SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિવેણીસંગમ બાળસાધક શ્રીનવકારનો જાપ અને શ્રીલોગસ્સનું ધ્યાન એ શાસ્ત્રવિહિત છે. તે જાપ અને ધ્યાનના અચિંત્ય પ્રભાવે ઉભય પ્રકારની દરિદ્રતા સૂર-ચૂર થઈ જાય છે. ભાવદરિદ્રતા એટલે કેવળ સ્વ-સુખની કામના. તેનું નિવારણ એટલે સર્વના હિતની કામના. એ હેતુઓ શ્રીનવકારના વિધિપૂર્વકના જાપની જેમ શ્રીલોગસ્સનું ધ્યાન તેમ જ કાયોત્સર્ગ થાય તો ભવોભવની આપણી ભાવ દરિદ્રતા નામશેષ થઈ જાય. ભાવમાંથી દરિદ્રતા જાય એટલે જીવન એ ભાવ લક્ષ્મીનું ધામ બની જાય. ભાવ લક્ષ્મીનો જ્યાં વાસ હોય, ત્યાં સદા મંગલમય વાતાવરણની સુવાસ હોય. મંગલમય વાતાવરણની સુવાસ વચ્ચે કોઈ આત્માને કોઈ પણ વસ્તુનો અભાવ ન ખટકે. કારણ કે એવા આત્માઓના અસ્તિત્ત્વનો આધારસ્તંભ એ માત્ર વસ્તુ નહિ, પરંતુ શ્રીજિનેશ્વરભગવાનની પરમહિતકર આજ્ઞા અને ભાવના હોય છે. જાપથી ભવની છાપ ભૂંસાય છે, ધ્યાનથી પ્રાણશક્તિ શુદ્ધ થાય છે, કાયોત્સર્ગથી આત્મભાવની ગહન અનુભૂતિ સહજ બને છે. જાપ ભવનાં તાપને હરે છે. ધ્યાન દેવાધિદેવની આજ્ઞામાં સ્થિર બનવાની અચિંત્ય શક્તિ જગવે છે. કાયોત્સર્ગ ‘શરીર એટલે જ હું' એવા અનાદિ અવિદ્યાજનિત મોહને ધીમે ધીમે દૂર કરે છે. જાપ, એ અત્યંતર તપનો ચોથો પ્રકાર છે, ધ્યાન પાંચમો અને કાયોત્સર્ગ છઠ્ઠો સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. શ્રીનવકારનો જાપ એટલે શ્રીપંચપરમેષ્ટિ ભગવંતોનું ભક્તિભાવભીના હૃદયે સ્મરણ. શ્રીલોગસ્સનું ધ્યાન એટલે શ્રીતીર્થંકરભગવંતોના સર્વોચ્ચ આત્મભાવમાં સ્વભાવનું વિલીનીકરણ. કાયોત્સર્ગ એટલે આત્માથી, પરમાત્માના યોગને લાયક બનવાની ઉત્કૃષ્ટ ક્રિયા. જાપ એટલે કેવળ સ્વાર્થનો સ્પષ્ટ ઇન્કાર. ધ્યાન એટલે ૫૨માર્થમાં રમણતા. કાયોત્સર્ગ એટલે આત્માના પરમભાવને આગળ સ્થાપવાની સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક ક્રિયા. જાપ, આત્માની માંગ (Demand)ને તાજી કરાવે છે. તે માંગ એટલે પરમપદ. ધર્મ-ચિંતન ૦ ૩૬૩
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy