SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ - તે અક્ષરોનાં આંદોલન જીવને પોતાના સ્વરૂપનું સતત સંસ્મરણ કરાવે છે, તેમ જ અહંભાવથી “પર” બનાવે છે. તે આંદોલનો તેના આરાધકના આત્મપ્રદેશોમાં તાલબદ્ધ કંપ પેદા કરીને, લોકમાં ફેલાય છે અને અરિહંતભાવની પ્રભાવનામાં પોતાનો ફાળો નોંધાવે છે. દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્માની આજ્ઞાને ત્રિવિધ પૂરા ભાવપૂર્વક નમવાના પરિણામ શ્રીનવકાર જગવે છે. - શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાને નમ્યા સિવાય, કોઈ જીવ કષાયની આજ્ઞાની સામે થવાની હામ ભીડી શક્તો નથી. અને કદાચ હામ ભીડવાનો પ્રયત્ન કરે તો પણ તેમાં તે નાસીપાસ થાય છે, કારણ કે ત્રિભુવન ઉપર જેમનું શાસન ચાલી રહ્યું છે તે શ્રીજિનેશ્વર ભગવાનના ત્રિભુવનહિતચિંતકત્વને શરણે ગયા સિવાય, કોઈ જીવ કર્મ અને કષાયના આધિપત્ય નીચેથી મુક્ત થઈ શકતો નથી. આજ્ઞા પાળવાના આંતરિક ઉલ્લાસ પ્રમાણે વિરાધકભાવ ઓગળે છે અને આરાધકભાવ પાકે છે. - વિરાધકભાવ એટલે દેવાધિદેવની આજ્ઞાના હદયભૂત ત્રિભુવન હિતચિંતાના સ્થાને પોતાની જ ચિંતાને ભાવ આપવો તે. એ ભાવના પ્રભાવે જીવનો સંસારવાસ વધે છે. ( શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની વિરાધના કરવી એ સામાન્ય અપરાધ નથી, પરંતુ વિશ્વહિતની અવગણનાનો ઘણો મોટો અપરાધ છે. તે જ રીતે શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાની આરાધના, એ સામાન્ય પ્રકારની આરાધના નથી, પરંતુ સર્વજીવહિતવર્ધક અસામાન્ય આરાધના છે. તે આરાધનાનાં ઉચ્ચતર પરિણામ શ્રીનવકારના યોગે જીવમાં જન્મે છે. પરિણામના ઉચ્ચતમત્વનું મહામંત્ર શ્રીનવકાર એ ચરમશિખર છે. એને પામેલો પુણ્યશાળી આત્મા, જગતના સર્વ જીવોના કલ્યાણને ભાવ આપવાની ભૂમિકાનો અધિકારી બની રહે છે. મહામંત્ર શ્રીનવકારને પામેલા મહાપુણ્યશાળી આત્માને એ મંગલમય ભૂમિકાને વરવાના કોડ હોય જ. એ કોડને પૂરવાનું સામર્થ્ય અરિહંતભાવમાં છે. હે દેવાધિદેવ શ્રીઅરિહંત પરમાત્મા ! મારો પ્રત્યેક વિચાર આપશ્રીના સર્વજીવકલ્યાણકર ભાવ વડે વાસિત થાઓ ! એવી ભાવના વારંવાર ભાવવાથી પોતા પ્રત્યેનો આપણો ભાવ સર્વ પ્રત્યેના શુભભાવમાં પરિણત થાય છે. તે ભાવપરિણતિ ધર્મ-ચિંતન : ૧૬૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy