SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત દેવામાં આવે છે. શાસ્ત્રોમાં અહીં સુધી કહેલ છે કે એક જ ગાથા તૈયાર કરવામાં ગમે તેટલો સમય લાગે તો પણ શક્તિ હોય ત્યાં સુધી ગાથા જ ગોખવી જોઈએ, અને તેમ ન જ બની શકે તો સ્વાધ્યાય કરનારા મુનિઓની ભક્તિમાં તથા સંયમની તપ, ક્રિયામાં વિશેષ રક્ત બનવું જોઈએ. તત્ત્વદષ્ટિએ વિચારતાં આ આદેશમાં મોટું રહસ્ય સમાયેલું છે. આજે આપણે પરમેષ્ઠિ મહામંત્ર રોજ ગણીએ છીએ, પણ જ્યાં સુધી તે મહામંત્રમાં રહેલા ગુણીજનોના અને મહાપદોના માહાભ્યને ન સમજીએ, ત્યાં સુધી તે અખૂટ ખજાનાના રત્નોનો લાભ મેળવી શકવાના નથી. આ મહામંત્રની આરાધનામાં લૌકિક અને લોકોત્તર ઉભય પ્રકારનું પરમહિત સમાયેલું છે. સંસારમાં કોઈ પણ રિદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ, વૈભવ અને ઐશ્વર્ય એવું નથી કે જે આ મંત્રની સાધનાથી ન મળી શકે. સકળ વિદ્યા, મંત્ર અને લબ્ધિઓના નિધાનરૂપ આ મહામંત્ર છે. આ મહામંત્રમાં પ્રથમ “શ્રીઅરિહંત મહાપદ”ને નમસ્કાર છે, તે અરિહંત પદનો અર્થ વ્યુત્પત્તિ અને નિયુક્તિથી સમજવામાં અને આરાધવામાં આવે તો આપણા બધા કાર્યો સહેજે સિદ્ધ થઈ જાય. માનસશાસ્ત્રની દૃષ્ટિએ (Psychplogical point of view) અનુસંધાન કરીએ તો જાણી શકાય છે કે સંસારનાં સમસ્ત દુઃખ, સંતાપ અને ક્લેશોનું કારણ ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગમાં રહેલું છે અને એના વિપર્યાસમાં સમસ્ત સુખનો સમાવેશ થઈ જાય છે. એ વિપર્યાસ એટલે “ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગ” આ ઉભયની પ્રાપ્તિમાં ઉદ્ગમધામ સમાન “અરિહંતપદ” છે. વ્યુત્પત્તિ અર્થની દૃષ્ટિએ અરિહંતપદ એટલે - પૂજનીય, આદરણીય અને સેવનીય તત્ત્વ. જગતમાં પૂજા, સેવા અને સન્માન તેઓનું જ કરવામાં આવે છે કે જેઓ વડે પોતાના અર્થની સિદ્ધિ થતી હોય. પ્રાણી માત્રને પરમહિત ઇષ્ટ છે અને તે ઈષ્ટની સિદ્ધિ આપનાર અરિહંતપદ છે. જગતમાં એના કરતાં બીજું વધારે ચઢીયાતું કોઈ પણ તત્ત્વ નથી. શ્રીલોગસ્સસૂત્રની ગાથામાં જણાવ્યું છે કે, ને તોગસ્સ ઉત્તમ સિદ્ધા' જેઓ લોકમાં ઉત્તમ અને સિદ્ધ છે. પરમહિત માટે અરિહંતપદ એ સિદ્ધ તત્ત્વ છે. સિદ્ધ વસ્તુની સેવાથી નિઃસંદેહ સિદ્ધિ થવાની જ. જો સિદ્ધિ ન કરે તો તે સિદ્ધ વસ્તુ જ નથી. સકળ સિદ્ધિદાયક પૂજય આ મહાપદ હોવાથી તેને અરિહંત ત્રિભુવન પૂજ્ય નામથી સંબોધવામાં આવે છે. નિર્યુક્તિની દષ્ટિએ એનો અર્થ “અરિને હણનાર છે. “અરિ” એટલે સંસારના જે કોઈ અનિષ્ટ કારણો હોય તે બધા, ચાહે તો જન્મ, મરણ, રોગ, શોક, ભય, સંતાપ, ક્લેશ, દુઃખ, દારિદ્રય કે રાગદ્વેષ મોહાદિ હોય. તે બધાનો નાશ કરનાર તત્ત્વ તે જ “અરિહંત” કહેવાય. તેથી અરિહંતપદના આરાધકને માટે અનિષ્ટ કરનાર કોઈ પણ કારણ સંસારમાં રહી શકે જ નહિ. સંસારમાં સકળ અહિતનો અંત લાવનાર અને સર્વ પ્રકારના હિતને કરનાર જો • કોઈ તત્ત્વ હોય, તો તે વાસ્તવિક રિહંત જ છે. ભિન્ન ભિન્ન દર્શનોમાં આ તત્ત્વને ધર્મ-ચિંતન • ૬૭
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy