ જ ધર્મ તીર્થકર છે. ધર્મમહાસત્તાનું શરણ એટલે પરમ ઉપકારી શ્રી તીર્થકર ભગવંતોનું શરણ છે. સર્વહિતકારી ધર્મનું શરણ છે. વિશ્વના સર્વ જીવોના પરમ કલ્યાણની ભાવનાનું શરણ છે. ધર્મની આરાધનાને સફળ બનાવવા માટે પરપીડા પરિવારની ભાવનાથી તથા પરોપકારની ભાવનાથી આપણે વાસિત થવું પડશે. જેનામાં આ બેમાંથી એકેય ભાવના નથી, તેનામાં ધર્મ જ ક્યાં છે ? “માત્ર વ્યક્તિગત સ્વાર્થની કનિષ્ટ ઈચ્છા પારાવાર હાનિકારક છે” આ સત્ય હૃદયને સ્પર્શવું જોઈએ. સ્વાર્થગૌણતા અને પરાર્થમુખ્યતા,” એ શ્રી તીર્થંકરદેવના આરાધકની ફરજ છે. આ સત્ય સ્પર્શવું જોઈએ અને ત્યારે ધર્મમહાસત્તાનું શરણ પ્રાપ્ત થશે. પોતાના કલ્યાણને માટે જિજ્ઞાસુએ સ્વાર્થગૌણતા અને પરાર્થમુખ્યતા જીવનમાં પ્રગટાવવાં જોઈએ. શુભભાવનાના મહાપુંજની સહાય મેળવવા માટે, આધ્યાત્મિક શક્તિના મહાકેન્દ્રરૂપી શ્રીપંચપરમેષ્ઠી ભગવંતોનો સંપર્ક પ્રાપ્ત કરવા માટે ઉપરના સત્યો અવશ્ય સ્પર્શવા જોઈએ. ધર્મમહાસત્તા સર્વ જીવોને કઈ રીતે સહાયક બને છે? સમર્પિત થનાર પોતાનું વિશેષ હિત શી રીતે સાધી શકે છે? ધર્મમહાસત્તા અને કર્મસત્તાનો સંબંધ શું છે ? કર્મસત્તાના વજમય કિલ્લાને ભેદવા ધર્મમહાસત્તાની સહાય કઈ રીતે પ્રાપ્ત કરવી ? શ્રીનવકારમંત્ર અને ધર્મ મહાસત્તાનો સંબંધ શું છે ? સામાયિક ધર્મમાં ધર્મમહાસત્તાનું સ્થાન કેવું છે? આ પ્રશ્નોનો આપણે વિચાર કરીશું. 000 ૭૮. ધર્મ-ચિંતન Page #96 -------------------------------------------------------------------------- ________________ વિશ્વકલ્યાણકર ભાવના | (દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માની સર્વકલ્યાણકર ભાવના અને તેના સકળ લોક ઉપરના અસીમ ઉપકારોનું અસરકારક નિરૂપણ આ લેખની પંક્તિએ પંક્તિએ ઝળહળે છે. લેખકશ્રીના હૈયાનો ભાવ, લેખના પ્રત્યેક શબ્દમાં પૂરેપૂરો છલકાય છે. દેવાધિદેવ સાથેના આપણા ભાવસંબંધને સક્રિય બનાવવામાં આ લેખ સહાયભૂત નીવડે તેમ છે. સં.) શ્રીતીર્થંકર પરમાત્માઓ ધર્મ સામ્રાજ્યના ચક્રવર્તી છે. ધર્મસામ્રાજ્યનું આ ચક્રવર્તિત્વ તેઓને સર્વ જીવોના પરમ કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવનામાંથી પ્રાપ્ત થયું છે. સર્વશ્રેષ્ઠ પરોપકારભાવ વડે પ્રગટ્યું છે. જીવમાત્ર પ્રત્યેના તેમના વાત્સલ્યને માતાના વાત્સલ્યની સાથે પણ નહિ સરખાવી શકાય. એક માતા પોતાના જ બાળકનું પરિપૂર્ણ હિત ચિંતવે છે અને તે પૂર્ણ કેવળ ભૌતિક હોય છે, અથવા બહુ તો નૈતિક અને વિરલ પ્રસંગમાં જ આધ્યાત્મિક હોય છે. શ્રીતીર્થકરો પ્રત્યેક જીવના આધ્યાત્મિક કલ્યાણને માતા કરતાં પણ અનંતગુણા વધારે ભાવથી ચાહે છે અને આ આધ્યાત્મિક કલ્યાણની ભાવના જ એવી છે કે જ્યાં સુધી તે ફળીભૂત ન થાય ત્યાં સુધી તેથી નૈતિક તથા ભૌતિક કલ્યાણ આનુષંગિક રીતે અવશ્ય થયા કરે છે. તેથી “શ્રીતીર્થકરો જગતના જીવોને કેવળ મોક્ષસુખના દાતા છે.” , એમ નહિ, પણ એ ન મળે ત્યાં સુધી જીવમાત્રને અસંકિલષ્ટ સુખમય જીવન જીવવા માટે જરૂરી સઘળી સામગ્રી મળવામાં પણ અસાધારણ કારણભૂત છે. આ જીવોના પુણ્યથી બધી સામગ્રી મળે છે એ કર્મનો નિયમ સાચો છે, તો પણ તે કર્મને શુભ બનાવનાર અથવા શુભ કર્મ કરવા માટેની પ્રેરણા ઉત્પન્ન કરનાર શ્રીતીર્થકરોનો અચિંત્ય પ્રભાવ, તેમની જીવમાત્ર પ્રત્યેની કલ્યાણભાવના અને તે ભાવનામાંથી નીપજેલા ધર્મતીર્થ સિવાય કોણ છે ? વિશ્વકલ્યાણકર ભાવના શ્રીતીર્થકરોની ભાવનાને પહોંચી શકે એવી ભાવના જ્યાં સુધી બીજા કોઈની સાબિત ન થાય ત્યાં સુધી “વિશ્વ પર શાસન શ્રીતીર્થંકર પરમાત્માઓનું વર્તી રહ્યું છે.' તેમ માનવામાં લેશ પણ બાધા નથી. ઉલટું એમ ન માનવામાં જેમનો આપણા ઉપર અનંત ઉપકાર છે, એવા સર્વશ્રેષ્ઠ મહાશાસનનો દ્રોહ કરનારા આપણે થઈએ અને મહાશાસનનો દ્રોહ એટલે શ્રીતીર્થંકર પરમાત્માનો દ્રોહ, તેઓનો દ્રોહ એટલે તેમની વિશ્વકલ્યાણકર ભાવનાનો દ્રોહ ! ધર્મ-ચિંતન ૯ Page #97 -------------------------------------------------------------------------- ________________ વિશ્વકલ્યાણની તીવ્રતમ ભાવના તીર્થકરત્વની માતા છે. જ્યારે સર્વ જીવોના હિતનો ભાવ તીવ્રતમ બને છે ત્યારે “સવિ જીવ કરું શાસનરસી”ની ભાવના થાય છે અને તીર્થંકર નામકર્મ નિકાચિત બને છે. આ ભાવના સામાન્ય નથી પણ અસામાન્ય છે, સર્વ શુભભાવનાઓમાં શ્રેષ્ઠ શુભભાવના છે. ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ આત્માઓ જ આ ભાવના ભાવી શકે છે. ત્રણ ત્રણ ભવ સુધી શ્રીઅરિહંત પરમાત્માના આત્માઓ આ ભાવનામાં ઓતપ્રોત હોય છે. સર્વ સાધન સામગ્રીની અનુકૂળતા મળે તો પ્રબળ પુરુષાર્થથી જીવ એક જ ભવમાં મોક્ષ પામી શકે છે, પરંતુ એક જ ભવમાં તીર્થકરત્વ પ્રગટતું નથી. - આ એક અતિ મહત્ત્વનું સમષ્ટિ સત્ય (Cosmic Truth) છે. આ સત્યની સૂક્ષ્મતામાં પ્રવેશ કરનારને વિશ્વ વ્યવસ્થામાં સર્વ જીવોના કલ્યાણની ભાવનાનું શું મહત્ત્વ છે ? તે સ્પષ્ટ થશે. શ્રીતીર્થકરોનું તીર્થકરત્વ સર્વ જીવોના હિતની ભાવનામાંથી જન્મે છે. ચરમ ભવનું તેમનું આખું જીવન સર્વ જીવોને ભવ સંસારના દુઃખમાંથી મુક્ત કરવાની ચિંતા, વિચારણા અને ઉપાયો યોજવામાં જ પસાર થાય છે. સમવસરણ, પ્રાતિહાર્યો, અતિશયો શ્રી તીર્થંકર પરમાત્માનું શ્રેષ્ઠ ઐશ્વર્ય ત્રીજા ભવે તેમને જે સર્વોત્તમ ભાવના કરી છે, તેનું જ ફળ છે: શ્રીજિનેશ્વરોની માતા આપણે ક્યારેય ન ભૂલીએ કે આ વિશ્વકલ્યાણકર ભાવનાનો દ્રોહ એટલે શ્રીતીર્થંકરદેવનો દ્રોહ છે. વિશ્વકલ્યાણની ભાવના એટલે જિનેશ્વરોની માતા ! વિશ્વકલ્યાણની ભાવના પ્રત્યે ઉપેક્ષા એટલે જિનમાતાની ઉપેક્ષા ! જિનમાતાની ઉપેક્ષા એટલે ધર્મમહાસત્તાનો મહાન ગુન્હો ! “જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છેદ” ઇંદ્રની આ ઉક્તિ કોઈ ચોક્કસ દેશકાળને જ અનુસરીને નહોતી, સર્વ દેશકાળને અનુલક્ષીને છે. સર્વકલ્યાણકર ભાવનાની ઉપેક્ષા કરવી, આ ભાવના પ્રત્યે ખેદ દર્શાવવો, આ ભાવનાનો તિરસ્કાર કરવો, આ ભાવનાનું મૂલ્ય મનથી પણ ઓછું આંકવું એ માત્ર પરહિતના જ નહિ પરંતુ સ્વહિતના માર્ગમાં પણ વિક્ષેપ કરનારું છે. અસંખ્ય દ્રવ્ય અરિહંતો નિરંતર પ્રાણી માત્રના કલ્યાણની ભાવના કરી રહ્યા છે. ૮૦ ૦ ધર્મ-ચિંતન Page #98 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વિશ્વમાં સર્વના કલ્યાણની ભાવનાનો પુંજ સદા સર્વદા સતત (Constant flow of supervibrations) વહી રહ્યો છે. આપણે આ ભાવનાની સન્મુખ બનીએ તો આપણું હિત જરૂર થાય. આપણે આ ભાવનાથી વિમુખ થઈએ તો આપણું અહિત પણ જરૂર થાય. આ ભાવનાના ફળરૂપે તીર્થની સ્થાપના છે. અનેક આત્માઓ ધર્મમાર્ગે જોડાય છે. ધર્મના પ્રભાવથી સૂર્ય ચંદ્ર નિયમિત ઉગે છે. પૃથ્વી આધાર વિના ટકી રહી છે. જગતમાં સર્વને હિતકારક જે કંઈ થઈ રહ્યું છે તે તીર્થકરોના હૈયામાં રહેલી વિશ્વકલ્યાણકર ભાવનાનો પ્રભાવ છે, એમ માની શકાય. ભાવનાનું વિદ્યુલેત્ર આ ભાવનાની અસરો સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. તીર્થંકરદેવોના આત્માઓમાં પ્રગટતી હોવાથી આ ભાવનાનું બળ અચિંત્ય છે અને ક્ષેત્ર (Electro-magnetic Thought Field) સમસ્ત બ્રહ્માંડ છે. સામાન્ય શુભ વિચારો અન્યને અસર કરે છે તો પછી આ અસામાન્ય સર્વોત્કૃષ્ટ ભાવના માર્ગે શું કહેવું !. ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ આત્માઓનું હૈયું આ ભાવનાનું ઉત્પત્તિ સ્થાન છે. સર્વોચ્ચ પ્રકારના વિશુદ્ધ આત્મ દ્રવ્યમાંથી આ ભાવનાનો પુંજ પ્રગટે છે. જગતના સર્વ જીવો આ ભાવનાના પાત્ર બને છે. એક પણ જીવ તેમાં બાકી રહેતો નથી અને તેથી સારું વિશ્વ આ ભાવનાના કાર્ય માટેનું ક્ષેત્ર છે. - વિશ્વમાં દ્રવ્ય અરિહંતો સદા સર્વદા હોય છે તેથી આ ભાવના સદાય હતી, છે અને રહેશે. આ ભાવનાનો મહાપુંજ અખંડ વહી રહ્યો છે. એવો કોઈ કાળ નહિ હોય જ્યારે આ ભાવનાનો અભાવ હોય. | સર્વ શુભ ભાવનાઓમાં આ ભાવના ઉત્કૃષ્ટ છે. સકલ વિશ્વમાં આથી અધિક સુંદર ભાવના એકેય નથી. હું મોક્ષ પ્રાપ્ત કરું” અને “વિશ્વના સર્વ જીવો મોક્ષ પ્રાપ્ત કરો” આ બંને ભાવનાઓમાં કઈ ભાવના આપણને સ્પર્શે છે ? જો સર્વ કલ્યાણનો ભાવ આપણને ન સ્પર્શે તો જાણવું કે “સર્વના હિતના ભાવ સાથે જ આપણું હિત સંકળાયેલું છે” એ સત્ય હજી આપણને સ્પર્યું નથી. “સર્વ જીવો કંઈ મોક્ષ પામવાના નથી, માટે આવી અશુદ્ધ ભાવના શા માટે ધર્મ-ચિંતન ૮૧ Page #99 -------------------------------------------------------------------------- ________________ કરવી ?” આવી દલીલ જો બુદ્ધિ કરે તો જાણવું કે બુદ્ધિ હજી સમ્યગ્ બની નથી. તીર્થંકરદેવોએ જે ભાવના કરી છે તે ભાવનાની અરુચિનું ઝેર બિમાર બુદ્ધિમાંથી દૂર કરવું પડશે. અને મન તથા બુદ્ધિ સંપૂર્ણ નિર્મળ થતાં, દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત થતાં સ્પષ્ટ સમજાશે કે ત્રણ ભુવનમાં : આ ભાવના પરમ સત્ય છે. આ ભાવના પરમ શિવ છે. આ ભાવના પરમ સુંદર છે. નવકાર વડે ધર્મસત્તાનો પરિચય વિશ્વમાં તીર્થંકરદેવોનું શાસન છે એટલે વિશ્વમાં સર્વ હિતની સર્વોત્કૃષ્ટ ભાવનાનું શાસન છે. ધર્મમહાસત્તાનું શાસન છે. ધર્મમહાસત્તાનો સમગ્ર વિશ્વમાં જે ઉપકાર છે તેની પ્રતીતિ સમ્યગ્-જ્ઞાન વડે થાય છે. ધર્મમહાસત્તા ઉપર અનન્ય ભાવ સમ્યગ્દર્શન વડે પ્રગટે છે. ધર્મમહાસત્તા સાથેનું તાદાત્મ્ય સમ્યક્ ચારિત્ર વડે અનુભવાય છે. ધર્મમહાસત્તા સાથે સંબંધ જોડાયા વિના કોઈ પણ આધ્યાત્મિક સાધના સફળ નહિ થાય. સર્વના હિતની ભાવનાપૂર્વક ધર્મમહાસત્તા સાથે સંબંધ જોડાયા પછી કોઈ પણ સાધના સફળ થયા વિના રહેશે નહિ. સામાયિક ધર્મના બે મહત્ત્વના અંગો શ્રુતસામાયિક અને ચારિત્ર સમાયિક છે, નવકાર અને સામાયિક છે. નવકાર વડે ધર્મમહાસત્તાનો પરિચય થાય છે. સામાયિક વડે ધર્મમહાસત્તાનું પરિણમન થાય છે. નવકારમાં સર્વના હિતનો ભાવ ભરેલો છે. તે ભાવ સર્વ પાપનો નાશ કરે છે અને તેમાં સર્વના હિતનો ભાવ કરનારા શ્રીપંચપરમેષ્ઠી પ્રત્યે ભક્તિનો ભાવ ભરેલો છે, તે ભાવ સર્વ મંગળોમાં પહેલું મંગળ બને છે. સર્વ જીવોથી નિરપેક્ષપણે સ્વસુખનો ભાવ એ સર્વ પાપનું મૂળ છે. સર્વહિતનો ભાવ જ અનાદિકાળના તે પાપના મૂળને કાપી શકે, અને તે વડે સર્વ પાપનો નાશ થઈ શકે. ૮૨ ૦ ધર્મ-ચિંતન Page #100 -------------------------------------------------------------------------- ________________ • સર્વના હિત સહિતનો આત્મહિતનો ભાવ શ્રી તીર્થંકરદેવોની આજ્ઞાને અનુરૂપ છે અને તેથી સર્વ મંગળોમાં પહેલું મંગળ છે. આ રીતે નવકાર સર્વના હિત અને સ્વ આત્મહિતને પોષક હોવાથી સર્વ પાપનો નાશક અને સર્વ મંગળોનો ઉત્પાદક બને છે. સર્વના મંગળની ભાવના સર્વ પાપનો નાશ કરે છે અને સ્વ આત્મહિતની ભાવના સર્વ મંગળમાં પહેલું મંગળ બને છે. નવકારમાં જે અચિંત્ય સામર્થ્ય છે તે ધર્મમહાસત્તાનું સામર્થ્ય છે. નવકાર તથા સામાયિક સાથે ધર્મમહાસત્તાનો શું સંબંધ છે? વિશ્વમાં વ્યવસ્થા સાથી છે ? નિસર્ગ શું છે ? નિસર્ગ સાથે, સમવાય કારણો સાથે ધર્મમહાસત્તાનો સુમેળ કઈ રીતે છે? ધર્મમહાસત્તાના પરિચયથી મોક્ષમાર્ગની આરાધકે પોતાની સાધના શી રીતે જીવંત બનાવી શકે ? આ પ્રશ્નોનો આપણે વિચાર કરીશું ? नमस्तेऽवतीय विश्वोपकृत्यै, नमस्ते कृतार्थाय सद्धर्मकृत्यैः । नमस्ते प्रकृत्या जगद्वत्सलाय, नमस्ते नमस्ते नमस्ते नमस्ते ॥ .. વિશ્વના ઉપકાર માટે જ અવતરેલા, સદ્ધર્મનાં અનુષ્ઠાનોને આચરવાવડે કૃતાર્થ બનેલા અને સ્વભાવથી જ સમગ્ર જગત ઉપર વાત્સલ્યને ધારણ કરનાર એવા હે પ્રભુ! આપને પુનઃ પુનઃ નમસ્કાર. - મહામહોપાધ્યાય શ્રીવિનયવિજય ગણિવર વિરચિત શ્રીજિનસહસ્રનામસ્તોત્ર, ૧૫ ધર્મ-ચિંતન ૦ ૮૩ Page #101 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ વ્યવસ્થા (પોતા પ્રત્યેના મહામોહને ટાળી, સર્વજીવોના કલ્યાણની માતા એવી ધર્મમહાસત્તાને સન્મુખ થવાની તેમ જ તે સન્મુખતા કેળવવામાં શ્રીનવકાર અને સામાયિક કેટલી અમાપ સહાય બક્ષે છે તે હકીકત આ લેખમાં અસરકારક રીતે વણાયેલી છે. સર્વજીવોના કલ્યાણની સર્વોચ્ચ ભાવનાને શરણે જવાની વૃત્તિને પકવવામાં લેખમાંની ઉષ્મા ખૂબ જ સહાયભૂત નીવડે તેમ છે. સં.) વિશ્વવ્યવસ્થા (Cosmos and not chaos) સૂક્ષ્મ વિચાર કરનારને સમજાય છે કે વિશ્વમાં વ્યવસ્થા (cosmos) છે, અવ્યવસ્થા (Chaos) નથી. આ વ્યવસ્થાના મૂળમાં સર્વ જીવોનું હિત કરનારી કોઈ શક્તિ કાર્ય કરે છે. આ શક્તિ ધર્મ છે. ધર્મ કાલ્પનિક વિચારતરંગ (Imaginary Concept) માત્ર નથી. “ધર્મ સક્રિય શક્તિ (Active force) છે, દિવ્ય બળ (Divine Power) છે. ધર્મ વિશ્વની વ્યવસ્થા ચલાવનારી “મહાસત્તા' છે. અધર્મ કરતાં ધર્મનું બળ વિશેષ છે. અંધકાર કરતાં પ્રકાશનું બળ વિશેષ છે. અન્યનું અહિત ચિંતવનારા અનેક દુષ્ટો કરતાં સર્વનું હિત ચિંતવનારાં એક સપુરુષની શક્તિ વિશેષ છે. અને તેથી વિશ્વ વ્યવસ્થામાં વિકાસનો ક્રમ (Comic Evolution) સદા સર્વદા ચાલુ છે. આ વિકાસનો ક્રમ ચાલે છે, તેનું કારણ જગતના સર્વ જીવોનું હિત ઇચ્છનારા મહાસત્ત્વો ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે અને ભાવિમાં હશે. ધર્મની સક્રિય શક્તિ પ્રગટાવનારા મહાસત્ત્વો વિશ્વમાં ત્રણેય કાળમાં હોય છે. આ અનેક મહાત્માઓની શ્રેષ્ઠ ભાવનાનો પુંજ ત્રણે લોકમાં ત્રણ કાળમાં ધર્મમહાસત્તારૂપે કાર્ય કરે છે. સમગ્ર જગતના પરમ ઉપકારી આ મહાસત્ત્વો આધ્યાત્મિક શક્તિના મહાકેન્દ્ર (Transmiters of Spiritual Energy) છે. આ મહાશક્તિ પોતાને સહાયક બને તે માટે સાધકે યોગ્યતા કેળવવી પડશે. ૮૪૦ ધર્મ-ચિંતન Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મ મહાસત્તાની સન્મુખ થવું આવી યોગ્યતા સાધકમાં શી રીતે કેળવાય ? આવી યોગ્યતા કેળવવા માટેનું અતિ અગત્યનું અંગ શ્રદ્ધા છે. શ્રીજિનેશ્વર ભગવંતની મહાકરુણામાં આપણને સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. જેવી બાળકને પોતાની માતા ઉપર હોય છે. તેવી. આધ્યાત્મિક સાધના સ્વત્વના ઉર્દીકરણ માટેની પ્રક્રિયા (Prown) છે. સમ્યક્ શ્રદ્ધા આ પ્રક્રિયા માટેની વિદ્યુત્ છે. આ મહાકરુણા ભાવના પ્રત્યેક જીવની માતા છે. આપણી પણ માતા છે. પરમ કરુણા આપણને સહાય કરવા તત્પર છે. આ પ્રકારની શ્રદ્ધા આપણે જગાડવી પડશે. પરમ ઉપકારી પંચપરમેષ્ઠિઓના સહાયકપણાને આપણે સ્વીકારવું પડશે. સૂર્ય પોતાનો પ્રકાશ આપણને આપવા તત્પર છે. આપણે સૂર્યની સન્મુખ આવવું જોઈએ. ધર્મમહાસત્તા આપણને સહાય કરવા સદા સર્વદા તત્પર છે. પણ આપણે ધર્મમહાસત્તાથી વિમુખ છીએ, તે સન્મુખ થવું જોઈએ. જો આપણે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થના બારીબારણા બંધ કરી દઈએ, સ્વાર્થી બની જઈએ, અજ્ઞાનના ઊંડા ભોંયરામાં ઉતરી જઈએ, તો શ્રીજિનેશ્વર ભગવંતોની મહાકરુણાનો સૂર્ય કઈ રીતે આપણને પ્રકાશ આપે ? આપણે સૂર્યની સામે આવવું જોઈએ. આપણે ધર્મમહાસત્તાની સન્મુખ થવું જોઈએ.. આપણે શ્રીજિનેશ્વરદેવોના શરણે જવું જોઈએ. કૃતઘ્નતાનું મહાપાપ આપણે કહીએ કે અમને ભગવાનમાં શ્રદ્ધા છે, ગુરુઓમાં શ્રદ્ધા છે, ધર્મમાં શ્રદ્ધા છે, પરંતુ હૃદયમાં ઉંડે–ઉંડે એવું લાગે કે “જિનેશ્વર શું કરી શકે ? સદ્ગુરુ શું કરી શકે ? કોઈ કોઈનું કંઈ કરી શકે નહિ.” જે પરમ પુરુષોએ અચિંત્ય ઉપકારો આપણા ઉપર કર્યા છે. તેમના એ ઉપકારોને લીધે આજે આપણે આ સ્થાન પામ્યા છીએ. આ ઉપકારો સ્વીકારવાને બદલે “કોઈ કોઈનું કંઈ કરી શકે નહિ,” એ ભાવને હૈયામાં ધારણ કરવો એ ભારે કૃતઘ્નતા છે. ધર્મ આરાધનામાં પ્રવેશ કરવા ઇચ્છનારાઓ માટે એકાંત નિશ્ચયનું આ સત્ય ધર્મ-ચિંતન ૦ ૮૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ બિમારને સોમલ આપવા તુલ્ય છે. કૃતજ્ઞતા ગુણ (Seanse of Gratitude) અને પરોપકાર ગુણ (Sanse of Sacrifice) વિના ધર્મમહાસત્તાથી આપણે સદાય વિમુખ રહીશું. આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા ઇચ્છનારે પ્રત્યેક ઉપકારીના નાના સરખા ઉપકારનું પણ મૂલ્યાંકન કરવું પડશે. જેમના અનંત ઉપકારો આપણા ઉપર છે એવા પરમોપકારી પરમાત્માઓ પ્રત્યે પરમ કૃતજ્ઞતા પ્રગટાવવી પડશે. આપણે તો એટલા નિષ્કૃષ્ટ થઈ ગયા છીએ કે સર્વના ઉપકારો લેવા છે. પણ કોઈનેય ઉપકારી થવું નથી. માત્ર પોતાનું જ સુખ જોવું છે, બીજાના સુખદુઃખનો કંઈ વિચાર કરવો નથી. અન્યને આપણે ઉપકાર તો ભલે ન કરીએ, પરંતુ આપણી ઉપર થયેલા ઉપકારોને સ્વીકારવા પણ નથી. આવી કૃતજ્ઞતા મહાપાતક છે, માનવભવ દુર્લભ બનાવનાર છે. ધર્મમહાસત્તાથી વિમુખ રાખનાર છે. આવી કૃતજ્ઞતા એ ધર્મમહાસત્તા આપણને સહાયક બને તેમાં વિઘ્નરૂપ છે. નવકારનું સ્મરણ અને વિસ્મરણ આરાધકે સર્વ પ્રથમ કૃતજ્ઞતા કેળવવી પડશે. કૃતજ્ઞભાવે એ નમસ્કારભાવનું બીજ છે અને નમસ્કારભાવ અહંકારભાવનો નાશ કરનાર છે અને અહંકારભાવ નાશ થયા વિના સમર્પણભાવ આવતો નથી. - નવકારનું સ્મરણ એટલે પરમ ઉપકારીઓનું સ્મરણ, માત્ર આ ભવમાં નહિ પરંતુ ભવોભવમાં જેમનો ઉપકાર વાળી ન શકાય એવો છે તેમનું સ્મરણ. '' નવકારનું સ્મરણ એટલે ધર્મમહાસત્તાની સન્મુખ થવું. નવકારનું સ્મરણ એટલે પરમ ઉપકારીઓ પ્રત્યેની કૃતજ્ઞતા. શ્રીનવકારના સ્મરણથી પરમપુણ્ય પ્રગટે છે. નવકારના વિસ્મરણથી ઘોર પાપ બંધાય છે. નવકારના સ્મરણથી મહાસૌભાગ્ય પ્રગટે છે. નવકારના વિસ્મરણથી દુઃસહ દૌર્ભાગ્ય ઉદયમાં આવે છે. સર્વસત્તિઓની માતા નવકારનું સ્મરણ છે. સર્વ અસત્ વૃત્તિઓની માતા નવકારનું વિસ્મરણ છે. ૮૬ ૦ ધર્મ-ચિંતન Page #104 -------------------------------------------------------------------------- ________________ નવકારનું વિસ્મરણ એટલે ધર્મહાસત્તાથી વિમુખ થવું. નવકારના વિસ્મરણથી અહંકારભાવ વધે છે, કૃતઘ્નતાભાવ વધે છે, છે, પાપ વધે છે. નવકારના વિસ્મરણથી અઢારે પાપસ્થાનકો આવે છે. જો દુર્ગુણો, દુરાચારો, દુષ્ટવૃત્તિઓથી બચવું હોય, જો સદ્ગુણો, સદાચાર તથા સભાવો લાવવા હોય, જો સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરવાં હોય તો નવકારનું સ્મરણ કરવું, ધર્મમહાસત્તાની સન્મુખ થવું, ૫૨મ ઉપકારી શ્રીતીર્થંકર પરમાત્માઓના શરણે જવું. પુણ્ય ઘટે પરિચય અને પરિણમન નવકાર અને સામાયિક સુખ પ્રાપ્ત કરવાની પ્રાથમિક યોગ્યતા (Fundametal conditions) નવકારમાં રહેલી છે. ધર્મમહાસત્તાની સહાય પ્રાપ્ત કરવાની મુખ્ય ચાવી (Master key) નવકા૨ છે. નવકાર દ્વારા ધર્મમહાસત્તાની સન્મુખ થવાનું છે. સામાયિક દ્વારા ધર્મમહાસત્તાને અનુસરવાનું છે. ધર્મમહાસત્તાનો, પરિચય નવકાર વડે પ્રાપ્ત થશે. ધર્મમહાસત્તાનું પરિણમન સામાયિક વડે પ્રાપ્ત થશે. આધ્યાત્મિક સાધના સફળ કરવા માટે ધર્મમહાસત્તા સાથે સંબંધ જોડવો અનિવાર્ય છે. નવકારનું બીજ કૃતજ્ઞતાભાવ છે, સામાયિકનું બીજ પરોપકારભાવ છે. નવકારનો કૃતજ્ઞતાભાવ અવશ્ય સામાયિકના પરોપકારભાવમાં લઈ જાય છે. આ પરોપકારભાવમાં ક્યાંય અહંકારભાવનો પડછાયો પણ નથી કારણ કે તેની પાછળ કૃતજ્ઞતા ભારોભાર ભરી છે. નવકાર એ સામાયિકનું જ એક પરમઅંગ છે. કારણ કે તે વિચારને સુધારે છે અને વિચાર સુધરવા વડે જ આચાર સુધરે છે. કૃતજ્ઞતા પ્રગટ્યા પછી જ પરોપકાર ફરજરૂપે બને છે. મિથ્યાત્વ ગયા પછી જ જીવનમાં વિરતિ પ્રગટે છે. ધર્મમહાસત્તાની સન્મુખ થયા પછી જ તેને અનુસરવાનું બને છે. પરિચય પછી જ પરિણમન આવે છે. ધર્મમહાસત્તા એટલે વિશ્વના સર્વ જીવોના પરમ કલ્યાણની સર્વોચ્ચ ભાવના અને તેનું પરિણમન. સર્વજીવોથી નિરપેક્ષપણે માત્ર સ્વસુખનો ભાવ અમે અનાદિકાળથી કર્યો છે. ધર્મ-ચિંતન ૦ ૮૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ ધર્મમહાસત્તાની અવગણના અનાદિકાળથી કરી છે. આ મહાપાપનું પ્રાયશ્ચિત. સર્વહિતનો ભાવ કરવા માત્રથી જ થઈ શકે, ધર્મમહાસત્તાને અનુસરવાથી જ થઈ શકે. અનાદિકાળથી પુદ્ગલરાશિ પ્રત્યે રાગભાવ કર્યો છે. અનાદિકાળથી જીવરાશિ પ્રત્યે દ્વેષભાવ કર્યો છે. માત્ર સ્વનું સુખ જ ઇચ્છવું છે, સર્વના સુખની ઉપેક્ષા કરી છે. સર્વના હિતની ચિંતા કયારેય કરી નથી. પુદ્ગલરાશિ પ્રત્યેનો રાગભાવ નિવારવા માટે જેમનો આ રાગભાવ ગયો છે એવા ત્યાગભાવથી ભરેલા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવારૂપ નવકાર સમર્થ છે. જીવરાશિ પ્રત્યેનો દ્વેષભાવ નિવારવા માટે સાવઘયોગના ત્યાગના અભ્યાસરૂપ સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવથી ભરેલું, સમત્વ પ્રગટાવનારું સામાયિક સમર્થ છે. સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે, એવી સાધનાનો સક્રિય અભ્યાસ. આવી સાધના વડે જ જીવરાશિ પ્રત્યેનો દ્વેષભાવ ટળશે. સર્વ જીવો પ્રત્યેના દ્વેષભાવને ટાળવો એ સ્વનો સર્વ પ્રત્યેનો યથાર્થ આત્મભાવ છે. . નવકાર એટલે પોતાનો આત્મા પરમાત્મા તુલ્ય છે એવી સાધનાનો સતત અભ્યાસ. આવી સાધના વડે જ પુદ્ગલરાશિ પ્રત્યેનો રાગભાવ ટળશે. માત્ર વ્યક્તિગત સ્વાર્થની કનિષ્ટ ઇચ્છાનો નાશ થશે. પુદ્ગલ પ્રત્યેના રાગભાવને ટાળવા. એ જ પરમ ઉપકારી પ્રત્યેની સાચી કૃતજ્ઞતા છે. જયાં સુધી પુદ્ગલરાશિ પ્રત્યે રાગભાવ છે ત્યાં સુધી જીવરાશિ પ્રત્યેનો દ્વેષભાવ નહિ જાય. નવકારની સાધના અને સામાયિકની સાધના બન્ને એક બીજાની પૂરક છે. નવકાર વડે ધર્મમહાસત્તાનો શું પરિચય થાય છે ? શ્રીતીર્થંકરદેવોની આજ્ઞાનું મહત્વ શાથી છે ? વિશ્વવ્યવસ્થામાં “આજ્ઞા'નું સ્થાન કેવું છે? આ આજ્ઞાનું પાલન કોણ કઈ રીતે કરાવે છે ? આ પ્રશ્નો આપણે વિચારીશું. ૮૮ - ધર્મ-ચિંતન Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મશક્તિ (સર્વકલ્યાણની ભાવના સાથે પરમમંગલમય શક્તિનું તેમ જ તેની સાથે સંબંધ બાંધવાના સરળ ઉપાયનું સચોટ પ્રતિપાદન આ લેખમાં થયું છે. સર્વાત્મભાવ કેળવવાની દિશામાં આ લેખ સુંદર ભાવ પ્રગટાવે છે. સં.) ધર્મશક્તિ ધર્મ સામાન્ય શક્તિ નથી, પરંતુ મહાશક્તિ છે. આ મહાશક્તિ સર્વનું હિત જેમને છે એવા પરમોચ્ચ પરમેષ્ઠિઓ દ્વારા પ્રગટે છે. વિદ્યુતશક્તિ અને ચુંબકશક્તિ (Electricity and Magnetism)થી આપણે પરિચિત છીએ. અણુશક્તિ અને પ્રાણશક્તિ (Atomic Energy and Vital Energy)ને આપણે જાણીએ છીએ. આ બધીય સ્થૂલ શક્તિઓ છે. ધર્મની શક્તિ સૂક્ષ્મ છે. અત્યંત સૂક્ષ્મ છે. જેમ સૂર્યના કિરણો સૂર્યમાંથી પ્રગટે છે, તેમ ધર્મની મહાશક્તિ અચિંત્ય પ્રભાવ સંપન્ન પવિત્ર આત્માઓ, જેઓ પરમપદને પામેલા છે તેમનામાંથી પ્રગટે છે અને તેથી આવા પરમ સત્ત્વોનું અસ્તિત્વ પણ (mere existence) જગતને હિતકારી છે. સૂર્યના કિરણો આ પૃથ્વીના જીવોને જીવન જીવવામાં સહાયક છે. ધર્મવાન પુરુષોનો ધર્મ પણ વિશ્વવ્યવસ્થામાં એક જબ્બર સહાયક બળ છે. પરમેષ્ઠિ ભગવંતોમાંથી પ્રગટતી ધર્મશક્તિ જો આપણે તેમની સન્મુખ થઈએ તો અવશ્ય લાભ કરે છે અને જો આપણે વિમુખ બનીએ તો આપણી વિમુખતા વડે આપણને અવશ્ય હાનિ થાય છે. આ ધર્મશક્તિ સામાન્ય નથી, અસામાન્ય છે. તેના લાભ અચિંત્ય છે. જેમને જીવનમાં ધર્મ પ્રગટાવ્યો છે, ધર્મશક્તિનો જેમને સ્વાનુભવ છે તેઓ જાણે છે કે ધર્મથી અધિક ચઢીયાતું બળ ત્રણ ભુવનમાં કોઈ નથી. ધર્મ : સર્વ દુ:ખો, દરિદ્રપણું, સંતાપ, ઉદ્વેગ, અપયશ, આળ, જન્મ, વૃદ્ધાવસ્થા અને મરણ વગેરે ભયોનો નાશ કરનાર છે. જેની તોલે કોઈ પણ ન આવી શકે એવો એ સહાયક છે. ત્રણ લોકનો એક અપૂર્વ મહાસ્વામી છે. ધર્મ-ચિંતન ૦ ૮૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણનો આદર્શ અને શક્યનું પાલન ધર્મથી આપણે વિમુખ રહીએ છીએ. ધર્મમહાસત્તાની સન્મુખ આપણે થઈ શકતા નથી, તેના કેટલાક કારણો છે. “માત્ર હું પોતે સુખી થાઉં' એવી ક્ષુદ્ર ઇચ્છા આપણામાં પ્રવર્તે છે. કેવળ પોતાના જ દુઃખ નિવારણની ઇચ્છા અને કેવળ પોતાના જ સુખની ચિંતા એ આર્તધ્યાનનું કેન્દ્ર છે. આ કેન્દ્રની આસપાસ આર્તધ્યાનના વર્તુળો વિસ્તાર પામે છે. આર્તધ્યાન ગયા સિવાય ધર્મધ્યાન નહિ આવે, જેટલા અંશે સ્વાર્થવૃત્તિ ટળે તેટલા પ્રમાણમાં ધર્મની પ્રાપ્તિ થઈ શકે. અનાદિકાળથી જીવે સ્વ (પોતા)નો જ વિચાર કર્યો છે. પરનિરપેક્ષ સ્વ (પોતા)નો વિચાર સર્વ પાપોનું બીજ છે. માત્ર પોતાનો વિચાર એટલે સ્વાર્થ. પાપપ્રવૃત્તિ કે પાપવૃત્તિના મૂળમાં સ્વાર્થ ભરેલો છે, તેથી પાપવૃત્તિને દૂર કરવા સ્વાર્થ દૂર કરવો પડશે. ધર્મવૃત્તિને પ્રાપ્ત કરવા પરાર્થનો ભાવ લાવવો પડશે. “બીજાનું ગમે તે થાઓ પરંતુ પોતાને સુખ મળો” આ વૃત્તિ દરેક જીવમાં સુલભ છે અને સર્વની ઉપેક્ષાપૂર્વકના સ્વ (પોતાના) સુખના ભાવથી અનાદિ ભવભ્રમણ થયું છે. ધર્મમહાસત્તાથી વિમુખતા રહી છે. જેમ ઈંડામાં રહેલું બચ્ચું ઈંડાના પટલને તોડીને બહાર આવે છે, તેમ સ્વાર્થવૃત્તિના પટલને તોડીને જીવે બહાર આવવું પડશે. અને ત્યારે જ આત્મવિકાસનો માર્ગ પ્રાપ્ત થશે. જો આપણે સર્વના હિતનો ભાવ ન લાવી શકીએ તો મનનું સંકુચિતપણું છે. મન મળ્યા પછી જો સર્વના હિતનો ભાન નહિ સ્પર્શે, મૈત્રી આદિ ભાવો જો નહિ જાગે તો મન ફરીથી મળવું દુષ્કર થશે. મનુષ્યનું મન આપણને મળ્યું છે. અચિત્ત્વ શક્તિ સંપન્ન આ મન છે. આ મન વડે માત્ર એક ક્ષણવાર સાચા હૃદયથી “સર્વ જીવોનું હિત થાઓ” એ ભાવ તો ભાવી જુઓ. મન વડે આ ભાવની તાકાત કેટલી છે તે સમજાશે અને આ ભાવ વડે મનની તાકાત કેટલી છે એ સમજાશે. સર્વનું હિત માત્ર વૃત્તિમાં, ભાવમાં રહી શકશે, પ્રવૃત્તિમાં તો યથાશક્તિ પ્રયત્ન રહેશે. પૂર્ણનો આદર્શ અને શક્યનું પાલન એ પરમ ઉપકારી પુરુષોએ દર્શાવેલો ૯૦૦ ધર્મ-ચિંતન Page #108 -------------------------------------------------------------------------- ________________ રાજમાર્ગ છે. “સર્વનું હિત વૃત્તિમાં દૃઢ બનાવવા માટે મૈત્યાદિ ભાવોનું વારંવાર સેવન અનિવાર્ય બને છે. મૈત્ર્યાદિ ભાવોના સેવન વિના ધર્મ પ્રત્યે, ધર્મની મહાશક્તિ પ્રત્યે, ધર્મમહાસત્તા પ્રત્યે સન્મુખતા આવી શકતી નથી. સર્વ સત્ત્વ હિતાશય જેમ ભાવ નિરપેક્ષ ક્રિયા ન બની જાય તે માટે સાવધ રહેવાનું છે તેમ ક્રિયા નિરપેક્ષ ભાવ ન બની જાય તે માટે વિશેષ સાવધ રહેવાનું છે. જો ક્રિયા નિરપેક્ષ કોરો ભાવ–માત્ર તરંગ હોય તો હજી આરાધના શરૂ થઈ જ નથી અને પોતે આરાધક છે એવી ભ્રમણા જાગશે. માત્ર કોરો ભાવતરંગ નિષ્ફલ છે, હાનિકારક છે, કારણ કે ક્રિયા નિરપેક્ષ ભાવ વડે મિથ્યા અહંભાવ પોષાશે. સર્વ જીવોના હિતનો ભાવ હૈયામાં ધારણ કરીને મૈત્યાદિ ભાવનાઓનું આસેવન કરતાં પોતપોતાની ભૂમિકાને યોગ્ય ઉચિત વ્યવહાર આચરવાનો છે. પૂજ્ય શ્રીયશોવિજયજી મ. ફરમાવે છે કે : નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર. સર્વ સત્ત્વો માટેના હિતભાવપૂર્વક જ મૈત્ર્યાદિ ભાવનાઓ દૃઢ બને છે અને મૈત્ર્યાદિ ભાવનાઓ વડે જ સર્વ સત્ત્વો માટેનો હિતભાવ આપણા હૈયામાં પુષ્ટ થાય છે. જેમના હૃદયમાં ધર્મની મહાશક્તિ જાગૃત થઈ છે. એવા ૫૨મસ્થાનને પામેલા મહાપુરુષો, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના હૈયામાં સર્વ સત્ત્વહિતાશય મુખ્ય હોય છે. સર્વ જીવોનું હિત મુખ્ય છે. તેથી સર્વ જીવો માટેનો હિતભાવ આપણને તેમની સન્મુખ બનાવે છે, ધર્મ સન્મુખ બનાવે છે, ધર્મમહાસત્તા સન્મુખ બનાવે છે. “હજી મારું હિત થયું નથી ત્યાં, હું સર્વનું હિત કઈ રીતે ભાવું ?” આ શંકા કૃપા કરીને આરાધકે ન કરવી. જે હિત પોતાને યોગ્ય લાગ્યું છે, જે એકાંતે હિતકારક છે. તે જેમ પોતાના માટે ઇચ્છે તેમ સર્વ માટે ઇચ્છે. “સર્વ હિતની ભાવનાથી સ્વનું હિત શી રીતે થાય ?” એવી શંકા કૃપા કરીને આરાધકે ન કરવી. સર્વ હિતના ભાવ વડે જ સર્વ સાપેક્ષ સ્વહિતનો ભાવ વધુ દૃઢ, વધુ નિર્મળ, વધુ પુષ્ટ બને છે. ધર્મ-ચિંતન ૦ ૯૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ સર્વ નિરપેક્ષ સ્વનું હિત, “બીજાનું ગમે તે થાઓ મને સુખ મળો.” એ વિચાર , સાચા હિત પ્રત્યે લઈ જનારો નથી જ. ઉર્વીકરણની ક્રિયા (Process of Sublimation) જો રાગદ્વેષ ટળે તો મુક્તિ મળે. જીવને પોતાના સુખ ઉપર રાગ છે, પોતાના દુઃખ ઉપર દ્વેષ છે. સ્વ (પોતા) વિષયક આ રાગદ્વેષ આર્તધ્યાનનું બીજ છે. આ બીજ અનાદિકાળથી જીવમાં રહેલું છે. આ બીજનો ક્ષય કરવો કપરો છે. રાગ-દ્વેષને લીધે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોથી વિમુખતા રહી છે. રાગ-દ્વેષને લીધે ધર્મમહાસત્તા પ્રત્યે સન્મુખતા આવી નથી. ધર્મ સાથે સંબંધ બંધાયો નથી, સગપણ થયું નથી. રાગ-દ્વેષનું ઉન્મેલન ઉર્વીકરણની પ્રક્રિયા (Process of sublimation) વડે સરળ બને છે. અહીં ઉર્વીકરણની પ્રક્રિયા શું છે? અનાદિકાળથી જીવે સ્વ (પોતા)નો વિચાર કર્યો છે. હવે “સ્વ”ને સ્થાને “સર્વ”નો વિચાર કરવો પડશે. સર્વ નિરપેક્ષ સ્વના વિચાર વડે માત્ર સ્વાર્થવૃત્તિને પોષણ મળ્યું છે “સર્વ”ના હિતના ભાવ વડે સર્વ પાપોના મૂળરૂપ સ્વાર્થવૃત્તિ પરાર્થવૃત્તિમાં પલટાતી જશે. સ્વનું હિત પરાર્થવૃત્તિમાં રહેલું છે એ સમજાશે. મૈયાદિ ભાવનાઓ આ સ્વાર્થવૃત્તિના, અહં અને મનના બંધનમાંથી મુક્ત થવામાં જીવને સહાયક બને છે. ઉર્વીકરણની અતિ અગત્યની આ પ્રક્રિયા દર્શાવતાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે, दुस्थां भवस्थिति स्थेम्ना सर्वजीवेषु चिन्तयन् । निसर्ग सुखसर्गं ते-ष्वपवर्गं विमार्गयेत् ॥ ચાર ગતિમાં રહેલા સર્વ જીવો માટે ભવસ્થિતિ, સંસારવાસ-સંસારમાં રહેવું એ દુઃખનો હેતુ છે, અત્યંત દુઃખદાયક છે. એ રીતે સંસારની દુઃખમય સ્થિતિનો સ્થિરતાપૂર્વક વિચાર કરતો શ્રાવક, ભાવના ભાવે કે “સર્વ જીવો સંસારના સર્વ દુઃખોથી મુક્ત બની જયાં સ્વાભાવિક રીતે નિરતિશય સુખ છે, એવો મોક્ષ પ્રાપ્ત કરો. અર્થાત્ સર્વ જીવોને કેવળ સુખથી જ ભરપૂર એવો મોક્ષ મળો.” ૯૨ધર્મ-ચિંતન Page #110 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની ઇચ્છા પણ કેવળ “સ્વ” માટે નહિ પણ “સર્વ” માટે કરવાની આજ્ઞા શાસ્ત્રકાર ભગવંતોએ કરી છે. “હજી આપણો મોક્ષ થયો નથી અને સર્વ માટે મોક્ષ કેમ મંગાય ?” આ શંકા આરાધકે ન કરવી. પરમ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએ દર્શાવેલો આ અમોઘ ઉપાય કંઈ પણ શંકા વગર અંતઃકરણપૂર્વક કૃપા કરીને આચરી જુઓ. દઢ ચિત્તથી આ ભાવના આચરનારને સ્વયં તેનું ફળ પોતાના હૃદયમાં અનુભવાશે. વૈદની દવાનું નામ જાણવાથી કે તે દવા સંબંધી માત્ર ચર્ચા કરવાથી રોગ નહિ જાય. રોગ દૂર કરવા માટે દવાનું સેવન કરવું પડશે. સર્વ જીવોના હિતની ભાવનાનું સેવન કરવાનું છે, વારંવાર સેવન કરવાનું છે. અનાદિકાળથી અમે અમારા સુખનો વિચાર કર્યો છે. અન્ય જીવોને પીડા આપીને પણ પોતાનું સુખ લીધું છે. ક્યારેય પોતાના સ્વાર્થ સિવાય અન્યનો વિચાર કર્યો નથી. સર્વનું હિત વિચાર્યું નથી.” જો પાપ કાર્યમાં મન દોડતું હોય તો આ ભાવનાનું સેવન કરવું. જો ધર્મકાર્યમાં ચિત્ત ન ચોટતું હોય તો આ ભાવનાનું સેવન કરવું. સર્વ જીવોના હિતનો આશય હૈયામાં ધારણ કરીને મૈત્યાદિ ભાવનાઓ ભાવવાની છે અને તે વડે ધર્મની સન્મુખ થવાની યોગ્યતા પ્રગટાવવાની છે. જ્યારે સર્વનિરપેક્ષ માત્ર પોતાના વિચારથી આપણે ધર્મમહાસત્તાથી વિમુખ બનીશું. ચરાચર વિશ્વને ધરી રાખનાર ધર્મ છે. આવા ધર્મને, મહાસમર્થ ધર્મમહાસત્તાને સન્મુખ થયા સિવાય માનવભવ સફળ નથી, સાર્થક નથી. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પુનિત ચરણોમાં પૂરેપૂરું ઝૂકી ગયેલું મન, મોક્ષના કારણભૂત બને છે અને મહામોહના ચરણોમાં ઝૂકી ગયેલું તે જ મન જીવને ચારગતિમાં રઝળાવે છે. ધર્મ-ચિંતન ૯૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ સાધનાની પ્રથમ ભૂમિકા (પીઠ પોતા તરફ અને માં શ્રીજિનેશ્વર ભગવંતોની ભાવમાતા તરફ રાખીને આરાધના કરવાની મૌલિક અને મંગલમય ફુરણા–આ લેખમાં જીવંતપણે ઝળહળી રહી છે. તેને અપાયેલો ભાવ સાર્થક થશે એવી શ્રદ્ધા છે. સં.) સાધનાની પ્રથમ ભૂમિકા ત્રણ ભુવનમાં એકાંત હિતકર અને એક માત્ર સહાયક બળ જો કોઈપણ હોય તો તે ધર્મ છે, ધર્મમહાસત્તાનું બળ છે. આપણે આ ધર્મમહાસત્તાને અનુસરવું પડશે. આ ધર્મમહાસત્તાની સન્મુખ રહેનાર, તેને અનુસરનાર અનુગ્રહ પામે છે અને તેનાથી વિપરીત પણે વર્તનાર નિગ્રહ પામે છે. ધર્મમહાસત્તાની સન્મુખ થનારના ભય, દ્વેષ અને ખેદ તત્કાળ નાશ પામે છે. જેઓ ધર્મથી વિમુખ છે તેમનામાં ભય, દ્વેષ અને ખેદ ભરેલા છે. ધર્મથી સન્મુખ થવાનું પ્રથમ પગલું “અભય, અદ્વેષ અને અખેદ” છે. પૂજ્ય શ્રીઆનંદધનજી મહારાજ કહે છે કે“સેવન કારણ પહેલી ભૂમિકા અભય, અષ, અખેદ સંભવદવ તે ધુર સેવો સવેરે.” આપણામાં જે ભય, દ્વેષ અને ખેદ છે, તેના કારણો શું છે તે વિચારીએ. કેવળ પોતાના જ દુઃખ નિવારવાની ઇચ્છા અને કેવળ પોતાનાં જ સુખની ચિંતા એ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું કેન્દ્ર છે. જે ભય દ્વેષ અને ખેદનું મૂળ કારણ (The Great cause) છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં અભય, અદ્વેષ અને અખેદ નહિ જાગે. સર્વ નિરપેક્ષ માત્ર પોતાના જ સુખની પ્રાપ્તિનો અને માત્ર પોતાનું જ દુઃખ દૂર કરવાનો સ્વાર્થી વિચાર આપણને ધર્મથી વિમુખ રાખે છે, ધર્મમહાસત્તાથી વિમુખ રાખે છે. અનુગ્રહ અને નિગ્રહ નિસર્ગનો એક અત્યંત મહત્ત્વનો નિયમ પ્રત્યેક આરાધકે મનન કરવાનો છે. ધર્મમહાસત્તાને અનુસરનાર અનુગ્રહ પામે છે અને ધર્મમહાસત્તાથી વિમુખે રહેનાર પોતાની વિમુખતા વડે જ નિગ્રહ પામે છે. ૯૪. ધર્મ-ચિંતન Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનેશ્વર ભગવંતની પૂજા કરનાર મનોવાંછિત ફળ પામે છે અને તેમની આશાતના કરનાર દુર્ગતિને પામે છે. અહીં મનોવાંછિત ફળ કોણ આપે છે અને દુર્ગતિ કોણ આપે છે, તેની શાબ્દિક ચર્ચાને સ્થાન નથી. શ્રીજિનેશ્વરની સેવા કે શ્રીજિનેશ્વરની વિરાધના પ્રત્યક્ષ ફળ આપનારા છે, એ નિઃસંદેહ છે. જેવી રીતે વિજળી તેની યથાવિધિ સેવા કરનારને પ્રકાશ, ઉષ્ણતા વગેરે ઇચ્છિત ફળ આપે છે. એ જ વિજળી સાથે અયોગ્ય વર્તનાર તત્કાલ મૃત્યુ પામે છે. વિજળીની વિરાધનાથી દ્રવ્ય મૃત્યુ પ્રાપ્ત થાય છે. ધર્મમહાસત્તાની વિરાધનાથી ભાવ મૃત્યુ પ્રાપ્ત થાય છે. આવી વિરાધના, વિમુખતા, ઉપેક્ષા જાણે અજાણે પણ ન થઈ જાય તે માટે પ્રત્યેક ભવભીરુ મનુષ્ય અત્યંત સાવધ રહેવું જોઈએ. ધર્મની ઉપેક્ષા એટલે પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતોની ઉપેક્ષા છે, તેમણે દર્શાવેલા મોક્ષમાર્ગની ઉપેક્ષા છે. મૈત્ર્યાદિ ભાવોની ઉપેક્ષા એટલે સર્વસત્ત્વોના હિતની ઉપેક્ષા, ધર્મની ઉપેક્ષા. શ્રીતીર્થંકરોનું તીર્થંકરત્વ સર્વસત્ત્વોના હિતની ભાવનામાંથી જન્મ્યું છે. તેથી સર્વ સત્ત્વોના હિતની ભાવનાને તીર્થંકરોની ભાવમાતા કહી શકાય. સર્વ સત્ત્વોની હિતની ભાવનાનો તિરસ્કાર એટલે જિનમાતાનો તિરસ્કાર. “જિનમાતા શું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છેદ.’ આ ઉક્તિ દર્શાવે છે કે સર્વ સત્ત્વ હિતાશયની ભાવના પ્રત્યે ખેદ કરનાર નિગોદને પ્રાપ્ત કરશે. વનસ્પતિ—વૃક્ષો એટલે ઉંધે મસ્તક રહેવાની સજા. નિગોદ એટલે મસ્તક છેદની સજા . અહીં નિસર્ગનો અનુગ્રહ-નિગ્રહનો નિયમ કાર્ય કરે છે. ધર્મમહાસત્તાને અનુસરનારી પ્રબળ એવી કર્મસત્તા કાર્ય કરે છે. બહિરાત્મભાવ અને અંતરાત્મભાવ જ્યાં સુધી સર્વ નિરપેક્ષ માત્ર પોતાનો જ વિચાર છે, ત્યાં સુધી બહિરાત્મભાવ છે. જ્યારે સર્વસાપેક્ષ સ્વનો વિચાર પ્રગટે છે, ત્યારે અંતરાત્મભાવ આવે છે. બહિરાત્મભાવ ટાળી અંતરાત્મભાવ જગાડવાનો છે. આપણા દુર્ભાવોને સદ્ભાવોમાં પરિણત કરવાના છે. ભાવોના ઉર્દીકરણની પ્રક્રિયા (Process of Sublimatior). દર્શાવતા શાસ્ત્રકાર ધર્મ-ચિંતન ૦ ૯૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ ભગવંતોએ ફરમાવ્યું છે કે, “સર્વ જીવો માટે સંસાર દુઃખનો હેતુ છે, એ રીતે સંસારની દુઃખમય સ્થિતિનો વિચાર કરતો શ્રાવક “સર્વ જીવો મોક્ષ પ્રાપ્ત કરો” એવી ભાવના ભાવે.” સંસારની ભીષણ યાતનાઓમાં રીબાતા પ્રાણીઓની અત્યંત દુ:ખદાયક સ્થિતિ જોઈ એનું હૈયું આ અસાર સંસાર ઉપરથી ઉઠી જાય એ નિર્વેદ છે અને આ નિર્વેદમાંથી સર્વને માટે મોક્ષનું સુખ પ્રાપ્ત થાઓ એવી ભાવના એ સંવેગ છે. જ્યાં સર્વથી નિરપેક્ષપણે માત્ર પોતાના જ સુખનો વિચાર છે, ત્યાં નિર્વેદ નથી અને સંવેગ પણ નથી. જ્યાં બીજાનું ગમે તે થાઓ પણ પોતાને સુખ મળોની ભાવના છે, પોતાની અનુકૂળતાઓની ઇચ્છા છે, ત્યાં અંતરાત્મભાવ નથી, માત્ર બહિરાત્મભાવ છે. અને બહિરાત્મભાવના પાયા ઉપર મોક્ષમાં તો સંસાર જેવા અનંતા સુખો અને વિશેષ અનુકૂળતાઓ ભર્યા હશે, એવી લાલચે કેવળ પોતાને જ મોક્ષનું સુખ મળે તથા સંસાર પ્રત્યે મોહગર્ભિત વૈરાગ્યથી કેવળ પોતાનું ભવદુઃખ ટળે, એ માટે ફાંફાં મારવાં એ આર્તધ્યાન છે. આપણે વિચારવું પડશે કે ભવદુઃખ ટાળવાની અને મોક્ષ સુખ પામવાની આપણી ભાવના પાછળ સર્વ નિરપેક્ષ પોતાનો સ્વાર્થ તો નથી ભર્યો ને? આપણી ભાવનાઓનું સૂક્ષ્મ અન્વેષણ (Screening) કરવું પડશે. નહિ તો પોતાના હલકા સ્વાર્થરૂપી ટી.બી. અને કેન્સરના જંતુઓ ધર્મપ્રવૃત્તિના ઉજ્જવળ પ્રાણને હરી લેશે. માત્ર સ્વાર્થના પાયા ઉપર કેવળ પોતાનું જ દુઃખ દૂર કરવાની ઇચ્છામાંથી થતી તપ, જપ કે સંયમની પ્રવૃત્તિ મોક્ષહેતુક ધર્મપ્રવૃત્તિ શી રીતે બની શકે ? જેના કેન્દ્રમાં માત્ર અજ્ઞાન અને સ્વાર્થ ભર્યા છે, એવી કોઈ પણ પ્રવૃત્તિ બહિરાત્મભાવની પ્રવૃત્તિ છે.આવી પ્રવૃત્તિ મોક્ષસાધક શી રીતે બને ? પરમ ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ દર્શાવેલા માર્ગે જવાની જેમની સતત ખેવના છે, એવા આરાધકે પોતાની વૃત્તિ તથા પ્રવૃત્તિનું કેન્દ્ર ધર્મધ્યાનને બદલે આર્તધ્યાન ન બને એ સંભાળવું જોઈએ અને સર્વનિરપેક્ષ પોતાના જ સ્વાર્થનો ભાવ આરાધનામાં ન આવે તે માટે જાગ્રત રહેવું જોઈએ. સ્વાર્થભાવને સ્થાને પરાર્થભાવ વડે, કૃતનતાને સ્થાને કૃતજ્ઞતા વડે તથા અહંકારભાવને સ્થાને નમસ્કારભાવ વડે જ્યારે હૈયું છલકાઈ રહે છે ત્યારે બહિરાત્મભાવ ઓગળે છે, ભય, દ્વેષ અને ખેદ દૂર થાય છે, ત્યારે આપણે ધર્મની સન્મુખ થઈએ છીએ, ધર્મમહાસત્તાની સન્મુખ બનીએ છીએ. ૯૬ - ધર્મ-ચિંતન Page #114 -------------------------------------------------------------------------- ________________ એક અને શૂન્ય (સ્વાર્થ અને પરમાર્થની મૌલિક વિચારણા વડે આ લેખ ઝળહળે છે. તેમાં વહેતા ભાવ સાથેનું જોડાણ જીવનના ઉર્દીકરણમાં સહાયભૂત થવા આશા છે. સં.) એક અને શૂન્ય એકડાની જમણી બાજુએ જો આપણે મીંડા માંડતા જઈએ તો એકડાની કિંમત દશગણી વધતી જાય છે. એકડાની જમણી બાજુએ એક મીંડુ મૂકો તો એકના દશ થાય. બે મીંડા મૂકો તો એકના સો થાય. ત્રણ મીંડા મૂકો તો એકના હજાર થાય. આ પ્રમાણે જેમ એક મીંડુ વધારો તેમ દશગણો વધારો તેની કિંમતમાં થાય. પરંતુ જો એકડાની ડાબી બાજુએ આપણે મીંડા માંડતા જઈએ તો એકડાની કિંમત દસગણી ઓછી થતી જાય છે. એકડાની ડાબી બાજુએ એક મીંડુ મૂકો તો એકડાનો દશમો ભાગ એક દશાંશ થાય, બે મીંડા મૂકો તો એકડાનો સોમો ભાગ એક શતાંશ થાય. ત્રણ મીંડા મૂકો તો એકડાનો હજારમો ભાગ થાય, આ પ્રમાણે જેમ જેમ ડાબી બાજુએ એક મીંડુ વધારો તેમ તેમ દશગણો ઘટાડો તેની કિંમતમાં થાય. ગણિતશાસ્ત્રમાં એકડાનું મહત્ત્વ ઘણું છે. મનુષ્યજન્મ એકડા સમાન છે. પરહિતની પ્રવૃત્તિ એકડાની જમણી બાજુએ મીંડા માંડવા સમાન છે. સર્વનિરપેક્ષ માત્ર પોતાના સ્વાર્થની પ્રવૃત્તિ મનુષ્ય જીવનરૂપી એકડાની ડાબી બાજુએ મીંડા માંડવા સમાન છે. જેનામાં પરાર્થરસિકતા છે, નિઃસ્વાર્થ ભાવ જે પરોપકારના હિતકાર્યો કરે છે તે પોતાના જીવનની કિંમત વધારે છે. જેને પરાર્થનો વિચાર સ્પર્શતો નથી, પરહિતની વાત ગમતી નથી અને માત્ર પોતાના સ્વાર્થની પ્રવૃત્તિ ગમે છે તે મનુષ્ય જીવનની કિંમત ઘટાડે છે. માખણ અને ચૂનો જ્યાં માત્ર પોતાના જ સુખની ચિંતા છે અને માત્ર પોતાના જ દુઃખના નિવારણની ઇચ્છા છે ત્યાં આર્તધ્યાન છે. આર્ત્તધ્યાનથી ભરેલી આપણી મલિન સ્વાર્થવૃત્તિ જેટલે અંશે ટળે તેટલા પ્રમાણમાં જ આપણને ધર્મની પ્રાપ્તિ થઈ શકે. રાગ-દ્વેષ ટળવાથી જ મુક્તિ મળે છે. જ્યાં સુધી માત્ર પોતાના જ સુખ ઉપર ધર્મ-ચિંતન ૦ ૯૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ રાગ છે અને માત્ર પોતાના જ દુઃખ ઉપર દ્વેષ છે ત્યાં સુધી કષાય ટળે નહિ અને મુક્તિ મળે નહિ. માત્ર પોતાના જ સુખ ઉપરનો રાગ અને માત્ર પોતાના જ દુઃખ ઉપરનો દ્વેષ દૂર કરવા માટે ધર્મના અર્થીએ પરાર્થકારિતા કેળવવી જોઈએ. સર્વજીવોને માટે શ્રેષ્ઠ સુખ ઇચ્છવું જોઈએ. સર્વ નિરપેક્ષ માત્ર પોતાનો વિચાર, નિકૃષ્ટ સ્વાર્થવૃત્તિ સર્વ પાપોનું મૂળ છે. માત્ર પોતાના જ માટેના ભૌતિક સુખની ઝંખનામાં ગળાડૂબ રહેવું એ આર્તધ્યાન છે. એક વાટકીમાં માખણ પડ્યું હોય અને બીજી વાટકીમાં પાનમાં ખાવાનો ચૂનો પડ્યો હોય, તો માખણનો પીંડ અને ચૂનાનો પીંડ જોવામાં સરખા જણાય પરંતુ બન્નેના ગુણદોષમાં કેટલો ફરક છે તે આપણે જાણીએ છીએ. માખણ ખાનાર મનુષ્યના શરીરનું પોષણ થાય છે. ભૂલથી પણ ચૂનાનો પીંડી ખાનારને પારાવાર હાનિ થાય છે. માખણની જેમ સર્વ જીવોનો હિતભાવ મનને તથા આત્માને પોષણ આપે છે અને સ્વાર્થભાવનો ચૂનો જીવનનો નાશ કરે છે. માત્ર પોતાના ભૌતિક સુખની લાલચથી કે દુઃખના ભયથી થતી પ્રવૃત્તિને ભલે આપણે અહિંસા, ક્ષમા, તપ, જપ કે સંયમના નામથી ઓળખાવીએ તો પણ તત્ત્વતઃ તો એ આર્તધ્યાનની જ પ્રવૃત્તિ રહે છે. અહિંસા, ક્ષમા, તપ, જપ કે સંયમની દરેક પ્રવૃત્તિ પાછળ સર્વસત્ત્વહિતાશયની ભાવના, પરાર્થકારિતા જીવંત હોવી જોઈએ. અમે અનાદિકાળથી નિકૃષ્ટ સ્વાર્થવૃત્તિને સેવી છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ધ્યાયાં છે. પરાર્થભાવ વડે જાણે અમારું સર્વ કાંઈ લૂંટાઈ જશે એવો ભય અમને થાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનના પાયામાં સકળ જીવરાશિના હિતનો ભાવ રહેલો છે. આ વિચાર અમને સ્પર્શતો નથી ત્યાં સુધી અમે ધર્મમહાસત્તાની વિમુખ છીએ. રસસિદ્ધિનો પ્રયોગ જો આપણને કોઈ સિદ્ધપુરુષ તાંબાનું સુવર્ણ બનાવવાની રસસિદ્ધિ બતાવે તો તે પ્રયોગ આપણે કરીએ કે નહિ ? તે માટે તે સિદ્ધપુરુષને અનુસરીએ કે નહિ? તાંબાનું સુવર્ણ બનાવવા માટે આપણે તરત જ તૈયાર થઈશું. તે માટે સર્વ પુરુષાર્થ કરીશું. સિદ્ધપુરુષે બતાવેલી રસસિદ્ધિ માટેની વિધિને બરાબર અનુસરીશું અને જો પ્રયોગ સફળ નહિ થાય તો આપણી ખામી ક્યાં છે તે શોધવાનો પ્રયત્ન કરીશું. ૯૮ - ધર્મ-ચિંતન Page #116 -------------------------------------------------------------------------- ________________ - પરમ ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોએ શ્રેષ્ઠ રસસિદ્ધિનો મહાપ્રયોગ દર્શાવ્યો છે. બહિરાત્મભાવના કથીરમાંથી પરમાત્મભાવનો પારસ પ્રગટાવવાની પ્રક્રિયા પ્રકાશી છે. આ શ્રેષ્ઠ પ્રયોગ કરવાની તક માત્ર મનુષ્યભવમાં પ્રાપ્ત થાય છે. આ અદ્ભુત તક આજે આપણને પ્રાપ્ત થઈ છે. વાદવિવાદ અને વિતંડામાં સમય અને શક્તિની આ અમૂલ્ય સામગ્રી વેડફવાનો આપણને અધિકાર નથી. એક ક્ષણનાય વિલંબ વિના આ મહાપ્રયોગ પાછળ આપણે લાગી જઈએ. * શ્રેષ્ઠ રસસિદ્ધિની પ્રક્રિયાનું પ્રથમ પગલું ધર્મમહાસત્તાની સન્મુખ થવું તે છે. આવી સન્મુખતા અહંકારભાવ ઓગળ્યા પછી, અને નમસ્કારભાવ પ્રગટ્યા પછી આવે છે. આવી સન્મુખતા કૃતજ્ઞતાભાવ સ્પર્ધ્યા પછી અને પરાર્થકારિતા જાગ્યા પછી આવે છે. ધર્મમહાસત્તાની સન્મુખતા પરમાર્થથી નમસ્કારભાવ આવ્યા પછી સમગ્ર વિશ્વમાં ધર્મમહાસત્તાનો સંપૂર્ણ પ્રભાવ સમજાય છે. સમ્યગ્દર્શનમાં ધર્મમહાસત્તાનું યથાયોગ્ય દર્શન છે. અને ત્યારે આરાધકને જગતના દશ્ય-અદેશ્ય સર્વભાવો કઈ રીતે મુક્તિમાર્ગના બોધક છે અને ક્યાં, કેમ કયારે સહાયક છે એ સ્પષ્ટ સમજાય છે. તેથી કોઈ જીવ કે પદાર્થ પ્રત્યે દ્વેષ થતો નથી. ભય, દ્વેષ અને ખેદ આત્માનું અહિત કરનારા છે. તથા તે બધાનું મૂળ સર્વ નિરપેક્ષ પોતાના સ્વાર્થભાવમાં છે આ સત્ય અહીં આરાધકને સ્પર્શે છે. ધર્મમહાસત્તાની આજ્ઞાને આધીન કરવાનું જેનું કાર્ય છે તે કર્મસત્તાના શુભઅશુભ ઉભય પ્રકારો જીવને ન્યાયમાર્ગે દોરવામાં સહાયક બની શકે છે. શરત એટલી જ કે આપણી સમગ્રતાનું મોં ધર્મમહાસત્તા તરફ રહેવું જોઈએ. આવું સંપૂર્ણ સમર્પણ ન્યાયમાર્ગે જ શકય બને છે. ન્યાયમાર્ગ એટલે મોક્ષમાર્ગ અથવા મોક્ષમાર્ગ એટલે સંપૂર્ણ ન્યાયમાર્ગ. નમસ્કારભાવ આ ન્યાયમાર્ગનો પ્રાણ છે. નમસ્કારભાવ આવ્યા વિના ન્યાયમાર્ગનું પાલન શક્ય નથી. તત્ત્વથી જગતના સર્વભાવો જીવના –કાલિક જીવનનો નકશો હોવાથી તેને પોતાના સર્વકાલીન જીવનનો બોધ કરવા દ્વારા ઉપકાર કરી રહ્યા છે, એમ ન્યાયમાર્ગનું પાલન કરનાર આરાધકને અનુભવાય છે. ધર્મ-ચિંતન - ૯૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ મહાસામ્રાજ્ય (માત્ર પોતાના સુખની લાલસા વડે પકડાયેલાં પરિણામને પવિત્ર બનાવવાની, પરહિતપરાયણ બનાવવાની, ધર્મરંગરસિયાં બનાવવાની પવિત્ર વિચારધારા આ લેખમાં અખ્ખલિતપણે વહી રહી છે. તેની સાથેનું ભાવપૂર્વકનું જોડાણ સ્વ-પરહિતકર નીવડશે એવી ખાત્રી છે. સં.) મહાસામ્રાજ્ય ત્રણ ભુવનમાં જો કોઈનું સામ્રાજ્ય હોય તો તે ધર્મમહાસત્તાનું છે. આ ધર્મમહાસત્તાના સંચાલક કહો, સમ્રાટ કહો કે ધર્મચક્રવર્તી કહો તે પરમ ઉપકારી શ્રી તીર્થકર ભગવંતો છે. તેમની આજ્ઞાના પાલન નીચે આ સામ્રાજ્યની પ્રજારૂપ સર્વ જીવો સાથે મૈત્રી સાધવી એ જીવનું કર્તવ્ય થઈ પડે છે અને કોઈ પણ જીવ પ્રત્યે ક્રોધાદિ કે દ્વેષાદિ દુર્ભાવો કરવા એ ગુન્હો થઈ પડે છે. મૈત્યાદિ કે ક્ષમાદિ ભાવો જીવે પોતાના કર્તવ્યરૂપે કરવાના છે. આ કર્તવ્યનો ભંગ કરનારને પોતાના કર્તવ્યનું ભાન કરાવવાનું કાર્ય કર્મસત્તા કરે છે. કર્મસત્તાનું કાર્ય જીવોને ધર્મમહાસત્તાની આજ્ઞાને આધીન કરાવવા માટે છે. જ્યાં સુધી આપણે ધર્મમહાસત્તાની સન્મુખ થતા નથી, શ્રી તીર્થંકર દેવોની આજ્ઞાને અનુસરતા નથી, ત્યાં સુધી કર્મસત્તાના પ્રભાવ નીચે કચરાવાનું છે. એક દૃષ્ટિએ એમ પણ કહી શકાય કે વિશુદ્ધીકરણની પ્રક્રિયા (Process of Sublimation) માં કર્મસત્તા સહાયક છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી આપણે ધર્મમહાસત્તા પ્રત્યે અનાદિથી વિમુખ રહ્યા છીએ. આપણું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે એ વિચાર કદીય સ્પર્ધો નથી. સર્વ નિરપેક્ષ માત્ર પોતાના જ સુખનો સદાય વિચાર કર્યો છે. પોતે બીજાઓને દુઃખ આપ્યું છે અને આપે છે, તે કયારેય યાદ કર્યું નથી. બીજાઓ પોતાને દુઃખ આપે છે, તેવું સદાય યાદ રાખ્યું છે. પોતાને સુખ આપનારાઓનું સ્મરણ કર્યું નથી. ઉપકારીઓ પ્રત્યે નમસ્કારભાવ આવ્યો નથી. નમસ્કારભાવ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન્યાયમાર્ગ આવે નહિ. ૧oo, ધર્મ-ચિંતન Page #118 -------------------------------------------------------------------------- ________________ અહંભાવ અને સર્વભાવ - અનાદિ ભવભ્રમણમાં અહંભાવ સેવ્યો છે. અહંભાવ એ મોહ છે અને સર્વભાવ * એ મોહનો ક્ષય છે. અહંભાવ એટલે સર્વની ઉપેક્ષા કરીને કેવળ પોતાનો જ વિચાર કરવો, માત્ર પોતાનું જ અસ્તિત્વ અનુભવવું. બીજા જીવો પોતાની તુલ્ય છે છતાં માત્ર પોતાના જ સુખ-દુઃખનો વિચાર કરવો અને બીજાનો નહિ, આ ધર્મમહાસત્તાથી વિમુખતા છે. સર્વભાવ એટલે સર્વ જીવો પ્રત્યે આત્મવતભાવ. સર્વ જીવો પોતાની તુલ્ય છે એવા આત્મસમદર્શિત્વપૂર્વક સર્વનું અસ્તિત્વ અનુભવવું. સર્વ સાપેક્ષ સ્વના વિચાર સાથે સર્વભાવનો સંબંધ છે. આ ધર્મમહાસત્તાની સન્મુખતા છે. નમસ્કારભાવ આવ્યા પછી ન્યાયમાર્ગનું પાલન શક્ય બને છે અને ન્યાયમાર્ગ આવ્યા પછી કર્મસત્તા સહાયક બને છે અને શ્રી તીર્થકર ભગવંતોની આજ્ઞાનું પાલન કરવા માટેના સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત થાય છે. આજ્ઞાપાલન માટેના સત્ત્વ અને સામગ્રી પ્રાપ્ત કરવા માટેનું સર્વથી પ્રથમ પગલું ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતાનું છે. માત્ર પોતાના જ દુ:ખનો દ્વેષ દૂર કરી સર્વના સુખની ચિંતા અને સર્વના દુઃખનો દ્વેષ એ ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતા છે. આપણે બીજાને સુખ આપીએ છીએ તેના કરતાં જેઓ આપણને સુખ આપે છે તેમનું પ્રમાણ વિશેષ છે. ધર્મમહાસત્તાની સમજણ પછી આ સત્યનું દર્શન સ્પષ્ટ થાય ' છે. એ સિવાય કૃતજ્ઞતા અને પરોપકાર, દયા અને ક્ષમા વગેરે ગુણો ખીલતા નથી. કૃતજ્ઞતાથી બહિરાત્મભાવ ટળે છે. પરોપકારથી અંતરાત્મભાવ પ્રગટે છે. વિશ્વપ્રેમનું અમૃત કૃતજ્ઞતાથી પ્રભુ પ્રત્યે અને પરોપકારથી વિશ્વ પ્રત્યે પ્રેમ જાગે છે. વિશ્વપ્રેમ પ્રભુપ્રેમનું પ્રતીક છે અને પ્રભુપ્રેમ વિશ્વપ્રેમનું પ્રતીક છે. ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતાથી વિશ્વપ્રેમ પ્રગટે છે. ધર્મમહાસત્તાના સમ્રાટ શ્રીતીર્થકર ભગવંતો જગતના સર્વ જીવોના હિતચિંતક હોવાથી પરમવિશ્વપ્રેમી છે. ધર્મ-ચિંતન ૧૦૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ વિશ્વપ્રેમ એ અમૃત છે. ધર્મમહાસત્તાને અનુસરનાર સર્વ કોઈ વિશ્વપ્રેમી બનતા જાય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોરૂપી પરમ વિશ્વપ્રેમીઓને કરાતો નમસ્કાર અનાદિ કાળથી આપણામાં રહેલા દ્વેષભાવરૂપી વિષને દૂર કરનાર છે. વિશ્વપ્રેમ એ અશુભ રાગરૂપી જ્વરનો વિનાશક છે. નિષ્કામ વિશ્વપ્રેમથી અશુભ રાગ અવશ્ય દૂર થાય છે. ધર્મમહાસત્તાની સન્મુખતા આપણને સ્વાર્થના સાંકડા વિષવર્તુલમાંથી મુક્ત કરાવી, પરાર્થને પ્રગટાવી સર્વાર્થને પ્રાપ્ત કરાવે છે. જેને અંતે સાધક ૫૨મ અર્થને પામે છે. ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતા એ શ્રીજિનેશ્વર ભગવંતો પ્રત્યેની સન્મુખતા છે, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યેની સન્મુખતા છે. આવી સન્મુખતાથી સુદેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિ જાગે છે. મોહને ઘટાડવા માટે ભક્તિ જગાડવી પડશે. જેમ જેમ ભગવાન ઉપરની ભક્તિ વધશે, તેમ તેમ સંસારના પદાર્થો ઉપરનો મોહ ઘટશે. સ્ત્રી, ધન વગેરે પ્રત્યેના તિરસ્કારની વાતો કરવા માત્રથી પાર્થિવ પદાર્થો ઉપરનો ભાવ ઓછો થતો નથી. અનાદિકાળથી આપણે સંસાર સન્મુખ રહ્યા છીએ, ધર્મમહાસત્તાથી વિમુખ રહ્યા છીએ. ભવમાં ભ્રમણ કરાવનાર દુ:ખોત્પાદક કારણોની સન્મુખ રહ્યા છીએ. ભવથી મુક્ત કરાવનાર, સાત્ત્વિક સુખોત્પાદક કારણોથી વિમુખ રહ્યા છીએ. આરાધનામાં વેગ ધર્મમહાસત્તા પ્રત્યેની સન્મુખતાથી આપણને સ્પષ્ટ સમજાય છે કે દુઃખી થવાનો માર્ગ અ૫કા૨ીઓને ન ભૂલવામાં અને ઉપકારીઓને ભૂલવામાં છે. સુખી થવાનો માર્ગ અપકારીઓને ભૂલવામાં અને ઉપકારીઓને ન ભૂલવામાં છે. . માટે પોતાના અપકારીઓને ભૂલી જવા. પોતાના ઉપકારીઓને યાદ કરવા. અપકાર કરવો છોડી દેવો અને અપકારીઓ પ્રત્યે પણ ઉદાર બનવું. ધર્મમહાસત્તાની સન્મુખ રહેવાથી સમજાય છે કે જો આપણે દુ:ખ ન જોઈતું હોય તો દુઃખ આપવું બંધ કરવું પડશે. જો આપણે સુખ જોઈતું હોય તો સુખ આપવું શરૂ ૧૦૨ ૭ ધર્મ-ચિંતન Page #120 -------------------------------------------------------------------------- ________________ કરવું પડશે. માટે દુઃખ આપનારને ભૂલો. સુખ આપનારને સતત યાદ કરો. આજ સુધી કેટલાને દુઃખ આપ્યું છે તે યાદ કરો, આજ સુધી કેટલાની પાસેથી સુખ લીધું છે તે યાદ કરો. “વિશ્વમાં કોઈ પણ જીવ દુઃખી ન થાઓ” એ વિચાર બીજાને આપેલા દુઃખનું પ્રાયશ્ચિત છે. “વિશ્વમાં સર્વ જીવો સુખી થાઓ” એ વિચાર લીધેલા સુખના ઋણમાંથી મુક્ત કરે છે. સમગ્ર વિશ્વના સર્વ જીવો સાથેના સંબંધની સ્પષ્ટતા હૃદયગત થયા પછી આરાધના જીવંત બને છે, જીવંત આરાધનામાં વેગ આવે છે. ધર્મમહાસત્તા સંબંધી વિચાર આરાધનાના વેગમાં અત્યંત સહાયક છે. જેને ભજવાથી સંસાર વધે એવો કુદેવ તે મહામોહ. જેને ભજવાથી શિવપદ મળે એવા સુદેવ તે મહામોહજેતા શ્રીજિનેશ્વર ભગવાન. એ દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞાનો આરાધક પરહિતપરાયણતાના પરમપવિત્રપદનો અધિકારી બને, જગતના બધા જીવોના હિતનો સતત સજાગ અને સક્રિય રક્ષક બને. આજ્ઞાની આરાધના એટલે ધર્મમહાસત્તાના ત્રિભુવનહિતકર કાર્યને ત્રિવિધે અનુસરવું તે. ધર્મ સન્મુખ બનવું તે. સ્વાર્થ વિમુખ બનવું તે. પરમાર્થરસિક બનવું તે. પરમજીવનનું અર્થીપણું ખીલવવું તે. ધર્મ-ચિંતન ૦ ૧૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્રનું દર્શન-૧ શ્રીકાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ) (સમર્પણભાવમૂલક ફુરણાઓના મંગલ, મનોહર ચિત્ર જેવો આ પત્ર-લેખ એના શાશ્વતપદપ્રદાયક મહામંત્ર શ્રીનવકારને માફકસરની આંતર્ સ્થિતિ સર્જવામાં અવશ્ય પ્રેરણાદાયી બની રહે એવી સ્વાભાવિક તેની ગુણવત્તા છે. તેની સપાટીની ભીતરમાં ઝળહળતા ભાવને ભાવ આપવાથી તેનો સ્પષ્ટ અનુભવ થાય તેમ છે. સં.) કલ્પવૃક્ષ બીજારોપણ પ્રિય કમલ, તારા પત્રો મળ્યા છે. પ્રત્યુત્તરના વિલંબ માટે ક્ષમા કરજે. શ્રીનમસ્કાર મહામંત્રની સાધના માટે તારો રસ વધતો જાય છે તે જાણી આનંદ ! મારા પત્રો તારા આંતર વિકાસમાં સહાય કરે એમ ઇચ્છું છું. પરંતુ ક્યારેય ના ભૂલીશ કે પત્રો માત્ર સમજણ આપી શકે. તે સમજણ તારી પોતાની થયા વિના વિકાસ શક્ય નથી. શ્રીનમસ્કાર મહામંત્ર સંબંધી સમજણને ભાવમાં પલોટવી પડશે. મારા પત્રો જો માત્ર વિગતરૂપે વંચાશે તો કંઈ અર્થ નહિ સરે. તારી વ્યક્તિગત આરાધનાને વેગ મળે એ હેતુથી હું લખું છું. અને તેથી મારા પત્રોમાં કયારેક પરમ ઉપકારી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ધ્યાન સંબંધી તો કયારેક અશ્રાવ્ય ધ્વનિવિજ્ઞાનની અચિંત્ય શક્તિ સંબંધી, ક્યારેક માર્ગોનુસારિતાના ગુણો એટલે માનવતા કેળવવા સંબંધી તો કયારેક ડૉ. આઇન્સ્ટાઇનને સમજાયેલા વિશ્વ સિદ્ધાંત Unified Field Theory ક્યારેક વિચારોની અદ્ભુત અસર સંબંધી તો ક્યારેક સાધના માર્ગના વિદ્ગો સંબંધી વેરવિખેર સામગ્રી લખાય છે. એકાદ વિચારકણ જો તારી ભાવધારાને શુદ્ધ કરવામાં સહાયક બનશે તો મારું લેખન હું સાર્થક ગણીશ. જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ કૂંચી એક જ છે અને તે સ્યાદ્વાદ દષ્ટિ છે. આ લેખન સ્યાદ્વાદ દૃષ્ટિથી વાંચજે. સમગ્ર વિચાર અંશો જયાંથી પણ મળે ત્યાંથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરજે. સ્વત્વનું ઉદ્ઘકરણ શ્રીનમસ્કાર મહામંત્રની સાધના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રયોગ છે. ૧૦૪ - ધર્મ-ચિંતન Page #122 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનોની રચના સૂક્ષ્મ માનસશાસ્ત્રના ગૂઢ નિયમો Supra· Psychological Technique ને અનુસરીને પ્રાચીન મહાપુરુષોએ કરી છે. આવી ક્રિયાઓ અને અનુષ્ઠાનોની પાછળ ગંભીર રહસ્યો રહેલાં છે. પ્રત્યેક અનુષ્ઠાન સ્વત્વના ઉર્વીકરણ Sublimation of Self માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે. સ્વત્વનું ઉર્ધીકરણ એટલે આત્માની શુદ્ધિ કરવી,—આંતર પ્રકાશનું પ્રાગટ્ય કરવું–કર્મમળોને દૂર કરવા—આત્મિક ગુણો પ્રગટાવવા—ગુણ શ્રેણિમાં આગળ વધવું— જીવનનો વિકાસ સાધવો. પ્રત્યેક અનુષ્ઠાન પછી તે વ્યક્તિગત હોય કે સામૂહિક હોય, વિશિષ્ટ વૈજ્ઞાનિક પ્રયોગ તરીકે થવું જોઈએ. હું જયારે અહીં “વિજ્ઞાન” શબ્દ વાપરું છું, ત્યારે પશ્ચિમના સ્થૂલ વિજ્ઞાન Physical Scienceના અર્થમાં નહિ, પરંતુ જ્ઞાનને સૂક્ષ્મપણે–વિશેષપણે—સ્પષ્ટપણે સમજીને ક્રિયામાં આચારમાં ઉતારવાના પ્રયત્ન માટે વાપરું છું. તથા “પ્રયોગ” શબ્દ વાપરું છું, ત્યારે કોઈ તથ્ય પુરવાર કરવા જુદી જુદી રીતે પ્રયત્નો Experiments ક૨વા, એવા અર્થમાં નહિ પરંતુ પ્રકૃષ્ટ યોગ–પ્રકૃષ્ટપણે પોતાની જાતને ચોક્કસ પ્રક્રિયામાં જોડી દેવાના અર્થમાં વાપરું છું. અનુષ્ઠાનોની રચના પૂર્વપુરુષોએ એવી રીતે કરી છે કે જેથી સ્વત્વનો વિકાસ થાય જ. પ્રત્યેક અનુષ્ઠાન માનવ દેહ, માનવ મન અને માનવ આત્મા ત્રણેય સાથે સંબંધ ધરાવે છે. . Physiological and Psychological frame work of Human Self માનવદેહ, અને માનવમન સંબંધી આપણે ઘણું થોડું જાણીએ છીએ, તેથી દર્શન, જ્ઞાન અને ચારિત્રના પરસ્પર સંબંધને તથા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની Dynamic Effects જબ્બર અસરોને આપણે જાણતા નથી. વિદ્યુત અને લોહચુંબકની શક્તિ Power of Elctricity and Magnetismથી આપણે પરિચિત છીએ. અશ્રાવ્યધ્વનિની શક્તિ Supersonics સંબંધી આપણે જાણીએ છીએ. હાઇડ્રોજન બોમ્બ અને કોબોલ્ટ બોમ્બની શક્તિથી આપણે જાગૃત છીએ. વિચારની અસર પરંપરા Effects and countereffects of Thought • ભાવનાની અચિંત્ય શક્તિથી આપણે અજાણ છીએ અને તે સંબંધી જાણવાનો કંઈ પણ ધર્મ-ચિંતન ૦ ૧૦૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ સજીવ પ્રયત્ન આપણે કરતા નથી. દુર્ભાવોનું વિષ દૂષિત થયેલો આહાર આપણે ખાતા નથી, રોગ થવાનો ભય છે. ગટરનું ગંદુ પાણી આપણે પીતા નથી, હાનિ થવાની શક્યતા છે. Dirty Water : Danger ગંદા પાણી સંબંધી ભયના પાટિયાં હોય છે. વિદ્યુતના સાધનોથી આપણે સાવધ રહીએ છીએ. વિદ્યુતનો આંચકો મૃત્યુનું કારણ થઈ પડે તે આપણે જાણીએ છીએ. Electricity high voltage : Danger વિદ્યુત સંબંધી ભયના પાટિયાં હોય છે. પરંતુ અસદ્ વિચારોથી બચવાના આપણા પ્રયત્નો સામાન્ય અતિ સામાન્ય છે. પ્રત્યેક અસદ્ વિચાર વિદ્યુતના આંચકાથી વધુ પ્રાણઘાતક છે. Evil Thoughts : Danger અસદુ વિચારોથી સાવધ રહેવાનું સૂચન કરતાં પાટિયાં ક્યાં છે ? પ્રત્યેક અસદ્ વિચાર ભાવમૃત્યુનું કારણ છે. આ પરમ વૈજ્ઞાનિક સત્ય આપણને કયારે સમજાશે !. સદુભાવની સુંદર અસરો અને દુર્ભાવની ઘાતક અસરો સંબધી સજીવ સમજણ ક્યારે જાગશે ? ક્રોધનો, ઇર્ષાનો, ભયનો, લોભનો એકાદ ભાવ કેવું કાલકૂટ વિષ ઉત્પન્ન કરે છે, તે આપણે જાણતા નથી. આજના વિજ્ઞાને સિદ્ધ કર્યું છે કે દુર્ભાવો આપણા દેહમાં વિષ ઉત્પન્ન કરે છે. આ વિષથી શરીરમાં જુદા જુદા રોગો થાય છે. આજનું વિજ્ઞાન આવા રોગોને Psychoconatic Diseases માનસિક અસરથી થતા શારીરિક રોગો કહે છે. પ્રત્યેક દુર્ભાવ વિજળીનો ઘાતક આંચકો છે. પ્રત્યેક દુર્ભાવ પ્રતિક્ષણનું આંતર મૃત્યુ છે. વિજળીના આંચકાનો આપણને ભય છે, બાહ્ય મૃત્યુનો આપણને ભય છે. હજી દુર્ભાવો, અસદ્ વિચારોનો ભય આપણને જાગ્યો નથી. કમલ, શ્રીનવકારમંત્રની સાધના કલ્પવૃક્ષનું બીજરો પણ છે. આ બીજ વાવતાં ૧૦૬ - ધર્મ-ચિંતન Page #124 -------------------------------------------------------------------------- ________________ પહેલાં હૃદયભૂમિમાંથી દુર્ભાવોનું ઝેર દૂર કરવું પડશે. શ્રીનવકારની સાધના મનમાં આવતા દુર્ભાવોને ઓછા કરે છે, દૂર કરે છે. સાધના દરમિયાન દુર્ભાવો આવે તેની ગ્લાની હોય, દુ:ખ હોય, દુર્ભાવો કરવાના ન હોય, પોષવાના ન હોય. સર્વ જીવો પ્રત્યે સદ્ભાવ શ્રીનવકા૨ના અનુષ્ઠાનને હું વૈજ્ઞાનિક પ્રયોગ એ માટે કહું છું કે નવકારનો આરાધક પોતાની જાતને પ્રત્યેક પળે તપાસે. મારો અહંકાર કેટલો ઘટે છે ? ઇર્ષા, ક્રોધ, દ્વેષના દુર્ભાવો કેટલા ઓછા થાય છે ? શ્રીપરમેષ્ઠિ નમસ્કાર વડે મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થના ભાવો કેટલા વધે છે ? કમલ, સાધનાની શરૂઆતમાં દુર્ભાવો ભલે ન જાય પરંતુ દુર્ભાવો હોવાની વેદના જાગવી જોઈએ. દુર્ભાવો સદ્ભાવોમાં કઈ રીતે પલોટાય તેની મથામણ થવી જોઈએ. દુર્ભાવોનું મૂલ આપણી અશુભ ઇચ્છાઓ છે. “મને જ સુખ મળો અને મારું જ દુઃખ ટળો” આ ઇચ્છા સૌથી વધુ કનિષ્ટ કોટિની અને સૌથી વધુ પીડાકારક છે. આ અયોગ્ય અને અઘટિત ઇચ્છા વડે અનેક પ્રકારની પીડાઓ જીવ અનુભવે છે. કેવળ પોતાના જ સુખ દુઃખ સંબંધી તીવ્ર સંક્લેશના અશુભભાવમાંથી સર્વ દુર્ભાવો જાગે છે. સર્વ દુર્ભાવોને દૂર કરનાર ભાવ ધર્મ છે. આહારની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુક્ત થવા માટે તપ ધર્મ છે. અર્થની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુક્ત થવા માટે દાન ધર્મ છે. કામની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુક્ત થવા માટે શીલ ધર્મ છે. સર્વ દુર્ભાવોથી મુક્ત થવા માટે ભાવ ધર્મ છે. અસદ્ વિચારોમાંથી બચવા માટે શુભ ભાવનાનો માર્ગ શ્રેષ્ઠ છે. કમલ, સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થવાનો, સંપૂર્ણ સુખી થવાનો, શ્રીનમસ્કારની સાધના સફળ કરવાનો અમોઘ ઉપાય મૈત્યાદિ પ્રશસ્ત ભાવનાઓ છે. જેમ કાંટાથી કાંટો કાઢી શકાય છે, તેમ કનિષ્ટ કોટિના અધમ સ્વાર્થી ભાવને ઉત્તમ કોટિની પ્રશસ્ત ભાવનાઓથી દૂર કરી શકાય છે. આપણે માત્ર પોતાના જ સુખ કે દુઃખની ચિંતા કરવાને ટેવાયેલા છીએ અને ધર્મ-ચિંતન - ૧૦૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ તેના પરિણામે તીવ્ર સંકલેશને અનુભવીએ છીએ. બીજાની હિત ચિંતારૂપ મૈત્રી આદિ ભાવનાઓથી જ્યારે મન વાસિત થાય છે, ત્યારે ચિત્તને સુખ અને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. શ્રીનવકારની સાધના આધ્યાત્મિક કલ્પવૃક્ષનું બીજારોપણ છે. આવું સુંદર બીજ વાવતાં પહેલાં હૃદયભૂમિને વિશુદ્ધ બનાવવી જોઈએ. આ વિશુદ્ધિનો પરમ ઉપાય સર્વના શ્રેષ્ઠ હિતનો ભાવ છે. પ્રત્યેક ધર્માનુષ્ઠાનની સફળતાનો આધાર મૈત્ર્યાદિ પ્રશસ્ત ભાવનાઓની દઢતા ઉપર અવલંબેલો છે. જો શ્રીનવકારની સાધના પાછળ આ પ્રશસ્ત ભાવનાઓનું બળ હશે, તો જ તે શીઘ્ર સફળ થશે. દાન, શીલ અને તપ પણ જ્યારે ભાવ ધર્મ સાથે ભળે છે, ત્યારે જ તે લોકોત્તર ધર્મસ્વરૂપ બને છે. સાધનાનું પ્રથમ પગલું દુર્ભાવો પ્રત્યેના રાગને ગુણ તથા ગુણી પ્રત્યેના રાગમાં પલોટવાનું છે. ગુણદ્વેષને દુર્ભાવો પ્રત્યેના દ્વેષમાં પલોટવાનું છે. આપણે ક્ષય અને કેન્સરના રોગને ધિક્કારીએ છીએ. પરંતુ રોગી પ્રત્યે તો આપણી કરુણા છે. કમલ, તું પાપને ભલે ધિક્કારજે, પરંતુ અવિનીત, નિર્ગુણ, વિપરીત વૃત્તિવાળા પાપી જીવો પ્રત્યે તો કરુણા ભાવના અને મધ્યસ્થ ભાવના મનમાં ભાવવી જોઈએ. અને તો જ શ્રીનવકાર મહામંત્રરૂપી કલ્પવૃક્ષનું બીજારોપણ શક્ય બનશે. શ્રીનવકારજાપની ક્રિયા એટલે સમતા-પછેડી વણવાની ક્રિયા. એ પછેડી જેમ જેમ વણાતી જાય તેમ તેમ આત્મા સ્વભાવમાં આવતો જાય. પછેડી પૂરી વણાઈ રહે ત્યારે આત્મા પોતાના પરમસ્વરૂપને વરે. ૧૦૮ ૦ ધર્મ-ચિંતન Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્રનું દર્શન-૨ (આ પત્ર-લેખ, દુર્ભાવ-સદ્ભાવ, વિવેક, માનસિક પ્રામાણિકતા, અનુષ્ઠાનરહસ્ય તેમ જ સામાન્ય ઇચ્છા અને પોલાદી ઇચ્છાશક્તિ પર સુંદર પ્રકાશ ફેંકે છે. લેખમાંના ભાવને ઠેસ ન વાગે તેવી માવજતભરી તેની ભાષા છે. સં.) (૨) વૈજ્ઞાનિક પ્રયોગ પ્રિય કમલ, તારો પત્ર મળ્યો છે. સાધનાના આરંભકાળમાં અસદ્ વિચારો ઉભરાય તેથી ભય પામવાનું નથી. પરંતુ દુર્ભાવને સદ્ભાવ મનાવવાની–માનવાની બાલીશ ચેષ્ટા સાધનામાં હાનિકારક છે. અહંભાવને સ્વમાનનું ગૌરવ માનવું, દૃષ્ટિરાગને ધર્મપ્રેમ માનવો, ઝનુનને દઢતા માનવી, વિગતોને જ્ઞાન માનવું-એ બધું સાધના માર્ગમાં જબ્બર વિઘ્નરૂપ છે. માનસિક પ્રામાણિકતા સાધનામાં અતિ અગત્યની છે. આરાધક પોતાની સમજણ અનુસાર પ્રામાણિકપણે સત્યને સમજવાનો પ્રયત્ન કરે. અને સત્ય સમજણના આ પ્રયત્નમાં સર્વ જીવોના હિતનો ભાવ જાગૃત રાખે. પોતાના એકાંત મત તરફ યુક્તિને ખેંચવાની ચેષ્ટા કરનાર સત્યને નહિ પામી શકે. ભાવશૂન્ય તીક્ષ્ણ બુદ્ધિ બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલી આકર્ષક જણાતી હોય, તો પણ સાધના દષ્ટિએ તેનું કશું જ મૂલ્ય નથી. સાચી બુદ્ધિ તે છે કે જે સદ્ધસ્તુ પ્રત્યે, સટ્વસ્તુને સિદ્ધ કરનાર યુક્તિ પ્રત્યે સદ્ભાવ જગાડે. સાધનામાં સદ્ભાવનું મહત્ત્વ ઘણું છે. કમલ, સદ્ભાવો પ્રગટાવવાની આપણી ઇચ્છા (Wishings) છે, પરંતુ ઇચ્છાશક્તિ (Will Power) નથી. ઇચ્છાશક્તિના અગ્નિ વિના આપણા સર્વ પ્રયત્નો સાધના માર્ગમાં ગોકળગાયની ગતિના રહેશે. આત્મવીર્યની અતિ મંદ સ્ફુરણા આરાધના માટેના આપણા પ્રયત્નો ચાલુ છે, એ વાતનો આનંદ છે પરંતુ આ મંદ ગતિમાં આપણો સંતોષ છે, એ વાતની વેદના છે. સાધના માર્ગ પરની આપણી મંદ ગતિથી, (With very low speed, the Soul ધર્મ-ચિંતન ૦ ૧૦૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ Energy is not raised and the goal remains unattained) અતિ મંદ પ્રયત્નને લીધે આત્મવીર્યની સ્ફુરણા થતી નથી અને સાર્થક પરિણામ દેખાતું નથી. કંઈને કંઈ લાભ થશે જ, એ સંતોષમાં આપણે કાળ નિર્ગમન કરીએ છીએ. આરાધકે વારંવાર વિચારવાનું છે કે આટલો જાપ થયો તો મનની ચંચળતા કેટલી ઓછી થઈ ? આટલું તપ થયું તો કષાયો કેટલા ઘટ્યા ? આટલો સ્વાધ્યાય થયો તો ચિત્તશુદ્ધિ કેટલી પ્રગટી ? દુર્ભાવોને સદ્ભાવોમાં પલટવા માટે કનિષ્ટ સ્વાર્થભાવને ઓછો કરી જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ, એ ભાવ કેળવવો પડશે. અનુષ્ઠાન કરનારા આપણે જો નિત્યજીવનમાં સ્વાર્થી, નિષ્ઠુર દુર્ભાવોથી ભરેલા જ હોઈએ, તો આ દુર્ભાવો ઘટાડવા આપણે સતત પ્રયત્નશીલ થવું પડશે. આ આધ્યાત્મિક બિમારી દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. ક્યારેક તો અનુષ્ઠાન વખતે જે વેગ હોય છે, તેટલોય વેગ અનુષ્ઠાન પૂરું થયા પછી જીવનવ્હેણમાં દેખાતો નથી. અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે આપણામાં જે આનંદ, ઉત્સાહ અને એકાગ્રતા હોય છે, તે સામાન્ય જીવનમાં શા માટે ટકી રહેતા નથી ? શું આપણે જાણતા નથી કે “અનુષ્ઠાનો” અને “ધાર્મિક ક્રિયાઓ” આપણા સમગ્ર જીવનને ઊંચે લાવવા માટે છે ? શું આપણે ધાર્મિક ક્રિયાઓ વેઠરૂપે કે માનસિક સંતોષ માટે કરીએ છીએ ? પરલોકનું ભાતું બાંધવા કરીએ છીએ ? શું સુખની લાલચ કે દુઃખના ભયને લીધે કરીએ છીએ ? કેમ જાણે આપણા અનુષ્ઠાનો અને ધાર્મિક ક્રિયાઓને જીવન સાથે કંઈ સંબંધ ન હોય ! આવા પ્રકારની આપણી બિમારીનો ગંભીરપણે આપણે કંઈ વિચાર કર્યો છે ? લોખંડનો ટુકડો “પ્રત્યેક સત્ પ્રવૃત્તિ ગમે તેટલી મંદ હોય, તો પણ કંઈને કંઈ લાભ અવશ્ય કરે જ છે.”—આ સત્ય હું સ્વીકારું છું. પરંતુ આ સત્ય (Cosmic vier-point) વિશ્વદૃષ્ટિનું છે. વિકસિત અવસ્થામાં સમજાય તેવું છે. (Individual view-point) પ્રત્યેક આરાધકનું વ્યક્તિગત સત્ય મારું વ્યવહાર સત્ય આ રહ્યું, આ હોવું જોઈએ. “સમય ઓછો છે. વિઘ્નો ઘણાં છે. મહામુશ્કેલીએ માનવભવ મળ્યો છે. મારા સમગ્ર બળથી ત્વરાએ “કાર્ય” સાધી લઉં.’ ૧૧૦ ૦ ધર્મ-ચિંતન Page #128 -------------------------------------------------------------------------- ________________ Elgll als! 241451 (Cosmic view point and Individual view point) વિકસિત અવસ્થાનાં સત્યો તથા પ્રારંભ અવસ્થાનાં સત્યોનો સમન્વય કરી શકે છે. ક્યાંય થોડી સત્ પ્રવૃત્તિ થતી હોય તો સાધકે વિચારવું કે “આ બીજમાંથી અંકુર જાગશે. સત્ પ્રવૃત્તિનો કંઈને કંઈ લાભ તો થશે જ.” બીજા માટેના આ વિચારે સાધક આનંદ પામે, પરંતુ સાધક પોતાની સાધના માટે તો વિચારે કે “મારી સતુ પ્રવૃત્તિમાં વેગ કયારે આવશે ! હજી મારો પુરુષાર્થ ઓછો છે.” સમય સમયનું અપ્રમત્તપણું મારામાં ક્યારે જાગશે !” આ વિચારે સતત શુભભાવનાશીલ રહેવાનો પ્રયત્ન કરે. ધાર્મિક ક્રિયા કે અનુષ્ઠાન કરનારો મોટો વર્ગ એ વાતથી આજે અજાણ છે કે પ્રત્યેક “અનુષ્ઠાન” સ્વત્વના ઉદ્ઘકરણ (Sublimation of Self) માટેનો વૈજ્ઞાનિક પ્રયોગ છે, તેથી આપણી ગતિ મંદ છે. આ હકીકતથી આપણે પરિચિત થઈએ તો ગતિમાં વેગ આવે. આજે તો આપણે ચુલાના ધીમાં તાપમાં લોખંડનો ટુકડો મૂકી ધીમે હાથે હથોડાથી ટીપીએ છીએ, ક્યારેક આ ટુકડો આકાર પામશે એવી ભ્રમણા સેવીએ છીએ. જીવત્વની નીચેની ભૂમિકામાં આવી ભ્રમણા હોય, પરંતુ માનવીને એ ન શોભે. અને કોઈપણ પ્રામાણિક આરાધકને તો એ ન જ શોભે. માનવ સમય (Human Time) અને માનવ શક્તિ (Human Energy)નો એક એક કણ અતિ કિંમતી છે. મારો લોખંડનો ટુકડો આકાર નથી પામતોતો કેમ નથી પામતો ? હથોડાની ખામી છે ? શું એરણની ખામી છે ? શું હથોડા પાછળ વપરાતા મારા બળની ખામી છે ? કે શું લોખંડને વાળતા પહેલાં જે ભઠ્ઠીમાં તેને ગરમ કરવું પડે, તે ભઠ્ઠીની ખામી છે? માત્ર ઇચ્છા નહિ, ઇચ્છાશક્તિ શું જીવનમાં સાધનાની અનિવાર્ય જરૂરીયાત મને સમજાય છે ? દુર્ભાવો વડે સાધના દૂષિત ન બને, નિષ્ફળ ન બને તે માટેના મારા સર્વ શક્ય પ્રયત્નો છે ? કોઈ કહેશે કે ધાર્મિક ક્રિયાઓ અને અનુષ્ઠાનો કરનારમાં ધીમે ધીમે બધુંય ધર્મ-ચિંતન • ૧૧૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ આવશે. હજી એકડો તો ઘૂંટવા દો. હું પણ હજી એકડો ઘૂટું છું. હું સ્વીકારું છું કે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ આપણે ઘુંટવું તો પડશે જ. પરંતુ એકડાનું મહત્ત્વ માત્ર એકડામાં નથી, અન્ય અંકો સાથેના તેના (Relation) સંબંધમાં છે. અક્ષરોનું મહત્ત્વ પણ એકબીજા સાથેના સંબંધમાંથી અર્થને પ્રગટાવવામાં છે. સર્વ અંકો અને સર્વ અક્ષરો આપણે પ્રયત્નપૂર્વક શીખવા પડશે. એકેયની ઉપેક્ષા કર્યા વિના, સર્વનું યોગ્ય મહત્ત્વ સમજીને. મને દુઃખ છે–પારાવાર દુઃખ છે. તે ઠંડા પડેલા લોખંડને ટીપવાનું છે–નિષ્ક્રિય મનથી “એકડો” અને સદાય માત્ર “એકડો” જ ઘુંટવાનું છે. શરૂઆતમાં માત્ર સામાન્ય ઇચ્છા (Wishing) ચાલશે. પછીથી, ઇચ્છાશક્તિ (Will) પ્રગટવી જોઈએ. માત્ર ઇચ્છાશક્તિ સતત જાગૃતિ પ્રગટાવશે, આગળનો પંથ . અતિ દુષ્કર છે. ત્યાં સતત જાગૃતિ વિના એકેય પગલું શક્ય નથી. જુદાજુદા “અનુષ્ઠાન” લોખંડને ટીપવા માટે–આકાર આપવા માટે છે, સતત જાગૃતિની ભઠ્ઠીમાં “અપ્રમાદ"નું સુવર્ણ પાકે છે. કમલ, તારા જીવનમાં તું નવકારની સાધના સમજણ અને શ્રદ્ધાપૂર્વક કરે, પ્રીતિ અને ભક્તિપૂર્વક કરે, અનિવાર્ય જરૂરિયાતરૂપે કરે, વૈજ્ઞાનિક પ્રયોગરૂપે કરે. परोपकारः सततं विधेयः, स्वशक्तितो ह्युत्तमनीतिरेषा ।' न स्वोपरकाराच्च स भिद्यते तत तं कुर्वतैतद् द्वितीयं कृतं स्यात् ॥ - ઉપદેશરત્નાકર–પીઠિકા શ્લો૦ ૧૩. ભાવાર્થ :- પોતાની શક્તિ અનુસાર પરોપકાર હંમેશા કરવો જોઈએ, કારણ કે એ ઉત્તમ પુરુષોની નીતિ છે. પરોપકાર એ પોતાના ઉપકારથી જુદો નથી. માટે પરોપકાર કરનાર વડે સ્વઉપકાર અને પરઉપકાર બને કરાય છે. . I ૧૧૨ - ધર્મ-ચિંતન Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર અને સામાયિક-૧ શ્રીકાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ) (રાગ-દ્વેષ અને કષાયોની ભયાનક ભૂતાવળને ભગાડી મૂકવામાં પ્રભુનામસ્મરણ તેમ જ ભાવપૂર્વકનો નમસ્કાર-એ અજોડ ઉપાય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો સાથે જીવનને જોડનારા નમસ્કારભાવની અચિંત્ય શક્તિનું સરસ, પ્રેરક તેમજ પ્રમોદવર્ધક પ્રતિપાદન ચિંતનાત્મક આ લેખમાં કરવામાં આવ્યું છે. સં.). (૧) નામ અને નમસ્કાર | સર્વ ધર્મશાસ્ત્રોએ નામનો મહિમા ઘણો ગાયો છે. નામમાં શક્તિ છે તેથી નમસ્કારમાં અનંતગણી શક્તિ છે. પરમાત્માનું નામ અચિંત્ય મહિમાવાળું છે. નામસ્મરણથી સુખ પ્રાપ્ત થાય છે. નામ સ્મરણથી શાંતિ પ્રગટે છે. સાહેબ નામ સંભારતા, કોટિ વિઘન ટળી જાય, રાઈ ભાર બસંદરા, કેતા કાઠ જલાય. પરમાત્માનું નામ યાદ કરવાથી કરોડો વિનો ટળી જાય છે. જેમાં રાઈ ભર અગ્નિ કાષ્ઠના સમુદાયને ભસ્મ કરી દે છે. આદિ નામ પારસ અહે, મન હૈ મેલા લોહ, પરસત હિ કંચન ભયા, છૂટા બંધન મોહ. પ્રભુનું નામ તો પારસમણિ છે અને મન તો મલિન લોખંડરૂપ છે. નામનો સ્પર્શ થતાં જ મન કંચનરૂપ બને છે અને મોહના બંધનનો ક્ષય થાય છે. નામ જો રતી એક હૈ, પાપ જ રતી હજાર, આધ રતી ઘટ સંચરે, જારિ કરે સબ છાર. એક રતી પરમેશ્વરનું નામ બસ છે. ભલે હજાર રતી પાપ કેમ ન હોય ! જો હૈયામાં અર્ધી રતી પણ પ્રભુનું નામ દઢ થઈ જાય તો સર્વ પાપ કર્મોનો ક્ષય કરી નાખે. પરમાત્માના નામનું બળ જો મેરુ પર્વત જેટલું છે, તો પરમાત્માને નમસ્કારનું બળ ચૌદ રાજલોક જેટલું છે. - જો નામરૂપી પારસમણિ મનરૂપી લોખંડને સુવર્ણરૂપ કરે છે, તો નમસ્કારરૂપી અચિંત્ય ચિંતામણિ આત્માને પારસરૂપ બનાવે છે. નામ પરિચય કરાવે છે. ધર્મ-ચિંતન ૧૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર સમર્પણ કરાવે છે. નામ એ જ્ઞાન છે. નમસ્કાર એ ક્રિયા છે. “નમસ્કાર”નું માનસશાસ્ત્ર નમસ્કારથી નમસ્કા૨ ક૨ના૨ જેને નમસ્કાર કરે છે, તેની તુલ્ય બને છે. પરમાત્માને નમસ્કાર, પરમ પવિત્ર સત્ત્વોને નમસ્કાર, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર આપણા આત્મગુણોને પ્રગટાવે છે. તથા શિવપંથનો હેતુ છે. सुचिरं पि तवो तवियं चिन्नं चरणं सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे र तओ तं गयं विहलं ॥ લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણા શાસ્રને ભણ્યો, પણ જો નમસ્કારને વિષે રતિ ન થઈ, તો સઘળું નિષ્ફળ ગયું જાણવું. पत्ता पाविस्संती पावंति य परमपयपुरं जे ते । पंचनमुक्कारमहारहस्स सामत्थजोगेणं ॥ ૫૨મ–પદ–પુ૨ને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સર્વે પંચ નમસ્કારરૂપી મહારથના સામર્થ્ય યોગે જ છે. શાસ્ત્રકારોએ સંકલેશ વખતે, કષ્ટ વખતે તથા ચિત્તની અરતિ અને અસમાધિ વખતે વારંવાર પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરવાનું ફરમાવ્યું છે. અસમાધિઓને અને અશાંતિઓને અદશ્ય કરવાનો સિદ્ધ, શીઘ્ર અને અમોઘ ઉપાય જ્ઞાનીઓએ શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારના અવલંબનનો બતાવ્યો છે. વિધિપૂર્વક તેનો આશ્રય લેનારને શ્રીનમસ્કાર મહામંત્ર અપૂર્વ શાંતિ આપે છે, અનંત કર્મોનો નાશ કરાવે છે, તેમ જ સદ્ધર્મ અને તેના પરિણામે મળતા અનંત સુખોનો ભાગી બનાવે છે. શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર એ ભાવધર્મનું બીજ છે અને ભાવધર્મની સિદ્ધિથી પ્રાપ્ત થનારા સ્વર્ગ અને અપવર્ગના સુખોનું પણ બીજ છે. સુખ મેળવવાના કે દુઃખ દૂર કરવાના અર્થી એવા આત્માઓએ નમસ્કાર જેવી અસાધારણ ચીજથી દૂર ન રહેવું જોઈએ. નમસ્કારની અચિંત્ય શક્તિ (power of Prayer) ૧૧૪ ૦ ધર્મ-ચિંતન Page #132 -------------------------------------------------------------------------- ________________ * શ્રીપરમેષ્ઠિ નમસ્કાર એ પરમ મંત્ર છે, એ પરમશાસ્ત્ર છે, સર્વ શાસ્ત્રોમાં શિરોમણિભૂત મહાશાસ્ત્ર છે. નમસ્કાર એ પ્રાર્થના છે, પરમમંગલ પ્રાર્થના છે. આ શ્રેષ્ઠ પ્રાર્થના ધર્મમહાસત્તા સાથે અનુસંધાન કરવાનો સરળ અને અનન્ય ઉપાય છે. નમસ્કાર વડે પરમ ઉપકારી પરમાત્મા સાથે સહજ તાદાભ્ય સાધી શકાય છે. નમસ્કાર એ માનવીને પરમેશ્વરત્વ પ્રત્યે લઈ જનારો પુલ છે. નમસ્કાર એ જીવત્વ અને શિવત્વ વચ્ચેની સીડી છે. નમસ્કાર એ સર્વશક્તિસંપન્ન પરમાત્માના આપણા ઉપરના, જીવમાત્ર ઉપરના અચિંત્ય ઉપકારોનું સ્મરણ છે. નમસ્કાર એ ધર્મમહાસત્તાની અપાર દયા અને નિઃસીમ કૃપાનો સ્વીકાર છે. (Acceptence of Boundless Mercy and Infinite Grace.) આધ્યાત્મિક જીવન પ્રગટાવવા માટે નમસ્કાર અનિવાર્ય છે. આધ્યાત્મિક જીવન કઈ રીતે પ્રગટાવવું ? જીવત્વના પગથિયાથી શિવત્વની ટોચ પ્રત્યે કઈ રીતે ચડવું? નમસ્કારની શ્રેષ્ઠ પ્રાર્થના કઈ રીતે કરવી ? નમસ્કાર એ ભાવધર્મનું બીજ છે. આ બીજમાંથી ફળ પ્રગટાવવાની પ્રક્રિયાનું નામ “સામાયિક” છે. નમસ્કાર રસસિદ્ધિનો કિમિયો છે. સામાયિક રસસિદ્ધિની ક્રિયા (Process) છે. નમસ્કાર પૂર્વાધ છે અને સામાયિક ઉત્તરાર્ધ છે. આપણે પ્રથમ નમસ્કારરૂપી પૂર્વાર્ધનો પરિચય પામીને પછી જ સામાયિકરૂપી ઉત્તરાર્ધને પ્રાપ્ત કરી શકીશું. આ લેખનમાં જ્યાં સદ્વિચારનો પ્રકાશ દેખાય તે અન્યને આભારી છે. તે સર્વ પ્રત્યે હું કૃતજ્ઞતાભાવ દર્શાવું છું. જ્યાં જે કાંઈ ખામી હોય તે મારી ઉણપ તથા અજ્ઞાનતાને લીધે છે. સિદ્ધાંતથી વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું મિચ્છામિ દુક્કડ દઉં . ધર્મ-ચિંતન ૧૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર અને સામાયિક-૨ (‘જે જેના ગુણ ગાય, તે તેના જેવો થાય.' એ સૂત્રના રહસ્યને આ લેખ ખૂબ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે. શ્રીનવકાર પ્રત્યેનો અવિહડ રાગ એટલે ગુણીના ગુણનો સાચો અનુરાગ એ હકીકતનું આ લેખમાં હૃદયસ્પર્શી વિવેચન છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ગુણમાં રમણતા કેળવવામાં સહાયભૂત થશે. સં.) (૨) શ્રેષ્ઠ પ્રાર્થના નમસ્કાર એ શ્રેષ્ઠ પ્રાર્થના છે, આ શ્રેષ્ઠ પ્રાર્થના સહજ સ્વાભાવિકપણે કરવાની પદ્ધતિ (Act of spiritual discipline spontaneously practised એ સામાયિક છે. નમસ્કાર એ સર્વોચ્ચ શરણાગતિ છે, અનન્ય સમર્પણ છે. નમસ્કારભાવ માનવહૃદયની અંદર અવશ્ય રહેલો છે. માનવહૈયું આપત્તિ સમયે, દુઃખની પળોમાં કે સંકલેશ પ્રસંગે સર્વ સમર્થનું શરણ ઝંખે છે, પરમાત્માની કૃપાને ઇચ્છે છે, પરમ સત્તાની સહાયને વાંછે છે. આ ઝંખના, આ ઇચ્છા, આ વાંછા એ પ્રાર્થના છે. નમસ્કાર એ સર્વ શ્રેષ્ઠ પ્રાર્થના છે. નમસ્કાર સર્વ શ્રેષ્ઠ પ્રાર્થના છે, કારણ કે તે દ્વારા જે પુરુષોની આરાધના કરવામાં આવે છે, તે બધા વીતરાગ અને નિઃસ્પૃહ મહાત્માઓ છે.. અન્ય પ્રાર્થનાઓના આરાધ્ય દેવો સંસારી, સ્પૃહાવાળા અને સરાગી આત્માઓ હોય છે. નમસ્કારની પ્રાર્થનામાં સર્વાધિક શક્તિ હોવાનું કારણ એ પ્રાર્થનાના અધિનાયકોની પરમવિશુદ્ધિ છે. સરાગીની શક્તિ ગમે તેટલી મોટી હોય તો પણ વીતરાગતાની અચિંત્ય શક્તિમત્તા અને પ્રભાવશાળીતાની આગળ તે એક બિંદુ જેટલી પણ માંડ ગણાય. નમસ્કાર શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની અપાર કરૂણા પ્રત્યે આપણને સજાગ બનાવે છે. શ્રીનમસ્કાર મહામંત્રના વારંવારના રટણથી એ પરમપુરુષોના આપણા સર્વ ઉપરના અનંત ઉપકારોનું સ્મરણ થાય છે અને આપણો કૃતજ્ઞતાનો ભાવ (Sense of Gratitude) પ્રગટ થાય છે. આધ્યાત્મિક સાધનામાં ગુણાનુરાગનું મહત્ત્વ સુખનું મૂળ ગુણાનુરાગમાં રહેલું છે. દુઃખનું મૂળ ગુણદ્વેષમાં રહેલું છે. ગુણાનુરાગ વિના કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સાધના શક્ય જ નથી. જ્યાં સુધી આપણામાં ગુણદ્વેષ છે, ત્યાં સુધી મિથ્યાત્વ છે. આપણે વારંવાર ૧૧૬ • ધર્મ-ચિંતન Page #134 -------------------------------------------------------------------------- ________________ વિચારવું જોઈએ કે કયારેક, ક્યાંય, કોઈનાય ગુણ પ્રત્યે આપણને સહેજ પણ દ્વેષભાવ થતો નથી ને ! આ માટે પ્રત્યેક સાધકે પોતાની જાતનું સૂક્ષ્મ નિરીક્ષણ (XRay obser. vation) કરવું પડશે. ગુણાનુરાગનો પ્રભાવ વર્ણવતાં પૂજય શ્રીયશોવિજયજી મહારાજ ફરમાવે છે કે : गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाऽधमबुद्धयः ॥१॥ ते च चारित्रसम्यक्त्व मिथ्यादर्शनभूमयः ।। अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यम् यथाबलम् ॥२॥ ગુણી, ગુણરાગી અને ગુણષી ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે. શાસ્ત્રમાં તેને અનુક્રમે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમબુદ્ધિવાળા કહ્યા છે. તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યક્ત અને મિથ્યાત્વની ભૂમિકા પર રહેલા છે. માટે પ્રથમની બે ભૂમિકા માટે શક્તિ મુજબ પ્રયત્નશીલ રહેવું જોઈએ. જે પોતે જ ગુણી છે એ, ચારિત્રવાનું છે, માટે ઉત્કૃષ્ટ છે. ગુણાનુરાગી એ સમ્યક્તવાન છે, માટે મધ્યમ છે. ગુણષી એ મિથ્યાદષ્ટિ છે, માટે અધમ છે. પોતાનામાં અધમતાં ન આવી જાય તે ખાતર ગુણવાન ન બની શકાય તો પણ ગુણાનુરાગી તો રહેવું જ જોઈએ. ગુણાનુરાગી આત્મા ગુણવાનું ન હોવા છતાં ગુણસ્તુતિ અને ગુણપ્રશંસાના યોગે સમ્યક્તવાનું રહી શકે છે. - પરમેષ્ઠિ નમસ્કાર એ ગુણસ્તુતિ અને ગુણાનુરાગરૂપ હોવાથી સમ્યત્ત્વની • ભૂમિકાને ટકાવી રાખનાર છે, તેથી પ્રત્યેક સમ્યગ્દષ્ટિ જીવોનો તે આધાર છે, પ્રાણ છે, આશ્રય છે, પરમ આલંબન છે, આત્મા છે. નમસ્કાર એટલે ગુણાનુરાગ પરમેષ્ઠિ નમસ્કારના મૂળમાં ગુણાનુરાગ રહેલો છે. ગુણહીન જીવોની ઉન્નતિમાં મુખ્ય હેતુ ગુણાનુરાગ છે. - જયાં સુધી જીવમાં દોષ રહેલા છે, ત્યાં સુધી તે દોષોમાંથી મુક્ત થવા માટે જેમ તે દોષોની પુનઃ પુનઃ નિંદા અને ગહ આવશ્યક છે, તેમ જ્યાં સુધી જીવમાં ગુણોનો અભાવ છે, ત્યાં સુધી તે ગુણોની પ્રાપ્તિ માટે ગુણસ્તુતિ અને ગુણપ્રશંસા પણ તેટલી જ જરૂરની છે. દોષોના સેવનમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તેના કરતાં ધર્મ-ચિંતન • ૧૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ દોષોનું સેવન કર્યા બાદ તેની નિંદા, ગર્હા, આલોચના કે પ્રાયશ્ચિત્ત નહિ કરનારને તે ઘણું વધતું જાય છે. અનંતગુણું પણ બની જાય છે. એ જ નિયમ ગુણોના વિષયમાં પણ લાગુ પડે છે. કોઈ ગુણ જીવમાં ન હોવો એમાં તેટલી દોષ પાત્રતા નથી, જેટલી છતી શક્તિએ ગુણવાનની સ્તુતિ કે પ્રશંસા, વિનય કે ભક્તિની ઉપેક્ષા કરવામાં દોષપાત્રતા રહેલી છે. એ કારણે દોષના પ્રતિક્રમણની જેમ ગુણોની સ્તુતિને પણ શાસ્ત્રકારોએ એક આવશ્યક કર્તવ્ય તરીકે પ્રબોધેલ છે. ચતુર્વિંશતિસ્તવ (લોગસ્સાદિ) તે ગુણસ્તુતિરૂપ છે. ગુણસ્તુતિ વિના ગુણહીનતા નિવારણનો બીજો કોઈ સચોટ ઉપાય શાસ્ત્રકારોએ જોયો નથી. જ્યાં સુધી ગુણસ્તુતિના માર્ગે જીવ વળે નહિ, ત્યાં સુધી ગુણહીન અવસ્થામાંથી મુક્તિ મળે નહિ. જો આપણે આપણી ગુણહીન અવસ્થા દૂર કરવી હોય તો ગુણાનુરાગ અને ગુણસ્તુતિના માર્ગે અવશ્ય વળવું પડશે. પંચપરમેષ્ઠિ પરમ ગુણવાન છે અને તેથી પરમેષ્ટિ નમસ્કાર પરમગુણસ્તુતિરૂપ છે, પરમસ્તુતિવાદરૂપ છે. પરમેષ્ઠિ નમસ્કાર એ ત્રણે કાળ અને ત્રણે લોકમાં થઈ ગયેલા, થઈ રહેલા અને થનારા મહર્ષિઓને પ્રમાણરૂપ હોવાથી તે શ્રેષ્ઠ ગુણાનુરાગરૂપ છે અને શ્રેષ્ઠ ગુણસ્તુતિરૂપ છે. પરમાત્મભાવનું બીજ સમ્યગ્દષ્ટિ આત્મા માટે ગુણાનુરાગ અને ગુણસ્તુતિ એ મુખ્ય ચીજ છે. તેના વિના એનું આંતર્ જીવન-અંતરાત્મભાવ ક્ષણવાર પણ ટકી શકતો નથી. સમ્યક્ત્વની ભૂમિકા ટકાવી રાખવા માટે પરમેષ્ઠિ નમસ્કાર એ અનિવાર્ય છે. શ્રી ‘અધ્યાત્મસાર’ પ્રકરણના ‘યોગાનુભવ’ અધિકારમાં કહ્યું છે કે— विषयकषायावेशः, तत्त्वाऽश्रद्धा गुणेषु च द्वेषः । आत्माऽज्ञानं च यदा, बाह्यात्मा स्यात्तदा व्यक्तः ॥ १ ॥ વિષય કષાયનો આવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણોનો દ્વેષ અને આત્મતત્ત્વનું અજ્ઞાન એ બહિરાત્મનું સ્પષ્ટ લક્ષણ છે. આથી નક્કી થાય છે કે ગુણદ્વેષ ટળ્યા વિના બહિરાત્મભાવ જતો નથી અને અંતરાત્મભાવ પ્રગટતો નથી. ૧૧૮ ૦ ધર્મ-ચિંતન Page #136 -------------------------------------------------------------------------- ________________ ચોથા ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ સુધીની અવસ્થા અંતરાત્મભાવની અવસ્થા છે. એમાં સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમાદ અને શ્રેણિનું આરોહણ અંતર્ભાવ પામે છે. ક્ષપકશ્રેણિના અંતે પરમાત્મભાવ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન, યોગનિરોધ, કર્મનાશ અને સિદ્ધિનિવાસ, એ પરમાત્મભાવના લક્ષણો છે. એ રીતે ગુણાનુરાગ પરમાત્મભાવનું બીજ બની જાય છે. પરમેષ્ઠિ નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે. એનાથી ગુણાનુરાગ ન હોય તો જાગે છે અને હોય તો વધે છે. અંતરાત્મભાવને લાવનાર, તેને ટકાવનાર, વધારનાર અને છેવટે પરમાત્મભાવ સુધી પહોંચાડનાર પરમેષ્ઠિ નમસ્કાર છે. તેથી માર્ગનુસારીની ભૂમિકામાંથી માંડી સર્વ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિધર જીવોનું પરમેષ્ઠિ નમસ્કાર એ પરમ આવશ્યક કર્તવ્ય થઈ પડે છે. ધર્મના પ્રારંભથી અંત સુધી પ્રત્યેક ધર્માર્થી આત્માની ઉન્નતિમાં તે પરમ સહાયક થઈ પડે છે. પરમેષ્ઠિ નમસ્કાર સંપૂર્ણ આધ્યાત્મિક સાધના નમસ્કાર એ શ્રેષ્ઠ પ્રાર્થના છે. નમસ્કાર એ શ્રેષ્ઠ ગુણાનુરાગ છે. નમસ્કાર એ શ્રેષ્ઠ ગુણસ્તુતિ છે. નમસ્કાર કૃતજ્ઞતા (Sense of Gratitude) દર્શાવે છે. નમસ્કાર પરમ ઉપકારીઓના ઉપકારનો સ્વીકાર છે. પ્રાથમિક ભૂમિકામાં નમસ્કાર માત્ર દુઃખમુક્તિ કે સુખપ્રાપ્તિના હેતુ માટે હોઈ શકે, આવેલું વિઘ્ન ટાળવા કે ઇચ્છિત ફળને પ્રાપ્ત કરવા નમસ્કારભાવનું શરણ લેવાયું હોય. મધ્યમ ભૂમિકામાં મન, વચન કાયાની વિશેષ શુદ્ધિ થતાં કર્મમેલ ઓછો થતાં, જીવન પવિત્ર બનતાં નમસ્કાર ગુણાનુરાગ અને ગુણસ્તુતિરૂપ બની રહે છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને સર્વ સમર્પણના સ્વીકારરૂપ બની રહે છે. પરમાત્માના વિરહના અશ્રુરૂપ બની રહે છે. અર્થાત્ મધ્યમ અવસ્થામાં નમસ્કારભાવ પરમ શ્રેષ્ઠ સાથેના તાદાભ્યની તાલાવેલીરૂપ છે. ઉચ્ચ ભૂમિકામાં નમસ્કારભાવ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના અંતરતમ સાથે મિલન કરાવે છે. સર્વ પ્રત્યેના અનંત પ્રેમની અને સર્વ શ્રેષ્ઠ જ્ઞાનની (Boundless Love and Supreme Wisdom) પૂર્ણતા પ્રગટાવે છે. ધર્મ-ચિંતન • ૧૧૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારભાવને ઉચ્ચ ભૂમિકા સુધી પહોંચાડનાર સામાયિકની પ્રક્રિયા છે. નવકાર એ જ્ઞાન (Theory) છે. સામાયિક એ ક્રિયા (Practice) છે. નવકાર પરમાત્મભાવની ચાવી (Formula) છે. આ ચાવીને કાર્યકારી બનાવનાર પ્રયોગ (Experiment) સામાયિક છે. નવકાર અને સામાયિક બન્ને એક બીજાના પૂરક છે. સામાયિક વિના નવકાર અધૂરો છે. નવકાર વિનાનું સામાયિક નિષ્ફળ છે. નવકારપૂર્વકના સામાયિક વડે આધ્યાત્મિક સાધના સંપૂર્ણ બને છે. નમસ્કાર ત્યાં ચમત્કાર કેઈ કાળથી એક કહેવત લોકમાં પ્રચલિત છે : “ચમત્કાર ત્યાં નમસ્કાર” અથવા “ચમત્કાર વિના નમસ્કાર નહિ.” આ કહેવત યાવચંદ્રદિવાકરી જેવી છે. પરંતુ, મૂળ હકીકત એથી ઉલટી જ છે, એનો વિચાર ભાગ્યે જ કોઈએ કર્યો હશે. જેમણે કર્યો છે તેમને તો ખાત્રી થઈ છે, કે “ચમત્કાર ત્યાં નમસ્કાર કહેવતની જનેતા નમસ્કાર ત્યાં ચમત્કાર” છે. આ દુનિયામાં ચમત્કારિક શક્તિઓ ધરાવતા જે જે સાધુ, સંત, પયગંબર, તીર્થકર ઇત્યાદિ ભગવંતોને લોકોએ નમસ્કાર કર્યો છે, તે બધા જ ભગવંતોએ ચમત્કાર કરવાની શક્તિ “નમસ્કાર”માંથી જ મેળવી હતી. વિશ્વના કોઈપણ અધ્યાત્મગુરુનું જીવન તપાસશો, તો જણાશે કે તેમની પરમ ઉપકારક શક્તિઓ તેમનામાં રહેલા નમસ્કારભાવમાંથી જ પ્રગટી હતી. ચમત્કાર જોઈને નમસ્કાર કરવા દોડી જતા લોકોએ હવે એ સમજવાની જરૂર છે કે “નમસ્કાર દ્વારા ચમત્કાર સર્જી શકાય છે.” શરત એટલી જ છે કે પુરુષાર્થ દરેકે પોતે કરવો જોઈએ. સાધન તો હાજર છે. એ સાધનનું નામ જ “શ્રીનમસ્કાર મહામંત્ર” છે. એ મહામંત્રનું શરણ સ્વીકારવામાં ગુમાવવાનું કશું જ નથી, મેળવવાનું જ છે. ૧૨૦૦ ધર્મ-ચિંતન Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર અને સામાયિક-૩ (જીવન શિવસ્વરૂપને પ્રગટાવનારી પવિત્ર શક્તિ નમસ્કારભાવમાં છે. એ ભાવવડે ભીંજાયેલાં પરિણામ આત્મસમભાવવડે વાસિત થાય છે. મનનીય અને મૌલિક આ લેખમાં ઉપરના સત્યનું દર્શન થાય છે. સં.) (૩) નમ્રતા, કૃતજ્ઞતા અને સમર્પણ - પરમાત્મતત્ત્વ સાથે તાદાભ્ય સાધવાનો સર્વથી સરસ માર્ગ નમસ્કારભાવ છે. નમસ્કારભાવ પરમાત્મતત્ત્વ સાથે આપણા સંબંધને જોડે છે. આપણામાં રહેલા અહંકારભાવને ઓગાળે છે. આપણામાં રહેલા શુદ્ધભાવને જગાડે છે. નમસ્કારની ક્રિયા ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા છે. નમસ્કારભાવ પ્રત્યેક માનવીમાં સુષુપ્તપણે રહેલો જ છે. માનવમન પોતાનાથી અધિકનું શરણ ચાહે છે, પોતાનું સર્વસ્વ ક્યાંક સમર્પણ કરવા માટે ઝંખે છે. - જેમનામાં અહંકારભાવ છે, એવા મનુષ્યોના હૃદયમાં પણ નમસ્કારભાવનું બીજ અવશ્ય રહેલું છે. - જ્યારે માનવીને દુઃખ આવે છે, ભય થાય છે, પ્રતિકૂળ વાતાવરણ હોય છે ત્યારે તે પ્રાર્થના કરે છે. પ્રભુનું સ્મરણ કરે છે, પરત્માને પ્રાર્થે છે, ધર્મમહાસત્તાની સહાયને ઇચ્છે છે. નમસ્કારભાવને શરણ આવે છે. અહીં નમસ્કારભાવ નમ્રતારૂપે છે. નમસ્કારભાવ પરમ ઉપકારી પુરુષો પ્રત્યે આપણી કૃતજ્ઞતા દર્શાવે છે. તે વડે છે. આપણા પ્રત્યેની તેમની દયા અને કરુણાનો આપણે સ્વીકાર કરીએ છીએ. કૃતજ્ઞતાભાવ સર્વ ગુણોનું મૂળ છે. જેમના આપણા ઉપર ઉપકારો છે, તે ઉપકારો જો આપણને ન સ્પર્શે તો સમજવું કે હજી ધાર્મિકતા માટે આપણે અયોગ્ય છીએ. પોતે પોતાને ધાર્મિક માનવાથી કે માત્ર ધાર્મિકતાની વાતોથી કંઈ નહિ વળે. હૈયામાં ધાર્મિકતા માટેના પ્રાથમિક ગુણો નમ્રતા, વિનય, કૃતજ્ઞતા, અનુકંપા વગેરે સ્પર્શવા જોઈએ. નમસ્કારભાવ નમ્રતા લાવે છે, કૃતજ્ઞતાભાવ પ્રગટાવે છે અને સમર્પણભાવ સુધી પહોંચાડે છે. ધર્મ-ચિંતન ૧૨૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ આંતરવિશુદ્ધિનું અનન્ય સાધન નમસ્કાર અંતરની શ્રેષ્ઠ પ્રકારની વિશુદ્ધિ કરનારું અનન્ય સાધન છે. (“નમસ્કાર is the best purifier, and it cleanses the entire intermal system.) અહંકાર દૂર કરીને અને નમ્રતા પ્રગટાવીને, કૃતજ્ઞતાનો ક્ષય કરીને અને કૃતજ્ઞતા જગાડીને, સ્વાર્થભાવ ઓગાળીને અને સમર્પણભાવ લાવીને નમસ્કારભાવ આત્માનું વિશુદ્ધીકરણ કરે છે અને સામાયિકની શ્રેષ્ઠ ક્રિયા માટે આપણને યોગ્ય બનાવે છે. શ્રીનવકારનું શરણ લેનારને અવશ્ય મનની શાંતિ પ્રાપ્ત થાય છે, સમ્યગુ– બુદ્ધિનો પ્રકાશ પ્રાપ્ત થાય છે, હૈયાની વિશાળતા પ્રાપ્ત થાય છે અને શરીરની સ્વસ્થતા પણ પ્રાપ્ત થાય છે. અચિંત્ય શક્તિશાળી શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું શરણ પામીને આરાધક ભય, દ્વેષ અને ખેદથી રહિત બને છે. અભય, અદ્વેષ અને અખેદથી સહજ સ્વાભાવિક મનની શાંતિ પ્રગટ થાય છે. નમસ્કારભાવવડે અહંકારભાવનો ક્ષય થતાં મિથ્યાત્વ અને અજ્ઞાન દૂર થાય છે અને તેથી સમ્યબુદ્ધિનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. શાંત મન અને સમ્યબુદ્ધિ હૃદયને વિશાળ બનાવે છે અને દેહની સ્વસ્થતાનો આધાર પણ મોટે ભાગે મનની સ્વસ્થતા ઉપર છે. દ્રવ્યનમસ્કાર દેહની સ્વસ્થતાનો આધાર છે. ભાવનમસ્કાર મનની સ્વસ્થતાનો આધાર છે. દેહની સ્વસ્થતા અને મનની સ્વસ્થતા શ્રીનવકાર મંત્રના ઉચ્ચારણથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે ધ્વનિના કંપનો (Vibration) 24145741 244 21212 2477 &H 41212 (Gross Body and Subtle Body) ઉપર અસર કરે છે. મેરુદંડ અને મસ્તિષ્કની શીરાઓ (Spinal chord And Brain nerves) ઉપર આ ધ્વનિ તરંગોની સીધી અસર થાય છે. મંત્રના ઉચ્ચારણથી થતા ધ્વનિ તરંગો સાધકના શરીરના પ્રત્યેક પરમાણુની ગતિ ઉપર અસર કરે છે. પરમાણુઓની ગતિના ફેરફારથી એક વિશિષ્ટ પ્રકારની ઉષ્ણતા (Heat) ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રકારનું તપ દેહના પરમાણુઓની ગતિ પર અસર કરે છે અને તેથી પ્રગટતી ઉષ્ણતા વડે શરીરનો કચરો દૂર થતાં શરીરની શુદ્ધિ અને મનનો કચરો દૂર ૧૨૨ - ધર્મ-ચિંતન Page #140 -------------------------------------------------------------------------- ________________ થતાં મનની શુદ્ધિ થાય છે. તીવ્ર ઉષ્ણતાવડે આત્મપ્રદેશોની પણ શુદ્ધિ થાય છે. તપવડે શરીર સ્વસ્થ બને છે, તપવડે મન પ્રસન્ન થાય છે અને તપવડે આત્મા કર્મમળોથી મુક્ત બને છે. આ માત્ર દાર્શનિક દલીલ નથી, પણ અનુભવસિદ્ધ સત્ય છે. દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર બને મળીને કાયયોગ, વચનયોગ અને મનોયોગની શુદ્ધિ કરે છે, દેહની સ્વસ્થતા અને મનની શાંતિ પ્રાપ્ત કરાવે છે. નમસ્કારભાવ વડે નમ્રતા પ્રગટે છે અને નમ્રતા માનસિક સ્વસ્થતા (Mental Relaxation) ની ચાવી છે. પોતાને ઓળખ Know Theyself અહંકાર બુદ્ધિને કલુષિત કરે છે. કૃતજ્ઞતા બુદ્ધિને સંકુચિત કરે છે, અવિનય બુદ્ધિમાં જડત્વ લાવે છે. નમ્રતા બુદ્ધિને સ્વચ્છ કરે છે. કૃતજ્ઞતા બુદ્ધિને વિશાળ કરે છે. વિનય બુદ્ધિમાં ચેતના લાવે છે. - નમસ્કારભાવ વડે બુદ્ધિ પરિશુદ્ધ થઈ સંતુલિત બને છે. માત્ર સમ્યબુદ્ધિ સત્યનો પરિચય પામી શકશે. (Completely well balanced intelligence cna fathom Truth) માનવીતું તને પોતાને ઓળખ ! (Man know Thyself) સર્વ પ્રથમ અગત્ય પોતે પોતાને ઓળખવાની છે. તત્ત્વજ્ઞોએ આ સત્ય કહ્યું છે, તેની પાછળ ગંભીર રહસ્ય ભરેલું છે. તત્ત્વજ્ઞો કહે છે કે “તારા સંશોધનનો વિષય તું પોતે જ છે” (Thouart Thyself the object of they search.). આ સત્યનો પરમ અર્થ ભલે આત્મતત્ત્વનો નિર્દેશ કરતો હોય પરંતુ તેનો પ્રાથમિક અર્થ નમસ્કારભાવનો નિર્દેશ કરે છે. જ્યારે માનવી શુદ્ધ આત્મતત્ત્વને સંપૂર્ણપણે ઓળખશે ત્યારે જ પોતે પોતાને ઓળખશે. માત્ર આત્મતત્ત્વની વાતોથી આત્મતત્ત્વ નહિ ઓળખાય. આત્મતત્ત્વને ઓળખવાની ચાવી (Master Key) નમસ્કારભાવ છે. જ્ઞાન માત્ર પુસ્તકોના વાંચનથી બાહ્ય વિચારણા (Surface Thinking)થી કે - કોરી તત્ત્વચર્યાઓથી થતું નથી. જ્ઞાન નમસ્કારભાવથી પ્રાપ્ત થાય છે. ધર્મ-ચિંતન- ૧૨૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અને અજ્ઞાનનો મળ નમસ્કારભાવથી જ કપાય છે. પોતાને સાચી રીતે ઓળખવા માટે અહંકારભાવ જવો જોઈએ. જ્યાં સુધી અહંકારભાવ છે, ત્યાં સુધી પોતાની કે અન્યની, કોઈ વસ્તુની કે ગુણની સાચી ઓળખ શક્ય જ નથી. જ્યાં સુધી અહંકારભાવ છે, ત્યાં સુધી આપણા વિચારોમાં સંતુલન (Judgement of Values) નથી. જ્યાં સુધી અહંકારભાવ છે, ત્યાં સુધી સમ્યજ્ઞાન નથી. નમસ્કારભાવવડે અહંકારભાવ જાય છે, તિરસ્કારભાવ જાય છે. નમસ્કારભાવવડે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટે છે. “પોતાને ઓળખ” (Know They self)નું પૂર્વાર્ધ નવકાર છે, ઉત્તરાર્ધ સામાયિક છે. પ્રાથમિક ઓળખાણ, જાણપણું સમ્યગ્દર્શન-જ્ઞાન વડે છે, નવકાર વડે છે. પૂર્ણ જાણપણું સમર્પણભાવ પછીના તાદાત્મ્યભાવ વડે છે. સમ્યક્ ચારિત્ર વડે છે. સર્વવરિત સામાયિક વડે છે. મિથ્યાત્વ ટળ્યા વિના આત્મતત્ત્વનો પરિચય થતો નથી. અવિરતિ ટળ્યા વિના આત્મતત્ત્વનો અનુભવ થતો નથી. નવકારવડે મિથ્યાત્વ ટળે છે. સામાયિકવડે અવિરિત ટળે છે. પોતાને ઓળખવા માટે નમસ્કારભાવ અનિવાર્ય છે. પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે સમત્વભાવ અનિવાર્ય છે. ધર્મને શરણે જવાથી તે ધર્મની અનંત તારકશક્તિનું શરણું મળે છે, જે શક્તિનો સામનો કરી શકે એવી કોઈ શક્તિ, ત્રિભુવનમાં કોઈ કાળે હોતી નથી. ૧૨૪ ૦ ધર્મ-ચિંતન Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારની સાધનાના અંગો શ્રીકાંતિલાલ મોહનલાલ પારેખ (કિરણ) (આ લેખમાં મંત્રાધિરાજ શ્રીનવકારની સાધનામાં રસ, વેગ અને એકાગ્રતા વધારવાના અતિ અગત્યના મુદ્દાઓ આલેખવામાં આવ્યા છે. સં.). - ૧. માહાભ્ય:- શ્રીનવકારને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે અને બીજા પિલ્લામાં જગતના અન્ય સર્વ સુખના ઉપાયોને મૂકવામાં આવે તો પણ નવકારનું પલ્લું નીચે જ રહે. શાસ્ત્રકાર મહર્ષિઓની આ વાણીમાં કાવ્યમય ઉપમા નથી પણ ભારોભાર સત્ય છે. એ સત્ય જેમ જેમ સાધકને સમજાતું જાય છે, તેમ તેમ તેની સાધનાનો વેગ વધતો જ જાય છે. નવકારના શબ્દ દેહમાં પરમેષ્ઠિનો આત્મા રહે છે. પંચપરમેષ્ઠિનો મંત્ર નવકાર છે, યંત્ર સિદ્ધચક્ર છે અને તંત્ર સામાયિક છે. શ્રીમહાનિશીથ સૂત્ર કહે છે નવકાર સ્મરણથી ચિંતવ્યું, પ્રાચ્યું અને પ્રારંભ્ય સિદ્ધ થાય છે. ૨. સત્ય :- નવકારનું સત્ય શાશ્વત છે, તે ક્યારેય જૂનું થતું નથી. જે જુનું થાય તે સત્ય નહિ. સત્યમાંથી તો નિત્ય નવા નવા અર્થો પ્રગટ થાય છે અને સાધક જે શોધે છે, તે તેમાંથી મળી રહે છે. ' ૩. શ્રદ્ધા - નવકારમાંથી ઇખ્રિતને મેળવવા માટે તેને મનમાં વસાવવો પડશે. જીભ તેને ગણતી હોય એટલા માત્રથી તે મનમાં વસ્યો છે, એમ ન કહી શકાય, નવકારના પ્રકાશને હૈયા સુધી પહોંચાડવા માટે તેના અચિંત્ય સામર્થ્યમાં શ્રદ્ધા જરૂરી છે, શ્રદ્ધામાં અસીમ બળ છે, તે મન, વચન અને કાયાના યંત્રોને જબ્બર વેગ આપે છે. શ્રદ્ધા દ્વારા જ આપણામાં નવકારના અસીમ બળને સમજવાની શક્તિ પ્રગટશે. મંત્રસિદ્ધિ માટે શ્રદ્ધા અનિવાર્ય છે. માનસિક સંકલ્પશક્તિ શ્રદ્ધાની વિદ્યુતવડે અચિંત્ય કાર્યો કરે છે. શ્રદ્ધેયમાં યુક્તિ કે ચમત્કારની રાહ ન જોવાય. માનવદેહ હોવો, શ્રેષ્ઠ સાધનો હોવાં અને શ્રદ્ધા ન હોવી આથી વિશેષ દુઃખદ શું છે? ૪. આધ્યાત્મિક ભાષા :- શ્રદ્ધાની સાથે ભક્તિ પણ અત્યંત આવશ્યક છે હૃદયના ઉંડાણમાંથી જ્યારે ભક્તિનો અકૃત્રિમ સ્રોત વહે છે, ત્યારે ઉપાસના અવશ્ય સફળ થાય છે. જ્યારે શ્રદ્ધા અને ભક્તિ સાથે એકાગ્રતાપૂર્વકનો જપ, નિષ્કામ તપ, કૃતજ્ઞતા, ગુણાનુરાગ તત્ત્વચિંતન ભળે છે, ત્યારે જ અંતરમાં અનેરો પ્રકાશ અનુભવાય છે. નવકાર સાથે આધ્યાત્મિક ભાષામાં વાત શ્રદ્ધા અને ભક્તિ દ્વારા થાય છે. સમજી રાખવું કે સંસારનું કારણ જેમ રાગ દ્વેષ, તેમ નવકારની અભક્તિ પણ ખરી. ૫. પરિચય :- નવકારની સાધનામાં વેગ લાવવા માટે પંચપરમેષ્ઠિઓને સારી રીતે સમજવા પડશે. વ્યક્તિને મળવા માત્રથી તેનો પદાર્થ પરિચય ન થાય તેમ ધર્મ-ચિંતન- ૧૨૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ શ્રીપરમેષ્ઠિ ભગવંતોનો સાચો પરિચય તેમની આરાધના વિના ન થાય. શ્રદ્ધાભક્તિયુક્ત એકાગ્ર મનથી જપ એ તે આરાધનાનું પ્રથમ પગથિયું છે. તેની સાથે ગુરુમુખે એમનું વિશેષ સ્વરૂપ શ્રવણ જોઈએ. એથી અનુપ્રેક્ષા કરવાની મહાન શક્તિ આત્મામાં પ્રગટ થાય છે. તે અનુપ્રેક્ષા શ્રીપરમેષ્ઠિ ભગવંતોના સ્વરૂપને અનુક્રમે સ્પષ્ટ કરતી જાય છે. નવકારમાં દેવ-ગુરુ-ધર્મ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) છે. નવકારનું સ્મરણ એના સ્મરણરૂપ બનવું જોઈએ. સ્મરણ એટલે દિલનાં સમર્પણ. ૬. સામાયિક અને પરાર્થવૃત્તિ :- ઉપરના સાધનોથી મન, વાણી અને દેહ પવિત્ર બને છે, કર્મમલ ઘટે છે અને સામાયિકનો ભાવ પ્રગટે છે. શ્રીપરમેષ્ઠિ ભગવંતોનો પરિચય જેમ જેમ યથાર્થ થતો જાય છે, તેમ તેમ સ્વાર્થભાવ ઓગળતો જાય છે અને પરાર્થભાવ વૃદ્ધિ પામે છે અને જેમ સ્વાર્થભાવ ઓગળતો જાય છે અને પરાર્થભાવ વધતો જાય છે, તેમ તેમ પરમેષ્ઠિ ભગવંતોનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થતું જાય છે. સ્વાર્થભાવથી વ્યક્તિ પોતાને તેમ જ અન્યને કેવી હાનિ કરે છે, જયારે પરાર્થ ભાવવડે પોતાનું તેમ જ સૌનું કેવું હિત થાય છે, એ સમજવું પડશે. પરમેષ્ઠિના પરિચયથી એ સમજાય છે, પરાર્થભાવની વૃદ્ધિ એ સમત્વનું સામાયિકભાવનું અવંધ્ય કારણ છે. સમત્વ વધતાં સાધક-સાધ્ય વચ્ચેનું અંતર ઘટતું જાય છે. ૭. મોક્ષ માર્ગ :- નવકાર પરમેષ્ઠિનો, પંચપરમેષ્ઠિ ચાર શરણાંનો. ચાર શરણાં સામાયિકનો અને સામાયિક મોક્ષનો પરિચય કરાવે છે. નવકારવડે સર્વ જીવોનું હિત જેમાં છે, એવો માર્ગ દેખાય છે અને સામાયિક વડે તે તે માર્ગ આચરાય છે. મહામંત્રના જાપ અને સામાયિક-સ્વાધ્યાય અનુપ્રેક્ષા (ચિંતન) વડે આધ્યાત્મિક સમૃદ્ધિના ભંડાર ખૂલે છે. ૮. અક્ષરોનો પ્રકાશ અને સૌનું હિત :- ઉપર કહેલાં સાધનોને એકત્ર કરીને જ્યારે નવકારના અક્ષરો હૃદયમાં પ્રકાશમાન જોવા મળે છે, ત્યારે તેમાં તે સફળ બનતો જાય છે. સતત પ્રયત્નથી અક્ષરોનો પ્રકાશ વધતો જાય છે અને તે પ્રકાશ દ્વારા તેનું હૈયું સર્વ જીવોના કલ્યાણમાં ઓતપ્રોત બને છે. ૯. અરિહંતનો દેહ :- શ્રીનમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરો એ જાણે શ્રીઅરિહંત પરમાત્માનો દેહ છે. સાક્ષાત્ જાણે શ્રીઅરિહંત પરમાત્મા વિદ્યમાન હોય અને આપણે તેમની ભક્તિ કરીએ, તેમ નવકારની પણ ભક્તિ કરવી જોઈએ. ૧૦. રતિ-પ્રેમ :- નમસ્કારમાં રતિ-પ્રેમ થવો જ જોઈએ. તે વિના જ્ઞાન-ચારિત્ર અને તપ સાધનો સફળ થતાં નથી. મોક્ષદાતા શ્રીપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવાની રતિ ન થઈ, તો ભવવર્ધક વિષયો પરની રતિ-આદર નહિ ખસે. ને ત્યાં સુધી જીવન નિષ્ફળ છે. જેને શ્રીપરમેષ્ઠિ ભગવંતો પર અનન્ય પ્રેમ જાગ્યો તેનું બધું સફળ છે. એ ૧૨૬ • ધર્મ-ચિંતન Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ એ વિષયાશક્તિને ઘટાડવાનો અમોઘ ઉપાય છે. પ્રેમ વધા૨વા સમર્પણ ભાવ વધારો. સમર્પણ ભાવ વધારવા સર્વ ઇષ્ટદાતા તરીકે સંવેદન કરો. ૧૧. આરાધનાનો પ્રભાવ :- શ્રીશાસ્ત્રકાર ભગવંતો કહે છે કે સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણે ભુવનરૂપી રંગ મંડપને વિષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને જે કાંઈ પણ આશ્ચર્યકારક અતિશય જોવામાં કે સાંભળવામાં આવે છે, તે સર્વ નવકારની આરાધનાના પ્રભાવથી જ થયેલ છે, એમ સમજવું. ૧૨. જીવનનું અંગ :- શ્રીનવકારના જપને જીવનનું એક અંગ બનાવવું જોઈએ. જેમ ઉચિત ખોરાક ન મળે તો આપણે અસ્વસ્થ બનીએ છીએ તેમ નવકારનો જપ જે દિવસે ન થાય તે દિવસે અસ્વસ્થતા વ્યાકૂળતા ઉત્પન્ન થવી જોઈએ, અને જે દિવસે જપ થાય તે દિવસે અપૂર્વ આનંદ-પ્રસન્નતા થવી જોઈએ. ૧૩. સતત જાપ :- નવકારના જપમાં એટલો બધો પ્રયત્ન કરવો જોઈએ કે જપ શ્વાસોચ્છવાસની જેમ સહજ બની જાય, એના માટે વિચાર કરવો પડે, એની ગૂંજ પ્રગટે. તે એટલો બધો સહજ બની જાય કે આપણે ગમે તે અન્ય કાર્યમાં હોઈએ તો પણ અજપાજાપ અંદરખાને નવકાર સતત ચાલુ જ રહે એ રીતે નવકારની સિદ્ધિ થયા પછી અણધારી રીતે સર્વ અનુકૂળતાઓ કુદરત દ્વારા સર્જાતી જ જાય છે, નવકારની ગૂંજથી કર્મો ઓગળી જાય છે.. કષ્ટો કરમાઈ જાય છે, ને ઇષ્ટ સામે આવે છે. ૧૪. સર્વકાલીન આલંબન :- આ કાળ જ એવો છે કે જેમાં આર્ત કે રૌદ્ર ધ્યાનની બહુલતા હોય. સામાન્યતઃ જીવો સારાં આલંબનો દ્વારા શુભ ધ્યાન ટકાવી શકે છે. પરંતુ તે આલંબન જતાં પાછું ચિત્ત અશુભ ધ્યાનમાં ચડે છે. એ દૃષ્ટિએ જો આપણે નવકા૨ને આપણું સર્વકાલીન આલંબન બનાવીએ તો આપણે અશુભ ધ્યાનના કદી પણ શિકાર ન બનીએ. પૂર્વધરો અને યોગી પુરુષો આનું શરણ કરે છે. નવકારને ગણનારનાં સંક્લેશ, અરતિ, કષ્ટ, ભય, અસમાધિ વગેરે સર્વ દોષો નાશ પામે છે, માટે તેવા અવસરે વારંવાર નવકાર સ્મરવો. ૧૫. વિધિ ગ્રહણ :- ઉપધાન તપ દ્વારા વિધિપૂર્વક ગ્રહણ કરાયેલ નવકાર વધુ લાભદાયી બને છે. ઉપધાન એટલે નમસ્કાર મહામંત્રની આત્મામાં પ્રાણપ્રતિષ્ઠા. વિધિપૂર્વક ગુરુમુખે નવકાર લેવાથી એ કાનોમાં ગૂંજે છે. તેનું ગૂંજન રહે છે, જપવાથી જિહ્વા પ૨ તેનો રસ પ્રગટે છે, વિશેષ આરાધવાથી મનમાં તેનાં રટણ ઊભાં થાય છે, ને ત્રિવિધ ત્રિવિધે અર્પિત થવાથી આત્મામાં તે વ્યાપ્ત બને છે. કાન-જીભ-મનઆત્મામાં ક્રમશઃ એ થતું આવે. ૧૬. ગુણાનુરાગ અને અંતરાત્મભાવ :- પંચ નમસ્કાર એ ગુણાનુરાગનું પ્રતીક છે. ગુણાનુરાગ વિના બહિરાત્મભાવ જાય નહિ અને અંતરાત્મભાવ પ્રગટે નહીં, ધર્મ-ચિંતન – ૧૨૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ પંચનમસ્કાર ગુણાનુરાગમાં વૃદ્ધિ કરી અંતરાત્મભાવને વિકસાવીને અંતે પરમાત્મભાવ પ્રગટાવે છે. ૧૭. રસ-એકાગ્રતા :- નમસ્કારમાં એકાગ્રતાની વૃદ્ધિ થાય, તે માટે તેમાં રસ ઉત્પન્ન થવો જોઈએ. રસ તન્મય બનાવે છે, રસ જગાડવા નવકારને રત્નપેટી સમજો, જેનો ભાર અલ્પ, અને માલ બહુ. નવકાર આગળ જગતના પદાર્થો દાસ છે. જ્યાં રસ છે ત્યાં એકાગ્રતા આવે જ છે. એકાગ્રતાથી પ્રણિધાન સિદ્ધ થાય છે. ‘પ્રણિધાન તું જર્મ મતં તીવ્ર વિપાòવત્' પ્રણિધાન-તન્મયતાથી ફળ ઉત્કટ આવે છે, નહિતર મંદક્રિયાના મહત્ત્વથી અધિક મહત્ત્વ તેમાંની તન્મયતાનું છે. નવકારમાં સ્વાર્થ જાગ્યા પછી આ સુલભ બને છે. સાચી રીતે આપણા સ્વાર્થમાં રસ હોય, તો નવકા૨માં રસ જોઈએ જ. ૧૮. ઇન્દ્રિયજય :- વિષયરસ નવકાર રસને અટકાવે છે. ઇન્દ્રિયો વિષયો પ્રત્યે દોડે છે. એને બલાત્કારે રોકવામાં બહુ શક્તિ ખરચવી પડે. ઇન્દ્રિયોને પ્રેરનાર મનને કેળવવાથી ઇન્દ્રિયસંયમ સુલભ બને છે. મનનું Sublimation ઉર્વીકરણ કરવા નવકાર ભારે સહારો આપે છે. એકલા વિરાગથી એ ન પણ બને. નવકાર એટલે પરમ પુરુષથી રાગતા. ભક્તિ વધારવી પડે. એ માટે એમના પર બહુમાન, આસ્થા, પક્ષપાત, મમતા જોઈએ. એ રાગ રોગનાં મહારસાયણ છે. પૂ. ઉપાધ્યાયજી મ. કહે છે, ‘રાગનું ભેષજ સુજન સનેહો રે.’ ૧૯. અંતિમ મંગલ :- શ્રીઅરિહંત પરમાત્મા પ્રત્યેનો અવિહડ પ્રેમ એ સર્વ સાધનાઓનું પ્રથમ અંગ છે. તેથી તે નવકારની સાધનામાં પણ પરમ આવશ્યક છે. સર્વ જીવોનાં હૃદયમાં તે પ્રેમ પ્રગટો, એ જ મંગલ કામના. શ્રી રૂપચંદ કવિ કૃત શ્રીનવકાર ગીત (વિતા) नर समरो नवकार लहो घर संपत्ति लक्ष्मी, नर समरो नवकार मिले घर घरणी अच्छी, नर समरो नवकार सदा सुख होय सवाई, नर समरो नवकार नडे कुमणा' न कांई, नवकार 'नेम'' लीधे थके लाख उपाय न खंडीए, 'रुप' कहे सुणयो नरा एक नवकार न छंडीए. ૧. કત્સિત મન, ૨. નિયમ, ૩. સુણજો. ૧૨૮ ૦ ધર્મ-ચિંતન Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી મફતલાલ સંઘવી પૂર્વભવની જ્ઞાન સાધના કરીને આવેલી વ્યક્તિને ગુરુગમથી અધ્યાત્મભાવમાં પ્રવેશ મળ્યો. અને નવકારમંત્ર તેમજ મૈત્યાદી ભાવો ક્ષમા-પરોપકાર આદિ ગુણોને ચિંતનોરૂપે પ્રગટ કરવા સદ્ભાગી બનનારા મફતભાઈ સંઘવી ધર્મચક્ર માસિકના મુખ્ય તંત્રી તરીકે સફળ સંપાદન-સંચાલન કર્યું. તેમના લેખોનું આચમન કરીએ. શ્રીનવકાર બોધ શ્રીનવકાર કેમ ગણીશું શ્રીનવકારની ભેટ શ્રીનવકારનો ભાવ અપૂર્વ નમસ્કાર શ્રીનવકારનો સાધક શ્રીનવકારની આરાધના નવકારને દાન શ્રીનમસ્કારસામર્થ્ય શ્રીનવકારનો સંબંધ સર્વપાપપ્રણાશક નવકાર અણમોલ શ્રીનવકાર આજ્ઞાપાલન—આપણો ધર્મ સુખની શોધ આજ અનુપમ દિવાળી સમર્પણ પ્રભુભક્તિ ભવનિવેદ કૃતજ્ઞતા આવી મોસમ ધર્મની ભજનની ભૂખ પરહિતચિંતા નમસ્કારભાવ પ્રતિકૂળતાને પડકાર ૧૩૦ કાયરતા છોડીએ ૧૩૪ નમ્રતા કેળવીએ ૧૩૬ સ્વાધ્યાય ૧૪૦ રક્ષકબળ-શ્રીનવકાર ૧૪૪ - સ્વાર્થને સંકેલવાની કળા ૧૪૮ અનુપમ આરાધના ૧૫૨ ધર્મક્રિયાની સૂક્ષ્મ અસર ૧૫૬ સહજમળ નાશક-પરહિતચિંતા ૧૬૦ સ્વાર્થનાશ ૧૬૪ આજ્ઞાની આરાધના આત્મસ્વભાવ ધર્મમય આચાર ક્ષમાપના ૧૬૬ ૧૬૮ ૧૭૧ ૧૭૬ નમસ્કારભાવ ૧૭૮ ભાવઆરોગ્ય ૧૭૯ વૃત્તિ નિયંત્રણ ૧૮૬ ધર્મથી ભયનાશક ૧૮૮ આંતરપ્રભા ૧૯૦ ચિત્તશુદ્ધિ ૧૯૨ આધ્યાત્મિક સંસ્કૃતિ ૧૯૪ સામાયિકધર્મ ૧૯૬ ભારતીય સંસ્કૃતિ અહિંસા ૧૯૮ ક્ષમાપના ૨૦૫ ધર્મ-ચિંતન – ૧૨૯ ૨૦૭ ૨૦૯ ૨૧૧ ૨૧૪ ૨૧૬ ૨૧૮ ૨૨૦ ૨૨૩ ૨૨૫ ૨૨૮ ૨૩૧ ૨૩૩ ૨૩૫ ૨૩૮ ૨૩૯ ૨૪૧ ૨૪૪ ૨૪૬ ૨૪૮ ૨૫૦ ૨૫૨ ૨૫૪ ૨૫૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકાર બોધ (૧) આપણી ટેક મહામંત્ર શ્રીનવકા૨ જેને વહાલો હોય, તેને પોતાના નામ કરતાં પણ અધિક વહાલ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યે હોય. ભરઉંઘમાં તે પોતાનું નામ સાંભળીને જાગે પણ ખરો અને ન પણ જાગે. પરંતુ ‘નમો અરિહંતાણં’ સાંભળતાં વેંત તે હરખાતા હૈયે જાગી ઉઠે. તેને એમ થાય કે, મારા નાથના નામે મને કોણે જગાડ્યો. લાવ દોડીને તે પુણ્યશાળીના પગમાં લેટી પડું, તેની ચરણરજ મસ્તકે ચઢાવું. જે સાચો સેવક હોય તેને સહુથી વહાલું પોતાના સ્વામીનું નામ હોય. તેમ જૈન માત્રને અધિકાધિક વહાલ શ્રીનવકાર પ્રત્યે હોય. ‘નમો અરિહંતાણં’ પદના શ્રવણ સાથે હૈયાનો તેનો બંધ હર્ષના જળવડે ઉભરાઈ જાય. તેમાં વિશ્વમાલિન્ય ધોવાની તાલાવેલી જન્મે. જગતના જીવોના સુખમાં વધારો કરવાની ઉત્કટ ભાવના સ્ફુરાયમાન થાય. ચન્દ્રના શીતળ, મનહર કિરણ સાથે જેવો મેળ કુમુદના હૈયાને હોય છે તેવો જ મેળ શ્રીનવકારના ધારકને શ્રીનવકારના પ્રત્યેક અક્ષર સાથે હોય—હોવો જોઈએ. બીજાને મન જે સામાન્ય અક્ષરોરૂપે ભાસે તે જ અક્ષરોમાં તેને અનંત આત્મજ્યોતિનાં દર્શન થાય. ઊંચે આવેલા જીવનું એ લક્ષણ છે કે તે સામાન્યમાં સામાન્ય પદાર્થમાં રહેલા ઊંચા પ્રકારના અંશને સહુથી પહેલાં પારખી શકે છે. જ્યારે શ્રીનવકા૨ના હૈયામાં તો મોક્ષનું બીજ છે. એટલે તેને જોતાં વેંત ‘સ્વ' ઉપરનો આપણો કાબૂ સરકી જાય તે સાવ સ્વાભાવિક ગણાય. મતલબ કે આપણા ‘સ્વ'નું શ્રીનવકાર સાથે સગપણ બંધાય. અને તે પછી શ્રીનવકારના જે સગાંઓ હોય તે બધાં જ આપણાં પણ સગાં બની જાય. શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોના ઉત્કૃષ્ટમંગલ ભાવની ભૂમિકાએ પહોંચવા માટેના આપણા પ્રયત્નો, શ્રીનવકારના સતત આલંબન સિવાય ભાગ્યે જ પગભર બની શકશે. જેવો ટેકો હોય તેવો ટેકો પણ જોઈએ જ,, જેના ટેકે ટેક આખર સુધી ટકે નહિ એવા કાચા ટેકા તો આપણે આજ સુધી ૧૩૦ ૦ ધર્મ-ચિંતન Page #148 -------------------------------------------------------------------------- ________________ અનંતીવાર ગ્રહણ કર્યા અને તોય આપણા ભવનો પાર ન આવ્યો, આપણી અપૂર્ણતાઓ કાયમ રહી, અંતરાયોનાં નાટક બંધ ન થયાં, મૃત્યુને જીવાડનારી સામગ્રીનું - ઉત્પાદન સર્વથા બંધ ન થયું. લોક આખામાં શ્રીનવકારથી વધુ મજબૂત બીજો કોઈ ટેકો નથી. તેના ટેકે આજ સુધીમાં અનંતા આત્માઓની મોક્ષટેક પૂરી થઈ છે. તેમ જ ભવિષ્યમાં પૂરી થવાની છે. મૂળના ટેકે વૃક્ષ ટકે, ફાલે અને છાયા ફેલાવે તેમ શ્રીનવકારના ટેકે શુભભાવ ટકે, ફાલે અને સર્વત્ર વિસ્તરે. રાજાને શરણે જનારને સ્વાભાવિકપણે રાજ્યના સમગ્ર સૈન્યનું શરણું પ્રાપ્ત થઈ જાય છે, તેમ શ્રીપંચપરમેષ્ઠિ ભેગવંતોને શરણે જનારા મહાપુણ્યશાળી આત્માને ત્રિભુવનમાં રહેલા શ્રીનવકારનિષ્ઠ આત્માઓની સર્વકલ્યાણકર શુભ ભાવનાનો સહયોગ પ્રાપ્ત થઈ જાય છે. છે તે જ રીતે જે જાગ્રત અને વિવેકી આત્માઓ શ્રીનવકારનું શરણું સ્વીકારે છે તેઓ તેના માત્ર અક્ષરોને શરણે જતા નથી પરંતુ તે અક્ષરો જેઓશ્રીના પરમકલ્યાણકર નામનો સ્પષ્ટ બોધ કરાવે છે તે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને શરણે જાય છે. મતલબ કે શ્રીનવકારના ટેકે આપણે લોકનાથના પરમતારકભાવોનો અનન્યતમ ટેકો મેળવવાને મહાભાગ્યશાળી બનીએ છીએ. : રાજાના દેહમાં જ્યાં સુધી આત્મા હોય છે ત્યાં સુધી તેના બહુમાન કાજે તેનું સૈન્ય અને રૈયત અહર્નિશ તત્પર રહે છે તેમ જે અક્ષરો શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પરમકલ્યાણકર નામનો બોધ કરાવતા હોય તેના તરફ આપણા હૈયામાં શ્રીપંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે હોય છે તેટલો જ સર્વોચ્ચ પૂજ્યભાવ હોવો જોઈએ. એકનિષ્ઠાપૂર્વક શ્રીનવકારને શરણે જનારો મહાસત્ત્વશાળી આત્મા, ત્રિભુવનક્ષેમકર મહાકરુણાનો પક્ષકાર બની જતો હોવાથી, ત્રિભુવનનું એક સામટું સ્થૂલ બળ અકારણ તેના એક રોમને પણ હરકત પહોંચાડી શકતું નથી.' શ્રીનવકારના પક્ષમાં રહેનારના પક્ષમાં ત્રિભુવનનું મહાસત્ત્વ અનાદિથી રહેતું આવ્યું છે અને અનાદિ અનંતકાળ સુધી રહેવાનું છે. “નમો અરિહંતાણપદનો જાપ જપનારો પુણ્યશાળી આત્મા તે પદના માત્ર સાત અક્ષરોને યાદ નથી કરતો, પરંતુ તે પદ જેઓશ્રીના અનંતકલ્યાણકર નામનો સ્પષ્ટ બોધ કરાવે છે તે શ્રીઅરિહંત પરમાત્માને યાદ કરે છે, તે દેવાધિદેવના પરમતારકભાવને 'હૃદયપૂર્વક ભજે છે. ધર્મ-ચિંતન : ૧૩૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માના ભાવપૂર્વકના ભજનથી ભવના પ્યાલામાં , રહેલું સઘળું વિષ અલ્પ સમયમાં અમૃતમય બની જાય છે. અંતઃકરણમાં નાચતી ભાવની ગંગાનો જોરદાર પ્રવાહ વિચારમાંના વિષાણુઓને માતા બાળકની આંખો સાફ કરે તેમ નિર્મૂળ કરી નાખે છે. નિર્મળ સરોવરમાં ખીલેલા મનોહર કમળ ઉપર બેસવાથી જે શાતા ભમરો અનુભવે છે એના કરતાં પણ અધિક ચઢીયાતી શાતા આપણે શ્રીનવકારના અમૃતખોળે કયારે અનુભવીશું? આપણા મનભ્રમરનું અર્થહીન બહિર્ભમણ આપણી અશાતામાં વધારો જ કરતું હોય છે તે આપણને જયારે બરાબર હૃદયગત થશે ત્યારે આપણને સહુને પણ દિવસમાં ઘડી, બે ઘડીવાર અંતરસરની ચાંદનીમાં ચળકતા આત્માના બિંબમાં મનની આંખો પરોવવાનો ભાવ આવશે જ. અંતરસરમાં ચળકતું આત્માનું અદ્ભુત બિંબ જે સમયે તેમાં ખીલેલા ભક્તિરૂપી કમળની મધ્યમાં બિરાજમાન ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિમાં ઓતપ્રોત થાય છે તે સમયે સકળ જીવલોકમાં ભાવદિવાળીનો હર્ષ ફેલાય છે. આપણે સાવ સામાન્ય પ્રકારના ન બની ગયા હોત, તો શાશ્વત એવો શ્રીનવકાર આપણને અસામાન્ય, અસાધારણ તેમ જ એક અને અજોડ પ્રતીત થયા સિવાય ન જ રહત. અજ્ઞાનદશાને કારણે જીવને અયોગ્ય પદાર્થો પ્રત્યે રહેતો મોહ તેની અનંત, અસીમ શક્તિને રોજને રોજ સેંકડો, હજારો અને લાખોવારના જન્મ-મૃત્યુમાં ફેરવી નાખે છે. તે જ જીવ જ્યારે શ્રીનવકારમાં પોતાનું મોં જુએ છે એટલે તેને પોતાના અસલ સ્વરૂપનો કંઈક પણ ખ્યાલ આવે છે. જીવની ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતર અને ઉત્કૃષ્ટતમ પ્રકારની જે અવસ્થાઓ હોઈ શકે તેનું શ્રીનવકારનાં પ્રથમ પાંચ પદો આપણને સ્પષ્ટ ભાન કરાવે છે. ભાન કરાવવાની સાથોસાથ તેના અક્ષરો જડતા પ્રત્યેના આપણા પક્ષપાતને એવા જોરથી ધક્કો મારે છે કે આપણે ઘડીભરને માટે આશ્ચર્યચકિત થઈ જઈએ. પરંતુ સૂતેલાને જગાડવા કરતાં જાગતાને જગાડવો તે વધુ મુશ્કેલ હોય છે તેમ આપણો નંબર શ્રીનવકારને મેળવી ચૂકેલાઓમાં ગણાતો હોવાથી તેની અચિંત્ય શક્તિ સંબંધી ચિંતન આપણે કરવામાં નાનપ સમજતા હોઈએ એવું સ્પષ્ટ દેખાય છે. ૧૩ર૦ ધર્મ-ચિંતન Page #150 -------------------------------------------------------------------------- ________________ - જેમને શ્રીનવકાર નથી મળ્યો તેમની યથાર્થ દશાનું જો આપણે ચિંતન કરીએ તો પણ શ્રીનવકાર પ્રત્યેનો આપણો પરમપૂજયભાવ અનંતગણો વધી જાય. અને પરહિતચિંતાનો આપણે પરિઘ ટૂંક સમયમાં લોકવ્યાપી બની જાય. શ્રીનવકારને યાદ કરતાં વેંત આપણને મોક્ષ યાદ આવવો જોઈએ. સિદ્ધશીલાના અજવાળામાં આપણા અંતરનો અંધકાર દેખાવો જોઈએ. તે અંધકારને દૂર કરવાનું અચિંત્ય સામર્થ્ય શ્રીઅરિહંત પરમાત્માની સર્વકલ્યાણકર આજ્ઞાના હૃદય સરખી તેઓશ્રીની ભાવનામાં છે એવી શુભ નિષ્ઠા પાકવી જોઈએ. તે ભાવનાને પકવનારી મૈત્યાદિ ભાવનાની સેવનની અનિવાર્યતા સમજાવી જોઈએ. તે ભાવનાના સેવનમાં સહાયક થતા આત્માઓ પ્રત્યે આપણો આંતરિક આદર વધવો જોઈએ. તે ભાવનાને માફકસરના આચાર વચ્ચે સ્થિર કરનારા ચતુર્વિધ શ્રીસંઘ પ્રત્યે, પ્રભુજીએ પ્રવર્તાવેલા ધર્મતીર્થ પ્રત્યે આપણા હૈયામાં ઉત્કૃષ્ટ પ્રકારનો આદર પ્રગટવો જોઈએ. ' તે તીર્થના બીજભૂત દેવાધિદેવની મહાકરુણા પ્રત્યેનો આપણો પક્ષપાત આપણી જાતના પક્ષપાત કરતાં ખૂબ ખૂબ વધી જવો જોઈએ. કારણ કે તીર્થકરત્વના બીજરૂપ મહાકરુણાના પક્ષ સિવાય શ્રીનવકાર પ્રત્યેનો આપણો આદર અસલિયત નહિ ધારણ કરી શકે, તે સિવાય આપણા આત્માની અસલિયત પ્રગટ નહિ થઈ શકે, અને આત્માના સ્વાંગમાં ભવ આપણને ભરમાવતો રહેશે, સ્વાર્થ આપણને સતાવતો રહેશે, અહં આપણને અથડાવતો રહેશે. અને શ્રીનવકાર મળવા છતાં ભવપાર થવાની આપણી મૂળ ટેક, પૂરી નહિ થાય. ત્રિભુવનપ્રદીપતુલ્ય મહામંત્ર શ્રીનવકારનો ભાવપ્રકાશ આપણને સહુને અહર્નિશ આપણી મૂળટેકનું નિર્મળ દર્શન કરાવતા રહો ! ધર્મ-ચિંતન • ૧૩૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ થઈને, શ્વેત વસ્ત્રો પહેરીને, શ્રીનવકાર કેમ ગણીશું સાનુકૂળ ભૂમિતલ પ્રમાર્જીને, આસન બાંધીને, પૂર્વ યા ઉત્તર દિશા સન્મુખ બેસીને, સુતરની શ્વેત માળા લઈને, શ્વેત કટાસણું પાથરીને, ઉણોદરીવ્રતના પાલનપૂર્વક, ચિત્તને ‘શિવમસ્તુ સર્વ જગતઃ'ની ભાવના વડે વાસિત કરીને. દ્રષ્ટિને નાસિકા અગ્રે સ્થાપીને, ધીરે, ધીરે તેનો પ્રત્યેક અક્ષર આખા શરીરમાં ફરી વળે તેવી રીતે આપણે શ્રીનવકારનો જાપ કરવો જોઈએ. જાપનો સમય એક જ રાખવો જોઈએ. માળાની સંખ્યા પણ ચોક્કસ રાખવી જોઈએ. એટલે કે પાંચ માળા ગણવાના નિયમવાળો પુણ્યશાળી આત્મા છ ગણી શકે પણ પાંચથી ઓછી તો નહી જ. જાપ માટેની માળા બદલવી ન જોઈએ. જાપ સમયે શરી૨ હાલવું ન જોઈએ. કમ્મર વળી જવી ન જોઈએ. માનસજાપમાં હોઠ બંધ રહેવા જોઈએ તેમ જ દાંત ખુલ્લા રહેવા જોઈએ. ઉપાંશુજાપમાં હોઠનો ફફડાટ વ્યવસ્થિત રહેવો જોઈએ. ભાષ્યજાપમાં ઉચ્ચાર તાલબદ્ધ રહેવો જોઈએ. જાપ પૂરો થાય તે પછી ઓછામાં ઓછી પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરીને તે સ્થળમાં બેસી રહેવું જોઈએ. એમ કરવાથી જાપજન્ય સત્ત્વની સ્પર્શનાનો અદ્ભુત યોગ સધાય છે અને ક્યારેક ભાવસમાધિની અણમોલ પળ જડી જાય છે. જાપ માટેનાં ઉપકરણોને પૂરેપૂરા બહુમાનપૂર્વક પવિત્ર જગ્યામાં રાખવાં જોઈએ. ૧૩૪ ૦ ધર્મ-ચિંતન Page #152 -------------------------------------------------------------------------- ________________ ' ઉપકરણો પ્રત્યેનો આપણો ભાવ શ્રીનવકાર પ્રત્યેના આપણા ભાવ ઉપર તથા પ્રકારની અસર પહોંચાડે જ છે. જીભ એકલી જ નહિ. પરંતુ મને બરાબર શ્રીનવકાર ગણતાં શીખી જાય તે તરફ આપણું લક્ષ્ય રહેવું જોઈએ. એટલે મોટો ભાઈ, નાના ભાઈને કવિતા શીખવાડે તેમ આપણે મનરૂપી આપણા લઘુબંધુને સદ્ભાવપૂર્વક શ્રીનવકાર શીખવાડવો જોઈએ. મન શ્રીનવકારમાં પરોવાય છે એટલે બધી ઇન્દ્રિયો પણ તેમાં ઓતપ્રોત થાય છે. તારુનું શરીર ભીંજાયા સિવાય ન રહે તેમ શ્રીનવકારમાં પ્રવેશેલા પ્રાણી પણ શુભભાવવડે ભીંજાય જ. જો ન ભીંજાય તો સમજવું કે આપણા પ્રાણોનો અધિક ભાગ શ્રીનવકારની બહાર રહે છે. શ્રીનવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે. શ્રીનવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે. શાશ્વત સુખ પ્રત્યેનો આપણો યથાર્થ પક્ષપાત, આપણને સહુને વહેલા-વહેલા શ્રીનવકારના અચિંત્ય અંતસ્તેજના પક્ષકાર બનાવો. જીવનમાં સદ્ધર્મ રત્નને મેળવવાની તાલાવેલી, જાણવાની ઉત્કટભૂખ અને આચરવા માટે જરૂરી અપ્રતિમ વીર્ય તે તે જીવોને ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે તેમના તથાભવ્યત્વનો પરિપાક થાય છે. જેટલા અંશે તથાભવ્યત્વ પાકે નહિ તેટલે અંશે સદ્ધર્મ પ્રતિ શ્રદ્ધા ન જાગે, જ્યાં સુધી શ્રદ્ધા ન જાગે ત્યાં સુધી વીર્ય ફોરવવાનું પરાક્રમ ન આવે. આ તથાભવ્યત્વનો પરિપાક શ્રી શાસ્ત્રકાર ભગવંતોએ દુષ્કૃત ગહ, સુકૃતનું સેવન અને ચઉશરણગમનથી કહ્યો છે. સંક્લેશના કાળમાં આ ત્રણે યોગોનું વારંવાર સેવન કરવાનું અને શાંતિના સમયમાં ત્રણ કાળ કરવાનું કહ્યું છે. ધર્મ-ચિંતન : ૧૩૫ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારની ભેટ સર્વના મંગલનો ભાવ છે વિશ્વની ચાલાક મહાશક્તિ. તેને મહાકરુણા પણ કહી શકાય અને ભાવદયા પણ કહી શકાય. એ ભાવનું સર્વોત્કૃષ્ટ કેન્દ્ર છે શ્રીનવકાર. શ્રીનવકારની શાશ્વતતાનું પ્રધાન કારણ છે, તેમાં બિરાજમાન શ્રીપંચપરમેષ્ઠિભગવંતોનો શાશ્વત અને સર્વોચ્ચ આત્મભાવ. ભાવ જેટલો શ્રીનવકા૨, દ્રવ્યરૂપે પણ અજોડ છે, અનુપમ છે. એટલે તેનાં પહેલાં પાંચ પદો કરતાં સહેજ પણ ઓછું ચૂલિકાનાં તેનાં ચાર પદોનું મહત્ત્વ નથી. દ્રવ્યરૂપે જેવો તે સંકલનામાં અજોડ છે, તેવો ભાવરૂપે તે કલ્યાણપ્રદાયકતામાં અદ્વિતીય છે. એટલે દ્રવ્યથી થતો જાપ દ્રવ્યકર્મોને તોડે છે અને ભાવથી થતો તેનો જાપ આત્માના ભાવશત્રુઓના બળને ક્ષીણ કરે છે. દ્રવ્ય જાપથી જેટલા પ્રમાણમાં અશુભદ્રવ્ય કર્મો જર્જરિત થાય છે, તેના કરતાં અસંખ્યાતગુણા અશુભ ભાવમાંથી પેદા થાય છે. એટલે ભાવ વગરનો દ્રવ્ય જાપ ‘ખાળે ડૂચા અને દરવાજા મોકળા' જેવી આપણા આત્માની હાલત કરી મૂકે. આપણે એમ માનતા રહીએ કે અમે બરાબર જાપ કરીએ છીએ એટલે અમારા અંતરાયો તૂટવાના જ. આ માન્યતા ફલવાનાં લક્ષણો ન દેખાય એટલે શ્રીનવકા૨ પ્રત્યેનો આપણો ભાવ દિનપ્રતિદિન મોળો પડતો જાય. અને તેના દ્રવ્ય જાપના પ્રભાવે જે થોડો ઘણો લાભ આપણા આત્માના ભાવને પહોંચતો હોય તે સર્વથા બંધ થઈ જાય. મન-વચન-કાયાની કોઈ પણ ચેષ્ટા એવી નથી કે જેની વ્યક્તિ અને વિશ્વને અસર ન થતી હોય. એટલે કંટાળા કે નિરાશા સિવાય શ્રીનવકારના બની જવા માટે આપણે સઘળા શક્ય પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે શ્રીનવકારભક્તિ સિવાય કોઈનોય અહંકાર ઓગળતો નથી. અહંકાર એટલે નાની જાતનું મોટી જાતને પીડન. નાની જાત એટલે ‘હું.' મોટી જાત એટલે ‘મહાકરુણા.’ ૧૩૬ ૦ ધર્મ-ચિંતન Page #154 -------------------------------------------------------------------------- ________________ કરે. નિઃસૃષ્ટ પ્રકારનું અમંગલ તે અહંકાર. ઉત્કૃષ્ટ પ્રકારનું મંગલ તે નમસ્કાર. મહાકરુણાનું પરમકેન્દ્ર તે શ્રીનવકાર. અહંકારનું મહાકેન્દ્ર તે સંસાર. અહંકારને અપાતો ભાવ સંસારને પોષે. સંસારને અપાતો ભાવ અહંકારને પુષ્ટ શ્રીનવકારને અપાતો ભાવ ત્રણ જગતના જીવોના હિતને પોષે, દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની સર્વોત્કૃષ્ટ ભાવનામાં ભળે. શ્રીનવકારને થતો ભાવપૂર્વકનો નમસ્કાર પ્રકૃતિની સમગ્ર કાર્યવાહીમાં સુચારુતા આણે, કાળના તેની સાથેના સંબંધમાં સાનુકૂળ તાલ પૂરે. ભાવ-મંગલની હવાને વિશેષ વિશુદ્ધ કરે. અહંકારને થતો નમસ્કાર, ત્રિભુવનના તિરસ્કારમાં પરિણમે, પંચપરમેષ્ઠિ ભગવંતોની દ્રવ્ય અને ભાવ આજ્ઞાનું ખંડન કરે. બીજી રીતે કહીએ તો આપણી મોટી જાત તે આપણો આત્મા. આપણી નાની જાત તે મહાપુણ્ય મળેલો માનવભવ. આત્માને અપાતો ભાવ, ત્રણ જગતના આત્માઓ સુધી પહોંચે. ભવને અપાતો ભાવ, દેવાધિદેવની આજ્ઞાની ઘોર વિરાધનામાં પરિણમે. આત્માને અપાતા શુભભાવના પ્રભાવે પરમાત્મપદનો સુયોગ થાય. પર્યાયને અપાતા ભાવમાંથી પર્યાયપરંપરા નિર્માણ થાય. દ્રવ્યથી, બધાંના આત્મા સરખા હોવાથી આત્માને અપાતો શુભભાવ કોઈ આત્માના શુભભાવમાં અંતરાયભૂત ન નીવડે. પ્રત્યેક આત્માના પર્યાયના પ્રકારમાં ભિન્નતા હોવાથી પર્યાયને અપાતો ભાવ, પર્યાયો વચ્ચે સતત અથડામણ ચાલુ રાખે. પર્યાય પ્રત્યેનું ખેંચાણ, મહાકરુણાના યોગથી જીવને ભ્રષ્ટ કરે. આત્મા પ્રત્યેનો ભાવ સ્વાભાવિકપણે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યેના પરમપૂજ્યભાવમાં પરિણમે. જેને પંચપરમેષ્ટિ ભગવંતો પ્રત્યે પરમપૂજ્યભાવ હોય તેને અહંકારભાવના પ્રતીકરૂપ ભવ પ્રત્યે આદર ન હોય. ધર્મ-ચિંતન - ૧૩૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ કારણ કે અહંકારમાંથી કષાયો જન્મે છે, કષાયોમાંથી દ્રવ્યકર્મો જન્મે છે અને જેવાં દ્રવ્યકર્મો હોય છે, તેવું શરીર આત્મા રચે છે. એટલે, જો આપણો વધુ સમય શ્રીનવકારની તારકનિશ્રામાં સાર્થક થાય તો ઓછા ભવમાં આપણો નિસ્તાર થાય. કારણ કે શ્રીનવકા૨ની સાથે રહેવાથી ત્રિભુવનના સઘળા જીવોના હિતના ઉત્કૃષ્ટ ભાવ સાથે રહી શકાય છે. એટલે સ્વાભાવિકપણે આત્માની નિર્મળતા વધે છે. આત્માની નિર્મળતા વધે છે, એટલે ભવની તેની ઉપરની ઘેરી છાયા ખસવા માંડે છે. તે નિર્મળતા જ્યાં વસતી હોય છે, ત્યાં સદા માંગલિકતા હસતી હોય છે. એટલે જે ભાગ્યશાળી આત્માને પોતાનું મંગલ વહાલું હોય, તેને શ્રીનવકા૨ વહાલો લાગે, શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો વહાલા લાગે. અને જેને પોતાનું અમંગલ વહાલું હોય, અશુભ વહાલું હોય, અકલ્યાણ વહાલું હોય, તેને અહંકાર વહાલો લાગે, તજ્જન્ય કષાયો વહાલા લાગે. મંગલમય ભાવમાંથી બંધાઈ જતા પુણ્યથી ખેંચાઈને સર્વોત્તમ દ્રવ્યો જીવની તહેનાતમાં હાજર થાય. સહુની સુખ-સામગ્રી પ્રત્યેના દ્વેષમાંથી બંધાઈ જતા પાપકર્મની અસરથી સંપ્રાપ્ત સામગ્રી પણ ચાલી જાય. કારણ કે લોકમાં અષ્ટમહાપ્રાતિહાર્યને યોગ્ય દ્રવ્યો પણ રહેલાં છે અને નરકનિગોદને યોગ્ય દ્રવ્યો પણ રહેલાં છે. સકળજીવહિતવિરોધી સ્વહિતનો વિચાર તે ભવપરંપરાનું મૂળ છે. ‘સ્વ’ પ્રત્યેના રાગને સર્વજીવહિત વિષયક બનાવવો તે શાશ્વતપદનું મહાબીજ છે. એ મહાબીજના ઉછેર કાજે પ્રકૃતિનું સમગ્ર તંત્ર અનાદિકાળથી પૂર્ણ વ્યવસ્થિતપણે કામ કરી રહ્યું છે. શ્રીનવકા૨, મનની સપાટી ભેદીને તેની અંદર સંઘરાયેલા પડેલા ભાવોને બહાર લાવે છે, તે ભાવોનો ભાર ઓછો થતો જાય છે તેમ તેમ આત્માના ભાવની અસર સ્પષ્ટપણે કળાવા માંડે છે. મતલબ કે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવાથી ભાવસાગરમાં ભરતી આવે છે. અહંકારથી તેમાં ઓટ આવે છે. ભરતીનું કારણ છે, સકળ જીવરાશિ પ્રત્યેનો શુભભાવ. ઓટનું કારણ છે, ‘સ્વ’ પ્રત્યેનો સ્વાર્થભાવ. ૧૩૮ ૦ ધર્મ-ચિંતન Page #156 -------------------------------------------------------------------------- ________________ - લોક આખાને પોતાની સામે જોતાં જ ભાવની અસલિયત પ્રગટ થયા સિવાય રહેતી નથી. . તે જ ભાવ “સ્વ” કેન્દ્રિત થાય છે, એટલે સાવ ઠંડો પડી જાય છે. કારણ કે તે લોક (Universe)નો ટેકો (Response) ગૂમાવી દે છે. દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની મહાકરુણાના તાલમાં તાલ મેળવી શકતો નથી. બીજું, અહંકાર અને કષાયથી સત્ત્વ દાઝે છે, લોહી ઘટે છે, શરીરમાં સ્નેહ (ચીકાશ)ને બદલે રુક્ષતા વધે છે, ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થાય છે, જઠરાગ્નિ મંદ પડે છે તેમ જ હોજરીમાં ચાંદી પડવાના પ્રસંગો પણ ઊભા થાય છે. શ્રીનવકારને ભાવપૂર્વક નમવાથી જે તેનામાં હોય છે, તે આપણામાં પ્રગટે છે. અહંકારને નમવાથી જે તેનામાં હોય છે, તે (સંસાર)ને વધુ લાયક બનાય છે. શ્રીનવકારના આરાધકને ત્રિભુવનમાં રહેલાં શુભ તત્ત્વોનો શુભ યોગ થાય છે. અહંકારીની દિશામાં અશુભ તત્ત્વોને ખેંચાવું પડે છે. “સ્વ” અને “પર”ને અપાતા ભાવ મુજબના સંસાર વચ્ચે જ જીવને રહેવું પડે છે. મતલબ કે જોડાજોડ રહેતા બે માનવબંધુઓમાંથી એકના આંગણે સાનુકૂળતાઓ આપોઆપ ખેંચાઈ આવતી દેખાય, તો આશ્ચર્ય પામવા જેવું નથી અને બીજાના આંગણેથી પ્રતિકૂળતાઓ ન ખસતી હોય તો ખેદ અનુભવવા જેવું નથી. પરંતુ તેને પકડી રાખનારા ભાવરૂપી તત્ત્વને હૃદયગત કરીને સમભાવને સમર્પિત થવું જોઈએ. શ્રીનવકાર તો વગાડી વગાડીને કહે છે કે, “મારે શરણે આવો, મારા બનીને રહો.” અને તે પછી જો તમને કોઈ પ્રતિકૂળતા સતાવે તો જગત આખાને જણાવી દેજો કે, “શ્રીનવકારે વચનભંગ કર્યો.” જે સત્ત્વશાળી આત્માની આગળ-પાછળ હોય શ્રીનવકાર, તેને શું કરી શકે અહંકાર ? કશું જ નહિ. કારણ કે જે હૈયામાં જન્મે છે નમસ્કારભાવ ત્યાં અહંકારભાવને માફકસરનું વાતાવરણ સ્થિર થઈ શકતું જ નથી. જન્મ, જરા, મૃત્યુ છે અહંકારનું ભેટછું. પરમાનંદપદ છે શ્રીનવકારપ્રીતિનું સુફળ. કોઈ આત્માને પરમાનંદથી ઓછા આનંદમાં ભાવ ન રહો, શ્રીનવકારમાં છે તેનાથી નાના જીવનનો મોહ ન રહો. ધર્મ-ચિંતન ૧૩૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારનો ભાવ શ્રીનવકારમાં ત્રિભુવનનું તેજ છે. સર્વકલ્યાણનું પરમ સંગીત છે. વિશ્વ-હૃદયનું અણમોલ ગીત છે. મનના કુછંદને નાથનારો મહાછંદ છે. જેવો તેનો જાપ શરૂ થાય છે કે તરત તેની અનેક ખૂબીઓ અનુભવવા મળે છે. તેને સાંભળવા માટે આખું વિશ્વ કાન માંડીને બેઠું હોય તેવું તે સમયે જણાય છે. વિશ્વ આખું શ્રીનવકાર-ઘેલું હોય તેવો ભાવ હૃદયને થાય છે. - અને તે ખરેખર સાચું છે. વાતાવરણ ઉપરની શ્રીનવકારની મજબૂત પકડ તેની સાખ પૂરે છે. શ્રીનવકારનો એક એક અક્ષર વાતાવરણમાં ખૂબ જ દૂર તેમ જ ઊંડે સુધી આંદોલન ફેલાવે છે. તે જેટલા ઓછા સમયમાં વાતાવરણને સ્વમય બનાવી શકે છે તે જોઈ-જાણીને તેના વિશ્વપ્રભુત્વને સ્વાભાવિકપણે નમન થઈ જાય છે. કહો કે તેની અમાપ ભાવસત્તા સમક્ષ આપણામાં આસન જમાવીને બેઠેલો અહં એકવાર તો ગરદન ઝૂકાવી જ દે છે. જેવો બોલાય છે તેવો તે ઝીલાય છે અંદર તેમ જ બહાર. અને તે પણ કઈ રીતે? પૃથ્વીને સૂર્યનું પહેલું કિરણ સ્પર્શતું હોય તે રીતે, હવામાં સંગીતના સરસ સૂર ભળી જતા હોય તે રીતે, કોઈ જીવના હિતને કશી પણ હરકત પહોંચાડ્યા સિવાય, સહુના આત્મ-પ્રદેશને અજવાળાની લગન સાથે. આવા શ્રીનવકારને ધારણ કરનારું મન, વિશ્વમન (Cosmic mind) બને તેમાં કશું આશ્ચર્ય નથી. આવા શ્રીનવકારને ધારણ કરનારા હૃદયમાં ત્રણ જગતના સર્વ જીવોના પરમહિતનું સંગીત અહર્નિશ ગૂંજતું રહે તે સ્વાભાવિક છે. મજબૂત મન અને શ્રીનવકારનો સુયોગ અતિ દુર્લભ છે. આવો અનુપમ યોગ થયા પછી ભવમાર્ગમાં ભૂલા પડાય, કેવળ સ્વાર્થના કાંટાળા માર્ગ ઉપર ચાલવાનો ભાવ થાય, શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા પાછળ રહી જાય એ અત્યંત શોચનીય હકીકત ગણાય. ૧૪૦૦ ધર્મ-ચિંતન Page #158 -------------------------------------------------------------------------- ________________ * વનરાજ ઘાસમાં મોં ન ઘાલે, તેમ જનરાજ (જૈન) ઘાસ સરખા સ્વાર્થ સામે લમણો વાળતાં પણ શરમાય, એવો વિચાર તેના ભાવને જબ્બર આંચકો આપે. પ્રભુજીના શાસનનો છેલ્લા પચીસસો વર્ષનો ઇતિહાસ આ વાતની સાખ પૂરે છે. ત્રિભુવનમણિશા નવકારને નમનારું મન, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને પોતાના આવાસમાં ભાવથી પધરાવનારું મન, જયારે ક્ષુદ્ર સ્વાર્થને સલામ કરવા પ્રેરાય, એકલપેટા અહંને આલિંગવા માટે અર્ધ અર્ધ થઈ જાય ત્યારે તે મનનો શ્રીનવકાર સાથેનો સંબંધ કયા પ્રકારનો ગણાય ? ઔપચારિક કે ભીતરનો ? આપની પૂંટીમાં છે શું? અનંત સંસાર વધારનારી વાસનાઓના ગોટા કે ત્રિભુવનને અજવાળનારી ભાવનાનો ઉજાસ ? આ બેમાંથી કોની સોબતમાં આપણને વધુ ફાવે છે. તેનો પાકો નિર્ણય આપણે અનંત ઉપકારી શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાની સાખે કરવો જોઈએ. આપણું હૈયું કહે છે કે આપણે ઊંચે જવાને બદલે નીચે ગયા છીએ. * આપણા પરિણામમાં ચોર પેસી ગયા છે. શ્રીનવકાર સરખા પૂજ્યતમ મહામંત્ર સાથે રમત કરતા મનને આજ આપણે અટકાવી શકતા નથી. શ્રીજિનેશ્વરભગવાનની ભક્તિમાં ભવનો નાશ કરવાની ઊંચામાં ઊંચી શક્તિ છે એ હકીકતને પણ આપણે બુદ્ધિના ગજ વડે માપવાનો પ્રયત્ન કરીએ છીએ. ભવ (સ્વાર્થ)ને જરા પણ ઘસારો ન પહોંચે તેવી આરાધનાનો પક્ષ હજી પણ આપણને ગમે છે. - ભવને ભેટવા જતાં આપણા ભાવમાં જે ઉલ્લાસ હોય છે તે ઉલ્લાસ શ્રીનવકારને ભેટવા જતી વખતે મંદ કેમ પડી જાય છે? મતલબ કે આપણું હૈયું શ્રીનવકારને અર્પવાની આપણી તૈયારી નથી. તેને આવવું હોય તો ભલે આવે ને આંગણામાં આંટા-ફેરા મારે. ઉપકારી ભગવંતો ફરમાવે છે કે આપણા સઘળા પ્રાણોનો પૂરો નમસ્કાર, શ્રીનવકારને નથી પહોંચતો ત્યાં સુધી તે પ્રાણોમાં પચી ગયેલું અહંકારરૂપી વિષ બરાબર નીચોવાઈને બહાર નથી નીકળી શકતું. ધર્મ-ચિંતન ૧૪૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ ભીના કપડાનો પૂરો નમસ્કાર (નીચોવવાની ક્રિયા) તેનામાં ભળી ગયેલા પદ્રવ્યરૂપી જળથી તેને સર્વથા સ્વતંત્ર બનાવે છે, તેમ શ્રીપંચપરમેષ્ઠિભગવંતોને પૂરા ભાવપૂર્વક થતો નમસ્કાર આત્માના સ્વભાવને સારી રીતે પ્રગટ કરે છે. પરભાવ અને દુર્ભાવ એ જ જાણે આપણો સ્વભાવ ન હોય એવી વૃત્તિ અને પ્રવૃત્તિની પકડ આપણને સાલતી નથી. જીવતત્ત્વ કરતાં પણ અધિક ભાવ, જડ (અજીવ તત્ત્વ)ને આપવાની વૃત્તિ. આપણો સ્વભાવ કથળ્યાની નિશાની છે. શ્રીનવકાર તે સ્વભાવને સારી રીતે પ્રગટ કરી શકે તેમ છે. આજે આપણા પ્રાણો ઉપર તેની અસર બહુ જ ઓછી હોવાને કારણે, પરભાવ અને દુર્ભાવ આપણને પજવી શકે છે, નચવી શકે છે. શ્રીનવકારના ભાવસાગરમાં ડૂબકી મારતાં વેત આપણી સુરત બદલાઈ જાય છે. આપણા આત્માની શક્તિ અધિક સક્રિય બનવા માંડે છે. આત્મતત્ત્વને વારંવાર અભિવાદન કરવાની વૃત્તિ સ્વાભાવિક બનતી જાય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના સ્મરણ સિવાય ઘડીવાર પણ ચેન પડતું નથી, વિહરમાન શ્રીતીર્થકર ભગવંતોની દિશામાં જ મોં રાખીને બેસવાનો ભાવ રહ્યા કરે છે. આખા જગતને વારંવાર યાદ કરવા માટે ‘શિવમસ્તુ સર્વ જગત”ને વારંવાર ભાવ આપવો પડે છે. મૈત્રીભાવને ઉછેરવા માટે ખામેમિ સવ્ય જીવ’ના શ્લોકને ઊંચા આદરપૂર્વક આમંત્રવો પડે છે. ” શ્રીનવકારને પામનારો પુણ્યશાળી આત્મા, શ્રીનવકારથી અધિક ભાવ બીજા કશાને ન આપી શકે, શ્રીનવકાર પ્રત્યેનો તેનો પૂજ્યભાવ અજોડ હોય, અનુપમ હોય. શ્રીનવકાર પ્રત્યેના સો ટચના આદર સિવાય સંસાર જરૂર આપણા આત્મભાવને અભડાવી જશે. ભવની મીઠી લાગતી વાતો જરૂર આપણા પ્રાણોને ભોળવી જશે. કોઈ ભાઈને લોટરીમાં લાખ રૂપિયા મળે છે, તો તે વાત આખા પરગણામાં વાયુવેગે પ્રસરી જાય છે તો આપણને મહામંત્ર શ્રીનવકાર મળ્યો છે તે વાત લોક આખામાં શા માટે ન ફેલાઈ જવી જોઈએ ? શ્રીતીર્થંકર પરમાત્માના જન્મની જાણ ત્રણ જગતના સર્વ જીવોને અલ્પ સમયમાં થઈ જતી હોય છે તે હકીકત તેઓશ્રીના દાસની શ્રીનવકારની આરાધનાની અસર જગતના જીવોના હિતમાં જરૂર સહાયભૂત થાય તેનું સમર્થન કરે છે. શ્રીનવકાર પ્રત્યેના આપણા હૃદયના સાચા ભાવ સિવાય ભવ પ્રત્યેનો આપણો ભાવ નહિ ઘટે, જગતના સર્વ જીવો પ્રત્યેનો આપણો ભાવ નહિ વધે અને દેવદુર્લભ ૧૪૨ • ધર્મ-ચિંતન Page #160 -------------------------------------------------------------------------- ________________ માનવભવને સર્વથા યોગ્ય કર્તવ્યથી આપણે વંચિત રહી જઈશું. સાચા હૃદયથી શ્રીનવકારનો ભાવ પૂછનાર આત્મા સ્વાભાવિકપણે ત્રિભુવનના 'વિવેકી આત્માઓના પૂજયભાવનો અધિકારી બની જાય છે. તેને તેના માટે કોઈ બાહ્ય પ્રયત્ન કરવો પડતો નથી. આપણે સહુ પણ બહિર્ભાવને છોડીને શ્રીનવકારના ભાવનાં દર્શન કરવાને પ્રયત્નશીલ બનીએ. આવકારદાયક પ્રવૃત્તિ * મંત્રમાં અચિંત્ય શક્તિ છે અને તે શક્તિની પ્રતીતિ પણ લાવે છે. પરંતુ તેવી પ્રતીતિ માટે જોઈતી આમ્નાય અને શ્રદ્ધા આ યુગમાં સાંપડતા નથી તે દુઃખની વાત છે. આમ્નાયનું વિસ્મરણ એવું ગંભીર છે કે સાધારણ અનુષ્ઠાનો કરતી વખતે પણ જાણે સાગરમાં ડૂબકી મારતા હોઈએ તેવું થાય છે અને બુદ્ધિવાદના આ જમાનામાં શ્રદ્ધાનો તો લોપ જ થઈ ગયો છે. આ સઘળું તેના મૂળસ્થાને સ્થાપિત કરવું તે એક ભગીરથ કાર્ય છે. પ્રવચન ઉપરના વાત્સલ્યથી તથા અનેક ભવ્યજીવોને ઉપકારક થાય તે કારણે સૂરિપુંગવ શ્રીહરિભદ્રાચાર્યે મથુરાની પ્રતમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જે ભાગ સાંપડ્યો તે પોતાની મતિ પ્રમાણે શુદ્ધ કરીને લખ્યો અને તે યુગપ્રધાન શ્રતધરોએ બહુમાન્ય રાખ્યો. આ પ્રમાણે આમ્નાય શ્રીમહાનિશીથસૂત્રમાં આપણને ઉપલબ્ધ થાય છે. તેના ભેદપ્રભેદનો વિચાર કરીને અભ્યાસ કરીએ તો મને ખાત્રી છે કે એક શ્રુતમાન્ય આમ્નાયનો પુનરુદ્ધાર થઈ શકે અને શુદ્ધ આમ્નાયને કારણે પ્રતીતિ સાંપડે તો શ્રદ્ધાસંવેગ જાગ્રત કરી શકાય. -અમૃતલાલ કાલિદાસ દોશી, બી.એ. ધર્મ-ચિંતન : ૧૪૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ નમસ્કાર શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમસ્કાર એટલે દેહની સાર્થકતા, વાણીનું સત્ય, પરિણામનું અમૃત. જે ભાગ્યશાળીનો દેહ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમે, તે સ્વાર્થને નમતાં, પ્રણામ કરતાં જરૂર ખચકાય. જે પુણ્યશાળીની જીહ્વા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પરમ પવિત્ર નામના જાપ વડે પવિત્ર થાય, તે અસત્યના ઝેરને ચાખી ન શકે. જે સત્ત્વશાળીનું મન શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ઉત્કૃષ્ટતમ ભાવ વડે ભીંજાયેલું હોય, તેને દુર્ભાવનો વિષ કટોરો શે ભાવે ? પોતાના જ સ્વાર્થને પ્રણામ કરવો તે માનવદેહનું અપમાન છે. થાય છે. જીહ્વાને પારકી નિંદાના કાદવવડે ખરડવી તે સભ્યશ્રુતનું અપમાન છે. મનમાં રાગ-દ્વેષને રમવા દેવા તે વિશ્વહિતનું અપમાન છે. નમસ્કારભાવની પવિત્ર અસરવાળો જીવનપ્રવાહ સ્વાર્થના સ્પર્શ વડે દૂષિત નમસ્કાર એટલે પરમાર્થને પ્રણામ. નમસ્કાર એટલે સકલ વિશ્વના જીવોના હિતની ઉત્કૃષ્ટતમ ભાવનાના પરમદાતાર શ્રીતીર્થંકર પરમાત્માને ભાવપૂર્વક ત્રિવિધ પ્રણામ. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી જ નમસ્કારની યથાર્થતા સિદ્ધ થાય છે. સ્વાર્થને પ્રણામ કરવામાં જે ભાવ ખર્ચાય, તેનું જે ફળ તે ચારગતિમય સંસારમાં અધિક રખડપટ્ટી. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં જે દ્રવ્ય અને ભાવ સાર્થક થાય, તેનું ફળ તે યશ, આરોગ્ય, ઐશ્વર્ય અને વૈરાગ્ય. કેવળ સ્વાર્થને સલામ એટલે સર્વજીવહિતનું અપમાન, શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની વિરાધના. સરનામું ખોટું હોય તો ટપાલ ગેરવલ્લે જાય, તેમ શ્રીનવકારના જાપ સમયે ૧૪૪ ૦ ધર્મ-ચિંતન Page #162 -------------------------------------------------------------------------- ________________ આપણું મન શ્રીનવકારને બદલે સ્વાર્થને જ યાદ કરતું હોય તો આપણો નમસ્કાર, શ્રીનવકારજાપના યથાર્થ પરિણામથી વંચિત રહે. . દૂધ, ઘી કે મરી-મસાલામાં ભેળસેળ નથી નભતી, તો નમસ્કારમાં ભેળસેળ થાય તે કેમ નભી શકે ? ભેળસેળવાળા નમસ્કારનું પરિણામ પણ ભેળસેળવાળું જ આવે. સો ટચના શુદ્ધ નમસ્કારનું ફળ તે મોક્ષ. હું'ને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી, કોઈ જવાનું પણ નથી. જ્યારે આપણે શ્રીનવકાર પહેલાં હું'ને સ્થાપી દઈએ છીએ. એટલે આપણો નમસ્કાર પહેલાં તો ‘ને જ થાય છે. શ્રીઅરિહંત પરમાત્માનો દાસ, શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતકર, ભાવનાનો નમ્ર આરાધક ગણાય. - તેના બધા પ્રાણ તે સર્વોત્કૃષ્ટ ભાવના માટે દિનરાત વલવલતા હોય, આરાધનાજન્ય-મહાસત્ત્વની સતત વર્ષા સિવાય તેને ચેન ન પડે. કેવળ સ્વાર્થના વિચાર, પ્રાણોની પવિત્રતાને દૂષિત કરે છે. દૂષિત થયેલા તે પ્રાણી જગતના બધા જીવોને ભાવદાન કરવાની પાત્રતા ગુમાવી દે છે. ઉપકારી ભગવંતો ફરમાવે છે કે શ્રીનવકારનું પ્રયોજન સહજમળનો હ્રાસ અને તથાભવ્યત્વનો પરિપાક છે. કર્મના સંબંધમાં આવવાની અનાદિકાલીન જીવની યોગ્યતા તે સહજમળ છે અને મુક્તિના સંબંધમાં આવવાની જીવની અનાદિકાલીન યોગ્યતા તે . ભવ્યત્વ છે. નવકાર વડે બંને કાર્ય સિદ્ધ થાય છે. અનાદિકર્મસન્તાનબદ્ધત્વના કારણે જીવમાં કર્મના સંબંધમાં આવવાની સહજ યોગ્યતા છે–તે જ પાપનું બીજ છે. એ યોગ્યતાનો નાશ કરી જીવની મુક્તિગમન યોગ્યતા વિકાસવવી એ શ્રીનવકારનું શાસ્ત્રીય પ્રયોજન છે. સહજમળની જેમ જીવનો ભવ્યત્વભાવ પણ અનાદિકાલીન છે. તેનો પરિપાક કરવો–થવો તે જ સર્વમંગળોનું મૂળ - મંગળ છે. એટલે સહજમળનો હ્રાસ અને ભવ્યત્વનો પરિપાક એ બે કાર્યની સિદ્ધિ માટે શ્રીનવકારના અનુષ્ઠાનનું વિધાન છે. સહજમળના ફૂાસનો અને તથાભવ્યત્વના પરિપાકનો સંકલ્પ હૃદયમાં રાખીને શ્રીનવકાર ગણવામાં આવે તો જ તેનું શાસ્ત્રપ્રતિપાદિત ફળ નિષ્પન્ન થાય. ધર્મ-ચિંતન : ૧૪૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ સહજમળનો હ્રાસ એટલે પાપના મૂળનો નાશ. ભવ્યત્વનો પરિપાક એટલે મુક્તિમાં જવાની જીવની સ્વાભાવિક યોગ્યતાનો વિકાસ. આ બે સંકલ્પ હૃદયમાં રહે એટલે દુર્વિચાર જરૂર ઘટે. સદ્વિચાર જરૂર વધે. નમનીય એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ન નમવું અને અનમનીય એવા વિષયોને નમવું એ જ અયોગ્યતા છે. નમનીયને નમવાથી એ અયોગ્યતા ટળે છે અને યોગ્યતા વિકસે છે અને તેના પરિણામે ઉભયલોકમાં સુખ મળે છે અને અલ્પકાળમાં મુક્તિના અવ્યાબાધ સુખના સુખપૂર્વક અધિકારી થઈ શકાય છે. ઉક્ત બે સંકલ્પપૂર્વક થતી શ્રીનવકારની આરાધના પાપને વધારનારા સ્વાર્થને ઘટાડે છે. ભવ્યત્વને પકવનારા પરમાર્થભાવને વિકસાવે છે. અંધકાર ઓસરતો જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય તેમ સહજમળ ઘટતો જાય તેમ તેમ ભવ્યત્વ પાકતું જાય. જીવને પાપની પ્રેરણા સહજમળ કરે છે. તે જ તેનો સ્વભાવ છે. જીવને સત્કાર્યની પ્રેરણા ભવ્યત્વના યોગ થાય છે. ભવ્યત્વના પરિપાક અનુસાર, શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોના સર્વોત્કૃષ્ટ ભાવને લાયક બની શકાય છે. સહજમળ જીવને સંસાર તરફ ખેંચે છે, તથાભવ્યત્વ મુક્તિ તરફ ખેંચે છે. બેમાંથી જેનું જોર વધે છે તેની જીત થાય છે. વિષય કષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમવાથી જીવના ભવ્યત્વભાવનું બળ વધે છે. ભવ્યત્વભાવ વધે એટલે સહજમળનો હ્રાસ થાય. મતલબ કે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને કરાતો નમસ્કાર, પાપના મૂળના નાશની અને મુક્તિના બીજના વિકાસની આપણી આરાધનાના પ્રયોજનને સિદ્ધ કરે છે. ઉક્ત સંકલ્પો પૂર્વક આપણે જે નમસ્કાર કરીએ તે, “અપૂર્વ નમસ્કાર કહેવાય. તે સિવાયના ઘણા જ નમસ્કાર આપણે આજ પૂર્વે કરી ચૂક્યા છીએ. હથોડીનો પ્રત્યેક ઘા, સોનીના મનમાં રહેલા ઘાટને સુવર્ણમાં સાકાર બનાવે છે, ૧૪૬, ધર્મ-ચિંતન Page #164 -------------------------------------------------------------------------- ________________ તેમ શ્રીનવકારના પ્રત્યેક અક્ષરનો જાપ આપણા મનમાં રહેલા ભાવને પકવવામાં– સાકાર બનાવવામાં અચિંત્ય ભાગ ભજવે છે. - જ્યારે ઉદેશના સ્પષ્ટ ચિત્ર સિવાયના જાપની ક્રિયા અનેકવિધ સંકલ્પ-વિકલ્પ વચ્ચે અટવાઈ જાય છે અને આરાધક પોતે લગભગ ઠેરની ઠેર રહે છે. અપૂર્વ નમસ્કાર એટલે ભવ્યત્વભાવના સંપૂર્ણ વિકાસના લક્ષ્યપૂર્વકનો નમસ્કાર. દેવાધિદેવની પરમતારક ભાવનામાં ઓતપ્રોત થવાની ઉત્કૃષ્ટ પ્રકારની ક્રિયા. સહકમળની તાકાત જ આપણને સહુને સંસારમાં રખડાવે છે, ઠેર-ઠેર ભટકાવે છે, એ મળની ગાંઠ એવી તો જલદ હોય છે કે શરીર છૂટી જવા છતાં તે કાયમ જ રહે છે. | ‘અપૂર્વ નમસ્કાર” એ જ તે ગાંઠને વિખેરી નાખવાનો ઊંચામાં ઊંચો ઈલાજ છે. એવા નમસ્કારમાં સહુનો સમય સાર્થક થાઓ. સહુની શક્તિ સાર્થક થાઓ. નમસ્કારનું દર્શન ૧. સંત પુરુષોને તેણે સર્વ પાપપ્રણાશક તરીકે દર્શન દીધા છે. ૨. મુમુક્ષુઓને તેણે પોતાની મંગલમયતાનો પરિચય આપ્યો છે. ૩. યોગીઓને અષ્ટમહાસિદ્ધિના અધિષ્ઠાનરૂપ ભાસ્યો છે. ૪. મંત્રસાધકોને મંત્રાધિરાજ તરીકે પુરવાર થયો છે. તેમ જ અનેક અજાયબીઓથી ભરેલો દેખાયો છે. ૫. જ્યોતિષ્કોને તે નવગ્રહોને અંકુશમાં રાખનારી મહાશક્તિ તરીકે પ્રતીત થયો છે. ૬. રોગ નિવારણ માટે તે અમૃતકુંભ તરીકે પુરવાર થયો છે. ૭. ગણિતશાસ્ત્રીઓને પોતાની બુદ્ધિ શક્તિ દ્વારા તે અનંતરૂપે અધિગત થયો છે. ૮. શાસ્ત્રવેત્તાઓને મહાશ્રુતસ્કંધરૂપે પ્રતિભાસિત થયો છે. ૯. તત્ત્વ સંગ્રહની અભિરુચિવાળાઓને મન તે સર્વશ્રુતના સારરૂપ જણાયો છે. કવિહૃદયને રસગંગારૂપ પ્રતીત થાય છે. | (“નમસ્કાર રસગંગા') ધર્મ-ચિંતન ૧૪૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારનો સાધક ચાલવાની ક્રિયાથી માર્ગ કપાય તેમ નમસ્કારની ક્રિયાથી ભાવ અપાય. આપણે જેને નમસ્કાર કરીએ, તેનો ભાવ આપણને અસર કરે. નમસ્કાર કરવાનો વધુ ભાવ જેના તરફ રહે તેની વધુ અસર નીચે આપણે આવીએ. વિષય-કષાયને નમસ્કાર કરવાનું મન થાય તે આપણું દુર્ભાગ્ય ગણાય. કારણ કે તેના પ્રભાવે આપણે દશે દિશાએથી અશુભવડે ઘેરાઈ જઈએ છીએ. વિશ્વમાં રહેલા અશુભભાવના પરમાણુઓને આપણી દિશામાં આકર્ષવાનું કામ વિષય અને કષાય કરે છે. વિષય-કષાયને નમસ્કાર કરવો તે જીવનના પવિત્ર પ્રવાહમાં વિષ ભેળવવા કરતાં પણ વધુ ખરાબ છે: ભાવથી આપણી વધુમાં વધુ નજીક રહેલા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના આપણા સહુના ઉપર જે ઉપકારો છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. જગતના બધા જીવોના હિતને જે સર્વોચ્ચભાવ તેઓશ્રી આપી રહ્યા છે તેનો વિચાર કરતાં એમ સ્પષ્ટ થાય છે કે એક સારો વિચાર આવે ત્યારે પણ આપણી આંખમાં ઝળઝળીયાં આવવાં જોઈએ. આપણા અંતઃકરણમાં એ પરમોપકારી ભગવંતોના નિઃસીમ ઉપકારોની પવિત્ર સ્મૃતિ મઘમઘાયમાન થવી જોઈએ. તે સમયે આપણને એમ સમજાવું જોઈએ કે, “આ જે શુભ વિચાર જાગ્યો છે, તે પરમોપકારી ભગવંતોના શુભભાવના શાશ્વતપ્રવાહના જ પ્રભાવે.' અને જ્યારે અશુભ વિચાર જાગે ત્યારે આપણને ગભરામણ છૂટવી જોઈએ. એમ લાગવું જોઈએ કે “અધમ મારા પરમતારકનાથની સામે પડ્યો ! વિનીત પુત્ર પોતાના પિતાની આમન્યાનો લોપ નથી કરતો તે આપણે જાણીએ છીએ, તો શ્રીનવકારનો ધારક આત્મા, શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાની અવગણના કરે તે માની શકાય ? કદાપી નહિ. આપણે આજે જે કાંઈ શાતા અનુભવીએ તે, શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાની યત્કિંચિત્ પણ આરાધનાના અલૌકિક પ્રભાવે. અને જે અશાતા અને અંતરાયો અનુભવીએ છીએ તે, તે આજ્ઞાની વિરાધનાનું પરિણામ છે. તે આશાના મૂળમાં સર્વોચ્ચ વિશ્વહિતકરભાવ રહેલો છે. ૧૪૮ ધર્મ-ચિંતન Page #166 -------------------------------------------------------------------------- ________________ ત્યાં નમવાને બદલે આપણે “અહ” અને “મમ ને નમસ્કાર કરીએ એટલે જગતના સર્વ જીવો સાથેનો આપણો ભાવ સંબંધ લગભગ કપાઈ જાય અને આપણે જાતે આપણા ભાવવડે હણાઈએ. શ્રીનવકારનો એકજવારનો ભાવપૂર્વકનો પૂરો જાપ, પરિણામની ધારા ઉપર એ અસર કરે છે, જે અસર કરચલીવાળા કપડા ઉપર એક જ વારની, ઈસ્ત્રી ફેલાવે છે. તે ધારામાં મોટો વિક્ષેપ, સ્વાર્થનો વિચાર જન્માવે છે. બરાબર બેસતાં ન આવડે તો ઈસ્ત્રીવાળું કપડું પણ ચૂંથાઈ જાય તેમ બરાબર વિચાર કરતાં નહિ આવડતો હોવાને કારણે શ્રીનવકારના પ્રભાવે વિશુદ્ધ બનતી પરિણામની ધારા થોડી વાર પછી તૂટવા માંડે છે, ઝાંખી પડવા માંડે છે. શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર ભાવનાના અંગભૂત ન હોય એવા કોઈ પણ વિચારને પોતાના અંગભૂત ન બનાવવો તે પરિણામની ધારાને નિર્મળ, તેજસ્વી અને સર્વશ્રેયસ્સાધક બનાવવાનો સચોટ ઉપાય છે. આપણે જ્યારે આપણા સ્વાર્થના વિચાર સાથે જોડાઈએ છીએ ત્યારે શ્રીઅરિહંત પરમાત્માના આપણા પ્રત્યેના ભાવથી અલગ પડી જઈએ છીએ, તે ભાવથી અલગ પડી જવાય છે એટલે સકળ વિશ્વથી અલગ પડી જવાય છે. આપણને સકળ વિશ્વથી અલગ પાડનારા વિચારને નમસ્કાર કરવાનો ભાવ થવો તે જન્મટીપ યા ફાંસીની સજાને લાયકના દુષ્કૃત્યને નમસ્કાર કરવા કરતાં અધિક ખરાબ કૃત્ય છે. તે પ્રકારના નમસ્કારના પ્રભાવે જે અશુભકર્મ બંધાય છે તે આપણને ખૂબ નીચે ઘસડી જાય છે કે જયાં નર્યો અંધકાર અને યાતનાઓ આપણું સ્વાગત કરવા માટે અહર્નિશ તૈયાર હોય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક જે નમસ્કાર થાય છે તેની આપણા ભાવ ઉપર જે શુભ અસર ફેલાય છે તેના પ્રભાવે આપણે અંદરથી વધુ લાયક બનીએ છીએ. અંદરથી વધુ લાયક બનવું એટલે આત્માના ભાવની અસરને વધુ ઝડપે ઝીલવાની લાયકાત પ્રગટ થવી તે. આંવી લાયકાત પ્રગટે છે એટલે મૈત્રીભાવથી નીચે ઉતરવું તે લોઢાના ચણા ચાવવા કરતાં વધુ દુષ્કર વર્તાય છે. મતલબ કે આપણી સમગ્રતા ઉપર આત્માના ભાવની જે ઘેરી અસર ફેલાઈ જાય છે તેને જ માફકસરના વિચાર-વાણી અને વર્તનને આપણા જીવન સાથે નિકટતર સંબંધ થઈ જાય છે. શ્રીનવકાર એ ભાવયોગનું શ્રેષ્ઠતમ માધ્યમ છે. ધર્મ-ચિંતન : ૧૪૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ‘નમો અરિહંતાણં' બોલતાંની સાથે આપણા પ્રાણોમાં શ્રીઅરિહંત પરમાત્માના ભાવની અસર શરૂ થવી જોઈએ. ‘નમો સિદ્ધાણં’ બોલતાંની સાથે જીવતત્ત્વ પ્રત્યેનો આપણો ભાવ, અસલરંગમાં આવવો જોઈએ. એકાએક આવું શી રીતે બની શકે ? ‘એકાએક' શબ્દને જ્યારે-ત્યારે આગળ કરવો પડે છે તે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને આપણે બરાબર ઓળખતા નહિ હોવાની નિશાની છે. જગતના બધા જીવોના મંગલને જે ભાવ તેઓશ્રી આપી રહ્યા છે, તેનો આપણને સાધારણ ખ્યાલ પણ આવી જાય તો આપણે બચાવની દલીલનો આસરો શોધ્યા સિવાય, દિન-રાત તેઓશ્રીના તે ઉપકારોને પાત્ર બનવાની વિવેકપૂર્વકની જાગૃતદશામાં રહેવાના શક્ય સઘળા પ્રયત્નો કરીએ. તે ઉપકારને પાત્ર જગતના બધા જીવો પ્રત્યે ઊંચો ભાવ કેળવવામાં કશી કંજુસાઈ ન દાખવીએ. દેવાધિદેવની નિઃસીમ કરુણાને પાત્ર જગતના જીવો પ્રત્યે સાચો ભાવ કેળવાય છે એટલે તે જીવોના અંતઃકરણમાં દેવાધિદેવના અસીમ ઉપકારોની યાદ તાજી કરાવવામાં આપણે નિમિત્તભૂત બની શકીએ છીએ, તેમ જ જેમના ઉપકારોની કોઈ સીમા નથી તે પરમાત્મા શ્રીઅરિહંતદેવના ઉપકારોને પાત્ર બનવાની દિશામાં આપણે ડગ ભરીએ છીએ તેમ નક્કી થાય છે. જેને તેને પોતાની જ ઓળખાણ કરાવામાંથી ઊંચો નહિ આવનારો આત્મા, જગતના બધા જીવોને દેવાધિદેવના પરમતારક શાસનની ઓળખાણ ન જ કરાવી શકે. આપણી આજુબાજુમાં આપણા પોતાના પ્રત્યેના ભાવના જે થર્ડના થર જામી ગયા છે તેને દૂર કર્યા સિવાય નહિ આપણે શ્રીનવકાર સાથે ભાવસંબંધ બાંધી શકીએ, નહિ જગતના બધા જીવોના હિતમાં આપણા શ્વાસોચ્છવાસને સાર્થક કરી શકીએ. શ્રીનવકાર સાથેનું આપણું સગપણ, ભાવથી ત્રિભુવનનાં સઘળા જીવોના સગપણને દીપાવવાની આપણા આત્માની યોગ્યતાનો સબળત૨ પુરાવો છે. એવા શ્રીનવકારનો આરાધક પોતાના ભાવથી ત્રિભુવનપતિના ભાવની એટલી નજીકમાં રહેતો હોય છે કે, તેના શિરોભાગે સિદ્ધશીલાનું અજવાળું ઘણી વાર જોવા મળે છે. તે અજવાળામાં જીવતત્ત્વ પ્રત્યેનો ઊંચામાં ઊંચો ભાવ સમાયેલો હોય છે. એ ભાવની અસર નીચે એકાદ વાર પણ આવી જવાય તો જીવતર ધન્ય ધન્ય બની જાય. એવી તો અસર હોય છે એ ભાવની કે આ લોકમાં પણ મહિનાઓ સુધી તેં તાજીને ૧૫૦ ૭ ધર્મ-ચિંતન Page #168 -------------------------------------------------------------------------- ________________ તાજી રહે છે તેમ જ બીજા નબળા વિચારોની અસરથી આપણને પર રાખે છે. શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને આપણે ભાવપૂર્વક જે નમસ્કાર કરીએ છીએ તે જગતના બધા જીવો સાથેના આપણા આત્માના ભાવસંબંધને અધિક સક્રિય બનાવે છે. ભાવની તે સક્રિયતા આપણને કાળક્રમે ભવથી પાર કરે છે તેમ જ જગતમાં શ્રીનવકા૨ની અચિંત્ય ઉપકારતાનો જે પ્રવાહ વહી રહ્યો છે તેના પ્રત્યે સહુના ભાવને ખેંચે છે. શ્રીનવકારને ભજવાનું મહાપુણ્ય જીવ માત્રના જીવનમાં પ્રગટો ! શ્રીનવકારનો સાચો સગો ભાવથી જીવમાત્રનો મિત્ર હોય. અરિભાવ તેના મનના દ્વાર પર જતાં જ પીગળી જાય. // આત્મવત્ સર્વ ભૂતેષુ ॥ ‘આત્મવત્ સર્વ ભૂતેષુ’ એ ધર્મ છે. ધર્મમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ, કરુણા અને સમભાવ હોય છેં. પ્રેમ, અહિંસા અને કરુણાનો સાગર જેમાં ભર્યો હોય તે ધર્મ છે. ધર્મની દૃષ્ટિ ચિત્તશુદ્ધિ પ્રધાન છે. તે દૃષ્ટિએ દેવો કરતાં પણ શ્રેયાર્થી મનુષ્યો જ વધારે ગૌરવ પાત્ર છે. સર્વ આત્માઓ પ્રત્યે પોતાનો વાસ્તવિક અભેદભાવ એ અહિંસાનો પાયો છે. આત્મૌપમ્યની દૃષ્ટિએ સર્વ જીવ સમાન છે. અહિંસાની બીજી ભૂમિકા અનુભવની છે. સહુને જીવન પ્રિય અને મરણ અપ્રિય છે. તો પછી કોઈની પણ હિંસા કેમ થાય ? કોઈને દુઃખ થાય તેવું વર્તન, વાણી કે વિચાર કેમ થાય ? કોઈને પણ પીડા ન કરવી, એ ખરેખર જ્ઞાનીઓ માટે સારરૂપ છે. समया सव्व भूएस स तु मित्तेसु वा जगे ॥ સર્વ જીવ એટલે માત્ર માનવ નહિ, પણ કીટ-પતંગિયાથી માંડીને માનવ, એકેન્દ્રીય જીવથી માંડીને પંચેન્દ્રિય જીવ સત્તાએ કરી - સર્વ સમાન છે. માત્રાએ, ચેતનાના વિકાસની દૃષ્ટિએ ભેદ છે. એ રીતે જૈન દર્શન તે ખરી રીતે આત્મદર્શન છે. તેમાં આત્મ પ્રેમની વાત મુખ્ય છે. ધર્મ-ચિંતન ૦ ૧૫૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારની આરાધના મહામંત્ર શ્રીનવકારની આરાધના એટલે પોતા પ્રત્યેની મમતા (મહામોહ)ને જીતવાનું સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન. કાદવમાં ખૂબ ઊંડે સુધી ખૂપી ગયેલા પ્રાણીને બહાર કાઢવામાં જે અગત્યનો ભાગ થાંભલો અને રસી ભજવે છે તેના કરતાં અનંતગુણો અધિક ભાગ પોતાના જ વિચાર અને ધ્યાનમાં જગતના સર્વ જીવોથી તેમજ તે જીવોના પરમ ઉપકારી એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની અચિંત્ય તારકતાથી અલગ પડી ગયેલા જીવને ઉપયોગ દશામાં લાવવામાં શાશ્વત મંત્ર શ્રીનવકાર ભજવે છે. નવકાર નકારે છે કર્તવ્યના અહંકારને, મમતાના મારક વિચારોને, આવકારે છે દેવાધિદેવની નિઃસીમ કરુણાના પરમપ્રભાવને, તે પ્રભાવમાં રહેલી અમાપ * તારકશક્તિને. આપણું કર્તવ્ય શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પરમ મંગલમય ભાવને આપણામાં ઉઘાડવાનું છે, આપણા આત્માની સાથે જોડાઈને રહેતા આવેલા મિથ્યાભાવને ઓગાળવાનું છે. મહામોહજન્ય આપણો તે ભાવ જેમ જેમ ઓગળતો જાય છે, તેમ તેમ આત્માના ભાવને સક્રિય બનવાનું ક્ષેત્ર વિસ્તરતું જાય છે. જીવનો જીવ પ્રત્યેનો સદ્દભાવ સ્વાભાવિક બનતો જાય છે, સ્વાર્થને જપવાનો તેમ જ પૂજવાનો મોહ ઘટતો જાય છે, સર્વ જીવોના હિતની ભાવના આપણા આત્માના હિતના અંગભૂત બનતી જાય છે. પરહિતની મૌલિક ચિંતાવિહોણું જીવન આપણને ખરેખર ભારરૂપ લાગે છે: ત્રણ જગતને પૂજય એવા શ્રીઅરિહંત પરમાત્માને પૂજવાની સાચી શક્તિ તે ભાવમાંથી જન્મે છે. શ્રીઅરિહંત પરમાત્મા એટલે કોણ તેનું અલૌકિક દર્શન તે પછી જ થાય છે. જેઓશ્રીના નિર્મળ આત્માના પ્રત્યેક પ્રદેશમાં જીવ માત્રના કલ્યાણનો સર્વોચ્ચ ભાવ એ રીતે હસતો હોય છે, જે રીતે શરદપુનમની રાતના હૃદયમાં અજવાળું હસતું હોય છે. પુનમની રાતના અજવાળાની આ ઉપમા પણ શ્રીઅરિહંત પરમાત્માના પરમ પ્રભાવની તુલનામાં ખૂબ નાની પડે છે, કારણ કે તેઓશ્રીના આત્માના ભાવની યથાર્થ તસ્વીર કોઈ છદ્મસ્થ જીવ દોરી શકતો જ નથી. તેમ છતાં શ્રીનવકારની એકનિષ્ઠાપૂર્વકની આરાધનાના પ્રભાવે ઉઘડેલા તેના હૃદય કમળમાં તેઓશ્રીના નિઃસીમ ઉપકારની જે ૧૫ર ધર્મ-ચિંતન Page #170 -------------------------------------------------------------------------- ________________ સુવાસ મઘમઘતી હોય છે તેના જ પ્રભાવે તે કાંઈક કહેવા પ્રેરાય છે, કે જેને ઝીલવા તેમ જ વિચારવાથી પાત્ર જીવોને શ્રીજિનેશ્વર ભગવાનની ભક્તિમાં હૃદયને ભીંજવવાની પિવિત્રતમ પ્રેરણા મળતી રહે. શ્રીનવકારની સાથે આપણે મળી જવું જોઈએ. અલગતા ઊભી કરનારા અહંકારને અળગો પાડ્યા સિવાય, શ્રીનવકારને મળવાનું મહાકાર્ય મુશ્કેલ રહ્યું છે તેમ જ વધુ મુશ્કેલ બની રહેવાનો પૂરતો સંભવ છે. અહંકારજન્ય અલગતા જીવના જીવ સાથેના ભાવસંબંધની આડે આવે છે. જગતના સર્વ જીવોના સર્વોચ્ચ હિતને ભાવ આપનારા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ભાવની સાથે આપણને એકરૂપ બનવા દેતી નથી. જીવની સર્વજીવહિતચિંતાવિષયક અલગતાના નિવારણ માટે શ્રીનવકારની | આરાધના છે. પોતા પ્રત્યેની મમતા, સર્વ જીવ પ્રત્યેના સમતાભાવને ઢાંકી દે છે. નમસ્કારભાવના પ્રભાવે તે મમતા સર્વજીવહિતચિંતારૂપ બને છે. શ્રીઅરિહંત પરમાત્માના ત્રિભુવનક્ષેમકર ભાવને શરણે જવાના શુભભાવપૂર્વકનો નમસ્કાર આપણા મનને વિશ્વમૈત્રીનું મહાકેન્દ્ર બનાવી દે છે. આપણા હૃદયને દેવાધિદેવની સર્વોચ્ચ ભાવનાના “ભવનમાં બદલી નાખે છે. આરાધક આત્મા, વિરાધના એટલે શું એ ન સમજતો હોય એવું ભાગ્યે જ બને. આરાધના એટલે પોતામાં રહેલા વિરાધકભાવ પર વિજય મેળવવો તે.. - આત્મામાં અનાદિકાળથી ઘર કરીને રહેલા પોતા પ્રત્યેના રાગને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાના રંગ વડે રંગવાની ઉત્કૃષ્ટ પ્રકારની ક્રિયા. આરાધના એટલે મહાપુણ્યના યોગે મળેલા દેવદુર્લભ માનવના ભવને શ્રીતીર્થંકર પરમાત્માની ઉત્કૃષ્ટતમ ભાવનાના છંદરૂપ બનાવવાની અનુપમ પ્રકારની તાલીમ. વિશ્વવહેતી દેવાધિદેવની મહાકરુણાને જરાપણ ઠેસ ન વાગે, તે મહાકરુણાના સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રભાવની અવહેલના ન થાય, તેના સ્વાભાવિક પરમપ્રભાવને સમર્પિત થઈને જ જીવવાની લાગણી રહ્યા કરે, તે મહાકરુણાથી અલગ પાડનારી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં જોડાઈ જવાની બહિર્મુખતા, આત્માના ભાવમાં સાવ ઓગળી જાય. અંદર-બહાર બધે સમરૂપતા અનુભવાય એટલે આરાધક ભાવ પ્રગટી રહ્યો છે તેમ જ , અનાદિથી ચારગતિમાં રઝળાવનારો વિરાધકભાવ ઓસરી રહ્યો છે એમ નિઃસંકોચપણે ધર્મ-ચિંતન ૧૫૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ કહી શકાય. આરાધકભાવમાં “હું સદાય છેલ્લો રહે. દેવાધિદેવની પરમ પ્રભાવકતા સદાય આગળ રહે, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના નિઃસીમ ઉપકારો સદાય આગળ રહે, સ્વકર્તુત્વ ભાવ સદાય છેલ્લો રહે, સદ્ગુરુ ભગવંતોના અસીમ અનુગ્રહનો પ્રભાવ જેટલો નિકટવર્તી અનુભવાય તેટલો સ્વપ્રયત્ન સાથેનો સંબંધ કદીએ ન વર્તાય. મતલબ કે આરાધકને સહુથી પહેલાં દેવ અને ગુરુ યાદ આવે, તેઓશ્રીની નિસીમ ઉપકારકતા યાદ આવે, તેઓશ્રીના આત્માનો જીવ માત્રના કલ્યાણનો સર્વોચ્ચ ભાવ યાદ આવે, તે ભાવમાં રહેલી સ્વાભાવિક તારકતા યાદ આવે, તે તારકતા સાથે ભાવપૂર્વક જોડાઈને જીવવાનું યાદ આવે, તે જોડાણમાં અવરોધ પેદા કરનારા અહંભાવરૂપી વિરાધકભાવનું એક ક્ષણવારનું ચિંતન પણ તેને બેબાકળો બનાવી મૂકે. તે સમયે તેને પોતાના પગ નીચેની ધરતી ખસી રહી હોવાનો સ્પષ્ટ અનુભવ થાય, તેની સમગ્રતા ડોલાયમાન બની રહી હોવાનું પ્રતીત થાય. શ્રીનવકારની આરાધના એટલે શ્રીઅરિહંત પરમાત્માના સર્વજીવહિતકર સર્વોચ્ચભાવની આરાધના. શ્રીનવકારની આરાધના એટલે શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાની વિરાધનાના પરિણામોથી સર્વથા પર બનવાની ઉત્કૃષ્ટ ક્રિયા. આપણા વિચાર, વાણી યા વર્તનથી પરના હિતને જે આંચકો લાગે તે વિરાધના. વિરાધના એટલે દેવાધિદેવની આજ્ઞાની વિરાધના. આજ્ઞાની વિરાધના એટલે ત્રિભુવનહિતકર મહાકરુણાના તારક પ્રવાહનો અપલાપ. આજ્ઞાની વિરાધના એટલે દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાને અવગણીને સ્વાર્થની આજ્ઞાનું બહુમાન કરવું તે. શ્રીનવકારની આરાધના, વિશ્વમાં રહેલા જીવોના હિતની સાધનામાં પરિણમે છે. ત્રિભુવનમાં રહેલા જીવોના કલ્યાણને ભાવ આપવામાં સાર્થક થાય છે. આત્માના ભાવને આગળ આવવા દે છે. શ્રીનવકારનો એકનિષ્ઠ આરાધક ભાવથી વધુમાં વધુ નજીક શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર ભાવના સાથે જ રહેતો હોય છે. બધા જીવોનાં હિતની ૧૫૪ ધર્મ-ચિંતન Page #172 -------------------------------------------------------------------------- ________________ ચિંતામાં તેનું મન મળી ગયેલું હોય છે. તેના અંતઃકરણમાં આત્માના ભાવનું અમૃત છલકાતું હોય છે. તે અમૃતની જગતના બધા જીવોને લહાણ કરવા માટે તે સતત પ્રયત્નશીલ રહે છે. તે લહાણને તે દેવ અને ગુરુની અસીમ કૃપાનું વ્યક્ત સ્વરૂપ સમજે છે. દેવ અને ગુરુની કરુણાના ૫૨મપ્રભાવવિહોણા જીવનમાંથી આરાધકભાવ તરત જ વિદાય થઈ જાય છે તે સત્ય તેના નમસ્કારભાવને અધિક વિશુદ્ધ અને જીવંત બનાવે છે. કેવળ પોતાના પ્રયત્ન વડે આગળ વધવાની વાતમાં તેના હૃદયને મુદ્દલ નિષ્ઠા હોતી નથી. બધાં કારણોના સમ્રાટ સરખા મહાશુભભાવના મહાસાગર તુલ્ય શ્રીઅરિહંત પરમાત્માના ભાવમાં ખોવાઈ જઈને, વિલીન થઈ જઈને તે પરમપદને પાત્ર બને છે. તે પાત્રતા પ્રગટાવવામાં પૂરેપૂરા સહાયભૂત થનારા ત્રણ જગતના બધા જીવોને પોતાના આત્મા સમાન માનવામાં તે ભાગ્યે જ પ્રમાદ સેવે છે. જીવમાત્રના કલ્યાણની મહાસત્ત્વવંતી ભાવનામાં જેમના શ્વાસોચ્છ્વાસ સાર્થક થઈ રહ્યા છે એવાં આરાધક આત્માઓને ત્રિવિધે ભાવપૂર્વક પ્રણામ. દેવ-ગુરુ-ધર્મ દર્શનથી જીવ દેવ થાય છે. જ્ઞાનથી જીવ ગુરુ થાય છે. ચારિત્રથી જીવ ધર્મરૂપ થાય છે. દેવ બનેલો તે અન્યમાં દર્શન ઉત્પન્ન કરે છે. ગુરુ બનેલો તે અન્યમાં જ્ઞાન ઉત્પન્ન કરે છે. ધર્મ બનેલો તે અન્યમાં ચારિત્ર ઉત્પન્ન કરે છે. આ રીતે ધર્મરૂપ બનેલો તે આત્મા દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે જગતનું ધારણ પોષણ કરે છે. સમ્યગ્ દર્શન એ ધ્રુવ, સ્મૃતિ (ચારિત્ર)નું અવંધ્ય બીજ છે. સમ્યગ્ જ્ઞાન દેવ-ગુરુ-ધર્મનું નિરંતર સ્મરણ કરાવે છે. દેવ એટલે નિજગત પરમાત્મ તત્ત્વ. ગુરુ એટલે તેનું અનુભવજ્ઞાન. ધર્મ એટલે તેમાં રમણતા. ધર્મ-ચિંતન ♦ ૧૫૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ નવકારને દાન શ્રીનવકાર આપણને જે કાંઈ આપવા ચાહે છે તે લેવાની શક્તિ આપણા હાથમાં કે શરીરમાં નહિ. પરંતુ મનમાં છે. એટલે આપણે શ્રીનવકારને બધું આપવા છતાં મન ન આપીએ ત્યાં સુધી તેની પાસેથી આપણે બહુ થોડું પામી શકીએ. મનના પાત્રમાં જ શ્રીનવકારનું દાન સમાઈ શકે તેમ છે. ‘નમો’ પદમાં સન્માનના દાનનો ભાવ રહેલો છે. સન્માનના દાનથી ચઢીયાતું બીજું કોઈ દાન નથી. પરંતુ સન્માનનું દાન એટલે શું તે ખાસ વિચારવા જેવું છે. જે ક્રિયામાં સહુથી અગત્યનો ભાગ મન ભજવે છે એવા સન્માનના દાનમાં મન આખું સન્માન્યની માલિકીનું બની જતું હોય છે. જેના મનમાં શ્રીનવકાર હોય તેને સંસાર શું કરી શકે ?' એવું જે શાસ્ત્રવચન છે તેનું રહસ્ય એ સમજાય છે કે, પોતાના વિચારનું ઊંચામાં ઊંચું માધ્યમ જે ‘મન’ કહેવાય તેનું પણ જે આત્મા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક દાન કરી શકતો હોય તેના ઉપ૨ અહંભાવરૂપી સંસાર તથા તથાપ્રકારનાં નિમિત્તો કયા માધ્યમ દ્વારા- આક્રમણ કરી શકે ? શ્રીનવકારની આરાધનાના મંગલમય અનુષ્ઠાન પાછળ લાખોની સંપત્તિનો યથાર્થ સર્વ્યય કરનારા ભાગ્યશાળીને પણ દશ મિનિટ માટે પોતાના મનનું શ્રીનવકારને દાન કરવાનું કહેવામાં આવે છે તો તે આંચકો અનુભવે છે અથવા કહે છે કે, ‘પ્રયત્ન કરું છું, નક્કી કશું ન કહી શકું.' આમ થવાનું કારણ એ છે કે, આજે આપણા મન અને આપણા પોતા પ્રત્યેના ગાઢ રાગ વચ્ચે ‘અભેદ દશા' જેવી સ્થિતિ પ્રવર્તે છે. અને તેથી જ શ્રીનવકારના જાપ સમયે રાગનો જાપ જપાઈ જાય છે. અથવા કહો કે રાગનો જાપ સહજ લાગે છે અને શ્રીનવકારનો જાપ ખૂબ જ કઠીન લાગે છે. પોતાના સ્વાર્થને પ્રણામ કરવાની અનાદિકાલીન વૃત્તિના કારણે આમ થતું. હોય છે. ૧૫૬ ૦ ધર્મ-ચિંતન Page #174 -------------------------------------------------------------------------- ________________ . તે વૃત્તિના સમૂળ ઉચ્છેદ સાથે મનના દાનને સંબંધ છે. મનના દાન સાથે નમસ્કારના ભાવને સંબંધ છે. નમસ્કારના ભાવ સાથે ત્રિભુવનના જીવોને સંબંધ છે. ત્રિભુવનના જીવો સાથે ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ ભાવને સંબંધ છે. એટલે કે આપણે જ્યાં સુધી ઊંચામાં ઊંચા પાત્રરૂપ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને, ઊંચામાં ઊંચા વિત્તરૂપ નિર્મળ ચિત્તનું ભાવપૂર્વક દાન ન કરી શકીએ ત્યાં સુધી આપણો આપણા પ્રત્યેનો ભાવ, તેમના પ્રત્યેના આપણા પરમપૂજ્યભાવ કરતાં પણ વધુ ચઢીયાતો છે એમ નક્કી થાય. મનના દાનની સત્ત્વવંતી ભાવનામાંથી ઉનમનીભાવ પ્રગટે છે. તે ભાવના પ્રભાવે આત્માનો ભાવ સતત શુભપ્રદાયકતા ધારણ કરે છે. એવો આત્મા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના સીધા ભાવસંબંધમાં રહે છે તેમ જ તેના સઘળા લાભનો અધિકાર જગતના જીવોને બક્ષે છે. પોતા પ્રત્યેના રાગને નિર્મૂળ કરવાની તેમ જ વૈરાગ્યદશાને વરવાની–મનનું દાન–એ ઉત્કૃષ્ટ પ્રકારની પ્રક્રિયા છે. વૈરાગ્યદશાને ટકાવવામાં તેમ જ વધુ નિર્મળ બનાવવામાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોનું આલંબન અને તેમની કરુણાના વિષયભૂત ત્રણ જગતના જીવોના હિતની ચિંતા અનિવાર્ય છે. મનમાં નમસ્કારભાવ પરિણત થતો જાય તેમ તેમ સર્વાત્મભાવવિષયક વૈરાગ્યદશા ખીલતી જાય. મન જયાં સુધી “આપણું' રહે ત્યાં સુધી આપણે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ન બની શકીએ, મતલબ કે આપણે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના પૂરેપૂરા ભાવસંબંધમાં ન આવી શકીએ. આપણો જેટલો વિચારપ્રદેશ આપણે આપણા પોતાના સ્વાર્થ માટે અનામત રાખીએ તેટલા પ્રમાણમાં આપણો નમસ્કાર અધૂરો રહે. અધૂરો નમસ્કાર, પૂરું ફળ ન આપે તે સમજી શકાય તેવી હકીકત છે. ભાવનમસ્કારની આ ખેંચમાંથી ભવપરંપરા જન્મે છે. મન મળ્યા પછી, તેને સાચવનારા પરમોપકારી ભગવંતોનો યોગ થવો એ ઘણા મોટા પુણ્યોદયની નિશાની છે. ધર્મ-ચિંતન ૧૫૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ એવો જેમનો પુણ્યોદય છે તેમની આરાધનામાંથી સર્વ શ્રેયસ્કરભાવ પ્રગટે એ સ્વાભાવિક ગણાય. એ ભાવમાં રહેલી પ્રભાવકશક્તિ, મંદ પુણ્યોદયવાળા જીવોને ઘણું મોટું આલંબન પૂરું પાડે છે. આરાધકના મનમાંથી ‘જીવવિચાર' ખસી જાય છે ત્યારે તે ભાવથી ખૂબ જ નાનો અને રંક બની જાય છે. ‘વિશ્વમૈત્રીભાવ’ એ જ આરાધકનું હૃદય ગણાય એવું જેનું હૃદય હોય તેનું મન જરૂર શ્રીનવકા૨નું ઘર બની શકે. અને જ્યાં શ્રીનવકા૨નો વાસ હોય, ત્યાં સદા સર્વમંગલમય ભાવની સુવાસ હોય. અમંગલને નિમિત્ત ત્યારે મળે છે જ્યારે જીવ, જીવના હિતને ગૌણ કરીને અથવા અવગણીને પોતાના સ્વાર્થની સેવામાં પરોવાય છે. એટલે જ જગતના સર્વજીવોના સર્વોચ્ચ હિતથી અલગ સ્વહિતનો જેમને વિચાર પણ આવતો નથી એવા શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને મન સમર્પિત કરવાથી સર્વ મંગલો આપણને આધીન બની જાય છે. નમસ્કારભાવથી અલગ પડેલા મન અને તેના ધારની, ભયાનક અટવીમાં પોતાની માતાથી વિખુટા પડેલા બાળક કરતાં પણ—વધુ કફોડી દશા થાય છે. પોતાના જ વિચારમાં ઓતપ્રોત રહેતા મનનું, જગતના સર્વ જીવોના કલ્યાણને ભાવ આપી રહેલા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને દાન કરવાથી જગતના સર્વ જીવો સાથેનો આપણો ભાવ સંબંધ અધિક શુદ્ધ, સક્રિય અને જીવંત બને છે. આપણી, સમગ્રતામાંથી સર્વાત્મભાવ પ્રગટવા માંડે છે. આપણું જીવન, એ શ્રીજિનેશ્વર ભગવાનના પરમતારક શાસનની પ્રભાવનાનું નાનકડું છતાં જીવંત કેન્દ્ર બની રહે છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને સમર્પિત થયેલા મનમાંથી જે વિચાર જન્મે છે તે માત્ર વિચાર-તરંગરૂપે ન રહેતાં શુભભાવવર્ધક શક્તિરૂપે આવિષ્કાર પામે છે. આપણું મન જ્યાં સુધી આપણા પોતાના વિચાર માટે વપરાય છે ત્યાં સુધી તેની અસલ ખુમારીની આપણને મુદ્દલ જાણ થતી નથી, પરંતુ આપણે જ્યારે તે મનને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ભાવવડે વાસિત કરીએ છીએ ત્યારે તેમાંથી જે પવિત્ર પરિણામધારા પ્રગટે છે તેમાં પાપના મૂળને નિર્મૂળ કરવાની અચિંત્ય સૂક્ષ્મ શક્તિ હોય છે. ૧૫૮ ૦ ધર્મ-ચિંતન Page #176 -------------------------------------------------------------------------- ________________ ત્રાંબાનો એક જ પૈસો આપણે આપણા માટે વાપરીએ તેના પરિણામમાં અને તે જ પૈસા વડે ખરીદેલી બદામ ભાવપૂર્વક પ્રભુભક્તિમાં વાપરીએ તેના પરિણામમાં અમાપ અંતર હોય છે તેમ પોતાના માટે વપરાતું મન, જ્યારે દેવાધિદેવની સર્વોચ્ચ ભાવના વડે રંગાય છે ત્યારે તે ઉત્કૃષ્ટ મંગળ અધ્યવસાયનું અજોડ માધ્યમ બની જાય છે. મન સાથેનો આપણો સંબંધ, જગતમાં રહેલા જીવો સાથેના શુદ્ધ સંબંધમાં પરિણત કરવા માટે શ્રીનવકાર છે. મન અને શ્રીનવકાર એ બેના અણમોલ યોગ પછી, પાપનાં જે અઢાર મુખ્ય સ્થાનકો છે ત્યાં જતાં આપણને જરૂર ગભરામણ થાય. જીવના અહિતનો કોઈ વિચાર આપણને મુદ્દલ બંધબેસતો ન થાય. આપણી સમગ્રતા શ્રીઅરિહંત પરમાત્માની ભાવના કાજે જ વલવલે. એને સોંપાયેલા મનની રક્ષા કરવાની શ્રીનવકારની બાંહેધરી છે. તે બાંહેધરીનું તેણે આજ સુધી અક્ષરશઃ પાલન કર્યું છે. સમગ્ર વિશ્વની સમગ્ર તાકાત પણ તેની તે બાંહેધરીને પડકારવા જતાં હાર ખાય તેમ છે, એવા પરમમંત્રને આપણું મન સોંપીને આપણે ચિંતામુક્ત બનીએ. સર્વજીવહિતચિંતનની યોગ્યતા કેળવીએ. સહુના મન ઉપર શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના સર્વજીવહિતકર ભાવનું સ્વામિત્વ સ્થપાઓ ! ધર્મ શક્તિ જગતમાં કોઈ પણ જીવ એવો નથી કે જેમાં ધર્મ (પુણ્યાદિ) ન હોય. ધર્મ વિનાનો જીવ આ લોકમાં ટકી જ ન શકે. પુણ્યનો અને શ્રી જિનશાસનનો ગાઢ સંબંધ છે. પરમાત્માની ધર્મશક્તિ પ્રત્યેક જીવમાં છે અથવા બીજા શબ્દોમાં પ્રત્યેક જીવ કે અજીવ ઉપર તેનું શાસન છે. શુદ્ધ ધર્મ - રત્નત્રયી એ જ વિશ્વશાસક છે. તેથી રત્નત્રયીવાન આત્મામાં શાસ્તૃત્વ સહજ છે. રત્નત્રયી એટલે સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્ર. ધર્મ-ચિંતન ૦ ૧૫૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કારસામર્થ્ય જીવનું શિવસ્વરૂપ શ્રીનવકારમાં છે. જેમ-જેમ તેની વિધિપૂર્વકની આરાધનામાં આરાધક ઓતપ્રોત થતો જાય છે તેમ તેમ તેનું શિવસ્વરૂપ ઉઘડતું જાય છે. તેને તે સ્વરૂપનો ભાવ સ્પર્શતો થાય છે. શ્રીનવકારની આરાધના એટલે અરિહંતભાવની એકનિષ્ઠાપૂર્વકની આરાધના. પ્રાણવંત આસ્તિક્ચ સિવાય તે આરાધનામાં પૂરો વેગ નથી આવતો. આસ્તિક્ય એટલે જીવંત લોકસંપર્ક. શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ આત્મભાવના એક વારના પણ સ્પર્શ પછી જીવ પ્રત્યેના ભાવનું યથાર્થ મૂલ્ય આરાધકને હૃદયગત થાય છે. શ્રીનવકાર એ તે ભાવનો મહાસાગર છે. તેના આંતરસ્પર્શે વિભાવદશા જાય છે અને સ્વભાવદશા પરિણત થાય છે. સ્વભાવદશા પરિણત થાય એટલે જીવના હિતને ભાવ આપવાનું મહાકાર્ય શ્વાસોચ્છવાસની ક્રિયા જેટલું સરળ અને સ્વાભાવિક બનતું જાય. શ્રીનવકાર સાથે જોડાયેલા પ્રાણો શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞા સાથે જોડાઈને ઉત્કૃષ્ટ આસ્તિક્યને પાત્ર બને છે. આસ્તિય, આજ્ઞા અને નમસ્કારભાવ એ ત્રણે વચ્ચે સાચો અભેદ સધાતો જાય તેમ તેમ સાધકનો પરમાત્મયોગ દઢતર બનતો જાય. ભવોભવનાં કર્મોનો હિસાબ ચૂકવવાની તેની આત્મશક્તિ વધતી જાય. શ્રીતીર્થંકર પરમાત્માની આજ્ઞાના અંતરાળે વહેતા મહાકરુણાના અમૃતપ્રવાહની બહાર ફરવું પડે તે તેને ખૂબ વસમું લાગે. વિશ્વઋણ ચૂકવવાની દિશામાં સતત પ્રયત્નશીલ રહેવા માટે તે પોતાના વિચારના ભવચક્રમાં ફસાવારૂપ વિરાધકમાર્ગની સામે પણ ન જુએ. ચક્રનો દાંતો જે રીતે દેહને ઈજા પહોંચાડે છે તેમ પોતા પ્રત્યેની મમતા આત્મભાવને ઝાંખો પાડે છે. અરિહંતભાવના અનન્યતમ આલંબન સિવાય ભવચક્રના વેગને આંબવાની ક્ષમતા જીવમાં એકાએક પ્રગટ થતી નથી. વિશ્વપ્રાણ શ્રીનવકાર તે આલંબન પૂરું પાડે છે. કર્મની સત્તા નીચે રહેલા જીવને ધર્મની અચિંત્ય શક્તિના સીધા સંબંધમાં લાવવામાં શ્રીનવકારનો એક એક અક્ષર, આજ્ઞાસ્વરૂપ છે. ૧૬૦ ૦ ધર્મ-ચિંતન Page #178 -------------------------------------------------------------------------- ________________ - તે અક્ષરોનાં આંદોલન જીવને પોતાના સ્વરૂપનું સતત સંસ્મરણ કરાવે છે, તેમ જ અહંભાવથી “પર” બનાવે છે. તે આંદોલનો તેના આરાધકના આત્મપ્રદેશોમાં તાલબદ્ધ કંપ પેદા કરીને, લોકમાં ફેલાય છે અને અરિહંતભાવની પ્રભાવનામાં પોતાનો ફાળો નોંધાવે છે. દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાને ત્રિવિધ પૂરા ભાવપૂર્વક નમવાના પરિણામ શ્રીનવકાર જગવે છે. - શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાને નમ્યા સિવાય, કોઈ જીવ કષાયની આજ્ઞાની સામે થવાની હામ ભીડી શક્તો નથી. અને કદાચ હામ ભીડવાનો પ્રયત્ન કરે તો પણ તેમાં તે નાસીપાસ થાય છે, કારણ કે ત્રિભુવન ઉપર જેમનું શાસન ચાલી રહ્યું છે તે શ્રીજિનેશ્વર ભગવાનના ત્રિભુવનહિતચિંતકત્વને શરણે ગયા સિવાય, કોઈ જીવ કર્મ અને કષાયના આધિપત્ય નીચેથી મુક્ત થઈ શકતો નથી. આજ્ઞા પાળવાના આંતરિક ઉલ્લાસ પ્રમાણે વિરાધકભાવ ઓગળે છે અને આરાધકભાવ પાકે છે. - વિરાધકભાવ એટલે દેવાધિદેવની આજ્ઞાના હદયભૂત ત્રિભુવન હિતચિંતાના સ્થાને પોતાની જ ચિંતાને ભાવ આપવો તે. એ ભાવના પ્રભાવે જીવનો સંસારવાસ વધે છે. ( શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની વિરાધના કરવી એ સામાન્ય અપરાધ નથી, પરંતુ વિશ્વહિતની અવગણનાનો ઘણો મોટો અપરાધ છે. તે જ રીતે શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના, એ સામાન્ય પ્રકારની આરાધના નથી, પરંતુ સર્વજીવહિતવર્ધક અસામાન્ય આરાધના છે. તે આરાધનાનાં ઉચ્ચતર પરિણામ શ્રીનવકારના યોગે જીવમાં જન્મે છે. પરિણામના ઉચ્ચતમત્વનું મહામંત્ર શ્રીનવકાર એ ચરમશિખર છે. એને પામેલો પુણ્યશાળી આત્મા, જગતના સર્વ જીવોના કલ્યાણને ભાવ આપવાની ભૂમિકાનો અધિકારી બની રહે છે. મહામંત્ર શ્રીનવકારને પામેલા મહાપુણ્યશાળી આત્માને એ મંગલમય ભૂમિકાને વરવાના કોડ હોય જ. એ કોડને પૂરવાનું સામર્થ્ય અરિહંતભાવમાં છે. હે દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્મા ! મારો પ્રત્યેક વિચાર આપશ્રીના સર્વજીવકલ્યાણકર ભાવ વડે વાસિત થાઓ ! એવી ભાવના વારંવાર ભાવવાથી પોતા પ્રત્યેનો આપણો ભાવ સર્વ પ્રત્યેના શુભભાવમાં પરિણત થાય છે. તે ભાવપરિણતિ ધર્મ-ચિંતન : ૧૬૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા સાથેના યોગને મજબૂત બનાવે છે. આજ્ઞાના પ્રભાવે આસ્તિક્ય જીવંત બને છે. આસ્તિક્ય જીવંત બને એટલે જીવના જીવત્ત્વને ભાવ આપવાની ક્રિયામાં રસ પેદા થાય છે. જીવની જયણાનો મહાબોધિ કરાવનારા દેવાધિદેવની આજ્ઞા સાથે આપણું હૃદય જોડાય છે. તે જોડાણ એટલે વિશ્વયોગ. કારણ કે આજ્ઞાને વિશ્વ સાથે સંબંધ હોવાથી તેને સમર્પિત થવાથી સ્વાભાવિકપણે વિશ્વયોગ થઈ જાય છે. એમ માનવું કે આજ્ઞાની આરાધનાથી માત્ર આરાધકનું જ હિત થાય છે, તે આજ્ઞાના પરમસામર્થ્યમાં શંકિત થવા બરાબર છે. શંકાથી આસ્તિકયનું મૂળ હાલી ઉઠે છે અને આરાધકભાવ વેરવિખેર થવા માંડે છે. શ્રીનવકારને સોંપાયા પછી પોતે પોતાનો મટીને સર્વનો બને છે. શ્રીનવકારની આરાધનાની જે અમૃતક્રિયા છે તે પોતા પ્રત્યેના રાગને નિર્મૂળ કરે છે અને સર્વના સ્વામી એવા શ્રીવીતરાગ પરમાત્મા પ્રત્યે સર્વોચ્ચ અનુરાગને પેદા કરે છે. શ્રીવીતરાગ પરમાત્મા પ્રત્યેના સાચા અનુરાગ સિવાય, જગતના જીવો પ્રત્યે કદીએ સાચો ભાવ પ્રગટ ન થાય. તે ભાવને પ્રગટાવવામાં પરમસામર્થ્ય અરિહંતભાવનું છે. ભવોભવથી ઓઢેલા વિભાવને ફેંકી દેવાની જે ક્રિયા તે નમસ્કાર. જીવહિતવિરોધીભાવમાં સ્વાભાવિક રમણતા તે વિભાવ. રવિતેજ સામે ઝાકળ ન ટકી શકે તેમ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના શરણાગતની સાથે “વિભાવ' રહી શકતો નથી. જીવને જીવાડનારી તેની બધી શક્તિ, શ્રીઅરિહંત પરમાત્માના પરમસામર્થ્યના ચરણોમાં વિલીન થઈ જાયછે. સ્વાર્થનો એક એક વિચાર, ભવચક્રનો અણિદાર દાંતો બનીને જીવના સ્વભાવને દબાવે છે એ શાસ્રરહસ્યવડે પરિણામને પવિત્ર કરવાની અચિંત્ય ક્ષમતા શ્રીનવકારમાં છે. પરિણામ પવિત્ર થાય છે એટલે રાગ અને દ્વેષમાં ન લપટાવાની તેની સ્વાભાવિકતા ખીલે છે. તે સ્વાભાવિકતા શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાના પાલન વડે પોષાય છે. જગતના બધા જીવોના કલ્યાણની ક્રિયાત્મક ભાવના વડે દેદીપ્યમાન બને છે. આત્માની અનંત શક્તિને ખોલવાની ચાવી શ્રીનવકારમાં છે. તે શક્તિનો એક કણ સેંકડો મણ પાપરૂપી કાષ્ટને ભસ્મીભૂત કરી શકે છે. પાપસ્થાનકોના ઘરરૂપી સંસારમાં રહેવાની આંતરિક લાયકાત ઘટાડવામાં અને શુભભાવના મહાસામ્રાજયમાં પ્રવેશવાની પાત્રતા ખીલવવામાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની દ્રવ્ય અને ભાવપૂર્વકની સાચી ભક્તિ અનિવાર્ય સમજાય છે. તેના સિવાય આપણે સિદ્ધભાવની દિશામાં એક ડગલું પણ આગળ નહિ વધી ૧૨ ધર્મ-ચિંતન Page #180 -------------------------------------------------------------------------- ________________ શકીએ. અને તે સિવાય વિશ્વઋણ ચૂકવવાની આપણી શક્તિ પ્રગટ નહિ થાય. અને જ્યાં સુધી વિશ્વઋણ વધતું રહેશે ત્યાં સુધી સંસાર આપણને નહિ છોડે. સંસાર આપણને પકડી ન શકે એવી પરમસ્થિતિના સર્જન માટે આપણે સવેળા શ્રીનવકા૨ને શરણે જવું જોઈએ. જીવનો જીવ સાથેનો સંબંધ સમુદ્રમાં રહેલા પ્રત્યેક બિંદુને જેવો સંબંધ આખા સમુદ્ર સાથે છે, ઘરની હવાને જેવો સંબંધ બહારની હવા સાથે છે, તેથી પણ અધિક એકતાવાળો પરસ્પર ઉપગ્રાહકતાવાળો સંબંધ જીવોનો જીવોની સાથે છે. વળી આપણે જેના જેના સંસર્ગમાં આવીયે, તે તે જીવો જો ઉપગ્રહ કરતા હોય તો પછી. એ સ્વભાવ દરેક જીવમાં અવ્યક્તપણે હોય, તો જ કારણો મળે તે અભિવ્યક્ત થઈ શકે. પરંપરાથી ત્રણ લોક મોક્ષમાર્ગમાં ઉપકારક છે, એવું વિશેષાવશ્યક ભાષ્યનું વિધાન આ મુદ્દાનું સમર્થન કરે છે. દરેક જીવને દરેક જીવ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ ન હોય, તો પ્રત્યેક પ્રતિજ્ઞામાં ત્રણ કારણો તથા ત્રણ યોગોની શી જરૂર ? જીવદ્રવ્ય, દ્રવ્ય રૂપે એક હોવા છતાં ગુણ અને પર્યાયથી અનેકરૂપ છે. એટલે તેને સર્વ અપેક્ષાએ સ્વતંત્ર માનવો તે એકાંત નિશ્ચય છે અને સર્વ અપેક્ષાએ પરતંત્ર માની લેવો એ એકાંત વ્યવહાર છે. માટે આ બંને દૃષ્ટિઓ એકાંત હોવાથી ત્યાજ્ય છે. હેય છે, ઉપાદેય નથી. વસ્તુમાત્રને સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપવાળી તથા એક અને અનેક સ્વભાવવાળી માની છે. વળી સામાન્ય એક અને અનાદિ અનંત માન્યું છે. તેથી પ્રત્યેક વસ્તુ કથંચિત્ ભિન્ન અને અભિન્ન સાબિત થાય છે. એ ન્યાયે બધા જીવો તથા તેના સ્વભાવો, ઈતર જીવો અને સ્વભાવોને સાપેક્ષ માનવા જોઈએ. સામાન્યમાં વિશેષ અને વિશેષમાં સામાન્ય અવિનાભાવે રહેલા છે. તેથી વિશ્વ સમગ્ર પરસ્પર સંબંધિત છે, એમ માનવું જોઈએ. ધર્મ-ચિંતન ૦ ૧૬૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારનો સંબંધ શ્રીનવકારનો સંબંધી એ પ્રભુનો સંબંધી. શ્રીનવકારનો સગો એ જીવ માત્રનો સગો. શ્રીનવકાર સાથે જોડાયેલું મન વિશ્વસંબંધનું મહાકેન્દ્ર બને છે. તે મનને અનુસરતા જીવનમાં સર્વકલ્યાણભાવની પવિત્રતા હસતી હોય છે. એ પવિત્રતામાં પરમાર્થપરાયણતાની શક્તિ હોય છે. રાજાના શરણાગતને પોતાના યોગક્ષેમની ચિંતા ન રહે તેમ શ્રીનવકારના સંબંધીને પોતાના જ વિચારનો ભાવ ન રહે, કારણ કે એ સંબંધની જ એ તાસીર છે કે તેના પ્રભાવે સ્વાર્થપરાયણતાનો સઘળો ભેજ પરિણામમાંથી શોષાઈ જાય છે. સૂર્ય સાથેના સંબંધના પ્રભાવે ઠંડીની અસર એકાએક ઓછી થવા માંડે છે, તેમ શ્રીનવકાર સાથેના ઉચ્ચતર સંબંધના પ્રભાવે આર્ત્ત અને રૌદ્રધ્યાનના ભેજ અને કીચડ ઝડપથી સુકાવા માંડે છે અને તેના સ્થાને ધર્મધ્યાનને અનુકૂળ વાતાવરણ ઝડપથી બંધાય છે. બંધાયેલું તે વાતાવરણ આરાધકની સમગ્રતાને ખૂબ જ સુંદર અસર કરે છે. પોતાની જનેતાને ખોળે રમતા બાળકને સ્વવિષયક કોઈ વિચારને પ્રણામ ન કરવો પડે, પોતાના પતિદેવની છાયામાં પગલાં ભરતી સતી નારીને સ્વવિષયક કોઈ વિચારની દુર્ગંધ પણ ન સ્પર્શે, પોતાના ગુરુદેવની આજ્ઞામાં ઓતપ્રોત શિષ્યને પોતાના અસ્તિત્વનું પણ ભાગ્યે જ સ્મરણ રહે, તેમ શ્રીનવકાર સાથે ત્રિવિધે જોડાયેલા સત્ત્વવંત આત્માને ભવના બીજરૂપ ‘અહં’ અને ‘મમ’ ભાગ્યે જ ઘેરો ઘાલી શકે, કારણ કે જે ભૂમિકાએ ‘અહં’ અને ‘મમ' જીવને મૂંઝવતા હોય છે, પાપ કરવા માટે પ્રેરતા હોય છે, આશાના ભંગ માટે લલચાવતા હોય છે, તે ભૂમિકા વટાવ્યા પછી જ પુણ્યશાળી આત્માના મનનું શ્રીનવકાર સાથે જોડાણ થાય છે. એટલે તે જોડાણ કાયમ રહે છે ત્યાં સુધી તેનું દેવાધિદેવની ભાવના સાથેનું અને તે ભાવનાના વિષયભૂત ત્રણ જગતના સર્વ જીવોની હિતની ચિંતા સાથેનું જોડાણ કાયમ રહે છે. તે જોડાણના પ્રભાવે તેના કોઈ વિચાર પ્રદેશમાં, ચારગતિના બીજરૂપ ‘હું’ અને ‘મારું' તેમ જ તેનો પરિવાર જરા પણ હરકત પહોંચાડી શકતા નથી. એટલે શ્રીનવકા૨ સાથે જોડાયેલા મનને ‘પોતાનું મન' કહેવાને બદલે ધર્મનું મન’ કહેવાય. ‘વિશ્વનું મન’ કહેવાય. ‘પરમાર્થપરાયણતાનું મન’ કહેવાય. ‘મૈત્ર્યાદિ ભાવનાનું મન' કહેવાય. અને જ્યારે તે ‘પોતાનું મન' બને છે ત્યારે કોઈનુંય બન્યા સિવાય, કોઈનાય હિતના ભાવ સાથે જોડાયા સિવાય, માત્ર સંસારના કારણરૂપ આર્તધ્યાન અને રોદ્રધ્યાનનું બની રહે છે. મનને વિશ્વસંબંધની ઉચ્ચતર ભૂમિકા પર સ્થિર રાખવા માટે તપ-જંપ, વ્રત૧૬૪ ૦ ધર્મ-ચિંતન Page #182 -------------------------------------------------------------------------- ________________ નિયમ, પૂજા-પ્રતિક્રમણ, સામાયિક-પૌષધ વગેરે–જીવનને ટકાવનારા શ્વાસોચ્છવાસ જેટલા–અનિવાર્ય છે. તે સિવાય દ્રવ્ય અને ભાવકર્મોનું પ્રાબલ્ય ભાગ્યે જ ઘટે તેમ જ પૂરેપૂરા અંકુશમાં આવે. . નિર્મળ ચિત્તમાં થતો શ્રીનવકારનો સ્પર્શ આંતરચેતનામાં અજબ સંવેદન પેદા કરે છે. તે સંવેદન એટલું બધું પ્રાણવંત હોય છે કે તેના ભાવુકને તત્કાલ સર્વકલ્યાણની ભાવનાનાં પરિણામ સ્પર્શે છે, તે પરિણામમાં પાણી અને પવન કરતાં પણ વિશેષ તાકાત હોય છે. તે સમયે હસતું આરાધકનું અંતઃકરણ વિશ્વસ્નેહના જીવંત પારાવારનું સ્વરૂપ ધારણ કરે છે અને તેની શુભ અસર જગતના જીવોના હિતમાં સહાયભૂત થાય છે. મન, વચન અને કાયા એ ત્રણે ય જ્યારે શ્રીનવકારનાં બની જાય છે ત્યારે, પુષ્ય અને પરાગ, દીપક અને પ્રકાશ તેમ જ ચંન્દ્ર અને ચાંદનીના સુયોગ જેવો આત્મા અને પરમાત્મા વચ્ચેનો અભેદભાવ આરાધક અનુભવે છે. મનને પોતાનું જ સમજવું અને સ્વીકારવું તે તેના અચિંત્ય સામર્થ્યને ભવને હવાલે કરવા બરાબર છે. | મનનો ભાવ એ માનવબંધુની સમગ્રતાની ભાષા છે. માનવબંધુની સમગ્રતા નમસ્કારભાવમાં તરબોળ ત્યારે બને છે જ્યારે તે પોતાનો પક્ષકાર મટીને, દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞા અને ભાવનાનો સાચો પક્ષકાર બને છે. પોતાનો પક્ષ એટલે ભવનો પક્ષ શ્રીનવકારનો પક્ષ એટલે જીવમાત્રના હિતનો પક્ષ. ખાનદાન ખેડૂત માત્ર પોતાના માટે નહિ પણ વસતી માટે વાવેતર કરે, શૂરો સૈનિક માત્ર પોતાના બચાવ માટે નહિ, પરંતુ પોતે જેના અંગભૂત છે તે રાષ્ટ્રના 'સંરક્ષણ માટે ઝઝૂમે, તેમ દેવાધિદેવના પરમતારક શાસનને પામેલો મહાપુણ્યવંત આત્મા માત્ર પોતાના માટે નહિ, પરંતુ પોતે જેના અંગભૂત છે તે વિશ્વશાસનની પ્રભાવના માટે સતત પ્રયત્નશીલ રહે. મનના શ્રીનવકાર સાથેના જોડાણ પછી આ સમર્પણભાવમૂલક પ્રક્રિયા શક્ય તેમ જ સરળ બને છે, તે પૂર્વે તેનામાં કોઈકને તર્ક તો કોઈકને અવ્યવહારુતાનાં તો કોઈકને અશક્યતાનાં દર્શન થાય તે બનવાજોગ છે. –પરંતુ શ્રીનવકાર સરખા નાથના સંગાથ પછી, જીવનું અસલ સ્વરૂપ પૂરા વેગપૂર્વક ઉઘડવા માંડે છે અને તે જેમ જેમ ખુલ્લું થતું જાય છે તેમ-તેમ તેને વળગેલાં દ્રવ્ય અને ભાવકર્મ ટપોટપ ખરવા માંડે છે. નિત્ય નેહે નમો નવકારને. ધર્મ-ચિંતન • ૧૬" Page #183 -------------------------------------------------------------------------- ________________ સર્વપાપપ્રણાશક નવકાર પરિણામને અમૃતનો અભિષેક કરનારા શાશ્વતમંત્ર શ્રીનવકારને ભેટતી વખતે, મારા સર્વ પાપો ધોવાઈ રહ્યાં છે અને પુણ્યનું મંગલ પ્રભાત ઉઘડી રહ્યું છે એવો ભાવ આરાધકને સ્પર્શવો જોઈએ. શ્રીનવકાર બરાબર લાગુ પડ્યાની એ નિશાની છે. શ્રીનવકાર બરાબર લાગુ પડે છે એટલે તેના જાપ સમયે, આજ સુધીમાં પોતે કરેલા તિરસ્કારનો પશ્ચાત્તાપ, અશ્રુરૂપે બહાર આવતો જાય છે. અશ્રુના એ એક એક બિંદુમાં પાપના પર્વતોને ઓગાળી નાખવાની તાકાત હોય છે. શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞાના તિરસ્કારના ફળ તરીકે જીવનો, જગતમાં જ્યાં-ત્યાં અનેક પ્રકારે તિરસ્કાર થતો હોય છે. પોતાને જ્યારે પણ એવા તિરસ્કારનો અનુભવ થાય ત્યારે વિવેકી સાધક જરા પણ અકળાયા સિવાય એમ વિચારે કે, ‘ત્રિભુવનપતિની આજ્ઞાની મેં પૂર્વે કરેલી અવગણનાનું આ પરિણામ છે.’ જીવનો દ્વેષ કરવો એ જીવનો સ્વભાવ નથી. એ સત્ય ત્રિવિધ નમસ્કારના પ્રભાવે હૃદયગત થાય છે. જે પુણ્યશાળીઓને એ સત્ય સ્પર્શે છે તેઓ પોતા પ્રત્યેના તિરસ્કારમય વાતાવરણ વચ્ચે પણ અડોલ રહે છે. સર્વોતમભાવસંલગ્નતા જાળવે છે. સર્વથા તિરસ્ક૨ણીય એવી તિરસ્કારવૃત્તિને ટાળવાનો ‘નમસ્કાર’ એ સિદ્ધ ઉપાય છે. જીવને સઘળી સાનુકૂળતાઓથી દૂર રાખનારા જીવો પ્રત્યેના તિરસ્કારનાં પરિણામથી પર બનાવનારા શ્રીનવકારને ભાવ આપવામાં જરા પણ કચાશ રાખવી તે ચારગતિનાં ભયાનક દુઃખો પ્રત્યેનો પક્ષપાત છે. નમસ્કારમાં મન પહેલું મૂકો, પછી વચન અને તે પછી કાયા. અને તે પછી તરત સ્પર્શે છે પરિણામની પવિત્રતા. પરિણામની પવિત્રતાના સ્પર્શ સમયે ઉલ્લાસનો જે આંચકો અનુભવાય છે તેમાં જગતના બધા જીવોના હિતની શક્તિ હોય છે. અથવા એમ પણ કહી શકાય કે તે આંચકો મહાકરુણા સાથેના પ્રત્યક્ષ જોડાણરૂપ બની રહે છે. કારણ કે જોડાણ પૂર્વે આંચકો આવે તે આપણે વ્યવહારમાં પણ અનુભવીએ છીએ. અને તે પછી ખેંચાણનો અનુભવ થતો હોય છે. નમસ્કારના આરાધકને ખેંચાણ સિદ્ધશિલાનું જ હોય. તે જેમ જેમ તે દિશામાં ખેંચાતો જાય—નમતો જાય, તેમ તેમ ત્રણ જગતના બધા જીવો પ્રત્યેનો તેનો (આત્મ) ૧૬૬ ૦ ધર્મ-ચિંતન Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાવ ઉત્તરોત્તર અધિક વેગવંત બનતો જાય. વય વધવાની સાથે તેના લક્ષણો પ્રગટ થાય, તેમ જીવની પાત્રતા વધવાની સાથે -પરિણામમાં તેની અસર કળાય. રાષ્ટ્રપ્રમુખના પદને પાત્ર પુરુષના રાષ્ટ્રપ્રેમની બાબતમાં કોઈ પણ પક્ષના ભાઈને મુદ્દલ શંકા ન હોય, તેમ શ્રીનવકારની સાથે ત્રિવિધ જોડાયેલા સત્ત્વશાળી આત્માના સર્વજીવહિતવિષયક પરિણામમાં ભાગ્યે જ કોઈને શંકા કરવા જેવું જણાય. - વગર જાહેરાતે સૂર્યોદયની જાણ સહુને થઈ જતી હોય છે, તેમ વિશુદ્ધ આત્મપરિણામ પણ વગર જાહેરાતે પોતાનો સર્વકલ્યાણકર ધર્મ બજાવતાં હોય છે. આત્માના વિશુદ્ધ પરિણામને માત્ર પોતાનું ગણવું તે ધર્મ યા પરમાત્માને માત્ર પોતાના ગણવા-ગણાવવા જેવી બાળચેષ્ટા છે. પરિણામને સ્પર્શે છે વિશુદ્ધ આત્મભાવ ત્યારે તેમાં પ્રગટે છે વિશ્વકલ્યાણની ભાવનાનો ઉત્કટ ઝંકાર. જે સ્થળ-કાળના અંતરાયોની વચ્ચે થઈને જગતના જીવોને ‘શાતા'રૂપે સ્પર્શે છે. પ્રભાસનના જયજયકારની ભાવનાવડે જેમનાં હૈયાં હસી રહ્યાં છે તેમને જગતના બધા જીવો પ્રત્યે એ ભાવ રહે છે જે ભાવવડે ભાઈ-ભાઈ વચ્ચેનું સગપણ સદાય સાચું ઠરે છે. સૂર્યોદય થાય એટલે પથારીઓ સંકેલાઈ જાય, તેમ નમસ્કારભાવના સ્પર્શ સ્વાર્થભાવ ઓસરી જાય. મન વગરને પશુ સરખી વૃત્તિઓ ચિત્તમાંથી ચાલી જાય. ત્યાં આવીને ટહૂકે, સર્વકલ્યાણભાવની કોકિલા. તે ટહૂકારને ભવ્યત્વભાવની ભાષા કહેવાય. પરિણામની ભાષા ઉપરથી આત્મવિકાસ નક્કી થાય. સર્વ પ્રકારના બાહ્યાભ્યતર વિકાસ આત્મવિકાસને આધીન છે. આત્માના વિકાસ માટે પરમાત્માની ભક્તિ અનિવાર્ય છે. પરમાત્માને મળવાનું જિનાલયની જેમ શ્રીનવકાર એ અજોડ સ્થાન છે. એવા શ્રીનવકારમાં પોતાના પરમસ્વરૂપના શોધની લગની જેમને લાગે છે, તેમને “વને “સર્વમાં નિહાળવાનો તેમ જ અભિવાદન કરવાનો ધન્યતર યોગ સાંપડે છે. એવી સ્થિતિ પાકે છે એટલે આત્મસમભાવ સ્વાભાવિક બનતો અનુભવાય છે અને તેમાંથી સામાયિકરૂપી સૂર્યનો ઉદય શરૂ થાય છે. આત્મદિવાકરનું અજવાળું, જીવ માત્રના જીવનને અજવાળતું રહો ! ધર્મ-ચિંતન ૧૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ અણમોલ શ્રીનવકાર જેની સાથે ટકરાઈને ઇન્દ્રનું વજ પણ પાછું પડે એવું દૃઢ, પવિત્ર અને સૂક્ષ્મ શ્રીનવકારને ધારણ કરનારું મન બને છે. સેંકડો કલ્પવૃક્ષોના એકસામટા મૂલ્ય કરતાં શ્રીનવકારના એક “ન' અક્ષરનું મૂલ્ય પણ અધિક છે. જે સાધનાના ફળરૂપે કલ્પવૃક્ષ મળે તે સાધનાના બદલામાં મનના પરમમિત્રતુલ્ય મંત્રાધિરાજ શ્રીનવકારનો એક અક્ષર પણ ન મળે. - એવા શ્રીનવકારના એક અક્ષરના વિધિનિષ્ઠાપૂર્વકના જાપથી સાત સાગરોપમનાં પાપનો ક્ષય થવાની હકીકત, હકીકતરૂપે સમજાય છે. ચિંતામણિરત્નોના હાર કરતાં પણ અધિક જેના પ્રત્યેક અક્ષરનું મૂલ્ય છે તેની . વિધિપૂર્વકની સાધના અધિક ફળદાયી નીવડે તેમાં અતિશયોક્તિ જેવું કશું જ નથી. શ્રીનવકારના સ્વભાવના આછા-પાતળા પણ પરિચય પછી શ્રીનવકારના પ્રત્યેક અક્ષરનું શાસ્ત્રકાર ભગવંતોએ જણાવેલું માહાસ્ય યથાર્થ સમજાય છે. શ્રીનવકારની સોબતમાં રહેનારા સત્ત્વસંપન્ન આત્માને તેના સ્વભાવનો પરિચય થતો રહે છે. શ્રીનવકારનો સ્વભાવ એટલે સર્વપાપપ્રણાશકતા. એના શરણાગતના સર્વપાપનો નાશ કરવો એ શ્રીનવકારનો સ્વભાવ છે. શ્રીનવકારને નમનારું મન, અધમ વૃત્તિઓને નમતાં જોરદાર આંચકો અનુભવે છે. શ્રીનવકારને જપનારા પ્રાણી ઇન્દ્રિયોના વિષયોનું ધ્યાન ધરતાંવેંત થાક અનુભવે છે. શ્રીનવકારની સ્તુતિમાં જોડાનારી જીલ્લા કોઈની પણ નિંદા કરતાં અકળામણ અનુભવે છે. શ્રીનવકારનું ધ્યાન ધરનારા હૃદયમાં ત્રિભુવનનું ધ્યાન ધરવાની પાત્રતા પ્રગટે છે, ત્રિભુવનપતિની કરુણાના ધ્યાન વડે એ હૃદય “અનેકાંતાને લાયક બને છે. અંધકાર અને પ્રકાશ એક જ સાથે એક જ સ્થળમાં રહી શકતા નથી તેમ શ્રીનવકાર અને પાપના પરમાણુઓ એક સાથે એક જ સ્થળમાં રહી શકતા નથી. નાજુક કિરણ જે પ્રદેશમાં પોતાનાં પગલાં કરે છે એ પ્રદેશમાંથી અંધકારનું શાસન ઉઠી જાય છે તેમ સાધકના જે આંતરિક પ્રદેશમાં શ્રીનવકારના અક્ષરની પધરામણી થાય છે ત્યાં આત્મભાવનો ઉજાસ છવાય છે, પરિણામ ઉપર તેની પ્રભા ફેલાય છે. ૧૬૮૦ ધર્મ-ચિંતન Page #186 -------------------------------------------------------------------------- ________________ પોતે જાણે પ્રભુજીના પરમપવિત્ર અંગને સ્પર્શી રહ્યો હોય એવો રોમાંચક અનુભવ જ્યારે શ્રીનવકારના અક્ષરને સ્પર્શતાં થાય ત્યારે માની શકાય કે પોતે શ્રીનવકા૨ને બંધબેસતો થઈ રહ્યો છે, શ્રીનવકારનો સ્વભાવ પોતાના આત્માના સ્વભાવને બરાબર પ્રગટ કરતો જાય છે. આત્માનો સ્વભાવ એટલે પરસ્પરોપગ્રહકારકતા. પર પ્રત્યે આત્મતુલ્ય ભાવ જાગે એટલે શ્રીનવકાર લાગુ પડતો જાય છે એમ ચોક્કસપણે કહી શકાય. જીવનો જે સ્વભાવ છે એ જ શ્રીનવકારનો સ્વભાવ છે. એટલે જીવની જેમ શ્રીનવકાર પણ શાશ્વત છે. એટલે જ શ્રીનવકા૨ જીવમાત્રને ઉપયોગમાં લાવવામાં બીજા કોઈ પણ મંત્ર યા સૂત્ર કરતાં તત્કાળ વધુ અસરકારક નીવડે છે. શ્રીનવકાર પ્રત્યે આંતરિક આકર્ષણ જાગે છે એટલે વિષય-કષાયોની આકર્ષણ શક્તિ મંદ પડતી જાય છે. માનું આકર્ષણ બાળકને રમકડાંની સોબતથી છોડાવે છે, તેમ શ્રીનવકા૨માતાનું આકર્ષણ સાધકને વિષય-કષાયોની સોબતથી છોડાવે છે. જીવના જીવ પ્રત્યેના ભાવની વચ્ચે આવતા તમામ પ્રકા૨ના અંતરાયો અને પ્રલોભનોથી પર બનવાની પવિત્ર શક્તિ શ્રીનવકારની ભક્તિના પ્રભાવે પરિણામમાં પ્રગટે છે. પરિણામની પવિત્રતાનું યથાર્થ મૂલ્ય જેમને સમજાય છે તેમને શ્રીનવકારના એક એક અક્ષરનું મૂલ્ય બરાબર હૃદયગત થાય છે. તરસ્યાને પાણીનું મૂલ્ય સમજાય છે, ભૂખ્યાને ભોજનનું મૂલ્ય સમજાય છે, તેમ જેમને પોતાની અપૂર્ણતા બરાબર ખૂંચે છે તેમને પૂર્ણ એવા શ્રીનવકારનું પૂરેપૂરું મૂલ્ય સમજાય છે. માત્ર પોતાનો વિચાર એટલે ‘અપૂર્ણવિચાર.’ એવા અપૂર્ણ વિચારની વચ્ચે જ વિષય અને કષાય સુખે નિવાસ કરી શકતા હોય છે. ખુલ્લા મેદાનમાં ગુન્હેગાર ન સંતાઈ શકે તેમ પૂર્ણવિચારમાં વિષય-કષાય ન છૂપાઈ શકે. પૂર્ણજીવની પાત્રતા પૂર્ણતાની પરાકાષ્ઠાએ બિરાજતા પ્રભુજીને નમવાથી પ્રગટ થાય છે. શ્રીનવકારનો પ્રત્યેક અક્ષર પૂર્ણત્વનું પ્રતિનિધિત્વ સાચવી રહ્યો છે. તેની સાથેનું ધર્મ-ચિંતન ૦ ૧૬૯ Page #187 -------------------------------------------------------------------------- ________________ સંધાન જીવને પોતાના પરમસ્વરૂપમાં એકાકાર થવા પ્રેરે છે. શિવપદની સાચી લગન શ્રીનવકારની પાકી મૈત્રી પછી પ્રગટે છે. જેની સાચી મૈત્રી જીવને શિવપદ અપાવે, જન્મ, જરા અને મૃત્યુથી પર બનાવે એવા શ્રીનવકારના અંગભૂત એક અક્ષરનું યથાર્થ મૂલ્ય કોઈ છદ્મસ્થ જીવ ન જ આ શકે. જેને પૂર્ણત્વનું યથાર્થ મૂલ્ય અંશતઃ પણ સમજાય છે, તેને શ્રીનવકારના પ્રત્યેક અક્ષર પ્રત્યે બાળકને પોતાની જનેતા પ્રત્યે હોય છે તેવો ભાવ રહે છે. શ્રીનવકારના પ્રત્યેક અક્ષરને દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞાતુલ્ય ભાવ આપવાથી ભવનાં બંધનોને ફેડવાનો અપૂર્વ ઉલ્લાસ પરિણામમાં પ્રગટે છે. જીવના પરમસ્વરૂપનું સર્વશ્રેષ્ઠ કાવ્ય શ્રીનવકારના અંતરાળે વહી રહ્યું છે. જેમના પ્રાણો તેમાં સ્નાન કરે છે તેમની ખુમારી અબજોપતિ કરતાં પણ અધિક બની જાય છે, તેમની નમ્રતા બેનમુન બનતી જાય છે. મોક્ષસુખનું મૂલ્ય થઈ શકે તો જ શ્રીનવકારનું મૂલ્ય થઈ શકે. એવા અણમોલ શ્રીનવકારને પામ્યા પછી અપૂર્ણતાને ખોળે આળોટતાં–લોઢાના ધગધગતા તવા ઉપર આળોટવાની સજા ભોગવતા હોઈએ તેવું –દુઃખ ન થાય તો એમ માની શકાય કે હજી આપણે શ્રીનવકારને ઓળખી પણ શક્યા નથી. જેની સાથે ઓળખાણ ન હોય તેની સાથે મૈત્રી ન બંધાય એતો હકીકત છે. ઓળખાણ માટે મુલાકાત અનિવાર્ય ગણાય. મુલાકાતનો ભાવ તો જ જાગે જો તેમાં લાભનો હેતુ જણાતો હોય. છ ખંડના અધિપતિની મુલાકાત જે લાભના હેતુભૂત નીવડે તેના કરતાં ક્યાંય ચઢીયાતા દરજ્જાનો લાભ શ્રીનવકારને મળવાના ધન્ય પ્રસંગે જીવને પહોંચતો હોય છે. એ લાભ એટલે સ્વભાવજાગૃતિ. સ્વભાવજાગૃતિ એ એક એવો લાભ છે કે જેનો લાભ ત્રણ જગતના જીવોને મળતો હોય છે. મતલબ કે શ્રીનવકારની મુલાકાત, ઓળખાણ અને પાકી મૈત્રી પછી કોઈ પણ જીવ પ્રત્યેના દ્વેષનો ભાવ સાધકના વિચારપ્રદેશમાં છાવણી નાખી શકતો નથી. તેનાં પરિણામ રાગ-દ્વેષથી પર બનતાં જાય છે. એવા અણમોલ શ્રીનવકારને સર્વ પ્રકારે ભાવ આપવામાં ભાગ્યશાળી આત્માઓનાં પરિણામ ચઢતાં રહો ! ૧૭૦ • ધર્મ-ચિંતન Page #188 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાપાલન આપણો ધર્મ પરિણામનું પોત સદાય પવિત્ર રહે, તેને કષાયનો કોઢિયો રંગ ન અડે, વિષયના વસમાં વાયરા ન નડે તે ખાતર આપણે ત્રિભુવનપતિની તારક આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આજ્ઞાનું ત્રિવિધ પાલન કરવાથી આજ્ઞાકાર ભગવંતની સર્વોચ્ચ તારકશક્તિની વધુ નજીક જઈ શકાય છે. આજ્ઞાનું પાલન કરવાથી ભીતરમાં જે શક્તિ પેદા થાય છે, તેના વડે સમતાભાવમાં રહી શકાય છે. આજ્ઞાનું પાલન કરવાથી ભવના ભીષણ માર્ગે ચાલતાં નડતા અંતરાયોને આસાનીથી આંબી શકાય છે. આજ્ઞાનું પાલન કરવાથી પાપપ્રતિકારશક્તિ પૂરજોસમાં પ્રગટ થાય છે. દેવાધિદેવની આજ્ઞાના પાલન માટે અંતરનો ઉલ્લાસ જોઈએ, મનની પ્રસન્નતા જોઈએ, ઇન્દ્રિયોનો સાથ જોઈએ, સમગ્ર દેહની તત્પરતા જોઈએ. આજ્ઞા સાથેનો ઉપલક સંબંધ આપણું હૃદય ક્યાંય બીજે રમી રહ્યું હોવાનું સૂચન કરે છે. નમસ્કાર દ્વારા પોતાની ઇચ્છા સુદ્ધાનું, ત્રિભુવનપતિની સર્વકલ્યાણકર આજ્ઞામાં વિસર્જન કરવાનું મહાસત્ત્વ આપણામાં જાગવું જોઈએ. શૂરો સૈનિક સેનાપતિની આજ્ઞા માટે તલસતો હોય છે. | વિનયી શિષ્ય ગુરુની આજ્ઞા માટે વલવલતો હોય છે. આજ્ઞાને પાત્ર બનવું એ જેવી તેવી પાત્રતા ન ગણાય. પોતે કોનો દાસ છે અથવા કોણ પોતાના નાથ છે, તત્સંબંધી ગંભીર વિચારણાના પરિણામે પોતામાં જે જોમ પ્રગટે છે તે ઘણા અંશે આજ્ઞાકાર ભગવંતની ભાવનાનું અંગ બનીને લોકમાં અદ્ભુત સુવાસ ફેલાવતું થાય છે. હું મહારાણા પ્રતાપનો વંશ જ છું,’ એટલા જ માનસિક સ્મરણ સાથે અનેક રાજપુતો સૂતેલા ક્ષાત્રતેજને દીપાવી ગયા છે, મહાસતી સીતાજીના સ્મરણનું આલંબન લઈને અનેક નારીઓ પોતાના શીલને હેમખેમ સાચવવાનું સત્ત્વ ખીલવી શકી છે, તેમ ‘હું ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માનો દાસ છું,' એ પ્રકારના ચિંતન સાથે ધર્મ ધર્મ-ચિંતન ૧૭૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ આરાધકની સમગ્રતા જેમ જેમ રંગાતી જાય છે, તેમ-તેમ તેનામાં રહેલું ભવ-દાસત્વ દૂર ભાગતું જાય છે અને સાચી શક્તિ ઝગારા મારતી અનુભવાય છે. દાસને સંબંધ આજ્ઞાના પાલન સાથે હોય, તેમાં તર્ક કરવો તે તેનો ધર્મ ન ગણાય. તેમ છતાં દુર્બુદ્ધિથી દોરવાઈને જો તે આજ્ઞાના વિષયમાં તર્ક કરવા પ્રેરાય તો તેનો દાસધર્મ નમસ્કારધર્મ ઝાંખો પડે. - શ્રીનવકારના વિધિ-નિષ્ઠાપૂર્વકના જાપ દ્વારા પોતાની સમગ્રતાને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની સર્વોચ્ચ અસર નીચે આણવાની સાધનામાં તત્પર પુણ્યાત્મા દેવાધિદેવની આજ્ઞાના વિષયમાં તર્ક કરવાની સ્કૂલ ભૂમિકાથી દિનપ્રતિદિન પર બનતો જાય છે. પોતાના પરમતારકની આજ્ઞાના પાલનમાં તર્ક જાગવો એ કાચી શ્રદ્ધાની નિશાની છે. અગ્નિ જે રીતે માટીના ભાજનને પકવે છે, તે રીતે શ્રીનવકારનો જાપ દેવાધિદેવની આજ્ઞાને સમર્પિત થવાની શ્રદ્ધાને પકવે છે. આજ્ઞાના શરણાગતને “મારું શું થશે ?' એટલો પણ સંદેહ ન જ રહેવો જોઈએ. આજ્ઞા એ દેવાધિદેવના પરમસુખદાયી અંકતુલ્ય છે, ત્યાં બેઠા પછી પણ ભવવિષયક આળપંપાળને પંપાળવાની વૃત્તિ થવી એ વડની છાયા નીચે બેસીને છત્રી : ખોલવા જેવી કુચેષ્ટા છે. આજ્ઞા સાથેનું સંનિષ્ઠાપૂર્વકનું જોડાણ, ભવના અંતમાં પરિણમે છે. આજ્ઞાપાલનમાં રસ તેમ જ એકાગ્રતા વધારવા માટે આજ્ઞાકાર ભગવંતની ઉત્કટ તારક ભાવના સાથે આજ્ઞાપાલકે પોતાનું જોડાણ કરવું જોઈએ. આજ્ઞામાં આજ્ઞાકાર ભગવંતનાં દર્શન કરવાની પાત્રતા, આજ્ઞા સાથે હાર્દિક સંબંધ થવાથી વિકસે છે. પ્રભુજી જીવમાત્રના ઉપકારી હોવાથી તેઓશ્રીની આજ્ઞાના પાલન દ્વારા જીવમાત્ર સાથે સાચો ધર્મસંબંધ બંધાય છે. ધર્મનો સંબંધ કેટલો મૂલ્યવાન છે તેનું યથાર્થ રહસ્ય પ્રભુ આજ્ઞા મુજબના આચાર દ્વારા હૃદયગત થાય છે. દેવાધિદેવની પરમતારક આજ્ઞાનો સંબંધી, ધર્મનો સંબંધી બનીને જગતના જીવમાત્રનો સાચો સંબંધી બની રહે છે. આજ્ઞા સાથેનો સંબંધ, પાપના બંધનથી છોડાવે છે. ૧૭૨' ધર્મ-ચિંતન Page #190 -------------------------------------------------------------------------- ________________ - આજ્ઞા સાથેનો સંબંધ, પાપના સ્થાનકમાં પ્રવેશ કરતાં અટકાવે છે. જાણે કોઈ અગોચર શક્તિ પોતાનો હાથ ઝાલીને પોતાને તે સ્થાનમાં ન જવાનું ફરમાન કરી રહી હોય તેવો સચોટ અનુભવ આજ્ઞા સાથેના ઘનિષ્ઠ સંબંધ પછી ઘણીવાર થતો હોય છે. પરમકૃપાળુ ભગવંતની પરમતારકશક્તિના નિચોડરૂપ આજ્ઞા સાથેના ત્રિવિધ જોડાણના પ્રભાવે ધર્મનો આરાધક પોતે જે જાગૃતિ તેમ જ અપ્રમત્તતાનો અનુભવ કરે છે તે વર્ણનાતીત છે. ' પોતાનો ઉપયોગ સહેજ ચલિત થાય છે, તેની સાથે પોતાની અંદરની દુનિયામાં જે ખળભળાટ શરૂ થાય છે તે આજ્ઞાની વિરાધના એ કેટલું અધમ કૃત્ય છે તેનો સબળ પુરાવો છે. રાજાની આજ્ઞાનો ભંગ તે ગુન્હો ગણાય. દેવાધિદેવની આજ્ઞાનો ભંગ તે પાપ ગણાય. ગુહાની સજા કરતાં પાપની સજા વધુ જ હોય. કારણ કે રાજા કરતાં ત્રિભુવનના સ્વામીની આજ્ઞાનું વજન વધુ રહ્યું છે, રહે છે તેમ જ રહેવાનું છે. મને ભગવાન વહાલા છે,” એમ બોલનારા ભાગ્યશાળીઓ ભગવાન કરતાં પણ અધિક વહાલથી કોઈને પણ ભજવા ઉત્સુક બને તે બરાબર ન ગણાય, એટલું જ નહિ પરંતુ તેઓ જેમને પ્રભુ કરતાં પણ અધિક ભાવપૂર્વક ભજવા-નવા પ્રેરાય છે, તેમનામાં પ્રભુ કરતાં કયા વધારે ચઢીયાતા ગુણો યા શક્તિનાં દર્શન કરતા હોય છે? કે પછી માત્ર ઐહિકલાભના લોભે આ રીતની કૃતજ્ઞતા સેવાય છે ? આ મુદ્દો અધિક ગંભીર વિચારણા માગી રહ્યો છે. કારણ કે દેવાધિદેવની આજ્ઞા સાથે અનેક રીતે જોડાયેલા હોવા છતાં આપણું જોડાણ જીવના હિતની વૃત્તિ અને પ્રવૃત્તિ સાથે હોવું જોઈએ તેના કરતાં અધિકાંશે આપણા જ સ્થૂલ સ્વાર્થ સાથે વધુ હોય તેવું આજના વાતાવરણના અભ્યાસ પછી સ્પષ્ટ સમજાય છે. પ્રભુજીને નમીએ, પ્રભુજીની આજ્ઞાને નમીએ એ આજ્ઞાનું રહસ્ય સમજાવનારા પરમપૂજય ગુરુ ભગવંતોને નમીએ અને છતાં અંદરથી બીજે જ નમતા રહીએ, ત્યાં સ્વાર્થ તેમ જ અહં સિવાય કોઈને પણ પ્રવેશવા જ ન દઈએ, તો આપણને નમસ્કારમાં રતિ-પ્રેમ છે, એવું આપણે બોલી શકીએ ખરા કે ? નમસ્કારનો પ્રેમ નમસ્કાર્ય ભગવંતોની આજ્ઞા સાથે પ્રેમ કરવાની પાત્રતા પ્રગટાવે જ છે. નમસ્કારમાં પ્રેમ પ્રગટ્યાની એ પવિત્ર નિશાની છે. ધર્મ-ચિંતન૧૭૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રભુજી પ્રત્યેનો ભક્તિભાવ ભાવાત્મક રહે છે. આજ્ઞા પ્રત્યેના સાચા આદરપૂર્વક એ ભાવ ક્રિયા માર્ગે વહેતો થાય છે. રાજ્યનીતિકાર જણાવે છે કે, રાજાની આજ્ઞાનો ભંગ કરવો તે વિના શસ્ત્ર તેના મસ્તકનો છેદ કરવા બરાબર છે. તે જ રીતે દેવાધિદેવની આજ્ઞાની વિરાધના એ સ્વયં દેવાધિદેવના તિરસ્કાર સમાન છે. આજ્ઞાના તિરસ્કારના પરિણામનો જે બન્ધ પડે છે, તે જીવને આ જગતમાં ઠેરઠે૨ તિરસ્કારપાત્ર બનાવે છે. આજ્ઞાની આરાધના એટલે આજ્ઞાકાર ભગવંતને ત્રિવિધે સમર્પિત થવું તે. સમર્પણભાવવિહોણી આજ્ઞાની આરાધના આજ્ઞાકાર ભગવંતના હૃદય સાથે આજ્ઞાપાલકને જોડી નથી શકતી. મન હૃદયને નમે, હૃદયમાં બિરાજમાન ત્રિભુવનપતિને નમે તે પછી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નિરાધાર બની જાય, કારણ કે એમનું નિવાસસ્થાન પ્રભુજીને સમર્પિત થઈ જાય એટલે એમને ત્યાંથી ઉચાળા ભર્યે જ છૂટકો. એકનિષ્ઠાપૂર્વક થતું પ્રભુઆજ્ઞાનું પાલન મનને ભર્યું-ભર્યું શખે છે, એ મનમાં જે ભાવ ઉછાળા મારતો હોય છે તેનામાં અજબ પવિત્ર શક્તિ હોય છે. એ શક્તિ પોતાનો વિઘ્નહર ધર્મ બજાવતી રહે છે. તેમ જ મંગલને આકર્ષતી રહે છે. આજ્ઞાપાલનમાં હૃદય આજ્ઞાને સોંપવાનું રહે છે. તે પછી એ હૃદયમાં ચૌદરાજલોકમાં રહેલા જીવોના કલ્યાણનો પવિત્ર ભાવ ઉદ્ભવે છે. તેમ જ આજ્ઞાના પાલનસ્વરૂપ નાનામાં નાના અનુષ્ઠાન યા વ્રત દ્વારા આરાધક આત્મા ભાવથી ‘સર્વનો સ્નેહી' બની રહે છે. આજ્ઞા સાથેના જોડાણ માટે શ્રીનવકાર છે. નમસ્કારમાં પ્રેમ વધે તેમ આજ્ઞાપાલનમાં ઉમંગ વધે. આજ્ઞાપાલન એ જ આપણો ધર્મ છે. મોટાની આજ્ઞાના ભંગની સજા મોટી તેમ તેમની આજ્ઞાની આરાધનાનું ફળ પણ મોટું. આજ્ઞા દ્વારા પોતે પ્રભુ સાથે જોડાય છે, પ્રભુજીના સ્વભાવને પોતામાં પ્રગટાવી શકે છે, એ સત્ય આજ્ઞા અને હૃદયના સુમેળ પછી જીવંત બની જાય છે. ૧૭૪ ૦ ધર્મ-ચિંતન Page #192 -------------------------------------------------------------------------- ________________ પોતે જેમ જેમ આજ્ઞાનો બનતો જાય છે, તેમ તેમ પોતામાં એ આત્મશક્તિ પ્રગટે છે, જેના પ્રભાવને ઠારવાની આ વિશ્વના કોઈ પદાર્થમાં તાકાત નથી હોતી. આજ્ઞા સાથેના સગપણ પછી જીવ સાથેના સગપણનું માહાત્મ્ય સ્પષ્ટ થાય છે, એ સગપણ સાચું છે એવી શ્રદ્ધા બંધાય છે. ગુણીના ગુણની પ્રશંસા કરવાથી પ્રશંસા કરનારમાં ગુણને લાયકનું વાતાવરણ બંધાય છે, તેમ દેવાધિદેવની આજ્ઞા સાથેના સાચા સંબંધના પ્રભાવે આજ્ઞાપાલકમાં દેવાધિદેવની ત્રિભુવનહિતકર ભાવનાને સર્વથા પાત્ર બનવાની ક્ષમતા પ્રગટે છે. આજ્ઞા હોય ભલે શબ્દરૂપી, પરંતુ તેની પાછળ ભાવ ત્રિભુવનપતિની સર્વોચ્ચ અવસ્થાને સર્વથા પાત્ર બની ચૂકેલા પરમાત્માનો છે. એ આપણે કદીયે ન ભૂલવું જોઈએ. એટલે આજ્ઞા સાથેના વિધિપૂર્વકના સંબંધ પછી આપણને જરૂર એ ભાવ સ્પર્શશે. જે ભાવની રક્ષાદ્વારા જીવ, શિવપદને પાત્ર બને છે. જીવમાત્રના કલ્યાણનો મંગલ ધ્વનિ જેમાં દિનરાત ગૂંજી રહ્યો છે, તે આજ્ઞાને ત્રિવિધ વરવાનો પવિત્ર ભાવ સહુને સ્પર્શે ! આનંદાનુભવ જેમ દેહાદિમાં હું પણું ઠહ્યું છે, તેમ આત્મામાં ઠસાવવાનું છે. પ્રથમ ઉપાસના દેહભાવે, પછી આત્મભાવે અને છેલ્લે અભેદભાવે કરવાની છે. આપણું બધા સારું જ બોલે એવી ઇચ્છા કે ભાવના ન સેવવી. આપણું વાસ્તવિક સ્વરૂપ કે જે મન, વાણીથી પર છે. તેના તો કોઈ વખાણ કરતું નથી. પણ શરીર અને મનના વખાણ કરે છે, તે તો જીવને નીચે લઈ જાય છે. મન અને શરીરના ધર્મોને આત્મા તરીકે ન અનુભવાય તો આનંદ ટક્યો રહે. શરીર, મન વગેરેમાં “હું” ઘૂસ્યો એટલે બધી ઉપાધિઓ ચોમેરથી હેરાન કરતી આવે છે. શરીર, મન વગેરેનો જે સાક્ષી ભાવ છે, એને અનુભવવામાં ખરો આનંદ છે. ધર્મ-ચિંતન – ૧૭૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધ એમ વિચારવું, કે “હું દુઃખી છું.' તે, દુઃખની ઇજ્જત વધારવા સમાન છે. દુઃખને વધુ માફકસરની માનસઝેન્થિ તૈયાર કરવા બરાબર છે. અંદરના તેમ જ બહારના ઓછા માફકસર વાતાવરણને આપણે દુઃખ' કહીએ છીએ, તેમ જ વધુ માફકસર વાતાવરણને “સુખ’ કહીએ છીએ. વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનની જગતના જેટલા જીવોને જેટલા પ્રમાણમાં સારી અસર થાય છે, તેના વળતરરૂપે તેને જે મળે તે “સુખ', તેમ જ તે જ વ્યક્તિના વિચાર, વાણી અને વર્તનથી જગતના જેટલા જીવોનું આત્મહિત જેટલા પ્રમાણમાં ઘવાય તેના વળતરરૂપે તેને જે મળે તે “દુઃખ.” ધારો કે એક માનવબંધુ પોતાની મર્યાદિત શક્તિના કારણે હિત ઘણાનું ન કરી શકતો હોય, પણ જો તે સમયે તેના હૈયામાં ભાવ તો જગતના બધા જીવોના હિતનો હોય, તો છતી શક્તિએ “દેશ અને કાળનાં ખોટાં બહાનાં કાઢીને ભવને પંપાળનારા ભાઈઓ કરતાં તેનો તે ભાવ અનેક રીતે અનુમોદનીય ગણાય. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા મુજબ એક જીવનું પ્રત્યક્ષપણે હિત કરનાર અને બાકીનાં બધા જીવોનું શુભ ચિંતવનારા આત્મા, કદાચ દ્રવ્યની ખેંચ અનુભવતો હોય તો પણ તેના ભાવ ઉપર તે ખેંચની મુદ્દલ અસર પહોંચતી નથી એટલે તે, તેવા સંયોગોમાં પણ દ્રવ્યથી સુખીમાં સુખી લેખાતા માનવી કરતાં પણ વાસ્તવિક રીતે વધુ સુખી હોય છે. દ્રવ્યને સુખનું એક માત્ર કારણ માની લેવું તે પરભાવલીનતાની નિશાની છે. જ્ઞાની ભગવંતોની ભાષામાં કહીએ તો, દ્રવ્ય એ ભાવનો પડછાયો છે, આજે અહીં તો કાલે બીજે.” જે દિશામાં પરિપકવ ભાવનું જોર હોય છે, તે દિશામાં દ્રવ્ય ખેંચાય છે. બીજાના હિતની ચિંતા ઘટી હોવાને કારણે આપણો અધિક સમય આપણા પોતાના જ સુખના વિચારોમાં વ્યતીત થાય છે, તેમ જ તેની અસર નીચે આવીને આપણે એમ માનીએ છીએ કે, “અમે ઓછા સુખી છીએ.” મોક્ષસુખની સર્વોત્તમ સામગ્રી મળવા છતાં, “હું દુઃખી છું” એમ બોલવું કે - વિચારવું તે ભવના સુખને જ સાચું સુખ માની લેવાની અનાદિ અવિદ્યાનું પરિણામ છે. ૧૭૬ - ધર્મ-ચિંતન Page #194 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવનો દાસ નિયમા સુખી હોય. •તે નરકમાં હોય તો પણ તેનાં પરિણામ શુભ હોય. તે દેવલોકમાં હોય તો પણ .તેની દૃષ્ટિ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતો ભોગવતા હોય છે. તે સાચા સુખ તરફ હોય. જગતના સર્વ જીવો પ્રત્યેના જીવના શુભભાવમાં જ્યારે ફેર પડે છે, ભાવરૂપી તે અમૃતમાં જ્યારે કેવળ સ્વાર્થનું વિષ ભળે છે, ત્યારે જ તેનો ભવ કથળે છે. તેના અંતરાયો વધે છે. આંતરબળ ઘટે છે. જગતના સર્વ જીવોને શ્રીજિનેશ્વર ભગવાનના પરમતારક શાસનની જાણ કરાવનારા મહામંત્ર શ્રીનવકારનો ધારક, સાધક યા આરાધક જ્યારે એમ બોલે કે, ‘દ્રવ્યના અભાવે હું દુ:ખી છું.' ત્યારે એમ માની શકાય છે કે, ભવોભવની ભાવઠ ભાંગનારા ભાવના મહાસાગર સરખા શ્રીનવકાર સાથે તેને દૂરનો પણ સગપણ સાંધો હોય તો તે આવું ન જ બોલે. આ લોક અને પરલોકનાં સઘળાં દુઃખો દૂર કરવાનો શાસ્રસિદ્ધ રાજમાર્ગ છે,– જગતના સર્વજીવોના કલ્યાણની કામના, શુભની શુભ ભાવના, હિતની મૌલિક ચિંતા. જગતના સર્વ જીવોના હિતની ચિંતા કરવાની પાત્રતાવાળો આત્મા, કેવળ પોતાના સુખની ચિંતામાં પરોવાય. તે સ્થિતિનો વિચાર કરતાં પણ ચક્કર આવે છે. દેવાધિદેવની ભાવના સાથેનું આપણું સગપણ કાચું ન પડ્યું હોત તો, ‘તમારી અલાબલા અમારે શિર હોજો !' એવો સૂર બધે સંભળાતો હોત. ‘મારું સુખ સહુને વહેંચુ,' એ ભાવનામાં ભવનાં સઘળાં અસુખને ટાળવાની અચિંત્ય શક્તિ છે. स्वाध्यायः परमस्तावज्जप: पंचनमस्कृतेः । पठनं वा जिनेन्द्रोक्तशास्त्रस्यैकाग्रचेतसा ॥ - શ્રીનાગસેન મુનિ વિરચિત ‘તત્ત્વાનુશાસન’, શ્લો. ૮૦ પરમ સ્વાધ્યાય તે પંચનમસ્કારનો એકાગ્ર ચિત્તે જપ છે અથવા શ્રીજિનેશ્વર ભગવંતોએ કહેલ શાસ્ત્રનું એક્રાગ્ર ચિત્તે અધ્યયન છે. ધર્મ-ચિંતન - ૧૭૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ આજ અનુપમ દિવાળી નાચ, નાચ હે મનવા ! મન મૂકીને નાચ. પેટ ભરીને નાચ. આજનો અવસર અમુલખ છે. પળ આજની કોટી-કોટી વર્ષોની કિંમત કરતાં અધિક કિંમતી છે. આજે આપણે શ્રી નવકારના જાપમાં બેસવાનું છે. શ્રીપંચપરમેષ્ઠિભગવંતોના અસીમ ઉપકારોના કલ્યાણકર સ્મરણમાં પ્રવેશવાનું છે. ત્રિભુવનદિવાકર શ્રી અરિહંતપરમાત્માની મોક્ષપદપ્રદાયક આજ્ઞામાં ઓળઘોળ થઈ જવાનું છે. આત્મભાવની અણમોલ મહેકવડે લોકને સુરભિત કરવાનો છે. ભવિષયક આળપંપાળના વાઘા ઉતારી નાખવાના છે. ભાવનાનાં તેજવર્ષાં વસ્ત્રો પરિધાન કરવાનાં છે. સ્વ (ભવ) વિષયક તુચ્છ વિચારોને જ્યાં આવીને બેસવાનું જરા પણ માફક ન આવે, એવી આંત-સ્થિતિ સર્જવાની છે. દેવાધિદેવ શ્રીઅરિહંતપરમાત્માની સર્વકલ્યાણકારિણી ભાવનાને સર્વથા માફકસરનું આંત-શરીર ઘડવાનું છે. ચિત્તને સમતાનું ઘર બનાવવાનું છે. નિર્મળભાવના સરોવરમાં હૃદયને પલટવાનું છે. કોઈનાય હિતને ઠેસ ન વાગે એવા ઊંચા આચારની ભૂમિકાએ પહોંચવાનું છે. મોક્ષ અપાવીને જ રહે એવા સામાયિકને લાયકની ભૂમિકાએ સ્થિર બનવાનું છે. જીવ માત્રના પરમહિતમાં આપણી પ્રત્યેક પળ સાર્થક થતી રહે એ તત્ત્વ૨હસ્યને બરાબર હૃદયગત કરવાનું છે. કોઈ એમ ન કહી જાય કે ‘શ્રી નવકારનો ધારક એટલે ભવ (સ્વ)નો ગુલામ,' એવી પવિત્ર હવા વિશ્વ આખામાં ફેલાવવાની છે. આપણો જાપ, ભવતાપહર્તા દેવાધિદેવની મહાકરુણાને પાત્ર બનો. જાપની છાપ, એ જ આપણી ઓળખનિશાની બનો. ૧૭૮ ૦ ધર્મ-ચિંતન Page #196 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ મારી ચિંતા કરતાં મને શરમ આવે છે. - કારણકે મારું હિત ચિંતવનારા આ વિશ્વમાં ઘણા છે. અનંતા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો મારા પરમ હિતને સહજપણે સતત ભાવ આપી રહ્યા છે. તેમના તે ભાવનો ભાવ પૂછવાને બદલે હું જો મારી ચિંતાની પંચાતમાં પડું, તો મારા જેવો કોઈ સ્વાર્થી નહિ, એકલપેટો નહિ. તુચ્છ તેમ જ પામર નહિ. - પરમ મંગલમય તે ભાવ સાથેનો મારો ભાવસંબંધ ત્યારે જ કથળી જાય છે, જ્યારે હું મારો ભાર મારા માથે ઉપાડીને ફરવાના શુદ્ર વિચારના ચરણમાં ઝૂકી પડું છું. જેમનો સર્વોચ્ચ આત્મભાવ, મારા પરમ હિતને સહજપણે સતત ભાવ આપી રહ્યો છે તે ભગવંતોને ઊંચામાં ઊંચા દ્રવ્ય અને ભાવ વડે ભજવાને બદલે હું જો મારી ચિંતાના જ ભજનમાં ચકચૂર બનું, તો મારા જેવો કોઈ નીચ નહિ, અધમ નહિ, અધમાધમ નહિ. , પોતાની જનેતાની છાયામાં એક બાળક પણ નિશ્ચિતતા અને નિર્ભયતા અનુભવતું હોય છે, તો પછી ત્રણ જગતના નાથની મહાકરુણાની નિશ્રામાં હું શા માટે સચિત રહું? ભયકંપ અનુભવું ? મારી જ ચિંતા, મને પૂજા-પ્રતિક્રમણમાં પાછો પાડી દે છે. સામાયિક સ્વાધ્યાયમાં ચળવિચળ કરી મૂકે છે. તપ-જપના લાખેણા અવસરમાં અંતરાયનો ગઢ બનીને ઊભી રહે છે. શ્રીજિનાજ્ઞા પ્રત્યેના મારા હૈયાના ભાવમાં ચીકણી ગાંઠરૂપ બની : ' જાય છે. મારી ચિંતાના ચક્રાવે ચઢું છું ત્યારે મારી આન્તરદૃષ્ટિ ઝાંખી પડવા માંડે છે, જગત કરતાં મોટી મને મારી જાત જણાવા માંડે છે, જગતના સર્વ જીવોના હિત કરતાં અધિક પ્યારું મને મારા એકલાનું હિત વંચાય છે અને આ રીતેનું અયથાર્થ (મિથ્થા) દર્શન મારી સમગ્રતાને આંજી દે છે. વાહનમાં બેઠા પછી પ્રત્યેક માનવબંધુ પોતાનો માલ-સામાન કોરાણે જ મૂકી દે છે, કોઈનેય તે પોતાના માથે ઉપાડી રાખવાનો સહેજ પણ ભાવ નથી હોતો. આવા સમર્પણભાવના પ્રત્યક્ષ દર્શન પછી જો હું શ્રીનવકારનો ધારક થઈને મારી ચિંતાની જ આરાધના કરું, ભમરડાની જેમ “સ્વ” (ભવ) નામક આર ઉપર ભમ્યા કરું તો શ્રીનવકારની સર્વપાપપ્રણાશકતા અને સર્વમંગલપ્રદાયકતામાં મને મુદ્દલ શ્રદ્ધા નથી ધર્મ-ચિંતન • ૧૭૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ એવું જ સિદ્ધ થાય. એવી સિદ્ધિની પ્રસિદ્ધિ, એ મારા માટે બોલતું-ચાલતું કલંક જ ગણાય. એ કલંક-પંકે આજ સુધી હું અનંતીવાર આળોટ્યો. હવે તો હે જગબંધુ ! આપની સ્વાભાવિક મહાકરુણાના અંકે જ રમવું છે. આત્મ-સમભાવનું અમૃત-ભોજન જમવું છે. આપના પરમમંગલમય ભાવમાં શમવું છે. ભાવ તેવો ભવ ભાવ વધે એટલે ભવ ઘટે. ભાવ ઘટે એટલે ભવ વધે. ભાવ એટલે શુભ ભાવ. જીવનો તે સ્વભાવ છે. તે સદાય સક્રિય હોય. તેને અક્રિય કહેવો તે દેવાધિદેવની મહાકરુણાને અક્રિય કહેવા બૈરાબર છે. તડકો વધે એટલે કાદવ ઘટે, તેમ શુભભાવ વધે એટલે અહંભાવ ઘટે. ફળમાં રસ વધે તેમ તેની છાલ પાતળી પડતી જાય, તેમ આત્મભાવ વધતો જાય તેમ અહંભાવ ઓસરતો જાય. શુભ ભાવ વધે એટલે જીવ પ્રત્યે સ્વાભાવિક વહાલ પ્રગટે. , ઉપકારી પ્રત્યે અનેરો આદર પ્રગટે. સંત-મહંતો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે. દેવાધિદેવ પ્રત્યે પરમપૂજ્યભાવ પ્રગટે. શુભભાવ ઘટે એટલે જીવ પ્રત્યે રાગ-દ્વેષ જાગે. ઉપકારીના ઉપકારોની યાદ ઝાંખી પડવા માંડે. ' સંત-મહંતો પ્રત્યેનો આદર, ઘણો ઓછો થઈ જાય. દેવાધિદેવની ભક્તિમાં ઔપચારિકતા ભળે. શુભભાવ એ એક એવું અભેદ્ય બદ્ધર છે કે જેને ભેદવાની કાળમાં પણ તાકાત નથી. એવા ભાવની સાથે રહેવા માટે, શ્રીઅરિહંત પરમાત્માની ભાવનાની પરમતારક , નિશ્રામાં રહેવું પડે. તે નિશ્રાનો શુભ યોગ કરાવી આપનારા તપ, જપ, વ્રત, નિયમ આદિને ઊંચો આદર આપવો પડે. ૧૮૦૦ ધર્મ-ચિંતન Page #198 -------------------------------------------------------------------------- ________________ નાના-મોટા નિયમો અને અનુષ્ઠાનો સિવાય, આત્મભાવનું કેન્દ્રીકરણ ઘણી વાર જોખમમાં મૂકાઈ જાય છે, તેમ જ આરાધક પોતે પણ ક્યારેક બહિર્ભાવની લપસણી ભૂમિમાં મનનાં પરિણામને ગંદા કરી મૂકે છે. જે સોનામાં બીજી ધાતુઓનું મિશ્રણ હોય છે તે ઓછા કસવાળું સોનું કહેવાય છે, તેમ જ તેનો ભાવ પણ તે પ્રમાણે ઉપજે છે, તેમ આપણા આત્માના ભાવમાં જેટલા પ્રમાણમાં વિષય અને કષાયના વિષાણુઓનું મિશ્રણ હોય છે તે મુજબ તેની અસર ફેલાય છે અને મૂલ્ય અંકાય છે. પોટીસથી ગૂમડું પાકે છે તેમ ભાવથી ભવ પાકે છે. કાળને પકવનારી, આત્મભાવથી, અધિક શ્રેષ્ઠ બીજી કોઈ ઔષધી ત્રણ લોકમાં નથી. તે ભાવ જ્યારે દેવાધિદેવ શ્રીતીર્થંકર પરમાત્માની ત્રિભુવનક્ષેમંકર ભાવનાનું આલંબન પામીને સક્રિય બને છે, ત્યારે એક એક ક્ષણમાં સેંકડો ભવોની મજલ કાપી નાખે છે. એવા ભાવના મહાકેન્દ્રો તે શ્રીનવકાર અને સામાયિક. શ્રીનવકાર, આત્માને પોતાની અસલ દશાની લગની લગાડે છે. સામાયિક, આત્માને એના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે. આરાધકની વાત હું એકલો નથી. મારું કુટુંબ ઘણું મોટું છે. મને તે બધાંના શુભની ચિંતામાં ભાગ્યે જ મારી જાત યાદ આવે છે. એવી નવરાશ શા કામની જે મને મારા એકલાના વિચારની નબળી પળ પૂરી પાડે? મારા એકલાનો વિચાર કરતી વખતે, ‘હું ખરેખર કોનો વિચાર કરું છું ?' એટલું પણ જો હું ન સમજી શકું તો હું નિરોગી મનવાળો માણસ ન ગણાઉં. આંખો જ્યારે પોતાને જ જોવાનો પ્રયાસ કરે છે ત્યારે કોઈનેય જોઈ શકતી નથી, તેમ માણસ જ્યારે કેવળ પોતાનો જ વિચાર કરે છે ત્યારે તત્ત્વતઃ કશો મૂળભૂત વિચાર કરી શકતો નથી. મારા જીવનમાં રાજરાજેશ્વર શ્રીનવકા૨ની વિધિપૂર્વકની પધરામણી પછી, હું નથી જગતના જીવોને ભૂલી શકતો, નથી એકલો પડીને મારા એકલાનો વેવલો વિચાર ધર્મ-ચિંતન – ૧૮૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ કરી શકતો. મારા એકલાનો વિચાર કરતાં મને થાક લાગે છે. બધા મારા વિચારમાં આવે છે ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. એકલાનો વિચાર એટલે સ્વાર્થી વિચાર. સ્વાર્થનું બળ પાપમાં પ્રેરે. પાપ વધે એટલે સુખ ઘટે, શાન્તિ ઘટે, સદ્ભાવ ઘટે. પાપ કરવાની યોગ્યતા ત્યારે જ ઘટે છે જ્યારે આપણા મનમાં ત્રિભુવન વસે છે. ત્રિભુવનના સઘળા જીવો સાથે મારે સગપણ છે, એવી સમજ પાકે એટલે જે વિચાર આપણા મનમાં જાગે તે વિચારમાં સત્ત્વ અધિક હોય. નિર્માલ્યતા નહિવતું. આત્માને આત્માની મૈત્રી ન ગમે એવું કદી ન બને. આત્માની સોબતમાં રહેવાનો અભ્યાસ ન કેળવીએ ત્યાં સુધી આત્મભાવની અલૌકિક અસરનો મહિમા ન સમજાય તે બનવાજોગ છે. સ્વાર્થની સોબત છૂટે છે એટલે આત્મભાવની સોબતનો મંગલ પ્રારંભ થાય છે. સ્વાર્થની સોબતમાં રહીએ ત્યાં સુધી “સ્વ” જેટલો મોટો “પર” ન લાગે, બલ્ક નાનો” જ લાગે. આત્માની સોબત વધે, એટલે “સ્વ” જેટલો “પર” પણ પ્યારો લાગે. આમ થાય એટલે રાગ-દ્વેષ ઘટે, વેર-ઝેર ઘટે, નિંદા-સ્તુતિ ઘટે. અંદર બહારનું વાતાવરણ વધુ ચોખ્ખું થાય. શ્રીનવકારના ધ્વનિની લહરીઓની અસર વધુ ઊંડે સુધી ફેલાય અને જગતના જીવોને ઊંચા સંવેગરંગી જીવનની લગન લાગે. . શ્રીનવકારને ધારણ કરનારા મજબૂત મનવાળો મહાપુણ્યશાળી આત્મા, “પહેલાં પોતાનો વિચાર કરે અને પછી બીજાનો.” એ ન માની શકાય તેવી હકીકત છે.. નમસ્કારભાવવાસિત હૈયામાં જે ભાવ જાગે, તે જગતના બધા જીવો સુખપૂર્વક પહેરી શકે તેવો જ હોય–હોવો જોઈએ. શ્રીનવકારનો સગો ત્રિભુવનનો સગો હોય. એ પવિત્ર સગપણને ડાઘ લગાડનારા સ્વાર્થને તે સ્વપ્નમાંય ન સંભારે. બનતાં સુધી તેને એટલી ફુરસદ જ ન મળે. મહાપુણ્ય મળેલા સમય અને શક્તિનો અંગત સ્વાર્થ ખાતર ઉડાઉ રીતે ઉપયોગ કરવો તે શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાની વિરાધના છે. ૧૮૨ ધર્મ-ચિંતન Page #200 -------------------------------------------------------------------------- ________________ * આરાધકનું હૈયું, આરાધ્યની ભાવનાના સાંગોપાંગ જતન કાજે દિનરાત ઉદ્યમશીલ રહે. તે ભાવના એટલે સર્વજીવહિતવત્સલતા. शिवमस्तु सर्वजगतः આ પંક્તિમાં મહાસંતોનું હૃદય ધબકે છે. હૃદય જેમ જેમ આ પંક્તિને ઓળખતું થાય છે તેમ તેમ મહાસંતોના હૃદયની વાત, કશા પણ સંદેહ સિવાય હૃદયમાં ઉતરે છે. આત્મભાવના મહારસાયણમાં બરાબર ઘુંટાઈને પ્રગટેલી ઉક્ત પંક્તિ, જીવનને મિથ્યાભાવ'ના વળગાડથી મુક્ત કરે છે. જીવ પ્રત્યેના જીવના પરમમૈત્રીભાવને વ્યક્ત કરે છે. જગતના કોઈ જીવનું અકલ્યાણ ન થાઓ એવી ભાવના ભાવવી તે જગતના બધા જીવો આપણા ભાવ-સગા છે તે હકીકતનું આપણને વારંવાર ભાવ કરાવે છે. આ જગતના બધા જીવોના કલ્યાણને ભાવ આપવો તે આપણા સર્વોચ્ચ હિતને સતતપણે ભાવ આપી રહેલા શ્રીઅરિહંત પરમાત્માના સર્વોચ્ચ નિર્મળ આત્માના સ્વભાવને ભાવપૂર્વકનો નમસ્કાર છે. ' આ પવિત્ર ભાવનામાં જેનું મન નિયમિત સ્નાન કરે છે તેને કેવળ સ્વાર્થના ગંદા ખાબોચીયામાં એક અંગૂઠો ઝબોળતાં પણ કમકમાટી છૂટે છે. આંખે અંધારાં આવી જાય છે. આ ભાવના, જીવનમાં બરાબર સ્થાન પામે છે એટલે શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞાને સમજવા તેમ જ અંગીકાર કરવાની આંતરિક લાયકાત વધે છે. - આંતરિક લાયકાત વધે એટલે “સ્વ” અને “પર' વચ્ચેનો માનસિક આંતરો ઘટવા માંડે. માનસિક આંતરો ઘટે એટલે પરહિતચિંતા સ્વાભાવિક બને, પરમહિતચિંતાની સ્વાભાવિકતાવાળા જીવન ઉપર અહિતકર નિમિત્તોના જોરદાર હુમલા પણ નિષ્ફળ થાય છે. મતલબ કે જે પોતાના હિતની ચિંતાનો ભાર બધે એકસરખો પાથરી દઈ શકે છે તેનો આત્મવિકાસ બહુ ઝડપે થાય છે. પોતે એકલો પોતાની ચિંતા કરે તે સર્વના હિતની ચિંતામાં સહજ રીતે સજાગ અને સક્રિય સંતો અને મહાસંતોની સંજીવનીતુલ્ય મહાકરુણાનો અપલાપ છે. બધાના કલ્યાણની ભાવનાનું રસાયણ, બધાના હિતની ચિંતાને લાયકના ધર્મ-ચિંતન • ૧૮૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ જીવનનું ઘડતર કરે છે. બધાના હિતની ચિંતાને લાયક જીવનમાંથી જે વિચાર યા શબ્દ પ્રગટે છે તેમાં વધુ અંશે કરુણા જ હોય છે. તે કરુણાનો સૂક્ષ્મ પ્રવાહ લોકમાં અકલ્યાણભાવને સક્રિય બનતો અટકાવવામાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે. માત્ર નવ અક્ષરની ઉક્ત પંક્તિ, આપણા આત્માના ભાવની બેનમુન પ્રતિકૃતિ છે. તેનામાં આપણા ભાવનું આપણે સરસ રીતે દર્શન કરી શકીએ. તે દર્શન પછી દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનમાં જે આનંદ પ્રગટે છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. શિવમ્' શબ્દથી શરૂ થતી ઉક્ત પંક્તિમાંથી ઝરતી શીતળતાના સ્પર્શી ભાવપ્રાણોમાં જે શાતા અને સંવેગ પ્રગટે છે તેનો લાભ લેવાની શિવપદવાંચ્છુ પ્રત્યેક આત્માને નમ્ર વિનંતિ છે. શ્રીસિદ્ધ ભગવંતોનું આપણા આત્મા સાથેનું ભાવ-સગપણ, શ્રીઅરિહંત પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ વડે સો ટકા સફળ થાય છે. શિવમસ્તુ સર્વજગતની સર્વોચ્ચ ભાવનાને, તે ભક્તિનું હૃદય કહી શકાય. તે ભાવનાને “હૃદય’ અર્પીને આપણે “નમો અરિહંતાણં' પદને ખૂબ ખૂબ દીપાવીએ. મમતા અને સમતા મમતા મારક છે. સમતા તારક છે. મમતાનું મોં સદાય સ્વાર્થ તરફ રહે છે. સમતા વિશ્વમાં મળીને વિકસે છે. મમતા રાગ-દ્વેષની જનેતા છે. મમતાનો આફરો શ્રીજિનવચનની વિરાધના સુધી જીવને ખેંચી જાય છે. સમતાને જીવ અને જીવના હિત સાથે સંબંધ હોય છે. સમત્વવાન જે આંખ વડે પોતાને જુએ છે તે જ આંખ વડે ‘પરીને જુએ છે. સમત્વવાનનું મન, સકળજીવહિત સાથે સંકળાયેલું રહે છે. મનથી પોતાના એકલાનું હિત ચિતવતાં તે શરમાય છે. મમતા આત્માની શક્તિને ગૂંગળાવે છે. ૧૮૪ ધર્મ-ચિંતન Page #202 -------------------------------------------------------------------------- ________________ સમતા આત્માની શક્તિને વિકસવાની સઘળી તકો પૂરી પાડે છે. મમતા એટલે સ્વાર્થનો ‘હકાર', અને પરમાર્થનો નકાર. સમતા એટલે સ્વ પ્રત્યેના ઝોકને સર્વજીવહિતલક્ષી બનાવવો તે. ‘મમતા’ સહજમળનું પ્રતિનિધિત્વ સાચવે છે. ‘સમતા’ આત્માના ભાવનું જગતના જીવોને બહુમાનપૂર્વક દાન કરે છે. મમતા એટલે મહામોહની વરાળ. સમતા એટલે આત્માના સમુજજવળ ભાવની મંગલમય કળા. પોતા પ્રત્યેની મમતા સર્વને વહેંચી દેવાય એટલે સમતાનો જન્મ થાય. મમતાની વહેંચણીનું તે મહાકાર્ય શરૂ થાય તેમ તેમ આત્મસમત્વ ખીલતું જાય. કળી જેમ જેમ કળીપણું ત્યાગતી જાય, તેમ તેમ તે પુષ્પપણું પામતી જાય, તેમ મમતાની વહેંચણીનું તે મહાકાર્ય જેમ જેમ આગળ વધતું જાય, તેમ તેમ આત્મસમભાવ વિકસતો જાય. નમસ્કારભાવનો આરાધક મમતાનો ઘડુલો માથે મૂકીને ફરે તે બીન આશ્ચર્યકારક સમજાય છે. હૈયામાં ‘હું' કૂદાકૂદ કરતો હોય છે ત્યાં સુધી ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાનો આદર ભાગ્યે જ થઈ શકે છે. હું મારા સ્વાર્થવડે પકડાયેલો રહું તેનો એ જ અર્થ થાય, ‘કે જગત આખામાં મારું હિત ચિંતવનારું કોઈ નથી, મારા પ્રયત્ન સિવાય કોઈ મને સુખી બનાવી શકે તેમ નથી.’ આવી સમજ તે મેલાં અંતઃકરણ અને ડહોળાયેલા મનની પેદાશ છે. આવી સમજ જ્યાં ઘર કરે છે, ત્યાં અહંકારને ઊગવું જ પડે છે. અહંકાર, આત્માને આત્માથી અલગ પાડ્યા સિવાય રહેતો નથી. તે જ તેનો ધર્મ છે. દેવ અને ગુરુની કૃપાના પરમપ્રભાવને ટપી જવાની કુચેષ્ટા કરે એવી મમતાની માત્રા આત્મસમભાવસભર હૃદયમાં, હળાહળ ફેલાવે છે. તેને શ્રીનવકા૨ની આરાધના અને શ્રીજિનેશ્વરદેવની ભક્તિવડે ધોઈ નાખીને આત્માના સર્વ જીવો પ્રત્યેના યથાર્થ ભાવને ખીલવવાની દિશામાં આપણે સહુ જાગૃત બનીએ ધર્મ-ચિંતન ૦ ૧૮૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રભુભક્તિ પ્રભુ જેટલી જ તારકશક્તિ પ્રભુની ભક્તિમાં છે. પ્રભુની ભક્તિમાંથી પ્રગટતી શક્તિ જગતના જીવો સાથે ભાવ-સંબંધ કરાવે. પ્રભુની ભક્તિ, પ્રભુ જેમના છે એ જગતના જીવોની હિતચિંતાની શક્તિ આપે. ભક્તિ, વિભક્તિને ટાળે, અહંભાવને ઓગાળે. ભક્તિ એટલે હૃદયનું દાન, સ્વ સમગ્રતાનું સમર્પણ. શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિ એટલે સર્વોચ્ચ સમર્પણભાવની ભક્તિ, જ્યાં પોતા પ્રત્યેના રાગનો સદંતર અભાવ વર્તે છે એવા શ્રીવીતરાગદેવની ભક્તિ. આજે આપણે આપણા સ્વાર્થના સેવક છીએ. આપણા નામના રાગી છીએ. સેવા તો શ્રીવીતરાગ પરમાત્માની જ હોય. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાની હોય. એ આશાના હૃદયભૂત ભાવની હોય. એ ભાવના વિષયભૂત ત્રણ જગતના બધા જીવોના કલ્યાણની ઓજસ્વિની ભાવનાની હોય. દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મની આરાધના એ ‘પ્રભુભાવ’ની આરાધના છે. પ્રભુભાવના જ પરમપ્રભાવે ‘પશુભાવ’ જાય, ‘સ્ટેનભાવ’ જાય. પશુભાવ એટલે પશુ સરખો ભાવ, ભાવપશુતા. સ્ટેનભાવ એટલે ચો૨ સરખો ભાવ, લઈ લેવું બધાનું, આપવું કોઈનેય નહિ. પ્રભુના ભાવ સિવાય, આપણી ભાવપ્રભુતા ન પ્રગટે. પ્રભુની ભક્તિ સિવાય, પ્રભુના ભાવ સુધી પહોંચી ન શકાય. ભક્તિના ધન્ય અવસરે ભગવાન સમક્ષ ખુલ્લા થઈ જવું જોઈએ. ખુલ્લા થવાય એટલે ભગવાનના ભાવ વડે સેવાવાની યોગ્યતા પ્રગટે. પ્રભુસેવા એ વાસ્તવમાં પ્રભુના પરમભાવ વડે સેવાવાની સર્વોચ્ચ સાધના છે. બિંદુના બદલામાં સિંધુને પામવાનો ઉત્કૃષ્ટતમ યોગ છે. પ્રભુની ભક્તિના પરમપ્રભાવે પ્રભુ જેમના છે તે જગતના જીવોનું હિત થાય. પોતાના જ સ્વાર્થની ભક્તિથી, દેવાધિદેવની સર્વજીવહિતકર આજ્ઞાની વિરાધના થાય. જેના ફળરૂપે સાગરોપમનાં દુ:ખ મળે. ૧૮૬૦ ધર્મ-ચિંતન Page #204 -------------------------------------------------------------------------- ________________ ' પોતા પ્રત્યેના રાગના સદંતર ત્યાગ માટે શ્રીવીતરાગદેવની ભક્તિ છે જગતના સર્વ જીવો તરફના ભાવના પૂર્ણવિકાસ માટે શ્રીવીતરાગદેવની ભક્તિ છે. શ્રીવીતરાગની ભક્તિ, પોતા પ્રત્યેના રાગનો ક્ષય કરે છે, પર પ્રત્યેના દ્વેષનો ક્ષય કરે છે. કારણ કે એ બેમાંથી એક પણ દોષનો અંશ પણ શ્રીવીતરાગ પરમાત્મામાં હોતો નથી. - રાગનો ક્ષય, વૈરાગ્યમાં પરિણમે. વૈરાગ્યનો વિકાસ પર પ્રત્યેના શુભભાવથી થાય. શ્રીઅરિહંતના સર્વોચ્ચતારકભાવનું સકળ સામર્થ્ય તેઓશ્રીને ત્રિવિધ સમર્પિત થયેલા સત્ત્વશાળી આત્મામાં પ્રગટે છે. એવી અનુપમ ભક્તિનો ઉજજવળ ભાવ આપણા જીવનમાં જાગો ! નિર્વિચારતાની અનુભૂતિ મનુષ્ય જેની ખોજ કરે છે, તે બહાર નથી, પણ તેની અંદર જ છે. એ વસ્તુની ખોજ કરવાની રહેતી નથી. કારણ કે તમે એને કદી ખોઈ નથી, કે તમે તેને કદી ખોવાના નથી. કારણ કે એ છે તો તમારું અસ્તિત્વ છે. - સભ્ય એક જ છે અને તેની અનુભૂતિ પણ એક જ છે. જે એને જાણવા ઇચ્છે છે, તેણે બીજી અનેક ધારણાઓ અને કલ્પનાઓ છોડી દેવી પડે છે. સત્યની કોઈ કલ્પના કરવાની હોતી નથી. સત્યની ખોજમાં અજ્ઞાન જેમ વિન્ન કરે છે, તેમ મિથ્યાજ્ઞાન પણ વિદ્ધ કરે છે. પાંડિત્ય, શાસ્ત્રજ્ઞાન ન જાણવા છતાં હું જાણું છું, એવી ચિત્તની દશા. આ બધું જ સત્યાનુભવમાં બાધાકાર નીવડે છે. એટલા માટે સત્યની ખોજ કરનારાઓએ એ બધામાંથી મુક્ત થવાની પ્રથમ જરૂર છે. ધ્યાન પણ ચિત્તની એક અવસ્થા છે. જ્યારે એ અવસ્થાનો અનુભવ થાય છે, ત્યારે ત્યાં ખરાપણાનો નહિ, પણ હોવાપણાનો ભાવ હોય છે અને એક પ્રકારની એ નિર્વિચારતામાંથી આત્માની અનંત શક્તિઓ પેદા થાય છે. ધર્મ-ચિંતન ૧૮૭ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભવનિર્વેદ આત્માના વિચારમાં સર્વનો વિચાર હોય. આત્માના વિચારને પોતાનો વિચાર ગણવો તે આત્મભાવના સ્પર્શ પૂર્વેનો માત્ર ઉદ્ગાર છે. આત્મભાવનો સ્પર્શ એટલે જગતના બધા જીવોના હિતની ચિંતાનો સ્પર્શ. સર્વના હિતની ચિંતામાં પોતાનો સમાવેશ થઈ જાય, પોતાની ચિંતામાં પોતા' સિવાય કોઈનો સમાવેશ ન થાય. સ્વાર્થ મારું પડખું સેવે, મમતા મારી અધિષ્ઠાત્રી બને, અહં મારો આપ્તજન બને એટલે હું સર્વના હિતનો “ચોર' બનું, પરમાત્માની આજ્ઞાનો દ્રોહી ઠરું, વિશ્વ-અપરાધી, બનું, છ-કાય જીવનો હિતશત્રુ બનું, કોઈનાય ઉપકારનો “સાભાર સ્વીકાર' મને ગૌરવભંગ જેવો લાગે, કૃતજ્ઞતાને “કેળવાયેલો હોવાની નિશાની સમજું. “પર”નો વિચાર મને “માથાના ઘા” સમાન લાગે, ગુણની અનુમોદના કરતાં મને ચક્કર આવે. શ્રીવીતરાગ પરમાત્માના પરમતારક શાસનને પામેલો, આત્મા, આમ ન જ વર્તે. પાત્રતાની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. ગુણની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. પરાક્રમની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. સત્ત્વની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. સમતાની પરાકાષ્ઠા તરફ એનું લક્ષ્ય હોય. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રનો તે ખપી હોય. એ બધું ત્યારે અંદરથી ઉઘડતું વર્તાય, જ્યારે પોતે પોતાનો મટી, શ્રીજિનેશ્વર ભગવાનની સર્વોચ્ચ ભાવનાના અંગભૂત બને. તે ભાવનાના વિષયભૂત જગતના બધા જીવો પ્રત્યે આત્મતુલ્યદૃષ્ટિ કેળવે. જગતના જીવોથી પોતાને ઊંચા માનવાથી, પોતાના સુખ-દુઃખને ઊંચા માનવાથી, પોતાના સંયોગ-વિયોગને ઊંચા માનવાથી, પોતાના લાભ-નુકસાનને ઊંચા માનવાથી, પોતાના યશ-અપયશને ઊંચા માનવાથી પોતાનો અહંભાવ વકરે છે. વકરેલો તે અહં સર્વજીવહિતવિષયક ભાવને હજમ કરી જાય છે અને જીવને ખાતે નર્યું ૧૮૮• ધર્મ-ચિંતન Page #206 -------------------------------------------------------------------------- ________________ પાપ ઉધરે છે, જેનો હિસાબ ચૂકવવા માટે જીવને અત્યંત દુઃખદાયક ભવની જેલમાં લાંબા કાળ સુધી સબડવું પડે છે. તે દુ:ખ કેવું હોય છે તેનો સાચો ખ્યાલ, તે તે ભવસ્થિતિમાં રહેલા જીવોના હિતનો વિચાર સ્પર્ધા સિવાય, ભાગ્યે જ બરાબર હૃદયગત થઈ શકે. એટલે જ અત્યંત દુઃખદાયક એવી ભવસ્થિતિનો ‘વિચાર કરવો' એ પ્રત્યેક પુણ્યશાળીનું પવિત્ર કર્તવ્ય બની રહે છે. તે સ્થિતિનો વિચાર જન્મે તો જ તેના કારણરૂપ અહંભાવ અને મમતા પ્રત્યે વૈરાગ્ય પ્રગટે. દુર્ભાવ અને બહિર્ભાવ ખૂબ-ખૂબ ભારરૂપ લાગે. તેને પોષવાથી જ ભવ પોષાય છે એવું શાસ્ત્રવચન રોમ-રોમે પરિણત થાય. ભવનિર્વેદની મૂળ ચાવીરૂપ ભવસ્થિતિનું દર્શન, જીવને જીવનો મિત્ર બનાવે, શ્રીજિનેશ્વર ભગવાનની સર્વજીવહિતકર આજ્ઞાનો આરાધક બનાવે. Blue Prints કાગળની ચલણી નોટો કમાવવા રાતનાં ઉજાગરા કરનારા માણસો પણ દેહાત્મક બુદ્ધિ ટાળવા માટે ઇષ્ટનું સ્મરણ કરવા દિવસે પણ તૈયાર નથી. જ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી સમજને ક્રિયા દ્વારા જીવનમાં આચરવાના પ્રયત્ન ન થાય તો Blue Prints પર દોરેલા વિશાળ મહેલ પણ રહેવાના કામમાં આવશે નહિ. આજે લાખો, અસંખ્ય Blue Prints અનામત પડી છે અને અગણિત માણસો આશ્રય વિના ભટકે છે. Blue Prints ને સાકાર કરવાની છે. મનમાંથી કાગળ ઉપર તો ઉતરાવી, હવે તેને જીવનગત કરવાની છે. નહિતર જીવન પણ કાગળ ઉપર ઉતારેલા એ નકશાની જેમ ખવાઈ જશે, ચવાઈ જશે, દુર્વિચારોની ઉધઈ એને કોરી ખાશે. ધર્મ-ચિંતન ૦ ૧૮૯ Page #207 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા કૃતજ્ઞતા છે આત્મવિકાસનું મૂળ. તે જાય કે ભૂલાય એટલે જીવતર ધૂળ. એ જાય ક્યારે ? ભૂલાય ક્યારે ? અહંનું પ્રાબલ્ય વધે ત્યારે. અહંનું પ્રાબલ્ય વધે ક્યારે ? જ્યારે પરના ઉપકારને આવકારવા અને અંગીકાર કરવા જેટલી નમ્રતા ન (પ્રગટી) હોય ત્યારે. એ નમ્રતા રહે ક્યાં ? પરિણામમાં. જે સત્ત્વશાળીના ચિત્તમાં તેનો વાસ હોય છે, તેની સમગ્રતામાં તેની સુવાસ હોય છે. એ સુવાસની ભાષાને જીવતી જાગતી કૃતજ્ઞતા કહેવાય. જ્યાં આવી કૃતજ્ઞતા હોય ત્યાં પરોપકારરસિકતા પણ હોય જ. કારણ કે કૃતજ્ઞતા એ જ પરોપકારપરાયણતાનું બીજ છે. પરના ઉપકારનો સ્વીકાર કરવો એ કૃતજ્ઞતાનું પ્રથમ લક્ષણ છે. જ્યાં ઉપકારનો સ્વીકાર હોય ત્યાં સ્વાભાવિકપણે અહંનો ઇન્કાર પણ હોય. પરના ઉપકારનો સ્વીકાર એટલે ચૈતન્યતત્ત્વનો પક્ષપાત. પ્રભુના સ્વાભાવિક અનંત ઉપકારના હૃદયપૂર્વકના સ્વીકાર' પછી પરના ઉપકારના સ્વીકારરૂપ કૃતજ્ઞીપણું જીવનમાં જાગે છે. પ્રભુના ઉપકાર હૃદયમાં વસે છે એટલે કૃતઘ્નીપણાના મૂળરૂપ અહંભાવ ચોરપગલે નાસવા માંડે છે અને તેના સ્થાને નમસ્કારભાવનો કલ્યાણકર પ્રકાશ પ્રગટે છે. મતલબ કે મને પરમાં ઉપકારિતાનું દર્શન ન થાય, ત્યાં સુધી મારાં પરિણામ અહંભાવના પક્ષમાં ભળેલાં છે એમ કહી શકાય. અહંભાવનો પક્ષ એટલે જન્મ, જરા અને મૃત્યુનો પક્ષ. અહંભાવના પક્ષમાં ઢળાય એટલે ચારગતિના દુઃખનો પક્ષ થઈ જ જાય. ‘જગતના બધા જીવો મારા ઉપકારી છે,' એવી યથાર્થ સમજ સિવાય, સાચી ૧૯૦ ૭ ધર્મ-ચિંતન Page #208 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા પણ દૂર રહે. ક્યારેક ઉપકાર થઈ જાય તો પણ તે ઉપકાર કર્યાનો ‘અહં’ પરિણામને દુષિત કરી જાય. પરંતુ દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ સાથેના આપણી સમગ્રતાના જોડાણ પછી, આપણા ભાવમાં જે પરહિતપરાયણતા પ્રગટે છે તેનાથી જગતના જીવો પ્રત્યેનું આપણું આચરણ આત્મભાવસભર બને છે અને તે બધા જીવો ઉપકારનો ધન્ય પ્રસંગ પૂરો પાડનારા સાચા ઉપકારી તરીકે આપણા હૈયામાં સ્થાન પામે છે. આ રીતે વિચારતાં કૃતજ્ઞતા એ વિશ્વોપકારનું પવિત્ર કાર્ય બની રહે છે. કૃતઘ્નતા એ વિશ્વાપકારનું અધમ કૃત્ય બની રહે છે. પરસ્પરોપકારરૂપ જીવનો જે ધર્મ છે, તેનો કૃતજ્ઞતા વડે સ્વીકાર થાય છે અને કૃતઘ્નતા વડે, ઇન્કાર થાય છે. જે પોતાનો ધર્મ છે-પવિત્ર કર્તવ્ય છે, તેના સ્વીકારમાં કૃતજ્ઞતાનું બહુમાન છે. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું બહુમાન છે. મહાપુણ્ય મળેલા માનવના ભવનું બહુમાન છે. કૃતજ્ઞતાનો ઇન્કાર એટલે જ સર્વજીવહિતપરાયણતાનો ઇન્કાર. અંતરાયો અને આપત્તિઓના મહાસાગર સરખા ‘અહંભાવ'નો સ્વીકાર. જીવના શિવપદ સાથેના સંબંધની કૃતજ્ઞતા એ—પૃથ્વીને અજવાળતા પ્રભાકરના પહેલા કિરણ જેટલી અગત્યની—પહેલી કડી છે. આજ્ઞાભંગ નિષ્કરુણતા, આર્તધ્યાન કે રૌદ્રધ્યાન તે જિનાજ્ઞાનો ભંગ છે, એ વાત નિશ્ચયથી છે. એનું સમર્થન આચારાંગના ‘અનુત્તો મળવું' એ સૂત્ર વડે થાય છે. સહેજ પણ અગુપ્ત થાય, તો તે અનાજ્ઞામાં આવી જાય છે. અતિશુદ્ધ નયના ઘરની આ વાત છે. એ નયના મતે અપ્રમત્ત દશામાં વર્ધમાન શુદ્ધ પરિણામે આજ્ઞા કહી છે. અન્યથા આજ્ઞાભંગ. ધર્મ-ચિંતન ૦ ૧૯૧ Page #209 -------------------------------------------------------------------------- ________________ આવી મોસમ ધર્મની આનંદો, આનંદો, આનંદ ઉચ્ચાર કરો. જેની પ્રતીક્ષામાં ધન્ય થાય છે પળો માનવ જીવનની, તે ધર્મની મોસમ આવી ગઈ છે વર્ષાના વધામણે. હવે અધિક સુગમ રહેશે સમાગમ પ.પૂ. આચાર્યભગવંતાદિની તારકનિશ્રાનો. અધિક વેગ આવશે તપ-જપ-ધ્યાનાદિમાં. સંકેલાશે આરંભ-સમારંભની શ્યામલ જાજમ. ભાગ્યશાળીઓને મળશે પૂરતો સમય સ્વાધ્યાયનો. મીઠા લાગશે વ્રત-નિયમ અને અભિગ્રહો. પુણ્યવંત આત્માઓ હોંશે હોંશે ઉચ્ચરશે નિયમો આત્માને અજવાળનારા. ચાર માસ દરમ્યાન હું બાંધી માળા આટલી ગણીશ. સામાયિક આટલાં કરીશ. પૌષધ આટલા કરીશ. સ્વાધ્યાય આટલી ગાથા...પ્રમાણ કરીશ. આટલા ઉપવાસ અને આયંબિલ-એકાસણાં આટલાં કરીશ. આયંબિલ-ઉપવાસ નહિ હોય તે દિવસોમાં આટલી વિગઈનો ત્યાગ કરીશ. આટલાં...વધુમાં વધુ વસ્ત્રો વડે ચલાવીશ. રૂ-રેશમની શય્યાને બદલે સંથારે સૂઈ રહીશ. પાપનાં અઢાર સ્થાનકોમાં ઓછામાં ઓછી આવ-જા કરવી પડે એવા સઘળા પ્રયત્નોને ત્રિવિધ ભાવ આપીશ.” માનવભવ છે ધર્મની આરાધનાની મોસમ.” એ શાસ્ત્રવચન સત્ય પ્રતીત થશે સહુને. પહેલાં ધંધો અને પછી ધર્મની વાતો.” એમ બોલનારા ભાઈઓ પસ્તાશે જરૂર. ચાતુર્માસ એટલે ધર્મની વસંત. તેમાં ભાગ્યશાળીઓ સ્વાર્થપરાયણતાના જીર્ણશીર્ણ વસ્ત્રો ઉતારીને, પરમાર્થપરાયણતાના સુંદર વાઘા સર્જ. ઘેર ઘેર દયાની પરબો મંડાય. જીવની જયણાનું જીવંત વાતાવરણ સર્જાય. સહુનાં જીવન શુભભાવભીનાં બને. મનનાં પરિણામ સહુનાં ગાય. “જય વીતરાગનો.” ૧૯૨૦ ધર્મ-ચિંતન Page #210 -------------------------------------------------------------------------- ________________ - ચાતુર્માસ એટલે પ્રભુભાવની ભૂરિ-ભૂરિ પ્રભાવનાની લાખેણી મોસમ. તેમાં પુણ્યશાળીઓના પરિણામનાં પૂર ચઢતાં રહે. તે પૂરની પવિત્ર શક્તિ વડે પાપના ખડકો કપાય, રાગ-દ્વેષની ચીકાશ નામશેષ થાય. વિષય-કષાયનાં વાદળાં વીખરાતાં જાય. ભાગ્યશાળીઓના મન, વચન, કાયા, દ્રવ્ય અને ભાવ, તે ભાવની પ્રભાવનાની જીવંત અને જ્યોતિર્મયી કવિતાનું સ્વરૂપ ધારણ કરે. સાતેય ક્ષેત્રોને હર્યાભર્યા બનાવવામાં કોઈ કશી કચાશ ન રાખે. આવતા અને જતા શ્વાસ અને ઉચ્છવાસ સહુના શ્રીનવકાર ભાવભીના બનીને ત્રિભુવનને આત્મસમભાવના અમી છાંટે. એવા અમૃતવર્ષતા ધર્મના દિવસોમાં ભવ્યાત્માઓનાં પરિણામ અમૃત નીતરતાં બનો ! પરમપદને પાત્ર બનો ! પરમસામાયિકોગને વરવાના લક્ષ્યપૂર્વકની યથાર્થ તાલીમની લાખેણી મોસમ સરખા ચાતુર્માસમાં ચારગતિને ચૂરવાનું અપૂર્વ સામર્થ્ય ભાગ્યશાળીઓના ભાવમાં પ્રગટો ! “ પધારો પર્વાધિરાજ ! પધારો ! પર્વાધિરાજ પધારો ! આપનું સ્વાગત કરતાં આજ હૈયું મારું હરખાય છે. આંખો ભીની થાય છે હર્ષનાં અશ્રુ વડે. હાથ મારા હસી રહ્યા છે દાન કાજે. હૈયું નાચી રહ્યું છે ધ્યાન કાજે. દાન શોભે ન્યાયોપાર્જિત દ્રવ્યનું. ધ્યાન હોય દેવાધિદેવની કરુણાનું. મન મારું–હે મૂર્તિમંત મહાદાનેશ્વરી ! મલકી રહ્યું છે મૈત્રીભાવના કાજે. પ્રાણો તલસી રહ્યા છે તપ કાજે. નાભિમાંથી ઊઠતો શ્રીનવકારનો જાપ ગાઈ રહ્યો છે જય આપનો ! આપને ભેટ હો મારા હૃદયની ! એ હૃદયમાં વહેતા મૈત્રીભાવનાના પવિત્ર પ્રકાશનો હો અભિષેક આપને ! ધર્મ-ચિંતન ૧૯૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ભજનની ભૂખ સાધનની ઉપેક્ષા સાધ્યની ઉપેક્ષામાં પરિણમે. માર્ગની ઉપેક્ષા ઇષ્ટસ્થળની ઉપેક્ષામાં પરિણમે. આરોગ્યની ઉપેક્ષા ધર્મધ્યાનાદિની ઉપેક્ષામાં પરિણમે. તેમ ઉચિત અને આવશ્યક ક્રિયાની ઉપેક્ષા ભાવની ઉપેક્ષામાં પરિણમે. શુભભાવના ઉદ્દીપનમાં દ્રવ્યનો જે અસાધારણ ફાળો છે, તેનો વિચાર કરતાં એ સ્પષ્ટ થાય છે કે શુભભાવના ઉદ્દીપનમાં સહાયભૂત થતાં પવિત્ર દ્રવ્યો તેમ જ તેના સદુપયોગરૂપ ઉચિતક્રિયાની જરા જેટલી પણ અવગણના ઓછા કાળમાં અધિક અહિતના કારણભૂત બને. નમસ્કારભાવ દ્વારા સિદ્ધભાવને વરવાના લક્ષ્યપૂર્વકના અનુષ્ઠાનોમાં ઊંચા પ્રકારની યોગસાધનાનાં જે બીજ રહેલાં છે, તેનો કોઈ પણ વિવેકી આત્મા ઇન્કાર કરી શકે તેમ નથી. નમસ્કારભાવ માટે મૈત્યાદિ ભાવનાઓ અનિવાર્ય ગણાય. મૈત્યાદિ ભાવનાની ભૂમિકા પર આવી ન શકાય ત્યાં સુધી ઊંચી અને ઉપકારક એવી ક્રિયા પણ સ્થૂલ ક્રિયારૂપ બની રહેવાનો પૂરતો સંભવ છે. ભોજનમાં આવે છે તેટલો રસ પણ ભજન ટાણે ન જાગે, તો તેનો તીવ્ર પશ્ચાત્તાપ અવશ્ય થવો જોઈએ. ભોજનની ભૂખ તો જીવ માત્રને હોય છે. , ભજનની ભૂખ એક માત્ર માનવીને જ હોય છે. મન મળ્યાની એ વિશિષ્ટતા છે. ઉનાળાના બળબળતા બપોરે “પાણી-પાણી'નો પોકાર કરતા માર્ગભૂલ્યા પ્રવાસીને, કોઈ ભાઈ પાસે આવીને પવિત્ર જળનો પ્યાલો આપે અને તે પ્યાલો હાથમાં લઈને તેમાનું પાણી વાપરતાં તે તરસ્યો પ્રવાસી જે પ્રસન્નતા અનુભવે, તેવી પ્રસન્નતા મહાદુઃખે કરીને સ્થિર રહી શકાય એવા આ સંસારના ત્રિવિધ તાપ વચ્ચે અદ્ધર જીવે ફરતા ભાગ્યશાળીઓને પ્રભુજીની–સંસારાવાનાદની સમાન આજ્ઞા મુજબની નાનીમોટી કોઈ પણ ક્રિયા સાથે જોડાતાં સ્પર્શવી જોઈએ. ૧૯૪ • ધર્મ-ચિંતન Page #212 -------------------------------------------------------------------------- ________________ પોતે જ ધર્મક્રિયામાં જોડાય છે, તેનું ફરમાન સ્વયં શ્રીઅરિહંત પરમાત્માએ કર્યું છે, એવો ભાવ જો તે–તે ક્રિયા સાથેના પોતાના જોડાણ સમયે બરાબર જળવાઈ રહે તો નાની કે મોટી તે ક્રિયા દ્વારા જરૂર “પરહિતપરાયણતા'નો ભાવ ઉદ્દીપન થાય. કારણ કે પ્રભુજીની આજ્ઞાના મૂળમાં તે ભાવ સ્વભાવરૂપે–ગોળમાં રહેલા ગળપણની જેમ-રહેલો હોય છે, પણ તે સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રકારનો હોવાથી સાધકે તેને પામવા માટે તે ભૂમિકા સુધી પહોંચવું પડે. અને તે ભૂમિકાએ પહોંચવાનો ઉપયોગપૂર્વકની ક્રિયા સિવાય બીજો વધુ સરળ માર્ગ કોઈ જ નથી. કષાયને નિષ્ક્રિય બનાવવામાં તેમ જ શુભભાવને સક્રિય બનાવવામાં અથવા તો પ્રભુભજનની ભૂખ લગાડવામાં પોતે પ્રભુજીને ભેટી રહ્યો છે તેવા ભાવપૂર્વક પ્રભુજીની આજ્ઞા મુજબની ક્રિયામાં ઓતપ્રોત બનવું એ સ્વ-પરકલ્યાણનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. આવો ભાવસંબંધ ત્યારે બંધાય છે, જયારે ધર્મક્રિયા સમયે આપણું મન પ્રભુજીના ભાવનું જ દિવ્યતન બનવા માટેનો તીવ્ર તલસાટ દાખવવા માંડે છે. આત્મ નિવેદન ભક્તિ ભક્તિથી ત્યાગ, વૈરાગ્ય સુલભ બને છે. જે પ્રાપ્ત કરવાનું છે, તે તો ભગવાન માટે ઉત્કટ પ્રેમ છે. વૈરાગ્યને તીવ્ર બનાવવાથી પ્રભુ પર પ્રિતી વધે છે અને પ્રભુ પર પ્રીતિ વધવાથી પ્રભુનો અનુગ્રહ થાય છે. હરેરનુગ્રહાત્ તસ્વરૂપાવગતો મોક્ષ . આ અનુગ્રહ શરણાગતિથી આવે છે. તેના છ પ્રકાર છે : (૧) અનુકૂળતાનો સંકલ્પ, (૨) પ્રતિકૂળતાનું વિસર્જન, (૩) અસહાયતાનું પ્રગટન, (૪) સંરક્ષણનો વિશ્વાસ, (૫) આત્માનું સમર્પણ, (૬) સન્માનનું દાન - નિીતાન્ત દીનતા - દાસ્ય ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. સત્નો અંશ જડ જગતમાં જડે. સત્ અને ચિત્તનો અંશ જીવ જગતમાં જડે. સત, ચિતું અને આનંદનો અંશ પામવા માટે મનુષ્ય જન્મમાં મથવાનું છે. એ માટે ઇચ્છા, યત્ન અને અનુગ્રહ ત્રણે જરૂરી છે. દાસ્યભક્તિમાં દેહ, ઇન્દ્રીય, પ્રાણ, અંતઃકરણ અને આત્માનું નિવેદન છે. ધર્મ-ચિંતન ૧લ્પ Page #213 -------------------------------------------------------------------------- ________________ પરહિતચિંતા મહામુશ્કેલીએ બે ટંકના રોટલા ભેગો થતો માનવબંધુ જગતના સર્વ જીવોના કલ્યાણની ભાવના ભાવી શકે ખરો કે ? હા. કઈ રીતે ? નીચે મુજબ રીતે : “એમ કે મારી આજની આ દરિદ્રતાનું મૂળ કારણ ભૂતકાળની મારી ભાવરિદ્રતા છે. ભૂતકાળમાં બીજા જીવોના હિતને ભાવ આપવામાં મેં સેવેલી બેદરકારીનું પરિણામ હું આજે ભોગવી રહ્યો છું. મેં મારા ભાવમાં બીજા કોઈ પણ જીવના હિતને સ્થાન નથી આપ્યું તેના પરિણામરૂપે હું આજે આવી દીનદશામાં છું. હું જો હજી પણ એ જ માર્ગ ઉપર ચાલતો રહીશ તો આજે મળી રહ્યો છે, તે બે ટંકનો રોટલો પણ મળતો બંધ થશે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો મારા હિતને ભાવ આપી રહ્યા છે, જ્યારે હું અધમ તે ભાવની સામે થવાની ધીઠાઈ બતાવી રહ્યો છું. મતલબ કે તેઓશ્રીના તે ભાવને નમવાને બદલે, તે ભાવરૂપી જળમાં મારા પરિણામને વિશુદ્ધ કરવાને બદલે તે તરફ મારા મનને જવા પણ દેતો નથી.” જેને રોટલો પણ માંડ મળતો હોય તે આવી ભાવના ભાવી શકે ? એ જ તેના અને સર્વના હિતનો માર્ગ છે. એટલે અન્યથા પ્રકારની દલીલવડે તેની ઉપેક્ષા કેમ કરી શકાય ? નાનકડા એક દીવાનું તેજ ઘણા મોટા અંધકારને તત્કાળ દૂર કરે છે, તેમ શુભભાવમાંથી જન્મની પવિત્ર શક્તિ એના ભાવુકની પ્રતિકૂળતાઓને દૂર કરે છે. પરના હિતની ભાવનાપૂર્વકની યથાશક્ય પ્રવૃત્તિ, એ ગમે તેવા અંતરાયો અને આપત્તિઓથી પર બનવાનો ચોક્કસ રાજમાર્ગ છે. જે દ્રવ્યથી દરિદ્ર હોય તે શુભભાવના પણ ન ભાવી શકે એમ માનવું તે એવા મતનું સમર્થન કરે છે કે, દ્રવ્યથી દરિદ્ર હોય તે ભાવથી પણ દરિદ્ર હોય. આ માન્યતામાંથી એ વિચારધારા પણ જન્મે કે જે પૈસેટકે સુખી હોય તે ભાવથી પણ શ્રીમંત હોય. જ્યારે તાત્ત્વિક રીતે વિચારતાં ઉપરની બંને માન્યતાઓ સત્યથી વેગળી છે. ate cm.ન Page #214 -------------------------------------------------------------------------- ________________ પૈસેટકે પૂરો સુખી ન હોય તે પણ ભાવ શ્રીમંત હોઈ શકે, પૈસેટકે સુખી હોય તે ભાઈ પણ ભાવથી દરિદ્ર હોઈ શકે. આપણું પ્રધાન કર્તવ્ય જીવના હિતની દિશા કઈ છે અને તે દિશામાં તેની ગતિ શી રીતે થાય તે જોવા-વિચારવાનું રહે છે. માત્ર ભાવ આપવાથી બીજાનું શું ભલું થવાનું ? ભાવ મુજબ શક્ય ક્રિયા વિના એકલો ભાવ કેવી રીતે ફળવાનો ? એકનું દ્રવ્ય તો બીજાને કામ આવે પણ એકલો ભાવ બીજાને શું ઉપયોગમાં આવવાનો ? આવા-આવા તર્કો ભાવ આપવાની આડે અવશ્ય આવવાના, પરંતુ જેમને ભાવનો ખરો અર્થ હૃદયગત થાય છે, તેઓ સાચો તેને જ ભાવ કહે છે કે જેમાં શક્યનો અમલ અને પૂર્ણનો ભાવ હોય. સર્વના હિતની ભાવનાપૂર્વકની શુભ પ્રવૃત્તિમાં જીવની જે ક્ષણો સાર્થક થાય છે, તેમાંથી જન્મતા પુણ્યના પ્રભાવે તે સિંધુપ્રમાણ સુખનો ભાગી બને છે અને અંતે શાશ્વત સુખનો અધિકારી બને છે. વ્યાપકતમ સ્થિતિ જ્ઞાન, ધ્યાન, ઉપાસના, કર્મ, યોગ એ બધાયને દેહ શરૂઆતમાં ઉપકારક થાય છે, પણ આગળ ઉપર આ બધી સાધનાનો પરિપાક વિશ્વવ્યાપી સાક્ષાત્કારમાં થાય છે. એટલે એ બધું યે આત્મમય દેખાવા માંડે છે. આ અનુભૂતિ પછી દેહ પણ નિરૂપયોગી થવા માંડે છે. બ્રહ્મ નિર્વાણ એટલે બ્રહ્મમાં મળી જવું, લીન થઈ જવું, બ્રહ્મ બીજે ક્યાંક છે અને તેમાં લીન થવાને ક્યાંય જવાનું છે એમ નથી. મારી અને બ્રહ્મની વચ્ચે દેહાભિમાનનો પડદો આડો ઉભેલો બહારથી દેખાય છે. તે પડદાનું નાબૂદ થવું, તે જ બ્રહ્મમાં લીન થવાપણું છે. બ્રહ્મ તો હું પહેલાનો છું, માત્ર દેહાભિધાનનો પડદો હટાવવાનો છે. તે હઠાવીને બ્રહ્મમાં લીન થવું, મળી જવું એ માનવજીવનનું સાફલ્ય છે. સેવા, જ્ઞાન, ધ્યાન વગેરે સાધનો - બધું યે આ ઉદ્દેશથી કરવું એ ધર્મશાસ્ત્રોનું ફરમાન છે. ઉત્તરોત્તર વધારેને વધારે વ્યાપકતર થતા જવું એ સાધનાની દિશા છે. વ્યાપકતમ સ્થિતિ એ લક્ષ્ય છે. ધર્મ-ચિંતન ૦ ૧૯૭ Page #215 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારભાવ નમસ્કાર–નમસ્કાર–નમસ્કાર. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને વાર-વાર નમસ્કાર. નમસ્કાર શા માટે ? એટલા માટે કે જીવતત્ત્વના તિરસ્કારની વૃત્તિનો એક અંશ પણ તેઓશ્રીના આત્મપ્રદેશમાં હોતો નથી. વિષય-કષાય સેવવા જેવા લાગે તે દશામાં, જીવને, જીવ પ્રત્યે પવિત્ર ભાવજીવના જીવત્વ પ્રત્યે આદરભાવ ભાગ્યે જ જાગે છે. એ આદરભાવને જગાડવાનો નમસ્કારભાવ એ અજોડ ઉપાય છે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને વિધિ-નિષ્ઠાપૂર્વક નમસ્કાર કરવાથી, નમસ્કાર કરનારના ચિત્તમાં જે નિર્મળતા અને પ્રસન્નતા જન્મે છે, તેની તેના બધા પ્રાણોને અસર થાય છે. એ અસરના પ્રભાવે ઇન્દ્રિયોનું વિષયો પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. વિષયો પ્રત્યેનું આકર્ષણ ઘટવાથી કષાયવૃદ્ધિનાં ઘણાં કારણો દૂર થાય છે. કષાયવૃદ્ધિનાં કારણો ઓછાં થવાથી સાધકને સતાવનારાં અશુભ કર્મોની શક્તિ મંદ પડે છે. અશુભ કર્મોની મંદતા દરમ્યાન મૈયાદિ ભાવનાઓ ખૂબ જ ઓછા પ્રયત્ન હુરે છે. મૈયાદિ ભાવનાઓથી પ્રસન્ન ચિત્ત ઉપર “નમો અરિહંતાણં,” “નમો સિદ્ધાણી વગેરે પદોના જાપની ઊંડી અસર પહોંચે છે. એ અસરના પ્રભાવે સાધક પોતે, શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાના પાલનમાંભવસાગરથી તરવાના સર્વોત્તમ ઉપાયના દર્શન કરે છે. એ આજ્ઞા મુજબના વર્તનથી સાધક પોતે વૈરાગ્યદશાને અધિક પાત્ર બનતો જાય છે. વૈરાગ્યદશાને કારણે તેના પરિણામમાં અધિક સ્થિરતા અને પવિત્રતા પ્રગટે છે. તે સ્થિરતાવડે તે ધ્યાનને લાયક બને છે, પવિત્રતાવડે આત્મસમભાવની ભૂમિકાનો અધિકારી બને છે. પોતે જેને નમે છે તે ભગવંતોની શક્તિના અચિંત્ય પ્રભાવે સાધકના તન, મન ને વચનમાં અભુત પવિત્રતા સંચરે છે. એ પવિત્રતાના તાપમાં સાધકમાં રહેલો અહંભાવ ઓગળે છે અને નમસ્કારભાવ વિકસે છે. અગ્નિના સંયોગ સિવાય, સુવર્ણ નવો ઘાટ ન ધારણ કરી શકે તેમ નમસ્કારભાવની સમ્યફ પરિણતિ સિવાય જીવ, શિવપદની દિશામાં એકધ્યાન ન બની શકે. ૧૯૮૦ ધર્મ-ચિંતન Page #216 -------------------------------------------------------------------------- ________________ જ્યારે પણ પોતાના ચિત્તને દુર્ભાવની સોબત ગમે, વિષયોના રસનું ચિંતન ગમે ત્યારે સમજવું કે, નમસ્કારભાવ પોતાને હજુ સ્પર્શો નથી. નમસ્કારભાવના સ્પર્શ પછી, - સતી સ્ત્રીને પરપુરુષનો માત્ર વિચાર પણ મુદ્દલ ન રુચે, તેમ સાધકને વિષય-કષાયની ભયાનક આગને વધારનારા સાનુકૂળ યા પ્રતિકૂળ સંયોગો મુદ્દલ બંધબેસતા ન થાય. તેને એમ જ લાગે કે, ‘આ બધા વિષયોને માટે મારો જન્મ નથી, મારો જન્મ તો આત્માના ગુણોને ખીલવવા માટે છે. તે ગુણોને ખીલવવા માટે મારે અનંત ગુણનિધાન શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની યાદમાં મારા જીવનની પ્રત્યેક ક્ષણને સાર્થક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.’ પોતાનું ચિત્ત આત્માના હિત અને પરમાત્માની આજ્ઞા સિવાયના પદાર્થને નમવા પ્રેરાય તેની સાથે શત્રુના હુમલા સમયે સાબદા બનતા અટકી વીરની જેમ સાધક પોતે અનંતશક્તિનિધાન શ્રીનવકારના શરણે જાય. દુષ્કર્મોની સેના સામે ઝૂઝવા માટે—‘શ્રીનવકારથી વધુ ચઢીયાતું કોઈ શસ્ત્ર ત્રિભુવનમાં છે નહિ.' એવા શાસ્રવચનમાં અતૂટ શ્રદ્ધા સાથે તે (સાધક) પોતાના મનવચન-કાયાને નમસ્કારભાવવશવર્તી બનાવવાનો પૂરતો પુરુષાર્થ ખેડે. તો જ પરમપુરુષના માર્ગ ઉપર ચાલવાની પાત્રતાનો વિકાસ થાય. એ પાત્રતાના વિકાસનું મૂળ છે નમસ્કારભાવ. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમવાના ભાવનું પ્રાકટ્ય ઘણું અઘરું છે. જેટલું અઘરું તે ભાવપ્રાકટ્ય છે. તેથી પણ વિશેષ અઘરું તેનું સ્થિરીકરણ છે. ઊંડા ખાડાને પૂરવા માટે તેમાં ઘણું પૂરણ ધરબવું પડે, તેમ પ્રભુજીની આજ્ઞા વિરુદ્ધના દુષ્કૃત્યોના સેવનથી બંધાયેલા અશુભ કર્મોના કારણે પોતાના સ્વભાવભૂત જેવા બની ગયેલા અહંભાવને નિર્મૂળ ક૨વા માટે પરિણામને સેંકડો—હજારો–લાખો અને કરોડો શ્રીનવકા૨થી વાસિત કરવું પડે. તે સિવાય એકાએક નમસ્કારભાવ આવી જતો નથી. નમસ્કારભાવનું આવી જવું એટલે શ્રીનવકારનો જાપ કરતી વખતે તેના સ્વભાવનો પોતાને અનુભવ–સ્પર્શ થવો તે. જીવને શિવપદનો અધિકારી બનાવવો એ છે શ્રીનવકારનો સ્વભાવ. એવા શ્રીનવકારના અક્ષરોમાં ચિત્ત એકતાન બનતું જાય છે, તેમ તેમ સાધકમાં નવચેતના પ્રગટે છે. તે નવચેતના એ સાધકના આત્મપ્રદેશોમાં શ્રીનવકારના આંદોલનોના પ્રભાવે ધર્મ-ચિંતન ૦ ૧૯૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રગટેલી શુદ્ધિનું પ્રત્યક્ષ પરિણામ છે. ચોખ્ખા કાચને રજ ન ચોટે તે માટે તેની આડે કપડાનો પડદો ટીંગાડીએ છીએ, તેમ મનના સ્થિરીકરણની સલામતી માટે તેને શ્રીનવકારમાં બરાબર પરોવી રાખવું, તે સ્વ અને પરના હિતનો શ્રેષ્ઠ રાજમાર્ગ સમજાય છે. શ્રીનવકારની અમૃતઝરતી નિશ્રામાં રહેવાને ટેવાયેલા મનમાં નમસ્કારભાવને ઝીલવાની તેમ જ વિસ્તારવાની ક્ષમતા તરત જન્મે છે. નમસ્કારભાવના સ્પર્શના પ્રભાવે જીવના હિતના ભોગે પોતાના તુચ્છ સ્વાર્થને પોષવાનો–અનાદિ અવિદ્યાજન્ય કુસંસ્કાર નિર્મૂળ થવા માંડે છે. ઉક્ત કુસંસ્કારનું મૂળ સ્થાને અનાદિ નિગોદ છે. કરોડો, અબજો અને તેથી પણ અધિક અગણિત વર્ષો સુધી સેવાયેલા આ કુસંસ્કારથી સર્વથા મુક્ત થવાનો સર્વોચ્ચ સુસંસ્કાર-નમસ્કારભાવના સ્પર્શે અંદરથી જાગે છે. નમસ્કાર પોતાના ભાવનો સંસ્કાર બરાબર પાડી શકે તેવી આંતરિક સ્થિતિના ઘડતર માટે શરૂઆતમાં તેનો દીર્ઘ જાપ કરવાનો રહે છે. કોઈ ધન્ય આત્મા ભવાંતરમાં તેવો જાપ કરીને અહીં આવ્યા હોય તો તેમને ઓછા જાપના પ્રભાવે પણ નમસ્કારભાવ તરત બંધબેસતો થઈ જાય. નમસ્કારભાવના સ્પર્શ પછી જીવન જીવત્વ પ્રત્યે જે બહુમાન પ્રગટે છે, તે પોતાની અલ્પપાત્રતાનું નિવારણ કરે છે અને સર્વોચ્ચ એવા શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિને અધિક પાત્ર પોતાને બનાવે છે. અંદરથી અપાત્રતા, અલ્પપાત્રતા ઓગળવા માંડે છે તેમ તેમ આત્મગુણે મહાન એવા ભગવંતો પ્રત્યે આંતરિક પૂજયભાવ પ્રગટે છે. એ પૂજ્યભાવ એટલો સહજ હોય છે કે તેમનું નામ સાંભળતાંવેંત, સાધકના વદન ઉપર ક્યારેક હર્ષની તો ક્યારેક શરમની ભવ્ય રેખાઓ સાકાર બને છે. પ્રભુજીને પરમાત્મારૂપે ભજનારા સાધકને તેમનું નામ સાંભળતાંની સાથે એ ભાવનો સ્પર્શ થાય છે જે ભાવના પ્રભાવે–ચાર ગતિના દુ:ખો ની વચ્ચે પણ આત્મભાવના પક્ષમાં અડોલ રહેવાની તેની પ્રભુભક્તિ હેમખેમ રહે છે. એટલે શ્રીઅરિહંતાદિ ભગવંતોનું નામ સાંભળતાની સાથે તેના સમગ્ર જીવનદેશે હર્ષની એક પ્રબળ લહરી ફરી વળે છે. એ રીતે પ્રભુજીનું નામ સાંભળતાની સાથે પોતાના પ્રાણોમાં હર્ષોલ્લાસ પ્રગટે તો પોતે નમસ્કારભાવને પાત્ર બની રહ્યો છે, એમ કહી શકાય. ૨૦૦૦ ધર્મ-ચિંતન Page #218 -------------------------------------------------------------------------- ________________ ચિત્તની સ્થિરતા ઉપર કષાય તેમ જ અશુભ કર્મોના હુમલા થતા હોય છે, તેના નિવારણ માટે જપની સાથે જ તપનો પણ સ્વીકાર અને પાલન હોવા જોઈએ. તેથી સાધકની ધર્મસાધના ઘણા અંતરાયોથી મુક્ત બનતી જાય છે. નમસ્કાર કરતી વખતે પોતે નમસ્કારમાં ખોવાઈ જતો હોવાનો અનુભવ પોતાને થાય છે, એટલે આત્મસમભાવ એટલે શું તે પણ બરાબર સમજાય છે. હવામાં તરવા માટે જેટલી અગત્યની પાંખો ગણાય છે, તેથીયે અધિક અગત્યનો છે નમસ્કારભાવ–ભવરૂપી મહાસાગરને તરવા માટે. પાત્ર આત્માઓનો નમસ્કારભાવ, સહુને શ્રીનવકારને પાત્ર બનાવો ! નમસ્કારભાવ (૩) પોતાને મનગમતી વસ્તુ બગડે તેનું જે દુઃખ માનવીને સાલે છે, તેવું જ દુઃખ તે પરને કષાયમાં નિમિત્તભૂત બનતાં અનુભવે તો કહી શકાય કે તેનામાં નમસ્કારભાવ ઉઘડી રહ્યો છે. જીવના જીવત્વ કરતાં અધિક મૂલ્યવાન કોઈ પદાર્થ ત્રિભુવનમાં નથી. એટલે પદાર્થના ભોગે જીવના જીવત્વનું બહુમાન કરવાની વૃત્તિ થવી એ પોતાને નમસ્કારભાવ સ્પર્ધ્યાની નિશાની છે. પરિણામમાં પ્રગટેલો નમસ્કારભાવ માનવીને એ રીતે સન્માર્ગે દોરી જાય છે, જે રીતે દેખતો એક માનવબંધુ પ્રજ્ઞાચક્ષુ માનવીને સીધા માર્ગે દોરી જાય છે. નમસ્કારભાવના સ્પર્શે સાધકને પોતાની અલ્પતાનું સચોટ ભાન થાય છે. શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોની મહાનતાનું દિવ્યદર્શન થાય છે. એ દર્શનના પ્રભાવે સાધકને પોતાના પરિણામને પવિત્ર કરવાનું પોરસ છે. એમ કે ‘મારા આરાધ્યદેવ આવા પૂર્ણ અને પવિત્ર અને તેમનો દાસ ‘એવો હું અંદરથી આવો અપૂર્ણ અને મેલોધેલો ?’ આ જાતની સમ્યક્ પરિણતિ સાધકના જીવનપ્રવાહને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા સાથે જોડે છે, જીવના હિતની ભાવના સાથે જોડે છે. એ જોડાણમાં ગતિ વધે છે નમસ્કારભાવની ક્ષમતા અનુસાર. જ્યારે સાધકનો પોતાનો ભાવ આત્મા ઉ૫૨થી ખસીને માત્ર ઇન્દ્રિયોના વિકારોની સેવામાં કેન્દ્રિત થાય છે અથવા તો ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગની વિચારધારામાં ઓતપ્રોત થાય છે, ત્યારે તે નમસ્કારભાવની ઉચ્ચ ભૂમિકાથી ભ્રષ્ટ બનીને પાપકર્મોના સર્જન કેન્દ્રરૂપ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની તળેટીમાં આવી ધર્મ-ચિંતન ૦ ૨૦૧ Page #219 -------------------------------------------------------------------------- ________________ પહોંચે છે. નમસ્કારભાવમાં ૨મણતા વધા૨વા માટે મન પ્રભુજીને સોંપી દેવું પડે અથવા તો એ મનમાં એનો ભાવ દિન-રાત પ્રકાશવો જોઈએ કે જેમાં સકળસત્ત્વહિતનું પરમપવિત્ર સંગીત ગૂંજતું હોય. એવી ભૂમિકાના ઘડતર માટે વૃત્તિમાં સર્વના હિતનો ભાવ જોઈએ, પ્રવૃત્તિમાંથી તે ભાવની જ નાની-મોટી આવૃત્તિઓ બહાર પડવી જોઈએ. શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને નમનારા મનમાં, સ્તવનારા વચનમાં કે સેવનારા તનમાં દુર્ભાવ કાયમને માટે ઘર કરીને રહે તે સર્વથા અજુગતું ગણાય. સિપાઈના ઘરમાં ચોરને આશ્રય મળ્યા જેવી તે ઘટના ગણાય. જે પુણ્યશાળીને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રત્યે બહુમાન પ્રગટે. છે, તેને જીવના જીવત્વ પ્રત્યે બહુમાન ન પ્રગટે એવું કદીયે ન બને. એ બહુમાન એ વાસ્તવમાં પોતાના આત્માનું જ બહુમાન છે. કારણ કે પોતે ૫૨ને જે ભાવપૂર્વક જોતો યા જાણતો થાય છે, તે મુજબની પોતાની ભૂમિકા હોવાનું સ્પષ્ટ નિદાન થઈ જાય છે. જ્યારે નમસ્કારભાવની ભૂમિકા એ એક એવી ભૂમિકા છે કે જ્યાં સ્થિર બનેલો સાધક પોતાનું હૈયું સદાય ખુલ્લું રાખી શકે છે. ખુલ્લા રહેતા એ હૈયામાં મહાસંતોની કરુણા ઝીલાય છે અને ઝીલાયેલી એ કરુણા પુનઃ જગતના જીવોના કલ્યાણમાર્ગમાં નિષ્કામભાવે સાર્થક થાય છે.. એવા સાધકને નથી સ્પર્શતું સ્વકર્તૃત્વાભિમાન કે નથી અડતો સ્વાર્થદોષ. આલોકનો રક્ષક અને પરલોકનો ભોમિયો બનીને નમસ્કારભાવ જીવનો મોટામાં મોટો ઉપકારી બની રહે છે. ભાવ કાજે અશ્રુ વહાવવાં હોય તો શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના શરણે જવું અને તે ભાવને જરાય મેલો થવા દીધા સિવાય જાળવી રાખવો હોય તો તેનું સતત દાન જગતના બધા જીવોને કરવું. તે સિવાય ભાવને ગ્રહણ કરવાની પાત્રતા પૂરેપૂરી પ્રગટતી નથી અને તે પાત્રતાના અભાવે તેના દાનની પવિત્ર ક્ષમતા ટુંપાયેલી રહે છે. સુગંધનું દાન, કુમળી કળી નહિ, પરંતુ પ્રફુલ્લ, સુંદર પુષ્પ જ કરી શકે, તેમ પરહિતના ભાવની આછી પણ વર્ષો નમસ્કારભાવથી ભીંજાયેલા પ્રાણો જ કરી શકે, નહિ કે તે ભાવને પોતાના ભવની (સ્વાર્થની) સેવામાં રોકી લેનારા ભાઈઓ ! પ્રભુના ભજનમાંથી જે ખુશ્બો પ્રગટે છે, તેમાંથી પણ નમસ્કારભાવના અમૃતનો ૨૦૨ ૭ ધર્મ-ચિંતન Page #220 -------------------------------------------------------------------------- ________________ છંટકાવ સકળ લોકમાં થાય છે. નમસ્કારભાવ (૪) શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ગુણની ગંગામાં સ્નાન કરવું એ માનવ જીવનનો ધન્ય અવસર છે. ગુણના સ્મરણ, મનન અને ચિંતનથી ગુણી પુરુષો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટે છે. ગુણી પુરુષો પ્રત્યેનો એ પૂજ્યભાવ પોતાના આત્માના ગુણોને ઉઘાડે છે. અવગુણોનાં આવરણ ખસે છે ત્યારે આત્મગુણનો અનુભવ થાય છે. પરમ ઉપકારી અને પરમ ગુણવાન એવા શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને ભાવપૂર્વક નમન કરવાથી નમન કરનારા પુણ્યશાળી આત્માને અવગુણો—આંખમાંના કણાની માફક—ખૂંચવા માંડે છે. એવા અવગુણો સાથે સંબંધ કરાવનારી પાપી વૃત્તિ તેમ જ પ્રવૃત્તિને પ્રણામ કરવામાં એવો નમસ્કારભાવપરાયણ આત્મા-શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાની– વિરાધના થતી નિહાળે છે. પોતે અંદરથી પ્રભુજીની આજ્ઞાનો પક્ષકાર તેમ જ આરાધક બનતો જાય છે, તેમતેમ તે આજ્ઞાની વિરાધના થાય એવાં કૃત્યો વડે માનવના ભવને કલંકિત કરવામાં તે ખૂબ જ સંકોચ અનુભવે છે. અધમતાને આલિંગવામાં સંકોચનો જે અનુભવ થતો હોય છે, તે ભીતરમાં નમસ્કારભાવ પરિણત થયાની નિશાની છે. જગતનો કોઈ જીવ પાપના પંકવડે ન ખરડાઓ એવી ભાવનાનો ઉદય નમસ્કારભાવના સ્પર્શ પછી થાય છે. તેમાં આત્મસમભાવની મહેંક હોય છે. આત્મસમભાવને આણનારો નમસ્કારભાવ છે. પહેલાં તાપ અને પછી નવતર ઘાટ, તેમ પહેલાં નમસ્કારભાવ અને તે પછી આત્મસમભાવ. અહીં તાપના સ્થાને નમસ્કારભાવ છે. પરમગુણવાન ભગવંતોના ગુણોના સ્વાધ્યાય આદિ વડે પોતે જેમ જેમ પોતાની આંતર પરિણતિને પરિશુદ્ધ કરતો જાય છે, તેમ તેમ અંદરનો વિરાટ જાગૃત થાય છે અને સઘળા પ્રાણોમાં આત્મસમભાવનું અજવાળું ભરી દે છે. પરમગુણી ભગવંતના ગુણનું ધ્યાન એ એક એવું અભેદ્ય કવચ છે કે તેને ધારણ કરનારા આત્મા ઉપર અશુભ બળોની આખી સેના પણ હુમલો કરવામાં નાકામિયાબ ધર્મ-ચિંતન ૦ ૨૦૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ નીવડે છે. આત્માના ગુણોમાં વધતી જતી રમણતા પોતાને બહિર્ભાવમાં લપસતાં તેમ જ દુર્ભાવમાં ફસાતાં બચાવે છે એટલું જ નહિ, પરંતુ બહિર્ભાવ અને દુર્ભાવના સેવનમાં સમયને બરબાદ કરતા જીવો–પ્રભુજીના પરમતા૨ક શાસનને પામીને પરમપદને વરો ! એવી સાચા હૃદયની પ્રાર્થનાનાં દ્વારા ઉઘાડી આપે છે. બલિહારી છે નમસ્કારભાવની કે જેની સાથેના સગપણ પછી શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પોતાને આપ્તોમાં પણ આપ્ત ઉપકારીઓ તરીકે ઓળખાય છે તેમ જ તેમની દયાના વિષયભૂત ત્રણ જગતના બધા જીવો આત્મતુલ્ય સમજાય છે. પોતાની જાતને પોતાનાથી સર્વ પ્રકારે સર્વશ્રેષ્ઠ એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને સોંપી દઈને જીવનને વધુ સલામત તેમ જ પાપથી પર બનાવવામાં આપણો પુરુષાર્થ દિનપ્રતિદિન અધિકાધિક વેગ પકડો ! સમર્પણભાવની પરાકાષ્ઠાને વરો ! સર્વવિરતિપણાની . લગનીને અવધારો ! મનનો આકાર મન પાણી જેવું છે. એને ગરમી લગાડીશું તો વરાળ થઈ જશે અને ઠંડી લગાડીશું તો બરફ થઈ જશે. “હું આત્મા છું” એવો વિચાર મનને આત્માકારે અને “હું શરીર છું” એવો ભાવ મનને શરીરરૂપે પરિણામે છે. આત્મા સાથે મળવાથી ટેવ પડશે એટલે શરીર સાથે મન મળી ન જાય. શરીર સાથે મનને મળી જવાની ટેવ પડી છે. એટલે આત્મા સાથે ભળતાં વાર લાગે છે. જેમ વાસણને દરરોજ સાફ ન કરીએ તો કાટ ચડે, તેમ મનને દરરોજ આત્મસ્થ ન કરીએ તો આસક્તિ વધી જાય. આત્માકાર અંતઃકરણ એ જ શુદ્ધ અંતકરણ. મનને કશો આકાર નથી. જેવું. ચિંતન કરે, તેવો આકાર ધારણ કરે છે. જો તેને કોઈ ચોક્કસ આકાર હોત, તો બીજા આકારમાં ઢળતા પૂર્વે તે ધમપછાડા કરતું હોત, પણ તે તો સહેલાઈથી વિચાર મુજબનો આકાર ધારણ કરી લે છે. એટલે જ તેને સર્વોત્તમ વિચારોના આકારમાં ઢાળી, આત્મા તરફ ઢળતું રાખવાની વાત ખૂબ જ મહત્ત્વની છે. ૨૦૪ ૦ ધર્મ-ચિંતન Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળતાને પડકાર પાપનું ફળ તે પ્રતિકૂળતા. પુણ્યનું ફળ તે સાનુકૂળતા. પ્રતિકૂળ સંયોગોમાં નવા પાપના બન્ધથી બચવા માટે, પોતે, આજ સુધી સેવેલા પાપની ખૂબ ખૂબ ગઈ કરવી જોઈએ. સાનુકૂળ સંયોગોમાં સહુને સાનુકૂળ બનવાનો ઉલ્લાસ મનમાં રહેવો જોઈએ. પ્રતિકૂળ સંયોગો આવે એટલે જરા પણ અકળાયા સિવાય, “ચઢેલું દેવું ચૂકવાઈ રહ્યાનો હર્ષ પરિણામને સ્પર્શવો જોઈએ. અત્યંત દુઃખમાં રીબાતા જીવોના હિતના ચિંતનથી અસહ્ય જણાતી પ્રતિકૂળતા હળવી બની જાય છે. મન જેનું અહંને બદલે અહં સાથે બરાબર જોડાય છે, તેને પ્રતિકૂળતા પણ સાનુકૂળ બની જાય છે. મને સુખ મળો ને મારું દુઃખ ટળો.” એવું સહુ કોઈ ઇચ્છે છે, પરંતુ “સર્વને સુખ મળો અને સર્વનાં સર્વ દુઃખો ટળો” એવી ભાવનાથી ભાવિત ન થવાય, એ ભાવનાથી વાસિત ચિત્તપૂર્વક ધર્મક્રિયા ન થાય, ત્યાં સુધી દુ:ખમુક્તિને સર્વથા અનુરૂપ વીર્ષોલ્લાસ ભાગ્યે જ જાગે. પોતે ભવની જેલમાં ભરાઈ રહીને અનેકને અંતરાયભૂત બની રહ્યો છે, એ જાતની વિચારધારા પર પ્રત્યેની ભૂલ દષ્ટિને પવિત્ર બનાવે છે. તે પછી પોતાને જે પ્રતિકૂળતા નડે છે, તેમાં પોતે સ્વાર્થને વશ થઈને પરને પ્રતિકૂળ બન્યો હોવાનો સ્પષ્ટ ધ્વનિ પોતાને સંભળાય છે. “મને પ્રતિકૂળતા નડી રહી છે' એવા વિચારને મન વડે પકડી રાખવાથી, સાનુકૂળતા ખેંચાઈ નથી આવતી, પરંતુ વધારો પ્રતિકૂળતામાં જ થાય છે. પોતે સ્વાર્થને વશ થઈને જેને દુઃખ પહોંચાડી રહ્યો છે તેની અને પોતાની–જીવ તરીકેની–જાતિ એક છે, એ સત્ય જેના હૃદયમાં સ્થિર થાય છે તે ધન્યાત્મા ગમે તેવી બાહ્ય આપત્તિઓ વચ્ચે પણ ભીતરની શાંતિને અખંડ રાખી શકે છે. એ શાંતિ જળવાઈ રહેવાનું કારણ છે જીવન જીવના હિત તરફનો પક્ષપાત. બીજાના દુઃખને વધારનારા સુખની શોધ ઘણા મોટા દુઃખમાં પરિણમે છે. પરને પ્રતિકૂળ ન થવું એ પણ અંશથી તેને સાનુકૂળ થયા બરાબર છે. ધર્મ-ચિંતન ૨૦૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ પોતાને કોઈ પ્રતિકૂળ થાય તેનું દુ:ખ જે રીતે પોતાને સાલે છે, તે જ રીતે પોતે સ્વાર્થને વશ થઈને કોઈને પણ પ્રતિકૂળ બને તેનું દુઃખ સાલવા માંડે છે, એટલે સાનુકૂળતા ઘર શોધતી આવે છે. પ્રતિકૂળતાને પડકારવા માટે સર્વપ્રથમ પોતાના સ્વાર્થને પડકારવો જોઈએ. મોહને પડકારવો જોઈએ. અજ્ઞાનને પડકારવું જોઈએ. તો જ સાનુકૂળતા પોતાની થાય ને પોતે સહુને સાનુકૂળ થાય. પરને પોતાના હૃદયમાં ઊંચા સ્થાને બેસાડવા માટે અનંતકરુણાસાગર શ્રીઅરિહંત પરમાત્માને પોતાના હૃદયના સિંહાસન ઉપર બિરાજમાન કરવા જોઈએ. જેમના હૃદયમાં પ્રભુજી માટે ઊંચામાં ઊંચું સ્થાન હોય છે, તેમના જીવનમાં પરને પ્રતિકૂળ ન બનવાનો ઉપયોગ સહેજે રહે છે. આવા ઉપયોગપૂર્ણ જીવનમાંથી પરહિતપરાયણતાનો પવિત્ર પ્રકાશ સર્વત્ર વિસ્તરે છે. ' સાચી ખેતી આપણે જેટલા ઉચ્ચગામી થઈએ તેટલું જગત પણ ઉર્ધ્વતાના માર્ગે આગળ વધે છે. એ અર્દશ્ય સહાય જેવી તેવી નથી. એ સેવા ઓછી નથી. આપણા દરેક કર્મમાં આપણને આ સત્ય-દર્શનનો અનુભવ થવો જોઈએ. વાંચન કરતાં Practice અમલમાં વધારે સમય ગળાય તો આનંદ વધુ મળ્યા કરે. વાંચવું એટલે પૂરતું કે - શંકાનું સમાધાન થાય. ચિત્ત આડું-અવળું ભટકતું હોય તો ઠેકાણે રહે. - બધા Practice (આચરણ) કરી શકતા નથી. માટે વાંચનની જરૂર છે. એમ કરતાં કરતાં દઢતા આવે છે. વિચાર કરતાં મન કંટાળે ત્યારે જપ કરીએ. જપ કરતાં કંટાળે ત્યારે સ્તોત્ર બોલીએ. તે કરતાં પણ કંટાળીએ ત્યારે સેવા કરીએ અને મળેલ તનને સાર્થક કરીએ. આ રીતે ચિત્તને સંસારમાંથી ઉપાડી પરમાત્મામાં વાવવું તે સાચી ખેતી છે. ૨૦૬ ૦ ધર્મ-ચિંતન Page #224 -------------------------------------------------------------------------- ________________ કાયરતા છોડીએ - કર્મ નચાવે તેમ નાચવું” એ વાત ધર્મના શરણાગતની જીવાનને લજવે છે, મનને લજવે છે, ભવ્ય કુલપરંપરા અને સંસ્કારને લજવે છે. મદારી ભલે માંકડાને નચાવી જાણતો હોય, સો અવતારે પણ તે વનરાજને નચાવવાની લાયકાત ન કેળવી શકે. કર્મના નચાવ્યા નાચે તે કાયર. પાંગળો પર્વત ઓળંગી શકે. પણ કાયર કદીયે સ્વાર્થરૂપી પોતાના ઉંબરાથી એક ડગલું પણ આગળ ન વધી શકે. પવનના અભાવે ધગધગતા અંગારા ઉપર રાખ વળી જાય છે, તેમ શુભભાવ અને સમ્પ્રવૃત્તિના અભાવે જીવનમાં જડતા અને મોહ વધી જાય છે. વધતી જતી તે જડતા ચેતનામય સુસંસ્કારો તેમ જ સંવેદનોને ઝીલવામાં નિષ્ફળ જાય છે. તે નિષ્ફળતા માનવના અત્યંત કિમતી ભવને નિરર્થક બનાવે છે. પદાર્થોના પુંજમાં પોતાને જોવો, પોતાના સુખને જોવું તે પણ એક પ્રકારની જડતા-નિર્માલ્યતા છે. આ પ્રકારની જડતા આગળ વધીને જીવના કટ્ટર દ્વેષમાં પરિણમે છે. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની પવિત્ર વાત સાંભળીને ભડકી ઉઠે છે. જાણે કે મોટરનું હોર્ન , સાંભળીને ભડકતી ભેંસ. ભેંસને ભલે કાદવનો ખોળો ખૂંદવો ગમતો હોય, આપણા મનોરથ દેવાધિદેવની પરમતારક આજ્ઞાના ખોળે રમવાના જ હોવા જોઈએ. પોતે કાયર છે, નમાલો છે, સ્વાર્થી છે,’ એવાં-એવાં અનેક વિશેષણો કોઈ પોતાના માટે વાપરે તેનો પ્રત્યાઘાત પણ જેને જાગૃત ન બનાવી શકે તેને અત્યંત દુ:ખદાયી ભવસ્થિતિ કઈ રીતે સ્પર્શશે ? એ સ્થિતિના સ્પર્શ સિવાય આત્મામાં સ્થિર બનવાનું તેમ જ પરમાત્માના શરણે જવાનું સત્ત્વ ભાગ્યે જ પ્રગટે છે. કાયર ન પોતાનું રક્ષણ કરી શકે, ન પોતાના આશ્રિતોનું. કાયરતાની વૃદ્ધિ, જગતમાં જુલ્મગારોને વધારનારી સાબિત થઈ છે. ધર્મ-ચિંતન : ૨૦૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ જે કાય રત તે કાયર. આ જાતની કાય રતતા, (કાયરતા) ‘હું આત્મા છું,’ એવા સંસ્કારની સુવાસથી માનવીને વંચિત રાખે છે. મૂળભૂત સુસંસ્કારોનો આ જાતનો લોપ, માનવીને મૈત્ર્યાદિભાવોના સેવનમાં નિરસ તેમ જ નિરુત્સાહી બનાવે છે, મન તેનું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું નિવાસસ્થાન બનતું જાય છે. માટીના ઢેફામાંથી તેલ ન નીકળે તેમ કાયરતામાંથી સત્ત્વ ન નીકળે. ધર્મની સેવા માટે માનવનો ભવ છે. તે ભવ આખોય કાયાની માયાને જીવાડવા પાછળ ખર્ચાય, કાગળના ફૂલ જેવી નિર્જીવ કીર્તિને કમાવા પાછળ બરબાદ થાય, પ્રભુજીને પૂજવાને બદલે જાતે પૂજવાના અહંને આધીન થાય તેમ જ જન્મ-જન્માંતરના વેરની વસુલાત પાછળ વેડફાઈ જાય અને છતાં તેનું લેશ પણ દુ:ખ કે પશ્ચાત્તાપ જેને સ્પર્શે નહિ, તેને ઉપકારી ભગવંતો દયાપાત્ર અબૂઝ તરીકે વર્ણવે છે. જે અબૂઝ હોય તે તાત્ત્વિક દૃષ્ટિએ કાયર પણ હોય. ધર્મનો માર્ગ એ વી૨નો માર્ગ છે, મહાવીરનો માર્ગ છે, એ સત્ય જેઓ સ્વાર્થત્યાગનું સત્વ પ્રગટાવીને ધર્મને સેવી રહ્યા છે તેમને પૂરેપૂરું હૃદયગત થાય છે. ત્યાગમાં આગળ વધનારની છાયા સુદ્ધાં, કાયરતા સહી શકતી નથી. ત્યાગમાં આગળ વધવા માટેનું સત્ત્વ ત્યાગી ભગવંતોને ત્રિવિધે ભજવાથી પ્રગટે છે. ત્યાગી ભગવંતોના ત્યાગનો રાગી, અવશ્ય, મુક્તિનો ભાગી બને છે, પરમપદનો અધિકારી બને છે. ૨૦૮ ૦ ધર્મ-ચિંતન Page #226 -------------------------------------------------------------------------- ________________ નમ્રતા કેળવીએ ચાલો, નમીએ પ્રભુને. સોંપી દઈએ ત્રણેય કાળનો ભાર તેમના શિરે. એ મોટા છે. પરમશક્તિનિધાન છે. પૂર્ણપુરુષ છે. એટલે તેમને નમવામાં જોખમ કશું નથી. ફાયદો બેસુમાર છે. - શરીર નમ્યું એટલે બસ, એમ નહિ, પરંતુ શરીરની સાથે વિચારોને પણ ત્યાં નમાવવાના છે. શરીર ઉપરનું વસ્ત્ર સહેલાઈથી બદલી શકાય છે, આત્માના વસ્ત્રરૂપ શરીરને બદલવામાં પણ એ કષ્ટ નથી પહોંચતું, જે કષ્ટ માનવી ઘણીવાર પોતાના વિચારોને ધરમૂળથી બદલવામાં અનુભવતો હોય છે. આમ થવાનું કારણ છે તે વિચારોના મૂળમાં રહેલો અહ, અહંના બળને કારણે તે વિચાર વ્યક્તિની સમગ્રતાને એ રીતે વીંટળાઈને રહે છે, જે રીતે અજગર માનવપ્રાણીના શરીરને ચોમેર ભરડો લગાવીને રાજી થાય છે. અજગરના ભરડાથીયે અધિક કારમા અહંને ઓગાળનારી ઉષ્મા અહંની ભક્તિમાંથી જન્મે છે. - બે-ત્રણ ટકોરા પછી માટીનું કામ કાચું છે કે પાકું તેની ખાત્રી કરી શકાય તેમ અહં ઓગળી રહ્યો છે કે કેમ તેની ખાત્રી કરવા માટે પોતાની જાતને બીજાના મેણાં-ટોણા સહન કરતી ચિંતવવી જોઈએ. એ મેણાં-ટોણાંના ટકોરા છતાં જો પોતે પ્રભુને છોડીને અહંના શરણે જવા ન ઉશ્કેરાય તો સમજવું કે અંદર નમ્રતા કેળવાઈ - રહી છે. . નમ્રતા એટલે નખ-શિખ જીવંતતા. રોતલપણા સાથે નમ્રતાને કોઈ સંબંધ નથી. નમ્રતા કેળવવા માટે પોતાના નાનામાં નાના દોષનું બારીક નિરીક્ષણ અને પોતા સિવાય તમામના નાનામાં નાના ગુણનું હાર્દિક બહુમાન અતિ આવશ્યક છે. નમ્રતા, ગુણના ભંડાર ચેતન તરફ મનને નમાવે છે. એક પણ નકામા વિચારને મન સોંપતાં તે ખચકાય છે. સહુના ઉપકારના ભારના સ્વીકારવડે નમ્રતાની પુષ્ટિ થાય છે. પોતાના પર પ્રત્યેના અપકારના સમ્યક ચિંતનવડે અંદર નમ્રતો માટેનું ધર્મ-ચિંતન ૨૦૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ બંધાય છે. પરના ઉપકારનો ભાર ઉંચકવામાં અહંકાર સદાય આડે આવતો હોય છે. ' દેવાધિદેવના અચિંત્ય પ્રભાવની અસર સામે પોતાની જાતને બરાબર બેસાડવાથી એ અહંકાર અલોપ થવા માંડે છે. અહં ઓગળે છે એ પ્રભાવના સ્વભાવે. આપણું કામ તે દિશામાં આપણી જાતને બરાબર ગોઠવવાનું છે. સારું અને શ્રેયસ્કર સઘળું દેવ-ગુરુ-ધર્મના પસાયને સમર્પિત થાય અને ખોટું સઘળું પોતાના શિરે ઓઢી લેવાય તો અહં જરૂર અલોપ થાય અને નમ્રતા જીવનને સ્પર્શે. પ્રત્યેક સમયે નવતર જીવનને પાત્ર બનાવનારી નમ્રતા સિવાય જીવન ઉપર જગત આખાના ઋણનો ભાર વધે છે. જે ઉતારવાનો એક માત્ર માર્ગ છે, નમસ્કાર–રતિ. સહુની મતિ તેમાં ગતિ કરો ! પ્રાર્થના પ્રાર્થનાથી જ ઇષ્ટ સિદ્ધિ થાય. इत्थ मेव इष्टफल सिद्धिः ॥ જ્યાં ઇષ્ટદેવ આગળ પ્રાર્થના નથી, ત્યાં ઘમંડ, સ્વશક્તિનો ખોટો વિશ્વાસ છે. ઇષ્ટદેવની કૃપા સંપાદન કર્યા વિના કોઈ સિદ્ધ થઈ શકે જ નહિ.. શ્રી ગણધર ભગવંતો પણ “નમોત્થણ” કહીને સામર્થ્ય યોગનો નમસ્કાર મેળવવા પ્રાર્થના કરતાં જ રહે છે. તે ખરેખર ઉપાય સમજીને જ. સ્વયં દ્વાદશાંગી રચનારા મહાપુરુષો પણ સમજે જ છે કે પ્રાર્થનાથી જ ઈષ્ટ સિદ્ધ થાય. પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર પ્રાર્થના સહિત હોવો જોઈએ. પરમેષ્ઠી ભગવંતોના જે ગુણોની પ્રશંસા કરાય, તે ગુણોને પામવાની અભિલાષા સહિત જ હોવો જોઈએ. ૨૧૦૦ ધર્મ-ચિંતન Page #228 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય સ્વાધ્યાય ઘટે તો આત્મ વિમુખતા વધે. સ્વાધ્યાય વધે તો આત્મ વિમુખતા ઘટે. શરીરના ટકાવ અર્થે જેટલો ખોરાક જરૂરી છે, તેથીયે અધિક સાધકજીવનના પોષણ અર્થે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય એટલે આંતરમળને નિર્મૂળ કરવાની ક્રિયા. સ્વાધ્યાય એટલે મનના મેલને દૂર કરવાનો વ્યાયામ. પરમ ઉપકારી ભગવંતોની સર્વકલ્યાણકર વાણીની ગંગામાં પોતાની સમગ્રતાને એકાકાર કરવાનો મહાલાભ સ્વાધ્યાયના યોગે સરળતાથી સાંપડે છે. સન્શાસ્ત્રોના અધ્યયન દ્વારા જીવનમાં સત્યનો પક્ષ કરવાનું સર્વ પ્રકટે છે, દયામય જીવન જીવવાની ખુમારી પ્રગટે છે. સ્વાધ્યાય ઘટવાથી બહિર્મુખતા વધે છે અને ચિત્તની શાન્તિ ઘટવા માંડે છે, વિચારોમાંની એકસૂત્રતા છિન્નભિન્ન થવા માંડે છે. સ્વાધ્યાયજન્ય વાતાવરણ આરાધક આત્માની બહિર્ભાવ અને દુર્ભાવ વચ્ચે પણ બરાબર રક્ષા કરે છે. . બગીચામાં બેઠેલા ભાઈને અનાયાસે ચોખ્ખી હવા ને સુગંધનો લાભ મળે છે તેમ સ્તવન, સઝાય, થોય કે ગાથામાં રમણતા કરનારને તેનો વિશિષ્ટ લાભ મળે જ છે. સ્વાધ્યાય છૂટી જવાથી હૃદયની કઠોરતા વધે છે. • તે કઠોરતા દયાધર્મને પાળવા તેમ જ પળાવવાની આધ્યાત્મિક પ્રતિભાને ખૂબ જ પ્લાન બનાવી દે છે તેમ જ માનવના જીવનને છાજતી સભ્યતાનો લગભગ ઘણા અંશે લોપ પણ થાય છે. પોતાના વિચાર, વાણી અને વર્તનની સામાના હૃદયને શી અસર થશે, તત્સંબંધી બેપરવાઈ સ્વાધ્યાય છૂટી જવાથી વધવા માંડે છે. મનને હૃદય સાથે જોડનારી અગત્યની કડીરૂપ સ્વાધ્યાય દ્વારા સૂતેલા આત્માની શક્તિઓને જગાડી શકાય છે. પરમજ્ઞાની ભગવંતોનાં વચનોમાં રહેલી અમાપ તારકશક્તિ સાથે સ્વાધ્યાય દ્વારા સંબંધ થાય છે. એ સંબંધ થાય છે એટલે કામ-ક્રોધાદિના સંબંધ સ્પષ્ટ હીણપતભર્યા પ્રતીત થાય ધર્મ-ચિંતન : ૨૧૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે, આત્માના ગુણોમાં રમણતા કેળવવાની ભૂખ જાગે છે, આત્માને કદીયે નહિ વિસરાવવાનું તીવ્ર સંવેદન સ્વાધ્યાય જગવે છે. | સ્વાધ્યાય, સાધકને આત્માના ગુણોમાં રમણતા કેળવવાનું બળ બક્ષે છે તેમ જ જે વિચાર-વાણી અને વર્તનથી આત્માની શુદ્ધિને અવળી અસર પહોંચે છે, તે માર્ગે જતાં અટકાવે છે. આજના વિષમકાળમાં સ્વાધ્યાય સિવાય, આત્મજાગૃતિ ટકાવવી તે વગર પાંખે હવામાં ઉડવા જેટલું અઘરું સમજાય છે. સ્વાધ્યાયવડે સ્વ-પરને જાણી–પ્રમાણીને સહુ આગળ વધો ! ધર્મનો જય થાઓ ! અધર્મનો ક્ષય થાઓ ! ધર્મનો જય થાઓ' એવું લખતી વખતે મારું અંતઃકરણ જે ભાવોલ્લાસ અનુભવે છે, એવો જ ભાવોલ્લાસ પ્રત્યેક પાત્ર આત્માને સ્પર્શે એવું પવિત્ર વાતાવરણ સર્જવામાં દ્રવ્ય અને ભાવપૂર્વકની શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની ભક્તિ અનિવાર્ય સમજાય છે. દ્રવ્યભક્તિ દ્વારા ભાવપૂર્વકની ભક્તિનું યથાર્થ ઘડતર થાય છે, તેમ જ પોતે જે દ્રવ્યો પ્રભુભક્તિમાં વાપરે છે, તેમાંનું એક પણ અધમ માર્ગે પોતાના ઘરમાં ન આવી જાય તેની સતત કાળજી પણ રાખી શકાય છે. આ જાતની કાળજી પ્રભુજી પ્રત્યેની ભક્તિની જવલંત નિશાનીરૂપ છે. દ્રવ્ય સંબંધી બેપરવાઈ, ભાવના ઉદીપનમાં અંતરાયભૂત નીવડે છે, તેમ જ ભક્તિના સુફળ બાબત ભક્તને સાશંક તેમ જ સચિંત બનાવે છે. તે દ્રવ્યભક્તિમાં પણ વિવેક ચૂકી જનારો આત્મા ભાવના અમૃતસ્પર્શથી વંચિત રહે છે તેમ જ મહાપુણ્ય મળેલા માનવના ભવને ધર્મની સાધનામાં સાર્થક કરવાને બદલે, ભવ વધારવામાં વેડફી નાખે છે. ભવ ઉજ્જવળ બને છે, ઉજ્જવળ એવી રત્નત્રયીની ઉજવળ આરાધનાથી. રત્નત્રયી–તે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સમ્યગ્દર્શન એટલે વીતરાગ વચન અનુસારે જગતના બધા જીવોને આત્મતુલ્ય જોવા, સમજવા, સહવા. સમ્યજ્ઞાન એટલે જગતના બધા જીવોને આત્મતુલ્ય જાણવા, વિચારવા, ચિંતવવા. સમ્યક્યારિત્ર એટલે જગતના બધા જીવોને આત્મતુલ્ય જોઈ-જાણી-વિચારી ૨૧૨ • ધર્મ-ચિંતન Page #230 -------------------------------------------------------------------------- ________________ સહીને તેમની સાથે તથા પ્રકારના વ્યવહારને આચરવા અંશે અથવા સર્વથા પ્રતિજ્ઞાપૂર્વક પ્રયત્ન કરવો, તે. . આ પ્રકારની આરાધના શ્રીઅરિહંત પરમાત્માને પોતાના પરમ ઉપકારી અને પરમતારક નાથ તરીકે સ્વીકારીને ભજવાથી જ શક્ય બની શકે છે. શ્રીઅરિહંતની ભક્તિના ધન્ય પ્રસંગે પોતાની શક્તિને લવલેશ પણ ગોપવવાથી નમસ્કારનો ભાવ ઢીલો પડે છે અને વૃત્તિ ઐહિક લાલસા તરફ ઢળવા માંડે છે. જેના કારણે પરમ ઉપકારી પરમાત્માની ભક્તિના પ્રકાશને કૃતજ્ઞતાનો કાળો ડાઘ અડે છે, જેને ધોઈ નાખવા માટે જીવને ચાર ગતિની અતિ આકરી સજા સહન કરવી પડે છે. - શ્રીઅરિહંતાદિ ભગવંતોને પોતાના પ્રાણોથીયે અધિક પ્યારા ગણવાનો ભાવ ખરેખર ત્યારે જાગૃત થાય છે, જયારે આપણે, આપણા ઉપરના તેમના અસીમ ઉપકારોને ત્રિવિધ નમસ્કાર કરતા થઈએ છીએ. એ ત્રિવિધ નમસ્કારમાં નમનારનો ઊંડામાં ઊંડો કૃતજ્ઞભાવ વ્યક્ત થવો જોઈએ. અને તો જ ધર્મના જયનો મહાઘોષ આપણા રોમ-રોમમાં વ્યાપક બની શકે, આપણી સમગ્રતાને ભીંજવી શકે, આપણા અધ્યવસાયને આત્માની અનંત શક્તિ સાથે એકરસ બનાવી શકે. ધર્મના જયમાં જ પોતાનો જય જોનારા-જાણનારા આત્મા, અધર્મીમાં અધર્મી આત્મામાં રહેલા સંદ્ અંશને માનસિક પ્રણામ કરતાં કદીયે સહેજ પણ ખટકો કે ખેંચ ન અનુભવો ! જ્ઞાન-ભક્તિની એકતા જેની અશુભમાં પ્રવૃત્તિ નથી અને શુભમાં અહંકાર નથી, એ જીતી જવાનો અને એ શુભ અશુભ મારામાં છે જ નહિ, તેમ જ એવું સ્વરૂપ દરેકનું છે. એવો નિશ્ચય દેઢ થતો જવો એ સાધના છે. સુ =સર (To Move) મતલબ કે સંસાર એટલે સર્યા જવું. જ્યાં સ્થિરતા નહિ તે. જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ છે, ત્યાં સુધી સાક્ષી તરીકે એ બધાની પાછળ આત્મા રહેલો જ છે. એમાં દઢતા થયા કરે, કે એ મારું જ અસલ સ્વરૂપ છે અને એમાં અહંતા થયા કરે કે, “એ હું જ છું.” તો બધી જ નિર્બળતાઓ ઓસરી જાય. - સંસારને ભૂલવામાં શાંતિ છે. જેનાથી જે રીતે ભૂલાય, તેને માટે તે ધર્મ છે. સમજીને થાય તો મિથ્યાચાર થવાનો સંભવ નથી. - જ્ઞાન ભક્તિભીનું થઈ ક્રિયાત્મક થાય, ત્યારે સંપૂર્ણ યોગ બને છે. ભક્તિ જ્ઞાનાત્મક થઈ, ક્રિયાત્મક થવી જોઈએ અને ક્રિયા ભક્તિભીની થઈ જ્ઞાનાત્મક થવી જોઈએ. ધર્મ-ચિંતન ૨૧૩ Page #231 -------------------------------------------------------------------------- ________________ રક્ષકબળ-શ્રીનવકાર સંસાર એટલે પ્રતિકૂળતાઓનું ઘર. તેમાં જ્યાં સુધી રહેવું પડે, ત્યાં સુધી ઊંચામાં ઊંચા રક્ષકબળની પૂરેપૂરી આવશ્યકતા ગણાય. તે રક્ષકબળ એટલે શ્રીનવકા૨. અને રક્ષકબળ પણ કેવું ? ચક્રવર્તિના સમગ્ર સૈન્યની સમગ્ર તાકાતને ટપી જાય તેવું. દ્રવ્યની સાથોસાથ ભાવની પણ રક્ષા કરે તેવું. અને જેનો ભાવ સુરક્ષિત હોય તેનો ભવ, ભવજળ આસાનીથી કાપી શકે. જગતના સર્વ જીવોના કલ્યાણના સર્વોચ્ચભાવના જાપ અને ધ્યાનમાં રમવાનું શ્રેષ્ઠતમ આલંબન શ્રીનવકાર પૂરું પાડે છે. અણીના સમયે પાંચ-પૈસાની મદદ કરનાર ભાગ્યશાળીનો અહેસાન નહિ ભૂલનારા આપણે આવું અનુપન આલંબન પૂરું પાડનારા શ્રીનવકારને ઘડીવા૨ પણ કેમ ભૂલી શકીએ ? ન જ ભૂલાય. ‘શિવમસ્તુ સર્વ જગતઃ'ની ભાવનાપૂર્વકનો ત્રિસંધ્યાજાપ એ શ્રીપંચપરમેષ્ઠિભગવંતોના ભાવ સાન્નિધ્યમાં હૈયાના ભાવને ઉજાળવાનો અમૃત–પ્રયોગ છે. તેની અચિંત્ય શક્તિનું વર્ણન સર્વજ્ઞ પરમાત્મા જ કરી શકે. વારે-વારે કેવળ સ્વાર્થની ચીકણી ભોંયમાં લપસી જતા મનના પરિણામને સાબૂત રાખવાની ત્રિસંધ્યાજાપની શક્તિ ખરેખર અમાપ છે. ભાવને પકવવાની કાળની ઊંચી શક્તિનો યથાર્થ લાભ, સંધ્યાજાપ અપાવે છે. અપ્રમત્તતાનો સતત અણસાર સંધ્યાજાપના પ્રભાવે, આત્માને, થતો રહે છે. પ્રમાદના ખોળે બેસીને ભવની પગચંપી કરવામાં આપણે કશી મણા રાખી નથી. બળવાન મનવાળા ઊંચા માનવના ભવને ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની પરમ મંગલમય આજ્ઞા મુજબની આરાધના સિવાય બીજે ક્યાંય પણ જોડવાથી સંસાર સાથેનું જીવનું જોડાણ વધુ ગાઢ બને છે. જીવતત્ત્વ પ્રત્યે સાચો સ્નેહભાવ જગાડનારા મહામંત્ર શ્રીનવકારને અપાતો ૨૧૪૦ ધર્મ-ચિંતન Page #232 -------------------------------------------------------------------------- ________________ ભાવ, લોકકલ્યાણના મહારસાયણ તરીકે કામ કરે છે. * શ્રીજિનેશ્વરદેવની સર્વોચ્ચ ભાવનાને ભાવ આપવાથી જ “સ્વ” (ભવ)ની સામે -માથું ઊંચકવાની ઠરી ગયેલી આંતરિક ક્ષમતા સતેજ બને છે. દિનરાત “સ્વ'ને ઓઢીને બેસી રહેવાથી દૃષ્ટિની સર્વમયતા ઝાંખી પડે છે. પછી તે દષ્ટિમાં પરના દુઃખને વાંચવા-વિચારવા જેટલી શક્તિ પણ રહેતી નથી. આજે આપણામાં કેટલા અંશે “સ્વ” પોષકવૃત્તિ મોજૂદ છે અને કેટલા અંશે દેવાધિદેવની પરમકલ્યાણકર ભાવના, તેનું આપણે ન્યાયબુદ્ધિથી નિરીક્ષણ કરવું જ જોઈએ. પાંચ કારણવાદ 'વિશ્વ ઉપર પ્રભુત્વ પાંચ સમવાયનું છે અને આ પાંચ સમવાય ઉપર પણ પ્રભુત્વ શુભ ભાવનું છે. ચતુઃ શરણગમનાદિ એ શુભભાવની આરાધનારૂપ છે. તેથી તે પાંચ સમવાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. વિશ્વ ઉપર કાબૂ મેળવવા માટે પોતાની જાત ઉપર કાબૂ મેળવવો જોઈએ. પોતાની જાત ઉપર કાબૂ મેળવવા માટે પોતાની પાંચ ઇન્દ્રિયો અને છઠું મન તેના ઉપર કાબૂ મેળવવો જોઈએ. ઇન્દ્રિયો અને મન ઉપર કાબૂ ત્યારે જ આવી શકે કે જ્યારે સર્વત્ર વિલસી રહેલી પંચ-સમવાયની શક્તિ વડે વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે. એ વાત સ્પષ્ટ થાય. વિશ્વ સંચાલક એ પાંચ સમવાયો ઉપર જે શુભ ભાવનું પ્રભુત્વ છે, તે શુભ ભાવ કયો? ચતુશરણગમનાદિ વડે ઉત્પન્ન થતો શુભ ભાવ એ જ વિશ્વનો સંચાલકછે. એ ભાવની ઉત્પત્તિ શ્રી અરિહંતાદિના આલંબને છે, તેથી વિશ્વના સાચા પ્રભુશ્રી અરિહંતાદિ ગણાય છે. પાંચ સમવાય.નું તત્ત્વજ્ઞાન પણ તેમની જ દયા છે. સાધકને સર્વ પ્રકારના દોષોમાંથી મુક્ત કરાવનાર પાંચ સમવાયનું તત્ત્વજ્ઞાન છે. એ તત્ત્વજ્ઞાન દર્શાવીને પ્રભુએ જીવોને, (૧) પુરુષકારના અહંકારી, (૨) ભાગ્યદેવના પૂજારી, (૩) કાળને પરાધીન, (૪) નિયતિના ગુલામ, (૫) સ્વભાવના દાસ થતા બચાવ્યા છે, તથા પ્રત્યેક કારણને તેના સ્થાને ઘટતો ન્યાય આપીને સદા પ્રસન્ન રહેતા શીખવ્યું છે. ચિત્તને સમત્વ ભાવની તાલીમ પાંચ કારણવાદથી મળે છે. જેમ-જેમ સમત્વભાવ વધે છે, તેમ તેમ કર્મક્ષય વધતો જાય છે. સમ્યક્ત સમત્વ ભાવરૂપ છે. વિરતિ અધિક સમત્વભાવને અને અપ્રમાદ ભાવને સૂચવે છે. એથી આગળ વધીને અકષાયતા અયોગિતાદિ ઉત્તરોત્તર અધિક-અધિક સમત્વ ભાવરૂપ હોવાથી અધિક-અધિક નિર્જરાના હેતુ છે. ધર્મ-ચિંતન : ૨૧૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થને સંકેલવાની કળા સ્વ'નો જ અર્થ (સ્વાર્થ) વધારવાનો પ્રયત્ન, સર્વ જીવહિતવિષયક અર્થને ઝાંખો પાડી દે છે. સ્વાર્થ અધિક વિસ્તારનો કબજો લે છે, એટલે પરહિતચિંતાના ભાવ (પરમાર્થ)ને બેસવાની મુદ્દલ જગ્યા રહેતી નથી. સ્વાર્થની આજ્ઞામાં રહેવાથી ભવની આજ્ઞામાં રહેવું પડે, સંસારચક્રના તીક્ષ્ણ દાંતાઓ વચ્ચે ફસાવું પડે. પરાર્થવ્યસનીપણું. પ્રભુજીની ભવજલતારિણી આજ્ઞાનો શુભ યોગ કરાવે. સંસારચક્રને ભેદવાની અપૂર્વ ક્ષમતા જગવે. જાજમ યા પથારીની જેમ સ્વાર્થને સંકેલવાની કળા પણ શીખવા જેવી છે.. તે કળાને હૃદયગત કરવા માટે શ્રીનવકારને હૃદયમાં પધરાવવો પડે. શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાનો મર્મ હોંશે હોંશે ભણવો પડે. વાતવાતમાં દેશ-કાળની પ્રતિકૂળતાને આગળ કરવા કરતાં તે પ્રતિકૂળતાને આંબવાની જેનામાં અમાપ શક્તિ છે તે મહામંત્ર શ્રીનવકારની ભક્તિને ભાવ આપવો તે વધુ ઈષ્ટ છે.. શ્રીનવકારનું મૂલ્ય સમજાય છે એટલે સ્વ અને પરનું યથાર્થ મૂલ્ય પણ સમજાવા માંડે છે. - સ્વામીબંધુ સાથેના ઊંચા સગપણને પણ વટાવી ખાય એવા વકરેલા સ્વાર્થને શ્રીવીતરાગભગવાનનો દાસ એક ક્ષણવાર પણ નભાવી લે, તે બીના ખરેખર શોચનીય ગણાય. પોતાના જ સ્વાર્થને અપાતો એકદેશીય ભાવ કેવા કેવા અનર્થો ઉપજાવે છે તે સર્વવિદિત હોવા છતાં, સ્વાર્થત્યાગની દિશામાં એક ડગલું ભરતાં પણ વિચાર કરવો પડે તે, ભવની સગાઈને આપણે કેટલું બધું મહત્ત્વ આપીએ છીએ તેની સ્પષ્ટ નિશાની છે. “પરમાર્થમાં વિચાર અને વિલંબ અને સ્વાર્થમાં સદૈવ તત્પરતા,' એવો અવળો ક્રમ (અવિધિ) સવળો ન થાય એટલે કે “સ્વાર્થમાં વિચાર અને વિલંબ અને પરમાર્થમાં સદૈવ તત્પરતા સ્વરૂપ' ન બને ત્યાં સુધી, બહુ ચાલવા છતાં, માર્ગ ખોટો હોવાથી પ્રવાસી ઇષ્ટ સ્થળે પહોંચી શકતો નથી તેમ આપણે પણ ભવમાર્ગ કાપીને મોક્ષની વધુ નજીકના પરિણામવાળા થવાને બદલે, મોક્ષથી વધુ દૂર પડી જઈએ. શ્રીજિનેશ્વરભગવાનના વચન પ્રત્યેના આપણા ભાવ અનુસાર મોક્ષતત્ત્વ પ્રત્યેનો આપણો ભાવ ઘડાય છે. મોક્ષતત્ત્વ પ્રત્યેનો આપણો ભાવ, જીવતત્ત્વને અપાતા ભાવ મુજબ પુષ્ટ થાય છે. જીવતત્ત્વ પ્રત્યેનો ભાવ, દર્શનશુદ્ધિના પ્રમાણમાં પ્રગટે છે. દર્શનશુદ્ધિ, દેવાધિદેવના દર્શનને તેમ જ નમસ્કાર મહામંત્રને અપાતા ભાવ મુજબ પાકે છે. . ૨૧૬ • ધર્મ-ચિંતન Page #234 -------------------------------------------------------------------------- ________________ - તારક પ્રતીકો અને અનુષ્ઠાનોને અર્થના ત્રાજવે તોળવાં અને મારક મોહને ગમતા આકર્ષણોને દેશ-કાળની જરૂરિયાતોના નામે પોષવા તે તત્ત્વદૃષ્ટિનો વિપર્યાસ સૂચવે છે. પરમોપકારી ભગવંતોની ભક્તિમાં હોય તેટલી બધી શક્તિને સાર્થક કરવાનો ભાવ જાગે છે ત્યારે જ ભવસાગરને પાર કરવાનો અપૂર્વ વીર્ષોલ્લાસ પ્રગટે છે. તે વીર્ષોલ્લાસ પ્રગટાવવાની દિશામાં યત્કિંચિત પણ સહાયભૂત થવાના અમારા ભાવને સત્ત્વશીલ આરાધક આત્માઓની સતત સક્રિય ભાવનાશક્તિ જે અમાપ સહાય બક્ષી રહી છે તેને કૃતજ્ઞભાવે પ્રણામ કરીએ છીએ તેમ જ ચતુર્વિધ શ્રીજૈનસંઘમાં સર્વ કલ્યાણભાવની વધુને વધુ ભરતી આવતી રહે એવી ભાવના ભાવીએ છીએ. આરાધનાજન્ય મહાસત્ત્વની વૃદ્ધિ સિવાય, બીજું કોઈ ભૌતિક બળ જગતના જીવોને સાનૂકળ જીવનસ્થિતિમાં લાવી શકે તેમ નથી. એટલે જ શ્રી તીર્થંકરદેવ પ્રરૂપિત ધર્મની આરાધનાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ કર્તવ્ય નહિ હોવાનું સ્પષ્ટ શાસ્ત્રવચન છે. આરાધના જે આપે છે તે ન કારખાનું આપી શકે, ન અણુશક્તિથી ચાલતું યત્ર આપી શકે. સુખ બહારથી ખરીદી શકાય છે, તેમ જ મેળવી શકાય છે, એવી એકદેશીય સમજે, સુખને લાયકનું આંતરિક વાતાવરણ સર્જવામાં આપણને ઘણા અંશે શિથિલ બનાવી મૂક્યા છે. ધારો કે સુખ બહારથી મેળવી શકાતું હોય તો પણ તેને માફકસરની 'આંતરિક બેઠક સિવાય તે આવીને આસન માંડશે ક્યાં ? સુખને સર્વથા માફકસરની આંતરૂ-બાહ્ય યોગ્યતા ધર્મની આરાધનાના પ્રભાવે ઓછા સમયમાં ખીલવી શકાય છે. ' ધર્મની આરાધના એટલે વિશ્વહિતની પ્રધાનતાવાળું શ્રેષ્ઠ કર્તવ્ય. તેમાંથી આત્માની અમાપ શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે. તેમ જ જગતના બધા જીવોની જીવનવિષયક સાનુકૂળતામાં તેના પ્રભાવે વધારો થાય છે. એવી આરાધનાનું બહુમાન એ વિશ્વહિતનું બહુમાન છે, દેવાધિદેવની સર્વકલ્યાણકર આજ્ઞાનું બહુમાન છે. એવી આરાધનાની સઘળી સર્વોત્તમ સામગ્રી પૂરી પાડનારા મહાવિશ્વશાસન (જૈન શાસન)ની પ્રભાવના પાછળ દિનરાત ઉદ્યમશીલ રહેવાની મહાપુણ્યવંત આત્માઓની ભાવના શુભ કાર્યમાં અહર્નિશ બળ પૂરો. જગતના સર્વજીવોને દેવાધિદેવના પરમતારક શાસનની વહેલી-વહેલી જાણ થાઓ. સહુ ભાગ્યશાળીઓના હૈયામાં શ્રીઅરિહંત પરમાત્માની સર્વોત્કૃષ્ટ ભાવનાનાં દૈવી અજવાળાં ફેલાઓ, સહુના મનમાં નમસ્કારભાવ પરિણત થાઓ. સહુના પ્રાણો પરહિત કાજે તલસાટ અનુભવો. ધર્મ-ચિંતન ૨૧૭. Page #235 -------------------------------------------------------------------------- ________________ વધારે. અનુપમ આરાધના પુણ્યાનુબંધી પુણ્ય વડલા જેવું હોય છે. એ વધતું જાય તેમ તેમ આસપાસના અનેક જીવોની અશાતા ઘટાડે, શાતા નથી. એવું ઊંચું પુણ્ય બંધાય ક્યારે ? ઊંચા ભાવપૂર્વકની આરાધનાના અનુપમ પ્રભાવે એવું ઊંચું પુણ્ય બંધાય છે. ઊંચા ભાવપૂર્વકની આરાધના એટલે શું ? ઊંચા ભાવને આવરીને રહેલા સહજમળના હ્રાસના લક્ષ્યપૂર્વકની આરાધના. સહજમળ એટલે શું ? જેના યોગે જીવ પાપમાં એકાએક પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે તે મહામોહ. સહજમળનો હ્રાસ થાય તેમ તેમ જીવના સહજ તથાભવ્યત્વનો વિકાસ થાય. સહજ તથાભવ્યત્વ એટલે શું ? જીવની મુક્તિગમનયોગ્યતા. મુક્તિમાં ન જઈએ અને સંસારમાં રહીએ તો શો વાંધો ? વાંધો એ કે મુક્તિમાં જવાની આત્માની યોગ્યતાનું હડહડતું અપમાન થાય. એક યોગ્ય આત્મા પોતાને યોગ્ય સ્થાનને ન પામે ત્યાં સુધી બીજો એક યોગ્ય આત્મા પોતાની મુક્તિ કૂચનો પ્રારંભ કરી શકતો નથી. બીજા યોગ્ય આત્માના કલ્યાણની દૃષ્ટિએ પણ આપણે આપણા આત્માની મુક્તિગમન યોગ્યતાને વિકસાવવી જોઈએ. તે તો જ વિકસે જો જીવને લાગેલા સહજમળનો ઝડપી હ્રાસ થાય. સહજમળના હ્રાસનું તે મહાકાર્ય મહાશક્તિની અપેક્ષા રાખે છે. મહાશક્તિની આરાધના સિવાય મહાકાર્યો થયાં નથી, થતાં નથી તેમ જ થવાનાં દેવાધિદેવની મહાકરુણાથી અધિક ચઢીયાતી બીજી ‘મહાશક્તિ’ ત્રણલોકમાં હતી ૨૧૮ ૦ ધર્મ-ચિંતન Page #236 -------------------------------------------------------------------------- ________________ નહિ, છે નહિ, હશે નહિ. | ‘આરાધના સમયે તે મહાકરણાને ખોળે બેસીને આરાધના કરવી જોઈએ. આરાધના સમયે લક્ષ્ય આંતરિક યોગ્યતાના પ્રગટીકરણ તરફ રહેવું જોઈએ, અયોગ્યતાના હાસ તરફ રહેવું જોઈએ. શ્રીજિનેશ્વરદેવના દર્શને જવું તે પણ આરાધન ગણાય અને સામાયિકવ્રત ઉચ્ચરવું તે પણ આરાધના ગણાય. શ્રીતીર્થંકરદેવપ્રરૂપિત નાનું-મોટું પ્રત્યેક અનુષ્ઠાન એટલે તેઓશ્રીની સર્વોચ્ચ ભાવનાની આરાધનાનું જ અંગ. એવી અનુપમ આરાધના જરૂર આપણા આત્માની શક્તિને વધારે, સહજમળના બળને ઘટાડે અને સકળલોકમાં શ્રીજિનેશ્વર ભગવંતના શાસનનો જયજયકાર થાય. આરાધના પ્રત્યેનો અભાવ, બહુ ઓછા સમયમાં વિરાધનાના પક્ષમાં ભળી જાય છે, એ આપણે કદીયે ન ભૂલવું જોઈએ. લોક આખામાં આરાધનાનાં અજવાલાં રેલાવવાની ઉત્કૃષ્ટતમ ભાવનાનો અનુપમ સુયોગ કરાવનારા શાશ્વતમંત્ર શ્રીનવકારને પામ્યા પછી, વિરાધકભાવને પડખે ઊભા રહેવાનું આપણને મન થાય તે આપણા અને સહુના માટે ખૂબ જ શોચનીય ઘટના ગણાય. વિરાધકભાવ, એટલે દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞા વિરુદ્ધની એ દિશામાં પ્રવૃત્તિશીલ રહેવાની જોરદાર વૃત્તિ. આપણો ભાવ, ત્રિભુવનને દેવાધિદેવની સર્વજીવહિતકર ભાવના સાથે જોડે એવો જ હોવો જોઈએ. એવા અલૌકિક ભાવના પ્રભાવે જે પુણ્ય બંધાઈ જાય તે જરૂર સ્વ-પરને તારે. દ્રવ્ય પ્રત્યેનો ભાવ, શ્રીજિનેશ્વર ભગવાનની “સર્વજીવહિતકર' ભાવનાની પ્રભાવનાની આડે આવે એવું કોઈ પગલું નહિ ભરવાના અમારા નિર્ધારને ભાગ્યશાળી આત્માઓની અનુમોદનાની અમાપ શક્તિ જરૂર વધુ સંગીનતા બક્ષશે એવી અમને શ્રદ્ધા છે. ધર્મ-ચિંતન • ૨૧૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયાની સૂક્ષ્મ અસર વધુ અસર, સ્થૂલ ક્રિયાની જ થાય એવી માન્યતાની ગાંઠ બંધાઈ જાય તો આપણે તપ-જપ, સ્તવન-સજ્ઝાય, સામાયિક પ્રતિક્રમણ જેવી ઊંચી આધ્યાત્મિક ક્રિયાઓની ઊંચી અને ભાવપ્રેરક અસરથી ઘણા અંશે વંચિત રહીએ. નિત્ય જીવનમાં જે ક્રિયાઓ કરવાનું આપણને ઉપકારી ભગવંતોએ ફરમાવ્યું છે તેમાંની કોઈ ક્રિયા એવી નથી કે તેને માત્ર સ્થૂલ પ્રકારની ગણીને આપણે તેને તે પ્રકારનો સ્થૂલ ભાવ આપીને કૃત્યકૃત્યતા અનુભવી શકીએ. શ્રીજિનેશ્વર ભગવાને ફ૨માવેલી એક એક ધર્મક્રિયા, આપણા ભાવપ્રાણોને ‘અહમ્’ અને ‘મમ’ની મજબૂત પકડમાંથી, વિષય અને કષાયના ભયંકર દુર્ધ્યાનમાંથી સર્વથા મુક્ત કરવાની સંપૂર્ણ ક્ષમતાવાળી છે. દહેરાસરમાં જઈને સ્તવન ગાવાનો ધન્ય અવસર પ્રાપ્ત થાય તે સમયે તે સ્તવનમાં માત્ર આપણી જીભ જ જોડાય અને બાકીના પ્રાણો ગમે તેમ વર્ત્યા કરે છતાં આપણે ચેતીએ નહિ તો તે સ્તવન આપણા ભાવપ્રાણોમાં ગુણની સાચી હવા ભાગ્યે જ ફેલાવી શકે. અસીમ ઉપકારી શ્રીતીર્થંકર પરમાત્માના અનંત ગુણોને સંભારવાનો ધન્ય અવસર મળ્યા પછી પણ જો આપણે તે અવસરને સાર્થક ન કરી શકીએ, આત્માના ગુણની સાચી ભૂખ અંદર જગાડી ન શકીએ અને ‘સ્તવન બોલવું જોઈએ,' એવી સ્થૂલ બુદ્ધિનો પક્ષ કરીને સ્તવનમાંના ભાવ સાથે આપણા પ્રાણોને સ્તવન બોલતા હોઈએ તેટલો વખત પણ બરાબર જોડી ન શકીએ તો તે સ્તવનના રચનારા ભગવંતના હૃદયના ભાવ સાથે આપણે હૃદયથી જોડાઈ ન શકીએ તેમ જ દેવાધિદેવના અનંત ગુણોની સ્તવના જેવી ઊંચી ક્રિયાની જે સૂક્ષ્મ અસર આપણા રક્તકણોમાં તેમ જ વિચાર પ્રદેશોમાં ફરી વળવી જોઈએ તે ભાગ્યે જ શક્ય બને. આપણા અધ્યવસાયોમાં ભળી ગયેલી ભવિષયક લાયકાતને, ધળમૂળથી બદલી નાખીને સર્વવિષયક બનાવવાની જે ક્ષમતા પ્રત્યેક ધર્મક્રિયામાં છે તેનો પૂરેપૂરો લાભ આપણે ત્યારે જ પામી શકીએ જ્યારે આપણે તેને ‘ખાવા' ‘પીવા' ‘અને સૂઈ રહેવા’ સરખી સ્કૂલ ક્રિયાઓ સાથે સરખાવતાં અચકાઈએ તેમ જ તેના પ્રત્યે આપણો આંતર્ભાવ સવિશેષ આદરપૂર્ણ બને. ૨૨૦ ૦ ધર્મ-ચિંતન Page #238 -------------------------------------------------------------------------- ________________ જાગૃત અને વિવેકી આત્માને કરવાની ધર્મક્રિયાને માત્ર સ્થૂલ ક્રિયા સમજવી તે, તે ધર્મક્રિયામાં જોડવાની આજ્ઞા કરનારા ઉપકારી ભગવંતોની આજ્ઞાની આંશિક પણ - વિરાધનાનો જ એક પ્રકાર ગણાય. શ્રીજિનેશ્વરદેવપ્રરૂપિત પ્રત્યેક ધર્મક્રિયા, મંદ પડેલા આપણા આત્મભાવને અધિક સક્રિય બનાવે છે. અહંભાવની સક્રિયતા જીવનો સંસાર વધારે છે. આત્મભાવની સક્રિયતા જીવની મુક્તિગમનયોગ્યતાને ખૂબ ઝડપે પરિપકવ બનાવે છે. અનંતશક્તિશાળી આત્માના આવરાયેલા પ્રદેશોને ઉઘાડનારી ધર્મક્રિયામાં સ્થૂલપણે પ્રવેશ કરવો અને હૃદયને તેમાં ન ભીંજવવું તે ‘સ્વ’ પ્રત્યેના અંધરાગની નિશાની છે, શ્રીજિનેશ્વર ભગવાનની ભાવદયાની ધરાર અવગણના છે. આજ્ઞા મુજબની ક્રિયામાં જોડાવું તે પણ નમસ્કારનો જ એક પ્રકાર છે. જો ત્યાં આપણા બધા. પ્રાણો નમસ્કાર કરે તો તે ક્રિયાનું રહસ્ય જરૂર આપણા ભાવોની શુદ્ધિના કારણરૂપ બને. સ્થૂલ ધર્મક્રિયાની વધુ અસરની માન્યતાને વળગી રહેવાય તો સૂક્ષ્મ એવા કષાયને નિર્મૂળ કરવામાં તે ક્રિયાઓ સફળ થાય છે એમ કહેવામાં આપણને હરકત નડે. એક એક ધર્મક્રિયા એવી વિશિષ્ટ પ્રકારની વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે યોજાયેલી છે કે જો તેને પૂરો ભાવ અપાય તો તે ક્રિયાઓમાં ઓતપ્રોત રહેવું તે અનંતવાત્સલ્યમયી જનનીના ખોળે રમવા જેવું આપણને સહુને પ્રતીત થાય તેમ જ તેનાથી અલગ પડવું પડે તે સમયે સજા ભોગવતા હોઈએ તેવી આપણા મનની દશા થાય. સજા ભોગવતાં, ભોગવતાં સજા પૂરી થાય તેમ ક્રિયા કરતાં, કરતાં આત્માના સ્વભાવરૂપ સર્વોચ્ચ ભાવના શિખરે પહોંચી શકાય. એ શિખર ઉપર પહોંચાડનારી ધર્મક્રિયાને આપણે માત્ર સ્થૂલ ક્રિયા સમજવા પ્રેરાઈએ તે, તે ક્રિયાને જીવનમાં વણવાની આજ્ઞા ફરમાવનારા ભગવંતોના ભાવને પાત્ર આપણે ભાગ્યે જ બની શકીએ. ધર્મક્રિયાને ભાવ ભારોભાર તોળવાની વૃત્તિ કેળવવા માટે, મહામંત્ર શ્રીનવકા૨ એ એક અજોડ સાધન છે. તેમાં થઈને ક્રિયામાં દાખલ થવાની જે વ્યવસ્થા ઉપકારી ભગવંતોએ ગોઠવી છે તે ખરેખર બેનમુન છે. ધર્મ-ચિંતન ૦ ૨૨૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ આપણા ભાવપ્રાણોમાં આત્મભાવ છલકાવનારી ધર્મક્રિયાને આપણે મુક્તિપુરીમાં લઈ જનારી નિસરણીના પગથિયા કરતાં પણ જો ઓછા મૂલ્યવાળી સમજીએ તો તેનાં પગથિયાં ચઢવાની શક્તિ આપણે ભાગ્યે જ ખીલવી શકીએ. તેના પહેલા પગથિયે જ આપણે લાંબા કાળ સુધી ફર્યા કરીએ. અહંભાવ દુર્ભાવ અને બહિર્ભાવના આપણા ઉપરના યુગયુગપ્રાચીન ચલણને સર્વથા નિષ્ક્રિય બનાવનારી ધર્મક્રિયા, આત્માના સર્વાત્મભાવ અને ૫૨માત્મભાવને પ્રગટ કરનારી અમૃતક્રિયા છે, તેની સાથે સ્થૂલ ક્રિયા સરખો વ્યવહાર કરવો તે ઉપકારી આત્માને ‘નવગજના નમસ્કાર' કરવા સરખું ગણાય. અંતરના તારને સકળ લોકના હિતની ભાવના સાથે જોડનારી, શ્રીજિનાજ્ઞા મુજબની ધર્મક્રિયા આપણા આત્માના ભાવને અલ્પકાળમાં અધિક સક્રિય બનાવે છે. સહુ તે ભાવના આરાધક બનો. પંચમંગળનું આરાધન કફ દોષ કાયાની ક્રિયાની સાથે સંબંધ રાખે છે. પિત્ત-દોષ વચન ક્રિયાની સાથે અને વાતદોષ માનસિક ક્રિયાની સાથે સંબંધ ધરાવે છે. રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષો પણ મુખ્યત્વે મન, વચન અને કાયાની ક્રિયાની સાથે અનુક્રમે સંબંધ ધરાવે છે. રાગની અભિવ્યક્તિ મનમાં, દ્વેષની વચનમાં અને મોહની અભિવ્યક્તિ કાયા દ્વારા થાય છે. મનમાં જ્ઞાન થવાથી, વચનમાં ભક્તિ જાગવાથી અને કાયામાં પ્રશસ્ત ક્રિયા થવાથી અનુક્રમે રાગ, દ્વેષ અને મોહ જાય છે. વાત, પિત્ત અને કફ શમે છે. પંચમંગલમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. મનની, વચનની અને કાયાની પ્રશસ્ત ક્રિયા છે. ત્રણે યોગોનો શુભ વ્યાપાર છે. તેથી પંચમંગળમાં આત્માને દૂષિત કરનાર રાગ, દ્વેષ અને મોહને તથા દેહને દૂષિત કરનાર વાત, પિત્ત અને કફને શમાવવાની તાકાત છે. રાગ એ જ્ઞાનની વિકૃતિ છે. દ્વેષ એ દર્શનની વિકૃતિ અને મોક્ષ એ ચારિત્ર ગુણની વિકૃતિ છે. ત્રણેનો પ્રકોપ ત્રિદોષરૂપ છે. તેને શમાવવાની શક્તિ પંચમંગળની આરાધનામાં છે. ૨૨૨ ૭ ધર્મ-ચિંતન Page #240 -------------------------------------------------------------------------- ________________ સહજમળ નાશક-પરહિતચિંતા હિંસા ન કરવી અને દયા પાળવી, એ બે વાક્યોના રહસ્ય વચ્ચે જેટલું અંતર છે, તેટલું જ અંતર જગતના કોઈ પણ જીવનું અહિત ન ચિંતવવું અને સર્વજીવહિતવત્સલતા કેળવવી એ બે વાક્યોના રહસ્ય વચ્ચે રહેલું છે. દયાનું પાલન કરતાં-કરતાં પરમદયાળુતાના સર્વોચ્ચ શિખરે પહોંચી શકાય છે તેમ જીવ માત્રના હિતને ભાવ આપતાં-આપતાં આત્માનો સર્વાત્મભાવ સહજ બને છે. સહજમળની શક્તિના પ્રભાવે સ્વાર્થપરાયણતા સાથે અભેદભાવ કેળવાય છે. તે સહજમળના સર્વનાશનો—પરહિતચિંતા-એ રામબાણ ઈલાજ છે. સહજમળ સાથેનો આંતરિક ગાઢ સંબંધ જગતના બધા જીવોના કલ્યાણને ભાવ આપવાથી જ ઢીલો પડે છે, કારણ કે પરાર્થપરાયણતા સાથે આત્માના ભાવને સંબંધ હોય છે. એટલે તે ભાવના સામર્થ્યના પ્રભાવે સહજમળની જાત ઓળખાવા માંડે છે, તેનું કાર્ય સમજાવા માંડે છે. તેને પોષવાથી જીવ-જીવ વચ્ચેની અથડામણ વધતી જાય, એવી સમજ પાકી થાય છે. કોઈ પણ જીવનું અહિત ન ચિંતવવાની ભૂમિકાએ પહોંચવાના લક્ષ્યપૂર્વક જીવ માત્રના હિતને ભાવ આપવાથી આત્માનો ભાવ પ્રકાશમાં આવે છે, તેમ જ સક્રિય બને છે અને આત્માના ના આજ સુધી ફાવી ગયેલા સહજમળનું બળ તૂટવા માંડે છે, આત્માનો તે એક માત્ર શત્રુ છે, એવું હૃદયગત થાય છે. પરના હિતને ભાવ આપ્યા સિવાય, અંતરમાં ઊંડે સુધી ઘર કરીને રહેલો સ્વ૫૨ વચ્ચેનો ભેદભાવ ભાગ્યે જ ઓગળે. પોતાનો પોતાના જ સ્વાર્થ પ્રત્યેનો ભાવ સહજમળને પુષ્ટ કરે, તેમાં જેટલા અંશે પરહિતચિંતાનો ભાવ ભળે છે તેટલા અંશે તથાભવ્યત્વનો પ્રભાવ વધે છે. અનંત કાળ સુધી પરસ્પરને અવગાહીને જ રહેવાની સંપૂર્ણ યોગ્યતાવાળો આત્મા, સ્વભાવે સર્વજીવહિતવત્સલ છે. જીવને ભાવ આપવો તે જ જીવનો મૂળ સ્વભાવ છે. જીવના મૌલિક તે સ્વભાવને પ્રગટ કરવાની સર્વોત્કૃષ્ટ પ્રકારની જે ક્રિયા તે નમસ્કારભાવપૂર્વકની જીવંત પરાર્થપરાયણતા. ત્રણ જગતના બધા જીવોના હિતથી પોતાનું હિત અલગ નથી એ સમ્યજ્ઞાન. તે જ્ઞાનપૂર્વકના આચારમાં જગતના બધા જીવોના હિતને ભાવ આપવાની શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા કેન્દ્રસ્થાને રહે. એટલે જીવનો, જીવં પ્રત્યેનો ભાવ પ્રગટ થાય જ. દેવાધિદેવની આજ્ઞાના મૂળમાં જીવના જીવ પ્રત્યેના ભાવને સંપૂર્ણપણે પ્રગટ કરવાની સર્વોચ્ચ અને સર્વમંગલકર ભાવના ઝળહળતી હોય છે. ધર્મ-ચિંતન ૦ ૨૨૩ Page #241 -------------------------------------------------------------------------- ________________ જીવનો, જીવ પ્રત્યેનો ભાવ ઢંકાયેલો રહે છે ત્યાં સુધી તેને ચારગતિમાં રઝળવું પડે જ છે. તે ભાવને પ્રગટ કરવામાં પરહિતચિંતારૂપ મૈત્રીભાવના જે સહાય કરે છે તે અપેક્ષાએ જરૂર એમ કહી શકાય કે, પરહિતચિંતા વગરનું સ્વહિતચિંતન ભવવૃદ્ધિના કારણરૂપ બને. સ્વહિતના નામે, આત્મભાવના કટ્ટરમાં કટ્ટર શત્રુ એવા સહકમળને આપણે આજ સુધી જે ભાવ આપ્યો છે તેમ જ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાની ઉપેક્ષા કરીને જગતના બધા જીવો સાથેના ભાવસંબંધને અવગણ્યો છે, તે સદંતર અવળી પ્રક્રિયાની પકડમાંથી છૂટવા માટે પરહિતપરાયણતાથી વધુ ચઢિયાતો બીજો કોઈ ઉપાય નથી. - અવળા માર્ગ ઉપર ચાલી-ચાલીને થાકી ગયેલો માણસ, જયારે સવળા માર્ગ ઉપર ચઢે છે ત્યારે શારીરિક શ્રમને ગણકાર્યા સિવાય તેનું મન અધિક પ્રસન્નતા દર્શાવે છે, તેનું અંતઃકરણ સ્વાભાવિક રીતે વધુ નિર્મળ બને છે. - સંપૂર્ણ કર્મમુક્તિ સિવાય સ્વાભાવિક સર્વજીવહિતવત્સલતા ન સંભવી શકે. એ જ એક એવી દશા છે, કે જયાં પહોંચ્યા પછી કશા પણ બાહ્ય યત્ન સિવાય, જીવના સર્વોચ્ચહિતનો ભાવ સ્વાભાવિકપણે પ્રગટ થતો રહે છે. મને મોક્ષ વહાલો છે. એમ બોલનારા મહાપુણ્યશાળી આત્માને શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા જેટલું જ જગતના જીવ માત્ર પ્રત્યે વહાલ હોય. તેમાં જેટલી ઉણપ હોય તેનું તેને અપાર દુઃખ હોય. “સ્વ”ની “સર્વ પ્રત્યેના ભાવની તે અપૂર્ણતાને ટાળવા માટે તે દિન-રાત જગતના બધા જીવોના હિતમાં નિમિત્તભૂત બનવા માટે ભાવના ભાવે. પ્રયત્ન કરે પરના હિતમાં નિમિત્તભૂત બનવાની એક એક પળને તે દેવદુર્લભ માનવના ભવનો ધન્ય અવસર સમજે. એવા અવસરને દીપાવનારા આત્માઓની તે ત્રિવિધ ખૂબ-ખૂબ અનુમોદના કરે. પરાર્થપરાયણતા સિવાય જીવ પ્રત્યેનો જીવનો ભાવ, હૃદયપૂર્વકનો કદીએ ન બને. હૃદયથી આપણે જેટલા આપણા સ્વાર્થની નજીક રહીએ છીએ તેટલા જ આપણે શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાથી દૂર જઈએ છીએ. શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞા આપણા હૃદયના હૃદયરૂપ ન બને ત્યાં સુધી તેના ઘણા પ્રદેશો ઉપર મહામોહની હકુમત ચાલુ રહે છે. તેની હકુમતમાં રહેવાથી જીવને, જીવ સિવાયના બધા દ્રવ્યો તરફ ભાવ રહે છે. તે અશુભ ભાવમાંથી નવા-નવા ભવો ઘડાય છે. આપણું હૃદય શ્રી તીર્થંકર પરમાત્માની પરમમંગલમય ભાવનાનું “મહાભવન' બને એટલે ત્રણ જગતના બધા જીવોને વધુમાં વધુ આત્મિક લાભના કારણરૂપ સ્થાનનો આપણો અધિકાર સ્વાભાવિકપણે આપણને મળી જાય. ૨૪ • ધર્મ-ચિંતન Page #242 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થનાશ સિંહ ઘાસ ન ખાય. અને જો ખાય, તો તે સિંહ ન કહેવાય. તેમ શ્રીઅરિહંત પરમાત્માનો દાસ, ઘાસથીય બદતર સ્વાર્થનો દાસ ન હોય. ‘પોતે શ્રીઅરિહંત પરમાત્માનો દાસ છે.” એ યથાર્થ ભાન સાથે જ સ્વાર્થરૂપી ઘાસમાં મોં ઘાલવાની વૃત્તિ તેના ચિત્તમાંથી અલોપ થઈ જાય. સ્વાર્થના ઘાસને ભાવ આપવાથી, શ્રીઅરિહંતદેવની ભાવનાને ભાવ આપવાની શક્તિ ન પ્રગટે. સ્વાર્થને અપાતો ભાવ, ભાવપરંપરામાં પરિણમે છે. અરિહંતભાવને અપાતો ભાવ, સર્વજીવહિતવિષયક આત્મભાવના સુયોગ્ય વિકાસમાં પરિણમે છે. આત્માના નિર્મળ ભવને જીવોના હિત સાથે સંબંધ છે. સ્વાર્થભવ આત્માના ભાવ આડી ઊંચી દિવાલ ઊભી કરે છે. સ્વાર્થભાવ ઘટ્યો, ત્યારે કહેવાય જયારે “સ્વ” અને “સર્વ વચ્ચેનું ભાવ-અંતર ઘટે. - પરમાર્થભાવ વધ્યો ત્યારે કહેવાય જ્યારે “સ્વ'અને “સર્વ વચ્ચેનો ભાવ-સંબંધ વધે. પોતા પ્રત્યેના રાગથી પ્રેરાઈને શ્રીવીતરાગની ભક્તિ કરનારો આત્મા, શ્રીવીતરાગની ભક્તિમાં ભાગ્યે જ સ્થિર બની શકે. કારણ કે રાગની આધીનતા નીચે રહેલો તે જીવ, શી રીતે શ્રીવીતરાગને પોતાનું હૃદય આપી શકે ? સાત્ત્વિક ભક્તિમાંથી સાત્ત્વિક શક્તિ પ્રગટે. સાત્ત્વિક શક્તિમાંથી સાત્ત્વિક સર્જન થાય. સાત્ત્વિક સર્જનમાંથી “પ્રવચન પ્રભાવકતા' પ્રગટે. પ્રવચન પ્રભાવના, જીવોને શ્રીજિનેશ્વરદેવના સ્મરણ-ચિંતન અને ધ્યાનનો અણમોલ અવસર બક્ષે. આપણી સમગ્રતામાં આપણા સ્વાર્થનો નહિ, પરંતુ જયવીયરાય' પદનો મહાનાદ ગૂંજવો જોઈએ. ધર્મ-ચિંતન ૨૨૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ આપણામાં આપણી પોતાની ઇચ્છાની નહિ, પરંતુ શ્રીવીતરાગ પરમાત્માની સર્વજીવહિતકર આજ્ઞા અને ભાવનાના ‘જયજયકાર'ની ઉજ્જવળ ભાવના આપણે ભાવવી જોઈએ. આપણે પુનઃ પુનઃ પ્રાર્થવું જોઈએ કે, ‘હે નાથ ! હે જગગુરુ ! આપના અચિંત્ય પ્રભાવે, મારો મારા પ્રત્યેનો રાગ,ભવનિર્વેદમાં પરિણમો—સદંતર ક્ષય પામો. અને આપે પ્રકાશેલા સર્વકલ્યાણકર ધર્મના માર્ગ ઉપર ચાલવાની યોગ્યતા મારામાં સત્વર પ્રગટે !' ભગવાનની ભક્તિના પ્રભાવે ભવ પ્રત્યે ઉદાસીનતા પ્રગટે. ભવ પ્રત્યેની તે ઉદાસીનતા સર્વજીવો પ્રત્યેના ભાવમાં ખૂબ જ સહાયભૂત થાય. કારણ કે પોતાને પોતાના સ્વાર્થમાં મુદ્દલ રસ ન રહે, તે ભૂમિકાએ પહોંચેલા આત્માનો ભાવ, સ્વાભાવિકપણે જગતના જીવોના હિતમાં સાર્થક થતો હોય છે. ભવનિર્વેદની યાચના એ કોઈ સામાન્ય યાચના નથી, એમાં સ્વ અને પરના કલ્યાણનો સર્વોચ્ચભાવ રહેલો છે. ભવિષયક સઘળી આળપંપાળમાં તણાયા સિવાય, આત્માના સર્વજીવહિતવિષયકભાવને ઉત્તરોત્તર નિર્મળ કરવાની-ભવનિર્વેદ-એ ચાવી છે. ભવિષયક ઉદાસીનતા એટલે સ્વાર્થને ભાવ આપવાની વૃત્તિનો અભાવ. શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની આરાધનાના પ્રભાવે તેવા પ્રકારનો ભવનિર્વેદ આસ્તે-આસ્તે અંદરથી પ્રગટે છે. અંદરથી પ્રગટેલી તે ઉદાસીનતા, શ્રીજિનેશ્વરદેવના પ૨મતા૨કશાસનની પ્રભાવનામાં પરિણમે છે. પરંતુ ઉદાસીનતા એટલે ‘જગતના જીવો પ્રત્યે ઉદાસીન રહેવું,' અકૃતજ્ઞ બનવું,—એવો અર્થ ભૂલથી પણ સંગત કરી લેવાય તો મોટું અહિત થઈ જાય. પાપમાં પ્રવૃત્તિ કરવાની વૃત્તિને ભાવ આપવાનું મન ન થાય એવી દશાને ઉદાસીન દશા કહેવાય. વિશુદ્ધ આત્મભાવમાંથી ભવનિર્વેદ પ્રગટે છે. આત્મભાવના વિશુદ્ધીકરણ માટે શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિ છે. મહામંત્ર શ્રીનવકારની આરાધના છે. શ્રીવીતરાગ પરમાત્માની ભક્તિ સિવાય, આપણી શક્તિ બેઠી પણ ન થાય. શ્રીઅરિહંતભાવના સર્વોચ્ચ આલંબનના પરમપ્રભાવે જ જીવ, અનેકવિધ ૨૨૬ ૦ ધર્મ-ચિંતન Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળતાઓ વચ્ચે શુભભાવના પક્ષમાં અડોલ રહી શકે છે. સર્વ પ્રત્યેના ભાવના સર્વોચ્ચ પરિણામમાં નિઃશંક રહી શકે છે. આપ-લેના “અહંમમથી નિરાળો પડી શકે છે. શુભભાવની સ્વાભાવિકતા આત્મભાવની વિશુદ્ધિની નિશાની છે. પાપ ઓછા પ્રયત્ન યા સહેજપણે થતું રહે ત્યાં સુધી સમજવું રહ્યું કે આપણામાં પાપને માફકસરનાં બળો ખૂબ જ છે. શ્રીઅરિહંત પરમાત્માને ભજવાનાં પરિણામ સહજમાં ય ઓછા પ્રયત્ન થતાં રહે એટલે સમજવું રહ્યું કે અંદરથી આપણે શ્રીઅરિહંતના પરમતારકભાવના અનુરાગી બનતા જઈએ છીએ. સર્વથા નિષ્પાપ એવા શ્રીઅરિહંતનો શરણાગત નિષ્કલંક આત્મભાવનો આરાધક બની જ શકે. - સાચાં યોગ-ભક્તિ-જ્ઞાન-કર્મ દરેક ક્રિયા થાય તે વખતે “આ ક્રિયા કોણે કરી એ કરાવનાર કોણ? અને એ ક્રિયા વખતે હું શું કરતો હતો?” એ વિચારવું જોઈએ. ક્રિયા કરનાર શરીર અને ઇન્દ્રિયો હતા. ક્રિયા કરાવનાર મન અને પ્રાણ હતા. ક્રિયા અને તેના કરાવનારાને જોનાર હું હાજરાહજૂર સાક્ષી હતો. " એટલે હું શરીર, મન, પ્રાણ બધાથી પર, એ બધાને જાણું, મને એ બધા જાણે નહિ. એથી શરીર, મન, પ્રાણ “હું નહિ. જ્યારે હું શરીરાદિ નહિ, એટલે મારે સગા-સંબંધી નહિ, રોગ, વૃદ્ધાવસ્થા, જન્મ-મરણ નહિ. મન નહિ એટલે સુખ, દુઃખ, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ-દ્વેષ, બંધ મોક્ષ નહિ. પ્રાણ નહિ એટલે ભૂખ તરસ નહિ. જે કાંઈ થાય તે મન પ્રાણ વગેરેને થાય છે. મારે કોઈની સાથે સંબંધ ન હતો અને રહેવાનો નથી. નિરાળા આ નિજ સ્વરૂપમાં સ્થિરતા એ જ સાચો યોગ, સાચી ભક્તિ, સાચું કર્મ અને સાચું જ્ઞાન છે. ધર્મ-ચિંતન ૨૨૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાની આરાધના આજ્ઞાયોગ એટલે વિશ્વયોગ. આજ્ઞાદ્રોહ એટલે વિશ્વદ્રોહ. એટલે તેની આરાધના અને વિરાધનાના પરિણામ વચ્ચે તથાપ્રકારનું ગજબ અંતર જ્ઞાની ભગવંતોએ જોયું છે તેમ જ પ્રરૂપ્યું છે. આજ્ઞા કરનાર કોણ છે અને તેમના કયા ભાવમાંથી તે સહજપણે સાકાર બની છે તેનું તેના આરાધકના આધ્યાત્મિક વિકાસમાં ખાસ મહત્ત્વ છે. દેવાધિદેવની આજ્ઞાની આરાધનાથી આરાધકમાં આત્મભાવ જાગે છે, દુર્ભાવ ઘટે છે, અહંભાવ ઓગળે છે, નમસ્કારભાવ ખીલે છે. જાય. દેવાદિદેવની આજ્ઞામાં જગતના બધા જીવોના કલ્યાણનો સર્વોચ્ચ ભાવ હોય છે. રાજાની આજ્ઞા પાળવાથી જેટલા પ્રદેશ ઉપર તેનું શાસન ચાલતું હોય છે તેમાં રહેનારા પ્રજાજનોનું હિત થાય છે તેમ ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞા બરાબર પાળવાથી ત્રિભુવનમાં રહેલા બધા જીવોના હિતને ભાવ અપાય છે. નમ્ર અને વિનયી શિષ્યમાં પોતાના ગુરુદેવની સમગ્ર આંતપ્રતિભા સાકાર થાય તેમ જાગ્રત અને વિવેકી આરાધકમાં દેવાધિદેવની આજ્ઞાનો સર્વજીવહિતકર ભાવ ધીમેધીમે છતાં ચોક્કસપણે પ્રગટતો જાય. દેવાધિદેવની આજ્ઞાનું રહસ્ય એટલે— ‘સ્વ’ (પોતા)નો ઇન્કાર અને ‘સર્વ’નો સ્વીકાર. શ્રીનવકારની આરાધના દ્વારા સ્વ (પોતા)ને નકારવાનાં પવિત્ર પરિણામ પ્રગટે. સામાયિક દ્વારા ‘સર્વ’નો હૃદયપૂર્વકનો સ્વીકાર થાય. નમસ્કારભાવ દ્વારા અહંભાવ ઓગળે તેમ-તેમ આજ્ઞાના રહસ્યનો સ્પર્શ થતો સામાયિકભાવમાં ‘સ્વ' (પોતા)નું સ્થાન ‘સર્વ' લે. સર્વજીવહિતપરાયણતા સ્વાભાવિક બનતી જાય. મનનાં પરિણામ પ્રભુજીની આજ્ઞાની ઉજળી દિશામાં ઝૂકેલાં રહે. તે પરિણામના કોઈ પ્રદેશમાં અહંભાવ ભળે એટલે સામાયિક ભાવ તરત ઝાંખો ૨૨૮ ૭ ધર્મ-ચિંતન Page #246 -------------------------------------------------------------------------- ________________ પડે. અહંભાવને સર્વથા નીચોવી નાખ્યા સિવાય આજ્ઞાની આરાધનાનાં ઊંચા • પરિણામ ન પ્રગટે. પરિણામના તે પવિત્રીકરણ કાજે શ્રીનવકાર છે. દ્રવ્યથી દેવાધિદેવની આજ્ઞાને નમવા છતાં જો ભાવ ભવની સેવામાં રોકાયેલો રહે, તો આપણે તે નમસ્કાર અતિ સામાન્ય પ્રકારનો બની જાય. આજ્ઞાની આરાધનામાં આવું ન ચાલે. કરણ કે જો આવી ઢીલી નીતિ કોઠે પડી જાય તો આજ્ઞાની વિરાધનાના મહાઅપરાધના અતિ ભયંકર પરિણામ આપણને દશે દિશાએથી ઘેરી લે. આપત્તિઓ અને અંતરાયો પડછાયાની જેમ આપણી સાથે રહે. મંગલમય વાતાવરણ બરાબર જામી ન શકે, ધર્મના શુભ કાર્યોમાં અણધાર્યા વિઘ્નો આવે. અને મહાપુણ્ય મળેલા દેવદુર્લભ માનવના ભવ વડે ભવને કાપવાને બદલે બીજા નવા ભવોની કાચી સામગ્રી એકઠી કરીને આપણે બધાના ઉપકાર વડે જીવવાની ઘણી નીચી ભૂમિકાએ ચાલ્યા જઈએ. દેવાધિદેવની આજ્ઞાનો એકનિષ્ઠ પક્ષકાર, પોતાના જ સ્વાર્થનો પક્ષકાર મટીને, તે આજ્ઞાના હૃદયભૂત ત્રિભુવનહિતચિંતાનો પક્ષકાર બને. પરમાર્થભાવ એ પરમજીવનનું અર્થીપણું પ્રગટી રહ્યું હોવાની નિશાની છે. પરમજીવનનું અર્થીપણું પ્રગટે એટલે પામરતા ખરેખર ખટકે. તે પામરતાને પોષનારા વિષય અને કષાયોને પોષવાનું મન ન થાય. માનવસમય અને માનવશક્તિને ભોગવનારાં વિષય-સુખ કડવાં લાગે. તેનાથી છોડાવીને, દેવાધિદેવની આજ્ઞા સાથે જોડનારા નિયમો વહાલા લાગે. તે આજ્ઞા સાથે જોડવાથી ભવની આજ્ઞા પાળવાની લાચારદશાથી “પર' બનાય. દેવાધિદેવની આજ્ઞા એટલે સર્વજીવહિતવત્સલતા. દેવાધિદેવની આજ્ઞા એટલે પરમાર્થસિક્તિા. દેવાધિદેવની આજ્ઞા એટલે અહંકારના અનાદિના વળગાડથી મુક્ત' કરનારી મહાશક્તિ. દેવાધિદેવની આજ્ઞા એટલે મહામોહને ભગાડી મૂકનારો દિવ્ય દુંદુભિનાદ. ધર્મ-ચિંતન ૨૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ દેવાધિદેવના સર્વોચ્ચ આત્મદ્રવ્યનો સર્વોત્તમ નિર્મળ ભાવ, તેઓશ્રીની આજ્ઞામાં વહી રહ્યો છે. તે આજ્ઞાની આરાધના કરનારો આત્મા જગતના બધા જીવોના હિતનો મિત્ર બને છે. કારણ કે આરાધનાજન્ય શુભ ભાવ, સ્વભાવે સર્વજીવહિતકર છે. શ્રીઅરિહંતપરમાત્માની આજ્ઞા મુજબની પ્રત્યેક ક્રિયામાં વિશ્વહિતકરક્ષમતા રહેલી છે. વૃક્ષારોપણ જેવી સ્થૂલ ક્રિયા તેના રોપનારા ઉપરાંત અનેક પ્રવાસીઓને છાયા ઢોળવારૂપે લાભ આપે છે. કૂવો ખોદવાની ક્રિયા, તેને ખોદાવનારા માનવી ઉપરાંત અનેકની તૃષા શમે છે. તો પછી આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરનારી આજ્ઞામૂલક ક્રિયા વિશ્વહિતમાં પરિણમે તેમાં કશી નવાઈ ન ગણાય. આજ્ઞામાં રહેવું એટલે આત્મભાવમાં રહેવું, તે ભાવને ઉદ્દીપન કરનારા ને ટકાવનારા તપ-જપ, વ્રત-નિયમ, પૂજા-પ્રતિક્રમણ, સામાયિક-પૌષધ વગેરેને હૃદયપૂર્વક સમર્પિત થવું. આજ્ઞામાં રહેવું એટલે પ્રમાદને સમયવાર પણ ભાવ ન આપવો તે. પ્રમાદની પગચંપી ન કરવી તે. પ્રમાદ ત્યારે જાય. જ્યારે ધર્મધ્યાનમાં સ્થિર કરનારી આજ્ઞામૂલક ધર્મક્રિયાને સમર્પિત થવાય. સમર્પિત થતી વખતે પોતે માત્ર પોતાના જ હિતની ક્રિયાને સમર્પિત થઈ રહ્યો છે એવો સ્કૂલ ભાવ રહે તેના કરતાં પોતે ત્રિભુવનપતિ શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતકર આજ્ઞાને સમર્પિત થઈ રહ્યો.છે એવો ભાવ રહે તો તે આજ્ઞાને પાળવાનાં આંતર્-પિરણામ ખૂબ જ ઊંચા અને પવિત્ર બનતાં જાય. આજ્ઞાની આરાધના આજ્ઞાસ્વરૂપ બનાવે. આજ્ઞાની વિરાધના ચારગતિમાં રઝળાવે. ૨૩૦ ૭ ધર્મ-ચિંતન Page #248 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વભાવ દેવાધિદેવના પરમતારક શાસનને પામેલા મહાપુણ્યશાળી આત્માની જવાબદારી ઘણી મોટી છે, કારણ કે તેનો દરજ્જો ઘણો ઊંચો છે. તે દરજ્જો દીપે જવાબદારીના પૂરેપૂરા પાલન વડે. જવાબદારીના પાલનનું સાચું બળ પ્રગટે આત્મસમભાવમાંથી. આત્મસમભાવ પ્રગટે પ્રભુભક્તિ દ્વારા. પ્રભુજીની ભક્તિ એટલે પ્રભુજીના ભાવ વડે પોતાના પરિણામને પવિત્ર કરવાની ઉચ્ચતમ સાધના. પરિણામને પ્રભુભાવનો સ્પર્શ થાય છે એટલે જગતના જીવો પ્રત્યે આત્મસમભાવ જાગે છે. આત્મસમભાવ ઉઘડ્યા પછી તેમના પ્રત્યેના આપણા ભાવમાં જવાબદારીનું પવિત્રતત્ત્વ ભળે છે. મતલબ કે તે બધાં સાથે આપણો સંબંધ છે એવું સચોટ ભાન આપણને થાય છે. તે સંબંધ કથળે ત્યારે, જ્યારે આપણે તે બધાને ભૂલી જઈને આપણા પોતાના ઐહિક સુખની લાલસાને ભજતા થઈએ. આમ થાય એટલે વિશ્વ અને વિશ્વેશ્વર ઉભય સાથેનો આપણો ભાવ સંબંધ કાચો પડે અને દુર્ભાવ અને બહિર્ભાવ સાથેનો આપણો સંબંધ વધુ ગાઢ બને. જીવના જીવત્વનાં સ્વીકારપૂર્વક, વિશ્વહિતની જવાબદારીના પાલનમાં આગળ વધી શકાય. '. જીવત્ત્વના સ્વીકારમાંથી જીવના હિતનો ભાવ જાગે. જીવના હિતનો ભાવ જાગે એટલે જીવના હિતના ભોગે પોતાનું જ હિત સાધવાની સંકુચિત વૃત્તિ શરમાઈને અલોપ થઈ જાય છે. જીવન જતન' એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું રહસ્ય છે. જીવના અતિથી વિરમવાની સાથોસાથ તેના હિતમાં સહાયભૂત થઈ શકાય એવી મન-વચન-કાયાની વૃત્તિ અને પ્રવૃત્તિ વડે આરાધક આત્મા પ્રભુજીના પરમતારક શાસનની જગતના જીવોને જાણ કરાવી શકે છે. જગતના બધા જીવો પ્રત્યેના આપણા શુભભાવને ટકાવવામાં તેમ જ અધિક શુદ્ધ અને સક્રિય બનાવવામાં તેમના પ્રત્યેની જવાબદારીનું ભાન (Sense of responsibility). આપણને અમાપ સહાય કરે છે. ધર્મ-ચિંતન : ૨૩૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ આવી આધ્યાત્મિક જાગૃતિનું મૂળ છે દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની સર્વજીવહિતવિષયક મહાકરુણા. એક આત્મા, જગતના સર્વ જીવો પ્રત્યેની પોતાની જવાબદારીના પાલનમાં જેમ જેમ આગળ વધતો જાય છે, તેમ તેમ તેની સમગ્રતાને સર્વકલ્યાણભાવની સાચી પ્રેરણા તે મહાકરુણાના વિરલ યોગમાંથી થતી હોય છે. એટલે ત્રિભુવનમાં શાસન શ્રીઅરિહંત પરમાત્માની મહાકરુણાનું ચાલી રહ્યું છે અને આપણે તે શાસનના અંગભૂત છીએ તે હકીકત સર્વજીવહિતવિષયક આપણી જવાબદારીને જીવંત સત્યરૂપે આપણા વિચારપ્રદેશમાં સ્થિર બનાવે છે. ઊંચે ગયેલું વૃક્ષ અનેક જીવોને છાયા ઢોળીને પોતાના પદને સાર્થક કરે છે, ઊંચે ચઢેલું વાદળું જળ વરસાવીને પોતાના દરજજાને દીપાવે છે, તેમ પૂર્વના મહાપુણ્ય શ્રીઅરિહંત પરમાત્માના પરમતારક શાસનના અંગભૂત બનેલા ભાગ્યશાળીઓના મનમાં ત્રિભુવનપતિની ભક્તિની સાથોસાથ ત્રિભુવનના જીવોના હિતની ભાવના તેમ જ તે ભાવના મુજબની યથાશક્ય પ્રવૃત્તિની સતત ખેવના પણ રહેવી જોઈએ. તે પ્રવૃત્તિ અને ભાવના આજે નથી તેમ નહિ, પરંતુ તેમાં એ ભાવ જોઈએ જે ભાવપૂર્વક માનવી પોતાનાં માની લીધેલાં” કાજે અહર્નિશ ચિંતાયુક્ત રહેતો હોય છે. રાત-પરોઢાં કરતો હોય છે, લાંબા પ્રવાસ ખેડતો હોય છે, ટાઢ-તાપની પરવા કર્યા : સિવાય પરિશ્રમ ઉઠાવતો હોય છે. પોતે પોતાના સ્વાર્થની સાથે જોડાયેલો રહે છે ત્યારે કેટલા મોટા પરમાર્થથી અલગ પડી જાય છે તેનું ચિંતન ખૂબ જ આવશ્યક છે. તે સિવાય ત્રિભુવનહિતવિષયક ધર્મ સાથેનું આપણું ભાવજોડાણ ઢીલું પડતું જશે તેમ જ જે પદને પામ્યા પછી શિવપદનો આપણો અધિકાર હાથવેંતમાં ગણાય તે પદને પૂરેપૂરો ન્યાય નહિ આપી શકવાને કારણે આપણે ભવચક્રની તે ભૂમિકાએ પહોંચી જઈશું કે જ્યાં ગયા પછી આપણે જગતના જીવોના હિતમાં ઓછામાં ઓછો ફાળો નોંધાવવાની સાથે. ઘણાના ઉપકારનું ઋણ આપણા માથે ચઢાવતા હોઈશું. | ઊંચા પદને પામેલા આત્માના શુદ્ધ પરિણામની અમાપ શક્તિમાં અખૂટ શ્રદ્ધા સાથે આપણે સર્વજીવહિતવિષયક જવાબદારીના પાલનમાં ઉત્તરોત્તર આગળ વધતા રહીએ અને નીચે રહેલા જીવોને વધુ ઊંચે આવવાનાં નિમિત્તો પૂરાં પાડતા રહીએ એવી ભાવના આપણા પરિણામને રોજેરોજ સ્પર્શતી રહો ! ૨૩૨ - ધર્મ-ચિંતન Page #250 -------------------------------------------------------------------------- ________________ ધર્મમય આચાર સાગરને હર્ષભેર મળવાના સરિતાના કોડને અષાઢી મેઘ પૂરા કરે છે તેમ ધર્મમય આચારને વરવાના પુણ્યશાળીઓના મનોરથને ચોમાસાના પવિત્ર દિવસો પૂરા કરે છે. ધર્મમય આચાર એટલે દયાભાવભીનો આચાર. ધર્મમય આચાર એટલે પરોપકારભાવ મહેંકતો આચાર. ધર્મમય આચાર એટલે મૈત્યાદિ ભાવનાની પ્રધાનતાવાળો આચાર. ધર્મમય આચાર એટલે મનનાં પરિણામને દેવાધિદેવની આજ્ઞા સાથે જોડીને માનવજીવનની પ્રત્યેક પળને સાર્થક કરવી તે. ધર્મમય આચાર એટલે સર્વજીવહિતકર ધર્મના રાજમાર્ગ પર અપ્રમત્તપણે ચાલવું તે. આચાર, આચરણરૂપ હોય. તથા પ્રકારનું આચરણ તથા પ્રકારના નિયમો સિવાય શક્ય ન બને. નિયમના પાલન માટે મનની દૃઢતા જોઈએ. ઢીલું મન, મોટે ભાગે તુચ્છ સ્વાર્થના પક્ષમાં ઢળતું હોય છે. સંસારને વધારનારી પ્રવૃત્તિઓમાં આળોટતું હોય છે. યથાશક્તિ તપ, જપ અને સંયમના પાલન સિવાય ધર્મમય આચાર સાંગોપાંગ ન જ જળવાય. તપ, જપની યોગ્યતાને વિકસાવે છે. જપની ઉષ્મા સંયમમાં સ્થિર બનવામાં અમાપ સહાય કરે છે. સંયમ અને સદાચાર પ્રકાશ અને ઉખાની જેમ અભિન્ન હોય છે. સદાચારી આત્મા, ધર્મમય આચારને જરૂર દીપાવી શકે. આચારમાં ઓતપ્રોત થયેલો ધર્મ, કોઈ પણ સંયોગોમાં છૂપો રહેતો નથી. ધર્મ આચારમાં ઓતપ્રોત ત્યારે થાય છે, જ્યારે પરિણામ વિશુદ્ધ બને છે. વિશુદ્ધ પરિણામ–આત્મભાવભીનું હોય. પોતા પ્રત્યેના રાગ અને પર પ્રત્યેના દ્વેષથી મુક્ત હોય. એટલે એમ કહી શકાય કે ધર્મમય આચાર એટલે સર્વજીવહિતકર વિશુદ્ધ પરિણામયુક્ત જીવનની મોક્ષની દિશામાં એકધારી ગતિ. ધર્મ-ચિંતન ૨૩૩ Page #251 -------------------------------------------------------------------------- ________________ એવી ગતિમાં સહાયક બનવાના “ધર્મઆરાધક મનોરથ હોય છે ભાવના હોય છે. તે ભાવનાનું સ્પષ્ટ શબ્દ-ચિત્ર નીચે પ્રમાણે છે : (૧) શ્રી તીર્થંકરદેવો, તેમનો શ્રુત-ચારિત્રરૂપ ધર્મ અને તે ધર્મને પાળનાર ચતુર્વિધ શ્રીસંઘ વિશ્વકલ્યાણભાવથી ભરેલાં છે એવી જાણ વર્તમાન વિશ્વને થાઓ. અને તે ત્રણે ઉપર આદરવાળું બનો. (૨) એ માટે વર્તમાન શ્રીચતુર્વિધ સંઘમાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે અવિહડ ભક્તિરાગ પેદા થાઓ. (૩) એ માટે શ્રીસંઘમાં મૈત્રાદિ ભાવો વિકસો. (૪) મૈત્યાદિ ભાવોના વિકાસ માટે શુભભાવોની વિશ્વસંચાલકશક્તિ ઉપર તે દઢ વિશ્વાસવાળો બનો. (૫) એ વિશ્વાસ સુદઢ કરનારો ઉપદેશ વર્તમાન શાસ્ત્રજ્ઞ ગીતાર્થ ભગવંતો આપો. આ ભાવનાને ત્રણ કાળના, ત્રણ જગતના ધર્મપરાયણ આત્માઓની અનુમોદનાનું અમાપ બળ પ્રાપ્ત થાઓ ! આ ભાવનાને સાર્થક કરવામાં સહાયભૂત થવાની પ્રભુશાસનને પામેલા પ્રત્યેક પુણ્યશાળી આત્માને નમ્ર વિનંતી છે. આ ભાવનાના જયમાં ચારગતિમાં દુઃખો સિવાય કોઈનો પરાજય નથી. આ ભાવનાના જયમાં જીવમાત્રના હિતનું જતન છે. એમ ગંભીરપણે વિચારતાં સમજાય છે. વિશ્વને, સર્વકલ્યાણના કારણરૂપ પ્રભુશાસનની જાણ કરવાનારા મંત્રાધિરાજ. શ્રીનવકાર સાથેના ત્રિવિધ જોડાણમાં ભાગ્યશાળીઓને અપૂર્વ નિષ્ઠા પ્રગટો ! શ્રીનવકાર સાથેના ત્રિવિધ જોડાણને સુદઢ બનાવનારા ધર્મમય આચારમાં પુણ્યશાળીઓ અપૂર્વ ઉલટવાળા બનો ! સર્વજીવહિતકર કરણાની અચિંત્ય શક્તિની આરાધનામાં ભવ્યાત્માઓની સઘળી આંતર-બાહ્ય શક્તિ અને સામગ્રી સાર્થક થાઓ ! લોકમાં સર્વકલ્યાણના મહાપર્વનો સવેળા ઉદય થાઓ ! ૨૩૪ ૦ ધર્મ-ચિંતન Page #252 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના ક્ષમાપનાને સંબંધ હૃદય સાથે છે. બુદ્ધિ સાથે મુદ્દલ નહિ. બુદ્ધિ ન તો ક્ષમા આપી શકે ન લઈ શકે. ક્ષમાપના એટલે પશ્ચાત્તાપનું પવિત્ર ઝરણું. - તેમાં બધા પ્રાણીની પવિત્ર છતાં નમ્ર અરજનું એક ભાવાત્મકસંગીત નિર્માણ થાય છે. એ સંગીતની જે ભાષા તે “ક્ષમા.” ક્ષમાની આપ-લેમાં અગત્યનો ભાગ નમસ્કારભાવ ભજવે છે. ભાવમાં નમસ્કાર ન હોય તો ક્ષમા સામેની વ્યક્તિના ભાવને ભાગ્યે જ સ્પર્શી શકે. અને એવી ક્ષમા ક્યારેક માયાચારરૂપે પણ હોય. પરને પોતાના વિચારપ્રદેશમાં આગવું સ્થાન આપવાની લાગણીનું માપ ‘મા’ના આદાન-પ્રદાન ઉપરથી નીકળી શકે. ક્ષમા એટલે અહંકારને નીચોવી નાખનારી વિશિષ્ટ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા. આપનાર અને લેનાર ઉભયનું કલ્યાણ કરનારી સંજીવિની શક્તિ ક્ષમામાં રહેલી છે. ક્ષમા ન આપી શકે તે ક્ષમા સ્વીકારવાની પાત્રતાથી વંચિત રહે છે. આપી ન શકે તેને લેતા ન આવડે તે હકીકત છે. જગતના સર્વ જીવોને ખમાવવાથી પોતે જગતનો બને છે, જગતના સર્વ જીવોના શુભભાવમાં પોતે સ્થાન પામે છે. જગતના સર્વ જીવો મને ખમાવો એવી ભાવભરી પ્રાર્થનાથી પોતે સ્વાર્થને વશ થઈને પરહિતને અવગણનારી અધમ વૃત્તિ અને પ્રવૃત્તિમાંથી ઘણા અંશે ઉગરી જાય છે. સર્વના હૃદયમાં પોતાનું અને પોતાના હૃદયમાં સર્વનું સ્થાન નિયત કરનારી વિશિષ્ટ પ્રકારની આધ્યાત્મિક તાલીમ જેમના રોજીંદા જીવનમાં સ્થાન પામે છે તેમને ન તો “સ્વ” સવાયો લાગે, ન “પર” પરાયો લાગે. “બધાને ખમાવું છું' એવી પ્રાર્થનાના મૂળમાં નમસ્કારભાવનો જીવંત સ્ત્રોત વહી ધર્મ-ચિંતન : ૨૩૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ રહ્યો છે, ‘બધા મને ખમાવો' એ પ્રાર્થનાના મૂળમાં મૈત્રીભાવજન્ય આત્મસમભાવનો દિવ્ય પ્રકાશ ઝળહળતો હોય છે. સ્વાર્થના આક્રમણ સામે રક્ષણ આપનારા ‘પ્રતિક્રમણધર્મ'ને વરેલા આત્માઓ કોઈ પણ સંયોગોમાં સ્વાર્થનું ‘૫૨’ પ્રત્યેનું આક્રમણ ન જ ચલાવી લે. મતલબ કે સ્વાર્થને વશ પડીને પરના હિતની ભાવનાથી ભ્રષ્ટ થવા જેવા જેટલા નીચે તેઓ ભાગ્યે જ જાય. થાય. સ્વાર્થની પીછેહઠમાં પરમાર્થની આગેકૂચ રહેલી છે. સાચી ક્ષમાપના સિવાય મૈત્રીભાવના મૂળ ઊંડાં ન ઉતરે. મૈત્રીભાવના સિવાય નમસ્કારભાવની ભૂમિકા ન પ્રગટે. તે સિવાય જીવો પ્રત્યેના વૈર-વિરોધ ન શમે. વેર-વિરોધના ઉપશમ સિવાય સર્વ જીવહિતવિષયક શુભભાવ સાથેનું જોડાણ ન શુભભાવના દાનની ભૂમિકાએ પહોંચવા માટે ક્ષમાપના છે. જીવોના હિતની ભાવના તેમ જ તે મુજબની યથાશક્ય પ્રવૃત્તિ સિવાય વ્યક્તિનું પોતાનું હિત પણ ન જળવાય એ રહસ્ય ક્ષમાપના વડે સ્પષ્ટ થાય છે. પોતાના વિચાર પ્રદેશમાં વિશ્વ આખાના બધા જીવોના હિતની ચિંતાને સ્થાન આપવાની જીવની પાત્રતાને પ્રગટાવનારા પર્વાધિરાજની પધારમણી, હૃદયના સિંહાસન ઉ૫૨ પ્રભુજીની સર્વજીવહિતકર આજ્ઞાને ભાવપૂર્વક પ્રતિષ્ઠિત કરવાનો મહામૂલો સંદેશ આપણને સંભળાવી રહી છે. પરિણામ સ્વાર્થભાવ-પશુભાવને પ્રણામ કરતાં રહે ત્યાં સુધી પ્રભુજીની આજ્ઞાના પાલનસ્વરૂપ ધર્મની શરૂઆત પણ ન થાય. જીવતત્ત્વની યથાર્થ ઓળખ છે ધર્મના પ્રારંભનો પાયો. જીવને ઓળખાવનારા શ્રીજિનેશ્વરદેવની ભક્તિમાં પોતાની બધી પવિત્ર શક્તિને જોડાવાથી જીવની મુક્તિગમનયોગ્યતાનો ઝડપથી વિકાસ થાય છે. મતલબ કે જેને પોતાની ‘મુક્તિ' વહાલી હોય તેને શ્રીવીતરાગ પરમાત્માનું વચન અને જગતના બધા જીવો પ્રત્યે આંતરિક આદરભાવ હોય જ. ૨૩૬ ૦ ધર્મ-ચિંતન Page #254 -------------------------------------------------------------------------- ________________ * શ્રીવીતરાગ પરમાત્મા અને તેમની દયાને પાત્ર જગતના જીવોના વિસ્મરણ સાથે, જીવ ક્ષમાપનાની આપ-લેની ભૂમિકા ઉપર ટકી શકતો નથી. • એ ભૂમિકા એટલે મૈત્રીભાવ. મૈત્રીભાવથી પણ ઊંચે લઈ જનારા ધર્મની સાધનાનો વિરલ યોગ પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વના આઠ દિવસો દરમ્યાન મહાપુણ્યશાળી આત્માઓને મળી રહેતો હોય છે. શ્રીપર્યુષણ પર્વ એટલે ક્ષમાપનાનું મહાપર્વ. ક્ષમાપનાનું મહાપર્વ એટલે પોતાના હૃદયમાં પ્રભુજીની આજ્ઞા અને ભાવનાની ભાવપૂર્વકની પ્રતિષ્ઠાનું સર્વજીવહિતકર મહાપર્વ. એ મહાપર્વનો સર્વકલ્યાણકરભાવ, ભાગ્યશાળીઓના પરિણામને સ્પર્શે ! • ભક્તિ અને નિર્ભયતા ભક્તિ દિલમાં જાગે એટલે જીવમાત્ર પ્રત્યે સભાવ વધે અને જીવના અહિત, આકાંક્ષા દિલમાંથી દૂર થાય. ભક્તિજન્ય મૈત્રીભાવના પ્રભાવે, ભય પમાડવામાં બીજાને નિમિત્તભૂત લેખવાની વૃત્તિ મનના મૂળમાંથી ઉખડી જાય છે. - પંચ નમસ્કાર દ્વારા મનાતીત ભૂમિમાં પ્રવેશીને આસાનીથી ભવમુક્ત બની શકાય છે. ધર્મશ્રદ્ધા, પ્રભુભક્તિ, જીવમૈત્રી એ ત્રણમાંથી એકનું પણ અપમાન જ્યારે વાણી, વ્યવહાર અને મન વડે થતું અટકે છે, ત્યારે જ નિર્ભયતાનું સામ્રાજ્ય પ્રાપ્ત થાય છે. આંખોને મન સાથે, મનને દિલ સાથે અને દિલને દેવાધિદેવ સાથે જોડો એટલે ભયમુક્ત અવસ્થા આવીને ઊભી રહેશે. ભક્તિથી ભય નાશ પામે છે. ધર્મ-ચિંતન : ૨૩૭ Page #255 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારભાવ નમસ્કારનો ભાવ ક્રિયાને પ્રાણવતી બનાવે છે. એવો ભાવ શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોને દ્રવ્ય અને ભાવપૂર્વક નમવાથી જાગૃત થાય છે. જાગૃત થયેલો તે ભાવ તેના ભાવુકની સાથોસાથ જગતના સર્વજીવોના હિતમાં સાર્થક થાય છે. ભાવની સાર્થકતા ભવની સાર્થકતામાં પરિણમે છે. મતલબ કે મહાપુણ્ય મળેલા માનવના ભવને આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન બદલે ધર્મધ્યાનાદિનું પડખું સેવવા મળે તે ઓછા સદ્ભાગ્યની નિશાની ન ગણાય. સહુ એવા સદ્ભાગ્યને વરે, એવી મંગળ કામનાને સફળ ક૨વાનોમૈત્ર્યાદિભાવયુક્ત ધર્મની ખૂબ-ખૂબ–આરાધના એ સિદ્ધ રાજમાર્ગ છે. એ માર્ગને પામીને બધા પાત્ર આત્માઓ પરમપદને પાત્ર બનો ! સાધનાપથમાં સ્યાદ્વાદનું મૂલ્ય... સાધનાપથમાં સ્યાદ્વાદની Blue Print ની (પૂર્વ નકશો) અનિવાર્યતા છે. સ્યાદ્વાદ માત્ર બૌદ્ધિક સમજણ નથી. અથવા તો માત્ર Intellectual Approch નથી. પરંતુ જીવનમાં સક્રિયપણે જીવવા માટેનું સત્ય છે. આ સત્યનું ઊંડાણ જેમ જેમ સ્પર્શે છે, તેમ તેમ જીવન જીવવામાં સમતુલન વધતું જાય છે. જીવનના સુસંવાદપૂર્ણ અભિગમનું સ્યાદ્વાદ એ લોચન છે. વસ્તુ માત્ર અનંત ધર્માત્મક છે. એને જણાવનારા તત્ત્વજ્ઞાન સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદનું તત્ત્વજ્ઞાન સંબંધ દર્શક છે. સ્વરૂપદર્શક બોધ થવા છતાં, સંબંધદર્શક જ્ઞાન ન થાય, ત્યાં સુધી જીવન એકાંગી હોય છે. સર્વાંગીણ જીવનની કળા સ્યાદ્વાદના બોધની અપેક્ષા રાખે છે. સ્યાદ્વાદથી પ્રગટતા સંબંધ - દર્શકજ્ઞાનને ગ્રહણ કરીને આરાધક સર્વ બંધનોથી મુક્ત કરનારી શક્તિ પ્રાપ્ત કરે છે. સર્વનો બનીને તે કોઈનો રહેતો નથી. ઉદાસીનતામાં એ મગ્ન થઈ જાય છે. ૨૩૮ ૦ ધર્મ-ચિંતન Page #256 -------------------------------------------------------------------------- ________________ ભાવઆરોગ્ય એકવારના આખા શ્રીનવકારના જાપ સાથે લોકમાં રહેલા બધા સર્વવિરતિધર ભગવંતોને પ્રણામ થાય છે. સર્વસાવઘયોગના પરિત્યાગરૂપ સર્વવિરતિપણાના પરિણામ માટે શ્રીનવકાર અનિવાર્ય છે. કારણ કે શ્રીનવકારમાં બિરાજમાન શ્રીપચંપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક ત્રિવિધ પ્રણામ કરવાથી સર્વવિરતિપણાના પરિણામ અધિક સુગમ બને છે. પોતાના સેનાપતિને નમનારા સૈનિકમાં શૂરવીરપણું બરાબર પ્રગટે છે, તેમ સર્વવિરતિધર ભગવંતોને નમસ્કાર કરવાથી નમસ્કાર કરનારા પુણ્યાત્મામાં નીચેની ચાર મુખ્ય યોગ્યતાઓ પ્રગટવા માંડે છે : (૧) વિષયનો વૈરાગ્ય. (૨) કષાયનો ત્યાગ. (૩) ક્રિયામાં અપ્રમાદ. (૪) ગુણનો અનુરાગ. વિષયનો વૈરાગ્ય બહિર્ભાવને ઘટાડે છે. કષાયનો ત્યાગ દુર્ભાવને ક્ષીણ કરે છે. ક્રિયાનો અપ્રમાદ શ્રીજિનાજ્ઞાના પાલનમાં અધિક પ્રાણ પૂરે છે. ગુણનો અનુરાગ, પોતાના આત્માની પાત્રતાનો વિકાસ કરે છે. બહિર્ભાવ ઘટે છે એટલે માત્ર ઇન્દ્રિયોનાં લાલનપાલન માટેની પ્રવૃત્તિમાં સીધો • કે આડકતરો ભાગ લેવાનું બંધ થાય છે. દુર્ભાવ ક્ષીણ થાય છે એટલે ચિત્તની પ્રસન્નતા વધે છે, ચિત્તની પ્રસન્નતા વધવાથી ભાવ આરોગ્ય અધિક નિર્મળ બને છે. અપ્રમત્તભાવે થતી ધર્મક્રિયા આરાધકને તે ક્રિયાઓમાં રહેલી મુક્તિસાધક શક્તિઓનો પૂરેપૂરો લાભ અપાવે છે. ગુણવાન આત્માઓના ગુણનો અનુરાગ વધે છે એટલે આરાધકને પોતાના અવગુણો ખૂબ ખૂબ સાલે છે, એ અવગુણોને નિર્મૂળ કરવા માટે તે અધિક સમતાપૂર્વક ધર્મની આરાધનામાં આગળ વધે છે. આ ચાર યોગ્યતાઓ જેમ જેમ પ્રગટતી જાય છે તેમ તેમ આરાધક આત્માને વ્રતનિયમ વધુ વહાલા લાગે છે, તપ-જપ જરૂરી, નહિ, પરંતુ અનિવાર્ય સમજાય છે, ધર્મ-ચિંતન • ૨૩૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ પૂજા-સામાયિક-સ્વાધ્યાય-પ્રતિક્રમણ વગેરેમાં રહેલી આત્મોપકારી શક્તિઓમાં તે સાચી શ્રદ્ધાવાળો બને છે. મનના શુભભાવ અને વાણીના ઉચિત વ્યવહારની સાથોસાથ શરીરને ધર્મક્રિયામાં યોજવાનું લક્ષ્ય સહેજ પણ ચૂકાય તો ઘણું મોટું નુકશાન થઈ જાય એ આપણે સદાય સ્મરણમાં રાખીને તે મુજબના આચરણમાં અધિક વીર્ય ફોરવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પાપકર્મોના તીવ્ર ઠંખોની વેદના વચ્ચે પરિણામને “સમમાં સ્થિર રાખવાં તે નાની-સૂની વાત નથી. એવી સ્થિરતા લાવવા માટે મનને પ્રભુજીની આજ્ઞામાં નમાવવું પડે છે અને વચન અને કાયાને તે આજ્ઞા મુજબનાં આત્મહિતકર કાર્યોમાં યોજવા પડે છે. સામાયિકધર્મની સાધના એટલે આત્મસમભાવની સાધના. આત્મસમભાવનો પાયો છે જીવદયા જીવદયાના પાલનની અમાપ શક્તિ, છકાયજીવના રક્ષક સર્વવિરતિધર ભગવંતોની ભક્તિથી પ્રગટે છે. સર્વવિરતિધર ભગવંતોની ભક્તિના ધન્ય અવસરે આપણા ચિત્તમાં ભાવ, વિષયોથી વિરમવાનો રહેવો જોઈએ. વિષયો વિષ જેવા લાગે છે, એટલે તેનાથી છોડાવનારા વ્રત-નિયમો અમૃત સરખા મીઠા લાગે છે. વ્રત-નિયમોને અર્થહીન બંધનરૂપ માનવા તે જીવનને ટકાવનારા શ્વાસોચ્છવાસને બંધનરૂપ માનવા સમાન છે. વ્રત-નિયમોનું પાલન એ શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાનું જ પાલન છે, એવું હૃદયમાં સ્થિર ન થાય ત્યાં સુધી તે વ્રત-નિયમોના પાલનમાં સાચો રસ પેદા ન થાય અને તે સિવાય જીવનનું ઉદ્ઘકરણ શક્ય ન બને. નમસ્કારભાવની જીવંત પ્રતિભા સામાયિક ધર્મના પાલનદ્વારા વ્યક્ત થાય છે. મતલબ કે આ જગતમાં સહુથી શ્રેષ્ઠ એવા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી જીવને લાભ પણ મોટામાં મોટો થાય છે. મોટામાં મોટો તે લાભ એટલે સામાયિકધર્મની પ્રાપ્તિ. એવા સામાયિકધર્મને વરવાના આપણા કોડ પૂરવાની અમાપ શક્તિ શ્રીનવકારમાં છે. એ એવા શ્રીનવકારને ધારણ કરનારા આત્માઓની સામાયિકધર્મના પાલનમાં પ્રીતિ વધો ! ગતિ વધો ! ૨૪૦ ધર્મ-ચિંતન Page #258 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિ નિયંત્રણ મોક્ષનું મૂળ સામાયિક છે. સામાયિકનું મૂળ વૈરાગ્ય છે. વૈરાગ્યનું મૂળ મૈત્રાદિ ભાવો છે. મૈત્રાદિ ભાવોનો વિકાસ વિશ્વના સર્વ જીવોના સુખ દુઃખ અને ગુણ-દોષના યથાર્થ દર્શનથી થાય છે. યથાર્થ દર્શન એટલે જીવ અને જડના સ્વભાવનું દર્શન. એ દર્શનમાંથી જે જ્ઞાન જન્મે તે પોતાને સ્વભાવ દશામાં રાખવામાં સહાયભૂત થાય. વિભાવનો અંશ પણ–દહીંનો એક ફોટો દૂધના સ્વભાવમાં વિકૃતિ પેદા કરે છે તેમ-આત્માના સ્વભાવમાં વિકૃતિ આણે છે. એ વિકૃતિથી પ્રેરાઈને મન અને પ્રાણો વિકૃત માર્ગે યા ઉન્માર્ગે ગમન કરે છે. ઉન્માર્ગગમનથી સ્વ તેમ જ પર ઉભયનું અહિત થાય છે. અહિતવ્યાપારની એ ભૂમિકા જીવને જગતનો અધિક ઋણી બનાવે છે. પોતે પરને ભારભૂત બની રહ્યો છે, એવી સમજ જીવને પરહિતમાં રત બનવાની પ્રેરણા પૂરી પાડે છે. એ પ્રેરણા મુજબની શકય પ્રવૃત્તિ માટે અનેક પ્રકારના નિયમોનું પાલન આવશ્યક બની જાય છે. એ નિયમોવડે બંધાયેલા જીવનમાં પવિત્રતા, સ્થિરીકરણ અને વિશ્વહિતનો મહાછંદ જન્મે છે. - કર્મોવડે બંધાયેલા આત્માની-સર્વજ્ઞભાષિત વ્રત-નિયમોના પૂરેપૂરા પાલન સિવાય, મુક્તિ શક્ય નથી. નિયમ એ એક એવું બંધન છે કે જેના પૂરેપૂરા પાલનથી આત્માને લાગેલાં કર્મોનાં બંધન શિથિલ થવા માંડે છે. નિયમશૈથિલ્ય કર્મપ્રાબલ્ય સૂચવે છે, તેમ નિયમપાલનની દઢતા કર્મને શિથિલ બનાવવામાં પરિણમે છે. ધર્મ-ચિંતન : ૨૪૧ Page #259 -------------------------------------------------------------------------- ________________ નિયમોવડે વૃત્તિઓનું નિયંત્રણ થાય છે. વૃત્તિઓ નિયંત્રિત થતાં પ્રભુ આજ્ઞાપરાયણ બનવાનો ભાવ વધે છે. જે પોતાની જાતને નિયમમાં ન રાખી શકે તે ભાગ્યે જ પરહિતની ભૂમિકાને પાત્ર બની શકે. નિયમવડે સાધક બહારથી સંકેલાય છે અને અંદરથી મોટો થાય છે. બહારથી સંકેલાવાથી તે બીજાને ખૂબ જ ઓછો હરકતકર્તા નીવડે છે. અંદરથી મોટો થવાથી તે જગતના સર્વ આત્માઓની આધ્યાત્મિક ઉન્નતિની ભાવના ભાવી શકે છે. ભાવના ભાવવામાં પાંચ ઇન્દ્રિયો અને મનનો પૂરેપૂરો સહકાર ત્યારે જ શક્ય બને છે, જ્યારે તેમાંની વિષયોનુખતા અને ચંચળતા ઘટે છે. ચિત્તની ચંચળતા શમે છે મહામંત્ર શ્રીનવકારના જાપથી. ઇન્દ્રિયોની વિષયોનુખતા ઓસરવા માંડે છે, અંગીકાર કરેલા વ્રત-નિયમોના દઢ પાલનથી. પરને જોતાં વેંત તેનામાં પોતાને સહુથી પ્રથમ દર્શન કોના થાય છે, તેના ઉપર સાધકના પોતાના આંતરિક વિકાસની માત્રાનું માપ નીકળી શકે. રસ્તે જતા ભિક્ષુકમાં કર્મસત્તા નીચે દબાયેલા આત્માનું દર્શન થવું જોઈએ. એ દર્શનમાંથી આત્માની અનંતશક્તિને રૂંધનારા પાપકર્મોના સંબંધમાં ન આવવું પડે તેવી રીતનું જીવન જીવવાની ઉપકારી ભગવંતોની આજ્ઞાના પાલનની ભાવના જાગવી જોઈએ એ ભાવનાથી ભાવિત થયેલા પોતાના ચિત્તમાં જગતના બધા જીવોને પોતે કઈ રીતે વધુમાં વધુ સહાયભૂત બની શકે તેવી ચિંતનપરંપરા સર્જાવી જોઈએ. પરહિતની જવાબદારીનું ભાન, ભવનિર્વેદમાં પરિણમે છે. દુઃખીનું દુઃખ ઘટાડવાના કાર્યનો મંગળ પ્રારંભ પોતાની વૃત્તિઓ ઉપરના સંયમથી થાય છે. વૃત્તિઓ ઉપરના સંયમ સિવાય પ્રવૃત્તિમાં ઓજસ ન પ્રગટે, પ્રવૃત્તિમાં ઓજસ ન પ્રગટે તો તેની પરહિતકરક્ષમતા ખૂબ જ અલ્પ રહે. શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની અનંત આત્મશક્તિના ગુણગાનમાં રમણતા કરનારો સાધક, પોતાના આત્માની દીન દશા જોઈને ખૂબ જ સચિંત બને. તેની અનંત શક્તિને ૨૪૨ • ધર્મ-ચિંતન Page #260 -------------------------------------------------------------------------- ________________ ખીલવવાના શાસ્ત્રસિદ્ધ ઉપાયો અજમાવવામાં તે કશી કચાશ ન રાખે. આ જમીનમાં અખૂટ ધન છે, એવું જાણ્યા પછી આજન્મદરિદ્રી માનવબંધુ છાનોછપનો પણ તે જમીનને ફેંદી વળ્યા પછી જ જંપે છે, તેમ પોતાના આત્મામાં પરમાત્મા બનવાની પાત્રતા છે, એવું જ્ઞાની ભગવંતોનું વચન સાંભળ્યા–વાંચ્યા પછી કોઈ ભાગ્યશાળી કર્મની સત્તા નીચે ચગદાવાનું પસંદ કરે છે ? હરગીઝ નહિ. ચોમેર ફેલાયેલી અપૂર્ણતા આપણા આત્માના પૂર્ણત્વના આદર્શને પડકારી રહી છે. અરે ! એમ કરો કે આપણને પૂર્ણત્વના પરમપંથે પ્રયાણ કરવાની પવિત્ર પ્રેરણા પૂરી પાડી રહી છે. પૂર્ણત્વ એટલે શાશ્વત સુખ. અપૂર્ણત્વ એટલે રોજનું દુઃખ. આપણે શાના ખપી છીએ તેનો આધાર આજે આપણા આદર્શ સ્થાને કોણ છે, તેના ઉપર છે.. શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોનો દાસ, અપૂર્ણતાના મેલાઘેલા અને જીર્ણશીર્ણ અંચળાને ઉતારી નાખીને પૂર્ણત્વના પરમપવિત્ર અને શાશ્વત એવા સ્વરૂપમાં જ રાચનારો હોય–હોવો જોઈએ. શૌર્ય स्वभाव विजयः शौर्यम् । શૌર્ય ચિત્તનો ગુણ છે. ચિત્તની સ્વભાવિક વિક્રિયાને જીતવાથી તે પ્રાપ્ત થાય છે. ક્રોધ, રોષ, રાગ, દ્વેષ, વિષયાભિમુખ મનને જીતી લેવાનું નામ શૌર્ય છે. ધર્મ વડે શરીર પર આત્માનો, ઇન્દ્રિયો પર મનનો અને અસત્ય પર સત્યનો વિજય થાય છે. જે અપૂર્વ શૂરાતન માગી લે છે. ધર્મ-ચિંતન ૨૪૩ Page #261 -------------------------------------------------------------------------- ________________ - ધર્મથી ભયનાશ કેવળી ભગવંતોએ આચરેલા તેમ જ પ્રરૂપેલા ધર્મનો આરાધક કોઈ પણ પ્રકારના ભયથી ભયભીત ન બને. અચિંત્ય શક્તિશાળી એ ધર્મ સાથેનો સંબંધ એને “અભય” બક્ષે છે. ઈષ્ટવિયોગ અને અનિષ્ટસંયોગના આહટ્ટ-દોહષ્ટથી પર બનાવે છે. ધર્મની શક્તિ અચિંત્ય છે,” એવું જાણવા અને સ્વીકારવા છતાં તેની યોગક્ષેમકરતામાં શંકાશીલ બનવું એ આંતરિક નબળાઈનું સૂચન છે. “આઠ ગ્રહો આકાશમાં ભેગા થશે અને નીચે બધું ખેદાનમેદાન થઈ જશે' એવી જે હવા ભારતના ભાગ્યશાળીઓના વિચારપ્રદેશમાં સ્થાન પામતી જાય છે, એ જોયા અને જાણ્યા પછી મનમાં સહેજે પ્રશ્ન હુરે છે કે : શક્તિ વધારે કોની ? અષ્ટગ્રહોની કે ધર્મની ? ધર્મનો એકનિષ્ઠ આરાધક ન તો કોઈને ભય પમાડે, ન કોઈનાથી ભય પામે. ભય પામવાનો હોય કષાયને, નહિ કે આત્માને. જે ધર્મનું વિધિ-નિષ્ઠાપૂર્વકનું સેવન, આત્માને બધા જે આકાશી ગ્રહોથી ખૂબખૂબ ઊંચે રહેલા શાશ્વતપદને લાયક બનાવે છે, એ ધર્મનો આરાધક આત્મા, અષ્ટગ્રહયોગથી ભયભીત બની શકે ખરો કે ? હરગીઝ નહિ. સર્વને સુખી કરવાના ભાવવાળા પુણ્યશાળી ધર્માત્માનો જન્મ થતાંની સાથે જ દુર્ભિક્ષના ગ્રહો સુભિક્ષમાં બદલાઈ જાય છે. શાસ્ત્રોમાં એ પ્રકારના અનેક દૃષ્ટાન્તો છે. તેમ છતાં આઠ ગ્રહોના કુપ્રભાવ અંગે જે ભય અને ચિંતાની લાગણીઓ સેવાઈ રહી છે, તે દૂર થાય અને વાતાવરણમાં જગતના બધા જીવોના કલ્યાણની ભાવનાનું જોર જામે. તે ગણત્રીએ ધર્મપ્રેમી મહાનુભાવો સમક્ષ નીચે મુજબ પંચસૂત્રી કાર્યક્રમ રજૂ કરાય છે, જેથી સમસ્ત વિશ્વનું કલ્યાણ થાય. (૧) સામુદાયિક આયંબિલની તપશ્ચર્યા કરવી. આયંબિલ તપનો પ્રભાવ મહાન છે. પૂર્વે આયંબિલતપના પ્રભાવથી દ્વૈપાયનદેવ બાર વર્ષ સુધી દ્વારિકાનો દાહ કરવામાં અસમર્થ નીવડ્યો હતો. એવા ઉપદ્રવ હરનારો તપ ગામ-નગરમાં નિત્ય પ્રતિ. થવો અતિ કલ્યાણકારી છે. ૨૪૪ ૦ ધર્મ-ચિંતન Page #262 -------------------------------------------------------------------------- ________________ (૨) બ્રહ્મચર્યનું પાલન કરવું. બ્રહ્મચારીને દેવ પણ નમસ્કાર કરે છે તથા તેને સર્વ પ્રકારે સહાયતા કરે છે. - (૩) ભાવપૂર્વક પરમાત્માની પૂજા-ભક્તિ કરવી. વિશ્વવત્સલ કરુણાનિધાનશ્રીઅરિહંતપ્રભુની–ભક્તિ સર્વ પ્રકારના ભયોને દૂર કરવાવાળી છે. (૪) નિરંતર શિવમસ્તુ સર્વજગતઃ ૐ નમો અરિહંતાણં' એ સત્તર અક્ષરની ૨૦-૨૦ માળાઓ ગણવી. તથા જીવ માત્રના કલ્યાણની ભાવનાથી ચિત્તને સદા વાસિત કરવું. - (૫) પ્રકટપ્રભાવી અચિંત્ય ચિંતામણિ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંત્રની નિત્ય ત્રણ અથવા દશ માળાઓ ગણવી. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ આ કલિકાળમાં સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. તેમનું શરણ સર્વ પ્રકારના વિદ્ગોનો નાશ કરવાવાળું છે. મંત્રના અક્ષરો –'હ્રીં શ્રીં ધરણેન્દ્ર પદ્માવતી પૂનતાશ્રીસંવેશ્વર પાર્શ્વનાથાય નમ: I' - કોઈપણ વિકટ પરિસ્થિતિ વચ્ચે–શિવમસ્તુ સર્વજગતઃ ૐ નમો અરિહંતાણું ' એ ૧૭ અક્ષરની ધૂનથી ચિત્તને ઓતપ્રોત કરી દેવું.” આ પંચસૂત્રી કાર્યક્રમના પાલનથી અશુભ બળોનું સામર્થ્ય ઘટે છે એટલું જ નહિ, પરંતુ શુભબળોનું સામર્થ્ય અતિ વેગપૂર્વક વધવા પામે છે. શુદ્ધ અને પુષ્ટ ચિત્તમાંથી જન્મતો શ્રીનવકારનો પ્રત્યેક અક્ષર–અશુભ બળોના ઘેરાને એ રીતે ભેદી નાખે છે, જે રીતે સૂર્યનું પહેલું કિરણ નિશાના નિબિડ અંધકારને ભેદી નાખે છે. " ભારત તેમ જ ભારત બહારના દેશોમાં જે હિંસકવૃત્તિ તેમ જ પ્રવૃતિ વધી રહી છે, તેને અંકુશમાં આણવા માટે અહિંસકવૃત્તિ અને પ્રવૃત્તિ વધતી રહે તે પ્રકારના શકય : સર્વ પ્રયત્નોદ્વારા, ભાવિભયોને નિવારી શકાય તેમ છે. આશાસ્પદ મંગળભાવિનું મૂળ અહિંસકવૃત્તિમાં રહેલું છે. અહિંસકવૃત્તિનો વિકાસ હૃદયના વિકાસની સાથે થાય છે હૃદયના વિકાસ માટે વિશ્વહૃદયી મહાસંતોની શરણા ગતિ સ્વીકારવી પડે. તેમની આજ્ઞાને હૃદય સોંપવું પડે. તે આજ્ઞાના પાલનથી સર્વ જીવોની સાનુકૂળતામાં વધારો થાય છે. આશા છે કે સ્વ-પરહિતપરાયણ પુણ્યશાળીઓ આ પ્રકારે ભાવપૂર્વક વ્યક્તિગત તથા સમૂહગત આરાધનાદ્વારા વિશ્વના વિષમ વાતાવરણને સુધારસના તરંગોથી વ્યાપ્ત કરી દેવા માંટે ઉદ્યમશીલ બનશે. પ્રતિકૂળતાઓના અશુભ વિચારોથી દૂષિત થયેલા ચિત્તને સર્વને સાનુકૂળ બનવારૂપ આ મંગલમય પ્રવૃત્તિ કેટલી શાતાપ્રદ નીવડે છે, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવાનું કોઈ ન ચૂકે એવી નમ્ર અરજ છે. ધર્મ-ચિંતન • ૨૪૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ આંતરપ્રભા ધર્મના શરણાગતને ભય પમાડે એવી કોઈ શક્તિ ત્રિભુવનમાં નથી, કારણ કે ધર્મથી ચઢીયાતી કોઈ શક્તિ કોઈ કાળે આ જગતમાં હોતી નથી. આપણું કર્તવ્ય તે ધર્મની તારક છાયામાં રહેવાનું છે. શિયાળામાં ઉનાળાને તેમ જ ઉનાળામાં શિયાળાને ઝંખતા માનસ સાથે ભયગ્રસ્ત માનવીને સરખાવી શકાય. સાનુકૂળતાઓ વચ્ચે પણ તે અનિષ્ટસંયોગના ભયથી ધ્રૂજતો હોય છે. પોલીસનું નામ સાંભળીને ભડકતા ગુનેગારની જેમ ભયની વાત સાંભળીને આવા ઢીલા ભાઈઓ ધ્રૂજવા માંડે છે. એ ધ્રૂજારી તેમના આખા શરીરમાં અસ્વસ્થતા જન્માવે છે. એ અસ્વસ્થતાને કારણે માનવભવને સાર્થક કરવાની અણમોલ તક તેઓ ચૂકી જાય છે. –પણ બલિહારી છે ભારતીય સંસ્કૃતિની કે આઠ ગ્રહોના અનિષ્ટકર યોગના સમાચાર સાથે એના અનુયાયીઓ સજાગ બનીને તપ-જપમાં લીન બની ગયા. શત્રુ આવે છે, એટલા સમાચાર માત્રથી શૂરો સૈનિક બધી મમતા ત્યજીને સજાગ બની જાય છે, તેમ અષ્ટગ્રહોના યોગના સમાચારથી મિથ્યા રંગરાગ-ભર્યા: જીવનને ભૂલી જઈને ભારતીય સ્ત્રી-પુરુષો તપ ત્યાગમય જીવનની સાધનામાં એકાકાર બન્યા છે. | વિધિપૂર્વક લેવાતી દવા દર્દને દૂર કરે છે, તેમ વિધિ-નિષ્ઠાપૂર્વક થતી ધર્મની સાધના પ્રતિકૂળતાઓના પવનને સાનુકૂળ હવામાનમાં બદલી શકે છે. | ઉપકારી ભગવંતોએ ઉપદેશેલા માર્ગે થતી આરાધનાના શુભ પરિણામમાં સહેજ પણ શંકાશીલ થયા સિવાય તેમાં ઓતપ્રોત થવાય છે એટલે ચિત્તની પ્રસન્નતા વધે છે. વિચારમાંથી નિરાશાનો ઝેરી પવન દૂર થાય છે, ઇન્દ્રિયોના ઉન્માદ શાંત થાય છે, જીવનનો હેતુ વધુ સ્પષ્ટપણે વંચાય છે અને શ્વાસોચ્છવાસમાં નવું બળ પ્રગટ થાય છે. એ બળ દ્વારા અનેકવિધ નિર્બળતાઓથી પર બનાય છે. જીવનનો પ્રવાહ સર્જનાત્મક વલણ ધારણ કરે છે. ખંડનાત્મક પ્રકારના ચિંતનમાં માનવભવની અણમોલ પળોને બરબાદ કરવાની વૃત્તિ શિથિલ બને છે. પોતે આ જગતમાં કંઈક જમા કરાવવા જ જન્મ્યો છે, એવી સમજનો ભીતરમાં સ્પષ્ટ અનુભવ થાય છે. એ અનુભવ સાથે જ પોતાના જીવનનું ઉધાર-પાસું ઘટાડતા રહેવાથી જાગૃતિ આવે છે. રૂપિયા એક હજારનું દેવું, તે રકમ પોતાના ખાતામાં જમા ન કરાવી શકાય ત્યાં ૨૪૬ • ધર્મ-ચિંતન Page #264 -------------------------------------------------------------------------- ________________ સુધી કદીયે ચૂકતે ન થાય, તેમ આજ સુધીના અનેક ભવોમાં આપણા ખાતામાં જે ઉધાર બોલે છે, તે ભરપાઈ કરી દેવા સર્વજીવહિતકર ધર્મની સાધના અનિવાર્ય બની રહે છે. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિના આપણા શુભ પ્રયત્નોમાં પૂરતો વેગ અને એકાગ્રતા આણવા માટે બાહ્ય અને અત્યંતર તપનો પવિત્ર તાપ અને જપનું સંગીત ખૂબ-ખૂબ જરૂરી છે. તપનો તાપ અને જાપનું સંગીત જીવનના પ્રવાહને ઉર્ધ્વગામી બનાવવામાં અચૂકપણે સફળ પુરવાર થાય છે. તપ-તાપજન્ય વિશુદ્ધિના પ્રભાવે શ્રીનવકારના જાપનું સંગીત એટલું તો ઊંડે સુધી ફેલાય છે કે તેની અસર ભવાંતરમાં પણ સાથે રહે છે અને જીવને સન્માર્ગની પવિત્ર પ્રેરણા પૂરી પાડીને ઉન્માર્ગગામી બનતો અટકાવે છે. ભયનો સંબંધ ઉન્માર્ગ સાથેના સંબંધના કારણે થતો હોય છે. ધર્મના ધોરી માર્ગ ઉપર ચાલનારા પુણ્યશાળીને ભય પમાડી શકે એવો કોઈ ‘ભય’ ત્રણ લોકમાં અસ્તિત્વ ધરાવતો જ નથી. ભય પણ જેનાથી ભય પામીને ભાગી જાય એવી પવિત્ર આંતરપ્રભા શુભભાવપૂર્વકની ધર્મસાધનામાંથી જન્મે છે અને વાતાવરણને મંગલમય બનાવી દે છે. સુખ પ્રત્યેનું આપણું લક્ષ્ય જ્યારે ફટકીયા મોતી જેવા માત્ર ચમકદાર જણાતા ઉપલક સુખને બદલે સાચા મોતી સરખા કાયમી ટકનારા સુખ સાથે બંધાય છે, ત્યારે જગતના બધા જીવોને એવા સાચા સુખના ભાગી બનાવવાનો ભાવ આપણી વૃત્તિને સ્પર્શે છે અને તે વૃત્તિપૂર્વકની પ્રવૃત્તિમાં આપણને અનુપમ આનંદ અનુભવવા મળે છે. એ આનંદના સ્પર્શે ચિત્તમાં પુનમના ચંદ્રની પ્રસન્નતા પથરાય છે. એ પ્રસન્નતાને ‘મંગળધર' સાથે સરખાવી શકાય. મનને ‘શોકસદન’ને બદલે ‘મંગળધર’માં બદલી નાખવા માટે ત્યાં પધરામણી થવી જોઈએ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની, એ ભગવંતોને સમર્પિત થયેલા મનને અડવાની મુદ્દલ હિંમત કોઈ પણ પ્રકારના ભયમાં હોતી નથી. રાજાના શરણાગતનું એક જમાદાર કાંઈ ન બગાડી શકે તેમ શ્રીનવકારના શરણાગતને પજવવાની હામ ભીડે એવી કોઈ તાકાત ત્રિભુવનમાં નથી. ઘણા હર્ષની વાત છે કે ભારતનાપુણ્યશાળી આત્માઓ અષ્ટગ્રહોના અનિષ્ટકરયોગનો સામનો આજે સારી રીતે કરી રહ્યા છે. એ સામનો સત્ત્વવર્ધક નીવડો ! શુભ ફળદાયી નીવડો ! નમસ્કારભાવની અમાપ શક્તિનો પરિચાયક નીવડો ! ધર્મ-ચિંતન ૦ ૨૪૭ Page #265 -------------------------------------------------------------------------- ________________ ચિત્તશુદ્ધિ ઘરનું આંગણું ચોખ્ખું થાય તે પછી ત્યાં મનોહર રંગોળી પૂરી શકાય. રંગોળી પૂરવાની ક્રિયા જેમ આંગણાની શુદ્ધિ માગે છે, તેમ ધર્મક્રિયા ચિત્તશુદ્ધિ માગી લે છે. ધોએલા વસ્ત્ર ઉપર રંગ સારો બેસે છે, તેમ શુદ્ધ ચિત્તમાં સમ્યક્ ક્રિયાનો શુભસંસ્કાર ઊંડે સુધી પરિણમે છે. આવી ચિત્તશુદ્ધિ હવા પાણી જેટલી સુલભ નથી તે હકીકત છે અને તેથી જ તેનું મૂલ્ય તેમ જ મહત્ત્વ અસાધારણ છે. પરિણામ ઊંચા રાખવાની ઉપકારી ભગવંતોની હિતશિક્ષાનું પાલન ચિત્ત શુદ્ધ હોય છે તો વધુ સંગીન રીતે થઈ શકે છે. જે ચિત્ત, જગતના જીવોના અહિતની વૃત્તિથી ખરડાયેલું ન રહેતું હોય તેને શુદ્ધચિત્ત કહી શકાય. જે ચિત્તમાં શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોની આજ્ઞામાં પૂરેપૂરા પરોવાઈ જવાની ભાવના ઉછાળા મારી રહી હોય તેને શુદ્ધ ચિત્ત કહી શકાય. જે ચિત્તમાં ઇન્દ્રિયોના વિષયોનું જોર ન ચાલતું હોય તે ચિત્ત શુદ્ધ કહેવાય. જે ચિત્ત કષાયને કબજે ન થાય અથવા તો જેને હડપવા જતાં ક્રોધ–માનાદિ કષાયો મહાત થઈ જાય તે ચિત્ત પણ શુદ્ધ કહેવાય. જે ચિત્તમાં પરમાત્માના ગુણોનું ધ્યાન ચાલતું હોય તે પણ શુદ્ધ ચિત્ત કહેવાય. આત્મસ્વભાવના જ પક્ષમાં રહેવાની વૃત્તિ જ્યાં જોર કરતી હોય,તે ચિત્ત પણ શુદ્ધ કહેવાય. બહિર્ભાવ અને દુર્ભાવને અડતાં વેંત પોતાને ન વર્ણવી શકાય તેવા બોજ અને અસ્વસ્થતાનો અનુભવ થાય એવા ચિત્તને પણ શુદ્ધ ચિત્ત કહી શકાય. આવી ચિત્તશુદ્ધિમાંથી પરિપૂર્ણ ચિત્ત શુદ્ધિ તેમ જ ધ્યાનયોગની લાયકાત પ્રગટે છે. આવું ચિત્ત શ્રીનવકા૨ની સતત ચોકી તળે તૈયાર થાય છે અને તે પછી તેમાં શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોનો ઉપકારક બોધ બરાબર ઝીલાય છે તેનું જ પરિણત થાય છે. પરિણત થયેલા બોધના પ્રભુત્વ તળે પોતાના પ્રાણો આવી જાય છે એટલે શ્રીજિનાજ્ઞાની વિરાધનાથી બચવાની તેમ જ વિશ્વઋણ ચૂકવવાની જીવની પાત્રતાનો ' વિકાસ વેગ ધારણ કરે છે. ૨૪૮ ૦ ધર્મ-ચિંતન Page #266 -------------------------------------------------------------------------- ________________ * શ્રીજિનાજ્ઞા સાથેના બહારના તેમ જ અંદરના સંબંધના બળમાંથી જીવને, જીવનું હિત ચિંતવવાની શક્તિ મળે છે. કશા વિશેષ પ્રયત્ન સિવાય–સ્વાભાવિકપણે–વૃત્તિ પોતાની સર્વજીવહિતકર ધર્મને જ પ્રણામ કરે, એવી ભૂમિકાના પ્રાકટ્ય અર્થે ચિત્તને અરિહંતભાવથી વાસિત કરવું જોઈએ. અરિહંતભાવથી વાસિત થવાની ક્રિયામાં આવશ્યક વર્ષોલ્લાસ, શ્રીઅરિહંત પરમાત્માના ત્રિભુવનહિતચિન્તકત્વના ચિંતનમાંથી જન્મે છે. એ વર્ષોલ્લાસ, ચિત્તને તત્કાળ ઉલ્લસિત બનાવે છે, ભવના વજપિંજરને તોડીફોડી નાખીને પરમકલ્યાણકર પદના નિર્મળ ધ્યાનમાં જોડે છે. એ ધ્યાનનો સુપ્રભાવ આરાધકને અપ્રમત્તદશાનો અનુભવ કરાવે છે. તે પછી પળનો પ્રમાદ પણ ભયાનક ખટકા સમાન બની જાય છે. જીવની પરાધીનદશાનું દર્શન, પોતાને અધિક ધર્મસાધના તરફ પ્રેરે છે. ધર્મસાધનાનાં આકરાં ચઢાણ કાપવા માટે નમસ્કારભાવ મજબૂત લાકડી સમાન છે અને આત્મસમભાવ દિવ્યદૃષ્ટિ સમાન છે. નમસ્કારભાવવાસિત ચિત્તમાંથી આત્મસમભાવનો સૂર્ય પ્રકાશિત થાય છે. નમસ્કારભાવ બરાબર ચિત્તને સ્પર્શે એટલે આખું જીવન તેની હકુમત તળે | આવતું જાય છે અને ભય-ખેદ-દ્વેષ વગેરે આત્મઅહિતકર બળોની સીધી તેમ જ આડકતરી અસરોથી મુક્ત થતું જાય છે. ચિત્તની વિશુદ્ધિ વધતી જ રહે તે માટે શ્રીનવકારમાં રમણતા વધારવાના વિવિધ શાસ્ત્રીય માર્ગો સાથેનું આપણું જોડાણ ખૂબ-ખૂબ જરૂરી સમજાય છે. ' એ જોડાણનાં સુમધુર ફળનો આસ્વાદ ભવનાં ખારા જળ તરફ તાકવાની અધમવૃત્તિ સુદ્ધાથી સાધકને “પર” બનાવે છે. ભવના ખારાજળને માનવસમય તેમ જ માનવશક્તિનો અભિષેક કરવાથી વૃદ્ધિ પણ ભવની થતી હોય છે, એવા શાસ્ત્ર વચનોમાં એકનિષ્ઠાપૂર્વક આપણે આપણી સમગ્રતાને મંગલના કેન્દ્રભૂત બનાવવી જોઈએ. એ મંગલને ગાઢ સંબંધ છે પરિણામની ધારા સાથે, મનની પ્રસન્નતા સાથે, ચિત્તની શુદ્ધિ સાથે, એ સૂત્ર સદાય આપણા સ્મરણપટમાં રહેવું જોઈએ. ચિત્ત અશુદ્ધ થાય છે તેની સાથે અમંગલકર બળોનો ઉત્પાત વધી જાય છે, જીવનની અણમોલ ક્ષણો ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગની ચિંતામાં બરબાદ થાય છે અને માનવનો - ભવ ન માનવામાં આવે તેવી પાપકમાઈવડે સર્વને ભારભૂત બની જાય છે. ધર્મ-ચિંતન : ૨૪૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ આધ્યાત્મિક સંસ્કૃતિ ચંદ્રની ચાંદની અને રવિના તેજ કરતાં અધિક ઉપકારક છે આધ્યાત્મિક સંસ્કૃતિ. હવા અને પાણી કરતાં અધિક મૂલ્યવાન છે આધ્યાત્મિક સંસ્કૃતિ. હીરા મોતીવડે ન ખરીદી શકાય એવું સુખ, આ સંસ્કૃતિનો ઉપાસક ભોગવતો હોય છે. ‘ત્યાગે સો આગે’ના પાયા ઉપર મંડાણ છે આ સંસ્કૃતિના. પરિણામે દુ:ખદાયી એવા, સુખને આ સંસ્કૃતિ ‘સુખ’ તરીકે સ્વીકારતી નથી. મંત્રજાપ વડે ભવનો ભયાનક તાપ દૂર થવા સંબંધી હકીકતમાં આ સંસ્કૃતિના ધુરંધર પ્રભાવકો એકસરખા વિચારના છે. મહાપુણ્યે મળેલા માનવના ભવને જડ પદાર્થોના માત્ર ભોગ પાછળ વેડફી ન નાંખતાં તેનો ઉદાત્ત અને મંગલ હેતુની સાધનામાં સદુપયોગ કરવાનો જે સદ્બોધ આ સંસ્કૃતિ વહાવી રહી છે, તેના પાલનમાં સહુનું શ્રેયઃ છે. ભય વચ્ચે શસ્ત્રોનું શરણું સ્વીકારવાની સ્થૂલમતિને આધીન જીવોને આ સંસ્કૃતિધર્મના શરણે જવાની ઉપકારક આજ્ઞા ફરમાવે છે. પોતાની રક્ષાની બાબતમાં બહારના સ્થૂલ બળોને આર્મીન રહેવું તે પરતંત્રતાની જ એક નિશાની છે. જ્યારે કોઈ પણ શસ્ત્ર વગરનો પણ ધર્મનો શરણાગત શસ્ત્રધારી હજારો સુભટોના હુમલા વચ્ચે પણ ‘અભય'નો અદ્ભુત આનંદ અનુભવી શકે છે. આ સંસ્કૃતિ એક એક જીવન વ્યવસ્થા સાથે માનવીને જોડે છે કે જે જોડાણ તેને આત્મજાગૃતિ બક્ષે છે. સકલ શ્રીસંઘ તેમ જ જગતના જીવોની શાન્તિ માટે આવશ્યક અનુષ્ઠાનાદિને આ સંસ્કૃતિ ‘અંધશ્રદ્ધા’ તરીકે નહિ પરંતુ ‘મંગલવર્ધક સત્કાર્ય' તરીકે સ્વીકારે છે. પદાર્થની શક્તિ કરતાં અધિક શક્તિ શબ્દોમાં હોય છે અને શબ્દશક્તિ કરતાં અનંતગુણી શક્તિ આત્મામાં રહેલી છે, એ સત્યના સ્વીકારવામાં ક્યાંય અંધશ્રદ્ધાનું પોષણ નથી થતું, પરંતુ સર્વપાપથી પર બનવાની શક્તિનો મંગલ સુયોગ થતો હોય છે. ક્રિયાવિહોણા કોરા ભાવને કે ભાવવિહોણી સ્થૂલક્રિયાને આ સંસ્કૃતિમાં કોઈ સ્થાન નથી. આ સંસ્કૃતિ આ પોકાર કહી રહી છે કે, ‘તમારી જાતને ધર્મના નિયંત્રણ તળે ૨૫૦ ૭૦ ધર્મ-ચિંતન Page #268 -------------------------------------------------------------------------- ________________ મૂકો, તો જ તમે વિશ્વવત્સલતા કેળવી શકશો.' દેવાધિદેવની આજ્ઞાને શરણે જવાથી ધર્મના નિયંત્રણ (શાસન) તળે આવી -જવાય છે. આ સંસ્કૃતિના પ્રત્યેક અંગમાં જીવના સર્વોચ્ચ હિતનો વિચાર વ્યવસ્થિતપણે ગોઠવયેલો છે. ભારતને આધ્યાત્મિક સંસ્કૃતિનું પારણું કહી શકાય. જે પારણું છે આધ્યાત્મિક સંસ્કૃતિનું ત્યાં ભૌતિકતાની ભૂતાવળ નાચકૂદ કરી શકે તેમ જ ત્યાંની પ્રજાઓને પોતાના વિચિત્ર ખેલ વડે આકર્ષી શકે તે ઓછા ખેદની વાત ન ગણાય. આમ શાથી બની રહ્યું છે તે સંબંધી વિચાર કરતાં જવાબ મળે છે કે આપણાં હૃદયમાં ઊંડી જડ ઘાલીને બેઠેલો સ્વાર્થ (મોહ) આપણને તે ભૂતાવળના એકલપેટા ખેલ પ્રત્યે રીઝવી રહ્યો છે. એ સ્વાર્થ (મોહ)ને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે આધ્યાત્મિકતાના પરમ-શિખરે બિરાજતા પૂજ્ય ભગવંતોના ચરણોમાં આપણે આપણી જાતને સમર્પિત કરવી જોઈએ. તરસ્યો જેમ જળાશય તરફ દોટ મૂકે છે, તેમ આપણે સહુએ કરુણાસાગર શ્રીઅરિહંતની ભક્તિમાં આપણા પ્રાણોને ઓતપ્રોત કરી દેવા જોઈએ. શ્રીસિદ્ધ પરમાત્માના ધ્યાનવડે આપણા સિદ્ધપર્યાયને હાલતો-ચાલતો કરવો જોઈએ. મન, વચન તેમ જ કાયાની સઘળી શક્તિ વડે આપણે આત્માની અનંત શક્તિની ખોજ પાછળ પૂરેપૂરા ન જોડાઈ શકીએ તો પણ જે ધન્યાત્માઓ એવી ખોજ પાછળ અપ્રમતપણે પ્રયત્નશીલ છે, તેમની ભૂરિ-ભૂરિ અનુમોદના તો આપણાથી ન જ ચૂકાય. પુનમની ચાંદનીનું ધ્યાન ધરતાં પોતાના પ્રાણોમાં જે આલ્હાદકતા સંચરે છે, તેના કરતાં ક્યાંય ચઢીયાતી આલ્હાદકતા યાને સમરસીભાવની મહાગંગામાં દિન-રાત ઝીલવા માટે આધ્યાત્મિક સંસ્કૃતિએ પરોપકારાર્થે બક્ષેલા નીતિ-નિયમો સાથે આપણો સંબંધ ઘર જેવો બનાવવામાં વિલંબ કરવો તે ભવના દુઃખને વધારવાનો જ માર્ગ ગણાય. સ્વ-પરહિતકર શુભવિચાર, વાણી ને વર્તનની ત્રિવિધે ભૂરિ-ભૂરિ અનુમોદના કરવાનો ઉપદેશ-એ આધ્યાત્મિક સંસ્કૃતિનું-અણમોલ દાન છે. અનુમોદનાથી વધતો પ્રમોદ પાપને ક્ષીણ કરે છે. અને પુણ્યને વધારે છે. નેત્રરત્નોમાં આંજી આધ્યાત્મિકતાનાં અમૃત વિશ્વને અવલોકતાં જે આનંદ સ્પર્શે છે પરિણામને, તેના સહુ ભાગી બનો ! ધર્મ-ચિંતન ૦ ૨૫૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ સામાયિકધર્મ સામાયિક એ જ પરમધર્મ છે. બધા ધર્મો તેમાં સમાઈ જાય છે. અહિંસા પરમો ધર્મનો પણ તેમાં સમાવેશ થાય છે અને “સત્યમેવ જયતે' પણ તેમાં સમાઈ જાય છે, પરંતુ અહિંસા કે સત્યમાં સામાયિકની સમગ્રતાનો સમાવેશ નથી થઈ શકતો, કારણ કે સામાયિકધર્મ એ સર્વ ધર્મનો સાર છે. સર્વ વ્રતો અને મહાવ્રતોનું પરમલક્ષ્ય છે. સામાયિકમાં રહેવું તે હવામાં અદ્ધર રહેવા કરતાં પણ અધિક દુષ્કર છે. પરમાત્માની આજ્ઞાના પાકા પક્ષકાર બનાય છે, તેમ જ હું આત્મા છું એવો દઢ સંસ્કાર અંદર બધે બરાબર ફેલાય છે, તે પછી આત્માવડે આત્મામાં રહી શકાય છે, આત્માને પરમાત્માના ધ્યાનમાં જોડી શકાય છે, આત્માના ગુણોમાં રમણતા કેળવી શકાય છે અને અનાત્મ-વસ્તુ (જડ પદાર્થો) તરફ ઉદાસીનભાવ આવે છે. આત્માના સ્વભાવની શોધ અને શુદ્ધિ સામાયિકવડે થાય છે. શોધ માટે બહારથી પૂરેપૂરા સંકેલાઈને અંદર ઊંડા ઊતરવું પડે છે. ઊંડે સુધી અંદર પહોંચ્યા પછી અશુદ્ધિઓ સાથેનો જંગ જોરમાં આવે છે અને તેમાં વિજય ધર્મના પક્ષકારનો થાય છે. ખોવાઈ ગયેલા પોતાના સ્નેહીની યાદમાં માનવી ઘણીવાર દૂર-સુદૂરના ભૂતકાળમાં ખૂબ ઊંડો ઊતરી જાય છે તેમ આત્માના પરમસ્વરૂપના ચિંતનમાં ખૂબ-ખૂબ દૂર સુધી નીકળી જવું તે સામાયિકધર્મને પાત્ર બનવાની વિશિષ્ટ કોટિની સાધના છે. સામાયિકધર્મને સંબંધ આત્મ-વસ્તુ સાથે છે, આત્માના આવરાયેલા ગુણોને ખોલવા સાથે છે, આત્માને પરમાત્મા બનાવવા સાથે છે. આત્મગુણનો પ્રકાશ અહીં બેઠાં સિદ્ધશિલાનાં દર્શન કરે છે, જગતમાં રહેલા બધા જીવો સાથે મીઠીગોષ્ટિ કરે છે. ગોષ્ટિનો એ પ્રકાર શબ્દાતીત છે. અનુભવે તો સમજાય છે. દેહાધ્યાસ છૂટે છે ત્યારે એવા અનુભવનું પહેલું કિરણ પોતાને સ્પર્શે છે. એ સ્પર્શ એટલે રસસમાધિ, સમરસીભાવનો ભવ્ય તેમ જ મંગલ અનુભવ. દેહાધ્યાસ છૂટવો એટલે દેહની મમતાથી સર્વથા મુક્ત થવું તે. છુટી ગયો છે દેહાધ્યાસ જેનો એવા મહાસંતના શરીરને કોઈ વાંસડાથી છોલે કે. ચંદન રસનું વિલેપન કરે, તેની પ્રતિકૂળ યા સાનુકૂળ કશી અસર તેમના આત્માને ન થાય. પ્રતિકૂળ યા સાનુકૂળ ઉભય પ્રકારના ઉપસર્ગ સમયે પોતે તો આત્મામાં જે રમત ર૫ર ધર્મ-ચિંતન Page #270 -------------------------------------------------------------------------- ________________ હોય, આત્માના ગુણોની ગોઠડીમાં મગ્ન હોય, આ પૃથ્વી ઉપર રહીને સિદ્ધશિલાની વધુમાં વધુ નજીકમાં રહેવાની સાધનામાં ઓતપ્રોત હોય. આવા સામાયિકધર્મથી લાભ શો ? એ પ્રશ્નનો જવાબ એ હોઈ શકે કે, સામાયિક એ સર્વકલ્યાણનો સર્વોચ્ચ ધર્મ છે. આપસ્વભાવમાં મગ્ન મહાસંતોના ચરણની રજના સ્પર્શે પણ અનેક માનવોના રોગ દૂર થયાના દાખલા આપણે વાંચ્યા છે, તેમ જ આજેય સાંભળીએ છીએ તે એમ બતાવે છે કે સાચી શક્તિ આત્મામાં છે, સાચું સુખ આત્મામાં છે અને આત્મા વડે આત્મામાં રહેનારા મહાસંતો એ સકળવિશ્વની અણમોલ થાપણ છે. સ્વર્ગના વૈભવમાં રાચતા દેવતાઓ પણ એવા સંતોની સ્તુતિ કરવામાં પોતાના જીવનને ધન્ય સમજે છે. સામાયિકમાં રહેવા માટેનું બળ, નમસ્કારભાવમાંથી જન્મે છે. નમસ્કારનો ભાવ નમસ્કાર્ય ભગવંતોના અસીમ ઉપકારના ચિંતન-મનનના પ્રભાવે પોતામાં પ્રગટે છે. નમસ્કારભાવ અરુણોદયના સ્થાને છે. સામાયિક સૂર્યપ્રભાના સ્થાને છે. નમસ્કારનો ભાવ ભક્તિની ઉષ્માને પ્રગટાવે છે. તે ઉષ્મા આગળ વધીને પ્રભાસ્વરૂપ સામાયિકમાં પરિણમે છે. સામાયિકમાં સાર્થક થતી એક-એક ક્ષણમાં સેંકડો જન્મ-મરણને ટાળવાની શક્તિ છે. આત્માના અનંત ગુણોને પ્રગટાવવાની શક્તિ છે. પવિત્ર તે શક્તિનો એક કણ અનેક જન્મોનાં પાપકર્મોને નિર્મૂળ કરી શકે છે. - આત્મા અને કર્મો વચ્ચેનો સંબંધ, ધર્મના સંબંધ પછી ઓછો થતો જાય છે. એ . . ધર્મ આત્મામાંથી પ્રગટતો હોય છે, સામાયિકમાં રહેવાથી એ ધર્મમાં જીવી શકાય છે. પોતે જેને સેવી રહ્યો છે, તે અધર્મ તો નથી ને ? એની કાળજી ન રખાય તો દેવદુર્લભ માનવનો ભવ અનેક ભયસ્થાનકોમાં અટવાઈ પડે છે. પોતા તરફથી પરને પહોંચતી પીડાનો અંત સામાયિક આણે છે. જીવના મુક્તિગમનયોગ્યત્વને સામાયિક વિકસાવે છે. સામાયિક એટલે અક્ષયસુખનો મહાસાગર. મહાસાગરનો જીવ મેલા પાણીના ખાબોચિયામાંથી વહેલો-વહેલો બહાર આવે અને બીજાઓને બહાર નીકળવાનો માર્ગ ચોખો કરી આપે એ ભાવનાની સિદ્ધિ નમસ્કારપૂર્વક આત્મામાં દાખલ થવાથી થતી હોય છે. એવા નમસ્કાર તેમ જ સામાયિકમાં સહુનો રસ વધો ! એકાગ્રતા વધો ! ધર્મ-ચિંતન ૫૩ Page #271 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિ અહિંસા ભારતની સરકાર, ભારતની ભૂમિ ઉપર, ભારતીય પ્રજાના કરને પૈસે, ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરાની વિરુદ્ધ મોટાં યાત્રિક કતલખાનાં ઊભાં કરે છે, એ સમાચાર હકીકતનું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સઘળા ભારતીય સ્ત્રી-પુરુષોએ પોતાની બધી શક્તિ વડે અતિહીણપતભર્યા તેમ જ દયાહીન તે કૃત્યને અટકાવવા માટે પૂરતા પ્રયત્નો આદરવા જોઈએ. જે કતલખાનાંઓ સાથે ભારતીય પ્રજાના વર્તમાનકાલીન યા ભવિષ્યકાલીન હિતને સીધી કે આડકતરો પણ સંબંધ નથી, તેની સાથે ભારતની સરકાર તેમ જ તેના આગેવાનો જોડાય તો તે ભારતના ઇતિહાસમાં આજ સુધી કદી નહિ નોંધવા પામેલી ભયાનક ઘટના બની જાય. “સત્યમેવ જયતે'ના પવિત્ર સૂત્રને અપનાવનારી સરકારના આગેવાન બંધુઓ કતલખાનાંઓ ખોલીને કયા સત્યને જીવાડી શકશે? કઈ પવિત્રતાને પ્રણામ કરી શકશે? કઈ મહાનુભાવતા વ્યક્ત કરી શકશે? આ જગતના કોઈ પણ જીવના જીવન જીવવાના હક્કને છીનવી લેવા તે સભ્યતા નહિ પણ સરિયામ ઘાતકીપણું છે, ભયાનક પ્રકારની નિર્દયતા છે, નિધુરતા, છે, હૃદયહીનતા છે. સંસ્કૃતિની શુદ્ધિ અને વૃદ્ધિ દયાની શુદ્ધિ અને વૃદ્ધિ અનુસાર થાય છે અને તેના આધાર ઉપર તે–તે રાષ્ટ્રની પ્રજાઓની આધ્યાત્મિક પ્રતિભા વિકાસ પામે છે. એ પ્રાણીઓ કે જે આ દેશમાં જન્મ્યા છે અને આ દેશમાં જીવે છે તેમની સાથે એક દેશવાસી તરીકે આપણે કોઈ સંબંધ ખરો કે કેમ ? તેમ જ તેમના ઉપકારો તળે આપણે છીએ કે કેમ ? તેનો જો શાંત ચિત્તે વિચાર કરીએ તો તેમને બચાવવાની એક પણ તકને આપણે કદીયે જતી ન કરીએ. મોટો તે જે બીજાને બચાવીને જીવે. હિંસા માનવને રાક્ષસ બનાવે છે. પ્રજાજીવનની કોઈ પણ સમસ્યાનો ઉકેલ, હિંસા દ્વારા આવ્યો નથી તેમ જ આવવાનો નથી. નિરપરાધી પશુઓને કતલખાનામાં ધકેલી દેવાની યોજનાને આકાર આપવા માટે તૈયાર થયેલા ભારત સરકારના આગેવાન ભાઈઓ એમ ન માને કે તેમને કોઈ પૂછનાર નથી. કતલખાનાં ! તે સરકાર સ્વયં ઊભા કરે ? ભારતના હૃદયરૂપ અહિંસા સાથે રમત કરનારા આગેવાનો ભારતીય પ્રજાના ૨૫૪ ૦ ધર્મ-ચિંતન Page #272 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાંથી પોતાનું સ્થાન ગૂમાવતા જાય છે, એ તેઓ ન ભૂલે. અહિંસાના બનીને રહેનારા જ ભારતની પ્રજાના બની શક્યા છે, એ હકીકત ભારત સરકારના વર્તમાન અગ્રણીઓ બરાબર નોંધી લે. ભારતીય પ્રજાનું હૃદય, દયાને વરેલું છે, નહિ કે હત્યાને. એ હૃદયમાં કેવળ માનવને જ નહિ, પરંતુ પશુ-પંખી અને જળચરોને પણ ઇજ્જતભર્યું સ્થાન છે. ભારતના હૃદયને ભ્રષ્ટ કરવાની છોકરમત કરનારા અનેક આજ સુધીમાં કાળની ઠોકરે ચઢ્યા છે, હતા ન હતા થઈ ગયા છે, ઇતિહાસમાં વગોવાઈ ગયા છે. રાજ્ય એનો ધર્મ ચૂકે છે, ત્યારે પ્રજા પાસે ધર્મ પળાવવાની તેની પાત્રતા ખૂબ જ ઝાંખી પડી જાય છે. આગેવાનીભર્યા હોદ્દે બેસીને જો તે હોદ્દાને લાયકની ફરજો અદા ન કરી શકાતી હોય તો બહેતર છે કે તે હોદ્દાનો ત્યાગ કરી દેવો. સ્વાર્થના ભારણ તળે દબાયેલા દયાના પવિત્ર ઝરણાને જો આપણે સૂકાઈ જવા દઈશું તો એક મહાન પ્રજા તરીકેનું આપણું અસ્તિત્વ ભારે જોખમમાં મૂકાઈ જશે. ત્યાગી અને પરોપકારી મહાસંતોના આપણે વારસદાર છીએ, આપણા પ્રાણોને તેમના નામે જગાડવાની પળ આવી ચૂકી છે. તેમાં જો પ્રમાદ સેવીશું કે બહાના કાઢીશું તો આપણે કૃતઘ્ની ઠરીશું, અપકારી તરીકે ઇતિહાસ આપણી નોંધ લેશે, કાળ આપણને ઠોકરે મા૨શે. માનવીને જે રીતે પોતાના મોતની વાત કઠે છે, તે જ રીતે કતલખાનાની વાત પણ કઠવી જોઈએ. અને તો તેને બંધ કરાવવાના પ્રયત્નોમાં આપણે સમયસર સફળ થઈશું. દયાની પ્રધાનતાવાળા આ દેશમાં કતલખાનાં ઊભા કરવાની યોજના એ ભારતીય સંસ્કૃતિના પવિત્ર અંગ ઉપર નસ્તર મૂકનારી ઘાતકી યોજના છે એ સત્ય ‘સત્યમેવ જયતે’ના સૂત્રને અપનાવનારી સરકારના જવાબદાર ભાઈઓ સાવ વિસરી ગયા જણાય છે ! ભારતીય સંસ્કૃતિ ઉપરની આ ભયાનક આફતને ટાળવા માટે બધા ભારતીય બંધુઓએ એક અવાજે કેન્દ્રના તેમ જ પોતપોતાના પ્રાન્તના આગેવાનોને સમજાવવા જોઈએ. અને કદાચ ન સમજે તો લઈ શકાય તેવાં જલદ પગલાં ભરવાં માટે તત્કાળ નિર્ણય લેવો જોઈએ. ‘મા ભારતી'ના લલાટે કતલખાનારૂપી કાળી ટીલી ચોડવાનું અધમ કૃત્ય ન કરવાની ભારત સરકારના આગેવાનોને મારી નમ્ર અરજ છે. ધર્મ-ચિંતન ૦ ૨૫૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વ આવ્યાં અને ગયાં. બલિહારી છે, આ મહાપર્વની કે જેના આગમન સાથે ભવ્ય આત્માઓના હૃદયમાં તપ-જપ, ત્યાગ અને દયાના પવિત્ર પ્રવાહ વહેવા માંડે છે. ચાલુ દિવસોમાં કમજોર જણાતા ભાગ્યશાળીઓ પણ આ આઠ દિવસ દરમ્યાન તપ-જપનું જે સત્ત્વ ખીલવે છે, તેની અનુમોદના કરતાં હૈયું અમાપ હર્ષ અનુભવે છે. સર્વ પર્વશિરોમણિ આ પર્વની ભક્તિદ્વારા જીવનમાં સકળસત્ત્વમૈત્રીનો જે પવિત્ર પ્રકાશ ફેલાય છે, તેથી જીવનના ઉત્થાનમાં ગજબની અસર થાય છે. ક્ષમાપના એ પણ આ પર્વનું અતિ અગત્યનું એક અંગ છે. ક્ષમાપના યાચવામાં જગતનો કોઈ એક પણ જીવ બાકાત ન રહેવો જોઈએ. સામેનો ભાઈ, ભલે આપણને ખમાવે કે નહિ, પણ આપણે તો હ્રદયની વિશાળતાપૂર્વક તેને ખમાવવો જોઈએ. ક્ષમાપના એટલે કોઈ પણ એક સમયના મન, વચન તેમ જ કાયાના નાનામોટા અપરાધ બદલ ત્રિવિધે સામા આત્માની ક્ષમા યાચવી તે. ક્ષમાની આપ-લેથી અપ્રીતિનો ક્ષય થાય છે. અપ્રીતિનો ક્ષય થવાથી હ્રદય ફોરું બને છે, ચિત્તમાં પવિત્ર વિચાર માટે જગ્યા વધે છે. સત્પ્રવૃત્તિમાં આવતા અંતરાયો ઓછા થાય છે. થયેલા અપરાધની ક્ષમા યાચવાથી નમ્રતાગુણ સારી રીતે ખીલે છે, તેમ જ આત્માના શત્રુ એવા દુર્ગુણને ઉઘાડો પાડી શકાય છે. દુર્ગુણને ઈરાદાપૂર્વક ઢાંકી રાખવો તે પોતાના જ ઘરમાં પોતાના હિતશત્રુને આશ્રય આપવા કરતાં પણ બદતર કાર્ય છે. શ્રીવીતરાગપરમાત્માના પરમતારક શાસનની ભક્તિ દ્વારા મહાપુણ્ય મળેલા માનવના ભવને સાર્થક કરવાની ભાવનાનો વેગ વધારવામાં મિથ્યાદુષ્કૃતની ક્ષમાપના સાથે તપજપનો સુયોગ અનુપમ ભાગ ભજવે છે. એવા સુયોગને સાંધી આપનારા પર્વાધિરાજની પવિત્ર અસરો આખા વર્ષ દરમ્યાન આપણા જીવનને નમસ્કારગુણની અધિકાધિક ખીલવણીને પાત્ર બનાવો. આ-ભારના ભારને ઊંચકવાની તાલીમ નમસ્કારભાવની વૃદ્ધિના કારણરૂપ બને છે, તેમ જ આત્માને કૃતઘ્નતાના મહાદોષથી ઉગારી લે છે. ૨૫૬ ૦ ધર્મ-ચિંતન Page #274 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા એ એક એવો દોષ છે કે જે જીવને આગળ વધવામાં સદાય આડો ને 'આડો જ આવે છે. ભાવપૂર્વકના નમસ્કારદ્વારા તેનો ક્ષય થાય છે. નમસ્કારમાં ભાવ ખીલવવામાં તપ તેમ જ જપ રામબાણ ઈલાજરૂપ પ્રતીત થાય છે. ઉપકારીભગવંતોના ઉપકારનું સતત સ્મરણ જાપ કરાવે છે, આત્મસ્થિતિ સાથેના જોડાણમાં અપૂર્વ સહાય તપ કરે છે. શ્રીવીતરાગપરમાત્માના શાસનની પ્રણાલિકા એવી અજોડ છે કે તેની સાથે જોડાનારા આત્માને જાણતાં-અજાણતાં પણ લાભ પહોંચતો હોય છે, તો પછી આત્માની શુદ્ધિના જ હેતુપૂર્વક જે પુણ્યાત્માઓ અહિંસા, સંયમ–અને તપ આદિમાં રમણતા કેળવતા હોય છે, તેમને પહોંચતા લાભની તો વાત જ શી ? દેશ-કાળની વિપરીત હવા વચ્ચે શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞામાં બરાબર સ્થિર રહેવા માટે આપણે સહુએ પર્વાધિરાજની આરાધનામાંથી જે બળ મેળવ્યું છે, તેને અધિકાધિક કેળવીને અંતર્મુખ બનવું જોઈએ. બહારના વાતાવરણમાં ફસાઈને ભવ હારી જવા જેટલી મોટી ભૂલ કરવી આપણને હરગીઝ પાલવે નહિ, કારણ કે આપણે વિશ્વ હિતચિંતક મહાપુરુષોના વારસદાર છીએ. તે વારસાને દીપાવીને માનવના ભવને દીપાવવાના સંસ્કાર આપણા લોહીમાં મળેલા છે, તેને વ્યક્તરૂપ આપવા માટેનું બળ તપ-જપ-સંયમ-સ્વાધ્યાય આદિ દ્વારા મેળવી શકાય છે, તે મેળવી ને આપણે આધ્યાત્મિક પ્રતિભાની અસીમ ઉપકારિતા પ્રતિ જગતના માનવોને નિષ્ઠાવાન બનાવી શકીએ તેમ છીએ. આધ્યાત્મિક સાધનામાં લેશ પણ ઠંડા પડવાથી આ કામમાં આપણો વિકાસ અટકવાની સાથે, બીજા નવા ભયો સામે આવી ઊભવાનો સંભવ પણ રહે છે. શાણા અને સમયજ્ઞ આત્માઓને વિશેષ શું કહેવું ? ગુરુ બિન જ્ઞાન ન હોય કુંભે બાંધુ જળ રહે, જલ વિણ કુંભ ન હોય, જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ બિન જ્ઞાન ન હોય ! સ્વ લઘુતાના સ્પષ્ટ બોધ પછી ગુરુ શરણાગમનની સાચી ભૂખ લાગે છે અને સુગુરુનો યોગ પણ થાય છે. ધર્મ-ચિંતન ૫૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ૨૮૫ ૨૯૫ ચિંતનની ચાંદની ચિંતકોનાં હૃદય અને ભાવથી નીકળેલા ચિંતનો આપણને સૌને ભાવોથી ભાવિત બનાવશે. નમસ્કારભાવ, નમ્રતા અને સૌમ્યતા શ્રી ચંદુલાલ શાહ ૨૫૯ જૈન ધર્મ અને ક્ષમાપના શ્રી ચંદુલાલ શાહ મંત્રધ્વનિની લહરીઓ બાલચંદ હીરાચંદ ૨૭૦ રંગવિજ્ઞાન બાલચંદ હીરાચંદ ૨૭૫ વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ઠિ બાલચંદ્ર હીરાચંદ ૨૭૮ ધર્મના અંતિમ ધ્યેયના પ્રતીકો બાલચંદ હીરાચંદ ૨૮૧ મહામંત્રનું માહાભ્ય શ્રી સૂરજચંદજી ડાંગી નવ-પદ-ધ્યાન શ્રી સૂરજચંદજી ડાંગી ૨૯૦ અનુગ્રહ-દર્શન શ્રી સૂરજચંદજી ડાંગી ૨૯૩ લાભ અને લોભ શ્રી સૂરજચંદજી ડાંગી “ધર્મચક્ર' માટે સર્વસ્વભાવ - ૨૯૭. * કર્મચક્ર અને ધર્મચક્ર ૨૯૮ મહામંત્ર અને તેની સાધના ૩૦૦ મંત્રાધિરાજ શ્રીનવકારની અચિંત્ય શક્તિ શ્રી વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ ૩૦૯ એક અરજ • શાસનસેવક ૩૨૦ સુખ-દુઃખનું મૂળ જિજ્ઞાસુ ૩૨૨ : માનસ-જાપ ‘વનવાસી’ ૩૨૪ મંગલ-ચતુષ્ટય . વનવાસી' ૩૨૭ સાધનાત્રયી વનવાસી’ ૩૩૧ શાસન ભક્તિ શ્રી પ્રભુદાસ બેચરદાર પારેખ ૩૩૩ ધર્મધ્યાનની ચાર ભાવના શ્રી બાબુભાઈ સંઘવી ૩૩૬ ધર્મરત્ન ડૉ. વલભદાસ નેણસીભાઈ મનનીય વક્તવ્ય ૩૩૯ શ્રીનમસ્કાર મહામંત્ર ડૉ. વલભદાસ નેણસીભાઈ ૩૪૩ ધર્મશક્તિનો પરિચય ૩૪૮ ન્યું ભવદુઃખ ન લહું શ્રી દલપતભાઈ શાહ ૩૫૦ દિવ્ય ભાવનાબળ શ્રી ફત્તેહચંદ ઝવેરભાઈ ૩૫૩ ચાર મંગળ, ચાર શરણ શરણાર્થી ૩૫૬ જાગતા રે'જો શરણાર્થી ૩૫૮ પ્રભુ સાથે સંબંધ શ્રી અમૃતલાલ મોદી ૩૬૧ ત્રિવેણીસંગમ બાળસાધક ૩૬૩ પાયાનું કામ અનામી ૩૬૫ સર્વના કલ્યાણમાં પોતાનું કલ્યાણ શ્રી અગરચંદજી નાહટા ૩૬૭ ભાઈને પત્ર ૩૬૯ પાંચ ભાવ-સમવાય (એક ચિંતન) ૩૭૧ . મંત્ર ચૈતન્ય પ્રગટાવીએ” ૩૭૪ પંચમંગલ મહાશ્રુતસ્કંધ’ ૩૭૬ ૨૫૮ - ધર્મ-ચિંતન ૩૩૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારભાવ, નમ્રતા અને સૌમ્યતા શ્રી ચંદુલાલ શાહ “અરિહંતવંદનાવલીના રચયિતા શ્રીચંદ્ર એ જ શ્રીનમસ્કાર મહામંત્રના પ્રથમ બે અક્ષરો-“નમો'–આ જગતના તમામ સદ્ગણોના અધિષ્ઠાયક–શિરતાજ છે. વિશ્વમાં પ્રવર્તી રહેલા ભિન્ન ભિન્ન મતમતાંતરોમાં કોઈ પણ એવો ધર્મ નથી જેણે Humility (નમ્રતા) અને Meekness (સૌમ્યતા) ઉપર ભાર ના મૂક્યો હોય. છે પરંતુ એ વિનમ્રતા અને સૌમ્યતા (સમભાવ)નો સમ્ય ઉદ્દભવ નમસ્કારભાવ વિના શક્ય નથી, એવું કહેવાનો યશ શ્રીઅરિહંત પરમાત્મા–પ્રણીત જૈન દર્શનને ફાળે જાય છે. - નમ્રતા અનો સૌમ્યતારૂપી બે અશ્વોને નમસ્કારભાવરૂપી રથમાં જોડીને જ મોક્ષમાર્ગના પ્રવાસની શરૂઆત થઈ શકે છે, એ નક્કર સત્ય ઉપર, શ્રી સર્વજ્ઞ ભગવંતોએ નવકારમંત્રનું આલંબન લેવા માટે જે પરમ પ્રકાશ પાથર્યો છે, એ જો સમજાઈ જાય, તો જીવન મધુર, મધુર, મધુર બની જાય, બેડો પાર થઈ જાય. “ક્રિોસ્તોમ' નામના પશ્ચિમના વિદ્વાને નમ્રતા વિષે લખ્યું છે : "Humility is the root, mother, nurse foundation and bound of all virtues." અર્થાત્ “નમ્રતા એ તમામ સદ્ગુણો માટે બીજ, જનેતા, પરિચારિકા, પાયો અને અનુબંધ છે.' .' પરંતુ, નમસ્કારભાવ વિનાની નમ્રતા અહંકારની જનેતા અને ઠગારી નીવડે છે, એનો ખ્યાલ ઘણા ઓછા માણસોને છે. “મારકસ ઓરેલીઅસ' નામના એક બીજા વિદ્વાને આને માટે બહુ સુંદર વાત કરી છે : 'Nothing is so scandalous than a man that is proud of his humility: અર્થાત્ “પોતાની નમ્રતાનો ઘમંડ રાખનાર માણસ જેવું “કલંકિત” આ જગતમાં બીજું કશું નથી.” આ વાત ખૂબ વિચારવા જેવી છે. તમામ સગુણોનો આવિષ્કાર નમ્રતામાંથી થાય છે, એમ બધા જ કહે છે. પરંતુ ગુમાનરહિત નમ્રતા નમસ્કારભાવ સિવાય શક્ય જ નથી, એ વાત માત્ર જૈન તત્ત્વવિદોએ જ કહી છે. માત્ર કહી જ નથી, તમામ શુભ પ્રવૃત્તિઓના પાયામાં મંગળાચરણરૂપી શ્રીનમસ્કાર મહામંત્રની સ્થાપના કરીને એ ધર્મ-ચિંતન • ૨૫૯ Page #277 -------------------------------------------------------------------------- ________________ હકીકત એમણે સિદ્ધ કરી બતાવી છે. નમસ્કાર મહામંત્રનાં પદોમાં પુનઃ પુનઃ આવતો “નમો’ શબ્દ સાચી વિનમ્રતા અને કાર્યક્ષમ સમભાવ (સૌમ્યતા) ક્યાંથી આવે છે, તેનું સ્પષ્ટ દર્શન કરાવે છે. જ્યાં નમસ્કારભાવ નથી, ત્યાં નમ્રતા નથી, જ્યાં નમ્રતા નથી, ત્યાં સમભાવ નથી, જ્યાં સમભાવ નથી, ત્યાં કોઈ પણ સગુણનો વાસ નથી અને જ્યાં કોઈ પણ સદ્ગણ નથી, ત્યાં પછી શું રહે છે ? અર્થાત્ કાંઈ જ નહિ. ' શ્રીનમસ્કાર મહામંત્રની સાધનાનો પ્રાથમિક હેતુ નમસ્કારભાવજનિત વિનમ્રતા અને સૌમ્યતાને પ્રગટાવવાનો જ રાખી શકાય. એ હેતુ જો ના હોય તો પરિણામ કંઈ આવે નહિ. અંગત મહત્તાને ત્યાં બાજુ પર જ મૂકવી પડે. એક પાશ્ચાત્ય વિદ્વાને લખ્યું છે : 'A desire for personal prominence in worldly affairs is conceit and false pride which bring np belessings to life Humility and meekness are true qualities which bring the good results desired by all sane people. અર્થાતું, ‘દુન્યવી બાબતોમાં વ્યક્તિગત મહત્તાની ઇચ્છા (કામના) કેવળ ભ્રમ અને મિથ્યાભિમાન છે, જીવનમાં કોઈ આશિર્વાદનો અભિષેક તેનાથી થતો નથી. તમામ શાણા મનુષ્યો જે શુભ પરિણામની ઇચ્છા રાખે છે, તે વિનમ્રતા અને સૌમ્યતારૂપી સદ્ગણોના વિકાસથી જ લાવી શકાય છે.” આપણે આમાં એટલું ઉમેરવાનું છે કે નમસ્કારભાવનાપૂર્ણ વ્યાપ્તિકરણ વિના સાચી વિનમ્રતા અને સૌમ્યતા શક્ય જ નથી, અને આપણી દીનતા, હીનતા તથા ક્ષતિઓની બેધડક કબૂલાત વિના એ મહત્ત્વપૂર્ણ નમસ્કારભાવની ઝાંખી પણ થઈ શકતી નથી. એક બીજા વિદ્વાને અન્યત્ર લખ્યું છે : 'A man should never be ashamed to own that he has been in the wrong which is but saying, in other words, that he is wiser today than he was yesterday' ' અર્થાત્, “પોતાના હાથે ઘણાં ખોટાં કાર્યો (પાપકૃત્યો) થયાં છે, એ વાતનો સ્વીકાર કરતાં માણસે કદી પણ શરમાવું જોઈએ નહિ. એની ભૂલની) કબૂલાત કરવાનો બીજો અર્થ એ થાય છે કે ગઈ કાલે હતો તેના કરતાં આજે તે વધારે શાણો છે.” શ્રીનમસ્કારમહામંત્રમાંના “નમો” શબ્દની અદ્ભુત ખૂબી અને વિશિષ્ટ કામગીરી આથી સ્પષ્ટ થાય છે. નમો’ શબ્દ આપણાં દુષ્કૃત્યો (આત્માને ભવભ્રમણના ચક્કરમાં ચડાવનારાં કર્મો) વિશે આપણને જાગ્રત કરે છે એ જાગ્રતિથી આપણામાં વાસ્તવિક નમસ્કારભાવ ૨૬૦૦ ધર્મ-ચિંતન Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રગટે છે. એ નમસ્કારભાવ આપણા રોમરોમમાં વ્યાપ્ત થાય છે. એનાથી સાચી વિનમ્રત પ્રાપ્ત થાય છે. એના વડે પૂર્ણ સમભાવનો આવિર્ભાવ થાય છે. એનાથી ખેંચાઈને વિશ્વના તમામ સદ્ગુણો આપણને આવી મળે છે. સદ્ગુણોનું આગમન દુર્ગુણોની નિર્જરામાં પરિણમે છે. નિર્જરાની સાથે સાથે જ સંવર કાર્યશીલ બને છે. એના ફળસ્વરૂપ મોક્ષમાર્ગનાં દ્વાર સાધક માટે ખુલ્લાં થાય છે. એકલા હાથે કશી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. સહાય અને શુભેચ્છા વિના પ્રગતિ થઈ શકતી નથી. આ કાર્ય શત્રુઓદ્વારા નથી થતું, મિત્રોદ્વારા જ થઈ શકે છે. ‘નમો' એ મૈત્રી અને મિત્રો માટેનું ચુંબકીય રસાયણ છે. નમવા માંડીએ એટલે મિત્રો મળવા માંડે. એ મિત્રો શુભેચ્છા લઈને આવે. એની પ્રતિક્રિયારૂપ વિશ્વમૈત્રી અને વિશ્વકલ્યાણ-શિવમસ્તુની ભાવના આપોઆપ પ્રગટવા માંડે.. વિશ્વકલ્યાણની ભાવના જ્યારે સાચોસાચ પ્રગટે ત્યારે નિજકલ્યાણ તો મંદિર પરના શિખરની જેમ આપોઆપ Automatically ત્યાં પ્રસ્થાપિત હોય જ. આ મહાકાર્ય નમસ્કારભાવનું છે અને નમસ્કારભાવમાંથી સ્વતઃ પ્રગટતી સર્વસદ્ગુણસંપન્નતાનું કારણ ‘નમો' નામનો બે અક્ષરનો શબ્દ જ છે. આ ‘નમો’, ત્રણે જગતના સ્વામિત્વનું બીજ છે. તમામ તીર્થંકર ભગવંતો અને તમામ સિદ્ધ પરમાત્માઓની સકળ સિદ્ધિઓ આ ‘નમો'માંથી જ ફાલીફૂલી છે. ઉપર ચડવું હોય તો વાંકા વળીને (નમીને) જ ચડી શકાય છે. આત્માની ઉર્ધ્વગામી ગતિ માટે પણ એવું જ છે. સેઇન્ટ બર્નાર્ડે એક સ્થળે કહ્યું છે : 'It is only the humble that can climb safely to the heights.' અર્થાત્, (નમસ્કારભાવવાળા) નમ્રજનો જ સલામતીપૂર્વક ઊંચાણ પર ચડી શકે છે. આવું આ ‘નમો’ પદ જેમને પ્રાપ્ત થયું છે, તેમને મયં સ્માત્ ? ભય શાનો ? શ્રીઅરિહંત પરમાત્માનો સર્વજીવહિતકર ભાવ એ આરાધક આત્માના ભાવપ્રાણનો પ્રાણેશ્વર છે. ધર્મ-ચિંતન ૦ ૨૬૧ Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ અને ક્ષમાપના જૈન ધર્મમાં જેને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે, તે કાર્ય “ક્ષમાપનાનું છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ્' એ વાક્ય તો આપણે ત્યાં સદા વપરાતું આવ્યું છે. પરંતુ રોજબરોજના જીવનમાં એનું ક્ષમાનું–મૂલ્ય આપણે કેટલું આંક્યું છે ? સામાન્ય વ્યવહારમાં ઘણી વાર માફી માગવાનું અને આપવાનું કામ તો આપણે કરીએ જ છીએ. પરંતુ એ બધી માફીની લેવડદેવડમાં, કેવળ સ્વાર્થપરાયણતા જ મહદંશે. રહેલી હોય છે. ક્ષમાપનાની ભાવના એવી તુચ્છ કે મર્યાદિત નથી. વ્યવહારિક માફીમાં અને આત્માની ક્ષમાપનામાં ઘણો મોટો ભેદ રહેલો છે. બેન્જામિન ફ્રેન્કલીએ એક સ્થળે લખ્યું છે : Does any man wound thee ? Not only forgive, but work into thy thought intelligence of the kind of pain that thou mayest never inflict it on another spirit. આ સુભાષિતનું તાત્પર્ય એ છે કે : તને કોઈએ કંઈ પીડા પહોંચાડી છે ? એને તો માફી આપ જ, પણ એટલું કરીને અટકીશ નહિ. જે દુ:ખ તને થયું, એવું દુઃખ, તું બીજા કોઈ જીવને કદી પણ નહિ પહોંચાડે, એવી બુદ્ધિપૂર્વકની વિચારણાનો અમલ કરવાનું પણ નક્કી કરી લે.' આ વાક્યોમાં ઘણો ઊંડો અર્થ સમાયેલો છે. કોઈ આપણને મારફાડ કરી જાય, ગાળો દઈ જાય, મહેણાં સંભળાવી જાય, ત્યારે આપણા અંતરમાં કેવો ફફડાટ જાગે છે ? કેટલું દુઃખ આપણે અનુભવીએ છીએ? આપણી કમનસીબી એ છે, કે બીજાઓને આવું જ દુઃખ પહોંચાડવાના પ્રસંગોમાં, આપણે, આગળના આવા જ પ્રસંગોએ આપણને લાગેલા દુઃખને વિસરી જઈએ છીએ. આપણાં કાર્ય કે વર્તનથી, એવી જ વેદના સામો માણસ ભોગવશે. એનો ખ્યાલ તે વખતે આપણને આવતો નથી. આ વાતના જ અનુસંધાનમાં બેન્જામિન ફ્રેન્કલીએ અન્ય સ્થળે લખ્યું છે : "Doing an inkury puts you below your enemy, Revenging one makes you but even with him, Forgiving it sets you above him." આ વાક્યો દ્વારા તેઓ કહે છે : “તમારા શત્રુને ઈજા પહોંચાડો, તો તમે એનાથી ઉતરતી કોટીના બની જાઓ છો, એણે પહોંચાડેલી પીડાના બદલામાં એને સામો ઘા કરો, તો તમે એના જેવી જ કોટીના બની જશો, એને ક્ષમા કરી દેશો તો એના કરતાં ઉચ્ચ કોટીમાં તમે મૂકાશો.' ૨૬૨ • ધર્મ-ચિંતન Page #280 -------------------------------------------------------------------------- ________________ * આ શુભ વિચારમાં જે “શત્રુ' શબ્દનો ઉલ્લેખ છે, તે ખૂબ સમજવા જેવો છે. મિત્રો અને સ્વજન-કુટુંબીઓ–પ્રત્યે ક્ષમાવૃત્તિને ધારણ કરવામાં વિશેષ મહત્તા નથી. એ તો એક આવશ્યક કર્તવ્ય છે. એ કર્તવ્યના પાલન દ્વારા ક્ષમાવૃત્તિને ખીલવવાની શુભ શરૂઆત કરી શકાય છે. પરંતુ દુશ્મન પ્રત્યે પણ ક્ષમાવૃત્તિ રાખવી, એમાં જ ખરી મહત્તા છે. જેમણે આપણું વધારેમાં વધારે બૂરું કે અહિત કર્યું હોય, તેમને ક્ષમા આપી દેવી અને તે પણ અંતઃકરણમાં કોઈ જાતનો રોષ રાખ્યા વિના જ, પૂર્ણ પ્રેમભાવપૂર્વક એમને ક્ષમા કરવી, એ સૌથી વધારે મહત્ત્વનું છે. પરંતુ, એથીયે વિશેષ મહત્ત્વનું અને સાર્વભૌમ આવશ્યક કાર્ય તો ક્ષમા માંગી લેવાનું છે. “ક્ષમ વીરસ્ય ભૂષણમ્' એમ જે કહેવામાં આવ્યું છે, એનો અર્થો અર્થ બધા સમજે છે. પણ એનો બાકીનો અર્ધો અર્થ લક્ષ્યમાં લેવાતો નથી. સાધારણ રીતે, આમવર્ગમાં કોઈને, એ વાક્યનો અર્થ પૂછશો, તો તે કહેશે કે “ક્ષમા આપવી એ વીરનરનું ભૂષણ છે.” પરંતુ, ક્ષમા માગવી એ વીરનરનું ભૂષણ છે.” એવો અર્થ ભાગ્યે જ કોઈ કરશે. ક્ષમા આપવામાં વીરતા' જરૂર છે, પરંતુ, ક્ષમા માગવામાં જે “વીરતા' છે, એની તોલે જગતનું બીજું કોઈ પણ શૌર્ય આવી શકે તેમ નથી. આ વાત ખૂબ સમજવા જેવી છે. મનુષ્યના લોકોત્તર વિકાસમાં આડે આવનારી એક મહા પ્રબળ શત્રુ, એનો અહંભાવ છે. આ અહંભાવ જરા પણ ઘવાય, તો માણસના મનમાં ભારે મોટી ઉથલપાથલ મચી જાય છે. આપણે જ્યારે અન્યને ક્ષમા આપીએ છીએ, ત્યારે એમાં આપણા આ અહંભાવનું પોષણ થાય છે. પરંતુ, ક્ષમા માગવાનો પ્રસંગ જયારે આવે, ત્યારે અહંભાવને દુઃખ પહોંચાડ્યા વિના આપણે એક કદમ પણ આગળ નહિ ઉઠાવી શકીએ. અહંભાવનું વિસર્જન કરવાની આપણામાં શક્તિ હશે, તો જ આપણે ક્ષમા માગવાના પંથે આગળ વધી શકીશું. આ “અહંભાવ” એ આત્માનો અને આપણો પોતાનો મોટામાં મોટો શત્રુ છે. એની ઉપર પૂર્ણ કાબૂ મેળવ્યા વિના પ્રગતિ, વિકાસ કે ઉદ્ધાર અશક્ય જ છે. શાસ્ત્રોમાં જે ક્ષમાપનાભાવનાં ગુણગાન ગાવામાં આવ્યા છે, તે ક્ષમાભાવમાં અહંભાવનું મર્દન, એ અત્યંત મહત્ત્વની બાબત છે. ક્ષમા શબ્દનો સાચો અર્થ કેવળ ક્ષમા આપવામાં જ નહિ, બલ્વે ક્ષમા માગવામાં સમાયેલો છે. ધર્મ-ચિંતન • ૨૬૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા આપવામાં આપણા અંતરનું ઔદાર્ય આપણે વ્યક્ત કરીએ છીએ, પરંતુ ક્ષમા માગવામાં તો આપણી ખરેખરી વીરતા, અપ્રતીમ વીરતા રહેલી છે. આટલા માટે જ શાસ્ત્રકારોએ ક્ષમા માગવાના કાર્યને પ્રથમ સ્થાન આપ્યું છે. જૈન ધર્મમાં ક્ષમાપનાને લગતું જે સુવિખ્યાત સૂત્ર છે, તે જોઈશું, તો આ વાતનો આપણને ખ્યાલ આવી જશે. આ રહ્યું તે સૂત્ર : ‘બ્રામેમિ સવ્વનીવે, સબ્વેઝીવા સ્વતંતુ મે । મિત્તી મે સમૂત્તુ, વેરે માં ન વેળફ' ાા અર્થાત્, “હું સર્વ જીવોને ખમાવું છું, (સર્વ જીવોની હું ક્ષમા માગું છું), સર્વ જીવો મને ક્ષમા કરો, સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે, કોઈ પણ જીવ પ્રત્યે મને વેર નથી.' આ એક મહાન સૂત્ર છે. આધ્યાત્મિક સાધનમાં તો તે એક અતિશય આવશ્યક અને અંગભૂતભાવ સમું છે. માનવ જીવનની એક અતિ ઉદાત્ત ભાવના એમાં પ્રગટ થાય છે. એક સારો વ્યાપારી, દિવાળીના પર્વ ઉપર, સૌથી પ્રથમ પોતાનું દેવું ચૂકવી દેવાનું કામ કરે છે. લેણું વસૂલ કરવાનું કાર્ય બીજા નંબરે આવે છે. ‘મારે કોઈનું દેવું નથી.' એવા શબ્દો બોલતાં માણસને કેટલો આનંદ થાય છે ? એ પરિસ્થિતિમાં માણસ અપૂર્વ આનંદ અને ક્યારેક ગર્વ પણ અનુભવે છે. એવી જ રીતે, ‘ક્ષમા માગવી' એ કાર્યમાં આપણું દેવું ચૂકવવાનો ભાવ રહેલો છે. રૂપિયા—પૈસાની લેવડદેવડમાં દેવું ચૂકવવા અંગે જે જાગૃતિ અને તત્પરતા આપણે દાખવીએ છીએ, તેવી જ જાગૃતિ અને તત્પરતા, ક્ષમા માગવારૂપી ઋણ’અદા કરવામાં શું આપણે દાખવીએ છીએ ? ખૂબ ખૂબ વિચાર કરવા જેવી અને સમજવા જેવી આ વાત શું નથી ? ‘જીવ માત્ર પ્રત્યે મને મૈત્રીભાવ છે, કોઈની સાથે મારે વે૨ નથી,' આ શબ્દો શું ફક્ત બોલવા માટે જ છે ? બોલીને ભૂલી જવા માટે છે ? સંભવતઃ અહીં કોઈ એવો પ્રશ્ન ઉપસ્થિત કરે, કે ‘આપણે કાં કોઈના વાંકગુનામાં આવ્યા છીએ ? પછી ક્ષમા માગવાની શાની ? જૈન ધર્મની બારાખડીને બારાબર સમજતા હોય, તેઓ તો આવો પ્રશ્ન પૂછે જ નહિ. કોઈને કોઈ જીવને આપણાથી દુ:ખ યા પીડા ના પહોંચતાં હોય એવી એકાદી પળ તો કોઈ બતાવો ? ૨૬૪ ૦ ધર્મ-ચિંતન Page #282 -------------------------------------------------------------------------- ________________ ' અરે, ક્ષમા ભાવનાનો અભાવ, તે જ એક મોટો ગુન્હો નથી શું ? ક્ષમાપનાભાવની સમ્યગૂ સમજણનો અભાવ. એ એક જ, ક્ષમાયાચનાનું મોટું કારણ શું નથી ? જૈનધર્મની આ “ક્ષમાપના” આપણને જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ-પ્રેમભાવરાખવાનું અપૂર્વ શિક્ષણ આપે છે. લોકોત્તર વિકાસ તો, આ ક્ષમાપનાના સોપાનની સહાયતા વિના, શક્ય જ નથી. . લૌકિક ક્ષેત્રમાં પણ એવું જ છે. લોકોત્તર અને લૌકિક, એ બે ક્ષેત્રો જીવનવિકાસની દૃષ્ટિએ ભિન્ન નથી. વ્યવહારભેદે આપણે એને ભિન્ન માનીએ, તો પણ, લૌકિક અને ભૌતિક વિકાસમાં પણ, ક્ષમાપનાભાવ એ ઉમદામાં ઉમદા ધ્યેય છે. જગતના તમામ સંપ્રદાયોના બધા જ મહાપુરુષોએ એ આદર્શને આપણી સામે ધર્યો છે. 'To love spmething, more Than one's own self, Is the secret of All that is great, And to know, how To live for others · Is the aim of noble souls.' “પોતાના પ્રાણ કરતાંયે અધિક પ્રેમ અન્યને અર્પવો, એ આ વિશ્વની તમામ મહત્તાઓનું ગુપ્ત રહસ્ય છે અને, પરકલ્યાણ માટે જીવન જીવવાની રીત ‘જાણવી” એ ઉમદા આત્માઓનું “પરમ ધ્યેય છે.” આ ગુપ્ત રહસ્યની ચાવી અને પરમ ધ્યેયની પગદંડી, એ બંને ક્ષમાપનાભાવમાં જ છે. મનન કરવા વિનમ્ર વિનંતી છે. ક્ષમાપના વિષે શ્રી બનાર્ડ બેઇટ નામના એક પાશ્ચાત્ય પંડિતે માનસશાસ્ત્રના સામાયિકમાં (The Psychologist magazine) એક અતિ સુંદર વાત લખી છે : "A man who is big enough to apologise is a truly big man. It shows that he knows himself, that he has got to grip with himself and is on the road to self- mastery. An apology is absolutely vital to the integration of personality." આ આંગ્લ વિદ્વાન એમ કહેવા માંગે છે, કે “જે મહાનુભાવ ક્ષમા માગી શકે છે, તે ખરેખર મહાન પુરુષ છે. તેનાથી ક્ષમા માગવાથી) એ ફલિત થાય છે, કે તે (ક્ષમા માગનાર) પોતાના આત્માને ઓળખે છે, પોતાના અહંભાવ ઉપર તેનો કાબૂ છે ધર્મ-ચિંતન • ૨૬૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ અને તે સ્વ–સ્વામિત્વ (પૂર્ણતા) પ્રાપ્ત કરવાના પંથ ઉપર છે. વ્યક્તિત્વને (આત્માને) નિર્મળ બનાવવા માટે ક્ષમાપના અનિવાર્યપણે આવશ્યક છે.” જે દેશમાં સમ્યગ્દષ્ટિનો અભાવ છે, તે દેશના એક વિચારકનું આ કથન છે. તત્ત્વતઃ એ સમજણ તેમનામાં ભલે ના હોય, પરંતુ પશ્ચિમની પ્રજાઓના જીવનમાં ક્ષમાપનાભાવ (Sorry) અને નમસ્કારભાવ (Thanks) લગભગ ઓતપ્રોત બની ગયેલાં જોવામાં આવે છે. એ ભલે કેવળ ઔપચારિક હોય, પરંતુ એનાં મિષ્ટ ફળો એ પ્રજાઓ માણી રહી છે, એ વાતનો ઇન્કાર ભાગ્યે જ કરી શકાશે અલબત, એ ભૌતિક પરિણામો છે. આપણી પાસે તો આ સૂત્ર-“વામિ સવ્યનીવે' અનાદિકાળથી એક વારસાગત ખજાના સમું પડેલું છે. દેખીતી રીતે તે ક્ષમાપના માટેનું સૂત્ર છે, પરંતુ તેમાં રામ, નમામિ અને શિવમસ્તુ એ ત્રણે ભાવોની અદ્ભુત અને રહસ્યમયી ગુંથણી થયેલી છે. એવી જ રીતે, દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદના અને અરિહંતાદિ ચારનું શરણ પણ એ સૂત્રમાં અંતર્ગત રહેલાં છે. * “ક્ષમા માંગું છું’ એમ કહેવામાં–ભાવવામાં તે આત્માને પોતાના અનેક જન્મોનાં અસંખ્ય દુષ્કૃત્યો વિષેની સભાનતા છે, આ “ખામેમિ‘ભાવ છે. “સર્વે જીવો મને ક્ષમા કરો' એવું માંગવામાં–ભાવવામાં–વિનમ્રતા છે, આ “નમામિ‘ભાવ છે. આ ગાથા પ્રતિક્રમણ (વંદિત્ત) સૂત્રનો એક ભાગ છે, એટલે વંદના વંદન–નમામિનો ભાવ તો તેની અંદર, બહાર, આગળ, પાછળ, ઉપર, નીચે, બધે જ રહેલો છે. સર્વ જીવો સાથે મારે મૈત્રી છે એવા ઢંઢેરામાં સર્વ જીવોના કલ્યાણની વાંચ્છના રહેલી છે, આ “શિવમસ્તુ' ભાવ છે. શ્રીરત્નશેખરસૂરીએ વિ. સંવત ૧૪૯૬માં (આજથી પાંચસો વર્ષ પૂર્વે) વંદિતુ સૂત્ર ઉપર “અર્થદીપિકા' નામની જે ટીકા લખી છે, તેમાં ખામેમિવાળી ૪૯મી ગાથા વિષે વિવેચન કરતાં એવું મતલબનું લખ્યું છે કે : આ સૂત્રનો (વામિ સંબૂનીવેવાળી ગાથાના) ભાવથી પોતાના આત્માને ભાવિત કરનાર ઉત્તમ શ્રાવકનો આશય અન્ય સર્વ જીવોને પણ મોક્ષસાધક હેતુઓમાં જોડીને મોક્ષનો લાભ અપાવાનો હોય છે.” આ સૂત્રમાં ‘શિવમસ્તુ'ની ભાવના પણ અંતર્ગત છે, તે આથી સ્પષ્ટ થાય છે. “મારે કોઈની સાથે વેર નથી” એવું જયારે ભાવવામાં આવે છે, ત્યારે તેમાં સ્વામિ, નમામિ અને શિવમસ્તુ એ ત્રણે ભાવનાઓનું એકીકરણ થાય છે. - આ ત્રણે ભાવનાઓ પાછળનો ભાવુકનો હેતુ અહંભાવને ઓગાળીને મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનો હોઈ, આ મહાન સૂત્રના સૂત્રધાર સમા અરિહંતાદિ ચારનું શરણ તો તેથી આપોઆપ જ સ્વીકારાઈ જાય છે. હેતુ વિષે અસ્પષ્ટતા હોય તો પણ જ્યાં ખામેમિ, નમામિ અને શિવમસ્તુના ભાવનું અનુસંધાન આત્મા સાથે થાય છે, ત્યાં, ૨૬૬ • ધર્મ-ચિંતન Page #284 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનાં કિરણ સ્પર્શે વિકસતાં કમળોની માફક, ચતુઃશરણનો તારક અને ઉદ્ધારક સ્પર્શ આત્માને સ્વયંભૂ સ્ફુરી જાય છે. એક મહાપુરુષે લખ્યું છે : “અંતઃકરણની શુદ્ધિ સૌ પ્રથમ નમ્રતાનો ભાવ માગે છે અને નમ્રતા પોતાના અનંતભવોના અપરાધોની કબૂલાતમાંથી (આત્મ સભાનતામાંથી) જાગે છે. તેથી આરાધનાના માર્ગમાં પ્રથમ દુષ્કૃતગર્હા કહી છે. પછી સુકૃતાનુમોદના અને એ બંનેપૂર્વક અરિહંતાદિ ચારનું શરણ શાસ્ત્રકારોએ બતાવ્યું છે.” આ બધુંએ ક્ષમાપનાના એ મહાસૂત્રમાં છે. પારમાર્થિક હેતુથી માંગવામાં આવતી અપરાધોની ક્ષમામાં શંકતા કે દીનતા નથી. એ તો જાગ્રત આત્માનો સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનો એક સબળ પ્રયાસ છે. એના પરિણામે ચિત્તની પ્રસન્નતા અને આત્માની અમૂલ્ય સમતા સહજ સાંપડી જાય છે. ‘ખામેમિ, નમામિ અને શિવમસ્તુ'ની ભાવત્રયીનું ઐક્ય અહંભાવની જડને મૂળમાંથી ઉખાડી નાંખે છે. તેમાંથી સ્વયંભૂ પ્રગટ થતો સમત્વભાવ આત્માના અનંતજ્ઞાનના પ્રકટીકરણને પરિણમાવે છે. આ ભાવનાનો ભાવુક નિજ કલ્યાણ તો સાધે જ છે, સાથે સાથે અન્ય જીવોને પણ એ માર્ગે વાળનારી ભાવનાનો પવિત્ર સ્રોત તે વિશ્વમાં વહેવડાવે છે. ક્ષમાપનાની ભાવનાથી વાસિત થયેલા કેટકેટલા મહાનુભાવો નિમિષમાત્રમાં કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને સિદ્ધિગતિને વર્યા છે, તે માટેનાં દૃષ્ટાંતો તો કંઈ શોધવા જવું પડે તેમ નથી. શ્રીપ્રસન્નચંદ્ર રાજર્ષિ, ઈલાચીપુત્ર, ઈલાચીપુત્રની કથા સાથે સંકળાયેલાં રાજા, રાણી તથા નટપુત્રી, અતિમુક્તકમુનિ, શ્રીબાહુબલીસ્વામી, સાધ્વી મૃગાવતી અને વિશ્વવિખ્યાત ચંદનબાળા ઇત્યાદિ અનેક સાધકોની મોક્ષપ્રાપ્તિના મૂળમાં આ મહાસૂત્ર ‘ખામેમિ સવ્વજીવે’માં નિરૂપવામાં આવેલા એ મહાભાવે જક્ષમાપનાભાવે જ–કાર્ય કર્યું હતું. આવાં ઘણાં બધાં દૃષ્ટાંતોનું અનુચિંતન આપણને એ કહી જાય છે, કે ‘ખામેમિ’ સૂત્રમાં કેવળજ્ઞાનનું અમોઘ બીજ પડેલું છે. એ બીજને વિકસાવીને કોઈ પણ આત્મા સિદ્ધિગતિનો અધિકારી બની શકે છે. શ્રીજિનશાસને પ્રરૂપેલા પરમ ધર્મ અહિંસાનું સાર્થક પણ આ સૂત્રમાં જડે છે. સમગ્ર જીવરાશિને અભયદાન આપવાની ભાવના ભાવતો ભાવુક વાસ્તવમાં તો પોતાને માટે જ અભયદાન પ્રાપ્ત કરે છે. કેમકે, તમામ પ્રકારના વૈરવિરોધથી મુક્ત થના૨ આત્માને માટે ભય કે ડરવા જેવું, તે પછી, કશું રહેતું જ નથી. જેના અંતઃકરણમાં ક્ષમાપનાનો ભાવ ઓતપ્રોત થઈ જાય, તેને માટે તમામ ધર્મ-ચિંતન ૦ ૨૬૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ પાપોનો વિનાશ અને ઉત્કૃષ્ટ મંગલનો પ્રાદુર્ભાવ થવામાં કોઈ અંતરાય બાકી રહેતો જ નથી. આ દૃષ્ટિથી વિચાર કરતાં શ્રીનમસ્કાર મહામંત્રના “નમો” શબ્દમાં પણ ખામેમિ, નમામિ અને શિવમસ્તુ એ ત્રણે ભાવોનું એકીકરણ થયેલું જોવા મળે છે. પંચપરમેષ્ઠિ ભગવંતોને નમન કરવાનો હેતુ સર્વ પાપોનો નાશ કરીને પ્રથમ મંગલરૂપી મુક્તિને પ્રાપ્ત કરવાનો છે. ‘નમો’ પદનું ઉચ્ચારણ પણ, દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનારૂપી ધર્મતત્ત્વની આરાધના દ્વારા દેવતત્ત્વ અને ગુરુતત્ત્વનું પરમપાવનકારક શરણ મેળવી આપે છે. આ શરણને આત્મસાત્ બનાવવા માટે ક્ષમાપના જેવું ઉત્તમ બીજું એક પણ સાધન નથી. ક્ષમાપનાની આ ભાવનામાં, અન્ય જીવોને ક્ષમા કરવાનો ભાવ તો અંતર્ગત રહેલો જ છે, પરંતુ, કોણ કોનો અપરાધી છે, એ વાતનો વિચાર કરતાં એવું, . સ્પષ્ટ ભાસે છે, કે આપણા અપરાધી આપણે પોતે જ છીએ. અન્યને અપરાધી ગણવાની વૃત્તિને જન્મ આપનાર કેવળ અહંભાવ છે. એ મહાશત્રુને જો હણી શકાય, તો પછી, તે આત્મા માટે તો અપરાધી કોઈ રહેતું જ નથી. જે કોઈ આપણો કશો પણ અપરાધ કરતું દેખાય છે, તે તો કર્મસંયોગે આપણો પૂર્વનો લેણદાર છે અને લેણું વસૂલ કરીને આપણને ઋણમુક્ત બનાવે છે. તે તો આપણો ઉપકારી છે અને જે ઉપકારી હોય, તેને અપરાધી કેમ માની શકાય ? કર્મના સિદ્ધાંતની સમ્યક્ સમજણમાંથી આ જાતનો ભાવ આવવો જ જોઈએ. એ આપણો પૂર્વનો કે આ ભવનો લેણદાર ન હોય અને આપણો અપરાધ કરતો હોય, તો પછી તેમ કરવાથી તે આપણો દેવાદાર બની જાય છે એને પરિણામે એ ઋણ અદા કરવા માટે જે આફતમાં એને મૂકાવું પડશે, તેનો વિચાર કરુણાભાવનો પ્રેરક બની જાય છે. આ કરુણાભાવનું જાગવું કલ્યાણપ્રદ હોઈ, એ રીતે એ ભાવ જગાડનાર પણ આપણો પરમ ઉપકારક બની જાય છે. આ દૃષ્ટિથી પણ, તે આપણો અપરાધી નથી ઉપકારક છે. આ સિદ્ધાંત મુજબ વિચારતાં આપણો અપરાધી તો કોઈ જીવ રહેતો જ નથી, અને રહેતો જ નથી, એટલે અન્ય કોઈ જીવને ક્ષમા આપવાનો પ્રશ્ન આપણા માટે ઉપસ્થિત જ થતો નથી. તે પછી, બાકી રહે છે, આપણો “હું”, જાણ્યેઅજાણ્યે અનંત ભવોમાં અનંતા જીવોના અસંખ્યાતા અપરાધો કર્યા છે એ બધા અપરાધોનું ઋણ ચૂકવ્યા વિના એનો તોઉદ્ધાર જ નથી. ૨૬૮ ૦ ધર્મ-ચિંતન Page #286 -------------------------------------------------------------------------- ________________ આ ઋણ ચૂકવવાનો એક માત્ર માર્ગ ખામેમિ છે અને એ ભાવને ક્રિયામાં (અમલમાં) મૂકવાનો એક માત્ર માર્ગ નમામિ (નમસ્કાર) છે. આ રીતે વિચારતાં એવું સ્પષ્ટ સમજાય છે, કે “ખામેમિ સવજીવે’વાળું મહાસૂત્ર, મળી શકતા તમામ માર્ગોદ્વારા આત્માને ક્ષમા માંગવાનું જ શિક્ષણ આપે છે, ક્ષમા આપવાનો તેમાં કોઈ પ્રશ્ન જ દેખાતો નથી. “મારે સર્વ જીવો સાથે મૈત્રી છે” એ વાક્યમાં “મારો કોઈ અપરાધી નથી' એ વાત સ્પષ્ટ થાય છે. “મારે કોઈની સાથે વેર નથી” એ વાક્યમાં “મારે કોઈને પણ ક્ષમા આપવાનું કશું જ પ્રયોજન નથી” એ વાત પણ એટલી જ સ્પષ્ટ થાય છે. એટલે, એ ચાર પદના નાનકડા મહાસૂત્રમાં “ક્ષમા માગવી અને તે અર્થે “સૌને નમવું” એ બે જ વાત છે. એક વિચાર છે અને બીજો આચાર છે. તત્ત્વજ્ઞાનનો વિચારનો) સાર “ક્ષમા માગવી તે અને ધર્મનો (આચારનો) સાર “નમસ્કાર' એ તમામ આગમોનો સારભૂત નિચોડ, ક્ષમાપનાનાં આ ચાર પદોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ બધા ઉપર સ્વસ્થ ચિત્તે મનન કરતાં નિશ્ચય થઈ જશે, કે કરોડો ભવનાં પાપકર્મોને ક્ષણવારમાં ભસ્મ કરી દેવાની ચમત્કારિક મહાશક્તિ “ક્ષમાપના'માં અને નમો'માં છે. એવા એ ક્ષમાપનાભાવને અને નમોભાવને કોટાનકોટી વંદન હો. લખાવનારના, લખનારના, પ્રસિદ્ધ કરનારના અને વાંચનાર–વંચાવનારના, તમામ આત્માઓમાં આ પરમભાવ પ્રગટ થાઓ અને સૌ કોઈને મુક્તિમાર્ગનો પુનિત પ્રકાશ લબ્ધ બનો, એ જ અભિલાષાપૂર્વક : ક્ષમા માંગું હું સર્વ જીવોની, મુજને સર્વ કરો ક્ષમા, મૈત્રી છે સર્વ જીવોથી, વર તો કોથી છે જ ના.” મન વિણ મિલવો જ્યે ચાવવો દંતહીણે, ગુરુ વિણ ભણવો ર્યું જીવો ક્યું અલૂણે, જસ વિણ બહુ જીવી જીવ તે ક્યું ન સોહે. તિમ ધરમ ન સોહે ભાવના જો ન હો હે...(૧) સૂક્તમુક્તાવલી ધર્મવર્ગ-૪૫ અર્થ - જેમ મન વગરનું મળવું, દાંત વિનાનું ચાવવું, ગુરુ વિનાનું ભણવું અને લવણ વિનાનું ખાવું નીરસ બને છે, તેમ ભાવના વિના ધર્માનુષ્ઠાન શોભા પામતું નથી. ધર્મ-ચિંતન ૨૬૯ Page #287 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ધ્વનિની લહરીઓ બાલચંદ હીરાચંદ (આ લેખમાં મંત્રધ્વનિની લહરીઓમાં રહેલી શક્તિની અસરકારકતાનું સુંદર વિવેચન છે. જ્ઞાની ભગવંતોના વચનોમાં શ્રદ્ધા કેળવીને સર્વશક્તિનિધાન મહામંત્ર શ્રીનવકારના જાપના સર્વોચ્ચ પ્રકારના આંદોલનો ફેલાવીને સહુના હિતમાં સક્રિય બનવાની ભાવના છે. સં.) આપણે બોલીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ તેમાં ધ્વનિની લહેરો (Vibrations) તો હોય છે જ. પણ એ કંપ કે લહરીઓ આપણા જીવન ઉપર મર્યાદિત પરિણામ ઉપજાવે છે. કોઈ રાજકારણી વક્તા આવેશમાં એવું ભાષણ કરે છે કે, તેના ભાષણથી લોકભાવના અત્યંત પ્રજવલિત થઈ જાય છે અને લોકક્ષોભ અકસ્માત જાગૃત થઈ જાય છે અને અનેક અણધારેલી ઘટનાઓ જગતમાં જોવા મળે છે. કોઈ ધર્મકારણી વક્તા પણ પોતાના સુંદર વક્તવ્યથી અનેકોને સંસારથી વિમુખ કરી મૂકે છે અને વૈરાગ્યની ભાવના જાજવલ્યમાન કરી મૂકે છે. એમાં મુખ્યત્વે કરી શબ્દરચના, વક્તાની શુદ્ધ બુદ્ધિ, અને ભાવના પ્રદિપ્ત કરવાની કુશલતા એ મુખ્ય હોય છે. જેમ દીવાસળી ચાંપવાથી પ્રાય ઘાસનો ઢગલો ભસ્મીભૂત થઈ જાય છે. તેમ અંધારામાં પ્રકાશ પણ પાથરી શકાય છે અને તેથી ખાડા ટેકરા કે વિપ્નો જોઈ શકાય છે અને તેમાંથી માર્ગ શોધી શકાય છે. એની ધ્વનિ લહરીઓ આપણી આંખે જોઈ શકાતી નથી. માટે એ નથી જ એમ આપણાથી કેમ કહી શકાય ? કારણ કે તેના પરિણામો પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. અને અનુભવી પણ શકીએ છીએ. વસ્તુ આંખેથી જોઈએ તો જ માનીએ એવો આગ્રહ ખોટો છે. મંત્રોમાં જે શબ્દરચના હોય છે તેમાં સામાન્ય શબ્દો કરતા વિશિષ્ટ પ્રકારની ગોઠવણ હોય છે. ઉપલક દૃષ્ટિથી જોતાં તેમાં એવું કાંઈ હશે એવી કલ્પના આવી શકતી નથી. પણ જ્ઞાનીઓ તેમાં અસામાન્ય અને અદ્ભુત શક્તિ જોઈ અને અનુભવી શકે છે. એ મંત્રની રચનામાં અમુક જાતની સ્વર લહરીઓ ગોઠવેલી હોય છે અને તે લહરીઓ અત્યંત ઊંચે પહોંચી જાય છે અને અત્યંત મોટા ક્ષેત્ર ઉપર તેના પરિણામો પહોંચાડી શકે છે. એ લહરીઓની પ્રક્રિયા સુલભ થાય તે માટે પ્રાર્થના સ્થાનોનું શિખર ઉર્ધ્વગામી અણીઆળા શિખરવાળું એટલે કલશનું બનેલું હોય છે. મંદિર કે મજીદ અને દેવળ જેવા મકાનોની રચના ઉદ્ઘ ટોચવાળી હોય છે, એનો ઉદ્દેશ પણ એવો જ હોય એમ જોવામાં આવે છે. ચૌદપૂર્વનું જ્ઞાન પ્રાય મશીથી પણ લખાય નહીં, એવું શાસ્ત્રકારો જણાવે છે અને ૨૭૦૦ ધર્મ-ચિંતન Page #288 -------------------------------------------------------------------------- ________________ સાથે સાથે એ બધામાંથી સારભૂત વસ્તુ શોધી કાઢી એક નવકાર જેવા મંત્રમાં સમાઈ ગઈ છે એવું પણ કહે છે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, વટવૃક્ષનું બીજ અત્યંત નાના અણુ જેટલું હોય છે, છતાં એમાં આખો વટવૃક્ષ સમાયેલો છે એમ કહેવું બરાબર સુસંગત અને સત્ય જ છે. ત્યારે આપણી અલ્પમતિ અનુસાર એ વસ્તુ આકલન નહીં કરી શકીએ, પણ જ્ઞાની અને અનુભવી સંતો જ્યારે વારંવાર ઉચ્ચ સ્વરે પોકારીને કહે છે ત્યારે, એમાં સત્ય છે જ એમ કહેવામાં અને માનવામાં આપણને હરકત શા માટે હોઈ શકે ? દરેક વસ્તુ અમારી બુદ્ધિના ક્ષેત્રમાં સમાઈ જાય અને અમો સમજીએ તો જ માનીએ એવો આગ્રહ કેમ રાખી શકાય ? જગતમાં એવી હજારો ઘટનાઓ નિત્ય જોવામાં આવે છે કે જેનો કાર્યકારણભાવ આપણે પૂરેપૂરો જાણતા નહીં હોવા છતાં તેના તંત્રજ્ઞો અને મંત્રજ્ઞો ઉપર ભરોસો રાખી તેને સત્ય અને સુસંગત તરીકે સ્વીકારીએ છીએ, ત્યારે નવકારમંત્રના ગૌરવમાં આપણે જ્ઞાનીઓ ઉપર નિરપવાદપણે ભરોસો રાખવો જ રહ્યો. જ્યારે જ્ઞાનીઓ નવકારમંત્રને સકળ શાસ્ત્રોમાં ઊંચુ અને આદિ મંગલરૂપી કલ્યાણકારી સ્થાન આપે છે, ત્યારે તેમાં એવી જ અગાધ શક્તિ હોવી જોઈએ એ ફલિત થાય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે નવકારમંત્રના શબ્દસમૂહનો ઉચ્ચાર કરે છે ત્યારે ભલે તે વ્યક્તિ તેનો અર્થ નહીં સમજતો હોય છતાં તેની ધ્વનિ લહરીઓ આકાશમાં પ્રસ્તૃત તો થાય છે જ. અને એ મંત્રરાજમાં એવી અપાર શક્તિ છે કે, તેની લહેરો આંદોલનો દ્વારા લોકાંત સુધી પહોચી જાય છે. જેમ કોઈ મોટા પાણીથી ભરેલા ઘડામાં સાકરનો એક કણીઓ નાખે છે ત્યારે તે આખા ઘડામાં પાણી સાથે એકરૂપ થઈ જાય છે અને પોતાનું ભલે અત્યલ્પ પણ કાર્ય કરી જ નાંખે છે. અથવા એવા જ પાણીના ઘડામાં એકાદ રંગનું ટીપું નાખે તો તે આખા ઘડાનું પાણી તે રંગના વર્ણથી કલુષિત થઈ જાય છે. વધારે સ્પષ્ટતા માટે એવા જ ઘડામાં ઝેરનો એક છાંટો પણ પડી જાય તો તે આખા ઘડાનું પાણી દૂષિત અને અપેય થઈ ગયેલું આપણે માનીએ છીએ. ધ્વનિની લહરીઓનો એવો ધર્મ છે કે, તે ઉત્પન્ન થયા પછી આખા આકાશ પ્રદેશોને સ્પર્શી જાય છે અને ઇષ્ટ કે અનિષ્ટ પરિણામ નીપજાવી જાય છે. જેમ નવકારમંત્ર સુસંવાદી, શ્રેયસ્ વાતાવરણ બનાવી શકે છે, તેમ કલહ, કંકાસ, ક્રોધ, માન, માયા અને લોભ જેવા વિકારી વિસંવાદી શબ્દસમૂહની લહરીઓ પણ પોતાનું કાર્ય કરે જ જાય છે. જ્યારે આપણે જગતમાં પાપ વધ્યું છે એમ કહીએ છીએ ત્યારે એનો એ અર્થ થાય છે કે, વિસંવાદી કલુષિત અણુઓનું જોર વધી ગયું છે. પેલા પાણીથી ભરેલા ઘડાનું દષ્ટાંત કરી લઈએ. એ ઘડામાં દરેક માણસ પોતાની પાસે રહેલા દરેક રંગનું ટીપું નાખે જાય, તેમ ધર્મ-ચિંતન ૦ ૨૭૧ Page #289 -------------------------------------------------------------------------- ________________ દરેક રસનું ટીપું બીજા પણ માણસો નાખે જાય, પછી સરવાળે એ ઘડાના પાણીનું પરિમાણ રૂપ, રંગ અને સ્વાદમાં કેવું જણાય ? જે રંગનું પ્રાબલ્ય વધું થયેલું હશે તેવા રંગની છટા તેમાં વધુ જણાશે અને જે રસ વધુ પ્રમાણમાં તેમાં મળી ગયો હશે તેનો જ સ્વાદ તેમાં વધુ જામી ગયેલો હશે. તેથી જ નવકારમંત્રની સંખ્યાનું મહત્ત્વ પ્રતીત થાય છે. જે વ્યક્તિ એ મંત્રનો સતત ઉચ્ચાર કરતો રહે છે તેની આસપાસનું કલુષિત વાતાવરણ દૂર થતું જાય છે અને આત્માને અનુકૂળ સુસંવાદી વાતાવરણ જામતું જાય છે. તેને લીધે તેની ઐહિક સુખ સગવડો અને શાંતિ કાયમ ટકી રહે છે. દુઃખ હોય તે દૂર થઈ જાય છે અને આનંદ-મંગલ વર્તે છે. એટલે સતત ગમે એવી અવસ્થામાં પણ નવકારમંત્રનો જાપ એ આનંદકારી જ નીવડી શકે છે. ત્યારે જો આપણે વિધિપૂર્વક એકાંતમાં આસન ઉપર બેસી મંત્રજાપ કરતા રહીએ તો તેથી તેનું સારું પરિણામ આવે એ સ્પષ્ટ છે. ધ્વનિ લહરીઓનું કાર્ય કેવું ચાલે છે એ જોવું હોય ત્યારે આપણે એક . પ્રયોગ કરી જોવાથી એ અનુભવમાં આવે તેમ છે. એક ઓરડામાં ઘણી વીણાઓને એક જ સ્વરમાં મેળવી મૂકેલી હોય અને ત્યાં એક વીણાવાદક પોતાની વીણા ઉપર એક રાગ વગાડે ત્યારે બધી વીણા ઉપર તે જ સ્વરલહરીઓ વાગવા માંડે છે. જાણે બધી વીણાઓનો સ્નેહ હોય તેમ સરખી જ સુસંવાદી સ્વર લહરીઓને તે સાથ આપે છે. આપણે આધુનિક રેડીઓમાં ગમે ત્યાંની સ્વરલહરીઓ પકડીને સાંભળી શકીએ છીએ. એ ઉપરથી જોઈ શકાય છે કે, ધ્વનિ પોતાની આસપાસનું વાતાવરણ સ્વરમય કરી રહેલ હોય છે. ફક્ત તે દૂર સુધી પહોંચાડવાનું કે સાંભળવાનું સાધન આપણી પાસે નથી હોતું તેટલી જ ખામી હોય છે. ત્યારે લોકાંત સુધી આપણા મંત્રોચ્ચારની લહરીઓ પહોંચી જાય છે એ શાસ્ત્રવચન સુસંગત છે એમ સિદ્ધ થાય છે. બીજો પણ એક પ્રયોગ કરી જોવા લાયક છે. એક ટેબલ ઉપર એક ઘોડી મૂકી તેની ઉપર કાચનું એક પાટીલું મૂકવામાં આવે. તેની ઉપર અતિ ઝીણી રેતી સરખી રીતે પાથરવામાં આવે અને પછી ફીડલ કે સારંગીની ધનુકલી કાચની એક બાજુ પર કોઈ સંગીતકાર એકાદ રાગ કે રાગિણી વગાડે ત્યારે પેલી રેતી ઉપર અનેક જાતની પુષ્પાકૃતિઓ તૈયાર થતી જાય છે અને જે બધી સરખી અને સુંદર જોવામાં આવે છે કે તે જોઈ આપણે આશ્ચર્યમાં પડી જઈએ છીએ. આવો પ્રયોગ સિદ્ધ કરી બતાવે છે કે, ધ્વનિની લહરીઓ ઘણું સુંદર કાર્ય કરતી રહે છે અને તે કાર્ય અખંડિત રીતે ચાલતું જ હોય છે. માટે જ શ્રીનવકારના ઉચ્ચારણનું કાર્ય જો અવિરત રીતે ચાલુ રાખીએ તો તેથી આપણા આત્માને તો ગુણ થવાનો જ પણ ૨૭૨૦ ધર્મ-ચિંતન Page #290 -------------------------------------------------------------------------- ________________ સાથે સાથે જગતના વાતાવરણમાં પણ અનુકૂળ સ્વર લહરીઓ ઉમેરી જગતના સુખ સમાધાનમાં ઉમેરો કરવાના જ એ ધ્યાનમાં રાખવું જોઈએ. આપણા આવા અલ્પ પ્રયત્નથી પણ આપણે પરોપકારનું કાર્ય કરી જતા હોઈએ તો તે કાં ન કરીએ ? આપણે અત્યાર સુધી સ્વરોચ્ચારના પરિણામોનો વિચાર કરી ગયા. પણ એકાદ બંધ ઓરડામાં છાનામાના એક શબ્દનો પણ ઉચ્ચાર કર્યા વગર મનમાં ને મનમાં કાઉસગ્ગ ધ્યાનમાં જે જાપ કરીએ તેનું શું ? ધ્વનિ લહેરો સમજાય તેમ છે, પણ મુંગે મોઢે ધ્વનિ લહેરો શી રીતે ઉત્પન્ન થતી હશે ? એ એક પ્રશ્ન છે અને તેનો જવાબ પણ આપણે મેળવી લેવો જોઈએ. પદાર્થ જેમ જેમ વધારે ઘન અને ભારે હોય છે. તેમ તેમ તેની ગતિ મંદ મંદ હોય છે. પણ પદાર્થ જેમ જેમ વધુ વિરલ અને હલકો હોય છે તેમ તેમ તે વધુ વેગ મેળવી શકે છે. વરાળ કે ધુમાડાના અણુઓ વિરલ હોવાથી તે વધુ ને વધુ ઉર્ધ્વ ગતિ ધારણ કરી શકે છે. અણુ (Atom) અત્યંત નાનો હોય છે. એનું વિભાજન એકાએક થતું નથી. પણ જ્યારે તેનું વિભાજન કરવામાં આવે છે ત્યારે તે કેવી અસાધારણ અને પ્રચંડ શક્તિ ધારણ કરી શકે છે તે તે આધુનિક વિજ્ઞાને આપણને પ્રત્યક્ષ બતાવી આપ્યું છે. જ્યારે આપણે કાઉસગ્ગમાં હોઈએ ત્યારે બાહ્ય ઇંદ્રિયોના બધા વ્યાપાર સ્થગિત કરી દઈએ છીએ. અને ફક્ત મનને છૂટું રાખીએ છીએ. મનોવર્ગણાના પુદ્ગલો કેટલા સૂક્ષ્મ હોય છે એની આપણે આછી કલ્પના કરી શકીએ છીએ. તેમ જ મન કેટલા વેગથી દોડી શકે છે એ પણ આપણે અંશતઃ જાણીએ છીએ. મન અતિ પ્રચંડ વેગથી અનાકલનીય સ્થળે ક્ષણવારમાં ફરી આવે છે. તેથી જ તેને ચંચલ એવા વાંદરાની ઉપમા આપવામાં આવે છે. છતાં એ ઉપમા તો અપૂર્ણ જ છે. કદાચ વાયુની ઉપમા મન સાથે ઘટાવીએ તો પણ તે ટુંકી જ પુરવાર થાય. એ ઉપરથી આપણે કાઉસગ્ગમાં જે મૂક રીતે નવકાર મહામંત્રનો ઉચ્ચાર કરીએ તેનો વેગ કેટલો હોઈ શકે એ આપણી ટુંકી બુદ્ધિને અગમ્ય લાગે એ સ્વાભાવિક છે. મંત્રનો ઇંદ્રિયગમ્ય ઉચ્ચાર કરીએ અને તેની લહેરો (Vibrations) જેટલી વારમાં લોકાંતમાં પહોંચી શકે તેના કરોડો ગણા વધુ વેગથી મૂક મંત્રોચ્ચાર ત્યાં પહોંચી શકે છે. યોગી મહાત્મા ગિરિકંદરામાં નિર્જન પ્રદેશમાં જઈ ધ્યાન-ધારણા કરે છે તેનું પરિણામ આખા જગત ઉપર ક્ષણવારમાં થઈ જાય છે અને આખું વાતાવરણ સુસંવાદી અને હિતકારી પ્રવૃત્તિ આદરવા લાયક બની જાય છે. લાખો અને કરોડો માણસોના મન ઉપર તેની ઉંડી અસર પહોંચી જાય છે. સાથે વિપરીત અને વિસંવાદી અણુઓનું જોર વધી ગયેલું હોય ત્યારે મંત્રશક્તિને તે અવરોધ પણ કરે છે. આટલા બધા અનુષ્ઠાનો અને ક્રિયાકાંડો કરવા છતાં આપણે તેનું ઉંચું પરિણામ કેમ ધર્મ-ચિંતન ૦ ૨૭૩ Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉપજાવી શક્યા નથી? એવો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેનો ઉકેલ ઉપલા વિવેચન ઉપરથી મળી શકે તેમ છે. તે માટે જ સંત મહાત્મા કે શુદ્ધ બુદ્ધિવાળા માણસમાં એવી “સવિ જીવ કરું શાસનરસી”વાળી ઊર્મિ જાગે છે ત્યારે તેઓ પોતાનું આખું જીવન શ્રીનવકારમહામંત્રમય કરી નાખે છે. જગતમાં જ્યારે અનિચ્છનીય પ્રવાહો જોર પકડે છે ત્યારે એવા મહામના સંત પુરુષો જાગે છે જ. અને જગતને ફરી ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે. હાલનું જગતનું કલુષિત વાતાવરણ એવા યોગીઓ જગતમાં જાગે તે માટે તલસી રહ્યું છે. તેમાં આપણે દરેકે યથાશક્તિ અવશ્ય ભાવ ભજવવો જોઈએ. અને એવા મહન તપસ્વી યોગીનો માર્ગ સુલભ અને નિષ્ફટક કરવા પ્રયત્ન કરવો જોઈએ. ગમે તે કારણે પણ શ્રીનવકાર મહામંત્રનો જાપ જેમ બને તેમ વધુ, કેવળ નિર્મમ અને નિષ્કામ બુદ્ધિથી કરતા રહીએ એ આપણી ફરજ છે. એ બુદ્ધિ સહુ લોકમાં જાગે એ. જ શુભેચ્છા. રાગ, દ્વેષ અને મોહ દૂર કરવાના ઉપાય રાગ દોષનો પ્રતિકાર જ્ઞાનગુણ છે. જ્ઞાની પુરુષ પોતામાં રહેલા દુષ્કૃત્યોને જોઈ શકે છે. તેથી નિરંતર તેની ગહ કરે છે અને તે ગહદ્વારા દુષ્કતથી પોતાના આત્માને ઉગારી લે છે. તેષ દોષનો પ્રતિકાર દર્શન ગુણ છે. સમ્યગું દર્શન ગુણને ધારણ કરનાર પુણ્યાત્મા શ્રી અરિહંતાદિના ગુણો, સત્કર્મો અને વિશ્વવ્યાપી ઉપકાર આદિને જોઈ શકે છે. તેથી તેને વિષે પ્રમોદને ધારણ કરે છે અને ગુણો તથા સત્કર્મોની અનુમોદના કરીને પોતાના આત્માને સન્માર્ગે વાળી શકે છે. મોહ દોષનો પ્રતિકાર, જ્ઞાન, દર્શનપૂર્વકનો ચારિત્ર ગુણ છે. પાપમાં નિષ્પાપતાની બુદ્ધિ અને ધર્મમાં પાપપણાની અકર્તવ્યતાની બુદ્ધિ દૂર થવાથી, પાપમાં પ્રવર્તન અને ધર્મમાં પ્રમાદ દૂર થાય છે. અપ્રમત્તપણે ધર્મનું સેવન કરવાથી મોહ દોષનો ક્ષય થાય છે અને એવો આરાધક આત્મા ચારિત્ર ધર્મરૂપી મહારાજાના સામ્રાજ્યમાં વફાદાર સેવક બની મોક્ષના અવ્યાબાધ સુખને પામે છે. ૨૭૪ ધર્મ-ચિંતન Page #292 -------------------------------------------------------------------------- ________________ રંગવિજ્ઞાન બાલચંદ હીરાચંદ (શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના વર્ણનું સુંદર વર્ણન આ લેખમાં થયું છે. ભાવને અસર કરવામાં રંગ કેટલો બધો અગત્યનો ભાગ ભજવે છે તે આ લેખ સ્પષ્ટ કરે છે. સં.) આખું જગત વિવિધ એવા સાત વર્ષોથી પરિવેષ્ટિત છે. એ દરેક વર્ણ પોતાનું વૈિશિસ્ય ધરાવે છે અને તે દરેક વર્ણ પોતાના વિશિષ્ટ ગુણો ધરાવે છે અને તેમના અનેક જાતના વધારે ઓછા મિશ્રણ થવાથી વિભિન્ન ગુણોનો જન્મ થાય છે. એ વસ્તુસ્થિતિ જેઓ પોતાની તપઃ સાધનાથી એવી દૃષ્ટિ મેળવી લે છે તેઓ જોઈ અને પારખી પણ શકે છે અને દિવ્યદૃષ્ટિ કે અંગ્રેજીમાં જેને Clairvoyance Sight કહે છે તે પ્રાપ્ત થયા પછી દરેક મનુષ્યને તેના સાચા રૂપમાં જોઈ શકાય છે. તીર્થકર ભગવંતને આઠ મહાપ્રાતિહાર્ય હોય છે અને આપણે ભામંડળ પ્રભુની મૂર્તિ પાછળ બતાવીએ છીએ. એ ભામંડળ વિવિધ રંગોનો એકત્ર આવિષ્કાર સૂર્યના આકારમાં દિવ્ય તેજરૂપે મૂકવામાં આવે છે. આપણે લાલ રંગનો જ વિચાર કરીએ ત્યારે આપણા જોવામાં આવે છે કે ક્રોધનો રંગ લાલ હોય છે, તેમ માયાનો રંગ પણ લાલ જ હોય છે અને કામ-વિકારનો પણ લાલ જ રંગ હોય છે. આપણે જોઈએ છીએ કે, જ્યારે માણસ ક્રોધથી ધમધમે છે, ત્યારે એના બધા અંગો લાલચોળ થતા જાય છે. તેમ જ જે માણસ કામ-વિકારમાં ડૂબી મનની વિશ્વળતા બતાવે છે, ત્યારે તેના મોં ઉપર લાલરંગની છટા જોવામાં આવે છે. આપણે સિદ્ધ ભગવંતોનો લાલરંગ કલ્પીએ છીએ ત્યારે એ લાલરંગ જુદો જ હોવો જોઈએ, એ સ્પષ્ટ છે. કારણ એમાં શુદ્ધ દયા, અનુકંપા અને પરહિતની તીવ્ર ભાવનાનો પ્રકર્ષ વર્તે છે, એવા શુદ્ધ ભાવની કલ્પના કરવામાં આવે છે. ક્રોધના લાલરંગમાં કલુષિતતાનો શ્યામવર્ણ મિશ્રિત હોવાનું સ્પષ્ટ જોવામાં અને જાણવામાં આવે છે. એ રંગ નેત્રને જરાએ આલ્હાદ આપતો નથી. તેમ જ કામવિકારના લાલરંગમાં પરવશતાનો લીલો રંગ મિશ્રિત થવાથી તેમાં કલુષિતતા જોવામાં આવે છે અને એના માટે જરાએ આદર કે આકર્ષણ થતું નથી. સિદ્ધ ભગવંતનો લાલવર્ણ લગભગ ગુલાબના ફુલ જેવો નયનમનોહર અને આકર્ષક હોય છે. એ રંગનો આદર કરવાનું મન થાય છે અને એ રંગમાં ડુબી જવાનું પણ મન થાય છે. એવું એનું વિશિષ્ટ જાતનું આકર્ષણ હોય છે. આખા જગત ઉપર 'દયા, ઉપકારવૃત્તિ એ સિદ્ધ ભગવંતના સ્વભાવનું દર્શક છે. શિવમસ્તુ સર્વગતિ:' • ભાવની પૂર્ણતાનું નિર્દર્શક છે. ધર્મ-ચિંતન ૨૭૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થકર ભગવંતોનો શુદ્ધ, શ્વેત રંગ માનવામાં આવે છે. તેમાં બધા રંગો તેના મૂળ સ્વાભાવિક શુદ્ધ રૂપમાં હોવાને લીધે બધા રંગોનું મિશ્રણ છતાં એમાં કલુષિતતાનો સંપૂર્ણ અભાવ હોય છે અને તેને લીધે શુદ્ધ શ્વેતવર્ણના કિરણો તેમાંથી આવિષ્કૃત થાય છે અને તેને લીધે જ જ્યાં પ્રભુ વિચરતા હોય ત્યાં કેટલાએક યોજનો સુધી જીવ માત્ર પોતાના અનિચ્છનીય વેર વિરોધના ગુણો ભૂલી જાય છે. એટલું જ નહીં પણ નિસર્ગ પણ પોતામાં રહેલા સારા ગુણો જ પ્રગટ કરે છે. અર્થાત્ પ્રભુમાં રહેલ શુદ્ધ સાત્ત્વિક ગુણો એ કાર્ય કરે છે. અનિચ્છનીય ગુણોને વિકારો દબાઈ આત્માના નિર્મળ ગુણો છતા થાય છે. આ પ્રભાવ તીર્થ અને ધર્મભૂમિઓમાં જોવા મળે છે. તેમ જ યોગી, સંત, મહાત્માઓના સહવાસમાં પણ ઘણી વખત પ્રતીત થાય છે. એવું વાતાવરણ અને એવી શુદ્ધ ભાવના આપણને નવકારમંત્રના પ્રભાવથી પણ પ્રાપ્ત થાય એમાં સંદેહ નથી. એટલા માટે જ યોગીજનોના સહવાસનું અને મંત્રારાધનાનું માહાત્મ શાસ્ત્રકારોએ સવિશેષપણે વર્ણવેલું છે. ત્યારપછી આચાર્યનું ત્રીજું પદ આવે છે અને તેનો રંગ પીળો, પરિપકવ ફળ જેવો કે સુવર્ણવર્ણ જેવો બતાવવામાં આવ્યો છે. એ રંગ જ્ઞાનનો દર્શક છે. સુવર્ણ જેમ સુંદર અને પૂર્ણતાને પામેલું મહા મૂલ્યવાન હોય છે અને ફળ પાક્યા પછી પણ તેમાં રસકસ અને મધુરતા વધે છે. તથા લોકભોગ્ય પૂર્ણતા પામે છે, તેમ આચાર્ય ભગવંત એક રાજાની પેઠે સામ, દામ, દંડ વગેરે ભેદે પોતાના સમૂહને માર્ગદર્શક બની એક અધિષ્ઠાતા સાચા ગુરુનું કાર્ય સાધે છે. પીળો રંગ શ્વેતથી કાંઈક ઓછો નિર્મળ હોય છે. પણ તેમાં મુખ્યતઃ જ્ઞાન અને દીર્ધદષ્ટિનો પૂરો સમાવેશ થયેલો હોય છે. શ્રાવકો માટે પીળા વર્ણનો જ ચાંદલો એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેમાં કેશરની લાલાશ મળતાં તે કેશરી રંગ બની જાય છે. જ્યારે પીળો રંગ જ્ઞાનનો નિદર્શક છે, ત્યારે કેશરી રંગમાં જ્ઞાનની વધુ તીવ્રતા સમાવિષ્ટ થયેલી હોય છે. એટલે આચાર્ય ભગવંત જ્ઞાની, સમયજ્ઞ, ધર્મવેત્તા અને જરૂર પડે વિરોધ પ્રસંગે નિર્ણાયક માર્ગદર્શક અધિષ્ઠાતા ગણાય છે. ધર્મના પ્રણેતા પણ તેઓ ગણાય છે. ઉત્સર્ગ ને અપવાદનો ભેદ સમજી સમયાનુકૂલ અને ધર્માનુસાર આદેશ તેઓ આપી શકે છે. જરૂર વખતે શાસ્ત્રાનુસારી તદ્દન નવો નિર્ણય પણ તેઓ બોધી શકે છે. પીળા રંગનો એ અર્થ ધર્મચક્રને સાચી ગતિ આપવાનો છે. ઉપાધ્યાય અથવા પાઠક એ શિષ્યોને ભણાવી તૈયાર કરવામાં કુશળ હોવાથી તેઓ ચાલુ ભાષામાં અધ્યાપક-શિક્ષકનું કાર્ય કરે છે, એમ કહીએ તો ચાલે. તેમની પાસે જડ અને પ્રાજ્ઞ એવા અનેક ચિત્ર-વિચિત્ર બુદ્ધિના જ્ઞાનાર્થી સાધુઓ ભણતા હોય અને તરતમભાવે દરેકની બુદ્ધિ સરખી ન હોવાને લીધે દરેકને જુદા જુદા માર્ગે ભણાવવાનું હોય. એમ કરવામાં દરેક માટે તેમને કાળજી અને સહાનુભૂતિ રાખવી પડે છે. ૨૭૬ • ધર્મ-ચિંતન Page #294 -------------------------------------------------------------------------- ________________ સહાનુભૂતિનો રંગ લીલો છે. એ લીલો રંગ એટલે અનાજ ખેતરોમાં જ્યારે પાકી રહેલું હોય છે-અને નજ૨ને લીલુંછમ જણાય છે, એવો રંગ સમજવાનો છે. વૃક્ષપલ્લવ જ્યારે સંપૂર્ણ ખીલેલાં હોય છે તે વખતનો રંગ લેવાનો છે. પાંદડાં પાકી રસહીન થવા પછીનો નહીં. અંગ્રેજીમાં જેને Nature Green કુદરતી લીલો કહેવામાં આવે છે, તે રંગ લેવાનો છે. એ રંગમાં સહજતા, આકર્ષકતા અને મનોહારી સુંદરતા હોય છે. તે સૃષ્ટિ સુંદરીની શોભા વધારનારો એક અલંકાર ગણાય છે, તેને લીધે લીલા રંગમાં ઉપાધ્યાયની દયા, ક્ષમા, સહૃદયતા અને પ્રસંગોપાત ઉગ્રતા પણ અભિપ્રેત છે. ઉપાધ્યાય પદવીને એ રંગ પૂર્ણ મળતો આવે તેમ હોવાથી જ શ્રીનવકારમંત્ર ગર્ભિત શ્રીસિદ્ધચક્ર યંત્રમાં ઉપાધ્યાય પદ લીલા રંગથી અલંકૃત કરવામાં આવ્યું છે. ત્યારપછી પંચમ સાધુપદનું સ્થાન છે. સાધુએ અધ્યાત્મમાર્ગમાં સાધક તરીકેનું સ્થાન ધારણ કરેલું હોય છે. સાધુનું મન કોરી નિર્દોષ પાટી જેવું હોય છે. અથવા કોરા દર્પણ જેવું હોય છે. એમાં જે પ્રતિબિંબ પાડવા માગો તે પડે છે. શરત ફક્ત શુદ્ધ ધાર્મિક વિચારની છે. આકાશનો જે ‘નિષ્પવ્યોમનીતવ્રુત્તિ'વાળો કુદરતી રંગ હોય છે, તે આસ્માની, નીલ કે બ્લ્યુ (Blue) રંગ જણાય છે, તે રંગ એ સાધુનો ગણવાનો છે. એ આકાશનો રંગ કોઈ વસ્તુવિશેષ ઉપર લગાવેલો રંગ નથી. પણ આપણી દૃષ્ટિની મર્યાદા બતાવનારો એ નિસર્ગનો રંગ છે. એ રંગ ઉપર બીજો કોઈ પણ રંગ શોભી શકે છે. નક્ષત્રો કે ગ્રહો પોતાનો પ્રકાશ એ મનોહર નીલ રંગ ઉપર પાથરી શકે છે. માટે જ એ બ્લ્યુ (Blue) કે નીલ રંગનો અર્થ શુદ્ધ ધાર્મિક વિચાર એવો થાય છે. અર્થાત્ એ શુદ્ધ ધાર્મિક વિચારમાં સ્વાર્થની કલુષિતતા મિશ્ર થયેલી હોય ત્યારે તે નીલરંગ પણ મલીન થઈ જાય છે. એમાં બીજા અનિચ્છનીય રંગ મળતા તેનું સુંદર ભવ્યપણું અને નયનમનોહરપણું લોપાઈ જાય છે. એટલે સાધુપદનો રંગ શુદ્ધ આકાશ જેવો હોય છે. કાળો મેશ જેવો નહીં. કાળો મેશ જેવો રંગ એ રંગ જ ગણાતો નથી. સાધુનો શ્યામવર્ણ શાસ્ત્રોમાં આષાઢી મેઘ જેવો પણ વર્ણવ્યો છે, તે પણ અપેક્ષાએ સત્ય છે. મંત્રજાપ વડે આપણા મનનું ગમે તેવું કલુષિત સ્વરૂપ કેવી રીતે શુદ્ધ અને નિર્દોષ કરી શકાય એનો પણ બોધ આપણે આ વિચાર ઉપરથી તારવી શકીએ છીએ. ૧. (Manvisible and unvisible અને Thought Forms એ નામના બે પુસ્તકોમાં રંગોનું સ્વરૂપ અને એના આકારો આપવામાં આવેલા છે. આપણે જે વિચાર કરીએ છીએ તેનાં રૂપ અને રંગ કેવી રીતે બદલાય છે, તેનું ચોક્કસ સ્વરૂપ એમાં બતાવવામાં આવ્યું છે. આપણી ચર્મચક્ષુને જણાતો માણસ એની વાસનાઓ અને વિકારોના રૂપમાં કેવો જોઈ શકાય છે, તેનો આબેહુબ ચિતાર 'પણ એમાં બતાવવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓને ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.) ધર્મ-ચિંતન ૦ ૨૭૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ઠિ બાલચંદ્ર હીરાચંદ (પરમેષ્ઠિપદને પાત્ર બનવાની પ્રેરક વિચાર સામગ્રી આ લેખમાં રહેલી છે. તેનું વાંચનમનન જરૂર લાભદાયી નીવડશે. સં.). આપણે દરેક જણ વ્યષ્ટિ અગર વ્યક્તિરૂપે છીએ. અને જ્યારે આપણો સમુદાય એકત્ર મળે છે, ત્યારે એ સમષ્ટિ ગણાય છે અને આપણું ઈષ્ટ સાધ્યબિંદુ પરમેષ્ઠિ છે. આ સંસારરૂપી ચક્રમાંથી આપણું વ્યક્તિત્વ ભૂલી તેને સમષ્ટિરૂપમાં ફેરવવું પડે છે તો પરમેષ્ઠિ થવાય છે. એટલે આપણને જેવું સુખ અગર દુઃખ થાય છે, તેવું જ બીજાઓને પણ થાય છે અને થતું હોવું જોઈએ, એવી ભાવનાથી બીજાના સુખ-દુઃખમાં આપણે સહભાગી થવું જોઈએ. અર્થાત્ આપણા કોઈ પણ કાર્યથી બીજાઓને દુઃખ ન થાય તેવી સાવચેતી આપણે રાખવી જોઈએ. બીજાના સુખમાં આપણે પણ સુખાનુભવ કરવો જોઈએ. પણ આમ થતું નથી. આપણે હંમેશા પોતાનું વ્યક્તિત્વ જ જોઈએ છીએ. અને એને જે સુખ આપે એ જ કાર્ય આપણે મુખ્યપણે આદરીએ છીએ. આપણે પોતાને જ આ જગતનું કેન્દ્રબિંદુ માની બધું આપણા માટે જ છે અગર હોવું જોઈએ, એમ માનીએ છીએ. આપણી આસપાસ જે વસ્તુઓ જોઈએ છીએ એ એવી જ મૂળ સ્વરૂપે છે અને એમાં પરિવર્તન થવાનું નથી એમ માની તેને સ્થિર સ્વરૂપે ગણીએ છીએ અને એવી માન્યતાને લીધે જ એવી વસ્તુઓમાં જયારે પરિવર્તન થાય છે, ત્યારે આમ કેમ થયું? એમ વિચારમાં પડી આપણે ખેદ અનુભવીએ છીએ. દરેક વસ્તુમાં ક્ષણે ક્ષણે પર્યાય બદલાતા રહે છે, એ વસ્તુ આપણે પોતની અજ્ઞાનતાને લીધે ભૂલી જઈએ છીએ. આપણે પોતે એક વખત બાળક હતા. પછી યુવાન થયા, અજ્ઞ મટી સુજ્ઞ થયા, દ્રવ્ય વિનાના હતા અને પછી ધનવાન થયા. અનેક ભોગસાધનો મેળવ્યા અને છેવટ વૃદ્ધ થયા. એની સાથે સાથે આ ભવ પૂર્ણ કરી આ શરીર મૂકી બીજું નવું શરીર ધારણ કરવાના છીએ, એ નિશ્ચિત અને અનુભવસિદ્ધ વસ્તુ પણ ભૂલી જઈએ છીએ. જે શરીરનો આપણે આટલો બધો મોહ રાખીએ છીએ, તે શરીરમાંથી ક્ષણે ક્ષણે પરમાણુઓ અત્યંત વેગથી વિખેરાઈ રહ્યા છે અને નિત્ય નવા પરમાણુઓ ત્યાં આવી વસી રહેલા છે, એ સંપૂર્ણ સત્ય વસ્તુ પણ ભૂલી જઈએ છીએ. એ સમજવા માટે એક દ્રષ્ટાંત આપણે વિચારીએ. એક નાની તળાવડી જેવું જળાશય હતું. પૂર્ણિમાનો રજનીવલ્લભ પોતાની સંપૂર્ણ કળાઓ સાથે પ્રકાશી રહેલો હતો. પાણીમાં તેનું મનોહર પ્રતિબિંબ જણાતું હતું. એક રમતિયાળ બાળક તળાવડીના કિનારે બેસી એ બિંબ પાણીમાં જોઈ રહેલો હતો. એણે એક લાકડીથી પાણીમાં આઘાત કર્યો. પેલું ચંદ્રબિંબ ખંડિત થઈ ગયું. એના અનેક કકડાઓ થયા. અને પાણીમાં વિખરાવા માંડ્યા. એ જોઈ બાળકને મજા પડી. એણે એ ચંદ્રબિંબને વારંવાર ફોડી નાખી તેના કકડા કરવા માંડ્યા. પણ ક્ષણવારમાં એ બિંબના કકડા ફરી એકત્રિત થાય ૨૭૮ - ધર્મ-ચિંતન Page #296 -------------------------------------------------------------------------- ________________ અને ફરી વિખેરાવા લાગે. આવો ખેલ ચાલ્યો હતો, એટલામાં પવન જોરથી આવ્યો. બાળક પાછળ ધકેલાઈ ગયો અને ચત્તો પડી ગયો. પવન શાંત થયો અને બાળકે આંખ ઉઘાડી એટલામાં આકાશમાં ચંદ્રમા એના પૂરા તેજથી ઝળહળી રહ્યો હતો, એ તેના જોવામાં આવ્યો. પાણીમાં વિવિધરૂપે ખંડવિખંડ થઈ જણાતો હતો, એ જ આ ચંદ્રમાં છે એવી એને ખાત્રી થઈ. એ એ દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધ થાય છે કે, જગતમાં જણાતી બધી વસ્તુઓ જે હાલમાં જણાય છે તે જ તેનું મૂળ સ્વરૂપ નથી. એ તો ક્ષણજીવી બદલાતા તેના પર્યાયો છે. બીજું દ્રષ્ટાંત આપણે લઈએ. એક જ માણસ કોઈનો બાપ હોય છે, ત્યારે બીજાનો દીકરો હોય છે. કોઈ એને ભાઈના નામે બોલાવે છે, ત્યારે બીજો એને બનેવી માને છે. એકનો સસરો થાય છે, ત્યારે કોઈનો એ જમાઈ હોય છે. આમ એક જ માણસ ઉપર પરિસ્થિતિ અને સંયોગોના બદલાવાથી જુદા જુદા નાતાઓનું આરોપણ થતું આપણે જોઈએ છીએ. વાસ્તવમાં એ માણસ જુદા જુદા ભાવોમાં એક જ છે, ત્યારે આપણને પોતાને ઓળખવું હોય તો આપણું મૂળ સ્વરૂપ શું છે, એ આપણે ઓળખવું જોઈએ સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે એકેન્દ્રિયથી લગાવી પંચેંદ્રિય આદિ ચોરાશી લાખ જીવાયોનિઓમાં પ્રવાસ કરી ચૂક્યા છીએ. અનેક વેશ, અનેક રૂપ અને અનેક સંયોગોમાં અનેક ભાવનાઓનો અનુભવ આપણે લીધેલો છે. એટલા માટે જ મનુષ્યભવનું મહત્ત્વ મોટું જણાવવામાં આવે છે. માટે આપણે પોતે શરીર કે બીજી કોઈ વસ્તુ નહીં પણ આત્મા છીએ. નિરાલંબ, શુદ્ધ, બુદ્ધ છીએ. પણ અનેક જાતના આવરણોને લીધે આપણું મૂળ સ્વરૂપ પારખી શકતા નથી. અને તેને લીધે જ અજ્ઞાનજન્ય ભ્રમમાં આપણે આપણું પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયેલા છીએ. એ સ્વરૂપ ઓળખવાનો થોડો પણ આપણે પ્રયત્ન કરીએ તો આપણું વ્યક્તિત્વ પ્રગટી નીકળે અને એ પ્રગટ થતાં આપણી જગત તરફ જોવાની દૃષ્ટિમાં મોટો ફેર પડી જાય. આ જગત મૂળ તો આત્મા જ છે, આ જણાતી ભિન્નતા એ ભાસમાન . અને ઠગારી છે, સત્ય નથી. એવો પ્રત્યય થતાં આપણું વ્યક્તિત્વ જુદું તરી આવે તેમ છે અને તેની ઉપરના આવરણોનો પ્રત્યય આપણને આવવા માંડે. અને એમ થતાં એ આવરણો ખસેડવાનું આપણને જરૂરી જણાય. અને યથાવકાશ એ આવરણો જો દૂર થાય ત્યારે આપણું ક્ષેત્ર આ ખાબોચિયા જેવડું ટુંકુ નથી, પણ વિશાળ છે. આપણું જ્ઞાન અગાધ છે. આપણે આ દેહરૂપી પીંજરામાં પૂરાયેલ બંદીવાન નથી પણ અખંડ, અવ્યાબાધ, અજર, અમર એવા આત્મા છીએ, એવી ખાત્રી થશે. અને અનુભવ થતાં આપણા આનંદની સીમા રહેશે નહીં, માટે આપણે આપણા વ્યક્તિત્વને અર્થાત્ આપણને પોતાને જ ઓળખતાં શીખવું જોઈએ. વ્યક્તિત્વને આપણે જાણવું હોય, ત્યારે સમષ્ટિરૂપ આત્માને આપણે જાણવો પડે છે અને એવા પ્રસંગે વ્યક્તિત્વને આપણે ભૂલી જવું પડે છે. જ્યારે આપણે એવું જાણતા ' થઈએ કે, હું એ બીજો કોઈ નહીં પણ સમષ્ટિનો એક અંશ–ભાગ છું અને બધાઓના ધર્મ-ચિંતન • ૨૭૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ સુખમાં મારું પોતાનું સુખ સમાયેલું છે, તેથી જ કોઈ દુ:ખી જણાતા તેના દુઃખમાં સહભાગી થવું અને બીજાનું દુઃખ બની શકે તેટલા પ્રમાણમાં ઓછું કરવું, અને એમ કરવામાં જ પોતે આનંદિત થવું. એક સુભાષિતકારે કહ્યું છે કે– अयं निजः परो वेत्ति गणना लघुचेतसां । उदारचरितानां तु वसुधैव कुटुंबकम् ॥ અર્થાત્ ટુંકા મનવાળા, હલકા વિચારવાળાઓ ‘આ મારું અને આ પારકું' એવું માનતા હોય છે, ત્યારે ઊંચા મનવાળા—ઉદાર વૃત્તિવાળા માણસો આખી દુનિયાને પોતાના કુટુંબીઓ તરીકે માને છે. બીજાને દુઃખ થતાં તે પોતાને જ થાય છે એમ માને છે અને બીજાના ઉત્કર્ષમાં પોતાનો જ ઉત્કર્ષ છે, એમ માને છે. આમ કરવામાં પોતાનું વ્યક્તિત્વ અનાયાસે ભૂલી જવાય છે અને પોતે આ વિશ્વનો એક અણુમાત્ર છે, એમ માનવાથી આપણું મન વિશાળ થાય છે અને આપણે સમષ્ટિરૂપ બની જઈએ છીએ. મહાત્માઓ એવો વિચાર કરે છે કે, મારી સગવડો સાચવતા રખે બીજાને અગવડ થઈ જાય ! એમ વિચાર કરવાથી એ પોતે અગવડ વેઠીને પણ બીજાની સગવડ સાચવવા મથે છે. અર્થાત્ બીજાઓનું સુખ એ જ પોતાનું સુખ ગણતાં એ પોતે જ સુખરૂપ થઈ જાય છે. પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખવા છતાં જ્યારે માણસ સમષ્ટિરૂપ થઈ જાય છે ત્યારે તેના આત્માની ભવ્યતા અને વિશાળતા વધતી જ રહે છે અનેં એને લીધે એની દરેક હીલચાલ અને એનો એકેએક શબ્દ બીજાઓને માર્ગદર્શક થઈ જાય છે. એટલું જ નહીં પણ એની મુખાકૃતિ પણ સ્વભાવિક રીતે વિનય અને નમ્રભાવ શીખવે છે. એની આંખમાં પણ એવું જ તેજ ચળકી ઊઠે છે કે વગર શબ્દના ઉચ્ચારથી પણ અનેક લોકો બોધ પામી જાય છે. ગમે તેવો વિરોધી વિચાર ધરાવનારો પણ તેમની સામે પોતાનો અહંકાર ભૂલી નતમસ્તક થઈ જાય છે અને એમના દર્શનમાત્રથી પોતાના અનેક સંશયોનો ઉકેલ મેળવી જાય છે. એવા સંત-મહાત્મા આગળ ક્રોધથી ધમધમતો કોઈ હોય તો તે પણ શાંત થઈ જાય છે. એવું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમનામાં પ્રગટી નીકળે છે. એટલા માટે જ એવા જ્ઞાની, યોગી, સંત-મહાત્માના બધે વખાણ થાય છે અને એમના ગુણકીર્તન થાય છે. એવા સંતની ચરણરજ પોતાના માથે ધરવા બધા ઉત્સુક બને છે. એવા ગુરુજનોની પ્રશંસા તેઓ પરલોકમાં ગયા હોવા છતાં અખંડપણે ચાલુ જ રહે છે. આવી હોય છે પોતાનું વ્યક્તિત્વ ભૂલી સમષ્ટિ સ્વરૂપ બનેલા મહાત્માઓની ગુરુતા ! આમ સ્વત્વને ગૌણ કરી સમષ્ટિરૂપ થઈ જનારા મહાત્માઓની ગણના પરમેષ્ઠિમાં મૂકવા જેવી થાય એમાં જરાએ સંદેહ નથી. એવા સંત, ત્યાગી, સંયમી અને નિરિ૭ મહાત્માઓથી જ આ પૃથ્વી રત્નગર્ભા ગણાય છે. એવા પરમ પુરુષો જ આ પૃથ્વીના ભૂષણરૂપ છે. ૨૮૦ ૦ ધર્મ-ચિંતન Page #298 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અંતિમ ધ્યેયના પ્રતીકો બાલચંદ હીરાચંદ જૈન ધર્મ જેવો ઉદારમતવાદી બીજો કોઈ ધર્મ જોવામાં આવતો નથી. જુદા જુદા નયોની અપેક્ષાએ દરેક ધર્મમાં કાંઈને કાંઈ સત્યનો અંશ દષ્ટિગોચર થાય છે જ. અને તેથી જ જૈનશાસ્ત્રકારો અન્ય લિંગીઓમાં સિદ્ધિનો સંભવ માને છે અને એ રીતે જૈન ધર્મ આગ્રહ, દુરાગ્રહ અને કદાગ્રહને જરાએ અવકાશ રાખ્યો જ નથી. એટલે જ જૈનોનો અનેકાંતવાદ એ સાધનાનું અમોઘ સાધન ગણાય છે. અકારણ કલહને જરાએ સ્થાન ન મળે એ માટે જ એ અનેકાંતવાદને આટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે. જગતમાં ધર્મ નામની વસ્તુ તો એક જ હોય. પણ માણસની બુદ્ધિ અને અનુભવમાં તરતમતા હોવાને લીધે, અને દેશ-કાલ-પરિસ્થિતિમાં અનેક જાતની ભિન્નતા હોવાને લીધે આચાર અને માન્યતામાં વિલક્ષણ ભિન્નતા પેદા થઈ જુદા જુદા ધર્મો જગતમાં પ્રચલિત થવા પામ્યા છે. એ બધાઓનું મૂળ શોધતાં એકતા કેવી રીતે તરી આવે છે, એ જોવું રસપ્રદ થઈ પડે છે. પરસ્પરવિરોધી લાગતા વિભિન્ન ધર્મોનું મૂળ જોવાથી અનેક જાતના કોયડાઓનો ઉકેલ પણ મળી શકે તેમ છે. અહીં જુદા જુદા ધર્મોના મૂળ સિદ્ધાંતોના પ્રતીકોમાં કેવું ગૂઢ રહસ્ય છુપાયેલું છે, એ સમજવું એ બોધપ્રદ અને રસપ્રદ થઈ પડે તેમ હોવાથી તેનો થોડો વિચાર કરવો ઉપયુક્ત જણાય છે. સારી અને સમુચિત વસ્તુ જોઈ એનું રહસ્ય સમજી લેવું એટલો જ અમારા લખવા પાછળ હેતુ છે. માટે આ વાંચતી વખતે પોતાના મનનું સમતોલપણું ગુમાવવાની જરૂર નથી, તેમાં મુખ્યત્વે આપણી જિજ્ઞાસા જાગૃત રાખવાની જરૂર છે. . આપણા દેવમંદિરો ઉપર કળશની જોડે ધ્વજા ફરકાવવામાં આવે છે, એ ધ્વજાનું કપડું પાંચ જુદા જુદા રંગમાં બતાવવામાં આવે છે. તેનો હેતુ પંચપરમેષ્ઠિનું પ્રતીક તે હોય એ દેખીતું છે. રંગવિજ્ઞાનના અમારા લેખમાં એ રંગો પંચપરમેષ્ઠિની સાથે કેવી રીતે સંકળાયેલા છે, એ બતાવવામાં આવ્યું છે. મંદિરમાં જઈ પરમાત્માનું દર્શન કરવા પહેલાં એની ઉપર ફરકતી ધ્વજાનું જ પ્રથમ દર્શન થાય છે. કોઈ સ્થળે એ ધ્વજા ઉપર દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચગતિઓના દર્શક તરીકે સ્વસ્તિકનું બોધચિહ્ન આપી ચંદ્ર અને તારલાનું મુક્તિનું પ્રતીક બતાવવામાં આવેલું હોય છે, એમાં ભવનિર્વેદ અને અંતિમ-મુક્તિનું સાધ્યબિંદુ બતાવવામાં આવ્યું હોય એમ સમજાય છે. જૈનો પોતાના ઉત્તમાંગ ઉપર કેશરીગંધનું ચિહ્ન લગાવી અમો જૈન છીએ એવું સ્વાભિમાનપૂર્વક પ્રદર્શિત કરે છે. પતિ અને કેશરીરંગ જ્ઞાન અને બુદ્ધિનો દર્શક છે અને આત્માનો ગુણ મુખ્યત્વે જ્ઞાનરૂપ હોવાથી, ગુણના માર્ગે ગુણીને અર્થાત્ આત્માને ધર્મ-ચિંતન • ૨૮૧ Page #299 -------------------------------------------------------------------------- ________________ ઓળખી તેનું સ્મરણ રહે તે માટે કપાળ ઉપર લગાવવામાં આવે છે. ચાંદલો પીળા રંગનો હોય છે, એ આત્માના પ્રતીક તરીકે હોય છે. આત્મજાગૃતિ અને આત્માની ઓળખાણ રહે, તેનું એ બોધચિહ્ન છે. ભગવાન્ વિષ્ણુને જ સર્વસ્વ માનનારા વૈષ્ણવધર્મીઓ બે સફેદ લીટીઓની વચ્ચે એક લાલ લીટી દોરી કપાળ ઉપર ઊભું ચિત્ર દોરે છે. એ ચિહ્નમાં સફેદ રંગ એ ચેતન આત્માનું ચિહ્ન છે અને વચમાં લાલ લીટી છે, તે માયા એટલે પૂલરૂપનું ચિહ્ન હોય છે. આત્મા એ નિર્ગુણ, નિરાકાર, વર્ણરહિત છે. પણ એ બતાવવા માટે અને એનો બોધ થવા માટે સફેદ રંગની યોજના છે અને માયાનો લાલ રંગ એટલા માટે યોજવામાં આવે છે કે, આત્માને વ્યક્ત થવાનું સાધન માયા જ છે, તેથી તે લાલ રંગથી પ્રદર્શિત કરવામાં આવે છે. આત્મા અથવા ચૈતન્યને પ્રગટ થવાને સાધન આપણું આ જડ શરીર જ છે. આત્માઓ અનંત ભેગા રહે છે, પણ તે જોઈ શકાતા નથી. પણ જ્યારે એ સ્કૂલ જડ શરીર ધારણ કરે છે, ત્યારે જ તેનો આવિષ્કાર થાય છે અને આંગળીવડે તે બતાવી શકાય છે. આ વિશ્વ, બ્રહ્મ અને માયાના યોગને લીધે જ પ્રતીત થાય છે, તેથી જ એ સફેદ અને લાલ ચિહ્નથી બતાવવામાં આવે છે. કોઈ ઊભો ચાંદલો નહીં કરતાં આડો ત્રણ રેષાવાળો ચાંદલો લગાવી પોતાની ધર્મશ્રદ્ધા વ્યક્ત કરે છે. એમાં એ ત્રણ રેષાઓ સત્ત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણોને બતાવે છે અને તેમાં જગત એ ત્રિગુણાત્મક છે, એનું ભાન કરાવે છે. અથવા આત્મા જ્યારે મુક્ત થાય છે, ત્યારે સત-ચિત્ અને આનંદની અવસ્થામાં સ્થિત થઈ રહે છે. એના પ્રતીક તરીકે ત્રિપુંડ્ર હોય છે. કેટલાએક ધર્મવાળાઓ ફક્ત એક કાળીઊભી લીટી કપાળમાં દોરી પોતાનું બોધચિહ્ન પ્રગટ કરે છે. એમાં એમનો ઉદ્દેશ આત્મા અભાવરૂપે “નેતિ નેતિ' એટલે ન+ઇતિ, અર્થાત્ જેનું વર્ણન થઈ શકે જ નહીં એવો છે, એથી બધા રંગના અભાવરૂપે કાળી લીટી બતાવવામાં આવે છે. મતલબ કે એ ચિહ્ન આત્માનું સ્વરૂપ પ્રદર્શિત કરવા માટે જ છે અને પોતે દેહ નહીં પણ આત્મા છે, ચૈતન્યરૂપ છે, એનું સ્મરણ રહે તે માટે એ ચિત્ર બતાવવામાં આવે છે. કોઈ લોકો કુંકુમનું લાલ તિલક પોતાના કપાળે લગાવી એવું પ્રદર્શિત કરે છે કે, હે પ્રભો ! અમે માયા–મોહના વમળમાં સપડાયેલા છીએ. અમને હજુ સાચો માર્ગ જડ્યો નથી. માટે હે પ્રભો ! તું અમને સાચો માર્ગ બતાવ, એવી પ્રાર્થનારૂપ એ ચિહ્ન છે. મતલબ કે, આત્મા છે અને એ કર્મથી બદ્ધ છે. તેથી તે છૂટવા–મુક્ત થવા પ્રાર્થના કરે છે. શંકરને પોતાનું સર્વસ્વ માનનારાઓ એટલે શૈવ લોકો માથે આડું ભસ્મ લગાવે ૨૮૨૯ ધર્મ-ચિંતન Page #300 -------------------------------------------------------------------------- ________________ છે અને પોતે શિવ-શંકરના અનુનાયીઓ છે એવું પ્રદર્શિત કરે છે, શંકર એ દેવતા નગ્નરૂપે શમશાનમાં વાસ કરનારા મનાય છે. એ વિરાગ અને નાશની ભાવના પ્રદર્શિત કરે છે. મશાનનું ચિહ્ન ચિંતા ભસ્મ છે. એ ભસ્મ પોતાના કપાળે લગાવી એવું પ્રદર્શિત કરે છે કે, અમો મરણથી ડરતા નથી. મૃત્યુનું અમને સતત સાન્નિધ્ય છે, એમ માની એને અમારું બોધચિહ્ન માનીએ છીએ. ભીતિ અમારા મનમાંથી ભલે નીકળી ગયેલી ન હોય, તો પણ તે અમારામાંથી નીકળી જાય તે માટે તેને નિત્ય સહવાસમાં રાખીએ છીએ. અને તેને જીતી આત્માનો આવિષ્કાર અમારામાં જલ્દી થાય તે માટે પ્રયત્ન કરીએ છીએ. શૈવો લિંગધારી લિંગાયત કહેવડાવે છે અને એક નાની દાબડીમાં એક ગોળ બાણ રાખે છે. એ બાણ પત્થરનો હોય છે અને એ આત્માનું જ પ્રતીક હોય છે. આત્માને આકૃતિ નહીં હોવાને લીધે તે ગોળ વર્તુલાકાર એક ગોટા જેવો બતાવવામાં આવે છે. તે લિંગ કે બાણને સતત પોતાના અંગ ઉપર ધારણ કરી તેની ભક્તિ બતાવવા માટે તે બોધચિહ્નને ભસ્મથી જ પૂજવામાં આવે છે. તેમાં પણ આત્માનું અસ્તિત્વ કબૂલ રાખી, કર્મના આવરણોથી મુક્તિની યાચના કરવામાં આવી છે. સાથે સાથે ભસ્મને મહત્ત્વ આપવાને લીધે ભક્ત જાણે એમ જ કહેવા માગે છે કે, અમો મરણથી ડરતા જ નથી. આખરે આ દેહનું ભસ્મ જ થવાનું છે ને ! તેથી જ અમે તે ભસ્મ જ અંગ ઉપર ચોપડી મરણને તુચ્છ લેખીએ છીએ ! એવી ભાવના સૂચિત કરવામાં આવી છે. હિંદુ કહેવાતા બધા ધર્મોના બોધચિહ્નો બ્રહ્મ, આત્મા, માયાને મુક્તિની સૂચના કરતા રહ્યા છે.' ઇસ્લામધર્મનું ધર્મચિહ્ન જો કે પ્રત્યક્ષ અંગ ઉપર બતાવવામાં આવતું નથી. તો પણ અન્ય રીતે ચંદ્રકોર અને તારલાના રૂપમાં તે વ્યક્ત કરવામાં આવે છે. આપણે જૈનો તો એ ચિહ્ન મુક્તિનું માનીએ છીએ. એ ચિહ્ન લીલા રંગની પાર્શ્વભૂમિ ઉપર અંકિત કરાય છે અને લીલો રંગ સહાનુભૂતિનો છે. એટલે એમાં દયાભાવનું પ્રદર્શન તો છે જ. અને રહીમનો અર્થ દયા તો સ્પષ્ટ જ છે. મતલબ કે, ઇસ્લામ ધર્મનું ચિહ્ન પણ ઊંચી ભાવના સૂચવે છે. તે ધર્મ દોજખ અને જન્નતના નામથી સ્વર્ગ અને નરકની ભાવના પ્રગટ કરે છે અને ક્ષમા માગવાની અને ગુન્હો કબૂલ કરવાની વાતો તો કરે છે જ. ૧. શંકરનો આત્મા મનાતો એક બાણ અમારા પ્રત્યક્ષ જોવામાં આવ્યો છે. તે બાણ રા ઇંચ જેટલા ગોળાના આકારનો ચમકીલા પત્થરનો હતો. તે બાણમાં એવો ચમત્કાર હતો કે, આકાશમાં ચંદ્રની જેટલી કોર પ્રકાશિત હોય તેટલો જ તે બાણ પ્રકાશિત જણાય ! પૂર્ણિમાને દિવસે એ આખો બાણ દૂધ જેવો થઈ જાય. અને અમાવાસ્યાને દિવસે એ બાણ આખો શ્યામરૂપ ધારણ કરે. એ ચમત્કારી બાણ અમોએ દક્ષિણ ભારતના શિવ-ગંગા મઠના શ્રીશંકરાચાર્ય પાસે જોયો છે. અમોને ખુદ શંકરાચાર્યે પાસે બોલાવી બતાવ્યો હતો. પ્રસંગોપાત એનું અમોને સ્મરણ થઈ આવ્યું તેથી અમોએ એનો અત્રે નિર્દેશ કરેલો છે. ધર્મ-ચિંતન : ૨૮૩ Page #301 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મમાં ક્રોસને અનન્ય મહત્ત્વ આપવામાં આવે છે. જો કે ઈશુની ધર્મ માટે પ્રાણાર્પણ કરવાની તેમાં ભાવના છે. તો પણ તે ઊભી લીટી દોરી માનવના શરીરની કલ્પના કરી તેને હાથ પહોળા કરી પૂર્ણતા બતાવવામાં આવી છે. એટલે ક્રોસમાં માનવ શરીરની જ કલ્પના છે અને આત્માને અથવા પરમાત્માને ઓળખવાની કલ્પના માનવને જ હોવાથી તે ચિહ્ન એ ધર્મનું પ્રતીક થયું છે. એમ તો બધા ધર્મોએ. આત્મા, દેવલોક, નરલોક અને મુક્તિને ગમે તે માર્ગે કબૂલાત આપેલી જ છે. પ્રભુ મહાવીરના જીવે મરીચીના ભાવમાં પોતાના નૂતન વેશની કલ્પના કરી બતાવી છે અને એ રીતે એક નવા પંથને જન્મ આપેલો છે જ. જ્યારે સાધુઓ શિથિલાચારી બન્યા ત્યારે તેમનો વિરોધ કરવા અને જુદાપણું બતાવવા વસ્ત્રને પીળો રંગ લગાવવાની પ્રથા પણ કેટલાએક કાળ ચાલી હતી. જૈનમુનિઓ સ્થાપનાચાર્ય રાખી પોતાના ગુરૂનું પૂજ્યપણું અને સાન્નિધ્ય બતાવે છે જ. એમ તો મંદિરોમાં અનેક જાતના ચિહ્નો અને દેવ-દેવીઓની મૂર્તિઓ બોધચિહ્નો તરીકે રાખવામાં આવે છે. એ બધાં ચિહ્નો અને તેની પાછળ રાખવામાં આવેલા હેતુઓ વિસ્તારથી બતાવવામાં આવે, ક્રિયામાત્ર પાછળ દરેક હીલચાલનો હેતુ સમજાવી આપવા પ્રયાસ કરવામાં આવે તો અનેક ભ્રમોનો નિરાસ થાય. અને આધુનિક કેળવાયેલા વર્ગને ધર્મ તરફ વાળવા માટે મોટી મદદ થાય, એમાં શંકા નથી. બધા બોધ ચિહ્નો પાછળ કેવા હેતુ સંકળાયેલા છે, એ સમજાવવા માટેનો આ અલ્પ પ્રયત્ન છે. કોઈ જ્ઞાની આથી વધારે પ્રકાશ પાથરે તો કેવું સારું ? , ક્ષમાપના (ભુજંગી છંદ) ખમાવું બધા જીવને આજ પ્રીતે, ખમો તે બધા મુજને સર્વ રીતે, બધા જીવમાં મિત્રતાને પ્રસારું, નથી કોઈ સાથે હવે વેર મારું. ૧ બધા વિશ્વનું થાવ કલ્યાણ આજે, બનો સજ્જ સૌ પારકા હિત કાજે, બધા દૂષણો સર્વથા નાશ પામો, જનો સર્વ રીતે સુખો માંહિ જામો. ૨ ૨૮૪• ધર્મ-ચિંતન Page #302 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રનું માહાત્મ્ય –શ્રી સૂરજચંદજી ડાંગી (આ લેખ અનંત ઉપકારી નવપદજીના શરણે જવાના પરમાર્થને સુંદર રીતે સ્પષ્ટ કરે છે. સં.) નમસ્કાર મહામંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ લખાઈ રહ્યો છે, કહેવાઈ રહ્યો છે, હવે ધર્મચક્રદ્વારા પરમાર્થ જાણવાનો સમય આવ્યો છે. ‘સુત્તમે ।' અને ‘અત્યારમે ।' સમજ્યા બાદ ‘તડુમયામે ।' સમજવાનો અવસર પ્રાપ્ત થયો છે. માહાત્મ્યનો પરમાર્થ જાણ્યા કે પિછાન્યા વિના ભક્તિ દૃઢ થઈ શકતી નથી. અને દંઢ ભક્તિ વિના ભગવત્ પ્રાપ્તિ યા મોક્ષસિદ્ધિ અસંભવ છે. નિશ્ચય અર્થને પરમાર્થ કહે છે, તથા શબ્દ અને અર્થની એકતાને તદુભયાગમ કહે છે. જ્યાં સુધી મહામંત્રના શબ્દ અર્થરૂપે પરિણામ ન પામે ત્યાં સુધી અધુરાપણું છે. ‘નમો ।' શબ્દ બોલતાંની સાથે જ મન અને બુદ્ધિ શ્રીઅરિહંતના ચરણોમાં નમી જવાં જોઈએ. બાહુબલિજી માટે બ્રાહ્મી-સુંદરીદ્વારા ભગવંતની વાણી જ તદુભયાગમ અથવા પરમાર્થ બની ગઈ. મરુદેવીમાતા માટે ભગવાનનું મૌનાવલંબન જ તદુભયાગમ અને પરમાર્થરૂપ બની ગયું. ‘મમ'નો ભાવ આવ્યો કે માર્યા અને ‘નમ'નો ભાવ આવ્યો કે તર્યા. કોઈને ‘અરિ’સમજ્યા કે મર્યા કોઈને ‘અરિ' ન સમજ્યા કે તર્યા. અહીં તરવાનો મતલબ શ્રીઅરિહંતના ધર્મચક્રમાં આવ્યા.જ્યારે કોઈ દુશ્મન ન રહ્યું, ત્યારે મોક્ષ માર્ગ નિર્વિઘ્ન બની ગયો, પછી સિદ્ધ કેમ ન થવાય ? શ્રીઅરિહંતના ધર્મમાર્ગમાં આવ્યા વિના, સર્વના મિત્ર થયા વિના કોઈ પણ પવિત્ર કાર્યની સિદ્ધિ અસંભવિત છે. આપણા ઇષ્ટનો નિશ્ચય કરવાને માટે આપણે કોઈ ચિંતન કરવાની આવશ્યકતા નથી. ઇષ્ટ આપણા ‘સિદ્ધ’ છે. સ્વયં સિદ્ધ હોય એને સિદ્ધ શું કરવાના ? હા, સિદ્ધ કરવાને માટે શ્રીઅરિહંતનું શાસન આવશ્યક છે. ‘વેર મા ન ળ' ‘મિત્તી મે સત્ત્રભૂત્તુ' આ બંને નિવૃત્તિ-પ્રવૃત્તિમય ભાવનાઓરૂપી પાંખોવડે મોક્ષ તરફ ઉડ્ડયન કરી શકાય છે. કોઈની સાથે અમારે વેર નથી.’ આ ભાવના પુષ્ટ થઈ કે અરિહંત બન્યા, વૈરી નાશ થઈ ગયા. ‘સર્વ પ્રાણી અમારા સુહૃદ્ છે, મિત્ર છે,' આ ભાવના પુષ્ટ થઈ કે ‘સિદ્ધ’ થયા. નિવૈર ‘શ્રીઅરિહંત'ના ઉપકારદ્વારા જ સર્વના મિત્ર ‘સિદ્ધ' થઈ શકાય છે શ્રીઅરિહંતના ધર્મમાર્ગમાં આવ્યા કે કોઈની સાથે વિરોધ રહેતો નથી. એ સમજમાં આવી જાય છે કે દુનિયામાં બધાં દુઃખો અમારાં પોતાના કર્મોનું ફળ છે. બીજાને દોષ આપ્યો કે શેતાનનું શાસન, રૌદ્રધ્યાનનું સેવન, દુષ્ટતાનું આચરણ અને દુર્બળતાનું ધર્મ-ચિંતન ૦ ૨૮૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન. દુઃખોમાં રોયા તો હેવાનનું શાસન, આર્તધ્યાનનું સેવન, કનિષ્ટતાનું આચરણ અને નિર્બળતાનું પ્રકાશન. કોઈને શત્રુ ન સમજીને ક્રોધને છોડવાનો અભ્યાસ પાડવો એ ઇન્સાનનું શાસન, ધર્મધ્યાનનું સેવન, શ્રેષ્ઠતાનું આચરણ અને સબળતાનું પ્રકાશન. એ પુષ્ટ થયું કે સ્વયં સિદ્ધ ભગવાનનું શાસન, શુક્લધ્યાનનું સેવન, ૫૨મ શ્રેષ્ઠતાનું યથાખ્યાત આચરણ અને પ્રબળતાનું પ્રકાશન થઈ જશે. આ આદર્શ સુધી પહોંચવા માટે આચાર્યોના ચરણોમાં જઈને ‘રેમિ ભંતે સમાયં ।' કહેવું જોઈએ. ઉપાધ્યાયોના ચરણોમાં પહોંચીને સ્વાધ્યાયદ્વારા સાધનાનો માર્ગ સ્પષ્ટ કરવો જોઈએ. એ રીતે નમો હોર્ સવ્વસાહૂળ ।'નો સાધનારૂપી પરમાર્થ હાથમાં આવ્યો કે પંચનમસ્કાર સર્વપાપોને દૂર કરી, સર્વમંગળોમાં પ્રથમ મંગળ બની, સર્વને માટે સર્વથા કલ્યાણકર બની જાય છે. આપણા હૃદયમાં સર્વકલ્યાણનું કારણ, સર્વધર્મમાં પ્રધાન, સર્વમંગળનું માંગલ્ય . એવા આ શ્રીજિનશાસનનો જયજયકાર થવો જોઈએ. અત્યારે આપણા હૃદયમાં શેતાનહેવાનનો જય થાય છે. ઇન્સાન ભગવાનની હાર થાય છે. તે દિવસ ધન્ય .હશે કે જ્યારે અમારા મનમાં પ્રભુનું શાસન જયવંત થશે અને જગતનું શાસન પરાજય પામશે. એ માટે આપણે શું કરવું જોઈએ ? ઉત્તમ સમયમાં, ઉત્તમ સ્થાન પર બેસીને ઉત્તમ મનથી ઉત્તમ ધ્યાન કરવું પડશે. ઉત્તમ ધ્યાન સૌથી પહેલાં સફેદ વર્ણથી નિર્મળ અરિહંત પ્રભુ-ચંદ્રપ્રભુનું કરવું પડશે. અષ્ટમ તીર્થંકર શ્રીચંદ્રપ્રભસ્વામિની પ્રતિમાની સામે “નમો અરિહંતાણં ।'ની ઘોષણા કરી ‘ચંદ્રેશુ નિમ્માયરા ।' તથા— 'नित्योदयं दलितमोहमहांधकारं गम्यं न राहुवदनस्य न वारिदानाम् । विभ्राजते तव मुखाब्जमनल्पकांति विद्योतयज्जगद पूर्व शशांकबिंबम् ॥१॥ ની સ્તુતિ કરવી પડશે. પછી સિદ્ધપ્રભુનું રક્તવર્ણે ધ્યાન કરવું પડશે. મસ્તક સ્થાન પર બાલસૂર્ય ઉગી રહ્યો છે. લાલ-લાલ રંગના કિરણોરૂપી જ્ઞાનની તલવારથી કર્મરૂપી શત્રુઓને કાપી રહ્યો છે. એ કિરણોમાં લાલ કમળ ખીલી રહ્યું છે. તેનાથી સુશોભિત છઠ્ઠા શ્રીપદ્મપ્રભસ્વામિની લાલવર્ણની પ્રતિમાની સામે ‘નમો સિદ્ધાણં'ની ઘોષણા કરવી પડશે તથા ‘આફન્વેસુ અહિયં યાસયT ।' અને— 'नास्तं कदाचिदुपयासि न राहुगम्यः स्पष्टीकरोति सहसा युगपज्जगन्ति । ૨૮૬ ૦ ધર્મ-ચિંતન Page #304 -------------------------------------------------------------------------- ________________ नांभोधरोदरनिरुद्ध महाप्रभावः • ' ક્ષતિજ , सूर्यातिशायि महिमाऽसि मुनीन्द्र ! लोके ॥१॥' હવે આચાર્ય ભગવંતનું ધ્યાન કરવું પડશે. અનાદિ કાળથી જે મન વિષયોની ધારામાં વહી રહ્યું છે, તેને પલટીને પ્રભુની આરાધનામાં લગાવું હોય તો તેને ઉલટાવી નાંખવું જોઈએ. મનને ઉલટાવીને વાંચવાથી નમ' થઈ જાય છે અને ત્યાંથી જ ધર્મનો પ્રારંભ થાય છે. “નમો પદની ઉપલબ્ધિ અથવા સાક્ષાત્કાર થયા બાદ આત્મા “અરિહંત' બની જાય છે. મનમાં સમગ્ર સંસાર મમતારૂપે રહેલો છે, તે “અરિ' એટલે શત્રુ સમાન છે તેનું “નમ” થતાં જ બધા આંતર દુશ્મન સમાપ્ત થઈ જાય છે. બાહુબલીને કૈવલ્યની પ્રાપ્તિ નમનથી જ થઈ હતી. અહંકારના દમનનો બ્રાહ્મી-સુંદરી ધ્વનિ કાનમાં પડતાંની સાથે જ નમસ્કાર મહામંત્રના પારમાર્થિક મહિમાનો તેમને સાક્ષાત્કાર થયો. બ્રાહ્મી-સુંદરીએ ભાઈ બાહુબલીને જ્ઞાનપૂર્વકની ભક્તિ “પઢાં ના તો ત્યા'નો સનાતન પાઠ ભણાવ્યો. ચૌદપૂર્વના જ્ઞાનનો સાર નમસ્કાર છે. તેના પ્રત્યે દઢ નિષ્ઠા–પરમભક્તિ ચૂલિકામાં બનાવી છે. પંચપદ નમસ્કાર અને ચતુષ્પદ ચૂલિકાના નવપદોમાં મોક્ષ સાધનાનો સમસ્ત સાર આવી જાય છે. આચાર્યપદના ધ્યાનની પ્રક્રિયા કહીએ છીએ. જે રીતે અરિહંતના વ્યાવહારિક દષ્ટાંતપૂર્વક સિદ્ધનો પારમાર્થિક સિદ્ધાન્ત પ્રતિફલિત થાય છે, તે રીતે આચાર્યોના આચાર-વ્યવહારપૂર્વક ઉપાધ્યાયનો વિચારસ્વાધ્યાય થઈ શકે છે અને તે દ્વારા સર્વ સાધુઓની સમષ્ટિ સાધના સિચિત થાય છે. અરિહંતના ઉપકાર અને સિદ્ધના આધાર પર જ્યારે આચાર્યના આચારનો પ્રારંભ થાય છે, ત્યારે સિદ્ધિના દર્શન થાય છે. આચાર્યનું ધ્યાન પીળા રંગથી કરવામાં આવે છે. પુરુષાર્થપ્રધાન આચાર્યોનું સ્મરણ કરવા માટે પીળા રંગના સોળ તીર્થકરોનું ધ્યાન કરવું જોઈએ. મોક્ષને માટે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, અને કષાયના આગ્નવોને રોકવા જોઈએ. આગ્નવોને રોકવા માટે સંવરપ્રધાન આચરણ આવશ્યક છે. મિથ્યાત્વને દૂર કરવા માટે સૌથી પહેલાં શાંતિનાથ ભગવાનની પીત વર્ણની આંગીવાળી પ્રતિમાની સામે વૈઃ શાંતર/વિધ: | ભક્તામરના આ ૧૨મા શ્લોકનું ઉચ્ચારણ કરવું અને મૃગમરીચિરૂપ મિથ્યાત્વના નાશક મૃગલાંછન અંકિત ભગવાન શાંતિનાથની સ્તુતિ કરવી. આસપાસ ભગવાન ઋષભદેવ અને ભગવાન વર્ધમાન પ્રભુની પીતવર્ષીય ધર્મ-ચિંતન • ૨૮૭ Page #305 -------------------------------------------------------------------------- ________________ દેહમુદ્રાનું ધ્યાન કરવું. ભગવાન વર્ધમાનસ્વામી કષાયના નાશક છે. મૃગને મારીને મૃગપતિ-મૃગોના રાજાનું બિરૂદ પામનાર સિંહનું લાંછન ધારણ કરનાર મહાવીર પ્રભુ કર્મપ્રકૃતિને દમન કરવાવાળા છે, તેમની સ્તુતિ માટે “ોઉં તથાપિ તવ જીવરાજુનીશ !' એ ભક્તામરના પાંચમા શ્લોકનું ઉચ્ચારણ કરવું. આ બાજુ બળદના સમાન પ્રમાદી જીવનને દૂર કરવાવાળા ભગવાન ઋષભદેવની સ્તુતિ સ્ત્રીળાંતિનિતિશો નનન્તિપુત્રીનું ! એ બાવીસમાં અને પહેલા બે શ્લોકવડે કરવી. ત્યારબાદ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પાંચ મહાવ્રતોના ઉત્તમ પુરુષાર્થનું સ્મરણ કરવા માટે અજીતનાથ ભગવાન આદિ ૧૩ જિનેશ્વરો કે જેમની દેહમુદ્રા પણ પીતવર્ણની છે, તેમની સ્તુતિ કરવી. અજીતનાથ ભગવાનનું સ્તવન કરવા માટે ભક્તામરનો ત્રીજો શ્લોક, સંભવનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે ચોથો શ્લોક, અભિનંદન ભગવાનનું સ્મરણ કરવા માટે છકો શ્લોક, સુમતિનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે આઠમો શ્લોક, સુપાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે સાતમો શ્લોક, શીતળનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે પંદરમો શ્લોક, શ્રેયાંસનાથ ભગવાનનું સ્મરણ કરવા માટે ચૌદમો શ્લોક, વિમલનાથ, ભગવાનનું સ્તવન કરવા માટે નવમો શ્લોક, કુંથુનાથ ભગવાનના સ્તવન માટે દશમો શ્લોક, અરનાથ ભગવાનના સ્તવન માટે વીસમો શ્લોક અને નંમિનાથ ભગવાનના સ્મરણ માટે એકવીસમો શ્લોક બોલવો, અને તે તે ચિહ્નથી ચિહ્નિત ભગવાનની પીતવર્ણવાળી દેહમુદ્રાનું ધ્યાન કરવું. એ ધ્યાનથી તે તે શ્લોકોના વિશેષ અર્થ પૂર્ણરૂપથી સમજમાં આવી જશે, અને ચિત્રોનો મર્મ પણ સમજાઈ જશે. એ રીતે આચાર્યપદનું તન્મયતાપૂર્વક ધ્યાન કરીને ચોથા ઉપાધ્યાયપદનું ધ્યાન કરવા માટે “સારવાર મીરા'ની ઘોષણાપૂર્વક નીલ વર્ણયુક્ત પાર્થપ્રભુની પ્રતિમા સામે લાવવી. વિષયો વિષ સમાન છે. સર્પનું ઝેર ઉતરવાથી જેમ લીમડો કડવો લાગવા માંડે છે, તેમ શ્રી પાર્શ્વપ્રભુના ધ્યાનથી વિષય રસ કડવા લાગે છે. લીલી અંગ રચનાવાળી પાર્શ્વપ્રભુની પ્રતિમાની સામે ‘વં શર્વરીપુશશિનાદ્ધિ વિવસ્વતાવા |' એ ૧૯મો શ્લોક બોલીને સ્તવના કરવી. અનુકૂળતા હોય તો ઉવસગ્ગહરં સ્તોત્ર અને કલ્યાણમંદિર સ્તોત્રનો પણ પાઠ કરવો, અને પછી પંચમપદ “નમોનો સવ્વસાહૂi 'નું ધ્યાન શ્યામસુંદર નેમનાથ ભગવાનની સામે કરવું. ભક્તામરના ર૬મા શ્લોક દ્વારા તેમની પણ સ્તુતિ કરવી. “પોપંવનમુવીરો' એ કેશરીયા રંગના ખૂણામાં શુકલ વર્ણ શ્રીસુવિધિનાથે ભગવાનનું ધ્યાન કરવું. અને રપમા શ્લોકદ્વારા સ્તુતિ કરવી તેથી દર્શનશુદ્ધિ થાય છે. ૨૮૮ - ધર્મ-ચિંતન Page #306 -------------------------------------------------------------------------- ________________ ‘સળવMIો ” એ જામલી રંગના ખુણામાં લીલા વર્ણવાળા શ્રીમલ્લીનાથ પ્રભુનું ધ્યાન કરવું અને ભક્તામરના અંતિમ શ્લોકધારા સ્તુતિ કરવી એથી જ્ઞાનગુણની વૃદ્ધિ થાય છે. ના ૪ સળેfa I’ એ આત્માની રંગના ખુણામાં શ્રીમુનિસુવ્રતસ્વામી ભગવાનની શ્યામ સુંદર પ્રતિમાનું ધ્યાન કરવું અને ૨૭મા શ્લોક દ્વારા સ્તુતિ કરવી. એથી ચારિત્રગુણની શુદ્ધિ થાય છે. * “પઢમંહવફમંત્નિ ' એ કસુંબા વર્ણના ખુણામાં રક્તવર્ણવાળા શ્રીવાસુપૂજ્ય સ્વામીનું ધ્યાન કરવું અને ૨૩મા શ્લોકધારા સ્તુતિ કરવી. તેથી તપગુણની વૃદ્ધિ થાય છે. અહીં અટકીને અંતમાં ૧૬મા શ્લોકનું ઉચ્ચારણ કરી આરતી-મંગળદીપક કરવો. આરતી કર્યા બાદ ૨૮મા શ્લોકથી અંતિમ શ્લોકના પહેલા સુધી સર્વ શ્લોકો બોલી જવા. અષ્ટમહાપ્રાતિહાર્યથી યુક્ત ભવભવનાશક સર્વ તીર્થકરોની એ રીતે સ્તુતિ કરી લોગસ્સ સૂત્રનો પાઠ કરવો. અંતમાં શક્રસ્તવ કહી આ ધ્યાનની પૂર્ણાહુતિ કરવી એ રીતે ધ્યાન કરવાથી ૨૪ પ્રકૃતિઓની સાથે ૨૪ તીર્થકરોનું ધ્યાન કેવી રીતે મોક્ષ પુરુષાર્થમાં સહાયક થાય છે, એ વાત સ્વયં સ્કુરિત થઈ જશે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર એ આઠ ભેદવાળી અપરા પ્રકૃતિઓને આઠ કર્મોની ૧૪૮ ઉત્તર પ્રવૃતિઓ સાથે પૂરેપૂરો સંબંધ છે. તે કેવી રીતે ? તથા પરાપ્રકૃતિ જીવભૂત છે, તેણે સર્વ જગતને ધારણ કરી રાખ્યું છે. એનાથી છૂટવા માટે શુદ્ધ નિશ્ચયસ્વરૂપ સિદ્ધપ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તેનો પણ ઉપાય યથાશાસ્ત્ર, યથામતિ, યથાઅનુભવ હવે પછી બતાવવામાં આવશે. ભવની સેવામાં રોકાયેલો જીવ, ભગવાનની સેવા ભાગ્યે જ કરી શકે તેમ ભગવાનની સેવામાં પરોવાયેલો જીવ, ભવને ભાવ આપવાનો સમય ભાગ્યે જ મેળવી શકે. ધર્મ-ચિંતન • ૨૮૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ નવપદ-ધ્યાન શ્રી સૂરજચંદજી ડાંગી (નવપદનું ધ્યાન કરવાથી જીવ ઇન્સાન, શ્રેષ્ઠ સબળ બનીને શુક્લધ્યાન, પરમેષ્ઠિ, પ્રબળ એવું ભગવાનનું પદ કેવી રીતે મેળવી શકે છે, તેની વિધિ યથામતિ, યથાશાસ્ત્ર, યથાનુભવ અહીં બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. સં.) દુનિયામાં અધિકાંશ પ્રાણી આર્તધ્યાન રૌદ્રધ્યાનથી પીડિત છે. સર્વત્ર સર્વદા અને સર્વથા સંસારમાં દુ:ખ છે. તેને પરકૃત (બીજાએ કરેલું) સમજીને જીવ બીજાઓ પ્રત્યે ક્રોધ કરે છે. અથવા બીજાઓથી ભયભીત રહે છે. એ રીતે ભય પામવાવાળા જીવ આર્તધ્યાની છે. તેથી કનિષ્ઠ છે, હૈવાન છે, નિર્બળ છે અને ભય પમાડનારા જીવો રૌદ્રધ્યાની છે તેથી દુષ્ટ છે, શૈતાન છે, દુર્બળ છે (એનું બળ દુષ્ટ હોવાથી દુર્બળ છે, કમજોર છે.) ધર્મધ્યાની શ્રેષ્ઠ છે તેથી ઇન્સાન છે, સબળ છે. 'કેમ કે તે સર્વનો ભય મીટાવે છે. સર્વને અભયદાન આપે છે. ભગવાન તો શુક્લધ્યાની હોવાથી પરમેષ્ટિ-પરમ-શ્રેષ્ઠ છે, પ્રબળ છે, પૂર્ણ નીડર છે, તેમના તરફથી કોઈને ભય નથી. નવપદનું ધ્યાન કરવા પહેલાં નવ તત્ત્વોનું જ્ઞાન કરી લેવું આવશ્યક છે. સમ્યજ્ઞાન વિના સાચું ધ્યાન થતું નથી. અને સાચું (શુક્લ) ધ્યાન થયા વિના કેવળજ્ઞાન થતું નથી. જ્ઞાન અને ધ્યાનનો મધુર સંબંધ છે. જ્ઞાન અને ધ્યાનને આપણે જુદા કહી શકીએ છીએ, પરંતુ જુદા કરી શકતા નથી. સૌથી પ્રથમ શુદ્ધ જીવતત્ત્વનું જ્ઞાન કરવાથી સિદ્ધપદનું ધ્યાન થઈ શકે છે. સિદ્ધચક્રના ધ્યાનમાં પ્રવેશ કરવા માટે શુદ્ધ જીવ તત્ત્વ શું છે એની પીછાન કર્યા વિના ચાલતું નથી. શુદ્ધ જીવતત્ત્વની પીછાન કર્યા પછી અન્ય સર્વ જીવદ્રવ્યોની સાથે સહાનુભૂતિ શીખવી પડે છે. એ માટે ‘મિત્તૌ મે સમૂછ્યુ' એ મંત્ર છે તે દ્વારા શ્રીસિદ્ધચક્રના ધ્યાન પર અધિકાર પ્રાપ્ત થઈ શકે છે. જેટલું જેટલું જીવતત્ત્વનું જ્ઞાન વધતું જશે. તેટલું તેટલું સિદ્ધપદ પ્રત્યે પ્રસ્થાન વધતું જશે. જીવને અનાદિ અભ્યાસથી જડદ્રવ્યો પ૨ અધિક પ્રેમ છે. દા. ત. રસ્તામાં અશુચિસ્થાન પર પણ જો ચાંદીનો ટુકડો પડ્યો હશે, તો તેને લેવાનું મન થશે પરંતુ રસ્તામાં પડેલા ત્રણ દિવસના પણ ભૂખ્યા મનુષ્યજીવ તરફ સહસા ધ્યાન નહિ ખેંચાય—હવે વિચારો કે સિદ્ધપદની તરફ પ્રયાણ કેવી રીતે થાય ? જેમ જેમ જીવતત્ત્વ તરફ પ્રીતિભાવ વધતો જશે તેમ તેમ અજીવતત્ત્વ દૂર થતું જશે. અને પોતાનું જીવદ્રવ્ય શુદ્ધ થતું જશે. ૨૯૦૦ ધર્મ-ચિંતન Page #308 -------------------------------------------------------------------------- ________________ જીવદ્રવ્ય શુદ્ધ બને અને અજીવદ્રવ્ય-અલગ થઈ જાય એ માટે વળી પુણ્યતત્ત્વનું જ્ઞાન પણ થવું જોઈશે. પુણ્યતત્ત્વનું જ્ઞાન અરિહંતપદના ધ્યાનનું પ્રેરક બનશે. સર્વ .જીવોનું કલ્યાણસાધન થાઓ એવી તીવ્ર ચાહના એ જ પુણ્યતત્ત્વની ઉત્કૃષ્ટ પીછાન છે એ ચાહના જેટલી જેટલી વધવાની તેટલી તેટલી અરિહંતપ્રભુના ચરણોનું ધ્યાન કરવાની શક્તિ વધવાની. અરિહંતપ્રભુના અનુગ્રહથી ઇન્દ્રિયોનો નિગ્રહ સૂકર બને છે અને પરિગ્રહનો આગ્રહ શમી જાય છે. સમસ્ત જીવોનું કલ્યાણસાધન ત્યારે સંભવે છે કે જ્યારે સમત્વભાવની પ્રાપ્તિ થાય. સમતા એટલે સંવર, સમતારૂપી સંવરતત્ત્વનું જ્ઞાન કર્યા વિના આચાર્યપદનું ધ્યાન અસંભવ છે. સંવર તત્ત્વનું જ્ઞાન કરવા માટે મોહનીય કર્મ ઘટવું જોઈએ. મમત્વભાવ હટવો જોઈએ. મમત્વને દૂર કર્યા વિના મોહનીય કર્મનો ક્ષય અર્થાત્ નિર્જરા તત્ત્વનું જ્ઞાન કર્યા વિના ઉપાધ્યાય પદનું ધ્યાન સંભવતું નથી કેમ કે મમત્વ-ભાવ દૂર થયા વિના શાસ્ત્રના સ્વાધ્યાયની રુચિ જાગતી નથી અને સ્વાધ્યાયની રુચિ જાગ્યા વિના ઉપાધ્યાયનું શરણ લેવા મન વધતું નથી, એ રીતે મોક્ષ તત્ત્વના જ્ઞાન વિના સર્વ સાધુના ધ્યાનનો સંભવ નથી. સર્વ કર્મનો ક્ષય કરવાની લાલસામાંથી જ સર્વ સાધુઓના ધ્યાનની પ્રેરણા જાગે છે. સમ્યગ્દર્શન પદનું ધ્યાન અજીવત્ત્વના દર્શનની અપેક્ષા રાખે છે. અજીવત્ત્વ કેવળ દેખવા માટે છે ગ્રહણ કરવા માટે નહિં. અનાદિ અભ્યાસ વશ અજીવતત્ત્વને જીવ કેવળ દેખતો નથી, પણ ગ્રહણ કરવા, સ્વીકાર કરવા તત્પર બને છે. જેમ આપણે બજારમાં જઈએ છીએ, તે વખતે બધી વસ્તુ દેખીએ છીએ પણ તેમાંની કોઈ વસ્તુને આપણી પોતાની માનતા નથી, તેમ અજીવદ્રવ્યો યા પુદ્ગલદ્રવ્યોને માત્ર દેખવાના છે, આપણા પોતાના માનવાના નથી. અજીવદ્રવ્ય પર માત્ર સાક્ષીભાવ યા દૃષ્ટાભાવ રાખવો તે સમ્યગ્દર્શન છે. ‘જ્ઞો પંચ નમુક્કારો' એ પદમાં પાંચેને કરેલો નમસ્કાર એ સમ્યગ્દર્શનનું મૂળ છે. ખપ તત્ત્વનું જ્ઞાન કરી લેવાથી તે અવશ્ય છૂટી જાય છે. ચોરને જાણી લીધો, પીછાની લીધો, પછી તે ચોરી કેવી રીતે કરી શકે ? અજીવદ્રવ્યનો અહંકાર એ પાપ છે. પાપ સાચા અર્થમાં નમસ્કારને થવા દેતો નથી અને જીવને સમ્યગ્દર્શનથી દૂર રાખે છે. એ કારણે ‘સવ્વપાવપળાસળો' સર્વ પાપોનો નાશ કરવો હશે અને સમ્યગ્દર્શન પદનું ધ્યાન કરવું હશે તો પાય તત્ત્વનું જ્ઞાન કરવું પડશે. ચારિત્રપદનું ધ્યાન આશ્રવતત્ત્વને જાણવાથી અને રોકવાથી થઈ શકશે. તથા તપપદનું ધ્યાન બંધતત્ત્વને જાણવાથી અને રોકવાથી થઈ શકશે. ‘મંગલાણં ચ સવ્વેસિ' એ પદથી ચારિત્રપદનું અને ‘પઢમં હવદ્ મંŕ' પદથી તપપદનું ધ્યાન પુષ્ટ બને છે. એ રીતે નવકારના અને સિદ્ધચક્રના નવ પદોનું ધ્યાન કરવા માટે નવતત્ત્વોનું જ્ઞાન આવશ્યક છે. ધર્મ-ચિંતન – ૨૯૧ Page #309 -------------------------------------------------------------------------- ________________ તે સંક્ષેપમાં બતાવ્યું. બીજી રીતે નવપદનું ધ્યાન સમ્યગ્દર્શનનું મૂળ છે અને નવતત્ત્વનું જ્ઞાન એ સમ્યજ્ઞાનનું મૂળ છે તથા ચારિત્રનું જનક શુદ્ધ બ્રહ્મચર્યની નવ વાડોનું જ્ઞાન તથા પાલન છે. જીવ અનાદિ કાળથી કર્મપ્રકૃતિરૂપી નારી સાથે એકમેક થઈને બેઠો છે તેથી ‘બ્રહ્મ’ અથવા—આત્મામાં ‘ચર્ય' યાને રમણતા પ્રાપ્ત કરી શકતો નથી. સિદ્ધપદનું ધ્યાન અને જીવતત્ત્વનું જ્ઞાન થતાંની સાથે જ આધ્યાત્મિક અર્થમાં કર્મપ્રકૃતિરૂપી નારી અને જીવ તત્ત્વરૂપી નરની એક સાથે વસતી છૂટી જાય છે અને બ્રહ્મચર્યની પ્રથમ વાડની પ્રાપ્તિ થાય છે બીજી વાડ ‘સ્ત્રી કથા'નો ત્યાગ છે. અરિહંતોની પુણ્યકથાનું શ્રવણ થવાથી કર્મપ્રકૃતિઓની કથાનો પરિહાર આપોઆપ થઈ જાય છે. આચાર્યોના ચરણોમાં બેસીને સંવરતત્ત્વનું જ્ઞાન કરવાથી કર્મપ્રકૃતિનું એક આસન છૂટી જાય છે. ઉપાધ્યાયની પાસે બેસીને પ્રભુવાણીના અંગોપાંગ જોવાથી કર્મપ્રકૃતિઓના અંગોપાંગો જોવાનો મોહ છૂટી જાય છે. સર્વ સાધુઓનું ધ્યાન અને મોક્ષપદનું જ્ઞાન કરવાથી કર્મપ્રકૃતિઓના ગીતવાઘરૂપી કુદંતર શ્રવણ મટી જાય છે. સમ્યગ્દર્શનના ધ્યાનથી પૂર્વકર્મપ્રકૃતિઓનું આકર્ષણ સ્મરણ આદિ ચાલ્યા જાય છે. ભગવાનના વચનનું જ્ઞાન થવાથી વિવિધ રસના ભોજનનો રસ છૂટી જાય છે ચારિત્રપદની આરાધનાથી અધિક ખાવાનો લોભ જાય છે અને તપપદની આરાધનાથી વિષયોનું આકર્ષણ છૂટી જાય છે. વિષયોનું આકર્ષણ બીજી રીતે પણ અરિહંતાદિ પદોના ધ્યાનથી ઓંસરી જાય છે. જેમ કે અરિહંતની વાણી ઉપર પ્રેમ થવાથી શબ્દ વિષયનો રસ, સિદ્ધસ્વરૂપનું આકર્ષણ થવાથી રૂપ વિષયનો રસ, આચાર્યના શીલ ગુણની સુગંધ પ્રાપ્ત થવાથી ગંધ વિષયનો રસ, ઉપાધ્યાયના સૂત્ર સ્વાધ્યાયનો રસ મળવાથી રસ વિષયનું આકર્ષણ તથા સર્વ સાધુઓના ચરણસ્પર્શ મળવાથી સ્પર્શ વિષયનું આકર્ષણ મટી જાય છે. જ્યારે એ સમજાઈ જશે કે આપણા દુઃખરૂપી ફળનું બીજ આપણી અંદર જ છે. જેમ વૃક્ષનું બીજ તેના ફળમાં અને મૂળમાં હોય છે, પણ બહાર નહિં એ વિચાર જેમ પુષ્ટ થતો જશે, તેમ આપણને જે દુઃખ આવશે તેનો દોષ બીજાને નહિં પણ પોતાને જ અપાશે. ‘પડિમામિ નિન્વામિ રિહામિ'ની જ ઘોષણા થશે. પછી બીજા પર ક્રોધ આવવાનો સંભવ જ નહિં રહે. એ રીતે સમ્યગ્નાન થવાની સાથે જ માન નષ્ટ થઈ જશે. જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને માન એ મનનો ધર્મ છે. ‘અમાનિત્વ'ને જ્ઞાનનું લક્ષણ કહ્યું છે. ચારિત્રપદની આરાધનાથી માયા નષ્ટ થશે અને તપપદની આરાધનાથી લોભ જશે. એ રીતે પાંચ વિષયો અને ચાર કષાયો જેમ જેમ ઓછા થતા જાય છે, તેમ તેમ નવપદનું ધ્યાન સરળતાથી લાગવા માંડે છે અને એ ધ્યાનના ફલસ્વરૂપ” સ્વર્ગાપવર્ગના સુખ સ્વાધીન બની જાય છે. ૨૯૨૦ ધર્મ-ચિંતન Page #310 -------------------------------------------------------------------------- ________________ અનુગ્રહ-દર્શન શ્રી સૂરજચંદજી ડાંગી (દેવાધિદેવ શ્રી તીર્થંકર પ્રભુના અનુગ્રહ સંબંધી મનનીય સ્પષ્ટતા આ લેખમાં કરવામાં આવી છે. સં.) આગ્રહથી વિગ્રહ વધે છે. વિગ્રહથી દૂર રહેવું હોય તો પરિગ્રહ છોડીને શ્રીતીર્થંકરપ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત કરવો જોઈએ. શ્રી તીર્થંકરપ્રભુનો અનુગ્રહ તો સર્વ જીવોને સમાનરૂપથી પ્રાપ્ત છે, પરંતુ તેનું દર્શન સર્વને ન થતું હોવાથી પરમાર્થશાંતિ અને યથાર્થ આનંદથી બધા વંચિત રહે છે. આવો, આજે આપણે તે દેવાધિદેવ ભગવાન શ્રી તીર્થંકરપ્રભુના અનુગ્રહનું દર્શન કરીએ, જેથી સમ્યક્ત પ્રગટે અને તેથી પુષ્ટ થયેલ સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રની ઉત્કૃષ્ટ સાધનાના અધિકારી થઈએ. નિશ્ચયદષ્ટિના એકાંત આગ્રહથી જયારે આપણે તીર્થંકરપ્રભુના અનુગ્રહની મુખ્યતાને ગૌણ કરીએ છીએ ત્યારે આપણે આપણા પુરુષાર્થનો અહંકાર કરીને કૃતજ્ઞતા' નામના મૂળધર્મથી વંચિત થઈએ છીએ. અને સાધનાને શુષ્ક, કુરૂપ અને નિષ્ફળ બનાવી સિદ્ધિને દુર્લભ બનાવીએ છીએ. એ જ રીતે સત્યભાષા અને અસત્યભાષાના વિવેકહીન દુરાગ્રહથી આપણે વ્યવહારભાષાના મર્મ સુધી પહોંચી શકતા નથી, પંચમ પદ પર અધિષ્ઠિત સર્વ સાધુ સમુદાય અને વિવેકી શ્રાવક સમુદાય એ જ માને છે અને એ જ પ્રમાણે કહે છે કે, દેવગુરુપ્રસાદથી જ સંપૂર્ણ સુખ મળે છે. એ વચન તાત્કાલિક તથ્ય છે, એટલું જ નહિ , પણ સાર્વકાલિક સત્ય છે. વ્યવહારભાષાને શુદ્ધ નિશ્ચયનયની એક અપેક્ષાએ સત્યભાષા ન માનીએ તો પણ તેને અસત્યભાષા કહેવાનો આગ્રહ કરવો તે મૂળગુણનો ઘાત કરનાર ભયંકર મિથ્યાત્વ છે અને ચતુર્વિધ શ્રીસંઘના વ્યવહારમાં વિગ્રહ પેદા કરીને પ્રભુના અનુગ્રહનું સમ્યગ્દર્શન પ્રગટ થવામાં પરમ અંતરાયરૂપ બને છે. મનુષ્યજન્મ દુર્લભ છે, પરંતુ તે પણ તીર્થંકરપ્રભુના અનુગ્રહથી મળે છે. ભગવાન તીર્થંકરદેવ તીર્થની સ્થાપના કરીને નવતત્ત્વોનું સ્વરૂપ ન સમજાવત તો પુણ્ય પ્રેરણા કે પ્રવૃત્તિ કેવી રીતે થાત? અને પુણ્ય પ્રવૃત્તિ ન થાત તો મનુષ્યજન્મ કેવી રીતે મળત ? મોક્ષના દ્વારરૂપ નરદેહની પ્રાપ્તિ એ રીતે તીર્થકરોના અનુગ્રહનું ફળ છે. બીજી દુર્લભ વસ્તુ શાસ્ત્રશ્રવણ છે. એ પણ તીર્થકર ભગવંતોના અનુગ્રહનું ફળ છે. તીર્થંકરદેવો તીર્થની સ્થાપના કરીને ગણધરભગવંતોની આગળ જિનવાણી પ્રકાશિત , ન કરત તો શ્રુતજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય ? ધર્મ-ચિંતન ૨૯૩ Page #311 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ બાદ શ્રદ્ધા એ ત્રીજી દુર્લભ વસ્તુ છે. એ પણ તીર્થકર ભગવાનના અનુગ્રહનું ફળ છે. જો તીર્થકર ભગવાનમાં પુણ્ય-પ્રકૃતિનો પ્રકૃષ્ટ ઉદય વીતરાગતા, સર્વજ્ઞતા અને તેના સાધનરૂપ ઉત્કૃષ્ટ શુક્લધ્યાનાદિ અનંતગુણ વિદ્યમાન ન હોત તો તેમના વચન ઉપર શ્રદ્ધા જ કેવી રીતે થાત ? માહાભ્યના આશ્રય વિના શ્રદ્ધા-ભક્તિ અતિ દુર્લભ છે. ચોથી દુર્લભ વસ્તુ સંયમમાં વીર્ય પ્રકટ થવું તે છે. જો તીર્થંકર પ્રભુ યથાખ્યાત ચારિત્રને જીવનમાં ન ઉતારત તો આપણને સંયમમાં પ્રેરણા કેવી રીતે મળત ? કોઈ ને કોઈ પ્રકારે શ્રી તીર્થંકર પ્રભુના ઉપકાર નીચે આવ્યા વિના, જીવ સ્વતઃ કલ્યાણની પ્રવૃત્તિ કરી શકતો નથી. અનુકૂલગ્રહણનું નામ અનુગ્રહ છે. પ્રતિકૂળગ્રહણનું નામ પરિગ્રહ છે. ભગવાનને અનુકૂલમાર્ગનું ગ્રહણ કરનાર આરાધક થાય છે. પ્રતિકૂલમાર્ગને ગ્રહણ કરનાર વિરાધક થાય છે. પ્રભુના અનુગ્રહનો સ્વીકાર કરીને “નમો અરિહંતાણં'નો નિરંતર જાપ કરનાર સાધક, આરાધક થાય છે. પોતાના પુરુષાર્થનો અહંકાર કરી, નિરંતર “અહ-મમ'નો જાપ કરનાર વિરાધક બની, અનંત જન્મ-મરણના ચક્રમાં ફસી જાય છે. જન્મ-મરણના કર્મચક્રથી બચવું હોય તેણે શ્રીઅરિહંત પ્રભુના ધર્મચક્રનું શરણ ગ્રહણ કરવું જોઈએ. એ જ તીર્થકર પ્રભુના અનુગ્રહનું સાચું દર્શન છે. . નમસ્કારનો જાપ અનુગ્રહદર્શનના ફળરૂપ હોવાથી સમ્યક્તનો જનક છે અને તે પછી જ સામાયિક ચારિત્ર સમ્યારિત્રની સંજ્ઞાને પ્રાપ્ત કરે છે અને શ્રુતસરોવર સમ્યફ શ્રુત બનીને સમ્યજ્ઞાન કહેવાય છે. તથા તે બંને ભવસાગર તરવામાં સહાયક બની શકે છે. ભગવાનની આજ્ઞાનો સાર છ આવશ્યક છે અને છ આવશ્યકનો સાર સામાયિક છે. અહંકારને નમસ્કાર દૂર કરી આપે છે અને મમકારને સમકાર યાને સામાયિકચારિત્ર દૂર કરી આપે છે. સમ્યગ્દર્શન તીર્થંકર પ્રભુના અનુગ્રહનું દર્શન કરાવે છે. સામાયિકધર્મ પ્રભુની આજ્ઞાનુસાર સમવર્તનરૂપી ધર્મવર્તનનો પ્રારંભ કરાવે છે. . આપણે એ તો માની લઈએ છીએ કે અનાજે અમારી સુધાને દૂર કરી, પરંતુ દુર્ભાગ્યવશ એ નથી માનતા કે શ્રી તીર્થંકર પ્રભુએ અમારા પાપોનું નિવારણ કર્યું. એ માટે જ આજે વારંવાર નમસ્કારનો જાપ કરવાની જરૂર છે. શબ્દાર્થભાવન, ભાવાર્થભાવન અને ફલાર્થભાવનપૂર્વક આ મહામંત્રના વારંવાર જપથી અનુગ્રહદર્શન થાય છે અને અનુગ્રહદર્શન એ જ સર્વ સિદ્ધિઓનો આધાર છે. ૨૯૪૦ ધર્મ-ચિંતન Page #312 -------------------------------------------------------------------------- ________________ લાભ અને લોભ શ્રી સૂરજચંદજી ડાંગી (મનનીય આ લેખમાં શ્રીઅરિહંતાદિ ચારનું શરણું સ્વીકારવાથી થતા સાચા લાભની વાત રજૂ કરવામાં આવી છે. સં.) - કષ્ટના આયને કષાય કહે છે. ક્રોધ, માન, માયા અને લોભથી જ કષ્ટ આવે છે. આ ચાર કષાયોને નષ્ટ કરવાથી જ કષ્ટ નષ્ટ થાય છે. ચાર કષાયોનો નાશ કરવા માટે ચાર મંગલ જ લોકમાં ઉત્તમ છે. તેનું સંપૂર્ણ શરણ સ્વીકારવાથી સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. શ્રીઅરિહંત પરમાત્માની કથા શ્રવણ કરવાથી કોઈ પણ દુશ્મન લાગતું નથી. સર્વ શત્રુઓનો નાશ થઈ જાય છે. હૃદયમાં કોઈ પ્રત્યે શત્રુભાવ જ રહેતો નથી, પછી ક્રોધ કોના પર થાય ? બીજાને શત્રુ સમજવાથી ક્રોધ થાય છે. અપરાધી તો આપણે પોતે છીએ, જે બીજા સર્વ જીવોના પ્રાણો વગર પૂછે લૂંટી રહ્યા છીએ, તો પછી ક્રોધ કોના પર કરવો ? દેશ કથા એ વિકથા છે. જે ક્રોધની જનક છે. ભય સંજ્ઞાથી છૂટવું હોય તો અરિહંતની કથા કરવી જોઈએ. કોઈ અમારો શત્રુ નથી, કોઈથીએ મને ભય નથી, એ રીતે સદા નિર્ભય રહેવું એ લાભનું મૂળ છે. - બીજા સિદ્ધ પરમાત્મારૂપી મંગલને લોકમાં ઉત્તમ સમજીને શરણે જવાથી માન કષાય નષ્ટ થાય છે. સર્વથી ઊંચે સિદ્ધ ભગવાન બિરાજમાન છે, એવું ધ્યાન થતાં જ : 'માન કષાય નષ્ટ થાય છે, ભક્ત કથા એ વિકથા છે, જે માનની જનક છે–આહાર સંજ્ઞાથી છુટકારો જોઈતો હોય તો અનાહારપદને પ્રાપ્ત સિદ્ધ ભગવંતની કથા કરવી જોઈએ. ત્રીજા સાધુરૂપી મંગલને લોકમાં ઉત્તમ સમજી શરણે જવાથી માયા કષાય નષ્ટ થાય છે. સર્વથી સરલ અને નિષ્કપટ સાધુ ભગવંત હોય છે. સાધુતાનું પ્રધાન લક્ષણ સરલતા-સીધાપણું છે. સ્ત્રી કથા એ વિકથા છે, જે માયાની મૂર્તિ છે મૈથુન સંજ્ઞાથી છુટકારો મેળવવા માટે પણ સાધુ ભગવંતની કથા કરવી જોઈએ. ચોથા કેવલી પ્રરૂપિત ધર્મરૂપી મંગલને લોકમાં ઉત્તમ સમજીને શરણે જવાથી લોભ કષાય નષ્ટ થાય છે. રાજકથા એ વિકથા છે, જે લોભ કષાયની જનક છે, તેથી ધર્મ-ચિંતન ૨૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ સંજ્ઞાથી છુટકારો પામવા માટે પણ ધર્મની કથા કરવી જોઈએ. - સદ્ગુરુઓના ચરણોમાં જયારે નમીએ છીએ ત્યારે તે ધર્મલાભનું દાન કરે છે. એનો અર્થ એ છે કે જો લાભ' જોઈએ તો “લોભ' છોડો. લોભની માત્રા ઓછી કરો તો લાભ આપોઆપ થશે. “લોભ' શબ્દના ઉપરની માત્રા હઠાવતાંની સાથે જ “લાભ' શબ્દ બની જાય છે. લોભ કષાયને દૂર કરવાથી જ સદ્ગુરુ ધર્મનો લાભ આપી શકે છે. તેથી સાચા લાભને મેળવવો હોય તેણ લોભને દૂર કરવો જોઈએ. શુભગુરુના શરણથી લોભની માત્રા ઘટી તો લાભ થઈ ગયો સમજવો અને એ જ ખરો લાભ છે. ચાર શરણ :- ધર્મલાભ માટે લોભને હઠાવવો જોઈએ. કષ્ટનાશ માટે કષાયનો નાશ કરવો જોઈએ. અરિહંતના શરણથી ક્રોધ જાય છે અને મૈત્રી આવે છે. સિદ્ધના શરણથી માન જાય છે અને પ્રમોદ જાગે છે–સાધુના શરણથી માયા જાય છે અને કરુણા પેદા થાય છે. ધર્મના શરણથી લોભ જાય છે અને માધ્યચ્ય આવે છે. લોભની માત્રા ઘટાડ્યા વિના ધર્મનો લાભ થતો નથી. જેને ધર્મનો ખપ છે તેને લોભનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. આત્માને જડની આધીનતામાંથી છોડાવવા માટે નવતત્ત્વનું જ્ઞાન તેમ જ નવપદના ધ્યાનની અતિ આવશ્યકતા છે એ જ્ઞાન અને ધ્યાનના અલૌકિક પ્રભાવે આત્મામાં પરમાત્માનું ધ્યાન ઉઘડે છે, ખીલે છે અને કાળક્રમે તે પૂર્ણકળાએ સ્થિર થાય છે. ૨૯૬૦ ધર્મ-ચિંતન Page #314 -------------------------------------------------------------------------- ________________ ધર્મચક્ર' માટે સર્વસ્વભાવ (‘ધર્મ’, ‘ચક્ર', ‘સર્વ’, ‘સ્વ’ અને ‘ભાવ’ એ શબ્દોની જુદી જુદી રીતે યોજના એ આ લેખની વિશેષતા છે.) જે સર્વને ધારણ કરે છે, જેની સૌએ ધારણા કરવી જોઈએ અને જે સ્વયં ધારણાસ્વરૂપ છે, તે ધર્મ' છે. ‘સ્વયં’ ધારક અવ્યય છે, ‘ૐ’ ધારણાસ્વરૂપ અવ્યય છે અને ‘અર્જુ’ ધાર્ય અવ્યય છે. ‘અવ્યય' હોવાથી આ ત્રિપુટી શાશ્વત છે. આ ત્રિપુટીનું ચક્ર તે જ ‘ધર્મચક્ર' છે, જે સૌનાં કલ્યાણ માટે નિરંતર ગતિશીલ છે. સર્વકલ્યાણ એ જેમનો સ્વભાવ છે એવા શ્રીતીર્થંકર પરમાત્માની આગળ આગળ આ ‘ધર્મચક્ર' ચાલતું હોય છે અને સમસ્ત કર્મચક્રનો પ્રધ્વંસ કરતું તે સદાકાલ જયવંત વર્તે છે. ‘યતો ધર્મસ્તતો નય:'- ધર્મ હોય ત્યાં જય અવશ્ય હોય છે. જય તે જિનનો પરમ ‘સ્વભાવ' છે. સર્વ જીવોનો પણ તે (જય) વાસ્તવિક ભાવ છે, તેને પ્રગટ કરવા માટે ‘ધર્મચક્ર'ને સર્વસ્વભાવ આપવો નિતાન્ત આવશ્યક છે. જે ‘ધર્મચક્ર'ને સર્વસ્વ-ભાવ આપીને તેનેં સમર્પિત બને છે અને ભાવથી તેને શરણે જાય છે, તેનો વિજય નિશ્ચિત છે, અસંદિગ્ધ છે, ધ્રુવ છે. વ્યષ્ટિ માટે સમષ્ટિનું શોષણ તે સ્વાર્થ છે, સમષ્ટિ માટે વ્યષ્ટિનું સમર્પણ (બલિદાન) તે પરાર્થ છે અને શ્રીપરમેષ્ઠિભગવંતોના ‘ધર્મચક્ર'ને અર્થાત્ સર્વ-સ્વભાવને સ્વયંનો સર્વસ્વ-ભાવ આપવો તે પરમ અર્થ છે—પરમાર્થ છે. ‘સ્વયં’ રૂપ સ્વાર્થવાચક અવ્યયનું ‘ૐ’ રૂપ પરાર્થવાચક અવ્યય માટે જેમ જેમ અધિક સમર્પણ થશે, તેમ તેમ પરંપરાર્થવાચક અવ્યય ‘અ’ તરફ આત્માની પ્રગતિ થશે. ‘ભાવ' એટલે સાર્વત્રિક અને સાર્વકાલીન અસ્તિત્વ. ‘સ્વયં’ના સર્વકાલીન અસ્તિત્વરૂપ ભાવને સર્વ-સ્વભાવરૂપ ‘ધર્મચક્ર'ને સમર્પિત કરવો તે ‘ધર્મચક્ર' માટે સર્વસ્વ-ભાવ છે. આ સર્વસ્વભાવમાં જ શ્રી તીર્થંકરત્વનું બીજ નિહિત છે. તે બીજનું વિજ્ઞાન આપીને ધર્મચક્ર (પ્રસ્તુત માસિક) સૌનું કલ્યાણ સર્વદા કરતું રહે, એ જ મંગલ કામના. ધર્મ-ચિંતન – ૨૯૭ Page #315 -------------------------------------------------------------------------- ________________ .. કર્મચક્ર અને ધર્મચક્ર (કર્મચક્રની સમગ્ર તાકાતને આંબવાની ધર્મચક્રની અચિંત્ય શક્તિનું, ચિંતનપ્રધાન આ મૌલિક લેખ અનુપમ દર્શન કરાવે છે. સુજ્ઞ વાચકોને તે જરૂર ગમશે. સં.) ૫૨મતત્ત્વદર્શી શ્રી સર્વજ્ઞ ભગવંતોએ અષ્ટમૂલ પ્રકૃતિના આધારે કર્મચક્રની પ્રવૃત્તિનું પ્રરૂપણ કર્યું છે, પ્રકૃતિ પ્રબળ હોવાથી સંસાર-ચક્ર ચાલે છે. આ સંસારચક્રમાં પરિભ્રમણ કરતા કોંઈક ભવ્ય જીવની સામે શ્રીઅરિહંત પરમાત્માની કૃપાથી ધર્મચક્ર ઉપસ્થિત થાય છે. તેથી તેને સ્વાર્થભાવનું વિસ્મરણ થાય છે અને સર્વ જીવો પ્રત્યેના પરાર્થભાવની તીવ્ર સ્મૃતિ જાગે છે, અથવા તેનો ‘અહં' ‘સર્વ’માં વિલીન થાય છે એ રીતે જીવના ‘અ’નો વિલય કરીને ધર્મચક્ર સમસ્ત કર્મચક્રનો પ્રધ્વંસ કરે છે અને તેનો સિદ્ધચક્રમાં પ્રવેશ કરાવે છે. કર્મચક્રથી સંસારચક્ર ચાલે છે અને ધર્મચક્રથી સિદ્ધચક્ર. સંસારચક્રનો મધ્ય (મૂળ) હેતુ ચારિત્ર્ય મોહનીય કર્મ છે, તો શ્રીસિદ્ધચક્રમાં નિર્મોહ એવા શ્રી ‘અરિહંત પરમાત્મા' મધ્યગત છે. જેમ સંસારચક્રમાં વેદનીય કર્મ શીર્ષ-સ્થાનીય કારણ છે, કારણ કે સુખ-દુ:ખની વેદનાનો પ્રવાહ તે જ સંસાર છે, તેમ શ્રીસિદ્ધચક્રમાં શીર્ષસ્થાને વેદનીયકર્મરહિત શ્રીસિદ્ધભગવંત છે. એ સિદ્ધભગવંત પર આપણી દૃષ્ટિ પડતાં જ ધર્મચક્ર ગતિમાન બને છે. અનંતઆનંદ અથવા નિર્દેદ્ર સુખનો અનંત પ્રવાહ તે જ સિદ્ધત્વ છે. સંસારચક્રના વામ પાર્શ્વમાં જેમ ગોત્રકર્મ સ્થિત છે, તેમ ધર્મચક્રના વામ પાર્શ્વમાં આચાર્યપદ છે, જેમ ગોત્રકર્મ ઉચ્ચનીચપદને આપે છે, તેમ આચાર્યભગવંત આચાર દ્વારા ધર્મચક્રમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરાવે છે. જેમ સંસારચક્રના નીચેના સ્થાનપર આયુઃકર્મ છે, જે જન્મ-મરણનો મુખ્ય હેતુ છે, તેમ શ્રીસિદ્ધચક્રના નીચેના સ્થાને શ્રીઉપાધ્યાય ભગવંત બિરાજમાન છે, તેઓ અનંતજીવન (સિદ્ધત્વ)ના પ્રધાન કારણ છે, કારણ કે પ્રવચનજ્ઞાન વિના સંસારચક્રનો છેદ થઈ શકતો નથી. જેમ સંસારચક્રના દક્ષિણ પાર્શ્વમાં અંતરાય કર્મ છે, જે ‘ધર્મચક્ર'માંના પ્રવેશને રોકે છે, તેમ સિદ્ધચક્રના દક્ષિણ ભાગમાં શ્રીસાધુ ભગવંત શોભે છે, જેમના પ્રભાવથી કર્મચક્રના સર્વ દ્વારો રોકાઈ જાય છે. જે રીતે સંસારચક્રના ચાર ખૂણાઓમાં અનુક્રમે દર્શનમોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને નામકર્મ છે, તેમ સિદ્ધચક્રના ચાર ખૂણાઓમાં અનુક્રમે દર્શન, જ્ઞાન ૨૯૮૦ ધર્મ-ચિંતન Page #316 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર્ય અને તપની પ્રતિષ્ઠા છે. આ ચાર ધર્મચક્રનાં પ્રધાન સાધન છે. અજીવ તત્ત્વની સાથેના અનાદિસંબંધનો વિચ્છેદ કરવા માટે તેમ જ જીવ તત્ત્વના અનંતસંબંધનો સાક્ષાત્કાર કરવા માટે શ્રીસિદ્ધભગવંતનો આધાર જ ધર્મચક્રનો પ્રથમ આરો છે, પાપ તત્ત્વની સાથેના અનાદિ સંબંધને તોડવા માટે પુછ્યતત્ત્વના પ્રકૃષ્ટ પ્રતીક શ્રીઅરિહંત પરમાત્માનો ઉપકાર એ ધર્મચક્રનો બીજો આરો છે. અનાદિ આસવને રોકીને નિત્યસંવરમાં પ્રતિષ્ઠિત થવા માટે આચાર્ય ભગવંતનો આચાર એ ત્રીજો આરો છે. અનાદિબંધનો છેદ કરીને નિત્ય નિર્જરામાં રહેવા માટે ઉપાધ્યાયનો વિચાર એ ધર્મચક્રનો ચોથો આરો છે. એ રીતે મોક્ષરૂપ ધ્યેય તત્ત્વની પ્રાપ્તિ માટે સાધુત્વનો સંસ્કાર એ ધર્મચક્રનો પાંચનો આરો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના ચાર ખૂણામાં જે ચાર ઉજ્જવળ વર્ણના આરાઓ છે, તે જ ધર્મચક્રનો તીક્ષ્ણ ભાગ છે કે જે કર્મચક્રનો ભંગ કરીને સંસારચક્રને સિદ્ધચક્ર બનાવી દે છે. ‘સ્મૃતેન યેન પાપોઽપ, નન્તુ: સ્થાન્નિયતં સુરઃ । परमेष्ठिनमस्कार - मन्त्रं तं स्मर मानसे' ॥५९॥ (શ્રી ઉત્તરાધ્યયન-૯) ભાવાર્થ :- જેના સ્મરણ માત્રથી પાપી એવો પણ પ્રાણી નિશ્ચિતપણે દેવગતિ પામે છે, તે પરમેષ્ઠિ નમસ્કારમંત્રને આપ મનમાં સ્મરો રટણ કરો. ', + ધર્મ-ચિંતન ૦ ૨૯૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ મહામંત્ર અને તેની સાધના (ધાર્મિક પ્રવચનોમાં સદ્ગુરુઓના મુખેથી મહામંત્ર અને તેની સાધના અંગે સાંભળેલા વિવિધ ઉપદેશોમાંથી તારવેલી વાનગીઓ આ લેખમાં છે.) (૧) મહામંત્રના પ્રથમ બે પદ દેવપદ છે. પછીના ત્રણ પદ ગુરુપદ છે. “નમો’ પદનું રહસ્ય “માર્ગાનુસારિતા' છે, કેમ કે નમસ્કારની ક્રિયા મોક્ષ અપાવે છે, તેમાં આલંબન દેવગુરુ છે. કર્મબંધન કાયા-વચન અને મન ત્રણ વડે થાય. મન-વચન-કાયા વડે નમસ્કાર કરવાથી તે ત્રણે પ્રકારના કર્મોનો નાશ થાય છે. (૨) નવકારજાપમાં એકાગ્રતા જરૂરી છે. જે વસ્તુની એકાગ્રતા લાવવી હોય તેના ગુણમાં રસ થવો જોઈએ. બીજા વિચારો ન આવે તેનો નિષેધાત્મક negative પ્રયત્ન કરવાને બદલે જેનો જાપ કરીએ તેનો positive વિચાર કરવો જોઈએ. એકાગ્રતા, લાવવા માટે માળા અને સ્થાન નિયત જોઈએ. સ્થાનસ્થાપનામાં પણ રહસ્ય છે. એક જ સ્થળે આસન કરવાથી અને એક જ નવકારવાળી વડે જાપ કરવાથી પવિત્ર પરમાણુઓનો સંગ્રહ થાય છે. (૩) સંજ્ઞી પંચેંદ્રિય માનવ શરીરમાં અદ્ભુત શક્તિઓ છે, જે દેવતા-નારકી વગેરેના શરીરમાં અલભ્ય છે. માનવ શરીરની પીઠમાં કરોડરજ્જુ છે તેને મેરુદંડ કહેવાય છે, તેમાં પણ રહસ્ય છે. બેસવામાં શરીર ટટાર રાખવાથી મન સ્થિર થાય છે. (૪) મનને આત્મા સાથે જોડે, અંતર્મુખ બનાવે તે યોગ. મનુષ્ય શબ્દ “મનું !! ધાતુ પરથી થયો છે. મનન કરવા માટે માન છે. મનન કરવાથી આત્માનું રક્ષણ કરે તે મંત્ર છે. મંત્રની સાધના એક પ્રકારનો યોગ છે. મનને આત્મા સાથે જોડવું પણ બહાર ભટકતું ન રાખવું, તેથી અતીન્દ્રિય સુખ ઉપજે છે. પદાર્થમાં સુખ નથી, સુખ આત્મામાં છે. આત્મા અનંત સુખ-શક્તિનો ખજાનો છે. પુદ્ગલમાં ગમે તેટલા રૂપ-રસ હોય તેથી આત્માને શું લાભ ? પુગલમાં સુખ નથી, પણ સુખ-દુઃખની માત્ર કલ્પના છે. આત્માની પોતાની ચીજ કેમ પ્રાપ્ત કરવી તે યોગ શીખવે છે. યોગવિદ્યા, અધ્યાત્મવિદ્યા એ પોતાની વિદ્યા છે. બે કાન, બે આંખ, બે નાકના છિદ્ર અને એક મો–એમ સાત છિદ્રોને સાત આંગળીઓથી બંધ કરી “નમો અરિહંતા'ના સાત અક્ષરોનું સ્મરણ કરવામાં આવે તો દેવલોકના ઘંટારવ, દિવ્ય સંગીત, દિવ્ય રૂપ, દિવ્ય ગંધ અને દિવ્ય રસનો અનુભવ થાય છે. "Do and see' અંદર ઉંડા ઉતરો ને અનુભવ કરો. (૫) મનુષ્ય શરીરમાં અનેક ચક્રો છે, તે ચક્રો ઉઘડી જાય છે તો અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થાય છે. બારાખડી એ પરમાત્મપદની ચાવી છે. “અહં' પદમાં ૩૦૦૦ ધર્મ-ચિંતન Page #318 -------------------------------------------------------------------------- ________________ બારાખડીનો પહેલો ને છેલ્લો અક્ષર છે અને તે ઉપર અનુસ્વારનું બીજ છે. અક્ષરોમાં અનુસ્વાર લગાવવાથી ગજબ તાકાત આવે છે. અનુસ્વાર એ શબ્દની તીવ્ર ધાર છે. આત્માનું મૂળ ઊંચે છે કેમ કે પંચપરમેષ્ઠિઓ ઊંચે છે. ચાર ડાળીઓ નીચે છે. છંદશાસ્ત્રો એનાં પાંદડા છે. માત્ર તેને જોવાથી મોક્ષનો કે આત્મતત્ત્વનો અનુભવ નહીં Ally. If you look at sky, you will see sun, moon etc. El 12 BAL$LAHİ જોશો તો સૂર્ય-ચંદ્ર વગેરે દેખાશે. If you look at earth, you will see dust, dust and dust. જો તમે નીચે પૃથ્વી પર જોશો તો ધૂળ-ધૂળ અને ધૂળ જોશો. અહીં ‘માં એ પૃથ્વી છે. ‘મ એ આકાશ છે. આત્મતત્ત્વને અનુભવવા માટે 'અહં'ને જોવાનું છોડી ‘મને જોતાં શીખો. (૬) જગતમાં મનુષ્ય જન્મ કરતાં શ્રેષ્ઠ વસ્તુ બીજી નથી. માનવનું શરીર એ પરમાત્માની પ્રતિમા છે. શરીર-વચન-મનમાંથી અનંત શક્તિઓ વરાળ ને વીજળીની માફક ફોગટ વહ્યા કરે છે, તેને પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિના પાલન વડે કાબૂમાં લઈ શકાય છે. આત્મક્ષેત્રમાં વિચાર એ બીજ છે. મનમાં આવેલા વિચારો બીજનું કામ કરે છે. બીજ બે જાતના છે. શુભ અને અશુભ. શુભ વિચાર એ આંબાના બીજ તુલ્ય છે. અશુભ વિચાર એ બાવળનાં બીજ તુલ્ય છે. સારા બીજને વાવવાનાં હોય છે, ખરાબ બીજો ને બાળવાનાં હોય છે, મનને સારા વિચારોમાં રોકવા માટે સહેલો ઉપાય પંચપરમેષ્ઠિનો જાપ છે. હરતાં-ફરતાં, ઉઠતા-બેસતાં, તેમાં મન-વચન-કાયાના યોગોને જોડી શકાય છે. (૭) નવકાર વિઘ્ન હરે છે, પાપ ટાળે છે, અસંખ્ય જન્મોના કુસંસ્કારોને બાળે છે. ગુરુમુખે નવકાર મળે તો જ તે ફળીભૂત થાય છે. ગુરુ પાસે વિધિપૂર્વક તેનો પાઠ લેવો જોઈએ. ભાવમન એક અમૂલ્ય ભંડાર છે, તેમાં સંસ્કારોનો સંગ્રહ થાય છે. સામગ્રી મળે ત્યારે તે પ્રગટે છે. નવકારના જાપથી શુભ સંસ્કારોનો સંચય થાય છે. " (૮) મનને સ્થિર રાખવા સ્વાધ્યાય કરવો તે ઉત્તમ છે. ક્રિયાયોગ અને વચનયોગ સરળ છે, મનનો યોગ દુષ્કર છે. આત્માના અધ્યવસાયો અરૂપી છે, ચૈતન્યસ્વરૂપ છે. જડ કરતાં ચૈતન્યની શક્તિ અનંત છે. ચૈતન્યની જેટલી શુદ્ધિ થાય તેટલો જીવને ઉપકાર થાય છે. મલિનતા થાય તેટલો તેને અપકાર થાય છે. સન્ક્રિયાથી મનની શુદ્ધિ થાય છે, તેથી અધ્યવસાયો શુદ્ધ બને છે. તેથી સ્વ-પરનું કલ્યાણ થાય છે. પોતાના અધ્યવસાયોને મલિનતાથી દૂર કરે તે મંગળ અને તે મંગળ પાપનો નાશ કરે છે. લેખન કે ઉચ્ચાર એ ભાવમંગળનું સાધન છે. અધ્યવસાયોની શુદ્ધિ તે - ભાવમંગળ છે. ધર્મ-ચિંતન ૩૦૧ Page #319 -------------------------------------------------------------------------- ________________ (૯) તર્ક કરતાં શ્રદ્ધાનું સામર્થ્ય વધુ છે. પાંચ ઇંદ્રિયો અને મનથી તર્ક થાય છે. પણ પાંચ ઇંદ્રિયોની અને મનની શક્તિ મર્યાદિત છે. જગતમાં અનંત સૂક્ષ્મ ને અમૂર્ત પદાર્થો છે, તેને જાણવા માટે યોગદૃષ્ટિ-અનુભવષ્ટિ જોઈએ. કેવળ તર્ક અપ્રતિષ્ઠિત છે. શાસ્ત્રોનો અને દિવ્યદૃષ્ટિનો આધાર લઈને તર્ક કરે તો જ તત્ત્વનિર્ણયમાં સફળતા મળે. જે વસ્તુની ઉપાસના કરીએ તેના ગુણો આપણામાં આપોઆપ આવી જાય છે. આ વિષય તર્કનો નથી પણ શાસ્ત્રનો, શ્રદ્ધાનો, અનુભવનો છે. નામની અને આકૃતિની ઉપાસના કરવાથી ઉપાસ્યના ગુણો આપોઆપ ખેંચાઈ આવે છે. (૧૦) મને બે પ્રકારના છે. બાહ્ય અને આંતર. બાહ્ય મન દૃશ્ય મન છે, તેથી પૌદ્ગલિક છે. આંતરમન ભાવમન છે, તેથી આત્મિક છે. બાહ્ય મન ઉંઘતું હોય ત્યારે પણ આંતરમન જાગ્રત રહે છે. નામ અને આકૃતિની ઉપાસનાથી મનને ઉપાસ્યના મૂળ આત્મા સાથે સંબંધ થાય છે. ને તેના ગુણોનું ખેંચાણ થાય છે તથા પોતાના આત્માની અંદર તે ગુણો ઉતરે છે. અરિહંતોનું તથાભવ્યત્વ પરોપકારવૃત્તિથી ભરપૂર છે. તેમની સ્વભાવજન્ય પરોપકાર૫રાયણતા અગાધ-અખૂટ અને અનંત છેઃ અરિહંતોની મુડીથી આપણો ધર્મવ્યવહાર ચાલે છે. તે ઉપકારનો બદલો વાળવાનું એક સાધન શ્રીનવકા૨નું આરાધન છે. (૧૧) આખા શરીરમાં વધારે અંગત્યનો પ્રદેશ હૃદય છે. હૃદયથી ચૌદરાજલોક સાથે સંબંધ સાધી શકાય છે. હૃદયમાં કમળ છે, તેને આઠ પાંખડીઓ છે, તે ઉંધી છે, તે કારણે બુદ્ધિ અધોગામી છે. નવકારના પદોને હૃદયમાં સ્થાપીને ઉપાસના કરવાથી તે ઉર્ધ્વમુખી થાય છે. (૧૨) જાપમાં રંગનું પણ મહત્ત્વ છે. સફેદ રંગ આત્માને ઉજ્જવળ બનાવી મોક્ષ પદને અપાવે છે. અક્ષરમાં પણ અપૂર્વ અને અનંત સામર્થ્ય છે. હૃદયરૂપી પાટીયા Black-board ઉપર ‘નમો અરિહંતાળ’ એવા સફેદ અક્ષરો લખેલા છે, તેમ કલ્પના કરીને વાંચવા. અક્ષરો સફેદ-હીરા જેવા ઝગમગતા કલ્પીને વાંચવાથી તેનું ધ્યાન થાય છે. ધ્યાન એટલે ચિત્તની તન્મયતા. જાપની સાથે ધ્યાન જોડવાથી વિશેષ લાભ થાય છે. મંત્રના અક્ષરો એ રીતે વિચારપૂર્વક વાંચવાથી પરમાત્મતત્ત્વ સાથે આત્માનું અનુસંધાન થાય છે. ધ્યાન વખતે જેટલી તન્મયતા, તીવ્રતા,’અને એકાગ્રતા વધારે તેટલો લાભ વધારે થાય છે. As a man thinketh, so he becomes. માણસ જેવું ચિંતન કરે છે, તેવો તે થાય છે. એ વાત આજે વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે. (૧૩) પહેલાં યોગ્યતા મેળવો, પછી ઇચ્છા કરો. કુદરતની પાસે ઘણી વસ્તુ છે. તે શોધી રહી છે કે કોને આપું ? તમે કોઈ વસ્તુની શોધ કરશો નહિ, ફક્ત યોગ્યતા ૩૦૨ ૦ ધર્મ-ચિંતન Page #320 -------------------------------------------------------------------------- ________________ નિર્માણ કરો. બીજાને સંતોષ આપવો એ મોટામાં મોટું દાન છે, મોટામાં મોટી યોગ્યતા છે. પોત્તાને ગમે તેટલાં કષ્ટ હોય તેને ન ગણતાં સામાનું કલ્યાણ થાય એ એક જ મનોરથ ઉત્તમ જીવોને હોય છે. સજ્જન પુરુષોનું એ લક્ષણ છે. જેના જેના સંસર્ગમાં તે આવે તેનો ઉદ્ધાર કરવાની જ ભાવના તેને હોય છે. આ વિશિષ્ટ ભાવના જ તમને યોગ્ય, પવિત્ર અને મહાન બનાવે છે. (૧૪) સજ્જનની સુવર્ણની જેમ અગ્નિ પરીક્ષા થાય છે. સુવર્ણને અગ્નિમાં તપાવે અને ટીપે, એમ વારંવાર કરે ત્યારે ઘાટ ઘડાય છે. તેની જેમ દુર્જનની દુર્જનતાને સહન કર્યા વગર સજ્જનતા પ્રગટતી નથી. (૧૫) માણસને સન્માર્ગે લાવવા માટે ચાવીઓ હોય છે. ગાળો દેવાથી, ઠપકો આપવાથી કે ગુસ્સો ક૨વાથી તે સુધરી શકે છે, એ માન્યતા બરાબર નથી. ખામોશીપૂર્વક કામ લેવામાં આવે તો ગમે તેવા ખરાબમાં ખરાબ માણસને પણ સુધારી શકાય છે. (૧૬) ‘કર્મ ખાના ઓર ગમ ખાના.' ઓછું ખાવાથી જેમ રોગથી બચી જવાય છે, તેમ ગમ ખાવાથી ભવિષ્યમાં થતાં અનર્થોથી બચી જંવાય છે. શાસ્ત્રકારો કહે છે કે હૃદયની અંદર લઘુતા નિર્માણ કરો, તો પ્રભુતા મળશે. લઘુતામાં પ્રભુતા છે, પ્રભુતામાં ભુતા નથી. (૧૭) પ્રભુની ઉપાસના માટે પહેલું લક્ષણ પ્રભુમાં ‘અપાયાપગમાતિશય છે' ઉપાસ્ય કોણ છે ? દેવ, તે કોને કહેવાય ? જેના બાહ્ય અને અત્યંતર બધા દોષો ટળી ગયા હોય તે, જેના દોષો ન ટળ્યા હોય, ત્યાં સુધી તેનો આત્મા મોહથી જીતાયેલો છે અને જ્યાં સુધી મોહનો ક્ષય ન થયો હોય, ત્યાં સુધી ઉપાસ્ય ગણાય નહિ. તેથી પહેલું લક્ષણ અપાયાપગમાતિશયને કહ્યું છે. અપાય એટલે રાગ-દ્વેષ અને મોહ તથા તેના પરિણામે બાહ્ય અત્યંતર કષ્ટ, તેનો ‘અપગમ' એટલે વિનાશ, સંપૂર્ણ નાશ, તે રૂપ અતિશય એટલે ચઢીયાતાપણું, જેમનામાં હોય તે ઉપાસ્ય દેવ છે. બીજું લક્ષણ જ્ઞાનાતિશય છે. મોહનો ક્ષય થવાથી ભગવાન સર્વજ્ઞ, સર્વદર્શી છે. પરબ્રહ્માનંદ સ્વરૂપે છે. આ જ્ઞાન આખા જગતને જાણનારું છે, છતાં મગજ ૫૨ બોજો વધારનારું નથી, તે આત્મગુણરૂપ હોવાથી પરબ્રહ્મના આનંદ સ્વરૂપ છે. આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપમાં ચિહ્નો અર્થ જ્ઞાન છે. તે જ્ઞાનનો સ્વભાવ છે કે આનંદ આપે. ચૈતન્ય પ્રગટ થાય એટલે આનંદ આવે અને આનંદ આવે એટલે ચૈતન્ય પ્રગટ થાય. ઉપાસ્ય દેવનું ત્રીજું લક્ષણ પૂજાતિશય છે. પ્રભુ ત્રિજગદર્ચિત છે. ત્રિજગદચિત્તત્વ તેમનું મહાઉપકારત્વ સૂચવનારું છે. બીજા લોકો તેમની પૂજા કરે છે, તેના ધર્મ-ચિંતન - ૩૦૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ આધારે તેમનું ત્રિજગદર્ચિત્તપણું નથી પણ, “સવિ જીવ કરું શાસન રસી' એવી તેમની જે ઉત્કટ ભાવના છે, તેથી જગતના જીવો તેમની તરફ પૂજા કરવા માટે ખેંચાઈને આવે છે. ચોથું લક્ષણ વચનાતિશય છે. પ્રભુ તત્ત્વોપદેશક છે. આ જગત જો સુખી હોય કનુન શનાભજે તે કcવ છે જ હો વદ જ વર કનુ વાજા બતાવે તે સુખી છે. અન્ય દર્શનોમાં પણ યત્કિંચિત્ સારું જોવામાં આવે છે, તે પ્રભુની પાસેથી જ ગયેલું છે. જ્યાં જ્યાં સુખ કે સૌંદર્યનો અંશ પણ દેખાય છે, ત્યાં ત્યાં સમજવું કે ધર્મનો પ્રતાપ છે, એ ઉપકાર કોનો ? ભગવાનની વાણીનો, પ્રભુની વાણી અતિશયવાળી, સત્ય અને મધુર છે. પ્રભુ ઉપાસ્ય છે, તેનું કારણ આ ચાર વિશેષતાઓ છે. (૧૮) પ્રેમ એવી વસ્તુ છે કે સમજ હોય કે ન હોય તો પણ ખેંચાણ થાય છે. ભગવાન કેવા છે ? પ્રેમના મહાસાગર, મૈત્રી ભાવનાથી ભરેલા છે. તેમને કાંઈ લેવાનું નથી પણ પોતે પરમાત્મપદ મેળવ્યું છે. તે બીજાને કેવળ આપવાનું છે. કહ્યું છે કે 'स्वयंभूरमणस्पर्धिकरुणारसवारिणा । अनंतजिदनंतां वः प्रयच्छतु सुखश्रियम् ॥१॥ અર્થ –સ્વયંભૂરમણની સ્પર્ધા કરનાર કરુણારસરૂપ જળ વડે અનંતનાથ ભગવાન તમને અનંત સુખની લક્ષ્મીને આપનારા થાઓ. તાત્પર્ય કે પ્રભુમાં કરુણારસ એટલો બધો ભરેલો છે કે તે સ્વયંભૂરમણ સાથે સ્પર્ધા કરે છે. (૧૯) ભગવાનને જગપિતા વગેરે અનેક વિશેષણો આપવામાં તેમનું વૈશિષ્ટય શું છે? જીવને જે જોઈએ છે, તે તીર્થકર જ આપી શકે છે. જીવને શું જોઈએ છે? પ્રેમ જોઈએ છે, તે પ્રેમ પૂરેપૂરો અને શુદ્ધ કોણ આપે? તીર્થકર જ. અરિહંત અખૂટ પ્રેમનો ખજાનો છે, તે અખૂટ ખજાનો પ્રભુ આપણને આપી દે છે. (૨૦) છોકરાને મા શું આપે છે? નથી પૈસા આપતી, નથી ભણાવતી, કેમકે પૈસા પિતાને આધીન છે. વિદ્યા ભણાવવાનું વિદ્યા ગુરુને આધીન છે, તો મા શું આપે છે ? પ્રેમ, વાત્સલ્ય, જેથી માનું ગૌરવ શાસ્ત્રમાં વધારે છે. સ્વાર્થથી ખરડાયેલો પ્રેમ આપનારી “મા' પર પણ જો પૂજ્યભાવ આવે છે, તો પ્રભુ તો શુદ્ધ અને અખૂટ પ્રેમથી ભરેલા છે, તેમના પર કેટલો પૂજ્યભાવ, સમર્પણભાવ આવે? માને વાત્સલ્ય હોય છે, તેથી પોતાના પુત્ર માટે ભાવના ભાવ્યા કરે છે કે મારો છોકરો ડાહ્યો થાય, હોંશિયાર થાય, મોટો થાય, તેમ તીર્થકર ભગવંતને જગતના દરેક જીવોને કોઈ પણ ભોગે ૩૦૪ - ધર્મ-ચિંતન Page #322 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાં પહોંચાડવાની ઉમદા ભાવના છે. ભગવંતના જ્ઞાન, દર્શન, ચારિત્રથી ઉપકાર થાય છે, તે તો છે જ. ઉપરાંત તેમની આપણને મોક્ષે પહોંચાડવાની ઉમદા ભાવનાથી મહાન ઉપકાર થઈ રહ્યો છે. અનંત સિદ્ધ થયા તે તેમની આ ઉમદા ભાવનાથી જ થયા છે. (૨૧) શ્રીઅરિહંત પ્રભુના નામ સ્મરણથી વિદન આવતાં નથી. જેનું નામ સ્મરણ પણ વિઘ્નોનો નાશ કરે, તેમનો પ્રભાવ કેટલો ? તેમની કરુણા કેટલી? તેમનો સ્વભાવ કેવો ? નામ સ્મરણ કરવા છતાં કદાચ વિઘ્ન આવે તો સમજવું કે ઘણાં વિનો આવવાનાં હતાં, તે અટક્યા છે, વસ્તુને જો યોગ્ય અર્થમાં ઘટાવાય, તો અશ્રદ્ધા થતી નથી અને પ્રયત્ન કરવામાં ઉદ્વેગ આવતો નથી. બધાં કાર્યોની સિદ્ધિ પાછળ શ્રદ્ધાબળ કામ કરે છે. જો શ્રદ્ધાબળ મજબૂત હોય તો કાર્ય સિદ્ધ થાય જ છે. ભગવાનનું નામ પવિત્ર છે, મંગળમય છે. તેથી તે વિઘ્ન હરે જ છે. સ્તુતિકારો કહે છે કે, 'त्वन्नाममंत्रमनिशं मनुजाः स्मरन्ति । ___ सद्यः स्वयं विगतबंधभया भवन्ति' ॥ અર્થ : તમારા નામરૂપ મંત્રનું જે મનુષ્યો અહર્નિશ સ્મરણ કરે છે, તેઓ બંધનના ભયથી સ્વયં તત્કાલ રહિત બને છે. (૨૨) આત્માની ત્રણ દશા છે. બહિરાત્મદશા, અંતરાત્મદશા, પરમાત્મદશા, જગતમાં ભયંકરમાં ભયંકર પાપ હોય તો તે બહિરાત્મદશાનું છે. હિંસા, અસત્ય વગેરે પાપો તો પછી આવે છે. તીવ્ર બહિરાભદશા હોય, ત્યારે આત્માનો લેશ માત્ર અનુભવ થતો નથી. તેનો બધો આનંદ-પ્રમોદ કાયા અને કાયાના સુખોમાં જ સમાઈ જાય છે. જ્યારે બહિરાત્મદશાની પરાકાષ્ટા હોય છે, ત્યારે બાહ્ય પદાર્થોમાં તીવ્ર આસક્તિ હોય છે. કંચન-કામિની-કુટુંબ-કાયા અને કીર્તિ, આ પાંચ કક્કામાં તેને પોતાનું સર્વસ્વ સમજાય છે. મારી કાયા એમ બોલે છે ખરો, પણ વસ્તુતઃ તો તેને હું રૂપે જ માને છે. હું માંદો છું, હું સ્વરૂપવાન છું, હું જ્ઞાની છું એટલે હું ઉપર ચોટ લાગે છે, ત્યારે તે સહન કરી શકતો નથી, દુઃખી થાય છે. જ્યારે તીવ્ર બહિરાત્મદશા હોય છે, ત્યારે બધી વસ્તુને તીવ્ર હુંરૂપે માની લે છે. એટલે બધી વસ્તુ તેનું એક અંગ બની જાય છે અને જ્યારે અંગરૂપે બની જાય ત્યારે તે વસ્તુના નાશમાં અંગ કપાય ને જેટલું દુઃખ થાય તેટલું દુઃખ થાય છે. આવું મહામિથ્યાત્વનો ઉદય હોય ત્યારે થાય છે. અંતરાત્મદશામાં ‘હું સ્વરૂપે પરમાત્મા છું. બાહ્યજડના સંયોગે આ દિશામાં આવી પડ્યો છું, તેમાંથી છૂટવા માટે પરમાત્મદશાની ભાવના કરવી એ ઉપાય છે. એ જાતિના વિચારો આવે છે. . પરમાત્મદશા એ સ્વ સ્વરૂપની પ્રાપ્તિ છે. તે સ્વરૂપની રમણતાથી પ્રાપ્ત થાય છે. તે ધર્મ-ચિંતન • ૩૦૫ Page #323 -------------------------------------------------------------------------- ________________ દશામાં જીવના સર્વ દોષો નષ્ટ થઈ જાય છે અને સર્વ ગુણો પ્રાપ્ત થઈ જાય છે. (૨૩) જે જોઈએ તે સઘળાનું નિધાન શ્રીનવકાર મંત્ર છે. નવકાર મંત્રમાં શરણભૂત પદાર્થોનો સમાવેશ થાય છે. શ્રીપંચપરમેષ્ઠિ થવાનો અંતરાય તૂટે તે માટે નમસ્કાર છે. “નમો અરિહંતાઈ' દુઃખનાશક, સુખ સ્થાપક અને મોક્ષસાધક છે. તેના જાપથી રોગો-કષ્ટો નાશ પામે છે અને દેવો પણ ખેંચાઈને આવે છે. જાપ કરતાં પહેલાં આસન અને મુદ્રા જરૂરી છે. જેમ જંગલમાં રામને શોધવા જતા લક્ષ્મણજી સીતાદેવીની કુટિરની ચારે બાજુ લાઈનદોરી બાંધે છે, કુંડાળું કરે છે જેથી કોઈ પ્રાણી-પિશાચ અંદર પ્રવેશ ન કરી શકે તેમ “વજપંજર સ્તોત્ર' બોલીને શરીરના દરેક ભાગ ઉપર હાથ ફેરવીને આપત્તિથી રક્ષણ થાય છે. “નમો અરિહંતા' પદ ગણવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. મન પ્રત્યેક ક્ષણે એક વૈતાલરૂપ છે. એક મિનિટમાં મનમાંથી ૪૮થી ૨૫ વિચારો બહાર પડતા હોય છે. મન વ્યગ્ર થાય ત્યારે વિચારોના ઉભરાઓ ઠલવાય છે. મન અને પ્રાણને અતિશય ગાઢ સંબંધ છે. તેથી પ્રાણની સાથે મનને ભેળવી દેવું. પ્રાણ રોમેરોમમાં વ્યાપી જાય છે. શ્વાસ લેતી વખતે “નમો' અને શ્વાસ મૂકતી વખતે ‘રિહંતાઈ'નું રટણ કરવાથી મંત્ર શ્વાસની સાથે મળી જાય છે. મન શ્વાસોશ્વાસ સાથે બંધાયેલું હોવાથી મન એકાગ્ર થાય છે અને શ્વાસોશ્વાસ શરીરના એકેએક પરમાણુઓ સાથે ભળી જાય છે. શરીરના આરોગ્યમાં શ્વાસોશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. Deep breathing ઊંડો ને દીર્ધ શ્વાસોશ્વાસ ઠેઠ નાભિ–આંતરડા સુધી પહોંચે છે અને અશુદ્ધ તત્ત્વોને બહાર કાઢે છે. આ રીતે શ્વાસોશ્વાસની શ્રેષ્ઠ માળાથી “નમો અરિહંતા'નો જાપ કરવાથી દ્રવ્ય ને ભાવ આરોગ્ય–બોધિલાભ ને સમાધિની પ્રાપ્તિ થાય છે. બધો આધાર quality ઉપર છે, કેવળ quantity ઉપર નહિ. (૨૪) મન બે પ્રકારના છે : objective mind એટલે બાહ્યમનઃ (૩) subjective mind એટલે સૂક્ષ્મ મન, સૂક્ષ્મ મન સદા જાગ્રત રહે છે. સૂક્ષ્મ મન. એટલે આંતરમન. આંતરમનમાં સંસ્કારોનો ભંડાર હોય છે. રમકડાંને જેમ ચાવી આપવાથી આપોઆપ ચાલે છે, ગતિ કરે છે તેમ આંતરમનને માત્ર ચાવી આપવાથી સંસ્કારો આપોઆપ કામ કરે છે. બાહ્ય મન જ્યારે સુપ્ત હોય કે બીજા વિચાર કે કાર્યમાં રોકાયેલું હોય ત્યારે પણ આંતરિક મન જાગ્રત રહીને કામ કરે છે. આંતરિક મન સદા જાગ્રત રહીને એની મેળે વિચારો કે સંસ્કારો મુજબ કામ કરે છે. આ વાત સ્વાનુભવથી દરેક સમજી શકે છે. દા.ત. : ઘેર જતાં રસ્તામાં અનેક વિચારો કરતું બાહ્ય મન બાહ્ય વિચારોમાં મગ્ન હોય તો પણ આંતરમન માણસને બરાબર ઘેર પહોંચાડે છે. યાદ રાખેલ કોઈ પણ સૂત્ર-સ્તવન-સજઝાય બોલવાનું શરૂ કર્યા પછી કેટલાકનું મન બીજે ૩૦૬ ૦ ધર્મ-ચિંતન Page #324 -------------------------------------------------------------------------- ________________ ભટકે તો પણ આંતરિક મનના બળે ભૂલ વગર બધું બોલી શકે છે. આ શક્તિ આંતરિક મનની છે. માત્ર સંસ્કાર આપવા પડે છે. મનના ખરાબ સંસ્કારો કાઢવાનું કામ પણ મનને જ સોંપવું પડે છે. કારણ કાંટો જ કાંટાને કાઢવા ઉપયોગી થાય છે. બાહ્ય મન ચોર છે, તેની ચોકી કે લગામ આંતરમનને સોંપવી જોઈએ. જો આંતરમન સારા સંસ્કારોથી વાસિત હોય તો સારી રીતે ચોકી કરે છે, જો આંતરમન ચોર હોય ને કુસંસ્કારોથી વાસિત હોય તો બને મનરૂપી બે ચોર ભેગા મળી આત્માને લૂંટે છે. આંતરમનને પવિત્ર પ્રેરણા આપી હોય તો સુતા હોઈએ ત્યારે સુંદર પરિણામ પામી શકાય છે. ભોજન કરતાં અને શયન કરતાં પહેલાં નવકારના પવિત્ર સ્મરણથી પરમાણુઓ અમૃતમય બને છે અને શમરસ–શાંતરસ ઉત્પન્ન થાય છે. (૨૫) વિનય સૌથી મોટો ધર્મ છે. નમવાથી ભક્તિ શ્રેષ્ઠ થાય છે. નમ્યો તે પ્રભુને ગમ્યો. કૂવામાં ઘડો પાણી ભરવા નાંખવામાં આવે, પછી ઘડો વાંકો વળે, નમે તો જ અંદર પાણી ભરાય છે. હૃદયમાં લઘુતા નિર્માણ કરો તો પ્રભુતા આપોઆપ મળે છે. લઘિમા લબ્ધિથી આકાશમાં ઉડી શકાય છે. હૃદયમાં લઘુતા લાવવાથી માણસને લઘિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જેથી ચૌદરાજલોક અને મોક્ષ સુધી જવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ | (૨૬) દેવ-ગુર-ધર્મ-ધર્મક્રિયા તો નિમિત્ત છે, પણ કાર્યની સિદ્ધિ આપણા ઉપાદાન–યોગ્યતા ઉપર છે. પ્રતિ સમય ૭-૮ કર્મના બંધ આત્માને ચાલુ છે, છતાં દ્રવ્ય નવકાર =‘નમો રિહંતા’નો શબ્દ–ઉચ્ચાર પુણ્ય કર્મ બાંધે છે. સમળી ‘નમો રિહંતાઈ' શબ્દ સાંભળતાં રાજપુત્રી થઈ અને રાજપુત્રીના ભાવમાં પણ “નમો અરિહંતાન' ફરી સાંભળતાં પૂર્વજન્મનું જ્ઞાન થયું, તથા સમળીવિહાર બનાવી શ્રીમુનિસુવ્રતસ્વામીજી ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. વળી નવકાર સાંભળવાથી જંગલના ભીલભીલડીને રાજા રાણી થવાનો લાભ મળ્યો. યોગ્યતા નિમિત્ત મળવાથી વિકસિત થાય છે. આત્માના ઉપાદાનને પલટો ખવડાવવાની તાકાત "નમો અરિહંતાણ'માં છે. તે પારસમણિના સાન્નિધ્યમાં આવતાં સહુ કોઈ સોનું બને છે. નવકાર રૂપાંતર કરે છે અને અશુભ કર્મને શુભ કર્મમાં પલ્ટાવે છે. પહેલાં યોગ્ય બનો પછી વસ્તુની ઇચ્છા રાખો. યોગ્ય બનશો તો ધારેલ વસ્તુ આપોઆપ મળશે. “Thon seeketh nothing fortune Seeketh thee." (૫) ગુણ પ્રકર્ષવાનનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન છે. એમાં કોઈ તર્કને અવકાશ નથી. વસ્તુનો સ્વભાવ તર્કની અપેક્ષા રાખતો નથી. અરિહંતો ગુણોના પ્રકર્ષવાળા છે, તેથી તેમની ભક્તિ, તેમનું બહુમાન, તેમનો આદર, ધર્મ-ચિંતન ૩૦૭ Page #325 -------------------------------------------------------------------------- ________________ એ પૂર્વસંચિત કર્મોના પુંજના પુંજને બાળી નાખનાર એમાં કોઈ સંદેહ નથી. સંદેહ એ જીવનો કટ્ટર શત્રુ છે. અગ્નિ બાળે છે, પાણી ઠારે છે, એ વસ્તુનો સ્વભાવ છે. એમાં કોઈ તર્ક માંગતું નથી, કેમ કે તે સર્વના અનુભવનો વિષય છે. તેવી જ રીતે પ્રભુનું નામ, પ્રભુની સ્થાપના, પ્રભુનું દ્રવ્ય અને પ્રભુનો ભાવ એ ભવરૂપી સીતને હરે છે, કષાયરૂપી દાવાનળને શમાવે છે, વિષયની તૃષાને છીપાવે છે, કર્મરૂપી મેલને વે છે. એ સર્વ સત્પુરુષોને સ્વસંવેદનથી, અનુભવથી સિદ્ધ થયેલી ચીજ છે. તેથી તેમાં તર્કનો આશ્રય ન લેતાં વસ્તુસ્વભાવની શ્રદ્ધાને મુખ્ય બનાવવી ઉચિત છે, એથી સાધના સહજ બને છે. પ્રથમપદ એ નવપદોનું નવનીત છે. જેમ સમગ્ર નવકાર એ દ્વાદશાંગીનો સાર છે, તેમ પ્રથમપદ ‘નમો અરિહંતાĪ' એ દ્વાદશાંગીના સારનો પણ સાર છે, તેનું કારણ અરિહંતો એ પંચપરમેષ્ટિમય છે. અરિહંતો ભાવથી અરિહંત છે, દ્રવ્યથી સિદ્ધ છે, . ગણધરોના આચાર્ય છે, તેમને ત્રિપદી આપવાથી ઉપાધ્યાય છે અને સર્વોત્તમ સાધુપણું સાધવાથી સાધુ છે. તેથી અરિહંતના નમસ્કારમાં પાંચે નમસ્કાર આવી જાય છે. પાંચેને નમસ્કારથી સર્વ વિઘ્નોનો નાશ થાય છે. સર્વ મંગળોનું આગમન થાય છે. સર્વ સિદ્ધિઓનું આહ્વાન થાય છે. સર્વ પુરુષાર્થોનું આમંત્રણ થાય છે. પાયો અંદરથી જરાક આઘો-પાછો થાય છે, તેની ગંભીર અસર આખા મકાનને પહોંચે છે, તેમ ચિત્તનો પરિણામ વિષય-કષાયથી વાસિત થાય છે તેની માઠી અસર સમગ્ર જીવનતંત્રને પહોંચે છે અને અંદરનું પવિત્ર વાતાવરણ ડહોળાવા માંડે છે. એ ડહોળાણને ટાળવા તેમ જ શુદ્ધિને વધારવા શ્રીનવકારમાં પોતાની સમગ્રતાને ગોઠવવારૂપ સાધના નિતાંત આવશ્યક છે. ૩૦૮ ૦ ધર્મ-ચિંતન Page #326 -------------------------------------------------------------------------- ________________ મંત્રાધિરાજ શ્રીનવકારની અચિંત્ય શક્તિ શ્રી વસંતલાલ કાન્તિલાલ ઈશ્વરલાલ ઉત્કૃષ્ટ મહામંગળ બ્રહ્માંડના સૂક્ષ્મ નિયમો જેમ અચૂકપણે અને અવિરતપણે કાર્ય કરે છે, તેમ સ્થિરતાથી સ્મરણ કરાયેલો શ્રીનમસ્કાર મહામંત્ર પણ પોતાનું ઉત્કૃષ્ટ મંગળ કાર્ય અવિરતપણે કરે છે. શ્રીનંદીસૂત્રમાં જ્ઞાનને જ મંગળ કહ્યું છે. શ્રીપંચનમસ્કાર ઉત્કૃષ્ટ મહામંગળ છે. કેમ કે તે સર્વશ્રેષ્ઠ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનમાં સર્વશિરોમણિભૂત ઉત્કૃષ્ટ મહામંગળરૂપ છે. તેથી એકાન્તિક અને આત્મત્તિક સુખ ઉત્પન્ન થાય છે. માત્ર ત્રણ જ નવકારદ્વારા એ ઉત્કૃષ્ટ મંગળનો પ્રારંભ થાય છે. ભાવપૂર્વક એકેક પદ બોલતી વખતે તેના અર્થમાં મનને લઈ જવું જોઈએ. પ્રથમ પદ વખતે સમવસરણની સર્વજ્ઞ વાણીમાં તો બીજા પદ વખતે સિદ્ધશિલા પરના આનંદમય એકાંતમાં, ત્રીજે પદે પંચાચારની સુવાસથી છલોછલ ભરેલા નંદનવનમાં તો ચોથા પદે બ્રહ્માંડવિજ્ઞાનના સૂક્ષ્મ સિદ્ધાંતોની સિંધુમસ્તીમાં, પાંચમે પદે પંચમહાવ્રતના આંતરસામર્થ્યના મહામેરુપર મનને વસાવવું જોઈએ. ચૂલિકા બોલતી વખતે માત્ર એક કે થોડા જ નહિ પરંતુ સર્વ પાપોનો એકાન્તિક અને આત્મત્તિક ક્ષય તથા ઉત્કૃષ્ટ મંગળની ગંગોત્રીથી મહાપ્રપાતનું અવતરણ ધ્યાનની વજય પીઠિકા પર થતું અનુભવાવું જોઈએ. આવા ત્રણ જ નવકાર ઉત્કૃષ્ટ મહામંગળ જરૂર લાવી દે. એટલા ભાવથી ત્રણ નવકાર ગણવા જોઈએ કે આંખમાંથી અશ્રુની ધારા ચાલવી જોઈએ. અશ્રુવિનાનો જાપ એ ઘી અને ગોળ વિનાનો માત્ર આટાં અને પાણીનો મોદક છે. તો પણ આંસુ સહિત પૂર્ણ ત્રણ નવકારનો જાપ કરવા માટે લાખો અને ક્રોડ નવકારનો જાપ જરૂરી છે. આંસુ એટલા માટે કે આવો અચિંત્ય ચિંતામણિ નવકાર મળ્યો તેનો હર્ષ અને આજ સુધી મને તેનો ભાવસમાગમ ન થયો તેનો શોક એક સાથે ઉભરાઈ આવે છે. પ્રયોગદ્વારા પ્રતીતિ પઢમં હેવડું મં«િ 'માં જે “પઢમ' પદ છે, તેનો અર્થ નિરંતર વિસ્તાર પામતું મંગળ છે. વળી ‘હવે ’ શબ્દનો અધ્યાહાર થઈ શકત એટલે તે ન વાપર્યો હોત તો પણ અર્થ સમજાત, છતાં વાપર્યો છે તેનું કારણ એ છે કે નવકારનું મંગળ નિરંતર વિદ્યમાન છે, તે સૂચિત કરવું છે. તમે જાપ કરો કે નહિ, બે હાથ પ્રસારી તમને ગોદમાં લેવા શ્રીનમસ્કાર મંત્રરૂપી માતા નું વાત્સલ્ય જેનું બીજું નામ ઉત્કૃષ્ટ મંગળ છે તે) નિરંતર હયાત છે. તે બતાવવા હવડું !' શબ્દ છે. તો આ ઉત્કૃષ્ટ મંગળ કે જે નિરંતર વિદ્યમાન છે અને જેનું નિરંતર વિસ્તૃતીકરણ થઈ રહ્યું છે, તેની પ્રયોગો દ્વારા પ્રતીતિ ધર્મ-ચિંતન ૩૦૯ Page #327 -------------------------------------------------------------------------- ________________ કરવી જોઈએ. એ મંગળનું સ્વરૂપ શું છે? તેનો આદિ, મધ્ય અને અંત શું છે? તેના પ્રાગટ્યની પ્રાથમિક શરતો શું છે ? તે મંગળમાં ગોઠવાયેલ (Chain reaction) શૃંખલાબદ્ધ પરિણામ પરંપરા શું છે ? તે મંગળને “ઉત્કૃષ્ટ' વિશેષણનો શિરપાવ શાથી મળે છે ? તે મંગળના સમગ્રબળનું માપ શું છે ? મારા ચાલુ જીવનની આ સામાન્ય ક્ષણથી માંડીને તે સિદ્ધિશિલા પરના સર્વોત્કૃષ્ટ વિજયમાલા સુધીની કૃતાર્થક્ષણ સુધી– નવકારનું એ ઉત્કૃષ્ટ મહામંગળ “અભયકવચનું કેવું વજમય બદ્ધર” મારી આસપાસ રચે છે ? ભય, ચિંતા અને શોષણરૂપી સંસાર દાવાનળના ભડકામાંથી તે કેવી “અખંડિત પ્રસન્નતાની “ધ્યાન પ્રતિમાનું અમર સર્જન કરે છે ? આવી બધી એ ઉત્કૃષ્ટ મહામંગળની પ્રતીતિ પ્રયોગોદ્વારા અને માત્ર જાપના પ્રયોગોદ્વારા સાધકે કરવી જોઈએ. પરંપરાગત શ્રદ્ધાથી આપણે જાણીએ છીએ કે પંચનમસ્કાર ઉત્કૃષ્ટ મંગળ છે. હવે પ્રયોગાત્મક પ્રતીતિથી એ ઉત્કૃષ્ટ મહામંગળનું માપ કાઢવું છે. તેનું વજન કરવું છે અને ઘોષણા કરવી છે કે, “આ હું કરું છું.... કારણ કે પ્રયોગોદ્વારા મેં તે સિદ્ધ કર્યું છે, મેં તે અનુભવ્યું છે, મને તેની પ્રતીતિ થઈ છે. મહામંત્રની તાકાત આજે જે વિશ્વની અંદર આપણે ઉઠીએ છીએ, બેસીએ છીએ અને ચાલીએ છીએ તથા આપણા શ્વાસોચ્છવાસનું આદાનપ્રદાન કરીએ છીએ, તે સઘળું જ વિશ્વ કર્મના અણુઓની અદ્ભુત કરામતમાંથી પેદા થયેલું છે, ચક્રવર્તી, વાસુદેવ કે પ્રતિવાસુદેવ એટલો મોટો બળવાન કેમ ન હોય કે પત્થરના પર્વતને પાટુ મારતાં તે ત્યાં જળધોધની ધારા વહેતી કરી શકતો હોય પણ તે આખર તો નાના અને અતિસૂક્ષ્મ એવા ભીષણ કર્મના અણુઓની પાશવી તાકાતની તુચ્છ પેદાશ છે. એવું આ વિશ્વમાં કશું જ નથી કે જેમાં કર્મના અણુઓની વિપાકશક્તિએ તેની મૃત્યુછાયાનો કરુણરસ ન ઢોળ્યો હોય, નિગોદથી Torture Chamber શેતાનખાનાથી માંડીને તે અનુત્તર વિમાનવાસીદેવની તત્ત્વવિલાસી કાયામાં, સર્વત્ર આ કર્મના અણુઓની વિકૃત છાયા વિસ્તરે છે. આ દુનિયામાં સિદ્ધશિલા સિવાય એવી કોઈ જગ્યા નથી કે જયાંનો પ્રત્યેક પદાર્થ આ કર્મના અણુઓની વિકૃતિથી ન ખરડાયો હોય. માત્ર એક નવકાર મંત્ર જ એવો છે કે જે સિદ્ધશિલા જેટલો જ કર્મના અણુઓની ભ્રષ્ટ છાયાની વિકૃત અસરોથી સર્વાશે મુક્ત છે, તેથી તે બીજી સિદ્ધશિલા ગણી શકાય, લોકાગ્રે રહેલ સિદ્ધશિલાએ તો જ્યારે પહોંચશું ત્યારે ખરા, અને તે સમયે કર્મના અણુઓની વજમય બંધન પીડાથી મુક્ત થઈશું ત્યારે ખરા, પણ શ્રીનમસ્કાર એક સિદ્ધશિલા છે જે સાક્ષાત્ આ સંસારલોકના દાવાનલની વચ્ચે વિદ્યમાન છે. જ્યાં જઈને જ્ઞાન આનંદમાં લય થવા ઇચ્છે તો દરેકને અલ્પપ્રયત્ન સાધ્ય છે. શ્રીનમસ્કાર સિદ્ધશિલાની ધાતુનો બનેલો છે. તે કોઈક એવી ધાતુનો બનેલો છે, જે કર્મના અણુઓથી વધુ મજબૂત, વધુ નક્કર અને વધુ પ્રતાપી છે. ૩૧૦ • ધર્મ-ચિંતન Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કારના તેજવર્તુલની નજીક તો શું પણ તેજવર્તુલથી લાખો યોજન દૂર બિચારો કાર્મિક- અણુ (out law) ખૂની ગુન્હેગારની જેમ નાસતો, સંતાતો ફરે છે. જ્યારે ચિત્ત શ્રીનમસ્કારની વજ્રમય ધાતુ સાથે વારંવાર અથડાય છે, ત્યારે ચિત્તમાં એ મહામંત્રનું વજ્રમય તેજવર્તુલ રચાય છે. એ પોલાદી તત્ત્વ પાસે કર્મના અણુઓની સમગ્ર તાકાત કોઈ પ્રલય તાંડવ કરતાં શિવના ચરણ નીચે ચગદાતા મગફળીના ફોતરા જેવી છે. તેજસ્વી માતૃકાઓ શ્રીનમસ્કાર મહામંત્રની માતૃકાઓનું ગણિત એવી રીતે રચાયેલું છે કે જેથી સાધકનું ચિત્ત જાપમાંથી ધ્યાનમાં, ધ્યાનમાંથી લયમાં, લયમાંથી સમાધિમાં અને સમાધિમાંથી પ્રજ્ઞામાં Recket Speed દેવગતિથી જાય. આ માતૃકાની રચનામાં કોઈ એવું Mystical Force ગૂઢતમ બળ છે કે જે દ્વારા ધ્યાનપ્રવાહનું ઉર્ધીકરણ સહજ માત્રમાં થાય છે. એ મંત્રાક્ષરોની ગોઠવણીમાં એક કળાત્મક, ગણિતાત્મક અને વિજ્ઞાનાત્મક એવી Design રચના છે, જે અલ્પપ્રયત્ને મંત્રસિદ્ધિ લાવી દે છે. કોઈ મંત્ર ન લાવી દે તેટલી અધિક પરિણામ વિશુદ્ધિ જાપ દ્વારા અલ્પપ્રયત્ને આ મંત્ર લાવી દે છે, તેથી તે મંત્રાધિરાજ છે. ખૂની અને ચોરો પણ આ નમસ્કાર મહામંત્રની અપૂર્વ તેજસ્વી માતૃકાઓના શ્રવણ માત્રથી પાપથોકનો પ્રલય કરી શક્યા છે. શ્રવણ કરતાં ઉચ્ચારણ, ઉચ્ચારણ કરતાં રટણ, રટણ કરતાં સહજધ્વનિનું સહજસ્ફુરણ અને સહજસ્ફુરણ કરતાંય એકાકાર તાદાત્મ્ય ભર્યું વિલપન, અને વિલપન પછી એ એકાંતિક માતૃકામાં ચિત્તનું સર્વથા શૂન્યીકરણ, આ બધાનો લહાવો ઉત્તરોત્તર ચઢીયાતો છે. શુદ્ધીકરણની પ્રક્રિયા શ્રીનમસ્કાર જાપ દ્વારા સુખ-દુઃખની મૂળભૂત કલ્પના જે આપણી વર્તમાન પરિસ્થિતનું એક માત્ર કારણ છે, ત્યાં શુદ્ધીકરણનો પ્રવાહ શરૂ થાય છે. સુખ-દુઃખની કલ્પનામાં મૂળભૂત પરિવર્તન શ્રીનમસ્કાર જાપ દ્વારા થાય છે. શ્રીનમસ્કાર જાપનો એ શ્રેષ્ઠ ચમત્કાર છે કે ત્યાં દુ:ખ દુઃખ લાગતું નથી–દુ:ખ દુઃખરૂપ રહેતું નથી. જીવનસંગ્રામની સૌથી કટોકટીની પળે પણ શ્રીનમસ્કારના સાધકને એમ લાગે છે કે આ દુ:ખ જ મારું સુખ છે, કારણ કે સંસાર પ્રત્યેથી નિર્વાણપુરીમાં જવાનું આકર્ષણ જ આ દુઃખ છે. જો આ દુઃખ ન હોત તો સંસારના કાદવમાં ઘોરતા પાડા જેવો હું મારા શરીરના વજનને જ મારા સ્વર્ગનો દેવવૈભવ માનત—આ દુઃખથી જ નિર્વાણપુરીની જરૂરિયાત ઊભી થાય છે, મુક્તિનું આકર્ષણ તેમાંથી જ જન્મે છે. દુઃખ જે પદાર્થનું બનેલું છે, તે જ પદાર્થનું સુખ બન્યું છે. તે પદાર્થ છે કર્મના અણુઓ-કર્મના અણુઓના જ બે ‘અગ્ર અને પૃષ્ઠ’ ભાગ છે, ‘સુખ અને દુ:ખ.’—જ્યાં અગ્રભાગ જાય છે, ત્યાં પૃષ્ઠ ધર્મ-ચિંતન ૦ ૩૧૧ Page #329 -------------------------------------------------------------------------- ________________ ભાગ હાજર જ હોય છે. આથી દુઃખમુક્તિ માટે સુખમુક્તિનો ઉપાય તે શોધે છે. , સંસારસુખમાંથી મુક્ત થવાય તો જ સંસારદુઃખમાંથી મુક્ત થવાય. આ પરિસ્થિતિમાંથી એક ભીષણ જરૂરિયાત ઊભી થાય છે એવા સ્થાનની કે જ્યાં સંસારના ક્ષણિક સુખ કે ક્ષણિક દુઃખ જ ન હોય, આ રીતે ચેતનનું મુખ સિદ્ધશિલા પ્રત્યે થાય છે. શ્રીનમસ્કાર મહામંત્ર સુખ-દુ:ખની મૂળભૂત કલ્પનાઓ જે અનાદિકાળથી આપણામાં એક રોગગ્રન્થીરૂપે હતી, તે તોડીને એક નવું આનંદપૂર્ણ સ્થાન બતાવે છે, જેને આપણે સિદ્ધશિલા કહીએ છીએ. આ રીતે શ્રીનમસ્કારની પુણ્યકક્ષિમાંથી ચેતના શ્રીસિદ્ધશિલાનો જન્મ અનુભવે છે. અનુભવાત્મક સત્ય શ્રીનમસ્કારના જાપમાં જે ડૂબે છે, તે સત્યને જાણવા અને જોવાની ભૂમિકા વટાવી અનુભવની ભૂમિકા પર આવે છે. સત્યને માત્ર જોવું અને જાણવું પૂરતું નથી. . અનુભવવું જરૂરી છે, અનિવાર્ય છે. જ્યાં સુધી સત્ય અનુભવાતું નથી, ત્યાં સુધી તે આપણું થતું નથી, માત્ર શાસ્ત્રોનું રહે છે. શાસ્ત્રના શિખરેથી સત્યોનો ગંગાપ્રવાહ આપણી જટામાં ઉતારવો પડશે, આપણા જીવનમાં અનુભવવો પડશે. જેટલો અનુભવ તેટલું જ્ઞાનનું ઊંડાણ. સંસાર દુઃખરૂપ છે અને માત્ર મોક્ષમાં પરમસુખ છે. આ સત્ય ન જાણે કેટલી વાર આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, પુસ્તકોમાં વાંચીએ છીએ, ઉપદેશોમાં અને ભાષણોમાં સાંભળીએ છીએ પણ તે સત્ય આપણે અનુભવ્યું નથી. શું સંસાર દુઃખરૂપ આપણે અનુભવ્યો છે ? મોક્ષ પરમ સુખરૂપ છે, તે આપણે અનુભવ્યું છે ? સંસાર દુઃખરૂપ નથી લાગતો તેનો અર્થ એ નથી કે આપણે સંસારમાં દુઃખો જોયાં જ નથી. ક્ષણે ક્ષણે અને નિરંતર દુઃખરૂપ વીંછીના ઝેરી ડખો લાગ્યા જ કરે છે, છતાં સંસાર દુઃખરૂપ કેમ લાગતો નથી ? એવું થઈ ગયું છે કે જાણે સત્ય બુદ્ધિમાંથી હૃદયમાં જે માર્ગે જાય છે, તે આખો રસ્તો Block up બંધ થઈ ગયો છે, માત્ર જાપદ્વારા તે ખુલે અને જાપ કરવો તો અન્ય મંત્રોના કરતાં મંત્રાધિરાજ શ્રીનમસ્કાર મહામંત્રનો જ કેમ ન કરવો ? શ્રીનમસ્કાર મહામંત્ર “અભયનું વચન આ દૃષ્ટિએ પણ હોઈ શકે કે દુઃખ દુઃખરૂપ છે તે દઢ સંસ્કાર બાળી નાંખે છે. દુઃખ પણ સુખરૂપ છે. દુઃખનું સુખમાં રૂપાંતર કરનાર ‘વિજળી કારખાનું શ્રીનમસ્કાર મહામંત્ર છે. દુઃખ દુઃખરૂપ નથી પણ સુખરૂપ છે, એમ જે માને, તેને ભય શાનો ? સાતે ભય તેને રહેતા નથી, માણસને ભય માત્ર દુઃખનો છે. દુઃખ જ્યાં તેનું દુઃખપણું જ ગુમાવી દે છે, તેવું શબ્દોનું Word chemistry મહા રાસાયણિક દ્રવ્ય શ્રીનમસ્કારની માત્ર સ્કૂલ માતૃકાઓમાં છે. આ અર્થમાં દુનિયાભરના ચમત્કારો ભેગા કરો તોય સામાન્ય હકીકત. લાગે તેવો મહાચમત્કાર શ્રી નમસ્કાર મહામંત્રનો છે. ક્રૂર અને કડવામાં કડવું દુઃખ પણ ૩૨ધર્મ-ચિંતન Page #330 -------------------------------------------------------------------------- ________________ શેરડીના રસ જેવું મધુર લાગે, આ ચમત્કાર શ્રીનમસ્કાર મહામંત્રથી થાય છે. જો કે આ ચમત્કારિક પ્રક્રિયા આપણી ચેતનાના ઊંડાણમાં કેવી રીતે થાય છે તે આપણે જાણતા નથી છતાં એટલું લાગે છે કે દુઃખ-સુખના મિથ્યાભ્રમ તોડનાર પ્રક્રિયાની શરૂઆત શ્રીનમસ્કાર મહામંત્રના શબ્દોના ઉચ્ચારણ ધ્વનિદ્વારા આપણા જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત મનમાં થતા રાસાયણિક ફેરફારોથી થતી હોય, પછીની ક્રિયા અગમ્ય છે. તે અનુભવાત્મક પ્રક્રિયા દ્વારા જ પ્રતીત થાય તેવું સત્ય છે. સત્ય જેમ જેમ અનુભવમાં આવતું જાય છે તેમ તેમ તેનું સ્વરૂપ અવાચ્ય બનતું જાય છે. અનુભવનું ક્ષેત્ર જ એવું વિદ્યુતાત્મક છે કે ત્યાં વિચાર, શબ્દો અને ભાવોના પંખીઓ પોતાનો માળો બાંધી શકતા નથી. દુઃખનું મૂલ્ય સુખ-દુઃખ પ્રત્યેની નવીન દષ્ટિ શ્રીમંત્રાધિરાજ લાવે છે અને તે દ્વારા એક એવી જગ્યાની જરૂરિયાત આપણે જોઈએ છીએ કે જ્યાં આ સંસારનાં સુખે ન હોય અને દુઃખે ન હોય. આ રીતે શ્રીમંત્રાધિરાજદ્વારા સિદ્ધશિલાનો જન્મ થાય છે. શ્રીનમસ્કાર સર્વ સત્યોનું સત્ય શીખવે છે કે દુ:ખ દુઃખરૂપ નથી. દુઃખ જ સુખ છે અને સુખ જ દુઃખ છે. શ્રીનવકારમાતા દુઃખનું મૂલ્ય શીખવે છે. શ્રીનવકાર આપણને માતારૂપ ત્યારે જ લાગશે કે જ્યારે આપણને એ,નિર્ણય થશે કે આ સંસારરૂપી બળતા ઘરમાં સુખ એ પણ દુઃખરૂપ છે. અહીં બધું નાશરૂપ છે, દુઃખરૂપ છે, વિનાશ અને મૃત્યુના અચળ નિયમને વશ છે. The eternal law of death and destruction વિનાશ અને મૃત્યુના અચળ નિયમના પ્રકાશમાં શ્રીનમસ્કાર એ મારી વહાલસોયી માતા છે, તેનું ભાન થશે. દુઃખના સળગતા ભડકાઓમાં જ શ્રીનમસ્કારનું પૂર્ણ માધુર્ય સમજાશે, અને પછી દુઃખનું મૂલ્ય પણ સ્વીકારવું પડશે. દુઃખ જો દુઃખરૂપ જ હોત તો શ્રીનવકા૨માતાના ખોળામાં તે લાવી દઈ જે સુખ ઉત્પન્ન કરે છે, તે કેમ બનત ? ‘નમો’ પદનું મહત્ત્વ શ્રીનમસ્કાર મહામંત્રમાં જે ‘નમો ।' પદ છે, તે જીવ અને શિવબિંદુ વચ્ચે રહેલી ભેદરેખા બતાવે છે, આત્મા અને પરમાત્મા વચ્ચે રહેલ અંતરનો ખ્યાલ આપે છે. પંચપરમેષ્ઠિ પોતામાં અપ્રગટ છે, તેને પ્રગટ કરવા છે, એ નિરંતરની વેદના ‘નમો ।’ શબ્દમાં પ્રજળી રહે છે. ‘નમો' શબ્દદ્વારા એ અપ્રગટ અને પ્રગટ વચ્ચેનું અંતર ઘટતું જાય છે, તે જ શ્રીમહામંત્રનું મંગળ છે. ‘પદ્મમં ।'નો અર્થ નિરંતર વધતું મંગળ અને નિરંતર વધતા મંગળનો અર્થ એ જ કે અપ્રગટ ને પ્રગંટનું નિરંતર ઘટતું અંતર. બીજા શબ્દોમાં ચેતન અને ચેતનાનું નિરંતર ઘટતું અંતર તે જ નિરંતર વધતું મંગળ. ‘નમો ।’ પદ દ્વારા તે અંતર કપાય છે. ધર્મ-ચિંતન ૦ ૩૧૩ Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ તો અનુપ્રેક્ષા દ્વારા શોધાય છે પણ તેનો જે રહસ્યાર્થ છે. તેનો ધ્યાન, લય અને સમાધિના ત્રિકોણમાં ખીલતી પ્રજ્ઞાદ્વારા જ જણાય છે. ધ્વનિઓના સંઘર્ષદ્વારા જે પ્રાણવિદ્યુત્નો પ્રવાહ ઉત્પન્ન થાય છે, તે જ એક માત્ર શ્રીમહામંત્રના રહસ્યાર્થો ખોલી દેવા સમર્થ છે, શ્રીનમસ્કાર મહામંત્રનો રહસ્યાર્થ એ છે કે પંચપરમેષ્ઠિ એ સિદ્ધત્વનો જ એક અખંડિત અદ્વિતીય પદાર્થ છે અને તે પદાર્થ તે હું છું. ‘મહં બ્રહ્માસ્મિ ' શિવોડદું કે “સોડ૬ ' અથવા My Father and I are one. વગેરે વાક્યો એક જ સત્ય પર પ્રકાશ ફેંકે છે અને તે સત્ય એ છે કે, “હું જ પંચપરમેષ્ઠિ છું.” આ અતિગહન સત્યને ઝીલવા માટેની ચિત્તભૂમિકાની અગ્નિશુદ્ધિ શ્રીનમસ્કારના જાપ દ્વારા શક્ય છે. મહામંત્રના જાપ દ્વારા સાધક અનુભવે છે કે દેવ, ગુરુ, ધર્મ, દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે સત્યો શાસ્ત્રના નથી પણ મારા પોતાના સત્યો છે, મારી અંગત માલીકીના છે, મારા અસ્થિ, મજા અને રુધિરરૂપ છે. આવું ભાન પ્રગટતાં સામર્થ્યયોગ પ્રગટે છે. સર્વ સામર્થ્ય સાધકને તેના સ્વત્ત્વના રત્નનિધિમાં વિલસતું લાગે છે. સાધનાનું પરમધ્યેય જેમ જેમ શ્રીનવકાર મંત્રના જાપ દ્વારા ધ્વનિઓનો દારૂણ સંઘર્ષ થશે અને તેમાંથી પ્રાણવિદ્યુતનું પવિત્ર ઝરણું પ્રગટશે, તેમ તેમ શાસ્ત્રોનાં ગહન રહસ્યો સ્વાનુભવની સપાટી પર ખીલવા માંડશે. માત્ર બુદ્ધિવાદથી આ સત્ય નહિ સમજી શકાય. શ્રીનવકારના જાપ દ્વારા તે આપોઆપ ખીલી ઉઠશે. સર્વશુભ ધ્યાનો શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં અંતર્નિહિત છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ કે રૂપાતીત, આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય કે સંસ્થાનવિચય, સંપ્રજ્ઞાત કે અસંપ્રજ્ઞાત, સબીજ કે નિર્બેજ કે જે કોઈ ધ્યાનો કે સમાધિનું સ્વરૂપ શાસ્ત્રોમાં સાંભળવામાં આવે છે, તે બધાં જ એકત્ર એક જ જગ્યાએ ધ્યાવવાનો રસાસ્વાદ શ્રીનવકારના જાપદ્વારા અનુભવી શકાય છે. બધાં જ શુભ ધ્યાન એક સાથે ધ્યાવાનો રસસ્વાદ શ્રીનવકારના જાપદ્વારા મળી રહે છે. દરેક પ્રકારનું શુભધ્યાન કર્યાનું ફળ આ મંત્રાધિરાજના જાપદ્વારા મળી રહે છે તેનું કારણ એ છે કે દરેક શુભધ્યાનના મૂળમાં આત્મહત્ત્વનું શોધન અને પરમાત્મ તત્ત્વનું અનુસંધાન છે. સર્વધ્યાનોનું ધ્યાનપણું તેની આત્મીયતાને લીધે છે. શુદ્ધ આત્મતત્ત્વમાં લય થવાનો સરળ, સહજ અને સત્ત્વરપંથ શ્રીનમસ્કાર મહામંત્રના જાપમાં રહેલો છે. આત્મમયતાનું Climax સર્વોચ્ચબિંદુ શ્રીનમસ્કાર મહામંત્રમાં છુપાયેલું છે. સાધનાની ગમે તે ભૂમિકામાંથી શ્રીનમસ્કાર મહામંત્રદ્વારા આત્માના શુદ્ધ દ્રવ્યગુણપર્યાયમાં લય સાધી શકાય છે અને તે સર્વ યોગ માર્ગોનું એકનું એક પરમ ધ્યેય છે. ૩૧૪ • ધર્મ-ચિંતન Page #332 -------------------------------------------------------------------------- ________________ કિંમતી છતાં સરળ “શ્રીનમસ્કાર મહામંત્ર ઉપર લખતાં સૌથી પહેલો એ વિચાર આવે છે કે એનાથી . વધુ કિંમતી કોઈ પદાર્થ આ ત્રણે લોકમાં છે નહિ અને છતાંય સામાન્ય જણના ઘરગથ્થું વપરાશની વસ્તુ જેમ તે સીધા, સાદા અને સરળરૂપે સર્વને પ્રાપ્ત છે. જે વસ્તુ કિંમતી હોય છે, તેની પ્રાપ્તિ દુર્લભ હોય છે એમ મનાય છે. વસ્તુ જેમ વધુ કિંમતી તેમ તેની પ્રાપ્તિ વધુને વધુ કઠીન બનતી જાય છે, આવી આપણી સામાન્ય સમજણ છે. શ્રીનમસ્કાર મહામંત્રમાં સર્વ પ્રકારની સમૃદ્ધિના સુવર્ણચરુ દટાયા છે. સૌથી વધુ કિંમતી પદાર્થ આ રીતે શ્રીનમસ્કાર મહામંત્ર છે અને છતાંય નાના બાળકના કંઠમાં પણ તે છે. ઘરડી ડોશીના ધ્રુજતા હોઠો પર પણ તે મંત્ર ગુંજે છે. સર્વ જનની સામાન્ય મિલ્કત બનીને તે સર્વત્ર વ્યાપ્ત છે. વધુમાં વધુ કિમતી હોવા છતાં વધુમાં વધુ સરળ રીતે તે સર્વને પ્રાપ્ત છે. આત્મા જ પંચપરમેષ્ઠિ શ્રીનમસ્કાર મહામંત્ર ઉપર ચર્ચા, લેખન, ચિંતન, મનન શું થઈ શકે ? એ બધા બાહ્ય સપાટી પરના પરપોટા છે. શ્રીનવકાર તો આત્મતત્ત્વમાં વ્યાપેલી એક મહાશક્તિ છે, જે રાગદ્વેષની ગ્રંથિનો નાશ કરે છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણમાં જે કાંઈ આધ્યાત્મિક પ્રક્રિયાનો વેગ છે, કાચો મસાલો છે, ખાતર અને અણુબળતણ છે, તે આ નમસ્કાર મહામંત્ર જ છે—પંચપરમેષ્ઠિના ચરણકમળને રોતી આંખોએ થતું પ્રક્ષાલન છે. ગ્રંથિભેદ કહો, કુંડલિનીનું ઉત્થાન કહો, અપ્રમત્ત ગુણસ્થાનકમાં ઝળહળી ઉઠતી તેજસ્વી સ્વરૂપ જાગૃતિ કહો, ક્ષપકશ્રેણિ, શુક્લ ધ્યાનના પ્રથમ બે પાયા, બ્રહ્મરંધ્રમાં થતો અનાહત નાદ, પાતંજલની અસંપ્રજ્ઞાત સમાધિ, આ બધી અવસ્થાઓનું પ્રકટીકરણ માત્ર પંચપરમેષ્ઠિ સાથેના અભેદ શ્રીનમસ્કાર મંત્રની સાધના વિના શક્ય નથી. એટલું ખરું કે આગળ વધતાં પંચપરમેષ્ઠિનું મંગળ સ્વરૂપ માત્ર શાસ્ત્રમાં જ ન રહેતાં આપણા જ આત્મામાં જડી આવે છે. આપણો આત્મા જ પંચપરમેષ્ઠિનાં પાંચે સ્વરૂપ છે. આપણો આત્મા ક્યારેક સાધુ બનશે, જ્ઞાન મેળવી ઉપાધ્યાય બનશે, ચારિત્રનું મઘમઘતું પારિજાતક ખીલવીને આચાર્ય બનશે, ક્યારેક આપણો જ આત્મા સમવસરણમાં બેસીને માલકોસ રાગમાં મધુરી દેશના આપશે. તે સમયે તેની પાછળ ભામંડળ હશે, તેની ઉપર અશોકવૃક્ષ હશે અને તેની આજુબાજુ દેવો ચામર વીંઝતા હશે અને આપણો આત્મા જ ચારેક સિદ્ધ બનશે, સિદ્ધશિલા પર બિરાજશે અને ત્રણે લોક અને ત્રણે કાળને સ્વહસ્તરેખાની જેમ સ્પષ્ટ જોશે. મારા પોતામાં જ પંચપરમેષ્ઠિણું છે અને તેને ઓળખવાને માટે જ આ ત્રણે કાળના ત્રણે લોકમાં રહેલા બહારના પંચપરમેષ્ઠિ ભગવંતોની હું મદદ લઉં છું. ધર્મ-ચિંતન ૦ ૩૧૫ Page #333 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારની મંત્રશક્તિ શ્રીનમસ્કાર મંત્રના એક-એક અક્ષરનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એક-એક અક્ષરમાં ચૌદરાજલોકને સમાવવા જેટલી વિરાટતા છે. એ એક-એક અક્ષરમાં સ્વતંત્ર દુનિયા છે. શ્રીનમસ્કારની મંત્રશક્તિ એ સાક્ષાત્ શુદ્ધ આત્મદ્રવ્યની શક્તિ છે. માત્ર એક જ આત્મદ્રવ્યની શક્તિ નહિ પણ ત્રણે કાળના તીર્થકર દેવો, સિદ્ધ ભગવાનો, આચાર્યપ્રવરો, ઉપાધ્યાયો અને સાધુ મહાત્માઓની સમગ્ર ભેગી થયેલી આત્મશક્તિ તે જ શ્રીનવકારની મંત્રશક્તિ છે. નિસર્ગના મહાશાસનના સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબળ સતત શ્રીનમસ્કારની આ મંત્રશક્તિને ઉત્તરોત્તર વધારતું જ રહે છે. આ મંત્રશક્તિ આ રીતે ઉત્તરોત્તર વધતી જ રહે છે કારણ કે સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબળ તેમાં સતત રેડાયા કરે છે. બે ઘડીમાં સિદ્ધિ આ વિશ્વમાં એવો ક્યો પદાર્થ છે, જે શ્રીનવકાર મંત્ર આપણને ન આપી શકે ? . કોઈને નિદ્રા ન આવતી હોય અને ઉજાગરાથી તેની પ્રાણશક્તિ થાકી ગઈ હોય તો શ્રીનવકારમંત્રનો જાપ તેને વગર નિદ્રાએ તાજગી અને પ્રફુલ્લિતતા આપી શકશે. કોઈને સુંદર વાનગીઓનું ભોજન ના મળતું હોય અને તેનું મન ભૂખથી તૂટી પડતું હોય તો શ્રીનમસ્કારનો જાપ તેને વગર ભોજને શ્રેષ્ઠસ્વાદતૃપ્તિનો આનંદ આપશે. કોઈને મધુર સંગીત અને સુંદર શિલ્પકૃતિઓથી થતા રસસંવેદનો અનુભવવા હોય અને સાધનસામગ્રી ન હોય તો શ્રીનમસ્કારનો જાપ તેને ચક્ષુ કે કાનની મદદ વિના, સંગીત અને શિલ્પની મદદ વિના એવા અખૂટ રસસંવેદનો જગાડશે. કોઈને પ્રમાણિક મિત્ર ન મળતો હોય અને જીવનમાં સુનકાર અને ગમગીની ભાસતી હોય તો શ્રીનવકારના જાપ દ્વારા જીવન એવું ભર્યું-ભર્યું અને આનંદમય થઈ જશે કે જાણે સેંકડો અને હજારો મિત્રો વચ્ચે તમે તમારું હૃદય ખોલીને મુક્ત આનંદ મેળવ્યો છે. તમારા કુટુંબમાં અણબનાવ હોય અને કજિયા કંકાસથી જીવન કટુ અને હતપ્રાણ થઈ ગયું હોય ત્યારે શ્રીનમસ્કારનો જાપ પંચપરમેષ્ઠિની એવી તો સ્નેહભરી હૂંફ અને ઉષ્મા ફેલાવે છે કે જાણે સેંકડો અને હજારો કુટુંબો તમને તમારા મળી ગયા હોય. આપણને હાડકાનો ક્ષય હોય કે ફેફસામાં કેન્સર થયું હોય પણ શ્રીનમસ્કારનો જાપ નિરોગીપણું અને જીવનશક્તિનો અગાધ વિસ્તાર કરાવી દે છે. જીવનની જે કાંઈ ઉણપો હોય છે શ્રીનમસ્કારના ગદ્ગદિત કંઠે થતા ઉચ્ચારણથી અવશ્ય પૂરી થાય છે. માત્ર જાપ કરતી વખતે તમારા (સાડાત્રણ કરોડ) રૂંવાડા પુલકિત થવા જોઈએ, કંઠ ગદ્ગદિત થવો જોઈએ. છાતીમાં છૂપું ડૂસકું આવવું જોઈએ, ગળું અવ્યક્ત આંસુથી ભરાઈ જવું જોઈએ અને આંખની પાંપણો વ્યક્ત આંસુથી ઉન્હી થવી જોઈએ. જો આમ થાય તો આ વર્તમાનકાળમાં પણ માત્ર ઘડી બે ઘડીમાં આ પ્રયોગો સિદ્ધ થઈ શકે છે. ૩૧૬ ધર્મ-ચિંતન Page #334 -------------------------------------------------------------------------- ________________ કાર્યકારણનો નિયમ આમાં કોઈ ભૌતિક ચમત્કારોની વાતો નથી. શ્રીનમસ્કાર મંત્ર ઇચ્છાને તૃપ્ત - કરતો નથી પણ ઇચ્છાનો અભાવ લાવી દે છે અને એ રીતે ઇચ્છા તૃપ્તિ કરતાંય જે મોટું સુખ છે, તે ઇચ્છા નિવારણનું સુખ આપણને અનુભવવામાં મદદ કરે છે. ઇચ્છાઓ શાંત થાય છે ત્યારે એક અદ્વિતીય શાંતરસનો સ્વાદ અનુભવવા મળે છે અને એ રીતે અતીન્દ્રિય તૃપ્તિ થાય છે. ભૌતિક ચમત્કારો તો એનાથી થાય જ છે. પણ તેમાં શ્રીનમસ્કારનું ખરું માહાત્મ નથી. નિગોદમાંથી સિદ્ધ બનાવનાર એક રસાયણ વિદ્યા તેમાં છે. એથી જ તેની મંત્રશક્તિ અજોડ છે. મંત્રાધિરાજ આપણી પ્રત્યેક ઇચ્છાની તૃપ્તિ ન કરતાં ઇચ્છાની નિવૃત્તિ કરે છે અને એ ઇચ્છાની નિવૃત્તિ દ્વારા ઇચ્છતૃપ્તિનું સુખ આપે છે. સંસારમાં જે કાંઈ સુખ છે, મંગળ છે અને શુભ છે, તે સર્વ કાંઈ સંયુક્ત પ્રવાહરૂપે શ્રીનમસ્કારના જાપમાંથી સાધકને આવી મળતું હોય છે. ઉપા. શ્રીયશોવિજયજીએ લખ્યું છે કે તૃષ્ણાનો કાળો નાગ અને દીનતાનો વીંછી આપણને સતત ડંખે છે. સંસારના આ ઝેરી ડંખો કરનાર તૃષ્ણાના કાળા નાગ અને દીનતાના વિછીને પરાભૂત કરે તેવી અમૃતમય તેજધારા આ મંત્રાધિરાજના એક એક અક્ષરમાંથી નાયગરાના ધોધની જેમ વહેતી હોય છે. જો છ મહિનાના જાપ પછી આ અમૃતમય તેજધારાનો પરિચય ન થાય તો માનવું કે સાધકે માત્ર જાપમાં ઝોકા જ ખાધા છે, માત્ર આળસ અને ઉંઘ જ સેવી છે, તેનો વ્યક્તિગત છંદ Individual Rhythm) હજુ પરિપકવ થયો નથી. શ્રીનવકાર ગણે અને ભાવઆરોગ્યની લાલી ના પ્રગટે એ વસ્તુ મનાય તેમ નથી, જેમ કે કુબેરપતિના બાળકને કેડમાં સોનાનો કંદોરો ન હોય તે મનાય નહિ તેમ અથવા તો જેમ દીવાસળી બાકસ ઉપર ઘસીએ અને અગ્નિ પ્રગટ ન થાય કે પથરો બારી ઉપર નાખીએ અને કાચ ન ફુટે એ બધું મનાય તેમ નથી. કાર્ય-કારણનો | નિયમ સર્વત્ર વર્તે છે તે રીતે શ્રીનવકાર અને ભાવસંપત્તિની ખુમારી કે ભાવઆરોગ્યની લાલી સાથે કાર્યકરણનો સંબંધ છે. ભુવનમોહિની ખુબો શ્રીનમસ્કારમાંથી એક ભુવનમનમોહિની ખુબો ફેલાય છે, જે સાધકના જીવનમાં પ્રસરે છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આપણી ચારે બાજુ છે. આ દુનિયામાં જે કાંઈ સત્ય, શિવ અને સુંદર છે, જે કાંઈ પ્રશંસા કરવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, જે કાંઈ પણ સુખના, શક્તિના અને સમૃદ્ધિના અંશો વેરાયેલા છે, ટુંકમાં જે કાંઈ પણ શુભતત્ત્વ થોડુંઘણું જોવા મળે છે, તે સર્વ શ્રીનમસ્કાર મહામંત્રના એક એક અક્ષરમાંથી પ્રગટેલ વિદ્યુત આંદોલનની અસરરૂપ છે. એમ જ માનવું રહ્યું કે કોઈને કોઈકે ક્યારેકને કયારેક આ મહામંત્રનું આલંબન લીધું છે અને તેના ફળ સ્વરૂપે જ દુ:ખમય સંસારમાં પણ શુભ, મંગળ ધર્મ-ચિંતન • ૩૧૭ Page #335 -------------------------------------------------------------------------- ________________ અને સુંદર જે કાંઈ દેખાય છે, તે હયાત છે. અનાદિકાળના આ સમગ્ર વિશ્વમાંથી શ્રીનમસ્કાર મહામંત્ર અને તેની થયેલી આરાધના જો બાદ કરીએ તો માત્ર નરક અને નિગોદના દુઃખો જ રહે. બીજા શબ્દોમાં કહીએ તો નરક અને નિગોદ સિવાય જે કાંઈ અલ્પ મહદ અંશે જીવની વિકાસયાત્રા દેખાય છે, તે સઘળી શ્રીનમસ્કારની મંત્રશક્તિનો પ્રગટ-અપ્રગટ પ્રભાવ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. પંચપરમેષ્ઠિનો સાક્ષાત્ પ્રભાવ જો આપણે ન લઈએ તો પણ એ નમસ્કાર મંત્રનું શાબ્દિક બંધારણ, મંત્રાક્ષરોની આકૃતિઓ, તેમાં રહેલા આશ્રાવ્ય ધ્વનિનું ગણિત, તેની રાસાયણિક પ્રક્રિયા, તેમાં રહેલ દિવ્ય રંગો અને આ બધી શ્રીનમસ્કાર મંત્રની ધૂળ બાજુ પણ એટલી તો પ્રચંડ શક્તિ ધરાવે છે કે સાધક આધિ, વ્યાધિ અને ઉપાધિ રહિત બની સમાધિ તરફ વળે છે–મહામંગલ મુક્તિ તરફ જવાના પુણ્ય અવસરો પણ તેને મળતા જ રહે છે. - પાપપુણ્યનું ગણિત જીવનમાં પાપ અને પુણ્યનું ગણિત મુખ્યપણે કાર્ય કરી રહ્યું છે. જીવનમાં જે દુઃખ અને વેદના દેખાય છે, પ્રતિપળ ભય અને ચિંતા અનુભવાય છે અને મનુષ્ય જે પ્રમાણે નિરાધારપણું અને ત્રાસ અનુભવે છે, તેનો સ્થૂળ અને સૂક્ષ્મ આધાર, તેના હૃદયમાં બાઝેલ પાપના થરો છે. જીવ દ્રવ્યનું પાપ જ જાણે કે વ્યક્ત સ્વરૂપે ચિંતાભયાદિ બનીને જીવનમાં રજૂ થાય છે. જો તેના જીવનમાં પુણ્યનું પ્રમાણ વિશેષ હોય છે, તો સર્વ તેના થઈને રહે છે અને તે સર્વનો થઈને રહે છે અને તે બોલે તે ઝીલવા પ્રકૃતિ પણ તેનો કાર્યક્રમ બદલે છે. આ રીતે પાપ અને પુણ્યના અદશ્ય પ્રભાવથી જીવનની વ્યવસ્થા ચાલી રહી છે. કમનશીબી તો એ છે કે દુઃખ આવે છે ત્યારે મનુષ્યને પાપ યાદ નથી આવતું પણ સમાજ વ્યવસ્થા, રાજકીય બંધારણ, વિશ્વના આર્થિક પ્રવાહો, કે કળિયુગની કઠિનાઈ યાદ આવે છે. જો મનુષ્ય સુખી થવું હોય તો પાપનો ક્ષય કરવો પડશે અને પુણ્યનો સંચય કરવો પડશે. પાપ અને પુણ્યને જ્યાં સુધી ઓળંગી જવાની તાકાત ન આવે ત્યાં લગી પાપ અને પુણ્યના આ ગણિતને સ્વીકાર્યા વિના છૂટકો નથી. પુણ્યનો આપણે એટલો બધો સંચય કરવો પડશે કે આ સંચિત પુણ્ય જ આપોઆપ સ્વયં અન્ય પુણ્યને ઉત્પન્ન કરતું રહે. જેમ પૈસો પૈસાને ખેંચે તેમ પુણ્ય પુણ્યને ખેંચે. આ પરિસ્થિતિને શાસ્ત્રમાં પુન્યાનુબંધી પુણ્ય કહ્યું છે. આધ્યાત્મિક યંત્ર શું આવું કોઈ આધ્યાત્મિક યંત્ર છે (spiritual machinery) કે જે સમગ્ર પાપના સર્વથા ચૂરેચૂરા કરી દે અને પુણ્યનો વિરાટ ધોધ અખંડપણે વહેવડાવે ? સર્વ તીર્થકર ૩૧૮• ધર્મ-ચિંતન Page #336 -------------------------------------------------------------------------- ________________ દેવોએ. સર્વ કેવલી ભગવંતોએ, સર્વ ચૌદ પૂર્વધરોએ અને સર્વ શ્રતધર સાધુસંતોએ એક મતે એક અવાજે ઘોષણા કરીને કહ્યું કે “હા, એવું આધ્યાત્મિક યંત્ર છે, જે માત્ર તમારા જ સઘળા પાપોનો નહિ પણ ત્રણે કાળના ત્રણે લોકના સર્વ પાપોનો સમૂળ નાશ કરે અને તે આમાં સર્જનાર પાપવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખે.” તેઓએ જોરશોરથી સર્વાનુમતે સમર્થન કર્યું કે એક એવું આધ્યાત્મિક યંત્ર હયાત છે, જે એવો પુણ્યપ્રવાહ વહેવડાવે છે, જે મુક્તિના પરમ મંગલ સુધી પહોંચાડે છે, જે અતૂટ પુણ્યપરંપરા સર્જી છે, જેનો બીજો છેડો મુક્તિની અટારીએ વિંટળાયો હોય છે. આવું આધ્યાત્મિક યંત્ર તે શ્રીનમસ્કાર મહામંત્ર છે. શ્રીનમસ્કારના અડસઠ અક્ષરો જેના મનમાં ઊંડો અને પ્રામાણિક આદર પામ્યા છે, તેને માટે પાપપુણ્યનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. તે સાધકના મનની અત્યંતર રચનામાં એક એવી ક્રિયા શરૂ થાય છે, જે પાપનું સંપૂર્ણ વિસર્જન અને પુણ્યનું સર્વોત્તમ સર્જન કરે છે. I I : नमो अरिहंताणं “નમો અરિહંતાણં' પદના સંબંધ સિવાય આજે આપણે જેના સંબંધી ગણાઈએ છીએ અથવા તો જે આપણને પોતાના સંબંધમાંથી છોડવાને મુદ્દલ તૈયાર નથી તે સંસાર સાથેનો સ્થૂલ સંબંધ નહિ છૂટે, સર્વ જીવો સાથેનો સૂક્ષ્મ ભાવસંબંધ નહિ પ્રગટે. એ સૂક્ષ્મ ભાવસંબંધ માટે શ્રીનવકારનો સંબંધ અનિવાર્ય છે. નમો અરિહંતાણં પદનું રટણ અનિવાર્ય છે. શ્રીઅરિહંતની વિવિધ પ્રકારની ભક્તિ અનિવાર્ય છે. શ્રીઅરિહંતની આજ્ઞા મુજબના તપ-ત્યાગમય જીવન સાથેનું જોડાણ અનિવાર્ય છે. શ્રીઅરિહંતની દયાના વિષયભૂત ત્રણ જગતના જીવો સાથેની મૈત્રી અનિવાર્ય છે. દુઃખી જીવોનાં દુઃખને દૂર કરવાની ભાવના અનિવાર્ય છે. ગુણવાન આત્માઓના આત્મગુણની ખૂબ-ખૂબ પ્રશંસા અનિવાર્ય છે. કૃતઘ્ની જીવોને પ્રભુ શાસનની જાણ કરાવવાની ઉત્કૃષ્ટ પ્રભાવક ભાવના અનિવાર્ય છે. સકળલોકમાં પ્રભુશાસનના જયજયકારની સર્વોચ્ચ ભાવના અનિવાર્ય છે ભાવદયાના ત્રિભુવનસ્વામિત્વમાં અપૂર્વ નિષ્ઠા અનિવાર્ય છે. ભાવદયાની અચિંત્ય શક્તિમાં રહેલી તારકતા સાથેનું જોડાણ અનિવાર્ય છે. દેવાધિદેવની સર્વજીવહિતવિષયક મહાકરુણા સાથેના જોડાણનું શ્રીનવકાર એ શ્રેષ્ઠતમ માધ્યમ છે. એવા શ્રીનવકારને મળવાથી જે પુણ્યશાળીને પ્રભુ મળ્યા જેટલો આનંદ થાય, તેનો ભવ્યત્વભાવ વિકસી રહ્યો છે એમ નિઃસંકોચપણે કહી શકાય. –પ્રગટ થનારા “અપૂર્વ નમસ્કાર” નામક પુસ્તકમાંથી ઉદ્ભૂત. - ધર્મ-ચિંતન - ૩૧૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ એક અરજ શાસનસેવક ધર્મનો લાભ એ સર્વશ્રેષ્ઠ લાભ છે. એવા લાભને પાત્ર બનવું એ ઓછા પુણ્યની વાત નથી. એવો લાભ આપનારા પરમ-પૂજ્ય ભગવંતોના પાત્રાને, અનીતિની કમાઈના દ્રવ્યમાંથી બનાવેલા આહાર વડે કોઈ કદીએ ન અભડાવે એવી પુણ્યાત્માઓને મારી નમ્ર અરજ છે. પત્થરનો ઘા કિંમતી રત્નને તોડી નાખે છે, તેમ અનીતિના અશુભ પટવાળો આહાર ધર્મધ્યાનની વિમળધારાને છિન્નભિન્ન કરી નાખે છે. જાણે કે પાણીના પ્રવાહમાં મોટો પથરો પડ્યો. સકળ વિશ્વની અણમોલ થાપણ સરખા સાધુ ભગવંતોની સંયમયાત્રાને સહેજ પણ અંતરાય પહોંચે એવું અયોગ્ય વર્તન કરવું તે અસાધારણ અપરાધ છે. જીવનભરના સામાયિકને વરેલા ૫૨મ-પૂજય ભગવંતોની ભક્તિ આપણે દેવાધિદેવ શ્રીતીર્થંકર પરમાત્માની આજ્ઞા અનુસાર કરવી જોઈએ. ભક્તિની પાછળ હેતુ કર્મોની શક્તિને તોડવાનો રહેવો જોઈએ. આત્માની શક્તિને બહાર લાવવાનો રહેવો જોઈએ. ઘર-આંગણે પધારીને ધર્મનો લાભ આપે, ઘરના વાતાવરણમાં અધ્યાત્મની અલૌકિક અસર ફેલાવતા જાય, એવા ૫૨મ પૂજ્ય ભગવંતોની સંયમયાત્રા અધિક નિર્વિઘ્ને તેમ જ સુખપૂર્વક ચાલતી રહે તે બાબતમાં સહેજ પણ ઉપેક્ષા સેવવી તે દેવાધિદેવની આજ્ઞાનો અનાદર છે, વિશ્વના સકળ જીવોના હિતની ઉપેક્ષા છે. આત્મા વડે આત્મામાં સ્થિર રહેવું એ કેટલું કઠીન છે, એ બે-ઘડીના એક સામાયિકમાં રહેનારા પુણ્યાત્માને સારી રીતે સમજાય છે. એ સામાયિકને પણ અંદર પડેલા અનાજના પ્રત્યેક કણ તેમ જ તેની સાથે સંબંધ ધરાવતા મનની શુભાશુભ અસરો પહોંચતી હોય છે. ઝવેરાત તોળવાના કાંટા કરતાં અધિક કાળજી મનની શુદ્ધિની રખાય, એ શુદ્ધિના ઘડતરમાં પાયાનો ભાગ ભજવનારા આહારની રખાય એ આહાર માટેનાં દ્રવ્યોની રખાય એ દ્રવ્યોને ખરીદવાના પૈસાની રખાય તે આજના વિષમકાળમાં સ્વ તેમ જ પરના હિત માટે ખૂબ-ખૂબ જરૂરી સમજાય છે. બેતાલીસ દોષ રહિત ગોચરી વહોરનારા પરમ પૂજ્ય ભગવંતોને પણ ‘આ ૩૨૦ ૦ ધર્મ-ચિંતન Page #338 -------------------------------------------------------------------------- ________________ આહાર અનીતિની કમાઈના દ્રવ્યોમાંથી બનેલો છે,” એવી સ્પષ્ટ ખ્યાલ ભાગ્યે જ આવે, તે બાબતની પૂરતી કાળજી આહાર વહોરાવનારા પુણ્યશાળીઓને જ રહેવી જોઈએ. એક ધર્માત્માના પવિત્ર પરિણામને ઝાંખપ લાગે, અંતરાય નડે એવું કશું ભક્તિ માટે થઈ જાય અથવા કરવું પડે તે ઉપકાર ઉપર અપકાર કરવા સમાન છે. તારકજહાજમાં કાણું પાડવા સમાન છે. દર્શન કરાવનારા દર્પણને શાહી છાંટવા સમાન છે. દેવાધિદેવના ત્રિભુવનતારકશાસનને પામેલા પુણ્યશાળીઓ મારી આ અરજને જરૂર લક્ષ્યમાં લેશે એવી શ્રદ્ધા છે. સુખ પ્રાપ્તિનું સાધન શ્રી સિદ્ધ ભગવંતોમાં સ્વ-પર બાધા નિવારક શક્તિના કારણે સદા સુખ પ્રવર્તે છે અને તે વસ્તુનો સર્વથા અભાવ હોવાથી નિગોદમાં સદા દુઃખ વર્તે છે. નિગોદમાં સ્વ-પર ઘાત પ્રવૃત્તિ નથી. તો પણ સ્વ-પર બાધા નિવારક શક્તિનો પ્રાદુર્ભાવ કરવામાં જે પુરુષાર્થ જોઈએ, તેનો અભાવ અને પ્રમાદ વર્તે છે. તેથી તેઓને દુઃખનો મહા દંડ ભોગવવો પડે છે, એમ અનુમાન થાય છે. કોઈ પણ કાર્ય કારણ વિના થતું નથી. દરેક બાબત વિશ્વના કાર્યકારણના વિધાનને અનુસરતી હોવી જોઈએ. નિગોદના જીવો સ્વ-પર ઘાત કરતા નથી, તેમ સ્વ-પર બાધા નિવારક પ્રવૃત્તિ પણ કરતા નથી. સ્વ-પર બાધા નિવારક શક્તિનો વિકાસ એ જ સુખ પ્રાપ્તિનું સાધન છે. તેનું જ બીજું નામ પરોપકાર અથવા વિશ્વમૈત્રી ભાવ છે. માટે જીવરાશિના ઉત્થાનમાં મરજીયાત કે ફરજીયાત પરોપકાર વૃત્તિ અનિવાર્ય છે. 'પરોપકારનું કાર્ય તિર્યંચમાં દબાવથી છે, માનવમાં ભાવથી છે, સિદ્ધોમાં સ્વભાવથી છે, તેથી ઉત્તરોત્તર સુખની માત્રા અધિક છે. તિર્યંચ કરતાં મનુષ્યમાં, મનુષ્ય કરતાં સિદ્ધમાં એ માત્રા વધતી જાય છે. પરોપકાર ગુણ જ એવો છે કે તે સ્વ-પરને શાતાપ્રદ નીવડે છે. પરની બાધાનું નિવારણ કરવારૂપ પુરુષાર્થ સ્વ વિકાસમાં બાધક દોષનું નિવારણ કરે છે. સુખ એ પરોપકારનું પ્રગટ સ્વરૂપ છે અને પરોપકાર જ્યારે સ્વભાવભૂત બને છે, ત્યારે જીવ સુખ, સ્વભાવિ, શિવ બને છે. ધર્મ-ચિંતન ૩૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુઃખનું મૂળ જિજ્ઞાસુ (રાગ-દ્વેષની જંજીરને તોડી નાંખીને પરમાનંદસ્વરૂપમાં રમણતા પ્રગટાવવાની ઉપકારક હકીકતનું હૃદયસ્પર્શી નિરૂપણ આ લેખમાં કરવામાં આવ્યું છે. સં.) જગતનાં બધાં સુખ-દુઃખો ચિત્તના બે ગુણધર્મોને લીધે સર્જાય છે. એ બે ગુણો છે રાગ અને દ્વેષ. જેમાં ચિત્ત રમે છે આસક્તિ દાખવે છે તે પદાર્થો અને સ્થિતિઓ સુખકર લાગે છે. ઉલટ પશે, જેમાં ચિત્ત ક્ષોભ પામે છે અને જેનાથી તે ભડકી દૂર ભાગે છે, તે પદાર્થો અને સ્થિતિઓ દુઃખકર લાગે છે. ચિત્તનો આ સ્વાભાવિક ગમો તે રાગ અને અણગમો તે દ્વેષ. કેટલાક તરફ પ્રીતિ અને કેટલાક તરફ ધિક્કાર–એ ચિત્તની અવસ્થા અનિવાર્ય છે. પોતાને ગમે તેવા પદાર્થોનો સંપર્ક સાધવો અને મેળ લેવો, અને ' પોતાને ન ગમે તેવા પદાર્થથી સુગાવું અને તેમને દૂર હઠાવવા, એ દરેક ચિત્તની સામાન્ય ક્રિયા હોય છે. આમ ચિત્ત રાગદ્વેષની સાંકળથી બંધાયેલું રહે છે. રાગ અને દ્વેષ એ નિરાળા ગુણો છે, પણ નિરપેક્ષ નથી. એક જ ઢાલની બે બાજુઓ જેવા છે. એકનું સ્વરૂપ બીજાના સ્વરૂપને ઘડે છે. જેનો રાગ ઓછો એનો દ્વેષ પણ ઓછો. જે ચાહતો નથી તે ધિક્કારતો પણ નથી, જેને મિત્રો નથી તેને દુશ્મનો પણ નથી. જેનાં સુખો મોટાં તેનાં દુઃખો પણ મોટાં. જે વિમાનમાં ઉડે તેને ઊડવાનો આનંદ તેટલું પડવાનું જોખમ પણ ખરું. જે તાજ પહેરે તે તાજનો ભાર પણ ઉપાડે. જેને વસંતનો ફાલ માણવો છે, તેને પાનખરનો વિખેર પણ સહેવો પડે છે. વૃક્ષ નીચે સૂઈ રહેનારને ઘરનું સુખ નથી, તો તેને ઘરનું દુઃખ પણ નથી. જે નફાની આશા રાખે તે તોટાની બીક પણ રાખે. રાગદ્વેષની સાંકળ ગળે ભેરવાઈ હોય, ત્યાં સુધી આમ ચાલ્યા જ કરવાનું છે. આ રહસ્યની સભાનતા જેને નથી, તે હંમેશાં પ્રાપ્ત સ્થિતિને ભાંડ્યા કરે છે. પોતાના ભાગ્યથી અસંતુષ્ટ રહ્યા કરે છે અને ઈશ્વરના દોષો કાઢ્યા કરે છે. એને લોકોનું સુખ દેખાય છે, પણ ઢાલની બીજી બાજુ જેવું તેમનું દુઃખ દેખાતું નથી તેને ઊંચા પહાડ દેખાય છે, પણ બીજી બાજુની ભયંકર કરાડ ધાર દેખાતી નથી. વસ્તુનું કે પરિસ્થિતિનું સમગ્ર જ્ઞાન થયા વિના તેઓ સત્યને બરાબર સમજી શકતા નથી. એક લોકવાર્તામાં એક પત્થર ફોડનારને પોતાની સ્થિતિ ગમી નહિ. બીજાની સ્થિતિ સારી હોઈ તે પ્રાપ્ત કરવા - તેણે ઇચ્છયું, પછી બધાંના સુખ-દુઃખો તેણે તપાસ્યા અને છેવટે તે એવા નિર્ણય પર ૩૨૨ ૦ ધર્મ-ચિંતન Page #340 -------------------------------------------------------------------------- ________________ આવ્યો કે પોતે જે સ્થિતિમાં છે તે જ તેને માટે ઉત્તમ છે. કહેવાય છે કે–“પારકે ભાણે લાડવો મોટો દેખાય' તેવી જ આ વાત છે. ઘણીવાર એક રોગથી પીડાતો રોગી પોતાના રોગને સૌથી વધુ દુઃખકર માને છે અને બીજા રોગોને હળવા માને છે, પણ એ તો બીજા રોગોનો અનુભવ ન થાય ત્યાં સુધી જ. ગણિતની એક ઉપમા લઈએ તો એમ કહી શકાય કે પ્રત્યેકના સુખ-દુઃખનો ગુણાકાર કરીએ તો તે સમાન જ આવે. સુખ વધારે આવે, તો દુઃખ વધારે આવી એનો છેદ ઉડાવી દે છે અને ગુણાકાર તો એનો એ જ આવી રહે છે. સુખ-દુઃખનું આ ગણિત રાગદ્વેષની સાપેક્ષતાને લીધે છે. જેને આ સમજાય છે તે ઈર્ષ્યા કરતો નથી અને પોતાની પ્રાપ્ત સ્થિતિથી મુંઝતો નથી. જે સ્થિતિ આપણને નિર્મિત છે, તેમાંથી સાચો કસ કાઢી જીવનને ધન્ય કરી લેવું એ જ એક માર્ગ રહે છે. તે પણ રાગદ્વેષ એકાંતે કંઈ ખરાબ નથી. જો તેનો પ્રશસ્ત ઉપયોગ કરવામાં આવે તો તેમાં જ જીવનવિકાસનાં બીજ હોય છે. ચિત્તને શુદ્ધ કરવા લાગીએ કે રાગદ્વેષ પણ શુદ્ધ થવા લાગે છે. રાગ વિકસીને સર્વ જીવો પ્રત્યે મૈત્રીરૂપ પ્રેમનું સ્વરૂપ લે છે અને દ્વેષ વિકસીને વૈરાગ્ય બને છે. સત્ય, નિત્ય અને અનંત તરફ પ્રીતિ : અસત્ય, અનિત્ય અને સાંત તરફ વૈરાગ્ય—એ જ પ્રગતિનો માર્ગ છે. પ્રેમ વિવિધતામાં એકતા લાવે છે અને વૈરાગ્ય વિવિધતામાંથી આસક્તિ ઓછી કરે છે. એક દિવ્યતાની શોધ ચલાવે છે. બીજું માયાનું ધુમ્મસ દૂર કરે છે. એક પરમાર્થ તરફ દોરે છે અને બીજું સ્વાર્થનો ત્યાગ કરતાં શીખવે છે. એક ઈશ્વર તરફ ખેંચે છે, બીજું ઈશ્વર તરફ ધકેલે છે. જ્ઞાની રાગ અને દ્વેષને સમાન માની અનાસક્ત ભાવે વર્તે છે. ચિત્તના ધર્મોમાં સમતોલપણું આણી સ્થિતપ્રજ્ઞની જેમ સમાધાનથી રહે છે. ભક્ત બંનેને પોતાનાં સાધનો બનાવી તેનાથી જ ભાવમસ્તીમાં ચિત્તને લીન કરી દે છે. કર્મયોગી રાગદ્વેષના એરણ ઉપર ઘણથી પોતાના ચિત્તને ટીપી ટીપીને દિવ્ય આકાર આપે છે. જીવનની સિદ્ધિ એક જ છે, માર્ગો જુદા છે. મંત્રાધિરાજના જાપને સ્વસ્થતાપૂર્વક જેટલી વધુ ઊંડે સુધી ખેંચવામાં– લઈ જવામાં આવે છે, તેટલી વધુ સંગીન અસર આંતર-બાહ્ય જીવનની શુદ્ધિ ઉપર થાય છે. જાપમાં જરા પણ ઉતાવળ, આખા જાપની પરમ ઉપકારિતાને ચૂંથી નાંખે છે. ધર્મ-ચિંતન, ૩ર૩ Page #341 -------------------------------------------------------------------------- ________________ માનસ-જાપ વનવાસી (મંત્રાધિરાજ શ્રીનવકારના માનસ-જાપમાં સ્થિર બનવા સંબંધી અગત્યની હકીકત આ લેખમાં રજૂ થઈ છે. સાધકના અનુભવકથન સરખો આ લેખ-ચિત્તને પ્રભુભક્તિમાં એકાગ્ર બનાવવામાં ખૂબ જ સહાયભૂત થશે. સં.) કંઈક અંગત અનુભવ અને કંઈક થોડાક સાધક મિત્રો સાથેના વિચારવિનિમય . પછી એવું સમજવામાં આવે છે, કે “માનસ જાપ” વિષેની થોડીક વધારે સ્પષ્ટતા સાધકમિત્રોને ઉપયોગી થઈ પડશે. ભાષ્ય જાપ પછી ઉપાંશુ જાપનું શું સ્વરૂપ છે, તે તો સર્વને સહજ વિદિત છે. ઉપાંશુ જાપમાં અન્યની કર્મેન્દ્રિય સુધી અવાજ ન પહોંચે તે રીતે મુંગા મુંગા જાપ કરવાના હોય છે. તે આ દરમિયાન ઓષ્ટ તથા જિલ્લા ઇત્યાદિનું અત્યંતર હલનચલન ચાલુ હોય છે. માનસ જાપમાં ઓષ્ટ તથા જિલ્લાનું હલનચલન બંધ કરીને કેવળ મનઃપ્રદેશમાં જ મંત્રોચ્ચાર–મંત્રજાપ–કરવાનો હોય છે. અહીં ખાસ સમજવાનું એ છે, કે ઓષ્ટ તથા જિલ્લાનું હલનચલન બંધ થવા માત્રથી માનસ જાપ શરૂ થઈ જાય છે, એવું એકદમ માની લેવું નહિ. કેમ કે હોઠ તથા જીભનો વ્યાપાર બંધ કર્યા પછી પણ, જેને ઉપાંશુ કહી શકાય તેવા પ્રકારનો જાપ ચાલુ રહી શકે છે. . જાપના મનોગત ઉચ્ચારણનો પડઘો, જે મનમાં પડે છે, તે ક્યાંથી આવે છે, તેની ચકાસણી કરી જોવાનું સાધક માટે આવશ્યક છે. વાચાનું ઉદ્દભવસ્થાન કંઠ છે અને કંઠ દ્વારા થતો જાપ જિલ્લા કે ઓષ્ટના હલનચલન વિના થઈ શકે છે. એટલે પ્રત્યેક સાધકે માનસજાપ કરતી વખતે આ વાતની ખાત્રી કરી લેવી જોઈએ કે જેને પોતે માનસજાપ માને છે, તે કંઠ-જાપ તો નથી ને ? કંઠ-જાપ જો થતો હશે, તો મનઃપ્રદેશમાં સંભળાતા જાપનું ઉદ્ભવસ્થાન કંઠ છે, એની ખબર સાવધાન સાધકને તુરત જ પડી જશે. ખાસ કરીને જેઓ લાંબા સમયથી માનસ-જાપ કરતા હોય, છતાં મનમાં એકાગ્રતા ન આવતી હોય અને ઈદિયતૃતિય વિચારોની આવજા તથા દોડાદોડી મનમાં થયા કરતી હોય, તેમણે તો પોતાના આ માનસ-જાપના પ્રકારની ચકાસણી વહેલામાં વહેલી તકે કરવી જોઈએ. માનસજાપની સર્વ પ્રથમ આવશ્યકતા ચર્મચક્ષુઓને બંધ કરી દેવાની છે. ઉઘાડી આંખે માનસ-જાપ થઈ શકતો નથી અથવા જો થઈ શકે, તો તે દીર્ઘ પરિશ્રમ પછી લાંબા કાળે સાધ્ય થાય છે. એટલે વિશુદ્ધ માનસ-જાપ કરવા ઇચ્છનારે સર્વ પ્રથમ તો નેત્રોને મીંચેલાં રાખવાં જોઈએ. ઉઘાડી આંખે ભાષ્ય તથા ઉપાંશુથી ભિન્ન એવો જે ૩૨૪ ધર્મ-ચિંતન Page #342 -------------------------------------------------------------------------- ________________ માનસ જાપ થાય છે, તે પ્રાય કંઠ-જાપ હોય છે અને તેને કેવળ સ્મરણ યા રટણની કક્ષામાં મૂકી શકાય. આ સ્મરણ અને રટણ તો સાધનામાં પ્રગતિ કરી ચૂકેલા સાધક માટે સહજ બની જાય છે, પરંતુ તે વિધિપૂર્વકનો “માનસ-જાપ” નથી. માનસ-જાપના ઉચ્ચારણનું ઉદ્ભવસ્થાન સ્વયં ચિત્તમાં જ હોવું જોઈએ. આ માટે દૃષ્ટિને ભાલપ્રદેશના મધ્યભાગમાં સ્થિર કરવી જોઈએ. બંધ થયેલી આંખોમાં પાંપણની નીચે ઢંકાયેલા નેત્રોનાં બંને રત્નોને આ માટે થોડોક શ્રમ આપવો પડે છે. ભ્રકુટિને જરા અદ્ધર ચડાવીને, નેત્રોનાં રત્નોને જરાક ઉર્ધ્વદિશામાં સ્થિર કરવાથી કપાળના પ્રદેશમાં કંઈક ભાર અનુભવાય ત્યારે સમજવું કે ચિત્તમાં જે આકાશ (અવકાશ) છે, ત્યાં (ભાલપ્રદેશમાં) દૃષ્ટિ સ્થિર થઈ છે. આ રીતે ત્યાં સ્થિર થયેલી દષ્ટિ વડે શરૂ થતા જાપમાં મંત્રાક્ષરોનું ઉચ્ચારણ તે પ્રદેશમાં જ એટલે કે ચિત્તમાં જ ઉદ્ભવે છે. ચિત્તના આકાશમાં આ રીતે માનસ-જાપ જયારે સ્થિરતા પ્રાપ્ત કરશે ત્યારે ઉચ્ચારણ પણ ત્યાંથી જ, તે પ્રદેશમાંથી જ ઉદ્ભવે છે, તેનો અનુભવ સાધક કરી શકશે. એની સૌથી પ્રથમ પ્રતીતિ તો એ થશે, કે વિચારોની ગરબડસરબડ કે દોડાદોડીનું જોર મંદ પડી જશે અને ધીરે ધીરે અદ્ભુત એકાગ્રતા પ્રાપ્ત થશે. - આ રીતના માનસ-જાપમાં સાધક જેમ જેમ પ્રગતિ કરતો જશે, તેમ તેમ મસ્તકની ઉપરના (અંદરના) ભાગમાં–જ્યાં બ્રહ્મરંધ્ર છે, ત્યાં થોડીક હલચલ થતી હોવાનો અનુભવ થશે. માનસજાપના આ વિશુદ્ધ પ્રકારનો અભ્યાસ પાડતી વખતે સાધકે ધીરજ રાખવી જોઈએ. જ્યારે શ્રમ પડવા લાગે, ત્યારે માનસ-જાપ બંધ કરીને ઉપાંશુ તથા માનસજાપની વચ્ચેના કંઠ-જાપનો આશ્રય લઈ, ચિત્તના આકાશને આરામ આપવો જોઈએ. ચક્ષુઓનાં રત્નોને પણ અભ્યાસ પડે, તે માટે આરામ આપવાની જરૂર છે. બીજી એટલી જ મહત્ત્વની વાત કરોડરજ્જુને ટટ્ટાર રાખવાની છે. પદ્માસન, સિદ્ધાસન અને સુખાસન એ ત્રણેનો વારાફરતી ઉપયોગ કરવો. શરૂઆત કરવા માટે સિદ્ધાસન વધુ ઉપયોગી થશે. એનાથી ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવામાં સારી સહાય મળે છે. પદ્માસન તો ઉત્કૃષ્ટ આસન છે. શારીરિક અસ્વસ્થતા હોય તો શવાસન પણ સારી સહાય કરશે. ટટ્ટાર કરોડરજ્જુ અને ચિદાકાશમાં (ચિત્તના આકાશમાં એટલે ભાલપ્રદેશમાં) સ્થિર થયેલી દષ્ટિ વડે ચિત્તમાં જ ઉદ્ભવતા ઉચ્ચારણપૂર્વકના જાપની અસર અદ્ભુત છે. મુખમંડળ ઉપર પ્રસન્નતાના ભાવોનું અંકન કરીને આ રીતે ગણવામાં આવેલા ત્રણ જ નવકારનો મહિમા અન્યથા ગણાતા હજારો નવકાર કરતાં વિશેષ છે. એનો અનુભવ સાધકને કાળક્રમે થશે જ. પરંતુ અન્યથા એટલે કોઈ પણ રીતે ગણાતા શ્રીનમસ્કાર મહામંત્રનું મહત્ત્વ તેથી - જરા પણ ઓછું થતું નથી. જ્યારે રીતસરના જાપ શરૂ કરવાના હોય, ત્યારે “આ મર્કટ ધર્મ-ચિંતન ૩૨૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ મન હવે તમને સોંપ્યું. એની જવાબદારી હવે તમારી,” એવી ભાવના ઉપાસ્ય, દેવગુરુને—પંચપરમેષ્ટિને ઉદ્દેશીને ભાવ્યા પછી શરૂઆત કરવાથી પણ અચિંત્ય લાભ થશે. ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવામાં તેથી ખૂબ મદદ મળશે. સૌને લાભ થાઓ, સૌનું કલ્યાણ થાઓ. ત્રિદોષ-ત્રિગુણ વિકૃત જ્ઞાન એ રાગ છે. વિકૃત શ્રદ્ધા એ દ્વેષ છે અને વિકૃત વર્તન એ મોહ છે. રાગ એ બીજાના ગુણને જણાવે છે. દોષને નહિ. દ્વેષ એ દોષને જ દેખાડે છે. મોહ એ ગુણ અને દોષોનો વિવેક કે વિભાગ કરવા દેતો નથી અને વર્તનને પૂર્વના અશુભ સંસ્કારોને આધીન બનાવે છે. રાગી દોષને જોતો નથી. દ્વેષી ગુણને જોતો નથી. તેથી દોષ અને ગુણનું યથાર્થજ્ઞાન કરવા માટે રાગ-દ્વેષને જીતવા જોઈએ. મોહી-મોહગ્રસ્ત જાણવા છતાં અવળું વર્તન કરે છે, અથવા તેનું જ્ઞાન અભિનિવિષ્ટ હોવાના કારણે અથવા પૂર્વગ્રહો વગેરેથી દૂષિત હોવાના કારણે યથાર્થ વર્તન થવા દેતું નથી. જ્યાં જ્યાં વર્તનમાં દોષ જણાય, ત્યાં ત્યાં જ્ઞાન દૂષિત જ હોય, એવો નિયમ નથી. પરતું નિયમ અભિનિવેષનો, દૂરાગ્રહનો, પૂર્વગ્રહનો, કુઃસંગનો, પ્રમાદશીલતાનો, અનાદિ અસદ્ અભ્યાસના બળનો સમજવો જોઈએ. રાગાદિ દોષનો નિગ્રહ કરવા માટે એક બાજુ યથાર્થ જ્ઞાન અને બીજી બાજુ યથાર્થ વર્તનનો અભ્યાસ જરૂરી છે. પંચમંગલની યથાર્થ આરાધના વડે જે સુલભ બને છે અને તેના પ્રભાવે ત્રિદોષ શમે છે. તેમજ ત્રિગુણ બરાબર પ્રગટે છે. વિષયવૃત્તિ કફ દોષને વિકસાવે છે. કષાયવૃત્તિ પિત્તદોષને વધારે છે અને આગ્રહવૃત્તિ વાતદોષને વધારે છે. વિષય વિરક્તિ કષાય નિવૃત્તિ અને નિરાગ્રહવૃત્તિ એ અનુક્રમે ઉક્ત ત્રણે દોષોને શમાવે છે. જ્યારે પણ કફ દોષની વૃદ્ધિ થાય ત્યારે વિષયોનું સેવન પ્રમાણાધિક થયું છે. તેવું અનુમાન કરવું જોઈએ. પિત્ત પ્રકોપ વખતે કષાયનું સેવન અધિક થયેલું હોવું જોઈએ અને વાતદોષના પ્રકોપ વખતે દુરાગ્રહ દુરભિનિવેશ, પૂર્વગ્રહહિતતા વગેરે બુદ્ધિના દોષોનું સેવન થયેલું હોવું જોઈએ. તેવું અનુમાન કરવું જોઈએ. બુદ્ધિના દોષને પ્રજ્ઞાપરાધ પણ કહી શકાય. અતિયોગ, હીનયોગ કે વિપરીત યોગનું મૂળ પ્રજ્ઞાપરાધ છે. તેથી પ્રજ્ઞાપરાધનું નિવારણ કરવા માટે પ્રથમ પ્રયાસ થવો જોઈએ. પછી વિષય કષાયની અધિકતાદિ યોગોનું નિરસન કરવું જોઈએ. તેથી ત્રિ-દોષ શમે છે. રાગ, દ્વેષ અને મોહ એ ત્રિ-દોષ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રિ-ગુણ છે. સમ્યગ્ જ્ઞાનની પરિણતિથી રાગદોષ શમે છે. સમ્યગ્ દર્શનની પરિણતિથી દ્વેષ દોષ શમે છે. સમ્યક્ ચારિત્રના સેવનથી મોહ દોષ જાય છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જેના મૂળ ગુણ છે. તે આત્માની જ ઉપાસના કરવામાં જીવનનું જીવિત છે. સાર સર્વસ્વનું સેવન છે. ત્યાજ્યનો ત્યાગ છે. સેવ્યની સેવા છે. પંચમંગળની સેવના કરતા જ આ અભિગમ જીવનનો ગમો (Love, Taste) બને છે. કારણ કે પંચપરમેષ્ઠી ભગવંતોને એક આત્મતત્ત્વ જ પ્રિયતમ છે. માટે તેઓને ‘પ્રિયતમા તરીકે પૂજવામાં જ આપણું' પરમ કલ્યાણ છે. ૩૨૬ ૦ ધર્મ-ચિંતન Page #344 -------------------------------------------------------------------------- ________________ મંગલ-ચતુષ્ટય ‘વનવાસી’ (આંતર્ જીવનને અજવાળનારા આ લખાણને ફરી-ફરીને વાંચવા તેમ જ વિચારવાથી તેમાંના ભાવની ઉપકારકતા સચોટપણે પ્રતીત થશે તેમ જ લાભદાયી નીવડશે. સં.) (૧) હીરા, મોતી, મણિ, માણેક, નીલમ ઇત્યાદિ મૂલ્યવાન રત્નોથી લઈને તે રોજબરોજની ચાલુ વપરાશની ચીજો અંગે જાણકારી પ્રમાણે આપણે નિર્ણય કરી શકીએ છીએ, એની ગુણવત્તા સમજી શકીએ છીએ, સમજાવી શકીએ છીએ. એ બધી વસ્તુઓમાંથી રાખવા જેવી, સ્વીકારવા જેવી, નહિ રાખવા જેવી અને ફેંકી દેવા જેવી ચીજો અંગે પણ આપણે યથામતિ નિર્ણય કરી શકીએ છીએ. આટલું અહીં બરાબર યાદ રાખો, કે એ બધી વસ્તુઓ આપણાથી ભિન્ન છે. આપણે તે બધી વસ્તુઓથી ભિન્ન છીએ. આપણા મનમાં આવતા અને જતા અસંખ્ય વિચારો વિષે પણ સારા-નરસાનો નિર્ણય આપણે કરી શકીએ છીએ આપણા મનમાં આવતા વિચારો સારા છે, ખરાબ છે, મધ્યમ પ્રકારના છે, ઉપયોગી છે, બિનઉપયોગી છે, આવકાર આપવા લાયક છે કે ફેંકી દેવા જેવા છે, એનો વિચાર, એનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. આપણા મનમાં આવતા આ બધા વિચારો અંગે સારા-નરસાનો નિર્ણય આપણે શી રીતે કરી શકીએ છીએ ? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણી વિચાર શક્તિને આપણે કામે લગાડીશું તો જીવનનું એક અદ્ભુત રહસ્ય આપણી સમક્ષ પ્રગટ થશે. આ રહસ્ય એ છે, કે જેમ મણિમાણેક ઇત્યાદિ વસ્તુઓ આપણી નથી, તેમ આપણા મનમાં આવતા વિચારો પણ આપણા નથી. એ બધા આપણા મહેમાનો છે, એમની સાથે આપણને પોતાને કશું લાગતુંવળગતું નથી. આ વાતનો વિચાર જો આપણે કરીશું. તો પછી, એ મહેમાનોમાંના આવકારપાત્ર અને જાવકારપાત્ર વિચારો વિષે નિર્ણય કરવાનું આપણને સરળ પડશે. જેના સારા ખોટાપણા વિષે આપણે નિર્ણય કરી શકીએ, તે આપણાથી ભિન્ન વસ્તુ જ હોય આ વાત ઉપર મંથન કરવા માંડીશું, તો એ મંથન આપણને આપણી આંતરિક પરિસ્થિતિનો ખ્યાલ આવશે. ‘આપણે' એમ કહેવામાં આવે છે તે ‘આત્મા' બધાથી ભિન્ન છે અને નિર્ણય કરનારો તે ‘આત્મા' છે. વિચારરૂપી મહેમાનોને આત્મા પોતાનો કબ્જો સોંપી દે, તો પછી એ મહેમાનો ઘરના માલિક બની બેસે તેમાં નવાઈ શું ? આ વાત ઉપર વિચાર કરતા જાઓ. ‘વિચારો' આપણે નથી, ‘આપણાં’ નથી, ધર્મ-ચિંતન ૦ ૩૨૭ Page #345 -------------------------------------------------------------------------- ________________ આપણાથી ભિન્ન છે. તો પછી એ બધા વિચારો કયાંથી આવે છે ?' શા માટે આવે છે? શાના આધારે આવે છે? એમની સાથેનો આપણો સંબંધ અને વ્યવહાર કેવો હોવો જોઈએ? આ બધી બાબતો ઉપર શાંત અને સ્વસ્થ ચિત્તે વિચાર કરવા લાગો જીવનનું એક અદ્ભત રહસ્ય તમારી સામે પ્રગટ થશે, એક સુંદર ચિત્ર તમારી સામે પ્રગટ થશે, એ જોઈને જાણીને અને સમજીને તમે નાચી ઉઠશો, રાચી ઉઠશો અને તરી જશો. (૨). એક મોટા ચૂલામાં અગ્નિ પેટાવેલો હતો. એની ઉપર એક મોટી દેગ ચડાવેલી હતી. એ દેગમાં પાણી હતું. અગ્નિ બરાબર રંગમાં આવ્યો. ઉકળતું પાણી ખદખદવા લાગ્યું. લાલચોળ જીભને બહાર કાઢી કાઢીને અગ્નિએ બોલવા માંડ્યું - લે, લેતું જા ! બહુ શેખી કરતું હતું ! ભલભલા અગ્નિને ઠારી નાંખવાની તારી તાકાતનાં બણગાં હવે ટૂંક ! પાણીને પડકાર આપતા અગ્નિની જીહ્યા તે પછી ચારે તરફ ફરી અને ફરીથી બોલવા લાગી. જુઓ, જુઓ, અય દુનિયાવાલા લોકો, મારી આ શક્તિનાં દર્શન કરો. મારા વડે આ પાણી પણ કેવી પીડા પામી રહ્યું છે, તે જુઓ ! . અગ્નિની વાત સાંભળીને પાણીએ સમતાભર્યું સ્મિત કર્યું. હસતાં હસતાં જ પાણીએ જવાબ આપ્યો. બંધુ અગ્નિ ! ઠાલો ઠાલો લાલ થા મા ! નાહકની ખાંડ ખા મા ! તું સમજતો હોઈશ, કે મને તું ઉકાળે છે ! ખોટી વાત છે. મને ઉકાળનાર અને પીડા પહોંચાડનાર તું નથી. એ તો આ દેગ છે. આ દેગ મને ઉકાળે છે. તું નહિ ! તું તો પીઠ પાછળ કુદાકુદ કરે છે. બાકી તારામાં તાકાત કેટલી છે, તે તો હું જાણું છું. હિંમત હોય તો સામો આવ, Direct Fight સીધી લડત-આપ ! અરે, આ દેગ જો વચ્ચેથી ખસી જાય, તો આવું ઉકળતું ઉકળતું પણ તારો તો હું ઘડોલાડવો જ કરી નાંખ્યું ! છે હિંમત ? આવી જા ! પાણીનો પડકાર સાંભળીને અગ્નિએ એની જીલ્લાને સંકેલી લીધી. ધીમા સાદે એણે જવાબ આપ્યો : તારી અને મારી વચ્ચે આ જે દેગ છે, તે જો ખસી જાય, તો તો પછી હું ઠરી . જાઉં ! પણ એ દેગને હું શા માટે ખસેડું ? મને શું ગરજ છે ? તારામાં તાકાત હોય, તો એ દેગને તું પોતે જ દૂર કર. પરંતુ હું તને અત્યારથી કહી દઉં છું, એ દેગ જ્યારે નહિ ૩૨૮ ધર્મ-ચિંતન Page #346 -------------------------------------------------------------------------- ________________ હોય, ત્યારે હું પણ નહિ હોઉં ! અગ્નિ અને પાણીનો આ સંવાદ કર્મ અને આત્માની વચ્ચેનો છે. એ બેની વચ્ચે જે દેગ છે, તે વાસનાઓથી ભરેલું મન છે. જે શરીરમાં આત્માને વસવું પડે છે તે શરીરને પણ ‘દેગ'ની ઉપમા આપી શકાય. અગ્નિને ઠારી નાખવાની પાણીની શક્તિ જેમ સ્વાભાવિક છે, તેમ કર્મરૂપી અગ્નિને બુઝાવવાની આત્માની શક્તિ પણ સહજ છે, સ્વાભાવિક છે. ધાતુની દેગમાં એક નાનું સરખું છિદ્ર જો પડ્યું હોય, તો ધીમે ધીમે મોટું થતું તે નીચેના અગ્નિને બુઝાવી શકે. એજ રીતે, સમ્યગ્દષ્ટિરૂપી એક નાનું સરખું છિદ્ર મનરૂપી દેગમાં જો પડી જાય, તો કર્મ રૂપી અગ્નિને કાળક્રમે બુઝાયે જ છુટકો થાય. એ છિદ્ર પાડવા માટે છીણી અને હથોડી એ બંનેનું કામ કરનાર એક અદ્ભુત યંત્ર આ વિશ્વમાં હયાત છે. એ યંત્રનું નામ શ્રીનમસ્કાર મહામંત્ર છે. (૩) મનુષ્ય માત્ર બુદ્ધિનો ભંડાર છે, પણ તે બીજાઓને માટે ! બીજા લોકોને સલાહ, સૂચના, ને શિખામણ આપવા માટે સૌ કોઈ તત્પર હોય છે ! ઉપદેશ એ એક એવી વસ્તુ છે, જે અન્યને આપવા માટે સૌ કોઈ તૈયાર હોય છે, અન્ય પાસેથી ગ્રહણ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર હોય છે. રમુજની વાત એ છે, કે અન્યની મુશ્કેલીઓનો માર્ગ કાઢી આપવાની શક્તિ ધરાવતા બુદ્ધિશાળી મહાનુભાવો જ્યારે પોતે જ કોઈ આફતમાં ફસાય છે, ત્યારે તેમની પોતાની બુદ્ધિ તેમના પોતાના ઉપયોગમાં આવતી નથી ! એમને બીજે દોડવું પડે છે ! બીજે ના દોડવું હોય ! પોતાની મુસીબતમાંથી પોતે જ માર્ગ કાઢવો હોય, તો તેનો એક. સિદ્ધ કિમિયો છે. વ્યાકરણ શાસ્ત્રના પહેલા પુરુષ એકવચન “હું” ને ત્રીજા પુરુષ એકવચન “તે”માં પલટાવી નાંખો. બસ, આટલું કરી શકશો, તો બેડો પાર. દૃષ્ટાંત તરીકે તમારું નામ દીનાનાથ હોય અને તમે પોતે કોઈ મુંઝવણમાં આવી પડ્યા હો, તો થોડા સમય માટે આફતમાં આવી પડેલો દીનાનાથ ‘હું' છું તે ભૂલી જાઓ, એને બદલે આફતમાં આવેલો પેલો બિચારો દીનુ ‘તે' છે, એમ માનીને એ બિચારા દીનુને મદદ કેવી રીતે કરી શકાય એનો વિચાર કરવા લાગો. પહેલા પુરુષ એકવચનમાંથી ત્રીજા પુરુષ એકવચનમાં તમારી જાતને તમે પલટાવી શકશો, તો એનું પરિણામ સચોટ આવશે. અખતરો કરી જોજો. (૪) શ્રીનમસ્કાર મહામંત્રના એક જ અક્ષરના રટણથી નિમિષમાત્રમાં અનંતા ભવનાં ધર્મ-ચિંતન ૦ ૩૨૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ કર્મોની નિર્જરા થાય છે, એ વાત ઉપર એક સજ્જને શંકા ઉઠાવી. એમને માટેનો જવાબ , આ રહ્યો : જે જ્યારે બને છે, તે ત્યારે, આંખના પલકારામાં જ બને છે. વિજળીના દિવાની ચાંપ દબાવો ત્યારે નિમિષમાત્રમાં જ પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય છે. એવી જ રીતે, શ્રીનમસ્કાર મહામંત્રના એક અક્ષરમાં પણ જેનું ચિત્ત લાગી ગયું, તેના અનંતા ભવોનાં કર્મોનો ક્ષય એક નિમિષમાત્રમાં જ થાય છે. “સવાલ હવે રહ્યો એ લયલીનતાને સિદ્ધ કરવાનો. એમાં કેટલો સમય વીતે છે, એનો વિચાર કરતાં એમ જણાયા વિના નહિ રહે, કે, અનંતા ભવોમાં અનંત કાળથી ભટકાયા કરતા જીવને, એવી લયલીનતા પ્રગટાવવા માટે કદાચ બે, પાંચ કે પચીસ ભવ વીતે, વીતાવવા પડે તો તે કાળ પણ, વીતી ચૂકેલા અનંત કાળની અપેક્ષાએ નિમિષમાત્ર જ ગણાય.' 000 આત્મભાવ આયુષ્ય જેટલું વધારે તેટલી તેની શુભ અસર વધારે!... પરભાવ આપણને બોલાવતો નથી. આપણે જ તેના તરફ ખેંચાઈએ છીએ. સદ્ભાવની વધઘટ ઉપર, જીવમાત્રના ઉત્થાન-પતનનો આધાર છે. ' સદ્ભાવ વધે એટલે સંસારના ઊંચામાં ઊંચા પદાર્થો પગમાં આળોટે. પરભાવ વધે એટલે પેટ ભરવા પૂરતું પણ ન મળે.' ધર્મચક્રવર્તી શ્રી અરિહંત પરમાત્માના ગુણ રૂ૫ અષ્ટ મહાપ્રાતિહાર્ય એ ઉત્કૃષ્ટતમ સ્વભાવમયતાનું અનન્યતમ પ્રતીક છે. આત્માની શક્તિ અમાપ, અચિંત્ય અને અનંત છે. કર્મોના કાચા માલમાંથી તે જે શરીરોની રચના કરે છે, તે તેનો જીવતો, જાગતો પુરાવો છે. ગુલાબની એક પાંખડી કે મોરનું એક પીછું કોણ બનાવી શકે ? આત્માશક્તિનો તે પુરાવો છે. ઘર છોડીને બહાર ભટકવું જેટલું દુઃખદાયી છે, તેથી વધુ કષ્ટદાયક આત્મભાવને છોડીને પરભાવમાં ભટકવું તે છે. ૩૩૦૦ ધર્મ-ચિંતન Page #348 -------------------------------------------------------------------------- ________________ સાધનાત્રયી વનવાસી (અનુભવસિદ્ધ આ લાખણ સાધનામાં સચોટપણે સહાયભૂત થાય તેમ છે. સં.) (૧) જાપ કરનારા કોઈ કોઈ મિત્રો પૂછે છે, “જાપ ઝટ ફળતા કેમ નથી ?' હું શું જાણું ? હું તો પૂછું. જવાબ મળે તો ધન્યભાગ્ય ! “હં....શું કહ્યું?...હા જી, બોલો, સાંભળું છું.” ઉતાવળે આંબા પાકતા નથી. નિશ્ચિત સમય અને નિશ્ચિત સંખ્યાનો મેળ બેસાડવા જતાં ગરબડ થઈ છે. એ ના થાય તો આંબો ઉગે પણ ખરો ને પાકે પણ ખરો. ઉચ્ચાર સ્પષ્ટ જોઈએ. ગીત ગાતા હોય તે વખતે જે રીતે બોલાય છે, તેટલી જ સ્પષ્ટતાથી અને એટલી જ ધીમી રીતે જાપ ચાલવા જોઈએ. ગીત ગાવા જેટલો વિલંબ ના કરવો હોય તો કંઈ નહિ, ચાલશે, પણ એક એક પદ સ્પષ્ટ તથા પૂર્ણ હોવું જોઈએ. ચિત્તની પ્રસન્નતાનો પ્રકાશ મુખ ઉપર સ્પષ્ટ દેખાવો જોઈએ. સ્મિતભર્યા ચહેરે, સમયનો ખ્યાલ રાખ્યા વિના જાપ કરો, અવશ્ય ફળશે. સંખ્યા નક્કી કરો પણ તેની સાથે સમયને બાંધશો નહિ. સમય ધારવામાં વાંધો નહિ, પણ જાપને મુખ્ય રાખી સમયને ગૌણ બનાવીને ચાલો. સમય વધી જાય તો ફિકર નહિ, પ્રમાદ નહિ લેવાયો હોય તો વિમાન એના મથક ઉપર તદ્દન સહિસલામત ઉતરશે.” ધ્યાન, જપ, ઉપાસના આદિ દરમિયાન મન એના સ્વભાવ મુજબ જ્યાં ત્યાં ભટકતું હોય અને કાબૂમાં આવતું ના હોય, તો એને નાથવાના કેટલાક ઉપાયો છે. એમાંનો એક ઉપાય નીચે આલેખ્યો છે. અજમાવી જો જો. સિદ્ધ ઉપાય છે. સાધ્યનું સાકાર નિરાકાર જે આલંબન હોય એને જાપ કે ધ્યાન ઇત્યાદિના પ્રારંભ પહેલાં ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કહી દેવું - જુઓ, હવે હું ધ્યાન, જપનો પ્રારંભ કરું છું. તે પહેલાં મારું આ ચંચળ મન છે, તે તમને સોંપ્યું. હા, હવે એ ક્યાંય પણ આડુંઅવળું જાય, તો જવાબદારી તમારી ! મારે હવે એની સાથે કંઈ લેવા-દેવા નથી. હવે તમે જાણો ને તમારું કામ જાણે.” આટલું બોલીને ઉપાસનાનો પ્રારંભ કરી દેવો. સાધ્ય સાથે આત્મીયતા કેળવાઈ ધર્મ-ચિંતન • ૩૩૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ હોય તો ‘તમે'ને બદલે ‘તું' શબ્દ પણ વાપરી શકાય. પ્રયોગ કરી જો જો, નિષ્ફળ નહિ જાય એકદમ જો ના ફળે તો પછી સાધ્યઉપાસ્ય સાથે એ વાતનો ઝગડો કરજો, આંખમાંથી આંસુ નીકળે તો સમજજો કે ઝગડો ખરા દિલથી થઈ રહ્યો છે. શ્રદ્ધા રાખીને પ્રયોગ કર્યા કરજો, અવશ્ય ફળશે, એક ખાસ વાત પૂર્ણાંશે કે અલ્પાંશે પણ પ્રયોગસિદ્ધ થાય તો દેવાધિદેવનો આભાર માનવાનું ભૂલતા નહિ. ચરણમાં ભાવથી આળોટી પડજો. આરાધનાના પ્રત્યેક પ્રસંગે પ્રારંભમાં એનું શરણું સ્વીકારી લેજો અને પ્રત્યેક પૂર્ણાહુતિ પ્રસંગે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ભૂલશો નહિ. આભાર. (૩) ‘સાધકની સમક્તિરંગી સાધનાનો સુવર્ણરથ સમ્યગ્ માર્ગ ઉપર પ્રગતિ કરી રહ્યો, હોવાની કોઈ સંજ્ઞા (નિશાની) ખરી ?' “સંજ્ઞાઓ તો ઘણી હોય છે.” “કાળસભાનતા' (I me Consciousness) એમાંની એક સંજ્ઞા છે. સાધક જ્યારે સંસાર-વ્યવહારનાં અનિવાર્ય કાર્યોમાં રોકાયેલો ના હોય, ત્યારે સમક્તિરંગી સાધકની એક એક પળનો વ્યય કંઈ ને કંઈ સ્વ-પરહિતપ્રદ કાર્યમાં જ થતો હોય, દ્રવ્યથી કે ભાવથી. એના અંતઃકરણમાં સાધ્યનું સ્મરણ હોય શ્રીનમસ્કાર મહામંત્રના રટણ દ્વારા શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને ભાવવંદન ચાલતું હોય, ‘જીવમાત્રનું કલ્યાણ થાઓ,' એવી ભાવનાથી એનું હૈયું ભર્યું ભર્યું હોય. આ સિવાયની એક પળનો પણ નિરર્થક કાળક્ષેપ થતાં સાધકના દિલમાં વેદના થવા માંડે, ત્યારે સમજવું કે ગાડી પાટા ઉપર ચડી ગઈ છે. અનાદિઅનંત આ વિશ્વમાં એક કાળ (Time) જ એવી વસ્તુ છે. જેને ગૂમાવ્યા પછી પાછો મેળવી શકાતો નથી બીજું બધું જ પાછું મેળવી શકાય છે. નવા નવા સ્વરૂપે અને નવાં નવાં શરીરોમાં જિંદગીઓ પાછી મેળવી શકાય છે, ધન, દોલત, વૈભવ ઇત્યાદિ બધું જ પાછું મેળવી શકાય છે, પરંતુ ગયેલા સમયને પાછો મેળવી શકાતો નથી. આ વાતની સમજણ સાધકના ‘અનુભવમાં આવે' અને એક પળનો પણ નિરર્થક કાળક્ષેપ એના કાળજામાં કાંટા વગાડવા લાગે, ત્યારે સમજવું કે સાધનાનો ૨થ સમ્યગ્ ચીલા ઉપર ચડી ચૂક્યો છે.” ૩૩૨ ૦ ધર્મ-ચિંતન Page #350 -------------------------------------------------------------------------- ________________ શાસન ભક્તિ શ્રી પ્રભુદાસ બેચરદાર પારેખ (દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માના પરમતા૨ક શાસન પ્રત્યેની નિષ્ઠામાંથી જન્મેલો આ લેખ, ખૂબ જ ઉપયોગી છે. સં.) મોક્ષમાર્ગની સામગ્રી પૂરી પાડનાર શ્રીતીર્થંકર ભગવંતોએ સ્થાપેલી શ્રીજૈનશાસન સંસ્થા સદા વિજયવંત છે. તેના સંચાલક શ્રમણ પ્રધાન ચતુર્વિધ શ્રીસંઘમાં સદા દીવાળી પ્રવર્તમાન હોય છે. કારણ કે—દેવ-ગુરુ-ધર્મની ભક્તિ અને આરાધના નિમિત્તે મહાતીર્થ, કલ્યાણક ભૂમિઓ, મહાપર્વો, કલ્યાણક દિવસો, મહાઅઠ્ઠાઈઓ, અઠ્ઠાઈ મહોત્સવો, અંજનશલાકા ઉત્સવો, વ્રતોના ઉદ્યાપનો, સાધર્મિક વાત્સલ્યો, નમુક્કારશી, તપ-જપ, પૂજા-મહાપૂજા, ઉપધાન, પ્રભાવના, ભાવના, દીક્ષા-મહોત્સવો, પદ-પ્રધાન, આગમભક્તિ, જ્ઞાન-પૂજા, સ્નાત્ર પૂજા, મૌન એકાદશી, અક્ષય-તૃતીયા, શ્રીપર્યુષણા મહાપર્વ, આદિ નિમિત્તરૂપ શુભ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રયીને દાન શીલ, તપ, ભાવ વગેરેના નિમિત્તભૂત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ મહાતીર્થો કલ્યાણક-ભૂમિઓ, દેવગૃહેશ્વરો વગેરેમાં ક્યાંક ને ક્યાંક પ્રવર્તતા જ હોય છે. યુગાદિજિનેશ્વર પ્રભુથી માંડીને આજ દિવસ સુધી અનેક નિમિત્તોથી જૈન-શાસનમાં અને શ્રીસંઘમાં સદા દીવાળી પ્રવર્તમાન છે. મોક્ષમાર્ગમાં આધ્યાત્મિક વિકાસના પ્રબળ નિમિત્તરૂપ આ ઉત્તમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ નિમિત્તોના આશ્રયથી અનાયાસે જ બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, ગ્રામીણો, યુવકો, વગેરેને મજબૂત રીતે, તાલીમપૂર્વકનું (ધર્મજ્ઞાન) ધાર્મિક-જ્ઞાન મળે છે. અનુભવ મળે છે. ધાર્મિક પ્રતીકો અનાયાસે જ ગૂઢ જ્ઞાન આપે છે. વિચાર કરનારાઓને મોક્ષ માર્ગના ઉત્તમ રહસ્યોના જ્ઞાન અને અનુભવ સુધી પહોંચાડી દેતા હોય છે. રમતનું શાસ્ત્ર ભણનાર કરતાં તેની રોજની પ્રવૃત્તિ સિદ્ધ-હસ્ત રમનાર તૈયા૨ કરી શકે છે. માટે શાસ્ત્રાભ્યાસી ધાર્મિક શિક્ષણ-બોધરૂપ ધાર્મિક શિક્ષણ—આપે છે. પરંતુ જીવનમાં અમલરૂપ, પ્રેકટીકલ-ધાર્મિક-શિક્ષણ તો ઉપર જણાવેલા નિમિત્તો જ આપે છે. કેમ કે ભણીને પણ કરવાનું તો એ જ હોય છે ને ? તે વિના ભણતરનો ઉપયોગ થઈ શકતો નથી. માટે જો શ્રીજૈન-શાસનને સદા દીપતું રાખવું હોય તો ઉ૫૨ની નાની-મોટી પ્રવૃત્તિઓ સદાએ શ્રીસંઘમાં દેદીપ્યમાન રીતે યથાશક્તિ ચાલવી જ જોઈએ. અને સાથે ધર્મ-ચિંતન ♦ 333 Page #351 -------------------------------------------------------------------------- ________________ જ બોધરૂપ જ્ઞાન સદ્ગુરુ દ્વારા જ અથવા સદ્ગુરુના આજ્ઞાંકિત દ્વારા જ મેળવવાના પ્રયત્નો પણ આવકારપાત્ર છે. આ પ્રવૃત્તિઓ ભાવ જગાડવામાં પ્રબળ નિમિત્તભૂત છે. જાગેલા ભાવને વધારે છે. જાગતા ભાવને ચાલુ ટકાવે છે. ભાવને પડવા ન દેતાં ટકાવવામાં આલંબન રૂપ આ પ્રવૃત્તિઓ બને છે. જો કે–આરાધકોના ભાવોમાં અનેક જાતની તરતમતાઓ હોય જ, એ સ્વાભાવિક છે. કેમ કે-દરેકની આંતરિક યોગ્યતા, આત્મવિકાસ પરિસ્થિતિ, પૂર્વ ભવના કર્મોના પાપ પુણ્યના ઉદયાદિક વગેરે અલગ-અલગ હોય છે. તેમ છતાં શ્રીસંઘના સામુદાયિક પ્રસંગો જેમ વર્ષાદની ઋતુમાં બધે ભેજ વાળી હવા અને પાણી પાણી વ્યાપી જાય છે. તેમ એક ધર્મમય વાતાવરણ સર્જે છે. જેથી એક સમૂહાત્મક પ્રેરણાનો પ્રવાહ વહે છે. જેમાંથી ન સમજાય તેવી રીતે-અગમ્ય રીતે-અનેક પ્રકારે આત્મિક લાભો ઉઠાવીને ભવાંન્તરને માટે ઉત્તમ સામગ્રી મેળવી માનવભાવ સાર્થક કરી લેવાતો હોય છે. કોઈ અધિકારી જીવો તેનો ગેરલાભ પણ ઉઠાવે, જેને ધ્યાનમાં લઈ શકાય જ નહીં. અને એ ઉપરથી પ્રવૃત્તિઓ બંધન કરી શકાય નહિ ભિખારીઓ માંગવા આવશે, માટે રસોઈ જ ન કરવી. એમ કરી શકાય નહીં. સંસાર તો એવા વાતાવરણોથી ભરેલો જ હોય છે. તેમાંથી બચાવીને આત્માને ઊંચે ચડાવવા માટે આવી પ્રવૃત્તિઓ હોય છે. હલકા પ્રકારના ઉદાહરણો લેવાના જ ન હોય. ઉત્તમ ઉદાહરણો જ લેવાય. દેશ-સેવા, પ્રજા-સેવા, જ્ઞાતિ-સેવા, ગ્રામ-સેવા કુટુંબ-સેવા, સમાજ-સેવા, રાજય સેવા, ગરીબ સેવા, દીન-હીનની-સેવા, વડીલોની-સેવા, વગેરેનો મુખ્યપણે ધર્મસેવામાં જ સમાવેશ થાય છે. સર્વ પ્રકારના શિક્ષણો તેમાં જ સમાયેલા છે. તે વિના તમામ એકડા વિનાના મીંડા રહે છે. એ સૌની સેવા કરવાનું શીખડાવે છે ધર્મ જ. ધાર્મિક જ તે સર્વ સેવા વિવેકપૂર્વક કરી શકે છે. સર્વ પ્રકારના કર્તવ્યોનું ઉચિતભાનજ્ઞાન, પ્રેરણા ધર્મ જ આપે છે. માટે ધર્મને, ધર્મની સેવાને, સામે રાખીને દરેક પ્રકારની ઘટતી પ્રાસંગિક સેવા સુસંગત સેવા બને છે. ધર્મનો આશ્રય ઘણા અનિષ્ટોમાંથી રક્ષણ આપે છે. આંતરિક અને બાહ્ય શત્રુઓને પણ દૂર રાખે છે. પ્રપંચોને ફાવવા દેતો નથી. પ્રજાને લાંબો કાળ સુધી ટકાવે છે, જીવાડે છે. પ્રફુલ્લ રાખે છે. સંસ્કૃતિનું રક્ષણ કરી, માનવો આદિ પ્રાણીઓનું પણ રક્ષણ કરે છે. તે સિવાય પરિણામે વિનાસના માર્ગ સિવાય બીજું હાથ લાગી શકવાની સંભાવના જ નથી. ન્યાય, કાયદા, મર્યાદા, નિયમો, શિસ્ત, પરોપકાર, સત્ય, પ્રમાણિકતા, નીતિ, સદાચાર વગેરેની. આવશ્યકતાઓ પણ ધર્મે જ ઊભી કરી છે. અથવા તે સર્વની આવશ્યકતા ધર્મની જ ૩૩૪૦ ધર્મ-ચિંતન Page #352 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકતા પૂરવાર કરે છે. તે સર્વને ટકવાની આધાર શીલા ધર્મ જ છે. ધર્મ જ તે સૌનો પ્રાણ છે ભલે પછી શબ્દથી ધર્મ સ્વીકારવામાં આવે કે ન આવે પણ તેના વિના ચાલવાનું જ નહીં. ઉત્સર્ગ, અપવાદનો આશ્રય લઈને વિધિ, ભક્તિ, ભાવના અને યતનાપૂર્વક યથાશક્ય ચાલતી આ પ્રવૃત્તિઓનો કોઈ પણ બહાને, તેમાં થતા ખર્ચને ઓછા કરવાને બહાને, ધર્મ તરફની અણસમજથી, કોઈની ઉંધી દોરવણીથી કે એવા બીજા નિમિત્તોથી એકાંતે કરવા જેવી ઉપરની પ્રવૃત્તિઓનો—વિરોધ કરવો તે સકળ જીવહિતિવરોધનું કાર્ય છે. તે વિરોધમાં ભળવું તે અથવા તેના વડે ભોળવાવું તે શ્રીજિનાજ્ઞા વિરુદ્ધનું છે. આપણી બધી શક્તિઓનો સંબંધ શ્રીતીર્થંક૨ ૫૨માત્મા પ્રરૂપિત અનુષ્ઠાનો, પ્રતીકો અને તેના મૂળમાં વહી રહેલા સર્વ કલ્યાણના અચિંત્ય ઉપકારક મહાભાવ સાથે થવો જોઈએ, ટકવો જોઈએ તેમ જ વ્યાપક પણ બનવો જોઈએ. સાચું સુખ બધા દુઃખનું મૂળ પાપ પ્રત્યે પક્ષપાત અને પુણ્ય પ્રત્યે અણગમો છે. તેમ થવાનું કારણ, કાર્યકારણ ભાવનું અજ્ઞાન છે. કારણને અનુરૂપ કાર્ય હોય છે. પાપ પરને દુ:ખ સ્વરૂપ છે. તેથી પાપ દુઃખમાં ફળે છે. પુણ્ય પરને સુખસ્વરૂપ છે. માટે તે સુખમાં ફળે છે. સાચું સુખ મોક્ષમાં છે. મંત્ર એટલે ગુપ્ત મંત્રણા મંત્ર એટલે ગુહ્ય ભાષણ, ગુપ્ત વાતચીત. આત્માનું પરમાત્મા સાથે ગુહ્ય ભાષણ જે પદોથી થાય છે, તે પદોને મંત્ર-પદો કહે છે. ગુહ્ય ભાષણ એટલે અન્ય કોઈની હાજરી વિના, જાહેરાત વિના સ્વ સાક્ષીએ આત્મા પરમાત્મા છે. સર્વે આત્મા તત્ત્વથી પરમાત્મા છે. સર્વે નીવાત્મનઃ તત્ત્વતઃ પરમાત્મનઃ વ અથવા તતયા પરમાત્મા વ નીવાત્મા આ જાતિનું પોતાના આત્મામાં જ પોતાના શુદ્ધ સ્વરૂપનું જે મનન તેને જ મંત્ર એવી સંજ્ઞા આપવામાં આવે છે. પુનઃ પુનઃ તે મંત્રણા, ગુહ્ય કથન, એ પોતાનો સંકોચ સ્વરૂપનો ત્યાગ કરાવી, નિઃસીમ સ્વરૂપનું ભાન કરાવે છે અને તે ભાન જેમ જેમ દૃઢ થતું જાય છે તેમ તેમ સંકલ્પ વિકલ્પોમાંથી મુક્તિ મેળવી નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ કરાવે છે. તેને નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ અથવા સ્વશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે. મંત્ર એટલે મંત્રણા. ગુપ્ત મંત્રણા. ધર્મ-ચિંતન ૦ ૩૩૫ Page #353 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ્યાનની ચાર ભાવના શ્રી બાબુભાઈ સંઘવી મૈત્રીભાવના સર્વજીવ સાથે મિત્રતાનો ભાવ ચિન્તવવો–કોઈનું માઠું ચિંતવવું નહિ, પણ સર્વનું ભલું ચાહવું. સર્વજીવ ઉપર હિત બુદ્ધિ રાખવી, તે મૈત્રીભાવના. પ્રમોદ ભાવના જ્ઞાનાદિક ગુણ અને તેને ધારણ કરનાર ગુણવંત જીવો ઉપર રાગ ધારણ કરવો, અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને સ્યાદ્વાદધર્મનો યોગ મળ્યો છે, તેનો હર્ષ ધારણ કરવો, ફરી તેનો વિરહ ન પડે તે માટે ભય ધારણ કરવો, તે પ્રમોદભાવના. કરુણાભાવના સર્વજીવોને પોતાની તુલ્ય જાણી દયા પાળે, કોઈને હણે નહીં, દુઃખીના દુઃખને ટાળવાનો પરિણામ અને ધર્મહીન જીવ ક્યારે ધર્મ પામે તથા આત્મસાધન કરી સ્વરૂપલાભ પામે, એવાં પરિણામ તે કરુણાભાવના. માધ્યસ્થભાવના ધર્મદ્રષી, હિંસક, કુરકર્મી એવા જીવો ઉપર ન રાગ કરવો, ન ધેષ કરવો, કિન્તુ મધ્યસ્થભાવ ધારણ કરવો. ઉપદેશ વગેરે વડે સન્માર્ગે આવે તો લાવવો, ન આવે તો પણ દ્વેષ ન રાખવો, કેમ કે તે અજાણ છે, એમ સમજવું. એવાં જે પરિણામ તે માધ્યશ્મભાવના. આ ચાર ભાવના ધર્મધ્યાનની છે. ધર્મધ્યાન ન હોય તો તે લાવે છે, હોય તો તેની વૃદ્ધિ કરે છે. કહ્યું છે કે 'आत्मानं भावयन्नाभिर्भावनाभिर्महामतिः । त्रुटितामपि संधत्ते विशुद्धां ध्यानसंतति' ॥१॥ આ ચાર ભાવનાઓ વડે પોતાના આત્માને ભાવિત કરતો એવો મહામતિમાનું પુરુષ નિર્મળ એવા ધર્મધ્યાનને તૂટતું હોય તો સાંધે છે અને તૂટતું ન હોય તો તેને અખંડિત રાખે છે. સર્વ કોઈ યા ચાર ભાવનાઓ વડે ધર્મધ્યાનનું રક્ષણ કરનારા થાઓ, એ જ એક ભાવના. ૧. શ્રીમદ્ દેવચંદ્રજી કૃત “આગમસાર'ના આધારે. ૩૩૬ - ધર્મ-ચિંતન Page #354 -------------------------------------------------------------------------- ________________ ધર્મરત્ન ડૉ. વલભદાસ નેણસીભાઈ (મનનીય વિચાર-કણિકાઓ, રત્નના કિરણોની જેમ આ લેખમાં ઝળહળે છે. સં.) સદ્ગુરુના ઉપદેશથી, અભ્યાસથી, વૈરાગ્યની જીવ ધર્મરત્વ પામી શકે છે. અભ્યાસ ચાર પ્રકારે : સૂત્રાભ્યાસ, અર્ધાભ્યાસ, વસ્તુ અભ્યાસ, અનુભવ અભ્યાસ. ચક્ષુનો વિકાર નષ્ટ થાય તો : જ્ઞાન નિર્મળ થાય. મનનો વિકાર નષ્ટ થાય તો : જીનવચનમાં પ્રતીતિ થાય. (દર્શનશુદ્ધિ) નાકનો વિકાર નષ્ટ થાય તો : ચારિત્ર ગુણની સુવાસ આવે. જીલ્લાનો વિકાર નષ્ટ થાય તો : આત્મિક અનુભવ રસાસ્વાદ પામે. સ્પર્શનનો વિકાર નષ્ટ થાય તો : સ્વભાવની રમણતા પામે. ધનંબળથી દાન દેવાય. શરીરબળથી તપ થાય. મનોબળથી શીલ પમાય. જ્ઞાનબળથી ભાવૃદ્ધિ થાય. શાતા-અશાતા જીવવિપાકી છે, માટે આત્માશ્રિત છે અને તજજન્ય, સુખ-દુ:ખ પુદ્ગલાશ્રિત છે. નિમિત્ત આલંબનમાં જીવ પંચપરમેષ્ઠિનું સ્મરણ કરે તો ઔદયિક કર્મનું નિવારણ થાય. . ' અરિહંતના આલંબનથી : રાગ-દ્વેષ નષ્ટ થાય. સિદ્ધના આલંબનથી–અરૂપી ભાવ પામે. આચાર્યના આલંબનથી : પંચાચાર પ્રવર્તન સુલભ થાય. ઉપાધ્યાયના આલંબનથી : સૂત્રાર્થના અભ્યાસની સુલભતા થાય. સાધુપદના આલંબનથી : મુક્તિમાર્ગનું સાધન થાય. ઉદીત કર્મને જે રીતે વેદ, તે રીતે નવીન કર્મ બંધાય. ધર્મશ્રવણ અને ધર્મ સૂત્રાભ્યાસની ઉદ્યમ, રુચિ, સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ કરાવે. તત્ત્વાતત્ત્વ ગવેષણા બુદ્ધિથી સમ્યજ્ઞાન ગુણની પ્રાપ્તિ થાય. ધર્મ-ચિંતન ૩૩૦ Page #355 -------------------------------------------------------------------------- ________________ વિષય-કષાય તથા પ્રમાદનો ત્યાગ કરવાથી ચારિત્રગુણ પ્રગટે છે. આત્મસ્વરૂપમાં લીનતા, એકતા અને ધ્યાનથી વીર્યગુણ પ્રગટે. મનોયોગમાં શ્રદ્ધાન છે, વચનયોગમાં જ્ઞાન છે. કાયયોગમાં ચારિત્ર છે. રુચિ પરિણામે વીર્ય પ્રવર્તે છે. નામ જીનનું સ્થાનક જિલ્લા છે. સ્થાપના જીનનું સ્થાનક ચક્ષુ છે. દ્રવ્ય જીનનું સ્થાનક મનોયોગ છે. ભાવ જીનનું સ્થાનક હૃદય છે. જગતમાં મુખ્યપણે જીવ અને અજીવ બે રાશિ છે. તે બે રાશિ છ દ્રવ્ય સ્વરૂપે છે. તે છ દ્રવ્યોનું નવ તત્ત્વાત્મક ભાવોવાળું સંપૂર્ણ જગતનું સ્વરૂપ જાણવા યોગ્ય છે. .. ઘણો રાગ તે દષ્ટિરાગ નહીં, પણ દોષોને ગુણ કરીને જાણે તે દૃષ્ટિરાગ. અરિહંતાદિ ચારનું શરણ , અરિહંતાદિના શરણમાં તથા સાધર્મિક વાત્સલ્યમાં મૈત્રાદિ ચારે ભાવનાઓ અંતર્ગત છે. (૧) અરિહંત શરણ : મૈત્રીભાવના. (૨) સિદ્ધનું શરણઃ પ્રમોદભાવના. (૩) સાધુનું શરણ કરુણાભાવના. ણ : માધ્યશ્મભાવના. અથવા ચારેમાં ચારે ભાવના રહેલી હોવાથી શરણ્ય છે. ભાવશરણ ભાવનાઓનું છે. ભાવનાઓ અશરણ્યને શરણ અને અસહાયને સહાય આપે છે. દુર્ગાનજનિત વિકલ્પો અશરણ છે. ભાવનાઓ જનિત શુભ ધ્યાન એ શરણ છે. અરિહંતાદિ ચારનું શરણ એ સામાન્યનું શરણ છે. ચારમાં રહેલી ચાર ભાવનાઓનું શરણ એ તેઓમાં રહેલી વિશેષતાઓનું શરણ છે. સામાન્ય વિનાનું વિશેષ અને વિશેષ વિનાનું સામાન્ય ખપુષ્પવતુ છે. તેથી સામાન્ય વિશેષ ઉભયાત્મક અરિહંતાદિનું શરણ એ જ સાચું અને પરમાર્થ શરણ છે. ૩૩૮ - ધર્મ-ચિંતન Page #356 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્ર અંગે મનનીય વક્તવ્ય (તા. ૫-૨-૧૯૬૧ ને રવિવારના રોજ મુંબઈમાં યોજાયેલ “શ્રીનમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) પ્રકાશન-સમારંભ નિમિત્તે શેઠશ્રી અમૃતલાલ કાલિદાસ દોશીએ રજૂ કરેલ મનનીય વક્તવ્યમાંથી.) શ્રીનમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ)ના પ્રકાશન સમારંભના શુભ પ્રસંગે શ્રીપંચમંગલ-મહાશ્રુતસ્કંધ અપરનામ શ્રીનમસ્કાર મહાસૂત્ર કે શ્રીનમસ્કાર મહામંત્ર વિષયક મારા અભ્યાસનો આછો ખ્યાલ આપવો જોઈએ તે દૃષ્ટિથી બે બોલ આપ સમક્ષ રજૂ કરું છું. જ્યારે કોઈ પણ શબ્દનો આપણે વિચાર કરીએ ત્યારે તેના સ્વરૂપ, અભિધેય અને તાત્પર્યનો વિચાર કરવો જોઈએ અને તે પ્રમાણે કરીએ તો તે વિશે મહદ્ અંશે સંપૂર્ણ વિચાર કર્યો ગણાય. શ્રીનમસ્કાર મહાસૂત્ર કે મહામંત્રનું સ્વરૂપ વાણીના સ્વરૂપમાં સમાવિષ્ટ થાય છે, તેથી વાણીના સ્વરૂપનો વિચાર શાસ્ત્રીય પદ્ધતિથી કર્યો અને તે નીચે પ્રમાણે :: વાણીના દ્રવ્ય અને ભાવ એમ બે ભાગ છે. દ્રવ્ય વાણીના પણ દ્રવ્યાત્મિક અને પર્યાયત્મિકા એ પ્રમાણે બે પેટા વિભાગ છે. દ્રવ્યાત્મિકાવાણી શબ્દપુદ્ગલરૂપા છે, જે સંજ્ઞા અક્ષર છે અને પર્યાયાત્મિકાવાણી શ્રોત્રમ્રાહ્યપરિણામાપના છે, જેને વ્યંજનાક્ષર અથવા વૈખરી કહેવાય છે. ભાવવાણી (લબ્ધિ અક્ષર)ના બે પેટાવિભાગ છે. એક વ્યક્તિ બોધ-ઉપયોગ) જે મધ્યમા કહેવાય છે અને બીજો શક્તિ (ક્ષયોપશમ શક્તિરૂપા) જેને પશ્યન્તી કહેવાય છે. દ્રવ્યાત્મિક વાણી (સંજ્ઞા અક્ષર) પ્રથમ નમસ્કાર મહામંત્રનો શબ્દપુદ્ગલરૂપ દેહ અથવા તેના સંજ્ઞા અક્ષરોનો વિચાર અથવા તેની લિપિનો વિચાર તે નમસ્કાર મહામંત્ર વિશે દ્રવ્યાત્મિકા વાણીનો વિચાર છે. પર્યાયાત્મિકા વાણી (વ્યંજનાક્ષર) | નમસ્કાર મહામંત્ર વિશે અમે પર્યાયાત્મિકા વાણીનો જે વિચાર કર્યો તે દર્શાવીએ છીએ. નમસ્કાર મહામંત્રના ઉચ્ચારણ માટે– (૧) યોગા વીર્ય વડે શબ્દ પ્રયુક્ત થાય છે તેથી તેનો ઉદ્દભવ વાણીના યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને તેઓનું ઉપાદાન કરીને) ધર્મ-ચિંતન ૩૩૯ Page #357 -------------------------------------------------------------------------- ________________ (૨) તે તે સ્થાને તેઓને વર્ણરૂપે પરિણામાવીને (૩) તેમનું આલંબન કરીને. (૪) તેમને છોડવા પડે છે. (વિસર્જન કરવાથી શબ્દ થાય છે.) આ પ્રકાર વડે નમસ્કાર મહામંત્ર શ્રોત્રગ્રાહ્યપરિણામને પ્રાપ્ત થાય છે. આવા પરિણામને પ્રાપ્ત થયેલો પાઠ વ્યંજનાક્ષરૂપે પરિણત થયો કહેવાય છે અને તે પ્રસંગે વાણીની વર્ણોત્પાદક વૈખરી અવસ્થા હોય છે. આને માટે શાસ્ત્રમાં નિર્ણિત ઉચ્ચારણ પદ્ધતિ નીચે પ્રમાણે મળે છે : સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ તથા અક્ષર જરા પણ ન્યૂન ન આવે તેવી રીતે પદચ્છેદ, ઘોષબદ્ધતા, આનુપૂર્વી, પૂર્વાનુપૂર્વી તથા અનાનુપૂર્વીથી ખૂબ વિશુદ્ધ રીતે યોગ્ય સમયે એક એક અધ્યયન ભણવું અને તેને હૃદયમાં સ્થિર અને પરિચિત કરવું. જૈન ધર્મનો પ્રથમ આચાર જ્ઞાનપ્રાપ્તિનો છે અને તેને માટે જે આઠ નિયમો ઘડવામાં આવ્યા છે તેના છઠ્ઠા નિયમમાં એવું સ્પષ્ટ પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સૂત્રના દરેક વર્ણનો ઉચ્ચાર શુદ્ધ કરવો, તાત્પર્ય કે જેઓ સૂત્રપાઠ અશુદ્ધ બોલે છે. તે જ્ઞાનાચારને યથાર્થ જાળવતા નથી અને તેથી દોષપાત્ર થાય છે. તે સૂત્રજ્ઞાન આપવા માટેની પ્રક્રિયાના જૈન શાસ્ત્રકારોએ છ અંગ માનેલાં છે, આ પ્રમાણે છે : (૧) સંહિતા એટલે તેનો ઉચ્ચારણવિધિ શીખવવો. (૨) પદ એટલે સૂત્રનાં પદો જુદાં પાડી બતાવવાં. (૩) પદાર્થ એટલે દરેક પદનો અર્થ શીખવવો. (૪) પદવિગ્રહ એટલે સામાસિક પદોને છૂટા પાડી બતાવવા. (૫) ચાલના એટલે અર્થ સંબંધી પ્રશ્ન ઉઠાવવો કે શંકા કરવી. (૬) પ્રત્યવસ્થાન એટલે તે પ્રશ્નનો ઉત્તર આપવો કે શંકાનું સમાધાન કરવું. આ ઉપરથી વિદિત થશે કે જૈન સૂત્રો ગમે તેમ બોલી શકાતાં નથી. તેના માટે ચોક્કસ નિયમો છે. અનુયોગદ્વારના પૃષ્ઠ ૨૪૧ પરના ૧૫૧મા સૂત્રમાં કહ્યું છે કે : सुत्त उच्चारेअव्वं अक्खलिअं अमिलिअं अवच्चामेलियं पडिपुण्णं पडिपुण्णघोसं कंठोट्ठविप्पमुक्कं गुरुवायणोवगयं । ૩૪૦ ૦ ધર્મ-ચિંતન Page #358 -------------------------------------------------------------------------- ________________ અર્થ સૂત્રનો ઉચ્ચાર અખ્ખલિત, અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પરિપૂર્ણ, પરિપૂર્ણ ઘોષયુક્ત, કંઠ અને ઓષ્ઠથી વિપ્રમુક્ત અને ગુરુવારના પ્રમાણે કરવો છે. મહાપુણ્યના કારણે બાંધેલા તીર્થકર નામકર્મના ઉદયથી શ્રીઅરિહંત ભગવંતો ભવ્ય જીવોના સંતાપને શમાવનારા હોય છે અનેક જન્મોમાં સંચિત કરેલા મહાન પુણ્યના અતિશયથી જગતમાં કોઈને તોલે ન આવે એવા અતુલ બલ, વિર્ય, ઐશ્વર્ય, સત્ત્વ તથા પરાક્રમ તેમનામાં હોય છે. એ જ રીતે અનેક અતિશય તેમ જ ગુણસંપદા સહિત પૂર્વે કહેલા અર્થને સિદ્ધ કરનારા બીજા અધ્યયનનો અને અનુક્રમે બાકીના ત્રણ અધ્યયનોનો રહસ્યભૂત અર્થ અમે વિચાર્યો. શ્રુતજ્ઞાનની ઉપાસના, વાચના આદિ સ્વાધ્યાય દ્વારા સૂત્રો અને અર્થના અનુરાગી મનવાળા અને શ્રદ્ધાસંવેગથી યુક્ત, ગુરુપરંપરા દ્વારા જળવાયેલી હોવાથી ચિંતન, અનુસ્મરણ અને એકાગ્ર મનથી ધ્યાન કરવા માટે જોઈતી નામસ્થાપના વગેરેથી અનેક પ્રકારે થયેલી પાંચ પદની પ્રરૂપણા આપણને સાંપડે છે અને ચૂલિકાનો અર્થ તેના ત્રણ ઉદ્દેશો દ્વારા સંક્ષેપ અને વિસ્તારથી પણ આપણને સાંપડે છે. –તેટલા પૂરતા આપણાં સદ્ભાગ્ય છે, પરંતુ જે વ્યાખ્યા ખૂબ વિસ્તારથી અનંતગમ અને અનંત પર્યાયોથી પંચમંગલમહાશ્રુતસ્કંધના સૂત્રથી પૃથભૂત નિર્યુક્તિ, ભાષ્ય તથા ચૂર્ણિ દ્વારા અનંતજ્ઞાનદર્શક તીર્થકરોએ જેવી રીતે કરી હતી તેવી રીતે જ સંક્ષેપથી ચાલી આવતી હતી. તેનો વિચ્છેદ થયો છે અને ત્યારબાદ મહારિદ્ધિમાન પદાનુસારી લબ્ધિવાળા દ્વાદશ શ્રુતજ્ઞાનના ધારક આચાર્યશ્રી વજસ્વામીએ વ્યાખ્યા કરી હતી તે પણ ખંડિત થઈ જવાથી ઘણાં પાનાં સડી ગયાં હતાં. પરંતુ તે અત્યંત મહાન અર્થાતિશયવાળા મહાનિશીથવ્રુતસ્કંધને સમગ્ર પ્રવચનના પરમ સારભૂત પરમ તત્ત્વ તથા અર્થ,ક્ત સમજીને સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિજીએ તેનો ઉદ્ધાર કર્યો અને તે શ્રીમહાનિશીથસૂત્રમાં આપણને હાલ પ્રાપ્ત થાય છે. તે શ્રીમહાનિશીથસૂત્રના નમસ્કાર મહામંત્રવિષયક ભાગનું ભાષાંતર પ્રકટ કરવાનું સદ્ભાગ્ય આજે અમોને પ્રાપ્ત થાય છે. શ્રીનમસ્કાર મહામંત્રના અર્થની પ્રરૂપણા આ પ્રમાણે વિશેષ પ્રકારે પ્રાપ્ત થતી હોવા છતાં આપણે જે અર્થો અવધારીએ છીએ તેના અવબોધનો આધાર આપણી ગ્રહણ કિરવાની શક્તિ ઉપર રહે છે. તાત્પર્ય આવી શક્તિ પ્રાપ્ત કરવાના ઉપાયો શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ આપણે તે પ્રત્યે યોગ્ય લક્ષ્ય આપીએ તો જ સાંપડે. ધર્મ-ચિંતન • ૩૪૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રીઅમરચંદ્રસૂરિ પદ્માનંદમહાકાવ્યના મંગલાચરણમાં આવો એક ઉપાય આપણને તેની કાવ્યમયી ભાષામાં દર્શાવે છે તે આ પ્રમાણે છે : सर्वभावा यद्प्रभावाद्गीर्यन्ते जिनैरपि । शब्दब्रह्मस्वरूपेयं जयति श्रुतदेवता ॥२८॥ અર્થ –જેના પ્રભાવે જિનેશ્વરો પણ સર્વ ભાવોને કહેવા સમર્થ બને છે, તે આ શબ્દબ્રહ્મસ્વરૂપ શ્રુતદેવતા (સરસ્વતી) જયવંતી વર્તે છે. ઉપર્યુક્ત પ્રભાવ શબ્દબ્રહ્મનું કારણ અથવા પ્રધાન અવસ્થારૂપ “પર” શબ્દ છે. તેને યોગીઓ કુંડલિની કહે છે અને તેનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન નામથી મળે છે. સર્વજ્ઞપ્રણીત પિસ્તાલીસ આગમો પૈકી એક આગમ શ્રીમહાનિશીથસૂત્રમાં નિર્દેશ કરાતો શ્રીપંચમંગલમહાશ્રુતસ્કંધનો ભાગ અતિ ઉપયોગી હોવાથી તે વિષય પરત્વે ઉદ્ભવતા વિચારો મુખ્યત્વે અમે રજૂ કર્યા છે. સામ્ય ગુણનો પ્રભાવ मैत्र्यायिवासनामोद - सुरभीकृतदिङ्मुखम् । पुंमांसं ध्रुवमायान्ति, सिद्धि गांगना स्वयं ॥१॥ યોગશાસ્ત્રમાં ધર્મ ધ્યાનના ઉપકારને માટે ચાર બાબત વર્ણવેલી છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ, આ ચાર ગુણથી ધર્મધ્યાનનો ઉપકાર થાય છે. જે પુરુષોમાં આ ચાર ગુણની વાસના હોય, તે પુરુષ યોગનો, યોગવિદ્યાનો અધિકારી થઈ શકે છે. તેવા ગુણની વાસના જે પુરુષમાં હોય, તે જગતને પોતાના ગુણની વાસનાથી સુગંધી કરી મૂકે છે. એવા યોગીની પાસે સિદ્ધિઓ પોતાની મેળે આવે છે. જેમ સુગંધી પદાર્થ ઉપર ભમરીઓ પોતાની મેળે આવે છે, તેમ મૈત્રી વગેરેની વાસનાથી સુગંધ ફેલાવનારા યોગી પુરુષની પાસે સિદ્ધિઓ સ્વયમેવ ખેંચાઈ આવે છે. સામ્ય ગુણથી યોગ વિદ્યાના અધિકારી બનેલા પુરુષોને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે, માટે સામ્ય ગુણ સર્વોત્તમ છે. ૩૪૨ - ધર્મ-ચિંતન Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્ર ડૉ. વલભદાસ નેણસીભાઈ (શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવાની અચિંત્ય ઉપકારક શાસ્ત્રીય પદ્ધતિનું આ લેખમાં સચોટ નિરૂપણ છે. પાંચ ઇન્દ્રિયોને શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના ભાવસ્પર્શ વડે સતત પવિત્ર રાખવાની ઊંચી વાત આ લેખમાં સરસ રીતે વ્યક્ત થઈ છે. સં.) માનવ જીવનમાં નમસ્કારનું સ્થાન ઘણું ઊંચું છે. મનુષ્યના હૃદયની કોમળતા, સરળતા, ગુણગ્રાહકતા, અને ભાવુકતાનો પરિચય તેમાં રહેલાં યોગ્ય આત્માને નમસ્કાર કરવાની ક્રિયાથી થઈ શકે છે. પોતાથી શ્રેષ્ઠ અને પવિત્ર એવા મહાન આત્માઓને ભક્તિ બહુમાનથી. ગદ્ગદિત થઈને નમસ્કાર કરવો એ માનવ માત્રનો સહજ ધર્મ છે. એ ગુણસંપન્ન આત્માઓને નમસ્કાર કરવાથી અહંતાનો નાશ થાય છે અને યોગ્ય આત્માઓનાં ચરણોમાં પોતાની જાતને સમર્પણ કર્યાનો આત્મસંતોષ અનુભવાય છે. નમસ્કાર એ નમ્રતા અને ગુણગ્રાહકતાનું પ્રતીક છે. તેનાથી ઉત્તમ આત્માઓથી પોતાની અલ્પતાનો અને તેઓની અધિકતાનો એકરાર થાય છે. આ એકરાર પોતામાં ગુણોનો આધારક હોવાથી પરમેષ્ઠિ નમસ્કાર માનવ માત્રનો પરમ ધર્મ બને છે. - વિશુદ્ધ નમસ્કાર વડે ઉપાસકના આત્મામાં ઉપાસ્ય પ્રતિ ભક્તિનું સામ્રાજય સ્થપાય છે. આ ભક્તિભાવ આત્માને શુદ્ધ બનાવવામાં પૂર્ણ મદદગાર બને છે. પોતાથી અધિક ગુણીને જોઈને સાંભળીને, નમીને, અને સ્મરણ કરીને ભક્તિભાવથી દ્રવિત થવું જોઈએ અને બહુમાન, સન્માન પ્રદર્શિત કરવું જોઈએ. કારણ કે તે પ્રમોદ ભાવનાનું પ્રતીક છે. પ્રમોદ ભાવનાથી હૃદય વિશાળ-ઉદાર અને ઉદાત્ત બને છે તેના અભ્યાસથી ગુણોની પ્રાપ્તિ સુલભ બને છે હૃદયમાં રહેલા ઇર્ષાદિ દોષો બળી જાય છે. નમસ્કાર કરવા માત્રથી આવું મોટું ફળ મળે એ વાત આજના તર્કવાદના જમાનામાં સુસંગત કેવી રીતે કરવી ? આ પ્રશ્ન થવો સંભવિત છે. છતાં તેનો ઉત્તર પણ રહેલો છે. બાહ્ય દૃષ્ટિવાળા જીવો જગતમાં હાથ-પગ હલાવવા એને જ માત્ર ક્રિયા માને છે. અંતર દષ્ટિવાળાની તે માન્યતા નથી. તેમની ક્રિયાની રીત જુદી હોય છે. જેમ સૂર્યનો ઉદય થતાની સાથે ચોરો પલાયન થઈ જાય છે. તેમાં સૂર્યને કાંઈ કરવું પડતું નથી. સૂર્યના પ્રગટ થવા માત્રથી તે ક્રિયા આપોઆપ થઈ જાય છે. એ જ રીતે કમળને વિકસાવવા માટે સૂર્યને કમળની પાસે જવું પડતું નથી. આકાશમાં સૂર્યનો પ્રકાશ થતાંની સાથે જ કમળો સ્વમેવ ખીલી ઉઠે છે. બસ પરમેષ્ઠિ નમસ્કારમાં આ જ નિયમ લાગુ પડે છે. પાપરૂપી ચોરોને ધર્મ-ચિંતન ૩૪૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ ભગાડવા માટે અને હૃદયરૂપી કમળોને વિકસાવવા માટે પરમેષ્ઠિઓ માત્ર આલંબનરૂપ છે. તેમના નિમિત્ત માત્રથી તે કાર્ય આપોઆપ થઈ જાય છે. નમસ્કાર વડે સાધક આત્મા પરમેષ્ઠિ સાથે સંબંધ સાંધતો જાય છે, તે સંબંધરૂપ આલંબન સૂર્યની જેમ નિમિત્ત બનીને સાધકના આત્માની વિશુદ્ધિ કરે છે અને અશુદ્ધિને દૂર હઠાવે છે. વીતરાગના શાસનમાં પરમેષ્ઠિ નમસ્કારને ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. બધી ક્રિયાઓમાં તે મુખ્ય સ્થાને છે. બધા શાસ્ત્રનું એ નવનીત છે. બધી ધર્મભાવનાનો તે જ મૂળ પ્રવાહ કહ્યો છે, એમાં આલંબન તરીકે સર્વ દેશ અને સર્વ કાળમાં સર્વ શ્રેષ્ઠ મહાપુરુષોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તે સર્વનું પરમોચ્ચ આલંબન પામીને સાધકનો આત્મા પાપવાસનાથી રહિત બની ધર્મ ભાવનાથી યુક્ત બને છે તે કારણે સર્વ મંગલોમાં તેને પહેલું મંગલ માન્યું છે. સર્વ મંગલોમાં તેને રાજાનું સ્થાન છે. બીજાં બધાં મંગલો તેના સેવકનું કામ કરે છે. જૈન દર્શનમાં બાહ્ય (દ્રવ્ય) મંગલો સર્વથા અને સર્વદા મંગલરૂપ માનવામાં આવ્યા નથી. દહીં તે મંગલ છે પણ તાવવાળાને અમંગલ છે. અક્ષત એ મંગલ છે છતાં ભૂલથી ઉડીને આંખમાં પડે તો અપમંગલ બને છે. જ્યારે પરમેષ્ઠિ નમસ્કાર એ નિરૂપદ્રવ મંગલ છે. તેનો સંબંધ આંતરજગતની સાથે છે. તેથી જ તે એકાંતિક અને આત્યન્તિક છે. જ્યારે જ્યારે તેનો આશ્રય લેવામાં આવે ત્યારે ત્યારે તે અવશ્ય ફલદાયી બને જ છે. એ નમસ્કાર શુભ ભાવરૂપ છે તેથી અશુભ ભાવોનો નાશ થાય છે અને અધિક મંગલમય શુભ ભાવોને પ્રગટ કરે છે. મનુષ્યનો આત્મા એક દૃષ્ટિએ ભાવમય છે. પરમેષ્ઠિ નમસ્કાર વડે તે શુભ અને મંગલ ભાવમય બને છે અને અશુભ અમંગળ ભાવોને દૂર કરે છે અને પરિણામે આત્મા સદાને માટે સુખ-શાંતિ-સમાધિ-સદ્ગતિ અને મોક્ષનો ભાગી બને છે. પ્રણિધાનપૂર્વક કરાયેલું કર્મ ઉત્કટ ફળને આપનારું થાય છે. પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા, તન્મયતા, તે લાવવાનો ઉપાય ક્રિયામાં રસ પેદા કરવો તે છે અને રસ તે જ ક્રિયામાં ઉત્પન્ન થઈ શકે છે કે જે ક્રિયા કરવાથી કરનારને કોઈ વિશિષ્ટ લાભ થવાની સંભાવના હોય. પરમેષ્ઠિ નમસ્કારથી જીવને શો લાભ થાય છે અથવા કઈ વસ્તુના લાભ માટે પરમેષ્ઠિ નમસ્કાર કરવાનો છ એ જેટલું સ્પષ્ટ તેટલો નમસ્કાર ક્રિયામાં ૨સ અધિક પેદા થઈ શકે છે. પ્રથમ અરિહંત પરમાત્માને નમસ્કાર કરવાથી જીવને માર્ગની પ્રાપ્તિ થાય છે માટે માર્ગના અભિલાષીએ અરિહંતને નમસ્કાર કરવો જોઈએ. અહીં માર્ગ એટલે ભાવ માર્ગ. અર્થાત્ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ જાણવો. અરિહંત નમસ્કાર વડે રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે એ જ નિશ્ચયથી રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ છે. અરિહંત ૩૪૪ ૦ ધર્મ-ચિંતન Page #362 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર વડે, અરિહંત પદની ધારણા સમ્યગ્દર્શન ગુણની શુદ્ધિ કરે છે. ધ્યાન, જ્ઞાન ગુણની શુદ્ધિ કરે છે અને તેની તન્મયતા સમાધિ-ચારિત્ર ગુણની શુદ્ધિ કરે છે. દર્શનગુણ તત્ત્વરુચિરૂપ છે. જ્ઞાનગુણ તત્ત્વબોધરૂપ છે. ચારિત્રગુણ તત્ત્વપરિણતિરૂપ છે. અરિહંતના નમસ્કાર વડે ધારણા-ધ્યાન અને તન્મયતા અરિહંતપદ સાથે સધાય છે. વારંવાર નમસ્કાર વડે જેમ જેમ અરિહંતપદની ધારણા વધતી જાય છે તેમ તેમ જીવનો સમ્યક્ત્વ પરિણતિરૂપ ચારિત્રગુણ પ્રગટ થતો જાય છે અને તેના પરિણામે જીવનશુદ્ધિ અને પુણ્યવૃદ્ધિ વડે ઉત્તરોત્તર રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ સહેલાઈથી થઈ જાય છે. આ પ્રમાણે થવામાં શુદ્ધ પ્રણિધાન હેતુ છે અને પ્રણિધાનમાં માર્ગનું લક્ષ્ય તે હેતુ છે. સાધ્યના લક્ષ્યપૂર્વકની થતી ક્રિયા કેવળ ક્રિયા જ નથી પણ રસપૂર્વકની ક્રિયા છે અને તે રસપૂર્વકની ક્રિયા તે કેવળ કાયવાસિત કે વચન વાસિત ન રહેલાં મનોવાસિત બને છે એ રીતે મન, વચન અને કાયા એ ત્રણેથી વાસિત નમસ્કારની ક્રિયાને જ શાસ્ત્રોમાં “નમસ્કાર” પદાર્થ કહ્યો છે. પરમપૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામીજી કહે છે કે, મન વડે આત્માનું પંચપરમેષ્ઠિના ગુણોનું પરિણમન, વચન વડે તેમના ગુણોનું કથન, અને કાયા વડે સમ્યક્વિધિ યુક્ત તેમને પ્રણામ. એ નમસ્કારનો અર્થ પદાર્થ છે. ખરો અર્થ છે. સાચો નમસ્કાર થવા માટે કાયાથી પ્રણામ અને વાણીથી ગુણોના ઉચ્ચારણની સાથે મનથી ગુણોમાં પરિણમન પણ આવશ્યક છે. એ પરિણમન પરમેષ્ઠિ નમસ્કારની પાછળ રહેલા હેતુઓનું ચિંતન કરવાથી થાય છે તેથી તે ભાવ નમસ્કાર બને છે. કોઈ પણ ક્રિયાને ભાવક્રિયા બનાવવા માટે શાસ્ત્રમાં આઠ પ્રકારના ગુણયુક્ત ચિત્ત બનાવવા કહ્યું છે. તે ગુણોને સમજાવવાથી આપણી ક્રિયા ભાવક્રિયા છે કે નહીં તે સમજી શકાય છે અને ભાવક્રિયા ન હોય તો તેને ભાવક્રિયા કેમ બનાવાય તેનું જ્ઞાન મળે છે. અનુયોગદ્વારમાં કહ્યું છે કે, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા, ઉભયકાળ આવશ્યક તશ્ચિત, તદ્ મન, તત્લેશ્યા, તદ્ અધ્યવસાય, તત્ તીવ્ર અધ્યવસાય, તદ્ અર્પિતકરણ, તદ્ અર્થોપયુક્ત, અને તદ્ ભાવનાથી ભાવિત થઈને ક્રિયા કરે. અન્યત્ર કાંઈ પણ મનન કર્યા વિના ક્રિયાને કરે તેવી ક્રિયા ભાવક્રિયા છે. એ રીતે થતું આવશ્યક, એ ભાવ આવશ્યક છે. તિદ્યત એટલે સામાન્યોપયોગ, તદ્દન એટલે વિશેષોપયોગ, તલ્લેશ્ય, ઉપયોગની વિશુદ્ધિ, જેવો ભાવ તેવો જ ભાવિત સ્વર બને ત્યારે લેશ્યાની વિશુદ્ધિ થઈ ગણાય છે જેવો સ્વર તેવું જ ધ્યાન બને ત્યારે તધ્યેય વાસિત, અને તેવું જ તીવ્ર અધ્યવસાનવાળું ચિત્ત બન્યું ગણાય છે. તઅર્પિતકરણ, તદ્શોપયુક્ત, અને તદ્ ભાવના ભાવિત જે ચિત્તના ત્રણ વિશેષણો છે, એ વિશેષણો વધતી જતી એકાગ્રતાને સૂચવે છે. સર્વકરણો એટલે મન વચન અને કાયા તથા કરણ, કરાવણ અને અનુમોદન તે વડે યુક્ત ચિત્ત, અર્થ અને ભાવાર્થ અને રહસ્યાર્થમાં ઉપયોગ યુક્ત ચિત્ત અને તે ધર્મ-ચિંતન ૦ ૩૪૫ Page #363 -------------------------------------------------------------------------- ________________ ત્રણેની ભાવનાથી ભાવિત અંતઃકરણ બને ત્યારે આવશ્યક ક્રિયા ભાવક્રિયા બને છે. નમસ્કારની ક્રિયાને પણ ભાવક્રિયા બનાવવી હોય તો ચિત્તને આ કહેલા ગુણોવાળું બનાવવું જોઈએ. ચિત્ત એ ગુણોવાળું ત્યારે જ બને કે જ્યારે નમસ્કારની ક્રિયા હેતુપૂર્વક બને અર્થાત્ ક્રિયા પાછળના હેતુઓનું સ્પષ્ટ જ્ઞાન અને લક્ષ્ય હોય. આચાર્યને નમસ્કાર કરવામાં હેતુ આચાર-પ્રધાન છે. તે આચાર પાંચ પ્રકારનો છે. અથવા છત્રીસ કે એકસો આઠ પ્રકારનો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માના પાંચ મુખ્ય ગુણો છે તેને પ્રગટ કરવા માટેના પાંચ આચારો જ્ઞાનાચારાદિ નામોથી ઓળખાય છે. તેના પેટા ભેદો અનુક્રમે ૮-૮-૮-૧૨ પ્રકાર છે. કુલ ૩૬ને ૩ વીર્યાચાર વડે ગુણવાથી ૧૦૮ પ્રકાર આચારના થશે. એ સર્વ પ્રકારના આચારોના જ્ઞાનમાં અને પાલનમાં કુશળ હોય તે ત્રીજા પદે પ્રતિષ્ઠિત ભાવ આચાર્ય છે. ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત પણ આ સર્વ આચારથી કુશળ હોય છે, . પરંતુ તેઓ આચાર્ય ભગવાનોની આજ્ઞા વડે પ્રેરાયેલા હોવાથી પંચાચારના પાલક અને પ્રવર્તક મુખ્યતયા તો આચાર્ય જ કહેવાય છે. આચાર્ય ભગવંતના આ આચાર ગુણનું પ્રણિધાન આચાર્ય ભગવાનને કરાતા નમસ્કારની પાછળ હોવું જોઈએ. પાંચે ઇન્દ્રિયોના વિષયથી મુંઝાયેલા સંસારમાં પરમેષ્ટિ ભગવંતમાં રહેલા સર્વ શ્રેષ્ઠ પાંચ વિષયોને અલગ પાડીને તે તે વિષયોમાં પ્રણિધાનપૂર્વક પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે તો તે ભાવ નમસ્કાર બને છે. પાંચ વિષયોમાં મુખ્ય વિષય શબ્દ છે: શબ્દમાં સર્વ શ્રેષ્ઠ શબ્દ શ્રીઅરિહંત પરમાત્માનો છે. સમવસરણમાં બિરાજમાન થઈ શ્રીઅરિહંત ભગવંતો જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે તેમનો શબ્દ ધ્વનિ આષાઢી મેઘની ગર્જનાથી પણ અધિક મધુર અને ગંભીર હોય છે, અથવા જાણે મંથન કરાતા સમુદ્રનો જ ધ્વનિ ન હોય તેમ પ્રભુના મુખમાંથી નીકળતા શબ્દનો ધ્વનિ શ્રોતાઓના ચિત્તના સંતાપને હરનારો થાય છે. વિષયરૂપી વિષના આકર્ષણને ટાળનારો થાય છે. શ્રીઅરિહંતના શબ્દની જેમ સિદ્ધનું રૂપ અને તેમનું પ્રણિધાન ત્રણે લોકમાં રેહલા સર્વ પ્રકારના રૂપના મિથ્યા આકર્ષણને હરનારું થાય છે. સિદ્ધ અરૂપી છે પણ અહીં રૂપનો અર્થ શરીરનું રૂપ ન લેતાં આત્માનું રૂપ લેવાનું છે. વળી શરીરનું રૂપ કે સૌંદર્ય અંતે તો આત્માના રૂપને જ આભારી છે. જીવ રહીત શરીરનું રૂપ તે રૂપ ગણાતું નથી. શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી જ શરીરનું રૂપ આકર્ષે છે. એટલે સંસારી જીવના શરીરનું સૌંદર્ય પણ વસ્તુતઃ શરીરની અંદર રહેલા ચેતનની ચૈતન્યતાના સૌંદર્યની સાથે સંબંધ રાખે છે. સિદ્ધ ભગવાનનું રૂપ તે ચેતનનું છે તેથી તે સર્વ શ્રેષ્ઠ છે. સિદ્ધનું રૂપ સર્વ રૂપોથી ચઢીયાતું છે, તેથી તેમનું ધ્યાન અન્ય સર્વ રૂપી પદાર્થોના રૂપના અયોગ્ય આકર્ષણને ક્ષણ વારમાં દૂર કરે છે. તેવી રીતે આચાર્ય ૩૪૬ ૦ ધર્મ-ચિંતન Page #364 -------------------------------------------------------------------------- ________________ ભગવંતોનો ગંધ-શીલની સુગંધ સર્વ લૌકિક સુગંધીદાર પદાર્થોની સુગંધના તુચ્છ આકર્ષણનું ટાળે છે. જીવને શબ્દાદિ વાસના અનાદિકાળની છે તે વાસનાને નષ્ટ કરવા માટે એક બાજુ વિષયની વિરસતાનું ચિંતન અને બીજી બાજુ પરિણામે સુંદર એવા | વિષયોની સુંદરતા પ્રણિધાન અતિ આવશ્યક છે. પૌગલિક પદાર્થો ઉપરની ગંધ વાસનાને નિર્મૂળ કરવા માટે આચાર્ય ભગવંતોના ભાવ આચારોની સુવાસ પંચાચારના પાલનથી ઉત્પન્ન થતી શીલરૂપી સુગંધીનું પ્રણિધાન ઉત્તમ પ્રણિધાનની ગરજ સારે છે. આ રીતે શ્રીઅરિહંતોનો ગંભીર-ધ્વનિ, સિદ્ધોનું અવિનાશીરૂપ અને આચાર્યોના સદાચારની સુવાસ આ ત્રણનું વર્ણન થયું, તે જ રીતે ઉપાધ્યાયના સ્વાધ્યાયનો રસ અને સાધુઓની કાયાનો સ્પર્શ તથા બન્નેનું પ્રણિધાન નમસ્કારની ક્રિયાને ભારક્રિયામાં પલટાવી નાંખે છે. અહિંસા અને અનેકાંત અહિંસાના વિચારને માનવીના હૃદયના કંપની સાથે સંબંધ છે અનેકાંતને માનવબુદ્ધિમાં પેદા થતા તર્ક સાથે સંબંધ છે. - એકમાંથી પ્રેમ અને કરુણા નિર્માણ થાય છે. બીજામાંથી બૌદ્ધિક ઔદાર્ય અને સત્યાગ્રહિતા નિષ્પન્ન થાય છે. ઉપવાસાદિ દ્વારા દેહદમન તે બાહ્ય તપ અને ધ્યાન, પ્રાયશ્ચિત, વિનય, સેવાશુશ્રુષા અને સ્વાધ્યાય દ્વારા ચિત્તનું સંશોધન તે અત્યંતર તપ. બંને તપની ઉત્કૃષ્ટ આરાધના પૂર્ણત્વની પ્રાપ્તિ કરાવે છે. બાહ્ય-અત્યંતર તપ વિના આધ્યાત્મિક ઉત્કર્ષ અશક્ય છે. જ્ઞાન એટલે આંતર ચેતનાની જાગૃતિ અને ક્રિયા એટલે અહિંસા, સંયમ અને તપ ઉપર આધારિત જીવનચર્યા. આ બંનેની સાધના અને ઉપાસના દ્વારા માનવી પોતાનો પરમ ઉત્કર્ષ સાધી શકે છે. અહિંસા અને અનેકાંત હળીમળીને રહેવાનું શીખવે છે. પરસ્પરના જીવનનો અને વિચારોનો આદર કરવાનું કહે છે. ઉર્ધ્વ ચેતનાના આવિર્ભાવ દ્વારા, પરમ તત્ત્વની અનુભૂતિ તે વડે થાય છે. ધર્મ-ચિંતન ૩૪૭ Page #365 -------------------------------------------------------------------------- ________________ ધર્મશક્તિનો પરિચય પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ, પ્રભુ નામે ભવ ભવ તણાં, પાતીક સબ દહીએ. ૧ ત્રણ ભુવનના સર્વ જીવોને સુખ અને આનંદ આપવાના સ્વભાવવાળા પ્રભુના નામમાં દુઃખ દુર કરી આનંદ આપવાની શક્તિ છે. પ્રભુના નામમાં સુખ અને સંપત્તિ આપવાની તાકાત છે. પ્રભુનું નામ પાપીઓને પણ પાપ રહિત નિર્મળ બનાવી શકે છે. જીવે પોતે જ બાંધેલા અશુભ કર્મના કારણે આવતું દુ:ખ પ્રભુના નામથી ચાલ્યું જાય અને સુખ મળે, તો ત્યાં શું કર્મના નિયમનો ભંગ થાય છે ? ના. કર્મસત્તા તો ધર્મમહાસત્તાના કાયદા શાસ્રો—દ્વાદશાંગીમાં બતાવેલા નિયમો અનુસાર જ કામ કરી રહેલ છે. તો કરેલું કર્મ પણ જીવને ભોગવવું પડે છે અને પ્રભુના નામથી દુઃખને બદલે સુખ થાય છે એ બંને સત્ય હકીકતો છે. ધર્મના આલંબનથી દુ:ખને બદલે સુખ મળે, દારિદ્રતાના ઠેકાણે સંપત્તિ મળે, દુર્ગતિને બદલે સદ્ગતિ મળે, આ પણ કર્મના નિયમ અનુસાર જ થાય છે. જીવને સત્તામાં રહેલા કર્મ ઉપર કરણોની અસર થાય છે. કરણોની અસર એટલે શુભ-અશુભ અધ્યવસાય પ્રમાણે સત્તામાં રહેલાં કર્મમાં થતો ફેરફાર. દા.ત. એક જીવે પૂર્વમાં એવું અશુભ કર્મ બાંધ્યું છે જેથી તેને ૧૦૩ ડિગ્રી. તાંવ એક મહિના સુધી આવવાનો છે. આ સત્તામાં રહેલાં કર્મ ઉપર ઉર્તના અને અપવર્તના કરણની અસર થાય છે. તેથી જીવ જો અશુભ અધ્યવસાયમાં રહેલો હોય તો આ કર્મની સ્થિતિ અને ૨સ વધી જાય છે. એટલે ૧૦૩ને બદલે ૧૦૫ ડિગ્રી તાવ આવે અને મહીનાને બદલે બે મહીના પણ રહે. અશુભ અધ્યવસાયમાં જેટલી તીવ્રતા તેટલા પ્રમાણમાં સ્થિતિ અને ૨સ વધે. હવે જો જીવ ધર્મમહાસત્તાને શરણે રહે, દેવાધિદેવના દર્શન, વંદન, પૂજન, ધ્યાન, જાપ, આજ્ઞાપાલન, આદિમાં તેમ જ દેવાધિદેવની ભાવકરુણાને અનુરૂપ ભાવમાં એટલે કે શુભ અધ્યવસાયમાં રહે તો તેના અશુભ કર્મની સ્થિતિ અને રસ ઘટી જાય. એટલે કે તાવ ૧૦૩ ડિગ્રીને બદલે ૯૯ થઈ જાય અને એક મહિનાને બદલે એક દિવસ પણ થઈ જાય. આ રીતે શુભ અધ્યયસાયના બળથી (ધર્મમહાસત્તાના પ્રભાવથી) તેના અશુભ કર્મોના સ્થિતિ અને ૨સ ઘટે છે. શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મનું १. तन्नामग्रहमात्रादनादि संसारसंभव दुःखम् । भव्यात्मानामशेषं परिक्षयं याति सहसैव ॥१॥ અર્થ :–પ્રભુનું નામ લેવા માત્રથી ભવ્યજીવોનું અનાદિ સંસારસંબંધી સમસ્ત દુઃખ તત્કાલ નાશ પામે છે. યોગશાસ્ત્ર પ્રકાશ-૧૧ શ્લો. ૨૬ ૩૪૮ ૧ ધર્મ-ચિંતન Page #366 -------------------------------------------------------------------------- ________________ શુભમાં સંક્રમણ પણ થાય છે. જેમ ગંગાનું પાણી જતું હોય અને તેમાં એક લોટો ગંદુ પાણી નાખવામાં આવે તો પણ ગંદુ પાણી તે ગંગાનું પાણી બની જાય છે. તેમ શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મ શુભમાં સંક્રમણ થઈ શુભરૂપે ઉદયમાં આવે છે. ઉપશમના કરણની અસરથી એક કર્મ આજે ઉદયમાં આવવાનું હોય તે વર્ષો પછી અગર તો ભવો પછી ઉદયમાં આવે છે તે રીતે ઉપશમ થાય છે—ઉદીરણાકરણની અસરથી એક કર્મ વર્ષો પછી ઉદયમાં આવવાનું હોય તે ઉદીરણા થઈ આજે ઉદયમાં આવે છે. જીવ જો શુભ અધ્યવસાયમાં હોય તો આજે ઉદયમાં આવવાવાળું અશુભ કર્મ વર્ષો પછી ઉદયમાં આવે તે રીતે ઉપશમાવી શકાય છે અને તે ઉપશમન થયેલા કર્મની પણ શુભ અધ્યવસાયના બળથી સ્થિતિ અને રસ ઘટાડી શકાય છે અગર તો શુભમાં સંક્રમણ કરી શકાય છે. આત્માને સત્તામાં અશુભ અને શુભ બન્ને પ્રકારનાં કર્મો રહેલા હોય છે. શુભ અધ્યવસાયના બળથી શુભ કર્મ જે વર્ષો પછી ઉદયમાં આવવાનું હતું તેને આજે પણ લાવી શકાય છે. આજે દુઃખ આપતા કર્મને ઉપશમાવી સુખ આપતા કર્મની ઉદીરણા કરી શકાય છે. જેટલું કર્મ બાંધ્યું છે (નિકાચિત સિવાયનું) તે બધું જ ભોગવવું પડે તેવો કોઈ નિયમ નથી. બંધાયેલા કર્મ ઉપર અધ્યવસાયના બળ પ્રમાણે આ રીતે કરણોની અસર થયા જ કરે છે. નિકાચિત કર્મ પણ શુભ અધ્યવસાયમાં રહેલા જીવને ઉદય વખતે નવું કર્મ બંધાવી શકતું નથી. તે પણ નીરઅનુબંધ થઈ જાય છે. શુભ અધ્યવસાયમાં—અને તેના કારણભૂત પ્રભુના દર્શન, વંદન, સ્તવન, પૂજન, જાપ, ધ્યાન, આજ્ઞાપાલન આદિમાં આપણા કર્મોમાં ફેરફાર કરી દુ:ખને બદલે સુખ, અશાંતિના સ્થાને શાંતિ, ઉપાધિને સ્થાને આનંદ આપવાની તાકાત છે. પ્રભુનું દર્શન, વંદન, આજ્ઞાપાલન આદિ પણ તેમની મહાકરુણાના પ્રભાવે, તેમની સર્વકલ્યાણકારી ભાવના દ્વારા સ્થપાયેલા ધર્મતીર્થના મહાપ્રભાવે કરી શકાય છે. માટે વેળાસર ધર્મમહાસત્તાને શરણે ચાલ્યા જવું જોઈએ. ચારે શરણને અંગીકાર કરી આપણાં, મન, વચન, કાયા અને ભાવને ધર્મમહાસત્તાને સમર્પિત કરી દેવાં જોઈએ. પરમેષ્ઠિ ભગવંતોમાંથી નિરંતર વરસી રહેલી મહાકરુણામાં આપણા અહંભાવને (સ્વાર્થભાવને) ઓગાળી નાંખી, નિરંતર સર્વકલ્યાણકારી ભાવોમાં આપણા મન, વચન, કાયાના યોગોને પ્રવર્તાવી શુભ અધ્યવસાયમાં રમવું જોઈએ—ધર્મનો એવો પ્રભાવ છે કે તેના શરણ જનારને તે ન્યાલ કરી દે છે. પરમ આનદંમય મોક્ષ આપે છે. મોક્ષ ન આપે ત્યાં સુધી ધર્માનુકૂળ અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ આપે છે. પરંપરાએ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવે છે. —–એક સાધક ધર્મ-ચિંતન ૦ ૩૪૯ Page #367 -------------------------------------------------------------------------- ________________ ન્યું ભવદુઃખ ન લહું શ્રી દલપતભાઈ શાહ “મેરે મન કિ તુમ સબ જાનો, ક્યા મુખ બહોત કહું? કહે જસવિજય કરો હું સાહિબ ! ક્યું “ભવદુઃખ ન લઉં... –જિન ! તેરે ચરણ કિ શરણ ગ્રહું...!” , પરમાત્મતત્ત્વનું શરણ સ્વીકારતાં પૂજય વાચકપ્રવર શ્રીયશોવિજયજી મહારાજ પ્રાર્થનાના અંતમાં કહે છે કે –“હે સ્વામી ! આપ કંઈક એવું કરો ! કે જેથી મને ‘ભવનું દુઃખ મળે નહિ.” હે ! પરમ પ્રેમી પ્રભુ ! “ભવનું દુઃખ મને ન મળો.” એમ કહીને હું મારી જનમ જનમની સ્વાર્થ વૃત્તિને પોષી રહ્યો છું. એમ તો આપ નહિ કહોને...?'' હે સર્વયોગક્ષેમંકર નાથ ! હું તો એમ જ માગું છું કે મને ભવસ્થિતિ પરનો નિર્વેદ પ્રાપ્ત થાઓ અને એ “ભવસ્થિતિમાંથી મને મુક્ત કરો.. મુક્ત કરો ! હે આત્મશ્વર ! મારી આ આરઝુને ભલે કોઈ “સ્વાર્થ વૃત્તિમાં સંડોવે... પણ નાથ ! મારા મનની વાત તો આપ જ જાણો છો. હું મોઢે કેટલું કહું ? હે મુક્તમોચક જગન્નાથ ! આ દુઃખ “ભવસ્થિતિમાં ફક્ત મારે “જન્મ-મરણાદિના દુઃખ સહવાં પડે છે અને ચતુર્ગતિરૂપ ભવનમાં પરિભ્રમણ કરવું પડે છે. માત્ર એની જ મને ચિંતા નથી ! મને દુઃખ તો ખરેખર એ લાગ્યું છે કે “આ “ભવસ્થિતિ કેવી વિચિત્ર ! જેની અંદર અનાદિ કર્મમળથી ખરડાઈને, આ ચેતન પોતાના શુદ્ધ સહજ સ્વરૂપથી વિમુખ બનીને “અનાત્મભાવ'ના અંધાર માર્ગમાં જ અટવાયા કરે છે ! અરે ! વિશ્વ પર વિદ્યમાન અનંતગુણયુક્ત ચેતનતત્ત્વની વિરાધના અને કેવળ જડતત્ત્વની આરાધના કરવામાં જ ઇતિકર્તવ્ય સમજી રહેલ છે. સર્વાત્મભાવનાં પરમ તેજ બક્ષો “બહિરાત્મભાવ' તણા ઘોર તિમિરભર્યા મુજ જીવન પંથ...નાથ ! હે મહાવૈદ્ય ! અનાદિશિદ્ધ ‘સહજમળ'ના ચેપીરોગ જ્યાં સુધી મારાથી વિખૂટા ન પડે, અને એથી અનાદિ સનાતનસિદ્ધ મારું સહજ આરોગ્ય-સહજાનંદ સ્વરૂપ-સહજ મુક્તિગમન યોગ્યત્વ યાને તથાભવ્યત્વભાવનો વિકાસ અથવા પૂર્વ ચૈતન્ય પ્રત્યેનો સહજ પ્રેમસ્વભાવ, પૂર્ણ મૈત્રીભાવ, પ્રગટ ન થાય ત્યાં સુધી હે મહા આરોગ્યનિધિ ! આપ જ કહો કે હું આપની પાસે આવી પ્રાર્થના ન કરું, અને...આવી અચિંત્ય વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપના ચરણની શરણ-ગ્રહણ ન કરું, તો બીજું મારા માટે કરવા યોગ્ય પણ શું ૩૫o • ધર્મ-ચિંતન Page #368 -------------------------------------------------------------------------- ________________ રહ્યું ? ' હે નિષ્કારણ બંધુ ! આપે જ મારા રોગનું સાચું નિદાન કરી આપ્યું હોવા છતાં, અને આપ જ એ અનંત આરોગ્ય લક્ષી રહેલ હોવા છતાં, હું મારા સહજમળના પ્રભાવે જ એને વધુ ને વધુ પુષ્ટિ મળે એવા કુપથ્યનું સેવન કરીને જ દુઃખી-દુઃખી થઈ રહ્યો છું. હે કરુણામય ! આપની પરમ કરુણાના પ્રભાવે જ મને મારા સહજ આરોગ્યની ઝંખના જાગી રહી છે. આપ તો એ પૂર્ણ આનંદ સ્વરૂપે પ્રગટ કરી ચૂકેલ છો અને એ પ્રકટીકરણનો સચોટ ઉપાય પણ આપે દર્શાવેલ છે. એટલું જ નહિ પણ આપની પરમ કરુણાને પાત્ર અનેક ભવ્યાત્માઓના એ શિવ-નિરાબાધ પંથના આપ જ એક સાર્થવાહ છો. મહાગોપ-મહાનિર્ધામક છો. હે ચૈતન્યશ્રેષ્ઠ ! વિશ્વ પર વિદ્યમાન ચૈતન્યતત્ત્વની આપણી સહુની એક જ જાતિ છે ! આપશ્રી એ જ જાતિના એક મહાન વ્યક્તિ છો. શ્રેવિર્ય છો. નાયક...રક્ષક છો. અમે સહુ જીવસમૂહ આપનું રક્ષ્ય છીએ. આપ દૃષ્ટા છો, અમે સહુ આપના દૃશ્ય છીએ. આપ અમારા ધ્યેય છો, અમે ધ્યાતા છીએ. આપ સકળ વિશ્વના પૂર્ણ જ્ઞાતા છો. અમે સહુ જ્ઞેય છીએ. આપશ્રીનું આત્મદ્રવ્ય અને અમારું સર્વ જીવોનું આત્મદ્રવ્ય નિશ્ચયથી એક સરખું છે તથા આપશ્રીનો વર્તમાન પર્યાય એ જ અમારો પણ (ભવ્યાત્માઓનો) ભાવિ પર્યાય છે. એ રીતે આપશ્રી અમારી સાથે અતિનિકટનો સંબંધ ધરાવો છો તથા સંકળ ચૈતન્ય ગણ સાથે આપશ્રીએ એ ભાવથી પૂર્ણ અભેદ સંબંધ બાંધ્યો છે. - જ્યારે તે વિશ્વસ્વરૂપ ! મારે તો આપના એ પ્રેમને પાત્ર ચૈતન્યતત્ત્વની સાથે કઢંગો ભેદ-ભાવ ધારણ કરીને, અનાત્મભાવ-બહિરાત્મભાવના ભવરોગમાં સબડવું પડે છે. હે કરુણાસિંધુ ! મને આ ભવસ્થિતિને વિષે આથી અધિક દુઃખ કયું હોઈ શકે ? | હે સર્વ ભાવાભાવ જીવાજીવેશ્વર ! સર્વજીવહિતચિંતનરૂપ મારો મૂળ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી મારે દુઃખ...દુઃખ ને દુઃખ જ છે. જ્યાં સુધી હું ચૈતન્ય તત્ત્વના મારા પર થયેલ તથા થતા અનેક ઉપકારોના ઋણથી મુક્ત ન બનું, ત્યાં સુધી મારા માટે ભવની કેદ સર્જાયેલી જ છે. હે પરમ વિશ્વબંધુ ! આપશ્રીની પરમ કરુણાના પ્રભાવે જ મને મારા ભાવરોગનું સત્ય-નિદાન જાણવા મળ્યું છે. હવે ફક્ત નિદાન જ નહિ ચાલે, પણ આપશ્રી એવો કંઈક ઉપચાર કરો કે જેથી હું આ “ભવદુઃખથી મુક્ત બની (કૃતકૃત્ય થઈને) સર્વ ચૈતન્યમુક્તિપ્રદાનના ધર્મ-ચિંતન ૦ ૩૫૧ Page #369 -------------------------------------------------------------------------- ________________ આપશ્રીના પરમધ્યેય-પરમકર્તવ્યમાં વહેલો વહેલો જોડાઈ જાઉં.. ! હે શરણાગતવત્સલ ! અચિંત્ય ચિંતનીય એવા આપશ્રીના જ ચરણોનું અદ્વિતીય શરણું હું બીનશરતે અંગીકાર કરું છું. મારી ભાવભીની ચરણસેવા સ્વીકારજો સ્વામિ ! દાન-શીલ-તપ-ભાવ સ્વને ભાવ આપવા માટે સ્વનો યોગ કરાવી આપનારા દાન, શીલ, તપ અને ભાવમાં જીવનને જોડવું જોઈએ. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહનો યોગ પરભાવને ઉત્તેજે છે. તેમાંથી મુક્ત થવા માટે દાન, શીલ, તપ, ભાવનો યોગ આવશ્યક છે. દાનનો ઉત્કૃષ્ટ અર્થ, ‘હું'ની ચિંતાને સર્વની ચિંતામાં પરિણમાવવી તે છે. ઇન્દ્રિયો અને મનને આત્મામાં લીન કરવા તે શીલ છે. દાનથી દેહનો અધિકાર જાય છે. શીલથી આત્માનો અધીકાર આવે છે. તપ આત્માને નિર્મળ બનાવે છે અને ભાવ આત્માને બોલતો કરે છે. શરીર, વાણી, વિચાર પછી તેના આજ્ઞાંકિત બને છે. મન, વચન, કાયા ઉપર આહાર, નિદ્રા, ભય અને પરિગ્રહનું ચલણ છે. તેના સ્થાને સર્વ જીવ હિતકર શ્રી અરિહંતોની આજ્ઞાનું ચલણ થવું જોઈએ. એનું જ નામ આત્મભાવ છે. તેથી વર્તમાનની દારિદ્રતા અલ્પતા, ક્ષુદ્રતા તુચ્છતા અને પામરતાનો અંત આવે છે અને આત્મા આત્મભાવમાં રમે છે. જીવો પ્રત્યેના અમૈત્રીભાવનો ત્યાગ કરવો તે માર્ગ છે. માર્ગોનું સારિતા છે, તેથી આત્મ ભાવનું મંગળમય પ્રભાત ઉઘડે છે. સર્વત્ર સુખી ભવતુ લોકઃ નાના સરખા જીવને પણ દુઃખ પહોંચાડીને સુખી થઈ જવાની દૃષ્ટિ એ. સમ્યગ્દષ્ટિ નહિ, પણ મિથ્યાર્દષ્ટિ છે. ‘સર્વત્ર સુખી ભવતુ લોકઃ' એ ભાવ સિવાયનો ભાવ આત્માના ધરનો નથી, પણ આત્મા ઉપર રહેલા પૌદ્ગલિક પરિબળોનો છે. ૩૫૨ ૦ ધર્મ-ચિંતન Page #370 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય ભાવનાબળ શ્રી ફત્તેહચંદ ઝવેરભાઈ (વિશ્વવ્યાપી વિશાળ ભાવનાને આચારમાં બરાબર ઓતપ્રોત કરીને અણમોલ માનવભવને સાર્થક કરવાની મૌલિક વિચારધારા આ લેખમાં વહી રહી છે. સં.) જન્મ પછી પ્રત્યેક વ્યક્તિને એક એવી આંતરપ્રેરણાનું બળ પ્રશ્ન કરે છે કે ‘માનવ !’ આ જગતમાં તારો જન્મ શાને માટે છે ? આનો ઉત્તર તે વ્યક્તિના આખા જીવન પર્યંતના કાર્યકાર્યના નિર્ણય ઉપર અવલંબે છે. જન્મતાં વેંત માતા-પિતા સ્વજનવર્ગ હર્ષ પામે છે, પરંતુ, એક નીતિકારે કહ્યું છે. કે, બાળક ! તારા જન્મ વખતે તું રૂવે અને લોકો હસે, અને મૃત્યુ વખતે તું હસે અને લોકો રૂવે. આવી પરિસ્થિતિ જીવન પર્યંત તૈયાર કરજે.' આ શબ્દોનું રહસ્ય જો મનુષ્ય પોતાના હૃદયમાં પ્રકટાવે અને કાર્યાકાર્યનો નિર્ણય મનની વિશુદ્ધિ દ્વારા કરતો રહે તો એ નીતિકારનાં અણમૂલ વચન સત્ય કરી બતાવવાનો પ્રસંગ ઉપસ્થિત થયા વગર રહે નહિ. જીવનમાં સારા સંસ્કારો ઉપચિત કર્યા પછી ભૂતમાત્રમાં આત્મવત્ બુદ્ધિ થાય, તેઓનું સુખ-દુઃખ એ મારું સુખ-દુઃખ છે—એવી વિશ્વવ્યાપી વિશાળ ભાવના ઉત્પન્ન થાય ત્યારે મનુષ્યમાં અપૂર્વ દિવ્યતા પ્રકટ થાય છે, જે દિવ્યતા વડે બીજા આત્માઓને અંધકારના માર્ગમાંથી પ્રકાશના માર્ગમાં તે મનુષ્ય મૂકી શકે છે. હૃદયનું સાંકડાપણું અને મિથ્યાભિમાન આદિ મનુષ્યના દુર્ગુણોને આ સંસારના અગ્નિથી ભસ્મીભૂત કરવા અને એ જ તાપની ધગધગતી ભઠ્ઠીમાં આત્માના તુચ્છ અહંત્વને મૈત્રીભાવનાની દિવ્યતામાં ઓગાળી નાંખવું—એ આ જન્મના મનુષ્યજીવન તરીકેની વાસ્તવિક સાર્થકતા છે. જે વડે દેહતત્ત્વનો વિલય થાય, તેના ધર્મોને પોતાના ધર્મો ન લેખતાં પુદ્ગલના ધર્મો તરીકે લેખાય તેવી આચરણા તે ભાવના—બળનું ફલિત પરિણામ છે. અન્યના હિત અર્થે આપણા નાના-મોટા સ્વાર્થોની અવગણના કરવી, તેમના સુખ અને તૃપ્તિમાં આપણું સુખ અને તૃપ્તિ ઉપજાવી લેવી, વિશ્વના જીવો સાથે આપણી એકાકારતા થવા સુધીની બુદ્ધિ અનુભવવી, એ જૈનદર્શન અનુસાર ભાવનાબળનો રાજમાર્ગ છે વિશ્વસેવાની વેદિમાં પોતાના સુખ અને સાધનોની આહુતિ આપનાર વી૨૫રમાત્માનું જીવન આપણને પરોક્ષ રીતે અપૂર્વ આત્મબળ પ્રેરી રહ્યું છે. નાની નાની સગવડોનો ભોગ આપતાં ક્રમે ક્રમે અંતરાત્મપણું પ્રકટે છે અને મૈત્રીભાવના વૃદ્ધિ progress) પામે છે. ‘મારા'પણું અને ‘હું'પણું ભૂલાવવા માટે જ શાસ્ત્રકારોની પ્રવૃત્તિ હંમેશાં સૂચના આપતી રહી છે. પ્રત્યેક વ્યક્તિ જ્યારે પોતાનું સુખ સાચવવા તૈયાર હોય છે, ત્યારે તે એક નાના દૃષ્ટિબિંદુ (Point of view)માં સંકોચાઈ ધર્મ-ચિંતન ૦ ૩૫૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ જાય છે અને તેની મર્યાદા બહુ ટુંકી હદમાં આવી જાય છે, પરંતુ જ્યારે વિશ્વનાં સુખ ભણી દૃષ્ટિ કરે છે અને તેમનું સુખ સાચવવા પ્રયત્નશીલ બને છે ત્યારે તે તેની ભાવનાના પ્રમાણમાં વિકસિત થાય છે. મતલબ કે જે પ્રમાણમાં મનુષ્ય સુખનો ભોગ આપી શકે તે પ્રમાણમાં તેની મહત્તા છે. “ભાવના વિનાશિની' એ શબ્દો આવી ઉચ્ચ ભાવના માટે યોજાયેલા છે. દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધર્મના મુખ્ય અંગોમાં ભાવનાની મુખ્યતા હંમેશાં ગવાઈ રહી છે. તેમ જ “યાદશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિતાદશી—એ મહાનું વાક્યનો, વિજયઘોષ ઉચ્ચ સ્વરે પ્રત્યેક દર્શનકાર કરી રહેલા છે. જેમ ઉચ્ચ આચાર ઉચ્ચ ભાવનાને પ્રકટાવે છે તેમ ઉચ્ચ ભાવના ઉચ્ચ આચારને ટકાવી રાખે છે. પરસ્પરનો સંબંધ અવિચ્છિન્ન છે, હું કુદરતનું એક હથિયાર છું, કાર્યસંકલનાઓ મારા મારફત ફલવતી થાય છે–એવી ભાવના આત્મબળની પોષક છે અને એ ભાવના પ્રકાશિત કરવા માટે જ અથવા બીજા શબ્દોમાં “અંતરાત્મપણું' પ્રકટ કરવા માટે જ સત્સંગ અને સદ્ગુરુના ઉપદેશો છે. આત્માનું સાચું સ્વાતંત્ર્ય સ્વચ્છંદ પ્રવૃત્તિમાં નથી. એમર્સન વગેરે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞો કહે છે કે–“અંતઃકરણ જે પ્રમાણે વર્તવાનું કહે છે તે પ્રમાણે દરેક મનુષ્ય વર્તવું પરંતુ જૈન દૃષ્ટિએ આ એક અપેક્ષાએ સત્ય છે. કેમ કે અંતઃકરણ પ્રમાણે વર્તવા જતા તે અંતઃકરણનું વિચાર સામર્થ્ય જ્યાં સુધી બળવત્તર અને હંમેશાં શુભ પરિણામ ઉત્પન્ન કરવા લાયક થયું હોતું નથી ત્યાં સુધીમાં અમુક ભૂમિકા પ્રાપ્ત કર્યા વગરના અંતઃકરણના અવાજ અનુસાર ચાલવું તે સાહસ છે. માટે જ શ્રદ્ધા, શાસ્ત્રમર્યાદા અને સત્સંગ તેમ જ જીવનકાળના આજુબાજુના પ્રસંગો તરફ દષ્ટિપાત કરવાની જરૂર હોય છે અને એ પ્રસગો ઉપરથી થયેલી કાર્યાકાર્યની પદ્ધતિનો અંતઃકરણ નિર્ણય કરે, તદનુસાર વર્તવું એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. ગમે તેવા હર્ષ, શોક, સુખ-દુ:ખના પ્રસંગોમાં પોતાને નિર્બળતા ન સ્પર્શ થવા દેવામાં ખરેખરું આત્મબળ પ્રકટ કરવાની શરૂઆત થાય છે, “હું મારા સ્વરૂપનો માલીક છું, કર્મજન્ય નિમિત્તોને વશ થઈ તેની પ્રકૃતિ અનુસાર મારે તેના પ્રવાહમાં તણાવું કે નહિ તે મારી ઈચ્છાનો વિષય છે-એમ દઢતાથી વિચારવામાં જ આત્માનું સાચું સ્વાતંત્ર્ય છે. ભાવનાબળનું મૂળ તત્ત્વ શ્રદ્ધા છે. આ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક હોવી એ અનેક જન્મોની સર્વજ્ઞશાસનસેવાના પરિણામે પ્રકટ થાય છે. સર્વજ્ઞ શાસનનું ખરું રહસ્ય સમજનાર આત્મા કર્મના પ્રકારોને સારી રીતે તેના મર્મસ્પર્શી પ્રહારોના પરિણામપૂર્વક જાણે છે: બાહ્ય સામગ્રીથી નિર્બળ આત્માઓ જલ્દી રંગાઈ જાય છે, પરંતુ વીર્યવાન અને ૩૫૪ : ધર્મ-ચિંતન Page #372 -------------------------------------------------------------------------- ________________ મુક્તિપદની તીવ્ર જિજ્ઞાસાવાળા મનુષ્યોને સુખ-દુઃખાદિ ઉત્પન્ન કરનારું બાહ્ય સામગ્રીનું સાધન ખાસ કરીને અસર કરી શકતું નથી. વેદનીય કર્મના ઉદયકાળે ઉન્નત આત્માઓ ક્ષુદ્ર સુખ-દુ:ખના અનુભવો માટે બેદરકાર રહે છે. જ્યારે નિર્બળ આત્માઓ અલ્પ સુખદુ:ખને પણ તીવ્રપણે વેદે છે. ભાવનાના પ્રદેશમાં સંસ્કારો અનુસાર આ રીતે બન્નેનું તારતમ્ય હોય છે. બળવાન આત્માઓને આ ભાવનાબળ હમેશાં તેઓ દૃષ્ટિ સમક્ષ રાખતા હોવાથી કલેશમય વાતાવરણ કદી પણ અસર કરી શકતું નથી, પરંતુ જ્યારે આ ભાવનાની દિવ્યતા ભૂલી જવામાં આવે છે ત્યારે નજીવા કલેશમાં શક્તિનો વ્યય કરવામાં આવે છે અને પોતાના તેમ જ પરના આત્મામાં જે ઉન્નત ભાવના પ્રકટ થવી જોઈએ તે નહિ થતાં પરસ્પર ક્લેશનું નિમિત્તકારણ બને છે, કેમ કે ‘અહં મમ'નો મંત્ર ત્યાં ભૂલી જવામાં આવતો નથી. જૈનદર્શનનું સમગ્ર રહસ્ય પ્રાણીસેવા–મૈત્રીભાવના અર્થે જે આત્માઓનું સતત પ્રયાણ હોય છે—તેમને પ્રાપ્ત થયેલું હોય છે, તેઓ પોતાની આસપાસ એવું સુંદર વાતાવરણ ઉત્પન્ન કરે છે કે જેથી આખું વિશ્વ તેની સ્તુતિ કરવા લાગી પડે છે. મૈત્રીભાવનાના પ્રયોગ (action)માં જ ઉગ્ર ચમત્કાર છે. વિશ્વ-કલ્યાણની પ્રબળ ભાવના અને એ અર્થે જ જેમનું જીવન ગતિમાન થઈ રહેલું છે, તેઓ મનુષ્યજીવનમાં મહાન્ વ્યક્તિ તરીકે પૂજાય છે.' સમતા ભાવનું બીજ સમતા સામાયિક વડે એક બાજુ રાગદ્વેષાદિ અને હર્ષશોકાદિ દ્વન્દ્વોનું નિરાસન થાય છે અને બીજી બાજુ સ્વ-પર ભેદબુદ્ધિ અને ‘હું’ ‘તું’નો ભેદભાવ ચાલ્યો જાય છે. ભેદમાં અભેદ લાવનાર તિર્યક્ સામાન્યનો વિચાર છે અને હર્ષ શોકાદિ દ્વન્દ્વોમાં સમત્વને ટકાવનાર ઉર્ધ્વતા સામાન્યનું જ્ઞાન છે. દ્રવ્ય રૂપેણ આત્મા ધ્રુવ છે. ગુણરૂપેણ આતમા એક છે. પર્યાયરૂપેણ આત્મા તુલ્ય છે. એ રીતે ધ્રુવતા, એકતા અને તુલ્યતાનો બોધ સમતાભાવનું બીજ છે. ધર્મ-ચિંતન ૦ ૩૫૫ Page #373 -------------------------------------------------------------------------- ________________ ચાર મંગળ, ચાર શરણ શરણાર્થી પોતાનો ભાર બીજો .ઉપાડી લે તે સૌ કોઈને ગમે, અને તેથી જ દરેક મનુષ્ય, એવા કોઈ તત્ત્વની શોધમાં હોય છે કે જેનું શરણ સ્વીકારી પોતે નિશ્ચિંત થઈ શકે. પ્રશ્ન એટલો જ છે કે શરણું લેવું કોનું ? મનુષ્યનું શરણ લેવાથી, મનુષ્ય સર્વજ્ઞ કે સર્વશક્તિમાન નહિ હોવાથી શરણ લેનારનું કાંઈ વળે નહીં. શરણ તો એવાનું જ લેવાય કે જે સદા, સર્વ કાળે, સર્વ પ્રકારે શરણે આવનારનું રક્ષણ કરે. શરણે જના૨માં પણ, જેના શરણે જાય તેની રક્ષણાત્મક શક્તિમાં સંપૂર્ણ, અતૂટ, દૃઢ વિશ્વાસ હોવો જોઈએ અને ભગવાન સિવાય બીજો કોણ રક્ષણહાર થઈ શકે તેમ છે ? સર્વ મહાપુરુષોએ એક જ વાત જુદા જુદા સ્વરૂપે કહી છે. “ઈશ્વરના શરણે જાવ,” “ધર્મના શરણે જાવ,” “સંઘના શરણે જાવ” અને જેના શરણે જાવ તેને સર્વભાવે સંપૂર્ણ સમર્પણ કરો. ‘સમર્પણ' એ શબ્દ છે તો માત્ર ચાર અક્ષરનો પરંતુ, ‘સમર્પણ’ કેટલું મુશ્કેલ છે, એ તો અનુભવે જ જણાય, અને સમર્પણ કોને થઈ શકે ? જેના પ્રત્યે આપણને અહોભાવ—(માન નહિ)–જાગ્યો હોય, તેને જ સમર્પણ થઈ શકે. કોઈના પ્રત્યે આપણને માન હોય તેથી તેને સમર્પણ ન થાય. આપણે રોજના વ્યવહારમાં અનુભવીએ છીએ અને પ્રસંગ આવે કહીએ છીએ કે “મને તમારા પ્રત્યે માન, ઘણું માન છે પણ આ બાબતમાં મને કહેશો નહિ.” ‘અહોભાવ' હોય તો આવો જવાબ આપે જ નહિ. ‘અહોભાવ’ એક વખત જાગે તો પછી જેના પ્રત્યે આપણને ‘અહોભાવ' જાગ્યો હોય, તેને હ૨૫ળે શું ગમશે અને શું નહિ ગમે તે જ આપણા માટે તો મુખ્ય વિષય એટલે દરેક કાર્યનું કેન્દ્ર થઈ રહે છે. વાણી, વર્તન કે વિચાર પૈકી કોઈ વસ્તુ એવી ન હોય કે જે આપણને જેના પ્રત્યે ‘અહોભાવ' જાગ્યો હોય તેને અનુકૂળ ન હોય. પરિણામ એ આવશે કે ચોવીસે કલાક, હર મિનિટ, હર પળે આપણને જેના પ્રત્યે ‘અહોભાવ’ જાગ્યો હશે, તેના જ વિચાર કરતાં થઈ જઈશું અને એ તો એક પ્રસિદ્ધ હકીકત છે કે માણસ જેના વિચાર કરે તેવો તે થાય. ઈયળ, ભમરીનો ન્યાય તો સુવિદિત જ છે. આપણે ઈશ્વરના જ વિચાર કરીએ, ધર્મના જ વિચાર કરીએ તો આપણે તેવા જ થઈએ. જૈન શાસ્ત્રોમાં પણ ચાર મંગલ અને ચાર શરણાં બતાવેલા છે : 'चत्तारी मंगलं- अरिहंता मंगलं । सिद्धा मंगलं । साहू मंगलं । केवली पन्नुतो धम्मो મંમત ।' ૩૫૬ ૦ ધર્મ-ચિંતન Page #374 -------------------------------------------------------------------------- ________________ चत्तारी सरणं पवज्जामिअरिहंत सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवली पन्नतं धम्मं सरणं पवज्जामि । અરિહંતો મંગળ છે, સિદ્ધો મંગળ છે, સાધુ મંગળ છે અને કેવલી ભગવંતોએ પ્રરૂપેલો ધર્મ મંગળ છે અને જે વસ્તુ મંગળ હોય તેનું શરણું લેવાથી મંગળ જ થાય અને તેટલા માટે જ ચાર શરણ સ્વીકારવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. હું અરિહંતોનું શરણું સ્વીકારું છું. હું સિદ્ધોનું શરણું સ્વીકારું છું. હું સાધુઓનું શરણું સ્વીકારું છું. હું કેવલીએ પ્રરૂપેલા ધર્મનું શરણું સ્વીકારું છું. આ પ્રમાણે શરણું સ્વીકારીએ એટલે આપણને તેમના પ્રત્યે ‘અહોભાવ' જાગ્યો હોવો જ જોઈએ અને ‘અહોભાવ’ જાગ્યો હોય તો આપણે તેમનાં જ, તેમની આજ્ઞાના જ વિચાર રાત-દિવસ કરતાં થઈ જઈશું અને તેમની કૃપાથી પરિણામે આપણે તેમના જેવા થઈ જઈશું. શ્રી તત્ત્વાનુશાસનમાં કહ્યું છે કે : 'वीतरागोऽप्य देवो ध्यायमानो मुमुक्षुभिः । स्वर्गापवर्गफलदो शक्तिस्तस्यहिताद्दशी ॥' અર્થ :—આ દેવ વીતરાગ હોવા છતાં મુમુક્ષુઓ વડે ધ્યાન કરાતાં સ્વર્ગ અને અપવર્ગરૂપી ફળને આપનારા છે કેમ કે તેમની શક્તિ જ તેવા પ્રકારની છે. વળી શ્રીઉપમિતિ ભવપ્રપંચા કથામાં પણ કહ્યું છે કે ‘स देवो परमात्माख्यः शुद्धबोधप्रभावकः । अशरीरोऽप्यनन्तेन वीर्येण भवमोचकः ॥' અર્થ :—તે વીતરાગ પરમાત્મા નામના દેવ, શુદ્ધ જ્ઞાનરૂપી પ્રકાશને ફેલાવનારા (સ્વયં) શરીર રહિત હોવા છતાં અનંત વીર્ય વડે (જીવોને) સંસારથી મુકાવનારા છે. સૌને ચાર મંગળ અને ચારે શરણ મળો, એ જ અભ્યર્થના. ૧. શરણું સ્વીકારવું એનો અર્થ જ એ છે કે—જેના શરણે જઈએ છીએ, તેની રક્ષણાત્મક શક્તિમાં આપણને અડગ વિશ્વાસ છે. ધર્મ-ચિંતન ૦ ૩૫૭ Page #375 -------------------------------------------------------------------------- ________________ જાગતા રેજો શરણાર્થી (આત્મજાગૃતિપ્રેરક આ લેખ વાંચવા–વિચારવાથી લાભ થાય તેમ છે. સં.) દેશમાં દુષ્કાળ હોય, લોકોને ખાવા મળતું ન હોય પરિણામ? લૂંટફાટ અને ચોરીનો ભય. લૂંટફાટ અને ચોરીનો ભય હોય તે વખતે ચોકીદારની ફરજ મોટી, એટલે ચોકીદાર રોન ફરતો જાય અને બૂમ મારતો જાય “જાગતા રેજો.” શા માટે? કોઈ આવી ઘરમાં ખાતર પાડી માલ-મિલ્કત ચોરી ન જાય, તે માટે. આ તો થઈ આપણા પૂલ સંસારમય જીવનની વાત. આપણા ભાવાત્મક જીવનમાં નજર નાખવાની હાકલ તો આપણે સાંભળી જ નથી. થોડા અંતર્મુખ થઈ આપણા ભાવાત્મક જીવન તરફ કોઈ ધન્ય ક્ષણે નજર નાખીએ તો શું જણાય છે ? કોઈક વખત નહિ, થોડા સમયથી નહિ પરંતુ અનેક ભવોથી આપણા ભાવાત્મક જીવનને, કામ, ક્રોધ, લોભ, માનરૂપી ચોરો લૂંટી રહ્યા છે અને આપણે નિરાંત જીવે ઉંઘીએ છીએ. આમ કેમ ? કારણ. કામ, ક્રોધ, લોભ, માન વગેરે ચોરો આપણને લૂંટી રહ્યા છે, તેનું આપણને ભાન જ નથી. ત્યારે કરવું શું? પ્રથમ તો આપણે સાચા હૃદયપૂર્વક આપણી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે “આપણે સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરાવનાર જીવન જીવવું છે કે સાધના કરી મોક્ષ યા પરમાત્મપદને મેળવવું છે ? આ પ્રશ્નનો જવાબ આપતાં ઘણો વિચાર કરવાનો રહે છે. સાધકજીવન જીવવું હશે, તો તો બધા મૂલ્યાંકન જ બદલાવી નાખવા પડશે. સાધના કરવા માટે એ હકીકત આપણા માટે નિશ્ચિત થઈ ગયેલી હોવી જોઈએ કે આત્મા છે અને તે જ આપણા અસ્તિત્વનું મૂળ છે તથા તે જ એક મેળવવા લાયક વસ્તુ છે. આવો પાકો નિર્ણય થયો હશે તો જ સાધનાનો માર્ગ ખુલ્લો થશે. બંધનમાં બંધાયેલો માણસ જ છુટવા માટે પ્રયત્ન કરે. આપણે બંધાયા છીએ તે વાતનું આપણને તીવ્રપણે ભાન થયેલું હોવું જોઈએ અને તેનું ભાન થાય ત્યારે જ સ્વતંત્ર થવાનો પુરુષાર્થ થઈ શકે. સ્વતંત્રતા મેળવવી એટલે પરમાત્માને મેળવવા. પરમાત્માને મેળવવા છે, એટલો નિશ્ચય થઈ ગયા પછી પરમાત્માને મેળવવા શું ૩૫૮ ધર્મ-ચિંતન Page #376 -------------------------------------------------------------------------- ________________ કરવું જોઈએ, તે વિચારણા માગી લે છે. એકલો નિશ્ચય કર્યાથી, કાંઈ દહાડો વળે નહિ. નિશ્ચય કર્યો એટલે બહુ તો એમ કહેવાય કે “જ્ઞાન” થયું, પરંતુ, ‘ક્રિયા' વગરનું “જ્ઞાન” વાંઝીયું છે. એક વખત ખરા હૃદયપૂર્વકનો નિશ્ચય થઈ જાય કે પરમાત્મા મેળવવા છે, તો પછી તેમને મેળવવા શું ક્રિયા કરવી જોઈએ, તેની સૂઝ પડે. આપણને જે ક્રિયા પરમાત્મપદ મેળવી આપે તેને શાસ્ત્રની ભાષામાં “યોગ' કહે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે યોગ સાધના કરવા માટે શું કરવું જોઈએ ? તે માટે પ્રથમ તો તેણે સચેતન થવું જોઈએચૈતન્યમાં જાગ્રત થવું જોઈએ. અત્યારે આપણા અંતઃકરણના અતિ શુદ્ર અને મર્યાદિત અંશ વિષે આપણે સચેતન છીએ, તેના બાકીના ઘણા મોટા અંશ વિષે આપણે અજ્ઞાન–અચેતન છીએ. એ અચેતનતા-જડતા-આપણને જડ પ્રકૃતિ જોડે બાંધી રાખે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કે તેનું રૂપાંતર થવા દેતી નથી. અચેતનતાના છિદ્રમાં થઈને આત્મ-વિરોધી શક્તિઓ આપણામાં પ્રવેશ કરે છે અને આપણને પોતાના ગુલામ બનાવે છે. એટલે જરૂરી વસ્તુ એ છે કે આપણી પ્રકૃતિ વિષે તથા આપણી ગતિ અને ક્રિયાઓ વિષે આપણે જાગૃત રહેવું જોઈએ. આપણે શા માટે અને કેવી રીતે ક્રિયામાં પ્રવૃત થઈએ છીએ, શા માટે અને કેવી રીતે આપણને વસ્તુઓનું ભાન થાય છે, શા માટે અને કેવી રીતે આપણે વિચાર કરીએ છીએ, તે આપણે જાણવું જોઈએ. કયો ઉદ્દેશ, કઈ પ્રેરણા, કઈ ગુપ્ત યા પ્રકટ શક્તિ આપણને ક્રિયામાં યોજે છે, તે આપણે જાણવું જોઈએ–ખરું જોતાં આપણા ચિત્ત તત્રના એકે એક અંગને યંત્રના એક એક ભાગની પેઠે આપણે છૂટું પાડીને જોવું જોઈએ. એકવાર તમે સચેતન થયા એટલે તમે વિવેક કરી શકશો, સાચુ-જૂઠું પારખી શકશો, કઈ શક્તિઓ તમને અધોમાર્ગે ખેંચી રહી છે અને કઈ તમને ઉર્ધ્વમાર્ગમાં સહાયક છે, તે પણ તમે જાણી શકશો. સાચા-જુઠાનો, ઇષ્ટ અને વર્યનો ભેદ એકવાર તમારા જાણવામાં આવે, એટલે સત્યનો સ્વીકાર અને અસત્યનો ઈન્કાર આપોઆપ થશે.” “દિવ્ય અને અદિવ્ય એટલે સત્ય અને મિથ્યા વગેરેનાં જોડકાં ડગલે અને પગલે સાધનામાં આગળ આવીને ઊભાં રહે છે. દરેક પગલે તમારે આ માર્ગમાં ધીર, ખંતીલા અને જાગ્રત–“સદા અતંદ્ર રહેવું જોઈશે. આપણે કરવાનું તે આ છે : આપણે “સાધક થવાનો જ નિર્ણય કર્યો હશે. તો પછી આપણે કોની સાથે હળીએ મળીએ છીએ, કોની સાથે વાતચીત કરીએ છીએ, કઈ ચોપડીઓ વાંચીએ છીએ, તે સંબંધે, ટુંકમાં કહીએ તો આપણી પ્રત્યેક ક્રિયા વખતે આપણે જાગ્રત રહેવું પડશે. ચેપી રોગના ઝેરી જંતુઓના હુમલાના ભોગ બનવા માટે જયાં વ્યાધિનો ઉપદ્રવ ધર્મ-ચિંતન ૩૫૯ Page #377 -------------------------------------------------------------------------- ________________ હોય તે જગાએ જવું પૂરતું છે. ચેપી રોગનો વાવર છે કે નહિ તે જાણવાની જરૂર હોતી નથી—મહિનાઓના મહિનાની મહેનતને અંતે પ્રાપ્ત કરેલી વસ્તુ તમે થોડી જ મિનિટમાં ગુમાવી દઈ શકો છે” કોઈ અનિષ્ટ માનવ જોડે થોડી વાતચીત કરો, અથવા તો, એવો માણસ ફક્ત તમારા પાસે થઈને પસાર થાય તો પણ તમને તેનો ચેપ લાગે એ શક્ય છે. હકીકત આ પ્રમાણે છે : એટલે આપણે પ્રત્યેક વિચાર, વચન કે ક્રિયા કરતી વખતે ખૂબ જ સજાગ · રહેવાનું છે. આપણે પરમાત્માને, પરમ-આત્માને મેળવવાનો નિશ્ચય કર્યો છે એટલે આપણા, મન, વચન અને કર્મ વડે થતી પ્રત્યેક ક્રિયા આપણે પરમાત્માને ચરણ ધરવાની છે પરમાત્માને પસંદ ન પડે તેવી કોઈ ક્રિયા આપણાથી થઈ જાય નહિ, તેનીં તકેદારી, પળે, પળે રાખવાની છે. આપણો નિશ્ચય (પરમાત્માને મેળવવાનો) સાચો હશે તો પૂર્વના સંસ્કારોને લઈ કાંઈ ભૂલ આપણા હાથે થશે, તો પણ તે ભૂલ કરતી વખતે પણ આપણે જાગ્રત હોઈશું, તો ભૂલનું દુઃખ હશે અને ફરી તેવી ભૂલ ન થાય તે માટે આપણે નિશ્ચય કરીશું અને તે નિશ્ચયને અમલમાં મૂકવાનો પણ પ્રયત્ન કરીશું. ૫૨માત્માને-૫૨મ-આત્માને મેળવવા એ કાંઈ નાનીસુની વાત નથી. દુનિયાદારીની ક્ષુદ્ર વસ્તુ મેળવવા માટે પણ કેટલો પ્રયત્ન કરવો પડે છે ? તો પછી પરમાત્માને મેળવવા માટે કેટલો પ્રયત્ન કરવો જોઈએ ? તે માટે તમામ નિમ્ન લાગણીઓ અને હીન સંસ્કારોને નાબૂદ કરવા પડશે. આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, માન, માયા વગેરેને આત્મ-યજ્ઞના અગ્નિમાં હોમવા પડશે. આપણી તે માટે તૈયારી હશે તો જ પ્રભુ આપણને આવી મળશે. ત્યારે કરીશું શું ? કરવાનું આટલું જ કે : મન, વચન, કાયાથી થતી પ્રત્યેક ક્રિયા વખતે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ ક્રિયા મારા ધ્યેયને પહોંચવામાં મદદ કરશે ? જવાબ ‘હા’માં આવે તો તે પ્રમાણે કરવાનું, ‘ના'માં આવે તો ચૌદરાજલોકનું રાજ્ય મળતું હોય તો પણ તે નહિ કરવાનું. આને કહેવાય છે સાનુકૂળનો સંકલ્પ અને પ્રતિકૂળનો ત્યાગ. આની સાથે જોઈએ પરમાત્માની તારકશક્તિમાં અખૂટ શ્રદ્ધા. આટલી વસ્તુ હશે તો જરૂર આપણે પરમાત્માને મેળવી શકીશું. ૩૬૦ ૦ ધર્મ-ચિંતન Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ સાથે સંબંધ શ્રી અમૃતલાલ મોદી M.A. આપણે બધા શ્રીજિનેશ્વરોની પૂજા કરીએ છીએ, પણ તેમની સાથેનો આપણો જે સંબંધ છે, તે આપણામાંથી બહુ ઓછા જાણે છે. ગુરુકૃપાથી જાણવા મળેલ આ સંબંધ બધાની જાણ માટે અહીં આપવામાં આવે છે. શ્રીજિનેશ્વર ભગવંતો આપણા પરમ ઉપકારી છે. તેમનામાં અસંખ્ય ગુણો ભરેલા છે. તે ગુણોને લીધે જ તે પૂજ્ય છે. “ગુણ ગાવાથી ગુણ આવે નિજ અંગ–માટે જ આપણે પ્રભુ જેવા થવા માટે તેમની પૂજા કરીએ છીએ. વળી શ્રીજિનેશ્વરદેવ પોતાના પૂજકને પોતાના સમ કરવાની–તુલ્ય કરવાની શક્તિ ધરાવે છે, તે માટે જ તે પૂજય છે. પણ આપણો તેમની સાથે સંબંધ શું? તે નીચે મુજબ છ પ્રકારે છે : ૧. પ્રભુ અને આપણે એક જ જાતિ છે. જીવત્વ જાતિના–આપણે પ્રભુના સજાતીય છીએ. અજીવ નથી. આપણે એમની જાતિમાં છીએ તેનો આપણને ગર્વ હોવો ઘટે. કોઈ પણ ધનિક પુરુષ કે મોટો પુરુષ આપણી જાતિનો હોય ત્યારે આપણને તેનું નામ લેતાં કંઈક ગર્વ અનુભવાય છે. તે પ્રમાણે પ્રભુ અને આપણે એક જ જીવત જાતિના હોવાથી સજાતીય છીએ અને આપણે જડ કે અજીવ નથી. ૨. દ્રવ્ય પર્યાયના ન્યાયે પણ આપણો પ્રભુ સાથે સંબંધ છે. પ્રભુનો અને આપણો આત્મા એક જ જીવ દ્રવ્યરૂપી વસ્તુ છે. તેમાં તફાવત માત્ર એટલો જ કે તેમનો સિદ્ધપર્યાય પ્રકટ થઈ ચૂકેલો છે, આપણે તે પર્યાયને પ્રગટ કરવાનો છે દરેક દ્રવ્યમાં અનેક પર્યાય હોય છે. જેમ કે સુવર્ણમાં વીંટી, હાર કે બંગડીના પર્યાય છુપાયેલા છે. એક જ સુવર્ણ ધાતુમાંથી એ મળે. એક પછી એક કરીને ભાંગવામાં આવે તો ત્રણે પર્યાય એ સુવર્ણમાં સમાયેલા જ છે. તે જ રીતે આત્માના દરેક પ્રકારના પર્યાય કે રૂપો તેમાં જ સમાયેલા છે, અંતહિત છે, તે પ્રગટ કરવાની જ વાર છે. તેથી શ્રીજિનેશ્વરદેવોએ તેમનામાં રહેલ પોતાના સિદ્ધ પર્યાયને પ્રગટ કરી દીધો છે. આ પર્યાય અંતિમ અને ધ્રુવ છે. બીજા બધા પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે, નાશમાન છે. આ સિદ્ધપર્યાય જે આત્માનો અંતિમ સ્વભાવ છે, આપણામાં રહેલ હોવાથી આપણે સિદ્ધ જીવો–જિનેશ્વરો-તુલ્ય જ છીએ. ૩. શ્રીજિનેશ્વરદેવો સાથે આપણે ધ્યાતા ધ્યેયનો સંબંધ છે. જો ન હોય–એટલે કે આપણે જો શ્રીજિનેશ્વરનું ધ્યાન ન ધરતા હોઈએતો તે હવે બાંધી લેવો. એટલે કે ધ્યાન ધરવાનું શરૂ કરવું. પ્રભુ આપણા ધ્યેય છે. આપણે ધ્યાતા છીએ. પ્રભુનું ધ્યાન ધરીએ છીએ. ધ્યાતા પૂર્ણ ધ્યાનથી છેવટ ધ્યેય બની જાય છે. ધ્યાનથી ધ્યાતા-ધ્યેયનો સંબંધ ધર્મ-ચિંતન - ૩૬૧ Page #379 -------------------------------------------------------------------------- ________________ બંધાય છે. તે આપણો શ્રીજિનેશ્વરો સાથે છે અને તેથી જ આપણે જે ધ્યાતા છીએ તે છેવટે પૂર્ણ ધ્યાનના પ્રતાપે ધ્યેયરૂપ બની શકીએ. જ્યારે ધ્યાતા એકતાન થઈ ધ્યેયની સામે તેનું ધ્યાન ધરે છે, ત્યારે તે એકતાર થઈ જાય છે અને તે જ આપણો પ્રભુ સાથેનો નિકટ સંબંધ બતાવે છે. ૪. શ્રીજિનેશ્વરદેવ સકલ જગતને જોઈ રહ્યા છે ને જાણી રહ્યા છે. તેથી તેઓ જ્ઞાતા છે અને તે આપણને જાણે છે, તેથી આપણે જ્ઞેય છીએ એ રીતે તેમની સાથે આપણો શાતા-શેયનો સંબંધ છે વળી તેમાં તેઓ ત્રણે કાળના સર્વ ભાવોને જાણે છે અને દેખે છે, વર્તમાનકાળને પણ જાણે અને દેખે છે. આને લીધે આપણામાં જે દર વખતે ફેરફાર થાય છે, તેથી શેયમાં થયેલ પરિવર્તનોથી જ્ઞાતા પણ તેટલા અંશમાં પરિવર્તન પામે છે. આ સંબંધનું જ્ઞાન જો આપણને દરેક વખત રહ્યા કરે તો તે આપણા જીવનને સુધારવા માટે મહત્ત્વનું બની જાય. કેમ કે તેથી આપણે જાણીએ કે સિદ્ધો આપણને દર વખતે જોઈ જ રહેલા છે અને તે માટે આપણે કોઈ પણ પ્રકારના ખરાબ વર્તનથી કે દુષ્ટ વિચારથી બચી શકીએ અને પાપપંકમાં પડતા ઉગરી જઈએ. ૫. ભાવથી પણ આપણે શ્રીજિનેશ્વરદેવથી સંબંધિત છીએ. તેઓ વિશ્વવત્સલતાના ભાવ ધરાવે છે. બધા જીવો પ્રત્યે તેમનામાં વાત્સલ્યભાવ છે. તેથી આપણે પણ તેમાં આવી જઈએ. તેમના આવા સુંદર ભાવના લીધે જ આપણે સુખી છીએ અને ધીરે ધીરે ઉર્ધ્વગમન કરીએ છીએ. જીવો તરતા નથી કે દુ:ખી થાય છે, તેમાં કારણભૂત તે જીવો પોતે છે, કેમ કે તેમનામાં આથી વિરોધી ભાવો હોય છે. પ્રભુના ભાવ સાથે અવિરોધી ભાવ આવે તો જીવની ઉર્ધ્વગતિ અવશ્ય થાય. છેવટે ધર્મનો સંબંધ છે. ધર્મથી જ આ પૃથ્વી ટકી રહી છે. જો ધર્મ પૃથ્વી પર નહોત તો તે ક્યાં જાત એ ખબર જ ન પડે અગર તેનો નાશ જ થઈ જાત. આ રીતે શ્રીજિનેશ્વરદેવો સાથે આપણો છ પ્રકારે સંબંધ છે. આવો દરરોજ વિચાર કરવો જોઈએ, અને તે પ્રકારના સંબંધનો વિચાર છતાં પ્રભુનું ધ્યાન-પૂજન આદિ કરવું જોઈએ. પ્રભુજીને વિધિ-નિષ્ઠાપૂર્વક ભજવાથી, તેઓશ્રીની અચિંત્ય તારકશક્તિ સાથે સાચો સંબંધ બંધાય છે, જે સાધકને ભવના સર્વ બંધનોથી ‘પર' બનાવે છે. ૩૬૨ ૦ ધર્મ-ચિંતન Page #380 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેણીસંગમ બાળસાધક શ્રીનવકારનો જાપ અને શ્રીલોગસ્સનું ધ્યાન એ શાસ્ત્રવિહિત છે. તે જાપ અને ધ્યાનના અચિંત્ય પ્રભાવે ઉભય પ્રકારની દરિદ્રતા સૂર-ચૂર થઈ જાય છે. ભાવદરિદ્રતા એટલે કેવળ સ્વ-સુખની કામના. તેનું નિવારણ એટલે સર્વના હિતની કામના. એ હેતુઓ શ્રીનવકારના વિધિપૂર્વકના જાપની જેમ શ્રીલોગસ્સનું ધ્યાન તેમ જ કાયોત્સર્ગ થાય તો ભવોભવની આપણી ભાવ દરિદ્રતા નામશેષ થઈ જાય. ભાવમાંથી દરિદ્રતા જાય એટલે જીવન એ ભાવ લક્ષ્મીનું ધામ બની જાય. ભાવ લક્ષ્મીનો જ્યાં વાસ હોય, ત્યાં સદા મંગલમય વાતાવરણની સુવાસ હોય. મંગલમય વાતાવરણની સુવાસ વચ્ચે કોઈ આત્માને કોઈ પણ વસ્તુનો અભાવ ન ખટકે. કારણ કે એવા આત્માઓના અસ્તિત્ત્વનો આધારસ્તંભ એ માત્ર વસ્તુ નહિ, પરંતુ શ્રીજિનેશ્વરભગવાનની પરમહિતકર આજ્ઞા અને ભાવના હોય છે. જાપથી ભવની છાપ ભૂંસાય છે, ધ્યાનથી પ્રાણશક્તિ શુદ્ધ થાય છે, કાયોત્સર્ગથી આત્મભાવની ગહન અનુભૂતિ સહજ બને છે. જાપ ભવનાં તાપને હરે છે. ધ્યાન દેવાધિદેવની આજ્ઞામાં સ્થિર બનવાની અચિંત્ય શક્તિ જગવે છે. કાયોત્સર્ગ ‘શરીર એટલે જ હું' એવા અનાદિ અવિદ્યાજનિત મોહને ધીમે ધીમે દૂર કરે છે. જાપ, એ અત્યંતર તપનો ચોથો પ્રકાર છે, ધ્યાન પાંચમો અને કાયોત્સર્ગ છઠ્ઠો સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. શ્રીનવકારનો જાપ એટલે શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોનું ભક્તિભાવભીના હૃદયે સ્મરણ. શ્રીલોગસ્સનું ધ્યાન એટલે શ્રીતીર્થંકરભગવંતોના સર્વોચ્ચ આત્મભાવમાં સ્વભાવનું વિલીનીકરણ. કાયોત્સર્ગ એટલે આત્માથી, પરમાત્માના યોગને લાયક બનવાની ઉત્કૃષ્ટ ક્રિયા. જાપ એટલે કેવળ સ્વાર્થનો સ્પષ્ટ ઇન્કાર. ધ્યાન એટલે ૫૨માર્થમાં રમણતા. કાયોત્સર્ગ એટલે આત્માના પરમભાવને આગળ સ્થાપવાની સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ક્રિયા. જાપ, આત્માની માંગ (Demand)ને તાજી કરાવે છે. તે માંગ એટલે પરમપદ. ધર્મ-ચિંતન ૦ ૩૬૩ Page #381 -------------------------------------------------------------------------- ________________ તે માંગને પૂરી કરવાની શક્તિનું કેન્દ્રીકરણ ધ્યાન દ્વારા થાય છે. –અને કાયોત્સર્ગ, ભવ વિષયક કોઈ મમતા સાથે મારે સંબંધ નથી, તેનું આરાધકને સચોટ ભાન કરાવે છે. જાપના તાપમાંથી ધ્યાનની ધવલ પ્રભા પ્રગટે છે. તે પ્રભાનો અંચળો ઓઢીને બેસવાની લોકોત્તર ક્રિયા સરખી કાયોત્સર્ગની ક્રિયા છે. જાપ, ધ્યાન અને કાયોત્સર્ગના ત્રિવેણી સંગમમાં ભાવ સ્નાન કરવાનો ભાવ આપણા અંતઃકરણમાં જાગો. આત્મા ઉપરના દર્શન, જ્ઞાન અને ચારિત્ર વિષયક માલિન્યને નિર્મૂળ કરવામાં જાપ, ધ્યાન અને કાયોત્સર્ગની શક્તિ ખરેખર અમાપ વર્તાય છે. સાચી કર્મ કુશળતા શાસ્ત્રોક્ત સર્વ અનુષ્ઠાનો આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવા માટે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પરમાત્માના ધ્યાનને આધીન છે. પરમાત્માનું ધ્યાન તેમની આજ્ઞાના પાલન દ્વારા, ગુણના ચિંતન દ્વારા, નામના ગ્રહણ દ્વારા અને સ્વરૂપના દર્શન દ્વારા થઈ શકે છે. આત્મ ધ્યાન માટે નવપદાત્મક પરમાત્માનું આલંબન અનિવાર્ય છે. તે આલંબન તેમના નામ, રૂપ, ગુણ ચિંતન અને આજ્ઞાપાલન દ્વારા સધાય છે. તે માટે જે નિર્મળતા જોઈએ તે અહિંસા, સંયમ અને તપના અનુષ્ઠાન વડે પ્રાપ્ય છે. અહિંસા વડે પાપ નિવૃત્તિ, સંયમ વડે દુઃખ નિવૃત્તિ અને તપ વડે કર્મ નિવૃત્તિ થાય છે. મૈત્રી ભાવનાનો વિષય પણ અહિંસા, સંયમ અને તપ છે. તેની આરાધના વડે જીવો પાપ, દુઃખ અને કર્મરહિત બને છે. સંત પુરુષોના હૃદયમાં જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવના છે. તે ભાવનાના આલંબન વડે ચિત્ત નિર્મળ થાય છે. અહિંસાદિ ગુણોના પાલન વડે પણ ચિત્ત શુદ્ધ થાય છે. તે ગુણોના આધારભૂત આત્મદ્રવ્યના ધ્યાનાદિ વડે ચિત્ત તન્મય બને છે. તેનું જ નામ સમરસાપતિ છે, કે સમાપત્તિ છે. (સમત્વ યોગ ઉચ્યતે !) યો: ૬ શત્રમ્ | સમત્વ, અનાગ્રહ, અનેકાંત પરિણતિ એ જ સાચું સામાયિક છે અને તે જ મોક્ષનું પરમાંગ છે અને એ જ સાચી કર્મ કુશળતા છે. ૩૬૪ ૦ ધર્મ-ચિંતન Page #382 -------------------------------------------------------------------------- ________________ પાયાનું કામ “પાયસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમનો અંગૂઠે, જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણો, તે વિણ જ્ઞાન તે જૂઠો રે. સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો, વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે.’ કમ્મપયડી જેવા ગ્રંથો ઉપ૨ વિસ્તૃત ટીકા રચનાર અને કરોડો શ્લોક પ્રમાણ સાહિત્યનું નવનિર્માણ કરનાર ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજને જયારે અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે એમના મુખેથી સરી પડેલ આ ઉદ્ગાર છે. અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન એમને ફીક્કું લાગે છે—“જૂઠું” લાગે છે. આત્મસાધના અર્થે જ ભેખ લેનારા પણ આજે તો શ્રુતજ્ઞાનથી સંતોષ માની નિરાંત અનુભવી રહ્યા છે, એટલું જ નહિ, કેટલીયવાર તો ઊછીના લીધેલ એ શ્રુતજ્ઞાનની સાવ ટુંકી મૂડીએ ધર્મોપદેશના ધોધ વહાવી અધ્યાતમનો માત્ર મોટો દેખાવ જ નિભાવાય છે ત્યારે, ઉપાધ્યાયજી મહારાજની આ અનુભવવાણી આપણને સૌને જગાડી જાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી ધર્મપ્રરૂપણા ન કરતાં, મૌન રહી પ્રભુએ અનુભવજ્ઞાનની ઉપાદેયતા પોતાના જીવન-દષ્ટાંતથી ઉપદેશી છે. એમાંથી પ્રેરણા મેળવી સાધકે પણ “પહેલાં સ્વાનુભૂતિ-આત્મદર્શનઆત્મસાક્ષાત્કાર અને પછી ધર્મોપદેશ” એ પોતાના જીવન અને સાધનાનો સહજ ક્રમ બનાવી દેવો જોઈએ. આત્મતત્ત્વના અનુભવ વિનાનો ધર્મોપદેશ એ પોપટવાણી છે. અધ્યાત્મની મસ્તીમાં શ્રીચિદાનંદજી મહારાજે ગાયું છે કે— “રસભાજનમેં રહત દ્રવ્ય નિત, નહિં તસ રસ પહિચાન, તિમ શ્રુતપાઠી પંડિતનું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે. ઘટમેં પ્રગટ ભયો નહીં, જ લૌ અનુભવજ્ઞાન.” માટે આત્માર્થી સાધકે તો જ્યાં સુધી પોતાની સાધના અધુરી છે—સ્વાનુભવ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી જીભ ઉપર તાળું લગાવી અંદરની શોધમાં જ મચ્યા રહેવું એ અધિક હિતકર કર્તવ્ય છે. અને....સ્વાનુભૂતિ આ જીવનમાં ન જ મેળવી શકાય એવું નથી, જાતની કીર્તિ ધર્મ-ચિંતન ૦ ૩૬૫ Page #383 -------------------------------------------------------------------------- ________________ કે યશગાથાની ખેવના જેવી પોતાની ક્ષુદ્ર કામનાઓની તૃપ્તિ માટે જેટલી મહેનત માણસ કરે છે, તેના કરતાં આ પ્રયાસ વધારે મુશ્કેલીભર્યો નથી. આમાં તો પોતાના મન જોડે જ યુદ્ધ કરવાનું છે. પ્રારંભમાં એ કામ નિરસ અને નિષ્ફળ લાગે છે. પણ સંકલ્પબળનો આધાર લઈને, અનેકવારની નિષ્ફળતાઓને અવગણીને, ખંતે અને વણથંભ્યા અથાક પ્રયત્નથી તેને જ કાબૂમાં લેવાનું છે. આ કાર્ય જે પાર ઉતારે છે તેનું જીવન પ્રસન્નતાથી સભર બની રહે છે, માનવ જીવનનું ખરું ફળ મેળવી તે કૃતાર્થ બની જાય છે. આ માર્ગે જનાર માટે એક ઉત્સાહપ્રેરક હકીકત એ છે કે આ કાર્યમાં સાધકને સદા પોતાની હૃદયગુફામાં બિરાજમાન “પરમગુરુ” તરફથી ગુપ્ત રીતે પ્રેરણા, માર્ગદર્શન અને સહાય મળતાં જ રહે છે. આ એક નક્કર હકીકત–a fact–છે, એવો અનુભવ આ માર્ગે થોડાંક જ પગલાં મૂકનારને થયા વિના રહેતો નથી, પછી તો તેનું કામ માત્ર એટલું જ રહે છે કે એ અવાજ સાંભળવા સદા સજાગ રહી પૂરી શ્રદ્ધાથી એનું અનુસરણ કરવું. માટે, શ્રીઉત્તરાધ્યયન સૂત્રના “છ્યું નિમેષ્ન ગપ્પાળ, દ્લ સે પરમો ગાઓ ।'' એ સૂત્રને પોતાનો જીવનમંત્ર બનાવી દઈ, સર્વત્ર ભટકતા પોતાના મનને જ જીતી, તેને એકાગ્ર બનાવી, આત્માનુભવ પ્રાપ્ત કરવો એ જ એની સાધનાનું પ્રાથમિક લક્ષ્યાંક બનવું જોઈએ, સાધકજીવન માટે પાયાનું આ કામ છે. ચાર ગતિમાં જીવન નારક જીવના જીવનમાં કરુણ, ભયાનક, બીભત્સ અને રૌદ્ર રસ પ્રધાનતયા હોય છે. તિર્યંચ જીવના (પશુના) જીવનમાં શૃંગાર, હાસ્ય અને વીર એ ૨સો મુખ્ય ભાગ ભજવે છે. શૃંગાર, વીર, અદ્ભુત અને શાંત એ રસો દેવજીવનમાં મોટે ભાગે હોય છે. માનવ જીવનમાં ઉપરોક્ત ત્રણે પ્રકાર જોવાય છે. છતાં માનવવિશેષના જીવનમાં વીર, અદ્ભુત અને શાંત એ ત્રણ રસો મૂર્તિમંત થયા હોય છે અને તેથી જ સર્વશ્રેષ્ઠ જીવન માનવજીવન ગણાય છે. —પં. y. પં. શ્રીધુરંધરવિજયજી ગણિવર. ૧. પોતાની જાત ઉપર જય મેળવ, એ તારો પરમવિજય બની રહેશે—બીજા બધા વિજયો એની આગળ ફિક્કા લાગશે. ૩૬૬ • ધર્મ-ચિંતન Page #384 -------------------------------------------------------------------------- ________________ સર્વના કલ્યાણમાં પોતાનું કલ્યાણ શ્રી અગરચંદજી નાહટા જગતમાં પ્રસિદ્ધ કહેવત છે કે, “ર મા તો હો મન્ના' પરંતુ મનુષ્ય મોટે ભાગે પોતાનું જ ભલું ચાહે છે. બીજાને પણ આનંદમંગળ થાઓ, બીજાઓનું દુઃખ પણ દૂર થાઓ, બીજાઓ પણ સુખથી ભરપૂર થાઓ, એવો પ્રયત્ન કરવો દૂર રહ્યો પણ એવી મંગલ કામના પણ કરતો નથી. જે શુભ કામના કરવાથી ન પોતાને પૈસા લાગે છે, ને પોતાને શારીરિક શ્રમ પડે છે અને જેનું ફળ અત્યંત શુભ છે, એવું સરળ અને લાભપ્રદ કાર્ય પણ મનુષ્ય કરતો નથી, એનાથી અધિક દુઃખની વાત બીજી શી હોઈ શકે? ન માલૂમ મનુષ્યમાં આ કુટેવ પડી ગઈ છે કે તે બીજાની બુરાઈ ન કરી શકે તો પણ તેની ઇચ્છા એક જ રહે છે કે મારાથી વધારે સુખી કોઈ ન હોય બીજાને અધિક સુખી દેખીને તેના મનમાં ઈષ્ય જાગ્રત થઈ જાય છે. ભારતીય મહર્ષિઓએ એ માટે ચાર સુંદર ભાવનાઓનું નિરૂપણ કર્યું છે, જેથી પોતાનું તો કલ્યાણ થાય જ છે, સાથે બીજાઓના કલ્યાણનું પણ તેથી ઉત્થાન થાય છે. તે ભાવનાઓ છે, મૈત્રી, પ્રમોદ કારુણ્ય અને માધ્યચ્ય. જગતમાં સારા-નરસા, સજ્જન-દુર્જન, સર્વપ્રકારના લોક હોય છે. તે સર્વની સાથે આપણો સંબંધ કેવો જોઈએ, એનું સુંદર નિરૂપણ આ ભાવનાઓ વડે કરવામાં આવ્યું છે. સર્વને પોતાના હિતકારક માને અને કોઈને પણ પોતાનો શત્રુ ન માને, એ મૈત્રીભાવના છે. પોતાથી ઉચ્ચ શ્રેણિવાળી વ્યક્તિને દેખીને પ્રમોદભાવ જાગે. દુઃખી મનુષ્યોના પ્રત્યે કરુણાભાવ હોય. કોઈના પણ દુઃખને જોઈને કરુણાભાવ જાગે, અને એ ભાવથી પ્રેરિત થઈને તે વ્યક્તિનું દુઃખ નિવારણ માટે પૂર્ણપણે અગ્રસર થાય. દુઃખ અનેક પ્રકારના હોય છે. બહારથી સુખી દેખાતા પણ અંદરથી દુઃખી હોય છે. જન્મ, મરણ, રોગ અને વૃદ્ધાવસ્થાનાં દુઃખો તો બધાની પાછળ લાગેલા જ છે. એ કારણે મહાપુરુષોએ કઠિન સાધના દ્વારા સુખ-શાંતિનો માર્ગ શોધ્યો અને પોતાની અનુભવસિદ્ધવાણી દ્વારા સદ્ધર્મનો સંદેશ આપ્યો. મહાપુરુષોનો ઉપદેશ પણ એક પ્રકારનું દાન છે. રસ્તો ભૂલેલાને રસ્તો બતાવવો એ સત્પરુષોનું કામ છે. મૂઢજન કલ્યાણનો માર્ગ શું છે, તે સમજી શકતો નથી અને અકલ્યાણના માર્ગમાં પ્રવૃત્ત રહે છે. તેને તે પ્રકારે ભટકી રહેલો દેખીને જ્ઞાનીજનોના હૃદયમાં કરુણા ઉત્પન્ન થાય છે. કોઈ પણ રીતે તેનો ઉદ્ધાર થાય, એ જાતિનો હૃદયનો પોકાર તેમને સદ્ધર્મ પ્રચારની પ્રેરણા આપે છે. એથી જગતનું કલ્યાણ થાય છે. ચોથા પ્રકારની વ્યક્તિ તે છે કે જે સમજાવવા છતાં સમજતી નથી–ઘણીવાર તો શિખામણ આપનારની પણ નિંદા કરે છે, ગાળો દે છે, તેમને અનેક પ્રકારના કષ્ટ આપે ધર્મ-ચિંતન • ૩૬૭ Page #385 -------------------------------------------------------------------------- ________________ છે. આવી દુષ્ટ વ્યક્તિઓ પ્રત્યે પણ સત્પરુષો ધૃણા કરતા નથી, એનું અનિષ્ટ ચિતવતા નથી, એના પર આક્રોશ કે રોષ કરતા નથી, કિન્તુ તેના પર સદ્દભાવપૂર્ણ માધ્યસ્થ રાખે છે, તેને સુધારવાનો પ્રયત્ન છોડતા નથી પણ પોતાના પ્રયત્નમાં અસફળ થાય તો પણ દ્વેષ ધારણ કરતા નથી. ઉલ્યું તે જીવોમાં પણ સબુદ્ધિ જાગ્રત થાય, આજ નહિ તો કાલ પણ તે સન્માર્ગ પર આવી જાય એવી ભાવના રાખે છે, એથી ઉભયનું કલ્યાણ થાય છે. જૈન ધર્મમાં સર્વોચ્ચ પદ તીર્થકરોનું છે. તીર્થકરનો જન્મ લેવા પહેલાના જન્મોમાં વિશ્વના કલ્યાણની ભાવના ઘણી ઉત્કટતાથી તેમણે કરેલી હોય છે. એના ફળસ્વરૂપ તીર્થકર બનીને સદ્ધર્મના પ્રચાર દ્વારા પોતની ભાવનાને મૂર્ત રૂપ આપે છે. સર્વની કલ્યાણભાવનાથી સ્વયં પોતાનું કલ્યાણ તો સુનિશ્ચિત છે, કેમ કે સર્વમાં સ્વયં” સમ્મિલિત છે. વિવિધ ધર્મોને નિત્ય પાઠ્ય સ્તોત્રોમાં અને વિધિ-વિધાનોમાં વિશ્વના કલ્યાણની. કામના પ્રતિદિન કરવાનું વિધાન છે. ‘શિવમસ્તુ સર્વનId: I' ‘સર્વત્ર સખ્ત સુવિનઃ ', ‘તો: સમસ્તા: સુવિનો ભવતુ ' વગેરે ભાવનાઓ ઓછેવત્તે અંશે દરેક ધર્મમાં છે. પ્રતિદિન આ જાતની શુભભાવનાઓ કરવાથી એનું પરિણામ પોતાને તથા બીજાને કલ્યાણકારી થાય છે. મનુષ્યનું જીવન અને પ્રવૃત્તિ વિચારો અને ભાવનાઓને અનુરૂપ હોય છે. એ કારણે પરહિત-કામના અને વિશ્વકલ્યાણની ભાવનાને જીવનમાં ઘણું મહત્ત્વ છે. વિચારો અને ભાવનાઓનો પ્રભાવ આચાર પર અવશ્ય પડે છે અને આજે નહિ તો કાલ તેને અનુરૂપ પ્રવૃત્તિ થાય છે, તે વડે સ્વપરનું હિત સંપાદન થાય છે. આત્મોન્નતિ માટે આવો સુગમ ઉપાય બીજો કોઈ છે નહિ. આ ઉપાય વડે પોતાનું જીવન મહાન બનાવવા સાથે વિશ્વના પ્રાણીઓને પણ શુદ્ધ હૃદયના પોકારથી સુખ-શાંતિ પહોંચાડી શકાય છે. જૈન ધર્મમાં કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણેનું ફળ એક સરખા જેવું બતાવ્યું છે. પાતંજલ યોગદર્શનમાં પણ ‘કૃત પિતાનુમોહિત' એમ ત્રણ પ્રકારના કર્મ ફળદાયી કહ્યાં છે, તેમાં પણ હૃદયગત ભાવનાઓનું ફળ સર્વથી અધિક કહ્યું છે. ભાવનાઓ વિનાની ક્રિયાઓ શૂન્ય છે. એ કારણે પ્રતિદિન સુંદર અને ઉદાત્ત ભાવોની વૃદ્ધિ કરવા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. સર્વના કલ્યાણમાં પોતાનું કલ્યાણ રહેલું છે, એમ સમજવાથી સંકુચિતતા તરફથી ઉદારતા અને સીમિતતા તરફથી વિશાળતા તરફ જવાય છે. ૩૬૮ - ધર્મ-ચિંતન Page #386 -------------------------------------------------------------------------- ________________ તરસ્કાર થાય છે. ભાઈને પત્ર ભાઈ મારા ! સેવવા જેવો ધર્મ છે, ભજવા જેવા ભગવાન છે, જપવા જેવો નવકાર છે એ નક્કી જાણજે. અધર્મના સેવનથી દુર્ગતિમાં જવાય છે. પ્રભુને ભૂલવાથી કૃતતાના ભાગી થવાય છે.' શ્રીનવકારને ત્યજવાથી પુણ્યનો તિરસ્કાર થાય છે. અધર્મને દુર્ગતિ સાથે સંબંધ છે, એવું જાણવા છતાં મોહ અને અજ્ઞાનને વશ થઈને તેનું સેવન કરવું અને તેના ફળરૂપે સુખની આશા રાખવી તે બાવળ વાવીને આમ્રફળની આશા રાખવા જેવું છે. પ્રભુભક્તિના પ્રભાવે હૈયામાં ભાવ જાગે છે–રાગદ્વેષની જંજીરોને તોડી નાખવાનો. રાગ ઘટે છે, તેમ તેમ બહિર્ભાવ ઘટે છે. દ્વેષ ઘટે છે, તેમ તેમ દુર્ભાવ ઘટે છે. બે પક્ષના ખેલાડીઓની લાતે ચઢેલા દડા જેવી દુર્દશા રાગ-દ્વેષની લાતે ૨ તાં જીવની થાય છે. આત્માની અનંત શક્તિ આવરાયેલી રહે, તેનો જરા સરખો ખેદ પણ ન થી ૫ તો પછી માનવના ભવની સાર્થકતા કેમ સાધી શકાય ? - અહીં સુધી આવીને હવે શું પાછા પડવું છે ? આગળ જવાનો માર્ગ શું અહીંથી "જ બંધ થાય છે ? કે પછી અહીંથી આગળ વધવામાં જોખમ સમજાય છે ? , ભાઈ ! ભવની સેવા તો ઘણીયે કરી. તેના બદલામાં તેણે આપણને કેવા કેવા ભયાનક દુઃખો વડે નવાજ્યા છે એ વિસરી શકાય એમ છે કે ? તો પછી ભગવાનને ભજવામાં હવે પ્રમાદ શા માટે ? જો મન ભજનમાં ન લાગતું હોય તો એનો પણ ઈલાજ છે. અને તે ઈલાજ જેવો તેવો નહિ પણ અકસીર છે. રામના બાણ જેવો છે. તે ઈલાજનું નામ છે નવકારસ્મરણ. નવકારના સ્મરણથી ભાઈ મારા ! તારામાં જરૂર આત્માની અનંત શક્તિઓની ધર્મ-ચિંતન • ૩૬૯ Page #387 -------------------------------------------------------------------------- ________________ હીલચાલ શરૂ થશે. એ હીલચાલ તને વિષય-કષાયને બંધબેસતો થતાં બચાવી લેશે. એ હીલચાલથી હૃદયકમળ વિકસ્વર થતું અનુભવાશે. મનમાં આજ પૂર્વે નહિ અનુભવેલો ઉલ્લાસ અવતરશે. આખુંય જીવન, દેવાધિદેવની આજ્ઞાના પાલન પાછળ સાર્થક કરવાની જોરદાર ભાવનાનો પ્રાણો ઉપર અધિકાર સ્થપાશે. એ અધિકારની સ્થાપના સાથે જ મહામોહની સેના પરાજિત થશે. –અને જીવન તારું, પરમમંગલમય ધર્મનું પવિત્ર ધામ બની રહેશે. . તારો ભાઈ ભાનુ. ધર્મનું ભાષણ નહિ, પણ અનુભવ શરીરની મમતા આપણને નથી, ને આપણને ત્રાસ આપનાર તરફ આપણા મનમાં હિંસાનો લવલેશ ખ્યાલ નથી, એ બેની પાકી પરીક્ષા કરવા માટે ઉપસર્ગોની સામા જવું જોઈએ. સંસારમાં સહુ શરીરની શક્તિનો મહિમા ગાય છે. આપણે આત્માની અનંત શક્તિનો મહિમા પ્રગટ કરવો જોઈએ. દુઃખને આત્માનો ખોરાક બનાવવાથી આત્મા સાજો તાજો રહે છે. શક્તિ કરતાં સત્વ વધુ કિંમતી છે. ' . ' ધર્મ એ વર્તવાની વસ્તુ છે. આચરણમાં ઉતારવાની અને અનુભવવાની વસ્તુ છે. કેવલ બોલી જવાની કે ભાષણ કરી જવાની એ વસ્તુ નથી. કપરા સંજોગો આવે, ત્યારે શાંતિ આત્માનુભવથી જ આવે. બીજો કોઈ ઈલાજ નથી. ભક્તો, જ્ઞાનીઓ, યોગીઓ બધા જ રડ્યા છે અને રડે છે. પણ એમાંથી જેને આત્માનુભવ થયો છે, તે જ બચ્યા છે. દુઃખને રડવાથી દુઃખ ફેડાતું નથી. ખરું દુઃખ તો આત્માનુભવથી વંચિત થવું તે જ છે. ખરું સુખ આત્મરમણતામાં છે. ૩૭૦ ૦ ધર્મ-ચિંતન Page #388 -------------------------------------------------------------------------- ________________ પાંચ ભાવ-સમવાય | (એક ચિંતન) (શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો સાથે અભેદભાવ કેળવવામાં આ ચિંતનાત્મક લેખમાંનો ભાવ અસરકારક ભાગ ભજવે છે તેમ જ અન્તરદષ્ટિને ઉત્તરોત્તર અધિક નિર્મળતા બક્ષે છે. સં.) શ્રીઅરિહંત પરમાત્માનો મુખ્ય ગુણ માર્ગદશકતા છે. શ્રીસિદ્ધ પરમાત્માની વિશેષતા અવિનાશિપણાના કારણે છે. શ્રીઆચાર્ય ભગવંતનું મહત્ત્વ આચારના નિમિત્તે છે. શ્રીઉપાધ્યાય ભગવંત પાસેથી શ્રુતજ્ઞાન લેવા જેવું છે. શ્રીસાધુભગવંતો મોક્ષમાર્ગમાં સહાય કરે છે, માટે તેઓ સાધુ કહેવાય છે. તાત્પર્ય એ છે કે શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો અનુક્રમે માર્ગદર્શકતા, અવિનાશિતા, આચાર, વિનય અને સહાયના કારણે ધ્યેય છે. - સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો નથવિશેષની અપેક્ષાએ માર્ગદશકતા તે અરિહંતતત્ત્વ છે, અવિનાશિતા તે સિદ્ધતત્ત્વ છે, આચાર તે આચાર્યતત્ત્વ છે, શ્રત તે ઉપાધ્યાયતત્ત્વ છે અને સહાય તે સાધુતત્ત્વ છે. આ પાંચ ગુણો વિશ્વમાં સર્વદા વિદ્યમાન હોવાથી એ પાંચ ગુણોને અનુક્રમે શાશ્વત અરિહંત, શાશ્વત સિદ્ધ, શાશ્વત આચાર્ય, શાશ્વત ઉપાધ્યાય અને શાશ્વત સાધુ કહી શકાય. પ્રત્યેક ધર્મક્રિયાનો કોઈને કોઈ દેશક-પ્રેરક હોય છે. એ દેશક તત્ત્વ તે અરિહંતરૂપ છે. પ્રત્યેક ક્રિયાનું પ્રયોજન અવિનાશિપણા (સિદ્ધપણા)ની પ્રાપ્તિ તે સિદ્ધરૂપ છે. પ્રત્યેક ક્રિયા એ સદાચારાત્મક હોવાથી આચાર્યરૂપ છે. શ્રુતજ્ઞાનપૂર્વકની ધર્મક્રિયા હોવાથી ઉપાધ્યાય તત્ત્વ પણ તેમાં કારણ છે. પ્રત્યેક ધર્મક્રિયામાં બીજાની સહાય લેવાય છે અથવા બીજાને સહાય અપાય છે, તેથી સાધુ તત્ત્વ પણ ત્યાં વિદ્યમાન છે. એ પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ આ પાંચ પરમેષ્ઠિ ભગવંતો પાંચ સમવાયની જેમ કાર્ય કરી રહ્યા છે. - એ રીતે એ પાંચે ભગવંતો ધર્મનાં પ્રાણ છે. પ્રત્યેક ધર્મક્રિયામાં એમની પ્રાણાત્મકતાનું જ્ઞાન આપણા પર થતા એમના ઉપકારની ભાવનાને દઢ કરનારું હોવાથી અત્યંત ઉપયોગી છે. એ રીતે પરમેષ્ઠિ ભગવંતોને ભાવસમવાય કહી શકાય. જેમ . કાલાદિ સમવાયો વિના કોઈ કાર્યો થતાં નથી, તેમ શ્રીઅરિહંતાદિ ભાવ સમવાયો વિના કોઈ પણ ધર્મકાર્ય અસંભવિત છે. એ પાંચ ભાવ સમવાયોમાં સમગ્ર મોક્ષમાર્ગ રહેલો છે. તેથી એ પાંચ સમવાયોનો આત્મા સાથે અભેદ સાધવો જોઈએ. માર્ગદર્શક તરીકે અરિહંતનું ધ્યાન કરતો આત્મા શ્રીઅરિહંત તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. સિદ્ધપણાનું લક્ષ્ય રાખતો આત્મા શ્રીસિદ્ધ તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. આચારનું પાલન કરતો આત્મા આચાર્ય ધર્મ-ચિંતન ૩૭૧ Page #389 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. શ્રુતને જાણતો આત્મા ઉપાધ્યાય તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. સહાય કરતો આત્મા સાધુ તત્ત્વ સાથે અભેદ અનુભવે છે. એ પાંચ પ્રકારના અભેદનું એકીકરણ તે ધર્મક્રિયા છે, તે આત્મામાં થાય છે. તેથી આપણું પરમ ધ્યેય મોક્ષ સિદ્ધ થાય છે. શ્રીઅરિહંત તે દેશક-પ્રેરક તત્ત્વ છે. આચાર્ય-આચાર, ઉપાધ્યાય-શ્રુતજ્ઞાન અને સાધુસહાય તે સાધન તત્ત્વ છે અને શ્રીસિદ્ધ-અવિનાશિતા તે સિદ્ધિ તત્ત્વ છે. એ રીતે આ બધાં તત્ત્વો પરસ્પર સંકળાયેલાં છે, તેથી એકત્ર મળીને મોક્ષનું કારણ બને છે. ‘વેમિવું ભારતીયંત્રમ્ ।' —આ દેહ સરસ્વતીનું યંત્ર છે. –શ્રીસિંહતિલકસૂરિષ્કૃત પરમેષ્ઠિ-મંત્ર-કલ્પ. આ દેહ ભારતી–સરસ્વતીયંત્ર છે, અર્થાત્ આ દેહની રચના શ્રીસિદ્ધચક્રાદિ યંત્ર જેવી છે. શ્રીસિદ્ધચક્ર દ્વારા જેમ શ્રીઅરિહંત પરમાત્માનું ધ્યાન કરાય છે, તેમ દેહરૂપ યંત્ર દ્વારા સરસ્વતીનું ધ્યાન કરી શકાય. દેહમાં સરસ્વતીનું ધ્યાન કરવાની અનેક રીતો છે. શ્રીસિંહતિલકસૂરિએ ‘પરમેષ્ઠિમંત્રકલ્પ'માં બે રીતો બતાવી છે. પ્રથમ રીત આધારાદિ ચક્રોમાં માતૃકા (બારાખડી—જે સરસ્વતી શ્રુતજ્ઞાનની વાચક છે)ના વર્ણોના ન્યાસની છે. બીજી રીત આધારાદિ ચક્રોમાં મૈં આદિ સરસ્વતી—બીજોના ધ્યાનની છે. પ્રથમ રીતે મુજબ થી ક્ષ સુધીના માતૃકાક્ષરોનો અનુક્રમે આધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર્ણ, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા ચક્રોના દળોમાં ધ્યાન કરવાનું હોય છે. બીજી રીતે મુજબ આધાર ચક્રની કર્ણિકામાં વાગ્તીવબીજ મૈં નું શ્વેત વર્ણમાં ધ્યાન કરવાનું છે. આધાર ચક્રમાં સૂર્યનાડી અને ચંદ્રનાડી એવી રીતે રહેલી છે કે જેથી તે બે નાડી વડે તેની રચના થાય છે. તેની ઉપર કલા (ૐ) છે, તે કુંડલિનીનું પ્રતીક છે. એ ૧. તે જૈન સાહિત્ય વિકાસ મંડળ, વિલેપારલે, મુંબઈ તરફથી નજીકના ભવિષ્યમાં પ્રગટ થનાર ‘નમસ્કાર સ્વાધ્યાય' નામના ગ્રંથના સંસ્કૃત વિભાગને આધારે આપેલું છે. એમ ગ્રંથમાં ચક્રોના વિષયમાં બીજી પણ ઘણી માહિતી છે. ‘નમસ્કાર સ્વાધ્યાય’ના પાકૃત વિભાગમાં વિષય નં. ૨૨ ‘ચવ્વિહઝાણથુત્ત'માં પણ ચક્રોનું વર્ણન છે. શ્રાવક નેમિદાસ કૃત ‘પરમેષ્ઠિમંત્રરાજદ્યાનમાળા’માં પણ ચક્રોનું વર્ણન છે. એના ઉપરશ્રીજ્ઞાનવિમલસૂરિનો સુંદર ટબો છે. આ સંપૂર્ણ ગ્રંથ ‘નમસ્કાર સ્વાધ્યાય’ના ત્રીજા ભાગમાં પ્રગટ થશે. ૩૭૨ • ધર્મ-ચિંતન Page #390 -------------------------------------------------------------------------- ________________ રીતે આધાર ચક્રમાં વાગ્યુવબીજ Íની રચના કુદરતી રીતે થયેલી છે. સારાંશ એ છે કે આ સ્થાનમાં જો બીજનું વિશિષ્ટ પદ્ધતિએ ધ્યાન કરવામાં આવે તો તેથી શ્રુતની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે. શ્રીબપ્પભટ્ટસૂરિ વગેરે અનેક સમર્થ આચાર્યોએ આ રીતે ધ્યાન કર્યું હોય, તેવા પ્રમાણ મળે છે. ઈંકારનું માત્રારહિત પણ ધ્યાન કરી શકાય છે. તેનું ગૈલોક્યબીજ હ્રીં કાર અથવા કામબીજ સ્ત્રકાર સાથે પણ ધ્યાન કરી શકાય છે. દરેક ધ્યાનનાં ભિન્ન ભિન્ન પ્રયોજનો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યાં છે. સ્વાધિષ્ઠાન ચક્રની કર્ણિકામાં પોણમાં કામ બીજ વર સહિત ડ્રીંકારનું ધ્યાન કરાય છે. મણિપૂર્ણમાં અણવર્ણના શ્રી બીજનું ધ્યાન અનેક રીતે લાભપ્રદ છે. આજ્ઞા ચક્રમાં કાર અથવા સ્તકારનું ધ્યાન કરી શકાય છે. અથવા આજ્ઞા ચક્રમાં અમૃતને વરસાવતા ર્વી બીજનું ધ્યાન કરી શકાય છે, તે સર્વપ્રકારના વિષ અને રોગને હરનારું છે. માહિતી માટે જુઓ ચિત્ર મહત્ત્વના ચક્રો सहस्त्रार चक्र आज्ञाचक्र विशुद्धि चक्र हृदय हृदय चक्र मध्यनाड़ी लीवर नाभिचक्र सूर्यनाड़ी स्वाधिष्ठान चक्र कुण्डलिनी शक्ति चन्द्रनाड़ी मूलाधार चक्र નીચેથી ઉપર ક્રમશઃ સ્થાન ગુદામધ્ય લિંગમૂલ નાભિ હૃદય કંઠ ભૂમધ્ય મસ્તક ચક્રનું નામ મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપૂર્ણ અનાહત વિશુદ્ધ આજ્ઞા સહસ્ત્રાર (મણિપુર) ધર્મ-ચિંતન . ૩૭૩ Page #391 -------------------------------------------------------------------------- ________________ મંત્ર ચૈતન્ય પ્રગટાવીએ’ આપણે શ્રીનમસ્કાર મહામંત્ર ગણીએ છીએ પણ ઘણીવાર નવકારનો પોપટપાઠ થાય છે એમ નથી લાગતું ? નવકાર ગણતાં—મંત્રચૈતન્ય પ્રગટવું જોઈએ તે પ્રગટે છે ? મંત્રચૈતન્ય કચારે પ્રગટ્યું ગણાય ગણતાં એવો વિશ્વાસ જાગે કે ‘પરમ-પવિત્ર પંચપરમેષ્ઠિના નમસ્કારથી મારા સર્વ પાપોનો નાશ થઈ રહ્યો છે.' જાગે છે આવો વિશ્વાસ ? ક્યારેક પણ આવું મંત્રચૈતન્ય પ્રગટ્યું ? આપણને કોઈ કહે, ‘તમે પ્રભાવશાળી છો’ તો મોઢું વિકસ્વર થઈ જાય છે ને ? ‘તમે મૂર્ખ છો’ કહે તો ગુસ્સો આવે છે ખરું ને ? એને શબ્દચૈતન્ય કહેવાય. શબ્દોને— અનુસાર ચેતના પ્રગટી, ચમકારો થયો. તેમ નવકારમંત્ર ગણતાં શરીર રોમાંચિત, મુખ પ્રફુલ્લિત અને હૃદય વિકસ્વર થવું જોઈએ, તો જ મંત્રચૈતન્ય પ્રગટ થયું ગણાય. નવકાર ગણતાં પરમેષ્ઠિ ભગવંતોનું અદ્ભુત, અનુપમ અને લોકોત્તર સ્વરૂપ નિહાળવાનો પ્રયત્ન કરો, એ જોતાં જોતાં શરીરનો રોમાંચ, મુખની પ્રફુલ્લતા કે હૈયાની વિકસ્વરતા સહજ બની જશે. આ રીતે મંત્રચૈતન્ય પ્રગટાવીશું તો આપણે શ્રીનવકારમંત્રથી પૂરેપૂરો લાભ મેળવી શકીશું. મહામંત્રના આરાધકોને વિજ્ઞપ્તિ (૧) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહના પરિમાણરૂપ પંચશીલનું તે મન-વચન-કાયાથી પાલન કરે, કરાવે તેમ જ કરનારની અનુમોદના કરે. (૨) રાત્રે ભોજન ન કરવાનો નિયમ લે. સૂર્યાસ્ત પૂર્વે ભોજનનો ત્યાગ કરવાથી દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારનું આરોગ્ય સારું રહે છે તેમ જ જડતા ઘટે છે. ન આરાધકને માંસ, મદિરા, કન્દમૂળ, અથાણાં તેમ જ બહુબીજવાળી વનસ્પતિ વગે૨ે જીવનભર ન વાપરવાનો નિયમ હોવો જ જોઈએ. ઉક્ત અભક્ષ્ય પદાર્થોના સેવનથી બુદ્ધિની સાત્ત્વિકતા તા ઘટે છે. અને વિકૃતિ વેગપૂર્વક વધતી રહે છે. (૪) જ્ઞાનતંતુઓ પર પ્રતિકૂળ અસર કરનારા ચાહ, કોફી, કોકો વગેરે માદક પાણીઓનો ત્યાગ—આરાધનામાં સ્થિર બનવા માટે અનિવાર્ય છે. (૫) આરાધકે તળેલી ચીજો, ક્ષારવાળી વસ્તુઓ તેમ જ મેંદાની વાનગીઓના ત્યાગનો નિયમ લેવો જોઈએ. કારણ કે આ વસ્તુઓ વાપરવાથી આરાધના માટે 398. ધર્મ-ચિંતન Page #392 -------------------------------------------------------------------------- ________________ અનિવાર્ય આંતરિક સ્થિરતા ઘટે છે અને મન તેમ જ ઇન્દ્રિયોનો બહિર્ભાવ વધે છે. (૯) આરાધકે ઉણોદરી વ્રતનું પાલન કરવું જોઈએ. ઉણોદરી વ્રત એટલે ભૂખ હોય તેના કરતાં પાંચ-સાત કોળિયા ઓછા લેવા તે. ઉણોદરી વ્રતની સાથોસાથ એક સાથે બહુ વસ્તુઓ નહિ વાપરવાનો પણ નિયમ ખાસ જરૂરી છે. (૭) ભોજન સમયે ચિત્ત સહેજ પણ ઉદ્વિગ્ન રહે છે તો તેની પાચનક્રિયા ઉપર માઠી અસર થાય છે એટલે ચિત્તની પ્રસન્નતાને જીવનની પ્રત્યેક ક્રિયાની જેમ.ભોજન સાથે પણ ગાઢ સંબંધ છે એનું ખાસ લક્ષ્ય આરાધકને રહેવું જોઈએ. (૮) તીખા તમતમતા તેમ જ તળેલા અને બળેલા ખોરાક વાપરવાથી સંયમ અને સ્વાધ્યાયમાં અસ્થિરતા આવે છે, પ્રાણોની શક્તિ વિકૃત બનતી જાય છે, ધર્મમાર્ગ સાથેનું મનનું જોડાણ ઢીલું પડતું જાય છે અથવા કહો કે તે ઉન્માર્ગગામી બનતું જાય છે એટલે આવા પદાર્થો નહિ વાપરવાનો નિયમ આરધક માટે આવશ્યક ગણાય. (૯) શિવપદની આરાધનના મૂળબીજરૂપ શ્રીનવકારના આરાધક આત્માઓને સ્વ-પરહિતકર આ નિયમો જરૂર આવકાર્ય જણાશે એવી અમને શ્રદ્ધા છે. પિંડસ્થ ધારણા પિંડસ્થ ધારણાનો એક અર્થ એવો પણ કરી શકાય કે પિંડ એટલે શરીર અને તેમાં રહેલ આત્મા તે જ પરમાત્મા છે. તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. પિંડમાં પાંચ ભૂત છે તથા આત્મા છે. તેથી પ્રથમ પાંચભૂતની સ્કૂલ ધારણા બતાવી છે. તેમાં મન સ્થિર થયા બાદ પિંડમાં રહેલ આત્મા જે સાધ્ય છે તે પિંડસ્થનું ધ્યાન બતાવેલ છે. ધર્મ-ચિંતન ૦ ૩૭૫ Page #393 -------------------------------------------------------------------------- ________________ “પંચમંગલ મહાશ્રુતસ્કંધ" પંચમંગલ મહાશ્રુતસ્કંધ સર્વ મહામંત્ર તથા પ્રવર વિદ્યાઓનું પરમબીજરૂપ છે. અનંત ગમ–પર્યવાર્થનું પ્રસાધક છે. તેનું અધ્યયન તથા વિનયપધાન કરવું કરાવવું જોઈએ. શ્રદ્ધા સંવેગ યુક્ત વિધિથી કરવામાં આવે તો સર્વ સિદ્ધિઓ સાંપડે છે. ઇષ્ટદેવતાને નમસ્કાર કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય સકલ સુખના હેતુભૂત શ્રુતજ્ઞાનનો પાર પામી શકે નહિ. પંચમંગલમહાશ્રુતસ્કંધ—એ જ ઇષ્ટદેવતાનો નમસ્કાર છે. જેમ તલમાં તેલ છે, કમલમાં મકરંદ છે અને સર્વલોકમાં પાંચ અસ્તિકાય રહેલ છે, તેમ આ પંચમંગલમહાશ્રુતસ્કંધ સકલ આગમોમાં અંતર્ગત રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુગત સદ્ભુત ગુણોના કીર્તનસ્વરૂપ તથા યથેચ્છ ફસાધક પરમસ્તુતિવાદરૂપ છે. સર્વ જગતમાં જે ઉત્તમ હોય તેની સ્તુતિ કરવી જોઈએ. જે કોઈ ઉત્તમોત્તમ થઈ ગયા અને થશે તે અરિહંત આદિ જ છે. તે સિવાય બીજા નથી જ. તે અરિહંત આદિ પાંચ પ્રકારે છે : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બોધિલાભ સુલભ કરવા માટે મહાનિયંત્રણાસ્વરૂપ પંચમંગલ મહાશ્રુતસ્કંધના વિનયોપધાનનો વિધિ ૧. કાલ તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન અને ચંદ્રબળ સુપ્રશસ્ત અને સુંદર હોય ત્યારે. ૨. વિનય : જાતિ વગેરે આઠ મદરહિત થઈને, આશંકાથી રહિત થઈને, અત્યંત તીવ્રતર મહાઉલ્લસિત શુભ અધ્યવસાય સહિત ભક્તિપૂર્વક. ૩. બહુમાન : બહુમાન (અંતરંગ પ્રીતિ)પૂર્વક. ૪. ઉપધાન : નિયાણા વિના પાંચ ઉપવાસ કરીને, જિનચૈત્યમાં જંતુરહિત સ્થાનમાં, ભક્તિથી સભર બનીને, નતમસ્તકે, પ્રફુલ્લિત રોમાવલી, વિકસિત વદનકમલ, પ્રશાંત, સૌમ્ય અને સ્થિર દષ્ટિ, નવા નવા સંવેગથી ઉછળતા, અત્યંત, નિરંતર, અચિંત્ય, પરમ, શુભ, પરિણામ વિશેષથી ઉલ્લસિત આત્મવીર્ય અને પ્રતિ સમયે વૃદ્ધિ પામતા પ્રમોદથી, ૧. શ્રીમહાનિશીથસૂત્રના આધારે. ૩૭૬ - ધર્મ-ચિંતન Page #394 -------------------------------------------------------------------------- ________________ પ. અનિહ્નવ : વિશુદ્ધ, નિર્મળ, સ્થિર અને દૃઢ અંતઃકરણવાળા થઈને, જમીન ઉપર ઢીંચણ, મસ્તક તથા કરકમલ સ્થાપીને, અંજલિ—પુટ રચીને, મનને સ્થિર કરીને, એકાગ્ર અધ્યવસાય કરીને, અબાધિત ગુરુના મુખમાંથી નીકળેલ, તેમના સંતોષ તથા કૃપાથી મળેલ, સંસાર–સમુદ્રની અંદર નૌકા સમાન, સકલ આગમોમાં વ્યાપીને રહે, મિથ્યાત્વના દોષથી નહિ હણાયેલ, વિશિષ્ટ બુદ્ધિવાળાએ કલ્પેલ, અઘટિત સર્વ હેતુ, યુક્તિ અને દૃષ્ટાંતોનો ધ્વંસ કરવામાં સમર્થ, પાંચ અધ્યયન અને એક ચૂલિકાથી બનેલ, પ્રવર પ્રવચન—દેવોથી અધિષ્ઠિત થયેલ. પંચ મંગલ મહાશ્રુતસ્કંધનું ૬. વ્યંજન : ત્રણ પદ, એક આલાવા, સાત અક્ષર, પ્રમાણવાળું (પહેલું અધ્યયન). ૭. અર્થ : અનંતગમ પર્યાયાર્થોનું પ્રસાધક. ૮. તદુભય : સર્વમહામંત્ર તથા પ્રવરવિદ્યાઓનું ૫૨મ બીજ,—તેનું વિધિ અનુસાર વિનયોપધાન કરવું. જે કોઈ આ વિધિને સ્પર્શે છે અને જરા પણ અતિચરણા કરતો નથી તે પ્રિયધર્મી, દૃઢધર્મી અને એકાંત ભક્તિયુક્ત. સૂત્ર અને અર્થની અંદર અનુરાગી મનવાળો અને શ્રદ્ધા સંવેગથી યુક્ત બનેલો તે ભવરૂપી કારાવાસમાં ગર્ભવાસની અનેકવિધ યંત્રણાઓને વારંવાર પામતો નથી. અગાઉ કહેલ વિનયોપધાન વડે, પંચમંગલમહાશ્રુત સ્કંધને, પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે. સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણીને, હૃદયમાં સ્થિર અને પરિચિત કરીને. મહાપ્રબંધ વડે, સૂત્ર તેમ જ અર્થોને જાણવા. પોતે ‘પર’ને હરકતકર્તા બની રહ્યો છે, તેનું યથાર્થ ભાન અને જ્ઞાન— પરહિત પરાયણતાની—ચાવી છે. ધર્મ-ચિંતન ♦ 399 Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નમસ્કારમહામંત્રના પ્રભાવનો પ્રાચીન-અર્વાચીન પ્રસંગો વાંચીને નમસ્કારમહામંત્ર પ્રત્યે શ્રદ્ધા વધે. તે હેતુથી અહીં પ્રસંગો લેવાયા છે. શ્રીનવકારનો મંગલ ધ્વનિ પ.પૂ. મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ ૩૭૯ મનનો માલિક બનાવીએ પ.પૂ.મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ ૩૯૩ મહામંત્રના પ્રભાવે પ.પૂ.મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ ૩૯૮ ચૌદપૂર્વનો સાર પ.પૂ.મુનિરાજશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ જંબુદ્વીપની અધિપતિ-અનાદતદેવ, શ્રીમણિરત્ન _ ૪૦૩ બોધક વાર્તાલાપ વિશ્વપ્રવાસી શ્રીનમસ્કાર અવધૂત-માસ્તર શ્રીચંદુલાલ એસ.શાહ ૪૦૮ અષ્ટમંગલ શ્રીચંદ્ર ૪૧૫ નમસ્કાર અને ક્ષમાયાચના શ્રી ચંદુલાલ શાહ ૪૨૦. નમસ્કારરૂપી જનનીના ચરણે એક સાધક ૪૨૪ મહામંત્રનો પ્રભાવ શ્રી સોમચંદ ડી. શાહ ૪૨૮ વિવેક અને વફાદારી અનામી લેખક ૪૩૦ સ્વાનુભવ-દર્શન ૪૩૨ ૪૦૬ ૩૭૮ - ધર્મ-ચિંતન Page #396 -------------------------------------------------------------------------- ________________ શ્રીનવકારનો મંગલ ધ્વનિ પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ (આ કથામાં જીવને ઉપયોગમાં જોડવાની, શ્રીનવકારની અચિંત્ય શક્તિનું સુંદર પ્રતિપાદન થયું છે. કથાની ભાષા જેટલી સરળ છે તેટલી જ હૃદયસ્પર્શી છે. પરિણામજન્ય સત્ત્વની પવિત્ર પ્રભા વડે દીપતી આ કથા—ધર્મધ્યાનમાં સ્થિર બનવામાં સારી સહાય કરે છે. સં.) (૧) વસંતપુરનગર. ત્યાં આધ્યાત્મિકતાની વસંત સદૈવ ખીલેલી રહેતી. એ નગરનો વાસી ક્ષેમંક૨શ્રાવક બાલ્યકાળથી જ આધ્યાત્મિકતાનો પરમઉપાસક અને સાત્ત્વિક શિરોમણિ હતો. તત્ત્વજ્ઞાનનો તેને ભારે રસ હતો. ધર્મકથા કરવામાં તે કદી થાકતો નહિ. ઉત્સાહ-ઉમંગ કે કર્તવ્યબુદ્ધિ હોય છે ત્યાં થાક જણાતો નથી. ઉત્સાહની મંદતા કોઈપણ કાર્યમાં થાકનો અનુભવ કરાવે છે. ક્ષેમંકર યુવાન હતો છતાં ઉન્માદી ન હતો. જ્ઞાન-વિજ્ઞાનનું કૌશલ્ય ધરાવતો છતાં ઉદ્ધત ન હતો. ઉછળતી યુવાનીમાં જ તેને જ્ઞાનની પ્રૌઢતા અને સદાચારનો પ્રકાશ લાધી ગયા હતા. વિનય અને વિવેકથી ચળકતી બે આંખોથી તેની મુખમુદ્રા ઓજસ્વી દેખાતી હતી. ગાંભીર્યના અખૂટધનથી તે ખૂબ સમૃદ્ધ હતો. ભૌતિક સંપત્તિ તો એની સદાયની દાસી હતી, છતાં શ્રીમંતાઈનો ગર્વ એને સ્પર્શી શક્યો ન હતો. એના ગુણોની સુવાસથી ખેંચાઈને એની આસપાસ કલ્યાણમિત્રોનું ટોળું જામતું. એની તથ્યપમિત વાણીએ મિત્રોને સારું આકર્ષણ કર્યું હતું. એની વાણીમાં સહજ માધુર્ય હતું. ઉત્તમપુરુષોમાં આચારની પવિત્રતા, હૃદયની કોમળતા, વાણીની મધુરતા, પાપભિરૂતા, જનપ્રિયતા વગેરે અનેક વિશેષતાઓ જન્મસિદ્ધ હોય છે. પરમશ્રાવક ક્ષેમંકર પોતાના સાધર્મિકો અને સ્નેહીઓ સમક્ષ ક્યારેક સંસારની કટુતા રજૂ કરે તો ચારેક સંયમની મધુરતા જણાવે. ક્યારેક અહં-મમની સ્વાર્થાંધતા ખુલ્લી કરે તો ક્યારેક સર્વ જીવોના હિતની ભાવના સમજાવે. ક્યારેક નવતત્ત્વની રસલ્હાણ લૂટાવે, તો ક્યારેક જૈનદર્શનનો સૂક્ષ્માતિસૂક્ષ્મ કર્મવાદ રજૂ કરે. ક્યારેક મહામંત્ર શ્રીનવકારનો મહિમા વર્ણવે, જાપ કરાવે, ધૂન મચાવે, ક્યારેક વળી આત્માના ધર્મ-ચિંતન ૦ ૩૭૯ Page #397 -------------------------------------------------------------------------- ________________ ઉત્થાનનો સળંગ ક્રમ બતાવે. વિષયોના વૈવિધ્ય સાથે એનું વિવિધ દૃષ્ટિએ વિવેચન સાંભળી સાંભળનારાઓ રસતરબોળ બની જતા. ક્ષેમકર સૌને માટે જાણે તત્ત્વજ્ઞાનની પરબ અને આદર્શગુણોની દાનશાળા હતી ! એની આસપાસ નિત્ય સામાયિકમાં અને પર્વતિથિએ પૌષધમાં તત્ત્વરસિક કલ્યાણ મિત્રોની ઠઠ જામતી ! પૌષધશાળા ભરી ભરી લાગતી ! વસંતપુરના જૈનો સામાયિક અને પૌષધના નિત્ય નૈમિત્તિક કર્તવ્યમાં સજાગ અને તત્પર રહેતા. સામાયિક અને પૌષધના નિવૃત્ત સમયે તેમનો ખોરાક હતો, તત્ત્વશ્રવણતત્ત્વચિંતન અને તત્ત્વમનન ! એની એવી અજબ અસર થઈ કે નગરમાં ગામગપાટા, નિંદા-વિકથા વગેરે તત્ત્વો નાબૂદ થઈ ગયાં. દાન-પૂજનના, જ્ઞાન-ભક્તિના, વિવેકવિચારના, તપ-જપના મધુરા ગીતો ગુંજવા લાગ્યા. ક્ષેમકર સંસારની અશુભ પ્રવૃત્તિથી નિવૃત્ત રહેતો ! તે હંમેશાં તત્ત્વચિંતનમાં ગરકાવ રહેતો ! રાત્રિના શાંત વાતાવરણમાં ધ્યાનની મસ્તી માણતો ! પુનમની રાત હતી. ચાંદની ખીલી ગઈ હતી. જગત જંપી ગયું હતું. પશ્ચિમનો સમીર મંદ મંદ વહી રહ્યો હતો. ક્ષેમંકરે એકાંત ઓરડામાં આસન પાથર્યું. પદ્માસન લગાવ્યું. દષ્ટિને નાસિકાના અગ્રભાગે સ્થાપી–હૃદયને જિનેશ્વર ભગવંતના ધ્યાનમાં પરોવી દીધું. અહા ! કેવું સોહામણું સમવસરણ ! ઘટાદાર અશોક વૃક્ષ ! સ્ફટિકમય સ્વર્ણ સિંહાસન અને ઉપર છત્રત્રયી ! શું અરિહંત પરમાત્માનું રૂપ ! જગતના સર્વજીવોને હિતકર ! અનુપમ ! જેના સૌંદર્યાદિની તોલે કોઈ ન આવી શકે ! અદ્ભુત અતિશયોથી સભર ! અને આમર્ષ ઔષધિ આદિ લબ્ધિઓથી નિર્ભર ! કરોડો દેવો પ્રભુસેવાના કોડથી દોડી આવ્યા છે ! જયનાદોનો ગર્જારવ કરી રહ્યા છે ! મંગલ શબ્દો ઉચ્ચારી રહ્યા છે ! ચોસઠે ઇન્દ્રો પ્રભુચરણોમાં નમી પડ્યા છે ! . ત્રણભુવનની સંપત્તિ પ્રભુચરણોમાં તૃણતુલ્ય દેખાય છે ! ૩૮૦ ૦ ધર્મ-ચિંતન Page #398 -------------------------------------------------------------------------- ________________ - અશોકવૃક્ષ અને છત્રત્રયની નીચે દેવનિર્મિત સિંહાસન પર બિરાજમાન ! અગ્લા૫ણે જગજ્જતુઓના કલ્યાણ માર્ગમાં પ્રવૃત્ત ! સર્વજીવો પોતપોતાની ભાષામાં સમજી શકે એવી અલૌકિક ધર્મદેશના આપતું પરમાત્માનું રૂપ-સ્વરૂપ ! ઓહો કેવું મનોહર ! માનસિક સર્વપીડાઓનું ઔષધ ! સર્વસંપત્તિઓની પ્રાપ્તિનું અવંદ્ય બીજ ! ચક્રાદિ એકહજારઆઠ લક્ષણથી લક્ષિત ! આ રૂપ ખરેખર ! સર્વાતિશાયિ પુણ્ય-તીર્થકર નામકર્મથી આકર્ષાયેલા શાંત-પવિત્ર પરમાણુઓથી નિર્મિત છે સાચે જ ! આ રૂપ મૃત્યુલોકમાં ભવ્યાત્માઓને પરમપદ પ્રાપ્ત કરવાનું એક અમોઘ સાધન છે ! અસાધારણ પ્રભાવવંતુ છે ! દેવો, વિદ્યા-મંત્રસિદ્ધ પુરુષો તેમ જ યોગીજનોથી વંઘ છે, વરેણ્ય છે, પૂજય છે. અને...અકર્મા બની, અશરીરી થઈ સિદ્ધશિલા ઉપર પહોંચી ગયેલા પરમાત્માનું સ્વરૂપ !! રૂપરહિત...અરૂપી કેવળ અસંખ્ય આત્મપ્રદેશો અનંત અનંત જ્ઞાન-દર્શનની, સુખ-વીર્યની જ્યોતિથી ઝગમગ ઝગમગ ઝલકી રહ્યા છે. હે પ્રભુ ! ગો હી હૈ રુપ તેરા वो ही है रुप मेरा, पडदा पडा है बीचमें आकर के उडा देना ઓ હો ! જેવું પરમાત્માનું સ્વરૂપ તેવું જ મારા આત્માનું અસલી સ્વરૂપ. જેવા દ્રવ્ય-ગુણપર્યાય પરમાત્માના તેવા જ મારા આત્માના ! અરે ! પરમાત્માએ સાધકદશામાં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનાના ગીત ગાયા અને હું એમનો સેવક સ્વમાં જ પુરાયો ! સ્વાર્થમાં જ અટવાયો ! પરમાત્માએ જીવમાત્રના જીવન્દ્ર સાથે પ્રીતિ જોડી. હે આત્મ. તું જીવમાત્રના જીવન્તને ભૂલી જડનો પ્રેમી બન્યો ! આત્મન્ ! તારે સગાઈ-નિકટતા જીવ સાથે કે જડ સાથે ? - જો જે ! જડ પ્રત્યે વૈરાગ્ય કેળવજે, ઉદાસીન બનજે પણ જીવો પ્રત્યે ઉદાસીન ન બનીશ ! ' જીવ ! તારો અનંતકાળ સંસારભ્રમણમાં એળે ગયો ! તે કર્મદુશ્મન સાથે મિત્રતા કરી ! તારા શુદ્ધ સહજાત્મસ્વરૂપને કદી ન વિચાર્યું ! ભવચક્રના દુઃખમય પરિભ્રમણને તું ભૂલીશ નહિ ! પ્રમાદ અને અજ્ઞાન નામના મોહચોરટ્ટાઓ અનુપમ ધર્મતકને ઝૂંટવી ન જાય ! જાગ...જાગ...જાગ ભાવનિદ્રાને આધીન થા...ધ્યાન પૂરું થયું. શ્રીનવકાર મંત્રને જપી ક્ષેમકર પોઢી ગયો. ધર્મ-ચિંતન • ૩૮૧ Page #399 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મમુહૂર્તમાં શ્રીપંચપરમેષ્ઠિ મંત્રના સ્મરણ સાથે ક્ષેમકર જાગી ગયો. પ્રતિક્રમણાદિ કર્યું. પ્રાતઃકાળ થયો. આજે પર્વતિથિ હતી. ક્ષેમંકર પૌષધશાળામાં ગયો. વસંતપુરના જૈનોની આજે પૌષધ માટે ભીડ જામી હતી. બધાએ પૌષધવ્રત ઉચ્ચર્યું. ક્ષેમંકરે સેંકડો સાધર્મિકો સમક્ષ ધર્મકથા-તત્ત્વચર્ચા શરૂ કરી. અજ્ઞાનના અંધકારને ભેદી નાંખે, કષાયોને કરમાવી દે, કર્મમળને ઓગાળી નાખે, મોહનિદ્રામાંથી જગાડી દે એવી એ ધર્મકથા હતી. ક્ષેમંકરે જીવના અનંત ભવભ્રમણનો કરુણ ઇતિહાસ રજૂ કર્યો. મોહની ક્રૂરતા અને પાપની પાશવલીલા ચીતરી, જીવની વિપર્યસ્ત દશાનું સચોટ ભાન કરાવ્યું. શ્રોતાઓની આંખો પશ્ચાત્તાપના અશ્રુથી ભીની થઈ, આત્માની કરુણ સ્થિતિ ઉપર કલ્પાંત થયો. સ્વાત્માને મોહ-અજ્ઞાનના પંજામાંથી છોડાવવાના મનોરથ જાગ્યા અને જગતના સર્વજીવો પણ કર્મ-શત્રુના ફંદામાંથી મુક્ત બનો એવી ભવ્ય ભાવના પ્રગટી. આખીએ સભા ધર્મધ્યાનના નિર્મળનીરમાં ઝીલવા લાગી. ધર્મચર્ચાનું પ્રબળ નિમિત્ત પામી હેમંકરનું ધર્મધ્યાન પણ તીવ્ર બન્યું. અધ્યવસાયો વિશુદ્ધ વિશુદ્ધતર બનતા ચાલ્યા. અજ્ઞાનના પડદા ચિરાયા અને નિર્મલ અવધિજ્ઞાન પ્રગટ થયું. અવધિજ્ઞાનના દિવ્યપ્રકાશમાં હેમંકરે પોતાના નાનાભાઈ આશંકરનું જીવન અવલોક્યું. આયુષ્યકર્મની સ્થિતિ નિહાળી. માત્ર છ મહિનાનું જ આયુષ્ય બાકી રહેલું જોયું અને તે થંભી ગયો. આણંકરનું જીવન જિનધર્મના રંગે રંગાયેલું હતું. પૂર્વમહાપુરુષોના જીવનમાંથી તે નિત્ય નવી પ્રેરણાઓ મેળવતો. અને જીવન આરસમાં સુંદર-નાજુક સંસ્કાર શિલ્પ કોતરતો. માનવજીવન એટલે જાણે સંગેમરમરનો એક નંબરી આરસ. આત્મા જો કુશળ શિલ્પી બને તો એ આરસમાં આદર્શ જીવનનું શિલ્પ સર્જાય. બાકી ભોગ-વિલાસના ચીંથરાં ધોવામાં એ આરસ વેડફાય તો એની શી વિશેષતા ? આશંકરની શ્રાવકોચિત દિનચર્યા આદર્શ હતી પણ હજી તેને આત્મશ્રેયના ઘણા સોપાન ચઢવાના બાકી હતા. આત્મહિતના દષ્ટા ક્ષેમંકરે એને અલ્પાયુષી જાણી કહ્યું–આશંકર ! હવે તું રોજ પૌષધ કર...તારું શ્રેયઃ એમાં જ છે.. તું આત્મહિત તરફ જરાય દુર્લક્ષ ન કર... ૩૮ર ધર્મ-ચિંતન Page #400 -------------------------------------------------------------------------- ________________ જીવનના છેલ્લા શ્વાસ સુધી કંચન-કામિનીની આળપંપાળ ન શોભે.' આ પ્રમાણે ક્ષેમંકરે વારંવાર ભારપૂર્વક કહ્યા કર્યું ! આથી બાજુમાં બેઠેલા ક્ષેમંકરના મિત્ર બ્રહ્મસેનને આશ્ચર્ય થયું. “આભંકર હંમેશ ધર્મકરણીમાં રતજાગ્રત રહે છે. પર્વતિથિએ પૌષધ કરવાનું કદી ચૂકતો નથી. તો રોજ પૌષધ કરવાનો આગ્રહ શા માટે કરો છો ?' બ્રહ્મસેને જિજ્ઞાસાથી ક્ષેમંકરને પૂછ્યું. તું “બ્રહ્મસેન ! એ જે આરાધે છે તે બિંદુ છે. સિંધુ જેટલું આરાધન બાકી છે, એ કેમ ભૂલી જાય છે ?' “પરંતુ, જો એ રોજ પૌષધ લઈને બેસશે તો એનો ઘરસંસાર કેમ નભશે ?’’ “બ્રહ્મસેન ! તે હું સમજું છું, છતાં એને રોજ પૌષધનો આગ્રહ કરું છું તેમાં ગૂઢ રહસ્ય છૂપાયેલું છે.” ‘તે રહસ્ય શું ?’ ‘એનું આયુષ્ય હવે માત્ર છ મહિનાનું જ બાકી છે.' ‘હૈં...?' ભય, ગ્લાની અને જિજ્ઞાસાની મિશ્ર લાગણીથી આખી સભા ખળભળી ઉઠી. ': છ માસને અંતે આભંકરનું મૃત્યુ ? “હા...છ માસના અંતે આભંકર આ ફાની દુનિયામાંથી વિદાય લેશે. તે પહેલાં મારે એને પુણ્યનું પાથેય બંધાવવું છે. પૌષધની નક્કર આરાધના કરાવીને વિદાય આપવી છે.” ક્ષેમંકરનો ગંભીરધ્વનિ સભામાં પ્રસરી રહ્યો. કેવો અજબ ભાતૃપ્રેમ ! કેવી આત્મપ્રીતિ ! કેવી આત્મસગાઈ ! સાધર્મિકો અનુમોદના કરી રહ્યા. ‘પણ તમે શી રીતે જાણ્યું કે આભંકરનું આયુષ્ય છ માસનું છે ? બ્રહ્મસેને પૂછ્યું. ‘દેવગુરુધર્મનો પસાય અજબ હોય છે' ક્ષેમંકરે કહ્યું. ‘શું એવું કોઈ અતિશય જ્ઞાન થયું છે ? બ્રહ્મસેને પૂછ્યું. ‘હા’ ક્ષેમંકરે કહ્યું. ‘ક્યું જ્ઞાન ? શું નામ ?' બ્રહ્મસેને આતુરતાથી પૂછ્યું. ‘અ...વ...ધિ...'. ક્ષેમંકરે કહ્યું. ધર્મ-ચિંતન ૦ ૩૮૩ Page #401 -------------------------------------------------------------------------- ________________ અહો ! નિષ્કામ અને નિર્મમભાવથી કરેલી ધર્મસાધનાનો કેવો અજબ પ્રભાવ ! બ્રહ્મસે નો પ્રમોદભાવ ખીલી ઉઠ્યો. બીજાના સુકૃતને જોઈ, ગુણોને નિહાળી ધર્માત્માનું હૃદય હર્ષથી નાચી ઉઠે છે. સૌ કોઈ એ જ રીતે, એ જ માર્ગે સુકૃતના શિખરે, ગુણોની ટોચે પહોંચી શકે છે, એ હકીકત છે. બીજાના દોષ જોવાથી આપણને શું મળે? ગુણ કે દોષ ? માલ કે માર ? આબાદી કે બરબાદી ? ઉન્નતિ કે અવનતિ ? જો તમારી આ વાત સત્ય ઠરશે તો હું પર્વતિથિએ પૌષધની આરાધના કદી છોડીશ નહિ” બ્રહ્મસેને કહ્યું. (૪) છ મહિના વીતતાં શી વાર ! આભંયકરનો અંતિમકાળ નજીક આવી રહ્યો છે, આ પરંતુ એને મૃત્યુનો લેશ માત્ર ભય નથી. મૃત્યુનો ડર તો એને લાગે કે જેણે જીવનને પાપાચરણની મેશથી કાળું કર્યું હોય, સ્વાર્થની જ સાધનામાં વિતાવ્યું હોય ! ક્ષેમકરની આગાહીનો આજે દિવસ છે. જીવનમાં કરેલી ધર્મસાધનાઓ અને પરાર્થરસિકતાએ આશંકરને સમાધિની ભેટ ધરી છે. આજે તે ખૂબ જ જાગ્રત છે. આત્મામાં જ મગ્ન છે. માણસ પોતાનો ફોટો પડાવતાં, વિદ્યાર્થી પરીક્ષાનું પેપર લખતાં કેવો જાગ્રત રહે? આભંકરે પૌષધની પવિત્ર સાધના સાથે ચિત્તમાં પંચપરમેષ્ઠિને વસાવ્યા. સર્વ સાંસારિક સંબંધોને વોસિરાવી દીધા. વિશ્વજંતુઓ સાથે ક્ષમાની આપ-લે કરી, તેઓ સાથે મૈત્રી બાંધી. પરભવની મુસાફરીએ જતા વહાલા બંધુને વિદાય આપવા ક્ષેમકર સજ્જ થયો. આશંકરને સંથારો પાથરી આપી અંતિમ આરાધના કરાવે છે. મારો સહોદર ! એને સદ્ગતિનો પથિક બનાવી દઉં ! દુર્ગતિઓની દુર્દશાઓમાંથી ઉગારી લઉં ! મુક્તિના માર્ગે ચઢાવી દઉં ! આશંકરની જીભે નવકારમંત્રનું રટન ચાલતું હતું. હૃદય સર્વ જીવો સાથેના આત્મસમભાવનું દર્શન કરી રહ્યું હતું, એની આંખો ઘેરાવા લાગી. જનસમુદાયે નવકારનો મંગલધ્વનિ ગજવ્યો. જોતજોતામાં આશંકરનો આત્મા પાર્થિવ દેહ છોડી ગયો....દેવોની દિવ્યનગરીનો વાસી બની ગયો. ૩૮૪ - ધર્મ-ચિંતન Page #402 -------------------------------------------------------------------------- ________________ - વસંતપુરમાં આશંકરના અવસાનની વાત પ્રસરી ગઈ. નગરજનોમાં શોક છવાયો. બ્રહ્મસેન ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો. સાધર્મિકના વિરહે એના પથ્થરહૈયાને પીગળાવી નાંખ્યું. ક્ષેમકરને શોક રહિત જોઈ બ્રહ્મસેને કહ્યું–શું ધર્મી આત્મા પથ્થરદીલના હશે? ક્ષેમકરે કહ્યું–‘બ્રહ્મસેન ! ભાઈના મૃત્યુથી મારી આંખમાં આંસુ નથી, મુખપર ગ્લાનિ નથી, તેથી તું મારા હૃદયને કઠોર કહ્યું છે, પરંતુ હું અવધિજ્ઞાનના પ્રકાશમાં મારા ભાઈની પરલોક યાત્રા જોઈ રહ્યો છું. તે સદ્ગતિગામી બન્યો છે. દૈવીભોગોનો સ્વામી બન્યો છે. જન્મમરણનો અંત લાવનાર ધર્મ તેને આત્મસાત્ બની ચૂકયો છે. હમણાં જ તે આવશે અને મારા ઘર પર સોનૈયાની વૃષ્ટિ કરશે.' વળી બ્રહ્મસેન ! કાળની ફાળ કોના પર નથી ત્રાટકી ? નિર્ધન હો કે ધનવાન ! રંક હો યા રાજા ! પંડિત હો યા મૂર્ખ ! દેવ હો યા દેવેન્દ્ર ! ચક્રવર્તી હો કે તીર્થંકરદેવ હો ! એક દિ મૃત્યુ સહુને લઈ જાય છે. કર્મ અને કાળના ક્રમ મુજબ જે વાતો અને તેમાં વિવેકી આત્માએ શા માટે સંતાપ ધરવો ?” શો ધ વિવિનામૂ શોકના પ્રસંગોમાં વિવેકી આત્મા એ ચિત્તની પ્રસન્નતા જાળવવી અને શોકને નિવારનારા કલ્યાણ અનુષ્ઠાનોમાં ચિત્ત પરોવી દેવું.” - “આશંકરનું જીવન સુધર્યું ! મૃત્યુ મહોત્સવરૂપ બન્યું ! પરલોક મહાસુખમય બન્યો ! તો તું જ કહે આ બધાથી મારે શોક કરવો કે સંતોષ અનુભવવો ?” - ક્ષેમંકરના અમૃત તુલ્ય વચનોના આશ્વાસનથી બ્રહ્મસેન સ્વસ્થ બન્યો. ધર્મચર્ચા જામી. શાંતરસનો સાગર ત્યાં હિલોળે ચઢ્યો. ક્ષેમકરની તત્ત્વમીમાંસામાં આબાલગોપાલ મુગ્ધ બન્યા. - ત્યાં એકાએક આકાશમાર્ગે ઉદ્યોત થયો. પ્રકાશનો પૂંજ પથરાયો. કોઈ દિવ્ય વિભૂતિ પૃથ્વીપટપર અવતરી. તે તેના મુખપર તેજનો અંબાર હતો, પ્રસન્નતાની સુરખી હતી, કોઈ અગોચર આનંદ હતો. એ વિભૂતિ કોણ હતી ? આશંકરદેવ. એ આવ્યો ને હેમંકરના ચરણોમાં ઝુકી પડ્યો. તેના કૃતજ્ઞતાવાસિત હૈયામાંથી ઉદ્ગાર નીકળ્યા. “હે વડીલબંધુ ! તમે સાચા બંધુ છો. મને ધર્મનું અમૃત પાઈ અમરત્વ અપાવ્યું ! તમારા કેટલા ગુણ ગાઉં? મારા જનમ જનમના ઉપકારી છો ! ગુરુ છો ! નાથ છો.” ધર્મ-ચિંતન • ૩૮૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ આખી સભાએ આશંકરદેવને નિહાળ્યો. સહુને પ્રતીતિ થઈ કે “આશંકર મૃત્યુ બાદ દેવ થયો છે, ક્ષેમકરની ભવ્ય જ્ઞાનપ્રતિભાએ એના હૃદયમાં સ્થાન જમાવ્યું. જિનધર્મની પ્રીતિ ગાઢ બની. પૌષધવ્રતનો તે રસિયો બન્યો. પર્વતિથિએ કદી પૌષધ ચૂકે નહિ. સાંસારિક પ્રવૃત્તિઓથી કદી પૌષધ ચૂકે નહિ. સાંસારિક પ્રવૃત્તિઓથી પરાÉખ થઈ ધર્મધ્યાનમાં મગ્ન બની જતાં રાત્રિના સમયે પણ કાસ્સગ્નમાં ઊભો રહેતો. દિન પછી દિન ગયા. વર્ષ પછી વર્ષ વીત્યા. બ્રહ્મસેનની આર્થિક સ્થિતિ કથળી ગઈ. કર્મની કેવી વિચિત્રતા ! આધ્યાત્મિકતાની સપાટીએ બેઠેલા આત્માનું પણ ભૌતિક અધઃપતન સર્જી દેતાં કરમને કશી શરમ નહિ. પરંતુ વાંધો નહિ ! એ ઊંચી ભૂમિકાએ આવતી ભૌતિકભીડ ચિત્તને પડતી નથી. શાંતિને હરતી નથી. બ્રહ્મસેનને કર્મની લીલાનું પૂરેપૂરું ભાન હતું, તેણે વિચાર્યું. “જીવ ! તું જરાયે મુંઝાઈશ નહિ. ભૌતિક અપૂર્ણતા આત્મિક પૂર્ણતામાં લેશ પણ બાધક નથી. તું ધનધાન્યથી ભલે અપૂર્ણ બન્યો પણ આત્મિક સંપત્તિની નિકટ જઈ રહ્યો છું ! પૌદ્ગલિક ન્યૂનતામાં રખે તારી જાતને ન્યૂન માનતો ! પરમેષ્ઠિ ભગવંતોના સહારે સાચીપૂર્ણતા તરફ પ્રયાણ થઈ રહ્યું છે, તેનો મહાઆનંદ લૂંટજે !” નિરાશાના પાશ તૂટ્યા. પ્રસન્નતા અખંડ રહી. પણ તવંગર મટી કંગાલ પરિસ્થિતિ વચ્ચે વસંતપુરમાં વસવું એને વ્યવહારવિરુદ્ધ લાગ્યું—ખટક્યું. ' જગત એટલે ચર્મચક્ષુથી જોનારું ! તેના તરફથી થતી અપકીર્તિને સહવી ક્યારેક કઠીન થઈ પડે છે. તે કુટુંબ સહિત વસંતપુર છોડી ગયો. પણ, આધ્યાત્મિકતાની વસંત તેને છોડે તેમ ન હતી. તેની મગ્નતામાં દરિદ્રતાનું દુઃખ ભૂલી જઈ તે સાચી અમીરી અનુભવવા લાગ્યો. બ્રહ્મસેન વસંતપુરથી થોડેક દૂર એક પલ્લીમાં આવ્યો. પલ્લીપતિએ બ્રહ્મસેનનો અતિથિસત્કાર કર્યો અને રહેવા માટે સ્થાન આપ્યું. બ્રહ્મસેને નાની સરખી દુકાન ખોલી, નીતિ અને પ્રીતિથી પલ્લીવાસીઓના દિલ જીતી લીધાં. ૩૮૬૦ ધર્મ-ચિંતન Page #404 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મસેનના પ્રેમાળ સ્વભાવથી આકર્ષાઈને નાના નાના બોળકો ભેગા થઈ જતાં. બ્રહ્મસેન.તેમને મધુરા સ્મિતથી ન્હવડાવતો અને સંસ્કારપોષક નાનકડી કથાઓ કહેતો. રોજ રાતે બ્રહ્મસેનના ઘરઆંગણે પલ્લીવાસીઓ ભેગા થતા. પૂર્વ ઋષિમહર્ષિઓની અને મહાસતીઓની બોધક અને રોચક કથાઓ દ્વારા બ્રહ્મસેને સૌને આકર્ષ્યા હતા. બ્રહ્મસેન એક સજ્જન એક મહાજન તરીકે સૌના દિલમાં વસી ગયો. ફરી ભાગ્યોદય થયો. બ્રહ્મસેનનો વ્યાપાર પૂરજોશમાં ચાલ્યો. પણ, પર્વતિથિએ એની દુકાન બંધ રહેતી. સૌ જાણી ગયા હતા કે બ્રહ્મસેન પર્વના દિવસે સાંસારિક સર્વ પ્રવૃત્તિ બંધ કરી પૌષધવ્રતમાં રહે છે. જ્ઞાન-ધ્યાન, તત્ત્વચિંતન અને કાઉસગ્ગની સાધના કરે છે. એક અવસરે દૂરદેશથી ચાર રાજકુમારો કરુણ હાલતે ત્યાં આવી ચઢ્યા. તેમનું રાજ્ય લુંટાઈ ગયું હતું, તેઓ નિરાધાર બન્યા હતા. બ્રહ્મસેનના હૃદયમાં કરુણા ઊભરાઈ. તે બીજાનાં સુખ-દુઃખને જાણવાસમજવામાં કાબેલ હતો. બીજાના સુખ-દુઃખને તે પોતાના જ સુખ-દુઃખ માનતો. તેણે ચારે રાજકુમાર્સને આશરો આપ્યો અને દુકાનનું યોગ્ય કામ તેમને સોંપ્યું. રાજકુમારોએ પણ જાણ્યું કે—“પર્વદિવસોમાં બ્રહ્મસેન પૌષધવ્રતમાં રહે છે.” રાજકુમારોના મનમાં કુબુદ્ધિ જાગી. કોઈ પર્વના દિવસે બ્રહ્મસેનનું ધન લુંટવાનો, માલ તફડાવી લેવાની કુબુદ્ધિ તેઓને સુઝી. તે માટે તેઓએ નિર્ણય કર્યો. સંસારની કેવી વિચિત્રતા ! વિશ્વના ચોગાનમાં કૃતઘ્નતાનું કેવું આ તાંડવનૃત્ય ! સ્વાર્થની કેવી પરાકાષ્ઠા અને પાશવલીલા ! એકના હાસ્યમાં બીજાનું રૂદન ! એકના મહેલમાં બીજાની જેલ ! એકના મરણમાં બીજાનું જીવન ! (6) કૃષ્ણપક્ષની અંધારી રાત હતી. ચતુર્દશીનો પૌષધ લઈ શ્રાવક બ્રહ્મસેન ધ્યાનમાં ઊભો હતો. હૃદયને વજ્ર બનાવી ચારે રાજકુમારોએ બ્રહ્મસેનના ઘરમાં પ્રવેશ કર્યો. ધીમે ધીમે ઠીક ઠીક માલમિલ્કત ભેગી કરી. બ્રહ્મસેને ધ્યાન પૂરું કર્યું. કુમારોને જોયા, ઓળખ્યા, તેના મનમાં વિકલ્પ ઉઠ્યો— “અરે ! આ કુમારોને મેં આશરો આપ્યો, જોઈતું ધન આપ્યું, જીવન સુખી બનાવ્યું, છતાં આ ઘોરપાપાચરણ...?' ધર્મ-ચિંતન ૦ ૩૮૭ Page #405 -------------------------------------------------------------------------- ________________ પણ બ્રહ્મસેને એ વિચારધારાને ત્યાં જ અટકાવી દીધી. અરે ! હું તો પૌષધવ્રતમાં છું ધન-ધાન્ય, કુટુંબ-કબીલો બધું વોસિરાવ્યું. આ બાહ્યસંપત્તિ કોની ? ઘણાને એણે દગો દીધો છે. મને પણ દગો નહિ દે ? નશ્વર વૈભવ ખાતર આર્તધ્યાન કરી કલ્યાણકારી પૌષધવ્રતની વિરાધના શા માટે કરવી ? પરની ચિંતાનો વિચાર છોડી બ્રહ્મસેન પાછો સ્વસ્થ બની ગયો. પદ્માસન લગાવી, આંખો બંધ કરી મધ્યમ અને મધુરસ્વરે શ્રીનવકાર મહામંત્રનું રટણસ્મરણ શરૂ કરી દીધું. ચિત્તમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને વસાવ્યા. નવકારનો મધુર-. મંગલ-ધ્વનિ ચોમેર ગુંજવા લાગ્યો...નમો અરિહંતા ... માલની ગાંસડીઓ બાંધતાં રાજકુમારોના કાને શ્રીનવકારમંત્રનો ધ્વનિ અથડાયો. તેઓ ચોંક્યા. “હં....બ્રહ્મસેન આપણને થંભાવી દેવા માટે કોઈ મંત્ર ભણતો લાગે છે, જરા ધ્યાન દઈને સાંભળીયે.” રાજકુમારોએ કાન સરવા કરી સાંભળવા માંડ્યું. તેમને લાગ્યું કે આપણે આવા મધુર-મંગલ–શબ્દો ક્યાંક સાંભળ્યા છે... પણ ક્યાં...? ઉહાપોહ શરૂ થયો. ઉંડા ચિંતને અજ્ઞાનના પડદા ભેદી નાખ્યા. ચારે રાજકુમારોને જાતિસ્મરણજ્ઞાન થયું. કેવી અજબ શક્તિ મહામંત્ર શ્રીનવકારની ! મંત્રાક્ષરોના દિવ્યધ્વનિનો કેવો આ પ્રભાવ ! ” મોહનું કાતિલ ઝેર ઉતારવાનું કેવું કૌવત એના શબ્દ રત્નોમાં ! પૂર્વ જીવન જોઈ કુમારો વિચારે છે–પૂર્વે ઉજ્જવળ ચારિત્ર જીવન જીવનારા ! નમસ્કાર મહામંત્રને જાનારા !....સમાધિમૃત્યુપંડિતમૃત્યુથી દેવલોકમાં પહોંચનારા ! અહિં રાજકુળમાં અવતરનારા ! અમે આજે આશરો આપનાર પ્રત્યે જ કૃતઘ્ની બની કેવું ઘોર કૃત્ય આચરનારા બન્યા છીએ ? ધિક્કાર છે અમારા કલંકિત જીવતરને... આત્મનિંદા..આંતરમનોમંથનમાંથી ચારે કુમારોએ માખણ તારવ્યું–સમસ્ત સંસાર પર ઉદાસીન ભાવનું–વૈરાગ્યવૃત્તિનું. પૂર્વ જન્મમાં આચરેલા ચારિત્રના મહામાર્ગે પ્રયાણ કરવા ચારે રાજકુમારો તલપાપડ બન્યા. ભાવથી સાધુ થયેલા તેઓના શુભસંકલ્પની અસરથી દેવોના પણ ચિત્ત ડોલી ગયા. સાધુવેષ લઈને દેવો હાજર થયા. ચારે કુમારોએ સાધુવેષ અંગીકાર કર્યો. નૂતન મુનિઓની ગુણસ્તુતિ કરી, દેવો સ્વસ્થાને ચાલ્યા ગયા. દેવોની દિવ્ય ભોગશક્તિ કરતાંય માનવની અનોખી ત્યાગશક્તિને તેઓનું હૃદય નમી પડ્યું. રાત્રિનો સમય ૩૮૮ - ધર્મ-ચિંતન Page #406 -------------------------------------------------------------------------- ________________ હોવાથી ચારે નૂતન મુનિવરો ત્યાં જ ધ્યાનમાં ઊભા રહ્યા. (૮) બ્રહ્મસેન તો શ્રીનવકારમંત્રના જાપમાં જ લયલીન છે. પરમેષ્ટિ ભગવંતોના ધ્યાનમાં ખોવાઈ ગયો છે. તેઓના ગુણપુષ્પો ચૂંટવાની મસ્તી માણી રહ્યો છે. નથી તેને ચોરોનું ભાન, નથી ધનદોલત ભાન કે નથી દેવોના આવવા કે જવાનું ભાન ! અંધકાર ગયો. અરૂણોદય થયો. અને પ્રકાશ પથરાયો. બ્રહ્મસેનનું ધ્યાન પૂરું થયું. હજી તે ચારે કુમારો (ચોરો) ઉભેલા દેખાયા. સહેજ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતાં તે ચોંકી ઉઠ્યો ! ઓહો ! કેવી વિચિત્રતા ! સાધુવેષમાં ચોરીનું પાપ ? પરમાત્માના પુનિત વેષને, આ કુમારો આવા મલિન આચરણથી–કલંકિત કરી રહ્યા છે ?....કુમારો પ્રત્યે લાગણીવશ બની બ્રહ્મસેને પૂછ્યું અરે મહાનુભાવો ! તમે કોણ છો ? સાધુવેષમાં રહી આવું અઘટિત કામ શા માટે કરો છો ? ધ્યાન પૂરું કરી ચારમાંથી એક બોલ્યા–“હે કરુણાવંત ! અમારી પહેલેથી પૂરી હકીકત સાંભળો એટલે,. આપના મનનું સમાધાન થશે...” ચોરી માટે આવવું...ધન-માલની ગાંસડીઓનું બાંધવું...તે જ વખતે મહામંત્રના મંગલ શબ્દોનું કાને પડવું...જાતિસ્મરણ જ્ઞાન થવું. પાપનો તીવ્ર પશ્ચાત્તાપ....સંયમની તીવ્ર ભાવના દેવોનું પૃથ્વી પર આગમન...દેવોએ આપેલા સાધુવેષનો સ્વીકાર...ભાનાવસ્થામાં ઊભા રહેવું...વગેરે રાત્રિનો સઘળો વૃત્તાંત કહ્યો. બ્રહ્મસેન સાંભળીને આશ્ચર્યચકિત બની ગયો. શ્રીનમસ્કાર મહામંત્રના સામર્થ્યને તેનું મન-મસ્તક ઝુકી પડ્યું. તે વિનંતી કરે છે–વે પૂજ્ય ! કૃપા કરીને આપના પૂર્વભવને કહો ! જયેષ્ઠ મુનિવર પૂર્વભવની હકીકત કહે છે– વિશાળાપુરી નામે એક નગરી છે. જાણે અલકાપુરીનો અવતાર ! ત્યાં રાજા કેશરી રાજય કરતો હતો. નીતિનિપુણ, યુદ્ધકુશળ અને પ્રજાવત્સલ કેશરીના રાજયમાં સુખશાંતિના સાગર છલકાયા હતા. નર-નારીના વૃંદ એ સાગરમાં સ્વૈરવિહાર કરતાં હતાં. ધર્મ-ચિંતન - ૩૮૯ Page #407 -------------------------------------------------------------------------- ________________ અમે ચારે ભૂપાળ કેશરીના પુત્રો હતા. કળાકૌશલ્ય મેળવવામાં અમારું શૈશવ વીત્યું. યૌવનના આંગણે અમે આવી ઊભા. ત્યાં એકાએક કાળપિશાચ આવીને અમારા પિતાજીને ઉપાડી ગયો... રાજકુળ અને નગર આખું શોકમગ્ન બન્યું. પિતાજીના દેહને અગ્નિદાહ દીધો અને અમે દેહની રાખ ગંગાજીમાં પધરાવવા રવાના થયા. અમને તે વખતે અમારું જીવન નદીના પૂર જેવું અને યૌવન વિજળીના ઝબકારા જેવું લાગ્યું. કાયાની વિનશ્વરતા અને મૃત્યુની ભયનકતા ભાસી. સંસારની દુઃખદ સ્થિતિનો વિચાર કરતાં કરતાં અમે ગંગા નદીના તટે પહોંચ્યા. ત્યાં અમને એક દૃશ્ય જોવા મળ્યું. એ દૃશ્ય જોતાં જ આનંદની સાથે જ ઉદ્વેગની લાગણી જન્મી. એક મહામુનિ ધ્યાનમાં મગ્ન હતા. પણ તેમનાં વસ્ત્ર મલિન હતા. કાયા ૫૨ મેલના થર જામેલા હતા. જાણે કાયાની માયા સાવ ઉતરી ગઈ ન હોય. હે મહાત્મન્ ! બાજુમાં આવી પવિત્ર ગંગા વહી રહી છે છતાં આપ દેહ અને વસ્ત્રોને મલીન કેમ રાખો છો ? શું એમાં જ ધર્મ છે ? સંકોચ અનુભવતાં અમોએ પૂછ્યું. મુનિ શાંતરસના સાગર હતા. અમારી સૌમ્યમુદ્રા, કોમળવાણી અને નિર્દભ જિજ્ઞાસાને પારખી તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું– કુમારો ! સ્થિરચિત્ત બની સૂક્ષ્મદૃષ્ટિએ વિચારો આંતરદૃષ્ટા બનો. સ્થૂલદૃષ્ટિ માત્ર બહારના જડપદાર્થ ૫૨ ઠરે છે. માત્ર જડપદાર્થનો જ એ માપક ગજ બને છે. સૂક્ષ્મદ્રષ્ટિ—પારદર્શક છે. જડની ભીતરમાં રહેલા ચેતનને પણ તે જોઈ શકે છે. શરીરમાં રહેનારો, શરીરનો માલીક આત્મા કેટલો મલિન છે, તે જુઓ ! શરીરને ગમે તેટલી વાર પાણીથી કે સોડાથી સાફ કરો તો પણ ફરી ફરી મલિન થવાનો તેનો જાતિ સ્વભાવ છે. તમને પણ તે અનુભવ સિદ્ધ છે. જેમ જેમ કેવળ દેહને-વસ્ત્રોને ઉજળાં બનાવવા પ્રયત્ન કરીએ છીએ, તેમ તેમ આપણો આત્મા વધુ મલિન બનતો જાય છે. આ કડવું પણ સત્ય છે. તેને સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. આત્માને ઉજ્વળ-નિર્મળ બનાવવાની મહેનત હંમેશાં સફળ નીવડે છે. એકવાર સંપૂર્ણ ઉજળો થયા પછી આત્મા કદી મેલો થતો નથી. ૩૯૦ ૦ ધર્મ-ચિંતન Page #408 -------------------------------------------------------------------------- ________________ તો, કુમારો ! શરીર-વસ્ત્રોને ઉજળા કરવાનું કાર્ય કરવું કે આત્માને ? આત્માને નિર્મળ કર્યા પછી બધાં જ દુઃખોનો અંત આવી જાય છે. બધાં સંતાપો ટળી જાય છે. આત્માને સ્ફટિક જેવો ઉજ્વળ બનાવવા વચગાળાનું આ દેહમાલિન્ય અનિવાર્ય છે. સહાયક છે. મેલાં વસ્ત્રને ધોવા લેતાં, પાણીમાં ઝબોળતાં તે વસ્ત્ર વધારે મલિન દેખાય છે, પરંતુ એ મલિનતા આપણને ખટકતી નથી. આપણે સમજીયે છીએ કે વસ્ત્રને સાફ કરવું હોય તો એ માલિન્ય અનુભવવું અનિવાર્ય છે. - કુમારો ! ગંગાજળના પ્રત્યે બિંદુમાં અસંખ્ય જીવો છે. દેહ અને વસ્ત્રની ક્ષણજીવી ઉજ્જવળતા ખાતર એ નિરપરાધ જીવોને મૃત્યુની સજા શા માટે આપવી ? મુનિવરની હિતકારીવાણીએ અમારા ચાર ભાઈઓના હૃદય ધર્મભાવનાથી ભીંજાયા, વૈરાગ્યના અંકુરા ફુટ્યા, અમે ચારે ભાઈઓએ તે મહામુનિના તારકચરણોમાં જીવન સોંપ્યું. - દેવગુરુની અનંતકૃપાના બળે જ્ઞાન-વિજ્ઞાનમાં, તપ-ત્યાગમાં, ધ્યાન-ધારણામાં, સમતા-સમાધિમાં અમારો ઠીક ઠીક વિકાસ થયો. ચારિત્રધર્મનું નિરતિચાર પાલન કરવા અમે મથતાં, પંચપરમેષ્ઠિઓ પ્રત્યે સમર્પણભાવે નમસ્કાર મહામંત્રના જાપમાં લીન બની જતાં.... પંડિત મરણ પામી અમે ચારે દેવલોકમાં ગયા. અને ત્યાંથી ચ્યવી આ જન્મમાં રાજકુળમાં અવતર્યા. ત્યારપછીની હકીકત આપ જાણો જ છો. આ પ્રમાણે જયેષ્ઠમુનિએ પૂર્વભવનો વૃત્તાંત બ્રહ્મસેનની આગળ સંભળાવ્યો. બ્રહ્મસેનનું ચિત્ત ચમકી ઉઠ્યું. ચારે ભવ્યાત્માઓના અપૂર્વ પરાક્રમને તેણે હૃદયથી આવકાર્યું. ત્યારે મહાત્માઓના જીવન-આરિસામાં પોતાનું જીવન-સ્વરૂપ નિહાળ્યું...પોતાના સત્ત્વવિહોણા સુસ્ત જીવનપર તેને સુગ ચઢી. ' અહો ! શ્રીનમસ્કાર મહામંત્રની એક જ રણભેરીથી આ ચાર સુભટો કર્મ શત્રુ સામે જંગ ખેલવા ઊભા થઈ ગયા જયારે હું વર્ષોથી દેવગુરુનો ઉપાસક, અવધિજ્ઞાની ક્ષેમંકર મિત્રનો ધર્મમિત્ર.. હજી સંસારની માયાજાળમાં મહાલું છું... બ્રહ્મસેનનો વૈરાગ્ય સતેજ થયો, મોહથી મનને મુક્ત બનાવ્યું, ત્યારે મુનિઓ ' સાથે એણે પણ ચારિત્રજીવનના પુનિતપંથે મંગળ પ્રયાણ કર્યું. ધર્મ-ચિંતન ૩૯૧ Page #409 -------------------------------------------------------------------------- ________________ ધર્મના રંગે રંગાયેલા બ્રહ્મસેનનાં સ્વજનો વિરાગીઓને વિદાય આપી પાછા વળ્યા. પલ્લીવાસી આબાલવૃદ્ધોને જાણે એક અતિ નિકટના સ્નેહીનો ચિરવિરહ પડતો લાગ્યો. સૌ વળાવી આવ્યા અને સાથે સાથે પોતાના જીવનમાં પણ એ પંથે પ્રયાણ કરવાના મનોરથો લેતા આવ્યા. તે મનોરથોને સફળ બનાવવા નમસ્કાર મહામંત્રના પ્રબળ પ્રવાહણને પણ તેઓએ અપનાવ્યું. પલ્લીની કુટીરે કુટીરે “નમો અરિહંતા, નમો સિદ્ધા....."ના મંગલધ્વનિ ગાજી ઉઠ્યા. પાંચ પુણ્યાત્માઓ એ સંસારની શેતરંજ સમેટી લીધી...સિદ્ધશિલા પર શોભાયમાન થયા...સાથે સાથે જનહૃદયમાં પણ પંચપરમેષ્ઠિના પ્રેમને પૂરતા ગયા. 000 મનનું ધન જે મકાનમાં બહુ જ ધન હોય તે મકાનની તમે કેટલી તકેદારી રાખો? કેવી ચોકી મૂકો? મનના મકાનમાં ધનના ઢેર પડેલા છે, એ તમે જાણો છો? એક એક સદ્વિચાર એક એક રત્ન છે. આપણે મનના મકાનની કેટલી તકેદારી રાખીએ છીએ? કોઈ ચોકી મૂકી છે? આપણે ખરેખર ભ્રમણામાં અટવાયા છીએ, તનના મકાનની જ આપણે તકેદારી અને ચોકી રાખીએ છીએ ! કે જે તનમાં હાડકાં, માંસ અને લોહી સિવાય કંઈ નથી...જે ધૂળ સમાન છે. જે આપણને વાસ્તવિક સુખશાન્તિ આપવા સમર્થ નથી. મનના મકાનની રક્ષા કરો. મનનું ધન કોઈ ચોરી ન જાય, સદ્વિચાર ચોરાઈ ન જાય તેની ખરેખરી તકેદારી રાખો, ચોકીદાર બરોબર ગોઠવી દો. સાત્ત્વિક ભાવોને પોષનાર ગ્રંથો, આંતરદૃષ્ટિને ઉઘાડી આપનારા સાધુ પુરુષો, કૃપાસાગર તારક પરમાત્મા..આ બધા ચોકીદારો છે. મનના દ્વારે આમને સ્થાન આપો, તમારું ધન સુરક્ષિત રહેશે. અને એ ધન દ્વારા જ તમે અક્ષય અને અનંત સુખ મેળવશો. - પ.પૂ.પં. શ્રીધુરંધરવિજયજી ગણિવર.. ૩૨. ધર્મ-ચિંતન Page #410 -------------------------------------------------------------------------- ________________ મનનો માલિક બનાવીએ પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ (શ્રીનમસ્કાર મહામંત્રના જાપ વિષે અનેક શાસ્ત્રવિધાનો આપણે સાંભળીએ છીએ. ‘નવલાખ જયંતા નરક નિવારે' એવું વિધાન આવે છે તેમ ‘લાખએક જાપ જનપુણ્યે-પુરા જપે, પદવી પામે અરિહંત કેરી' એવું પણ સાંભળવા મળે છે. અહીં પ્રશ્ન થશે કે નવલાખ નવકાર ગણવા છતાં માત્ર નરક ટળે અને એક જ લાખ નવકાર ગણતાં તીર્થંકર નામકર્મ બંધાય એ શું બરાબર ? પ્રશ્ન થવો વ્યાજબી છે. એનો પ્રત્યુત્તર પણ સુંદર છે. નવલાખ કરતાં એકલાખ સંખ્યાની દૃષ્ટિએ ભલે ઓછા હોય પણ એ એકલાખ નવકાર ગણવાની વિધિ અદ્ભુત છે શાસ્ત્ર કહેલી વિધિ પ્રમાણે લાખ નવકારની સાધનાનો યોગ દુષ્કર છે. ઘણા વિરલ–આત્માઓ તેમાં સફળ બને છે. શ્રીઅરિહંતપરમાત્મા પ્રત્યે એક લક્ષ બને, મંત્રાક્ષરોમાં પૂરી એકાગ્રતા અને પંચપરમેષ્ઠિઓમાં તન્મયતા આવે, તેને જ શ્રીતીર્થંકર જેવું મહાન ફળ મળે આ રીતે વિધિપૂર્વક લક્ષજાપની સાધનાં, અધ્યવસાયોની નિર્મળતા કરી તીર્થંકર નામકર્મના ઉપાર્જનમાં પ્રબળ નિમિત્ત છે.. એક પ્રાચીન હસ્તલિખિત પ્રતમાં લાખનવકારના જાપની ઉત્કૃષ્ટ વિધિ વાંચવામાં આવી છે. લાખનવકારની સાધનામાં વ્યગ્રતા અને વિધિપૂર્વકની એકાગ્રતા કેવા વિભિન્ન ફળોનું સર્જન કરે છે તે રાજા શ્રીદેવની કથા વાંચતાં સમજાશે. સં.) કાંપીલ્યપુરનગર. શ્રીહર્ષ રાજા. એને શ્રીદેવ પુત્ર. રાજાપરાક્રમી હતો તેમ દિગ્વિજયનો ભારે શોખીન હતો. એકવાર દિગ્વિજય માટે નીકળ્યો. અનેક રાજાઓને જીત્યા, પણ કામરૂપદેશનો રાજા બાકી રહી ગયેલો. શ્રીહર્ષે સૈન્ય સાથે કામરૂપદેશ તરફ પ્રયાણ કર્યું. ત્યાંનો રાજા પણ પરાક્રમી હતો. એ યુદ્ધના મોરચે આવી ગયો. ઘોર યુદ્ધ જામી પડ્યું. યુદ્ધના ૨મણે ચઢેલા સૈનિકો ખરી રંગતમાં આવી ગયા હતા. તે વખતે અચાનક શ્રીહર્ષના મનમાં દયાની લાગણી ઉત્પન્ન થઈ. યુદ્ધમાં નિર્દોષ સૈનિકોનો સંહાર થાય એ એને ખટક્યું. દુશ્મન રાજાની સામે એણે પ્રસ્તાવ મૂક્યો. ‘સૈનિકોનો સંહાર અટકાવી માત્ર આપણે બન્ને દ્વંદ્વંયુદ્ધ ખેલીયે, દુશ્મન રાજા સંમત થયો. સેનાઓ એક બાજુએ હઠી ગઈ બન્ને રાજાઓ વચ્ચે દ્વંદ્વયુદ્ધ શરૂ થયું. બન્ને રાજાઓ પરાક્રમી હતા. કોઈનોય જય કે પરાજય થતો નથી. છેવટે યુદ્ધ બંધ કરવું પડ્યું અને બન્ને પોતપોતાના સ્થાને ચાલ્યા ધર્મ-ચિંતન ૦ ૩૯૩ Page #411 -------------------------------------------------------------------------- ________________ ગયા. આ ઘટનાની શ્રીહર્ષના હૃદય પર જુદી જ અસર થઈ. બાહ્યશત્રુ સાથેના યુદ્ધમાં મળેલી સરિયામ નિષ્ફળતાએ આંતરશત્રુ સાથે રણસંગ્રામ ખેલવાની ખેવના જગાવી. રાગ-દ્વેષની ગલીચ ગલીઓમાંથી બહાર નીકળી રાજા શ્રીહર્ષ વૈરાગ્યના સરિયામ માર્ગ ઉપર આવી ગયો. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું એના હૃદયમાં વહેવા માંડ્યું. વૈરનું વિષ વમી ભાવસાધુ બનેલા શ્રીહર્ષે રાજપુત્ર શ્રીદેવને રાજગાદી સોંપી સોનેરી હિતશિક્ષા આપતાં કહ્યું – -“હે કુમાર ! દુર્જનની સંગતિ, કુસ્ત્રીનો સંગ્રહ, ક્રોધ, મદ, વ્યસન, અનીતિના ધનનો સ્વીકાર, કદાગ્રહ અને મૂર્ખતા આ આઠ વસ્તુઓ કદી ન કરવી. –સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ, સગુણોનો અભ્યાસ, કલામાં કૌશલ્ય, કલ્યાણમિત્રની સોબત, દક્ષતા, કરુણા, ઉદ્યમ અને ઇન્દ્રિયોનો વિજય આ આઠ કર્તવ્યોના પાલનમાં કદી પ્રમાદ ન કરવો. -નિર્લજ્જતા, નિષ્ફરતા, માયા, અવિનય, અકુશલતા, અનમ્રતા, અસત્ય અને અયશ આ આઠ દુર્ગુણોને હમેશાં તજવા. –ઉપકાર, શરણાગત, સુભાષિત, સાહસ, સદ્વિદ્યા, સુદેવ, સુગુરુ અને સુધર્મ આ આઠને સદાય હૃદયમાં ધારણ કરવા. –સર્પ, પાણી, અગ્નિ, રોગ, દુશ્મન, યુવતી, કામવાસના અને રાજા આ આઠનો સ્વપ્નમાં પણ વિશ્વાસ કરવો નહિ.” રાજપુત્રે સકર્ણ બની પિતાએ આપેલી હિતશિક્ષાનું અમૃત પીધું. રાજા શ્રીહર્ષ રાજપાટ છોડી ચારિત્રના મહામાર્ગે ચાલ્યા ગયા. શ્રીદેવે ન્યાય અને વાત્સલ્યથી પ્રજાનું પાલન કરવા માંડ્યું. એકવાર કામરૂપદેશના રાજાનું વેર તેને યાદ આવ્યું. વેરની વસૂલાત કરવાના કોડ જાગ્યા. મંત્રીઓની સલાહ ન હતી છતાં શ્રીદેવે સાહસ ખેડયું. સૈન્ય સાથે પ્રયાણ કરી કામરૂપદેશના રાજા સાથે યુદ્ધ આરંભ્ય. ભવિતવ્યતા વિપરીત હતી. દુશ્મન રાજાના પરાક્રમ આગળા શ્રીદેવનું સૈન્ય ટકી શક્યું નહિ. સૈન્યનો નાશ થવાથી એકલો પડેલો શ્રીદેવ ગભરાયો અને ત્યાંથી ભાગી છૂટ્યો. દોડતો દોડતો એક મહા અટવીમાં જઈ પહોંચ્યો. તાપ અને તૃષાથી તે તરફડી રહ્યો હતો. પરાભવનો સંતાપ એના હૃદયને ૩૯૪ ધર્મ-ચિંતન Page #412 -------------------------------------------------------------------------- ________________ મુંઝવી રહ્યો હતો. આવી દુઃખદ સ્થિતિ ઊભી થાય છે ત્યારે માણસ કર્મને દોષ દઈ પોતે છૂટી જવા માંગે છે અને પોતાના ખોટા સાહસોનો કે શક્તિ બહારની પ્રવૃત્તિનો - વિચાર સરખોય કરતા નથી, એ ખેદની વાત છે. તૃષા, તાપ અને સંતાપથી તરફડી રહેલા શ્રીદેવ પાસે એક જંગલનો ભીલ આવી ચઢ્યો. જંગલી ભીલે શ્રીદેવને અતિથિ સમજી સત્કાર કર્યો. ઠંડું પાણી લાવીને પાયું. શ્રીદેવ કંઈક સ્વસ્થ થયો અને વનમાં ઘુમવા લાગ્યો. દૂર ઝાડ નીચે એક મુનિરાજ ધ્યાનમાં બેઠા હતા. શ્રીદેવની નજર તેમના ઉપર પડી. હર્ષના આવેશથી તેની રોમરાજી વિકસ્વર થઈ, મુનિવર પાસે જઈ વંદન કરી રાજા સામે બેઠો. મુનિરાજે ધ્યાન પૂરું કર્યું. આંખ ખોલી જિજ્ઞાસુ દેખાતાં રાજાને ધર્મનો ઉપદેશ આપ્યો. સંસારની અનિત્યતા અને દુઃખમયતાનું સ્પષ્ટ દર્શન કરાવ્યું. ચારિત્રધર્મની મંગલમયતા સમજાવી. શાંતરસ રેલાવતો ઉપદેશ સાંભળી શ્રીદેવ પોતાનું બધું દુઃખ ભૂલી ગયો. તેને અલૌકિક આત્મિક આનંદનો સ્વાદ આવ્યો પ્રશમસુખ અનુભવ્યું. - શ્રીદેવે મુનિવરને કહ્યું –ભગવન્! ચારિત્ર ધર્મ અતિ ઉત્તમ છે તેમ અતિદુષ્કર પણ છે. હું પામર તેનું પાલન કરવા અસમર્થ છું માટે મારે યોગ્ય સહેલો ધર્મ બતાવો અને મારો ઉદ્ધાર કરો. મુનિવરે કહ્યું–રાજન્ ! શ્રીનમસ્કાર મહામંત્રનો વિધિપૂર્વક જાપ કર પ્રાણીમાત્રના ઉદ્ધાર માટે એ સુગમ અને શ્રેષ્ઠ માર્ગ છે. મુનિએ રાજાને શ્રીનવકારમંત્ર શીખવ્યો, જાપનો વિધિ બતાવ્યો અને કહ્યુંમહાભાગ ! જે હંમેશ ૧૦૮ નવકાર નંદાવર્તથી જપે તેને શાકિની વગેરે છળી શક્તિ નથી. જે વિધિપૂર્વક લાખનવકારને ગણે છે અને શ્રીજિનેશ્વરદેવને પૂજે છે, તે તીર્થકર નામ ગોત્ર બાંધે છે. તેના પગલે પગલે સંપત્તિની છોળો ઉછળે છે અને સર્વત્ર જય પામે છે. મનથી ચિંતવેલું. વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યાં સુધી સિદ્ધ નથી થતું કે જ્યાં સુધી નવકારને ગણ્યો નથી. ધર્મ-ચિંતન • ૩૫ Page #413 -------------------------------------------------------------------------- ________________ આઠ, આઠસો, આઠ હજાર, આઠ લાખ કે આઠ ક્રોડ નવકાર ગણનાર આઠે કર્મોના બંધનથી મુક્ત બની મોક્ષના અનંત અવ્યાબાધ સુખને પામે છે. રાજન્ ! જો સામે શ્રીજિનમંદિર દેખાય છે ને ? તે પણ શ્રીનવકારમંત્રના મહિમાનું જ એક પ્રતીક છે એની આશ્ચર્યકારક ઘટના કહું છું, તે ધ્યાન દઈને સાંભળ. મુનિએ કહ્યું–‘સૌધર્મ લોકવાસી હેમપ્રભદેવે કોઈ કેવળી ભગવંતને પૂછ્યુંભગવન્ ! દેવલોકથી ચ્યવીને હું ક્યાં ઉત્પન્ન થઈશ ? ત્યાં મને જિનધર્મની પ્રાપ્તિ થશે કે નહિ ? જ્ઞાની બોલ્યા—દેવ ! દેવલોકથી ચ્યવીને તું એક મહાઅટવીમાં ઉત્પન્ન થઈશ તને જિનધર્મની પ્રાપ્તિ મહાકષ્ટથી થશે. જ્ઞાનીનું વચન સાંભળીને હેમપ્રભદેવે ભવાંતરમાં ધર્મપ્રાપ્તિ માટે ઉપાય યોજ્યો. એ માટે આ અટવીની સિલાઓ ઉપર શ્રીનવકારમંત્રના અક્ષરો-પદો કોતર્યા. દેવલોકથી ચ્યવીને તે દેવ આ અટવીમાં વાનર તરીકે ઉત્પન્ન થયો. અટવીમાં ફરતાં ફરતાં એકવાર શ્રીનવકારમંત્રના અક્ષરોના-પદોના દર્શન થયાં. ઉહાપોહ થતાં જાતિસ્મરણજ્ઞાન થયું, વાનર ધર્મ પામ્યો. વાનરના ભવની અતિચપળ અવસ્થામાં પણ આત્મકલ્યાણની તાલાવેલીથી અણસણ સ્વીકાર્યું. નવકારના ધ્યાનમાં વાનર મૃત્યુ પામી તે જ દેવલોકમાં તે જ સ્થાનમાં હેમપ્રભ-દેવ તરીકે ઉત્પન્ન થયો. ધર્મપ્રાપ્તિની સ્મૃતિ નિમિત્તે શાંતિનાથપ્રભુનો આ ભવ્ય પ્રાસાદ એ દેવે કરાવ્યો છે. મુનિના મુખથી વિસ્તારપૂર્વક મહામંત્રનો મહિમા સાંભળી શ્રીદેવ· ખૂબ પ્રસન્ન થયો. લક્ષનવકા૨ના જાપનો મંગલ મનો૨થ તેના મનમાં જાગ્યો. શાંતિનાથપ્રભુના સંનિધાનમાં લક્ષજાપ શરૂ કર્યો. બીજીબાજુ ક્ષેત્રપાળ વગેરે દુષ્ટ દેવોએ ઉપદ્રવો કરી રાજાની સાધનામાં વિક્ષેપ નાંખ્યો.જાપની આરાધના પૂર્ણ થઈ હેમપ્રભદેવ પ્રગટ થયો. દેવે કહ્યું–રાજન્ ! શ્રીનમસ્કાર મહામંત્રના લક્ષજાપમાં સંપૂર્ણ એકાગ્રતા આવે, પંચપરમેષ્ઠિઓમાં તન્મયતા થાય અને સર્વ જીવોના કલ્યાણની કામના તીવ્ર બની જાય તો તીર્થંકરનામકર્મ બંધાય. મધ્યમ એકાગ્રતાથી વિદ્યાધર ચક્રવર્તીપણું પામે અને અલ્પ એકાગ્રતાથી એકછત્રીરાજ્યનો માલિક બને. તારે ઉપદ્રવના કારણે જાપમાં અલ્પએકાગ્રતા રહી, તેથી તું એકછત્રીરાજ્યનો માલિક થઈશ. ૩૯૬ ૦ ધર્મ-ચિંતન Page #414 -------------------------------------------------------------------------- ________________ * ત્યારબાદ હેમપ્રભદેવ, શ્રીદેવને કાંપીલ્યપુર લઈ ગયો, ત્યાં ફરી એનો 'રાજ્યાભિષેક કર્યો. શ્રીનવકારમંત્રની સાધનાના પ્રભાવે કામરૂપદેશનો રાજા તથા બીજા અનેક રાજાઓ તેના સેવક બન્યા. એકછત્ર સામ્રાજય ભોગવી, નવકારના ધ્યાનમાં મૃત્યુ પામી રાજા શ્રીદેવ માહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી મનુષ્યભવ પામી મોક્ષપદ પામશે. કલ્પવૃક્ષથી પણ અધિક, ચિંતામણિરત્નથી પણ વધુ કિંમતી, પ્રાણી માત્રના સર્વરોગના અણમોલ ઔષધરૂપ શ્રીનવકારને આપણા મનનો માલિક બનાવી દઈએ તો આ જગતમાં કશું જ અસાધ્ય કે દુ:સાધ્ય નથી. શ્રીનવકારમંત્રના પ્રભાવે પતિતમાંથી પાવન બનેલા શ્રીદેવરાજાની રસમય કથા મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ અને બહુમાન જગાવી જાય છે. લક્ષનવકારના જાપનું સર્વોત્કૃષ્ટ ફળ પામવા શાસ્ત્રવિધિ અનુસાર અખંડ આરાધના, પવિત્ર મંત્રાક્ષરોમાં એકાગ્રતા, શ્રીપરમેષ્ઠિભગવંતોમાં તન્મયતા, સ્વપરરમણતા અને સર્વજીવોના હિતની ભાવના પ્રત્યેક આરાધક માટે અતિ આવશ્યક છે. * I ગમે તેવું રડતું બાળક પોતાની માતાનો સાદ સાંભળીને છાનું રહી જાય છે, તેમ, ગમે તેવી પ્રતિકૂળતા વચ્ચે શ્રીનવકારનો અવાજ કાને પડતાં જીવને સ્વભાવદશાનું તરત જ ભાન થાય છે અને તેનામાં અધિક સમતાભાવ પ્રગટે છે. એટલે આર્ત અને રૌદ્રપરિણામના જોરદાર હુમલાઓ સામે શ્રીનવકાર, અજોડ, શક્તિમંત્ર બનીને ઊભો રહે છે અને જીવના પરમ હિતસ્વીની ગરજ સારે છે. પોતાના પરમ હિતસ્વીને પરમભાવ આપવાની બાબતમાં જરા પણ કરકસર કરવી તે ભવોભવની દ્રવ્ય ને ભાવદરિદ્રતાને અર્જટ તાર કરીને આપણા આંગણે સપ્રેમ નોતરવા સમાન છે. ધર્મ-ચિંતન ૩૭ Page #415 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રના પ્રભાવે પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ વિદ્યાધરશ્રેણિના માલિક રત્નશિખે સાકેતપુરનગરમાં શ્રીસુયશ જિનેશ્વર ભગવંતની અમૃતસમી ધર્મદેશના સાંભળ્યા પછી કહ્યું : भयवं ! केरिसं पुण पुरा पुण्णमुवज्जियं मए जस्सफलं संपयमणुहवामि ? હે ભગવંત ! પૂર્વે મેં કેવું પુણ્ય ઉપાર્યું છે કે જેના ફળરૂપે મળેલી આ વિદ્યાધરની વિપુલ સંપત્તિ હું ભોગવું છું ? ભાવયા મળિયું—ભગવંતે કહ્યું : पंचनमुक्कारसरणनिचछयमाहप्पमिणं પંચનમસ્કાર શ્રીનવકારમહામંત્રના સ્મરણનું નિશ્ચયથી આ માહાત્મ્ય છે. અર્થાત્ તેં પૂર્વે મહાદરિદ્ર અવસ્થામાં મુનિવરોના ઉપદેશથી ત્રણ સંધ્યાએ કરેલા શ્રીનવકારના જાપનું આ નિશ્ચિત ફળ છે. વળી આ શ્રીનવકાર કેવો છે તે સાંભળ : भद्दयभावो भव्वो, एत्तो पावेइ सुद्धसम्मत्तं । सम्मट्ठी विरई, विरओ सिवसंपयंपरमं ॥ १ ॥ . • શ્રીનવકાર મંત્રના પ્રભાવે–મિથ્યાદષ્ટિ જીવ સુંદર એવા ભદ્રકભાવને, ભદ્રક ભાવવાળો શુદ્ધ-નિર્મળ સમ્યક્ત્વને, સમ્યગ્દષ્ટિ આત્મા વિરતિભાવરૂપ ધર્મરત્નને અને વિરતિધર શીઘ્રપણે મોક્ષની અનંતસંપત્તિને પ્રાપ્ત કરે છે. (૧) जं पुण सुहसोहग्गं, रूवं लच्छी पहत्तदेवत्तं । एवं लाल कप्पं, पसंगपत्तं अणप्पं पि ॥२॥ મુખ્યફળની સાથે શ્રીનવકા૨નું આનુષંગિક ફળ–સુંખ, સૌભાગ્ય, રૂપ, લક્ષ્મી, પ્રભુત્વ અને દેવત્વ પ્રાપ્ત થાય છે. ધાન્યની સાથે ઘાસની પ્રાપ્તિતુલ્ય આ આનુષંગિક ફળ વિપુલ અને સર્વશ્રેષ્ઠ હોય છે. (૨) इय सव्वगुणट्ठाणगकारणमेसो महापभावोय । इहपरभव सुहजणओ पहाणमंतो नमोक्कारो ॥३॥ આ પ્રધાનમંત્ર શ્રીનવકાર ક્રમશઃ સર્વગુણસ્થાનકોની પ્રાપ્તિ કારણ છે, - મહાપ્રભાવવાળો છે અને આલોક-પરલોકના સુખોને ઉત્પન્ન કરનારો છે. (૩) . ૩૯૮ ૦ ધર્મ-ચિંતન Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રીસુયશ જિનેશ્વરદેવના મુખકમળથી મહામહિમાશાળી શ્રીનવકારનું માહાત્મ્ય તથા પોતાનો પૂર્વભવ સાંભળી વિદ્યાધર રાજા રત્નશિખ સંસારના તુચ્છ સુખોથી વિરક્ત - બન્યો. પુત્રને રાજ્યગાદી આપી શુદ્ધ સંયમની આરાધના કરી કેવળજ્ઞાન અને મોક્ષ લક્ષ્મીને પામ્યો. (આ.ભ. શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ‘શ્રીઉપદેશપદમહાગ્રંથ' ટીકા સમેત, પત્ર ૪૩૨, ગાથા ૧૦૩૯) ચતુર્વિધ ભેરી પ્રાચીન ઇતિહાસ આપણને ચાર પ્રકારની ભેરીના અસ્તિત્વની યાદ આપે છે. ભિન્ન ભિન્ન અવસરે વગાડવામાં આવતા આ વાજિંત્રથી તે તે પ્રકારની અસરો નીપજતી હતી, એમ કહેવાય છે. ઉત્સવ મનાવવા માટે “કૌમુદી’”નામની ભેરી વગાડવામાં આવતી હતી. રણે ચડવા માટે “સંગ્રામિકા” નામની ભેરી બજાવવામાં આવતી હતી. નૂતન કાર્યોની શરૂઆત કરવાના પ્રસંગે જે શરણાઈ બજાવવામાં આવતી હતી, તે ભેરી “ઉપમૂદી” નામથી ઓળખાતી હતી. સાંભળનારાઓના સર્વ પ્રકારના રોગોનો નાશ થાય એવી એક ખાસ ભેરી શ્રીકૃષ્ણે અટ્ઠમ તપ કરીને દેવતાઓ પાસેથી મેળવી હતી. એ ભેરીનું નામ હતું “અશિવોપશમિની.’ બાવીસમાં તીર્થંકર પ્રભુ શ્રીમનેથાથ ભગવંતના સમયમાં શ્રીકૃષ્ણ પાસે આ ચારે પ્રકારની ચાર ભેરીઓ હતી, એમ કહેવાય છે. પરંતુ એ ચારેનું જેમાં એકીકરણ થયેલું છે, એવી એક મહાભેરી, ચતુર્વિધ ભેરી, જિનશાસનમાં અનાદિ કાળથી અસ્તિત્વમાં છે. પ્રત્યેક નૂતન કાર્યના આરંભમાં એ મહા ભેરી વગાડીને જો પ્રારંભ કરવામાં આવે તો બધાં જ કાર્યોમાં અચૂક સફળતા પ્રાપ્ત થાય છે. એનું શ્રવણ કરનારના સર્વ રોગોનો નાશ થાય છે. કર્મરિપુ સામે રણે ચડેલા યોદ્ધાઓને ઉત્સાહ અને સામર્થ્ય આપવાની એ મહાભેરી સમી શક્તિ તો વિશ્વની બધી જ સંગ્રામિકાઓને ભેગી કરો, તોયે નહિ પ્રગટે. માનવી અને પ્રભુનાં તમામ મંગલ-કલ્યાણોના ઉત્સવને ઉજવવાનો ઉત્સાહ આપનારી કૌમુકી પણ એ પોતે જ છે. એનાથી વધે કે ચડે એવી અન્ય કોઈ ‘ભેરી’ આ વિશ્વમાં કોઈએ કદી જોઈ કે જાણી નથી. એ મહાભેરીનું નામ છે, શ્રી ‘નમસ્કાર મહામંત્ર.’ ધર્મ-ચિંતન ૦ ૩૯૯ Page #417 -------------------------------------------------------------------------- ________________ ચૌદપૂર્વનો સાર પ.પૂ.મુનિરાજ શ્રીમિત્રાનંદવિજયજી મહારાજ શ્રીનવકાર મહામંત્ર ચૌદપૂર્વનો સાર છે એનો અર્થ એ કે નવકારનો વિસ્તાર તે ચૌદપૂર્વ. કોઈ પણ વિષયના સંક્ષેપ કે વિસ્તારની ખૂબી ઉપર જ તે વિષયનું મહત્ત્વ અંકાય છે. ચૌદપૂર્વનું અગાધજ્ઞાન માત્ર નવપદોમાં (નવકારના) કેમ સમાવી શકાય ? એ શંકાનું સમાધાન નીચેની કથામાં મળી રહેશે. ચાર ગોઠીયા મિત્રો હતા. તેઓ ભણવા માટે કાશી ગયા. ત્યાં બાર વર્ષ રહીને દરેકે એક એક શાસ્ત્રમાં નિપુણતા-માસ્ટરી મેળવી. એકે આયુર્વેદમાં, બીજાએ, ધર્મશાસ્ત્રમાં, ત્રીજાએ નીતિશાસ્ત્રમાં અને ચોથાએ કામશાસ્ત્રમાં. - ચારે મિત્રોએ વિચાર કર્યો કે આપણે આપણું જ્ઞાન જગત આગળ મૂકીએ અને ધન મેળવીએ. એ માટે ચારેએ નિર્ણય કર્યો કે દરેકે પોતપોતાના વિષય પર લાખ લાખ શ્લોક પ્રમાણ ગ્રંથ લખવો. નિર્ણય મુજબ રાત-દિવસ જહેમત ઉઠાવી તેઓએ ગ્રંથો તૈયાર કર્યા. પરંતુ જ્યાં સુધી એની કદર કરનાર ન મળે ત્યાં સુધી એ ગ્રંથોની કિંમત શું ? તેઓની નજર જિતશત્રુ રાજા તરફ ગઈ. તે રાજા વિદ્યાપ્રિય હતો. તેની પાસે આપણી કદર થશે એમ વિચારી ચારે પંડિતો ગ્રંથોના થોકડા ઉપાડી જિતશત્રુ રાજાના દરબારે પહોંચ્યા. રાજાએ આગમનનું કારણ પૂછ્યું. પંડિતોએ સઘળી હકીકત જણાવીને કહ્યું કે, આપ વિદ્યાવ્યાસંગી છો. માટે અમારા ગ્રંથો સાંભળી આપ જરૂર અમારી કદર, કરશો. આ સાંભળી વિદ્વાન રાજા સમજી ગયો કે એક એક વિષય ઉપર લાખ લાખ શ્લોકો રચ્યા છે એટલે વિષયને વિસ્તારવાની શક્તિ તો આ પંડિતોમાં અજબ છે, પરંતુ એનો સંક્ષેપ કરવાની શક્તિ-કળા જોઉં તો ખબર પડે કે પંડિતોને પોતપોતાના વિષયનું જ્ઞાન કેટલું સંગીન છે. રાજાએ પંડિતોને કહ્યું–“રાજય કારભારના અનેક કામોમાં હું ચાર લાખ શ્લોક ક્યારે સાંભળું ? માટે કંઈક સંક્ષેપ કરો. તો વળી હું વિચાર કરું.” પંડિતો : અમે એનું અધું કરી નાખીએ. રાજા : ‘તોય બે લાખ શ્લોક સાંભળવાનો સમય મને ક્યાંથી ?' પંડિતો : “સારું. દશ દશ હજાર કરીએ.” ૪૦૦૦ ધર્મ-ચિંતન Page #418 -------------------------------------------------------------------------- ________________ રાજા : ‘એ પણ ઘણું વધારે કહેવાય.' પંડિતો : ‘એક એક હજા૨માં અમે એનો સાર લખી નાખીએ.' રાજાએ વિચાર્યું કે એક લાખને એક હજારમાં ઉતારવાની શક્તિ છે. તો હજી જોઉં કે કેટલો સંક્ષેપ કરી શકે છે ? રાજા : ‘હજી કાંઈક ઓછું કરો.' પંડિતો : ‘સો સો શ્લોકો ?’ રાજા : ‘હજી ઓછું કરો.' પંડિતો : ‘દશ, દશ શ્લોકમાં એનો સાર આપીએ. રાજા : ‘તોય ચાલીસ શ્લોકો થાય એટલું બધું યાદ ન રાખી શકું.' પંડિતો : ‘ઠીક ત્યારે એક એક શ્લોકમાં અમારા ગ્રન્થનો નિષ્કર્ષ આપી દઈએ. રાજા : ‘બહુ સરસ ! પણ આટલી મહેનત કરીને તમે જે ગ્રંથો બનાવ્યા. તેનો નિષ્કર્ષ તમે મને આપો તે હું કંઠસ્થ રાખી શકું તો સારું. ચાર શ્લોક યાદ રાખવા ભારે પડે. માટે તમે જો એક એક પાદમાં એને સંકોચી શકો તો મારે એક શ્લોક યાદ રાખવો પડે. તે હું સહેલાઈથી યાદ રાખી શકું.' પંડિતો : ઠીક, અમે એક શ્લોકમાં અમારા ગ્રંથોનું તત્ત્વ તમને આપીએ છીએ. તે સાંભળો. પંડિતો ત્યાંને ત્યાં જ એક એક પાદમાં પોતાના ગ્રંથોનું રહસ્ય બોલી ગયા ઃजीर्णे भोजनमात्रेयः कपिलः प्राणिषुदया । बृहस्पतिरविश्वासः पाञ्चालः स्त्रीषु मार्दवम् ॥१॥ આયુર્વેદશાસ્ત્રના પારગામી આત્રેય નામના પંડિતે પહેલા પાદમાં આયુર્વેદશાસ્ત્રનો સાર બતાવ્યો કે આરોગ્ય માટે પહેલાંનું ભોજન પચ્યા પછી નવું ભોજન કરવું. ધર્મશાસ્ત્રના વિશારદ પંડિત કપિલે બીજા પાદમાં ધર્મનો સાર પ્રાણીદયા બતાવી. અર્થશાસ્ત્રમાં નિષ્ણાત પંડિત બૃહસ્પતિએ ત્રીજા પાદમાં અર્થશાસ્ત્રનો સાર બતાવ્યો કે ધનના વિષયમાં કોઈનો વિશ્વાસ ન કરવો. ચોથા પાંચાલ નામના પંડિતે પણ ચોથા પાદમાં કામશાસ્ત્રનો ટુંકમાં સાર બતાવ્યો. લાખો શ્લોકોનો સંક્ષેપ જેમ એક શ્લોક–ચાર પાદમાં થઈ શક્યો. તેમ ચૌદપૂર્વનો સંક્ષેપ નવપદમાં થઈ શકે છે. જેમ લાખો મણ ગુલાબમાંથી અત્તર કાઢ્યું હોય છે, એનું એક ટીપું આખા હોલને મઘમઘતો કરી દે છે. કારણ મણો બંધ ગુલાબનું સત્ત્વ એ એક ટીપામાં છે. તેમ શ્રીનવકાર એ ચૌદપૂર્વનું અત્તર છે. એમાં આપણને દૃઢ ધર્મ-ચિંતન ૦ ૪૦૧ Page #419 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ—શ્રદ્ધા જોઈએ. આપણો રોજનો વ્યવહાર શ્રદ્ધાથી જ નભે છે, આપણે શ્રદ્ધાથી જ જીવીએ છીએ. આપણે બેઠા છીએ તે જમીન નીચે ઉતરવા માંડશે તો ? સૂર્યચંદ્ર ધડ ધડ તૂટી પડશે તો ? આવી શંકા કદી આપણને થતી નથી, કારણ આપણને ખાત્રી છે કે સૂર્ય નીચે નહિ તૂટી પડે, પૃથ્વી નીચે નહિ જ ઉતરે. કોઈ આવીને ડીંગ મારે કે “અરે ! ભૂતકાળમાં ઘણા સૂર્ય-ચંદ્ર તૂટી પડ્યા, તો આપણે માની લઈએ ? ના. ન જ માનીએ. એવો જ વિશ્વાસ આપણને શ્રીનવકારમંત્ર પ્રત્યે શ્રીઅરિહંત પ્રત્યે પ્રગટવો જોઈએ. મંત્ર, દેવ, ગુરુ, તીર્થ, નિમિત્તજ્ઞ, સ્વપ્ન અને ઔષધ આ સાત ચીજો મનુષ્યને ભાવના-શ્રદ્ધા-વિશ્વાસ પ્રમાણે ફળે છે. જેવી ભાવના તે મુજબ સિદ્ધિ મળે છે. સદા શુભ વિચાર કરો ! અંગ્રેજીમાં એક કહેવત છે કે, “One grows into the likeness of what one loves.” તેનો અર્થ એ છે કે મનુષ્ય જેને સાચા હૃદયથી પૂરા મનોયોગથી પ્રેમ કરે છે એ ધીમે ધીમે એના સમાન બદલાઈ જાય છે અને કેટલાક સમય બાદ વસ્તુતઃ એવો જ બની જાય છે. આપણું મન વિચારોને ખેંચીને એ મુજબ જ આપણી ચોમેર એક પ્રકારના માનસિક વાતાવરણની સૃષ્ટિ રચે છે. વિચારોનું અદૃશ્ય એક વાતાવરણ આપણી ચોમેર માનસિક ચિંતન મુજબ બને છે કે બગડે છે. જે સારા-ખોટા વિચાર આપણાં મનમાં આવે છે અને લાંબા સમય સુધી ટકી રહે છે કાળાંતરે એ જ આપણાં માનસના કાયમી અંશ બની જાય છે આથી વિચારોના આ અદેશ્ય વાયુમંડળનું વિશેષ મહત્ત્વ છે. મનુષ્યના આ અદેશ્ય વાયુમંડળનો ગુપ્ત પ્રભાવ એના જીવન પર પડતો રહે છે. જેવા વિચારો આવતા રહે છે, એવું આ વાયુમંડળ બનતું બગડતું રહે છે જો વિચાર શુભ હશે તો સ્વયં મનુષ્યને એક પ્રકારનો આનંદનો અનુભવ થશે. અને પોતાના મન અગર તો આત્મા પર કોઈ પણ પ્રકારનો ભાર અગર બોજ નહિ લાગે, પ્રસન્નતાપૂર્વક એ દરેક સાથે વાત કરે છે, ન કોઈથી ડરે છે, ન શરમાય છે. પણ જ્યારે એ કોઈ અશુભ સંકલ્પ, પાપવૃત્તિ અગર તો દુષ્ટ સ્વાર્થી વિચારમાં ફસાઈ જાય છે, ત્યારે અનિષ્ટકારી વાતાવરણ સર્જાય છે અને મન પર ભારે બોજનો અનુભવ કરે છે. વિકારોનું ગુપ્ત વાતાવરણ જ શરીર, મન અને આત્માને દબાવી દે છે, એમને પ્રસન્નતા પામવા દેતું નથી. ૪૦૨ ૭ ધર્મ-ચિંતન Page #420 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્વીપનો અધિપતિ–અનાદતદેવ (શ્રીનવકાર પ્રભાવદર્શક અદ્ભુત કથાનક) શ્રીમણિરત્ન મગધનરેશ શ્રી શ્રેણિક મહારાજાએ ભગવાન શ્રી મહાવીરસ્વામીને પૂછ્યું, ભગવન્! આપના શાસનમાં અંતિમ કેવળજ્ઞાની કોણ થશે ? ભગવાને અંગુલી નિર્દેશપૂર્વક જણાવ્યું “જો આ પાંચમા દેવલોકનો ઇન્દ્રની સમાન ઋદ્ધિવાળો વિદ્યુમ્માલી નામનો દેવ સામે બેઠો છે, તે આજથી સાતમે દિવસે સ્વર્ગથી ચ્યવી, તારા નગરમાં ઋષભદત્તશેઠનો પુત્ર થશે અને તે જંબૂસ્વામી નામના ચરમ (છેલ્લા) કેવળજ્ઞાની થશે.” ભગવાનનો આ પ્રત્યુત્તર સાંભળતાં જ, સમવસરણમાં બેઠેલો જંબૂદ્વીપનો અધિપતિ, અનાદત નામનો દેવ, એકદમ હર્ષમાં આવીને મોટા અવાજથી બોલ્યો, “અહો મારું કુળ ઘણું ઊંચું છે.” શ્રેણિકરાજાને વળી અતિ આશ્ચર્ય થયું, હાથ જોડીને ફરીથી ભગવાનને પૂછ્યું, ભગવન્! શાથી આ દેવ આ પ્રમાણે પોતાની કુળની અતિ પ્રશંસા કરે છે ? સર્વજ્ઞદેવે ખુલાસો કર્યો, રાજન્ ! સાંભળ : - આ રાજગૃહી નગરમાં ગુપ્તમતિ નામના સુપ્રસિદ્ધ શેઠ હતા. તેમને ઋષભદત્ત અને જિનદાસ નામના બે પુત્રો થયા. આશ્ચર્યની વાત તો એ હતી કે એક જ પિતાના પુત્રો હોવા છતાં બંનેમાં આકાશ-જમીનનું અંતર હતું, ઋષભદત્ત ગુણનો ભંડાર હતો ત્યારે જિનદાસ દોષનો ભંડાર હતો. ક્રમે કરીને પિતાના પરલોકગમન બાદ જિનદાસ વ્યસનોમાં ખૂબ જ આગળ વધ્યો, નિરંકુશવૃત્તિએ જુગાર ખેલવા લાગ્યો અને સ્વચ્છંદપણે સઘળા અનીતિના માર્ગે ધસવા લાગ્યો. જગતમાં આ એક જુગારની બદી, એવી ભયંકર છે કે તેનાથી ભલભલા પાયમાલ થઈ ગયા છે, વર્તમાનકાળમાં તો ધર્મને નહિ પામેલા વર્ગમાં આ બદીથી કોણ બચેલો છે, તે શોધ્યો જડવો મુશ્કેલ છે. મોટા શ્રીમંત ગણાતાઓ પણ “અમે તો માત્ર શોખની ખાતર રમીએ છીએ” એમ મનને મનાવી આ ભયંકર બદીના પાશમાં સપડાયેલા હોય છે. સર્વ પ્રકારે પાયમાલીને પંથે ચઢી ગયેલો જિનદાસ, સમજાવટને ન ગણકારતાં ઉદ્ધત થઈ ગયો ત્યારે, મોટા ભાઈ ઋષભદત્ત, સઘળા સ્વજનો અને વડીલોને બોલાવી, બધાની સાક્ષીપૂર્વક તે દુરાચારી ભાઈનો સંબંધ સર્વથા તોડી નાંખ્યો અને જણાવ્યું કે, ધર્મ-ચિંતન • ૪૦૩ Page #421 -------------------------------------------------------------------------- ________________ આજથી હું ભાઈ વિનાનો જ છું એમ સમજજો. ત્યારબાદ તે દુરાચારીને હડકાયા કુતરાની જેમ ઘરમાં પણ પ્રવેશવા દેતો નહિ. કેટલાક દિવસો બાદ, જુગારમાં આબાદ સપડાયેલો જિનદાસ, ઘણું ધન ખોઈ બેઠો, લેણદારોને આપવા કાણી કોડી પણ પાસે રહી નથી, ભાઈ તો પાઈ પણ આપે તેમ નથી. સંબંધીઓ પણ કોઈ સામું જુએ તેમ નથી, આ દશામાં જુગારીઆઓ સાથે તેને ભારે ઝગડો થયો, કોઈકે તીક્ષ્ણ હથિયારથી તેના ઉપર હુમલો કર્યો અને પેટમાં ભયંકર ઘા કર્યો. લથડીયા ખાતો ખાતો જિનદાસ, ઘાયલ થઈને જમીન ઉપર પડ્યો, ક્રોધથી લાલચોળ આંખો વડે ઘા કરનાર સામું ટગર-ટગર જોવા લાગ્યો. બોર બોર જેવડા આંસુ સરી પડવા લાગ્યા અને વેદનાની કારમી ચીસો નાંખવા લાગ્યો. વાયુવેગે આ વાત નગરમાં ફેલાઈ ગઈ. કેટલાક સંબંધીઓએ ઋષભદત્તને આ. સમાચાર આપ્યા. આઘાતજનક આ સમાચાર સાંભળી કરુણાથી પીગળતા હૃદયવાળો ઋષભદત્ત તરત જ તે સ્થળે આવ્યો. લોહી દદડતા દેહવાળા, બેફામ પડેલા પોતાના નાના બંધુને જોતાં જ, ઋષભદત્ત આંચકો ખાઈને, તમ્મર આવવાથી ત્યાં જ બેસી પડ્યો. જરા સ્વસ્થ થઈને ભાઈનું માથું પોતાના ખોળામાં મૂકી, માથે હાથ ફેરવતાં, ઋષભદત્ત કહેવા લાગ્યો, ભાઈ ! તું જરા પણ ગભરાઈશ નહિ. હું સારામાં સારા ઘા રૂઝવનારા ઉપચારકો ને બોલાવી તને સાવ સાજો બનાવી દઈશ. તું જરાય મુંઝાઈશ નહિ, હું તને બધી રીતે સારો કરી દઈશ. અમૃત જેવા આ વચનો સાંભળી બેફામ પડેલા જિનદાસે જરા આંખ ખોલી જોયું તો પોતાના મોટાભાઈને પોતાની શુશ્રુષા કરતા જોયા. શરમ અને આભારના ભારથી તેની આંખો ફરીથી મીંચાઈ ગઈ. ઘણું મોટું ભાગ્ય હોય તેને જ આવા શ્રેષ્ઠ અને ગુણીયલ ભાઈ મળે છે. કહ્યું છે કે तज्जलं यत्तृषां छिन्द्यात्, तदनन्नं यक्षुधापहम् । वन्धुर्यो धीरयत्यार्तं, सुपुत्रो यत्र निर्वृतिः ॥ વાસ્તવિક જળ તે કહેવાય, જે તૃષાને છેદે—તરસ છીપાવે. અન્ન તે જ કહેવાય જે ભૂખ શમાવે. એ જ રીતે સાચો ભાઈ તે જ ગણી શકાય, જે આફતમાં આવી પડેલા—પીડાયેલા પોતાના બંધુને ધીરજ આપે અને સાચો પુત્ર તે જ છે કે જે પિતાનો સાંસારિક સઘળો ભાર ઉતારી લઈ, આધ્યાત્મિક શાન્તિ અર્થે નિવૃત્તિ સમર્પે. . ૪૦૪૦ ધર્મ-ચિંતન Page #422 -------------------------------------------------------------------------- ________________ ઋષભદત્તે સાચાભાઈ તરીકેની સઘળી ફરજ અદા કરી, વૈદ્યોને બોલાવવા માણસો મોકલ્યા, ભાઈને હળવેથી પાટા-પીંડી કરતો કરતો કહેવા લાગ્યો. ‘સહોદર ! તને શું થાય છે, મારા સામું તો જો, હમણાં જ વૈદ્યો આવશે, તારી બધી જ વેદના મટાડી દેશે.' જિનદાસે ફરી આંખ ખોલી, વેદનાથી પીડાતો મંદ સ્વરે બોલાવા લાગ્યો, ભાઈ ! હું આપની ક્ષમા માગું છું હવે હું ઘડી બે ઘડીનો મહેમાન છું. મને જીવવાની જરાયે આશા નથી. વૈદ્યોનું કાંઈ પ્રયોજન નથી. હવે તો મને કાંઈક પરભવનું ભાથું આપો અને અનશન કરાવી, ધર્મોપદેશરૂપી અમૃતનું પાન કરાવો. ઋષભદત્તે પણ પોતાના વ્હાલાબંધુની અંતિમપળ જાણી ભાવપૂર્વક નિર્યામણા કરાવવા માંડી. અરિહંતદેવ આદિનું શરણ સ્વીકારાવી, જીવનભરના પાપોની આલોચના કરાવી, દુશ્મનો પ્રત્યેનો પણ વૈરભાવ ત્યજાવી દીધો અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરાવ્યો તથા એકાગ્ર મનથી શ્રીનમસ્કાર મહામંત્રનું મનોહર સ્વરે શ્રવણ કરાવવા માંડ્યું. જિનદાસે પણ આ અમૃતરસનું પાન સ્વસ્થ ચિત્તે કરવા માંડ્યું. ક્ષણવાર તો જાણે બધી વેદના વીસરી ગયો. શ્રીઅરિહંત પરમાત્માનું હૃદયમાં રટણ કરવા લાગ્યો. આ રીતે પંડિત મણની સાધના કરતા કરતા જિનદાસે અંતિમ શ્વાસ મૂક્યો. આંખના પલકારાથી પણ ઓછા સમયમાં જિનદાસના આત્માએ, આ માનવદેહ છોડી દિવ્યદેહ ધારણ કર્યો. પોતે જે સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ ઉપર સૂતો હતો, તે પૃથ્વીના સર્વ છેડાઓ સુધીના સમગ્ર જંબુદ્વીપનો અધિપતિ, અનાદંત નામનો પ૨મ સમૃદ્ધિવાળો મહાન દેવ થયો. ભગવાન્ શ્રીમહાવીરદેવે શ્રેણિક નરેશને ઉદ્દેશીને જણાવ્યું કે આ અનાદતદેવે, . હમણાં જ્યારે સાંભળ્યું કે, આ વિદ્યુઝ્માલી મહáિકદેવ, સાત જ દિવસ બાદ, પોતાના ભાઈ ઋષભદત્તના પુત્ર તરીકે અવતરવાનો છે અને તે પરમ કેવલી શ્રીજંબુસ્વામી થવાનો છે, ત્યારે પરમ હર્ષમાં આવી આ રીતે પોતાના કુળની મોટેથી પ્રસંસા કરવા લાગ્યો હતો. આ રીતે ભગવાનના શ્રીમુખે, અનાદંતદેવના પૂર્વભવની હકીકત જાણી, શ્રેણિક રાજા પ્રમુખ સભાના સર્વજનો આશ્ચર્યમાં ગરકાવ બની ગયા અને શ્રીનમસ્કાર મહામંત્રના અદ્ભુત પ્રભાવના પ્રત્યક્ષ દર્શનથી ખૂબ ખૂબ અનુમોદના કરવા લાગ્યા. ધન્ય હો ઋષભદત્ત શેઠને, ધન્ય હો અનાદંતદેવને, ધન્ય હો શ્રીજંબૂકુમારને, ધન્ય હો શ્રીનમસ્કાર મહામંત્રને. ધર્મ-ચિંતન ૦ ૪૦૫ Page #423 -------------------------------------------------------------------------- ________________ બોધક વાર્તાલાપ વિશ્વપ્રવાસી મુસાફરીમાં એક ધર્મસ્નેહી મળ્યા. હાર્દિક મિલન પછી અમે બેઉ વાતે વળ્યા. પોતે કોનું પડખું સેવી રહ્યો છે, એનું ભાન સુદ્ધાં આજનો માનવબંધુ ગુમાવી રહ્યો હોવાની ફરિયાદ તેમણે કરી. ' કહ્યું, ‘વાત આપની અમુક અંશે સાચી છે, પરંતુ માત્ર ફરિયાદથી હવે કામ નહિ ચાલે.' તો પછી કરવું શું?' પ્રવાસીબંધુએ પ્રશ્ન કર્યો. * “એમને પ્રભુના પડખે લાવો, ધર્મના પડખે ચઢાવો. એ પડખું કેટલું ભવ્ય, સુંદર અને સુખદાયી છે તેનો અનુભવ કરીને તેવો અનુભવ કરવાનો રસ અને ઉત્સાહ તેમનામાં પેદા કરો.” મેં જવાબ આપ્યો. આ કામ તો અઘરું ગણાય. મેં સ્પષ્ટતા કરતાં કહ્યું, “ભાઈ મારા, ધર્મના શરણાગતને આવો વિચાર ન શોભે, પોતે જેનું શરણું ગ્રહે છે તે તે ધર્મની અચિંત્ય શક્તિમાં પણ જો પોતાને સો ટકા શ્રદ્ધા ન હોય તો પોતે બીજા જીવોને તે તરફ બોલાવવામાં કઈ રીતે સફળ થાય ?' મારી સ્પષ્ટતા પછી તેમણે દિલ ખોલ્યું. ‘ભાઈ, આપ કહો છો તેવી ધર્મશ્રદ્ધા તો મારામાં પણ નથી. મને ધર્મ ગમે છે જરૂર, પરંતુ તે ગમા પાછળ પણ ક્યારેક સ્વાર્થ તેમ જ અહં પ્રત્યેનો મારો રાગ પોષાતો હોય એવું મને આત્મનિરીક્ષણ પછી પ્રતીત થાય છે. આપે વર્ણવી તેવી ધર્મશ્રદ્ધા ખીલવવા માટેનો ઉપાય શો ?' ઉપાય એ કે “પ્રભુના બનીને રહો, શ્રીનવકારનું શરણું ગ્રહો, મનનો પ્રદેશ શ્રીનવકારને સોંપી દો, પ્રભુજીની દયાને પાત્ર બનાવનારી ચાર ભાવનાઓનું સેવન કરો, સકળ વિશ્વમાં કોઈ પોતાનો શત્રુ નથી, એ તત્ત્વરહસ્યને હૃદયગત કરો, પોતે સકળ વિશ્વનો અપરાધી છે એ હકીકતને હૈયે રાખો.' ખુલાસો સાંભળી તે ભાઈ બોલ્યા : મારી અલ્પતા બદલ હું શરમિંદો છું, ઘણુંઘણું જાણતો હોવાનો મારો ગર્વ આજે ઓગળી રહ્યો છે, ઘણું ઘણું જાણવા–જોવા છતાં જો પોતાની અલ્પતાને બરાબર માપી ન શકાય તો મહાન બનવાની પાત્રતા માનવી ન પ્રગટાવી શકે એ આજે મને બરાબર સમજાયું છે.” ૪૦૬ - ધર્મ-ચિંતન Page #424 -------------------------------------------------------------------------- ________________ .આપનું મિલન મને પોતાને ખૂબ હિતકર નીવડ્યું વાતચીતને વાળી લેતાં મેં નિખાલસ એકરાર કર્યો. ‘એ કઈ રીતે ?’ સહપ્રવાસીબંધુએ સહેતુક પ્રશ્ન કર્યો. ‘મારા વિચારની ધારાને અધિક પવિત્ર બનાવવામાં આપે રજૂ કરેલા વિચારો ખૂબ સહાયભૂત થયા છે એ અપેક્ષાએ.' મેં ખુલાસો કર્યો. ધર્મના સગાને મળવાના જે મહાન લાભ ઉપકારી ભગવંતોએ વર્ણવ્યા છે, એ આજે મને અનુભવે સાચા તેમ જ ઉપકારક પ્રતીત થયા છે.’ ‘કામસેવા હોય તે નિઃસંકોચપણે ફરમાવો,' મેં વળતો જવાબ આપ્યો. ‘કામ એ જ કે ‘હું ધર્મનો સંબંધી બની, સર્વનો સંબંધી બની રહ્યું,' એવી ભાવના આપ મારા માટે રોજ એકવાર અવશ્ય ભાવતા રહો એવી મારી વિનંતીને આપ જરૂર વધાવી‘દેશો.' ‘ખૂબ જ હર્ષપૂર્વક’ કહીને અમે એકમેકથી છૂટા પડ્યા. રૂપાળા બાપનો કદરૂપો છોકરો આ કદરૂપા છોકરાથી વિશ્વ ત્રાસી ગયું છે. એ છોકરાને દૂર કરવાને માટે નાનાથી માંડી મોટા સુધી બધાયે રાત-દિવસ મહેનત કરે છે. પણ એ દૂર થતો નથી. દૂર થવાને બદલે વધુ ને વધુ પડખામાં પેસે છે. એ છોકરાને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કરાયા છે—પણ તે જ પ્રયત્નો તેને અજર-અમર કરનારા બને છે. આ છોકરાથી બચવાનો કોઈ ઉપાય વિશ્વને જડતો નથી. એ કદરૂપા છોકરાનું નામ છે—દુઃખ’. એ છોકરો દૂર નથી થતો તેનું કારણ જગતને નથી સમજાયું. એ કારણ હાથમાં આવી જાય તો એક ક્ષણમાં તે ચાલ્યો જાય. એનું કારણ એ છે કે—એ છોકરાનો બાપ ઘણો જ રૂપાળો છે. જગતને છોકરો નથી ગમતો પણ તેનો બાપ બહુ જ ગમે છે. છોકરાના બાપને લોકો હોંશે હોંશે ઘરમાં ઘાલે છે—એટલે ગાયની પાછળ વાછરડું જાય—એમ બાપ પાછળ એ બેટો ઘરમાં આવે એમાં નવાઈ શું ? એ કદરૂપા છોકરાના બાપનું નામ છે—પાપ.’ દુઃખરૂપી કદરૂપો છોકરો ન ગમતો હોય તો પાપ’રૂપી તેના બાપને પ્રથમ દૂર કરો ભલે તે તમને પ્રિય હોય પણ તેને લઈને તેની સાથે જ તેનો છોકરો તમારો કેડો નહિં મૂકે. જો દુઃખ દૂર કરવું હોય તો પાપથી બચો. -પ.પૂ.પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર. ધર્મ-ચિંતન ૦ ૪૦૭ Page #425 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર અવધૂત-“માસ્તર” પરિચયકાર શ્રી. ચંદુલાલ એસ. શાહ (શ્રીનમસ્કાર મહામંત્ર પુનિતપાવક દિવ્યાગ્નિ છે. કર્મમળને પ્રજાળીને ભવ્યત્વને પકવે છે, મિથ્યાત્વની માટીમાંથી સમ્યક્તના ઘટનું સર્જન કરે છે. અસતમાંથી સતમાં અને તમસમાંથી જ્યોતમાં નિજપ્રભાવે દોરીને લઈ જનાર આ મહામંત્રનું રટણ જેમના રોમેરોમમાં વ્યાપ્ત છે, એવા એક વિદ્યમાન મહાનુભાવની આ નાનકડી જીવંત કથાનું આલેખન કરતાં પરમ આનંદ અનુભવાય છે, નમસ્કારભાવથી મસ્તક ઢળી પડે છે. સં.) “માસ્તર,' એવા સાડા ત્રણ અક્ષરના નામથી તેઓ ઓળખાય છે. એમને ઓળખનારા બહુ થોડા છે. એ થોડામાંનો મોટો ભાગ તો એમને માટે “ગાંડો’ એવું વિશેષણ વાપરે છે. કોઈ કોઈ એમને “ધૂની' પણ માને છે. એમનાં સ્વજનોનું માનવું છે, કે “આ માણસ ખરેખર ગાંડો છે !' રૂપિયા-પૈસા અને મોહ-માયાની ભ્રામક ઇંદ્રજાળમાં અટવાઈ પડેલાં ચક્ષુઓ દ્વારા બીજું દેખાય પણ શું ? “મને બધા “ગાંડો’ ગણે છે, તે મારો પુણ્યોદય છે, શ્રીઅરિહંત પરમાત્માનો મહાન અનુગ્રહ છે, શ્રીનવકાર મંત્રનો કલ્પનાતીત પ્રભાવ છે.' આ શબ્દો તેમના પોતાના છે. એમના વદનમંડલ પર વિલક્ષણ સ્મિત સદા ફરતું જ હોય છે. કોઈની સાથે નિષ્કારણ સંવાદમાં ઉતરતા નથી. વાતચીત કરવાની એમની રીત પણ વિલક્ષણ છે. એકવાર એમને પૂછ્યું : “આપની ઉંમર કેટલી ? એકસઠ પજૂસણ પૂરાં થઈ ગયાં !” આ પાંચ શબ્દો સંભળાવીને, હસતા હસતા તેઓ ચાલ્યા ગયા. પાછા બોલાવ્યા, પણ ઊભા જ ના રહ્યા. પગમાં બૂટ-ચંપલ જિંદગીમાં પહેર્યા નથી. બે ધોતિયાં, બે બંડી, બે પહેરણ અને એક ટોપી. એમનાં વસ્ત્રોમાં આઠમું નંગ કદી જોયું નથી. અને તે પણ પોતાના હાથે જ ધોવાનાં, ધોબીની અસ્ત્રીથી પોતાનાં વસ્ત્રોને એમણે કદી દાઝવાં દીધાં નથી. ઘરેણામાં ચાલીસ વર્ષ જૂનું એક ખિસ્સાઘડિયાળ છે. એમની માફક એમનું ઘડિયાળ પણ કદી માંદું પડ્યું નથી ! માસ્તરગીરી માટે આવશ્યક “વર્નાક્યુલર ફાઈનલ', એ તેમનો અભ્યાસ. પ્રાથમિક શાળાનાં બાળકોને ભણાવવાં, એ તેમનો વ્યવસાય. સુધરાઈની શાળા હોય, કે ખાનગી ઘરશિક્ષણ (ટ્યુશન) હોય, એમના શિક્ષણ. કાર્યનો પ્રારંભ હમેશાં પરમાત્માની સ્તુતિ કરાવવાથી જ થાય. ૪૦૮ - ધર્મ-ચિંતન Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રીનમસ્કાર મહામંત્રનો ‘માનસ જાપ,' એ એક માત્ર તેમનો સાથી અને મિત્ર છે. ત્રીસેક વર્ષ પહેલાંનો પ્રસંગ યાદ આવે છે. તેમના પગમાં લોખંડની બેડીઓ જડેલી. હાથે દોરડાં બાંધેલાં. પોતાના જ ઘરમાં એક થાંભલા સાથે બંધાયેલા, એમનાં આપ્તજનોના હાથે જ ! ‘આમનું ખસી ગયું છે, ગાંડા થઈ ગયા છે,' એમ બધાં જ કહે ! પણમાસ્તર તો મુંગા મુંગા હશે ! બોલે નહિ, ચાલે નહિ, પોતાની નજીક કોઈને આવવા દે નહિ. માંત્રિકોની અજમાયશ થઈ, તાંત્રિકો ખેલ કરી ગયા, ભુવાઓ ધૂણી ગયા અને દાણા ઉછાળી ગયા ! સોળ દિવસ સુધી આ બધી ધમાલ ચાલી એ બધા થાક્યા. આ સોળ દિવસ સુધી અન્ન લીધું નહિ, પાણી પીધું નહિ, મૌન છોડ્યું નહિ. તેમનાં સ્વજનોને પૂછતાં જાણવા મળ્યું : નાસી ગયા હતા. રેલ્વેની સડકે તારના થાંભલાને ખમાસમણાં દેતા હતા ! પંદર માઈલ દૂરથી પકડી લાવ્યા છીએ.’ તે વખતે એવો અણસાર આવેલો, કે આ સજ્જન ગાંડા નથી. કશોક અભિગ્રહ હોવો જોઈએ; સત્તરમે દિવસે મૌન છૂટ્યું. લીંબુના રસ મેળવેલા પતાસાના પાણીથી માગીને પારણું કર્યું. ગાંડપણ (? ) આપોઆપ જ ચાલ્યું ગયું. પણ ‘ગાંડા' હોવાની *છાપને તો તે મૂકતું ગયું ! આ પ્રસંગ પછી પચીસ વર્ષ વીતી ગયાં. સાધારણ પરિચય રહ્યા કર્યો પરિચય વધારવાની કોશિષ તો કરી, પણ જવાબમાં હશે, ‘અરિહંત, અરિહંત' એમ બે વાર બોલે અને રવાના થઈ જાય. ઘેરથી વહેલી સવારે સ્નાનાદિથી પરવારીને નીકળવું, પાંચ મંદિરોમાં શ્રીતીર્થંકર પરમાત્માનાં દર્શન કરવાં, ક્યારેક ક્યારેક ઉપાશ્રયોમાં જઈને સાધુ ભગવંતોને વંદના કરવી, આંબેલશાળામાં જઈને આયંબિલ કરવું, શાળામાં જઈને બાળકોને ભણાવવાં, શાળાનો સમય પૂરો થતાં બે પાંચ મંદિરોમાં દર્શન કરવાં, વગર શોધ્યે મળેલાં ટ્યુશન કરવાં અને ઘરમાં પાછા દાખલ થઈ જવું, આ એમનો વર્ષોનો નિત્યક્રમ છે. પોતાનો પરિચય કોઈને આપવાનો નહિ, અન્યની ઓળખાણ ઇચ્છવાની નહિ. ચારેક વર્ષ ઉપરની વાત છે અણધાર્યા રસ્તામાં જ મળી ગયા. આવતી કાલે આમ બનશે, પ૨મ દિવસે ફલાણાને ત્યાં આવું કંઈક થશે' એમ પૂરા સાત દિવસમાં બનનારી સાત ઘટનાઓ એકીસાથે ભાખીને જતા રહ્યા ! આશ્ચર્ય ! સાતે સાત દિવસોમાં એમણે ભાખેલી સાતે સાત ઘટનાઓ બની ગઈ! તે પછી પરિચય પણ વધવા લાગ્યો. અવારનવાર પોતે જ આવવા લાગ્યા. ક્યારેક બે મિનિટમાં જતા રહે ! ક્યારેક બે કલાક પણ બેસે. ધર્મ-ચિંતન ૦ ૪૦૯ Page #427 -------------------------------------------------------------------------- ________________ મોઢું તો કાયમ બાંધેલું જ હોય. ઉકાળેલું પાણી પણ ખૂબ આગ્રહ કરાય, તો વળી ક્યારેક વાપરે. એમના જીવન વિષે કશું પણ પૂછ્યું, તો મૌન જ જોવા મળે ક્યારેક વળી ટૂંકો જવાબ આપે : ‘સમય પાકશે ત્યારે જીભ બોલશે.' કશી તમા નહિ, કશી ખેવના નહિ. કાયમ એમની ધૂનમાં જ હોય. અવધૂત જોઈ લ્યો ! એકવાર, થોડા દહાડા પહેલાં, અચાનક આવ્યા. ‘કામ આછું મૂકી દો' બહુવાર બેસાય તેમ નથી. હજુ એક ટ્યુશન બાકી છે એમણે કહ્યું. કલમ અને કાગળને અળગાં કરીને કાન એમને સોંપી દીધા. એમણે જે કહ્યું. તેનો સાર આ રહ્યો : “દસ વર્ષનો હતો, ત્યારે એક સાધુ ભગવંતનો મેળાપ થયો હતો. રસ્તા વચ્ચે ઉભો રાખીને તેમણે પૂછ્યું : ‘છોકરા, નવકાર ગણે છે ?'જવાબમાં કહ્યું : ‘મોઢે કર્યો છે' તેમણે કહ્યું : ‘ઠીક. દરરોજ ગણ્યા કરજે. ઓછામાં ઓછા એકસો આઠ, રોજ ગણવા. બધી ઇચ્છા પૂરી થશે. જે માગીશ તે મળશે.' બસ, આટલું બોલીને તેઓ ગયા. ‘ત્યારથી નવકાર ગણવાની શરૂઆત થઈ. એકસો આઠ તો દરરોજ ગણાય જ, વધારે પણ થાય.' ‘ભણીને માસ્તરની નોકરી શરૂ કરી. રગશિયું ગાડું ચાલ્યા કરે. લગ્ન પણ થઈ ગયાં. ધર્મપત્નીને સંતાનની તીવ્ર ઝંખના. બાધા આખડી કર્યા જ કરે. મને પણ કંઈને કંઈ બાધાઆખડી રાખવાનું કહ્યા કરે. વર્ષો વીતતાં ગયાં, તેમ એમનો વલોપાત વધતો ગયો.’ ‘ઉનાળાની રાજાઓ હતી. નિશાળ બંધ હતી. સંતાનપ્રાપ્તિ અંગે દ૨૨ોજ ઘરમાં ખટપટ ચાલ્યા કરે. અનેક દેવ-દેવીઓના પ્રભાવની વાતો થાય. દસેક માઈલ દૂર એક દેવીનું મંદિર હતું. એમની અમુક પ્રકારે બાધા રાખવાથી અવશ્ય સંતાનપ્રાપ્તિ થાય છે, એવું કોઈકે કહેલું. એ બાધા પુરુષે જ રાખવાની હતી. આ અંગે મારા ઉપર દબાણ આવવા માંડ્યું. પત્નીનો હઠાગ્રહ લગભગ અસહ્ય બની ગયો.' ‘હું ચલિત થઈ ગયો દાંતમાં તરણું ભરાવીને મારે જવું જ પડ્યું. જિંદગીમાં રેલગાડીમાં કે મોટરબસમાં આજસુધીમાં ભાગ્યે જ બાર પંદર વખત બેઠો હોઈશ. ચાલતા જ જવા આવવાની આદત, અને તે પણ ઉઘાડા પગે.' ‘હું તો ચાલ્યો ! પણ મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ. ‘પંચપરમેષ્ટિ ભગવંતોનો હું ઉપાસક, અન્યદર્શનિ દેવ-દેવીઓ પાસે જાઉં ? અને તે પણ સંતાનની ભીખ માગવા ?' આખા રસ્તે આ મંથન ચાલ્યા જ કર્યું. ૪૧૦ ૦ ધર્મ-ચિંતન Page #428 -------------------------------------------------------------------------- ________________ પત્નીનો હઠાગ્રહ મને પાછળથી ધક્કા મારી મારીને ચલાવતો હતો. શ્રીનવકાર મંત્ર ઉપરની મારી શ્રદ્ધા મને પાછા ફરવાનું કહી રહી હતી. દેવીના મંદિરનાં પગથિયાં સુધી પહોંચેલો હું પાછો વળી ગયો. નવકાર ગણતો ગણતો ગયો હતો, નવકાર ગણતો ગણતો જ પાછો ફરી ગયો. ઘેર આવ્યો, ને પત્નીએ પૂછ્યું : ‘જઈ આવ્યા ?' ‘એક વરસમાં પુત્રનો જન્મ થશે.' કશાયે વિચાર વગર મારા મોઢામાંથી આ શબ્દો નીકળી ગયા. ‘કહી તો દીધું. પણ પછી મુંઝાયો. એક વરસમાં બોલ ફળશે નહિ, તો શું થશે ?’ આ વિચાર તરત જ આવ્યો. ‘હું તો ઉપડ્યો, શ્રીપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં. તમારા ભરોસે મેં વચન આપ્યું છે. હવે તમે જાણો !' આટલા શબ્દો મેં પ્રભુજીની મૂર્તિને કહી દીધા. પછી બેઠો નવકારવાળી ગણવા. ‘અંતરિક્ષમાંથી કોઈ બોલતું હોય, એવો ભાસ થયો. સાત રવિવાર ભરી જજે. સાતસો છપ્પન્નનવકાર ગણી જજે.' આ શબ્દો સંભળાયા. ‘તે પછી સાત રવિવાર નિયમિત ભર્યા. દર રવિવારે ત્યાં જઈને એક બાંધી નવકારવાળી હું ગણી આવતો.’ ‘ભગવાનનું વચન તો ફળ્યું. પણ મારા દિલમાં ખૂબ ખેદ થઈ ગયો. આનંદને બદલે અફસોસથી અંતઃકરણ ભરાઈ ગયું.' ‘મને એમ થયું, રે મૂર્ખ, ભગવાન પાસે આ તું શું માગી આવ્યો ? જે માગે તે આપવાને સમર્થ એવા નવકાર મંત્રનું શરણ મળ્યું, પ્રભુનો અનુગ્રહ પ્રાપ્ત થયો અને માગી માગીંને પુત્ર માગ્યો ? મોક્ષને બદલે બંધન માગ્યું ? ભારે મોટી ભૂલ થઈ ગઈ એમ લાગ્યું. ‘ત્રણ દિવસ અને ત્રણ રાત, આ અફસોસ એવો તો આકરો થઈ પડ્યો, કે હું શૂનમૂન બની ગયો. ખાવા-પીવાનું વિસરી ગયો. વગર પચ્ચખ્ખાણનો અક્રમ થઈ ગયો. બસ, નવકાર ગણ્યા કરું.' ‘નાનપણમાં મળેલા તે સાધુ ભગવંત મને અચાનક યાદ આવ્યા. વીસેક માઈલ દૂર, એક નાના ગામમાં તેઓ છે, એવો ભાસ થયો. ચોથે દિવસે પરોઢિયે કોઈને કહ્યા કારવ્યા વગર જ ઉઠીને મેં ચાલવા માંડ્યું.' ‘વીસ માઈલ ચાલી નાંખ્યું. ત્યાં ગયો, તો તેઓશ્રી ત્યાં ઉપાશ્રયમાં જ હતા ! એમના ચરણમાં હું તો આળોટી પડ્યો અને રડવા લાગ્યો. મારું દુઃખ એમની પાસે ધર્મ-ચિંતન ૭ ૪૧૧ Page #429 -------------------------------------------------------------------------- ________________ વ્યક્ત કર્યું. મહારાજ, આપે મને ચિંતામણિ રત્ન આપેલું, તેનો મારાથી દુરૂપયોગ થઈ ગયો છે.” મેં તેમને કહ્યું. મારા મસ્તક ઉપર તેમણે વાસક્ષેપ નાખ્યો અને કહ્યું : “જા, સોળ ઉપવાસ કર, સોળ દિવસ મૌન રાખજે અને પછી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં બીજા સાત રવિવાર ભરજે, સાતસો છપ્પન નવકાર ફરીથી ગણી આવજે. પણ આ વાત ત્રીસ વર્ષ સુધી કોઈને કરીશ નહિ.” “મારા મનનું સમાધાન થઈ ગયું. સોળ ઉપવાસનાં અને સોળ દિવસ મૌનનાં પચ્ચખાણ મેં ત્યાં જ લઈ લીધાં. પછી પાછો ત્યાંથી ઉઠ્યો અને ઘર તરફ ચાલવા માંડ્યું.' રસ્તામાં ઠેકઠેકાણે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન થવા લાગ્યાં. જ્યાં દર્શન થાય, ત્યાં હું તો ખમાસમણાં દેવા લાગી જાઉં. આવી રીતે એક સ્થળે ખમાસમણાં દેતો હતો, ત્યાં મારા મોટાભાઈ અને સંબંધીઓ મને મળ્યાં. એ બધાં મને શોધવા નીકળ્યાં હતાં.' “અલ્યા માસ્તર, ક્યાં ગયો હતો ?' મને પૂછ્યું. હું શો જવાબ આપું ? મૌન અને ઉપવાસનાં પચ્ચખ્ખાણ તે લઈને આવ્યો હતો. એમણે મને પકડ્યો. રસ્તામાં પ્રતિમાજીનાં દર્શન થતાં જ રહ્યાં અને હું ખમાસમણાં દેતો જ રહ્યો. ઘેર આવ્યા પછી પણ મારાથી બોલાય, તેમ તો હતું જ નહિ, ઘરનાં લોકોના મનમાં નક્કી થઈ ગયું, કે “આનું છટકી ગયું !” એ સોળ દિવસ મારી ખૂબ કપરી કસોટી થઈ. જબરજસ્તીથી ખવડાવવાના ને પીવડાવવાના પ્રયાસો થયા. પગમાં લોખંડની બેડીઓ પડી. હાથે દોરડાં બંધાયાં. થાંભલા સાથે મને તાણી બાંધ્યો. ભુવા આવ્યા ને ધૂણી ગયા !” મંત્રતંત્રવાળા પણ આવી ગયા ! હું નવકાર ગણતો રહ્યો અને ચૂપ બેસી રહ્યો. મારપીટ પણ થઈ, ચાબુકનો માર પણ ઝીલ્યો. મને હસવું આવે, હું હસ્યા કરું. મનમાં એમ થાય, કે કર્મની કઠીનાઈ પણ ખરી ઉદયમાં આવી છે ! ત્રણ ઉપવાસ આગળના હતા. બીજા સોળ કરવાના હતા. આ બધી ધમાલ અને મારપીટની વચ્ચે વગર બોલ્ય ઉપવાસ તો મેં પૂરા કર્યા પાણીનું ટીપુંયે લીધું નહિ. કુલ ઓગણીસ ઉપવાસ થયા. એ દરમિયાન મારા મનની કાયા પલટ થઈ ગઈ. પચ્ચખાણ પછી સત્તરમે દિવસે મેં માગીને લીંબુનો રસ અને પતાસાનું પાણી લઈ પારણું કર્યું. તે દિવસથી હું ગાંડામાં ખપું છું. મને એનો રંજ નથી, આનંદ છે.” તે પછી, પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં મેં ફરીથી સાત રવિવાર ભર્યા.” ૪૧૨ ધર્મ-ચિંતન Page #430 -------------------------------------------------------------------------- ________________ : “સાતમે રવિવારે ફરીથી અંતરિક્ષમાંથી અવાજ આવ્યો :” પાંચ વ્રત ઉચ્ચરી લે. - ત્યાં ને ત્યાં જ મેં મનથી નિશ્ચય કરી લીધો. એ વાતને આજે બત્રીસ વર્ષ થયાં. ઉંમર તે વખતે ઓગણત્રીસ વર્ષની હતી. વિનો તો પાર વગરનાં નડ્યાં છે, પણ શ્રીવીતરાગ પરમાત્માની કૃપાથી વ્રતભંગ થવાયું નથી. વ્રતભંગ કરાવવા માટે પ્રયાસો પાર વગરના થયા. ધાક-ધમકી ને દબાણ તો જેને દાનવી કહી શકાય, તેવું આવી પડેલું. ખાવા ન આપે, ડગલે ને પગલે મુસીબતો ઊભી કરે, નિશાળે ભણાવવા જાઉં, તેનો પગાર આવે, તે પાઈએ પાઈ લઈ લે. આવું બધું ઘણું થવા માંડ્યું.” “ખાવા આપવાનું બંધ કર્યું, એટલે મેં આયંબિલ શરૂ કરી દીધાં. આમેય આયંબિલનો મહાવરો તો હતો જ. આંબેલશાળામાં જઈને આયંબિલ કરી આવું અને ખુશખુશાલ રહું. છ8 અઠ્ઠમ ને ઉપવાસ પણ કરું. આઠ ઉપવાસ પણ કેટલીયે વાર કર્યા છે. પણ એ વિષે કોઈને કશું કહેવાનું નહિ. અનુકૂળતા મળે, તો એકાસણું કે બેસણું પણ કરી લઉં, પણ એવી અનુકૂળતા ઓછી મળે, મોટે ભાગે તો આયંબિલ જ થાય છે.” નવકાર મંત્રનું રટણ તો હવે ચાલુ જ રહે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાનાં દર્શન તો જ્યારે અને જ્યાં ઇચ્છું ત્યાં થાય છે. બનનારા બનાવોની આગાહી પણ થઈ જાય છે. સદ્ભાગ્યે બધા મને “ગાંડો’ ગણે છે, એટલે હવે બીજો કોઈ ત્રાસ રહ્યો નથી.' એક પુત્ર તો થયો. ભણ્યો. પરણ્યો, સારું રળે છે. એને પણ બાળકો છે. ધંધાર્થે તે બહારગામ રહે છે. પુત્ર-પૌત્રાદિ સંગે પુત્રની માતા પણ આનંદ કરે છે. મને હવે એમનામાં કે બીજા કશામાં ખાસ રસ રહ્યો નથી. એમનો મારામાંનો રસ મારા પગાર પૂરતો જળવાઈ રહ્યો છે ! મને એ વાતનું હસવું આવે છે. દેવું ચૂકવવાનું છે, તે ચૂકવું છું. પગાર, જે શાળામાંથી આવે છે, તે તેમને બારોબાર મોકલી દઉં છું. ટ્યુશનના પૈસા પૂરતા થઈ રહે છે. અંગત ખર્ચ તો કશો ખાસ છે નહિ. જુના ભાડાનું ઘર છે, નવ રૂપિયા ભાડું છે. સાબુ, હજામત વગેરે મળીને બેથી અઢી રૂપિયા જેટલું માસિક ખર્ચ થાય છે. બે ઝભ્ભા, બે બંડી, બે ધોતિયાં ને એક ટોપી એક વરસ ચાલે છે. ક્યાંય જવું આવવું પડે એવું ખાસ રાખ્યું નથી. પંદર-પંદર માઈલ જવાનું હોય, તો ઉઘાડા પગે ચાલી નાંખવામાં બહુ આનંદ આવે છે. દર ત્રણ મહિને ટ્યુશનમાંથી બચેલા પૈસા વગર નામે આંબેલશાળામાં પહોંચાડી દઉં છું. મસ્ત રહું છું. સંતોષ અને આનંદથી ચિત્ત ભર્યું ભર્યું રહે છે. પગારના દિવસ સિવાય મારા ખિસ્સામાં ચાર આનાથી વધારે ભાગ્યે જ કોઈને જોવા મળે. શ્રીનવકાર મંત્રનો આ મહા પ્રતાપ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનો અગમ્ય અનુગ્રહ છે.” ધર્મ-ચિંતન ૪૧૩ Page #431 -------------------------------------------------------------------------- ________________ સૌથી મોટું સુખ તો “જાતે નર્યાનું છે. કદી માંદગી આવી નથી. કદી માથું સરખું પણ દુઃખ્યું નથી. દવાની ગોળી કે પડીકી જિંદગીમાં કદી ખાવી પડી નથી.” આ મારી વાત. તે તમને કહી લખીને ક્યાંય છપાવવું હોય તો છપાવજો, પણ નામ ઠામ આપવાની કે કોઈને ઓળખાણ કરાવવાની કડાકુટમાં પડશો નહિ. તમારા ઉપર વિશ્વાસ આવ્યો, એટલે આટલી વાત કરી છે.' તમારે જે સમજવું હોય તે સમજજો, મારી સમજણ તો બહુ નાની અને ટૂંકી છે. તે એ, કે શ્રીવીતરાગ પરમાત્માનું શાસન શાશ્વતું છે, એમની કરુણા અને કૃપા અપરંપાર છે, એ મેળવવાનું સાધન નવકાર મંત્ર છે અને સાતમે ભવે મોક્ષ છે.” આટલી વાત કરીને નમસ્કાર મહામંત્રના એ અવધૂત મહાનુભાવ માસ્તર ઊભા થઈ ગયા, સડસડાટ ચાલ્યા ગયા. મનોમન વંદન કરીને મેં બાર નવકાર ગણ્યા. યોગની મસ્તી ભોગની વાસના કહેવાય છે, રોગની પીડા કહેવાય છે અને યોગની મસ્તી કહેવાય છે. ભોગની વાસના જેને સતાવતી હોય, રોગની પીડા જેને પડતી હોય તે દુઃખી છે. તે દુઃખ દૂર કરવાનું કોઈ પણ સમર્થ સાધન હોય તો તે યોગની મસ્તી છે. જેટલે અંશે એ મસ્તી વધે છે તેટલે અંશે ભોગની વાસના અને રોગની પીડા ઓછી થતી જાય છે યોગ જુદી વસ્તુ છે યોગ ધારણ કરનારા અને તેને નભાવનારા ઘણા આત્માઓ છે પણ તેની મસ્તીવાળા આત્માઓ રાજાની પણ પરવા કરતા નથી. એવા યોગીઓ અભિમાની નથી હોતા, અતિશય વિનમ્ર હોય છે, છતાં તેઓ કોઈથી પણ દબાતા નથી. ચંદ્ર-ચંદનથી. પણ અધિક શીતળ હોવા છતાં અગ્નિ કરતાં પણ વિશેષ તાતા હોય છે તેનાથી દુર્ગુણો અને કર્મો પણ કંપે છે એવી મસ્તી માટે પ્રયત્ન કરવો જરૂરી છે. યોગની મસ્તી પ્રત્યેનો દઢ અનુરાગ કેળવવો આવશ્યક છે. તે પ્રત્યે પ્રેમ જાગૃત થશે એટલે બીજા બધા તરકટો કે જે ડગલે ને પગલે ઉપાધિ ઉત્પન્ન કરે છે તે દૂર થશે. થોડી થોડી પણ એવી મસ્તી કેળવો અને તેની મજા અનુભવો. -પ.પૂ.પં. શ્રીધુરન્ધરવિજયજી ગણિવર. ૪૧૪ધર્મ-ચિંતન Page #432 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમંગલ શ્રી ચંદ્ર (પરમ પૂજય એક સાધ્વીજી મહારાજની દીક્ષા પૂર્વેનો આ એક જીવનપ્રસંગ છે. બાલબ્રહ્મચારિણી આ સાધ્વીજી મહારાજ પોતાને નવકાર-પુત્રી'માને છે. શ્રીનવકાર મંત્રનાં ઠીક ઠીક અનુષ્ઠાનો તેમણે કર્યા છે, છ મહિના મૌન પાળીને નવ લાખ નવકારના જાપ પણ તેમણે કર્યા છે. શ્રીનવકાર મંત્રના અચિંત્ય સામર્થ્યનો અપૂર્વ મહિમા ગાતો આ વિલક્ષણ જીવનપ્રસંગ આનંદ મંગલનો અનુભવ કરાવે છે, સાધનાના સંસ્કારોને ભાવાંતરોમાં જીવીત બનાવવાના શ્રીનમસ્કાર મહામંત્રના પ્રભાવની પ્રતીતિ પણ કરાવશે. સં.) શ્રીનવકાર મંત્ર મહાન પ્રજીવકસમ્રાટ Greatest of all Vitamins છે. એનાં સામર્થો અકથ્ય છે, પ્રભાવો પારાવાર છે. કુંભકર્ણ-નિદ્રામાં મૂછિત પડેલા પૂર્વસંસ્કારોને જાગ્રત કરનારો મહાનાદ શ્રીનવકાર મંત્ર છે. એના મહાપ્રભાવસિંધુના એક બિંદુની કથા અહીં આલેખતાં હૈયું ગદ્ગદ્ બને છે. લગભગ પચીસ વર્ષ પહેલાંનો આ પ્રસંગ છે. તે વખતે, એ બહેનની ઉંમર પંદર વર્ષની હતી. ગૌરવર્ણ, ઘાટીલું મુખ, તેજસ્વી લલાટ, મનોહર નેત્રો અને લાવણ્યનાં પ્રતાપી અંકુરોવડે આકાર લઈ રહેલી કિશોર કાયા ધરાવતી એ બાળાનાં દર્શને કઠોર અંત:કરણોમાં પણ વાત્સલ્યનાં અમી પ્રગટતાં. બોલે ત્યારે મુખમાંથી ફૂલ ઝરે. ચાલે ત્યારે ધરતીમાંથી વહાલપ છૂટે. નયનોમાંથી વિશ્વ વાત્સલ્યની અભિનવ કિરણાવલી સતત વહેતી રહે. ' ધર્મની મુડીમાં એક માત્ર શ્રીનવકાર મંત્ર. વડીલોપાર્જિત વારસામાં બાલ્યવયથી પ્રાપ્ત થયેલા આ મહામંત્રમાં, બાલ્યવયથી જ એ બાળાને અપૂર્વ મંગલમયી માતાનાં દર્શન થયેલાં. કુમળા મનમાં, કોઈ પણ અવસરે, જરા સરખું પણ દુઃખ ઉત્પન્ન થતાં, ઘરના એક ખૂણે, દોડીને એ બેસી જતી, શ્રીનવકાર માતાના પાલવમાં મુખ છુપાવીને હૈયાનો ભાર તે હલકો કરી લેતી. શ્રીનવકારના રટણ સાન્નિધ્યમાં પ્રફુલ્લતા એને પુનઃ સાંપડી જતી. વિધવા માતાનાં નયનોની કીકી સમી આ બાળા, એના વડીલ ભાઈઓની વાત્સલ્યભરી મમતાનું પાત્ર હતી. બહેનને ઉચ્ચ શિક્ષણ અપાવવાના બંધુઓને કોડ હતા. પાશ્ચાત્ય શિક્ષણ આપતા એક કન્યાવિદ્યાલયમાં એ બાળાનો અભ્યાસ ચાલી રહ્યો ધર્મ-ચિંતન ૦ ૪૧૫ Page #433 -------------------------------------------------------------------------- ________________ હતો. શાળામાં નિયમિત અભ્યાસ કરવા જવું, ગૃહકાર્યમાં માતાને મદદગાર બનવું અને શ્રીનવકાર મંત્રનું રટણ કરવું એ ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓમાં મસ્ત રહેતી એ બાળા ભાવી જીવનનાં મનોરથભર્યાં સ્વપ્નો પણ ઘડતી અને તેમાં રાચતી. આ અરસામાં, પ્રત્યેક માતાપિતાની એક મહાચિંતા સમો સાંસારિક પ્રશ્ન ઊભો થાય છે. એ બાળાના વિવાહની ચર્ચા ઘરમાં શરૂ થાય છે. સુયોગ્ય જીવનસાથીની શોધમાં નડી રહેલી મુશ્કેલીઓ એના ભાઈઓને વ્યગ્ર બનાવી રહી છે. કુટુંબની ચિંતાની પ્રતિછાયા એ બાળાના મનમંદિરમાં એક ખળભળાટ ઊભો કરે છે. પોતાની જ્ઞાતિમાંની તે સમયની પરિસ્થિતિનો સંવાદ તે સાંભળે છે. નજર ઠરે તેવા કુમારો ગોઠવાઈ ગયા છે, જે બાકી રહ્યા છે તેમને જોઈને ઉમંગ આવતો નથી. એ બાળાનું મન પણ ચિંતાતુર બની જાય છે. ‘શું થશે ? મારે યોગ્ય સાથીદાર, જ્ઞાતિમાંથી શું નહિ જ મળે ?' આવા વિચારોથી વ્યગ્રતા અનુભવતી એ બાળા, બાલ્યકાળના પેલા પ્રિય સાથીદારને, ઘરના ખૂણાને યાદ કરે છે. ચૂપચુપ એ ત્યાં બેસી જાય છે. શ્રીનવકાર માતાના ખોળામાં મસ્તક ગોપવીને, પોતાનાં અશ્રુઓવડે, પરમ પાવક માતાના પાલવને એ ભીંજવી નાંખે છે. શાંત સરોવર સમા જીવનમાં વિવાહનો પ્રશ્ન જાણે કે એક પત્થર બનીને આવી પડ્યો છે. સંધ્યાનો ઝાંખો પ્રકાશ વિદાય થયો છે. નાનકડી ઘર દીવડીઓ રાત્રિના અંધકાર સાથે મિઠ્ઠી મિઠ્ઠી ગોષ્ઠિ કરી રહી છે. અંતેવાસીઓને નિદ્રાદેવીને ખોળે સોંપવા માટે, ‘હવે કાલે મળીશું’ એમ કહીને એ ઘર દીવડીઓ પણ પોતાની પ્રકાશ લીલાને સંકેલી લેવાની તૈયારી કરી રહી છે. વિવાહ અંગેના વિવાદનું જે તોફાન જીવનમાં આવી પડ્યું છે, એની ગડમથળને શ્રીનવકાર માતાના ખોળે પધરાવીને, નવકાર મંત્રનું રટણ કરતી એ બાળા નિદ્રાધીન બને છે. આ નવકારનિદ્રા દરમિયાન, એ બાળાના ભાવી જીવનનો એક મહાઘાટ ઘડાઈ જાય છે. તે યાદગાર રાત્રિ, એના જીવનનું એક સીમાચિહ્ન બની જાય છે. યોગીમહાત્માઓને જાગ્રત થવાના પરોઢના સમયે એ બાળાને એક સ્વપ્ન આવે છે. “એક નાનકડું જિનમંદિર છે. ધૂપની સુવાસથી મંડપ મ્હેકી રહ્યો છે. શીતળ અને સમાધિદાયક કિરણો રેલાવતા પ્રકાશદીપો, શ્રીજિનપ્રતિમાના પ્રભાવની પ્રતિ ૪૧૬ ૦ ધર્મ-ચિંતન Page #434 -------------------------------------------------------------------------- ________________ છાયાથી મંદિરના ખૂણેખૂણાને ઉજાળી રહ્યા છે, આવા સુરમ્ય પવિત્ર પ્રભુધામમાં પેલું સ્વપ્ન એ બાળાને લઈ આવે છે. પરમ પ્રિભાવક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મનોહારિણી પ્રતિમા એ બાળાને કલ્યાણપ્રદાયક આવકાર આપી રહી છે. બાળાના અંત:કરણમાં અપૂર્વ ભાવ જાગ્રત થાય છે. ભક્તિના આલ્હાદક આવેગથી રોમાવલી વિકસિત બની જાય છે.” પ્રભુને પ્રણામ કરવા, નમસ્કારમુદ્રાની રચના અર્થે એ બાળાના બંને બાહુઓ ઉન્નત બને છે. એકાએક, બંને બાહુઓનું વંદનમિલન થાય તે પહેલાં જ, ચાંદીનો એક અમુલખ થાળ વચ્ચે આવી પડે છે, બંને હાથો ગોઠવાઈ જાય છે. એ થાળમાં લાલ જુવારની ધાણી ભરેલી છે. શિખરના આકારનો એ ધાણીસમૂહ મોતીના દાણાની જેમ ચમકી રહ્યો છે. પ્રભુને પ્રણામ કરીને, એ થાળ સાથે બાળા આસનસ્થ બને છે. સન્મુખ પડેલા એક બાજોઠ ઉમર, પેલા થાળમાંની ધાણીના દાણા વડે, કશીક આકૃતિની રચના કરવાનું ચાલુ થાય છે. ભાવભરપૂર પરંતુ શૂન્યમનસ્ક અવસ્થામાં પેલા બાજોઠને, એ બાળા, ધાણીના દાણાથી શણગારવા લાગે છે. દિવાળીમાં ઘરના આંગણામાં રંગોળી પૂરતી હોય તેમ, એ બાજોઠને તે બાળા, ધાણીથી ચિત્રિત કરી રહે છે. “અહો ! મેં આ અષ્ટમંગલનું ચિત્ર દોર્યું !” સહસા, એ બાળાના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડે છે. આશ્ચર્ય ! અષ્ટમંગલ શબ્દ, તે પૂર્વે એ બાળાએ કદી વાંચ્યો નથી, સાંભળ્યો નથી, એ શબ્દના અર્થની પણ એને ખબર નથી. પછી, અપૂર્વ ઉલ્લાસથી એ બાળા શ્રીપ્રભુજી સન્મુખ વિધિપૂર્વક ચૈત્યવંદન કરે છે. ચૈત્યવંદનનાં બધાં સૂત્રો તે મધુર સ્વરથી બોલી જાય છે. ચૈત્યવંદનના અંતભાગે, કાઉસગ્ગ જ્યારે ચાલતો હોય છે ત્યારે, શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને વાચા આવે છે. માગ, માગ, જે જોઈએ તે માગી લે.” વરદાન માગી લેવાનું આ આહાહન ત્રણ વખત સંભળાય છે. પરંતુ, કાઉસગ્ગ ચાલુ હોવાથી એ બાળા પોતાનું મુખ ખોલતી નથી, જવાબ ધર્મ-ચિંતન ૪૧૭ Page #435 -------------------------------------------------------------------------- ________________ આપતી નથી. શ્રીપાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ (થોય)વડે ચૈત્યવંદન પૂર્ણ થતાં જ પુનઃ પ્રતિમાજીમાંથી અવાજ આવે છે. ખમાસમણ દઈને બાળા શ્રીપ્રભુજીને પ્રણામ કરે છે. ‘માગી લે, ઇચ્છિત વસ્તુ માગી લે.' મૂર્તિમાંથી પુનઃ મંગલનાદ સંભળાય છે. ‘શું માગું ?’ બાળાના મનઃપ્રદેશમાં વીજળીક ગતિથી વિચારસાગરનાં મોજાંઓ ઉછળવા લાગે છે. જીવનને સભર અને સાર્થક બનાવી દે તેવા સુયોગ્ય જીવનસાથીની માગણી કરવાનો એક વિચાર આકાર ધારણ કરે છે. પણ.... બાળાના મુખમાંથી બીજા જ શબ્દો નીકળી પડે છે. “ત્રીજા ભવે મોક્ષ” બે હાથ જોડીને એ બાળા આ માગણી કરે છે. “તથાસ્તુ.” શ્રીપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમામાંથી આ શબ્દ સંભળાય છે. સ્વપ્ન પૂર્ણ થાય છે. બાળાનાં નયનો ખૂલી જાય છે. તે વિસ્મિત બની જાય છે. “આ શું જોયું ? શું સાંભળ્યું ? ભવ શું ? મોક્ષ શું ? અષ્ટમંગલ શું ? મેં આ શું માગ્યું ?” એક મહા આશ્ચર્યમાં એ બાળા અટવાઈ જાય છે. નથી તો ભવની કશી ખબર, મોક્ષ શું, એનોયે કશો ખ્યાલ એને નથી. અષ્ટમંગલ શું, એની તો એને કલ્પના પણ નથી. આ વિષયના વિચારો જીવનમાં અગાઉ કદી ઉદ્ભવ્યા જ નથી. કશું સમજાતું નથી, નયનો અશ્રુભીનાં બની જાય છે. શય્યાનો સત્વર ત્યાગ કરીને એ બેસી જાય છે. શ્રીનવકાર માતાની મમતાનું શરણું પુનઃ એ સ્વીકારે છે. ૫૨મપાવનકા૨ક શ્રીનવકારમૈયાના પાલવમાં મસ્તક છુપાવીને પુનઃ થોડાંક અશ્રુઓ તે વહાવે છે. વિવાહનો વંટોળ જીવનમાંથી દૂર દૂર ચાલ્યો જાય છે. જીવનની દિશા, તે ઘડીથી જ, પલટાઈ જાય છે. ૪૧૮ ૦ ધર્મ-ચિંતન Page #436 -------------------------------------------------------------------------- ________________ સંસાર, ભવ, ભ્રમણ, આત્મા, ધર્મ અને મોક્ષ વિષે બધું સમજવાની તારક જિજ્ઞાસા જાગી પડે છે. એ બધું સમજવાનો ઉદ્યમ શરૂ થઈ જાય છે. અપૂર્વ ઉત્સાહ, આનંદ અને તનમનાટથી મોક્ષમાર્ગની પ્રાથમિક પગદંડી પર વિહરવાનું શરૂ થઈ જાય છે. ત્રીજે જ મહિને, તીર્થાધિરાજ શ્રીસિદ્ધક્ષેત્રની પાવક નિશ્રામાં એ બાળા ઉપધાન તપની આરાધના કરે છે. ભાવ, ઉલ્લાસ અને અભ્યાસના અપૂર્વકરણનો એ સુખદ સમય. બીજા ત્રણ મહિના પસાર થાય છે. સ્વપ્નમાં, ‘અષ્ટમંગલ'નું જે ચિત્ર, શ્રીપાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં એ બાળાએ, દોર્યું હતું, એ સિદ્ધ થઈ જાય છે, નિત્ય સાથી બની જાય છે. પરમ ભાગવતી દીક્ષા અંગીકાર કરીને, અષ્ટમંગલથી અધિષ્ઠિત બનેલા રજોહરણ (ઓધો) ઉપકરણો સાથે, મોક્ષમાર્ગની મજલ એ બાળા શરૂ કરે છે. પૂર્વજન્મના શુભ સંસ્કારોને પુનર્જિવન આપનાર એક મહા સંજીવની, શ્રીનમસ્કાર મહામંત્ર છે. એ મહામંત્રને કોટાનુકોટી વંદન હો. એ પરમ સાધકને પણ પ્રણામ હો. શ્રીનવકાર ભક્તિપદ પ્રથમ નમું અરિહંતને, દુજે સિદ્ધ પ્રણામ, નમન કરું આચાર્યને, થાય અમારાં કામ. ઉપાધ્યાયને વાંદીને, પામું સુખ અમાપ, સાધુ સઘળા વાંદતા, કાપું સઘળાં પાપ. મંત્ર મહા નવકાર એ, ચૌદ પુરવનો સાર, એમ નમું પરમેષ્ટિને, કરવા આતમ સાર. સઘળાં મંગલ જે કહ્યાં, તેમાં પહેલું જાણ, જાપ જપંતાં જેહનો, પ્રગટે કેવળનાણ. ધર્મ-ચિંતન ૦ ૪૧૯ શ્રી બાગમલભાઈ બક્ષી Page #437 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર અને ક્ષમાયાચના શ્રી ચંદુલાલ શાહ (આત્મા ઉપરના પાપભારનો સમૂળ ઉચ્છેદ કરીને તેને પરમ-પવિત્ર બનાવવામાં અંતઃકરણપૂર્વકની ક્ષમાયાચના અને નમસ્કારભાવ કેટલો અગત્યનો ભાગ ભજવે છે, તે આ કથામાં અસ૨કા૨ક રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સં.) ઘણાં વર્ષો પહેલાં Holy Sinner (પવિત્રપાપી) નામની એક કથા વાંચી હતી. અગિયારમાં સૈકામાં થઈ ગયેલા એક ખ્રિસ્તિ વડા ધર્મગુરુ (પોપ)નું જીવન ચરિત્ર એ કથામાં વણાયેલું હતું. કર્મની અદ્ભુત વિચિત્રતાના એ કિસ્સામાં જે વિસ્તૃત કથાવર્ણન છે, તેનો ટુંક સાર બહુ જાણવા જેવો અને સમજવા જેવો છે. યુરોપના એક રાજકુટુંબમાં જોડિયાં બાળકોનો જન્મ થાય છે. એક ભાઈ, ને એક બહેન. પરસ્પર અનન્ય સ્નેહ ધરાવતાં આ બાળકો કિશોરાવસ્થામાં પ્રવેશ કરતાં જ એક ઘોર અપરાધ કરી બેસે છે. તદ્ન અણસમજમાં કરેલી એ ભૂલના ફળસ્વરૂપ એક પુત્રનો જન્મ થાય છે. રાજ્યકુટુંબની ગૌરવસંરક્ષક પ્રણાલિકા અનુસાર, એ બાળકને એક પીપમાં મૂકવામાં આવે છે. એ પીપને એક વહેતી સરિતામાં પધરાવવામાં આવે છે. અણસમજમાં થઈ ગયેલા ઘોર પાપથી ખૂબ ખૂબ લજ્જિત બનેલો રાજકુમાર, પોતાનો રાજ્યમુકુટ બહેનના મસ્તકે પધરાવીને, પ્રાયશ્ચિત્તાર્થે ચાલ્યો જાય છે. પેલું પીપ, વહેતું વહેતું, દૂર દૂર એક પાદરીના હાથમાં આવે છે. બાળકની સાથે પીપમાં રાખવામાં આવેલાં મૂલ્યવાન વસ્ત્રો તથા મણિમાણેક અને એક મુદ્રિકા પરથી, પાદરીને એ બાળકની ગર્ભશ્રીમંતાઈનો ખ્યાલ આવે છે. એને ઉછેરીને મોટો કરવાની વ્યવસ્થા એ પાદરી કરે છે. મોટો થયા પછી, એ બાળક—હવે યુવાન,—પોતાનાં માતા-પિતાની શોધમાં નીકળે છે. ફરતો ફરતો, જે નગરમાં એની જનેતા રાજ્ય કરે છે, ત્યાં તે આવે છે. રાજ્ય પર ચડી આવેલા એક માતબર શત્રુને પ્રબળ પરાક્રમથી હરાવીને એ યુવાન કેદ પકડી લાવે છે. ૪૨૦ ૦ ધર્મ-ચિંતન Page #438 -------------------------------------------------------------------------- ________________ આ નગરની પ્રજા એ યુવાનનાં પરાક્રમનાં ઓવારણાં લે છે. પરિસ્થિતિ એવી ઊભી થાય છે, કે ભાઈ (પતિ) અને પુત્રના શોકમાં અપરિણિત રહેલી એ રાણીનાં લગ્ન આ યુવાન સાથે થાય છે પોતાના માડીજાયા ભાઈથી થયેલા પોતાના જ પુત્રની એ પત્ની બને છે ! એ સંયોગથી બે પુત્રીઓનો જન્મ પણ થાય છે ! એ બાળકને સરિતામાં વહેતો મૂકવામાં આવ્યો, ત્યારે એની સાથે જે મુદ્રિકા રાખવામાં આવેલી, એની ઉપર રાજ્યરાણીની એક વાર નજર પડી જાય છે. પોતાનો પતિ એ પોતાનો જ પુત્ર છે, એવું ભાન થતાં જ એ મૂચ્છિત બની જાય છે. જેની સાથે પોતે સંસાર ભોગવ્યો, એ પોતાની જન્મદાતા માતા જ છે, એ સત્યનું જ્ઞાન થતાં જ, પેલો પરાક્રમી યુવાન પછડાટ ખાઈને પડે છે. “અરેરે, મારાં પ્રારબ્ધમાં આવું ઘોર પાપ !” પશ્ચાત્તાપના પાવક અગ્નિથી બળબળતો એ કર્મબાળ ચાલી નીકળે છે. નથી ખાતો, નથી પીતો, નથી કોઈ સ્થળે થોભતો. હું પાપી છું, હું પાપી છું. હે પિતા મને ક્ષમા કરો” એમ બોલતો જાય છે ને ચાલતો જાય છે. માર્ગમાં જે મળે તે બધાંને મનુષ્યને, જાનવરોને, ઝાડપાનને અને નદી-નાળાં તથા પત્થરોને–એ નમસ્કાર કરતો જાય છે. સૌ પાસે–જડ પાસે અને ચૈતન્ય પાસે–એ ક્ષમા માગતો જાય છે. બે હાથ જોડેલા રાખીને ધરતી પર એ આળોટી પડે છે, ધરતીને નમસ્કાર કરે છે, ધરતીમાતા પાસે પણ તે ક્ષમા યાચે છે. કથા એમ કહે છે કે, પૂરાં બાર વર્ષ, એક વિશાળ જળાશયની મધ્યમાં આવેલા એક ટેકરિયાળ ટાપુ ઉપર, કેવળ નમસ્કાર અને ક્ષમાયાચનામાં, તે વિતાવે છે. બૈર્ય જેનો જનક છે, ક્ષમા જેની જનની છે, સમતા જેની પત્ની છે. સત્ય જેનો પુત્ર છે, દયા જેની ભગિની છે, સંયમ જેનો ભ્રાતા છે. ભૂમિતલ જેની શય્યા છે, દિશાઓ જેનાં વસ્ત્રો છે અને ધ્યાનરૂપી જ્ઞાન જેનું ભોજન છે, આવાં બધાં જેનાં આપ્તજનો છે. તેવા યોગીને કોનો ભય છે? શાનો ભય ધર્મ-ચિંતન ૪૨૧ Page #439 -------------------------------------------------------------------------- ________________ લગભગ આ દશામાં નિરંતર નમસ્કાર કરતો અને ક્ષમાની યાચના કરતો એ મહાનુભાવ, પાતાળઝરાના અમૃતપાનના સહારે જીવતો રહે છે, પરંતુ તદ્ન દુર્બળ, ક્ષીણ, અશક્ત અને તિર્યંચાવસ્થાને પામેલો હોય તેવા મનુષ્યદેહે તે પડ્યો છે. કથા એમ કહે છે કે, તે અરસામાં પોપની ખાલી પડેલી ગાદી માટે લડતા બે પક્ષના બંને નેતાઓને સ્વપ્ન આવે છે. ‘પોપની ગાદીનો વારસ દૂર દૂર એક જંગલ વચ્ચે આવેલા જળાશયની મધ્યમાં બરડા સમા ખડક ઉપર, તમારી રાહ જુએ છે' એમ એ સ્વપ્ન બંને નાયકોને કહી જાય છે. વાજતે ગાજતે એને ત્યાંથી રોમમાં લાવવામાં આવે છે. માર્ગમાં દર્શનાર્થે એકત્રિત થતાં કંઈક દુઃખીઓનાં દુ:ખ એના દર્શને દૂર થાય છે અનેક અસાધ્ય રોગીઓના રોગ એના ચરણસ્પર્શથી મટી જાય છે. સગા મામાના સંયોગથી પેદા થયેલો અને પોતાની જ માતાનાં સંતાનોનો પિતા બનેલો એ પવિત્ર પાપી, એક મહાન ધર્માચાર્ય બને છે. એક સંયોગ-પાપીને મહામાનવ બનાવી જતી આ કથાના મૂળમાં શું હતું ? કેવળ નમસ્કારભાવ. ક્ષમાયાચના તો એ નમસ્કારભાવની એક બાહ્ય તથા અત્યંતર ક્રિયા જ માત્ર હતી. નમસ્કારભાવ અને ક્ષમાયાચનાના સંયોગની આ મહાકથા વિચારવા જેવી છે. નમસ્કાર મહામંત્રનું રટણ કેટલું પ્રભાવશાળી છે. એનો પરોક્ષ પરચો આ કથા શું નથી આપતી ? નમસ્કાર મહામંત્રના પરમ નમસ્કારભાવની સાથે ‘ખામેમી સવ્વ જીવે, સવ્વ જીવા ખમત્તુ મે'નો અત્યંતર સંયોગ જો થાય, તો તેથી કેવાં મહાન અને અપૂર્વ પરિણામો નીપજાવી શકાય ? અનંતા જન્મોનાં પાપકર્મોનાં પોટલાં બાંધીને ફરતાં ફરતાં, માનવદેહની મહામૂલી પુણ્યપ્રાપ્તિ આપણને લબ્ધ થઈ છે. પૂર્વે કરેલા અનેક નમસ્કારોનો જ આ પ્રતાપ છે. એ બધાં અનંતા પાપકર્મોને મૂળમાંથી ઉખાડી નાંખવાનું પરમ પિરબળ ધરાવતો મહાનમસ્કાર મહામંત્ર પણ આપણને પ્રાપ્ત થયો છે. ‘નમસ્કાર' એટલે જ ‘ક્ષમાયાચના.’ ક્ષમાયાચના એટલે નિર્જરા, સંવ૨ અને મોક્ષ. પરંતુ, એ ક્યારે બને ? ૪૨૨ ૦ ધર્મ-ચિંતન Page #440 -------------------------------------------------------------------------- ________________ અંતઃકરણમાં તીવ્રતા” જાગે, ત્યારે જ એ બને. તીવ્રતા ત્રિલક્ષી છે. એક લક્ષ્ય કર્મબદ્ધ આત્મા ઉપર. બીજું લક્ષ્ય ક્ષમાયાચનાપૂર્ણ નમસ્કારભાવ ઉપર. ત્રીજું લક્ષ્ય કર્મમુક્ત અરિહંત પરમાત્મા ઉપર. - ચિત્તની એકાગ્રતાના આ ત્રિવેણી-સંગમને પ્રગટાવવાનું મહાસામર્થ્ય શ્રીનમસ્કાર મહામંત્રમાં છે, છે, છે. પંચપરમેષ્ઠિ વિષે અનભિજ્ઞ એવા પેલા પવિત્ર પાપીને, ક્ષમાયાચનાયુક્ત નમસ્કારભાવ, જો એક મહાન ધર્મગુરુ બનાવી શકે, તો પછી, પંચપરમેષ્ઠિના જ્ઞાનથી યુક્ત થયેલો નમસ્કારભાવ આત્માને પરમાત્મા બનાવે, તેમાં તો કોઈ પણ સંશયને સ્થાન નથી જ નથી. તેમાંયે, શ્રીનમસ્કાર મહામંત્રનું શરણ જેને પ્રાપ્ત થયું છે, જેના રોમરોમમાં પંચપરમેષ્ઠિ નમસ્કારનો નાદ પથરાયો છે અને જેની પ્રજ્ઞાનું નમસ્કારભાવની શ્રદ્ધામાં ક્રિયાશીલ એકીકરણ થયું છે, એવા ભવ્ય જીવોનું મુક્તિકરણ તો કેવળ કાળના પરિપાકનો જ સવાલ છે–(A matter of time only). શ્રીપંચપરમેષ્ઠિને મારાં વંદન હો. શ્રીનમસ્કાર મહામંત્રને મારાં વંદન હો. શ્રીનમસ્કાર મહામંત્રના સાધકોને મારાં વંદન હો. લાખ લાખ, ક્રોડ ક્રોડ. નમસ્કારભાવમાં રમણતા વધારવા માટે મન પ્રભુજીને સોંપી દેવું પડે અથવા તો એ મનમાં દિન-રાત એવો ભાવ પ્રકાશવો જોઈએ કે જેમાં સકળસત્ત્વહિતનું પરમ પવિત્ર સંગીત ગૂંજતું હોય. ધર્મ-ચિંતન ૪૨૩ Page #441 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારરૂપી જનનીના ચરણે –એક સાધક (પ્રગટપ્રભાવી શ્રીપંચપરમેષ્ઠિરૂપી મહામંત્ર નવકારનો શ્રદ્ધાપૂર્વક જાપ કરનાર મહાનુભાવોના ચરણકમળમાં નમસ્કાર કરીને, મારા જીવનમાં પ્રાપ્ત થયેલા મારા પોતાના અનુભવો પૈકીનો તાજેતરમાં મરણાંત કષ્ટમાંથી હું કેવી રીતે બચ્યો, તેનું ટુંક વર્ણન સાદર રજૂ કરું છું. સં.) છેલ્લા પાંચ વર્ષથી મેં મારી જાતને નમસ્કારરૂપી જનનીના ચરણે ધરી દીધી છે. હમેશાં મોટા ભાગ રાત્રિના બેથી સવારના આઠ સુધી મૌન અને નમસ્કાર મહામંત્રનું ગુણન અને મનન કરવાની મારા પૂર્વકર્મનો પુણ્યોદયે મને ટેવ પડી ગઈ છે, કહોને કે તે વિના મને ચેન પડતું નથી. મરણાંત કષ્ટ આ પ્રમાણે ગણતાં ગણતાં કોઈ પણ જાતની વિશિષ્ટ પ્રકારની ક્રિયા (ધૂપ, દીપ, આસન વિના) લગભગ પંચાણુ લાખ ઉપર નમસ્કાર મહામંત્રનો જાપ સંપૂર્ણ થયા પછી એકાએક, સંવત ૨૦૧૭ વદ ૧૦ને શુક્રવારના રોજ રાતના સાડા દશ વાગે હું મારા મકાનમાં સૂતો હતો ને લઘુશંકા કરવા ઉઠ્યો કે તુરત જ મારા આખા શરીરમાં ઝેર વ્યાપીને શરીર કાળું શ્યામ પડી ગયું, આંખો લાલઘૂમ થઈ ગઈ, મોંનો ચહેરો ન ઓળખાય તેવો થઈ ગયો, મારી ગુલ્વેદ્રિયની થેલીનો ભાગ સૂજીને મોટો દડો (લગભગ બશેર જેટલો) થઈ ગયો અને ડાબો પગ સૂજી ગયો. મને માલુમ પડી ગયું કે આખા શરીરે સંપૂર્ણપણે ઝેર વ્યાપી ગયું છે, “હવે શું કરવું ? મને જનમ આપનારી માતા તો પાંચ વર્ષનો મૂકીને સ્વર્ગે સીધાવી છે, ઘરમાં મારી પાસે જ ધર્મપત્ની, મારી પાંચ દીકરીઓ તથા પાંચ વર્ષનો મારો નાનો પુત્ર સૂતેલાં છે. જો આ વાત ઘરમાં જાહેર કરું તો તરત જ દોડાદોડ અને રોકકળ શરૂ થઈ જશે અને ડૉક્ટરને બોલાવવામાં આવશે. ડૉક્ટર આવીને મને હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપશે. મારો રોજનો નમસ્કાર મહામંત્ર ગણવાનો સમય ચૂકી જવાશે.” આ પ્રમાણે વિચારોની ઘટમાળ શરૂ થતાં મને એક શુભવિચાર ફુરી આવ્યો કે, તું તારી જાતને નમસ્કારરૂપી જનનીને નિશ્ચિત પણે સોંપી દે. જે માતાએ તારું આજસુધી જતન કર્યું છે, જે માતાએ તને મૂર્ખમાંથી ડાહ્યો બનાવ્યો છે, જે જનનીએ તારું ચોવીસે કલાક રક્ષણ કર્યું છે, જે માતાએ તને અનેક રીતે સુખી બનાવ્યો છે, તેને જ તું સમર્પિત થઈ જા. ખરેખર ? આ વિચારો આવતાં જ કોઈ પણ જાતની હોહા કર્યા વગર મેં મારી જાતને નમસ્કારરૂપી જનનીને સોંપી દીધી. ડાબો પગ લગભગ ઢીંચણની નીચેથ પગની ૪ર૪૦ ધર્મ-ચિંતન Page #442 -------------------------------------------------------------------------- ________________ એડી સુધી સૂજી ગયો હતો. દુઃખાવો તો રાડ પડાવે તેવો હતો. ઘરના કોઈ પણ માણસને ખબર આપ્યા વિના, સૂતાં સૂતાં નમસ્કાર મહામંત્રનો જાપ શરૂ કરી દીધો. જાપ કરતાં કરતાં રાતના બરાબર બે વાગ્યા (મારો રોજના જાપનો સમય થયો). અદ્ભુત બચાવ ઘડીયાળમાં બે વાગ્યા તે સમયે, મારા ડાબા પગે સોજા આવેલા હતા અને કારમો દુઃખાવો થઈ રહ્યો હતો તે સમયે, મારા પગના દુઃખતા સાંધાઓ પૈકીના એક સાંધા ઉપર કોઈ અજ્ઞાત સ્ત્રી-શક્તિ-એ આવી ઊભા રહીને, કચકચાવીને પોતાના બંને પગ મૂક્યા કે તરત જ તે સાંધાનો દુઃખાવો બંધ પડી ગયો. હું ઝબકીને જાગી ગયો અને ચીસ પાડી ઉઠ્યો ! આ શું? એમ વિચાર કરવા લાગ્યો. પાછો નમસ્કાર મહામંત્ર સૂતાં સૂતાં ગણવા લાગ્યો. - બીજો બચાવ પછી તે જ રાતના ચાર વાગે ફરીથી મારા ડાબા પગના દુઃખાવાવાળા બીજા સાંધા ઉપર તે જ સ્ત્રીએ ફરીથી કચકચાવીને પગ મૂક્યો. હું મોટી ચીસ પાડી ઉઠ્યો. ઘરમાં બધાં જાંગી ગયાં મને પૂછવા લાગ્યા કે શું થયું ? મારે મૌન હોવાથી મેં નિશાની બતાવીને કહ્યું કે, કાંઈ નહીં. પાછો સૂઈ ગયો અને નમસ્કાર મહામંત્ર ગણવો લાગ્યો. • ત્રીજો બચાવ બીજા દિવસે સવારમાં આઠ વાગે મૌન પૂરું થયા પછી, મારી એક દીકરીને મારા મિત્ર વૈદ્ય રમણભાઈ રસવૈદ્યને બોલાવવા મોકલી. તેમને મેં બધી વાત કહી. તેમણે મારા હૃદયને ઝેરથી બચાવી લેવા કસ્તુરી, ચંદ્રોદય અને જયમંગલ રસ દવામાં આપવા શરૂ કર્યા. મીઠું ખાવાનું બંધ કરાવ્યું, માત્ર મગનું પાણી પીવાની છૂટ આપી. મારા શરીરમાં વેદનાનો પાર ન હતો, નમસ્કાર મહામંત્ર ગણવાનું તો ચાલુ જ હતું. નમસ્કાર મહામંત્ર ગણતાં ગણતાં ઉંઘી ગયો હતો. હું જ્યારે ઘસઘસાટ ઉંઘ લઈ રહ્યો હતો, તે વખતે બપોરના ૧૧-૫૫ મિનિટે, મારા પગના દુ:ખાવાવાળા ત્રીજા સાંધા - ઉપર પાછો કચકચાવીને પગ મૂક્યો. હું જાગી ઉઠ્યો અને આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. આ લેખ લખું છું તે વખતે પણ મારા ડાબા પગે ઑપરેશન કરાવેલું છે અને પાટો બાંધેલો છે. આ પ્રમાણે મારા પગના જે જે સાંધાઓ ઉપર તે સ્ત્રી-શક્તિ-દ્વારા પગ મૂકીને દુઃખાવો બંધ કરવામાં આવ્યો તે તે સાંધાઓમાં આજે પણ દુઃખાવો થતો નથી. | દિવ્ય વાણી આસો વદી ૧૧ની રાત્રે (એટલે વદી ૧૨ના) પરોઢિયે ચાર વાગે, નમસ્કાર મહામંત્ર ગણતાં ગણતાં, સૂતાં સૂતાં યોગનિદ્રામાં (સ્વપ્નમાં) એક અજાણ્યા રસ્તા ઉપર હું ધર્મ-ચિંતન ર૫ Page #443 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો જતો હતો. તે વખતે, પીળા અને લાલ રંગોવાળી સુંદર ડીઝાઈવાળી સાડી અને લીલા કંચૂકી પહેરેલી એક દેવી આકાશમાંથી ઉતરીને, મારી સન્મુખ આવી ઊભી રહી. તે દેવી બોલી કે : “તેં તારા જ્ઞાન દ્વારા મારા મહિનાનો શુદ્ધબુદ્ધિએ જગતભરમાં પ્રચાર કર્યો છે, તું મારો જ્ઞાની ધર્મપુત્ર છે.” એમ કહી મને છાતી સરસો ચાંપી દીધો. હું તો વિચારતો જ રહ્યો કે આ બધું શું થઈ રહ્યું છે? મેં તેમને જવાબ આપ્યો કે –“માતાજી ! મેં તો જીવનભર પેટ ભરવાનું જ કામ કર્યું છે અને મેં ભક્તિરૂપી ફૂલો જ આપની સામે ધર્યા છે, મારું તે એવું શું ગજું કે હું આપને આકર્ષી શકું ? આપની મારા ઉપર મહેરબાની છે એ જ બસ છે.” એમ કહીને તેઓ કોણ છે? તેમ પૂછતાં જ દેવીશ્રી પોતાનો પરિચય આપ્યા વિના બોલ્યાં કે – “ તારા આ દુઃખમાંથી તું તાત્કાલિક મુક્ત થઈ જઈશ, કોઈ જાતની ચિંતા કરીશ નહીં, તારે હજુ ઘણી સાધના કરવાની બાકી છે.” એમ કહીને અદશ્ય થઈ ગયાં. ચોથો બચાવ આસો વદી ૧૩ને સોમવારે સવારના ૧૦-૧૫ મિનિટે મારા ડાબા પગના દુ:ખાવાવાળો સાંધાનો ભાગ કોઈએ કચકચાવીને બેસાડી દીધો. હું જાગી ગયો, જોઉં છું તો મારો ડાબો પગ ધ્રૂજતો હતો. હું માનું છું કે મને નમસ્કાર મહામંત્ર ગણતો અટકાવવા માટે આ મારી અગ્નિપરીક્ષા હતી. આવો જ ઉપદ્રવ મને આજથી છવ્વીશ વર્ષ પહેલાં “ઉપસર્ગહર, સ્તોત્ર' ગણતાં અટકાવવા માટે થયો હતો આ વખતે મને આર્થિક સ્થિતિએ બેહાલ કરી દેવામાં આવ્યો હતો. આ વખતે મને એક કરોડ નવકાર ગણવાના મારા નિશ્ચયમાંથી ડગાવવા માટે મરણાંત કષ્ટ ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ હું તો ‘ફાર્ય સધામ યા તે પતિયાનિ'ના નિશ્ચયવાળો હોવાથી આજે તો વિશેષ શ્રદ્ધાથી મહામંત્ર ગણી રહ્યો છું. હું માનું છું કે હવે મારો બાકીનો જાપ કોઈ પણ જાતના ઉપદ્રવ વિના સમાપ્ત થશે જ. આ લેખ લખવાનો મારો આશ્ય કોઈ પણ જાતની આત્મશ્લાઘાનો નથી. મારો આશય તો નમસ્કાર મહામંત્ર ગણનાર પુણ્યશાળી આત્માઓને કોઈ પણ જાતના ઉપદ્રવ વખતે તેની શ્રદ્ધામાંથી પાછા નહીં હઠવા માટે મારી અંગત અનુભવ દર્શાવવો યોગ્ય માનીને આ નાનો લેખ લખવા હું પ્રેરાયો છું. આ લેખ વાંચીને કોઈ પણ પુણ્યશાળી આત્મા નમસ્કાર મહામંત્ર ગણવા પ્રેરણા પામશે તો મારો પ્રયાસ હું સફળ માનીશ. . મારી ચાલુ માંદગીમાં જ મારા ડાબા પગના ઑપરેશન વખતો મારો અનુભવ ૪૨૬ ધર્મ-ચિંતન Page #444 -------------------------------------------------------------------------- ________________ આપવા જતાં લેખ લાંબો થઈ જવાના કારણે તેમ જ વધુ આત્મશ્લાઘાની ડરથી આટલું જ લખવું ઉચિત માનું છું. પ્રાંતે, આજે જે સાનુકૂળતા હું અનુભવી રહ્યો છું. તે પણ નમસ્કાર મહામંત્રનો જ પ્રતાપ છે. પ્રતિકૂળતાઓને દૂર કરવામાં શ્રીનવકાર અજોડ હોવાની બાબતમાં મને મુદ્દલ સંદેહ નથી. કોઈ પણ જાતની શાસ્રીય વિધિ વિના માત્ર શુભ નિષ્ઠાપૂર્વક ગણવાથી જે મહામંત્રે મારો આવો બચાવ કર્યો, તેનો જો વિધિપૂર્વક શાસ્રીય રીતે, શુદ્ધ વસ્ત્રો પહેરીને જાપ કરવામાં આવે તો તે, તેના જાપ કરનારનું શું ઇષ્ટ ના કરે ? જે મહામંત્ર અંતે, મોક્ષસુખને આપનારો છે, તે ઈહ લૌકિક સુખ માટે ન ગણતાં અંતિમ લક્ષ (મોક્ષ) માટે જ ગણવો જોઈએ. એમ ગણતાં આ મહામંત્ર દરેક રીતે દરેક સમયે, તેની આરાધના કરનારનું મારી માફક જ રક્ષણ કરશે. જગતમાં એવો કોઈ પણ પદાર્થ વિદ્યમાન નથી કે, જે આ મહામંત્રના સાચા આરાધકથી દૂર રહી શકે ! જરૂરિયાત છે માત્ર તેના પ્રત્યે નિષ્કામભાવે સમર્પિત થઈ જવાની તૈયારીની એક વખત તમે તમારા આત્માને સમર્પિત કરી દો. પછી જુઓ તેનો પ્રભાવ. આ લેખમાં કાંઈ પણ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડં દઉં છું. જ્ઞાનનું ફળ જ્ઞાનનું ફળ વિવેક, વૈરાગ્ય અને વિરતિ છે. દારૂ પીધેલ વાંદરાને હજારો વીંછી કરડે. એ જેવી ચંચળતા ધારણ કરે, તેવી ચંચળતા મોહ મદીરા પીને ઉન્મત બનેલું મનુષ્યનું મન અનેક પ્રકારની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ વડે ધારણ કરે છે. દુર્યોધને મહાભારતમાં કહ્યું છે કે जानामि धर्मं न च प्रवृत्तिः । जानाम्यधर्मं न च मे निवृत्तिः ॥ હું ધર્મને જાણું છું, પણ તેમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. એમ હું અધર્મને પણ જાણું છું, છતાં તેનાથી નિવૃત્ત નથી થઈ શકતો. દુર્યોધન જ્ઞાની હતો, રાવણ જ્ઞાની હતો, અર્જુન જ્ઞાની હતો, યુધિષ્ઠિર જ્ઞાની હતા. છતાં રાવણ, દુર્યોધન નાશ પામ્યા અને અર્જુન, યુધિષ્ઠિર વિવેક, વૈરાગ્ય, વિરતિ વડે અમૃતત્ત્વને વર્યા. મતલબ કે પરિણત થયેલું જ્ઞાન તારક બને છે. અન્યથા અહંકાર વધારીને ડૂબાડી દે છે. ધર્મ-ચિંતન ૦ ૪૨૭ Page #445 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રનો પ્રભાવ શ્રી સોમચંદ ડી. શાહ (મહામંત્ર શ્રીનવકારના અમાપ પ્રભાવને બિરદાવતી આ કથા આપણી નમસ્કારભાવરમણતાને વધારવામાં સહાયક નીવડશે. સં.) આ એક સાંભળેલી સત્ય ઘટના છે. હું સંવત ૨૦૧૭ના આસો મહિનામાં મુંબઈ ગયો તે વખતે શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડારવાળા શ્રી કુંવરજીભાઈએ મહામંત્રના પ્રભાવની હકીકત જણાવેલી તે હકીકતને જરા મઠારીને મારા શબ્દોમાં રજૂ કરું છું. આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં શ્રી ખીમજીભાઈ હીરજી લોડાયા ધુલીયાથી પાચોરા યુરોપીયન એકઝામીનર સાથે ટાંગા (ઘોડાગાડી)માં જઈ રહ્યા હતા. ' શ્રી ખીમજીભાઈ ગ્રેજ્યુએટ હતા અને પાચોરા સ્કૂલના હેડમાસ્તર હતા. રસ્તામાં યુરોપીયને હરણીયાંનું ટોળું ગેલ કરતું જોયું. યુરોપીયનના મનમાં શિકાર કરવાની ઇચ્છા જાગી. ઝટ દઈને રીવોલ્વર હાથમાં લીધી. શ્રી ખીમજીભાઈ યુરોપીયનની બદદાનતને પારખી ગયા એટલે તરત જ અંગ્રેજીમાં કહ્યું, સાહેબ ! આ શું કરો છો? યુરોપીયને પણ જણાવ્યું કે આ શિકાર કરવાનો આકસ્મિક મોકો મળ્યો છે. સાહેબ ! એ શિકાર કરવાથી મારા હૃદયને દુઃખ થશે અને હરણીયાંનો જાન જશે. સાહેબ એમ કંઈ માને તેમ હતા નહિ, છતાં શ્રી ખીમજીભાઈએ ખૂબ આજીજી કરી કે નિરપરાધી જીવોનો શોખની ખાતર કે મોજ માણવા ખાતર રીવોલ્વરની ગોળીથી સંહાર કરવો એ કોઈ રીતે આપને શોભતું નથી તેમ જ આ હિંસાને મારી નજર સમક્ષ હું જોઈ શકીશ નહિ. પણ ખીમજીભાઈએ જોયું કે આ સાહેબ કેમે કરી માને તેમ નથી એટલે તેમણે છેવટે મહામંત્રનો આશરો લેવા એકદમ ઘોડાગાડીમાંથી કુદી પડી રસ્તામાં જ કાઉસ્સગરૂપે મહામંત્ર શ્રીનવકારનું સ્મરણ કરવા. લાગ્યા. શાસનદેવને પ્રાર્થના કરી કે આ જીવો બચી જવા જોઈએ અને મારી લાજ રહેવી જોઈએ. શ્રી ખીમજીભાઈને અતૂટ શ્રદ્ધા હતી. આંખો મીંચી મહામંત્રનું સ્મરણ કરી રહ્યા ૪૨૮ - ધર્મ-ચિંતન Page #446 -------------------------------------------------------------------------- ________________ હતા ત્યારે યુરોપીયને લાગ જોઈ રીવોલ્વરમાંથી ગોળી છોડી. અવાજ થયો, પણ જ્યાં ખીમજીભાઈ આંખ ઉઘાડી જુવે છે તો હરણીયાં ચારો કરી રહ્યાં છે અને એકબીજાને ગેલ કરી રહ્યાં હતાં. ખીમજીભાઈને થયું કે, શાસનદેવે મને સહાય કરી, મારી પ્રાર્થનાને સાંભળી, આ જીવોને બચાવ્યા. યુરોપીયનને ગુસ્સો થઈ આવ્યો કે ગોળી છોડવા છતાં એક હરણીયું હેઠે પડ્યું નહિ, ગોળી ખાલી ગઈ, મોઢા ઉપર શરમના શેરડા પડવા સાથે મનમાં કંઈક બડબડવા લાગ્યો. અને રીવોલ્વરને હાથમાંથી ફેંકી દીધી. જાણે રીવોલ્વરે તેનું અપમાન ન કર્યું હોય યુરોપીયન શરમિંદો બની ગયો. શ્રી ખીમજીભાઈ ટાંગામાં બેસી ગયા અને ટાંગો રસ્તો કાપવા લાગ્યો. ઘડીભર તો બન્ને જણ સુમસામ ચૂપ રહ્યા. યુરોપીયનનીં ગરમીનો પારો નીચે ઉતર્યો. શ્રી ખીમજીભાઈએ કહ્યું કે સાહેબ ! વાર્યા ન વળ્યા પણ હાર્યા તો રહ્યા. કોઈના જીવવાના અધિકારને છીનવી લેવાનો આપણને અધિકાર નથી. યુરોપીયને કહ્યું કે આમ કેમ બન્યું? ઈશ્વરે મારી લાજ રાખી. આ મહામંત્રનો પ્રભાવ છે. પછી તો રસ્તે જતાં ઘણી હકીકતો યુરોપીયનને ખીમજીભાઈએ જણાવી અને યુરોપીયને કાન દઈને ધરાઈ-ધરાઈને સાંભળી. આ હતો મહામંત્ર શ્રીનવકારનો પ્રભાવ ! આ હતી મહામંત્ર શ્રીનવકાર ઉપરની અતૂટ શ્રદ્ધા ! 'આ રીતે ખીમજીભાઈએ યુરોપીયનને અહિંસાનો પાઠ ભણાવ્યો. શ્રી ખીમજીભાઈએ શ્રી કુંવરજીભાઈના ફુઆ થાય. મહામંત્ર શ્રીનવકારનો ત્રિસંધ્યાજાપ, ભવવિષયક ગમે તેવા તાપસંતાપને અલ્પ સમયમાં દૂર કરે છે. ધર્મ-ચિંતન • ૪૨૯ Page #447 -------------------------------------------------------------------------- ________________ વિવેક અને વફાદારી (માનવજીવનમાં વિવેકનું મહત્ત્વ કેટલું છે, તે ચિંતનાત્મક આ લેખ સારી રીતે સ્પષ્ટ કરે છે. સં.) ઝાકળના બિંદુનું મૂલ્ય તો કાંઈ નથી પણ એ જ્યારે ગુલાબની પાંદડી પર પડ્યું હોય છે, ત્યારે તો એ સાચા મોતીની રમ્યતા સર્જતું હોય છે, તેમ વિવેક કરવા જતાં એનું મૂલ્ય કાંઈ નથી બેસતું પણ વિવેક કરનારનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. . આવનાર માટે બધી સગવડતા સાચવી હોય, દરેક તૈયારી કરી હોય, કોઈ પણવસ્તુની જરાય ખામી ન હોય, પણ એમાં જરાક જો વિવેકની ખામી રહી ગઈ હોય તો બધી તૈયારીઓ અને સાચવેલી સગવડો વ્યર્થ જાય છે, એમ કોણ નથી જાણતું ? છતાં આપણે જોઈશું તો જાણવા મળશે કે જીવનપંથના ઘણા ખરા મુસાફરો માત્ર એક વિવેકની ઉણપને લઈને જીવનમાં નિરાશા અનુભવતા હોય છે. ધાર્મિક ઉત્સવ કે આધ્યાત્મિક ચિંતન શું? સામાજિક પ્રવૃત્તિ શું કે રાષ્ટ્રીય ક્રાન્તિ શું? આ બધી પ્રવૃત્તિઓ વિવેક માંગે છે. જેને વિવેકનો ચીપીઓ મળી જાય છે, તે ગમે તેવી વસ્તુને પણ એ ચીપીઆથી ઉપાડી સમયને અનુરૂપ બનાવી શકે છે. પણ જેને એ ચીપીઓ મળ્યો નથી એ ગમે તેટલી પ્રવૃત્તિ કરે પણ એ પરિમલ વિનાનાં પંકજ જેવી જ ગણાય. વસ્તુ દેખાય પણ એમાં સત્ત્વ કાંઈ ન હોય. . ' એટલે જ વિવેકી માણસો દુનિયામાં ધમાલ ભરેલા શબ્દો કરતાં અર્થભરેલા કાર્ય તરફ વધારે લક્ષ્ય આપતા હોય છે, એ કાર્ય કરતા જાય તેમ એમાંથી સુવાસ પ્રગટતી જાય. અને કાર્યની સુવાસ જયારે બોલે છે ત્યારે એની આગળ માણસની વાચા સાવ પામર લાગે છે. અવિવેકી માણસો તો બોલવાને બહુ મહત્ત્વ આપતા હોય છે. એ તો એમ જ માનતા હોય છે કે બોલવાથી જ આ જગતનો રથ અવિરતપણે ચાલે છે. પણ અર્થહીન અને વિવેકહીને વાચાથી અનર્થની હારમાળા ઊભી થાય છે, એ એમના ધ્યાનમાં નથી આવતું. પણ આજ જ્યારે વિવેકની ચર્ચા ઉપડી છે, ત્યારે મુંબઈનો એક પ્રસંગ મને યાદ આવે છે. નવેક વાગ્યાનો સમય હતો. ગુમાસ્તાધારા પ્રમાણે સમયસર દુકાન બંધ કરી, હરિલાલને માથે ચોપડા ઉપડાવી, રમણલાલ ઘેર જઈ રહ્યા હતા. એમનું ઘર ત્રીજા ભોઈવાડામાં હતું. એટલે ગલીના વળાંક પાસે જ રસિકલાલનો ભેટો થયો. રસિકલાલ રમણલાલનો હરીફ હતો. એ જરા ગુંડો પણ હતો. મનમાં ઘણા વખતની દાઝ હતી. ૪૩૦૦ ધર્મ-ચિંતન Page #448 -------------------------------------------------------------------------- ________________ એ તક જોતો હતો. લાગ જોતો હતો. લાગ મળે તો અપમાનનો બદલો તમાચાથી વાળવાની એને ધૂન લાગી હતી. આ જ પ્રસંગ ઠીક લાગ્યો. માર્ગમાં ખાસ અવર-જવર પણ નહોતી, ગલીનો વળાંક હતો, બત્તી જરા દૂર હતી એટલે એણે લાગ જોઈ, રમણલાલને એક ધોલ મારી, એની પાઘડી ધૂલ ભેગી કરી એ છૂ થઈ ગયો. રમણલાલ શાણા, ચકોર અને સમયજ્ઞ હતા. એમણે પાછું વળી જોયું પણ રસિકલાલ ક્યારનોય અદશ્ય થઈ ગયો હતો એટલે કાંઈ પણ બોલ્યા વિના, પાઘડીની ધૂળ ખંખેરી, માથા ૫૨ મૂકી, જાણે કાંઈ જ બન્યું નથી, એ રીતે આગળ વધ્યા. હિરલાલ એ રમણલાલનો વફાદાર અને ભલો નોકર હતો, એનાથી આ દશ્ય ન જોવાયું. એને લાગી આવ્યું પણ પકડનાર કરતાં ભાગનારના પગમાં જોર અને વેગ વધારે હતાં. એ પહોંચી ન શક્યો એટલે બબડવા લાગ્યો : “અરે, અરે, આણે શેઠની ઇજ્જત લીધી!.શેઠનું અપમાન કર્યું ! નીચ બદમાસે, શેઠની પાઘડી ધૂળ ભેગી કરી !” મકાનમાં પેસતાં જ સામે ૨ામો મળ્યો. “અરે” રામા ! પેલા નાલાયક રસિકે શેઠને તમાચો માર્યો, શેઠની પાઘડી ધૂલ ભેગી કરી, શેઠની ઇજ્જત લીધી.” રામાના ખભાને ઢંઢોળતા હિરલાલે કહ્યું. આ જ વાત રસોયાને કહી અને પછી બીજાઓનો ભેગા કરી આ જ વાતનું પારાયણ એ કરવા લાગ્યો : “તમાચો મારી, શેઠની ઇજ્જત લીધી.” સૌની આગળ આ પ્રસંગને રસપૂર્વક વર્ણવતો હરિલાલ પોતાના મનમાં, પોતાની વફાદારી ૫૨, અને પોતાની આવડત ૫૨ મલકાતો હતો. પણ વિવેકહીન વાચવાથી કેટલું નુકશાન થાય છે. એ એને સમજાતું નહોતું. અવિવેકીની વિશેષતા જ એ કે એ પોતાના અજ્ઞાન ઉપર પણ જ્ઞાનની છાપ મારી એનું પ્રદર્શન ભરે. રમણલાલે હરિલાલને ખૂણામાં લઈ જઈ કહ્યું. “અરે મૂર્ખ ! ઇજ્જત એણે નથી લીધી, પણ ઇજ્જત તો તેં લીધી. ગલીમાં તમાચો માર્યો એ તો હું અને એ જ જાણીએ. પણ ગમાર ! તેં તો એ ગુપ્ત વાતની સૌને ખબર આપી. આ વાત કોઈ નહોતું જાણતું તેં સૌને જણાવી. એટલે ઇજ્જત એનાથી નથી ગઈ, પણ તારાથી ગઈ વિવેકવિહોણા તારા જેવા મૂર્ખ, ભલાઈને નામે બૂરાઈ કરે, સારાના નામે ખરાબ કરે, ધોળાના નામે કાળું કરે ! માટે જરા વિવેક કેળવ !” આટામાં જે સ્થાન લૂણનું છે, માનવજીવનમાં તે સ્થાન વિવેકનું છે. લૂણ વગરના આટા જેવું બેસ્વાદું વિવેક સિવાયનું જીવન બની જાય છે. પરના ગૌરવને વધારવાની સાથોસાથ સ્વની ઇજ્જત વધારનારા વિવેકને સદા વંદના ! ધર્મ-ચિંતન ૦ ૪૩૧ Page #449 -------------------------------------------------------------------------- ________________ સ્વાનુભવ-દર્શન શ્રીનમસ્કાર મહામંત્રના જાગ્રત પ્રભાવને સમજાવતી એક તાજી બનેલી ઘટના માગસર વદ પાંચમને ગુરુવારે, અમે પાટણથી વિહાર કરી કુણઘર આવ્યા. કુણઘરથી સાંજે લગભગ ૩-૧૫ મિનિટે વિહાર કરી, અડીયા જતા હતા સાથે કુણઘરના બે શ્રાવકો હતા. અને ત્રણ સાધુ હતા. એકાદ માઈલ ચાલ્યા બાદ રસ્તાની જમણી બાજુએ એક સર્પને સમડી ચાંચો મારી હત-પ્રહત કરી રહી હતી. દૂરથી અમારી નજર ત્યાં પડી એટલે અમે હાથથી અવાજ કર્યો. અમારા અવાજથી સમડી ઉડીને જરા દૂર રહી જોવા લાગી. નજીક જઈ અમે જોયું તો સર્પ સાવ મૂચ્છિત થઈને કુંડાલાકાર સ્થિતિમાં જણાયો અમને લાગ્યું કે, સર્પ કદાચ મરણ પામવાની તૈયારીમાં હશે. અમે તે સર્પને જરા મોટા અવાજથી શ્રીનવકાર સંભળાવવો શરૂ કર્યો. આમાં અમારી એક કલ્પના એ હતી કે, જો કદાચ મરણ પામવાની તૈયારીમાં હશે તો પણ એને પરલોક સુધારવામાં, શ્રીનવકારનું શ્રવણ ઉપયોગી થશે અને બીજી એ કલ્પના હતી કે જો આયુષ્ય બાકી હશે તો એને શ્રીનવકા૨નું શ્રવણ આ ચાલુ જીવન અંગે પણ લાભદાયી બનશે.—જીવ યોગ્ય હશે—તો આ મહામંત્રના શ્રવણના પ્રતાપે એને મહાન લાભ થશે. સાવ મૂચ્છિત દશામાં રહેલા એ સર્પને અમે જ્યાં નમસ્કાર મહામંત્ર સંભળાવવો શરૂ કર્યો, ત્યાં તો સાતમા નવકારે એના શરીરમાં હલનચલનની ચેષ્ટા શરૂ થઈ, આઠમા નવકારે આખું શરીર, જે કુંડલાકાર સ્થિતિમાં હતું તે, સાવ સીધું થઈ ગયું. મંત્ર શક્તિનો પ્રભાવ આ ઘટના ઈ. સ. ૧૯૫૪ના એપ્રિલની છઠ્ઠી તારીખની છે. સમય બપોરના બે લગભગનો હતો. હું તારદેવથી પાયની જતી ટ્રામમાં બેઠો. ટ્રામમાં બેઠા પછી મન ઉપર ભાર વધતો હોય તેવું લાગ્યું. માન્યું કે ખોરાકના અપચા આદિને કારણે હશે. પાયધુની આવતાં હું ટ્રામમાંથી નીચે ઉતરી ગયો. પણ મન વધુ ઉદ્વિગ્ન લાગ્યું. મારે જવું હતું મારવાડી બજારમાં. પાયધુનીથી ત્યાં ૪-૫ મિનિટમાં પહોંચી શકાય. શ્રીનવકા૨ના માનસજાપ સાથે મેં ચાલવા માંડ્યું. જાપનો વેગ એકાએક વધી ૪૩૨ ૦ ધર્મ-ચિંતન Page #450 -------------------------------------------------------------------------- ________________ જવાથી મારી ચાલ ધીરી પડી ગઈ અને ચાર રસ્તે પહોંચતાં થંભી જવાયું. આંખો ઊંચી કરીને જોયું તો મારી ચારે બાજુએ મોટરો હતી. વચ્ચે હું એકલો ઊભો હતો. તેમ છતાં મનમાંથી છૂટેલાં શ્રીનવકારના જોરદાર આંદોલનોની અમાપ શક્તિના પ્રભાવે ચારમાંથી એકપણ દિશાની મોટર મારા શરીર સુધી આવી શકી નહોતી. હું શરમાઈને આઘો ખસી ગયો એટલે મોટરો માર્ગે પડી. તે પછી ચાર કલાક સુધી શ્રીનવકારના અમાપ ઉપકારને યાદ કરીને હું ખૂબ રોયો. તેમ જ શ્રીનવકા૨ને વધુ ભાવ આપવાનો દૃઢ સંકલ્પ કર્યો. અનુગ્રહ અને સમર્પણ અનુગ્રહના સિદ્ધાંત ઉપર સમગ્ર ‘ઉપમિતિ કથા’ની રચના છે. અનુગ્રહના સિદ્ધાંતથી જ ગુરુકુળવાસનું મહત્વ છે. અનુગ્રહના સામર્થ્યને ભૂલવાથી સાધુજીવનની પણ રક્ષા થઈ શકતી નથી. અનુગ્રહનો અપલાપ કરનાર વધુ સ્વરછંદી બને છે. સાધુતા માત્ર શુષ્કજ્ઞાનના કારણે નહિ, પણ ચારિત્રના કારણે શ્રેષ્ઠ છે. સાધુ જીવન દસ પ્રકારની સામાચારી ઉપર જીવંત છે અને તે સામાચારી સમર્પણભાવ અને અનુગ્રહ ભાવના સમર્થન માટે છે. ‘નમો અરિહંતાણં’ પદ પણ સમર્પણભાવ અને અનુગ્રહભાવના સામર્થ્યનું સૂચક છે. ‘નમો' એ સમર્પણભાવ છે. તે ભાવના પ્રમાણમાં જ ‘અરિહંતાણં’ અરિહંતોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. એ રીતે પ્રથમ પદમાં જ સમર્પણ ભાવ અને અનુગ્રહ ભાવ વચ્ચે રહેલા કાર્યકારણ ભાવનો નિયમ પ્રદર્શિત કરાયો છે. સમર્પણ અનુરાગ સૂચક છે. અનુગ્રહ માનવાથી અનુરાગ ઉત્પન્ન થાય છે અને અનુરાગથી વિશિષ્ટ અનુગ્રહ પ્રાપ્ત થાય છે. ધર્મ-ચિંતન ૦ ૪૩૩ Page #451 -------------------------------------------------------------------------- ________________ Power of Sacred Words By : Chandulal S. Shah. [In This article one will find out the real sense of Shree Navakar Sadhana.) Man for ever, has put up unending efforts to achieve perfect happiness He has always been in search of Happiness which should be remarkable in nature and unique in character. His primary lust is for material happiness, for a charming and loving wife, for an ideal family, for wealth and for sound and sterling health. The object of his quest for happiness is to create such circumstances under which he is able toe derive the maximum pleasures for his physical senses. Since times immemorial, the world has withnessed the untiring enduracne with which the human beings have worked for the physical, social, material and spiritual successes, one, after the other. They have employed all means that they possibly can and furthermore they have not hesitated to spend their entire energy to find out new and novel means which can help them in achieving their purpose. They have resorted to Scientific and mechanical powers and also have displayed faith in 'Mantras', one or other combination of letters and words, which can yield divine and miraculous results, through their systematic and methodical recitations. What are these Maniras ? Do they possess any real power to produce the results, that are attributed to them ? Have they got any scientific basis? Or do they represent something that is beyond human understanding ? To answer these questions, we shall have to examine three important factors which a Manira constitutes. These factors are :1. The power of words. 738 • &l-fidot Page #452 -------------------------------------------------------------------------- ________________ 2. The meaning of the words. 3. The 'Will-power' Thus, we will see that a Manira is equipped with these three important factors. Coming to the first factor, we all know that a word, when spoken always creates certain impression and effect. The effect is carried by the valves of air from the speaker to the listener. This effect represents sound. The impression is likewise conveyed to listener's head, meaning intellect. Now the degree and ratio of the impression and effect of the spoken words depend upon the quality of the person who speaks as also upon the quality of the persons who listen. This impression and effect are strengthened or lessened in accordance to the meaning that these words carry. This is the second factor. Them comes the all important factor of the 'Will Power' that the editor of such Mantras has implanted in the word of that Mantra. These three factors, to say in brief, constitute the entire structure, composition and the power of the Mantra. This triple force, combined in one Mantra is positively capable of producing some result. Is becomes a formula of words containing special power. This result too depends upon the fulfillment of certain conditions to be observed strictly by the person who wants the result. These conditions are: 1. Faith. 2. Concentration. 3. Perseverance. 4. Methodical recitation. 5. Object. The faith should be intense and unswerving. Concentration should be absolute and perfect. Perseverance should be unending and untiring Methods should be scientific as prescribed by the experienced teacher. ધર્મ-ચિંતન ૦ ૪૩૫ Page #453 -------------------------------------------------------------------------- ________________ And, the object should be noble. The object will be considered noble as long as it does not involve any perpetuation of wrong or evil to others. Any pernicious feeling harbored in the mind definitely obstructs the outcome of a good result. One may be Selfish, He may be wanting one or the other thing for his own personal benefit. This object, as long as, does not allow any illwill or alluding to others, is not ennoble. There is a distinct difference in the meanings of these two words, 'Noble' and 'not noble. But, so far, the object comes under the permitted preview. This will remain permissible only if the Sadhak has before his eyes, the ultimate object of the spiritual emancipation of his soul. Whether the object is material or spiritual makes little difference in the initial time after achieving the desired result But at a later stage. When the person after equipping himself with power, of mastered Mantra, starts utilizing the power it remains to be seen how that power will developed. If evil intetoins enter into him later on, that power will positively start to dwindle. On the other hand, if the person continues utilising his power so obtained for the purpose of everything that is 'Good', then, this power is bound to increase. . In order to safeguard the man from entering into the undesirable realm, there have been composed certain Mantras which are pious in their very nature. These Mantras, have got power to change the mental outlook of persons who are evil in nature and undersirable in character. The greatest of all such pious and benevolent Mantras in known as Namaskar Mahamantra. This mantra has got the inherent qualities of a friend, philosopher, guide and also the guard. Namskar means prostitution-a bow. This is the English version of that Mantra :- . A Bow unto (thee) Arihanta A Bow unto (you) Sidhhas A Bow unto (you) Acharyas A Bow unto (you) Upadhyaya A Bow unto all those who are Sadhus These five prostations, destroy all the sins. 83 • Ell-fidot Page #454 -------------------------------------------------------------------------- ________________ Among all the Mangalas, First and forest Mangal is this. The above nine lines constitute the greatest of all Maniras. This Mantra has been successfully practiced by millions since time immemprial and it has attracted even those who were away from any sort of spiritual or religious aptitude. It would require millions of words to explain the great qualities that every letter in this 'Mantra' possesses. For the present, one would only pray that try this for yourself and experience the result which will come to you in your heart, as a novel revelation. The original wordings of this mantra should be received from the month of a qualified preceptor in the proper and pcresribed methos, with due reverence. ધર્મ-ચિંતન ૦ ૪૩૭ Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવવંતી પ્રભુઆજ્ઞા (પ્રભાવવંતી પ્રભુઆજ્ઞાનાં દસ વિશેષણોની સ્પષ્ટતા અહીં કરવામાં આવી છે. સં.) 'सुनिउणमणाइनिहणं, भूयहियं भूयभावणं महग्घं । अमियमजियं महत्थं, महाणुभावं महाविसयं' ॥७॥ ધ્યાનશતક ગા. ૪૫ १. नैपुण्यं-सूक्ष्मद्रव्याधुपदर्शकत्वात् तथामत्यादिप्रतिपादकत्वाच्च । २. अनादिनिधनां-द्रव्यार्थादेशादित्येषा द्वादशांगी न कदाचिन्नासीत् इत्यादि। ३. भूतहितां-तदनुपरोधिनीत्वात् तथा हितकारिणीत्वाच्च । ४. भूतभावना-अनेकान्तपरिच्छेदिकात्मिकां तथा सत्त्वानां वासना । श्रूयन्ते च चिलातीपुत्रादयो । बहवः । ५. (क) महाा -सर्वोत्तमतत्त्वादविद्यमानमूल्यां । ' 'कल्पद्रुमो कल्पितमात्रदायी, चिन्तामणिश्चिन्तितमेव दत्ते । जिनेन्द्रधर्मातिशयं विचिन्त्य, द्वयेऽपि लोको लघुतामवैति ॥' (ख) ऋणघ्नां-ऋणं कर्म तद्भजाम् इति 'यदज्ञानी कर्म क्षपयति-बहुकाभिर्वर्ष कोटीभिः । इत्यादि। ६. अमितां-अपरिमितां अमृतामृष्टां पथ्यां वा सजीवां सार्थिकाम् । ७. अजितां-अपराजितां इत्यर्थः । ८. महार्थं-पूर्वापराविरोधित्वादनुयोद्वारात्मकत्वान्नयगर्भत्वाच्च । प्रधानां महत्स्थां प्रधानप्राणिस्थितां महास्थां पूजाहाँ । ९. महानुभावां-महासामर्थ्यां । १०. महाविषयां-महद्विषयत्वं तु सकलद्रव्यादि विषयत्वात् । सर्वं सर्वात्कम् विधिनिषेधमुखेन । उत्पादव्यय ध्रौव्यात्मकंसत् । सच्चिदानन्दात्मकं सत् । भूतपूर्वनयेन सर्वमचिदु अपि चिदानन्दात्मकम् भाविनयेन वा । मर्थ :-प्रभु माशान। ६२ विशेष 'श्रीध्यानशत:' अंथम पू. श्रीनिमद्रગણિક્ષમાશ્રમણ ભગવંતે ફરમાવ્યા છે, તે નીચે મુજબ છે : ४३८ • धर्म-यितन Page #456 -------------------------------------------------------------------------- ________________ ૧. સુનિપુણા :–અહીં નિપુણતાથી ધર્માસ્તિકાયાદિ સૂક્ષ્મદ્રવ્યોનું તથામતિ આદિ પાંચ પ્રકારનાં સૂક્ષ્મ જ્ઞાનોનું નિરૂપણ સમજવું. ૨. અનાદિનિધના : દ્રવ્યાર્થિકનયથી આ દ્વાદશાંગી પૂર્વે કદી નહોતી અને ભવિષ્યમાં કદી નહિ હોય, એમ નથી. અર્થાત્ અનાદિઅનંત છે. ૩. ભૂતહિતા :–પ્રાણી માત્રને પીડા નહિ કરનારી તથા સર્વને હિત કરનારી. ૪. ભૂતભાવના :–અનેકાન્તતત્ત્વની વાસનાવાળી. દૃષ્ટાંત તરીકે ચિલાતિપુત્રાદિ અનેક આત્માઓને ત્રિપદી આદિના વિચારથી હિત કરનારી. ૫. (ક) મહાર્યા :-સર્વોત્તમ હોવાથી મહામૂલ્યવાળી. કહ્યું છે કે : કલ્પવૃક્ષ માત્ર કલ્પેલી વસ્તુને આપે છે, ચિંતામણિ માત્ર ચિંતવેલી વસ્તુને આપે છે. શ્રીજિનેન્દ્રધર્મની શ્રેષ્ઠતા આગળ બંને વસ્તુઓ લઘુતાને પામે છે. (ખ) ઋણદના :-ઋણ એટલે કર્મ, તેને હણનારી. કહ્યું છે કે : અજ્ઞાની ઘણાં ક્રોડો વર્ષે જે કર્મને ખપાવે છે, તે કર્મને ત્રણ ગુપ્તિથી ગુપ્ત જ્ઞાની ઉચ્છવાસ માત્રમાં ખપાવે છે. ૬. અમિતા :-અપરિમિત, અમૃત, અમૃષ્ટ, પથ્ય, સજીવ અથવા સાર્થક ઇત્યાદિ વિશેષણોવાળી. ૭. અજિતા ઃ-કુનયો વડે અપરાજિત. ૮. મહાર્થા :-પૂર્વાપર અવિરુદ્ધ, વ્યાખ્યાના અનેક ધારોવાળી તથા અનેક નયોથી, ગર્ભિત અથવા પ્રધાન પ્રાણીઓમાં રહેલી અથવા મહાન વિશ્વાસનું સ્થાન અથવા પૂજાને યોગ્ય ૯. મહાનુભાવા :-મહાન સામર્થ્યવાળી. ૧૦. મહાવિષયા :-મહા વિષયવાળી એટલે સર્વ દ્રવ્યાદિને વિષય કરવાવાળી, વિધિ નિષેધ મુખથી, ઉત્પાદ વ્યય ધ્રૌવ્યથી. સચ્ચિદાનંદાત્મક સ્વરૂપથી પદાર્થ માત્રને વિષય–કરવાવાળી, ભૂતપૂર્વ નયથી અથવા ભાવિ મૈગમ નયથી સર્વ અર્ચિત્— અચેતન પણ ચિદાનંદાત્મક—ચેતન સ્વરૂપ છે, એમ શ્રીજિનાગમમાં કહેલું છે. ધર્મ-ચિંતન ૦ ૪૩૯ Page #457 --------------------------------------------------------------------------  Page #458 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક: ભદ્રંકર પ્રકાશના 49/1, મહાલક્ષ્મી સોસાયટી, શાહીબાગ, અમદાવાદ - 380004. V VARDHMAN