________________
આજ્ઞા સાથેના યોગને મજબૂત બનાવે છે. આજ્ઞાના પ્રભાવે આસ્તિક્ય જીવંત બને છે. આસ્તિક્ય જીવંત બને એટલે જીવના જીવત્ત્વને ભાવ આપવાની ક્રિયામાં રસ પેદા થાય છે. જીવની જયણાનો મહાબોધિ કરાવનારા દેવાધિદેવની આજ્ઞા સાથે આપણું હૃદય જોડાય છે. તે જોડાણ એટલે વિશ્વયોગ. કારણ કે આજ્ઞાને વિશ્વ સાથે સંબંધ હોવાથી તેને સમર્પિત થવાથી સ્વાભાવિકપણે વિશ્વયોગ થઈ જાય છે.
એમ માનવું કે આજ્ઞાની આરાધનાથી માત્ર આરાધકનું જ હિત થાય છે, તે આજ્ઞાના પરમસામર્થ્યમાં શંકિત થવા બરાબર છે.
શંકાથી આસ્તિકયનું મૂળ હાલી ઉઠે છે અને આરાધકભાવ વેરવિખેર થવા માંડે છે.
શ્રીનવકારને સોંપાયા પછી પોતે પોતાનો મટીને સર્વનો બને છે. શ્રીનવકારની આરાધનાની જે અમૃતક્રિયા છે તે પોતા પ્રત્યેના રાગને નિર્મૂળ કરે છે અને સર્વના સ્વામી એવા શ્રીવીતરાગ પરમાત્મા પ્રત્યે સર્વોચ્ચ અનુરાગને પેદા કરે છે.
શ્રીવીતરાગ પરમાત્મા પ્રત્યેના સાચા અનુરાગ સિવાય, જગતના જીવો પ્રત્યે કદીએ સાચો ભાવ પ્રગટ ન થાય. તે ભાવને પ્રગટાવવામાં પરમસામર્થ્ય અરિહંતભાવનું છે.
ભવોભવથી ઓઢેલા વિભાવને ફેંકી દેવાની જે ક્રિયા તે નમસ્કાર. જીવહિતવિરોધીભાવમાં સ્વાભાવિક રમણતા તે વિભાવ.
રવિતેજ સામે ઝાકળ ન ટકી શકે તેમ શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોના શરણાગતની સાથે “વિભાવ' રહી શકતો નથી. જીવને જીવાડનારી તેની બધી શક્તિ, શ્રીઅરિહંત પરમાત્માના પરમસામર્થ્યના ચરણોમાં વિલીન થઈ જાયછે.
સ્વાર્થનો એક એક વિચાર, ભવચક્રનો અણિદાર દાંતો બનીને જીવના સ્વભાવને દબાવે છે એ શાસ્રરહસ્યવડે પરિણામને પવિત્ર કરવાની અચિંત્ય ક્ષમતા શ્રીનવકારમાં છે.
પરિણામ પવિત્ર થાય છે એટલે રાગ અને દ્વેષમાં ન લપટાવાની તેની સ્વાભાવિકતા ખીલે છે. તે સ્વાભાવિકતા શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાના પાલન વડે પોષાય છે. જગતના બધા જીવોના કલ્યાણની ક્રિયાત્મક ભાવના વડે દેદીપ્યમાન બને છે.
આત્માની અનંત શક્તિને ખોલવાની ચાવી શ્રીનવકારમાં છે. તે શક્તિનો એક કણ સેંકડો મણ પાપરૂપી કાષ્ટને ભસ્મીભૂત કરી શકે છે.
પાપસ્થાનકોના ઘરરૂપી સંસારમાં રહેવાની આંતરિક લાયકાત ઘટાડવામાં અને શુભભાવના મહાસામ્રાજયમાં પ્રવેશવાની પાત્રતા ખીલવવામાં શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોની દ્રવ્ય અને ભાવપૂર્વકની સાચી ભક્તિ અનિવાર્ય સમજાય છે. તેના સિવાય આપણે સિદ્ધભાવની દિશામાં એક ડગલું પણ આગળ નહિ વધી
૧૨ ધર્મ-ચિંતન