SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય સ્વાધ્યાય ઘટે તો આત્મ વિમુખતા વધે. સ્વાધ્યાય વધે તો આત્મ વિમુખતા ઘટે. શરીરના ટકાવ અર્થે જેટલો ખોરાક જરૂરી છે, તેથીયે અધિક સાધકજીવનના પોષણ અર્થે સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય એટલે આંતરમળને નિર્મૂળ કરવાની ક્રિયા. સ્વાધ્યાય એટલે મનના મેલને દૂર કરવાનો વ્યાયામ. પરમ ઉપકારી ભગવંતોની સર્વકલ્યાણકર વાણીની ગંગામાં પોતાની સમગ્રતાને એકાકાર કરવાનો મહાલાભ સ્વાધ્યાયના યોગે સરળતાથી સાંપડે છે. સન્શાસ્ત્રોના અધ્યયન દ્વારા જીવનમાં સત્યનો પક્ષ કરવાનું સર્વ પ્રકટે છે, દયામય જીવન જીવવાની ખુમારી પ્રગટે છે. સ્વાધ્યાય ઘટવાથી બહિર્મુખતા વધે છે અને ચિત્તની શાન્તિ ઘટવા માંડે છે, વિચારોમાંની એકસૂત્રતા છિન્નભિન્ન થવા માંડે છે. સ્વાધ્યાયજન્ય વાતાવરણ આરાધક આત્માની બહિર્ભાવ અને દુર્ભાવ વચ્ચે પણ બરાબર રક્ષા કરે છે. . બગીચામાં બેઠેલા ભાઈને અનાયાસે ચોખ્ખી હવા ને સુગંધનો લાભ મળે છે તેમ સ્તવન, સઝાય, થોય કે ગાથામાં રમણતા કરનારને તેનો વિશિષ્ટ લાભ મળે જ છે. સ્વાધ્યાય છૂટી જવાથી હૃદયની કઠોરતા વધે છે. • તે કઠોરતા દયાધર્મને પાળવા તેમ જ પળાવવાની આધ્યાત્મિક પ્રતિભાને ખૂબ જ પ્લાન બનાવી દે છે તેમ જ માનવના જીવનને છાજતી સભ્યતાનો લગભગ ઘણા અંશે લોપ પણ થાય છે. પોતાના વિચાર, વાણી અને વર્તનની સામાના હૃદયને શી અસર થશે, તત્સંબંધી બેપરવાઈ સ્વાધ્યાય છૂટી જવાથી વધવા માંડે છે. મનને હૃદય સાથે જોડનારી અગત્યની કડીરૂપ સ્વાધ્યાય દ્વારા સૂતેલા આત્માની શક્તિઓને જગાડી શકાય છે. પરમજ્ઞાની ભગવંતોનાં વચનોમાં રહેલી અમાપ તારકશક્તિ સાથે સ્વાધ્યાય દ્વારા સંબંધ થાય છે. એ સંબંધ થાય છે એટલે કામ-ક્રોધાદિના સંબંધ સ્પષ્ટ હીણપતભર્યા પ્રતીત થાય ધર્મ-ચિંતન : ૨૧૧
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy