________________
માનસ-જાપ વનવાસી
(મંત્રાધિરાજ શ્રીનવકારના માનસ-જાપમાં સ્થિર બનવા સંબંધી અગત્યની હકીકત આ લેખમાં રજૂ થઈ છે. સાધકના અનુભવકથન સરખો આ લેખ-ચિત્તને પ્રભુભક્તિમાં એકાગ્ર બનાવવામાં ખૂબ જ સહાયભૂત થશે. સં.)
કંઈક અંગત અનુભવ અને કંઈક થોડાક સાધક મિત્રો સાથેના વિચારવિનિમય . પછી એવું સમજવામાં આવે છે, કે “માનસ જાપ” વિષેની થોડીક વધારે સ્પષ્ટતા સાધકમિત્રોને ઉપયોગી થઈ પડશે.
ભાષ્ય જાપ પછી ઉપાંશુ જાપનું શું સ્વરૂપ છે, તે તો સર્વને સહજ વિદિત છે. ઉપાંશુ જાપમાં અન્યની કર્મેન્દ્રિય સુધી અવાજ ન પહોંચે તે રીતે મુંગા મુંગા જાપ કરવાના હોય છે. તે આ દરમિયાન ઓષ્ટ તથા જિલ્લા ઇત્યાદિનું અત્યંતર હલનચલન ચાલુ હોય છે.
માનસ જાપમાં ઓષ્ટ તથા જિલ્લાનું હલનચલન બંધ કરીને કેવળ મનઃપ્રદેશમાં જ મંત્રોચ્ચાર–મંત્રજાપ–કરવાનો હોય છે. અહીં ખાસ સમજવાનું એ છે, કે ઓષ્ટ તથા જિલ્લાનું હલનચલન બંધ થવા માત્રથી માનસ જાપ શરૂ થઈ જાય છે, એવું એકદમ માની લેવું નહિ. કેમ કે હોઠ તથા જીભનો વ્યાપાર બંધ કર્યા પછી પણ, જેને ઉપાંશુ કહી શકાય તેવા પ્રકારનો જાપ ચાલુ રહી શકે છે. .
જાપના મનોગત ઉચ્ચારણનો પડઘો, જે મનમાં પડે છે, તે ક્યાંથી આવે છે, તેની ચકાસણી કરી જોવાનું સાધક માટે આવશ્યક છે. વાચાનું ઉદ્દભવસ્થાન કંઠ છે અને કંઠ દ્વારા થતો જાપ જિલ્લા કે ઓષ્ટના હલનચલન વિના થઈ શકે છે. એટલે પ્રત્યેક સાધકે માનસજાપ કરતી વખતે આ વાતની ખાત્રી કરી લેવી જોઈએ કે જેને પોતે માનસજાપ માને છે, તે કંઠ-જાપ તો નથી ને ?
કંઠ-જાપ જો થતો હશે, તો મનઃપ્રદેશમાં સંભળાતા જાપનું ઉદ્ભવસ્થાન કંઠ છે, એની ખબર સાવધાન સાધકને તુરત જ પડી જશે. ખાસ કરીને જેઓ લાંબા સમયથી માનસ-જાપ કરતા હોય, છતાં મનમાં એકાગ્રતા ન આવતી હોય અને ઈદિયતૃતિય વિચારોની આવજા તથા દોડાદોડી મનમાં થયા કરતી હોય, તેમણે તો પોતાના આ માનસ-જાપના પ્રકારની ચકાસણી વહેલામાં વહેલી તકે કરવી જોઈએ.
માનસજાપની સર્વ પ્રથમ આવશ્યકતા ચર્મચક્ષુઓને બંધ કરી દેવાની છે. ઉઘાડી આંખે માનસ-જાપ થઈ શકતો નથી અથવા જો થઈ શકે, તો તે દીર્ઘ પરિશ્રમ પછી લાંબા કાળે સાધ્ય થાય છે. એટલે વિશુદ્ધ માનસ-જાપ કરવા ઇચ્છનારે સર્વ પ્રથમ તો નેત્રોને મીંચેલાં રાખવાં જોઈએ. ઉઘાડી આંખે ભાષ્ય તથા ઉપાંશુથી ભિન્ન એવો જે
૩૨૪ ધર્મ-ચિંતન