SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાય છે. તે આપણો શ્રીજિનેશ્વરો સાથે છે અને તેથી જ આપણે જે ધ્યાતા છીએ તે છેવટે પૂર્ણ ધ્યાનના પ્રતાપે ધ્યેયરૂપ બની શકીએ. જ્યારે ધ્યાતા એકતાન થઈ ધ્યેયની સામે તેનું ધ્યાન ધરે છે, ત્યારે તે એકતાર થઈ જાય છે અને તે જ આપણો પ્રભુ સાથેનો નિકટ સંબંધ બતાવે છે. ૪. શ્રીજિનેશ્વરદેવ સકલ જગતને જોઈ રહ્યા છે ને જાણી રહ્યા છે. તેથી તેઓ જ્ઞાતા છે અને તે આપણને જાણે છે, તેથી આપણે જ્ઞેય છીએ એ રીતે તેમની સાથે આપણો શાતા-શેયનો સંબંધ છે વળી તેમાં તેઓ ત્રણે કાળના સર્વ ભાવોને જાણે છે અને દેખે છે, વર્તમાનકાળને પણ જાણે અને દેખે છે. આને લીધે આપણામાં જે દર વખતે ફેરફાર થાય છે, તેથી શેયમાં થયેલ પરિવર્તનોથી જ્ઞાતા પણ તેટલા અંશમાં પરિવર્તન પામે છે. આ સંબંધનું જ્ઞાન જો આપણને દરેક વખત રહ્યા કરે તો તે આપણા જીવનને સુધારવા માટે મહત્ત્વનું બની જાય. કેમ કે તેથી આપણે જાણીએ કે સિદ્ધો આપણને દર વખતે જોઈ જ રહેલા છે અને તે માટે આપણે કોઈ પણ પ્રકારના ખરાબ વર્તનથી કે દુષ્ટ વિચારથી બચી શકીએ અને પાપપંકમાં પડતા ઉગરી જઈએ. ૫. ભાવથી પણ આપણે શ્રીજિનેશ્વરદેવથી સંબંધિત છીએ. તેઓ વિશ્વવત્સલતાના ભાવ ધરાવે છે. બધા જીવો પ્રત્યે તેમનામાં વાત્સલ્યભાવ છે. તેથી આપણે પણ તેમાં આવી જઈએ. તેમના આવા સુંદર ભાવના લીધે જ આપણે સુખી છીએ અને ધીરે ધીરે ઉર્ધ્વગમન કરીએ છીએ. જીવો તરતા નથી કે દુ:ખી થાય છે, તેમાં કારણભૂત તે જીવો પોતે છે, કેમ કે તેમનામાં આથી વિરોધી ભાવો હોય છે. પ્રભુના ભાવ સાથે અવિરોધી ભાવ આવે તો જીવની ઉર્ધ્વગતિ અવશ્ય થાય. છેવટે ધર્મનો સંબંધ છે. ધર્મથી જ આ પૃથ્વી ટકી રહી છે. જો ધર્મ પૃથ્વી પર નહોત તો તે ક્યાં જાત એ ખબર જ ન પડે અગર તેનો નાશ જ થઈ જાત. આ રીતે શ્રીજિનેશ્વરદેવો સાથે આપણો છ પ્રકારે સંબંધ છે. આવો દરરોજ વિચાર કરવો જોઈએ, અને તે પ્રકારના સંબંધનો વિચાર છતાં પ્રભુનું ધ્યાન-પૂજન આદિ કરવું જોઈએ. પ્રભુજીને વિધિ-નિષ્ઠાપૂર્વક ભજવાથી, તેઓશ્રીની અચિંત્ય તારકશક્તિ સાથે સાચો સંબંધ બંધાય છે, જે સાધકને ભવના સર્વ બંધનોથી ‘પર' બનાવે છે. ૩૬૨ ૦ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy