SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓને કાઢી મૂકવામાં લેશપણ અચકાતો નથી. આવી અનેક પ્રવૃત્તિઓ માનવમાં પશુ કરતાં હલકી હોવા છતાં માનવીની પાસે એવી એક માનસિક અમોઘ શક્તિ છે કે વિશ્વના પ્રાણીમાત્ર તરફ મૈત્રીભાવને સક્રિયરૂપ આપી, ક્ષણમાત્રમાં વિશ્વવ્યવસ્થા એટલે કે વસ્તુસ્વભાવની સાર્વભૌમિક સત્તાના પ્રાણીગણના પરોપકારના કાર્યમાં સર્વોત્તમ સહકાર આપી, પોતાના સર્વ પાપોનું શુદ્ધીકરણ કરી શકે છે. કેમ કે મૈત્રી-ભાવપૂર્ણ મનોવિજ્ઞાનનો અખૂટ ખજાનો તેની પાસે છે. સંસારમાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણ કરનારી અને અભ્યુદય સાધનારી ઉત્કૃષ્ટ ગતિ અને શક્તિવાળી (Velocity and potentiality) મૈત્રીભાવના જ છે. એટલે જૈનશાસનમાં મૈત્રીભાવના અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મૈત્રીભાવનું ખરું સ્વરૂપ એ જ છે કે તું તારી જાતને માટે જે ઇચ્છે છે અને જે નથી ઇચ્છતો, એવી જ વિશ્વના પ્રાણીમાત્ર માટે ઇચ્છા કર. એ જ શ્રીજિનશાસન છે.૧ આવા શુદ્ધ મૈત્રીભાવની પરિણતિ જો એક ક્ષણ માત્ર પણ સ્પર્શી જાય તો એવા અપૂર્વ સુખનો અનુભવ કરાવે છે કે જે જીવનમાં ક્યારેય અનુભવ્યો ન હોય મૈત્રીભાવની આ એક એવી અદ્ભુત શક્તિ માનવ હૃદયમાં છૂપાયેલી (Latent) છે, કે એનાથી એક ક્ષણ માત્રમાં જે લાભ તે ઉઠાવી શકે છે.તે, ઈતર પ્રાણીઓ જીવનભર પોતાનું સર્વસ્વ અર્પણ કરવા છતાં મેળવી શકતા નથી. વિશ્વના પદાર્થ નિર્માણમાં સંક્રમણ, ઉદ્ધૃર્તન, અપવર્તન આદિ પુદ્ગલોની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા જે કાર્યો થઈ રહ્યાં છે, તે બધા કરતાં વિશિષ્ટ કાર્યો મૈત્રીભાવની માનસિક પ્રક્રિયાના પુદ્ગલોદ્વારા થાય છે, એટલા માટે વિશ્વવ્યસ્થામાં સૌથી વધુ સહયોગ સર્વજીવોના સર્વોદયને અનુલક્ષીને થતી મૈત્રીભાવની મનોવૃત્તિદ્વારા મળે છે. વસ્તુસ્વભાવનું વિશ્વમહાશાસન માનવના મૈત્રીભાવની સહાયતા (Contribution) વિના ચાલી શકે નહિ. આ દૃષ્ટિએ માનવના મૈત્રીભાવનો સહકાર બીજા બધા પરોપકાર કરતાં પ્રબળ પરોપકાર છે. આધુનિક વિજ્ઞાનમાં રેડીયમ (Radium) સૌથી વધારે ઉપયોગી ગણાય છે. વિશ્વના વસ્તુસ્વભાવના વૈજ્ઞાનિક કાર્યોમાં તેવું જ સ્થાન મૈત્રીભાવને છે. આ મૈત્રીભાવનો સૌથી વધારે ફાળો તીર્થંકર ભગવાનનો છે. તે કારણે સંસારમાં સર્વોપરિ સ્થાન તીર્થંક૨૫ને છે. તીર્થંકરોના જીવનનો નિગોદથી માંડીને સિદ્ધપદની પ્રાપ્તિ સુધીનો સારી રીતે અભ્યાસ કરવામાં આવે તો સિદ્ધિપદને १. जं च इच्छसि अप्पणतो, जं च न इच्छसि अप्पणतो । तं इच्छ परस्स वि य एतियगं जिणसासणयं । २. विश्वजन्तुषु यदि क्षणमेकं साम्यतो भजसि मानसमैत्रीम् । तत्सुखं परममत्रपरत्रा- प्यश्नुषे न यदभूत्तव जातु ॥१॥ ૬૪ • ધર્મ-ચિંતન
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy