________________
વિકાસ, પરોપકાર અને સમભાવની ઉપાસના, એ છે કહેવાનો આશય એ છે કે
• “મૈચારિભાવસંયુ તદ્ધ તિ " ધર્મક્રિયા તે જ કહેવાય કે જે મૈત્રીભાવ યુક્ત હોય. અને મૈત્રી તે જ કહેવાય કે જેમાં બીજાના હિતનો વિચાર હોય.
આર્યસંસ્કૃતિના અટલ સિદ્ધાંતરૂપ “પોપવાથમિદં શરીર” જેવાં મહાવાક્યો બન્યાં છે, તેના મૂળમાં એ હેતુ છે કે માનવ મૈત્રીભાવમય પરોપકારી જીવન જીવવા માટે સર્જાયો છે. માનવ પોતે પોતાને સર્વોત્તમ માનવાનો અધિકારી છે પણ મુખ્ય કારણ મૈત્રીભાવમય જીવન જીવવાની યોગ્યતા છે. જો માનવજીવનમાંથી મૈત્રીભાવને બાદ કરવામાં આવે તો પછી તેનામાં કોઈ જાતની શ્રેષ્ઠતા રહી શકતી નથી ઉલટું તે ભોગઉપભોગ, ખાન-પાન, રહન-સહન આદિની સાધન સામગ્રીમાં સદા અનધિકાર અને અમર્યાદિત ચેષ્ટા કરીને પોતાની આહાર, નિદ્રા ભય, મૈથુન આદિ અનાત્મ સંજ્ઞાઓનું પોષણ કરવામાં વિશેષ પ્રકારે તત્પર રહે છે. મૈત્રીભાવ વિનાનો માનવી બીજા પ્રાણીઓના જીવનનું કંઈ પણ મૂલ્યાંકન કર્યા વિના પોતાની પાશવી સંજ્ઞાઓના પોષણમાં તન્મય હોવા છતાં પોતાને (Over estimating himself) અધિક માને તે યોગ્ય નથી, દા.ત. કોઈ પણ પ્રાણી એવું નથી કે જે પોતાના ખાદ્ય પદાર્થમાં એક ચીજની સાથે અનેક ચીજો મેળવી ઇન્દ્રિયલોલુપતાને ઉત્તેજન આપતું હોય, જ્યારે માનવ પોતાના માટે એક શાક બનાવવામાં પણ સમુદ્રમાંથી મીઠું, ભૂગર્ભમાંથી હળદર, ક્ષેત્રઉદ્યાનોમાંથી અનેક પ્રકારના મરચાં-મસાલાઓ મેળવી સ્વાદિષ્ટ બનાવે છે, એટલું જ નહિ પણ દૂધ જેવા સ્વાદિષ્ટ મીઠા પદાર્થોમાં પણ શેરડીના રસનો કંદ (સાકર) ભેળવી મધુર બનાવે છે, શું આ માનવનો અનાત્મભાવ નથી ? પશુ પક્ષી આદિપ્રાયઃ બધા જ પ્રાણીઓ પોતાને લાગેલી ભૂખને શમાવવા સિવાય સંગ્રહખોરી કરતા જણાતાં નથી. તેઓની સામે ફળ-ફૂલોથી લચી રહેલાં વૃક્ષોના પુજના પંજ હોવા છતાં ક્યારેય ફળો તોડી તોડીને સંગ્રહ કરતા દેખાતા નથી, જયારે માનવીઓના ઘરોમાં સામાન્ય રીતે સ્વાર્થ સંકીર્ણતાની ખાતર સંગ્રહખોરી સિવાય કશું દેખાતું નથી. આ જ રીતે રહેવાના સ્થાનો પર દષ્ટિપાત કરીએ તો કોઈ પણ પશુ, પક્ષી પોતે તથા પોતાનું કુટુંબ બેસી-ઉઠી શકે તે પૂરતું જ સ્થાન કરે છે, જ્યારે માનવ પોતાના એક નાના કુટુંબ માટે ઘર, બંગલા અને મોટા મોટા મહેલો-માળિયાઓ સર્જે છે અને મોટા મોટા પાપારંભો કરે છે. તેમાં કોઈ નાના-મોટા નિરાધાર પ્રાણીઓ આશ્રય લેવાને આવે છે, તો નિર્દયતાથી કૂરપણે
૧. ધર્મસ્ય તત્ત્વ સુસ્પષ્ટ, મૈત્રીભાવવિકાસનમ્ | परोपकारनिर्माणं शमवृत्तेरुपासनम् ॥१॥
ધર્મ-ચિંતન ૬૩