SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પામનાર બીજા જીવોની અપેક્ષાએ તેમના જીવનમાં મૈત્રીભાવથી ભરેલ વિશ્વવાત્સલ્યવૃત્તિ વિશેષ તરી આવે છે. મૈત્રીભાવની પ્રકર્ષતા (Climax)ને કારણે જ તેમને અશોકવૃક્ષાદિ મહાપ્રાતિહાર્યો, અપાયાપગમાદિ મહા અતિશયો, સમવસરણની અલૌકિક સમૃદ્ધિઓ તથા પળે પળે પંચદિવ્યો વગેરે પ્રાપ્ત થાય છે. આ અનુપમ ઋદ્ધિસિદ્ધિનું પ્રબળ કારણ મૈત્રીભાવયુક્ત જીવન, સકલ જીવોને પાપપાશમાંથી મુક્ત કરી, શાસનરસિક બનાવી, શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવવારૂપ વાત્સલ્યવૃત્તિ છે અને એ દ્વારા થતું માર્ગપ્રભાવનાનું મહાન કાર્ય જ છે અનેક ભવો સુધી અક્ષીણ ધારાએ મૈત્રીભાવનાનું પ્રવાહિત રહેતું તેઓનું આ દાન (unique contribution) સર્વ જીવોના મૈત્રીભાવનું બીજ છે અને તે બીજમાંથી જ સંયમના અંકુરા ફુટે છે તથા તપ, જપ, શીલ, સંતોષ, ક્ષમા આદિ શાખા-પ્રશાખા તથા પત્ર-પુષ્પાદિરૂપે બહાર આવે છે. એટલે સમસ્ત પ્રાણીઓના વિકાસનું, નિગોદથી પ્રારંભીને જે મંગલાચરણ થાય છે, તેમાં તીર્થકરોના આત્માઓની દેન, ઋણ કે કૃપા (Grace) મુખ્ય છે. આ રીતે પ્રાણીમાત્રના વિકાસ, ઉત્થાન અને પરમમહોદયના મહામાર્ગમાં પ્રધાનવતું મૈત્રીભાવ છે. એટલે આ મૈત્રીભાવને મહોદયની માતા, જીવનની જ્યોતિ અને ધર્મની સહચરી કહેવામાં જરા પણ અતિશયોક્તિ લાગતી નથી. ! કૃપા મેળવવાના બે સાધન Eltel (Humbleness) 247 ARGU"H+ (Surrender) 24100 g gul મેળવવાના સાધન છે. સ્વ-ધર્મના પાલનથી મન-શુદ્ધિ થાય છે અને મનની શુદ્ધિ થવાથી પરમાત્મા મળે છે. ચિત્તશુદ્ધિ માટેનું એકનું એક સાધન, નમ્રભાવે ધર્મના શરણે જવું તે છે. ધર્મ-ચિંતન ૬૫
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy