SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રીપરમેષ્ઠિ નમસ્કાર એ પરમ મંત્ર છે, એ પરમશાસ્ત્ર છે, સર્વ શાસ્ત્રોમાં શિરોમણિભૂત મહાશાસ્ત્ર છે. નમસ્કાર એ પ્રાર્થના છે, પરમમંગલ પ્રાર્થના છે. આ શ્રેષ્ઠ પ્રાર્થના ધર્મમહાસત્તા સાથે અનુસંધાન કરવાનો સરળ અને અનન્ય ઉપાય છે. નમસ્કાર વડે પરમ ઉપકારી પરમાત્મા સાથે સહજ તાદાભ્ય સાધી શકાય છે. નમસ્કાર એ માનવીને પરમેશ્વરત્વ પ્રત્યે લઈ જનારો પુલ છે. નમસ્કાર એ જીવત્વ અને શિવત્વ વચ્ચેની સીડી છે. નમસ્કાર એ સર્વશક્તિસંપન્ન પરમાત્માના આપણા ઉપરના, જીવમાત્ર ઉપરના અચિંત્ય ઉપકારોનું સ્મરણ છે. નમસ્કાર એ ધર્મમહાસત્તાની અપાર દયા અને નિઃસીમ કૃપાનો સ્વીકાર છે. (Acceptence of Boundless Mercy and Infinite Grace.) આધ્યાત્મિક જીવન પ્રગટાવવા માટે નમસ્કાર અનિવાર્ય છે. આધ્યાત્મિક જીવન કઈ રીતે પ્રગટાવવું ? જીવત્વના પગથિયાથી શિવત્વની ટોચ પ્રત્યે કઈ રીતે ચડવું? નમસ્કારની શ્રેષ્ઠ પ્રાર્થના કઈ રીતે કરવી ? નમસ્કાર એ ભાવધર્મનું બીજ છે. આ બીજમાંથી ફળ પ્રગટાવવાની પ્રક્રિયાનું નામ “સામાયિક” છે. નમસ્કાર રસસિદ્ધિનો કિમિયો છે. સામાયિક રસસિદ્ધિની ક્રિયા (Process) છે. નમસ્કાર પૂર્વાધ છે અને સામાયિક ઉત્તરાર્ધ છે. આપણે પ્રથમ નમસ્કારરૂપી પૂર્વાર્ધનો પરિચય પામીને પછી જ સામાયિકરૂપી ઉત્તરાર્ધને પ્રાપ્ત કરી શકીશું. આ લેખનમાં જ્યાં સદ્વિચારનો પ્રકાશ દેખાય તે અન્યને આભારી છે. તે સર્વ પ્રત્યે હું કૃતજ્ઞતાભાવ દર્શાવું છું. જ્યાં જે કાંઈ ખામી હોય તે મારી ઉણપ તથા અજ્ઞાનતાને લીધે છે. સિદ્ધાંતથી વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે માટે હું મિચ્છામિ દુક્કડ દઉં . ધર્મ-ચિંતન ૧૧૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy