SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યાયનો બોધ થાય. વિશ્વનું પદાર્થ વિજ્ઞાન ભલે પુલાદિ પર દ્રવ્યોથી ભરેલું હોય, તો પણ પર દ્રવ્યના ગુણ પર્યાયનો બોધ એ પણ આત્મ સ્વરૂપનું તેના અસ્તિત્વ નાસ્તિકતાદિ ધર્મોનું છે તેમ જ તેના જ્ઞાન, દર્શને આદિ ગુણોનું જ અધ્યયન છે. વિશ્વના સકળ દ્રવ્યગુણપર્યાયનો પરિપૂર્ણ બોધ ન થાય ત્યાં સુધી પોતાના આત્માનો પરિપૂર્ણ બોધ થઈ શકે નહિ. એટલા માટે જ ને નાડું, તે સબંગારું એવું શ્રીઆચારાંગસૂત્રનું મહાવાક્ય છે. પૂર્વ મહર્ષિઓ જણાવે છે કે પરપર્યાય તે સ્વપર્યાય છે અને સ્વપર્યાય તે પરપર્યાય છે. આત્મદ્રવ્યના પર્યાય તે સર્વ દ્રવ્યના પર્યાય છે અને સર્વ દ્રવ્યના પર્યાય તે આત્મદ્રવ્યના પર્યાય છે. એ અપેક્ષાએ અખિલ બ્રહ્માંડ અખંડ, એકાકાર અને એકાત્મરૂપ છે. શુક્લધ્યાનનો બીજો પાયો ‘ત્વ વિતનિવિવાર’ આ જ ભાવનો દ્યોતક છે. આ વિચારધારાને સંગ્રહનયની અપેક્ષાએ સમર્થન મળે છે. અધ્યાત્મયોગી મહાત્મા આનંદઘન ફરમાવે છે કે “પદ્દર્શન નિન મં િમળ’ ભિન્ન ભિન્ન દર્શનો એક એક નયથી ગ્રહણ કરેલી દૃષ્ટિ દ્વારા જિનેશ્વર ભગવંતના સ્યાદ્વાદરૂપી મહાસમુદ્રમાં સરિતાને પેઠે સમાવેશ પામી જાય છે. “મેવાદિતીય'ની માન્યતાવાળા અદ્વૈતવાદી દર્શનોને સંગ્રહનયની દૃષ્ટિ લઈને માનવું પડ્યું છે કે ‘મgvમણ્ડતાાવ્યdયેન વસીવરમ્' એ માન્યતાના પોષણ માટે તેઓએ અનેક ગ્રંથોની રચના કરી છે. પરમેષ્ઠિ મહાતત્ત્વનું મહાભ્ય સમજવા માટે આપણા આગમ સિદ્ધાંતોના અધ્યયનની સાથે અન્ય દર્શનોના ગ્રંથોના અધ્યયનની પણ આવશ્યકતા મનાય. જો કે સમુદ્રમાં ગંગા, સિંધુ આદિ બધી સરિતાઓ મળેલી જ છે, છતાં ગંગા, સિંધુના જળના ગુણદોષ જાણવા માટે સમુદ્રમાંથી તે જળનું પૃથક્કરણ કરવું અઘરું છે. તેના કરતાં સરળ ઉપાય એ છે કે તે જળ તે તે નદીની વહેતી ધારાઓમાંથી લઈને આપણે વિશ્લેષણ (Analysis) કરીએ તો જળનાં ગુણ-દોષોનું જ્ઞાન વધારે જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ, તે ન્યાયે પ્રત્યેક દર્શનકારો જે જે નયની દૃષ્ટિએ પોતાની માન્યતાને સ્થાન આપે છે અને તેની પુષ્ટિ માટે આગ્રહ રાખી તે તે નયનું વિશેષ પ્રકારે વિવેચન કરે છે, તે તે એક નયને જાણવા માટે આપણને ઘણું જ સહાયક બને છે અને આપણે તો સાતે નયોને જાણવા છે, કેમ કે બધા નયનો સંગ્રહ એ જ “જૈન દર્શન” તેથી પ્રત્યેક મતવાળાના મતાગ્રહને, સ્યાદ્વાદ દર્શનને અથવા વિશ્વના પદાર્થ દર્શનને જાણવા માટે અને શ્રીઅરિહંતાદિ પંચ અથવા નવ મહાપદોના રહસ્યને સમજવા માટે સ્વ દર્શનની સાથે પરદર્શનનું જ્ઞાને પણ સ્યાદ્વાદી ચિંતકો માટે લાભકારી ગણાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ પણ શ્રુત મિથ્યા નથી કે સમ્યગુ નથી, શ્રુત એ શ્રુત જ છે. ગ્રહણ કરનારની દૃષ્ટિ અનુસાર તે સમ્યગુ કે મિથ્યા મનાય છે. એટલા જ માટે આચાર્ય ભગવંતોને સ્વ-પર સિદ્ધાંતકુશળ કહેવામાં આવ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય એટલે સ્વપરનું અધ્યયન અથવા વિશ્વના સમસ્ત વસ્તુસ્વભાવનું અધ્યયન અને એ જ આપણાં અભ્યદયનું સર્વોપરિ કારણ છે, માટે જ શાસ્ત્રકારોએ સ્વાધ્યાય ઉપર અત્યંત ભાર મૂક્યો છે, તે આ દૃષ્ટિથી અવલોકન કરતાં બહુ ઉપયુક્ત જણાય છે. આ લેખોમાં મતિદોષથી જે કાંઈ શાસ્ત્રની મર્યાદાથી વિરુદ્ધ લખાયું હોય તે માટે મિચ્છામિ દુક્કડંપૂર્વક વિરમું છું. ધર્મ-ચિંતન • ૬૯
SR No.005783
Book TitleDharm Chintan
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy