________________
દર્શનશુદ્ધિનું સોપાન-સ્વાધ્યાય'-૫ (ઢંકાયેલા આત્માના અખૂટ ખજાનાને ખોલવાની ચાવીરૂપ “સ્વાધ્યાય પદાર્થની મૌલિક સ્પષ્ટતા ચિંતનાત્મક આ લેખમાં કરવાની આવી છે. સં.)
જેમ રસાયણવિદ્યાનો અનભિજ્ઞ ખેડૂત પોતાની પરંપરાથી પોતાના ખેતરમાં કેવળ જુવાર અને બાજરી જેવા ધાન્યો જ ઉત્પન્ન કરી શકે છે. પછી ભલે તે ખેતરની માટીમાં કોઈ પણ રસધાતુઓ મળેલી હોય, પરંતુ તે તરફ તેનું ધ્યાન જતું નથી અને તેથી તે તેનો લાભ મેળવી શકતો નથી. શાસ્ત્રમાં દાખલાઓ મળે છે કે ભરવાડને ચિંતામણીરત્ન મળ્યું હોય તો તેનો ઉપયોગ તે કાં તો બકરાના ગળામાં બાંધવા માટે કરે, અથવા અંતે કાગ ઉડાડવામાં ફેંકી દે. તેવી રીતે અચિંત્ય ચિંતામણી રત્ન સમાન પરમેષ્ઠિ મહામંત્ર આપણને મળ્યો છે, પણ એ મહામંત્રમાં જે દેવ, ગુરુ અને ધર્મરૂપ મહાતત્ત્વ નવનીતરૂપે રહેલ છે, જેમાં સંસારભરનો સર્વોત્તમ ગુણીઓ અને ગુણોનો સમાવેશ થાય છે, એ તત્ત્વનું આપણે સૂક્ષ્મ રીતિએ ચિંતન; મનન અને પરિશીલન ન કરીએ તો જે અખૂટ ખજાનો આ મહામંત્રમાં રહેલો છે, તેનો લાભ આપણે પ્રાપ્ત કરી શકીએ?
જૈન ધર્મમાં સર્વોત્તમ ધ્યાન દ્રવ્યગુણપર્યાયના ચિંતન, મનન અને પરિશીલનમાં માનવામાં આવ્યું છે. આપણે ત્યાં નવપદની આરાધનામાં દરેક પદની સાથે દ્રવ્ય-ગુણપર્યાયના ધ્યાન ઉપર વધારે-પૂરતો ભાર દેવામાં આવ્યો છે. દા.ત.
“અરિહંતપદ ધાતો થકો, દધ્વગુણ પક્ઝાય રે,
ભેદ-છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય રે.” તીર્થકર ભગવંતો છદ્મસ્થ કાલમાં સાધ્યની સિદ્ધિ માટે સદા દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાનમાં જ મગ્ન રહે છે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે ઉગ્રતપસ્વી અને ઉત્કૃષ્ટ સંયમી કરતાં તત્ત્વદર્શી મહાત્માનું સ્થાન મોખરે છે. ઉપદેશમાળામાં ભોજન કરનાર તત્ત્વજ્ઞાની સાધુને તપસ્વી અને ક્રિયાવાનું સાધુ કરતાં વધારે શ્રેષ્ઠ માનેલ છે. એક કવિએ કહ્યું છે કે, “હુર્તમાં મવતિ તાર્વિ:' તત્ત્વજ્ઞાનીઓ જગતમાં દુર્લભ છે. ઉપશમ શ્રેણિમાં આરૂઢ થયેલ અને ત્યાંથી આયુષ્યક્ષયે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ તત્ત્વદર્શી મહાત્માઓ તથા બધા અનુત્તરવાસી દેવો ત્યાં તેત્રીસ સાગરોપમની દીર્ઘ જીવનયાત્રા તત્ત્વનુસંધાનમાં જ સફળ બનાવે છે, તેમ જ સદા દ્રવ્યાનુયોગ આદિના ચિંતનમાં જ આનંદ માને છે, એટલે તત્ત્વચિંતન માટે દ્રવ્યાનુયોગ આદિનો અભ્યાસ જીવનમાં આવશ્યક જ નહિં પણ અનિવાર્ય છે. એ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓ મુનિચર્યાના પવિત્ર જીવનમાં સ્વાધ્યાય ઉપર સહુથી વધારે ભાર મૂકે છે, કેવળ આત્મવિકાસ માટે જ નહિ પણ આલોચના અને અતિચારાદિ દોષોની શુદ્ધિ માટે પણ સ્વાધ્યાયની ગાથાઓનું
૬૬ ધર્મ-ચિંતન