________________
ધર્મની ઓળખ
| (અમુક વ્યક્તિની ભીતરમાં ધર્મ છે કે નહિ ? અને છે તો તે કેવી રીતે જાણી શકાય? તેની હૃદયસ્પર્શી સ્પષ્ટતા મનનીય આ લેખમાં કરવામાં આવી છે. સં.).
દુનિયામાં બે પ્રકારના પદાર્થો છે. કેટલાક દશ્ય છે, કેટલાક અદશ્ય છે. દશ્ય પદાર્થોને દેખવા માટે ચક્ષુ આદિ ઇંદ્રિયો સિવાય બીજાં સાધનોની જરૂર પડતી નથી. અદેશ્ય પદાર્થો કેવળ ઇંદ્રિયોથી જોઈ શકાતા નથી, તેને જોવા માટે બીજા પદાર્થોની સહાય લેવી પડે છે. - જેમ કે પર્વતની ટોચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે નીચે રહેલા માણસને એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળેલી ધૂમલેખાની સહાય લેવી પડે છે અને એ ધૂમલેખાને જોઈને તે પુરુષ પોતાની આંખને અદશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે.
એ જ વાત છે ભૂતળના તળ નીચે છુપાયેલા વૃક્ષના મૂળને જાણવાની કે આકાશના વાદળ નીચે છુપાયેલા સૂર્યના કિરણને જાણવાની. વૃક્ષના પાન જો લીલાછમ છે કે ફૂલ અને ફળ નિયમિતપણે ઉગે છે તો તે વૃક્ષનું મૂળ ભુમિકામાં અવશ્ય સાજું, તાજું અને અખંડિત છે, એમ નિશ્ચિત થાય છે અથવા વાદળની ઘનઘોર છાયા વખતે હજુ રાત્રિ થઈ નથી પણ દિવસ છે, એમ સમજી શકાય છે તો તે અભ્રપટલની પાછળ સૂર્ય હજુ ગતિ કરી રહ્યો છે, પણ અસ્ત પામી ગયો નથી, એ વાત પણ નક્કી થાય છે. અદશ્ય મૂલ જેમ ફળથી અને અદેશ્ય સૂર્ય જેમ દિનરાત્રિના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવાત્માં રહેલા અદશ્ય ધર્મ પણ તેના કાર્યથી જાણી શકાય છે.
ભૂતકાલીન ધર્મ તેના ફળ સ્વરૂપ વર્તમાનકાલીન સંપત્તિથી જાણી શકાય છે અને વર્તમાનકાલીન ધર્મ તેના કાર્યસ્વરૂપ ઔદાર્યાદિ ગુણોથી જાણી શકાય છે. * અમુક વ્યક્તિના ભીતરમાં ધર્મ છે કે કે નહિ ? અને છે તો તે કેવી રીતે જાણી શકે ?
પ્રશ્નો જાણે સ્પષ્ટ ઉત્તર ન આપતા હોય તેમ આચાર્ય ભગવંત શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્થળે ફરમાવે છે :
"औदार्ये दाक्षिण्यं पापजुगुप्साऽथ निर्मलो बोधो ।
लिंगानि धर्म सिद्धेः प्रायेण जनप्रियत्वं च ॥१॥" ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા અને નિર્મળબોધ તથા જનપ્રિયત્ન એ
ધર્મ-ચિંતન - ૫