SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુથી પરસ્પર મૈત્રીભાવની ભૂમિકા ઉપર થઈ રહ્યું છે. મહાન તત્ત્વવેત્તા ભગવાન શ્રીઉમાસ્વાતિજીએ “પરસ્પરોપગ્રહો નીવાના' એ સૂત્ર નિર્ધાર્યું છે. માનવ પ્રાણી મૈત્રીભાવને જીવનમાં વધારે સક્રિયરૂપ આપવામાં વિશેષ સમર્થ છે. કેમ કે બધા પ્રાણીઓ કરતાં માનવ વિશેષ મેધાવી અને પ્રજ્ઞાપ્રૌઢ છે. માનવપ્રાણી અખિલ પ્રાણી સંસારનો પ્રધાન પ્રતિનિધિ અથવા સર્વોપરિ સર્જન (Crown creation) મનાય છે. તેથી તેની જવાબદારી પણ અધિક છે. પોતાનું મૈત્રીમય જીવન બનાવી સાર્વભૌમિક વિશ્વવ્યવસ્થાના સર્વ જીવોના સર્વોદયના કાર્યમાં પોતાનો સંપૂર્ણ સહયોગ અને આત્મભોગ આપવા માનવ બંધાયેલો છે. માનવ જો એ પ્રમાણે ન વર્તે તો તે વિશ્વમહાશાસનના મહાઅપરાધીની કોટિમાં મૂકાય છે. આ અપરાધની સજા પણ તેને મોટી મળે છે. પોતાના જન્માંતરમાં વિશેષ પ્રકારે દંડ તેને ભોગવવો પડે છે. વિશ્વવ્યવસ્થાના કાર્યમાં માનવે સજ્ઞાન અવસ્થામાં ગુન્હો કર્યો હોવાથી તેને વિશ્વમહાશાસન તરફથી બીજા પ્રાણીઓ કરતાં વધારે સજા મળે છે. કારણ કે બીજા પ્રાણીઓને તો આ માર્મિક રહસ્યનું ભાન હોતું નથી. અને તેને તો છે. મહાશાસનના સર્વ જીવોના સર્વોદયરૂપ કાર્યમાં જેઓ મરજીયાત પ્રવર્તતા નથી, તેમને પણ વસ્તુસ્વભાવના અટલ નિયમો (Inevitable Laws)ના પ્રતાપથી ફરજીયાત મૈત્રીભાવની, પરહિતની પ્રક્રિયા અપનાવવી જ પડે છે. જેમ કે વનસ્પતિની શીતળ છાયા તથા તેના પુષ્પ ફલાદિ પોતાના ઉપયોગમાં ન આવતાં બીજાને માટે ઉપયોગી બને છે. કીડી, મંકોડી, માખી આદિ વિવિધ વિકસેન્દ્રિય પ્રાણીઓ સંમિશ્રિત પદાર્થોના રસકણોનું પૃથક્કરણ કરવાનું કાર્ય વિશ્રામ રહિત રાત દિવસ કર્યા જ કરે છે. માછલી, દેડકાં, કાચબા આદિ જળજંતુઓને જળાશયોના જળનું શુદ્ધીકરણ કરવું જ પડે છે. બકરી, ગાય, ભેંસ, આદિને દૂધ, ઘી, ખાતર, ચામડું, છાણ-મૂત્ર આદિ દ્વારા પરહિતના કાર્યમાં સહકાર આપવો જ પડે છે. કૂતરાઓને ચોકીદારનું અને કૂકડાઓને ઘડિયાળનું સેવા કાર્ય કરવું પડે છે. ઘોડા, હાથી, બળદ વગેરેને ભારવહન-સવારી આદિનું કાર્ય કરવું પડે છે. ગર્દભ, શૂકર આદિને પ્રામાદિના મળ-કચરાદિના શુદ્ધીકરણનું કાર્ય કરવું પડે છે. આમ પ્રત્યેક પ્રાણીઓની પ્રક્રિયાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો સમજાયા વિના નહિ રહે કે વિશ્વવ્યવસ્થાના અનુશાસનમાં કોઈને કોઈ પ્રકારે સેવાનો ફાળો આપ્યા વિના છૂટકારો નથી. ફક્ત માનવ પ્રાણીને સેવાનો નિયમ બળાત્કારે લાગુ પડેલો જણાતો નથી. મતલબ કે માનવ-જીવન ધર્મપ્રધાન જીવને માટે મળેલું છે અને ધર્મનો મર્મ મૈત્રીભાવનો - ૬૨ ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy