________________
ધર્મસિદ્ધિનાં પ્રધાન લિંગો છે.
જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણો પ્રગટ્યાં છે તે આત્માની ભીતરમાં ધર્મ રહેલો છે, કારણ કે ધર્મસિદ્ધિના એ નિશ્ચિત લિંગો છે—ઉદારતાદિ ચિહ્નો એ આત્માની અંદર છુપા રહેલા ધર્મને જ પ્રગટ કરનારા છે.
બીજા શબ્દોમાં ઔદાર્યાદિ ગુણો એ ધર્મવૃક્ષનાં મૂળમાંથી ઉગીને બહાર નીકળી આવેલા અંકુરાદિક અને શાખા પ્રશાખાદિક પદાર્થો છે. શાખા—પ્રશાખા અને અંકુર પત્રાદિકને બહાર આવવા માટે જેમ નિર્મળ મૂળની અપેક્ષા છે, તેમ ઔદાર્ય દાક્ષિણ્યાદિ ગુણોને બહાર આવવાને માટે તેના વૃક્ષની કે તે વૃક્ષના અખંડિત મૂળની આવશ્યકતા છે અને તે મૂળનું જ નામ નિર્મળ ધર્મ છે.
આત્માની અંદર રહેલો તે ધર્મ વર્તમાનકાલે ઉદારતાદિ ગુણોરૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે અને આગામી કાલે સુરનરની સંપત્તિરૂપી પુષ્પો અને સિદ્ધિના અનંતા સુખોરૂપી ફળોરૂપે પ્રગટ થાય છે. જે આત્મામાં ઉદારતાદિ ગુણો હજુ પ્રગટ્યા નથી, તે આત્મા બહારથી ધર્મની આરાધના કે સાધના કરતો હોય તો પણ અંદરથી ધર્મને પામેલો જ છે. એવો નિશ્ચય કરી શકતો નથી.
ધર્મવૃક્ષનો પ્રથમ અંકુરો ઔદાર્ય છે. દાન નહિ પણ ઔદાર્ય. દાન અને ઔદાર્યમાં ભેદ છે. સામાને જરૂર છે અને અપાય છે એ દાન છે અને પોતાને દાતાને જરૂર છે અને અપાય છે, એ ઔદાર્ય છે. જે દાન અપાય છે શક્તિ મુજબ પણ આપવાની ભાવના છે, સર્વસ્વની, તે દાનઔદાર્ય ગુણથી ભરપૂર છે. જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી. એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરીયાતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન ઔદાર્યની ખામીવાળું છે. ઉદાર આત્મા દાન લેનારની જરૂરિયાતને જેટલી અગત્યતા આપે છે તેથી કેઈ ગુણી અધિક અગત્યતા પોતાને આપવાની માને છે. દાન નહિ દેવાથી સામાનું કાર્ય બગડી જવાનો ભય તેને તેટલો લાગતો નથી કે જેટલો ભય દાન નહિ આપવાથી પોતાનું બગડી જવાનો તેને લાગે છે, અથવા આપીને કેટલું આપ્યું. તે ગણાવવાની વૃત્તિ કરતાં કેટલું નથી આપ્યું, તે ગણાવવાની વૃત્તિ તેના હૃદયમાં સદા રમતી હોય છે, એ ઔદાર્યનું લક્ષણ છે અને એ જાતિનું ઔદાર્ય એ ધર્મરૂપી વૃક્ષનો પ્રથમ અંકુર છે. ધર્મ આત્મામાં પરિણામ પામ્યો છે કે નહિ ? તે જાણવાનું એ પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ દાક્ષિણ્ય છે.
૬ ૦ ધર્મ-ચિંતન