________________
ઈશ્વરાદિ ગમે તે નામથી સંબોધવામાં આવ્યું હોય, વાસ્તવિક (Etymolobically) ભાવાર્થ દર્શક તો રિહંત નામ જ છે, જે સર્વ દૃષ્ટિએ પૂર્ણ છે. આવી રીતે પૂરો નવકાર મંત્ર-વિજ્ઞાનની દષ્ટિએ, મંત્રની દૃષ્ટિએ, તત્ત્વની દષ્ટિએ, ગણિતની દષ્ટિએ, વ્યાકરણની દષ્ટિએ આદિ અનેક દૃષ્ટિએ જોતાં પરિપૂર્ણ છે. માટે એને “પંરપંજાતા મહીકૃતધ' કહેવામાં આવે છે.
સંસારને મહાભયાનક કહેવામાં આવ્યો છે, પણ પુણ્યની પ્રબળ શક્તિનો આશ્રય લેવાથી એ ભયાનક સંસાર પણ ભવ્ય બની શકે છે અને આત્મધર્મનો આશ્રય લેવાથી અજરામર, અવ્યાબાધ એવું શાશ્વત મોક્ષ સુખ પણ આ સંસારમાંથી મેળવી શકાય છે. અરિહંતપદ એ એક એવું પદ છે કે જે પુણ્યનો પૂંજ છે. એટલે જ અરિહંતપદને અલંકૃત કરનારા તીર્થકર ભગવંત પુણ્યના પરમેશ્વર છે અને આત્મધર્મના અધીશ્વર છે. દૂધમાં સાકરની પેઠે પૌદ્ગલિક અને આત્મિક ઉભય સુખના સાગરરૂપ શ્રીરિહંત તત્ત્વ જ છે. પણ એ અનંત ઉપકારી અરિહંતપદની ખરી ઓળખાણ ન થવાથી નિજ નાભિમાં રહેલ કસ્તૂરીને ન જાણનાર મૃગ પેઠે આપણે આજે વિષમ સ્થિતિ ભોગવી રહ્યા છીએ. એની સાચી ઓળખાણ કરાવનાર આગમ શાસ્ત્રો છે. એક રાજાની સાચી ઓળખાણ ત્યારે જ થઈ શકે કે જ્યારે તેની રાજરિદ્ધિ, વૈભવ અને ચતુરંગી સેના ઇત્યાદિનો બોધ થાય. તે વગર આપણે “રાજાને ઓળખી શકીએ નહિ, અને રાજાના સંપર્કથી જે ઇષ્ટ સિદ્ધિ મેળવવાની હોય, તે મેળવી શકીએ નહિ.
| નવકાર મહામંત્રની સાચી ઓળખાણ કરવા માટે સ્વાધ્યાય નિતાત્ત આવશ્યક છે. સ્વાધ્યાય દ્વારા જ એમાં રહેલ રૈલોક્યનો અખૂટ ખજાનો નજરમાં આવશે અને પોતાના પરમમહોદય પદની પ્રાપ્તિ માટે જે સાધન સામગ્રી મેળવવી પદની પ્રાપ્તિ માટે જે સાધન સામગ્રી મેળવવી જોઈએ તે મળી ગઈ એમ ખાત્રી થશે. એ કારણે શ્રીનવકાર મહામંત્રને અપૂર્વ કલ્પવૃક્ષ કામકુંભ અને “અચિંત્ય ચિંતામણી આદિ ઉપમા આપેલી છે. જ્યારે આ મહામંત્રનું રહસ્ય સમજાશે ત્યારે આગમ અને અપાર એવો આ ભવસાગર પણ અંજલિમાં રહેલા ચુલ્લુભર પાણી જેવો ભાસશે. ખરી રીતે તો દ્વાદશાંગવાણી અને ચઉદપૂર્વની રચનારૂપ શાસ્ત્રસિદ્ધાંતો આ મહામંત્રના રહસ્યને વિસ્તારપૂર્વક સમજાવવાને માટે જ સર્જાયેલા છે. માટે શાસ્ત્રોના અભ્યાસ વિના નમસ્કાર મહામંત્રનું રહસ્ય સમજાય નહિ અને નમસ્કાર મહામંત્ર વિના શાસ્ત્રાભ્યાસ પણ સાર્થક થાય નહિ તત્ત્વાનુશાસનમાં શાસ્ત્રાવલોકનને જેમ સ્વાધ્યાય કહ્યો છે, તેમ નમસ્કાર મહામંત્રની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. અને નમસ્કાર મહામંત્રના આરાધકે શાસ્ત્રાભ્યાસની ઉપેક્ષા કરવી જોઈએ નહિ. બંનેનો પરસ્પર બીજ અને વૃક્ષ જેવો ધનિષ્ટ સંબંધ છે. એમ તો સ્વાધ્યાયનો અર્થ પોતાના આત્માનું ચિંતન, મનન અને પરિશીલન થાય છે, એટલે નિજ આત્મસ્વરૂપનાં અધ્યયનને જ સ્વાધ્યાય કહેવામાં આવે છે, પણ નિજ સ્વરૂપનું અધ્યયન પણ સર્વાગ સુંદર અને સંપૂર્ણ ત્યારે જ બને છે કે જ્યારે આત્મદ્રવ્યના સકલ ગુણ
૬૮ - ધર્મચિંતન