SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર સમર્પણ કરાવે છે. નામ એ જ્ઞાન છે. નમસ્કાર એ ક્રિયા છે. “નમસ્કાર”નું માનસશાસ્ત્ર નમસ્કારથી નમસ્કા૨ ક૨ના૨ જેને નમસ્કાર કરે છે, તેની તુલ્ય બને છે. પરમાત્માને નમસ્કાર, પરમ પવિત્ર સત્ત્વોને નમસ્કાર, શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર આપણા આત્મગુણોને પ્રગટાવે છે. તથા શિવપંથનો હેતુ છે. सुचिरं पि तवो तवियं चिन्नं चरणं सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे र तओ तं गयं विहलं ॥ લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણા શાસ્રને ભણ્યો, પણ જો નમસ્કારને વિષે રતિ ન થઈ, તો સઘળું નિષ્ફળ ગયું જાણવું. पत्ता पाविस्संती पावंति य परमपयपुरं जे ते । पंचनमुक्कारमहारहस्स सामत्थजोगेणं ॥ ૫૨મ–પદ–પુ૨ને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સર્વે પંચ નમસ્કારરૂપી મહારથના સામર્થ્ય યોગે જ છે. શાસ્ત્રકારોએ સંકલેશ વખતે, કષ્ટ વખતે તથા ચિત્તની અરતિ અને અસમાધિ વખતે વારંવાર પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરવાનું ફરમાવ્યું છે. અસમાધિઓને અને અશાંતિઓને અદશ્ય કરવાનો સિદ્ધ, શીઘ્ર અને અમોઘ ઉપાય જ્ઞાનીઓએ શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કારના અવલંબનનો બતાવ્યો છે. વિધિપૂર્વક તેનો આશ્રય લેનારને શ્રીનમસ્કાર મહામંત્ર અપૂર્વ શાંતિ આપે છે, અનંત કર્મોનો નાશ કરાવે છે, તેમ જ સદ્ધર્મ અને તેના પરિણામે મળતા અનંત સુખોનો ભાગી બનાવે છે. શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર એ ભાવધર્મનું બીજ છે અને ભાવધર્મની સિદ્ધિથી પ્રાપ્ત થનારા સ્વર્ગ અને અપવર્ગના સુખોનું પણ બીજ છે. સુખ મેળવવાના કે દુઃખ દૂર કરવાના અર્થી એવા આત્માઓએ નમસ્કાર જેવી અસાધારણ ચીજથી દૂર ન રહેવું જોઈએ. નમસ્કારની અચિંત્ય શક્તિ (power of Prayer) ૧૧૪ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy