SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતા એ એક એવો દોષ છે કે જે જીવને આગળ વધવામાં સદાય આડો ને 'આડો જ આવે છે. ભાવપૂર્વકના નમસ્કારદ્વારા તેનો ક્ષય થાય છે. નમસ્કારમાં ભાવ ખીલવવામાં તપ તેમ જ જપ રામબાણ ઈલાજરૂપ પ્રતીત થાય છે. ઉપકારીભગવંતોના ઉપકારનું સતત સ્મરણ જાપ કરાવે છે, આત્મસ્થિતિ સાથેના જોડાણમાં અપૂર્વ સહાય તપ કરે છે. શ્રીવીતરાગપરમાત્માના શાસનની પ્રણાલિકા એવી અજોડ છે કે તેની સાથે જોડાનારા આત્માને જાણતાં-અજાણતાં પણ લાભ પહોંચતો હોય છે, તો પછી આત્માની શુદ્ધિના જ હેતુપૂર્વક જે પુણ્યાત્માઓ અહિંસા, સંયમ–અને તપ આદિમાં રમણતા કેળવતા હોય છે, તેમને પહોંચતા લાભની તો વાત જ શી ? દેશ-કાળની વિપરીત હવા વચ્ચે શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞામાં બરાબર સ્થિર રહેવા માટે આપણે સહુએ પર્વાધિરાજની આરાધનામાંથી જે બળ મેળવ્યું છે, તેને અધિકાધિક કેળવીને અંતર્મુખ બનવું જોઈએ. બહારના વાતાવરણમાં ફસાઈને ભવ હારી જવા જેટલી મોટી ભૂલ કરવી આપણને હરગીઝ પાલવે નહિ, કારણ કે આપણે વિશ્વ હિતચિંતક મહાપુરુષોના વારસદાર છીએ. તે વારસાને દીપાવીને માનવના ભવને દીપાવવાના સંસ્કાર આપણા લોહીમાં મળેલા છે, તેને વ્યક્તરૂપ આપવા માટેનું બળ તપ-જપ-સંયમ-સ્વાધ્યાય આદિ દ્વારા મેળવી શકાય છે, તે મેળવી ને આપણે આધ્યાત્મિક પ્રતિભાની અસીમ ઉપકારિતા પ્રતિ જગતના માનવોને નિષ્ઠાવાન બનાવી શકીએ તેમ છીએ. આધ્યાત્મિક સાધનામાં લેશ પણ ઠંડા પડવાથી આ કામમાં આપણો વિકાસ અટકવાની સાથે, બીજા નવા ભયો સામે આવી ઊભવાનો સંભવ પણ રહે છે. શાણા અને સમયજ્ઞ આત્માઓને વિશેષ શું કહેવું ? ગુરુ બિન જ્ઞાન ન હોય કુંભે બાંધુ જળ રહે, જલ વિણ કુંભ ન હોય, જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ બિન જ્ઞાન ન હોય ! સ્વ લઘુતાના સ્પષ્ટ બોધ પછી ગુરુ શરણાગમનની સાચી ભૂખ લાગે છે અને સુગુરુનો યોગ પણ થાય છે. ધર્મ-ચિંતન ૫૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy